Page #1
--------------------------------------------------------------------------
________________
ව
.
.
මට පරම මිශ්ර
කර මගේ
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
પરમારાધ્ય આગમવાદી પૂજ્યપાદ આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી વિરચિત શ્રી વિશેષાવશ્યકભાષ્ય આધારિત
શ્રી ગુણધરવાદ
શ્રી મલધારી હેમચંદ્રાચાર્યજી વિરચિત ટીકાનો અનુવાદ 0
筑
ઃ અનુવાદ કરનાર ઃ
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
: સંશોધક :
૫.પૂ. આચાર્ય મ. શ્રી કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા.
筑
: પ્રકાશક:
શ્રી જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ સુરત
Page #3
--------------------------------------------------------------------------
________________
થિણધરણી
પ્રકાશક
જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ એ-૬૦૨, પાર્થદર્શન કોપ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત, ગુજરાત, ઈન્ડિયા-૩૯૫૦૦૯
પ્રાપ્તિસ્થાન. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, સુરત, ગુજરાત, ઈન્ડિયા-૩૯૫૦૦૯ ફોન: ૦૨૬૧-૨૭૬૩૦૭૦, મો: ૯૮૯૮૩૩૦૮૩૫
: વિવેચક: ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
- શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા
સ્ટેશન રોડ, રંગ મહોલના નાકે, મહેસાણા. (ઉ. ગુજરાત)
સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ. ફોન: (૦૭૯) ૨૫૩૫૬૬૯૨
ففففففففففففففففففففففففف
સેવંતીલાલ વી. જેના ડી-પર, સર્વોદયનગર, ગ્રાઉન્ડ ફલોર, પાંજરાપોળ, ૧લી લેન, સી.પી. ટેન્ક રોડ, મુંબઈ-૪ ફોનઃ (૦૨૨) ૨૨૪૦૪૭૧૭, ૨૨૪૧૨૪૪૫
વિક્રમ સંવત - ૨૦૬૫) ઈસ્વીસન - ૨૦૦૯ વીર સંવત - ૨૫૩૫
પ્રથમ આવૃત્તિ
- શ્રી જૈન પ્રકાશન મંદિર
દોશીવાડાની પોળ, અમદાવાદ-૧. ફોનઃ (૦૭૯) ૨૫૩૫૬૮૦૬
કિંમત રૂા. ૪૦૦/
• શ્રી મુકેશભાઈ એસ. શાહ
સુઘોષા કાર્યાલય, જીવનનિવાસ સામે, પાલીતાણા-૩૬૪૨૭૦, મો: ૯૮૨૫૮૮૧૧૧૨
• શ્રી ડીસા જૈન શ્વે. મૂર્તિ. સંઘની પેઢી.
સદરબજાર, નવા ડીસા, બનાસકાંઠા.
મુદ્રકઃ ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.] ફોન : ૦૭૯-૨૨૧૩૪૧૭૬, મો: ૯૯૨૫૦૨૦૧૦૬ .
Page #4
--------------------------------------------------------------------------
________________
OC
૯ અમારાં અન્ય પ્રકાશનો છે
જે
4
૪
૧. શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત - નવકારથી સામાઇયવયજુરો સુધીનાં સૂત્રો
ઉપર વિવેચન. નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મના ૧૫૮ ભેદો, સાત નયો,
સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપર સરળ ગુજરાતી વિવેચન. ૨. શ્રી જેન તત્ત્વ પ્રકાશ - દેવસી-રાઈઅ પ્રતિક્રમણનાં સૂત્રો ઉપર સરળ ગુજરાતી
વિવેચન. જેન ધાર્મિક પ્રસ્નોત્તર માલા - પ્રઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્નઉત્તરોનો સુંદર સંગ્રહ. જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોષ - જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક ધાર્મિક શબ્દોના અર્થો, ધાર્મિક શબ્દકોશ. ચોગવિંશિકા - ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન.
ચોગશતક - સ્વોપજ્ઞટીકા તથા ટીકાના અનુવાદ સાથે ગુજરાતી સરળવિવેચન. ૭. ચોગદૃષ્ટિ સમુચ્ચય:-પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વોપજ્ઞ ટીકા સાથે ટીકાનું.
અતિશય સરળ ગુજરાતી વિવેચન. ૮. પ્રથમ કર્મગ્રન્થ (કર્મવિપાક):- સરળ ગુજરાતી વિવેચન. ૯. દ્વિતીય કર્મગ્રન્થ (કર્મસ્તવ) - સરળ ગુજરાતી વિવેચન. ૧૦. વૃતીય કર્મગ્રન્થ (બંધસ્વામિત્વ):- સરળ ગુજરાતી વિવેચન. ૧૧. ચતુર્થ કર્મગ્રન્થ (ષડશીતિ):- સરળ ગુજરાતી વિવેચન. ૧૨. પંચમ કર્મગ્રન્થ (શતક):- પૂજ્યપાદ આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. કૃત
સો ગાથાના શતકનામના પાંચમા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ-શબ્દાર્થ-સંસ્કૃત છાયા
સાથે ગુજરાતી સરળ વિવેચન. ૧૩. છઠ્ઠો કર્મગ્રન્થ (સપ્તતિકા) - છટ્ટા કર્મગ્રન્થનું ગાથા-ગાથાર્થ શબ્દાર્થ-સંસ્કૃત
છાયા સાથે ગુજરાતી સરળ વિવેચન. ૧૪. તત્ત્વાધિગમ સૂત્ર - સૂત્રોનું સરળ, રોચક તથા સંક્ષિપ્તવિવેચન. ૧૫. સમ્યકત્વના સડસઠ બોલની સઝાય - ઘણી જ રોચક કથાઓ સાથે તથા
સમ્યક્ત સપ્તતિકાની ગાથાઓ સાથે સડસઠ ગુણોનું વર્ણન. ૧૬. આઠ દૃષ્ટિની સઝાય - પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સા. કૃત આઠ
દૃષ્ટિની સઝાયના સરળ ગુજરાતી અર્થો.
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૯. સવાસો ગાથાનું સ્તવન :- પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ.સા. કૃત, શ્રી સીમંધરસ્વામી પરમાત્માને વિનંતિ કરવારૂપે નિશ્ચયનય અને વ્યવહારનય ગર્ભિત સવાસો ગાથાનું સ્તવન ગુજરાતી અર્થ વિવેચન સાથે.
૧૮. નવસ્મરણ ઃ- મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના સરળ અર્થ, ઇંગ્લીશમાં મૂળ ગાથાઓ અને ઇંગ્લીશમાં તે ગાથાઓના અર્થ.
૧૯. પૂજા સંગ્રહ સાર્થ :- પંચકલ્યાણક, અંતરાયકર્મ નિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ સાથે.
૨૦. સ્નાત્રપૂજા સાર્થ:- પૂ. વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા અર્થ સાથે.
૨૧. શ્રી સમ્યક્ત્વ મૂલ બારવ્રત ઃ- વિવેચન સહ.
૨૨. શ્રી વાસ્તુપૂજા સાર્થ ઃ- પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કૃત પૂજાનું સુંદર-સરળ તથા જૈન વિધિ સહ ગુજરાતી ભાષાંતર.
૨૩. રત્નાકરાવતારિકા(ભાગ-૧):- પ્રમાણનયતત્ત્વાલોક ઉપરની પૂ. રત્નાપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતી અર્થ.(પરિચ્છેદ ૧-૨)
૨૪. રત્નાકરાવતારિકા (ભાગ-૨) :- પૂ. વાદિદેવસૂરિજી રચિત પ્રમાણનયતત્ત્વાલોક ઉપરની પૂ. રત્નાપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતીમાં અર્થ. (પરિચ્છેદ ૩-૪-૫)
૨૫. રત્નાકરાવતારિકા (ભાગ-૩) :- પરિચ્છેદ ૬-૭-૮. પૂ. રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી વિવેચન.
૨૬. દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ :- પૂ. ઉ. શ્રી યશોવિજયજી મ. શ્રી સાથે તથા ટબાની તમામ પંક્તિઓના વિવેચન યુક્ત અર્થ સાથે. અઢાર પાપસ્થાનકની સજ્ઝાયઃ- અર્થ વિવેચન સાથે,
• કૃત ગુજરાતી ટબા
૨૭.
૨૮. સમ્મતિ પ્રકરણ :- પૂજ્ય આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી કૃત સમ્મતિ પ્રકરણનું પાઠ્ય પુસ્તકરૂપે ગુજરાતી વિવેચન.
૨૯. ગણઘરવાદ :
પરમારાધ્ય આગમવાદી પૂજ્યપાદ આચાર્ય શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજી વિરચિત શ્રી વિશેષાવશ્યકભાષ્ય આધારિત શ્રી મલધારી હેમચંદ્રાચાર્યજી વિરચિત ટીકાના અનુવાદ રૂપે “ગણધરવાદ”. ભાવિમાં લખવાની ભાવના
૩૦. જ્ઞાનસાર અષ્ટક ઃ- દ્રવ્યાનુયોગના પ્રખરાભ્યાસી શ્રી દેવચંદ્રજી મ. કૃત જ્ઞાનમંજરી ટીકા તથા ટીકાના વિવેચન સાથે સરળ ગુજરાતી જ્ઞાનસારાષ્ટકનું વિવેચન.
૩૧. અમૃતવેલની સજ્ઝાયના અર્થ,
૩૨. જૈનદર્શનનો સંક્ષિપ્ત પરિચય :
લિ. ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
પરમાત્મા શ્રી મહાવીરપ્રભુને વૈશાખ સુદ-૧૦ ના દિવસે ઋજુવાલિકા નદીના કાંઠે દિવસનો કેટલોક ભાગ પસાર થયા બાદ લોકાલોક પ્રકાશક એવું કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટ થયું. તે જ સમયે દેવ-દાનવોએ સમવસરણ રચ્યું. સર્વવિરતિ-દેશવિરતિ પરિણામ પામે એવા જીવો ન હોવાથી તે દિવસે તીર્થની સ્થાપના ન થઈ. બીજા દિવસે વૈશાખ સુદ-૧૧ ના દિવસે ઋજુવાલિકા નદીથી નિકટવર્તી એવા “મહસેન” નામના વનમાં દેવોએ ફરીથી સમવસરણ રચ્યું. દેવ-દાનવ અને માનવની ઘણી મોટી મેદની પરમાત્માની વાણી સાંભળવા આવી. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ પણ ઘનઘાતી કર્મોને ખપાવીને વીતરાગ સર્વજ્ઞ-સર્વદર્શી બન્યા છતા ૩૫ ગુણયુક્ત અમૃતતુલ્ય વાણીથી ધર્મોપદેશ આપવા લાગ્યા.
ત્યાંથી થોડેક દૂર સોમિલાર્ય નામના એક ધનવાન બ્રાહ્મણે મોટો યજ્ઞ આરંભેલો. તેની યશવાટિકામાં ઈન્દ્રભૂતિ આદિ ૧૧ મોટા મોટા પંડિત બ્રાહ્મણો આવેલા. તેમના ઘણા ઘણા શિષ્યો હતા તથા તે યશવાટિકામાં યજ્ઞ જોવા માટે ઘણા ઘણા લોકો આવેલા. મોટો માનવમહેરામણ ઉભરાયેલો. ભગવાન મહાવીરપ્રભુના સમવસરણમાં આવતા-જતા દેવો અને માનવોને જોઈ આ ઈન્દ્રભૂતિ વગેરે બ્રાહ્મણ પંડિતો પોતાના યજ્ઞમંડપમાં યજ્ઞના પ્રભાવે દેવો-માનવો આવે છે એમ સમજીને ઘણા હર્ષિત થયા. પરંતુ યજ્ઞભૂમિ છોડીને આગળ જતા-આવતા દેવ-માનવોને જોઈને તે ઘણા ખિન્ન થયા. લોકમુખે જાણ્યું કે મહસેન વનમાં કોઈક સર્વજ્ઞ-સર્વદર્શી પરમાત્મા પધાર્યા છે. આ સાંભળીને ઈન્દ્રભૂતિ વગેરે બ્રાહ્મણ પંડિતો અહંકારપૂર્વક ઘણા જ ક્રોધાવેશમાં આવ્યા. અમે સર્વજ્ઞ સર્વદર્શી હોતે છતે આ વળી બનાવટી સર્વજ્ઞ સર્વદર્શ કોણ આવ્યો છે ?
ઈન્દ્રભૂતિ બહુ જ આવેશપૂર્વક બોલવા લાગ્યા કે મેં સમસ્ત વાદીઓને જીત્યા છે પણ આ કોઈ વાદી જગતના કોઈક ખુણે ખાંચરે રહી ગયો હશે. હમણાં જ જાઉં છું અને તેના અહંકારને ઓગાળી નાખું છું. અગ્નિભૂતિએ કહ્યું કે આવા મચ્છરતુલ્ય નાના વાદીને જીતવા માટે તમારે જવાનું ન હોય. અમે નાના ભાઈઓ જ જઈએ અને તુરત જ જીતીને આવી જઈએ. ત્યારે ઈન્દ્રભૂતિએ કહ્યું કે તમે તો નહીં, પરંતુ મારો નાનો એક શિષ્ય પણ આ ધૂતારા સર્વજ્ઞને જીતી શકે તેમ છે. પરંતુ તેમ કરીએ તો “મેં સર્વ વાદીને જીત્યા ન કહેવાય” માટે મારા યશને નિર્મળ રાખવા માટે મારે જ જવું છે. એમ કહીને “સરસ્વતી કંઠાભરણ” આદિ અનેક બિરૂદો બોલતા-ગાતા એવા મોટા શિષ્યગણથી
Page #7
--------------------------------------------------------------------------
________________
પરિવરેલા, ક્રોધ અને માનથી ધમધમેલા એવા શ્રી ઈન્દ્રભૂતિ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ જ્યાં બીરાજે છે તે ભૂમિ તરફ ચાલ્યા.
આ અગિયારે બ્રાહ્મણ પંડિતોના મનમાં એક એક સંદેહ હતો. પોતાનું સર્વશપણું દૂષિત ન થાય એટલે તે કોઈને પણ પુછતા ન હતા. પરમાત્મા શ્રી મહાવીરપ્રભુએ કેવલજ્ઞાન દ્વારા સર્વે સંશયો જાણીને તેઓ પૂછે તે પહેલાં જ આ પ્રશ્નોની ચર્ચા શરૂ કરી અને સુંદર ઉત્તર આપ્યા. એક પછી એક આવેલા તમામ બ્રાહ્મણ પંડિતો આ પ્રશ્નોના ઉત્તરો સાંભળીને પ્રતિબોધ પામ્યા. પ્રભુ પાસે દીક્ષિત થયા. ત્યારબાદ આ અગિયારે બ્રાહ્મણ પંડિતોને “ગણધર” તરીકે ઘોષિત કરાયા અને પરમાત્માની સાથે થયેલી આ ચર્ચાને “ગણધરવાદ” કહેવાયો. તેની વિશાલ ચર્ચા શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં છે અને સંક્ષિપ્ત ચર્ચા શ્રી કલ્પસૂત્રમાં છે. ગણધરવાદનો આવિર્ભાવ :
અર્થથી તીર્થકર ભગવંતોએ કહેલાં અને સૂત્રથી ગણધર ભગવંતોએ રચેલાં શાસ્ત્રોને “આગમશાસ્ત્ર” અથવા અંગપ્રવિષ્ટ શ્રુત કહેવાય છે અને સ્થવિર આચાર્યોએ રચેલાં શાસ્ત્રોને અંગબાહ્યશ્રુત કહેવાય છે. તેમાં ગણધર ભગવાન રચિત “આવશ્યકસૂત્ર” છે કે જેમાં સામાયિક આદિ ૬ આવશ્યકોનું વર્ણન છે. તે આવશ્યક સૂત્ર ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીએ પ્રાકૃત ભાષામાં “નિર્યુક્તિ” બનાવી છે. આ શ્રી ભદ્રબાહુજી ચૌદ પૂર્વધર હતા તથા તેઓશ્રીએ ૧૦ નિર્યુક્તિઓ બનાવી છે (૧) આવશ્યકસૂત્ર, (૨) દશવૈકાલિક, (૩) ઉત્તરાધ્યયન, (૪) આચારાંગ, (૫) સૂત્રકૃતાંગ, (૬) દશાશ્રુતસ્કંધ, (૭) બૃહત્કલ્પ, (૮) વ્યવહારસૂત્ર, (૯) સૂર્યપ્રજ્ઞપ્તિ અને (૧૦) ઋષિભાષિત સૂત્ર. આ દશ સૂત્રો ઉપર નિર્યુક્તિ રચી છે.
શ્રી ભદ્રબાહુસ્વામિજીએ બનાવેલી “આવશ્યકનિર્યુક્તિ”માંથી પ્રથમ જે સામાયિક આવશ્યકની નિર્યુક્તિ છે. તેના ઉપર શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણજીએ પ્રાકૃત ભાષામાં “શ્રી વિશેષાવશ્યકભાષ્ય” નામનો મહાગ્રંથ (લગભગ ૪000 ગાથાઓનો આ ગ્રંથ) બનાવ્યો છે. તેમાં આ સામાયિક આવશ્યક ક્યાંથી આવિર્ભત થયું? તે પ્રસંગ સમજાવતાં “મહસેનવનમાં ભગવાનની વાણી સાંભળીને ગણધરો દ્વારા દ્વાદશાંગીની રચના થઈ ત્યારે” આ વાત આવતાં ગણધરોની વાત નીકળતાં “ગણધરવાદની ચર્ચા શરૂ થઈ છે.” આવશ્યક નિર્યુક્તિમાં ગણધરોના નામો, શિષ્ય પરિવાર, કયો કયો સંશય હતો ? ઈત્યાદિ વિષયને સૂચવનારી મૂળ ૪૨ ગાથાઓ જ માત્ર છે. વેદપદોના તેઓ શું અર્થ કરતા હતા ? સાચો અર્થ શું હોઈ શકે ? પૂર્વપક્ષ તરફની યુક્તિઓ અને ભગવાને આપેલા ઉત્તરો
Page #8
--------------------------------------------------------------------------
________________
ઈત્યાદિ વાદચર્ચા ત્યાં નિર્યુક્તિમાં નથી. પરંતુ પ્રસંગ જોઈને તે નિર્યુક્તિનું વિવેચન કરનારા શ્રી જિનભદ્રગણિજીએ વિશેષાવશ્યક ભાષ્યમાં ગાથા નં. ૧૫૪૯ થી ૨૦૨૪ સુધીમાં કુલ ગાથા ૪૭૬ માં આ વાદ ઘણા જ વિસ્તારથી આલેખ્યો છે. તેને જ “ગણધરવાદ” કહેવાય છે. ગણધરવાદનો સૌથી વધારે વિસ્તાર આ વિશેષાવશ્યકભાષ્યમાં જ છે. તેના ઉપરથી કલ્પસૂત્રની વિનયવિજયજી રચિત ટીકામાં ઘણો સંક્ષિપ્ત ગણધરવાદ છે. જે ભાદરવા સુદ બીજના દિવસે બપોરના વ્યાખ્યાનમાં વંચાય છે. શ્રી વિશેષાવશ્યકભાષ્ય ઉપર ટીકા -
શ્રી વિશેષાવશ્યકભાષ્ય ઉપર ગ્રન્થકર્તા શ્રી જિનભદ્રગણિજીની પોતાની જ રચેલી સ્વોપણ ટીકા, કોટ્યાચાર્યજીની ટીકા અને શ્રી માલધારી હેમચંદ્રાચાર્યજીની રચેલી ટીકા વગેરે ઘણું સાહિત્ય રચાયેલું છે. પ્રથમની બન્ને ટીકા સંક્ષિપ્ત અને કંઈક કઠીન છે. જ્યારે મલધારીજીની ટીકા વિસ્તૃત, સરળ અને સુખબોધ છે. આ ટીકાની રચના થતાં પ્રથમની બે ટીકાઓ પઠન-પાઠનનો અવિષય બની ગઈ. મલધારીજીની ટીકા ૨૮૦૦૦ શ્લોક પ્રમાણ છે. વિશેષાવશ્યકના સર્વ વિષયોને સરળ રીતે ન્યાયયુક્ત ભાષામાં વિસ્તૃતપણે રજુ કરનારી આ ટીકા છે. તેમાં જ આ ગણધરવાદ સારી રીતે ચલો છે. આ રીતે આ ગણધરવાદના વિષયને નીચેના ચાર ગ્રન્થો સાથે પૂર્વાપર સંબંધ છે.
(૧) શ્રી ગણધરભગવંત રચિત - આવશ્યકસૂત્ર (૨) શ્રી ભદ્રબાહુસ્વામીજી રચિત - આવશ્યક નિર્યુક્તિ (૩) શ્રી જિનભદ્રગણિજી રચિત - વિશેષાવશ્યકભાષ્ય
(૪) મલધારી શ્રી હેમચંદ્રાચાર્ય રચિત - સંસ્કૃત ટીકા ગણધરોના નામ તથા સંદેહ :
ભગવાન શ્રી મહાવીર પ્રભુના ૧૧ ગણધર થયા, તે પ્રત્યેકના મનમાં એક એક વિષયનો સંદેહ હતો. સર્વજ્ઞપણાના માનને કારણે તેઓ કોઈ કોઈને પુછતા જ નહીં. ભગવાનને જિતવાની બુદ્ધિથી આવ્યા, પરંતુ પરમાત્માની અમૃત તુલ્ય વાણીના કારણે તથા પોતાની કલ્યાણપ્રાપ્તિની નિયતિ પાકી ગઈ હોવાથી તત્ત્વ સમજ્યા, પરમાત્મા પાસે દીક્ષા લીધી. ગણધર પદે તેઓની સ્થાપના થઈ અને તેઓએ દ્વાદશાંગીની રચના કરી. જેમાંના ૧૧ અંગો આજે પણ ઉપલબ્ધ છે.
(૧) પહેલા ગણધર ઈન્દ્રભૂતિ, જીવ છે કે નહીં? તે સંદેહ (૨) બીજા અગ્નિભૂતિ, કર્મ છે કે નહીં ? તે સંદેહ (૩) ત્રીજા વાયુભૂતિ, શરીર અને જીવ એક જ છે કે ભિન્ન છે ? તે સંદેહ
Page #9
--------------------------------------------------------------------------
________________
(૮)
(૫)
(૬)
(૪) ચોથા વ્યક્ત, ભૂતોના અસ્તિત્વનો સંદેહ
પાંચમા સુધર્મા, આ ભવ અને પરભવનું સાદશ્ય
છટ્ટા મંડિક, બંધ-મોક્ષની શંકા (૭) સાતમા મૌર્યપુત્ર, દેવોના અસ્તિત્વની શંકા (૮) આઠમા અકંપિત, નરકના અસ્તિત્વની શંકા (૯) નવમા અચલભ્રાત - પુણ્ય-પાપના અસ્તિત્વની શંકા (૧૦) દસમા મેતાર્ય - પરલોકના અસ્તિત્વની શંકા
(૧૧) અગિયારમા પ્રભાસ - નિર્વાણના અસ્તિત્વની શંકા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી :
શ્રી વિશેષાવશ્યકભાષ્યના કર્તા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી ક્યારે થયા? તે વિષે વિશેષ કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. પરંતુ વિશેષાવશ્યક ભાષ્યની સમાપ્તિ વિક્રમ સંવત ૬૬૬ માં વલ્લભીપૂરમાં થયાનો ઉલ્લેખ પ્રાચીન પ્રતમાં મળે છે. તે ઉપરથી તેઓશ્રી છઠ્ઠા-સાતમા સૈકામાં થયા હશે એમ વિદ્વાનો અનુમાન કરે છે. તેઓની દૃષ્ટિ આગમની પ્રધાનતાવાળી હતી. તેથી તેઓ આગમવાદી તરીકે જૈનદર્શનમાં પ્રસિદ્ધિ પામ્યા છે. તેઓથી ૧૦૦/૨૦૦ વર્ષ આસપાસ નિકટના પૂર્વકાલમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી શ્રી મેલવાદિસૂરીશ્વરજી આદિ મહાન આચાર્યો થયા છે. તે યુગ દાર્શનિક બાબતોનો વાદ-વિવાદનો યુગ હતો. શ્રી જિનભદ્રગણિજીએ વિશેષાવશ્યકભાષ્યમાં (૧) પાંચ જ્ઞાનોનો વિષય, (૨) અગિયાર ગણધરોના વાદવિવાદનો વિષય, (૩) આઠ નિહ્નવોના મતોનો વિષય અને (૪) સાત નયોનો વિષય આ ચાર વિષયો સૌથી વધારે વિસ્તૃતપણે ચર્ચેલા છે. તેઓના ગ્રન્થોની જ્યાં ત્યાં સાક્ષી અપાય છે. એટલે તેઓના ગ્રન્થો દર્શન પ્રભાવક કહેવાય છે. કોઈપણ વસ્તુનું સાંગોપાંગપણે વર્ણન કરવામાં તેમનું નામ શિખરસ્થાને રહેલું છે. શ્રી જિનભદ્રગણિજીની સાહિત્યરચના :
જૈનદર્શનમાં આ આચાર્ય મહારાજશ્રી વિશિષ્ટ સાહિત્યની રચના કરનારા હતા. ધાર્મિક વિષય, ન્યાયવિષયક અને વાદવિષયક વિપુલ સાહિત્ય તેઓશ્રીએ બનાવ્યું છે. મુખ્ય ગ્રન્થો નીચે મુજબ છે : (૧) વિશેષાવશ્યકભાષ્ય - પ્રાકૃત પદ્ય (૨) વિશેષાવશ્યકભાષ્ય - પ્રાકૃત, તથા
સ્વોપજ્ઞવૃત્તિ - સંસ્કૃત ગદ્ય (૩) બૃહત્સંગ્રહણી - પ્રાકૃત પદ્ય (૪) બૃહëત્ર સમાસ - પ્રાકૃત પદ્ય
Page #10
--------------------------------------------------------------------------
________________
(૫) વિશેષણવતિ - પ્રાકૃત પદ્ય (૬) જીતકલ્પસૂત્ર - પ્રાકૃત પદ્ય (૭) ધ્યાનશતક
ઉપરોક્ત સર્વે ગ્રંથો અગાધ જ્ઞાનના ભંડાર તુલ્ય છે. દરેકમાં તે તે વિષયની વિપુલ ચર્ચા કરેલી છે. એક એક ગ્રંથમાં ચર્ચેલા વિષયની રૂપરેખા લખવા જઈએ તો પણ ઘણાં પાનાનું લખાણ થઈ જાય. “વિશેષણવતિ” નામના ગ્રંથમાં પરંપરાથી ચાલી આવતી અને પરસ્પર વિરોધવાળી દેખાતી અને તેના જ કારણે અસંગત લાગતી કેટલીક બાબતોને આગમપ્રમાણે વિશેષણો લગાડીને એટલે કે સાપેક્ષદષ્ટિ જોડીને વિરોધ વિનાની એટલે કે યથાર્થ સંગતિ થાય તેવી રીતે આલેખેલી છે. તેમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના ક્રમિક ઉપયોગની ચર્ચા ઘણી લાંબી કરેલી છે. પરમ પૂજ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મ.સા. કેવલીમાં જ્ઞાન-દર્શનનો અભેદ માની, દર્શનની નવી વ્યાખ્યા બનાવે છે. તથા આ વિષયના આગમપાઠોના તર્કને અનુસારે નવા અર્થો કરી “અભેદને” સિદ્ધ કરવા તેઓશ્રીએ જે પ્રયત્ન કર્યો છે તેનું સવિશેષ નિરસન આ ગ્રંથમાં છે અને સારરૂપે લખ્યું છે કે “આગમને અનુસારે તર્ક કરવો જોઈએ પણ તર્કને અનુસાર આગમને ચલાવવું જોઈએ નહીં.” તથા પરમ પૂજ્ય મલવાદીજી આદિ કેટલાક આચાર્યો એક જ સમયમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ઉપયોગ એમ બન્ને ઉપયોગ સાથે હોય છે એમ કહે છે. તેનું પણ “રસ્થિ સમર્થમિલો કવો"વગેરે પાઠોના આધારે ખંડન કર્યું છે. આવી મહાપ્રભાવશાલી શ્રી જિનભદ્રગણિજીની સાહિત્યરચના છે. માલધારી શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી -
વનરાજ ચાવડાએ વિક્રમ સંવત ૮૦૨ માં અણહીલપુર પાટણની રચના કરી. આ નગર દિન-પ્રતિદિન ધર્માચાર્યોથી, ધર્મસંસ્કારોથી અને નીતિમાન પ્રભાવશાલી રાજાઓ તથા પ્રધાનોથી યશસ્વી બનતું ગયું. રાજા કર્ણદેવના રાજ્યકાલે આચાર્ય શ્રી અભયદેવસૂરિજી થયા. જેમનો રાજા કર્ણદેવ ઉપર ઘણો જ પ્રભાવ હતો. રાજા આ આચાર્યશ્રીનો પરમભક્ત હતો, રાજા કર્ણદેવે જ આચાર્ય શ્રી અભયદેવસૂરિજીને “લધારી” બિરૂદ આપ્યું હતું. “બાહ્ય મલને (મલીન વસ્ત્રાદિને) ધારણ કરતા હતા. તેથી માલધારી” એવું બિરૂદ આપ્યું હતું. આમ તેમની પરંપરામાં થયેલા પદ્યદેવસૂરિજીએ પોતાના બનાવેલા પ્રાકૃતજ્યાશ્રય કાવ્યની વૃત્તિની પ્રશસ્તિમાં લખ્યું છે.
કર્ણદેવ રાજા પછી પાટણની ગાદી ઉપર સિદ્ધરાજ જયસિંહ રાજા થયા અને માલધારી અભયદેવસૂરિજીના સ્વર્ગવાસ પછી તેમની પાટે તેમના શિષ્ય મલધારી શ્રી હેમચંદ્રાચાર્યજી થયા. આ બન્ને આચાર્યોએ અનુક્રમે રાજા કર્ણદેવને અને રાજા સિદ્ધરાજ
Page #11
--------------------------------------------------------------------------
________________
(૧૦) જયસિંહને ધર્મસંસ્કારોથી અતિશય સુંદર સંસ્કારિત કર્યા. રાજ્યસભામાં આ આચાર્યશ્રીનો ઘણો પ્રભાવ અને બહુ જ માન હતું. તેઓએ પોતાની તપસ્યા-શીલ અને સાહિત્યરચનાના બળે રાજાઓનાં હૃદય જીતી લીધાં હતાં. સિદ્ધરાજ જયસિંહની રાજયસભામાં દિગંબરાસ્નાયના આચાર્ય શ્રી કુમુદચંદ્રજીની સાથે પ.પૂ. વાદિદેવસૂરિજી મ.શ્રીનો તર્કનિપુણ જે વાદવિવાદ થયો અને તેમાં વાદિદેવસૂરિજીનો જે વિજય થયો ત્યારથી રાજા અને જૈનાચાર્યોનો સંબંધ ઘણો જ વધ્યો હતો, આ જ વાદિ દેવસૂરિજીએ “પ્રમાણનય તત્ત્વાલોક” નામનો ન્યાયશાસ્ત્રને સમજાવતો મહાગ્રંથ બનાવ્યો છે તે ગ્રંથ ઉપર જ સમુદ્રતુલ્ય “સ્યાદ્વાદ રત્નાકર” નામની મહાટીકા પણ પોતે જ બનાવી છે. તથા તે કાળે પાટણમાં ધર્મસંસ્કારોનો સુવર્ણયુગ પ્રવર્તતો હતો. રાજા કર્ણદેવ મલધારી આચાર્ય શ્રી અભયદેવસૂરિજીના અને રાજા સિદ્ધરાજ જયસિંહ મલધારી શ્રી અભયદેવસૂરિજી, મલધારી શ્રી હેમચંદ્રાચાર્યજી, આચાર્ય શ્રી વાદિદેવસૂરિજી અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના તથા રાજા કુમારપાલ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના પરિચયમાં બહુ જ આવ્યા હતા. તે તે આચાર્યોનો તે તે રાજાઓ ઉપર ઘણો જ પ્રભાવ હતો. આ સત્સંગે તે કાળે આખા ગુજરાતનો રંગ પલટી નાખ્યો હતો. આ રીતે માલધારી શ્રી હેમચંદ્રાચાર્યજી ૧૧મા૧૨મા સૈકામાં થયા હોય એમ લાગે છે. વિશેષાવશ્યકભાષ્ય ઉપરની સંસ્કૃત ટીકામાં તેઓએ ઘણી સરળ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કર્યો છે. દેશપ્રસિદ્ધ શબ્દોથી ટીકાની રચના કરી છે. ન્યાયની નીતિ-રીતિ પણ સુખે સુખે બોધ થાય તેવી જ રાખી છે. જેથી સૌથી વધારે પ્રિય અને સુખબોધ બની છે. તે ટીકાના આધારે જ તે ટીકાના અનુવાદરૂપે અમે આ “ગણધરવાદ” તૈયાર કરેલ છે. માલધારી આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીની સાહિત્યરચના :
આ આચાર્યશ્રીએ સુંદર નવી નવી શાસ્ત્રોની ટીકાઓ (વિવરણો) રચવા દ્વારા જૈનશાસનની અદ્ભુત સેવા કરી છે. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ પ્રજવલિત કરેલા શ્રુતજ્ઞાનરૂપી દીપકને જાજ્વલ્યમાન રાખવા માટે નવી નવી સાહિત્ય રચના કરવા દ્વારા ઘી પૂરવાનું ઉત્તમ કાર્ય આ આચાર્યશ્રીએ કર્યું છે. તેમની કેટલીક કૃતિઓ અલભ્ય પણ છે. (૧) બંધશતક વિવરણ
(૨) આવશ્યક ટિપ્પણ (૩) અનુયોગદ્વારવૃત્તિ
(૪) ઉપદેશમાલાસ્ત્ર (૫) ઉપદેશમાલાવૃત્તિ
(૬) જીવસમાસ વિવરણ (૭) ભવભાવના સૂત્ર
(૮) ભવભાવના વિવરણ (૯) નન્દ્રિ ટિપ્પણ
(૧૦) વિશેષાવશ્યક વિવરણ
Page #12
--------------------------------------------------------------------------
________________
(૧૧) (૧) બંધશતક વિવરણની લગભગ ૧૦૬ મૂલગાવ્યા છે અને ૩૭૪૦ શ્લોકપ્રમાણ તેના ઉપર “વૃત્તિ” રચી છે જે વૃત્તિનું નામ વિનય હિતા છે.
(૨) આવશ્યક ટિપ્પણ - આવશ્યક સૂત્ર ઉપરની નાની વૃત્તિ ઉપર ટિપ્પણ રૂપે આ ગ્રંથ છે. ટિપ્પણરૂપે હોવા છતાં પણ નાનો ગ્રંથ નથી. પ્રાયઃ ૪૬00 શ્લોકપ્રમાણ આ ગ્રંથરચના છે.
(૩) અનુયોગદ્વારવૃત્તિ - અનુયોગદ્વાર સૂત્ર ઉપર પૂજ્ય હરિભદ્રસૂરિજી કૃત સંક્ષિપ્ત ટીકા હતી. છતાં ભાવિના જીવોને સુખે બોધ થાય તે માટે મલધારિજીએ સરળ અને સુંદર ટીકા બનાવી છે. જેનું માપ ૫૯૦૦ શ્લોકપ્રમાણ છે અને દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર તરફથી પ્રકાશિત થઈ છે.
(૪) ઉપદેશમાલાસુત્ર - આ સૂત્રની પ્રાકૃત ભાષામાં ૫૦૫ ગાથાઓ છે. આ ગ્રંથનાં “પુષ્પમાલા” અથવા કુસુમમાલા એવાં નામો પણ છે. દાન-શીલ-તપ અને ભાવધર્મનું તેમાં વર્ણન છે.
(૫) ઉપદેશમાલા વિવરણ - આ ગ્રંથ રચાયો છે સંસ્કૃત ભાષામાં, પરંતુ તેમાં અપાયેલી કથાઓ ગદ્ય-પદ્ય પ્રાકૃત ભાષામાં છે. તેથી ઘણો ભાગ પ્રાકૃત ભાષામાં છે. આ વિવરણનું પ્રમાણ પ્રાયઃ ૧૩૮૦૦ શ્લોકપ્રમાણ છે. પૂજ્ય શ્રી સિદ્ધર્ષિગણિજી કૃત ઉપમિતિભવપ્રપંચમાંથી આધ્યાત્મિક બોધદાયક ઘણી કથાઓ આ ગ્રંથમાં કંડારવામાં આવી છે.
(૬) જીવસમાસ વિવરણ - જીવોના ૧૪ સ્થાનકો બતાવી તેમાં ગુણસ્થાનક આદિ અનેક ધારોનો સમૂહ આલેખવામાં આવ્યો છે. આ ગ્રંથ મૂલ ૨૮૬ શ્લોપ્રમાણ છે પરંતુ તેની ટીકા ૬૬૨૭ શ્લોકપ્રમાણ છે.
(૭) ભવભાવના સુત્ર - પ્રાકૃત ભાષામાં રચાયેલો પ૩૧ ગાથાઓ પ્રમાણ આ ગ્રંથ છે. આમાં અનિત્યાદિ બાર ભાવનાઓનું વર્ણન છે. મુખ્યત્વે “ભવભાવના” એટલે સંસારભાવનાનું વર્ણન છે. ૧૩૧ ગાથાઓમાંથી ૩૨૨ ગાથા સંસારભાવના માટે છે, બાકીની ગાથાઓ અનિત્યાદિ બીજી ભાવનાઓ માટે છે. સંસારનાં ચારે ગતિનાં દુઃખોનું વર્ણન છે.
(૮) ભવભાવના વિવરણ – આ ટીકા સંસ્કૃતમાં છે. પરંતુ ઘણો ભાગ પ્રાકૃત કથાઓથી ભરેલો છે. ૧૨૯૫૦ શ્લોકપ્રમાણ આ ટીકા છે. નેમિનાથ પ્રભુનું ચરિત્ર અને ભુવનભાનુકેવલી ચરિત્ર સવિશેષે આ ગ્રંથમાં છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
(૧૨)
(૯) નન્જિટિપ્પણ આ ગ્રંથની વિશેષ માહિતી હાલ ઉપલબ્ધ નથી.
(૧૦) વિશેષાવશ્યકભાષ્ય વિવરણ - આ તે જ ગ્રંથ છે કે જેમાં આવેલા ગણધરવાદનો આ અનુવાદ કરવામાં આવ્યો છે. પાંચ જ્ઞાન, ગણધરવાદ, આઠ નિહ્નવવાદ અને સાત નયોનું આ ટીકામાં મૂલ ગ્રંથના આધારે સારામાં સારું વિવેચન કરાયેલું છે. ૨૮૦૦૦ શ્લોકપ્રમાણ આ ટીકા છે. વિક્રમ સંવત ૧૧૭૫ના કાર્તિકસુદ પાંચમના દિવસે આ ટીકાની રચનાની સમાપ્તિ થઈ છે. આ આચાર્યશ્રીને લેખનકાર્યમાં સહાયતા કરનારા ૧ અભયકુમારગણિ, ૨ ધનદેવગણિ, ૩ લક્ષ્મણગણિ, ૪ વિબુધચંદ્ર. આટલા મુનિમહાત્માઓ તથા ૧ શ્રી મહાનન્દા અને ૨ શ્રી મહત્તરા વીરમતીજી ગણિની એમ બે સાધ્વીજીશ્રી લેખનક્રિયામાં સહાયક હતાં.
ગણધર ભગવંતોના પ્રશ્નોની ચર્ચા ઃ
પ્રત્યેક ગણધરોના મનમાં જે એક એક પ્રશ્ન હતો તેની ઘણી લંબાણપૂર્વકની ચર્ચા આ ગ્રંથમાં કરવામાં આવી છે. પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ ઘણો જ સારી રીતે ચર્ચવામાં આવ્યો છે.
(૧) જીવદ્રવ્ય ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ જણાતું નથી. ઉત્પત્તિસ્થાનમાં આવતું અને મૃત્યુ બાદ પરલોકમાં જતું જીવદ્રવ્ય નજરે નીહાળાતું નથી. જીવતા શરીરને અને મૃતશરીરને તોળતાં વજન વધતું-ઘટતું નથી. કાચની પેક પેટીમાં જીવતા જીવને રાખવામાં આવે અને ત્યાં તે મૃત્યુ પામે તો કાચ તુટી-ફુટી જતો નથી ઈત્યાદિ રીતે જીવ નથી એવી માન્યતા પૂર્વપક્ષવાળાની છે. તેથી દેહ એ જ આત્મા એટલે કે દેહાત્મવાદ, પાંચ ભૂતોનો જ બનેલો આ આત્મા છે તે ભૂતાત્મવાદ, ઈન્દ્રિયો એ જ આત્મા છે તે ઈન્દ્રિયાત્મવાદ આવા પૂર્વપક્ષો આ ચર્ચામાં છે અને તેના ઉત્તર રૂપે ચેતનાગુણવાળો આત્મા સ્વતંત્ર હોવાથી શરીર, ભૂતો અને ઈન્દ્રિયોથી આત્મા નામનું દ્રવ્ય ભિન્ન અને સ્વતંત્ર છે આવી ચર્ચા ઉત્તરપક્ષમાં છે.
તથા
આ આત્મા સર્વજગદ્યાપી છે કે શરીરમાત્રવ્યાપી છે ? સર્વ આત્માઓનો એક જ આત્મા છે કે દરેક આત્મા સ્વતંત્ર અને અનંત છે. બ્રહ્માત્મા જ જગરૂપે બનેલા છે કે સર્વે આત્માઓ બ્રહ્માથી ભિન્ન છે. જીવ પરલોકગામી છે કે દીપક બુઝાઈ જાય તેમ આ આત્મા મૃત્યુ પામે ત્યારે સમાપ્ત જ થઈ જાય છે. આમ આત્મા સંબંધી વિવિધ ચર્ચાઓ આ પ્રથમ ગણધરવાદમાં છે. વિશ્વવ્યાપિત્વ, દેહમાત્રવ્યાપિત્વ, અદ્વૈતવાદ, અનંતાત્મવાદ, બ્રહ્મવાદ, સ્વતંત્ર આત્મવાદ વગેરે વિષયોનું નિરૂપણ અહીં કરવામાં આવ્યું છે. ચાર્વાકદર્શનની દૃષ્ટિએ ભૂતો એ જ આત્મા, સાંખ્ય-નૈયાયિક-વૈશેષિકદર્શનની દૃષ્ટિએ
Page #14
--------------------------------------------------------------------------
________________
(૧૩)
નિત્ય આત્મા, બૌદ્ધદર્શનની દૃષ્ટિએ ક્ષણિક આત્મા, મીમાંસક અને વેદાન્તદર્શનની દૃષ્ટિએ એકાત્મવાદ અર્થાત્ અદ્વૈતાત્મવાદની વાત રજુ કરીને તે સર્વે માન્યતાઓનું ખંડન કરવાપૂર્વક તેની સામે આત્માસંબંધી યથાર્થ વાત રજુ કરવામાં આવી છે. આત્મા એક સ્વતંત્ર દ્રવ્ય છે. ચૈતન્યગુણવાળું છે. અનંત આત્માઓ છે. તે સર્વે નિત્યાનિત્ય છે. દેહમાત્ર વ્યાપી છે. પરલોકગામી છે. વર્ણાદિ પૌદ્ગલિક ગુણોથી રહિત છે. અર્થાત્ અરૂપી છે માટે જતુંઆવતું તે દ્રવ્ય દેખાતું નથી. ન દેખાતું એવું પણ તે દ્રવ્ય નથી એમ નહીં, પણ છે જ. આવી વાતો તર્ક અને ઉદાહરણપૂર્વક આ વાદમાં સમજાવવામાં આવી છે. વેદના પાઠોના સાચા અર્થ કરીને પણ આત્મતત્ત્વની સ્વતંત્રરૂપે સિદ્ધિ કરેલી છે.
(૨) બીજા ગણધરવાદમાં “કર્મતત્ત્વ”ની ચર્ચા કરવામાં આવી છે. જગતમાં પ્રત્યક્ષ દેખાતી ચિત્ર-વિચિત્રતાનું કોઈક કારણ હોવું જોઈએ. તે કારણને જ “કર્મ” કહેવાય છે. આ વિષયમાં ન્યાય-વૈશેષિક દર્શનકારો “ધર્મ-અધર્મ” નામના આત્મગુણોને લીધે આ વિચિત્રતા છે એમ સમજે-સમજાવે છે. વેદાન્તદર્શન અને ઉપનિષદો અદૃષ્ટ નામનું કારણ જણાવે છે. કોઈક દર્શનકારો ભાગ્ય-નસીબ-અવિદ્યા વગેરે નામો આપીને વિચિત્રતાનું તેને કારણ માને છે. જૈનદર્શનમાં “કાર્પણ વર્ગણા” નામના સૂક્ષ્મ પુદ્ગલ દ્રવ્યોનું જ જીવ વડે કર્મરૂપે રૂપાન્તર કરીને જીવની સાથે લોહાગ્નિની જેમ એકમેકરૂપે સંબંધિત (બદ્ધ) કરવામાં આવે છે. જેમ જીવ વડે જ લોટની બનાવેલી મીઠાઈ સુખનું કારણ બને છે. વિષરૂપે બનાવેલી દવા મૃત્યુનું કારણ બને છે. એમ જીવ વડે જ કાષાયિક પરિણામથી તીવ્ર-મંદ ભાવે બંધાયેલું પુણ્ય-પાપાત્મક કર્મ જ જીવના સુખ-દુઃખનું નિમિત્તકારણ બને છે. તે કર્મવાદ ઉપર જુના-નવા કર્મગ્રંથો, કમ્મપડિ અને પંચસંગ્રહાદિ અનેક ગ્રંથો છે. દિગંબરાસ્નાયમાં પણ જીવકાણ્ડ અને કર્મકાણ્ડ રૂપે ગોમ્મટસારાદિ અનેક ગ્રંથો છે.
ઘણા દર્શનકારો બાહ્ય પૂજા-પાઠાદિ પુણ્યાનુષ્ઠાનોને અને હિંસા-જૂઠ આદિ પાપ અનુષ્ઠાનોને જ સુખ-દુઃખનું કારણ માની લે છે. અંતરંગ કારણ સુધી ઊંડા જતા નથી અને તેથી જ હોમ-હવન આદિ પૂજાનુષ્ઠાનોને જ સ્વર્ગાદિનો હેતુ માની લે છે. જીવસૃષ્ટિના વૈવિધ્યના અભ્યાસમાં કર્મને કારણ માનવાને બદલે કોઈ કોઈ દર્શનકારો કાલને જ, સ્વભાવને જ, નિયતિને જ અને ઈશ્વરાત્મક પુરુષને જ કારણ માનવા તરફ પ્રેરાઈ જાય છે. તેમાંથી જે તરફનો એકાન્ત પક્ષ મનમાં બેસી જાય છે તેમાંથી જ કાલવાદ, સ્વભાવવાદ, નિયતિવાદ અને પુરુષવાદના એકાન્તવાદનો પ્રાદુર્ભાવ થાય છે. જૈનદર્શન આ બધા જ એકાન્તવાદનું ખંડન કરીને સાપેક્ષપણે બધાંની કારણતા સમજાવે છે. હાથમાં રહેલી પાંચે આંગળીઓ સાથે મળે તો જ કોઈ વસ્તુ ઉંચકવાનું કામ જેમ થાય છે તેમ આ પાંચેની કારણતા સાપેક્ષતાપૂર્વકની છે આમ સમજાવે છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
(૧૪)
છઠ્ઠા ગણધરવાદથી અગિયારમા ગણધરવાદમાં જે કોઈ ચર્ચા છે તે લગભગ આ કર્મવાદની ચર્ચાને જ આભારી છે.
છઠ્ઠામાં “બંધ અને મોક્ષની” ચર્ચા છે. હવે જો કર્મવાદ સ્વીકારીએ તો જ આત્મા કર્મ બાંધે છે. આત્માની સાથે કર્મનો બંધ સંભવે છે તેમ થતાં બંધતત્ત્વની સિદ્ધિ થાય છે. અન્યથા બંધતત્ત્વ સંભવતું નથી. જો આ સંસારી આત્મા મુક્તિગત જીવના જેવો શુદ્ધ-બુદ્ધનિરંજન જ હોય તો તેવા શુદ્ધ જીવને કર્મબંધ ઘટે નહીં અને કર્મોના બંધ વિના બંધનમાંથી છુટવા રૂપ મોક્ષ પણ ઘટે નહીં. જે બંધાયો હોય તે જ મુક્ત થાય. જો આત્મા કર્મોથી બંધાયો જ નથી તો મુક્ત થવાનો પ્રશ્ન જ આવતો નથી. તેથી કર્મવાદ જો માનવામાં આવે તો જ બંધ-મોક્ષની સિદ્ધિ સંભવે છે. તે વાત છટ્ઠા ગણધરવાદની ચર્ચામાં સમજાવી છે.
સાતમા ગણધરવાદમાં દેવ છે કે નહીં ? આઠમા ગણધરવાદમાં નારકી છે કે નહીં ? નવમા ગણધરવાદમાં “પુણ્ય-પાપ” છે કે નહીં ? દસમા ગણધરવાદમાં “પરલોક છે કે નહીં ? અને અગિયારમા ગણધરવાદમાં “નિર્વાણ-મોક્ષ' છે કે નહીં ? આ વિષયની ચર્ચાઓ યુક્તિ-પ્રયુક્તિથી કરવામાં આવી છે. જો કર્મવાદ સ્વીકારવામાં આવે તો ઉપરના તમામ વિવાદો શાન્ત થઈ જાય છે. કારણ કે દેવલોક પુણ્યકર્મથી, નરકભવ પાપકર્મથી પ્રાપ્ત થાય છે. પુણ્યકર્મ ૪૨ પ્રકારનું અને પાપકર્મ ૮૨ પ્રકારનું છે. મન-વચન અને કાયાની નિર્દોષ પ્રવૃત્તિઓથી પુણ્યકર્મ બંધાય છે અને દોષિત પ્રવૃત્તિઓથી પાપકર્મ બંધાય છે. બાંધેલા કર્મોમાં પણ પાછળ આવતા સારા-નરસા (શુભાશુભ) પરિણામોથી સંક્રમઉર્તના-અપવર્તના-ઉદીરણા-ઉપશમના-નિદ્ધતિ-નિકાચના-સ્થિતિઘાત-રસઘાત આદિ અનેક જાતનાં પરિવર્તનો આ જીવ કરી શકે છે. તેથી પરલોક પણ સંભવે છે, સુખ-દુઃખ પણ સંભવે છે અને સર્વથા કર્મોનો નાશ કરવાથી નિર્વાણ પણ ઘટી શકે છે. જો “નિર્વાણ” છે એમ લક્ષ્યરૂપે સ્વીકારીએ તો જ તેના સાધનરૂપે કરાતી ધર્મપ્રવૃત્તિ યથાર્થપણે ઘટી શકે છે. આ બધી વાતો, દલીલો અને દૃષ્ટાન્તપૂર્વક ૬ થી ૧૧ ગણધરોની સાથેની ધર્મ ચર્ચામાં કંડારવામાં આવી છે.
(૩) ત્રીજા ગણધરવાદમાં શરીર એ જ જીવ છે કે શરીરથી અન્ય જીવ છે ? આ વિષય ચર્ચવામાં આવ્યો છે. જે લગભગ પ્રથમ ગણધરવાદને અનુસરતો વિષય છે. શરીર ભૂતોનું બનેલું છે. સ્વયં અચેતન છે. મૂર્ત છે, વિનાશી છે. જ્યારે આત્મા એ સ્વતંત્ર દ્રવ્ય છે, ચૈતન્ય ગુણવાળો આત્મા છે. અમૂર્ત આત્મા છે અને દ્રવ્યથી અનાદિ-અનંત હોવાથી અવિનાશી પદાર્થ છે. દેહનો ત્યાગ કરીને પરભવગામી જીવ છે. જીવંત શરીર અને મૃતશરીરમાં સકલ લોકોને જે પ્રત્યક્ષ ભિન્ન ભિન્ન અનુભવ થાય છે. તેનાથી નક્કી થાય છે કે શરીરથી જુદો અને શરીરમાં રહેનારો જીવપદાર્થ છે. જીવંત શરીરને અગ્નિનો કણીઓ
Page #16
--------------------------------------------------------------------------
________________
(૧૫)
અડે તો પણ વેદના થાય છે તેની અંદરનો પદાર્થ ચીસાચીસ પાડે છે. જ્યારે મૃત શરીરને સંપૂર્ણપણે આગની ભઠ્ઠીમાં મુકવામાં આવે તો પણ વેદના થતી નથી અને કોઈ એક બૂમ પણ પાડતું નથી. માટે શરીરથી આત્મા સ્વતંત્ર પદાર્થ છે. આ ચર્ચા ત્યાં કરેલી છે.
