________________
૪૩
તેમ આત્મા પોતે જ સુખ-સ્વભાવવાળે છે, એટલે સ્વાનુભવ કરવામાં વિષય આદિ કારણ નથી થઈ શકતાં. વિષયાથી સુખ અજ્ઞાની જનાએ વ્યર્થ માની લીધેલ છે. આ માનવું માત્ર માહુના જ વિલાસ છે–માત્ર મિથ્યા ભ્રમ છે. આથી આ કથન સિદ્ધ થયુ કે, જેમ શરીર સુખનુ કારણ નથી તેમ ઇન્દ્રિયાના વિષયે પણ સુખનું કારણ નથી. અતીન્દ્રિય સુખનુ કારણ તેા નિર્મળ સમ્યક્ત્વ રત્નના અસ્તિત્ત્વમાં જ ( વિદ્યમાનપણામાં જ) છે. અને જેને સ્વાભાવિક નિરાકુલતામય અસંખ્યાત આત્મપ્રદેશોમાં પરમ આહલાદ સ્વરૂપ અતીન્દ્રિય—અક્ષય-અપૂર્વ સુખના અંશે સાક્ષાત્ અનુભવ થાય છે, તે સમ્યગ્દષ્ટિને પાંચે ઇન્દ્રિયાના વિષયા તુચ્છ અને સાર વિનાના ભાસે છે. જેમ શેરડીના સાંઠામાંથી રસ ચૂસી લીધા પછી છેતરાં ફેંકી દેવામાં આવે છે, તેમ અંતરંગ દિવ્ય દૃષ્ટિથી આહ્લાદ સ્વરૂપ અતીન્દ્રિય સુખના રસ જ્ઞાનીઓએ અનુભવીને વિષમિશ્રિત વિષયાને છેતરાની માફ્ક ત્યાગવામાં જરા પણ વિલંબ કરતા નથી. તેમજ તેમને તેમ કરવામાં કશી હાનિ થાય છે? ના બિલકુલ નહીં જ. ધન્ય છે. સભ્યષ્ટિ જ્ઞાની મહાત્માઆને કે, જેએ વિષયાને રોય માત્ર જાણી તેમાં આસકત નથી થતા અને જે વિષયામાં અત્યંત આસક્ત રહે છે, તે અજ્ઞાની છે. વિષયા છે તે તા જડ પદાર્થ છે. સુખ તે તેને જાણવાથી ( જ્ઞાનમાં ) જ થાય છે; પરંતુ અજ્ઞાનીઓને માહના આવેશથી ઇન્દ્રિયેા દ્વારા વિષયાને ગ્રહણ કરવાની ઇચ્છા થાય છે. વિષયા ગ્રહણ થયા પછી ઈચ્છાઓ પૂર્ણ થયે નિરાકુલતા થાય છે, ત્યારે આન ંદ માને છે. કેમકે અજ્ઞાનીઓએ વિષયામાં આસક્ત
=