SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પટ દેખવામાં આવેલ છે તથા સાંભળવામાં આવેલ છે. એ જ મેહના કારણથી તે સર્વે પદાર્થો ઘણા કાલ સુધી તને બંધનરૂપ થયેલ છે. આ દઢ બંધનથીજ નાનાં પ્રકારનાં દુઃખ તારે ભોગવવા પડે છે એવું તું સારી રીતે જાણે છે, છતાં પણ તારી બુદ્ધિ બાહ્ય પદાર્થોમાં કેમ દોડે છે. એ મેટી આશ્ચર્યની વાત છે. ભાવાર્થ- સર્વ અનર્થો દર્શનેહ મિથ્યાત્વથી જ થાય છે. કેમકે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર, એ જ ત્રણ સંક્ષેપથી બંધના કારણે છે. બાકી બીજા સર્વે બંધના કારણે, એ ત્રણેના ભેદ-પ્રભેદરૂપ વિસ્તાર જ છે. બંધનાં જેટલાં કારણે છે. તેમાં સર્વેથી પ્રથમ દર્શનેહ મિથ્યાત્વ જ છે. મિથ્યાજ્ઞાન તે માત્ર મંત્રીનું કામ કરે છે. અર્થાત્ મિથ્યાજ્ઞાન દિનનું સહાયક છે. મમત્વ તથા અહંકાર એ બને તે મિથ્યાદર્શનના પુત્ર છે. તેમજ તે બને સેનાપતિ છે. એ બન્નેની આધીનતામાં આ મેહ વ્યુહ (મિથ્યાદર્શનની સેનાની ભૂહ રચના) અત્યંત દુર્ભેદ્ય (જેને કેઈપણ ભેદી ન શકે તે) બની રહેલ છે. મમત્વનું સ્વરૂપ-સ્વશરીર, પુત્ર, સ્ત્રી, ધન ધાન્યાદિ જે પદાર્થો કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ છે અને જે સદાય આત્માથી ભિન્ન રહે છે, એમાં પિતાપણું માની લેવું તે મમકાર કે મમત્વ કહેવાય છે. જેમકે આ શરીર મારૂં છે, એવી આત્મબુદ્ધિને મમત્વ કહે છે. એવી જ રીતે જે આત્માના વિભાવ પરિણામે કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ છે, અને નિશ્ચય નયથી આત્માથી ભિન્ન છે, એમાં જીવ પોતાપણું માની લે છે તે અહંકાર કહેવાય છે. જેમ કે
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy