________________
૧૦૫
અત્યન્ત અશક્ય છે. જેમ બીલમાં (રાફડામાં) ઘણું કાળથી રહેવાવાળા સર્ષનું નિવારણ કર્યા છતાં પણ બીલમાં જ પ્રવેશ કરે છે, ક્યા છતાં પણ તે નથી, તેમ સંસારી જીના હદયરૂપી બીલમાં અનાદિ કાળથી વસવાવાળે દર્શન મેહમિથ્યાત્વ રૂપી ઝેરી દૃષ્ટિવિષ સર્ષ, તેને વારંવાર કયા છતાં પણ રકાત નથી-આત્મામાં જ પ્રવેશ કરે છે.
अशुचिघातकोरौद्रो दुःखं दुःखफलं च सः । किमत्र बहुनोक्तेन सर्वांसां बिपदा पंद ॥१२४॥ અર્થ- ભાવમેહ મહા મલિનમાં મલિન, અપવિત્રમાં અપવિત્ર અને આત્માના સમ્યકત્વ આદિ નિર્મળ ગુણરૂપી રન્નેને ઘાત કરે છે, રૌદ્ર, મહા પ્રચંડ, ભયંકર ફૂરસ્વરૂપ છે, મહાનિર્દયી છે, પાપમૂર્તિ છે, દુઃખ સ્વરૂપ છે, દુઃખના ફલસ્વરૂપ છે, અને માત્ર દુઃખ જ એનું ઝેરી ફલ છે એવા ભાવમેહના સંબંધમાં વિશેષ શું કહીએ? કેમકે તે સંપૂર્ણ આપત્તિઓનું ઉત્પત્તિ સ્થાન છે. '
ભાવાર્થ- શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ તથા શુદ્ધાત્મસ્વરૂપથી સદાય પરાડમુખ રાખવા અને હલાહલ ઝેર સમાન વિષયમાં અતિ આસક્તિપૂર્વક પ્રવૃત્તિ કરાવવી, એ એનું મુખ્ય કર્તવ્ય છે
उदये दृष्टि मोहस्य मिथ्यात्वं दुःख कारणं । घोरं सनिपातस्य : पंचत्वमिवजायते . ॥१२५॥