________________
છું. આ વખતે પણ મારૂ કેઈ નથી. હુંજ નિર્મળ ચૈતન્ય ભાવનો સ્વાધીન કર્તા છું, હું નિર્મળ ચૈતન્યભાવે કરી શુદ્ધ સ્વભાવના અતિશયથી સાધવાવાળે કરણું અને હુંજ નિર્મળ ચૈતન્ય પરિણમન સ્વભાવથી શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થયેલ , એટલા માટે કર્મ છું. હું જ નિળ ચૈતન્ય સ્વભાવે કરી ઉત્પન્ન આકુળતા રહિત આત્મિક સુખ રૂપ કર્મફળ છું. એમ જ્ઞાન દશામાં પણ હું જ એક થયા. એ ચાર ભેદેથી અભેદ રૂપ હું જ પરિણમન કરૂં છું, બીજો કોઈ એ આ જીવની બંધપધ્ધતિ અને મોક્ષપધ્ધતિ હોવા છતાં પરદવ્યરૂપ પરિણતિ કે સમયે પણ થઈ શકી નથી. જેમ એક ભાવરૂપ પરિણત થએલ પરમાણુને અન્ય પરમાણુની સાથે સંગ નથી થતું, એવી રીતે આત્માને પણ પરદ્રવ્યોની સાથે સંબંધ નથી થઈ શક્તો અને અશુદ્ધ પર્યાયથી પણ સંબંધ નથી થતો. એમ ચિંતવનથી તે જ્ઞાની નિર્મળ થાય છે, માટે અન્ય દ્રવ્યથી ભિન્ન સ્વરૂપ કર્તા, કરણ, કર્મ, ફળ આદિ સર્વે ભેદેથી રહિત અભેદ રૂપ શુધ્ધ નયે કરી મેહનું વિનાશક એવું પ્રકાશરૂપ આ જીવનું જ્ઞાન તત્વ શોભા પામે છે–સારાંશ એ છે કે, જ્યારે આ જીવની પરવસ્તુમાં પરિણતિ મટી જાય છે અને કર્તા કર્મ આદિ ભેદરૂપ ભ્રમ (અજ્ઞાનીને) નાશ થાય છે, ત્યારે જ શુદ્ધ સ્વરૂપને પામી, જ્ઞાન માત્ર નિર્મળ આત્મિક પ્રકાશમાં સહજ મહિમા સહિત નિરંતર તે મુક્ત રૂપ જ રહે છે.
परिणममानस्यचितश्चिदात्मकैः स्वयमपि स्वकै वैः। ___ भवति हि निमित्तमात्रं पौद्गलिकं कर्म तस्यापि ॥८॥