________________
*
અર્થ - રાગ રૂપ પરિણામ છે તે આ જીવને અશુભ, અપવિત્ર અશુચિ, અને દુર્ગધી વસ્તુઓમાં પણ અતિ આશક્તિ (પ્રીતિ) ઉપજાવે છે અને શ્રેષ છે, તે જીવને સમ્યગ્દર્શનાદિ ઉત્તમ આત્મિક નિર્મલ ગુણેમાં ઢષ (અપ્રીતિ) ઉત્પન્ન કરાવે છે. તથા મેહ (દર્શન મેહ) તે મહાન વેરી છે કેમકે તે સદા જીવના, અસલી સ્વરૂપને ભૂલાવી આપે છે, અર્થાત્ પરમાત્મસ્વરુપથી પરાક્ષુખ (વિમુખ ) કરાવે છે.
कचिन्मूढं कचिद्भान्तं कचिद्भीत कचिद्रतम् ।
शङ्कितं चं कचिक्लिष्टं रागापैः क्रियतेमनः ॥ ७२ ॥ અર્થ- જેરાગાદિક ભવે છે તે મનને કયારે તે મૂઢ કરે છે, કયારે બ્રમ રૂપ કરે છે, કયારે ભયભીત કરે છે, કયારે રોગોથી. ચલાયમાન કરે છે, કયારે શંક્તિ કરે છે અને કયારે કલેશરૂપ કરે છે, ઈત્યાદિ અનેક પ્રકારે સ્થિરતાથી ચલાયમાન કરે છે, અર્થાત્ મનની સ્થિરતા નથી થવા દેતા. ____ प्रयासैः फल्गुभिर्मूढ किमात्मा दंड्यतेऽधिकम् ।
शक्यते न हिचेच्चतः कर्तुं रागादि वर्जितम् ॥ ७३ ॥ અર્થ- હે મૂઢપ્રાણી! જે તું તારા ચિત્તને રાગાદિકથી રહિત કરવાને સમર્થ નથી તે અન્ય કલેશેથી આત્માને વ્યર્થ દંડ કેમ આપે છે કેમકે રાગાદિકને નાશ કર્યા વિના અન્ય ખેદ કરો નિષ્ફલ છે.