________________
ભાવાર્થ- સમ્યગ્દષ્ટિ જીવ સાંસારિક ઈન્દ્રિયસુખને સુખાભાસ સમજે છે અને ઈન્દ્રિય સંબંધી સુખને રુઢીથી સુખ માને છે. યથાર્થ રીતે તો કેવલીભગવાનના સુખને જ તે સાચું શાશ્વત સુખ માને છે કેમકે એમને ઘાતકર્મોને નાશ થવાથી અનાકુલતા ઉત્પન્ન (પ્રગટ ) થઈ છે અને આકુલતા રહિત સુખ જ પારમાર્થિક (નિશ્ચયથી) સુખ છે. જે અજ્ઞાની આત્મિક સુખને આસ્વાદ લેવાવાળે નથી તે મૃગતૃષ્ણાની માફક અજળમાં જળની કલ્પના કરીને ઈન્દ્રિયાધીન સુખને સુખ માને છે. જ્યાં સુધી આત્મા ઈન્દ્રિયોને આધીન છે, ત્યાં સુધી શરીર સંબંધી સુખદુ:ખને અનુભવ કરે છે. કેવલીભગવાન અતીન્દ્રિય છે તેથી એમને શરીર સંબંધી સુખદુ:ખ નથી. એમ સમ્યગ્દષ્ટિ-જ્ઞાનીઓ કહે છે. તેમ જે જીવ શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરે છે તે ભવ્ય છે. !
तिमिरहरा यदि दृष्टि जनस्य दीपेन नास्ति कर्तव्यम्
तथा सौख्यं स्वयमात्मा विषयाः किं तत्र कुर्वन्ति ॥४४॥ અર્થ - જે ચાર આદિ જીવની દેખવાની શકિત અંધકારને દૂર કરવાવાળી છે, તે તેને દીપકથી કાંઈ કામ કરવાપણું રહેતું નથી. એમ જીવ જ્યાં પોતે જ સુખરૂપ છે, ત્યાં ઈન્દ્રિયાના વિષયેને શું કરવાનું હોય? કશુંય નહીં. ભાવાર્થ- જેમ સિંહ, સર્પ, રાક્ષસ ચાર આદિ રાત્રીમાં વિચરવાવાળા જી અંધારામાં પણ પદાર્થોને સારી રીતે ભાળી શકે છે અને એની દૃષ્ટિ અંધારામાં પણ પ્રકાશ આપતી હોઈ, અન્ય દીપક આદિ પ્રકાશ કરવાવાળાં સહાયક કારણેની અપેક્ષા નથી રહેતી,