________________
૧૦૦
અર્થ- આ જગતમાં પ્રચૂર વચનેથી (વ્યાખ્યાનેથી) અમર્યાદિત પ્રતાપની રાશિરૂપ પરમાત્માની વાર્તાને વિસ્તાર કરવાવાળા કરોડે વિદ્વાને શું નથી હોતા અવશ્ય હાય જ છે! પરંતુ તે પરબ્રહ્મસ્વરૂપ અમૃતના સમુદ્રમાં મગ્ન (લીન) થઈ સંસારથી ઉત્પન્ન થયેલ સંતાપને નાશ કરવાવાળા જગતમાં ત્રણ અથવા ચાર જ હોય છે, અથવા નથી પણ હતા. ભાવાર્થ- પરમાત્માના સ્વરૂપની કથનીને વિસ્તારરૂપથી કહેવાવાળ તે જગતમાં અનેક વિદ્વાન હોય છે, પરંતુ પરમાત્મસ્વરૂપમાં લીન થવાવાળા વિરલા જ હોય છે. અહીં ત્રણ ચાર કહેવાથી વિરલ (થોડા) જાણવા એક ક્ષેત્રમાં ત્રણ ચારથી વધારે સાથે ન હોય અને બધી જગ્યાના ભેગા થતા વધારે ન હોય પણ ઓછા હોય, તેમ જાણવું. (સંખ્યાને નિયમ સમજી લે ઉચિત નથી.)
दृश्यन्तेभुवि किं न तेऽल्पमतयः संख्याव्यतीताश्चिरम् ।। ये लीला परमेष्टिनो निजनिजैस्तन्वन्ति वाग्भिः परम् ॥ तं साक्षादनुभूय नित्यपरमानन्दाम्बुराशिं पुनयें । जन्म भ्रम मुत्सृजन्ति सहसा धन्यास्तु ते दुले भाः ॥१३३॥ અર્થ- જે મનુષ્ય પોતાના અનેક વચનના આડંબથી, કેવલ અનુભવ વિના, પરમેષ્ઠિના સ્વરૂપથી ઘણુ કાલપર્યન્ત લીલાગુણાનુવાદને વિસ્તાર કરે છે, એવા અલ્પમતિ સંસારમાં શું સંખ્યા રહિત દેખવામાં નથી આવતા? અર્થાત એવા છે