________________
નથી. કેમકે વિષયજન્ય સુખ પ્રાપ્ત થવાથી એને વધારવાની તથા સુરક્ષિત રાખવા આદિની નિરંતર ચિંતા રહ્યા કરે છે તેથી દુઃખજ છે. માટે હે અભિનન્દન સ્વામિન્ ! એ સર્વેથી ઉદાસીન આપને મત જ લોકપકારક હોવાથી સજજન પુરુષોએ અપનાવવા યોગ્ય છે. दुःखेन ज्ञायते आत्मा आत्मानं ज्ञात्वा भावना दु:खम् । भावितस्वभाव पुरुषः विषयेषु विरज्यति दुःखम् ॥११॥ અર્થ - પ્રથમ તે આત્મા મહા કષ્ટ કરીને જણાય છે. એટલે કે શરીરથી ભિન્ન આત્મા છે, એવા પ્રકારની બુદ્ધિ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. જે આત્મા છે, એમ જાણ્યું તે તે આત્મા વિષે ભાવના–તીવ્ર જાગૃતિ-અહર્નિશ ચિંતવન–તેના ગુણાનું વારંવાર સ્મરણ અને અનુભવ કરે, એ પણ મહાકષ્ટથી તેને થાય છે. જે પુરુષે જિનભાવના (શુદ્ધાત્મભાવના) ભાવેલ છે. આત્મભાવના સહિત હાય-તે પણ તેને વિષયેથી વિરક્ત ભાવ ઘણી મુશ્કેલીથી થાય છે મનહર લલનાનાં સ્તન, જંઘા, વદન લોચનાદિના દર્શન વિષે, તેની સાથે વાર્તાલાપ-ગોષ્ઠી વિષે, શરીર–સ્પર્શનાદિ સુખને વિષે વિરકત થવું અને ઈન્દ્રિય સુખેને હલાહલ વિષ સમાન જાણવાં, તે અતિશયદુષ્કર છે. ભાવાર્થ- આત્માને જાણ, તેની ભાવના વારંવાર કરવી, તથા વિષયોથી વિરકત થવું અને ભવે ભવે ઉત્તરોત્તર આ ગ મળ બહુજ દુર્લભ છે. તેથી શાસ્ત્ર ઉપદેશે છે કે એ યોગ મળે તે જ પ્રમાદી ન થવું જોઈએ.