________________
ભાવાર્થ- શુદ્ધ નયને વિષય એક, અભેદ, નિત્ય ચૈતન્ય ચમત્કાર માત્ર અનંત શકિતને ધારક આત્મા છે. તે પોતાનાજ (અજ્ઞાન) અપરાધથી રાગ દ્વેષ રૂપે પરિણમે છે. એવું નથી કે જેમ નિમિત્તભૂત પરિદ્રવ્ય પરિણુમાવે તેમ આત્માને બળ જબરીએ પરિણમવું જ પડે. અર્થાત્ પરદ્રવ્ય પરિમાવે તેમ જ આમા પરિણમે એવો પરાધીન કે પુરુષાર્થહીન આત્મા નથી. આત્મા સ્વયં પરિણમનશીલ છે. તે પોતે સ્વયં પરને આશ્રય ગ્રહણ કરી પરાધીન માની બેઠા છે. તે અજ્ઞાન માન્યતાને સ્વામી પણ પોતેજ છે, તે પરાધીનપણાની માન્યતાને છેડી સ્વાધીનતાની માન્યતાને ધારણ કરે તો પિતે સ્વતંત્રજ છે. પણ અજ્ઞાન માન્યતા છોડવી કે ન છોડવી, તેને તે પોતે (આત્મા) વતંત્રસ્વામી છે. તેની માન્યતાને (પરિણમનને) કેણ છેડાવી આપે કે ફેરવી શકે? કારણ કે દ્રવ્ય કોઈ દ્રવ્યના ગુણપર્યાયોમાં કદી પણ પ્રવેશ કરી શક્તા નથી.
પદ્રવ્ય આત્માને જેમ પરિણમાવે તેમજ આત્મા પરિણમે એવી જેની એકાંત બુદ્ધિ છે, એવા આત્માઓ કદી પણ મેહ રૂપી નદીને ઉતરી શક્તા નથી.
જડકર્મો (પદાર્થો) તે પોતે પિતાને કે પિતાની જાતિ, સ્વભાવ કે સ્વરુપને જાણતા નથી. જાણનાર પતેજ ભૂલ્ય છે, તેમાં બીજાને શું દેષ?
પરનો આશ્રય કરી પિતે સ્વયં રાગદ્વેષ ભાવે પરિણમે છે, તે રાગ દ્વેષ કરવામાં પોતે જેમ સ્વતંત્ર છે, તેમ રાગ દ્વેષ