(૪) ચોથા ગણધરવાદમાં “ભૂતો છે કે નહીં ?” આ વિષયની ચર્ચા છે. પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ આ પાંચે પદાર્થો સંસારમાં સ્વયં સત્ છે, ત્રિપદીવાળા છે, નિત્યાનિત્ય છે. દ્રવ્ય દૃષ્ટિએ નિત્ય અને પર્યાય દૃષ્ટિએ અનિત્ય છે. પણ આકાશપુષ્પ, વધ્યાપુત્ર કે શશશૃંગની જેમ સર્વથા અસત્ નથી. જો પાંચ ભૂત ન હોત તો ચરાચર આ જગત્ શૂન્ય જ ભાસત. પરંતુ શૂન્ય ભાસતું નથી. તમામ પદાર્થો સર્વ લોકોને પ્રત્યક્ષ દેખાય છે તથા તે તે પદાર્થોથી થતા તમામ જલાધારાદિ વ્યવહારો પણ થાય છે. માટે તે તે પદાર્થો સત્ છે. પણ સર્વથા શૂન્ય નથી.
(૫) પાંચમા ગણધરવાદમાં “જે જીવ આ ભવમાં જેવો હોય તે જીવ પરભવમાં પણ તેવો જ થાય” આવી શંકા સુધર્મા નામના પંડિતજીને છે. તેની ચર્ચા આ પ્રસંગે કરેલી છે. “આ ભવમાં જે જેવો હોય તે ભવાન્તરમાં તેવો જ થાય એવો નિયમ નથી, પરંતુ તેવો પણ થાય અને અન્યથા પણ થાય. અગ્નિમાંથી પ્રગટેલી જ્યોત અગ્નિને અનુરૂપ હોય છે પરંતુ તે જ અગ્નિમાંથી પ્રગટેલો ધૂમ અગ્નિથી વિરૂપ હોય છે. અગ્નિ દાહક છે ધૂમ અદાહક છે. અગ્નિ શ્વેત અથવા પીત છે જ્યારે ધૂમ કૃષ્ણ છે. સ્ત્રી જીવ ભવાન્તરમાં સ્ત્રી પણ થાય અને પુરુષ પણ થાય, એવી જ રીતે પુરુષ મરીને પુરુષ પણ થાય અને સ્ત્રી પણ થાય. પશુ મરીને મનુષ્ય પણ થાય અને પશુ પણ થાય એમ સર્વત્ર સમજવું.
આ પ્રમાણે કયા ગણધરવાદમાં કઈ કઈ ચર્ચા આલેખાયેલી છે તે સંક્ષેપમાં કહ્યું આ અગિયારે બ્રાહ્મણપંડિતોના હૃદયમાં તો આ પ્રશ્નો હતા જ કે જે પ્રશ્નોને ભગવાન શ્રી મહાવીર પ્રભુએ કેવલજ્ઞાનથી જોઈને પ્રથમથી જ કહ્યા અને તે પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો પણ આપ્યા. પરંતુ આ કાળમાં તથા અતીતકાળમાં પણ આવા પ્રકારના અતીન્દ્રિય પદાર્થોને વિષે ઘણા ઘણા લોકોને શંકા-કુશંકા હોય જ છે અને ઘરે ઘરે આવા વિષયોની લોકો ચર્ચા કરતા જ હોય છે. અગિયારે બ્રાહ્મણ પંડિતો તો અગાધ બુદ્ધિના સ્વામી હતા અને પરમાત્માની વાણી ૩૫ ગુણયુક્ત હતી એટલે કદાચ સંક્ષિપ્ત વાર્તાલાપથી પણ સમજી ગયા હોય અને નજીકના જ કાળમાં કલ્યાણ થવાનું હોવાથી પ્રતિબોધ પામ્યા હોય અને દીક્ષિત બન્યા હોય એમ પણ બને. પરંતુ આજકાલના લોકો આવા વિષયોની પ્રશ્નાવલીમાં મુંઝાયેલા જ છે એમ સમજીને આજકાલના સામાન્ય લોકોને સમજાવવા માટે જ પરમપૂજ્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ વિશેષાવશ્યકભાષ્યમાં અને પરમપૂજ્ય માલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજશ્રીએ આ ગ્રંથની ટીકામાં આ અગિયારે પ્રશ્નોની
Page #17
--------------------------------------------------------------------------
________________
(૧૬) ચર્ચા ઘણા જ વિસ્તારથી લખી છે. આટલો બધો વિસ્તાર બીજે ક્યાંય જોવા મળતો નથી. સામાન્ય લોકોના બોધ માટે બને ગુરુજીએ વધારે વિસ્તાર કર્યો હોય એવી કલ્પના કરીએ તો તે કંઈ અનુચિત ન ગણાય.
આવા પ્રકારના અતીન્દ્રિય પદાર્થોનું પ્રત્યક્ષજ્ઞાન તો સર્વજ્ઞ સર્વદર્શી પરમાત્માને જ હોય છે. તેથી જ દર્શનશાસ્ત્રીઓમાં (સર્વજ્ઞતા અને સર્વદર્શિતા નહીં હોવાથી) અનેક જાતની જુદી જુદી વિચારસરણીઓ પ્રવર્તે છે. જેની દૃષ્ટિ જે બાજુ ઢળી હોય તે બાજુના આગ્રહની પક્કડના કારણે વાદવિવાદ થાય છે. તેથી જ વેદાન્તદર્શન, બૌદ્ધદર્શન, સાંખ્યદર્શન, ન્યાયદર્શન, વૈશેષિકદર્શન અને મીમાંસક દર્શન આદિ દર્શનશાસ્ત્રીઓ પરસ્પર વૈરાયમાણ વૃત્તિવાળા જ હોય છે. સામસામા લઢવાના જ સ્વભાવવાળા હોય છે. જૈનદર્શન જ સાપેક્ષ દૃષ્ટિવાળું હોવાથી દરેક વિચારસરણીઓનો ભિન્ન ભિન્ન નયની અપેક્ષાએ સમન્વય કરનાર હોવાથી સમ્યગ્દષ્ટિ છે અને ક્લેશમુક્ત તથા યથાર્થદર્શન છે. ઉપકારીઓના ઉપકારની સ્મૃતિ :
શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણા તથા તે પાઠશાળામાં અમને આ ગ્રંથ ભણાવનાર પૂજ્ય પુખરાજજી સાહેબ. આ બન્નેનો અમારા ઉપર ઘણો ઉપકાર છે કે જેઓએ આવા ગહન ગ્રંથોનું અમને જ્ઞાન આપીને જૈનશાસ્ત્રોના અભ્યાસી, અભ્યાસરસિક અને ઉત્તમ એવા મૂલ સંસ્કારો આપ્યા. આ સંસ્થાનો તથા પુખરાજજી સાહેબનો ઉપકાર કદાપિ ભૂલાય તેમ નથી.
રાલે નોર્થ કેરોલીના (અમેરિકા)માં રહેલા શ્રી પ્રવિણભાઈ કે. શાહ કે જેઓ સ્વાધ્યાય અને સત્સંગ માટે મને અમેરિકા લઈ ગયા તો જ આવા પ્રકારના અનુવાદ લખી શકાયા છે. કારણ કે ત્યાં જ દિવસે મળતા સમયમાં શાન્ત ચિત્તે, ઘર વગેરેની ઉપાધિથી રહિતપણે સારું લખી શકાયું છે તેથી તે પ્રવિણભાઈનો પણ આ તકે ઘણો જ આભાર માનું છું.
તથા પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા.નો બહુ જ ઉપકાર માનું છું કે જેઓશ્રીએ બહુ જ ટુંકાગાળાના સમયમાં સાધિક આઠ ગણધરવાદ તપાસી આપ્યા છે. તથા હૃદયથી મારા ઉપરની બહુ જ લાગણી રાખીને યોગ્ય સૂચનાઓ પણ કરીને ગ્રંથના અનુવાદને શોભાસ્થાને પહોંચાડ્યો છે.
પંડિતવર્ય શ્રી રતિલાલ ચીમનલાલ દોશી કે જેઓ હાલ વિશિષ્ટ પંડિતોની કક્ષાના છે. સુંદર અભ્યાસી છે તેઓએ પણ આ પુસ્તક મારું પોતાનું જ છે. એમ માનીને આ સર્વે મુફો બે-ત્રણ વાર આદિથી અંત સુધી તપાસી આપ્યાં છે. પ્રેસદોષની ભૂલો સુધારવા
Page #18
--------------------------------------------------------------------------
________________
(૧૭) સાથે ઘણી ઘણી જગ્યાએ અર્થની વધુ સ્પષ્ટતા માટે તથા ક્યાંય અર્થાન્તર થઈ જતો હોય તો ત્યાં મૂલગ્રંથને અનુસરતો અર્થ કરવા સૂચનાઓ પણ કરી છે. તેથી આ ગ્રંથ સુંદરતાને પામ્યો છે. તેઓનો પણ ઉપકાર કેમ વીસરાય ?
તથા શ્રી નવા ડીસા જૈન જે. મૂર્તિપૂજક સંઘ અંતર્ગત શ્રી નેમિનાથનગરની શ્રાવિકા બહેનોનો પણ આ સમયે ઘણો જ આભાર માનું છું કે જેઓએ અતિશય જ્ઞાનરુચિના કારણે આવા પ્રકારના જૈનદર્શનના પ્રભાવક અને દાર્શનિક ગ્રંથની મહામુલી કિંમત આંકીને ૭૦૦ કોપીના તમામ ખર્ચનો સહયોગ આપીને પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા જ્ઞાનભંડારોને ભેટ આપવા રૂપે અમારા ટ્રસ્ટને આર્થિક સહયોગ આપ્યો છે તે બદલ તે સંઘનો, સંઘની અંતર્ગત શ્રી નેમિનાથનગરની શ્રાવિકા બહેનોનો તથા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી દલસુખભાઈ શેઠનો આ અવસરે આભાર માનું છું કે જેઓએ મારા ઉપરનો આ વિષયનો આર્થિક બોજો દૂર કરીને મને ઘણો જ નિશ્ચિત કર્યો છે.
છેલ્લે શ્રી ભરત ગ્રાફિક્સના માલિક શ્રી ભરતભાઈ તથા મહેન્દ્રભાઈ અને તેમના તમામ સ્ટાફનો પણ આભાર માનું છું કે જેઓએ આવા મહાન ગ્રંથનું ટાઈપરાઈટીંગનું, છાપકામનું તથા બાઈન્ડીંગનું કામકાજ ખંતથી, દીલ આપીને, સારી ભાવનાથી પૂર્ણ કર્યું છે. તે બદલ તેઓનો આભાર માનું છું.
આ લખાણ કરતી વેળાએ શ્રી વિશેષાવશ્યક ભાષ્ય મૂલ, શ્રી મલધારી હેમચંદ્રાચાર્યજી મ. શ્રી કૃત સંસ્કૃત ટીકા, ગુજરાતીમાં પ્રકાશિત થયેલા બન્ને ભાગો, પંડિતજી શ્રી દલસુખભાઈ માલવણીયાજી કૃત ગણધરવાદનો સંક્ષિપ્ત ગુજરાતી અનુવાદ ઈત્યાદિ ગ્રંથોનો સહારો લીધો છે. આ ગ્રંથકર્તાઓનો તથા તે તે ગુજરાતી અનુવાદકારોનો પણ ઘણો ઘણો આભાર માનું છું.
ઉપરોક્ત ગ્રંથોને સામે રાખીને આ અનુવાદ તૈયાર કરેલ છે છતાં હું છવસ્થ છું, પ્રમાદી પણ છું, ઉપયોગશૂન્યતાનો પણ સંભવ છે. તેથી જે કંઈ મારી ક્ષતિ રહી ગઈ હોય તે હે ઉત્તમ પુરુષો ! તમે મારા ઉપર કરૂણા કરીને સુધારીને વાંચજો અને મને તે ક્ષતિ વેલાસર જણાવવા કૃપા કરશો કે જેથી બીજી આવૃત્તિમાં સુધારો કરી શકાય. ક્ષતિ બતાવવા બદલ હું આપશ્રીનો બહુ ઉપકાર માનીશ. એ-૬૦૨, પાર્શ્વદર્શન કોમ્લેક્ષ,
એજ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ,
ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા સુરત-૩૯૫૦૦૯, ગુજરાત, ઈન્ડિયા. ફોન : ૦૨૬૧-૨૭૬૩૦૭૦, મો : ૯૮૯૮૩૩૦૮૩૫
Page #19
--------------------------------------------------------------------------
________________
નમો નમઃ શ્રી જિનશાસનાયક
- આ. વિજય કલ્યાણબોધિસૂરિ પર્વાધિરાજ પર્યુષણમાં છઠું વ્યાખ્યાન ગણધરવાદ તરીકે પ્રસિદ્ધ છે. સમયાદિના અભાવે વિસ્તૃત ગણધરવાદનું વાંચન તો ત્યારે શક્ય બનતું નથી. વર્તમાનમાં ઉપલબ્ધ થતા વાડુમયમાં સૌથી વિસ્તૃત ગણધરવાદ ઉપલબ્ધ થતો હોય તો વિશેષાવશ્યકભાષ્યમાં. તેના કેટલાક પાસાઓ પર વિચાર કરીએ.
• વિશેષાવશ્યકભાષ્યની અંતર્ગત ગણધરવાદની શૈલી જ પ્રથમ તો મંત્રમુગ્ધ કરી દે છે, જેનું કારણ એ છે કે આ ગ્રંથનું વાંચન ચાલુ છે એવું નથી લાગતું પણ જાણે સાક્ષાત્ પ્રભુ વીર અને ગણધર ભગવંતોનો સંવાદ સાંભળી રહ્યા હોઈએ એવી સંવેદના થાય છે.
• વિશેષાવશ્યકભાષ્યમાં તથા ભગવતીસૂત્ર, જીવાભિગમ સૂત્ર, વગેરે અનેક આગામોમાં પ્રભુ વીરના શ્રીમુખે ગોયમ ! શબ્દ દૃષ્ટિગોચર થાય છે. જેને લઈને જીવાભિગમસૂત્રની ટીકામાં શ્રી મલયગિરિસૂરિજીએ ખૂબ માર્મિક વાત પર પ્રકાશ પાથર્યો છે. તેઓશ્રી લખે છે કે પ્રભુ વિરે આ સંબોધન કરીને ભવિષ્યના ગુરુઓને એક સંદેશ આપ્યો છે કે પ્રધાન-અસાધારણ ગુણથી સંબોધિત કરી, શિષ્યને તેના દ્વારા ઉત્સાહિત કરવા, પછી ધર્મ કહેવો જોઇએ. કારણ કે આ રીતે જ ઉપદેશનો સમ્પર્ક સ્વીકાર સંભવિત છે. “ગૌતમ' એ એક વિશિષ્ટ લોકપ્રસિદ્ધ મહાગોત્ર છે. માટે સ્વયં પ્રભુ વીર તે ગોત્રથી સંબોધન કરે છે.
તેમાંય વિશેષાવશ્યકભાષ્યાન્તર્ગત ગણધરવાદમાં તો તોw! જેવા સંબોધનો પણ છે. જે ઉપરોક્ત આશયને જ વ્યક્ત કરે છે. તાર્કિક પ્રત્યુત્તરોની મધ્યમાં આવા સંબોધનો એક અદ્ભુત ધબકાર પૂરી દે છે. જેમકે- ૦૨MUગો નોય ! પહો વ્ર હે ય તો ખ્યા,
• ગણધરવાદમાં પ્રભુ વિરે પ્રત્યેક ગણધરોની શંકાનું સમાધાન કરતાં એક ગંભીર સંકેત કર્યો છે. મહાભાષ્યની ગાથાઓમાં આ સંકેતનું બીજ નાનકડી પંક્તિમાં સમાઈ ગયેલ છે. આ રહી તે પંક્તિ- વેપાઈ મર્થ ન યાસિ સેસિનો લ્યો !
વેદોના પરસ્પર વિરોધી વાક્યોના શ્રવણથી તમને શંકા થઈ છે. એમ જણાવ્યા બાદ પ્રભુ વીર એમ નથી કહેતા કે તમારા વેદો જ ખોટા છે, પણ એમ કહે છે કે- તમે વેદના
Page #20
--------------------------------------------------------------------------
________________
(૧૯) પદોનો અર્થ જાણતા નથી. કેવી મજાની વાત ! આ પંક્તિ સ્યાદ્વાદ-સુધાપાનના ઉદ્ગાર સમી છે. બીજાની વાતનું ખંડન કરવાનું ટાળીને કઇ દૃષ્ટિએ તેની વાત સાચી છે, તેનું સમાધાન-સમન્વય-સમતામય પ્રતિપાદન એ જ તો સ્યાદ્વાદદર્શનની આગવી વિશિષ્ટતા છે.
૧૪૪૪ ગ્રંથનિર્માતા પૂજ્ય શ્રી હરિભદ્રાચાર્ય પણ ષોડશક પ્રકરણમાં જણાવે છે
तत्रापि च न द्वेषः कार्यो विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सद्वचनं सर्वं यत्प्रवचनादन्यत् ॥
પરદર્શનના શાસ્ત્રો ઉપર દ્વેષ ન કરવો જોઈએ, પણ કઇ અપેક્ષાએ તેમની વાત શુદ્ધ ઠરી શકે એ અપેક્ષાને પ્રયત્નપૂર્વક ખોળી કાઢવી જોઈએ. કારણ કે પરદર્શનના શાસ્ત્રોમાં પણ જે સમ્યક્ વચન છે, એ જિનપ્રવચન કરતાં જુદું નથી.
આનું રહસ્ય ઉપદેશપદમાં પણ કહ્યું છે
સવખવાયમૂનું યુવાનસંગ નો નિળસ્વાયં। જિનેશ્વર ભગવંતો દ્વારા પ્રતિપાદિત દ્વાદશાંગી જ સર્વ પ્રવાદો-દર્શનોનું મૂળ છે માટે એ વચનો પર દ્વેષ કરવો એ દ્વાદશાંગીની અવજ્ઞા છે. હા, શુદ્ધ તાત્પર્યને સ્પર્શતી એવી અપેક્ષા-અભિધેય વિષય અવશ્ય ખોળી કાઢવો જોઈએ. ઉપદેશપદમાં જ કહ્યું છે કે
जं अत्थओ अभिन्नं अन्नत्था सद्दओ वि तह चेव ।
तंमि पओसो मोहो विसेसओ जिणमयट्ठियाणं ॥
ય
જે અર્થથી તો જિનપ્રવચનથી અભિન્ન જ હોય, અને અન્વર્થ યુક્ત હોવાથી શબ્દથી તે મુજબ જ હોય, તેવા વચનોમાં પ્રદ્વેષ રાખવો એ મોહ છે. તેમાં ય જે જિનમતના અનુયાયીઓ છે, તેમના માટે તો આ વિશેષથી મોહ છે.
પણ
જિનદર્શન જ પરમ માધ્યસ્થ્યથી સર્વ દર્શનોનો સમન્વય સાધે છે. આ દર્શનનો અનુયાયી જ જો અનુચિત અપેક્ષાના કદાગ્રહથી ખંડનાત્મક વલણ ધરાવતો થઇ જાય તો એનાથી વિશેષ કયો મોહ હોઇ શકે ? આ વિષય પર સન્મતિતર્ક, અધ્યાત્મસાર, જ્ઞાનસાર વગેરે અનેક શાસ્ત્રો દ્વારા પ્રકાશ પથરાયો છે. પ્રસ્તુતમાં આ વિષયને ઉપસાવવાનું વિશેષ પ્રયોજન એ છે કે-કયા ગણધરને કઇ શંકા હતી, પ્રભુ વીરે કેવા તર્કોથી તેનું સમાધાન કર્યું આ બધું કંઠસ્થ થઇ જવા છતાં ય જો પ્રભુની વાણીનું હાર્દ ન પામી શકે, એ વ્યક્તિ કદાચ હજુ પણ જિનવચનથી વંચિત જ કહેવાય. આત્મા છે, પરલોક છે, કર્મ છે આટલી શુષ્ક માન્યતા અને પરમમાધ્યસ્થ્ય-સમન્વયથી તરબતર એવા સ્યાદ્વાદદર્શન
Page #21
--------------------------------------------------------------------------
________________
(૨૦) વચ્ચે ઘણું અંતર છે. સજ્જનોનો તો એવો સ્વભાવ જ હોય કે સામી વ્યક્તિથી અનાભોગાદિથી ખોટું પણ કહેવાઈ જાય તો ય તેને માથે તૂટી પડવાને બદલે, કઈ રીતે તેણે કહેલી વાત સાચી ઠરી શકે. કઈ રીતે પરવચનની અનુપપત્તિનો પરિહાર થઈ શકે, એ સ્વયં સિદ્ધ કરી આપે અને પેલી વ્યક્તિને પૂર્ણ આશ્વાસન અને અન્તસ્તોષ આપવા સાથે સમ્યક્ તત્ત્વ પણ આપી દે.
આ છે સ્યાદ્વાદની ઉમદા વૃત્તિ. જો આ વૃત્તિ આત્મસાત્ થઈ જાય તો ઘર-ઘરના જ નહીં, શ્રીસંઘના જ નહીં, સમગ્ર વિશ્વના સંક્લેશો નામશેષ થઈ જાય. આવેશ અને અભિનિવેશ જ બતાવે છે કે હજી તત્ત્વનો પરિચય પણ થયો નથી. માટે જ તત્ત્વનો ય અભિનિવેશ અમુક અપેક્ષાએ ત્યાજ્ય છે. તત્ત્વના નામે ય અભિનિવેશ રાખવા જેવો નથી. પૂજ્ય સિદ્ધસેન દિવાકરસૂરિજીએ વાદકાર્નાિશિકામાં કહ્યું છે- ૧ ૪ તત્ત્વાભિનિવેશ: ?
સંરમાક્ષvi વતનમ્ ? તત્ત્વાભિનિવેશ ક્યાં? ને આવેશથી અધીરી બનેલી આંખોવાળું મુખ ક્યાં ? અર્થાત્ એ બંને એક સાથે સંભવિત જ નથી. આવશ્યકનિર્યુક્તિ તથા વિશેષાવશ્યકભાષ્યાન્તર્ગત ગણધરવાદમાં પુનઃ પુનઃ અભિવ્યક્ત થતા પ્રભુ વિરના આ આશયને સહુ કોઈ સમજી સન્માર્ગે આવે, એ અભિલાષા સાથે પ્રસ્તુત મુદાનો ઉપસંહાર કરું છું.
ગણધર ભગવંતોની પણ એક વિશેષતા આંખે ઉડીને વળગે છે. પૂર્વકાળનું તેમનું અભિમાન એવું અબાધ્યકક્ષાનું નથી, કે તેમને તત્ત્વમતિપત્તિમાં બાધક બને. ઉલ્લુ બદÉરોડપ એ ઉક્તિથી સાધક બને છે. જો અબાધ્ય અભિમાન હોત તો (૧) કાં તો સૌ પ્રથમ જ મને આવી કોઈ શંકા જ નથી, એમ કહી દેત. (૨) અથવા તો તે શંકાના સમાધાનમાં પ્રભુએ રજુ કરેલા તર્કોનો અસ્વીકાર કરત. (૩) અથવા તો નિરુત્તર થયા બાદ પણ જમાલિની જેમ પોતાની જ માન્યતા-પોતાનું જ દર્શન પકડી રાખત. ગણધરવાદ એક દિવ્ય સંકેત આપે છે કે તમે ગમે તે ભૂમિકાએ ઉભા હો, પણ જો કદાગ્રહમુક્ત છો, તો તમને ઉચ્ચકક્ષાએ પહોંચતાં વાર નહીં લાગે.
• શિષ્યો પણ કેવા સમર્પિત ! જે અમારા અધ્યાપક-ગુરુનો માર્ગ એ અમારો માર્ગ. દરેક ગણધર ભગવંતોની દીક્ષા પોતપોતાના શિષ્યગણ સાથે જ થાય છે. જે સમો પત્રફ પંëિ સદ વિચલ્ડિં- માત્ર અર્ધશ્લોકમાં કેટકેટલા ગૂઢ અર્થે ભર્યા છે. બસ..વિચારતા જઈએ ને નયપરિપૂર્ણ અર્થો નીકળતા જ જાય. ૫. પૂ. પ્રગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાએ પોતાની ન્યાયપરિકર્મિતમતિથી આવા જ એક વિષયમાં ચિંતન નવનીત રજુ કર્યું હતું. પુંડરીકસ્વામિ સાથે પાંચ કરોડ મુનિઓ એક સાથે મોક્ષે
Page #22
--------------------------------------------------------------------------
________________
(૨૧) ગયા. દરેક મુનિને અલગ-અલગ સ્થિતિ-રસ ધરાવતાં કર્મો સત્તામાં હોય, બીજી પણ અનેક અપેક્ષાએ ભિન્નતા હોય, તો બધાનો એક સાથે મોક્ષ કેવી રીતે સંભવે ? આવા તો શાબ, પ્રદ્યુમ્ન, દ્રાવિડ, વારિખિલ્લ, નારદજી, પાંડવો વગેરે અનેક દૃષ્ટાન્તો છે. અહીં પૂજ્યશ્રીએ એ જ સમાધાન કર્યું હતું કે તે કરોડો મુનિઓએ પોતપોતાના નાયકમાં પૂર્ણપણે આત્મસમર્પણ કર્યું હતું. તેથી નાયકની સાથે જ તેમનો મોક્ષ થયો હતો.
ગણધરવાદ પર વિસ્તૃત મીમાંસા કરવા જઈએ તો કદાચ દળદાર ગ્રંથમાં ય સમાઈ ન શકે. માટે કેટલાક દૃષ્ટિકોણથી ગણધરવાદની મીમાંસા કર્યા બાદ ટૂંકમાં એટલું કહેવા માંગુ છું કે- આ માત્ર ગણધરોની શંકાઓનું નિરાકરણ નથી, પરંતુ નાસ્તિકતાનું નિરાકરણ છે. આસ્તિકતાની વિજયપતાકા છે. ભૌતિકવાદના ભુક્ક-ભુક્કા બોલાવી દેવાનું સામર્થ્ય અહીં સમાયેલું છે, તો અધ્યાત્મવાદના અઢળક ગૂઢ રહસ્યો પણ અહીં છુપાયેલા છે.
પ્રસ્તાવનામાં સૂત્રકાર-ટીકાકાર આદિ વિષયોની સુંદર માહિતી આપી હોવાથી એ વિષયમાં પુનરુક્તિ કરતો નથી. પ્રસ્તુત અનુવાદ કરનાર સુશ્રાવક પંડિતવર્ય શ્રી ધીરુભાઈ વિદ્વાન-ધીર-ગંભીર હોવાની સાથે સરળ પ્રકૃતિના છે, આ બાબત તેમના પરિચય વિના પણ તેમના દ્વારા લિખિત અનુવાદો દ્વારા પ્રગટ થયા વિના રહેતી નથી. પ. પૂ. માલધારી શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પૂર્વ ટીકાઓ કરતાં સુગમ ટીકા રચી છે, છતાં પણ મંદમતિઓને, તેમાંય આજની પેઢીને વિશેષથી ઉપયોગી બને, એ માટે એક સરળ અનુવાદની જરૂર હતી જ. આજે આ આવશ્યકતાની પૂર્તિ થઈ રહી છે. ગણધરવાદની તર્કસભર વાણીને ખૂબ જ સરળ-સુગમ શૈલીમાં રજુ કરીને શ્રી ધીરુભાઈએ અધ્યેતાવર્ગ પર મહાન ઉપકાર કર્યો છે. આ પૂર્વે પણ તેમણે યોગગ્રન્થો, કર્મગ્રન્થો, ન્યાયગ્રન્થો આદિ અનેક ગંભીર શાસ્ત્રો પર વિશદ અનુવાદ પ્રકાશિત કરેલ છે. તેમનો જ્ઞાનયજ્ઞ સ્વ-પર કલ્યાણકર બની રહે એવી શુભેચ્છાઓ સહ તેમને શતશઃ ધન્યવાદ આપું છું તથા ગણધરવાદના પ્રસ્તુત અનુવાદનું સંશોધન કરવાનો મને લાભ આપ્યો એ બદલ આભાર માનું છું. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય કે સંશોધનમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્ મહા વદ ૧૨, સં. ૨૦૬૫,
– વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ અષ્ટાપદ સ્થાપત્ય તીર્થ,
શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરસેવક વાસણા, અમદાવાદ.
આ. કલ્યાણબોધિસૂરિ
Page #23
--------------------------------------------------------------------------
________________
આવકાર
આ. વિજય મુનિચન્દ્રસૂરિ પંડિતવર્ય ધીરુભાઈ પાસેથી આ વખતે ‘ગણધરવાદ'નું અનુવાદ-વિવેચન પ્રાપ્ત થાય છે તે ઘણા આનંદનો વિષય છે.
–
અધ્યાપકોને મોટે ભાગે લખવાનો સમય હોતો નથી. વિદ્વાન લેખકોને અધ્યાપન કરવાનું ન હોવાથી વિદ્યાર્થીની સમસ્યાઓથી તેઓ વાકેફ નથી હોતા.
પં. ધીરુભાઈ સૂરતમાં અધ્યાપન કાર્ય કરે છે. અભ્યાસીઓની બધી સમસ્યાઓ-પ્રશ્નોને જરા પણ અકળાયા વિના સુલઝાવે છે. એમના આવા વિશિષ્ટ અધ્યાપનગુણના કારણે એમના વર્ગમાં સંખ્યા પણ સારી હોય છે.
છેલ્લા કેટલાક વર્ષોથી મે થી સપ્ટેમ્બર અમેરિકામાં પ્રવચનાદિ માટે જાય છે. ત્યાં મળતાં અવકાશનો લેખન-વિવેચનમાં ઉપયોગ કરે છે. એટલે સંઘને આવા પ્રકાશનો મળે છે.
‘ગણધરવાદ’નું થોડુંક વિવેચન ‘કલ્પસૂત્ર’ના પ્રવચન દરમિયાન પર્યુષણમાં થતું જ હોય છે. પણ, અહીં વધુ વિશદ અને સરળ ભાષામાં ઉપલબ્ધ થાય છે તે આનંદનો વિષય છે.
૫૦ વર્ષ પૂર્વે પં. દલસુખ માલવણિયાએ અને એ પછીના દસકામાં ન્યાયવિશારદ પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુસૂરિજી મ.સા.ના ગણધરવાદ ઉપરના વિવેચન પ્રગટ થયેલા.
આ. શ્રી ભુવનભાનુસૂરિ મ.ના વિવેચનનો કે. રામપ્પાએ કરેલ અંગ્રેજી અનુવાદ દિલ્હીથી મોતીલાલ બનારસીદાસે પ્રગટ કર્યો છે.
આ જગત મુખ્યતયા બે વિભાગમાં વહેંચાયેલું છે. જીવ અને જડ. એટલે પ્રશ્નો પણ આ બે સંબંધમાં જ થાય. કેટલીક વિચારધારાઓ અદ્વૈતવાદી છે. આમાંથી કેટલાક માત્રજીવને સ્વીકારે છે. જડને સ્વીકારતા નથી. કેટલાક આનાથી વિપરિત રીતે જડને સ્વીકારે છે જીવને નથી સ્વીકારતા. કેટલાક બન્નેને માને છે પણ એના સ્વરૂપ બાબત માન્યતાઓમાં ભેદ ધરાવતા હોય છે.
અગિયાર ગણધરોના પ્રશ્નો આપણને આવા કોઈને કોઈ પ્રકારના હોય એવું સ્પષ્ટ સમજાય છે. પરમાત્મા મહાવીર પ્રભુના કાળે ચાલતી દાર્શનિક ધારાઓનું દર્શન ગણધરોના સંશયમાં થાય છે. જ્યારે પરમાત્માએ આપેલા ઉત્તરોમાં એ માન્યતાની ભૂલોનું સંશોધન થઈ વાસ્તવિકતાનું પ્રગટીકરણ થાય છે. જૈનદર્શનની માન્યતા પણ પ્રભુના ઉત્તરમાં સ્પષ્ટ થાય છે.
‘ગણધરવાદ’ તરીકે પ્રસિદ્ધિ પામેલી આ દાર્શનિક ચર્ચા સામાન્ય અભ્યાસી સમજી શકે એવી શૈલિમાં રજૂ થાય છે તે આનંદનો વિષય છે. અભ્યાસીઓને જિજ્ઞાસુઓને આનાથી સુંદર લાભ થશે. સહુ આનું અધ્યયન કરી પોતાના સમ્યગ્દર્શનને નિર્મળ બનાવે એ જ અભિલાષા.
Page #24
--------------------------------------------------------------------------
________________
8 પ્રાકકથન છે
પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિજીએ શ્રી આવશ્યક સૂત્રની રચના કરી, તેની ઉપર શ્રુતકેવલી મહાયોગી શ્રી ભદ્રબાહુસ્વામિજી મહારાજાએ નિર્યુક્તિની રચના કરી.
એ આવશ્યક સૂત્રની નિયુક્તિમાં સામાયિક આવશ્યકની નિયુક્તિ ઉપર સિદ્ધાન્તપાક્ષિક આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ લગભગ ચાર હજાર લોકપ્રમાણ અર્થસભર વિવેચનાવાળું શ્રી વિશેષાવશ્યકભાષ્ય રચ્યું અને વિદ્વત્તાપૂર્ણ સર્વાગપૂર્ણ ટીકા રચી.
તે ભાષ્યની અપેક્ષાએ અત્યંત નાનો છતાં ય લગભગ ૪૭૫ શ્લોક (ગાથા) પ્રમાણ ગણધરવાદ નામે એક વિભાગ છે.
સર્વજ્ઞ પરમાત્મા ચરમતીર્થપતિ પ્રભુ શ્રી મહાવીરસ્વામિજી આપણા આસન ઉપકારી છે. શ્રાવણ-ભાદરવામાં તે પ્રભુનું એક પણ કલ્યાણક ન હોવા છતાં પર્યુષણા મહાપર્વના પાવન દિવસોમાં શ્રી કલ્પસૂત્રના માધ્યમે પ્રભુનું સંપૂર્ણ જીવન ચરિત્રનું વાંચન કરાય છે.
તેમાં એક વ્યાખ્યાન ગણધરવાદ નામનું પણ છે. જો કે આ વ્યાખ્યાન સમય અને સંયોગની અપેક્ષાએ ખૂબ ટુંકાણમાં કરાવાય છે, છતાં પ્રભુનું જન્મવાંચન જે હર્ષ-ઉલ્લાસથી શ્રવણ કરાય છે તેટલા જ આનંદ અને ઉલ્લાસથી શ્રદ્ધાળુ પુણ્યાત્માઓ આ ગણધરવાદનું વ્યાખ્યાન શ્રવણ કરે છે.
કારણ.. કલિકાલના વિષમ વાતાવરણે અર્થોપાર્જનલક્ષી ભણતરના કારણે વીતરાગપરમાત્મા કે પૂર્વાચાર્ય ભગવંતોના આગમ-શાસ્ત્ર ગ્રંથો પ્રત્યે જે શ્રદ્ધા હતી તે હવે ટી.વી, રેડીયો કે અખબારો ઉપર જ કેન્દ્રિત બની ગઈ છે.
પરિણામે બહુજન-માનસમાં અશ્રદ્ધાનાં બીજ (૧) આત્મા નથી, (૨) સ્વર્ગ-નરક નથી, (૩) પૂર્વભવ કે પુનર્ભવ નથી, (૪) કર્મ નથી, (૫) પુણ્ય-પાપ નથી ઈત્યાદિ રૂપે હવાઈ ચૂક્યાં છે, વણાઈ ચૂક્યાં છે.
આવા વિકટ સમયે પ્રકાશિત થતો આ ગ્રન્થનો અનુવાદ વિચારક વિદ્વાનોના હૈયામાં શ્રદ્ધારૂપ મશાલમાં તેલ સિંચનનું કાર્ય કરે છે.
કારણ કે આ અને આવા બીજા સંશયો તે કાળના સર્વરૂપે ગણાતા મહાવિદ્વાન શ્રી ઈન્દ્રભૂતિ આદિ બ્રાહ્મણ મહાપંડિતોના હૈયાના એક ખૂણામાં છૂપાયેલા હતા. જો કદાચ
Page #25
--------------------------------------------------------------------------
________________
(૨૪)
પ્રભુ મહાવીરદેવે આ સંશયો ખૂલ્લા કર્યા ન હોત તો જગત પણ જાણત નહિ કે પોતાને સર્વજ્ઞ તરીકે ઓળખાવતા આ મહાપંડિતો આવા શંકાશીલ હતા.
આપણા મહાભાગ્યે આ પંડિતજીઓને પ્રભુ મળ્યા, સર્વજ્ઞપ્રભુએ તેમના સંશયો કે સંદેહો સ્પષ્ટ કર્યા. તેમાંથી અનેક રીતે નવા-નવા પ્રશ્નો ઉઠાવ્યા અને એ સઘળા પ્રશ્નોનો કેવળજ્ઞાન દ્વારા પ્રભુએ જવાબ આપ્યો.
પ્રશ્ન પૂછનાર પ્રતિભાશાલી મહાવિદ્વાનો હતા, તો જવાબો આપનાર સાક્ષાત્ કેવલજ્ઞાની હતા. અનેક પ્રમાણો અને અનેક યુક્તિ-અપેક્ષાઓથી સંશયનાં સમાધાનો થયાં. આગમપાક્ષિક આ. શ્રી જિનભદ્રગણિજી ક્ષમાશ્રમણજીએ આ પ્રશ્નોત્તરો ગ્રન્થવિભાગરૂપે ગાથાબદ્ધ કરી
સમજાવ્યા.
એ જ આ ગણધરવાદ. આ ગ્રન્થનો અનુવાદ શ્રદ્ધાવાળા અને પ્રતિભાશાલી પુણ્યવંતા પંડિતરત્ન શ્રી ધીરજલાલભાઈએ કરેલ છે. પંડિતજી ન્યાય-વ્યાકરણ-શાસ્ત્રગ્રન્થોના સુંદર અભ્યાસી છે. ભવ-ભીરુ છે. જાણતાં-અજાણતાં પણ ભૂલ કે ઉત્સૂત્ર પ્રરૂપણા ન થાય તેની કાળજી રાખનારા છે અને તેથી જ પોતાના અનુવાદિત-પ્રકાશિત ગ્રન્થો પૂ. આચાર્ય ભગવંતાદિ પ્રાજ્ઞ-પુરુષો પાસે પરિમાર્જન કરાવી પછી જ મુદ્રિત કરાવે છે. આ હકીકત તેમના પ્રકાશિત ગ્રન્થો ઉપરથી જાણી શકાય છે.
જો કે આવા ગ્રન્થોનું વાંચન તથા કલ્પસૂત્રાદિનું શ્રવણ પૂ. ગુરુભગવંતો દ્વારા જ કરવાનું હોય છે. તેમ છતાં જ્ઞાનરુચિ અભ્યાસુ જીવો સ્વયં સરળ ભાષામાં સમજી શકે માટે આ અનુવાદ સરળ અને સુંદર ગુર્જર ગિરામાં કર્યો છે. એથી શ્રદ્ધાવંત પુણ્યશાળી આત્માઓ આને આવકારશે તે શંકા વિનાની વાત છે.
પંડિતજીએ આવા બીજા પણ વિદ્વદ્ભોગ્ય ગ્રન્થો જેવા કે દ્રવ્યગુણ પર્યાયનો રાસ, સન્મતિ તર્ક, યોગદૃષ્ટિ સમુચ્ચય અને રત્નાકરાવતારિકા વગેરે ગ્રન્થો અનુવાદ સહ પ્રકાશિત કરેલ છે. જેને શ્રી સંઘે આવકારેલ છે.
આવા ગ્રન્થોના ઊંડા તત્ત્વજ્ઞાન દ્વારા ‘તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યવર્ણનમ્'' તત્ત્વભૂત અર્થોની શ્રદ્ધા ઉપજાવી ભવ્ય-આત્માઓ સમ્યગ્દર્શન નિર્મલ કરી જ્ઞાન અને સદાચરણ દ્વારા મુક્તિપદને પ્રાપ્ત કરે એ જ મંગલ પ્રાર્થના.
‘અભિષેક' વાલ્મીક કાયસ્થની વાડી સામે, સુભાષ ચોક, ગોપીપુરા, સુરત.
તા. ૧-૩-૨૦૦૯
લિ. ભવદીય
રતિલાલ ચીમનલાલના પ્રણામ...
Page #26
--------------------------------------------------------------------------
________________
અનંતલબ્ધિનિધાનાય શ્રી ગૌતમસ્વામિને નમઃ
allc
શ્રી ગણધરવાદ
ᄑᄋ
जीवे तुह संदेहो, पच्चक्खं जं न घिप्पइ घडोव्व । अच्छंतापच्चक्खं च, नत्थि लोए खपुप्फं व ॥१५४९ ॥ ( जीवे तव सन्देहः, प्रत्यक्षं यन् न गृह्यते घट इव । अत्यन्ताप्रत्यक्षञ्च, नास्ति लोके खपुष्पमिव )
ગાથાર્થ - હે ઇન્દ્રભૂતિ ! તને જીવને વિષે સંદેહ છે. કારણ કે ઘટની જેમ તે પ્રત્યક્ષ દેખાતો નથી. જે વસ્તુ અત્યન્ત અપ્રત્યક્ષ હોય છે તે વસ્તુ આકાશપુષ્પની જેમ આ લોકમાં હોતી જ નથી. ।।૧૫૪૯થી
વિવેચન - વિક્રમ સંવતથી ૪૭૦ વર્ષ પૂર્વે વૈશાખ સુદ-૧૦ ના દિવસે ઋજુવાલિકા નદીના કાંઠે પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ કેવલજ્ઞાન પામ્યા. ત્યાં ધર્મદેશના શરૂ થઈ. પરંતુ માત્ર અવિરતિ પરિણામવાળા જ જીવો હોવાથી કોઈ વિરતિ ધારણ કરનાર ન બનવાથી પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. ત્યાર બાદ બીજા દિવસે મહસેનવનમાં ધર્મદેશના શરૂ થઈ. વૈશાખ સુદ-૧૧ નો દિવસ હતો. અનેક દેવ-દેવીઓ આકાશમાર્ગે આવી રહ્યાં છે. ઘણો માનવમહેરામણ પણ આવ્યો છે. પશુ-પક્ષીઓ પણ ધર્મ સાંભળવા આવી રહ્યાં છે.
તે મહસેનવનની નિકટની ભૂમિમાં મંડાયેલ યજ્ઞમંડપની અંદર ઈન્દ્રભૂતિ-અગ્નિભૂતિ વગેરે ૧૧ મહાન પંડિત બ્રાહ્મણો છે. આકાશમાં આવતા-જતા દેવોને જોઈને યજ્ઞના પ્રભાવને માની આ પંડિત બ્રાહ્મણો ઘણા રાજી-રાજી થાય છે. લોકોને કહે છે કે આપણા યજ્ઞનો સાક્ષાત્ કેવો પ્રભાવ છે કે દેવો પણ આ યજ્ઞ જોવા માટે આવી રહ્યા છે. પરંતુ જ્યાં યજ્ઞમંડપની ભૂમિને છોડીને દેવોને આગળ જતા દેખે છે ત્યાં સ્તબ્ધ થઈ જાય છે. ઠંડા પડી જાય છે અને તે બાજુ જતા-આવતા લોકોને પૂછે છે કે “આ દેવો અમારા યજ્ઞમંડપને છોડીને આગળ આગળ ક્યાં જાય છે ? ત્યારે લોકોએ કહ્યું કે અહીં નજીકમાં જ સર્વજ્ઞ સર્વદર્શી શ્રી મહાવીરપ્રભુ બીરાજે છે. તેઓને કેવલજ્ઞાન પ્રગટ થયું છે. તેઓના કેવલજ્ઞાનનો મહોત્સવ ઉજવવા અને ધર્મદેશના સાંભળવા આ બધા દેવ-દેવીઓ અને માનવો ત્યાં જઈ રહ્યા છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ આ વાર્તા સાંભળીને ઈન્દ્રભૂતિ આદિ ૧૧ પંડિત બ્રાહ્મણો આશ્ચર્ય પામ્યા અને તે ૧૧ માં સૌથી મોટા ઈન્દ્રભૂતિ અહંભાવમાં આવી આ પ્રમાણે બોલવા લાગ્યા કે “અમે સર્વજ્ઞ હોતે છતે આ વળી બીજા સર્વજ્ઞ કોણ આવ્યા?” અમે બધા જ વાદી-પ્રતિવાદીઓને જિત્યા છે. અદ્વિતીય સર્વજ્ઞતા અમે પ્રાપ્ત કરી છે. સૂતેલા સિંહને જગાડવા તુલ્ય અમારી હરીફાઈ કરનારા વળી આ બીજા સર્વજ્ઞ કોણ આવ્યા ? ખૂણે-ખાંચરે કોઈ વાદી રહી ગયો હશે. તે પોતાની જાતને સર્વજ્ઞ કહેવરાવતો અમને રોષાયમાન કરવા આવ્યો લાગે છે. આ કૃત્રિમ સર્વશે મનુષ્યોને તો છેતર્યા છે. પરંતુ તેણે તો દેવોને પણ ઠગ્યા છે. જે દેવ-દેવીઓ ધર્મમય અને પરમ પવિત્ર અમારા યજ્ઞમંડપને છોડીને માયાવી એવા તે કૃત્રિમ સર્વજ્ઞની સભામાં જઈ રહ્યા છે. જરૂર આ કોઈ મહામાયાવી ઠગ લાગે છે. હમણાં જ હું ત્યાં જાઉં છું. તેની સાથે વાદ કરી તેને જીતીને તેના સર્વજ્ઞપણાના બીરુદને વ્યર્થ કરું છું અને હમણાં જ તેનો પરાભવ કરું છું.
બીજા ભાઈઓ કહે છે કે આવા મચ્છર જેવા સામાન્ય માણસને જીતવા માટે હે વડીલબંધુ ! તમારે જવાનું ન હોય, અમે જ જઈને પતાવી દઈએ છીએ. ત્યારે ઈન્દ્રભૂતિ કહે છે કે તમે બધા ભાઈઓ તો ઘણા જ્ઞાની છો, સર્વજ્ઞ છો. આવા સામાન્ય માણસને જિતી શકો એમાં કોઈ શંકા જ નથી. અરે મારો નાનો એક શિષ્ય પણ આ વાદીને જિતી શકે તેમ છે. પરંતુ તેમ કરવાથી “મેં સર્વ વાદીઓને જિત્યા” આમ ન કહેવાય. મારો યશ ઉજ્વળ ન રહે. તેટલા માટે મારે જ જવું છે અને મારે જ આ વાદીને જિતવો છે. એટલે હું જ જાઉં છું અને હમણાં જ તે વાદીને જિતીને પાછો આવું છું. (નજીકના ભવિષ્યમાં જ કલ્યાણ થવાની ઈન્દ્રભૂતિની ભવિતવ્યતા પાકી ગઈ છે. તે ભવિતવ્યતા જ ઈન્દ્રભૂતિને ત્યાં જવાની પ્રેરણા કરે છે.) આવું બોલીને “સરસ્વતી કંઠાભરણ” આદિ અનેક પ્રકારના બિરુદો બોલતા એવા ૫૦૦ શિષ્યોથી પરિવરેલા શ્રી ઈન્દ્રભૂતિ રોષ-ઈર્ષ્યા અને અહંભાવપૂર્વક પરમાત્માના સમવસરણ તરફ જાય છે.
સમવસરણ પાસે આવ્યા ત્યારે ત્યાંનું અવર્ણનીય દૃશ્ય જોઈને વિચારમાં પડે છે કે શું આ બ્રહ્મા છે ? કે શું આ વિષ્ણુ છે ? કે શું આ સાક્ષાત્ મહાદેવ છે ? મનમાં ને મનમાં આવા અનેક પ્રશ્નો ઉઠે છે. વેદોમાં કહેલું બ્રહ્માનું સ્વરૂપ ન ઘટવાથી તથા લક્ષ્મી અને પાર્વતી પત્નીનો અભાવ હોવાથી આ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ નથી. તો ખરેખર આ કોણ હશે? આમ તેના સંબંધી વિચારોમાં ડુબેલા ઈન્દ્રભૂતિને જોઈને પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ જ મધુરવાણીથી તેઓને બોલાવે છે કે - હે ગૌતમગોત્રીય ઈન્દ્રભૂતિ ! તમે અહીં ભલે આવ્યા. આ શબ્દો સાંભળીને ઈન્દ્રભૂતિ મનમાં વિચારે છે કે શું આ મારું નામ પણ જાણે
Page #28
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ છે? ફરીથી અંદરથી અવાજ આવે છે કે મને કોણ ન જાણે? હું તો સર્વવિશ્વમાં વિખ્યાત છું. મારું નામ જાણે એટલા માત્રથી હું કંઈ આશ્ચર્ય પામું નહીં. મારા નામકથનથી હું તેને સર્વજ્ઞ માનું નહીં. મારા હૃદયમાં જે સંદેહ છે તે જો જાણે અને કહે તો મને કંઈક આશ્ચર્ય થાય અને તે સર્વજ્ઞ હશે એવો વિચાર આવે. આવા વિચારો જ્યાં ઈન્દ્રભૂતિ કરે છે ત્યાં ભગવાન મધુર વાણીથી કહે છે કે -
હે આયુષ્યમાન્ ઈન્દ્રભૂતિ ! તમને જીવને વિષે આવો સંદેહ છે કે શું આ આત્મા છે કે નથી? તમને આવા પ્રકારનો સંદેહ થવાનું કારણ એ છે કે બન્ને બાજુની દલીલો અર્થાત્ અસ્તિસાધક અને નાસ્તિસાધક હેતુઓનો સદ્ભાવ હોવાથી આ શંકા થઈ છે. ત્યાં પ્રથમ “આત્મા નથી” આવા પ્રકારના નાસ્તિત્વના સાધક તર્કો તમારા મનમાં આ પ્રમાણે
વસ્તુ જે જ્ઞાનથી જણાય, અર્થાત્ વસ્તુને જાણવામાં સાધનભૂત જે જ્ઞાન છે તેને દર્શનશાસ્ત્રોમાં પ્રમાણ કહેવાય છે. પ્રમાણ એટલે પુરાવો, સાબિતી, નિશાની આ પ્રમાણના પાંચ ભેદ છે. (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) ઉપમાન, (૪) આગમ અને (૫) અર્થપત્તિ.
(૧) આંખથી જે સાક્ષાત્ જ્ઞાન કરવું અથવા પાંચે ઈન્દ્રિયોથી સાક્ષાત્ જે અનુભવ કરવો. જેમાં બીજા કોઈ પદાર્થની મદદ ન લેવાય, તેને પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય છે. જ્યાં પ્રત્યક્ષથી વસ્તુ જણાતી હોય ત્યાં અનુમાનાદિ પ્રમાણો લગાડાતાં નથી. પ્રત્યક્ષથી વસ્તુ ન જણાય તો અનુમાનાદિથી વસ્તુ સિદ્ધ કરાય છે. સાક્ષાત્ દેખવું, જાણવું તે પ્રત્યક્ષ.
(૨) જ્યાં ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી વસ્તુ સાક્ષાત્ જણાતી ન હોય, ત્યાં તે વસ્તુની સાથેના અવિનાભાવ સંબંધવાળી બીજી વસ્તુને જોવાથી તે વિવક્ષિત વસ્તુની કલ્પના કરવામાં આવે તે જ્ઞાનને અનુમાન પ્રમાણ કહેવાય છે. જેમકે પર્વતાદિ સ્થાનોમાં ખીણની અંદર લાગેલી આગ ચક્ષુથી સાક્ષાત્ દેખાતી નથી, તો પણ તેમાંથી નીકળતા અને તેથી જ તેની સાથે અવિનાભાવ સંબંધવાળા એવા ધૂમને જોઈને “અહીં અવશ્ય અગ્નિ છે” આવી કલ્પના કરવી તે જ્ઞાન અનુમાનપ્રમાણ કહેવાય છે.
(૩) જે વસ્તુ બીજા કોઈની ઉપમા આપીને સમજાવાય તેને ઉપમાન પ્રમાણ કહેવાય
૧. સ્વપ૨વ્યવસાયિ જ્ઞાન પ્રમUમ્િ પોતાનો અને પરનો નિર્ણય કરાવનારું જે જ્ઞાન તે પ્રમાણ, સાક્ષાત્ આત્માને અથવા ઈન્દ્રિયોથી જે બોધ થાય તે પ્રત્યક્ષ, લિંગથી જે બોધ થાય તે અનુમાન, આપ્તવચનથી જે બોધ થાય તે આગમ ઈત્યાદિ અર્થો પ્રમાણનયતત્તાલોકના આધારે જાણવા.
Page #29
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ છે. જેમકે ગાયના જેવું જે પ્રાણી હોય તે ગવય (રોઝ) કહેવાય. કોઈ ક્રોધી માણસને આ સાપ જેવો છે, બહાદૂર માણસને આ સિંહ જેવો છે ઈત્યાદિ રીતે જે સમજાવાય તે બોધને ઉપમાન પ્રમાણ કહેવાય છે.
