________________
૩૫
'
'*
છે માટે હાનિવૃદ્ધિરૂપ છે, એટલા માટે ઈન્દ્રિયસુખ છે, તે દુઃખરૂપ જ છે. ભાવાર્થ- આનાથી વિરુદ્ધ જે અતીન્દ્રિય સુખ છે, તે જ સાચું સુખ છે, કેમકે તે સ્વાધીન (સ્વતંત્ર) છે, બાધા રહિત છે, પિતાની પાસે જ સદાય રહેવાવાળું છે. બંધનું નાશક છે અને સમ પરિણામરૂપ છે. અતીન્દ્રિય સુખ અહીં પણ આત્માને બળવાન રાખે છે, શરીરને બલિષ્ટ રાખે છે અને કર્મોની નિર્જરી કરીને પરલોકમાં યેગ્ય સારપદ પ્રદાન કરે છે-આપે છે જે ઈન્દ્રિએ કરી પ્રાપ્ત થયેલ સાંસારિક સુખ છે, તે સુખ જેમ પૂર્વોક્ત પાંચ વિશેષણથી સહિત છે, એમ દુઃખ પણ પરાધીન આદિ પાંચ વિશેષણથી સહિત છે. પાંચે ઈન્દ્રિયોના વિષયમાં સુખ નથી, પરંતુ શુદ્ધાત્મ સ્વરૂપમાં સ્થિતિ કરવી તેજ અસલી (સ્વાભાવિક) આત્મિક સુખ છે. हृषीका रूचितेषुच्चै रुद्वेगो विषयेषु यः। स स्याद् भोगामिलापस्य लिंग खेष्ठार्थ रंजनात् ॥ ३६ ॥ અર્થ - ઇન્દ્રિયને જે રુચિકર વિષય નથી, એમાં બહુજ દુખ માનવું. એજ ભેગોની અભિલાષાનું ચિહ્યું છે. કેમકે ઈન્દ્રિયને અરુચિકર વિષમાં દુખ માનવાથી પોતાના અભીષ્ટ (ઈચ્છિત પદાર્થોમાં રાગ અવશ્ય થશે જ અને રાગદ્વેષ અને સાપેક્ષ છે.
तद्यथा न रतिः पक्षे विपक्षेप्य रति विना । नारतिर्वा स्वपक्षेपि तद्विपक्षे रति विना ॥ ३७ ॥