________________
છે અને અન્ય જે સભ્યત્વના ધારક સમ્યગ્દષ્ટિ છે તેને પિતાને પગે પડાવે છે, નમસ્કારાદિ કરાવે છે, તે પરભવને વિષે લુલા, મુંગા થાય છે અને તેને બેધિ એટલે સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન, અને સમ્યકચારિત્રની પ્રાપ્તિ થવી મહા દુર્લભ છે. ભાવાર્થ- જે સમ્યગ્દર્શન રત્નથી ભ્રષ્ટ છે. અર્થાત્ સમક્તિ રહિત છે, મિથ્યાદષ્ટિ છે અને જે સમ્યગ્દર્શન રત્નના ધારક છે, તે જ સમ્યગ્દષ્ટિ છે. જે પિતે મિથ્યાદૃષ્ટિ છે, છતાં પણ સમ્યગ્દષ્ટિ પાસેથી નમસ્કાર ઈચછે છે, તે તીવ્ર મિથ્યાત્વના ઉદય સહિત પરભવને વિષે લૂલા મૂંગા થાય છે. અર્થાત એકેન્દ્રિય થાય છે. તેને પગ નથી. તે પરમાર્થથી લૂલા મૂંગા છે. એવા એકેન્દ્રિય સ્થાવર થઈ, નિગોદમાં વાસ કરે છે, ત્યાં અનંત કાલ રહે છે. તેને દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ દુર્લભ થાય છે. મિથ્યાત્વનું ફલ નિગદ જ કહ્યું છે. આ દગ્ધકાલઅકાલ-પંચમ કલિકાલમાં મિથ્યામતના આચાર્ય બની લેકે પાસેથી વિનયાદિક પૂજા ઈચ્છે છે–એટલે, હવે તેની ત્રસ રાશિને કાલ પૂરે થયે, અને એકેન્દ્રિય થઈ નિગોદમાં વાસ કરશે, એવું જાણવામાં આવે છે. સમ્યકત્વ ગુણ પ્રગટ ન થયેલ હોય અને અંતરંગ અનંતાનુબંધીના અભિમાનમાં સમ્યકત્વ માની સ્વછંદપણે શાસનને ભાર રાખ એ, કેટલું ભયંકર જોખમ ભરેલું કામ છે, તે ઉપરની ગાથાથી જોઈ શકાશે. ભવ ભીરુ ભવ્ય આત્માએ તે આવું સાહસ ન ખેડવું અને સરલ પરિણામ રાખી, માધ્યસ્થ દૃષ્ટિથી મોક્ષમાર્ગનું નિરીક્ષણ કરવું કે જેથી મેક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ સમજાય. સમંતિ રહિત આત્માની