________________
અર્થ:- નિશ્ચય ન કરીને પિતાના ચેતનસ્વરૂપ રાગાદિક પરિણામેથી પોતે જ પરિણમતા એવા પૂર્વોક્ત આત્માને પણ પુદગલ સંબંધી જ્ઞાનાવરણદિક દ્રવ્યકર્મ કારણ માત્ર થાય છે.
ભાવાર્થ - જીવના રાગાદિક વિભાવ ભાવ સ્વયં નથી થતા, કેમકે જે પિતાથીજ ઉત્પન્ન થાય તે જ્ઞાન દર્શન સમાન એ પણ સ્વભાવભાવ થઈ જાય. અને સ્વભાવભાવ થઈ જવાથી, અવિનાશી થઈ જાય એટલા માટે એ ભાવ ઔપાધિક છે કેમકે અન્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે અને તે નિમિત્ત જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મો છે. જેમ જેમ દ્રવ્ય કર્મ ઉદય અવસ્થાને પ્રાપ્ત થાય છે, તેમ તેમ આત્મા વિભાવરૂપ પરિણમન કરે છે. અહીં આ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે પુદગલમાં એવી કઈ શક્તિ છે કે, જે ચિતન્યનાથને પણ વિભાવ ભામાં પરિણમન કરાવે છે? એનું સમાધાન એમ થાય છે કે, જેમ કે પુરુષ ઉપર મંત્રપૂર્વક રજ-ધૂળ નાખવામાં આવે છે તે પિતાને ભૂલી નાના પ્રકારની વિપરીત ચેષ્ટાઓ કરવા લાગી જાય છે. કેમકે મંત્રના પ્રભાવથી એ રજમાં એવી કઈ શક્તિ ઉત્પન્ન થઈ જાય છે કે, જે ચતુર પુરુષને પણ ગાંડે બનાવી દે છે, એમ આ આત્મા પોતાના આત્મપ્રદેશોમાં રાગાદિન નિમિત્તથી બંધ રૂપ થએલ પુદગલના કારણથી પિતાને ભૂલી નાના પ્રકારના વિપરીત ભામાં પરિણમન કરે છે. સારાંશ એ છે કે આત્માના વિભાવે ભાવોને નિમિત્તથી પુદગલમાં એવી કોઈ વિચિત્ર શક્તિ ઉત્પન્ન થાય છે કે, જે ચૈતન્ય પુરુષને વિપરીત ચલાવે છે.