________________
૪૮
હેાય છે કે અન્દ્રિય આત્મિક સુખના સ્વાદને કયારે પણ ભૂલતું નથી. એજ નિર્મલ ઉપયોગ પરિણતિની અદ્ભૂત સિદ્ધિ છે. સમ્યગ્દષ્ટિની સાંસારિક ભાગોમાં ઉપેક્ષા બુદ્ધિ હોય છે, એનું સમર્થન નીચે કલેક કરે છે –
उपेक्षा सर्व भोगेषु सदृष्टे दृष्ट रोगवत् । अवश्यं तदवस्था यास्तथा भावो निसर्गनः ॥ ४९ ।। અર્થ- સમ્યગ્દષ્ટિને પ્રત્યક્ષમાં દેખેલ રેગની માફક સંપૂર્ણ ભેગમાં ઉપેક્ષા વૈરાગ્ય) વૃત્તિ થઈ ચૂકેલ હોય છે અને તે અવસ્થામાં એવું થવું, અવશ્ય ભાવી તથા સ્વાભાવિક છે. ભાવાર્થ- સમ્યગ્દર્શન ગુણથી થવાવાળી સ્વાનુભૂતિરૂપ અતીન્દ્રિય સુખ સ્વાદના સમ્મુખ સમ્યગ્દષ્ટિને વિષય સુખમાં ઉપેક્ષા થવી સ્વાભાવિક છે. કેમકે સયદૃષ્ટિને સમ્યજ્ઞાન ગુણ પ્રગટ થતાં જ ગુણશ્રેણી નિર્જરા પ્રગટે છે. જો કે જ્ઞાની આત્મા ચારિત્ર મેહનીય કર્મને પ્રબલ ઉદયમાં સંયમ નથી કરી શકો એટલે અવતી દશામાં રહે છે, છતાં પણ કર્મ નિર્જરા જ થાય છે. વિશેષાર્થ-જ્ઞાની વિષય આદિ જોગવતાં, હાલતાં ચાલતાં, બોલતાં, અનેક કર્મોને નિર્જરે છે. અજ્ઞાનીના જે પરિણામ સમાધિ, વેગ, આસન, મૌનનાં છે, તે જ પરિણામ જ્ઞાનીના વિષય,ભેગ, હાલવા ચાલવા, બોલવાના છે. સમ્યકત્વરત્નની એવી કઈ અદભુત એર અટપટી દશા છે કે તે સમ્યગ્દષ્ટિ જ જાણું શકે. અજ્ઞાની પ્રથમ તે આમાં પ્રવેશ જ કરી શક્તો નથી. આ વાત સમંજવાની