________________
પટ
દેખવામાં આવેલ છે તથા સાંભળવામાં આવેલ છે. એ જ મેહના કારણથી તે સર્વે પદાર્થો ઘણા કાલ સુધી તને બંધનરૂપ થયેલ છે. આ દઢ બંધનથીજ નાનાં પ્રકારનાં દુઃખ તારે ભોગવવા પડે છે એવું તું સારી રીતે જાણે છે, છતાં પણ તારી બુદ્ધિ બાહ્ય પદાર્થોમાં કેમ દોડે છે. એ મેટી આશ્ચર્યની વાત છે. ભાવાર્થ- સર્વ અનર્થો દર્શનેહ મિથ્યાત્વથી જ થાય છે. કેમકે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર, એ જ ત્રણ સંક્ષેપથી બંધના કારણે છે. બાકી બીજા સર્વે બંધના કારણે, એ ત્રણેના ભેદ-પ્રભેદરૂપ વિસ્તાર જ છે. બંધનાં જેટલાં કારણે છે. તેમાં સર્વેથી પ્રથમ દર્શનેહ મિથ્યાત્વ જ છે. મિથ્યાજ્ઞાન તે માત્ર મંત્રીનું કામ કરે છે. અર્થાત્ મિથ્યાજ્ઞાન દિનનું સહાયક છે. મમત્વ તથા અહંકાર એ બને તે મિથ્યાદર્શનના પુત્ર છે. તેમજ તે બને સેનાપતિ છે. એ બન્નેની આધીનતામાં આ મેહ વ્યુહ (મિથ્યાદર્શનની સેનાની ભૂહ રચના) અત્યંત દુર્ભેદ્ય (જેને કેઈપણ ભેદી ન શકે તે) બની રહેલ છે. મમત્વનું સ્વરૂપ-સ્વશરીર, પુત્ર, સ્ત્રી, ધન ધાન્યાદિ જે પદાર્થો કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ છે અને જે સદાય આત્માથી ભિન્ન રહે છે, એમાં પિતાપણું માની લેવું તે મમકાર કે મમત્વ કહેવાય છે. જેમકે આ શરીર મારૂં છે, એવી આત્મબુદ્ધિને મમત્વ કહે છે. એવી જ રીતે જે આત્માના વિભાવ પરિણામે કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ છે, અને નિશ્ચય નયથી આત્માથી ભિન્ન છે, એમાં જીવ પોતાપણું માની લે છે તે અહંકાર કહેવાય છે. જેમ કે