________________
અર્થાત પાપ શું છે અને ધર્મ શું છે, તેના સ્વરૂપને જરા પણ જાણતા નથી અને તે તરફ લક્ષ પણ નથી આપતા, તથા પુણ્ય પાપના સ્વરૂપને જાણવાની ઈચ્છા પણ રાખતા નથી, તેને મિથ્યાત્વના ઉદયથી જે પરિણામ થાય છે, તે પ્રથમ અજ્ઞાન મિથ્યાત્વ છે. તેના ત્રણ ભેદ છે. हितमेवनवेत्तिकश्चन भजतेऽन्यः खलु तत्र संशयम् । विपरीत रुचि परोजगत् त्रिभिर ज्ञान तंमो मिराहतम् ॥१९॥ અર્થ - કેટલાએક લેકે દર્શન માહ મિથ્યાત્વ પ્રકૃતિના તીવ્ર ઉદયને લઈ હિત, એટલે આત્માને કલ્યાણકારક (સુખ આપનાર) શું વસ્તુ છે, તેને જરાપણ સમજતા જ નથી, અને અસલી સુખ જે મોક્ષ સુખ તેને ઈચ્છતા પણ નથી. (૧) અને કેટલાએક લેકે હિત શું વસ્તુ છે, તેને મનમાં સારી રીતે સમજે છે. છતાં પણ એમાં સંશય આને વ્યર્થ દિવસે ગુમાવે છે, (૨) તથા કેટલાએક લેકે અહિતને હિતરૂપ સમજી લે છે. અર્થાત્ હિતાહિતની પરીક્ષા કરવામાં આત્મશક્તિહીન અને ઉત્સાહરહિત હોય છે. (૩) ઉપર બતાવેલ ત્રણ પ્રકારના અજ્ઞાને કરી આખું જગત્ બેદખિન્ન (દુખી) થઈ રહેલ છે. અર્થાત દુઃખથી ઘેરાએલ છે. ભાવાર્થ – ચેતના ગુણનું મિથ્યાત્વ રહિત, શુદ્ધ જ્ઞાને પગરૂપ તથા દર્શને પગરૂપ પરિણમવું, તેને શુદ્ધભાવ કહે છે, અને તે શુદ્ધ ભાવ (પરિણામ) આત્માના હિતરૂપ છે. તેનું ફલ સંસારની નિવૃત્તિ છે. અર્થાત મોક્ષ છે. દર્શન મેહનીય કર્મના