________________
અર્થરૂપ આદિ પાંચે ઈન્દ્રિયના વિષયે આત્માનું કાંઈ પણ હિતાહિત કરી શકતા નથી, કેમકે તે અચેતન છે. પરંતુ આ છવ વિકલ્પથી અર્થાત્ મેહથી ઉત્પન થયેલ ભાવથી એમ માની લે છે કે “મને સુખ આપવાવાળા તેમજ દુખ દેવાવાળા છે.” ભાવાર્થ- અનેક પ્રકારનાં નિન્દા તથા સ્તુતિરૂપ વચને છે. તે વચને પુદ્ગલ રૂપે પરિણમે છે. એને સાંભળી અજ્ઞાની છે એમ માને છે કે, “આ વચને મને કહેલ છે,” એવું માની તે અજ્ઞાની જીવ રોષ કરે છે, અથવા સંતુષ્ટ (પ્રસન્ન) થાય છે શબ્દરૂપે પરિણમેલ જે પરમાણુ તે પુદ્ગલ દ્રવ્ય છે. તે પુદગલ દ્રવ્યને ગુણ છે. તે આત્માને ગુણ નથી પણ આત્માથી તદ્દન ભિન્ન છે. માટે હું અજ્ઞાની જીવ? તને તે કોઈએ કાંઈ કહ્યું નથી. તું અજ્ઞાની થઈ કેમ રેષ કરે છે અથવા તે કેમ પ્રસન્ન થાય છે? શુભ અથવા અશુભ શબ્દ તને એમ નથી કહેતા કે “તું અમને સાંભળ અને શ્રોત્ર ઈન્દ્રિયના વિષયમાં આવેલ શબ્દને ગ્રહણ કરવાને તે આત્મા પણ પોતાના સ્વરૂપને ત્યાગ કરી જતો નથી. એજ પ્રમાણે અન્ય ઈન્દ્રિયોનું પણ સમજી લેવું. અશુભ અથવા શુભરૂપ પણ તને એમ નથી કહેતું કે, “તું મને દેખ.” ચક્ષુઈન્દ્રિયના વિષયમાં આવેલ રૂપને ગ્રહણ કરવાને આત્મા પશુસ્વપ્રદેશને ત્યજી દેતું નથી. અશુભ અથવા શુભ ગંધ પણ તને એમ નથી કહેતી કે: “તું મને સુંઘ.” ધ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને ગ્રહણ કરવાને આત્મા પણ પિતાના પ્રદેશોને છોડીને જતો નથી. અશુભ અથવા શુભ રસ પણ તને