________________
૨૯
સંસારરૂપ અંકુર ઉત્પન્ન નથી થતા. જ્યારે કારણનેાજ નાશ થઈ ગયા ત્યારે કાર્ય કેવી રીતે થઇ શકે ? ન થઈ શકે. તેમ ભવની ઉત્પત્તિનું કારણુ દનમાહનીય કર્મ છે, તે કર્મના નાશ થવાથી ભવની ઉત્પત્તિ કેવી રીતે હાઈ શકે ? નજ હાઇ શકે. મનુષ્યાદિ ચેાનિઓમાં મરવું, ઉત્ત્પન્ન થયું એનું નામ ભવ છે. ભવના કર્મના બંધનની સાથે કાર્ય કારણું સમંધ છે.
અગૃહીતમિથ્યાત્વઆદિનું સ્વરૂપ
જે સમયે કાઈ મંદ કષાયવાન્સ'ની પંચેન્દ્રિય ભવ્ય આત્મા તત્ત્વના પરિચય કરવાની ઈચ્છા કરે અને અતત્ત્વને તત્ત્વ સમજી લે તે તે સમયે તેને તત્ત્વશ્રદ્ધાનરૂપ મિશ્ચાત્વનું લક્ષણુ ખતાવવામાં આવે છે. જ્યાં સુધી તત્ત્વને જાણવાની સ્વાભાવિક અંતરંગ ઇચ્છા ઉત્પન્ન નથી થઇ ત્યાં સુધી તત્ત્વ શ્રદ્ધાનના અભાવવાળાને મિથ્યાત્વનું સ્વરુપ બતાવ્યુ છે: કેમકે તવ શ્રદ્ધાનના અભાવ૫ મિથ્યાત્વને અગૃહીમિથ્યાત્વ કહેવામાં આવેછે અને અભિપ્રાય (પરિણામ) ઈચ્છાપૂર્ણાંક બુદ્ધિપૂર્વક તત્ત્વને તત્ત્વમાની લે છે, તેને ગૃહીતમિથ્યાત્વ કહેવામાં આવે છે. અગૃહીતમિથ્યાત્વ અનાદિ કાલથી સર્વે જીવામાં મન્ચુ જ રહે છે અને ગૃહીતમિથ્યાત્વ મિથ્યાશ્રદ્ધાન કરવાથી થાય છે; માટે ગૃહીતમિથ્યાત્વને અનાદિ ન માનતાં સાદિ માનવું ચેાગ્ય છે. અગૃહીત મિથ્યાત્વને નૈસર્ગિક (સ્વાભાવિક) મિથ્યાત્વ પણ કહે છે. અગૃહીતમિથ્યાત્વમાં વિકલ્પ ઉત્પન્ન