(૪) જે વસ્તુ ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી સાક્ષાત્ જણાતી ન હોય, તથા તે વસ્તુને જણાવનારું, તેની સાથે અવિનાભાવ સંબંધવાળું કોઈ લિંગ પણ દેખાતું ન હોય તેવા સ્થાને જ્ઞાનીઓએ કહેલાં વચનોનો જ આધાર લઈને વસ્તુને સ્વીકારી લેવી. તેથી જ્ઞાનીઓના વચનોથી થતું જે જ્ઞાન તેને ત્રીજું આગમપ્રમાણ કહેવાય છે. જેમકે “ચૌદ રાજલોકમાં અનંત અનંત નિગોદના જીવો ભરેલા છે” “સાત નારકી છે” “૪૫ લાખ યોજનની સિદ્ધશિલા છે” આ સર્વે ભાવો પ્રત્યક્ષ દેખાતા નથી. તેમ તેને જણાવનારાં લિંગ ન દેખાતાં હોવાથી અનુમાન પણ થઈ શકે તેમ નથી. એટલે જ્ઞાનીઓના વચનને જ પ્રમાણભૂત માનીને સ્વીકારવું તેને આગમપ્રમાણ કહેવાય છે.
(૫) જે પદાર્થ શબ્દથી બોલાતો ન હોય પણ આગળ-પાછળ બોલાયેલા બીજા શબ્દો દ્વારા અર્થથી સમજાતો હોય, ભાવાર્થથી જે અર્થ ફલિત થતો હોય તે બોધને અર્થપત્તિ નામનું પાંચમું પ્રમાણ કહેવાય છે. જેમકે “જાડો એવો દેવદત્ત દિવસે ખાતો નથી” તેનો ભાવાર્થ એ નીકળે છે કે તે દેવદત્ત રાત્રે ખાય છે. પરંતુ “રાત્રે ખાય છે” આવા શબ્દો આ વાક્યમાં લખ્યા નથી. છતાં “જાડો છે અને દિવસે ખાતો નથી.” આ બન્ને શબ્દો ઉપરથી ફલિતાર્થ એ થાય છે કે જરૂર રાત્રે ખાય છે તેના વિના શરીરમાં જાડાપણું સંભવી શકે નહીં આવા પ્રકારના જ્ઞાનને અર્થપત્તિપ્રમાણ કહેવાય છે.
કોઈપણ વસ્તુ છે એવી સિદ્ધિ અથવા નથી એવી સિદ્ધિ કરવી હોય તો ઉપર કહેલા પાંચમાંના કોઈપણ પ્રમાણથી કરવામાં આવે છે. તેમ “આત્મા છે” અથવા “આત્મા નથી” આ વાતની સિદ્ધિ પણ ઉપરોક્ત પાંચ પ્રમાણોથી કરવામાં આવે છે. તેથી તે ઈન્દ્રભૂતિ “આત્મા નથી” આ વાતની સિદ્ધિ માટે તમારા હૃદયમાં આવા તર્કો વર્તે છે. તે તર્કો આ પ્રમાણે છે -
(૧) “આત્મા” નામનો પદાર્થ સ્વતંત્રપણે આ સંસારમાં નથી જ. કારણ કે પ્રત્યક્ષપ્રમાણ વડે અત્યન્ત અગ્રાહ્ય છે, આ સંસારમાં જે જે વસ્તુ અત્યન્ત અપ્રત્યક્ષ જ હોય છે તે તે વસ્તુ આ લોકમાં હોતી જ નથી. જેમકે આકાશનું પુષ્પ, વળ્યાનો પુત્ર, સસલાનાં શૃંગ અને આ સંસારમાં જે જે વસ્તુ હોય છે તે તે વસ્તુ પ્રત્યક્ષપ્રમાણ વડે અવશ્ય ગ્રહણ થાય જ છે. જેમકે ઘટ, પટ, સ્તંભ વગેરે. આ ઘટ-પટનું જે દૃષ્ટાન્ત કહ્યું છે તે
Page #30
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ વ્યતિરેકદૃષ્ટાન્ત જાણવું. દષ્ટાન્ત બે જાતનાં હોય છે. એક અન્વય અને બીજુ વ્યતિરેક, ત્યાં લિંગ હોતે છતે લિંગી (સાધ્ય) હોય જ એમ લિંગ-લિંગીના સહચારને જણાવનારું જે દૃષ્ટાન્ત તે અન્વયદેષ્ટાન્ત કહેવાય છે અને જ્યાં લિંગી ન હોય ત્યાં તે લિંગ પણ ન હોય એમ લિંગી અને લિંગના અભાવના સહચારને જણાવનારું જે દૃષ્ટાન્ત તે વ્યતિરેક દૃષ્ટાન્ત કહેવાય છે.
આત્મા કોઈપણ ઈન્દ્રિયોથી જણાતો નથી. માટે નથી, આકાશપુષ્પની જેમ. આ અન્વયદૃષ્ટાન્ત થયું. જો હોત તો ઘટ-પટની જેમ જણાત તે વ્યતિરેક દૃષ્ટાન્ન થયું. ઈન્દ્રભૂતિ ! તમારા મનમાં આવો તર્ક વર્તે છે. વળી કોઈ કોઈ વસ્તુ ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ જણાતી ન હોય પરંતુ તેનો સમૂહ ભેગા મળીને કાર્યરૂપે કોઈ પદાર્થ બન્યો હોય તો તે કાર્યરૂપે પ્રત્યક્ષ જણાય છે. આવું પણ આ સંસારમાં બને છે. જેમકે “મળવોfપ દાપ્રત્યક્ષા:” = પરમાણુઓ પણ ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ જણાતા નથી. છતાં ઘટ-પટ આદિ કાર્યરૂપે પરિણામ પામેલા તે પરમાણુઓ કાર્યાત્મકપણે દેખાય છે. પરંતુ આત્મા તો આ પ્રમાણે સમૂહરૂપે સાથે મળીને કાર્યાત્મકપણે બન્યો છતો પણ ક્યારેય જણાતો નથી. તેથી આત્મા તો પ્રત્યક્ષપ્રમાણથી અત્યન્ત અગોચર છે.
જે વસ્તુ સાક્ષાત્ જણાય તે પ્રત્યક્ષ જેમકે ઘટ-પટ અને જે વસ્તુ પોતે સાક્ષાત્ ન દેખાય પણ તેના સમૂહરૂપે બનેલા કાર્યપણે જણાય તે કથંચિત્ પ્રત્યક્ષ, જેમકે પરમાણુ
ચણુક-ચણુક આદિ. આ પદાર્થો સાક્ષાત્ ભલે દેખાતા નથી. પરંતુ સમૂહાત્મકપણે ઘટાદિકાર્ય રૂપે જણાય છે. માટે પરમાણુઓ વગેરે કથંચિત્ પ્રત્યક્ષ કહેવાય છે. પરંતુ આત્મા તો સાક્ષાત્ પણ જણાતો નથી અને કાર્યરૂપે પણ જણાતો નથી. તેથી સર્વથા અપ્રત્યક્ષ છે. આ વાત સમજાવવા માટે જ મૂલગાથામાં પ્રત્યક્ષ શબ્દની આગળ “અત્યન્ત” શબ્દ લગાડવામાં આવ્યો છે. આ રીતે આત્મા અત્યન્ત અપ્રત્યક્ષ હોવાથી નથી જ. આવો તર્ક હે ઈન્દ્રભૂતિ તમારા મનમાં વર્તે છે. ll૧૫૪૯
અવતરણ - વળી તમે મનમાં આ પ્રમાણે માનો છો કે - न य सोऽणुमाणगम्मो, जम्हा पच्चक्खपुव्वयं तं पि । पुव्वोवलद्धसंबंधसरणओ लिंगलिंगीणं ॥१५५०॥ (न च सोऽनुमानगम्यः, यस्मात्प्रत्यक्षपूर्वकं तदपि । पूर्वोपलब्धसम्बन्धस्मरणतो लिङ्गलिङ्गिनोः ॥)
Page #31
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
ગાથાર્થ - વળી તે આત્મા અનુમાનથી પણ ગમ્ય નથી. કારણ કે તે અનુમાન પણ પ્રત્યક્ષપૂર્વક જ થાય છે. લિંગ અને લિંગીના પૂર્વે જોયેલા સંબંધના સ્મરણથી આ અનુમાન થાય છે. ll૧૫૫oll
| વિવેચન - આ આત્મા જેમ પ્રત્યક્ષ-પ્રમાણથી (એટલે કે કોઈ પણ ઈન્દ્રિયો દ્વારા) જણાતો નથી. તેમ તે આ આત્મા અનુમાન પ્રમાણથી પણ જાણી શકાતો નથી. માટે આત્મા નથી જ, આવો તર્ક હે ઈન્દ્રભૂતિ ! તમારા હૈયામાં વર્તે છે. કારણ કે અનુમાન પણ તેનું જ થાય છે કે જે લિંગને અને લિંગીને તથા તે બન્નેના સહચારી સંબંધને પહેલાં (પૂર્વકાલમાં) પ્રત્યક્ષપ્રમાણથી જોયેલ હોય. જેમકે જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં અગ્નિ અવશ્ય હોય જ છે. આ બન્નેને તથા બનેના સાથે રહેવાપણાના સંબંધને રસોડામાં, ચૌટામાં આંખે પ્રત્યક્ષ જોયેલો છે. તેથી જ પર્વતની ખીણમાં રહેલો અગ્નિ આંખે ન દેખાવા છતાં ધૂમને જોઈને અગ્નિનું અનુમાન થાય છે. જો પૂર્વકાલમાં રસોડા આદિમાં ધૂમ-વહ્નિ સાથે જોયેલા ન હોત તો આ અનુમાન થાત નહીં. અહીં આત્માને તથા આત્મા જણાવે એવા લિંગને પૂર્વકાલમાં પ્રત્યક્ષ જોયેલાં નથી માટે આત્મા અનુમાનથી પણ જણાતો નથી.
ઈન્દ્રિયોથી ન જણાતો એવો પદાર્થ અર્થાત્ અતીન્દ્રિય પદાર્થ જેનાથી જણાય તેને લિંગ કહેવાય છે અથવા સ્ત્રીને તિરોહિત = છૂપાયેલા = ગુપ્ત રહેલા = ઈન્દ્રિયોથી ન જણાતા એવા પદાર્થને રમતિ = જે જણાવે તેને લિંગ કહેવાય છે. લિંગ એટલે ચિહ્નનિશાની-હેતુ-તર્ક-પુરાવો, જેમકે (૧) પર્વતની ખીણમાં રહેલ અને આંખે ન દેખાતા વતિને જણાવનાર ધૂમ, તથા (૨) શબ્દ-ઘટ-પટ આદિ કૃત્રિમ પદાર્થોમાં રહેલી અનિત્યતાને જણાવનાર કૃતકત્વાદિ. ધૂમ દ્વારા વતિ અને કૃતકત્વ દ્વારા અનિત્યતા જણાય છે. તેથી ધૂમ અને કૃતકતાદિને લિંગ કહેવાય છે. તે લિંગ છે જેને તેને લિંગી કહેવાય છે. અર્થાત્ લિંગવાળો જે પદાર્થ તે લિંગી જાણવો. જેમકે અગ્નિ અને અનિત્યતા આદિ જે છે તેને લિંગી કહેવાય છે.
ધૂમ અને કૃતકતાદિ જે લિંગ, તથા વહ્નિ અને અનિત્યત્વાદિ જે લિંગી, આ બન્નેનો પરસ્પર કાર્ય-કારણાદિભાવ સ્વરૂપ જે અવિનાભાવસંબંધ છે. તે પૂર્વકાલમાં મહાન સાદિમાં (રસોડા આદિમાં) પ્રત્યક્ષપ્રમાણથી નજરોનજર નીહાળેલો હોય તો જ હાલ પર્વતાદિમાં ધૂમ જોવાથી તે સંબંધનું સ્મરણ થઈ આવે છે, અને તેનાથી વહ્નિ તથા અનિત્યતા આદિ જણાય છે.
ઉપરોક્ત વાતનો સાર એ છે કે - પૂર્વકાલમાં મહાન સાદિમાં અગ્નિ અને ધૂમ
Page #32
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ સ્વરૂપ લિંગી અને લિંગનો (સાધ્ય અને હેતુનો) અન્વય-વ્યતિરેકવાળો જે અવિનાભાવસંબંધ છે. તે સંબંધને પ્રત્યક્ષપ્રમાણ દ્વારા એટલે ઈન્દ્રિયો દ્વારા સાક્ષાત્ જોઈ-જાણીને ત્યારબાદ ઉત્તરકાલે કોઈક અરણ્ય અથવા પર્વતાદિ સ્થાનોમાં આકાશની અંદર ઉંચે જતા ધૂમસમૂહને જોઈને પૂર્વકાલમાં જાણેલા અને સાક્ષાત્ જોયેલા સંબંધનું સ્મરણ થઈ આવે છે. તે સ્મરણ આ પ્રમાણે થાય છે કે - “જ્યાં જ્યાં ધૂમ હતો ત્યાં ત્યાં અગ્નિ હતો જ, આવું મેં પૂર્વકાલમાં મહાન સાદિમાં જોયું છે અને અહીં પણ ધૂમ દેખાય છે. તેથી વહ્નિ પણ અવશ્ય અહીં હોવો જોઈએ. આવા પ્રકારના “ધૂમાદિ લિંગ ગ્રહણ વડે અને લિંગ-લિંગીના અવિનાભાવ એવા સંબંધના સ્મરણ વડે” અનુમાન કરનાર પ્રમાતા ક્ષેત્રમાં રહેલા અગ્નિને જાણે છે.
આત્મા નામના લિંગીની (સાધ્યની) સાથે કોઈપણ લિંગનો (હેતુનો) આવા પ્રકારનો અવિનાભાવસંબંધ પૂર્વકાલમાં પ્રત્યક્ષપ્રમાણથી એટલે ચક્ષુ આદિ ઈન્દ્રિયો દ્વારા સાક્ષાત્ જોયેલો નથી કે જે લિંગ-લિંગીના સંબંધનું અનુસ્મરણ કરવાથી અને ફરી તેવું દેખવાથી “આત્મા છે” આવો બોધ થાય.
પૂર્વકાલમાં આત્મા અને તે આત્માને જણાવનાર લિંગ સાક્ષાત્ જોયાં જ નથી. તેથી ઉત્તરકાલમાં આત્માને જણાવનારું અનુમાન થતું નથી. જો પૂર્વકાલમાં એકવાર પણ આત્મા અને તેને જણાવનાર લિંગનો નજરોનજર પ્રત્યક્ષ પ્રમાણથી સાક્ષાત્ સંબંધ જોયેલો હોત તો તો આત્મા ત્યારે જ પ્રત્યક્ષ દેખાયેલો થયો. તેથી પ્રત્યક્ષપ્રમાણથી જ આત્માની સિદ્ધિ થઈ જાય, અનુમાન કરવું વ્યર્થ જ થાય. કારણ કે આત્મા પ્રત્યક્ષથી જ જોયેલો સિદ્ધ થયો.
સારાંશ કે જો પૂર્વકાલમાં આત્મા અને તદ્દર્શક લિંગ એકવાર પણ જોયાં જ નથી તો સંબંધ ન જાણ્યો હોવાથી અનુમાન થાય જ નહીં અને જો એકવાર પણ સાક્ષાત્ જોયેલાં હોય તો પ્રત્યક્ષપ્રમાણથી જ આત્મા સિદ્ધ થઈ ગયો. તેથી અનુમાન કરવાનું જ ન રહે, માટે આત્મા અનુમાન ગ્રાહ્ય પણ નથી. /૧૫૫oll
આ જ વાત હવે પછીની ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે - न य जीवलिंगसंबंधदरिसणमभू जओ पुणो सरओ । तल्लिंगदरिसणाओ, जीवे संपच्चओ होज्जा ॥१५५१॥ (न च जीवलिङ्गसम्बन्धदर्शनमभूद् यतः पुनः स्मरतः । तल्लिङ्गदर्शनाज्जीवे सम्प्रत्ययो भवेत् ॥)
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
ગાથાર્થ - “જીવ અને તદ્દર્શક લિંગ” આ બન્નેના સંબંધનું દર્શન પૂર્વકાલમાં થયું નથી કે જેથી તે સંબંધનું સ્મરણ કરનારાને તે લિંગના દર્શનથી “જીવ છે” આવા પ્રકારનો જીવને વિષે બોધ થાય. ||૧૫૫૧॥
८
વિવેચન - પૂર્વની ગાથામાં જે કહેવાઈ ગયું છે તે જ વાત આ ગાથામાં વધારે સ્પષ્ટ કરવામાં આવી છે કે - જેમ વહ્નિ અને વહ્નિને જણાવનાર ધૂમ, તથા તે બન્નેનો અવિનાભાવ સંબંધ પૂર્વકાલમાં મહાનસાદિમાં સાક્ષાત્ જોયો છે. તો જ પર્વતાદિમાં ધૂમલિંગ દેખવાથી અને અગ્નિ સાથેના તેના અવિનાભાવ સંબંધના સ્મરણથી વહ્નિનું અનુમાન થાય છે. તેમ જીવ અને જીવને જણાવનાર કોઈ લિંગ, તથા તે બન્નેનો અવિનાભાવસંબંધ પૂર્વકાલમાં ક્યાંય જોયેલો નથી કે જેથી તે લિંગ દેખવાથી અને તે બન્નેના અવિનાભાવ સંબંધના અનુસ્મરણથી “અહીં જીવ છે” આવો નિર્ણયાત્મક બોધ કરી શકાય. પૂર્વે લિંગ-લિંગી અને તેનો સંબંધ જોયો હોય તો જ અન્યત્ર લિંગમાત્ર દેખવાથી લિંગીનું અનુમાન થાય.
પ્રશ્ન - પૂર્વકાલમાં લિંગ-લિંગી અને તેના સંબંધનું પ્રત્યક્ષ જ્ઞાન કર્યું હોય તો જ ઉત્તરકાલે અનુમાન થાય. આ તમારી વાત બરાબર નથી. “સૂર્ય ગતિમાન છે. કારણ કે સવારે પૂર્વદિશાના ક્ષેત્રમાં, બપોરે મધ્ય આકાશમાં અને સાયંકાલે પશ્ચિમદિશાના ક્ષેત્રમાં દેખાય છે માટે, અર્થાત્ દેશાન્તરપ્રાપ્તિ જણાતી હોવાથી ગતિમાન છે. જેમકે દેવદત્ત. સારાંશ કે દેવદત્ત નામનો કોઈ માણસ જુદા જુદા કાલે જુદા જુદા ક્ષેત્રે દેખાય છે તેથી નક્કી ગતિમાન છે. તેની જેમ સૂર્ય પણ દેશાન્તર પ્રાપ્તિવાળો દેખાય છે. માટે અવશ્ય ગતિમાન છે. આવું અનુમાન સર્વે લોકો કરે છે. આ અનુમાનમાં સૂર્યની અંદર રહેલ દેશાન્તરપ્રાપ્તિરૂપ લિંગ અને ગતિવાળાપણું એ લિંગી, તથા આ બન્નેનો સંબંધ ક્યારેય પણ પૂર્વકાલમાં જોયો જ નથી. કારણ કે સૂર્ય આકાશમાં દૂર છે. છતાં જ્યારે જુઓ ત્યારે અનુમાન થાય જ છે. આવા અનુમાનને “સામાન્યતોદૃષ્ટ” અનુમાન કહેવાય છે. આવા પ્રકારના સામાન્યતોર્દષ્ટ અનુમાનથી પૂર્વકાલમાં ન જોયેલી એવી પણ સૂર્ય-ચંદ્રાદિની ગતિનું અનુમાન થાય છે તેમ જીવનો પણ કોઈ લિંગની સાથે સંબંધ પૂર્વકાલમાં ન જોયો હોય તો પણ અનુમાન સિદ્ધ થશે.
ઉત્તર - આવો પ્રશ્ન કરવો નહીં. કારણ કે સૂર્યમાં ગતિમત્ત્વ અને દેશાન્તરપ્રાપ્તિત્વ ભલે જોયેલ નથી. પરંતુ દૃષ્ટાન્તભૂત એવા દેવદત્તમાં ગતિમત્ત્વ અને દેશાન્તરપ્રાપ્તિત્વ તથા તે બન્નેનો અવિનાભાવ સંબંધ પૂર્વકાલમાં જોયેલો છે. તેથી જ તેને અનુસારે સૂર્યમાં ગતિમત્ત્વની કલ્પના કરાય છે. પર્વતમાં વહ્નિની સિદ્ધિ કરવી હોય ત્યારે પણ દૃષ્ટાન્તભૂત
Page #34
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ મહાનસમાં જ ધૂમ-વતિ અને તેના સંબંધનું પ્રત્યક્ષજ્ઞાન કરેલું છે. પક્ષીભૂત પર્વતમાં આ સંબંધ જોયેલો હોતો નથી. તેમ અહીં પણ દેખાન્તીભૂત ધર્મી એવા દેવદત્તમાં દેશાન્તરની પ્રાપ્તિ ગતિપૂર્વક જ છે. આમ સામાન્યપણે પ્રત્યક્ષ દ્વારા નિર્ણય કરીને જ સૂર્યમાં પણ તે દેશાન્તરપ્રાપ્તિને તથૈવ = તેવા પ્રકારની ગતિપૂર્વક જ છે. આમ પ્રમાતા સિદ્ધ કરે છે. માટે તે દૃષ્ટાન્તમાં પણ પૂર્વકાલમાં લિંગ-લિંગીને અને સંબંધને જોયેલો છે જ અને આ સંબંધ જોયેલો છે તો જ સાધ્યની સિદ્ધિ થાય છે.
- ઉપરોક્ત અનુમાનોની જેમ જીવનું અસ્તિત્વ સિદ્ધ થાય એવો જીવના અસ્તિત્વની સાથે અવિનાભાવ સંબંધવાળો કોઈપણ હેતુ કોઈપણ દૃષ્ટાન્તમાં પ્રત્યક્ષપ્રમાણથી દેખાયેલો નથી. તેથી આવા પ્રકારના “સામાન્યતોદે” અનુમાનથી પણ આત્માના અસ્તિત્વની સિદ્ધિ થતી નથી. દેવદત્તમાં દેશાન્તરપ્રાપ્તિ અને ગતિમત્ત્વ જોયેલું છે તો સૂર્યમાં તેને અનુસાર દેશાન્તરપ્રાપ્તિ દેખાવાથી ગતિવાળાપણું સિદ્ધ થાય છે. મહાનસમાં ધૂમ-વહ્નિ અને તેનો સંબંધ જોયેલો છે. તો જ પર્વતમાં વતિ સિદ્ધ થાય છે. તેની જેમ જીવના અસ્તિત્વને સિદ્ધ કરે એવો અવિનાભાવસંબંધવાળો હેતુ જેમાં હોય એવું કોઈ દૃષ્ટાન્ત પણ નથી તથા પૂર્વકાલમાં આવું કોઈ દૃષ્ટાન્ત જોયેલું પણ નથી. તેથી આત્માનું અસ્તિત્વ અનુમાનથી સિદ્ધ થતું નથી આવા વિચારો હે ઈન્દ્રભૂતિ ! તમારા હૈયામાં વર્તે છે. I/૧૫૫૧il.
આત્મા પ્રત્યક્ષ ભલે નથી, તેમ અનુમાનથી ગમ્ય પણ ભલે ન હો. તો પણ આ આત્મા આગમગમ્ય છે. એટલે કે આગમશાસ્ત્રોના આધારે આત્મા છે. આમ તેનું અસ્તિત્વ સિદ્ધ થશે આવું કોઈ કહે તો આ વાત પણ બરાબર નથી. તે જણાવે છે -
नागमगम्मो वि तओ, भिज्जइ जं नागमोऽणुमाणाओ । न य कासइ पच्चक्खो, जीवो जस्सागमो वयणं ॥१५५२॥ (नागमगम्योऽपि सको, भिद्यते यद् नागमोऽनुमानात् । न च कस्यचिद् प्रत्यक्षो, जीवो यस्यागमो वचनम् )
ગાથાર્થ - તે જીવ આગમગમ્ય પણ નથી. કારણ કે આ આગમપ્રમાણ એ અનુમાનથી કંઈ જુદું નથી. વળી આત્મા કોઈને પણ પ્રત્યક્ષ દેખાયો નથી કે જેનું વચન આગમપ્રમાણ છે એમ મનાય. ll૧૫૫//
વિવેચન - આત્મા ઈન્દ્રિયોથી ભલે પ્રત્યક્ષ ન દેખાય. લિંગ-લિંગીનો સંબંધ
Page #35
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ પૂર્વકાલમાં જોયેલો ન હોવાથી ભલે અનુમાનથી સિદ્ધ ન થાય, પણ તે આત્મા આગમથી સિદ્ધ થશે. આમ કોઈ કહે તો તે પણ બરાબર નથી. કારણ કે આ આત્મા આગમથી પણ સિદ્ધ થઈ શકતો નથી. કારણ કે આગમપ્રમાણ પણ એક પ્રકારનું અનુમાન જ છે. અનુમાનપ્રમાણથી આગમપ્રમાણ કંઈ જુદું પ્રમાણ નથી. કારણ કે તેમાં પણ એક પ્રકારની લિંગ-લિંગીના સંબંધ દ્વારા કલ્પના જ કરવાની હોવાથી પરમાર્થથી તે આગમપ્રમાણ પણ અનુમાનરૂપ જ છે. તે આ પ્રમાણે -
પૂર્વકાલમાં થયેલા આપ્તપુરુષો વડે બોલાયેલા વાક્યોથી જે બોધ થાય તેને શાબ્દપ્રમાણ અર્થાત્ આગમપ્રમાણ કહેવાય છે. આપ્તપુરુષો બે પ્રકારના હોય છે. લૌકિક અને લોકોત્તર. માતા-પિતા આદિ હિતેચ્છુ વડીલો તે લૌકિક આપ્ત કહેવાય છે અને તીર્થંકરભગવન્તો કે સર્વજ્ઞ આત્માઓ તે લોકોત્તર આપ્ત કહેવાય છે. તેમનાં બોલાયેલાં વાક્યોથી જે બોધ થાય તે આગમપ્રમાણ કહેવાય છે. આ વાક્યો પણ બે જાતનાં હોય છે. એક દૃષ્ટાર્થના વિષયવાળાં એટલે કે પ્રત્યક્ષ દેખાતા ઘટ-પટ આદિ પદાર્થોને જણાવનારાં અને બીજાં અદૃષ્ટાર્થના વિષયવાળાં એટલે કે સ્વર્ગ-નરકાદિ ચક્ષુથી ન દેખાતા તેવા પદાર્થને કહેવાવાળાં.
આ બન્નેમાંથી પ્રથમ જે દૃષ્ટાર્થના વિષયવાળાં છે એટલે કે ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ દેખાતા એવા ઘટ-પટ આદિ દૃષ્ટપદાર્થના વિષયવાળાં વાક્યોથી જે બોધ થાય છે તે બોધ વાસ્તવિક રીતે અનુમાનથી જ થયેલ છે. અર્થાત્ અનુમાનથી ભિન્ન નથી. કારણ કે કોઈ એક વ્યક્તિએ બીજી વ્યક્તિને “ઘટ લાવ” આમ કહ્યું. તે ત્રીજી વ્યક્તિએ સાંભળ્યું ત્યારે ઉદરભાગ સુધી પહોળા અને તેનાથી ઉપરના ભાગમાં સાંકડા, માટીના બનેલા, સરખા લાંબા-પહોળા અને ગોળ ગ્રીવાવાળા એવા ઘટનામના પદાર્થને બીજી વ્યક્તિએ લાવીને પ્રથમ વ્યક્તિને આપ્યો. તે જોઈને ત્રીજી વ્યક્તિએ મનમાં આવું જ્ઞાન પ્રાપ્ત કર્યું કે “પૃથુqોરારિ' આકારવાળો આવા પ્રકારનો જે પદાર્થ છે તેને જ ઘટ કહેવાય છે. કારણ કે પ્રથમ વ્યક્તિએ બીજી વ્યક્તિને જ્યારે ઘટ લાવવાનું કહ્યું ત્યારે તેણે તે જ પદાર્થ લાવ્યો અને પ્રથમ વ્યક્તિએ લીધો. માટે આ જ ઘટપદાર્થ ઘટશબ્દથી વાચ્ય હોવો જોઈએ. જેમ કુંભારની દુકાનમાં આવા ઘણા ઘટ છે અને તેને ઘટ-ઘટ કહીને જ લોકો લેવડદેવડ કરે છે. તેવી રીતે આ આખપુરુષ વડે બોલાયેલો ઘટ શબ્દ અત્યારે મને જે સંભળાય છે તેથી તેવા પ્રકારના પૃથુબુબ્બોદરાદિ આકારવાળા પદાર્થની જ મારે આનયનક્રિયા કરવી જોઈએ. આવા પ્રકારનું અનુમાન કરીને પ્રમાતા ઘટાડયનની ક્રિયા કરે છે. અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છે - વત્રી પ્રદ્યુમન પટશબ્દઃ, પૃથુqોરાર્થેિ ઇવ તે, तथाभूतपदार्थे एव घटशब्दप्रयोगप्रवृत्तेः, यथा पूर्वं कुम्भकारापणादौ ।
Page #36
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૧૧
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ આપ્તપુરુષના વાક્યથી જણાતો અર્થબોધ અનુમાનથી જ થઈ જાય છે. તેથી આપ્તપુરુષની વાણીથી થતા બોધને પ્રમાણ માનવારૂપ આગમપ્રમાણ અનુમાનથી જુદુ માનવાથી જરૂર નથી. જેમ ઘટ શબ્દ સાંભળવાથી ઘટ નામના પદાર્થમાં જ બોધ થાય છે. તેથી ઘટપદાર્થને છોડીને ઘટશબ્દથી વાચ્ય બીજી કોઈ વસ્તુ નથી. એ જ પ્રમાણે “આ આત્મા” નામનો શબ્દ પણ શરીરને છોડીને બીજા કોઈ સ્થાનમાં કે બીજા કોઈ પદાર્થમાં પ્રયોગ કરાતો જણાતો નથી કે જેથી “આત્મા” શબ્દ સાંભળવાથી “આત્મા” નામના પદાર્થનો બોધ શરીર વિના બીજા કોઈ સ્થાનમાં થાય.
વળી સ્વર્ગ-નરક-નિગોદ આદિ અષ્ટઅર્થને જણાવનારા લોકોત્તર તીર્થંકરાદિ મહાપુરુષોના વાક્યને જે શાબ્દપ્રમાણ (આગમપ્રમાણ) કહેવાય છે. તે પણ તાત્ત્વિક રીતે વિચાર કરીએ તો અનુમાનપ્રમાણથી ભિન્ન નથી. તે આગમપ્રમાણ પણ અનુમાનમાં જ સમવતાર પામે છે તે અનુમાન આ પ્રમાણે -
સ્વર્ગ-નરક-નિગોદ આદિ અષ્ટઅર્થના વિષયવાળું તીર્થકર આદિ લોકોત્તર આપ્તપુરુષોનું જે વચન છે તે વચન (પક્ષ), પ્રમાણ છે (સાધ્ય), અવિસંવાદિ વચનવાળા આપ્તપુરુષ વડે કહેવાયેલું હોવાથી (હેતુ). ચંદ્રગ્રહણ-સૂર્યગ્રહણ વગેરે ભાવિના ભાવોને કહેનારા જ્ઞાનીઓના વચનની જેમ (ઉદાહરણ). આ રીતે અનુમાનપ્રમાણથી જ લોકોત્તર પુરુષોનું વચન પ્રમાણ છે આમ જણાઈ જ જાય છે. તો આગમપ્રમાણ જુદું માનવાની શું જરૂર ? તેથી ખરેખર તો આગમપ્રમાણ જુદું નથી કે જે આગમપ્રમાણથી આત્માનું અસ્તિત્વ માની શકાય.
વળી એવા પ્રકારના આપ્તપુરુષ અમને કોઈ દેખાતા જ નથી. જેને આત્મા પ્રત્યક્ષ દેખાયો હોય. જો આત્માને સાક્ષાત્ દેખનારા કોઈ જ્ઞાની મળે તો તેમના વચનને અમે “આગમપ્રમાણ” તરીકે સ્વીકારીએ. પરંતુ આવા સર્વજ્ઞ અને આત્માને જોનારા કોઈ જ્ઞાની અમને જણાતા નથી. માટે આગમપ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થતી નથી. ll૧પપરા
जं चागमा विरुद्धा, परोप्परमओ वि संसओ जुत्तो । सव्वप्पमाणविसयाईओ, जीवो त्ति तो बुद्धी ॥१५५३॥ ( यच्चागमा विरुद्धाः, परस्परमतोऽपि संशयो युक्तः । सर्वप्रमाणविषयातीतो, जीव इति ततो बुद्धिः ॥)
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ ગાથાર્થ - વળી આગમો પરસ્પર વિરુદ્ધ છે. આ કારણથી પણ સંશય થાય એ જ ઉચિત છે. તેથી જીવ સર્વ પ્રમાણના વિષયથી રહિત છે. આવી ઈન્દ્રભૂતિ ! તમારી બુદ્ધિ છે. 7/૧૫૧૩/
વિવેચન - વળી સર્વે દર્શનકારોનાં બધાં જ આગમો પરસ્પર વિરુદ્ધ જણાય છે. તેથી પણ આત્માને વિષે સંદેહ થાય એ જ ઉચિત છે. પરંતુ નિર્ણય થઈ શકતો નથી. કારણ કે એક દર્શનકારનું આગમ “આત્મા નથી” એમ કહે છે અને બીજા જ દર્શનકારનું આગમ “આત્મા છે” આમ કહે છે. આ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ પાઠવાળાં આગમો હોવાથી કોનું આગમ સાચું અને કોનું આગમ ખોટું માનવું? આ કારણથી પણ આત્માને વિષે સંદેહ થાય તેમ છે. આગમોનું પરસ્પર વિરુદ્ધ કથન આ પ્રમાણે છે -
(૧) કેટલાંક આગમો આત્માના નાસ્તિત્વને જ સૂચવે છે. નાસ્તિક દર્શનકારો (ચાર્વાક)નો આગમપાઠ આ પ્રમાણે છે કે “પતાવાનેવ નોર્થ યાવનિક્રિોવર:” = ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી જેટલો લોક દેખાય છે તેટલો જ આ લોક છે. સ્વર્ગ-પાતાલ. દેવનરક જેવું કશું જ નથી. મદ્રે વૃક્ષપદું પડ્યું, યક્ વા વહુશ્રુતા: ૨ . હે ભદ્ર ! તું વરુના પગલાંને જો કેમકે બહુકૃતો પણ તેમ જ કહે છે. સારભૂત વાર્તા આ પ્રમાણે છે - કોઈ એક ગામમાં પતિએ પત્નીને કહ્યું કે સંસારી લોકો ગાડરીયા પ્રવાહ જેવા હોય છે. સાચું કંઈ જાણતા જ નથી અને એકે કહ્યું તેમ બીજો કહે છે અને બીજાએ કહ્યું તેમ ત્રીજો કહે છે. પત્નીએ પુછ્યું કે આ કેવી રીતે ? તો તને જણાવું છું. એમ કહીને અર્ધરાત્રિ વીત્યા પછી સર્વે લોકો સુઈ ગયા ત્યારે પતિએ કહ્યું કે મારી સાથે ચાલ, બન્ને ગામની બહાર ગયા અને પુરુષે પત્નીને કહ્યું કે જો હું બે હાથને પગની જેમ ચાલવામાં રોકીને વરુની જેમ ચાર પગે ચાલું છું. તું બરાબર દેખ અને મારી સાથે ચાલ. પુરુષ વરુની જેમ ચાર પગે ચાલીને ગામની બહારથી ગામની અંદર આવ્યો. હાથ અને પગથી રેતીમાં વરુના જેવા આકારો કર્યા. ઘરે આવીને બને સુઈ ગયાં. પત્નીને કહ્યું કે તને ખબર છે કે આ પગલાં મેં જ કર્યા છે છતાં સવારે લોકો શું કહે છે ? તે તું જો. પ્રભાત થયું. એક માણસ નીકળ્યો, તેણે રેતીમાં વરુનાં પગલાં જોયાં. જે આવે તેને કહે છે કે આજે રાત્રે ગામમાં વરુ આવ્યું હતું. જુઓ રેતીમાં આ પગલાં પડેલાં છે. પહેલાએ બીજાને, બીજાએ ત્રીજાને, ત્રીજાએ ચોથાને કહ્યું. આખું ગામ ભેગું થઈ ગયું. બધા જ કહેવા લાગ્યા કે હા ચોક્કસ આજે રાત્રે ગામમાં વરુ આવ્યું છે. આ પતિ પોતાની પત્નીને કહે છે કે હે ભદ્ર ! તું જો કે આ ગામના બહુજ્ઞાની પુરુષો પણ “આ વરુના પગલાં છે” આમ કહે છે.
સાર એ છે કે વરુનાં પગલાં નથી મારાં જ પગલાં છે. આ તું જાણે છે તો પણ
Page #38
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
આ લોક આવો છે. ઊંડી તપાસ કર્યા વિના એકે કહ્યું તેમ બીજાએ માની લઈને સ્વીકારી લીધું. તેવી જ રીતે કોઈ એક વક્તાએ કહ્યું કે “જીવ છે” એટલે બીજાએ માની લીધું. પછી તો પ્રવાહ જ ચાલ્યો. બધાંએ માની જ લીધું. બાકી આત્મા નામનો કોઈ પદાર્થ છે જ નહીં. આ ચાર્વાકદર્શનની વાત થઈ.
૧૩
(૨) મીમાંસકદર્શનમાં કુમારિલભટ્ટ પણ કહે છે કે વિજ્ઞાનયન દ્વૈતેભ્યો ભૂતેભ્યઃ સમુત્યાય તાન્યેવાનુ વિનશ્યતિ ન = પ્રત્યક્ષગ્નાસ્તિ = ચેતનાનો સમૂહ જ આ પાંચ ભૂતો થકી ઉત્પન્ન થઈને પાછળ તેમાં જ વિનાશ પામી જાય છે. પરંતુ પરભવ જેવી કોઈ સંજ્ઞા નથી. આત્મા જેવું કોઈ ધ્રુવતત્ત્વ જ નથી કે જે પૂર્વભવથી આવ્યો હોય અને પુનર્ભવ પામે. માત્ર ભૂતોમાંથી ચેતનાનો ઘન પ્રગટ થાય છે અને ભૂતોમાં જ વિલય પામી જાય છે. માટે આત્મા નથી.
(૩) બૌદ્ધદર્શન કહે છે કે “ન રૂપં મિક્ષવ: ! પુત્રાત:'' બુદ્ધભગવાને તેમના દર્શનશાસ્ત્રમાં કહ્યું છે કે હે મુનિઓ ? “આત્માનું કોઈ રૂપ નથી’” એટલે કે આત્મા જેવું કોઈ સ્વરૂપ = તત્ત્વ નથી.
આ બધા પાઠો આત્માના નાસ્તિત્વને સૂચવનારા છે અને આત્માના અસ્તિત્વને કહેનારાં વચનો પણ કોઈ કોઈ આગમપાઠોમાં સંભળાય છે. તથા ચ વેવઃ = વેદનો પાઠ આ પ્રમાણે છે.
(४) न हि वै सशरीरस्य प्रिया प्रिययोरपहतिरस्ति, अशरीरं वा वसन्तं प्रियाप्रिये ન સ્પૃશત કૃતિ = શરીર સાથે રહેતા આત્માને પ્રીતિ-અપ્રીતિનો (રાગ અને દ્વેષનો) અભાવ હોતો નથી અર્થાત્ રાગ-દ્વેષ હોય છે. પરંતુ શરીર રહિત થઈને રહેતા શુદ્ધ આત્માને પ્રિયાપ્રિય (રાગ અને દ્વેષ) સ્પર્શતા જ નથી. આ પાઠ એમ સૂચવે છે કે આત્મા નામનો કોઈક પદાર્થ છે.
(૫) ‘‘અગ્નિહોત્ર ખુદુયાત્ સ્વર્ગામઃ'' સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ. આ વાક્યનો અર્થ એ થાય છે કે જે મનુષ્ય અગ્નિહોત્ર યજ્ઞ કરે છે તે મરીને સ્વર્ગે જાય છે. હવે જો આત્મા હોય તો જ સ્વર્ગે જવાનું બને. તેથી આ પાઠ પણ આત્માના અસ્તિત્વને સૂચવે છે.
૧. ચાર્વાકદર્શનનું “બૃહસ્પતિસૂત્ર” છે. જે બૃહસ્પતિએ બનાવ્યું છે. તેના ઉપરથી “તત્ત્વોપપ્લવસિંહ” ગ્રંથ બનાવાયો છે. તેના પ્રારંભમાં ‘પૃથિવ્યપ્લેનોવાયવશ્રુત્વરિ તત્ત્વનિ'' આવું સૂત્ર છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૪ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ (૬) કપિલ ઋષિના બનાવેલા સાંખ્યદર્શનમાં પણ કહ્યું છે કે - “મતિ પુરુષો હર્તા નિનુ મોતા રિરૂપ:' = પુરુષ (આત્મા) નામનું એક તત્ત્વ આ સંસારમાં છે કે જે અકર્તા છે, નિર્ગુણ છે, ભોક્તા છે અને જ્ઞાનમય છે” ઈત્યાદિ પાઠો આત્માના અસ્તિત્વને સુચવનારા છે. તેથી આગમપાઠો પરસ્પર વિરુદ્ધ અર્થને કહેનારા હોવાથી આગમપ્રમાણથી પણ આત્માના અસ્તિત્વની સિદ્ધિ થતી નથી. વૈશેષિકદર્શનકારો પ્રત્યક્ષઅનુમાન અને આગમ એમ ત્રણ પ્રમાણ માને છે. તેથી તેમના મતને અનુસરીને ત્રણ પ્રમાણોથી “આત્મા નથી” આ વાત મૂલગાથાઓમાં સમજાવી છે. પરંતુ ઉપમાન અને અર્થપત્તિ નામનાં શેષ બે પ્રમાણોથી પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. તે સ્વયં સમજવું. તે આ પ્રમાણે છે -
ઉપમાન નામના પ્રમાણથી પણ આત્મા જણાતો નથી. કારણ કે ઉપમાન પ્રમાણ તેને કહેવાય છે કે એકની સદેશતાથી દૂર રહેલા બીજા પદાર્થનું જ્ઞાન થાય છે. જેમકે “જેવી ગાય હોય છે તેવું જ ગવય (રોઝ) હોય છે” ઈત્યાદિ ઉદાહરણોમાં સાદેશ્યધર્મ દૂર રહેલા પદાર્થમાં પણ સમાનતાની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. પરંતુ અહીં ત્રણે ભુવનમાં પણ આત્માના સરખો બીજો કોઈ પદાર્થ જ નથી કે જેના દર્શનથી તેના જેવો “આત્મા નામનો પદાર્થ છે” એમ બોધ કરીએ. માટે ઉપમાન ન હોવાથી ઉપમેય એવો આત્મા પણ નથી.
પ્રશ્ન - કાલ-દિશા-આકાશ વગેરે પદાર્થો આત્માની તુલ્ય છે તે પદાર્થોની ઉપમા આપીને આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરી શકાય છે. કારણ કે કાલ-દિશા-આકાશ જેમ અમૂર્ત છે (અરૂપી) છે તેમ આત્મા પણ અમૂર્ત છે. આમ આત્માનું અસ્તિત્વ સાધી શકાય
| ઉત્તર - કાલ-દિશા આકાશ વગેરે પદાર્થો છે જ એવો નિયમ નથી. તે પદાર્થો પણ વિવાદના વિષયવાળા છે. કેટલાક દર્શનકારો તેનું અસ્તિત્વ માને છે. કેટલાક દર્શનકારો તે પદાર્થોનું અસ્તિત્વ માનતા નથી. તેથી આ પદાર્થો પણ વિવાદના વિષયવાળા છે. હજુ તેની ચર્ચા કરવાની જ બાકી છે. આગળ ઉપર અવસરે કરીશું. તેથી જે પદાર્થોનું અસ્તિત્વ વિવાદનો વિષય હોય તેનું સાદૃશ્ય જણાવીને આત્માની સિદ્ધિ કેવી રીતે થાય ? અર્થાત્ ન થાય. માટે ઉપમાન પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થતો નથી. (ટીકામાં તષ્ઠિર્વદ્ધત્વીત્ જે લખ્યું છે તેનો ભાવ એ છે કે તે પદાર્થોના અસ્તિત્વની ચર્ચા હજુ આત્માના પગની સાથે બંધાયેલી છે. કરવાની બાકી છે. તે પદાર્થોનું પણ અસ્તિત્વ અમને સિદ્ધ નથી.)
અર્થાપત્તિ નામના પ્રમાણથી પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. કારણ કે
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૫
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ “સ્થૂલ એવો દેવદત્ત દિવસે ખાતો નથી” આવા પ્રસંગમાં રાત્રિભોજન માન્યા વિના પ્રત્યક્ષ દેખાતું “યૂલત્વ” ન સંભવે. માટે અર્થપત્તિથી “રાત્રિભોજન” છે એમ સિદ્ધ થાય છે. તેવા પ્રકારનો કોઈ પણ ધર્મ સાક્ષાત્ જોયેલો કે સાંભળેલો નથી કે જે આત્માના અસ્તિત્વ વિના ન જ હોય. જો કોઈ અવિનાભાવવાળો તેવો ધર્મ હોય. તો તેના બળથી તે આત્માનું અસ્તિત્વ અવશ્ય અમે પણ માનત. પણ તેવા પ્રકારનો જીવ વિના ન જ સંભવે તેવો કોઈ ધર્મ જ દેખાતો નથી. આ રીતે અર્થપત્તિથી પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. આમ પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અર્થપત્તિ ઈત્યાદિ સર્વપ્રમાણોના વિષયથી અસિદ્ધ જીવ છે. અર્થાત્ કોઈપણ પ્રમાણથી જીવનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી.
- જ્યારે વસ્તુના અસ્તિત્વને સાથે તેવાં પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણોમાંનું કોઈપણ પ્રમાણ ન ઘટતું હોય ત્યારે વસ્તુના “નાસ્તિત્વ”ને સાધનારું છઠું “અભાવ” નામનું પ્રમાણ કહેવાય છે. એટલે કે કોઈપણ પ્રમાણથી “વસ્તુ છે” આમ સિદ્ધ થતું નથી. માટે માની લો કે તે વસ્તુ આ સંસારમાં નથી જ. આ છઠું અભાવ પ્રમાણ કહેવાય છે. તેવી રીતે આ આત્મા પણ ભાવસાધક પ્રત્યક્ષાદિ પાંચ પ્રમાણોનો વિષય ન હોવાથી નિષેધના સાધક એવા અભાવનામના છઠ્ઠા પ્રમાણનો જ વિષય બને છે તેથી આ સંસારમાં આત્મા નથી જ. આવા પ્રકારની હે ઈન્દ્રભૂતિ ? તમારી બુદ્ધિ છે. (અહીં સુધી ઈન્દ્રભૂતિના મનમાં જે પ્રશ્ન હતો તે પ્રશ્ન પ્રગટ કરવા સ્વરૂપ પૂર્વપક્ષ ભગવાને કહ્યો. આ રીતે ઈન્દ્રભૂતિના મનમાં રહેલી આત્માની શંકા વ્યક્ત કરતો પૂર્વપક્ષ અહીં પૂરો થયો.) ll૧૫૫all
હવે તે પૂર્વપક્ષનો પ્રત્યુત્તર ભગવાન શ્રી મહાવીર પ્રભુ કહે છે. गोयम ! पच्चक्खो च्चिय जीवो, जं संसयाइविन्नाणं । पच्चक्खं च न सझं, जह सुह-दुक्खा सदेहम्मि ॥१५५४॥ (गौतम ! प्रत्यक्ष एव जीवो, यत् संशयादिविज्ञानम् । प्रत्यक्षं च न साध्यं, यथा सुखदुःखे स्वदेहे ॥)
ગાથાર્થ - હે ગૌતમ ! “આત્મા” પ્રત્યક્ષપ્રમાણથી જ સિદ્ધ છે. જે સંશયાદિવિજ્ઞાન તને થાય છે તે જ જીવ છે અને જે પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ હોય છે તે અનુમાનાદિથી સધાતું નથી. જેમ પોતાના શરીરમાં રહેલાં સુખ-દુઃખ પ્રત્યક્ષ છે. માટે તે અનુમાનાદિથી સાધ્ય નથી. /૧૫૫૪ll
વિવેચન - હે ગૌતમ ! “આત્મા” નામનો આ પદાર્થ તો તમને પણ પ્રત્યક્ષ છે,
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૬
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
સાક્ષાત્ અનુભસિદ્ધ છે અને જે વસ્તુ પ્રત્યક્ષ અનુભવાતી હોય છે, દેખાતી હોય છે, જણાતી હોય છે. તેને સાધવા બીજા અનુમાન આગમ વગેરે પ્રમાણો મુકવાની શી જરૂર ?
પ્રશ્ન - હે ભગવાન્ ! મને આ આત્મા પ્રત્યક્ષ ક્યાં છે ? અર્થાત્ મને આ આત્મા પ્રત્યક્ષ જણાય છે એમ આપ શી રીતે કહો છો ? જો મને આત્મા પ્રત્યક્ષ જણાતો હોત, અનુભવાતો હોત તો તો હું આત્મા વિષે શંકા કરત જ નહીં ?
-
ઉત્તર - જો તમે આવો પ્રશ્ન કરો છો તો હું તમને ઉત્તર આપું છું તે તમે સાંભળો. હે ગૌતમ ! તમારા જ હૃદયમાં જે આ સંશયાદિ વિજ્ઞાન પોતાના જ અનુભવથી સિદ્ધપણે વર્તે છે. તે જ જીવ કારણ કે સંશયાદિવિજ્ઞાન અને જીવ ગુણ-ગુણી હોવાથી અભિન્ન છે. તમારા હૃદયમાં “જીવ છે કે નથી” આવો સંશય તો વર્તે જ છે. “સંશય છે કે સંશય નથી” આ તો મારે સમજાવવું પડે તેમ નથી. કારણ કે તમારા પોતાના અનુભવથી જ તમને જણાય છે કે મને આત્મા વિષે સંદેહ છે. તો પછી જે આ સંદેહાત્મક જ્ઞાન છે તે જ જીવ છે. કારણ કે જ્ઞાન એ જીવનો ગુણ છે અને જીવ એ જ્ઞાનગુણનો ગુણી છે. જ્ઞાનગુણ પ્રત્યક્ષ હોવાથી તેનાથી અભિન્ન એવો જીવ પણ અનુભવપ્રત્યક્ષ જ છે. જેમ સાકરનું ગળપણ જિહ્વા દ્વારા પ્રત્યક્ષ છે. તેથી તે ગળપણવાળી સાકર પણ જિહ્વા દ્વારા પ્રત્યક્ષ કહેવાય જ છે તેમ અહીં પણ જાણવું.
તથા જે વસ્તુ પ્રત્યક્ષ જ જણાતી હોય છે તે વસ્તુઓની અનુમાનાદિ અન્યપ્રમાણોથી સિદ્ધિ કરાતી નથી. જેમકે પોતાના જ શરીરમાં રહેલાં સુખ અને દુઃખ અનુભવપ્રત્યક્ષથી જ સિદ્ધ છે. આજે મને ઘણો આનંદ છે, આજે મારું માથું દુઃખે છે, આજે મારું પેટ દુ:ખે છે ઈત્યાદિ બોલાતાં વાક્યોમાં આનંદ અને દુઃખાવો અનુભવથી જ પ્રત્યક્ષ છે. તેને આંખે દેખી શકાતાં નથી કે દેખાડી શકાતાં નથી. પણ તેનો અનુભવ થાય છે. તેમ સંશયાદિવિજ્ઞાનનો તમને અનુભવ થાય છે. માટે તે સંશયાદિવાળો આત્મા પણ તમને અનુભવસિદ્ધ છે. હવે અનુમાનાદિ અન્ય પ્રમાણોથી સિદ્ધિ કરવાની જરૂર જ નથી.
પ્રશ્ન - હે ભગવાન્ ! પ્રત્યક્ષ દેખાતી વસ્તુ પણ જે વાદી ન માનતો હોય તેને સમજાવવા અનુમાનાદિ પ્રમાણથી સિદ્ધ કરવી જ પડે છે. જેમ કે આ ગામ-નગર-ઘર-માણસો ઈત્યાદિ વસ્તુઓમય વિશ્વ સાક્ષાત્ પ્રત્યક્ષ દેખાય જ છે. તો પણ “આ સંસારમાં કંઈ છે જ નહીં, સર્વથા શૂન્ય જ છે” આવું માનનારા શૂન્યવાદીને સમજાવવા પ્રત્યક્ષ દેખાતા ગામ-નગરાદિ રૂપ સમસ્ત વિશ્વ અનુમાનાદિ અન્યપ્રમાણોથી સાધવું જ પડે છે. તેમ સંશયાદિજ્ઞાન રૂપે પ્રત્યક્ષ જણાતો આત્મા પણ અનુમાનાદિ ઈતરપ્રમાણોથી સમજાવવો જોઈએ.
