________________
(વીતરાગતા) હોય છે અને પિતાના આત્મા ઉપર જ પ્રચુર પ્રીતિ, અનુભવ અને સ્વભાવ પરિણમનની સ્થિતિ હોય છે.
जो इंदियेसु विरदो णो जीवे थावरे तसे वापि । - जो सदहदि जिणुत्तं सम्माइट्टो अविरदो सो ॥ ५८ ॥ અર્થ - જે ભવ્ય જીવ ઈન્દ્રિયોના વિષયને વિષે વિરતિ (ત્યાગ) રહિત છે અને તે સાથે સ્થાવર તથા ત્રસ જીવની હિંસા વિષે પણ ત્યાગ રહિત છે, પરંતુ જિનેશ્વરદેવે પ્રરૂપેલ પ્રવચન (સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યકૂચારિત્રરૂપ રત્નત્રય) માં નિશ્ચય અને વ્યવહારથી સભ્યશ્રદ્ધાન કરે છે, તે જીવ અવિરતિ સમ્યગ્દષ્ટિ હોય છે.
ભાવાર્થ- જીવના શ્રદ્ધાનરૂપ અને પરિણમનરૂપ બે ભાવ છે, તેમાં શ્રદ્ધાનરૂપભાવ સમ્યકત્વનું લક્ષણ છે અને પરિણમનરૂપ ભાવ ચારિત્રનું લક્ષણ છે. સમ્યગ્દષ્ટિ જીવ વિષય કષાયની તીવ્રતામાં પરિણમનરૂપ થાય છે, પણ શ્રદ્ધાનમાં નહીં. એને તત્વાર્થ માં યથાર્થ તલવારની ધારના પાણી સમાન અકંપનિશ્ચલ વિશ્વાસ છે. આ કારણે અસંયત તે જ સમ્યગ્દષ્ટિ છે. “અપિ” શબ્દથી તેને પ્રથમ સંવેગ આદિ સમ્યક્ત્વના સહભાવી ગુણો પણ હોય છે, એમ સૂચવે છે. અનુકંપા પણ હોય છે. કોઈ એમ જાણતા હશે કે વિષયને વિષે અવિરત છે તેથી વિષયાનુરાગ (વિષયાસકિત) બહુજ હશે, તેમ પણ નથી સંવેગાદિગુણ સંયુક્ત છે. તે હિંસાદિ વિષે અવિરત છે તેથી