________________
(સ્વાત્માનુભૂતિરૂપ) વજી (હથિયાર) હોય આધાર છે. મિથ્યાદૃષ્ટિને પ્રથમ તે અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રવેશ જ થઈ શકતે નથી. અર્થાત્ અધ્યાત્મ શાસ્ત્રના ગંભીર આશાને સમજવાની ચેગ્યતા જ તેને પ્રાપ્ત થઈ નથી; તેમ છતાં પણ કદાચ શાસ્ત્રમાં પ્રવેશ કરવા જાય તે વિપરીત સ્વરૂપ સમજી પરમાર્થ માર્ગથી પતિત (ભ્રષ્ટ) થઈ મહાન અનર્થ (તે) કરી નાખે, તેમજ આત્માને બચાવ કરવાને બદલે તે તેને ઘાત કરી નાખે છે. विषय कषायैः मनः सलिलं नैव क्षुभ्यति यस्य ।
आत्मा निर्मलो भवति लघु वत्स प्रत्यक्षोऽपि तस्य ॥११॥ અર્થ- જે ભવ્યનું મનરૂપી જલ, વિષય કષાયરૂપ પ્રચંડ પવનથી ચલાયમાન નથી થતું, તે જ ભવ્ય જીવને આત્મા, હે વત્સ! નિર્મલ થાય છે, અને શીધ્ર પ્રત્યક્ષ થઈ જાય છે. ભાવાર્થ-જ્ઞાનાવરણાદિ આઠ કર્મરૂપી જલચર-મગર મછરાદિ રૂપ આત્મ સમુદ્રમાં કર્મો ભરપુર ભરેલા છે તેના વિષય કષાયરૂપ પ્રચંડ પવન (જોકે શુદ્ધાત્મ તત્વથી સદાય વિમુખ છે) થી જેનું ચિત્ત ચલાયમાન નથી થતું, તેને જ આત્મા નિર્મલ થાય છે. આત્મા છે તે રત્નસમાન છે, અનાદિ કાલના અજ્ઞાનરૂપી પાતાળમાં તે આત્મા પડે છે. પણ રાગાદિ મળને ત્યાગ કરવાથી તે તત્કાળ નિર્મળ થઈ જાય છે. હે વત્સ! તેજ ભવ્યને આત્મા નિર્મળ થાય છે અને તેને જ આત્માના દર્શન થાય છે. અર્થાત્ તે પ્રત્યક્ષ અનુભવાય છે. પરમ કલા