________________
કરતાં અદેવમાં અગુરુમાં અને અધર્મમાં પ્રીતિ કરે છે. વિપરીત રુચિ મિથ્યાત્વથી પૂર્ણપણે ઘેરાએલ આત્માની ઉપર પ્રમાણે અવસ્થા થાય છે અને તે અવસ્થા, પરવસ્તુ વિના મારે નિર્વાહ નહિ થાય તથા સુખ નહિ મળે, એવી ભાવના ઉત્પન્ન કરે છે, શુધ્ધાત્મ સ્વરૂપથી બહિર્મુખ રાખે છે અને નિજ સ્વરૂપને અનુભવ થવામાં બાધારૂપ થાય છે. વિપરીત ચિમિથ્યાત્વનું મુખ્ય કર્તવ્ય એ છે કે, સત્ વસ્તુ ઉપર અરુચિભાવ અને અસત્ ઉપર રુચિભાવ કરાવે છે.
दृङ् मोहवशतः कश्चित्, प्रमाणयति तद्वचः। विषकुंभादसौ मूढः सुधां पातुं समीहते ॥ १०२॥ અર્થ- જે કઈ દર્શનમેહનીયની વિપરીત મિથ્યાત્વ પ્રકૃતિને વશ થઈ કુદેવનાં વિપરીત વચનેને પ્રમાણભૂત માને છે, તે સમજવું જોઈએ કે તે મૂર્ખ આત્મા વિષથી ભરેલ ઘડામાંથી અમૃતને પીવાની ઇચ્છા કરે છે.
मिथ्यात्वं विदन जीवो, विपरीतदर्शनो भवति । न च धर्म रोचते हि मधुरं खलु रसं यथा ज्वरितः ॥१०॥ અર્થ:- દર્શનમેહનીય પ્રકૃતિને લઈ જીવનાં જે પરિણામ થાય છે, તેને મિથ્યાત્વ કહે છે. તે મિથ્યાત્વરૂપ પરિણામને અનુભવતે જીવ છે, તેને અનેકાન્ત (અનેક છે અંત કરેલાં ધર્મ જેમાં) સ્વરૂપ જે વસ્તુ તેને ધર્મ–સ્વભાવ-અથવા ગુણ તે રૂપ અમૃત અથવા મોક્ષ માર્ગમાં અસાધારણ કારણભૂત જે સમ્યગ્દર્શન,