________________
છે. બીજે ઔપાધિક ભાવ છે. તે કર્મોના નિમિત્ત વિના થતું નથી. તે ભાવ અશુદ્ધ ઉપાદાન કારણ છે. શુદ્ધ ઉપાદાન કારણથી શુદ્ધ સ્વભાવ ઝળકે છે. અને અશુદ્ધ ઉપાદાનથી અદ્ધ ભાવ ઝળકે છે. જેમ સ્ફટિક રત્નમાં કાળા પીળા આદિ ડંક (ડાઘ) નું નિમિત્ત ન હોય તે તેના મૂળ સ્વચ્છ અને વેત સ્વભાવ ઝળકશે. અને જે કાળા પીળા આદિકનું નિમિત્ત હોય તે સ્વચ્છ અને વેત સ્વભાવ છુપાઈ જઈ કાળે પીળે ભાવ પ્રગટ થાય છે. તેવી રીતે કર્મના નિમિત્તથી અશુદ્ધ ભાવરૂપ પરિણતિ જીવના ભાવોમાં જ થઈ છે તે સમયે અવશ્ય જીવને સ્વાભાવિક ભાવ છૂપાઈ ગયું છે, એટલાજ માટે અશુદ્ધ નિશ્ચય નયથી રાગાદિક ભાવોને કર્તા જીવ છે. એ વાત સિદ્ધ થઈ કે જીવ પોતે જ પોતાના અશુદ્ધ ભાવોને ઉપાદાન કર્તા છે, અને પુદગલ પિતાના દ્રવ્યકર્મોને ઉપાદાન કર્તા છે. જીવના અશુદ્ધ ભાવના અને દ્રવ્યકર્મને માત્ર પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સબંધ છે. જેમ બીજથી વૃક્ષ, વૃક્ષથી ફરી બીજું બીજ, અને બીજથી ફરી બીજું વૃક્ષ થાય છે, એવી રીતે રાગાદિ ભાવના નિમિત્તથી જ્ઞાનાવરણદિ દ્રવ્યકર્મને બંધ થાય છે, અને તે બધપણુને પ્રાપ્ત થયેલ કર્મોના ઉદયથી ફરી નવીન રાગાદિક ભાવ ઉત્પન્ન થાય છે, એ ભાવેથી ફરી નવીન દ્રવ્યકર્મ બંધાય છે. એવી રીતે બંધને પ્રવાહ અનાદિ કાળથી સંસારી જીવોમાં અજ્ઞાનથી ચાલ્યો આવે છે. જે આ જગતમાં જીવ અને પુદગલા બનને દ્રવ્ય ન હોય તે બંધ અને મોક્ષની વ્યવસ્થાપણ ન હોય માટે અંતરંગ ઉપાદાન શક્તિ ઉપર વિશેષ લક્ષરાખી, તેનું યથાર્થ સ્વરૂપ સમજી તે શક્તિને વ્યકત (પ્રગટ) કરવા સપુરુષાર્થ કરે ઉચિત છે.