________________
થઈ અંધ દૃષ્ટિથી રાગમાં સુખ માની લીધું છે. જેમ શ્વાન સુકા હાડકાંને ચાલે છે, ત્યારે હાડકાંની અણુ એના તાળવામાં લાગે છે, તેથી તાળવું ફાટે છે, તેમાંથી રુધિર નીકળે છે, ત્યારે અજ્ઞાની શ્વાન એમ જાણે છે કે, આ રસ હાડકામાંથી નીકળે છે. એટલે તે હાડકાને વારંવાર ચાટે છે. જીવ વિષયને આસ્વાદ લઈ એમ માને કે આ વિષયને સ્વાદ હું ભેગવું છું. પણ વિષયમાં સ્વાદ છે જ નહીં. જીવે પોતેજ ઈચ્છા કરી હતી અને પોતે જ ભેળવી જાણુ, પિતેજ આનંદ માન્ય. આનું નામ ઊંધી માન્યતા. હું અનંત જ્ઞાનસ્વરૂપ આત્મા છું, એ (નિરાકુળ કેવલજ્ઞાનને) તેને જરા પણ અનુભવ નથી ? એટલે તેણે એમ માન્યું કે મેં નૃત્ય દેખ્યું, રાગ સાંભળે, પુષ્પ સુંદયું, શાસ્ત્ર જાણ્યું, એવી રીતે મિશ્રિત જ્ઞાનને અનુભવ કરે છે, તેથી વિષયમાં પ્રધાનપણે સુખને મિથ્યા ભાસ થાય છે. જ્ઞાનીઓએ તે પોતાના નિર્મળ સમ્યજ્ઞાનમાં જ સુખ માન્યું છે અને અનુભવ્યું પણ છે. જ્યાં સુધી ઉપયોગ વિષયોમાં લીન રહે છે, ત્યાં સુધી વાસ્તવિક સાચું સુખ શું છે, તે સમજાતું નથી, અને વિષયમાંજ સુખ માની અતીન્દ્રિય સુખની ઉપેક્ષા (અવગણના) જીવથી થઈ જાય છે. વિષય સુખ વાસ્તવિક સુખ જ નથી, પરંતુ નિરાકુલ આહલાદસ્વરૂપ સુખ છે, તે જ વાસ્તવિક–અસલી શાશ્વત સુખ છે.
.: भूरेखादि सदृक् कषाय वशगो यो विश्वदृश्वाज्ञया। કે દેવું વૈથિ મુરર્વ નિગમુદ્દે નિતિશત *