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૧૭
ઉત્તર - પ્રત્યક્ષ દેખાતી વસ્તુ પણ “નથી” આમ માનવામાં શૂન્યવાદી પાસે પ્રબળ એવું એક બાધકપ્રમાણ છે. એટલે ત્યાં અનુમાનાદિથી વસ્તુની સિદ્ધિ કરવી પડે છે. જેમ સ્વપ્નમાં “મારો રાજ્યાભિષેક થયો, મેં બત્રીસ પક્વાન્નનું ભોજન કર્યું” આવું જ્ઞાન થાય તો પણ નિદ્રાના ત્યાગ પછી જોઈએ તો તેમાંનું કંઈ જ હોતું નથી. બધું શૂન્ય જ હોય છે તથા ઝાંઝવાનું જળ જળરૂપે દેખાય છે પણ જળ હોતું નથી. આ ઉદાહરણની જેમ શૂન્યવાદી એમ માને છે કે “જે સર્વે પણ શાનો થાય છે તે જ્ઞેય વિનાનાં છે. અર્થાત્ જેવું જ્ઞાન થાય છે તેવું જ્ઞેય સંસારમાં હોતું નથી. જેમકે સ્વપ્નજ્ઞાન અથવા ઝાંઝવાના જળનું જ્ઞાન. તેમ ગામ-નગર ઈત્યાદિ વિશ્વ જે દેખાય છે તે દેખાય છે અવશ્ય, પરંતુ છે નહીં. આવું શૂન્યવાદી માને છે. તેથી સ્વપ્નજ્ઞાનની જેમ વસ્તુને ન માનવા માટે આવું બાધકપ્રમાણ તેની પાસે છે. તેથી અનુમાનાદિ ઈતરપ્રમાણોથી તેનું ખંડન કરવું પડે છે. પરંતુ આત્માને જણાવનારા સંશયાદિજ્ઞાનમય અનુભવપ્રત્યક્ષમાં આવું કોઈ બાધકપ્રમાણ છે જ નહીં, કે જેથી અનુમાનાદિ કરવાં પડે. માટે હે ગૌતમ ! અનુભવપ્રત્યક્ષથી જ આત્મા છે આમ સમજાય છે. ૧૫૫૪॥
ગણધરવાદ
વળી નીચેની યુક્તિઓથી પણ આ જીવ પ્રત્યક્ષ છે.
कयवं करेमि काहं, वाहमहं पच्चया इमाउ य । अप्पा सप्पच्चक्खो, तिकालकज्जोवएसाओ ॥ १५५५ ॥
( कृतवान् करोमि करिष्यामि वाहमहं प्रत्ययादस्माच्च । आत्मा स प्रत्यक्षस्त्रैकालिककार्योपदेशात् । )
ગાથાર્થ - મેં કાર્ય કર્યું, હું કાર્ય કરું છું, હું કાર્ય કરીશ ઈત્યાદિ રૂપે ત્રણે કાલના કાર્યનો જે વ્યપદેશ થાય છે તેમાં “હું-હું નો જે બોધ થાય છે” તેનાથી પણ આત્મા પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. ૧૫૫૫
વિવેચન - સંશયાદિ વિજ્ઞાન જે થાય છે તે જ આત્મા છે. આમ અનુભવપ્રત્યક્ષથી જ આત્મા સિદ્ધ થાય છે. આ એક વાત કરી અથવા હવે બીજી રીતે પણ આત્માની સિદ્ધિ આ ગાથામાં કરે છે.
મેં આ કાર્ય કર્યું, હું આ કાર્ય કરું છું, હું આ કાર્ય કરીશ, હું આવું વાક્ય બોલ્યો, હું આમ કહું છું, હું હવે આમ કહીશ, મેં આ જાણ્યું, હું આમ જાણું છું, હવે આ હું જાણીશ, ઈત્યાદિ પ્રકારે જે આ ત્રણે કાલના કાર્યના વ્યપદેશવાળો વ્યવહાર થાય છે. તેવા
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
પ્રકારના વ્યવહારના વિષયમાં વારંવાર પ્રયોગ કરાતો જે આ “હું-હું-નો (દું-મĒનો) બોધ થાય છે. તેનાથી પણ આત્મા પ્રત્યક્ષ છે એમ હે ગૌતમ ! તમે સ્વીકારો. ઉપરોક્ત સર્વે વાક્યોમાં જે હું-હું બોલાય છે તે હું શબ્દથી વાચ્ય આત્મા જ છે. અહં શબ્દ આત્માને જ જણાવે છે. મરેલા શરીરમાં આવા પ્રકારનો “હું” શબ્દનો પ્રયોગ કોઈ કરતું નથી. તેથી ‘‘દં’’ આવો જે અનુભવ થાય છે તે આત્મા છે. આ હં પણાનો જે બોધ છે તે જ પ્રત્યક્ષપ્રમાણ છે.
આ ‘‘ફ્રેં’’ નો જે બોધ છે તે અનુમાનપ્રમાણ નથી. કારણ કે અનુમાનમાં તો લિંગ-લિંગી હોય છે. અહીં કોઈ લિંગ નથી. ‘‘અદં’’ નો અનુભવ તો સાક્ષાત્ જ થાય છે. તથા આ ‘‘દં’’ નો જે બોધ થાય છે તે આગમાદિ અન્ય પ્રમાણ પણ નથી. કારણ કે આગમાદિ નહીં જાણનારા બાળકો-ગોવાળીયાઓ વગેરે અજ્ઞાની જીવો પણ હૃદયની અંદર રહેલા આત્માને સાધક એવા પોતાના અનુભવાત્મક ‘દું-હૈં હું-હું'' આવા વાક્યનો પ્રયોગ કરે જ છે. તેવા અજ્ઞાનીને પણ સમજાય છે કે હું કરું છું વગેરેમાં હું એટલે આત્મા તથા જ્યાં આત્મા નથી ત્યાં ઘટાદિ અન્ય પદાર્થમાં ક્યારેય પણ “હું જળ ધારણ કરું છું” આવો બોધ થતો નથી. તેથી જ્યાં જ્યાં અદું-અરૂં બોધ થાય છે ત્યાં ત્યાં તે જ આત્મા છે. આમ હે ગૌતમ ! તું સ્વીકાર. ૧૫૫૫॥
कह पडिवण्णमहं ति य, किमत्थि नत्थित्ति संसओ कह णु ? सइ संसयम्मि वायं, कस्साहंपच्चओ जुत्तो ॥ १५५६॥
(कथं प्रतिपन्नमहमिति च, किमस्मि नास्मीति संशयः कथं नु । सति संशये वायं, कस्याहम्प्रत्ययो युक्तः । )
=
ગાથાર્થ - હે ઈન્દ્રભૂતિ ! જો જીવ નથી તો “અહૈં આ હું” એવો બોધ તમને કેમ થાય છે ? અને જો “આ હું છું” એવો બોધ તમને થાય છે તો પછી “હું છું કે નથી” આવો સંશય કેમ થાય છે ? અને જો આત્માનો સંશય જ છે. તો પછી “હું છું” એવો નિર્ણયાત્મક બોધ કોને થાય છે ? ||૧૫૫૬॥
વિવેચન - વળી પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ ઈન્દ્રભૂતિને સમજાવતાં કહે છે કે હે ઈન્દ્રભૂતિ ! જો “આત્મા નથી” આવો જ બોધ તમારો છે તો પછી “આ હું છું” એવા પ્રકારનો ‘અદં’’ પણાનો બોધ તમને જે થાય છે તેને તમે કેમ માનો છે ? કારણ કે સામે વિષય હોય તો જ તે વિષયવાળું (એટલે વિષયી) એવું જ્ઞાન ઉત્પન્ન થાય. જેમકે ઘટપટ આદિ વિષય ભૂત પદાર્થો છે. તો જ તેના વિષયવાળું “આ ઘટ છે. આ પટ છે”
Page #44
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૧૯
એવું જ્ઞાન થાય છે. જો આત્મા જ નથી તો “આ હું છું” એવું જ્ઞાન કેમ થાય છે ? આત્મા નામનો વિષય જો ન હોય તો તે વિષયને જણાવનારું “આ હું છું” એવા પ્રકારનું અહં ના વિષયવાળું વિષયી એવું જ્ઞાન પણ ન થવું જોઈએ.
પ્રશ્ન - દેહથી ભિન્ન એવો સ્વતંત્ર આત્મા નામનો પદાર્થ નથી એમ હું માનું છું. બાકી દેહ એ આત્મા છે એમ તો આત્મદ્રવ્યને હું પણ માનું છું. આ રીતે દેહ એ જ આત્મા નામનો વિષય હોવાથી દેહમાં જ “હું = ઙ્ગદૂં” એવા પ્રકારનું વિષયવાળું જ્ઞાન થાય જ છે. વિષય એવો દેહાત્મક આત્મા હોવાથી વિષયી એવું જ્ઞાન થાય જ છે.
=
**
ઉત્તર - જો દેહ એ જ આત્મા હોય, અને દેહમાં જ “અઠ્ઠું = હુંનો” બોધ થતો હોય તો તો જીવ વિનાના બનેલા મરેલા શરીરમાં પણ તે અદું-અહં નો બોધ થવો જોઈએ. પણ મૃત શરીરમાં આવો બોધ થતો નથી. તેથી નક્કી થાય છે કે દેહ એ તો જીવ નથી. હવે જો દેહથી જુદો જીવ હોય અને તેને આશ્રયી “દું-અö=હુંપણા''નો બોધ જો થતો હોય તો આ રીતે શરીરથી ભિન્ન એવા જીવના વિષયમાં જ હુંપણાનો બોધ થાય છે. તો પછી “હું આત્મા છું કે નથી” આવા પ્રકારનો સંશય તમને કેવી રીતે થાય ? કારણ કે ‘‘અનં-દં'' હું પણાનું જે જ્ઞાન થાય છે. તે અઠ્ઠું પણાના જ્ઞાનનો વિષય તો જીવ છે. તેથી ‘હું છું જ” એવો આત્મવિષયક નિર્ણય જ થવો યોગ્ય કહેવાય. તેથી જો દેહથી ભિન્ન આત્મા છે એમ તમે માનો તો સંશય ન થવો જોઈએ, પણ નિર્ણય જ થવો જોઈએ અને જો આત્માના અસ્તિત્વનો સંશય જ તો પછી આ “અહં = હું પણાનો' જે બોધ થાય છે તે કોને થાય છે ? કારણ કે જ્ઞાનનું મૂલ ઉપાદાન કારણ તો આત્મા જ છે. જો આત્મા જ નથી એટલે કે મૂલ જ નથી તો પછી મૂલભૂત આત્મા જ ન હોવાથી આત્માના જ વિષયવાળો ‘‘અદ્ભુ' પણાનો બોધ ઉત્પન્ન ન થવો જોઈએ.
=
સારાંશ કે દેહને જ આત્મા માનો તો જીવ વિનાના દેહને અહં નો બોધ થવો જોઈએ, તે થતો નથી એટલે દેહથી જીવ જુદો છે. અને જો દેહથી જુદો જીવ માનો તો જીવનો સંશય ન રહેવો જોઈએ નિર્ણય થવો જોઈએ અને જો સંશય જ રહે છે તો ‘‘દં’’ નો બોધ કોને થાય છે ? ઈત્યાદિ ચિંતન કરશો તો સમજાશે કે “આત્મા નામનો પદાર્થ છે.” ૧૫૫૬॥
જો જીવ જ આ સંસારમાં ન હોય તો તેના વિષયનો સંશય પણ ન જ થવો જોઈએ. जइ नत्थि संसइच्चिय, किमत्थि नत्थित्ति संसओ कस्स ? । સંસા વ સવે, ગોયમ ! મિસંસય હોખા ॥૭॥
Page #45
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૨૦
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ (यदि नास्ति संशयी एव, किमस्मि नास्मीति संशयः कस्य ? । संशयिते वा स्वरूपे, गौतम ! किमसंशयं भवेत् ?)
ગાથાર્થ - જો સંશયી (સંશયવાળો એવો) જીવ આ જગતમાં નથી. તો પછી “હું છું કે હું નથી” આવો સંશય કોને થાય છે ? અને જો પોતાના સ્વરૂપને વિષે પણ સંદેહ જ છે. તો હે ગૌતમ ! આ સંસારમાં સંશય વિનાનું શું રહેશે ? સર્વત્ર સંશય જ રહેશે. //૧૫૫૭ll
વિવેચન - હે ગૌતમ ! જો મૂલભૂત આત્મા નામનો પદાર્થ એટલે કે જેને આવો સંશય થાય છે તે સંશયવાળો આત્મા જ નથી તો પછી “હું છું કે હું નથી” આવો સંશય કોને થાય છે ? કારણ કે નિર્ણય એ જેમ જ્ઞાન છે. તેમ સંશય એ પણ જ્ઞાન જ છે અને જ્ઞાન એ ગુણ છે. નિર્ણયાત્મક કે સંશયાત્મક પણ જ્ઞાનગુણ જો ગુણી આત્મા હોય તો જ સંભવે, ગુણી એવા આત્મા વિના નિર્ણયાત્મક કે સંશયાત્મક એવો જ્ઞાનગુણ ન જ સંભવે.
પ્રશ્ન - આત્મા નથી એમ નહીં, પણ સ્વતંત્ર નથી, દેહ એ જ આત્મા છે. એમ હું માનું છું. ભિન્ન આત્મા નથી.
ઉત્તર - હે ગૌતમ ! આવું જો તમે કહો તો તે ઉચિત નથી. કારણ કે દેહ એ મૂર્તિ (રૂપી) પદાર્થ છે અને જડપદાર્થ છે. જ્યારે જ્ઞાનગુણ એ અમૂર્ત છે અને ચેતન્યાત્મક છે. બન્ને વિપરીત પદાર્થો છે. જે અનુરૂપ પદાર્થો હોય છે તેનો જ ગુણ-ગુણીભાવ ઘટે છે. જેમકે ઘટ અને રૂપ. અનનુરૂપ (વિપરીત) પદાર્થોનો ગુણ-ગુણીભાવ માનવો એ યોગ્ય નથી. કારણ કે જો અનનુરૂપનો પણ ગુણ-ગુણીભાવ મનાય તો “આકાશ અને રૂપ-રસગંધ-સ્પર્શનો પણ તેવા પ્રકારનો ગુણ-ગુણીભાવ માનવાનો પ્રસંગ આવે. તે આકાશાદિને પણ રૂપવાળું-રસવાળું ઈત્યાદિ માનવાની આપત્તિ આવવારૂપ અતિવ્યાપ્તિ આવે તેમજ આત્મા વિના એકલા દેહમાત્રને “હું છું” એવો નિર્ણયાત્મક બોધ કે “હું છું કે હું નથી” એવો સંશયાત્મક બોધ પણ થતો નથી જ. માટે દેહથી ભિન્ન આત્મા છે.
વળી જો આત્માના મૂલસ્વરૂપમાં જ (એટલે કે આત્માના અસ્તિત્વમાં જ) સંશય હોય તો હે ગૌતમ ! સંશય વિનાનું બાકી શું રહે? અર્થાત્ શેષ-બાકીનું પણ સંશયરહિત કેમ કહેવાય ? એટલે કે બાકીના ભાવોમાં પણ સંશય જ રહેશે.
ભાવાર્થ આ પ્રમાણે છે કે - “હું છું કે હું નથી” આવા પ્રકારનો આત્માના મૂલ સ્વરૂપમાં જ જો સંશય છે અર્થાત્ “આત્મા છે જ” એવો નિર્ણય જો નથી તો જીવ કર્મ
Page #46
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૨૧ બાંધે છે. ધર્મ આરાધના દ્વારા જીવ કર્મથી મુકાય છે. ઈત્યાદિ બંધ-મોક્ષ-સ્વર્ગ-નરક વગેરે ભાવોમાં તો નિર્ણય થાય જ ક્યાંથી ? સર્વત્ર સંશય જ સંશય રહેશે તથા સુખ-દુઃખ જ્ઞાનાદિ ગુણો પ્રત્યક્ષ અનુભવાતા હોવાથી આત્મા પણ પ્રત્યક્ષ છે. છતાં તેનો સંદેહ જ જો રહેતો હોય તો ઘટ-પટ આદિ સ્થૂલ પદાર્થો ચક્ષુર્ગોચર હોવા છતાં તે પણ સાચા ઘટપટ હશે કે ઝાંઝવાના જળની જેમ માત્ર કલ્પિત જ હશે. આમ સંદેહાત્મક રહેશે. સંદેહ વિનાનું કંઈ જ નહીં રહે. કારણ કે પ્રત્યક્ષ અનુભવાતા પદાર્થનો જે અપલાપ કરે અથવા સંદેહાત્મક છે. આમ માને તેને સત્ય પદાર્થ કોઈ હોય જ કેમ ? સર્વત્ર સંદિગ્ધ જ રહે. તેને સંદેહ વિનાનું કંઈ રહેશે જ નહીં.
“આત્મા નામનો પદાર્થ છે” આમ માનો તો જ ખોટું કામ કરવાથી પાપ બંધાય, સારાં કામ કરવાથી પુણ્ય બંધાય, ધર્મ કરવાથી કર્મોનો ક્ષય થાય. સર્વ કર્મોનો ક્ષય થવાથી મુક્તિ થાય. પાપોદયથી દુઃખ આવે, પુણ્યોદયથી સુખ આવે, ઈત્યાદિ સઘળી વાતો ઘટી શકે. ઉપરોક્ત સર્વ ભાવોનો નિશ્ચય આત્માના અસ્તિત્વના નિશ્ચયને માનો તો જ સંભવે. તેના વિના સર્વ વસ્તુ સંદેહાત્મક જ બનશે અથવા કંઈ નથી જ એમ માનવું પડશે.
“ગદં-મર્દ = હું-હું” આવું જે અંદરથી બોલે છે તે જ આત્મા છે. આવી રીતે મર્દ ના પ્રત્યક્ષથી ગ્રાહ્ય એવા અને પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ થતા એવા આત્માના અસ્તિત્વને છુપાવતાં (એટલે કે આત્માના અસ્તિત્વને નહીં માનતાં) નીચે જણાવ્યા પ્રમાણે ઘણા દોષો આવે છે. તે આ પ્રમાણે -
(૧) શબ્દ એ શ્રોત્રેન્દ્રિયનો વિષય છે. આ વાત આબાલ-ગોપાલ પ્રસિદ્ધ છે. છતાં “શબ્દઃ શ્રાવUT:” શબ્દ એ શ્રોત્રેન્દ્રિયનો વિષય નથી આવું બોલવું તે પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. તેથી પ્રત્યક્ષવિરુદ્ધ એવો પક્ષાભાસ નામનો દોષ લાગે. તેવી રીતે હું-હું શબ્દથી પ્રત્યક્ષ જણાતા આત્માને છુપાવીને “હું નથી” અર્થાત્ આત્મા નથી આમ માનવું તે ન્યાયની ભાષામાં પ્રત્યક્ષવિરુદ્ધ એ નામનો પક્ષાભાસ દોષ લાગે છે અથવા “વહ્નિ શીતળ છે” આમ બોલવું તે જેમ પ્રત્યક્ષથી વિરુદ્ધ છે તેમ “હું નથી” આમ બોલવું. તે પણ પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. આ પ્રથમ દોષ કહ્યો.
(૨) તથા “શબ્દઃ નિત્ય: શ્રાવપત્વિી રદ્ધર્વવત્'' આવું કોઈ અનુમાન કરે. તેનો અર્થ એ છે કે “શબ્દ એ શ્રોત્રેન્દ્રિયગોચર હોવાથી શબ્દત જાતિની જેમ નિત્ય છે” તો આ અનુમાન પણ તેના વિરોધી બીજા અનુમાન વડે ખંડિત થતું હોવાથી અનુમાનવિરુદ્ધ (સત્યતિપક્ષહેત્વાભાસ = પ્રકરણસમહત્વાભાસ) કહેવાય છે. “શઃ નિત્ય: કૃત્રિમત્વત્
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૨
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ વટવ'' શબ્દ એ કંઠ-તાલુના પ્રયત્નથી જન્ય છે માટે કૃત્રિમ છે. તેથી ઘટ-પટની જેમ અનિત્ય છે. આવા પ્રકારના અનિત્યસાધક આ બીજા અનુમાન વડે પ્રથમ અનુમાન ખંડિત થાય છે. તેની જેમ “માત્મા નાત'' આવા પ્રકારનું હે ગૌતમ ! તમારું જે અનુમાન છે તેનાથી વિરોધી એવાં ગાથા ૧૫૬૪ થી ૧૫૭૬ માં હવે કહેવાતાં આત્માના મસ્તિત્વ ને જણાવનારાં પ્રતિસ્પર્ધી અનુમાનો ઘણાં હોવાથી તમારું અનુમાન પણ “નિત્ય શબ્દઃ' ની જેમ અનુમાન વિરુદ્ધ (સત્યતિપક્ષ) હેત્વાભાસરૂપ છે.
(૩) પહેલાં વસ્તુ છે એમ સ્વીકારવું અને પછી તે વસ્તુ નથી આમ કહેવું. તેને મ્યુપામવિરુદ્ધ નામનો દોષ કહેવાય છે. જેમ સાંખ્યદર્શનમાં આત્માની બાબતમાં "अन्यस्त्वकर्ता निर्गुणश्च भोक्ता, प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वथा । अहंकारવિમૂહાત્મા તૃહમિતિ મતે, નિત્યવિષ્ણુપેત: પુમાન' આવો અભ્યપગમ છે. આમાં આત્માને અકર્તા, નિર્ગુણ અને ભોક્તા કહ્યો છે તથા નિત્ય અને ચૈતન્યયુક્ત આત્મા છે આમ કહે છે. તેના બદલે કોઈ સાંખ્ય “આત્મા કર્યા છે, અનિત્ય છે અને અચેતન છે” આવી પ્રતિજ્ઞા કરે તો તેને પોતાના સિદ્ધાન્તની સાથે જેમ અભ્યપગમવિરુદ્ધ નામનો દોષ કહેવાય છે. તેમ “મદગ્નિ સંશયી” સંશયજ્ઞાનવાળો એવો હું છું. આમ સંશય આત્માનો ગુણ હોવાથી ગુણ સ્વીકારવાથી ગુણી એવા આત્માને પહેલાં સ્વીકારી લો છો અને પછી કહો છો કે “નાસ્મિ' હું નથી આમ બોલતા એવા તમને હે ગૌતમ ! સાંગની જેમ અભુગમ વિરુદ્ધ નામનો દોષ આવે છે.
(૪) લોકમાં આબાલગોપાલ જે પ્રસિદ્ધ હોય તેને જો ન માનીએ તો લોકવિરોધ નામનો દોષ પણ આવે છે. જેમકે આકાશમાં જે ચંદ્ર છે. તેને જ શશી કહેવાય છે. આ વાત બાળકથી ગોપાળ સુધી અભણ જીવોમાં પણ પ્રસિદ્ધ છે. છતાં કોઈ એમ માને કે શશી એ વન્દ્ર છે અર્થાત્ શશી એ ચંદ્ર નથી. તો જેમ લોકવિરોધ નામનો દોષ લાગે, તેમ આ-બાલ-ગોપાલ પ્રસિદ્ધ એવા આત્માને ન માનતાં આ લોકવિરોધ નામનો દોષ પણ આવે છે.
(૫) વક્તા પોતે પહેલાં કંઈ બોલે અને પછી કંઈ બીજું જ બોલે તો વક્તાને “વનવ્યાતિ” પોતાના જ વચનનું પોતાના જ વચન વડે ખંડન કર્યાનો દોષ લાગે. જેમકે “જે મીતા વચ્ય” આ મારી મા છે તે વંધ્યા (વાંઝણી) છે અર્થાત્ સંતાન વિનાની છે. અહીં પ્રથમ વાક્યમાં કહે છે કે આ મારી મા છે એટલે પોતે જ તેનું સંતાન છે. આ વાત કથિત થાય છે ત્યારબાદ બીજા જ વાક્યમાં કહે છે તે માતા વળ્યા છે = સંતાન વિનાની છે. તો પોતાના જ વચન વડે પોતાના જ વચનનું ખંડન થાય છે. તેની જેમ “મર્દ
Page #48
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૨૩
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ નાદું વાછું” અને “હું નથી” આવું બોલતાં પૂર્વે કહેલું પોતાનું જ વચન પાછળ કહેલા બીજા વચનથી ખંડિત થાય છે. તેથી સ્વવનવ્યાતિ નામનો દોષ પણ લાગે છે.
ન્યાયશાસ્ત્રની પરિભાષા પ્રમાણે અનુમાનમાં મુકાયેલા ખોટા હેતુને અસિદ્ધ, અનૈકાન્તિક અને વિરુદ્ધ હેત્વાભાસ કહેવાય છે.
જે હેતુ પક્ષમાં જ ન વર્તે તે અસિદ્ધ હેત્વાભાસ. જે હેતુ સાધ્યાભાવમાં (વિપક્ષમાં) પણ વર્તે તે અનૈકાન્તિક જે હેતુ સાધ્યાભાવમાં (વિપક્ષમાં) જ વર્તે તે વિરુદ્ધ. હેત્વાભાસના આ ત્રણે દોષો પણ તમને લાગે છે. તે આ પ્રમાણે -
(૫) હેતુનું પક્ષમાં હોવું તે પક્ષધર્મતા, જેમ પર્વતમાં ધૂમ હોઈ શકે છે. તે પક્ષધર્મતા કહેવાય છે. પક્ષમાં હેતુનું ન હોવું તે અપક્ષધર્મતા. જેમકે સમુદ્રમાં ધૂમ હોતો નથી તે અપક્ષધર્મતા. તેથી જ્યાં પક્ષધર્મતા ન હોય અર્થાત્ અપક્ષધર્મતા હોય તેને અસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકે “સમુદ્રો વદ્વિમાન્ ધૂમાત્” આ અનુમાનમાં સમુદ્રમાં ધૂમ નથી. આ વાત અનુભવસિદ્ધ છે. માટે અપક્ષધર્મતા હોવાથી હેતુ અસિદ્ધ કહેવાય છે. તેની જેમ હે ગૌતમ? તમારા અનુમાનનો હેતુ પણ અસિદ્ધ હેત્વાભાસ છે. ૧૫૫૩ મી ગાથાના ઉત્તરાર્ધમાં તમે આવું અનુમાન કર્યું છે. “નીવઃ સર્વપ્રમાવિષયાતીતઃ, માવોપન્નાપ્રમાગ્નિવિષયાતીતત્વીતુ” જેમ સમુદ્રમાં વહ્નિ નથી છતાં “સમુદ્રો વદ્વિમાન'' આમ બોલવું તે પ્રત્યક્ષથી બાધિત પક્ષ છે. તેમ અહીં પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણોથી જીવ સિદ્ધ થાય છે. છતાં જીવ સર્વપ્રમાણોના વિષયથી અતીત છે આમ બોલવું તે પ્રત્યક્ષથી બાધિત પક્ષ કહેવાય છે તેથી વદ્ધિમાનું સમુદ્રને બદલે વદ્ધિ વિનાના સમુદ્રમાં એટલે કે પ્રત્યક્ષબાધિત એવા સમુદ્રમાં જેમ ધૂમહેતુ નથી વર્તતો, તેથી અપક્ષધર્મ બનવાથી અસિદ્ધહેત્વાભાસ થાય છે. તેમ અહીં પણ સર્વપ્રમાણવિષયાતીતને બદલે સર્વપ્રમાણના વિષયવાળો જીવ છે. માટે પ્રત્યક્ષબાધિત પક્ષ થયો, તેમાં હેતુ વર્તતો નથી. કારણ કે ત્યાં જીવની સિદ્ધિમાં પાંચે પ્રમાણો પ્રવર્તે છે. પ્રમાણપક્ષવિષયાતીત પણે ત્યાં નથી. તેથી અપક્ષધર્મ થવાથી અસિદ્ધ હેત્વાભાસ થાય છે.
(૬) જે હેતુ સાધ્યના અભાવમાં પણ વર્તે છે તેને અનૈકાન્તિક હેત્વાભાસ કહેવાય છે. જેમકે “પર્વતો વદ્વિમાન, પ્રમેયત્વીત્' આ અનુમાનમાં “પ્રયત્ન” હેતુ સાધ્યાભાવ એવા સમુદ્રાદિમાં વર્તે છે. માટે અનૈકાન્તિક છે. તેવી જ રીતે તમારો માવોપન્નBHUT
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ પર્ફોમવ નામનો હેતુ સાધ્યાભાવમાં વર્તે છે. સર્વપ્રમાવિષયાતીત એટલે કે નાસ્તિ એ સાધ્ય છે. તેનો અભાવ એટલે ગતિ એ વિપક્ષ થયો. હિમવંતપર્વતના સર્વ અંશોનું માપ, તથા પિશાચાદિ અદેશ્ય પદાર્થો આ સંસારમાં નથી એમ નહીં, પણ છે. ભલે આપણે જાણી શકતા નથી. પરંતુ છે એટલે સાધ્યાભાવ રૂપ હિમવંત પર્વતના પલ-પરિમાણાદિ અને પિશાચાદિ નામના વિપક્ષમાં હેતુની વૃત્તિ થવાથી તમારો હેતુ અનૈકાન્તિક હેત્વાભાસ અર્થાત્ વ્યભિચારી હેતુ થયો.
(૭) જે હેતુ સાધ્યના અભાવમાત્રમાં જ વર્તે તે વિરુદ્ધ હેત્વાભાસ કહેવાય છે. તમારો આ હેતુ વિરુદ્ધ હેત્વાભાસ પણ છે. ગાથા ૧૫૬૪ થી ૧૫૭૩ માં કહેવાતાં અનેક અનુમાનોથી આત્મા છે જ, એમ સિદ્ધ થાય છે. તમારું અનુમાન નાસ્તિ સાથવાળું છે અને હવે કહેવાતાં અનુમાનોથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે માટે સાધ્યાભાવ થયો. ત્યાં પ્રમાણપઝલTMાવ હેતુ વર્તે છે. તેથી વિરુદ્ધ હેત્વાભાસ થયો. આ પ્રમાણે હે ગૌતમ સ્વયં અનુભવ સિદ્ધ અને સદં-મર્દ ના પ્રત્યક્ષથી સાક્ષાત્ અનુભવાતા એવા આત્મતત્ત્વને ન માનવાથી ઉપરોક્ત ઘણા દોષો આવે છે. ll૧૫૫૭ll
બીજી રીતે પણ આત્માની પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધિ કરે છે. गुणपच्चक्खत्तणओ, गुणी वि जीवो घडोव्व पच्चक्खो । घडओ वि घेप्पइ गुणी, गुणमेत्तग्गहणओ जम्हा ॥१५५८॥ (गुणप्रत्यक्षत्वतो, गुण्यपि जीवो घट इव प्रत्यक्षः । घटकोऽपि गृह्यते गुणी, गुणमात्रग्रहणतो यस्मात् ॥)
ગાથાર્થ - ગુણો પ્રત્યક્ષ હોવાથી ગુણી એવો જીવ પણ ઘટની જેમ પ્રત્યક્ષથી સિદ્ધ છે. કારણ કે રૂપાદિ ગુણમાત્રના ગ્રહણથી ગુણી એવો ઘટ પણ અવશ્ય ગ્રહણ થાય જ છે. /૧૫૫૮ll
વિવેચન - જે દ્રવ્યના ગુણો પ્રત્યક્ષ દેખાતા હોય, ઈન્દ્રિયોથી જણાતા હોય તો તે દ્રવ્ય પણ પ્રત્યક્ષ જણાયું જ કહેવાય છે. જેમકે ઘટ-પટ આદિ પદાર્થોનું રૂપ ચક્ષુર્ગોચર છે. તો તે રૂપગુણવાળો ગુણી ઘટ પણ ચક્ષુર્ગોચર છે. સાકર આદિ પદાર્થોનો રસગુણ રસનેન્દ્રિયગોચર છે તો તેનો ગુણી સાકરપદાર્થ પણ રસનેન્દ્રિયગોચર છે. કમલાદિ દ્રવ્યોનો ગબ્ધ ગુણ ધ્રાણેન્દ્રિયગોચર છે તો તેનો ગુણી કમલાદિ પદાર્થ પણ ધ્રાણેન્દ્રિયગોચર છે. આ ઉદાહરણો ઉપરથી નક્કી થાય છે કે જે દ્રવ્યના ગુણો પ્રત્યક્ષગોચર હોય છે તે
Page #50
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૨૫
ગુણોનો ગુણી પણ પ્રત્યક્ષ જ કહેવાય છે. તેવી જ રીતે આત્મા નામના દ્રવ્યના જે ગુણો છે તે પ્રત્યક્ષ છે. માનસપ્રત્યક્ષથી જણાય છે. સ્વયં અનુભવથી જણાય છે. તે માટે તે ગુણોનો ગુણી એવો આત્મા પણ પ્રત્યક્ષ છે, માનસ પ્રત્યક્ષ છે, અનુભવગોચર છે.
પ્રશ્ન - આત્માના ગુણો કયા? કે જે પ્રત્યક્ષ છે.
ઉત્તર - (૧) સ્મૃતિ = સ્મરણ થવું, યાદ આવવું, ભૂતકાળમાં કરેલું કાર્ય સ્મૃતિગોચર થવું, (૨) જિજ્ઞાસા = જાણવાની ઈચ્છા, વસ્તુસ્થિતિ જાણવાની તમન્ના, (૩) વિષ = કાર્ય કરવાની ઈચ્છા, (૪) નિરામિષા = એકસ્થાનથી બીજા સ્થાને જવાની ઈચ્છા, (૫) સંશતિ = સંશય થવો, આમ હશે કે આમ હશે આવો વિચાર વિશેષ થવો. (૬) નિર્ણય = આ વસ્તુ આમ જ છે આવો નિશ્ચય કરવો ઈત્યાદિ અનેક પ્રકારના જે જ્ઞાનવિશેષ છે તે આત્માના ગુણો છે. કારણ કે જ્યાં જ્યાં જીવ હોય છે ત્યાં ત્યાં જ આ ઉપરોક્ત ગુણો અનુભવાય છે. જ્યાં જ્યાં જીવ નથી અર્થાત્ જડ છે ત્યાં ત્યાં ઉપરોક્ત ગુણોમાંથી એક પણ ગુણ અનુભવાતો નથી. જીવવાના શરીરમાં અને જીવ વિનાના શરીરમાં આ વાત સ્વયં અનુભવથી જ સિદ્ધ છે. આ બાબતમાં સમજાવવું પડે તેમ નથી. સુખ-દુઃખની લાગણીઓ થવી, સુખ-દુઃખનો અનુભવ થવો, આ સઘળા જીવના ગુણ છે. ગુણો પ્રત્યક્ષ અનુભવાતા હોવાથી તેનાથી અભિન્ન એવો ગુણી આત્મા પણ પ્રત્યક્ષસિદ્ધ છે, આ જ વાત ન્યાયની પરિભાષાથી સમજાવાય તેમ છે.
“ગુણી એવો જીવ પ્રત્યક્ષસિદ્ધ જ છે” આ પક્ષ અને સાધ્ય છે. કારણ કે સ્મૃતિજિજ્ઞાસા-ચિકીર્ષા-જિગમિષા-સંશય આદિ અનેક પ્રકારના જે જે જ્ઞાનવિશેષ સ્વરૂપ ગુણો છે તે સ્વયં પોતપોતાના અનુભવ દ્વારા પ્રત્યક્ષ સિદ્ધ છે માટે આ હેતુ છે. આ સંસારમાં જે દ્રવ્યના ગુણો પ્રત્યક્ષ જણાય છે તે ગુણી એવું દ્રવ્ય પણ પ્રત્યક્ષ જ જણાય છે. આ વ્યાપ્તિ છે. જેમકે ઘટ, આ અન્વયદેષ્ટાન્ત છે. જીવના ગુણો પણ પ્રત્યક્ષ અનુભવાય જ છે આ ઉપનય છે. તેથી જીવદ્રવ્ય નિયમા પ્રત્યક્ષ જ છે આ નિગમન છે.
જેમ ઘટ નામનું ગુણીદ્રવ્ય પણ રૂપાદિગુણોના પ્રત્યક્ષથી જ પ્રત્યક્ષ થાય છે. ગુણોને છોડીને ઘટાદિ કોઈ પણ દ્રવ્ય પ્રત્યક્ષ થતું નથી. તેની જેમ આત્માના વિજ્ઞાન-સ્મરણજિજ્ઞાસા આદિ ગુણો પ્રત્યક્ષ હોવાથી તે ગુણોવાળો આત્મા પણ પ્રત્યક્ષપ્રમાણસિદ્ધ જ છે.
પ્રશ્ન - જે દ્રવ્યના ગુણો પ્રત્યક્ષ હોય તે દ્રવ્ય પણ પ્રત્યક્ષ જ હોય આ તમારી વાત અન્નકાન્તિક છે. અર્થાત્ વ્યભિચારવાળી છે. કારણ કે શબ્દ નામનો આકાશનો ગુણ શ્રોત્રેન્દ્રિયથી પ્રત્યક્ષ થાય છે. પરંતુ તે શબ્દગુણવાળું ગુણી આકાશ કંઈ શ્રોત્રેન્દ્રિય પ્રત્યક્ષ
Page #51
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ થતું નથી. શબ્દ હંમેશાં આકાશમાં (પોલાણમાં) જ ઉત્પન્ન થાય છે. તેથી તે આકાશનો ગુણ છે. આ ઉદાહરણમાં ગુણ પ્રત્યક્ષ છે. પણ ગુણી પ્રત્યક્ષ નથી. તેની જેમ આત્માના ગુણો ભલે પ્રત્યક્ષ હો, પરંતુ ગુણી એવો આત્મા પ્રત્યક્ષ ન હોય. આવું પણ કેમ ન હોય?
ઉત્તર - તમારી આ વાત યુક્ત નથી. કારણ કે શબ્દ એ આકાશનો ગુણ જ નથી. પુદ્ગલદ્રવ્યનો ગુણ છે. કારણ કે ભાષા વર્ગણાનાં પુદ્ગલો જ જીવ વડે શબ્દરૂપે પરિણમાવાય છે. એટલે શબ્દ એ ભાષાવર્ગણાનાં પુગલોનો પર્યાયાત્મક ગુણ છે. જેમ રૂપ-રસ-ગંધ અને સ્પર્શ ઈન્દ્રિયગ્રાહ્ય હોવાથી પુદ્ગલના જ ગુણો છે તેવી જ રીતે શબ્દ પણ ઇન્દ્રિયગ્રાહ્ય હોવાથી પુગલનો જ ગુણ છે. આકાશનો ગુણ નથી. તેની ઉત્પત્તિમાં આકાશ (પોલાણ) એ સહકારી કારણ માત્ર છે. તેથી આ વ્યભિચારદોષ અમને આવતો નથી. ll૧૫૫૮.
પ્રશ્ન - ગુણો ભલે પ્રત્યક્ષ હોય, પરંતુ તેથી ગુણી પણ તપ જ ગણાય અર્થાત્ પ્રત્યક્ષ જ ગણાય આવું કેમ મનાય ? સારાંશ કે “ગુણો ભલે પ્રત્યક્ષ હોય પરંતુ ગુણી પ્રત્યક્ષ ન પણ હોય આવું કેમ ન બને ? તેનો ઉત્તર કહે છે -
अन्नो अणन्नो व गुणी, होज गुणेहिं जइ नाम सोऽणन्नो । ननु गुणमेत्तग्गहणे, घेप्पइ जीवो गुणी सक्खं ॥१५५९॥ अह अन्नो तो एवं, गुणिणो न घडादओ वि पच्चक्खा । गुणमेत्तग्गहणाओ, जीवम्मि कओ वियारोऽयं ? ॥१५६०॥ (अन्योऽनन्यो वा गुणी, भवेद् गुणैर्यदि नाम सोऽनन्यः । ननु गुणमात्रग्रहणे, गृह्यते जीवो गुणी साक्षात् ॥ अथान्यस्तत एवं गुणिनो न घटादयोऽपि प्रत्यक्षाः । गुणमात्रग्रहणाजीवे, कुतो विचारोऽयम् ॥)
ગાથાર્થ - ગુણોથી ગુણી ભિન્ન છે કે અભિન છે ? જો તે ગુણી દ્રવ્ય ગુણોથી અભિન્ન છે તો સ્મૃતિ આદિ ગુણોનું જ માત્ર ગ્રહણ થયે છતે ગુણી એવું જીવદ્રવ્ય પણ સાક્ષાત્ ગ્રહણ થયું જ અને જો એમ કહેશો કે તે ગુણોથી તે ગુણી ભિન્ન છે તો (રૂપાદિ ગુણો ભલે પ્રત્યક્ષ હો પરંતુ) ગુણી એવા ઘટ-પટાદિ પ્રત્યક્ષ ન થવા જોઈએ. ગુણમાત્રનું ગ્રહણ બન્નેમાં સરખું હોવા છતાં જીવદ્રવ્યમાં જ પ્રત્યક્ષ નથી આવો વિચાર કેમ થાય છે ? //૧૫૫૯-૧૫૬oll
Page #52
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
વિવેચન - ગાથાના અવતરણમાં પ્રશ્ન કરનારા ઈન્દ્રભૂતિજીને ભગવાન મહાવીર પ્રભુ કહે છે કે હે ઈન્દ્રભૂતિ ! તમારા વડે ગુણોથી ગુણી ભિન્ન છે એમ સમજાય છે કે અભિન્ન છે એમ સમજાય છે ? આ બે પક્ષોમાંથી કહો તમે કયો પક્ષ સમજો છો ? જો તે ગુણીદ્રવ્ય પોતપોતાના ગુણોથી અભિન છે એમ માનતા હો તો જ્ઞાન-શ્રુતિજિજ્ઞાસા આદિ ગુણોનું પ્રત્યક્ષ ગ્રહણમાત્ર થવાથી જ તે ગુણોની સાથે અભિન્ન ભાવે રહેલો ગુણી એવો આત્મા પણ પ્રત્યક્ષ ગ્રહણ થયો જ. આ રીતે આત્મદ્રવ્ય પ્રત્યક્ષ જ છે. આ વાત સિદ્ધ થઈ જ. જે વસ્તુ જેનાથી અભિન્ન હોય છે તેમાંની એક ગ્રહણ થયે છતે અભિન્ન એવી બીજી વસ્તુ પણ ગ્રહણ થાય જ છે. જેમ કે વસ્ત્રમાં રહેલું રૂપ. ચક્ષુ દ્વારા રૂપ દેખાયે છતે રૂપવાળું વસ્ત્ર પણ દેખાય જ છે. તેની જેમ ગુણી એવો આત્મા પણ પોતાના જ્ઞાનાદિ ગુણોથી અભિન છે. તેથી જ્ઞાનાદિ ગુણો ગ્રહણ થયે છતે ગુણી એવો આત્મા પણ ગ્રહણ થયો જ. અભિન્ન માનવાથી આત્મા પણ પ્રત્યક્ષ છે આ વાત સિદ્ધ થાય છે. વળી અર્વાગ્દર્શને આત્માનું સંપૂર્ણ પ્રત્યક્ષ તો અશક્ય જ છે. માટે સ્મૃતિરૂપ એકાદ ગુણના પ્રત્યક્ષથી આત્માનું પ્રત્યક્ષ સ્વીકારી લેવું જોઈએ “એકાદ ગુણનું પ્રત્યક્ષ થાય” તે તો બહુ અલ્પ છે આમ કહેવું ઉચિત નથી. ગુણના પ્રત્યક્ષથી ગુણી અવશ્ય પ્રત્યક્ષ કહેવાય છે.
હવે જો ગુણોથી ગુણી ભિન્ન છે આમ માનશો તો આમ માનવાથી (ભલે આત્મા પ્રત્યક્ષસિદ્ધ નહીં થાય પરંતુ) ગુણી એવા ઘટ-પટ આદિ ઈતર પદાર્થો પણ પ્રત્યક્ષ રહેશે નહીં. કારણ કે ત્યાં પણ ઘટ-પટાદિ ગુણીથી ભિન્ન એવા રૂપ-રસાદિ ગુણો જ માત્ર પ્રત્યક્ષ થાય છે. આમ જ માનવાનું રહેશે. કારણ કે આ સંસારમાં જે પદાર્થ જેનાથી ભિન્ન હોય છે ત્યાં બેમાંથી એક ગ્રહણ થયે છતે બીજાનું ગ્રહણ થતું નથી. જેમ ઘટદ્રવ્યથી પટદ્રવ્ય ભિન્ન છે તેથી ઘટ દેખાય છતે કંઈ પટ દેખાઈ જતો નથી. તેમ તમે જો ગુણોથી ગુણી ભિન્ન છે આમ માનશો તો રૂપ-રસાદિ ગુણો ભલે ઈન્દ્રિયોથી ગ્રહણ થાય પરંતુ ઘટપટ-સાકર આદિ મૂળભૂત દ્રવ્યોનું ગ્રહણ ઈન્દ્રિયોથી નહીં થાય. તે તે દ્રવ્યો અપ્રત્યક્ષ જ બનશે. પણ આ વાત ઉચિત નથી. કારણ કે ઘટ-પટ આદિ દ્રવ્યો ચક્ષુથી પ્રત્યક્ષ છે. સાકરાદિ દ્રવ્યો રસનેન્દ્રિયથી પ્રત્યક્ષ છે, કમલાદિ દ્રવ્યો ધ્રાણેન્દ્રિયથી પ્રત્યક્ષ છે આ વાત આ-બાલ-ગોપાલ પ્રસિદ્ધ છે.
સારાંશ કે ગુણોથી ગુણીને જો અભિન માનો તો સ્મૃતિ આદિ આત્માના ગુણો પ્રત્યક્ષસિદ્ધ હોવાથી જીવ પણ પ્રત્યક્ષસિદ્ધ થાય છે અને ગુણોથી ગુણીને જો ભિન્ન માનશો તો રૂપ-રસાદિ ગુણો પ્રત્યક્ષ થવા છતાં તેના ગુણી ઘટ-પટાદિ પ્રત્યક્ષ થશે નહીં. સ્મૃતિ
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ જિજ્ઞાસા આદિ ગુણો અને જીવ તેનો ગુણી, રૂપ-રસાદિ ગુણો અને ઘટ-પટાદિ તેના ગુણી, આ બન્નેમાં સમાન ગુણ-ગુણીભાવ હોવા છતાં ઘટ-પટાદિ દ્રવ્યમાં ગુણ પ્રત્યક્ષ ગ્રહણ કરાયે છતે ગુણી પ્રત્યક્ષ ગ્રહણ થાય છે એમ હે ઈન્દ્રભૂતિ ! તમે માનો છો અને સ્મૃતિજિજ્ઞાસા આદિ જીવોના ગુણો પ્રત્યક્ષ થવા છતાં જીવદ્રવ્ય પ્રત્યક્ષ થતું નથી. અર્થાત્ જીવદ્રવ્ય પ્રત્યક્ષ દેખાતું નથી માટે જીવદ્રવ્ય નથી. આમ કેવલ એકલા જીવદ્રવ્યમાં જ તમને નાસ્તિ” (જીવ નથી) આવી શંકા કેમ થઈ છે ? કે જે શંકાના કારણે ૧૫૪૯ મી ગાથામાં તમે કહ્યું હતું કે ઘટ-પટની જેમ આ જીવ પ્રત્યક્ષ ગ્રહણ થતો નથી. ગુણોના ગ્રહણથી ગુણી પ્રત્યક્ષ થાય જ છે તેથી ઘટ-પટની જેમ જીવ પણ સ્મૃતિ આદિ પોતાના ગુણો વડે પ્રત્યક્ષ થાય જ છે.
હવે કદાચ તમે એવો બચાવ કરો કે ઘટ-પટ આદિ દ્રવ્યોને છોડીને એકલા એકલા રૂપ-રસાદિ ગુણો આ સંસારમાં ક્યાંય છે જ નહીં. તેથી રૂપ-રસાદિ ગુણો પ્રત્યક્ષ દેખાતે છતે ગુણી એવા ઘટ-પટનું પણ પ્રત્યક્ષ ગોચરત્વ સ્વીકારવું પડે છે. તો હે ગૌતમ ! આ વાત આત્મામાં પણ સમાન જ છે. આત્મદ્રવ્યને છોડીને સ્મૃતિ આદિ ગુણો એકલા એકલા આ સંસારમાં ક્યાંય જણાતા નથી. તેથી સ્મૃતિ આદિ ગુણો ગ્રહણ થયે છતે આત્મા પણ પ્રત્યક્ષ જ છે આ વાત પણ સ્વીકારી લેવી જોઈએ.
ગુણો અને ગુણી જો અભિન માનશો તો ગુણપ્રત્યક્ષ થવાથી ગુણી એવો આત્મા પણ પ્રત્યક્ષ છે. આમ સિદ્ધ થાય છે અને જો ગુણોથી ગુણીને ભિન્ન માનશો તો ગુણી એવો આત્મા ભલે પ્રત્યક્ષ નહીં થાય. પરંતુ સ્મૃતિ-જિજ્ઞાસા આદિ ગુણો પણ સંસારમાં છે અને તેનાથી ભિન્ન એવો ગુણી આત્મા પણ આ સંસારમાં છે. આમ તો સિદ્ધ થશે જ. તે આત્મા ભલે પ્રત્યક્ષ ન થાય. પરંતુ ભિન્ન એવો પણ તે છે. આમ તમારી જ માન્યતાથી આત્માની સિદ્ધિ થઈ જાય છે. ભિન્ન માનવાથી પ્રત્યક્ષ ન થાય. પરંતુ આ સંસારમાં ભિન્ન એવું પણ જીવદ્રવ્ય છે. આમ તો સિદ્ધ થયું જ. ll૧૫૫૯-૧૫૬oll
આ બાબતમાં ઈન્દ્રભૂતિજી ફરીથી ભગવાનને પ્રશ્ન કરે છે કે - अह मन्नसि अत्थि गुणी, न य देहत्थंतरं तओ किंतु । देहे नाणाइगुणा, सोच्चिअ तेसिं गुणी जुत्तो ॥१५६१॥ (अथ मन्यसेऽस्ति गुणी, न च देहार्थान्तरं सकः किन्तु । તે જ્ઞાનાતિમુI:, વ તેષાં ગુt યુવતઃ II)
Page #54
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૨૯
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ગાથાર્થ - હવે કદાચ તું એમ માને કે જ્ઞાનાદિગુણોનો ગુણી અવશ્ય છે પરંતુ તે દેહથી ભિન્ન નથી કારણ કે જ્ઞાનાદિગુણો દેહમાં જ જણાય છે. તેથી તે દેહ જ જ્ઞાનાદિગુણોનો ગુણી છે. (જુદો જીવ નામનો પદાર્થ નથી.) l/૧૫૬૧/
વિવેચન - હે ઈન્દ્રભૂતિ ! હવે કદાચ તમે મનમાં એમ માનો કે જ્ઞાનાદિ ગુણો જેમ છે તેમ તે ગુણોનું ગુણી એવું દ્રવ્ય પણ હોવું જોઈએ. ગુણોના આધારભૂત ગુણીદ્રવ્ય માન્યા વિના કેવલ એકલા ગુણો નિરાધારપણે સંભવે નહીં. માટે ગુણીદ્રવ્ય હોવું જ જોઈએ. તેનું અમે ખંડન કરતા નથી. એટલે કે “ગુણી નથી” એવું અમે કહેતા નથી. પરંતુ તે ગુણોનો ગુણી દેહ જ છે. દેહથી ભિન્ન એવો સ્વતંત્ર આત્મા નથી એમ અમને સમજાય છે. દેહથી અર્થાન્તર એવો ગુણી જીવ છે. આ વાત અમને સમજાતી નથી. તેથી સ્વતંત્ર ગુણી જીવદ્રવ્ય છે એમ અમે સ્વીકારતા નથી. કારણ કે સ્મૃતિ-જિજ્ઞાસા-જ્ઞાનાદિ દેહમાં જ અનુભવાય છે. તેથી તે દેહ જ આ ગુણોનો ગુણી છે. જેમ રૂપ-રસાદિ ગુણો ઘટાદિમાં જ જણાય છે તેથી તે રૂપ-રસાદિ ગુણોનો ગુણી ઘટાદિ જ મનાય છે. તેમ જિજ્ઞાસા-સ્મૃતિ આદિ ગુણો દેહમાં જ અનુભવાય છે. માટે દેહથી ભિન્ન આત્મા નથી એમ અમને સમજાય છે.
અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે - જ્ઞાનાદિ ગુણો જે જણાય છે તે દેહના જ ગુણો છે. તેનો ગુણી દેહ જ છે. કારણ કે ત્યાં જ તે ગુણો દેખાતા હોવાથી, જેમ ગોરાપણું, પાતળાપણું, જાડાપણું, કાળાપણું અને ઘઉંવર્ણાપણું દેહમાં જ દેખાય છે. તેથી તે ગુણો દેહના જ છે અને દેહ જ તે ગુણોનો ગુણી છે. તેમ સ્મૃતિ આદિ ગુણો પણ દેહમાં જ જણાય છે. માટે તે ગુણોનો ગુણી પણ દેહ જ છે. દેહથી અતિરિક્ત જીવ નામનો સ્વતંત્ર જુદો પદાર્થ નથી. ./૧૫૬૧//
આ પ્રશ્નનો ભગવાન શ્રી મહાવીરસ્વામીપ્રભુ ઉત્તર આપે છે કે : नाणादओ न देहस्स, मुत्तिमत्ताइओ घडस्सेव । तम्हा नाणाइगुणा जस्स, स देहाहिओ जीवो ॥१५६२॥ (ज्ञानादयो न देहस्य, मूर्त्तिमत्त्वादितो घटस्येव । તસ્મા જ્ઞાનાવિશુ યસ્ય, સ રેહાધવો નીd: I)
ગાથાર્થ – જ્ઞાનાદિ ગુણો દેહના નથી. કારણ કે દેહ એ મૂર્તિમાન પદાર્થ હોવાથી, ઘટની જેમ, તેથી જ્ઞાનાદિ ગુણો જે દ્રવ્યના છે તે દ્રવ્ય દેહથી ભિન્ન એવું જીવદ્રવ્ય છે. //૧૫૬ ૨ //
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
વિવેચન - સ્મરણ-જિજ્ઞાસા-સંશય આદિ જે જે જ્ઞાનાદિ ગુણો આ દેહમાં અનુભવાય છે. તે ગુણો ખરેખર દેહના નથી. કારણ કે (ગુણો અમૂર્ત છે અને) દેહ મૂર્તિમાનૢ છે અર્થાત્ રૂપી છે. વળી સ્મરણાદિ-જ્ઞાનાદિગુણો ચક્ષુર્ગોચર નથી અને દેહ એ ચક્ષુર્ગોચર છે. એટલે જેમ ઘટ-પટાદિ જડ પદાર્થો મૂર્તિમાન્ હોવાથી અને ચાક્ષુષ હોવાથી જ્ઞાનાદિ ગુણોના ગુણી બની શકતા નથી. તેમ આ દેહ પણ મૂર્તિમાન હોવાથી અને ચાક્ષુષ હોવાથી જ્ઞાનાદિગુણોનો ગુણી નથી.
३०
તથા જ્ઞાનાદિ એ ગુણો છે. તેથી તેનો ગુણી કોઈક સ્વતંત્ર પદાર્થ હોવો જોઈએ. કારણ કે આધારભૂત દ્રવ્ય વિના એકલા ગુણો ક્યાંય હોતા નથી. આ રીતે જ્ઞાનાદિગુણો અમૂર્ત અને અચાક્ષુષ છે. તેથી તેને અનુરૂપ અમૂર્ત અને અચાક્ષુષ એવું કોઈક દ્રવ્ય તે ગુણોના આધારભૂત દેહથી અતિરિક્ત હોવું જોઈએ, તેથી આવું જે દ્રવ્ય છે તે જ જીવ છે. તેમજ ગુણોને અનુરૂપ ગુણી હોય છે. ગુણો અમૂર્ત છે ચક્ષુથી અગોચર છે. તેથી ગુણી પણ તેવો જ અમૂર્ત અને અચાક્ષુષ જ હોવો જોઈએ અને તે આત્મા જ છે તથા દેહથી ભિન્ન છે. પણ તે ગુણોનો આધાર દેહ નથી.
પ્રશ્ન - “જ્ઞાનાદિ ગુણો દેહના નથી” આવું જે ઉપર સમજાવવામાં આવ્યું છે તે પ્રત્યક્ષબાધિત છે. અર્થાત્ સાક્ષાત્ વિરુદ્ધ છે. અત્યન્ત ખોટું છે. કારણ કે જ્ઞાનાદિ ગુણો દેહમાં જ પ્રગટ થતા સાક્ષાત્ દેખાય છે. ઘટ-પટને સાક્ષાત્ દેખીને ચક્ષુરિન્દ્રિય પોતે જ જ્ઞાન કરે છે. શબ્દ સાંભળીને શ્રોત્રેન્દ્રિય જ જ્ઞાન કરે છે. રસ ચાખીને રસનેન્દ્રિય જ સ્વાદનો અનુભવ કરે છે. આ રીતે ઈન્દ્રિયો જ જ્ઞાન કરે છે. ઈન્દ્રિયો એ જ શરીર છે. તેનાથી અતિરિક્ત કોઈ દ્રવ્ય જ નથી. માટે જ્ઞાનાદિ ગુણો દેહમાં જ અનુભવાતા હોવાથી દેહના જ છે. તેથી “દેહના નથી” આમ કહેવું તે પ્રત્યક્ષબાધિત છે.
ઉત્તર - તમારો પ્રશ્ન અયુક્ત છે. તમારો આ પ્રત્યક્ષ અનુભવ ખોટો છે. અનુમાન વડે બાધિત છે. તે અનુમાન આ પ્રમાણે છે - જ્ઞાનાદિ ગુણોનો કર્તા દેહથી અતિરિક્ત
આત્મા છે. પણ દેહ કે દેહગત ઈન્દ્રિયો જ્ઞાનની કર્તા નથી. કારણ કે ઈન્દ્રિયો દ્વારા જાણેલા અર્થનું સ્મરણ ઈન્દ્રિય અટક્યા પછી થાય છે. માટે ઈન્દ્રિય પોતે કર્તા નથી પણ અતિરિક્ત દ્રવ્ય જ્ઞાનાદિનો કર્તા છે. જેમ જુદી જુદી પાંચ-છ બારીઓમાંથી નગરચર્યા જોનારો દેવદત્ત બારીઓ બંધ થાય તો પણ તે બારીઓમાંથી જોયેલી નગરચર્યાનું સ્મરણ કરે છે અને તેને જોયેલી તમામ નગરચર્યાનું સ્મરણ થાય પણ છે. હવે જો બારીઓ જ જોનારી હોત તો બારીઓ તો બંધ થઈ ગઈ છે. સ્મરણ કોને થાય ? બારીઓ જડ હોવાથી તેને તો સ્મરણ થાય નહીં. તેથી બારીઓથી દેવદત્ત જેમ ભિન્ન છે. તેવી રીતે શરીરમાં
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૧
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ રહેલી ચક્ષુ-શ્રોત્ર-રસના આદિ પાંચ ઈન્દ્રિયો એ તો બારીતુલ્ય છે. તે ઈન્દ્રિયો જોવાજાણવાનું કામ કરતી નથી. પરંતુ ઈન્દ્રિયોથી ભિન્ન એવો અને તેમાં જ રહેલો એવો આત્મા જ ઈન્દ્રિયો દ્વારા જોવા-જાણવાનું કામ કરે છે.
- જો ઈન્દ્રિયો પોતે જ જ્ઞાન કરતી હોય તો મરેલા શરીરમાં પાંચે ઈન્દ્રિયો યથાવત્ છે. ત્યાં પણ ઈન્દ્રિયો જ્ઞાન કરનાર બનવી જોઈએ. વળી ચક્ષુથી જોયેલો પદાર્થ ચક્ષુ ચાલી ગયા પછી પણ સ્મૃતિગોચર થાય છે-ઈત્યાદિ સંભવે નહીં. તેથી ઈન્દ્રિયો પોતે જ્ઞાનાદિની કર્તા નથી. તે તો બારીની તુલ્ય સાધનમાત્ર છે. તે ઈન્દ્રિયો દ્વારા જ્ઞાનાદિગુણોનો કર્તા ઈન્દ્રિયોથી અને શરીરથી ભિન્ન એવો આત્મા જ છે. આ બાબતની વધારે ચર્ચા ત્રીજા વાયુભૂતિના પ્રસંગે કરીશું. ll૧૫૬૨ા
“આત્મા” પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય છે. આ વાતનો ઉપસંહાર કરતાં હવે જણાવે છે
इय तुह देसेणायं पच्चक्खो, सव्वहा महं जीवो । अविहयनाणत्तणओ, तुह विण्णाणं व पडिवजा ॥१५६३॥ (इति तव देशेनायं प्रत्यक्षः सर्वथा मम जीवः ।
अविहतज्ञानत्वतस्तव विज्ञानमिव प्रतिपद्यस्व ॥)
ગાથાર્થ - હે ઈન્દ્રભૂતિ ! આ જીવદ્રવ્ય તમને આ રીતે દેશથી પ્રત્યક્ષ છે અને મને અવિહતજ્ઞાન હોવાથી તમારા સંશયની જેમ સર્વથા પ્રત્યક્ષ છે. આ વાત તમે સ્વીકારો. /૧૫૬૩/l
વિવેચન - હે ઈન્દ્રભૂતિ ! ઉપર સમજાવ્યા પ્રમાણે આ આત્મા તમને અંશથી પ્રત્યક્ષ ગ્રાહ્ય છે. કારણ કે તમે છઘસ્થ છો. તેથી આવરણવાળા છો. તેથી સર્વે પણ વસ્તુઓ તમને અંશથી જ પ્રત્યક્ષ હોય છે. જેમકે ચક્ષુથી ઘટ સાક્ષાત્ દેખાય છે. તો પણ ઘટનો એક અંશ જ પ્રત્યક્ષ થાય છે. સર્વભાગો અને સર્વધર્મો પ્રત્યક્ષ થતા નથી. કારણ કે આ સંસારમાં રહેતી તમામ વસ્તુઓ સ્વપર્યાય અને પરપર્યાયો વડે અનંતપર્યાયવાળી છે. છદ્મસ્થ આત્મા તો તેને અંશથી જ પ્રત્યક્ષ કરી શકે છે. છદ્મસ્થ જીવો વસ્તુને સંપૂર્ણ અનંતપર્યાયયુક્ત જાણી શકતા નથી. તેમ તમે પોતે પણ આત્માને અંશથી અવશ્ય પ્રત્યક્ષ જાણો જ છો. તે આ પ્રમાણે = હું શબ્દથી વાચ્ય શરીર નથી, ઈન્દ્રિયો નથી પરંતુ આત્મા છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૨
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
તથા દીપક-ચંદ્ર-સૂર્ય વગેરે પ્રકાશક વસ્તુઓના પ્રકાશ વડે પ્રકાશિત થયેલા ઘટપટ આદિ સઘળા પદાર્થો છદ્મસ્થને અંશથી જ પ્રત્યક્ષ થાય છે. તો પણ વ્યવહારથી આ પદાર્થો મને પ્રત્યક્ષ જણાય છે. આમ જ કહેવાય છે તેવી રીતે આત્મા પણ તેને અંશથી પ્રત્યક્ષ છે. તો પણ તે પ્રત્યક્ષ થયો કહેવાય છે. માટે પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય છે આમ કહેવાય છે.
| સર્વથા તો કેવલજ્ઞાનીના કેવલજ્ઞાન વડે જ વસ્તુ પ્રત્યક્ષરૂપે પ્રકાશિત થાય છે. કોઈથી હણાય નહીં એવાં એટલે કે “ગપ્રતિદત'' એવાં અનંતજ્ઞાન-દર્શન જેને પ્રગટ થયાં છે, જેઓ નિરાવરણ બન્યા છે. તેવા આત્માઓને જ આ આત્મા સર્વથા-પરિપૂર્ણ પ્રત્યક્ષ જણાય છે. મને અપ્રતિહત અનંતજ્ઞાન-દર્શન થયાં હોવાથી તમે કહ્યો નથી તો પણ તમારા હૃદયમાં રહેલો અતીન્દ્રિય એવો સંશય મેં જેમ જાણ્યો અને તમને કહ્યો તેની જેમ આત્મા પણ મને સંપૂર્ણપણે પ્રત્યક્ષ દેખાય છે. સારાંશ કે તમે છઘસ્થ છો, સાવરણ છો તેથી તમને આ આત્મા અંશમાત્રથી જ પ્રત્યક્ષ છે. સંપૂર્ણ પ્રત્યક્ષ નથી અને હું કેવલી છું. નિરાવરણ છું તેથી મને આ આત્મા સંપૂર્ણ પ્રત્યક્ષ છે. માટે મારા કહેવાથી પણ “આ આત્મા છે” એમ તમે સ્વીકારો. ll૧૫૬૩
ઉપરોક્ત ચર્ચાથી પોતાના શરીરમાં શરીરથી ભિન્ન એવો, “દં-મર્દ” ના અનુભવથી અંશથી પ્રત્યક્ષરૂપે જણાતો આત્મા છે એમ સમજાય છે. પરંતુ પરવ્યક્તિના શરીરમાં “આત્મા છે” એ કેવી રીતે સમજવું ? તે હવે સમજાવે છે -
एवं चिय परदेहे ऽणुमाणओ गिण्ह जीवमत्थित्ति । अणुवित्ति-निवित्तीओ, विन्नाणमयं सरूवे व्व ॥१५६४॥ ( एवमेव परदेहेऽनुमानतो गृहाण जीवमस्तीति ।
अनुवृत्ति-निवृत्तिभ्यां विज्ञानमयं स्वरूप इव ॥)
ગાથાર્થ - આ જ પ્રમાણે અનુમાનપ્રમાણથી પરના શરીરમાં પણ “આત્મા છે” એમ જીવતત્ત્વનો સ્વીકાર કરો. જેમ પોતાના શરીરમાં ઈષ્ટવિષયમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ વિષયથી નિવૃત્તિ થતી હોવાથી શરીરનો સંચાલક આત્મા છે. તેવી જ રીતે પરના શરીરમાં પણ ઈચ્છાનિષ્ટની પ્રવૃત્તિ-નિવૃત્તિ દેખાતી હોવાથી આત્મા છે. એમ તમે સ્વીકારો. ll૧૫૬૪ll
| વિવેચન - ગાથા ૧૫૫૪ થી ૧૫૬૩ એમ ૧૦ ગાથાઓમાં આત્મા પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય છે આ વાત સમજાવી. હવે ગાથા ૧૫૬૪ થી ૧૫૭૬ સુધીમાં આ આત્મા અનુમાન-પ્રમાણથી પણ ગ્રાહ્ય છે તે સમજાવે છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
હે ઈન્દ્રભૂતિ ! જેમ પોતાના દેહમાં આત્મા છે એમ સમજાય છે તેમ અનુમાનથી પરના દેહમાં પણ આત્મા છે એમ તમે સ્વીકારો. પરના દેહમાં પણ વિજ્ઞાનમય એટલે
ગણધરવાદ
કે જ્ઞાનાત્મક આત્મા છે એમ અનુમાનથી તમે સ્વીકારો. તે અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે. પરના શરીરમાં પણ જીવ છે. ઈષ્ટકાર્યમાં પ્રવૃત્તિ અને અનિષ્ટકાર્યમાં નિવૃત્તિ જણાતી હોવાથી. જેમ પોતાના શરીરમાં આત્મા જણાય છે તેમ અહીં જ્યાં જ્યાં ઈષ્ટાનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ જણાતી હોય છે ત્યાં ત્યાં શરીર સાત્મક હોય છે એમ જાણવું જોઈએ. જેમકે પોતાનું શરીર. તેવી જ રીતે પરશરીરમાં પણ પ્રવૃત્તિ-નિવૃત્તિ જણાય જ છે. તેથી તે પરશરીર પણ સાત્મક છે. જો પરશરીરમાં આત્મા ન હોત તો ઘટ-પટ આદિ જડપદાર્થોની જેમ ઈષ્ટાનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ ન હોત. આવા પ્રકારના અનુમાન પ્રમાણથી પરશરીરમાં પણ આત્મતત્ત્વની સિદ્ધિ થાય છે.
૩૩
જેમ વર્તમાનકાળમાં ચાર રસ્તા આદિ સ્થાનોમાં ગોઠવાયેલી લાલ-લીલી લાઈટોવાળા ક્ષેત્રની અંદર લાલ લાઈટ જોઈને ગાડીઓ ઉભી રહે છે અને લીલી લાઈટ જોઈને
ગાડીઓ ચાલે છે. તેથી અનુમાન કરાય છે કે આ ગાડીમાં સંચાલક કોઈ છે. તેવી જ રીતે સર્પ-સિંહ-વાઘ આદિ અનિષ્ટ પદાર્થોને જોઈને આ શરીર નિવૃત્તિ કરે છે અને સ્ત્રીભોજન-અલંકાર આદિ ઈષ્ટ પદાર્થોને જોઈને આ શરીર પ્રવૃત્તિ કરે છે. તેથી જણાય છે કે આ શરીરમાં સંચાલક એવું કોઈ તત્ત્વ છે, તે જ આત્મા છે. જો સંચાલક એવા આત્મતત્ત્વ વિના શરીર જ સ્વયં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરતું હોત તો મૃતકશરીર પણ તેવી પ્રવૃત્તિ-નિવૃત્તિ કરત. પરંતુ તે મૃતકશરીર આવી પ્રવૃત્તિ-નિવૃત્તિ કરતું નથી અને જીવંત શરીર ઈષ્ટાનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે છે. માટે આ શરીરમાં સંચાલક કોઈક તત્ત્વ છે, એ જ આત્મા છે. ૧૫૬૪
આ વિષયમાં એક શંકા રજુ કરીને તેનો ઉત્તર આપતાં ભગવાન કહે છે जं च न लिंगेहिं समं, मन्नसि लिंगी जओ पुरा गहिओ । संगं ससेण व समं न लिंगओ तोऽणुमेओ सो ॥ १५६५ ॥ सोऽणेगंतो जम्हा, लिंगेहिं समं न दिट्ठपुव्वो वि । गहलिंगदरिसणाओ, गहो अणुमेओ सरीरम्मि ॥ १५६६ ॥ (यच्च न लिङ्गैः समं मन्यसे लिङ्गी यतः पुरा गृहीतः । शृङ्गं शशेन वा समं न लिङ्गतस्ततोऽनुमेयः सः ॥
-
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૪
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
सोऽनेकान्तो यस्माल्लिङ्गैः समं न दृष्टपूर्वोऽपि । ग्रहलिङ्गदर्शनाद्, ग्रहो ऽनुमेयः शरीरे ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - વળી હે ઈન્દ્રભૂતિ ! તમે એમ માનો છો કે જેમ સસલાની સાથે શ્રૃંગ પૂર્વે ક્યાંય ક્યારેય જોયાં નથી. તેથી તેનું અનુમાન થતું નથી. તેની જેમ લિંગી એવો આત્મા પણ કોઈ લિંગોની સાથે પૂર્વકાલમાં પ્રત્યક્ષ ગ્રહણ કરેલો નથી તેથી તે આત્મા પણ અનુમેય નથી. પરંતુ તારી આ વાત અનૈકાન્તિક છે, વ્યભિચારી છે કારણ કે લિંગોની સાથે ગ્રહ (ભૂત-પિશાચાદિ) ક્યાંય પૂર્વકાલમાં જોયું નથી. તો પણ હસન-રુદન આદિ ગ્રહનાં લિંગો દેખાવાથી તે તે શરીરમાં ગ્રહનું (ભૂત-પિશાચનું) અનુમાન થાય જ છે.
૧૫૬૫-૧૫૬૬।।
વિવેચન - વળી હે ઈન્દ્રભૂતિ ! તમારા મનમાં આવી શંકા વર્તે છે કે મહાનસ આદિમાં ધૂમ અને વહ્નિનો અવિનાભાવસંબંધ પૂર્વકાલમાં સાક્ષાત્ નજરે જોયેલો છે. તો જ તેના અનુસ્મરણથી પર્વતાદિ સ્થાનોમાં ધૂમ દેખાવાથી વહ્નિનું અનુમાન થાય છે. જે લિંગ અને લિંગીનો અવિનાભાવસંબંધ પૂર્વકાલમાં સાક્ષાત્ નજરે જોયો હોતો નથી તેનું અનુમાન થતું નથી. જેમ સસલાની સાથે શૃંગ પ્રત્યક્ષપણે પૂર્વે ક્યાંય જોયાં જ નથી. તેથી સસલાને દેખીને શૃંગનું અનુમાન થતું નથી. તેમ કોઈપણ લિંગો સાથે અવિનાભાવસંબંધવાળો લિંગી એવો જીવ પૂર્વકાલમાં ક્યાંય પણ, કોઈના પણ વડે, સાક્ષાત્ નજરે જોવાયો નથી. તેથી પૂર્વકાલમાં લિંગ-લિંગીના સંબંધનું પ્રત્યક્ષગ્રહણ થયેલ ન હોવાથી કોઈપણ લિંગ વડે લિંગી એવા જીવનું અનુમાન કરી શકાય નહીં. જેનો સંબંધ પૂર્વકાલમાં જોયો હોય તેનું જ અનુમાન થાય. આ વાત ગાથા ૧૫૫૧ માં શંકારૂપે પહેલાં કરેલી છે.
હે ઈન્દ્રભૂતિ ! તમારા મનમાં આવી જે શંકા વર્તે છે. ત્યાં હું તમને જે ઉત્તર આપું છું તે સાવધાન થઈને સાંભળો. તમારી વાત અનૈકાન્તિક છે. અર્થાત્ વ્યભિચારવાળી છે. એટલે કે મહાનસાદિમાં ધૂમ-વહ્નિનો અવિનાભાવ સંબંધ પૂર્વકાલમાં જોયો હોય છે. તેથી પર્વતમાં ધૂમ દેખાવાથી વહ્નિનું અનુમાન થાય છે આ વાત બરાબર છે. પરંતુ સર્વસ્થાને પૂર્વકાલમાં સંબંધ નજરોનજર સાક્ષાત્ જોયેલો હોય તો જ અનુમાન થાય, આવો સંબંધ સાક્ષાત્ નજરોનજર જોયેલો ન હોય તો અનુમાન ન થાય આવો નિયમ નથી. કારણ કે જેનો આવા પ્રકારનો અવિનાભાવ સંબંધ પૂર્વકાલમાં જોયો નથી હોતો, છતાં પણ તેનું અનુમાન થાય છે.
કોઈના શરીરમાં જ્યારે ગ્રહ (ભૂતાદિ) આવે છે ત્યારે અનુચિત હસવા-રડવાના
Page #60
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૩૫ વ્યવહાર તે કરે છે. આ વાત સંસારમાં જાણીતી છે. આવા હસવા-રડવા આદિના વ્યવહારો જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં ગ્રહ હોય છે. આવું ચક્ષુથી સાક્ષાત્ નજરે ક્યાંય કોઈના પણ વડે પૂર્વકાલમાં જોવાયું નથી. કારણ કે ગ્રહ (ભૂતાદિ) દેવવિશેષ છે અને તે અદેશ્ય શરીરવાળા છે. તેથી આવા ગ્રહને (ભૂતાદિને) સાક્ષાત્ નજરે જોયેલા ન હોવા છતાં પણ અનુચિતપણે કરાતી હસનક્રિયા, ગાવાની ક્રિયા, રડવાની ક્રિયા, હાથ-પગ પછાડવાની ક્રિયા અને આંખોમાં વિશિષ્ટ વિક્ષેપન ક્રિયા આદિ વિકૃત લિંગો દેખાવાથી “આ માણસના શરીરમાં ભૂતાદિ છે” આવું અનુમાન કરાય છે જે વાત નાના બાલજીવોમાં પણ જાણીતી છે.
કોઈના શરીર ઉપર બેચેની દેખાય તો તેના શરીરમાં કંઈક રોગ છે આવું અનુમાન કરાય જ છે. તે રોગને પૂર્વકાલમાં જોયેલો જ હોય એવો નિયમ નથી. આવા પ્રકારનાં અનેક ઉદાહરણો છે જેથી હે ઈન્દ્રભૂતિ ! જેનો પૂર્વકાલમાં સંબંધ સાક્ષાત્ નજરે જોયો હોય તેનું જ અનુમાન થાય એવો નિયમ નથી. પૂર્વકાલમાં સંબંધ ન જોયો હોય તો પણ અવિનાભાવપણું પ્રસિદ્ધ હોવાથી અનુમાન થઈ શકે છે. તેમ અહીં જ્ઞાન અને જીવ અમૂર્તિ અને અચાક્ષુષ હોવાથી પૂર્વકાલમાં ભલે સાક્ષાત્ નજરે ન જોયા હોય તો પણ જ્ઞાન એ લિંગ છે અને જીવ એ લિંગી છે. જ્યાં જ્યાં સ્મરણ-જિજ્ઞાસા-સંશય-નિર્ણય ઈત્યાદિ રૂપે જ્ઞાનસંજ્ઞા હોય છે. ત્યાં ત્યાં તેનો લિંગી એવો જીવ અવશ્ય હોય જ છે. /૧૫૬૫૧૫૬૬I.
આત્માની સિદ્ધિ કરનારાં બીજા અનુમાન પણ જણાવે છે - देहस्स स्थि विहाया, पइनिययागारओ घडस्सेव । अक्खाणं च करणओ, दंडाईणं कुलालोव्व ॥१५६७॥ (àહસ્થત વિધાતા, પ્રતિનિયતાવારતો વચ્ચેવ !
अक्षाणाञ्च करणतो, दण्डादीनां कुलाल इव ॥)
ગાથાર્થ – ઘડાની જેમ શરીરનો પ્રતિનિયત આકાર હોવાથી કોઈક કર્તા છે. (તે જીવ છે.) શરીરમાં રહેલી પાંચે ઈન્દ્રિયો કરણ હોવાથી તેનું મુંજન કરનાર કોઈક કર્તા છે. જેમ ઘટ બનાવતી વેળાએ દંડાદિનું મુંજન કરનાર કુંભાર છે તેમ અહીં જીવ છે. /૧ પ૬૭ll
વિવેચન - ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ ન જણાતી વસ્તુને લિંગ દ્વારા જે
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૬ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ સાધવામાં આવે છે. તેને ન્યાયશાસ્ત્રમાં “અનુમાનપ્રમાણ” કહેવાય છે. જ્યાં સુધી વસ્તુ પ્રત્યક્ષ જણાતી હોય છે. ત્યાં સુધી તો અનુમાનની જરૂર હોતી નથી. પરંતુ પ્રત્યક્ષ ન જણાય ત્યારે અનુમાન કલ્પવામાં આવે છે. જેમકે મહાનસમાં (રસોડામાં) વહ્નિ સાક્ષાત્ નજરે દેખાય જ છે એટલે ત્યાં અગ્નિનું અનુમાન કરાતું નથી. પરંતુ પર્વતોની ખીણમાં લાગેલ અગ્નિ ચક્ષુ આદિથી સાક્ષાત્ જણાતો નથી તેથી ધૂમ દ્વારા અગ્નિનું અનુમાન કરાય છે. તેમ પોતાના શરીરમાં આત્મા “સદં-મર્દ" ના પ્રત્યક્ષથી કથંચિત્ પ્રત્યક્ષ અનુભવાય છે. આ વાત ૧૫૫૪ થી ૧૫૬૩ માં સમજાવી છે. પરંતુ બીજાના શરીરમાં આત્મા છે. તે આપણને પ્રત્યક્ષપ્રમાણથી અનુભવાતું નથી. તેથી અનુમાન દ્વારા સમજાવવામાં આવે છે.
આ અનુમાનપ્રમાણની રીતભાત સમજવા માટે કેટલાક પારિભાષિક શબ્દો સમજવા પડે તેમ છે તો જ આગળ-આગળ આવતો વિષય સમજાય તેમ છે. તેથી તે પારિભાષિક શબ્દોના અર્થ આ પ્રમાણે છે -
(૧) જે સ્થાનમાં વસ્તુ સમજાવવી હોય તેને પક્ષ કહેવાય છે. જેમકે પર્વતમાં વહ્નિ સમજાવવી છે તો પર્વતને પક્ષ કહેવાય છે. તેમ અહીં પરના શરીરમાં આત્મા સમજાવવો છે. તેથી પરનું શરીર એ પક્ષ બને છે.
(૨) કોઈપણ સ્થાનમાં જે વસ્તુ સમજાવવી હોય છે તેને સાધ્ય કહેવાય છે. જેમકે પર્વતમાં વહ્નિ સમજાવવો છે. તેથી વહ્નિ એ સાધ્ય છે તેમ પરના શરીરમાં આત્મા સમજાવવો છે. તેથી આત્મા એ સાધ્ય કહેવાય છે.
(૩) જે લિંગ દ્વારા વસ્તુ સમજાવવામાં આવે છે તે લિંગને હેતુ કહેવાય છે. જેમકે પર્વતમાં સમજાવાતા વહ્નિ માટે ધૂમ એ હેતુ છે અને પરશરીરમાં સમજાવાતા આત્મા માટે વિજ્ઞાનાદિમયત એ હેતુ છે. આવા પ્રકારના હેતુ અનેક પણ હોય છે. એક જ હેતુ હોય એવો નિયમ નથી.
(૪) જ્યાં જ્યાં લિંગ (હેતુ) હોય છે ત્યાં ત્યાં લિંગી (સાધ્ય) હોય જ છે. એવા પ્રકારના નિયમને, બન્નેનું જે સાથે રહેવાપણું છે તેને, તથા આવા અવિનાભાવસંબંધને અન્વયવ્યાપ્તિ કહેવાય છે. જેમકે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહ્નિ હોય જ, તેવી રીતે
જ્યાં જ્યાં સ્મરણ-જિજ્ઞાસા આદિ જ્ઞાનાદિગુણો હોય ત્યાં ત્યાં આત્મા નામનું દ્રવ્ય હોય જ. તે અન્વયવ્યાપ્તિ કહેવાય છે.
(૫) અન્વયવ્યાપ્તિને અનુસરનારું જે ઉદાહરણ હોય તેને અન્વયદેષ્ટાન્ત કહેવાય
Page #62
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૩૭ છે. જેમકે વહ્નિ સાધવામાં મહાનસ અને પરશરીરમાં આત્મા સાધવામાં દેવદત્ત આદિ. આ અન્વયદેષ્ટાન્ત જાણવું.
(૬) જ્યાં જ્યાં લિંગી (સાધ્ય) ન હોય ત્યાં ત્યાં હેતુ પણ ન જ હોય તે વ્યતિરેકવ્યાપ્તિ કહેવાય છે. તેને અનુસરનારું જે ઉદાહરણ તેને વ્યતિરેકદૃષ્ટાન્ત કહેવાય છે. જેમકે જ્યાં જ્યાં વહ્નિ ન હોય ત્યાં ત્યાં (વહ્નિ વિના) ધૂમ પણ ન જ હોય, આ વ્યતિરેક વ્યાપ્તિ કહેવાય છે. જેમકે સરોવર અથવા સમુદ્ર આ વ્યતિરેક દૃષ્ટાન્ત જાણવું. તેવી રીતે જ્યાં જ્યાં આત્મા ન હોય ત્યાં ત્યાં સ્મૃતિ આદિ જ્ઞાનાદિ ધર્મો પણ ન જ હોય. જેમકે ઘટ-પટ તથા મૃત શરીર, આ વ્યતિરેકવ્યાપ્તિ તથા વ્યતિરેકદૃષ્ટાન્ત જાણવું.
(૭) દૃષ્ટાન્તને અનુસાર પક્ષમાં સાધ્ય-સાધક હેતુની યોજના કરવી તેને ઉપાય કહેવાય છે. જેમકે મહાનસમાં વતિને સાધક એવો ધૂમ છે. તેવો ધૂમ પર્વતમાં પણ દેખાય છે. આ ઉપનય થયો તે રીતે દેવદત્તમાં આત્માને સિદ્ધ કરે એવા સ્મૃતિ આદિ જ્ઞાનાદિ ધર્મો દેખાય છે. તેવા જ સ્મૃતિ આદિ જ્ઞાનાદિ ધર્મો બધા જ પરશરીરમાં પણ દેખાય છે. આ ઉપનય થયો.
(૮) ઉપનયને અનુસાર પક્ષમાં સાધ્યની સિદ્ધિ જાહેર કરવી તે નિગમન કહેવાય છે. જેમકે પર્વતમાં પણ ધૂમ હોવાથી અવશ્ય વહ્નિ હોવો જ જોઈએ. તેવી રીતે પરશરીરમાં પણ સ્મૃતિ આદિ જ્ઞાનાદિ ધર્મો દેખાતા હોવાથી અવશ્ય આત્મા છે જ. આ નિગમન કહેવાય છે.
(૯) સાધ્યથી યુક્ત એવા પક્ષનું પ્રતિપાદન કરવામાં આવે તેને પ્રતિજ્ઞા કહેવામાં આવે છે. જેમકે “પર્વતો વલ્લમા'' અર્થાત્ પર્વત વહ્નિવાળો છે. “પરશરીરમાં આત્મા છે” આ પ્રમાણે કહેવું તે પ્રતિજ્ઞા જાણવી.
(૧૦) સાથે અવશ્ય જેમાં હોય જ, તેને સપક્ષ કહેવાય છે. જેમકે વદ્ધિ સાધીએ ત્યારે મહાનસ એ સપક્ષ, પરશરીરમાં આત્મા સાધીએ ત્યારે દેવદત્ત એ સપક્ષ કહેવાય
(૧૧) અવશ્ય જ્યાં સાધ્યનો અભાવ જ હોય તેને વિપક્ષ કહેવાય છે. જેમકે વહ્નિ સાધીએ ત્યાં સરોવર અને સમુદ્ર તે વિપક્ષ, પરશરીરમાં આત્મા સાધીએ ત્યારે ઘટ-પટ એ વિપક્ષ સમજવો.
(૧૨) જે હેતુ ખોટો હોય, સાધ્ય સાધવામાં અસમર્થ હોય તેને હેત્વાભાસ કહેવાય
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૮
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ છે. તેના ત્રણ ભેદ છે. અસિદ્ધ, અનૈકાન્તિક અને વિરુદ્ધ. કોઈ દર્શનકારોના મતે પાંચ પણ છે સત્યતિપક્ષ અને બાધિત એમ બે ઉમેરતાં કુલ પાંચ હેત્વાભાસ થાય છે.
(૧૩) જે હેતુ પક્ષમાં ન વર્તે તે અસિદ્ધ. જેમકે “સમુદ્રો વાન, ધૂમ” અહીં ધૂમ હેતુ સમુદ્રમાં નથી (માટે વહ્નિ સિદ્ધ ન થાય). આ અસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે.
(૧૪) જે હેતુ સાધ્યની સાથે પણ હોય અને સાધ્યાભાવની સાથે પણ હોય અર્થાત્ સપક્ષ અને વિપક્ષ એમ બન્નેમાં હોય તે અનૈકાન્તિક હેત્વાભાસ કહેવાય છે. આ હેત્વાભાસને સવ્યભિચાર અથવા સાધારણ હેત્વાભાસ પણ કહેવાય છે. જેમકે “પર્વતો वह्निमान् प्रमेयत्वात्"
(૧૫) જે હેતુ સાધ્યની સાથે ન જ હોય, સાધ્યના અભાવમાં જ હોય તે હેતુને વિરુદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકે “પટો નિત્ય: તત્વત્'' અહીં કૃત્રિમત્વ હેતુ નિત્ય સાધ્યની સાથે વર્તતો નથી. પરંતુ નિયાભાવ એટલે સાધાભાવની સાથે વર્તે છે માટે વિરુદ્ધ હેત્વાભાસ છે.
(૧૬) જે પક્ષમાં સાધ્ય સાધવા માટે જે હેતુ આપ્યો હોય, તે જ પક્ષમાં તે જ સાધ્યનો અભાવ સાધી આપે તેવો વિરોધી બીજો હેતુ જો મળી આવે તો પ્રથમ હેતુને સમ્રતિપક્ષ હેત્વાભાસ કહેવાય છે. જેમકે “શબ્દ, નિત્ય, શ્રોત્રેન્દ્રિયગ્રાહ્યત્વોત્ બ્રિત્વવત્'' તેની સામે “શબ્દઃ નિત્યઃ, તત્વી, ઘટવ' આવા પ્રકારનું વિરોધી અનુમાન થઈ શકે છે. તેથી પ્રથમ હેતુ સત્યતિપક્ષ હેત્વાભાસ કહેવાય છે. આ હેત્વાભાસનું બીજું નામ પ્રકરણસમ હેત્વાભાસ પણ છે. વાસ્તવિકપણે આ હેત્વાભાસ અનૈકાન્તિકમાં સમાઈ જાય
(૧૭) જે પક્ષમાં જે સાધ્ય સાધતા હોઈએ તે જ પક્ષમાં તે જ સાધ્યનો અભાવ પ્રત્યક્ષાદિ બીજાં પ્રમાણોથી જણાતો જ હોય તો તે હેતુને બાધિત હેત્વાભાસ કહેવાય છે. જેમકે વહ્નિ: શીત: દ્રવ્યત્વીતુ નર્તવત્ આ અનુમાનમાં વહ્નિની શીતળતા સધાય છે. પરંતુ વહ્નિ ઉષ્ણ છે. આ જ્ઞાન સ્પાર્શનપ્રત્યક્ષાદિથી થાય છે. માટે દ્રવ્યવાન્ હેતુ બાધિત કહેવાય છે. આ હેત્વાભાસને જ કાલાત્યયાપદિષ્ટ પણ કહેવાય છે.
“અનુમાન” સંબંધી પારિભાષિક કેટલાક શબ્દોના અર્થોને જાણ્યા પછી હવે આપણે ગાથાના ભાવાર્થને જાણીએ.
“હણ્ય તિ વિધાતા, મામિપ્રતિનિયતાવારંવત્ ઘટવ'' આ શરીરનો કોઈક કર્તા છે. કારણ કે શરીર આદિવાળું છે અને તે શરીરના અમુક પ્રકારનો ચોક્કસ આકાર
Page #64
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૩૯ છે. માટે ઘટની જેમ તેનો કોઈક કર્તા છે. જે કર્યા છે તે આત્મા છે. જે જે આદિવાળું હોતે છતે અમુક પ્રકારના ચોક્કસ આકારવાળું હોય છે તેનો અવશ્ય કોઈક કર્તા હોય જ છે. જેમકે ઘટ-પટ વગેરે પદાર્થો આદિવાળા પણ છે અને પ્રતિનિયત આકારવાળા પણ છે. તેથી તેનો કુંભાર-વણકર કર્તા પણ છે જ. જે જે વસ્તુનો કર્તા નથી હોતો તે તે વસ્તુ આદિવાળી અને પ્રતિનિયત આકારવાળી હોતી નથી. જેમકે વાદળ. આ રીતે દેહનો જે કર્યા છે તે જ આત્મા છે.
પ્રશ્ન - અહીં હેતુમાં મામિત્ શબ્દ શા માટે કહ્યો ? મૂલગાથામાં તો “પ્રતિનિયતીdal” આટલું જ કહ્યું છે. તો હેતુમાં આ વિશેષણ ઉમેરવાની જરૂર શું?
ઉત્તર - તમારો પ્રશ્ન સાચો છે. પરંતુ એકલું પ્રતિનિયતાકારપણું તો મેરુપર્વત-સૂર્યચંદ્રનું વિમાન, શાશ્વતી મૂર્તિઓ આદિમાં પણ છે અને તે પદાર્થોનો કર્તા કોઈ જ નથી સ્વયંસિદ્ધ છે. તેથી હેતુ સાધ્યના અભાવમાં રહેનારો પણ થાય છે. જેથી અનૈકાન્તિક હેત્વાભાસ થઈ જાય છે. “જે જે પ્રતિનિયતાકારવાળા પદાર્થો છે તે તે કર્તાવાળા છે” આવી અન્વયવ્યાપ્તિ થતી નથી. તેથી ગાથામાં નથી કહ્યું તો પણ “મમિત્' વિશેષણ સમજવું. શરીરના કર્તા તરીકે આત્માની સિદ્ધિ કરી. આ એક અનુમાન થયું.
- શરીરમાં રહેલી ચક્ષુ-શ્રોત્ર આદિ પાંચે ઈન્દ્રિયોનો “ધિકૃત” ઉપયોગ કરનાર, ઈન્દ્રિયોને વિષયમાં જોડનાર કોઈક છે. શરીરની અંદર કોઈ સંયોજકતત્ત્વ છે. કારણ કે ઈન્દ્રિયો એ કરણ (સાધન) છે. જે જે કરણ હોય છે તેનો કોઈક અધિષ્ઠાતા પણ હોય છે. જેમકે ઘટ બનાવવામાં ચક્ર-ચીવર (વસ્ત્ર), મૃત્ (માટી), સૂત્ર (દોરી), દંડ આદિ સાધનો છે. તો તેનો ઉપયોગ કરનાર કુલાલ (કુંભાર) છે. તેમ અહીં પણ સમજવું. જે જે વસ્તુ અધિષ્ઠાતા વિનાની હોય છે તે તે વસ્તુ કરણરૂપે બનતી નથી જેમકે આકાશ. આકાશદ્રવ્યનો કોઈ અધિષ્ઠાતા નથી, તેથી તે આકાશ કોઈનું કરણ પણ બનતું નથી. આ રીતે પાંચે ઈન્દ્રિયોનો જે અધિષ્ઠાતા છે, ઉપયોગ કરનાર તત્ત્વ છે તે જ આત્મા છે. મરેલા શરીરમાં પાંચ ઈન્દ્રિયો હોવા છતાં પણ અધિષ્ઠાતા જીવદ્રવ્ય ન હોવાથી તેનો ઉપયોગ કરાતો નથી. “ન્દ્રિયામતિ ધBIRા, રપત્વિ, વિવત્ '' આ બીજુ અનુમાન થયું. (અહીં ધષ્ઠાતા શબ્દ મૂલગાથામાં નથી. તો પણ પૂર્વાપર સંબંધના કારણે અધ્યાહારથી સમજી લેવો.) I/૧૫૬૭ll
अत्थिंदियविसयाणं, आयाणादेयभावओ अवस्सं । कम्मार इवादाया, लोए संडासलोहाणं ॥१५६८॥
Page #65
--------------------------------------------------------------------------
________________
४०
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
(अस्तीन्द्रियविषयाणामादानादेयभावतोऽवश्यम् ।
માંર રૂવાવાતા, લોઢે સંવંશજ-લોહાનામ્ ॥)
ગાથાર્થ - ઈન્દ્રિયો અને વિષયોનો આદાન-આર્દયભાવ હોવાથી અવશ્ય કોઈક આદાતા છે. જેમ સાંડસો અને લોખંડનો આદાતા લુહાર છે તેમ. ૧૫૬૮
ગણધરવાદ
વિવેચન - ત્રીજું અનુમાન જણાવે છે કે પકડવાના સાધનને આવાન કહેવાય છે અને પકડવા લાયક વસ્તુને આવેય કહેવાય છે. આ બન્ને જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં તેનો કર્તા પણ કોઈક હોય જ છે. તે કર્તાને આવાતા કહેવાય છે. જેમકે લોઢાને પકડવા
જે સાંડસો છે તે આદાન છે. જે લોઢું છે તે આદેય છે. આ બન્નેમાં જ્યારે આદાનઆદેયભાવ આવે છે. એટલે કે સાંડસા વડે લોઢું પકડાય છે ત્યારે તેનો કોઈક આદાતા (કર્તા) પણ અવશ્ય હોય જ છે. જેમકે લુહાર. અર્થાત્ લુહાર કર્તા હોય તો જ સાંડસા વડે લોઢું પકડાય છે. અન્યથા સાંડસા વડે લોઢું પકડાતું નથી. તેવી રીતે આ શરીરમાં જે પાંચ ઈન્દ્રિયો છે તે વિષયોને જાણવાનું સાધન છે એટલે આદાન છે અને રૂપ-રસગંધ-સ્પર્શ અને શબ્દ આમ જે પાંચ વિષયો છે તે આદેય છે. આ રીતે આ બન્ને વચ્ચે આદાન-આદેય ભાવ છે. તેથી કોઈક તે બન્નેનો આદાતા છે. એટલે કે ચક્ષુ દ્વારા રૂપને જોનારો, શ્રોત્ર દ્વારા શબ્દને સાંભળનારો, ઘ્રાણ દ્વારા ગંધને સુંઘનારો કોઈક આદાતા (કર્તા) અવશ્ય છે જ, આવો જે આદાતા = કર્તા છે તે જ આત્મા છે. જ્યાં જ્યાં આવા પ્રકારનો આદાન-આદેયભાવ હોતો નથી ત્યાં આદાતા (કર્તા) પણ હોતો નથી. જેમ કે આકાશ, સારાંશ કે આકાશ એ કોઈની પણ સાથે આદાન કે આઠેયભાવને પામતું નથી. માટે તેનો કર્તા પણ કોઈ નથી. આ રીતે ઈન્દ્રિયો અને વિષયોની વચ્ચે આદાનઆદેયભાવ હોવાથી તેના આદાતા તરીકે લુહારની જેમ આત્માની સિદ્ધિ થાય છે.
||૧૫૬૮॥
भोत्ता देहाईणं भोज्जत्तणओ नरोव्व भत्तस्स । संघायाइत्तणओ, अत्थि य अत्थी घरस्सेव ॥ १५६९॥
(भोक्ता देहादीनां भोग्यत्वतो नर इव भक्तस्य ।
सङ्घातादित्वतोऽस्ति चार्थी गृहस्येव ॥ )
ગાથાર્થ - જેમ ભોજન એ ભોગ્ય હોવાથી તેનો કોઈક ભોક્તા હોય છે તેમ દેહાદિ પણ ભોગ્ય હોવાથી તેનો કોઈક ભોક્તા છે. (જે ભોક્તા છે તે જીવ છે.) તથા શરીર
Page #66
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ અને ઈન્દ્રિયો પુદ્ગલના સંઘાતસ્વરૂપ (સમૂહાત્મક) હોવાથી તેનો કોઈક સ્વામી છે. જેમ ઘરનો સ્વામી તેનો માલીક છે તેમ શરીરાદિનો જે સ્વામી છે તે જીવ છે. ૧૫૬૯
વિવેચન - હવે આત્માની સિદ્ધિમાં ચોથું અનુમાન જણાવે છે. તે આ પ્રમાણે છે - “હેટ્વિીનાં વશિત્ મોવત્તાતિ, મોલ્વી, મસ્તસ્ય નર રૂવ' જેમ શાલિ-દાળ-વૃતતંબોલ આદિ અનેક પ્રકારનું ભોજન તથા વસ્ત્ર અલંકારાદિ પદાર્થો ભોગ્ય (ભોગવવા લાયક) હોવાથી અવશ્ય તેનો કોઈક દેવદત્તાદિ ભોક્તા છે. જે જે ભોગ્ય હોય છે તેનો કોઈ ને કોઈ ભોક્તા હોય જ છે. જેમકે ભોજન-વસ્ત્રાદિનો ભોક્તા પુરુષાદિ છે અને જેનો કોઈ ભોક્તા નથી, તે ભોગ્ય પણ હોતું નથી. જેમકે આકાશ પુષ્પ, ખરવૃંગાદિ. અહીં શરીર એ ભોગ્ય છે, ઈન્દ્રિયો પણ ભોગ્ય છે. તો આ બન્ને પદાર્થોનો કોઈક ભોક્તા હોવો જોઈએ. જે ભોક્તા છે તે જ જીવ છે.
હવે પાંચમું અનુમાન જણાવે છે - તેહાલીનાં કર્થી (સ્વાપી) ફ્લેવ, સતિરૂપત્ની, પૃહાનાં વત્તાવિવત્ = જેમ ઘર, હાટ, વસ્ત્ર-અલંકારો વગેરે પદાર્થો પુગલના સંઘાતસ્વરૂપ છે. એટલે કે પુદ્ગલોની સુંદર રચના સ્વરૂપ-ઉત્તમઘાટ સ્વરૂપ છે. માટે તેનો કોઈક સ્વામી છે. તેની જેમ શરીર અને ઈન્દ્રિયો પણ વ્યવસ્થિતપણે પુગલોની સુંદર રચના સ્વરૂપ છે. માટે અવશ્ય તે શરીરાદિનો કોઈક સ્વામી છે. જે સ્વામી છે તે જ જીવ છે. જે જે પદાર્થ સ્વામીવાળો હોતો નથી, તે તે પદાર્થ પુગલોના સંઘાતાત્મક પણ હોતો નથી. જેમકે આકાશ, આકાશપુષ્પ ઈત્યાદિ.
અહીં ચણુક-ચણક-ચતુરણુક આદિ સૂક્ષ્મસ્કંધો પણ પુગલના સંઘાતાત્મક છે. પરંતુ વિદ્યમાન સ્વામીવાળા નથી. તેથી હેતુ સાધ્યના અભાવમાં (વિપક્ષમાં) પણ વર્તે છે. તેથી અન્નકાન્તિક હેત્વાભાસ થાય છે. તો પણ તે અનૈકાન્તિકતા અટકાવવા માટે મૂર્તિમન્વત્ ન્દ્રિયવાન્ અને રક્ષણવત્ વગેરે સંભવતાં વિશેષણો હેતુમાં કહેવાં. સારાંશ કે શરીર અને ઈન્દ્રિયો પુગલના સમૂહાત્મક અવશ્ય છે. પરંતુ તે સમૂહ મૂર્તિમાન છે. (દશ્ય છે), ઈન્દ્રિયગોચર છે અને ચક્ષુથી ગોચર છે. જ્યારે રાણકાદિ પુગલના સૂક્ષ્મસ્કંધો સંઘાતસ્વરૂપ અવશ્ય છે. પરંતુ દેશ્ય નથી. ઈન્દ્રિયગ્રાહ્ય નથી અને ચક્ષુર્ગોચર નથી. તેથી અનૈકાન્તિકતા થતી નથી. જે જે દેશ્ય એવો સંઘાત હોય, ઈન્દ્રિયગ્રાહ્ય એવો સંઘાત હોય અને ચક્ષુર્ગોચર એવો સંઘાત હોય, તે તે સંઘાત વિદ્યમાનસ્વામી વાળા હોય છે. જેમ ગૃહાદિનો સ્વામી દેવદત્તાદિ હોય છે. તેવી જ રીતે શરીરાદિ પણ દેશ્યસંઘાતરૂપ, ઈન્દ્રિયગ્રાહ્યસંઘાતરૂપ અને ચક્ષુર્ગોચરસંઘાતરૂપ છે. માટે તેનો કોઈક સ્વામી હોવો જોઈએ. જે સ્વામી છે તે જ જીવ છે. ચણક આદિ સૂક્ષ્મસ્કંધો પુદ્ગલના સંઘાતસ્વરૂપ છે પરંતુ ઉપરોક્ત વિશેષણયુક્ત
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૨
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
એવા સંઘાતસ્વરૂપ નથી. માટે તેનો સ્વામી કોઈ હોતો નથી. આ રીતે શરીરાદિનો સ્વામી જીવ છે. આ વાત આ ગાથામાં સિદ્ધ કરી છે. ૧૫૬૯॥
પ્રશ્ન - ઉપરોક્ત અનુમાનોથી તો શરીરાદિનો કર્તા, ભોક્તા આદિ અવશ્ય સિદ્ધ થાય છે. પરંતુ તે કર્માદિ ભાવવાળો જીવ જ હોય છે એમ સિદ્ધ થતું નથી. તથા ભોજનાદિનો ભોક્તા પુરુષ છે. ઘટાદિનો કર્તા કુલાલ છે ઈત્યાદિનાં દૃષ્ટાન્ત આપીને શરીરાદિના ભોક્તા અને કર્તા તરીકે જીવની સિદ્ધિ કરો છો તો પુરુષ અને કુલાલાદિ તો મૂર્ત છે (રૂપી છે) પુદ્ગલના શરીરની સાથે સંઘાતાત્મક છે અને જન્મ-મરણાદિ પામનાર હોવાથી અનિત્ય છે. તેના ઉદાહરણથી સિદ્ધ કરાતો આત્મા પણ મૂર્ત, સંઘાતાત્મક અને અનિત્ય સિદ્ધ થશે અને તમારા મતે તો આત્મા અમૂર્ત, અશરીરી અને નિત્ય છે તેથી ઈષ્ટથી વિરુદ્ધ સાધ્ય સિદ્ધ થઈ જશે. આવા પ્રકારના પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે કે -
जो कत्ताइ स जीवो, सज्झविरुद्ध त्ति ते मई होज्जा । મુત્તાપસંગો, તં નો સંસારનો હોસો ॥૭॥
( यः कर्त्रादिः स जीवः साध्यविरुद्ध इति तव मतिर्भवेत् । मूर्तादिप्रसङ्गात्, तन्न संसारिणो दोषः ॥ )
ગાથાર્થ - શરીરાદિનો જે કર્તા છે તે જીવ છે. તમારા મનમાં કદાચ એવી મતિ થાય કે “આત્મા” જેવો સિદ્ધ કરવો છે. તેનાથી વિરુદ્ધ સાધ્યની સિદ્ધિ થઈ જાય છે. કારણ કે આત્મા છે અમૂર્તાદિ ભાવવાળો, અને ઉપરના અનુમાનોથી તો મૂદ માનવાનો પ્રસંગ આવે છે. તો સંસારી જીવમાં તે દોષરૂપ બનતું નથી. ૧૫૭૦થી
વિવેચન ઉપર કહેલી ૧૫૬૭-૧૫૬૮-૧૫૬૯ ગાથામાં શરીરાદિના કર્તાઅધિષ્ઠાતા, આદાતા, ભોક્તા અને સ્વામી તરીકે અનુમાન દ્વારા જેની સિદ્ધિ કરવામાં આવી છે, તે કર્દાદિભાવવાળો જીવ છે. બીજો કોઈ પદાર્થ શરીરાદિનો કર્તા-ભોક્તા નથી. પ્રશ્ન - શરીરાદિનો કર્તા-ભોક્તા જીવ છે એમ ન માનીએ અને ઈશ્વર-અદૃષ્ટ-આદિ બીજા કોઈ કર્તા-ભોક્તા છે એમ માનીએ તો શું ન ચાલે ? તેનો કર્તા-ભોક્તા આત્મા જ છે એમ કેમ ?
