________________
દિ બંધનાં કારણે પણ અવશ્ય નાશ પામશે. તે સર્વે બંધનાં કારણે નાશ થવાથી બંધ પણ નાશ થઈ જશે અને બંધનો નાશ થવાથી તું મુક્ત થઈ જઈશ અને મુક્ત થવાથી ફરી તારે આ સંસારમાં પરિભ્રમણ કરવું પડશે નહીં.
मृढात्मा यत्र विश्वस्त स्ततो नान्यद् भयास्पदम् । '
यतो भीतस्त तो नान्यद .. भयस्थान मात्मनः ।। ६७ ॥ અર્થ- બહિરાત્મા મિથ્યાષ્ટિ મૂઢ જીવ, જે સ્ત્રી, પુત્ર, કુટુંબ, મિત્ર શરીરાદિક બાહ્ય પદાર્થોમાં વિશ્વાસ કરે છે કે આ મારાં છે અને હું એને છું.” આચાર્ય મહારાજ કહે છે કે, સ્ત્રી, પુત્ર શરીરાદિકમાં મહ કરે એજ સર્વેથી અધિક દુઃખનું કારણ આત્મા માટે છે. એના સમાન બીજું કંઈપણું આત્મા માટે દુ:ખદાયી નથીઃ અર્થાત્ ભયંકરમાં ભયંકર સ્થાન છે. જે પરમાત્માસ્વરૂપનું સંવેદન (જ્ઞાન) કરવામાં આ જીવ ભય પામે છે, દુઃખ માને છે, એના સમાન બીજે કઈપણ પદાર્થ આત્મા માટે સુખદાયી, કલ્યાણકારી નથી. ભાવાર્થ- જેવી રીતે સર્ષથી હંસ પામેલ પુરુષને કહે લીંબડે પણ સ્વાદિષ્ટ માલુમ પડે છે—મીઠે લાગે છે, તેવી રીતે વિષય-કષાયમાં ફસાયેલ પુરુષને શરીરાદિક બાહ્ય પદાર્થો મનોહર દેખાય છે (લાગે છે) વળી જેમ તાવની બીમારીમાં ઉત્તમ મીઠાઈ પણ અરુચિકર માલૂમ પડે છે, તેમ મૂઢ જીવને પરમાત્માને અનુભવ કરવામાં પણ કઈ માલૂમ પડે છે, કિન્તુ વાસ્તવમાં દેખવામાં આવે તે પરમાત્મસ્વરૂપના અનુભવ સમાન