________________
છવને કારણે મળે અથવા ન મળે; છતાં પણ પિતાના સંકલ્પથી સુખી દુઃખી થયાજ કરે છે. ત્યાં પણ તીવ્ર મેહના કારણે મળવાથી તીવ્ર સુખદુ:ખ થાય અને તે જ કારણે મંદમહીને મળવાથી મંદ સુખદુઃખ થાય; માટે સુખ દુઃખનું મૂળ કારણ મેહને ઉદય જ છે. અન્ય વસ્તુ બળવાન કારણ નથી પરંતુ અન્ય વસ્તુને અને જીવના પરિણામને નિમિત્ત નૈમિત્તિકની મુખ્યતા જણાય છે. તેથી મેહીજીવ અન્ય વસ્તુને જ સુખદુ:ખનું કારણ માને છે. એમ વેદનીય કર્મથી સુખદુઃખનું કારણ ઉત્પન્ન થાય છે. અજ્ઞાની બહિદૃષ્ટિ આત્મા પિતાના શુદ્ધ આત્મિક સ્વભાવના અનુભવથી અત્યંત બહાર છે. કેમકે પાપકર્મના ઉદયમાં તન્યાય થઈ તે દુઃખી થાય છે અથવા પુણ્યકર્મના ઉદયમાં તન્મય થઈ ક્ષણભરને માટે સુખની કલ્પના કરી લે છે. કયારેક હર્ષરૂપ પરિણતિમાં અને કયારેક શેકરૂપ પરિણતિમાં ફસાઈ રહે છે, અર્થાત્ શુભાશુભ કર્મોના ઉદયમાં તન્મય રહે છે. પરંતુ જ્ઞાની સમ્યગ્દષ્ટિ આત્મા સ્વરને ભેદ જાણે છે, તેથી જ્યારે જ્યારે શુભકર્મને ઉદય આવે છે અને સાતારૂપ અવસ્થા થાય છે, ત્યારે તેમાં હર્ષ કર્યાવિના, આ પુણ્યદયનું ક્ષણિક કાર્ય છે એમ માને છે. અને જ્યારે પાપનો ઉદય આવે છે ત્યારે જે અસાતારૂપ અવસ્થા થાય છે તેમાં શેક અથવા વિષાદ કર્યા વિના, આ પાપના ઉદયનું ક્ષણિક કાર્ય છે એમ માને છે. સમ્યજ્ઞાની સદાય વસ્તુને વિચાર રાખે છે, એથી કર્મોદયમાં તન્મય ન થતાં જ્ઞાતા-દ્રષ્ટા રહે છેએજ જ્ઞાનીનું લક્ષણ છે.