________________
ભલે ગમે તેવી બહાર ઉચ્ચ સ્થિતિ હોય, પરંતુ તે સર્વે પરમાર્થ માર્ગથી પરાક્ષુખ (વિમુખ) છે. કેઈ દ્રવ્યલિંગી મુનિ રાજ્યાદિક વૈભવને ત્યાગ કરી નિગ્રંથપણું અંગીકાર કરે છે, અઠાવીશ મૂલ ગુણને પાળે છે, અતિ ઉગ્ર ઉગ્ર આકરાં તપ કરે છે, ક્ષુધાદિક બાવીશ પરિષહેને સમતાપૂર્વક સહન કરે છે, શરીરના ખંડ ખંડ થઈ જાય છતાં પણ વ્યગ્ર (વ્યાકુળ) નથી થતા. વ્રતભંગ થવાનાં અનેક કારણે ઉપસ્થિત થાય છતાં પણ દઢ રહે છે, ચલાયમાન નથી થતા, કેઈ અપરાધી ઉપર ફોધ કરતા નથી. એવું સાધન કરે છે છતાં તે સાધનનું અભિમાન પણ તે નથી કરતા. એવા સાધનને વિષે કોઈ પણ પ્રકારને કપટ ભાવ તેને નથી. તે સાધન વડે આલેક તથા પરલેકના વિષયગ સબંધી સુખની ઈચછા નથી કરતા, એવી એમને દશા પ્રાપ્ત થઈ છે. (એવી જે દશા ન હોય તે તે નવ રૈવેયક સુધી કેવી રીતે પહેરી શકે?) છતાં પણ શાસ્ત્ર વિષે તેને મિથ્યાષ્ટિ, અસંયમી જ કહ્યો છે. તેનું કારણ એ છે કે તેને વીતરાગ સર્વદેવ પ્રણિત તત્ત્વનું નિશ્ચય શ્રદ્ધાનરૂપ પરિણમન તથા સમ્યજ્ઞાન થએલ નથી.
पूर्णः कुहेतु दृष्टान्तैन तत्त्वं प्रतिपद्यते । मंडलश्चर्मकारस्य भोज्य चर्मलवैरिव ।। ११२ ॥ અર્થ- બેટા હેતુ અને દૃષ્ટાંતેઓ કરી ભર્યું છે હૃદય જેનું એ પુરુષ શુદ્ધાત્મતત્વને પ્રાપ્ત નથી થતું. જેમાં ચામડાના ટુકડાઓએ કરી પૂર્ણ ચમારને કુતરો ઉત્તમ ભેજનને પ્રાપ્ત નથી થતો તેમ. •