ઉત્તર - દેહાદિનો કર્તા-ભોક્તા આત્મા સિવાય અન્ય એવા ઈશ્વરાદિને માનવું તે યુક્તિયુક્ત ન હોવાથી (અર્થાત્ તર્કથી બરાબર સંગતિ થતી નથી માટે) તેઓમાં કર્તૃત્વ
Page #68
--------------------------------------------------------------------------
________________
૪૩
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ભોક્નત્વ આદિ સંભવતાં નથી, માટે આત્મા જ કર્તા-ભોક્તા છે. જો શરીરાદિનો કર્તાભોક્તા ઈશ્વર માનીએ તો ઈશ્વર એટલે ભગવાન, તે ભગવાન તો સર્વશક્તિ સંપન્ન હોવાથી રોગી-નીરોગીપણે, રાજા-રંકપણે, સ્ત્રી-પુરુષપણે, રૂપાળાપણે અને કરૂપાપણે આમ ચિત્ર-વિચિત્ર શરીરાદિ શું કામ બનાવે ? વળી શરીરના બંધનથી અનેક બંધનો આવે, આવી જીવોને બંધનોમાં જકડવાપણાની ઈશ્વરને શું જરૂર? લોકો દુઃખી હોય ત્યારે દુઃખો દૂર કરવાની વિનંતિ ઈશ્વરને કરે, તે જ ઈશ્વર દુઃખી શરીરો બનાવે -આ વાત બરાબર નથી. તેથી શરીરાદિનો કર્તા ઈશ્વરાદિ નથી, પરંતુ આત્મા જ કર્તા છે. તે આત્મા કર્માધીન હોવાથી ચિત્ર-વિચિત્ર શરીરાદિ બનાવે છે.
પ્રશ્ન - ધારો કે શરીરાદિનો કર્તા-ભોક્તા-અધિષ્ઠાતા આદિ ધર્મવાળો “આ આત્મા છે” પણ ઈશ્વરાદિ નથી. એમ માનીએ તો બીજો દોષ આવશે કે જૈનદર્શનના મતે આત્મા તો અમૂર્ત છે, અશરીરી છે, નિત્ય છે અને ઉપરોક્ત પાંચે અનુમાનોમાં કુલાલ-વણકરલુહાર આદિનાં ઉદાહરણો આપીને તેના જેવો શરીરાદિનો કર્તા-ભોક્તા તરીકે જીવ સિદ્ધ કરાય છે. ત્યાં કુલાલ-વણકર-લુહારાદિ તો મૂર્ત છે (રૂપી છે), શરીરવાળા છે, પુગલના પિંડની સાથે વણાયેલા છે. જન્મ-મરણાદિ અને બાલ્ય-યુવા-વૃદ્ધત્વાદિ ધર્મવાળા હોવાથી અનિત્ય છે. હવે તેના જેવો આત્મા સિદ્ધ કરશો તો આત્મા પણ મૂર્ત-સંઘાતરૂપ અને અનિત્ય જ સિદ્ધ થશે. જૈનદર્શનના મતે આત્મા જેવો માનેલો છે તેના કરતાં વિરુદ્ધ આત્મા સિદ્ધ થશે. જેવું સાધ્ય સાધવું છે તેનાથી વિરુદ્ધ સાધ્યને સાધનારા આ હેતુઓ હોવાથી આ વિરુદ્ધ હેત્વાભાસ કહેવાશે. કારણ કે ઘટ-પટ આદિ કાર્યોના કર્તા સ્વરૂપ કુલાલાદિ તો મૂર્તિમાન, પુગલના સંઘાતસ્વરૂપ અને અનિત્યાદિ સ્વભાવવાળા આ સંસારમાં જોયેલા છે તેથી આ જીવ પણ તેવો જ સિદ્ધ થશે અને આપને તો (જૈનદર્શનના મતને અનુસારે) તેનાથી વિપરીત સાધવાની ઈચ્છા છે. આ રીતે ઉપરોક્ત સર્વે હેતુઓ ઈષ્ટસાધ્ય કરતાં વિપરીત સાધ્યને સાધનાર હોવાથી વિરુદ્ધ હેત્વાભાસ થશે.
ઉત્તર - તમારી વાત અયુક્ત હોવાથી બરાબર નથી. કારણ કે અમે ઉપરોક્ત અનુમાન દ્વારા જે જીવતત્ત્વની સિદ્ધિ સમજાવી રહ્યા છીએ, તે સંસારી કર્મવાળા જીવતત્ત્વની સિદ્ધિ અમને ઈષ્ટ છે, તેથી આ બાબતમાં કોઈ દોષ લાગતો નથી. કારણ કે મુક્તિમાં ગયેલા, કર્મ વિનાના બનેલા, કેવળ એકલા જે આત્માઓ છે તે જ અમૂર્ત, અશરીરી અને દ્રવ્યરૂપે સદા નિત્ય છે. તેની વાત હાલ સમજાવતા નથી. પરંતુ આઠ પ્રકારના કર્મના પુદ્ગલોના સમૂહથી જે જીવો વીંટળાયેલા છે અને આ કર્મસમૂહના ઉદયને કારણે જ જે સશરીરી છે તે જીવો કથંચિત્ મૂર્ત પણ છે. પર્યાય અપેક્ષાએ કથંચિત્ અનિત્ય પણ છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
४४ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ તેવા જીવની જ અમે સિદ્ધિ સમજાવીએ છીએ. માટે આ બાબતમાં અમને કોઈ દોષ લાગતો નથી. ll૧૫૭ll
अथिच्चिय ते जीवो संसयओ सोम्म ! थाणु पुरिसोव्व । जं संदिद्धं गोयम, तं तत्थन्नत्थ वत्थि धुवं ॥१५७१॥ (अस्त्येव तव जीवः, संशयतः सौम्य ! स्थाणुपुरुषवत् ।
यत्सन्दिग्धं गौतम ! तत्तत्रान्यत्र वास्ति ध्रुवम् ॥)
ગાથાર્થ - હે ગૌતમ ! તમને જીવને વિષે સંદેહ હોવાથી સ્થાણુ-પુરુષની જેમ તે જીવ છે જ. જેનો જેનો સંદેહ થાય છે તે વસ્તુ ત્યાં અથવા અન્યત્ર પણ અવશ્ય હોય જ છે. ll૧૫૭૧//
વિવેચન - ઉપર કહેલાં પાંચ અનુમાનપ્રમાણ ઉપરાંત આ ગાથામાં હવે આત્માની સિદ્ધિ કરનારું છઠ્ઠું અનુમાનપ્રમાણ સમજાવે છે - હે ગૌતમ ! “જીવ છે કે નહીં?” આવા પ્રકારનો સંશય તમને હોવાથી તે આત્મા અવશ્ય છે જ. કારણ કે જે જે પદાર્થને વિષે શંકા થાય છે તે તે પદાર્થ આ સંસારમાં (ત્યાં અથવા અન્યત્ર) અવશ્ય હોય જ છે. જેમકે દૂરથી જંગલમાં ઉંચા ઉભેલા સુકા વૃક્ષને (સ્થાણુને) જોઈને “શું આ સ્થાણુ છે કે પુરુષ છે ?” આવી શંકા થાય છે. ત્યાં સ્થાણુ પણ આ સંસારમાં છે અને પુરુષ પણ આ સંસારમાં છે. તો જ આ બન્નેની વચ્ચેના સમાન ધર્મ માત્ર દેખાવાથી અને એક-એકના વિશેષ ધર્મો ન દેખાવાથી આ સંશય થાય છે. તમને જીવને વિષે સંશય થયો છે તેથી આ સંસારમાં જીવ પણ અવશ્ય છે જ.
દૂર દૂર ક્ષેત્રમાં એક સુકાયેલું વૃક્ષ (સ્થાણુ = ઠુંઠું) ઉભું છે. તેને બે મોટી જમણીડાબી શાખા છે. એક ઉંચે ગયેલી અને કંઈક સ્થૂલ શાખા છે. આ જોઈને સ્થાણુ અને પુરુષ એમ બન્નેમાં સંભવતા સામાન્ય ધર્મો જોઈને આ શંકા થાય છે. સ્થાણુ પણ ઊર્ધ્વતારોહવાળું (ઉંચું ઉંચું) હોય છે અને પુરુષ પણ તેવો ઉંચો ઉંચો હોય છે તથા પરિણાહ (ગોળ ગોળ આકારવિશેષ) વૃક્ષમાં પણ થડ આદિ ભાગોમાં હોય છે અને પુરુષમાં પણ ઉદર આદિ ભાગોમાં પણ હોય છે તથા આદિ શબ્દથી વૃક્ષને પણ લાંબી લાંબી બે શાખા હોઈ શકે છે અને પુરુષને પણ લાંબા લાંબા બે હાથ હોય છે. વૃક્ષને પણ વચ્ચે એક ઉંચી ગયેલી સ્થૂલ શાખા હોઈ શકે છે અને પુરુષને પણ વચ્ચે સ્થૂલ અને ઉંચો માથાનો ભાગ હોઈ શકે છે. આ રીતે વૃક્ષના અને પુરુષના ઊર્ધ્વતારોહ, પરિણાહ,
Page #70
--------------------------------------------------------------------------
________________
૪૫
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ દીર્ઘબાહુ, મધ્યભાગ આદિ સમાન ધર્મો માત્ર જ્યારે દેખાય અને તે બન્નેના જે વિશેષધર્મો છે તે ન દેખાય ત્યારે જ આ સંશય થાય છે.
આમ તેમ ચાલવું તે ચલન અને માથું ચલાવવું અથવા ખંજવાળવું તે શિર કંપન આ પુરુષના વિશેષ ધર્મો છે જે પુરુષમાં હોય છે પણ સ્થાણુમાં સંભવતા નથી. તથા પક્ષીઓના માળા હોવા તે વયોનિલયન અને વેલડીઓથી વીંટળાવાપણું તે વલ્ગારોહણ આ સ્થાણુના વિશેષ ધર્મો છે. જે સ્થાણુમાં હોય છે પરંતુ પુરુષમાં સંભવતા નથી. જો આ વિશેષધર્મો કોઈના પણ દેખાયા હોત તો તો સંશય ન જ થાત. પરંતુ ઊર્ધ્વતારોહ પરિણાહ-દીર્ઘબાહુ ઈત્યાદિ બન્નેમાં રહેવા વાળા સાધારણ ધર્મોનું પ્રત્યક્ષ થયે છતે અને વસ્તુ દૂર દૂર હોવાથી ચલન-શિર કંપન એ પુરુષના વિશેષ ધર્મો અને વયોનિલયન તથા વલ્ગારોહણ ઈત્યાદિ સ્થાણુના વિશેષ ધર્મો એમ ઉભયમાં રહેલા પોતપોતાના વિશેષ ધર્મોનું પ્રત્યક્ષ ન થયે છતે બન્નેમાં સંભવતા ધર્મોનું સ્મરણ થઈ આવવાથી બન્નેમાંથી “આ કઈ એક વસ્તુ હશે” તેનો નિશ્ચય કરવાની ઈચ્છાવાળાને “શું આ સ્થાણુ છે કે પુરુષ છે” આવો વિચારાત્મક સંશય થાય છે.
આવા પ્રકારના સ્થાણુ અને પુરુષાદિનો જ સંશય થાય છે. તેથી આ સંસારમાં (ત્યાં અથવા અન્યત્ર) સ્થાણુ પણ છે અને પુરુષ પણ છે. બન્ને વસ્તુઓ વસ્તુરૂપે જગતમાં છે. બન્ને વસ્તુ આ જીવે જોયેલી પણ છે. બન્નેના સાધારણધર્મ અને વિશેષધર્મો પણ આ જીવે જાણેલા છે, જોયેલા છે, માણેલા છે. પરંતુ હાલ અંધકાર અને દૂરક્ષેત્રના કારણે સામાન્યધર્મ માત્ર જ દેખાય છે. વિશેષધર્મો દેખાતા નથી તેથી જ સંશય થાય છે. જે વધ્યાપુત્ર-આકાશપુષ્પ કે શશશ્ચંગ આદિ અવસ્તુ હોય છે તેનો સંશય ક્યારેય થતો નથી.
આ જ પ્રમાણે શરીર અને આત્માના પણ સામાન્યધર્મ અને વિશેષધર્મો પૂર્વકાલમાં જાણ્યા છે જેણે એવા અનુભવીને તે બન્નેમાં સંભવે એવા સમાનધર્મોનું પ્રત્યક્ષજ્ઞાન થયે છતે અને બન્નેમાંના કોઈના પણ વિશેષધર્મોનું પ્રત્યક્ષજ્ઞાન ન થયે છતે અને મનમાં તે બન્નેના વિશેષ ધર્મોનું સ્મરણ થયે છતે કોઈપણ એક વસ્તુ તરફ નિર્ણય કરવાની ઈચ્છાવાળાને જ “શું આ આત્મા હશે કે શું આ શરીરમાત્ર જ હશે ?” આવો સંશય પ્રગટ થાય છે. આ સંશય પણ સંસારમાં શરીર અને આત્મા હોતે છતે જ સંભવે છે. આ બન્નેમાંથી જો એકનો પણ આ સંસારમાં સર્વથા અભાવ જ હોત તો તેનો સંશય પણ ન જ થાત.
“સર્પ અને રજુ” ગોળ ગોળ હોય છે. પ્રાયઃ કૃષ્ણ રંગવાળાં હોય છે, વીંટળાઈને
Page #71
--------------------------------------------------------------------------
________________
૪૬
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
પડેલાં હોય છે. આવા સામાન્યધર્મ દેખવાથી શું આ સર્પ હશે કે રજ્જુ હશે એવો સંશય થાય છે પરંતુ ફુંફાડા મારવા, ફણા કરવી, ડંખ મારવો આ સર્પના વિશેષધર્મો છે. તે ન દેખાય ત્યાં સુધી જ સંશય રહે છે. તે વિશેષધર્મો દેખાયે છતે સંશય રહેતો નથી. અહીં વિચારીએ તો સંસારમાં સર્પ પણ છે અને રજ્જુ પણ છે તથા પ્રમાતાએ બન્ને વસ્તુ પૂર્વકાલમાં બરાબર જોયેલી પણ છે. બન્નેના સમાનધર્મનો અને વિશેષધર્મનો પરિચય પણ પ્રમાતાએ વિશેષપણે કરેલો છે. તો જ આ સંશય થાય છે. માટે સંસારમાં બન્ને વસ્તુ છે જ.
“આ સુવર્ણ છે કે પીત્તલ છે”, આ છીપ છે કે મોતી” આવા અનેક સંશયો સમાનધર્મ માત્ર દેખવાથી અને વિશેષધર્મ ન દેખવાથી થાય છે. પરંતુ સંસારમાં તે બન્ને વસ્તુઓ સદા હોય જ છે. જોયેલી પણ હોય છે, અનુભવેલી પણ હોય જ છે. તો જ સંશય થાય છે. તેમ શરીર અને આત્મા પણ આ સંસારમાં હોય તો જ સંશય થાય છે. માટે પણ આ સંસારમાં આત્મા છે જ.
પ્રશ્ન - અરણ્ય આદિ સ્થાનોમાં જ્યારે “આ સ્થાણુ છે કે પુરુષ છે” આવો સંશય થાય છે ત્યારે તે સ્થાનમાં તો તે બન્ને વસ્તુમાંથી કોઈપણ એક જ વસ્તુ હશે. બન્ને તો ત્યાં હોઈ શકે જ નહીં. તો તમે એમ કેમ સમજાવો છો કે “જે હોય છે તેનો જ સંશય થાય છે. અર્થાત્ જેનો સંશય થાય છે તે હોય જ છે. આવું કેમ સમજાવો છો ? ત્યાં છે એક વસ્તુ અને સંશય થાય છે બેનો, તો હોય તેનો જ સંશય થાય અને સંશય થાય તે હોય જ આ વાત કેમ ઘટે ?
ઉત્તર - તમારો આ પ્રશ્ન વ્યાજબી નથી. તમે હજુ અમારા આશયને બરાબર સમજ્યા નથી. જ્યાં બે વસ્તુની શંકા થાય છે ત્યાં તે બન્ને વસ્તુ હોય છે એમ અમે નથી કહેતા. પરંતુ અમે તો એમ કહીએ છીએ કે જે બે વસ્તુનો સંશય થાય છે તે બન્ને વસ્તુ ત્યાં અથવા અન્યત્ર પણ સંસારમાં અવશ્ય હોય જ છે. મરેલા શરીરમાં શરીરમાત્ર જ છે, જીવ નથી. પરંતુ અન્યત્ર જીવતા શરીરમાં જીવ છે તો જ મરેલા શરીરમાં “જીવ છે કે જીવ નથી’” આવો સંશય થાય છે. ડૉક્ટર દ્વારા અથવા ઈન્દ્રિયો વડે થતા વિષય બોધ દ્વારા નિર્ણય કરવામાં આવે છે. હવે જો જીવ આ સંસારમાં હોત જ નહીં તો તેના નામનો સંશય પણ ન જ થાત અને ડૉક્ટર દ્વારા કે ઈન્દ્રિયો દ્વારા નિર્ણય કરવો પડત નહીં.
જે આ સંસારમાં ન હોય તેનો પણ જો સંશય થતો હોય તો પાંચ જ ભૂતો છે. છઠ્ઠું ભૂત આ સંસારમાં નથી. તો તે છટ્ઠા ભૂતનો પણ સંશય ક્યાંક-ક્યારેક પણ થવો
Page #72
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૪૭ જોઈએ. પરંતુ જે ન હોય તેનો સંશય કોઈને પણ થતો નથી. આપણા બાપ-દાદા આદિ વડીલો કે જેઓનું અવસાન થઈ ચૂક્યું છે. જેઓ પૂર્વકાલમાં હતા, વર્તમાનમાં નથી, ત્યારે પોતાના ઘરમાં કે બીજાના ઘરમાં મારા દાદા છે કે નથી આવો સંશય થતો નથી. જ્યારે જીવંત હોય છે ત્યારે જ પ્રયોજનવશથી તેઓ બહાર ગયા હોય તો સંશય થાય છે કે મારા દાદા ઘરમાં છે કે નહીં ? પાડોશીના ઘરમાં પણ છે કે નહીં ? આ રીતે વિચારતાં હે ગૌતમ ! તમને જીવનો સંશય થયો છે તેથી જ આ સંસારમાં જીવ નામનું તત્ત્વ અવશ્ય છે જ. ll૧૫૭૧//
જે હોય છે તેનો જ સંશય થાય છે. અર્થાત્ જેનો સંશય થાય છે તે સંસારમાં ત્યાં અથવા અન્યત્ર અવશ્ય હોય જ છે. આ વાત ઉપર પ્રશ્ન-ઉત્તર કરે છે -
एवं नाम विसाणं, खरस्स पत्तं न तं खरे चेव । अन्नत्थ तदस्थिच्चिय, एवं विवरीयगाहे वि ॥१५७२॥ (एवं नाम विषाणं खरस्य प्राप्तं न तत् खर एव ।
अन्यत्र तदस्त्येव, एवं विपरीतग्रहेऽपि ॥)
ગાથાર્થ - જો આમ જ હોય તો ખરને (ગધેડાને) પણ શૃંગ હોવાં જોઈએ (કારણ કે ત્યાં પણ સંદેહ થાય છે). તો તે શૃંગ ખરમાં નથી જ પરંતુ અન્યત્ર છે જ. આ જ પ્રમાણે વિપરીત ગ્રહણમાં પણ આ જ ન્યાય જાણવો. /૧૫૭૨ //
વિવેચન - ઉપરની ગાથામાં એવું સમજાવવામાં આવ્યું છે કે “જેનો જેનો સંદેહ થાય તે તે વસ્તુ ત્યાં અથવા અન્યત્ર હોય જ છે.” અર્થાત્ જે વસ્તુ જગતમાં હોય તેનો જ સંદેહ થાય. તો આ બાબતમાં શંકા થાય છે કે ગાય-ભેંસ-બકરા આદિ પશુઓને જોઈને તેના માથા ઉપર શૃંગ દેખાય જ છે. તેથી જ્યારે જ્યારે ખર (ગધેડાને) જોઈએ અને તેના મસ્તક ઉપર આપણી દૃષ્ટિ પડે એટલે તે જ કાલે “સંદેહ” થાય છે કે ગાય-બકરા આદિની જેમ શું ખરને પણ શૃંગ છે કે નથી ? આવો સંદેહ ત્યાં પણ થાય જ છે. તમારા સમજાવવા પ્રમાણે તો જેનો સંદેહ થાય તે વસ્તુ જગતમાં અવશ્ય હોય જ છે. તો ખરા ઉપર શૃંગની શંકા થતી હોવાથી તે ખરને અથવા બીજા ખરને પણ શૃંગ હોવાં જોઈએ આવી આપત્તિ આવશે.
ઉત્તર - આવા પ્રશ્નોનો ઉત્તર તો પૂર્વની ગાથામાં જ કહેવાઈ ગયો છે કે ત્યાં અથવા અન્ય સ્થાનમાં પણ જે વસ્તુ જગતમાં વિદ્યમાન હોય તેનો જ સંદેહ થાય છે. સર્વથા
Page #73
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
અવિદ્યમાન વસ્તુનો સંદેહ થતો નથી. તેથી ખરના મસ્તક ઉપર ભલે શ્રૃંગ નથી. પરંતુ અન્યત્ર ગાય-બકરા આદિ ઈતરપશુઓમાં શૃંગ છે જ. ઈતરમાં છે જ તો જ ખરમાં શંકા ગઈ છે. “જ્યાં સંદેહ થયો હોય ત્યાં તે વસ્તુ હોય જ” એવું અમારું કહેવું નથી. પરંતુ જેનો સંદેહ થાય છે તે વસ્તુ ત્યાં અથવા અન્યત્ર પણ હોય જ છે. તો જ તેનો સંદેહ થાય, આમ અમારું કહેવું છે. તેવી જ રીતે અહીં પણ શૃંગ ગાય-ભેંસ-બકરા આદિમાં છે, તેથી જ અહીં (ખરમાં) સંદેહ થાય છે. માટે અમારા કથનમાં કોઈ વ્યભિચાર દોષ આવતો નથી. ખરના મસ્તક ઉપર શૃંગની શંકા થઈ છે તેથી તે અથવા અન્ય ખરને જ સ્ટ્રંગ હોવાં જોઈએ એમ નહીં પરંતુ જગતમાં ક્યાંય પણ શૃંગ હોય, તે પૂર્વકાલમાં જોયેલાં હોય તો જ તેની શંકા અન્યત્ર થાય છે. તેથી મહિષાદિમાં શૃંગ છે. તો જ ખરમાં શંકા થાય છે.
૪૮
હવે આત્માની સિદ્ધિમાં સાતમું અનુમાન જણાવે છે.
જેમ જેનો સંદેહ થાય છે તે પદાર્થ જગતમાં હોય જ છે. તેમ “વિપરીતબોધ’માં પણ આ જ ન્યાય જાણવો. એટલે કે જ્યાં જ્યાં વિપરીત બોધ થાય છે ત્યાં અથવા અન્યત્ર તે વસ્તુ અવશ્ય હોય જ છે. જેમકે દૂર દૂર સ્થાણુ જ હોય. પરંતુ અંધકાર આદિ હોવાથી સમાનધર્મ માત્ર દેખાવાના કારણે “આ પુરુષ જ છે” આવા પ્રકારનો વિપરીતબોધ કદાચ કોઈ મનુષ્ય કરી લે. તો ત્યાં પણ આ જ ન્યાય લાગે છે કે જેનો વિપરીત બોધ થાય છે તે વસ્તુ પણ ત્યાં ભલે ન હોય તો પણ જગતમાં અવશ્ય હોય છે. જ્યાં સ્થાણુ છે ત્યાં જે પુરુષનો બોધ થયો તે પુરુષ (ત્યાં ભલે નથી તો પણ) આ સંસારમાં તો અવશ્ય છે જ. પિત્તળમાં સુવર્ણનો ભ્રમ થાય છે. તે પણ સંસારમાં ક્યાંય પણ સુવર્ણ છે તો જ થાય છે. છીપમાં રજતનો જે બોધ થાય છે ત્યાં પણ સંસારમાં ક્યાંય પણ રજત છે, તે જોયેલું છે તો જ ચમક સરખી દેખાવાથી રજતનો બોધ થાય છે. તેથી જ્યાં જ્યાં વસ્તુ કંઈક બીજી જ હોય અને બોધ તેને મળતી બીજી વસ્તુનો થતો હોય તો તે વિપરીત બોધવાળી વસ્તુ પણ સંસારમાં વિદ્યમાન હોય તો જ તેનો ત્યાં બોધ થાય છે. વન્ધાપુત્રાદિ જે વસ્તુ સંસારમાં સર્વથા અવિદ્યમાન હોય છે. તે વસ્તુવાળો વિપરીત બોધ પણ આ
જગતમાં ક્યાંય થતો નથી.
આ રીતે વિચારતાં હૈ ગૌતમ ! તમારા અભિપ્રાય પ્રમાણે અમારા શરીરમાં આત્મા છે કે નહીં ? આવી શંકા અથવા આત્મા નથી જ આવો વિપરીત બોધ કરવા સ્વરૂપ “આત્માના અસ્તિત્વ સંબંધી જે માન્યતા મનમાં પ્રવર્તે છે તે આત્માનું ખરશ્રૃંગાદિની જેમ
Page #74
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૪૯
સર્વથા નાસ્તિત્વ માનો તો તે ઘટતું નથી. તેથી સંદેહનો વિષય અને વિપરીતબોધનો વિષય જે પદાર્થ હોય છે તે પદાર્થ આ સંસારમાં ક્યાંક અવશ્ય અસ્તિત્વ ધરાવે છે. ૧૫૭૨
अत्थि अजीवविवक्खो, पडिसेहाओ घडोघडस्सेव । नत्थि घडोत्ति व जीवत्थित्तपरो नत्थिसद्दोऽयं ॥ १५७३ ॥
(अस्त्यजीवविपक्षः प्रतिषेधाद् घटोऽघटस्येव । नास्ति घट इतीव जीवास्तित्वपरो नास्तिशब्दोऽयम् ॥ )
ગાથાર્થ - જેમ ‘“ષટ’' શબ્દમાં ઘટનો નિષેધ હોવાથી પ્રતિપક્ષ એવો ઘટ સંસારમાં છે. તેવી જ રીતે અજીવ શબ્દ પણ પ્રતિષેધવાળો હોવાથી તેનો પ્રતિપક્ષ (જીવ) પણ સંસારમાં છે જ, અથવા “અહીં ઘટ નથી” ઈત્યાદિ વાક્યની જેમ “જીવ નથી’ આવા પ્રકારનો નાસ્તિ શબ્દ જીવના અસ્તિત્વને સૂચવનારો છે. ૧૫૭૩
વિવેચન - તોઽવ્યક્તિ નીવ: = તથા હવે કહેવાતા આઠમા અનુમાનથી પણ આત્મા છે એમ સિદ્ધ થાય છે તે આઠમું અનુમાન આ પ્રમાણે છે - ઘટ - પટ - પત્થર ઈત્યાદિ પ્રત્યક્ષ દેખાતી વસ્તુઓને જોઈને લોકો કહે છે કે આ તો જડ છે. આ તો અજીવ છે. આ પદાર્થો તો ચેતન નથી. આવા પ્રકારનાં બોલાતાં વાક્યોમાં જે જીવ નથી, ચેતન નથી એમ જે નિષેધ કરાય છે. તેથી ત્યાં ભલે જીવ નથી. પરંતુ સંસારમાં ક્યાંક જીવ નામનું તત્ત્વ હોય અને તેને જોયું, જાણ્યું, અનુભવ્યું હોય તો જ તેનો નિષેધ કરવો ઉચિત ગણાય. જેમકે પટ (વસ્ત્ર) એ ઘટ નથી અર્થાત્ અઘટ છે. આમ તો જ બોલાય કે જો આ સંસારમાં ઘટ હોય. જો સંસારમાં ઘટ જ ન હોત તો આ પદાર્થ “અઘટ” છે. આમ નિષેધ પણ બોલાત નહીં.
જે જે શબ્દો વ્યુત્પત્તિવાળા હોય છે, સાર્થક હોય છે તે તે શબ્દોથી વાચ્ય વસ્તુ આ સંસારમાં હોય જ છે. તેથી જ તેવી વસ્તુ જ્યાં નથી હોતી ત્યાં તેનો નિષેધ પણ કરાય છે. જેમકે ઘટતે કૃતિ ઘટ:, રૃપાતીતિ નૃપ:, પ્રવતીતિ દ્રવ્યમ્ જે ચેષ્ટાવાળો પદાર્થ છે તે ઘટ છે. મનુષ્યોનું જે રક્ષણ કરે છે તે નૃપ છે. જે દ્રવીભૂત થાય છે, નવા નવા પર્યાયોને પામે છે તે દ્રવ્ય છે. આવા આવા જે જે શબ્દ વ્યુત્પત્તિવાળા છે, તે તે શબ્દોથી વાચ્ય વસ્તુ સંસારમાં હોય જ છે. જ્યાં તે વસ્તુઓ નથી હોતી ત્યાં તેનો નિષેધ પણ કરાય છે. અહીં ઘટ છે, અહીં ઘટ નથી, આ દેશમાં રાજા છે, આ દેશમાં રાજા નથી, અહીં આ દ્રવ્ય છે, ત્યાં આ દ્રવ્ય નથી. જે જે શબ્દો વ્યુત્પત્તિવાળા હોતા નથી તે તે શબ્દથી
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૦ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ વાચ્ય કોઈ વસ્તુ પણ હોતી નથી અને તેનો નિષેધ પણ કરાતો નથી. જેમકે દિલ્થ-વિસ્થ આ શબ્દોની કોઈપણ જાતની વ્યુત્પત્તિ કે અર્થ થતો જ નથી. માટે તદ્વાચ્ય પદાર્થ પણ જગતમાં નથી અને તેનો નિષેધ પણ થતો નથી. અહીં ડિત્થ નથી, અહીં ડવિત્થ નથી એવું કોઈ બોલતું નથી. કારણ કે ડિત્થ-ડવિચૈ શબ્દથી વાચ્ય કોઈ વસ્તુ જણાતી હોય તો તેનો નિષેધ કરાય. પરંતુ આવા પ્રકારના વ્યુત્પત્તિ વિનાના શબ્દોથી કોઈ પદાર્થ જણાતો જ નથી તો તેનો નિષેધ પણ કેમ થાય ?
તથા જે જે શબ્દો બે પદોના અનુચિત સમાસથી બનેલા હોય છે તેને અશુદ્ધ પદ કહેવાય છે. તેવા અશુદ્ધ પદથી વાચ્ય વસ્તુ પણ કોઈ હોતી નથી, તેથી તેનો પણ નિષેધ કરાતો નથી. જેમકે ખરવિષાણ, વલ્ગાપુત્ર, આકાશપુષ્પ, આ બધા શબ્દો ગધેડાને શૃંગ, વધ્યાને પુત્ર અને આકાશનું પુષ્પ આમ અનુચિત સમાસથી બનેલા છે. માટે અશુદ્ધ પદ છે. અસંભવિત વસ્તુને કહેતો બે પદોના મિશ્રણવાળો શબ્દ છે. માટે અશુદ્ધ પદ છે. તેવા શબ્દોથી વાચ્ય કોઈ વસ્તુ જ નથી તેથી તેનો નિષેધ પણ કરાતો નથી. જગતમાં ક્યાંક પણ ખરઝંગ હોત તો અન્યત્ર તેનો નિષેધ કરાત. પરંતુ તે પદાર્થ જગતમાં ક્યાંય છે જ નહીં, માટે નિષેધ પણ ક્યાંય કરાતો નથી. આ ચર્ચાથી એ વાત સમજાય છે કે જે જે શબ્દો વ્યુત્પત્તિવાળા હોય છે અને શુદ્ધપદ હોય છે (એટલે કે સમાસ વિનાના હોય છે) તે તે શબ્દોથી વાચ્ય પદાર્થો અમુક અમુક સ્થાનોમાં ચોક્કસ હોય છે અને બાકીના સ્થાનોમાં તેનો નિષેધ પણ કરાય છે.
આ પ્રમાણે હોવાથી આ અજીવ એવો શબ્દ બોલાય છે. તે અવશ્ય જીવના પ્રતિપક્ષવાળો છે. એટલે કે પ્રતિપક્ષી જીવ નામનો પદાર્થ સંસારમાં હોય તો જ તે જ્યાં ન હોય ત્યાં આ અજીવ શબ્દ બોલીને જીવનો નિષેધ કરાય છે અને અજીવ શબ્દ વપરાય છે. કારણ કે વ્યુત્પત્તિવાળા એવા શુદ્ધ પદનો પ્રતિષેધ હોવાથી, જ્યાં જ્યાં વ્યુત્પત્તિવાળા અને શુદ્ધપદનો (અસામાસિક પદનો) નિષેધ કરાય છે. ત્યાં ત્યાં પ્રતિપક્ષવાળો તે પદાર્થ સંસારમાં ક્યાંય પણ જોવાયેલો હોય જ છે. જેમકે મટિ શબ્દ ઘટના પ્રતિપક્ષવાળો છે. તેથી મધર શબ્દનો પ્રયોગ જો સંસારમાં કરાય છે જેમકે યમદં ભૂતનમ્ = આ ભૂતલ ઘટ વિનાનું છે. તો તેનાથી નક્કી થાય છે કે આ વાક્ય દ્વારા આ ભૂતલ ઉપર વ્યુત્પત્તિવાળા અને શુદ્ધ એવા ઘટ પદનો નિષેધ કર્યો છે. તેથી તે ભૂતલ ઉપર ભલે ઘટ ન હોય પરંતુ અન્યત્ર સંસારમાં ઘટ નામના પ્રતિપક્ષપદાર્થની સત્તા હોવી જ જોઈએ. તો જ આ નિષેધ કર્યો તે ઉચિત ગણાય. જેનો પ્રતિપક્ષપદાર્થ જગતમાં હોતો જ નથી ત્યાં શુદ્ધ અને વ્યુત્પત્તિવાળા પદાર્થનો નિષેધ પણ કરાતો નથી. જેમકે “મવરવિષા” અને “ફિલ્થ'' શબ્દો ક્યારેય
Page #76
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
બોલાતા નથી. કારણ કે અહ્વવિષાળ પદમાં ખરવિષાણનો નિષેધ થાય છે. ખર (ગધેડા) ને જે વિષાણ (શ્રૃંગ) તે ખરવષાણ, બે પદનું બનેલું આ સામાસિક પદ છે તેથી અશુદ્ધ પદ છે. તેનો નિષેધ કર્યો છે. પરંતુ પ્રતિપક્ષ એવાં ખવિષાણ જ જગતમાં હોતાં નથી તેથી અહીં અખરવિષાણ છે. એમ નિષેધ કરાતો નથી. તેવી જ રીતે હિત્ય-વિસ્ત્ય શબ્દો વ્યુત્પત્તિ વિનાના છે. તેનો કંઈ અર્થ જ થતો નથી. તદ્વાચ્ય કોઈ વસ્તુ જ નથી. તેથી સમાસ વિનાના હોવાથી શુદ્ધપદ હોવા છતાં પણ વ્યુત્પત્તિ વિનાના છે. માટે ડિલ્થ-ડવિત્થ શબ્દોથી વાચ્ય જીવના જેવો કોઈ પણ વિપક્ષીભૂત પદાર્થ આ જગતમાં નથી. તેથી અહિત્ય અને કવિત્થ એમ નિષેધ વાચક પણ બોલાતું નથી.
૫૧
સારાંશ કે જે શબ્દ સમાસ વિનાનો એકલવાયો હોય છે તેને શુદ્ધપદ કહેવાય છે. તેમાં જે વ્યુત્પત્તિવાળા શબ્દો હોય છે તે શબ્દો વાળા પદાર્થો જગતમાં હોય જ છે. તેથી તેવા જ પદાર્થોનો અન્યત્ર નિષેધ કરાય છે. જેમ ઘટ-પટ-ચૈત્ર-મૈત્ર શબ્દો શુદ્ધપદ પણ છે અને વ્યુત્પત્તિવાળા પણ છે. તેથી તે પદાર્થોનો અન્યત્ર (જ્યાં ન હોય ત્યાં) નિષેધ કરાય છે. તેમ જીવ શબ્દ પણ શુદ્ધ અને વ્યુત્પત્તિવાળો છે. માટે જીવ નામનો પદાર્થ શરીરમાં છે. તો જ અન્યત્ર મૃતકશરીરાદિમાં તેનો નિષેધ કરાય છે, તેથી જગતમાં જીવ અવશ્ય છે.
તથા આ શરીરમાં હવે આત્મા નથી, આ પ્રમાણે આત્માના નિષેધને જણાવનારો જે આ શબ્દ વપરાય છે. તે જીવના અસ્તિત્વની સાથે અવિનાભાવી જ છે. જેમકે “અહીં ઘટ નથી” આવા પ્રકારનો વાક્યપ્રયોગ તો જ કરી શકાય છે કે અન્ય સ્થાને ઘટ વિદ્યમાન છે તેથી, અર્થાત્ ઘટનું જગતમાં અસ્તિત્વ છે. તો જ જ્યાં નથી ત્યાં નાસ્તિ કહેવાય છે. જેનો જેનો નિષેધ કરાય છે તે તે પદાર્થ સંસારમાં ક્યાંક છે જ આવું દેખાય છે. જેમકે ઘટ-પટાદિ, (એક સ્થાને હોય છે તો જ બીજા સ્થાને નથી આમ બોલાય છે). હે ઈન્દ્રભૂતિ ! તમારા વડે “જીવ નથી” આવા પ્રકારના શબ્દપ્રયોગથી જીવનો નિષેધ કરાય છે. તેથી આ સંસારમાં અવશ્ય ક્યાંક જીવ છે જ. આ સંસારમાં જે સર્વથા (ક્યાંય પણ) નથી તેનો નિષેધ પણ કરાતો નથી. જેમ ખવિષાણની તુલ્ય છટ્ઠા આદિ ભૂતો. સામાન્યથી પૃથ્વી-જલ-અનલ-અનિલ અને આકાશ આ પાંચ ભૂત સર્વદર્શનકારો માને છે. તેનાથી અતિરિક્ત (ભિન્ન) છઠ્ઠું-સાતમું ભૂત કોઈ માનતું નથી એટલે આ સંસારમાં તે છે જ નહીં. તેથી અહીં પૃથ્વી નથી એમ બોલાય છે. અહીં જલ નથી એમ બોલાય છે. પરંતુ અહીં છ-સાતમું ભૂત નથી આમ ક્યારેય બોલાતું નથી તેથી જે સંસારમાં સંભવતું જ નથી તેનો નિષેધ પણ કરાતો નથી. તમારા વડે જીવ નથી આમ નિષેધ કરાય છે. તેથી કરાતો એવો આ નિષેધ જ જીવના અસ્તિત્વને સાધે છે. ૧૫૭૩॥
Page #77
--------------------------------------------------------------------------
________________
પર પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ પ્રશ્ન - જેનો નિષેધ કરાય તે હોય જ છે (સત્ હોય છે) આવી ઉપર સમજાવેલી તમારી વાત અનૈકાન્તિક (વ્યભિચારી) છે. કારણ કે ખરવિષાણાદિ (વધ્યાપુત્ર-શશશૃંગઆકાશપુષ્પાદિ) પદાર્થો અસત્ છે. આ સંસારમાં નથી, છતાં તેનો નિષેધ તો કરાય જ છે. સંસારમાં લોકો આમ બોલે જ છે કે ગધેડાને શીંગડા નથી. વળ્યાને પુત્ર નથી, આકાશમાં ફૂલ નથી ઈત્યાદિ. તેનો ઉત્તર આપતાં જણાવે છે કે –
असओ नत्थि निसेहो, संजोगाइपडिसेहओ सिद्धं । संजोगाइचउक्कंपि, सिद्धमत्थंतरे निययं ॥१५७४॥ (મસતો નાસ્તિ નિષેધ, સંયોતિપ્રતિષેધત: સિદ્ધમ્ |
संयोगादिचतुष्कमपि, सिद्धमर्थान्तरे नियतम् ॥)
ગાથાર્થ - જે વસ્તુ “અસ” હોય છે તેનો નિષેધ કરાતો જ નથી. કારણ કે સંયોગાદિ ભાવોનો જ નિષેધ કરાય છે અને જે સંયોગાદિ ચાર ભાવોનો નિષેધ કરાય છે તે અર્થાન્તરમાં અવશ્ય હોય જ છે. ll૧૫૭૪
વિવેચન - આ સંસારમાં જે વસ્તુ સર્વથા અસત્ જ હોય છે, ક્યાંય સંભવતી જ નથી. તેનો નિષેધ પણ કરાતો જ નથી. જે સ હોય છે તેના જ સંયોગાદિ ચાર ભાવોનો જ નિષેધ કરાય છે. ભાવાર્થ એવો છે કે - અહીં દેવદત્તાદિ જે કોઈ પદાર્થનો નિષેધ કરવામાં આવે છે તે પદાર્થ અન્ય ક્ષેત્રાદિમાં સત્ હોય તો જ વિવક્ષિત કોઈ કોઈ સ્થાનોમાં તેના સંયોગનો, સમવાયનો, સામાન્યનો અને વિશેષનો એમ આ ચાર ભાવોનો જ નિષેધ કરાય છે. પરંતુ દેવદત્તાદિ પદાર્થોનો સર્વથા અભાવ પ્રતિપાદન કરાતો નથી. આ વાત ઉદાહરણ સાથે આ પ્રમાણે છે. “નાપ્તિ પૃદે તેવદ્રત્ત:' ઘરમાં દેવદત્ત નથી ઈત્યાદિ બોલાતાં વાક્યોમાં આ સંસારમાં ઘર પણ છે અને દેવદત્ત પણ છે જ. માત્ર તે બન્નેના સંયોગનો જ નિષેધ કરાય છે તે બન્નેના અસ્તિત્વનો સર્વથા અપલાપ કરાતો જ નથી. ઘર પણ છે અને દેવદત્ત પણ છે. ફક્ત ઘરમાં દેવદત્ત નથી. બહાર બજારમાં અથવા અન્ય સ્થાનમાં તે દેવદત્ત છે જ. તેથી ઘરના અને દેવદત્તના સંયોગનો જ આ નિષેધ કહેવાય છે. જ્યારે દેવદત્ત મૃત્યુ પામ્યો હોય, સંસારમાં દેવદત્તપણે તેનું અસ્તિત્વ જ ચાલ્યું ગયું હોય, ત્યાર પછી “ઘરમાં દેવદત્ત નથી” આમ બોલાતું જ નથી. તેથી “ઘરમાં દેવદત્ત નથી” તેનો અર્થ ઘરનો અને દેવદત્તનો સંયોગ નથી.
આ પ્રમાણે “નાસ્તિ રવિપામ્'' ઈત્યાદિ બોલાતા વાક્યમાં આ સંસારમાં ખર (ગધેડો) પણ છે જ અને વિષાણ (છંગ = શીંગડાં) પણ છે જ. બન્ને વસ્તુ સત્ છે. ફક્ત
Page #78
--------------------------------------------------------------------------
________________
પ૩
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ખરને માથે શૃંગ નીકળવાનો સમવાય નથી. ઉપાદાનતા નથી. “આકાશપુષ્પ નથી” આ વાક્યમાં પણ આકાશ પણ છે અને પુષ્પ પણ છે. પરંતુ આકાશમાં પુષ્પ ઉગવાનો સમવાય (ઉપાદાનપણું) નથી. “નાતિ ચશ્ચમ ” “બીજો ચંદ્ર નથી” ઈત્યાદિ બોલાતાં વાક્યોમાં અન્ય પદાર્થો પણ છે અને ચંદ્રમા પણ છે. ફક્ત બીજો ચંદ્રમા નથી. એક જ ચંદ્રમા છે. તેથી અનેકમાં રહેવાવાળી ચંદ્રવ નામની જાતિ નથી, સામાન્ય નથી. કારણ કે ઘટ ઘણા છે તેથી તે ઘણા ઘટમાં “ઘટત્વ” નામનું સામાન્ય હોય છે તેવી રીતે ઘણા ચંદ્ર નથી માટે “ચંદ્રવ” નામનું સામાન્ય (જાતિ) નથી. એમ જણાવાય છે. પરંતુ સર્વથા ચંદ્રનો અભાવ કહેવાતો નથી તથા “સન્તિ પટ9મા મુવ:” ઈત્યાદિ બોલાતા વાક્યોમાં “ઘટ જેવડાં સ્થૂલ (મોટાં) મોતી હોતાં નથી” આ અર્થમાં સંસારમાં ઘટ પણ છે અને મોતી પણ છે જ. ફક્ત મોતીમાં ઘટના જેવી સ્થૂલતા નામના ગુણવિશેષનો જ નિષેધ કરાય છે. આ ચૈત્ર દેવદત્ત જેવો ડાહ્યો નથી. અહીં ડહાપણ નામના વિશેષ ધર્મનો જ નિષેધ કરાય છે. પણ ચૈત્ર કે દેવદત્તનો નિષેધ કરાતો નથી.
આ રીતે જ્યાં જ્યાં “નાસ્તિ" બોલાય છે, નિષેધ કરાય છે ત્યાં ત્યાં સંયોગસમવાય-સામાન્ય અને વિશેષ આ ચારનો જ નિષેધ કરાય છે. પરંતુ પદાર્થોનો નિષેધ કરાતો નથી. તેથી “નાતિ માત્મા” “આત્મા નથી” આવું વાક્ય તમારા વડે જે બોલાય છે તેનો અર્થ જ તે છે કે આ સંસારમાં આત્મા નામનો પદાર્થ કોઈક સ્થાને (જીવંત શરીરમાં) વિદ્યમાન છે. તેના સંયોગમાત્રનો જ કોઈ અન્ય સ્થાનમાં (મૃતકશરીરમાં) નિષેધ કરાય છે. અર્થાત્ જેમ ઘરમાં દેવદત્ત નથી ત્યાં ઘરના અને દેવદત્તના સંયોગનો જ નિષેધ કરાય છે. સર્વત્ર દેવદત્ત નથી એવો અર્થ થતો નથી. તેવી જ રીતે “આ શરીરમાં આત્મા નથી” તેનો અર્થ આ શરીર અને આત્માનો સંયોગ નથી પરંતુ અન્ય શરીરમાં આત્મા છે. આમ આત્માનું અસ્તિત્વ જ સિદ્ધ થાય છે. પણ અસ્તિત્વનો સર્વથા નિષેધ થતો નથી.
પ્રશ્ન - હે ભગવાન્ ! જો આ સંસારમાં “જેનો જેનો નિષેધ કરાય તે તે હોય જ” આવો નિયમ હોય તો “મારામાં ત્રણ લોકનું સ્વામીપણું” હોવું જોઈએ. કારણ કે તમે તીર્થંકરપ્રભુ હોવાથી જેવું તમારામાં ત્રિલોકેશ્વરપણું છે તેવું મારામાં ત્રિલોકેશ્વરપણું નથી. આમ હોવાથી તમારા વડે કહેવાય છે કે જે નિષેધ કરાય તે હોય, મારામાં ત્રિલોકેશ્વરતા તમારા વડે નિષેધાય છે માટે હોવી જ જોઈએ તથા નિષેધના પ્રકાર સંયોગ-સમવાયસામાન્ય-વિશેષ એમ ચાર જ તમે જણાવ્યા છે. તેથી નિષેધનો પાંચમો પ્રકાર નથી એવો અર્થ થાય છે અને જે જે નિષેધ કરાય તે તે હોય છે. તો નિષેધનો પાંચમો પ્રકાર પણ
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૪
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ હોવો જોઈએ. કારણ કે તમે તે પાંચમાનો નિષેધ કરો છો. માટે પાંચમો પ્રકાર પણ હોવો જોઈએ આવો અર્થ થશે. તેથી તમારી આ વાત સંગત લાગતી નથી.
ઉત્તર - હે ગૌતમ ! તમારી આ વાત અયુક્ત (અનુચિત) છે કારણ કે જેમ મોતીમાં ઘટપ્રમાણતાનો (ઘડા જેવી સ્કૂલતાનો) નિષેધ કરાય છે તેમ તમારામાં ત્રિલોકની ઈશ્વરતાનો નિષેધ કરાય છે. આમ વિશેષનો જ નિષેધ કરાય છે. તમારા પોતાના ૫00 શિષ્યોની અપેક્ષાએ તમારામાં પણ ઈશ્વરતા અવશ્ય છે જ. તમારામાં સર્વથા ઈશ્વરતાનો નિષેધ કરાતો નથી. માત્ર આવા પ્રકારની વિશેષ ઈશ્વરતા નથી એમ વિશેષનો જ નિષેધ કરાય છે. તેવી જ રીતે નિષેધના પ્રકારોમાં પણ “પંચસંખ્યા વિશિષ્ટત્વ” નો જ નિષેધ કરાય છે. સર્વથા પ્રતિષેધનો અભાવ જણાવાતો નથી. કારણ કે ચારની સંખ્યાથી વિશિષ્ટ એવો નિષેધ તો આ સંસારમાં છે જ. માટે જેમ મોતીમાં ઘટના જેવી સ્કૂલતા જ નિષેધાય છે. તેમ નિષેધના પ્રકારોમાં પણ “પંચસંખ્યા” રૂપ વિશેષનો જ નિષેધ કરાય છે.
પ્રશ્ન - હે ભગવાન્ ! તમારી ઉપર કહેલી સઘળી પણ વાત સંબંધ વિનાની લાગે છે. યુક્તિ વિનાની હોય એમ જણાય છે. તમે કહો છો કે આ સંસારમાં જે હોય છે (સત્ હોય છે, તેનો જ નિષેધ કરાય છે અને અમને “જે ન હોય (સત્ હોય) તેનો જ નિષેધ દેખાય છે.” તેથી તમારી વાત ખોટી લાગે છે. જેમકે (૧) મારામાં ત્રણ લોકની ઈશ્વરતા નથી (અસત્ છે) તો જ નિષેધ કરાય છે. (૨) નિષેધમાં પણ પાંચની સંખ્યા વિશેષ નથી (મસત્ છે) તો જ નિષેધ કરાય છે. તથા (૩) ઘરમાં દેવદત્તનો સંયોગ નથી (મસત્ છે) તો જ નિષેધ કરાય છે. (૪) ખરના મસ્તક ઉપર વિષાણનો સમવાય (ઉપાદાનતા) નથી (મસત્ છે) તો જ નિષેધ કરાય છે. (૫) અન્ય ચંદ્રમા નથી તો જ નિષેધ કરાય છે. (૬) મોતીમાં ઘટપ્રમાણતા નથી તો જ નિષેધ કરાય છે ઈત્યાદિ સર્વસ્થાનોમાં જે નથી હોતું તેનો જ નિષેધ દેખાય છે. તેથી તમે જે એમ સમજાવો છો કે “જેનો નિષેધ કરાય છે તે હોય જ છે.” આ વાત હંબક (ખોટી) લાગે છે.
ઉત્તર - હે ગૌતમ ! તમારી વાત બરાબર નથી. અમારી કહેલી વાતનો ભાવાર્થ હજુ તમે સમજ્યા નથી. જે વસ્તુનો જ્યાં નિષેધ કરાય છે તે વસ્તુ ત્યાં હોય જ છે એમ અમે નથી કહેતા, જો ત્યાં તે વસ્તુ હોત તો તો નિષેધ જ ન કરાત. પરંતુ જે વસ્તુનો
જ્યાં નિષેધ કરાય છે તે વસ્તુ ત્યાં ભલે નથી પરંતુ અન્યત્ર અવશ્ય હોય જ છે. એમ અર્થાન્તરમાં અસ્તિત્વ અમે સમજાવીએ છીએ. જેનો જેનો નિષેધ કરાય છે તે તે પદાર્થ ત્યાં અવશ્ય નથી જ, પરંતુ અન્યત્ર છે જ, સંસારમાં સર્વથા નથી એમ નહીં. આવું વસ્તુસ્વરૂપ છે અને અમે તેવું જ વસ્તુસ્વરૂપ સમજાવીએ છીએ. જે સંયોગ-સમવાય
Page #80
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૫૫ સામાન્ય-વિશેષનો નિષેધ જણાવ્યો છે ત્યાં પણ તે તે ગૃહાદિમાં દેવદત્તાદિના સંયોગાદિ નથી અને નિષેધ કરાયા છે. પરંતુ તે સંયોગાદિ અન્યત્ર છે જ. જેમકે વિવક્ષિત એવા પોતાના ઘરની સાથે જ હાલ દેવદત્તના સંયોગનો નિષેધ કરાય છે. પરંતુ તે કાલે પણ ક્ષેત્રાન્તર એવા અન્યઘરમાં, ખેતરમાં, હાટમાં (દુકાનમાં) અથવા ગ્રામાન્તરમાં દેવદત્તનો સંયોગ છે જ. તથા ઘરનો પણ દેવદત્તની સાથે સંયોગ નથી. પરંતુ પલંગ આદિ ઘરવખરી સાથે તો આ ઘરનો સંયોગ પણ છે જ.
