________________
અર્થ- સ્વપક્ષમાં રાગ નથી થતું અને વિપક્ષમાં રાગ થયા વિના સ્વપક્ષમાં દ્વેષ નથી થતું. ભાવાર્થ- રાગ અને દ્વેષ બને સાપેક્ષ છે. એક વસ્તુમાં
જ્યારે રાગ છે તે બીજી વસ્તુમાં દ્વેષ અવશ્ય થશે જ. અથવા બીજી વસ્તુમાં જ્યારે રાગ છે ત્યારે પહેલી વસ્તુમાં દ્વેષ અવશ્ય થશે જ. રાગદ્વેષ અને સહભાવી (સહચારી) છે. એમ ઈન્દ્રિયના કોઈ પણ વિષયમાં દ્વેષ કરવાથી, બીજા કેઈમાં રાગ અવશ્ય થશે જ. કઈ એવી આશંકા કરે છે, પરદ્રવ્ય વિષે રાગ કરવાથી આત્માને શું નુકસાન થાય છે? કેમ કે પરદ્રવ્ય છે તે તે પર જ છે. જે કાલમાં રાગ થયે તે કાલમાં રાગ છે, પછી મટી જાય છે. તેને ઉપદેશ આપી સમજાવે છે કે, પરદ્રવ્યને વિષે રાગ કરવાથી પરદ્રવ્યના નિમિત્તથી પડેલ રાગના સંસ્કાર આત્માની સાથે સાથે જાય છે. આત્માનો સંબંધ છોડતા નથી. આ વાત સિદ્ધ છે–પ્રસિદ્ધ છે. આપણને રાગના સંસ્કાર રૂઢ થતાં જાય છે અને પરલોક સુધી પણ ચાલ્યા આવે છે, આ શાસ્ત્રયુક્ત સિદ્ધ વાત છે. જિનાગમમાં પણ રાગથી કર્મ બંધ કહ્યો છે, તેને ઉદય અન્ય જન્મનું કારણું છે. એમ પદ્રવ્ય વિષે રાગ કરવાથી સંસારની વૃદ્ધિ થાય છે. શ્રેષનું પણ રાગની માફક જાણવું: માટે યોગીશ્વર મુનિ પરદ્રવ્ય પ્રત્યેના રાગને ત્યાગી આત્મા વિષે નિરંતર નિર્મલ સમભાવના રાખે છે. [મક્ષ પાહુડી पंचाक्ष विषयाः किंचिन्नास्य कुर्वन्त्यचेतनाः। मन्यते स विकल्पेन सुखदा दुःखदा मम ॥ ३८ ॥
સ
રાગના
આ શ
22 ઉદય