________________
સાથે એકપણુએ કરી એક કાલમાં જાણો તથા રાગાધિરૂપ પરિણમત થકે પરસમય કહેવાય છે. એમ આ જીવ નામના પદાર્થ ના સ્વસમય અને પરસમય એવા બે ભેદ પ્રગટ થાય છે. ख सुखं न सुखं नृणां विभिलाषाग्नि वेदना प्रतिकारः। सुखमेव स्थितिरात्मनि निराकुलत्वाद्विशुद्ध परिणामात् ॥३३॥ અર્થ – જે સુખ ઈન્દ્રિયના વિષયેથી ઉત્પન્ન થાય છે, તે વાસ્તવિક સુખ નથી. કિન્તુ મનુષ્યની અપ્રશસ્ત (અશુભ) અભિલાષાથી ઉત્પન્ન થયેલ જે વેદનાઓ તેને નાશ કરવાવાળું જે સુખ છે, તેજ વાસ્તિવિક સુખ છે. તેની જાતિ જ જુદી છે. જે સુખ નિરાકુલરૂપથી અને શુદ્ધ સમ્યક્ પરિણામથી પોતાના ચિદાનંદ સ્વરૂપ શુદ્ધાત્મામાં સ્થિતિ કરાવે તેજ અવ્યાબાધ સુખ છે. ભાવાર્થ- જે સુખથી અમારી અશુભ ઈચ્છાઓ અને તે ઈચછાએથી ઉત્પન્ન થયેલ વિચિત્ર વેદનાઓને નાશ થાય, તેજ વાસ્તવિક સુખ છે. ઈન્દ્રિયેના વિષથી ઉત્પન્ન થયેલ જે સુખ છે, તેને વાસ્તવિક સુખ કહેવામાં નથી આવતું. કેમકે પરિણામે કેવળ દુખને જ આપવાવાળું છે અને અશુભ ઈચ્છાઓ તથા વેદનાઓને ઉત્પન્ન કરનાર છે. તે હવે અનુપમ અતીન્દ્રિય સુખને પ્રાપ્ત કરવાને અર્થે નિરાકુલ અને વિશુદ્ધ (શુદ્ધ) પરિણામોથી પિતાના આત્મામાં જ સ્થિતિ કરવી જોઈએ. तावन्न ज्ञायते आत्मा विषयेषु नरः प्रवर्चते यावत् । विषये विरक्त चित: योगी जानाति आत्मानम् ॥३४॥