આ જ રીતે વિષાણનો પણ ખરના મસ્તક ઉપર સમવાય નથી પરંતુ ગાય-બકરા આદિના મસ્તક ઉપર તો સમવાય છે જ. સામાન્ય જાતિ પણ બીજો ચંદ્ર ન હોવાથી ચંદ્રમાં નથી. પરંતુ ઘટ-પટ-ગાય આદિ ઈતર પદાર્થોમાં ઘટત્વ-પટવ-ગોત્વ નામનાં સામાન્ય છે જ. ઘટ જેવી ભૂલતા ફક્ત મોતીમાં નથી પરંતુ બીજા સ્થાને કોળા આદિમાં છે જ. ત્રિલોકેશ્વરતા પણ તમારામાં નથી પરંતુ તીર્થંકરાદિ અન્યમાં છે જ, પંચસંખ્યાવિશિષ્ટત્વ પણ નિષેધના પ્રકારોમાં નથી પરંતુ અન્યત્ર અનુત્તરવિમાનાદિમાં છે જ. આવા પ્રકારની વિવેક્ષાથી અમે કહીએ છીએ કે “જેનો જેનો નિષેધ કરાય છે તે તે વસ્તુ ત્યાં ભલે ન હોય, પરંતુ સામાન્યથી સંસારમાં હોય જ છે. અન્યત્ર અવશ્ય હોય જ છે. આમ કહીએ છીએ - પણ જેનો જ્યાં નિષેધ કરાય છે તે વસ્તુ ત્યાં હોય જ છે. આમ અમે કહેતા નથી કે જેથી અમારી વાતમાં વ્યભિચારદોષ આવે.
પ્રશ્ન - હે ભગવાન્ ! અમે પણ શરીરમાં જ જીવનો નિષેધ કરીએ છીએ. કારણ કે લોકો શરીરમાં જીવ છે એમ માને છે.
ઉત્તર - હે ગૌતમ ! તમે બહુ સારું જ કહ્યું. કારણ કે તમે શરીરમાં જ આત્માનો નિષેધ કરો છો એમ બોલો છો. આનો અર્થ એ થાય છે કે “આત્મા તો છે જ” ફક્ત શરીરમાં તે નથી. તો અમારી તમને સમજાવવાની જે મહેનત હતી તે અમારા ઈષ્ટની સિદ્ધિ થઈ ગઈ. કારણ કે “જીવ છે કે નહીં” આવા પ્રકારનો તમને સંશય હતો. હવે “જીવ છે” એમ તો તમે સ્વીકાર્યું. જીવના અસ્તિત્વની સિદ્ધિ માટે જ આ સઘળી મહેનત હતી. “તે છે” આમ તો સિદ્ધ થઈ જ ચૂક્યું. એટલે અમારા ઈષ્ટની સિદ્ધિ થઈ એ જ ઘણા આનંદની વાત છે.
હવે સિદ્ધ થયેલા તે જીવનું અસ્તિત્વ, આશ્રય (આધાર) વિના હોઈ ન શકે એટલે કોઈને કોઈ તેનો (જીવન) આધાર હોવો જોઈએ તે પણ આપોઆપ સિદ્ધ થશે જ, તેની ચિંતા કરવા વડે સર્યું, તેની ચિંતા કરવાની જરૂર નથી. વળી શરીર વિના બીજો કોઈ
Page #81
--------------------------------------------------------------------------
________________
૫૬
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ તેનો આશ્રય (આધાર) સંભવી શકતો નથી. કારણ કે જીવ હોવાનાં બધાં લિંગો જીવંત શરીરમાં દેખાય છે. માટે શરીર એ જ જીવનો આધાર છે. શરીરમાં જ જીવ છે, હા, એટલી વાત ચોક્કસ છે કે બધાં જ શરીરોમાં જીવ હોય છે એમ નથી, પણ જીવંત શરીરોમાં જીવ અવશ્ય હોય છે અને મૃત શરીરોમાં જીવ હોતો નથી. કારણ કે જીવંત શરીરોમાં જ હેય-ઉપાદેયમાં નિવૃત્તિ-પ્રવૃત્તિ આદિ જીવનાં લિંગો દેખાય છે, મૃતશરીરોમાં નહીં. આ રીતે જીવ છે એમ પણ સિદ્ધ થયું અને તે પણ જીવંત શરીરમાં જ છે એ પણ સિદ્ધ થયું.
પ્રશ્ન - શરીરમાં જીવ છે એમ માનવાને બદલે જે શરીર છે તે જ જીવ છે એમ માનીએ તો શું દોષ ?
ઉત્તર - “આ શરીરમાં હજુ જીવ જીવે છે, હવે આ શરીરમાં જીવ મૃત્યુ પામ્યો છે, આ શરીરમાં જીવ છે પણ મૂછિત થઈ ગયો છે ઈત્યાદિ વ્યવહાર તથા તેની જે વ્યવસ્થા છે તે ઘટશે નહીં. જો શરીર એ જ જીવ હોય તો જીવતા શરીરનો અગ્નિસંસ્કાર જેમ કરાતો નથી તેમ મૃતશરીરનો પણ અગ્નિસંસ્કાર ન કરાવો જોઈએ. કારણ કે તે શરીર પણ જીવ જ છે. જીવંત શરીરના જેવા હાવભાવ મૃતશરીરમાં પણ દેખાવા જોઈએ. ઈત્યાદિ યુક્તિઓ અમે આગળ ઉપર સમજાવીશું. ll૧૫૭૪
जीवोत्ति सत्थयमिणं, सुद्धत्तणओ घडाभिहाणं व । जेण त्थेण सदत्थं सो जीवो अह मई होज ॥१५७५॥ अत्थो देहोच्चिय से तं नो पज्जायवयणभेआओ । नाणाइगुणो य जओ भणिओ जीवो न देहोत्ति ॥१५७६॥ (जीव इति सार्थकमिदं, शुद्धत्वतो घटाभिधानमिव ।
येनार्थेन सदर्थं, स जीवोऽथ मतिर्भवेत् ॥ अर्थो देह एव तस्य, तन्नो पर्यायवचनभेदात् । ज्ञानादिगुणश्च यतो भणितो जीवो न देह इति ॥)
ગાથાર્થ - “જીવ” આવું જે પદ છે તે સાર્થક છે. શુદ્ધ પદ હોવાથી, ઘટની જેમ, જે અર્થ વડે તે પદ સાર્થક છે તે જ જીવ છે. હવે કદાચ તમે આવો પ્રશ્ન કરો કે “દેહ” એ જ જીવપદનો અર્થ છે તો તે બરાબર નથી. કારણ કે પર્યાયવાચી શબ્દોનો ભેદ છે માટે જ્ઞાનાદિ ગુણોવાળો જે પદાર્થ છે તે જ જીવ છે. પણ દેહ એ જીવ નથી. /૧૫૭૫-૧૫૭૬/
Page #82
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૪
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૫૭ વિવેચન - આત્માની સિદ્ધિ માટે હવે નવમું અનુમાન કહે છે. ન્યાયશાસ્ત્રમાં વસ્તુની સિદ્ધિ માટે પ્રતિજ્ઞા, હેતુ, અન્વયવ્યાપ્તિ, અન્વયઉદાહરણ, વ્યતિરેકવ્યાપ્તિ, વ્યતિરેક ઉદાહરણ, ઉપનય અને નિગમન જણાવેલાં હોય છે. તેનાથી સંદેહાત્મક વસ્તુનો નિર્ણય થાય છે. તે જ પદ્ધતિથી આ બે ગાથામાં જીવની સિદ્ધિ કરે છે. ૧. પર્વતો વદ્વિમાન = પર્વત અગ્નિવાળો છે, આ પ્રતિજ્ઞા. ૨. ધૂમવન્વીક્ = ધૂમવાળો હોવાથી, આ હેતુ. ૩. “યત્ર યત્ર ઘૂમતંત્ર તત્ર વડ” = જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે, આ
અન્વયવ્યાપ્તિ. ૪. યથા મહાન સમ્ = જેમકે રસોડું - આ અન્વયઉદાહરણ.
યત્ર વદ્વિસ્તિ , તત્ર ધૂમોપિ નાતિ = જ્યાં જ્યાં વહ્નિ નથી ત્યાં ત્યાં ધૂમ પણ
નથી આ વ્યતિરેકવ્યાપ્તિ. ૬. યથા સમુદ્રઃ = જેમકે સમુદ્ર, આ વ્યતિરેક ઉદાહરણ. ૭. યથા માનસન્ દ્વિવ્યાપ્યઘૂમવત, તથાળ્યું પર્વતોપિ = જેમ રસોડું વહ્નિથી યુક્ત
એવા ધૂમવાળું છે તેમ આ પર્વત પણ ધૂમવાળો છે. આ ઉપનય. ૮. તસ્મવિઠ્ય પર્વતો વદ્વિમાન = તેથી પર્વત અવશ્ય અગ્નિવાળો છે જ. આ
નિગમન.
ઉપર પ્રમાણે ન્યાયશાસ્ત્રમાં પર્વતની અંદર વઢિની સિદ્ધિ કરવામાં આવે છે. સર્વે પણ પરોક્ષ પદાર્થની સિદ્ધિ આ રીતે જ થાય છે. આ પદ્ધતિને અનુમાન પ્રમાણ કહેવાય છે. તે જ પદ્ધતિ પ્રમાણે જીવની સિદ્ધિ કરે છે. (૧) નીવ રૂચેતદ્ વવન સાર્થમ્ = “જીવ” આવા પ્રકારનો જે શબ્દ બોલાય છે તે
અવશ્ય અર્થવાળો છે. તદ્વાચ્ય પદાર્થવાળો છે. આ પ્રતિજ્ઞા. (૨) વ્યુત્પત્તિમત્તે સતિ શુદ્ધપત્નીત્ = “જીવ” એવો જે આ શબ્દ છે તે વ્યુત્પત્તિવાળો
છે અને શુદ્ધ પદ છે. ગીવતતિ નીવ: = જે જીવે છે, શ્વાસ લે છે, આયુષ્ય ધારણ કરે છે, ગમનાગમનાદિ ચેષ્ટા કરે છે તે જીવ છે. આ વ્યુત્પત્તિ કહેવાય અને સમાસ નથી. એકલો એક જ શબ્દ છે તેથી આ જીવ શબ્દ શુદ્ધ પદ કહેવાય છે. આ હેતુ જાણવો.
Page #83
--------------------------------------------------------------------------
________________
૫૮
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ (૩) રૂદ વદ્ વ્યુત્પત્તિમત્તે સતિ શુદ્ધપવું, તર્થવદ્ તૃણમ્ = આ સંસારમાં જે જે
વ્યુત્પત્તિવાળાં શુદ્ધપદ હોય છે તે તે અવશ્ય અર્થવાળાં જ હોય છે. તદ્વાચ્ય પદાર્થ
હોય જ છે. આ અન્વયવ્યાપ્તિ છે. (૪) કથા પદમ્ = જેમકે પદ-પદ-દ-નૃપ-ભૂપ આ બધા શબ્દો વ્યુત્પત્તિવાળા
પણ છે અને અર્થવાળા પણ છે. તેથી તે તે શબ્દોથી વાચ્ય વસ્તુઓ પણ જગતમાં
છે જ. (૫) યજુ સાર્થવં ન મતિ, તદ્ વ્યુત્પત્તિમદ્ શુદ્ધપદં ર ર મવતિ = જે જે શબ્દો
અર્થવાળા (તદ્વાચ્ય વસ્તુવાળા) હોતા નથી. તે તે શબ્દો વ્યુત્પત્તિવાળા અને શુદ્ધ
પદરૂપ પણ હોતા નથી. આ વ્યતિરેકવ્યાપ્તિ. (૬) કથા સ્થિતિ ઘરવિપાર્લિ ર, જેમકે ડિત્થ-ડવિત્થ તથા ખરવિષાણ વગેરે.
અહીં ડિત્થ-ડવિન્થ શબ્દો એકલવાયા હોવાથી શુદ્ધપદ છે. પરંતુ તેની કંઈ જ વ્યુત્પત્તિ નથી માટે વ્યુત્પત્તિ વિનાના અને જે ખરવિષાણાદિ શબ્દો છે તે વ્યુત્પત્તિવાળા છે. પરંતુ સામાસિક હોવાથી શુદ્ધ પદ નથી, તેથી તે તે શબ્દોથી વાચ્ય વસ્તુ પણ આ સંસારમાં નથી જ. “નવ" આવું જે પદ છે તે ઘટ-પટ-નૃપ-ભૂપ આદિ પદોની જેમ વ્યુત્પત્તિ વાળું પણ છે અને શુદ્ધપદ પણ છે. માટે સાર્થક જ હોવું જોઈએ, પણ ડિલ્થ-ડવિત્યની જેમ વ્યુત્પત્તિરહિત નથી અને ખરવિષાણાદિની જેમ અશુદ્ધ પદ પણ નથી. માટે જીવ નામના શબ્દથી વાચ્ય વસ્તુ સંસારમાં હોવી જ જોઈએ, પણ નથી એમ નહીં
આ ઉપનય છે. (૮) તસ્મીત્સર્વમેવ નીવપમ્ = તેથી જીવ નામનું જે પદ છે તે અવશ્ય અર્થવાળું
જ છે. માટે તદ્વાચ્ય આત્મા નામનો પદાર્થ આ સંસારમાં અવશ્ય છે જ. આ નિગમન છે.
ઉપરોક્ત ન્યાયશાસ્ત્રની નીતિ-રીતિ પ્રમાણે પણ આત્મતત્ત્વની સિદ્ધિ થાય છે. આ અનુમાનમાં હેતુ બે પદવાળો છે. વ્યુત્પત્તિમત્તે સતિ શુદ્ધપત્નીત્ તેનું કારણ એ છે કે જે જે શબ્દો વ્યુત્પત્તિવાળા ન હોય પણ શુદ્ધપદ હોય (સમાસ વિનાના એકલવાયા હોય) તો પણ તદ્વાચ્ય વસ્તુ સંસારમાં સંભવતી નથી. જેમકે ડિત્ય અને વિન્થ વગેરે, તથા જે જે શબ્દો શુદ્ધપદ હોતા નથી પણ વ્યુત્પત્તિવાળા હોય છે તે તે શબ્દો ભલે વ્યુત્પત્તિવાળા હોય તો પણ તે તે શબ્દોથી વાચ્ય વસ્તુઓ સંસારમાં નથી પણ હોતી. જેમકે ખરવિષાણાદિ,
Page #84
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૫૯
આ રીતે હેતુની અનૈકાન્તિકતા (વ્યભિચારિતા) દોષ અટકાવવા માટે વ્યુત્પત્તિમત્ત્વ અને શુદ્ધત્વ આ બન્ને પદો વિશેષણ-વિશેષ્યરૂપે મુકવામાં આવ્યાં છે.
પ્રશ્ન - “જીવ” પદ સાર્થક છે તેથી તે શબ્દથી વાચ્ય વસ્તુ હોવી જોઈએ આ વાત બરાબર છે. પરંતુ ‘‘વૈજ્ઞ’’ શરીર એ જ જીવપદનો અર્થ છે. દેહથી જુદો કોઈ બીજો પદાર્થ જીવ નથી. કારણ કે શાસ્ત્રોમાં “દેહમાં” જ પ્રયોગ કરાતો આ શબ્દ જોવાયો છે.
=
..
જેમકે “વ ઝીવઃ, નં ન હિસ્તિ'' આ (દેહ) એ જ જીવ છે. તે આ દેહને (જીવને) કોઈ હણી શકતું નથી. આવાં વાક્યોમાં વપરાતો આ જીવશબ્દ દેહ અર્થને જ સૂચવે છે. પણ દેહથી ભિન્ન પદાર્થ સ્વરૂપે જીવને સૂચવતો નથી.
ઉત્તર - હે ગૌતમ ! તમારી આ વાત બરાબર નથી. કારણ કે દેહના અને જીવના પર્યાયવાચી શબ્દો ભિન્ન ભિન્ન છે માટે તે બન્ને પદાર્થો ભિન્ન ભિન્ન છે. જ્યાં જ્યાં પર્યાયવાચી શબ્દોનો ભેદ હોય છે ત્યાં ત્યાં તે તે શબ્દોથી જણાવાતી વસ્તુ પણ ભિન્ન ભિન્ન જ હોય છે. જેમકે ઘટ અને આકાશ. ત્યાં ઘટના પર્યાયવાચી શબ્દો ઘટ-કુટ-કુંભકલશ વગેરે છે જેમાંનો એક પણ શબ્દ આકાશ અર્થનો વાચક નથી. તથા આકાશના પર્યાયવાચી શબ્દો નભસ્, વ્યોમ, અન્તરિક્ષ અને આકાશાદિ છે. તેમાંનો એક પણ શબ્દ ઘટના અર્થનો વાચક નથી. એવી જ રીતે પ્રસ્તુત એવા જીવદ્રવ્યમાં જીવ-જન્તુ, અસુમાન્, પ્રાણી સત્ત્વ, ભૂત ઈત્યાદિ શબ્દો જીવના પર્યાયવાચી છે. તેમાંનો એક પણ શબ્દ દેહનો વાચક નથી, તથા શરીર, વપુ:, કાયા, દેહ, ક્લેવર, તનુ ઈત્યાદિ જે કોઈ શબ્દો છે તે દેહના વાચક છે. પણ તેમાંનો કોઈ એક શબ્દ પણ આત્માનો વાચક નથી. આ રીતે જેના જેના પર્યાયવાચી શબ્દો ભિન્ન ભિન્ન હોય છે તે તે વસ્તુ પણ ભિન્ન ભિન્ન જ હોય છે. જો પર્યાયવાચી શબ્દોનો ભેદ હોવા છતાં પણ વસ્તુનો અભેદ માનવામાં આવે તો સંસારમાં રહેલી સર્વે પણ વસ્તુનું એકત્વ જ થઈ જાય. આ મોટો બાધકદોષ આવે છે.
વળી હે ગૌતમ ! તમે જે એમ કહ્યું કે “આ જીવશબ્દ દેહમાં જ વપરાતો જોયો છે” તે પણ જીવનો દેહમાં ઉપચાર કરાયો છે. પરમાર્થે દેહ એ જીવ નથી પણ આ જીવ હંમેશાં શરીરની સાથે જ રહેલો છે માટે દેહમાં જીવનો ઉપચાર માત્ર જ કરાયો છે. તથા દેહમાં જ રહેલો છે અન્યત્ર નહીં. માટે દેહમાં જીવનો ઉપચાર કરાયો છે તથા જેમ ઉપચાર કરીને દેહમાં જીવશબ્દ વપરાયેલો તમને જણાય છે તેમ ભિન્નપણે વપરાયેલો પણ તમને જોવા મળે જ છે. “ત: મ: નીવ:, વાતાર્તામાં शरीरम् " હવે આ શરીરમાંથી જીવ ચાલ્યો ગયો છે (અર્થાત્ આ મનુષ્ય મૃત્યુ પામ્યો છે.) હવે આ શરીરનો સ્મશાનમાં લઈ જઈને અગ્નિસંસ્કાર કરાઓ. આવા
=
Page #85
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૬)
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ પ્રકારના વાક્યપ્રયોગો પણ સંસારમાં થાય છે. માટે શરીરમાં જે જીવ શબ્દ વપરાય છે તે ઉપચારથી છે, પરમાર્થથી બન્ને ભિન્ન દ્રવ્યો છે.
તથા જીવદ્રવ્ય તો જ્ઞાનાદિ ગુણોથી યુક્ત છે અને દેહ તો જડ છે. તેથી પણ દેહ એ જ જીવ છે આમ કેમ કહેવાય? જીવંત શરીરમાં ચેતના-પીડા-દુઃખ-સુખની લાગણીસ્મરણ-શંકા આદિ જ્ઞાનધર્મો જેવા દેખાય છે તેવા તે ધર્મો મૃતશરીરમાં જણાતા નથી. માટે પણ દેહ એ જીવ નથી. અમે પહેલાં પણ (ગાથા ૧૫૬૨ માં) કહ્યું છે કે - દેહ એ જ્ઞાનાદિ ગુણોવાળો નથી. કારણ કે દેહ એ મૂર્તિમાન્ (રૂપી) વસ્તુ છે તેથી જેમ ઘટ મૂર્તિમાન્ છે. એટલે જ્ઞાનાદિ ગુણોવાળો નથી. તેમ આ દેહ પણ મૂર્તિમાન્ છે તેથી જ્ઞાનાદિ ગુણોવાળો નથી. તથા દેહ અને ઈન્દ્રિયોથી કંઈક ભિન્ન એવો આત્મા છે. કારણ કે તે ઈન્દ્રિયો અને શરીર દ્વારા જાણેલા વિષયોનું અનુસ્મરણ ઈન્દ્રિયાદિના વિરામ બાદ પણ અંદર કોઈક કરે છે. તેથી બારી દ્વારા જોનારો પુરુષ જેમ બારીથી ભિન્ન છે તેમ અહીં ઈન્દ્રિય અને શરીરથી ભિન્ન એવો આત્મા છે આમ જાણવું. /૧૫૭૫-૧૫૭૬
जीवोत्थि वओ सच्चं, मव्वयणाओऽवसेसवयणं व । सव्वण्णुवयणओ वा, अणुमयसव्वण्णुवयणं व ॥१५७७॥ (जीवोऽस्ति वचः सत्यं, मद्वचनादवशेषवचनमिव ।
सर्वज्ञवचनतो वाऽनुमतसर्वज्ञवचनमिव ॥)
ગાથાર્થ - “જીવ છે” આ વચન સત્ય છે. મારું વચન હોવાથી, તમારી શંકા આદિ અવશેષવચનની જેમ. અથવા “જીવ છે” આ વચન સત્ય છે. સર્વજ્ઞનું વચન હોવાથી, તમારા માનેલા સર્વજ્ઞના વચનની જેમ. l/૧૫૭૭ll
વિવેચન - આટલાં અનુમાનો સમજાવવા છતાં મિથ્યાત્વ અને અજ્ઞાનની તીવ્રતા હોવાથી હજુ ઈન્દ્રભૂતિ આત્માનું અસ્તિત્વ જોઈએ તેવું નથી સ્વીકારતા, ત્યારે પરમાત્મા ઈન્દ્રભૂતિને કહે છે કે – હે ઈન્દ્રભૂતિ ! આ સંસારમાં જીવ જેવું તત્ત્વ છે. આમ મારા કહેવાથી તમે આ વચન સ્વીકારી લો. તમારા સંશય વગેરેના વિષયવાળાં વચનો હું બોલ્યો તે વચનો જેમ તમે માની લીધાં છે. તેમ મારા કહેવાથી આ વચન પણ સ્વીકારી લો. ભગવાને કહેલી આ વાત પણ અનુમાનાત્મક જ છે તે આ પ્રમાણે -
(૧) નીવતિ = જીવ છે આ વચન સાચું છે, પ્રતિજ્ઞા, (૨) અર્વનત્વદ્ = મારું વચન હોવાથી, હેતુ, (૩) મવલ્લંશવિષયોદ્યવશેષવનવત્ = તમારા સંશયાદિ
Page #86
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ વિષયવાળાં બાકીનાં વચનોની જેમ. અન્વય ઉદાહરણ, યંત્ર સત્યં મવતિ તદ્ મીવનમા મવતિ, યથા સાક્ષવાનમ્ જે જે સત્યવચનો નથી હોતાં તે તે મારાં વચનો પણ નથી હોતાં. જેમકે ખોટી સાક્ષિવાળું વચન, આ વ્યતિરેક વ્યાપ્તિ તથા વ્યતિરેક ઉદાહરણ. આવા પ્રકારના અનુમાન દ્વારા હે ઈન્દ્રભૂતિ ! મારું વચન હોવાથી જીવ છે આમ તમે સત્ય તત્ત્વ સ્વીકાર કરી લો.
અહીં કોઈ કદાચ એવી શંકા કરે કે “મારું વચન હોવાથી જીવ છે આમ તું માની લે” આવા પ્રકારનું વચન પરમાત્મા કેમ બોલે છે? યુક્તિ આપવાને બદલે બળ વાપરવાની કે ફરજ પાડવાની ભગવાનને શું જરૂર ? તો તેનો ઉત્તર એમ સમજવો કે અહીં બળ વાપરવાનો કે ફરજ પાડવાનો આશય નથી. પરંતુ તમને મેં આટલી યુક્તિઓ આપી છે. તમારો સંશય તમે કહ્યા વિના મેં કહ્યો છે. તમારા હૃદયમાં રહેલા વિચારો અને તર્કો મેં સ્પષ્ટ કહ્યા છે. તેથી મારા વિષે સર્વજ્ઞપણાનો વિશ્વાસ કરીને મારું વચન તમે સ્વીકારી લો. આમ કરૂણાભાવનાથી બોલાયેલું આ અનુમાન છે. તથા આવા જ પ્રકારનું બીજું અનુમાન પણ આપે છે.
(૧) નવોર્તાિ રૂતિ વચને સત્યમ્ = જીવ છે આ વચન સંપૂર્ણ સત્ય છે, પ્રતિજ્ઞા, (૨) સર્વજ્ઞવત્રનેત્વીત્ = સર્વજ્ઞ-સર્વદર્શી મહાત્મા પુરુષનું વચન હોવાથી હેતુ, (૩) ભવનુમતસર્વવિિત = તમારા પોતાના માનેલા સર્વજ્ઞપુરુષના વચનની જેમ ઉદાહરણ. જેમ તમે જેને સર્વજ્ઞ માનો છો તેનાં બધાં જ વચનો સત્ય છે એમ સમજીને સ્વીકારી લો છો. તેમ “જીવ છે” આવું મારું વચન પણ સર્વજ્ઞપુરુષનું જ વચન છે એમ સમજીને હે ગૌતમ ! તમે સ્વીકારી લો. મને કેવલજ્ઞાન-કેવલદર્શન થયેલાં છે. તેથી હું સર્વજ્ઞ છું, માટે મારું વચન તમે માની લો.
પ્રશ્ન - પરમાત્માએ પોતે પોતાના માટે પર્વનત્વ સર્વજ્ઞવનત્વાન્ = મારું વચન હોવાથી અને સર્વજ્ઞનું વચન હોવાથી આમ કહીને હું સર્વજ્ઞ છું આવું સ્વપ્રશંસાત્મક વચન કેમ કહ્યું ?
ઉત્તર - આ સ્વપ્રશંસા માટે નથી પરંતુ પ્રયોજન ઉપસ્થિત થાય ત્યારે યથાર્થ સ્વરૂપ કહેવા માટે સ્વરૂપસૂચક વચન છે અને જ્યારે આવું કહેવાનો અવસર જ આવીને ઉભો રહે છે ત્યારે કરૂણાભાવનાથી આવા પ્રકારનાં સ્વરૂપસૂચક વચનો પણ બોલાય છે. l/૧૫૭૭ll.
Page #87
--------------------------------------------------------------------------
________________
૬૨
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
भयरागदोसमोहाभावाओ सच्चमणइवाइं च ।
सव्वं चिय मे वयणं जाणयमज्झत्थवयणं व ॥१५७८ ॥
( ભય-રાગ-દ્વેષ-મોહામાવાત્ સત્યમનતિપાતિ ચ ।
सत्यमेव मे वचनं ज्ञायकमध्यस्थवचनमिव ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - હું ભય-રાગ-દ્વેષ અને અજ્ઞાનના અભાવવાળો હોવાથી મારું સર્વ વચન જાણકાર અનુભવી મધ્યસ્થ પુરુષના વચનની જેમ સત્ય છે અને દોષ વિનાનું છે.
||૧૫૭૮ ॥
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીરપ્રભુએ ઈન્દ્રભૂતિને ઉપરની ગાથામાં જે આમ કહ્યું છે કે “હું સર્વજ્ઞ છું. મારું વચન છે માટે સર્વજ્ઞનું વચન છે તેથી તમે સ્વીકાર કરી લો” તે બાબતમાં ઈન્દ્રભૂતિ પ્રશ્ન કરે છે કે - તમે સર્વજ્ઞ હો તેથી શું થયું ? સર્વજ્ઞ હોય તેનાં બધાં જ વચનો સત્ય જ હોય એવો કોઈ નિયમ નથી, સર્વજ્ઞ હોય છતાં પ્રયોજનવશ મિથ્યાવચન પણ બોલે એવું કેમ ન બને ? આવા પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવે છે કે -
હે ઈન્દ્રભૂતિ ! જુઠ્ઠું બોલવાનાં મુખ્યત્વે ચાર કારણો હોય છે. લોકો ભયના કારણે ભયભીત થયા છતા સાચું કહેવાથી શિક્ષા થશે એવા આશયથી અસત્ય બોલે છે. બીજું કારણ રાગ છે, જેને જેનો રાગ હોય છે તેના પક્ષપાતના કારણે તેનો સ્વાર્થ સધાય તે માટે પણ જુઠ્ઠું બોલે છે. ત્રીજું કારણ દ્વેષ છે, જેને જેની સાથે અણબનાવ છે તે જીવ તેને વધારે નુકશાન કેમ થાય ? એવા આશયથી પણ જુઠ્ઠું બોલે છે અને ચોથું કારણ મોહ (અજ્ઞાન) દશા છે. જેને જે વસ્તુ બરાબર સમજાઈ ન હોય, જાણી ન હોય, જ્ઞાનથી યથાર્થ દેખી ન હોય તો જુઠ્ઠું બોલાઈ જાય છે. પરંતુ આ ચારે કારણો મારામાં નહી હોવાથી હે ઈન્દ્રભૂતિ! મારું સઘળું પણ વચન સત્ય છે અને નિર્દોષ છે. જેમ તમે એકગામથી બીજા ગામ જતા હો, માર્ગની જાણકારી ન હોવાથી રસ્તામાં ભૂલા પડ્યા હો ત્યારે તે તે માર્ગના અનુભવી પુરુષો રસ્તામાં મળે ત્યારે તમે તેને પૂછો છો, ત્યારે સામે મળનારા રસ્તાના તે અનુભવી પુરુષો જો તમારાથી અથવા અન્યથી ભયભીત થયેલા ન હોય, તમારા ઉપર રાગ-દ્વેષ ન હોય તો તેવા પ્રકારના ભય વિનાના, રાગદ્વેષ વિનાના અને અનુભવવાળા માર્ગજ્ઞનાં સર્વે વચનો સત્ય અને નિર્દોષ હોય છે તેમ મારાં વચનો પણ સર્વે સત્ય છે અને નિર્દોષ છે. તેથી હે ઈન્દ્રભૂતિ ! તમે સ્વીકારી લો. II૧૫૭૮॥
ન
અહીં ગૌતમસ્વામી સંબંધી શંકા ઉઠાવીને ઉત્તર આપતાં ભગવાન કહે છે કે -
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
कह सव्वण्णुत्ति मई, जेणाहं सव्वसंसयच्छेई ।
पुच्छसु व जं न जाणसि, जेण व ते पच्चओ होजा ॥१५७९ ॥
ગણધરવાદ
( कथं सर्वज्ञ इति मतिर्येनाहं सर्वसंशयच्छेदी ।
पृच्छ वा यद् न जानासि येन वा ते प्रत्ययो भवेत् ॥ )
૬૩
ગાથાર્થ - તમે સર્વજ્ઞ છો એમ હું કેમ માનું ? આવી તમારી બુદ્ધિ થતી હોય તો હું તમારા સર્વસંશયને છેદનારો છું અથવા પૂછો, તમે જે ન જાણતા હો તે, જેનાથી તમને મારા પ્રત્યે સર્વજ્ઞપણાનો વિશ્વાસ થાય. ૧૫૭૯॥
વિવેચન - હે ઈન્દ્રભૂતિ ગૌતમ ! કદાચ તમારા મનમાં આવા પ્રકારની શંકા હોય કે “તમે સર્વજ્ઞ છો” આવા પ્રકારનું હું કેમ માની લઉં ? મને તમારા પ્રત્યે સર્વજ્ઞપણાનો વિશ્વાસ કેમ થાય ? તમારામાં પણ ભય-રાગ-દ્વેષ અને અજ્ઞાનતા કદાચ હોય, તે ચારે કારણોનો અભાવ જ હોય એવું નહીં, આમ પણ કેમ ન બને ? હે ઈન્દ્રભૂતિ ! તમે મનમાં ને મનમાં આમ વિચારો છો. પરંતુ તમારા આવા પ્રકારના વિચારો મિથ્યા છે. કારણ કે હું સર્વ સંશયને છેદનારો છું અને જે સર્વ સંશયને છેદે છે તે અવશ્ય સર્વજ્ઞ જ હોય છે. સર્વજ્ઞ વિના સર્વ સંશય છેદાતા જ નથી. અહીં હાલ બીજા કોઈ સર્વજ્ઞ વિદ્યમાન નથી. તેથી હું તમને સર્વજ્ઞનું દૃષ્ટાન્ત આપતો નથી. પણ જે સર્વજ્ઞ હોય છે તે સર્વ સંશયને છેદનાર હોય છે તે વાત સર્વથા સત્ય છે.
પ્રશ્ન
પરંતુ બીજા કોઈ સર્વજ્ઞ જણાતા નથી તેથી ઉદાહરણના અભાવે જે જે સર્વજ્ઞ હોય તે તે સર્વસંશય છેદી જ હોય આવી અન્વય વ્યાપ્તિ થતી નથી અને અન્વયવ્યાપ્તિ ન થવાથી આ હેતુ સાચો જ હશે એમ વિશ્વાસ કેમ બેસે ? કારણ કે અન્વયવ્યાપ્તિ અને અન્વય ઉદાહરણ વિના આ હેતુ ન્યાયશાસ્ત્રની નીતિ-રીતિ પ્રમાણે અનૈકાન્તિક અર્થાત્ વ્યભિચારી હેતુ કહેવાય, તેનાથી સાધ્યની સિદ્ધિ ન થાય.
-
ઉત્તર - હે ઈન્દ્રભૂતિ ! તમારી આ વાત બરાબર નથી. અન્વય દૃષ્ટાન્ત ભલે ન મળે, પણ વ્યતિરેકવ્યપ્તિથી સાધ્યની સિદ્ધિ થાય છે. જે જે સર્વજ્ઞ હોતા નથી તે તે સર્વસંશયને છેદનારા પણ હોતા જ નથી. જેમકે ગામના સાધારણ લોકો. આ પ્રમાણે સર્વજ્ઞતા વિના સર્વસંશયના છેતૃત્વની જે અનુપપત્તિ છે તે જ વિપરીતમાં બાધક એવું સાધ્યનું સાધકપ્રમાણ છે. જેમકે ‘સિદ્ધા અનન્તમુલવન્તઃ, ધર્મરહિતત્વાત્'' સિદ્ધભગવન્તો અનંત સુખવાળા છે. કર્મ વિનાના હોવાથી, આ અનુમાનમાં અન્વયદૃષ્ટાન્ત નથી તો પણ વ્યતિરેકવ્યાપ્તિથી સાધ્યસિદ્ધિ થાય જ છે. જે જે અનંતસુખવાળા નથી તે તે જીવો
Page #89
--------------------------------------------------------------------------
________________
૬૪
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
કર્મરહિત પણ નથી જ, જેમકે સંસારી જીવો. આ પ્રમાણે વિપર્યયમાં બાધા આવે છે એ જ સાધ્યનું સાધક પ્રમાણ છે.
અથવા ત્રણે લોકની અંદર રહેલી જે કોઈ વસ્તુ તમે ન જાણતા હો તે મને તમે પૂછો, જેથી તમને મારા પ્રત્યે સર્વજ્ઞપણાનો વિશ્વાસ થાય. તમે જે કંઈ પૂછો તેનો ઉત્તર આપવા હું તૈયાર છું. હું આવું સ્પષ્ટ કહેતો હોવાથી પણ તમારે મારા ઉપર સર્વજ્ઞપણાનો વિશ્વાસ કરવો જોઈએ.
તથા જેનામાં ભય-રાગ-દ્વેષ અને અજ્ઞાનતા હોય છે તે જ જુઠ્ઠું બોલે છે. મારામાં ભયાદિ ચારે કારણોનો અભાવ સિદ્ધ છે. કારણ કે ચારે કારણોમાંના કોઈપણ કારણનાં લિંગો મારામાં દેખાતાં નથી. જેને ભય હોય છે તે ડરપોકપણે અસ્તવ્યસ્ત બોલે, જેને રાગ હોય છે તે પક્ષપાતથી બોલે, જેને દ્વેષ હોય છે તે ઈર્ષ્યા-દાઝ-અદેખાઈથી બોલે અને જેને અજ્ઞાનતા હોય છે તે આગળ-પાછળ જુદું-જુદું બોલે. આમાંનું એકપણ લિંગ મારામાં નથી. માટે મારામાં ભયાદિ ચારે કારણોનો અભાવ છે જ.
આ પ્રમાણે હે ઈન્દ્રભૂતિ ! તમે સમજો. આ સંસારમાં જ્ઞાનાત્મકલિંગ વિના ક્યારેય પણ જીવ નામનો લિંગી એકલો દેખાતો હોય તો તો જ્ઞાનાત્મકલિંગ ન દેખાય છતાં લિંગી એવો જીવ હશે એવી શંકા થાય. પરંતુ જ્ઞાનાત્મકલિંગ વિના લિંગી એવો જીવ ક્યારેય હોતો જ નથી તેવી જ રીતે ભયાદિ ચારે કારણોના લિંગો દેખાતાં હોય તો જ ભયાદિ કારણો હોય અને જુઠ્ઠું બોલવાના પ્રસંગો બને, પરંતુ ભયાદિ ચારે કારણોનાં લિંગો મારામાં નથી. માટે ભયાદિ કારણો મારામાં નથી. તેથી મારું વચન મિથ્યા નથી, સંપૂર્ણ સત્ય છે. ૧૫૭૯॥
एवमुवओगलिंगं, गोयम सव्वप्यमाणसंसिद्धं । संसारीयरथावर-तसाइभेअं मुणे जीवं ॥१५८०॥
(મુપયોગતિ, ગૌતમ ! સર્વપ્રમાળસંસિદ્ધમ્ । संसारीतरस्थावरत्रसादिभेदं जानीहि जीवम् ॥ )
ગાથાર્થ આ પ્રમાણે હે ગૌતમ ! ઉપયોગલક્ષણવાળો, સર્વ પ્રમાણોથી સિદ્ધ,
૧. મૂલગાથામાં બે વાર વા શબ્દ છે. એટલે “હું સર્વ સંશય છેદનાર છું અથવા તમે જે ન જાણતા હો તે પૂછો અથવા જે જાણતા હો તે પણ મારી પરીક્ષા માટે પૂછી શકો છો આવો અર્થ નીકળી શકે છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
૬૫
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ સંસારી-મુક્ત, સ્થાવર અને ત્રસાદિ ભેદવાળો જીવ નામનો પદાર્થ છે એમ તમે જાણો. //૧૫૮ll
વિવેચન - આ પ્રમાણે હે ઈન્દ્રભૂતિ ગૌતમ ! તમે “જીવ છે” એમ સ્વીકારો. તે જીવ કેવો છે ? તેનો ઉત્તર ત્રણ વિશેષણોથી જણાવે છે. ઉપયોગ છે લક્ષણ જેનું એવો જીવ છે. ઉપયોગ એટલે સામાન્ય અને વિશેષ ધર્મોને જાણવાની જ્ઞાનશક્તિ, ચેતનાશક્તિ અર્થાત્ બોધાત્મકશક્તિવિશેષ. આવા પ્રકારની ચેતનાશક્તિ છે લિંગ જેનું તે જીવ છે. જ્યાં જ્યાં જીવ હોય છે ત્યાં ત્યાં અલ્પ અથવા અધિક માત્રાએ ચેતનાશક્તિ હોય જ છે અને જ્યાં જ્યાં જીવ હોતો નથી ત્યાં ત્યાં ચેતનાશક્તિ હોતી જ નથી. તેથી ઉપયોગ અર્થાત્ ચેતનાશક્તિ એ જીવનું લક્ષણ છે.
તથા ગાથા ૧૫૫૪ થી ૧૫૬૩ માં કહ્યા પ્રમાણે જીવ પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ થાય છે. ગાથા ૧૫૬૪ થી ૧૫૭૬ માં કહ્યા પ્રમાણે જીવ અનુમાનથી સિદ્ધ થાય છે અને ગાથા ૧૫૭૭ થી ૧૫૭૯ માં કહ્યા પ્રમાણે સર્વજ્ઞના વચનસ્વરૂપ આગમપ્રમાણથી જીવ સિદ્ધ થાય છે. આ રીતે પ્રત્યક્ષ-અનુમાન અને આગમ એમ સર્વપ્રમાણોથી આત્મતત્ત્વની સિદ્ધિ થાય છે. તેથી સર્વ પ્રમાણસિદ્ધ એવા આત્મતત્ત્વને તમે સ્વીકારો.
તથા આ જીવના સંસારી અને મુક્ત એમ બે ભેદ છે. જે જીવો કર્મવાળા હોય છે, જન્મ-મરણવાળા હોય છે તે સંસારી કહેવાય છે અને જે જીવો કર્મ વિનાના હોય છે, જન્મ-મરણ વિનાના હોય છે તે મુક્ત કહેવાય છે. સંસારી જીવોના ત્ર-સ્થાવર એમ બે ભેદો છે. સુખ-દુઃખના સંજોગોમાં જે જીવો ઈચ્છા મુજબ હાલે ચાલે તે ત્રસ, અને ગમે તેવાં દુઃખ-સુખ આવે તો પણ પોતાની ઈચ્છા પ્રમાણે ગમનાગમન ન કરી શકે તે સ્થાવર કહેવાય છે તે સ્થાવરના પૃથ્વીકાય-અષ્કાય-તેઉકાય-વાઉકાય-વનસ્પતિકાય એમ પાંચ પ્રભેદ છે. ત્રસના બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય ઈત્યાદિ ભેદ-પ્રભેદો છે તથા સૂક્ષ્મ-બાદર-પર્યાપ્તા અને અપર્યાપ્તા ઈત્યાદિ અનેક ભેદ-પ્રભેદવાળો આ જીવ નામનો પદાર્થ છે.
અહીં અનેક ભેદ-પ્રભેદવાળું આ જીવદ્રવ્ય છે એમ કહ્યું એટલે કોઈક વેદાન્તવાદી પ્રશ્ન કરે છે કે - આત્માના ત્રણ-સ્થાવર-મુક્ત-સંસારી-સૂક્ષ્મ-બાદર-પર્યાપ્ત-અપર્યાપ્ત ઈત્યાદિ અનેક ભેદ તમે જે કહો છો તે ખોટા છે. તમારી વાત અસિદ્ધ છે. કારણ કે તે આત્મા સર્વત્ર એકરૂપ જ છે. અમારા શાસ્ત્રમાં કહ્યું છે કે -
Page #91
--------------------------------------------------------------------------
________________
૬૬
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
एक एव हि भूतात्मा भूते भूते प्रतिष्ठितः ।
ધા વહુધા ચૈવ, દૃશ્યતે નલવન્ત્રવત્ ॥ બ્રહ્મબિન્દુ ઉપનિષદ્ ૧૧
=
ગણધરવાદ
यथा विशुद्धमाकाशं, तिमिरोपप्लुतो जनः । सङ्कीर्णमिव मात्राभिर्भिन्नाभिरभिमन्यते ॥ तथेदममलं ब्रह्म, निर्विकल्पमविद्यया ।
ષત્વમિવાપાં, મેદ્રરૂપં પ્રાજ્ઞતે । બૃહદારણ્યકભાષ્યવાર્તિક ૩-૪-૪૩, ૪૪
उर्ध्वमूलमधः शाखमश्वत्थं प्राहुरव्ययम् । ઇન્દ્રાંતિ યસ્ય પીનિ, યસ્તં વેટ્ સ વેવિત્ ॥ ભગવદ્ગીતા ૧૫-૧
જુદા-જુદા ભૂતોમાં એક જ આત્મા રહેલો છે. પણ આકાશમાં જેમ એક જ ચંદ્ર હોવા છતાં જળમાં પ્રતિબિંબરૂપે અનેક ચંદ્ર દેખાય છે તેમ આ જીવ પણ એક જ હોવા છતાં બહુપ્રકારે દેખાય છે.
અથવા આકાશ જેમ એક જ છે, વિશુદ્ધ જ છે છતાં તિમિરના રોગવાળો પુરુષ તે જ આકાશને ભિન્ન-ભિન્ન એવી અનેક રેખાઓ વડે ભરપૂર ભરેલું ચિત્ર-વિચિત્ર દેખે છે. તેવી જ રીતે વિકલ્પો વિનાનું અને અત્યન્ત નિર્મળ એવું આ એક જ બ્રહ્મતત્ત્વ છે. છતાં અવિદ્યાના કારણે તે બ્રહ્મતત્ત્વ જાણે કલુષિત થયું ન હોય તેમ અનેકરૂપે જગતના જીવોને ભાસે છે.
=
સૃષ્ટિનું મૂલ બ્રહ્મા છે. તે મૂળ ઉર્ધ્વ-આકાશમાં છે અને તેમાંથી નીકળેલી જીવોરૂપી શાખાઓ નીચે-પાતાલમાં છે એવા અશ્વત્થવૃક્ષને અવ્યય નિત્ય = સદાસ્થિત કહેવામાં આવ્યું છે. છંદો તે આ વૃક્ષમાં પાંદડાં છે. જે લોકો આ બ્રહ્મને જાણે છે તે જ સાચા વેદશ વેદને જાણનારા એટલે બ્રહ્મજ્ઞ = બ્રહ્મને જાણનારા કહેવાય છે. ઉપરોક્ત બધા જ પાઠો એમ સૂચવે છે કે આત્મા જુદા-જુદા નથી પણ એક બ્રહ્મા જ છે. સર્વ શરીરોમાં એક જ આત્મા છે.
તથા વળી ‘પુરુષ વવું નિં સર્વ, યત્ મૂર્ત, યત્ત્વ ભાવ્યમ્, તામૃતત્વયેશાન:, યવનેનાતિરોતિ, યવેત્નતિ, યત્ નૈનતિ, યત્ રે, યદ્ અન્તિ, યન્તરસ્ય સર્વસ્થ, યત્ સર્વસ્વાસ્ય વાદ્યત: '' ઈત્યાદિ ઉપનિષદોના પાઠોમાં કહ્યું છે કે “જે ભૂતકાળમાં હતું, ભાવિમાં જે કંઈ થશે અથવા જે અમરપણાનો સ્વામી છે તે સઘળું પુરુષ જ છે કે જે અન્નથી વધે છે, જે યજ્ઞ કરે છે, જે યજ્ઞ નથી કરતો, જે દૂર છે, જે નજીક છે, જે સર્વની અંદર છે અને જે સર્વની બહાર છે. તે સર્વે પુરુષવિશેષ જ છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ઉપરોક્ત વેદોના, ઉપનિષદોના અને પુરાણોના પાઠો જોતાં એમ જણાય છે કે ત્રણસ્થાવર કે સંસારી અને મુક્ત જેવા જીવોના ભેદ જ નથી. સર્વત્ર બ્રહ્મસ્વરૂપ એક પુરુષ જ છે. અર્થાત્ એક જ જીવ છે. આવા પ્રકારનો કોઈ વેદાન્તવાદી પ્રશ્ન કરે તો તેનો હવે પછીની ૧૫૮૧મી ગાથામાં ઉત્તર જણાવે છે. ll૧૫૮૦ll
जइ पुण सो एगोच्चिय, हवेज वोमं व सव्वपिंडेसु । गोयम ! तदेगलिंगं पिंडेसु तहा न जीवोऽयं ॥१५८१॥ ( यदि पुनः स एक एव, भवेद् व्योमेव सर्वपिण्डेषु ।
गौतम ! तदेकलिङ्ग, पिण्डेषु तथा न जीवोऽयम् ॥) ।
ગાથાર્થ - જો આકાશની જેમ સર્વપિંડોમાં તે જીવ એક જ છે એમ માનીએ તો શું દોષ ? હે ગૌતમ ! સર્વ પિંડોમાં તે આકાશ એકલિંગવાળું દેખાય છે. તેમ આ જીવ એકલિંગવાળો દેખાતો નથી. ll૧૫૮૧//
વિવેચન - કોઈ વેદાન્તવાદી ચાલી આવતી જીવતત્ત્વની ચર્ચામાં પ્રશ્ન કરે છે કે ૧૫૮૦ ગાથાના વિવેચનમાં કહેલા વેદ અને ઉપનિષદના પાઠોના આધારે નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવોના સર્વ શરીરપિંડોમાં જેમ આકાશતત્ત્વ એક છે એમ જીવતત્ત્વ પણ એક જ છે. પરંતુ સંસારી અને મુક્ત ઈત્યાદિ ભેદથી ભિન્ન ભિન્ન જીવ નથી એમ માનીએ તો શું દૂષણ આવે ?
આવા પ્રકારના પ્રશ્નની સામે ભગવાન કહે છે કે - હે ગૌતમ ! ચેતન કે અચેતન એવા સર્વે પણ પુદ્ગલપિંડોમાં (રૂપી દ્રવ્યોમાં) રહેલું એવું આકાશ એક જ લિંગવાળું છે. સર્વને અવગાહના આપવી એવા પ્રકારનું લિંગ સર્વ આકાશમાં છે. વિદેશતા (જુદાં જુદાં લિંગો) નો અભાવ હોવાથી સર્વત્ર આકાશ એક છે એમ માની શકાય, માટે સર્વને અવગાહ આપવો, આવા પ્રકારનું એક જ લિંગ સર્વત્ર હોવાથી આકાશનું એકત્વ માનવું ઉચિત છે. પરંતુ હાલ જેનો વિચાર કરી રહ્યા છીએ એવો આ જીવ તેવા પ્રકારના એકલિંગવાળો નથી. કારણ કે શરીરસંબંધી પુગલપિંડોમાં તે જીવનું જે ચેતનાલક્ષણ લિંગ છે તે વિલક્ષણ દેખાય છે. કોઈ શરીરપિંડમાં ચેતના અધિક, કોઈ શરીરપિંડમાં ચેતના હીન એમ શરીરે શરીરે હીનાધિકપણે અનેક પ્રકારની વિલક્ષણતા જણાય છે. માટે ચેતનાલક્ષણનો હીનાધિકપણે ભેદ હોવાથી લક્ષ્ય એવો જીવ પણ જુદો જુદો છે. તેથી સર્વ શરીર-પિંડોમાં જીવ એક છે એવું માની ન શકાય. l/૧૫૮૧/
Page #93
--------------------------------------------------------------------------
________________
६८
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ नाणा जीवा कुंभादउव्व भुवि लक्खणाइभेयाओ । સુદ-દુ-વંધ-મોઘુભાવો ય નો તાજો અશ૧૮૨ (नाना जीवा: कुम्भादय इव भुवि लक्षणादिभेदात् ।
સુરd-૩ઃ-વજો-મોક્ષામાવશ થતસ્તવેશત્વે )
ગાથાર્થ - આ પૃથ્વી ઉપર સર્વે જીવોનાં લક્ષણાદિ ભિન્ન ભિન્ન હોવાથી અનેક ઘટની જેમ તે જીવો ભિન્ન ભિન્ન છે. જો જીવોનું એકત્વ માનવામાં આવે તો સુખ-દુઃખકર્મબંધ અને મોક્ષનો અભાવ થાય. /૧૫૮//
વિવેચન - આ સંસારમાં શરીરે શરીરે જીવ જુદા-જુદા છે. કારણ કે શરીરે શરીરે લક્ષણ આદિ ભિન્ન ભિન્ન છે. તેથી જેમ ઘડા અનેક છે તેમ જીવ પણ અનેક છે. શરીરે શરીરે કોઈની ચેતના ઘણી હોય છે. કોઈની ચેતના ઓછી હોય છે. કોઈની ચેતના અત્યન્ત હીન હોય છે. તેથી શરીરે શરીરે જીવ જુદા જુદા છે. એક શરીરમાંથી જીવ મૃત્યુ પામે ત્યારે બધાં જ શરીર નિર્જીવ થતાં નથી. એક સુખી હોય ત્યારે બીજા શરીરમાં રહેલો જીવ દુઃખી પણ હોય છે. માટે પ્રતિશરીરે જીવ જુદો જુદો હોય છે.
