________________
૧૧૫
જેવું ઉપાદાને કારણે હોય તેવું કાર્ય થાય છે. શુદ્ધ ઉપાદાન કારણથી કાર્ય પણ શુદ્ધ થાય છે અને અશુદ્ધ ઉપાદાન કારણથી કાર્ય પણ અશુદ્ધ થાય છે.
ઉપાદાન બલાહીન તહાં નિમિતકે કહા જોર - જ્યાં ઉપાદાન કારણ બળહીન હોય ત્યાં એકલું નિમિત્ત કારણ શું કાર્ય કરી શકી ન જ કરી શકે. રાગાદિક ઔષાધિક ભાવેને અશુદ્ધ નિશ્ચય નયથી (જે ભાવ કર્મરૂપ ઉપાધિથી ઉત્પન્ન થએલ છે તે ભાવ અશુદ્ધ કહેવાય છે. જેમ અણિી ઉપાધિથી અગ્નિરૂપ થયેલ લોઢાને ગોળ નિશ્ચય કહેવાય છે એવી રીતે અશુદ્ધ અને નિશ્ચય એ બન્નેને ભેળા કરવાથી અશુદ્ધ નિશ્ચય કહેવાય છે) ઉપાદાન કર્તા આત્મા છે, અને નિમિત્ત કર્તા મેહનીયમને ઉદય છે કેમકે રાગાદિભાવરૂપ પરિણમના જીવન વિતરાગભાવ અથવા ચારિત્રભાવ છે, તે જે પલટાઈને રાગાદિરૂપ થઈ જાય છે. માટે રાગાદિભાવ જીવની જ અશુદ્ધ પરિણતિ છે; પરંતુ તે રાગાદિ ભાવ મેહનીયાદિ કર્મોના ઉદય વિના થતું નથી તેથી તે ભાવેને વ્યવહારનયથી દ્રવ્યકર્મ કર્તા છે. તાત્પર્ય એ છે કે–ભાવ બે પ્રકારના હોય છે, એક સ્વાભાવિક ભાવ અને બીજે ઔપાધિક ભાવ-સ્વાભાવિકભાવ શુદ્ધ સ્વભાવરૂપ છે, એમાં કર્મોને ઉદય નિમિત્ત નથી. જેમ સેનામાં પીળાપણું, ભારેપણું, ચીકણપણું આદિ ગુણે સ્વભાવરૂપ છે અને જેમ ઉષ્ણુઆદિ ગુણે અગ્નિમાં છે, તેમ આત્મામાં કેવલજ્ઞાનની ઉત્પત્તિમાં રાગ દ્વેષાદિ રહિત સ્વસંવેદના જ્ઞાન તથા આગમ ભાષાથી શુકલ ધ્યાન શુદ્ધ ઉપાદાન કારણ