________________
ભવ્ય આત્મા સ્વયં તવ સ્વરૂપ જ છે. અર્થાત્ પરમાત્માના સ્વભાવ સ્વરૂપ જ છે. બીજા મનુબે આત્માની સન્મુખ નથી; તે આ સમયે તત્ત્વરૂપ વર્તમાન પર્યાય અપેક્ષા નથી. ભાવાર્થ - રાગાદિ તરંગેના સમૂહથી રહિત નિસ્તરંગ, પરમ શાન્ત, ગંભીર, નિજ શુદ્ધાત્મ દ્રવ્યનું સમ્યક્ શ્રદ્ધાન સ્વાભાવિક સભ્યજ્ઞાન અને એનાથી ઉત્પન્ન થયેલ વીતરાગ પરમ સુખ, સુધારસ સ્વરૂપ નિર્મળ નીરથી ભરપૂરજ્ઞાનીઓનાં માનસ સરોવરમાં પરમાત્મા દેવ રૂપી હંસ નિરંતર વાસ કરીને રહે છે. તે આત્મવિ નિર્મળ ગુણેની ઉજજવળતાએ કરી હંસ સમાન છે, જેમ હંસનું નિવાસસ્થાન માન સરોવર છે, તેમ બ્રાનું નિવાસસ્થાન, સમ્યજ્ઞાનીઓનું સ્વચ્છ સ્થિર અને પારદર્શક ચિત્તરૂપી સરેવર છે. જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મારામ છે, તે જ સમ્યગ્દષ્ટિ મુનિઓનાં પવિત્ર મનનું વિશ્રાતિ સ્થાન છે નિવાસસ્થાન છે.
जीवाजीव विचित्र वस्तु विविधाकारार्द्धिरूपादयो । रागद्वेषकृतोऽत्र मोहवशतो दृष्टाः श्रुताः सेविताः ॥ जातास्ते दृढ बंधनं विरमतो दुःखं त्वात्मानदं । जानासेव तथापि किं बहिरसा वद्यापि धीर्धावति ॥६६॥ અર્થ- હે જીવ! આ સંસારમાં ચેતન, અચેતન અને મિશ્રરૂપ અનેક પ્રકારના આકાર, ભાત ભાતની સંપદા, તથા રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ સર્વે , દર્શન મેહનીયના વશથી રાગદ્વેષને કરવાવાળાં છે અને તે પદાર્થો દર્શનમેહનીયની ઝેરી દષ્ટિના વશથી જ