________________
શકે? નથી આવી શકતી તેમ એક ચિત્તમાં બ્રહ્મ વિદ્યા અને વિષય વિનોદે એ બન્ને એક સાથે નથી સમાઈ શકતા. જ્યાં બ્રહ્મસમાધિ છે ત્યાં વિષય વિકાર નથી અને જ્યાં વિષય વિકાર છે ત્યાં બ્રહ્મ સમાધિ નથી. બને પરસ્પર વિરોધી તત્ત્વ છે. जीवः चरित्र दर्शन ज्ञान स्थितः तं हि स्व समयं जानीहि । पुद्गल कर्म प्रदेश स्थितं च तं जानीहि परसमयं ॥३२॥ અર્થ–હે ભવ્ય આત્મા! જે જીવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમચારિત્રમાં સ્થિત છે. (લીન છે ) તેને નિશ્ચય કરીને સ્વસમજાણુ. અને જે જીવ પૂગલ કર્મોના પ્રદેશમાં રહેલ છે. (લીન છે.) તેને પર સમય જાણું ભાવાર્થ- જ્યારે સર્વે પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવલજ્ઞાનને ઉત્પન્ન કરવાવાળી નિર્મળ ભેદજ્ઞાન જાતિ ઉદય થાય છે, ત્યારે સર્વે પદાર્થોથી છુટી, દર્શનજ્ઞાનમાં નિશ્ચિત પ્રવૃત્તિરૂપ આત્મતત્વથી એકપણારૂપ લીન થઈ પ્રવૃત્તિ કરે છે, ત્યારે દર્શન, જ્ઞાન, ચારિત્રમાં સ્થિર થવાથી પિતાના સ્વરૂપને એકતારૂપે કરી, એક કાલમાં જાણત તથા પરિણમતે થકે સ્વસમય કહેવાય છે. અને જ્યારે અનાદિ અવિદ્યારૂપ મૂલવાળા કંદ સમાન મેહના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી દર્શન, જ્ઞાન, સ્વભાવમાં નિશ્ચિત પ્રવૃત્તિરૂપ આત્મસ્વરૂપથી છુટી, પર દ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન થયેલ મેહ, રાગ દ્વેષ, વિષય કષાયાદિ ભાવમાં એક્તારૂપ લીન થઈ પ્રવૃત્તિ કરે છે, ત્યારે પુગલ કર્મના કાર્યણ સ્કંધરૂપ પ્રદેશમાં સ્થિર થવાથી પરદ્રવ્યને પોતાની