________________
એમ નથી કહેતા કે, તું અમારે સ્વાદ લે. અને રસેન્દ્રિયના વિષયમાં આવેલ રસને ગ્રહણ કરવાને આત્મા પણ પોતાના પ્રદેશને છેડીને જતો નથી. અશુભ અથવા શુભ સ્પર્શ પણ તને એમ નથી કહેતા કે, તું અમારે સ્પર્શ કર. અને
સ્પર્શેન્દ્રિયના વિષયમાં આવેલ સ્પર્શને ગ્રહણ કરવાને આત્મા પણું પિતાના પ્રદેશને છોડીને જતો નથી. અશુભ અથવા શુભ દ્રવ્યના ગુણ તને એમ નથી કહેતા કે, તું અમને જાણ અને બુદ્ધિના વિષયમાં આવેલ ગુણને ગ્રહણ કરવાને આત્મા પણ પોતાના પ્રદેશોને છોડીને જતો નથી. આ મૂઢ અજ્ઞાની જીવ, પુગલ અને આત્માને ભિન્ન જાણે છે, છતાં પણ ઉપશમ ભાવને પ્રાપ્ત થતો નથી અને પરને ગ્રહણ કરવાનું મન કરે છે. કેમકે પોતે, કલ્યાણરૂપ બુદ્ધિ જે સમ્યજ્ઞાન તે રૂપ સ્વયં પરિણમતે નથી વિશેષાર્થ – આત્મા શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સુંધી, રસને સ્વાદ લઈ, સ્પર્શને સ્પશી, ગુણ દ્રવ્યને જાણી, ભલુંબૂરૂં માની રાગદ્વેષને ઉપજાવે છે, તે આત્માનું અજ્ઞાન છે. શબ્દાદિક તે જડ છે–પુદગલ દ્રવ્યના ગુણ છે. તે આત્માને કાંઈ કહેતા નથી કે “અમને ગ્રહણ કરો.” આત્મા પણ સ્વયં પિતાના પ્રદેશને છેડીને એને ગ્રહણ કરવાને એમાં જ નથી. આત્મા તે એ સમીપ નથી છતાં પણ એને જાણે છે અને તે સમીપ હોય તે પણ જાણે છે. તે પુગલે આત્માના વિકારનું કોઈપણ કારણ નથી. જેમ દીપક ઘટપટ આદિ પદાર્થોને જણાવે છે, તેમ આત્મા પણ પદાર્થોને જાણે છે. વસ્તુને આ સ્વભાવ