જો સર્વે જીવોનો મળીને એક જ જીવ છે આમ માનવામાં આવે તો સુખ-દુઃખકર્મબંધ અને કર્મોથી મુક્તિ વગેરે ભાવો ઘટે નહીં. આ જ વાત ૧૫૮૪ મી ગાથામાં ગ્રંથકારશ્રી જ સમજાવવાના છે. ll૧૫૮૨ા
શરીરે શરીરે લક્ષણનો ભેદ કેવી રીતે છે તે કહે છે - जेणोवओगलिंगो, जीवो भिन्नो य सो पइसरीरं । उवओगो उक्करिसावगरिसओ तेण तेऽणंता ॥१५८३॥ (येनोपयोगलिङ्गो जीवो भिन्नश्च स प्रतिशरीरम् ।
૩પયા ૩ષપર્વતસ્તેન તેડનત્તા: )
ગાથાર્થ - જે કારણથી ઉપયોગ લક્ષણવાળો જીવે છે અને તે ઉપયોગ શરીરે શરીરે ભિન્ન છે. કારણ કે ક્યાંક ઉત્કર્ષ હોય છે તો ક્યાંક અપકર્ષ હોય છે. આમ ઉત્કર્ષ અને અપકર્ષના ભેદથી જીવો ભિન્ન ભિન્ન છે. /૧૫૮૩
વિવેચન - વસ્તુમાં બે પ્રકારના ધર્મો હોય છે. સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ. તે બન્ને પ્રકારના ધર્મોને જાણવાની આત્માની જે ચૈતન્યશક્તિ છે તેને જ ઉપયોગ કહેવાય
Page #94
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૬૮
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ છે. સામાન્ય ધર્મને જાણનારી ચૈતન્યશક્તિને દર્શનોપયોગ કહેવાય છે અને વિશેષધર્મને જાણનારી ચૈતન્યશક્તિને જ્ઞાનોપયોગ કહેવાય છે. આ બન્ને પ્રકારના દર્શન અને જ્ઞાનના ઉપયોગવાળા જીવો હોય છે તે ઉપયોગ શરીરે શરીરે ઉત્કર્ષ અને અપકર્ષ વાળા હોય છે. કીડીના શરીરમાં જે ચૈતન્ય છે તેનાથી પશુના શરીરમાં ચૈતન્ય વધારે છે અને પશુના શરીર કરતાં માનવના શરીરમાં ચૈતન્ય વધારે છે. માનવમાં પણ બાળક કરતાં યુવાનના શરીરમાં ચૈતન્ય વધારે હોય છે. આમ પ્રતિશરીરે ચૈતન્ય ઉત્કર્ષ અને અપકર્ષવાળું હોવાથી અનંતભેદવાળું છે. તેથી તે ઉપયોગલક્ષણવાળા જીવો પણ ભિન્ન ભિન્ન અનંતા છે. આ પ્રમાણે ગાથા ૧૫૮૨ ના પૂર્વ અર્ધભાગનો અર્થ સમજાવ્યો. હવે તે જ ગાથાનો ઉત્તરાર્ધ સમજાવે છે. ll૧૫૮all
एगत्ते सव्वगयत्तओ, न मोक्खादओ नभस्सेव । कत्ता भोत्ता मंता, न य संसारी जहागासं ॥१५८४॥ (एकत्वे सर्वगतत्वतो न मोक्षादयो नभस इव ।
હર્તા મોહતા મન્તા, ન ત્ર સંસાર યથાશમ્ )
ગાથાર્થ - સર્વ જીવોનો એક જીવ માનવાથી સર્વવ્યાપી થવાથી આકાશની જેમ મોક્ષાદિ ઘટતાં નથી. તથા એક જીવ માનવાથી આકાશની જેમ કર્તા-ભોક્તા-મત્તા અને સંસારી અવસ્થા પણ ઘટતી નથી. /૧૫૮૪ll
| વિવેચન - આ સંસારમાં શરીરે શરીરે જુદા જુદા જીવ છે. જો એમ ન માનીએ અને સર્વે જીવોનો મળીને એક જ જીવ છે. આમ જો માનીએ તો તે જીવ સર્વવ્યાપી થવાથી આકાશના જેવો વ્યાપક થયો. જે જે સર્વવ્યાપી=વ્યાપક દ્રવ્ય હોય છે તેને સુખ-દુઃખ કર્મબંધ અને કર્મોથી મુક્તિ હોતી નથી. જેમકે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય અને જ્યાં જ્યાં સુખ-દુઃખ-બંધ અને મોક્ષાદિ હોય છે ત્યાં ત્યાં સર્વવ્યાપીપણું હોતું નથી. જેમકે દેવદત્ત-ચૈત્ર-મૈત્ર ઈત્યાદિ. આ અનુમાનથી આત્માનું એકત્વ માનવાથી સુખ-દુઃખાદિ ઘટતાં નથી.
વળી સર્વ જીવોનો એક જીવ માનવાથી સમસ્ત લોકવર્તી જીવ થવાથી આકાશદ્રવ્યની જેમ કર્તા-ભોક્તા-મત્તા અને સંસારી અવસ્થા વગેરે ભાવો પણ ઘટશે નહીં. કારણ કે જે જે દ્રવ્યો સર્વવ્યાપી હોય છે તે તે કર્તા-ભોક્તા-મન્તા હોતાં નથી. જેમકે આકાશ. તેમાં જ જીવ પણ તેવો માનવાથી કર્તા વગેરે ભાવો સંભવશે નહીં. ll૧૫૮૪
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૦
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
एगत्ते नत्थि सुही, बहूवघाउत्ति देसनिरुउव्व । बहुतरबद्धत्तणओ, न य मुक्को देसमुक्कोव्व ॥१५८५ ॥ ( एकत्वे नास्ति सुखी, बहूपघात इति देशनीरुज इव । बहुतरबद्धत्वतो न च मुक्तो देशमुक्त इव ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - સર્વ જીવોનો એક જીવ માન્યે છતે બહુભાગ દુ:ખી હોવાથી કોઈ સુખી કહેવાશે નહીં. જેમ અંશભાગમાત્રમાં નિરોગી હોય તે નીરોગી ન કહેવાય તેમ, તથા જેમ અંશભાગમાત્રમાં મુક્તજીવ મુક્ત કહેવાતો નથી તેમ ઘણો ભાગ બંધાયેલો હોવાથી કોઈ મુક્ત કહેવાશે નહીં. ૧૫૮૫
વિવેચન - આ સંસારમાં ચાર ગતિ છે. નરક-તિર્યંચ-મનુષ્ય અને દેવ, ચારે ગતિમાં અપાર જીવો ભરેલા છે. નરક અને દેવમાં અસંખ્ય-અસંખ્ય, ગર્ભજ મનુષ્યમાં સંખ્યાતા, તિર્યંચગતિમાં-નિગોદમાં અનંતા અને પૃથ્વીકાયાદિ શેષ તિર્યંચોમાં અસંખ્યાતા અસંખ્યાતા જીવો છે. આમ સર્વે મળીને કુલ અનંત-અનંત જીવો છે. તે અનંત જીવોમાં શારીરિક દુઃખો અને માનસિક દુઃખોથી દુઃખી પીડાયેલા જીવો ઘણા છે. સુખી જીવો તો બહુ જ અલ્પપ્રમાણમાં દેખાય છે. દુઃખી જીવો કરતાં સુખી જીવો અનંતમાભાગના જ માત્ર હોય છે. તેવી જ રીતે કર્મોના બંધનથી બંધાયેલા જીવો અનંત-અનંત છે. કર્મોના બંધનથી મુક્ત થયેલા જીવો તો માત્ર અનંતમા ભાગના જ છે. આ પ્રમાણે આ સંસારી જીવોનું ચિત્ર છે અને પ્રત્યક્ષ નજરે પણ દેખાય છે.
હવે જો આ સર્વે જીવો જુદા જુદા છે એમ ન માનીએ અને તે સર્વે જીવોનો એક જ જીવ છે એમ માનીએ તો તે એક માનેલો જીવ દુઃખી-દુઃખી જ રહેશે. ક્યારેય પણ સુખી થશે જ નહીં. કારણ કે તે એક જીવનો ઘણો ઘણો ભાગ તો દુઃખી જ છે. સુખી ભાગ તો બહુ જ અલ્પમાત્રામાં જ છે. જેમ ધારો કે યજ્ઞદત્ત નામનો એક માણસ છે. જે આખા શરીરમાં સર્વત્ર ટી.બી., ડાયાબીટીશ, બ્લડપ્રેસર, કેન્સર ઈત્યાદિ ઘણા જ રોગોથી પીડિત છે. ફક્ત જમણા હાથની એક આંગળીનો એક ભાગ જ નિરોગી છે. તો ઘણો ભાગ રોગી અને અલ્પભાગ નીરોગી હોવાથી યજ્ઞદત્ત નીરોગી અને સુખી નથી કહેવાતો, પણ રોગી અને દુઃખી જ કહેવાય છે. તેવી જ રીતે સર્વ જીવોનો એક જીવ માનવાથી ઘણો ભાગ દુઃખી અને અલ્પભાગ સુખી થવાથી આ જીવ ક્યારેય પણ સુખી બનશે નહીં. સદાકાલ દુઃખી જ રહેશે.
Page #96
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૭૧
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ તથા કોઈ જીવ ક્યારેય પણ કર્મોના બંધનથી મુક્ત થયેલો ઘટશે નહીં. કારણ કે સર્વ જીવોનો એક જીવ માનવાથી અને તેમાં અનંતા-અનંત જીવો તો કર્મોથી બંધાયેલા જ છે. માત્ર અનંતમો ભાગ જ મુક્ત છે. તેથી ઘણો ભાગ બદ્ધ અને અલ્પભાગ જ મુક્ત છે. તેથી બદ્ધ જ કહેવાશે, મુક્ત કહેવાશે નહીં. જેમ યજ્ઞદત્ત નામનો કોઈ પુરુષ શરીરના સર્વ અંગોમાં સાંકળ-દોરડા આદિથી ધારો કે બંધાયેલો હોય અને આંગળીનો એક ભાગ જ મુક્ત હોય તો તે બદ્ધ જ કહેવાય છે, મુક્ત કહેવાતો નથી. તેમ સમગ્ર લોકવ્યાપી માનેલા આ એક જીવનો બહુભાગ બદ્ધ અને અલ્પભાગ મુક્ત થવાથી તે જીવ બદ્ધ જ કહેવાશે, મુક્ત બનશે જ નહીં.
આ રીતે એક જ જીવ માનવાથી સુખીપણું-મુક્તપણે ઈત્યાદિ ભાવો ન ઘટતા હોવાથી આખા સંસારમાં એક જીવ છે આ વાત બરાબર નથી. જીવોનું નાનાવિધપણું છે તે જ વાત બરાબર છે. માટે અનંત-અનંત જીવો છે આ વાત સિદ્ધ થાય છે. ll૧૫૮પી.
जीवो तणुमेत्तत्थो, जह कुम्भो तग्गुणोवलंभाओ । अहवाऽणुवलम्भाओ, भिन्नम्मि घडे पडस्सेव ॥१५८६॥ (जीवस्तनुमात्रस्थो यथा, कुम्भस्तद्गुणोपलम्भात् ।
अथवाऽनुपलम्भाद्, भिन्ने घटे पटस्येव ॥)
ગાથાર્થ - જીવ શરીરમાત્રમાં જ રહેનારો છે. ત્યાં જ તેના ગુણો દેખાતા હોવાથી કુંભની જેમ, અથવા ભિન્ન એવા ઘટમાં જેમ પટનો અભાવ હોય છે તેમ શરીર બહાર
જીવના ગુણોનો અનુપલંભ છે, તેથી શરીર બહાર વિવક્ષિત જીવનો અભાવ જ છે. //૧૫૮૬ /
વિવેચન - સર્વ જીવોનો એક જ જીવ છે. સઘળુંય આ વિશ્વ એક બ્રહ્મારૂપ જ માત્ર છે. સર્વત્ર બ્રહ્માત્મા જ છે. બ્રહ્માથી ભિન્ન બીજો કોઈ આત્મા છે જ નહીં. આવા પ્રકારનો વેદાન્તદર્શનનો જે મત હતો તેનું ખંડન કરીને અનેક જીવો છે. અનંત જીવોથી આ સંસાર ભરેલો છે તે સમજાવ્યું. વેદાન્તદર્શનનું ખંડન પૂર્ણ થયું.
હવે તૈયાયિક અને વૈશેષિક દર્શનકારો કહે છે કે હે જૈન ! વેદાન્તદર્શનનું તમે ખંડન કર્યું તે સારું કર્યું. કારણ કે અનંત જીવો આ સંસારમાં છે જ, તે સઘળાનો અપલાપ કરીને એક જ જીવ છે આમ કેમ મનાય ? માટે વેદાન્તદર્શનની આ માન્યતા મિથ્યા હતી, તેનું તમે નિરસન કર્યું તે બહુ સારું જ થયું.
Page #97
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
જૈન-કહે છે કે હે નૈયાયિક-વૈશેષિક ! અનંત જીવો છે એમ તમે માનો છો એટલે વેદાન્તદર્શનનું અમે કરેલું ખંડન તમને ગમ્યું છે. એટલે “સારું થયું” એમ બોલો છો. પરંતુ તમે પણ આત્માને શરીરવ્યાપી નથી માનતા પણ સર્વવ્યાપી = વ્યાપક માનો છો. અનંત આત્માઓ પૈકીનો એક એક આત્મા સર્વવ્યાપક (જગત આખામાં વ્યાપ્ત) છે એમ માનો છો. તે તમારી વાત પણ સારી નથી. તેથી હવે અમે તમોએ માનેલા એકેક જીવના જગદ્યાપિપણાનું ખંડન કરીએ છીએ તે તમે સાવધાન થઈને સાંભળો.
૭૨
જે પદાર્થના ગુણો જ્યાં દેખાય છે તે પદાર્થ ત્યાં જ હોય છે આ વાત આબાલગોપાલ જાણીતી છે. જેમકે ઘટના ગુણો વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ છે. તે ઘટમાં જ દેખાય છે. ઘટ બહાર ક્યાંય દેખાતા નથી. તેથી તે ગુણોનો ગુણી એવો ઘટ પણ ત્યાં જ હોય છે. ઘટ બહાર ઘડો હોતો નથી. તેવી જ રીતે જીવના ગુણો જ્ઞાનાદિ (ચેતના વગેરે) છે. તે ગુણો શરીરમાં જ જણાય છે, શરીર બહાર જણાતા નથી. તેથી ચેતના આદિ ગુણોનો ગુણી એવો જીવ પણ શરીરમાં જ છે, શરીર બહાર નથી. આ વાત સમજાવવા માટે ન્યાયશાસ્ત્રની નીતિ-રીતિ પ્રમાણે અનુમાન આ પ્રમાણે છે
નીવ: તનુમાત્રÆ: = જીવ શરીરવ્યાપી જ માત્ર છે. આ પ્રતિજ્ઞા.
तत्रैव तद्गुणोपलब्धेः = ત્યાં જ તેના ગુણો દેખાતા હોવાથી. આ હેતુ.
यथा घटः स्वात्ममात्रे
જે જે પદાર્થના ગુણો જ્યાં જ્યાં દેખાય છે તે તે પદાર્થ ત્યાં ત્યાં જ હોય અન્યત્ર નહીં. આ અન્વયવ્યાપ્તિ છે. તેથી ઘટની જેમ જીવ પણ પોતાના શરીરમાત્રમાં જ છે. શરીર બહાર નથી.
=
-
જેમ ઘટ પોતાનામાં જ માત્ર છે તેમ. આ ઉદાહરણ.
વળી બીજું અનુમાન આવા પ્રકારનું છે કે - જે જે પદાર્થ પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે જ્યાં જ્યાં ન દેખાતો હોય ત્યાં ત્યાં તેનો અભાવ જ હોય છે. જેમકે ઘટ અને પટ આ બન્ને વસ્તુઓ અત્યન્ત ભિન્ન છે. તેથી ઘટમાં પટનો અભાવ જ હોય છે. તથા પટમાં ઘટનો અભાવ જ હોય છે. તેવી જ રીતે શરીરની બહાર આત્મા કે આત્માના ચૈતન્યાદિ ગુણો કંઈ દેખાતું નથી તેથી આત્મા પણ શરીરની બહાર નથી જ. તેનો પણ અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે
=
शरीराद् बहिर्जीवो नास्ति
શરીરથી બહાર જીવ નથી. આ પ્રતિજ્ઞા.
પ્રમાîરનુપત્નહ્માત્ = પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે તેનો તથા તેના ગુણોનો શરીરની બહાર અનુપલંભ છે માટે. ઘટ-પટની જેમ.
Page #98
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૭૩ યથી મને ઘરે પટી = જેમ ભિન્ન એવા ઘટમાં પટનો અભાવ છે તેમ. આ અન્વય ઉદાહરણ છે.
શરીરથી બહાર જીવના ગુણોનો અનુપલંભ છે. માટે શરીરથી બહાર જીવ નથી. તેથી તૈયાયિકાદિનું માનેલું આત્માનું વિશ્વવ્યાપિપણું ઉચિત નથી. તેથી શરીર બહાર જીવનો અભાવમાત્ર જ છે. ll૧૫૮૬ll
तम्हा कत्ता भोत्ता बंधो, मोक्खो सुहं च दुक्खं च । संसरणं च बहुत्तासव्वगयत्ते सुजुत्ताई ॥१५८७॥ (તમન્ હર્તા ભોક્તા વન્યો, મોક્ષ સુર્ણ ર : ૐ
संसरणञ्च बहुत्वासर्वगतत्वयोः सुयुक्तानि ॥)
ગાથાર્થ - તેથી જીવોનું બહુત્વ (અનેકત્વ) અને અસર્વવ્યાપિત્વ માનીએ તો જ કર્તૃત્વ, ભોફ્તત્વ, બંધકત્વ, મોક્ષત્વ, સુખ-દુઃખ અને સંસરણ (જન્મ-મરણ) વગેરે ભાવો સારી રીતે યુક્તિપૂર્વક સંભવી શકે છે. અન્યથા સંભવતા નથી. ll૧૫૮૭ll
વિવેચન - હવે આ વાતનો ઉપસંહાર (પૂર્ણાહૂતિ) કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે - ઉપરની ગાથાઓમાં કરેલી ચર્ચાથી જીવોનું બહુત માનીએ અને અસર્વવ્યાધિત્વ (શરીરમાત્ર વ્યાપિત્વ) માનીએ તો જ કર્મોનું કર્તાપણું, કર્મોનું ભોક્તાપણું, કર્મોથી બંધાવાપણું, કર્મોથી મુકાવાપણું, સુખીપણું, દુઃખીપણું તથા જન્મ-મરણાદિ રૂપ સંસરણપણું ઈત્યાદિ સંસારી જીવોમાં સંભવતા તમામ ભાવો સારી રીતે યુક્તિસંગતપણે ઘટી શકે છે. અન્યથા જેમ આકાશ એક છે અને સર્વવ્યાપી છે તેથી તેને કર્મબંધાદિ થતા નથી તેમ જીવને જો એક માનીએ અને સર્વવ્યાપી માનીએ તો જીવને કર્મબંધાદિ ઘટી શકે નહીં. માટે વેદાન્તદર્શન અને નૈયાયિક-વૈશેષિક દર્શન વગેરે દર્શનકારોની વાત જૂફી છે, મિથ્યા છે, યુક્તિ વિનાની છે. ll૧૫૮૭
ઈન્દ્રભૂતિ - આપના કહેવાથી અને પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ હોવાથી તથા યુક્તિયુક્ત હોવાથી જીવ વિષેના તમામ સંશયોનો હું ત્યાગ કરવા ઈચ્છું છું. અર્થાત્ મારા હૃદયમાંથી આ તમામ સંશયો જતા રહ્યા છે. તો પણ જ્યારે જ્યારે “વિજ્ઞાનનિ તેઓ ભૂતેષ્યઃ” ઈત્યાદિ વાક્યોના અર્થનું હું ચિંતન-મનન કરું છું ત્યારે ત્યારે અતિશય તીવ્ર વિરાધના કરવાથી લાગેલું પાપ જેમ જીવનું પુંઠ ન છોડે-જીવની પાછળ પાછળ જ આવે તેમ આ સંશય પણ મારી પીઠ છોડતો નથી. સંશય ચાલુને ચાલુ જ રહે છે. તો હવે
Page #99
--------------------------------------------------------------------------
________________
૭૪
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ હું શું કરું ? આવો પ્રશ્ન હે ગૌતમ ! જો તમારા મનમાં થતો હોય તો તે વાત બરાબર વ્યાજબી નથી તે હવે સમજાવે છે -
गोयम ! वेयपयाण इमाण अत्थं च तं न याणासि । तं विन्नाणघणोच्चिय, भूयेहितो समुत्थाय ॥१५८८॥ मण्णसि मजंगेसु व, मयभावो भूयसमुदउब्भूओ । विन्नाणमेत्तमाया, भूएऽणु विणस्सइ स भूओ ॥१५८९॥ अत्थि न य पेच्चसण्णा, जं पुव्वभवेऽभिहाणममुगोत्ति । जं भणियं न भवाओ, भवंतरं जाइ जीवोत्ति ॥१५९०॥ (गौतम ! वेदपदानामेषामर्थं च त्वं न जानासि ।
यद् विज्ञानघन एव भूतेभ्यः समुत्थाय ॥) (मन्यसे मद्याङ्गेष्विव मदभावो भूतसमुदयोद्भूतः ।
વિજ્ઞાનમીત્રમાત્મા, મૂર્તિનુ વિનશ્યતિ સ મૂય: ૫) ( अस्ति न च प्रेत्यसञ्ज्ञा, यत् पूर्वभवेऽभिधानममुक इति ।
यद् भणितं न भवाद्, भवान्तरं याति जीव इति ॥)
ગાથાર્થ – હે ગૌતમ ! આ વેદપદોના અર્થોને તમે યથાર્થપણે જાણતા નથી. તમે તમારા મનમાં સ્વયં તમારી રીતે આવો અર્થ કરો છો કે - પાંચે ભૂતોના સમુદાયમાંથી જ વિજ્ઞાનનો ઘન (ચેતનાનો સમૂહ) ઉત્પન્ન થાય છે. જેમ મદિરાના અંગોમાં (અવયવોમાં) મદશક્તિ ઉત્પન્ન થાય છે તેમ ભૂતોના સમુદાયમાંથી ઉત્પન્ન થયેલો વિજ્ઞાનના ઘનાત્મક જ આ આત્મા છે. (પણ પરભવથી આવતો નથી). તથા તે જ વિજ્ઞાનઘનાત્મક આત્મા પછીથી (સમય પૂર્ણ થતાં) તે ભૂતોમાં જ વિનાશ પામી જાય છે (પણ ભવાન્તરમાં જતો નથી). તેથી પરભવ જેવી કોઈ સંજ્ઞા જ નથી કે આ જીવ પૂર્વભવમાં અમુક અમુક ચૈત્રમૈત્ર ઈત્યાદિ નામવાળો હતો આમ કહી શકાય તેથી ઉપર કહેલી વાતનો સાર એ છે કે એકભવથી બીજા ભવમાં જીવ જતો નથી. (ભવાન્તરમાં જાય છે આ વાત ખોટી છે) //૧૫૮૮-૧૫૮૯-૧૫૯ol. - વિવેચન - હે ગૌતમ ! ઉપર કહેલા વેદના પદોનો એટલે કે તમારા ચિત્તમાં રમતાં એવાં વિજ્ઞાનધન વગેરે આ શ્રુતિવાક્યોનો ભાવાર્થ યથાર્થપણે તમે જાણતા જ નથી. કેમ
Page #100
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૭૫ જાણતા નથી ? તો કારણ એ છે કે તમે પોતે પોતાની મેળે જ (ગુરુગમ વિના) પોતાના વિચાર પ્રમાણે સ્વયં આ પદોના અર્થો મનમાં વિચારો છો. તેથી યથાર્થ અર્થ આવતો નથી, તમે સ્વયં પોતાની રીતે મનમાં આ પ્રમાણે અર્થ વિચારો છો કે -
પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ અને આકાશ આ પાંચ ભૂતતત્ત્વ છે (પાંચ પદાર્થ છે). તે દરેક ભૂતતત્ત્વમાં વિજ્ઞાનનો લવ માત્ર છે જ્ઞાનનો એક અંશમાત્ર છે. પાંચે ભૂતો ભેગાં થવાથી વિજ્ઞાનના પાંચ લવનો સમુદાય બને છે. આ રીતે પૃથ્વી આદિ પાંચ ભૂતોના પાંચ વિજ્ઞાનના લવના સમૂહાત્મક વિજ્ઞાનઘન જે બને છે તે જ આત્મા છે અને તે પાંચ ભૂતોના સમુદાયમાંથી પાંચ લવના સમૂહાત્મક વિજ્ઞાનઘનમય આત્મા ઉત્પન્ન થાય છે તથા ભૂતોમાંથી ઉત્પન્ન થઈને ભૂતોનો નાશ થયે છતે તેની પાછળ ચેતનાના સમૂહાત્મક આ આત્માનો પણ સર્વથા નાશ થાય છે. આવી જગસ્થિતિ છે. પરંતુ આત્મતત્ત્વને માનનારા જૈનદર્શનકારાદિ વડે કલ્પાયેલો અને પાંચ ભૂતોના સમુદાયથી અતિરિક્ત એવો તથા જ્ઞાનદર્શન-ચારિત્ર-વીર્યાદિ ગુણોના આશ્રયવાળો એવો સ્વતંત્ર આત્મા નથી કે જે પૂર્વભવથી આવતો હોય અને પુનર્ભવમાં જતો હોય. આમ તમે મનમાં વેદપદોના અર્થ વિચારો છો.
વળી પાંચે ભૂતો ભેગાં મળે તો જ વિજ્ઞાનઘન બને છે. જો વ્યસ્ત (છુટાં છુટાં) એવાં એક એક ભૂત હોય તો તેમાં વિજ્ઞાનનો લવ છે પણ વિજ્ઞાનનો ઘન નથી. તેથી આત્મા બનતા નથી. વિજ્ઞાનનો ઘન તો તે પાંચ ભૂતનો સમુદાય સાથે મળી એકમેકતારૂપ પરિણામ પામે તો જ બને છે. જેમ ધાવડી (એક પ્રકારનું વૃક્ષ છે) વગેરે મદિરાનાં અંગો છે. જેમાંથી કોહરાવીને ઉકાળીને મદિરા બનાવાય છે. તેવા તેવા જે પદાર્થો છે તેને મદિરાનાં અંગો (કારણો) કહેવાય છે. તે દરેક અંગોમાં જીવમાં મદ લાવવાનો અંશ છે. તો જ તે પદાર્થોનો સમુદાય ભેગો કરવાથી વિશિષ્ટ મદશક્તિ પ્રગટ થાય છે. તેથી જેમ મદિરાના અંગોમાં મદશક્તિનો લવ છે અને તેના સમુદાયમાં વિશિષ્ટ મદશક્તિ પ્રગટ થાય છે. તે મદશક્તિ બહારથી ક્યાંયથી આવતી નથી અને નાશ પામ્યા પછી બહાર પણ ક્યાંય જતી નથી. તેવી જ રીતે પૃથ્વી-પાણી વગેરે પાંચ ભૂતોમાં વિજ્ઞાનનો લવ છે પણ ઘન નથી. પણ પાંચ ભૂતોનો સમુદાય મળવાથી પાંચ લવ ભેગા થવાથી વિજ્ઞાનઘન ઉત્પન્ન થાય છે તેને જ આત્મા કહેવાય છે. તે વિજ્ઞાનઘનમય આત્મા ભૂતોનો સમુદાય જે કાલે મળ્યો તે કાલે જ ઉત્પન્ન થયો છે. પરંતુ પરભવથી વિજ્ઞાનમાત્ર સ્વરૂપવાળો આત્મા નામનો કોઈ પદાર્થ આવ્યો નથી.
તથા આ પાંચ ભૂતોમાંથી પાંચ વિજ્ઞાનના લવ ભેગા થવાથી વિજ્ઞાનના ઘનરૂપ ઉત્પન્ન થયેલો આ આત્મા ભૂતોમાંથી ઉત્પન્ન થયા બાદ કેટલાક કાલ સુધી જીવંત રહીને
Page #101
--------------------------------------------------------------------------
________________
૭૬
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ તે જ પૃથિવી આદિ ભૂતોનો વિનાશ થયે છતે તેની પાછળ આ વિજ્ઞાનઘનમય આત્મા પણ વિનાશ જ પામે છે. પરંતુ આત્મતત્ત્વને માનનાર જૈનદર્શનકારો વગેરે જેમ માને છે તેમ અહીંથી મરીને પરભવમાં જતો હોય એમ નથી, ભવાન્તરયાયી નથી.
ઉપર સમજાવ્યા પ્રમાણે આ જીવ મરીને ભવાન્તરમાં જતો નથી તે કારણથી પરભવ પણ નથી અને આ જીવ પરભવમાં જતો પણ નથી તથા પરભવમાં આ જીવ દેવ બન્યો કે નારકી બન્યો કે તિર્યંચ બન્યો કે મનુષ્ય બન્યો આવા પ્રકારનાં નામો પણ નથી. અર્થાત્ પૂર્વભવમાં નારકાદિ અમુક નામવાળો હતો અને ભવાન્તરમાં દેવ-મનુષ્યાદિ બીજા નામવાળો બન્યો આવું પણ નથી. સારાંશ કે જે જીવ નારકી હતો તે મરીને મનુષ્ય થયો કે જે જીવ તિર્યંચ હતો તે મરીને દેવ થયો ઈત્યાદિ નામાન્તરો પણ નથી. કારણ કે જેવો જીવ નારકમાંથી મૃત્યુ પામ્યો તેવો ત્યાં જ સમાપ્ત થઈ ગયો. પાંચ ભૂતોના નાશમાં જીવનો નાશ જ થઈ જાય છે. તેથી ઉપરની સઘળી ચર્ચાનો તાત્પર્યરૂપે સાર એક વાક્યમાં જ ગ્રંથકારશ્રી જણાવે છે કે વિજ્ઞાનઘનમય આ આત્મા પાંચભૂતોના સમુદાયમાંથી ઉત્પન્ન થઈને પાંચ ભૂતોના સમુદાયમાં જ નાશ પામી જાય છે. તેથી એકભવથી બીજા ભવમાં કોઈ જતું નથી. અર્થાત્ ભવાન્તરયાયી એવો જીવ નામનો સ્વતંત્ર કોઈ પદાર્થ નથી. આવા આવા અર્થોવાળા વિચારો હે ઈન્દ્રભૂતિ ! તમારા મનમાં પ્રવર્તે છે. ll૧૫૮૮૧૫૮૯-૧પ૯oll.
હે ભગવાન્ ! વેદના પદોના અર્થો ઉપર આપે જેવા કહ્યા, તે પ્રમાણે હું મારી રીતે સ્વતંત્રપણે કરું તો તેમાં શું દોષ છે ? આવા અર્થો કરવામાં શું હરકત છે ?
गोयम ! पयत्थमेवं मन्नंतो, नत्थि मन्नसे जीवं । वक्वंतरेसु य पुणो, भणिओ जीवो जमस्थित्ति ॥१५९१॥ अग्गिहवणाइकिरियाफलं च तो संसयं कुणसि जीवे । मा कुरु न पयत्थोऽयं इमं पयत्थं निसामेहि ॥१५९२॥ (गौतम ! पदार्थमेवं मन्यमानो, नास्ति मन्यसे जीवम् । वाक्यान्तरेषु च पुनर्भणितो जीवो यदस्तीति ॥ अग्निहवनादिक्रियाफलञ्च ततः संशयं करोषि जीवे । मा कुरु न पदार्थोऽयमिमं पदार्थं निशमय ॥) ગાથાર્થ - હે ગૌતમ ! ઉપર પ્રમાણે વેદપદોના અર્થોને માનતા એવા તમે “જીવ
Page #102
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ નથી” એમ જીવને માનો છો અને વળી એ જ વેદપદોના બીજા વાક્યોમાં “જીવ છે” એમ કહેલું છે અને અગ્નિહોત્રાદિક્રિયાનું ફલ સ્વર્ગપ્રાપ્તિ વગેરે કહ્યું છે. તેથી તમે જીવને વિષે સંદેહ કરો છો પરંતુ તમે સંશય ન કરો, કારણ કે વેદપદોના અર્થ તમે જેવા કરો છો તેવા નથી. તે પદોના અર્થ હવે કહેવાય છે તે તમે સાંભળો //૧૫૯૧-૧૫૯૨/
વિવેચન - હે ગૌતમ ! “વિજ્ઞાનધન પર્વતે ભૂતેષ્યઃ” ઈત્યાદિ વેદવાક્યોના અર્થોને તમે તમારી પોતાની મેળે ઉપર સમજાવ્યા પ્રમાણે કરો છો. તેથી “જીવ નથી” એવો દૃઢ નિર્ણય તમારા હૃદયમાં વર્તે છે. છતાં તે જ વેદપાઠોમાં બીજા કેટલાંક વાક્યો તમને પોતાને જ એવાં મળે છે કે જેમાં “જીવ છે” એવું પણ કથન કરેલું છે જેથી બન્ને બાજુના પાઠો મળવાથી તમને જીવના વિષે સંદેહ થયેલો છે. જીવના અસ્તિત્વને સૂચવનારા પાઠ આ પ્રમાણે છે -
"न ह वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति अशरीरं वा वसन्तं प्रियाऽप्रिये न પૃશત:' ઈત્યાદિ વેદવાક્યોમાં “જીવ છે” આમ કહેલું છે. તે પાઠનો અર્થ આ પ્રમાણે છે કે - શરીરવાળા જીવને પ્રિય અને અપ્રિયનો (રાગ અને દ્વેષનો) નાશ હોતો નથી અર્થાત્ રાગ અને દ્વેષ હોય છે અને શરીરરહિતપણે રહેતા જીવને રાગ અને દ્વેષ સ્પર્શતા પણ નથી. ઉપર કહેલા પાઠમાં સ્પષ્ટ કથન છે કે સંસારી જીવને રાગદ્વેષ હોય છે અને મુક્તજીવને રાગ-દ્વેષ હોતા નથી. આ પાઠથી એમ સિદ્ધ થાય છે કે “જીવ છે”
તથા “નિદોત્ર નુ સ્વામ:” સ્વર્ગમાં જવાની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ અવશ્ય કરવો જોઈએ. આ પાઠ એમ સૂચવે છે કે જે જીવ આ વર્તમાન ભવમાં અગ્નિહોત્ર યજ્ઞ કરે છે તે જીવ બીજા ભવમાં સ્વર્ગનાં સુખો પામે છે. તેનાથી અગ્નિહોત્રાદિ ધર્મક્રિયાનું ફળ પારભવિક (પરભવમાં મળવાવાળું) સંભળાય છે. હવે જો જીવ નામનું દ્રવ્ય હોય અને એક ભવથી બીજા ભવમાં જતું હોય તો જ ઉપરોક્ત વાત સંગત થાય. પરભવમાં જનારા જીવ વિના ઉપરના પાઠના અર્થની સંગતિ થાય નહીં. આમ જીવ છે એ બાબતના અને જીવ નથી એ બાબતના એમ બન્ને બાજુના વેદપાઠો-સ્મૃતિઓ વગેરે આધારો મળવાથી તમારા હૃદયમાં “જીવ છે કે જીવ નથી” આ વાતનો સંદેહ થયો છે અને તે સંદેહ મજબૂત રીતે વર્તે છે.
પરંતુ હે ગૌતમ ! આ સંદેહ તમે ન કરો. કારણ કે “વિજ્ઞાનધન પર્વતે ભૂતેષ્યઃ'' ઈત્યાદિ પદોવાળો જે પ્રથમ પાઠ છે, તેનો અર્થ તમે જે કરો છો તે અર્થ બરાબર નથી અર્થાત્ ખોટો અર્થ છે. તે વેદપદોનો સાચો અર્થ હવે કહેવાય છે તે તમે સાવધાન થઈને સાંભળો. ||૧૫૯૧-૧૫૯૨||
Page #103
--------------------------------------------------------------------------
________________
૭૮
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ विण्णाणाओऽणण्णो, विण्णाणघणोत्ति सव्वओ वावि । स भवइ भूएहितो घडविण्णाणाइभावेण ॥१५९३॥ ताई चिय भूयाई, सोऽणु विणस्सइ विणस्समाणाई । अत्यंतरोवओगे, कमसो विण्णेयभावेणं ॥१५९४॥ (विज्ञानादनन्यो विज्ञानघन इति सर्वतो वाऽपि ।
स भवति भूतेभ्यो घटविज्ञानादिभावेन ॥ तान्येव भूतानि, सोऽनुविनश्यति विनश्यमानानि । अर्थान्तरोपयोगे, क्रमशो विज्ञेयभावेन ॥)
ગાથાર્થ - વિજ્ઞાનના ઘનસ્વરૂપ એવો આ જીવ વિજ્ઞાનથી અભિન છે અથવા સર્વપ્રદેશે વિજ્ઞાનના ઘન સ્વરૂપ છે. તે જીવ ઘટ-પટ વગેરે પદાર્થોને જાણવા રૂપે જ્ઞાનાદિપર્યાયસ્વરૂપે ભૂતોમાંથી ઉત્પન્ન થાય છે અને તે જ ભૂતો વિનાશ પામે છતે અથવા અર્થાન્તરનો ઉપયોગ થયે છતે અનુક્રમે શેયને જાણવાના ઉપયોગ રૂપે તે જીવ પણ પાછળ નાશ પામે છે. ll૧૫૯૩-૧૫૯૪ll
વિવેચન - જીવ નામનું આ અરૂપી દ્રવ્ય છે. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ વિનાનું છે. અસંખ્યપ્રદેશાત્મક છે. શરીરના આધારે દીપકના પ્રકાશની જેમ અલ્પ અથવા અધિકક્ષેત્રમાં વ્યાપ્ત થનાર છે તથા વિજ્ઞાનના ઘનસ્વરૂપ છે. અનંત અનંત જ્ઞાનાદિ ગુણોથી ભરપૂર ભરેલું આ દ્રવ્ય છે.
વિશિષ્ટ એવું જે જ્ઞાન છે તેને વિજ્ઞાન કહેવાય છે. અર્થાત્ વસ્તુમાં રહેલા શેય એવા સામાન્ય અને વિશેષ ધર્મોને જાણવા તે અનુક્રમે દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ રૂપ આત્માની જે ચેતનાશક્તિ છે તેને જ વિજ્ઞાન કહેવાય છે. તે વિજ્ઞાન આત્માનો ગુણ હોવાથી અને ગુણ-ગુણીનો કથંચિત્ અભેદ સંબંધ હોવાથી એકમેકતા બનવાથી આ આત્મા જ્ઞાનગુણની સાથે ઘનીભૂતતાને પામ્યો છે. તેથી વિજ્ઞાનઘન એવો જ આ જીવ છે આમ કહેવાય છે અથવા સત્ર વાવિ = આ આત્મા સર્વપ્રદેશોમાં અનંત અનંત વિજ્ઞાનના પર્યાયોના સમૂહસ્વરૂપે જ બનેલો છે, તેથી પણ વિજ્ઞાનઘન એવો જ આ આત્મા છે આમ કહેવાય છે.
અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ આત્મા વિજ્ઞાનના ઘનરૂપ છે એટલું જ નહીં પરંતુ વિજ્ઞાનના ઘનરૂપ જ છે. અર્થાત્ સંપૂર્ણ આત્મા જ્ઞાનમય જ છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૭૯ જેમ અગ્નિ દાહાત્મક હોય છે, સાકર મધુરરસાત્મક હોય છે, સૂર્ય પ્રકાશાત્મક હોય છે તેમ આ આત્મા પોતે જ સ્વયં વિજ્ઞાનના ઘન સ્વરૂપ જ છે. આટલું ભાર આપીને કહેવાનો આશય એ છે કે નૈયાયિક-વૈશેષિકો આત્મા અને જ્ઞાનને ભિન્ન-ભિન્ન માને છે. આત્મા પોતે સ્વયં સ્વરૂપે વિજ્ઞાન વિનાનો છે અર્થાત્ જડ છે. માત્ર તેમાં સમવાયસંબંધથી બુદ્ધિ = જ્ઞાન રહેલું છે. નૈયાયિક આદિ આમ માને છે. જેમ ઘટ અને જળ આ બન્ને જુદીજુદી વસ્તુ છે. માત્ર ઘટમાં સંયોગસંબંધથી જળ રહેલું છે પરંતુ ઘટ એ જળ નથી. તેમ આત્મામાં સમવાયસંબંધથી જ્ઞાન રહેલું છે પરંતુ આત્મા એ પોતે જ્ઞાનમય નથી. આમ નૈયાયિક આદિ દર્શનકારો માને છે. તેના મતના વ્યવચ્છેદ માટે આ આત્મા વિજ્ઞાનઘનસ્વરૂપ જ છે. આમ એવકાર જાણવો.
ઘટ-પટ આદિ જગદ્વર્તી પદાર્થો આત્મા વડે જ્ઞાન દ્વારા જાણવાલાયક છે તેથી તે પદાર્થોને શેય કહેવાય છે. શેય એટલે જાણવા લાયક, અને આત્મા એ જ્ઞાતા છે. જ્ઞાતા એટલે જાણનાર. આ આત્મા જ્યારે જ્યારે ઘટ-પટ આદિ જે જે પદાર્થોને જાણવા માટે પ્રવૃત્તિ કરે છે ત્યારે ત્યારે તે તે પદાર્થોના (ભૂતોના) ઉપયોગ રૂપે આ આત્મા ઉત્પન થયો કહેવાય છે. સારાંશ કે આત્મા ભૂતોમાંથી જન્મ પામતો નથી પરંતુ જે શેયને જાણવા પ્રવર્તે છે તે શેયને જાણવાના ઉપયોગ સ્વરૂપે બન્યો એમ કહેવાય છે. “આ ઘટ છે” એમ
જ્યારે જાણે છે ત્યારે સંસારની બીજી વસ્તુઓ ભૂલી જઈને આ આત્મા ઘટના જ ઉપયોગમાં લયલીન બને છે. એ જ પ્રમાણે “આ પટ છે” એમ જ્યારે પટને જાણવામાં પ્રવર્તે છે ત્યારે ઘટનો ઉપયોગ છોડીને પટને જાણવાના ઉપયોગ રૂપે બને છે. આ પ્રમાણે જે જે શેયને જાણવા પ્રવર્તે છે તે તે શેયના ઉપયોગરૂપે આત્મા ઉત્પન્ન થયો, અને જે જે શેયતત્ત્વને જાણવાનું છોડી દીધું કે તે શેયના ઉપયોગ રૂપે આ આત્મા નાશ પામ્યો એમ કહેવાય છે. આ રીતે આ આત્મા ભૂતપદાર્થોને જાણવાના ઉપયોગ સ્વરૂપે ભૂતોમાંથી ઉત્પન્ન થાય છે અને જે ભૂતપદાર્થોને જાણવાનો ઉપયોગ છોડી દીધો તે ભૂતપદાર્થોને જાણવાના ઉપયોગ સ્વરૂપે આ આત્મા નાશ પામે છે. પરંતુ મૂળભૂત આત્મદ્રવ્ય ભૂતોમાંથી નથી તો ઉત્પન્ન થતું કે નથી તો નાશ પામતું.
ઘટ-પટ આદિ જે પદાર્થાત્મક ભૂતો છે તે તો જાણવાના વિષયસ્વરૂપ એટલે કે શેયસ્વરૂપે જ્ઞાનના આલંબનરૂપ છે. આ આત્મા પ્રયોજનના વશથી ઘટ-પટને જાણવામાં
જ્યારે જ્યારે પ્રવર્તે છે ત્યારે ત્યારે તેના ઉપયોગરૂપે તેના જ ગુણધર્મોને જાણવામાં લયલીન બને છે. તેથી તે ભાવે ઉત્પન્ન થયો કહેવાય છે અને વચ્ચે કોઈ આડું વ્યવધાન આવવાથી અથવા સામે દેખાતા ઘટ-પટ આદિ પદાર્થો સ્થળાન્તર થઈ જવાથી, અથવા
Page #105
--------------------------------------------------------------------------
________________
८०
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ
આ આત્માનું મન અન્ય વિષયમાં પ્રવર્તવાથી બીજા બીજા પદાર્થોને જાણવામાં ઉપયોગ બદલાઈ જવાથી પૂર્વશેયના ઉપયોગરૂપે નાશ અને નવા પદાર્થને જાણવાના ઉપયોગ સ્વરૂપે ઉત્પાદ આ આત્માનો થાય છે.
ભાવાર્થ એવો છે કે આ આત્મા નામનું દ્રવ્ય સ્વતંત્ર છે. અનાદિકાળથી છે અને અનંતકાળ રહેવાવાળું છે. તે ભૂતોમાંથી ઉત્પન્ન થતું નથી અને ભૂતોમાં વિલય પામતું નથી. પરંતુ શેય સ્વરૂપે એટલે કે જ્ઞાનપર્યાયરૂપે આ જીવ તે કાલે ઉત્પન્ન થયો, એમ
કહેવાય છે અને કાલક્રમે વ્યવધાન આદિ આવવાથી બીજા બીજા પદાર્થોનો ઉપયોગ થયે છતે નવા નવા ઉપયોગસ્વરૂપે ઉત્પન્ન થવાથી જુના જુના વિષયની ઉપયોગદશા નાશ પામવાથી તે તે ઉપયોગ સ્વરૂપે આ આત્મા નાશ પામે છે. આમ કહેવાય છે. પરંતુ સર્વથા આ દ્રવ્ય નાશ પામતું નથી. આવો અર્થ વિજ્ઞાનયન દ્વૈતેભ્યો ભૂતેભ્યઃ ઈત્યાદિ પદોનો છે.
||૧૫૯૩-૧૫૯૪][
पुव्वावरविण्णाणोवओगओ विगमसंभवसहावो ।
विण्णाणसंतईए, विण्णाणघणोऽयमविणासी ॥१५९५ ॥
(पूर्वापरविज्ञानोपयोगतो विगमसम्भवस्वभावः ।
विज्ञानसन्तत्या विज्ञानघनोऽयमविनाशी ॥ )
ગાથાર્થ - પૂર્વોપયોગ અને અપરોપયોગ સ્વરૂપે આ આત્મા નાશ અને ઉત્પત્તિના સ્વભાવવાળો છે. પરંતુ જ્ઞાનધારાની પરંપરારૂપે વિજ્ઞાનના ઘનભૂત એવો આ આત્મા અવિનાશી છે. ૧૫૯૫૭
વિવેચન - આ ગાથાનો ભાવાર્થ લગભગ પૂર્વની બે ગાથાઓમાં કહેવાઈ જ ગયો છે. તો પણ સારરૂપે આ પ્રમાણે છે
દ્રવ્યથી એક એવો આ આત્મા ઉત્પાદ-વ્યય અને ધ્રુવ એમ ત્રણ સ્વભાવવાળો છે. કેવી રીતે ત્રણ સ્વભાવો છે ? તે આ પ્રમાણે છે - કોઈપણ એક પદાર્થના ચિંતન-મનનમાં ડુબેલો આ આત્મા જ્યારે પ્રયોજનવશથી અથવા વ્યવધાન આદિના કારણથી બીજા પદાર્થના ઉપયોગમાં પ્રવર્તે છે ત્યારે પૂર્વકાલમાં જે પદાર્થને જાણવાના ઉપયોગસ્વરૂપે આ આત્મા હતો તે હવે વિગમ સ્વભાવવાળો અર્થાત્ વિનશ્વર સ્વભાવવાળો એટલે કે વિનાશી બને છે અને નવા જે પદાર્થને જાણવાના ઉપયોગસ્વરૂપે આ આત્મા બન્યો તે સંભવ સ્વભાવવાળો અર્થાત્ ઉત્પાદ સ્વભાવવાળો એટલે કે તે ભાવે ઉત્પન્ન થયો અને
Page #106
--------------------------------------------------------------------------
________________
૮૧
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ અનાદિકાળથી જ પ્રવર્તેલ સામાન્ય જ્ઞાનમાત્રની ધારા સ્વરૂપે વિજ્ઞાનના ઘનરૂપે બનેલો આ આત્મા અવિનાશી એટલે કે ધ્રુવ જ રહે છે. આ રીતે આ આત્મા પૂર્વકાલીન ઉપયોગરૂપે વિનાશી, અપરકાલીન ઉપયોગરૂપે ઉત્પાદી અને સામાન્ય જ્ઞાનધારારૂપે ધ્રુવ એમ ત્રણ સ્વભાવવાળો અર્થાત્ ત્રિપદીમય છે.
- આ આત્મા જ ત્રિપદીમય છે એમ નહીં પરંતુ સંસારમાં રહેલી અન્ય પણ સર્વે વસ્તુઓ ઉપર પ્રમાણે જ ઉત્પાદ-વ્યય-અને ધ્રુવ સ્વભાવવાળી જ છે. સર્વે પણ વસ્તુઓ પૂર્વપર્યાય રૂપે નાશ, અપરપર્યાયરૂપે ઉત્પાદ અને મૂલભૂત દ્રવ્યરૂપે ધ્રુવ આમ ત્રિપદીમય જ છે. કોઈપણ વસ્તુ સર્વથા નવી ઉત્પન્ન થતી જ નથી. સર્વથા કોઈપણ વસ્તુ વિનાશ પામતી જ નથી અને પર્યાયાન્તર થયા વિનાની કોઈ પણ વસ્તુ એકાન્ત કૂટસ્થ ધ્રુવ છે જ નહીં. સર્વે પણ પદાર્થો પર્યાયને આશ્રયી ઉત્પાદ-વિનાશવાળા અને દ્રવ્યને આશ્રયી ધૃવત્વવાળા છે. ll૧૫૯પી.
न च पेच्चनाणसण्णावतिट्ठए संपओवओगाओ । विण्णाणघणाभिक्खो जीवोऽयं वेयपयभिहिओ ॥१५९६॥ (न च प्रेत्यज्ञानसज्ञाऽवतिष्ठते साम्प्रतोपयोगात् ।
विज्ञानघनाभिख्यो जीवोऽयं वेदपदाभिहितः ॥)
ગાથાર્થ - વર્તમાન ઉપયોગકાલે ભૂતકાળની જ્ઞાનસંજ્ઞા પ્રવર્તતી નથી આ પ્રમાણે વિજ્ઞાનના સમૂહાત્મક એવો વેદપદોમાં કહેલો આ જીવ છે તેથી હે ગૌતમ ! તમે આત્મતત્ત્વ છે આમ સ્વીકાર કરો. /૧૫૯૬/l.
વિવેચન - વેદના પદોમાં “ર ૨ પ્રત્યસંસ્તિ ' આવો જે પાઠ છે તેનો અર્થ હે ગૌતમ ! તમે એવો કરો છો કે “પરભવ નથી, આત્મા નથી” એટલે એકભવથી બીજા ભવમાં જનારો જીવ નથી. તેથી પૂર્વભવ કે પુનર્ભવ જેવું કંઈ જ નથી. પરંતુ તમારો કરેલો આ અર્થ બરાબર નથી. તે પદોનો અર્થ આ પ્રમાણે છે - પ્રત્યજ્ઞ પૂર્વકાલની જે જ્ઞાનસંજ્ઞા હતી તે ન સતિષ્ઠતે હવે રહેતી નથી. કારણ કે સાપ્રતાપયો Iત્ = વર્તમાનકાલનો અપૂર્વ ઉપયોગ આવવાથી = ભાવાર્થ આ પ્રમાણે છે કે = પૂર્વકાલમાં ધારો કે ઘટની ચિંતવના ચાલતી હતી. તેની નિવૃત્તિ થતાં હાલ પટની ચિંતવના ચાલે છે. તો આ રીતે અન્ય વસ્તુના ઉપયોગકાલે પૂર્વકાલની ઘટના ઉપયોગવાળી જ્ઞાનસંજ્ઞા હોતી નથી, ઘટના ઉપયોગની જ્ઞાનસંજ્ઞા કેમ નથી હોતી? તો તેનો ઉત્તર એ છે કે તે વાત ભૂતકાલીન થઈ ગઈ, હાલ વર્તમાનકાલે તો પટ નામના અન્ય પદાર્થનો ઉપયોગકાલ પ્રવર્તે છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
દર
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ સારાંશ એ છે કે ઘટપદાર્થ સંબંધી ઉપયોગાત્મક જે જ્ઞાનસંજ્ઞા હતી તેની નિવૃત્તિ થયે છતે જ્યારે પટ પદાર્થસંબંધી ઉપયોગ ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વકાલીન ઘટોપયોગવાળી જ્ઞાનસંજ્ઞા હોતી નથી. કારણ કે ઘટોપયોગવાળો કાલ નિવૃત્તિ પામ્યો, હવે તો પટોપયોગ જ પ્રવર્તે છે. કારણ કે હાલ વર્તમાનકાલમાં પટોપયોગ જ ઉત્પન્ન થયેલો છે. આ રીતે પ્રત્યજ્ઞ શબ્દનો અર્થ પરભવ નથી પરંતુ પૂર્વકાલીન ઉપયોગાત્મક જ્ઞાનસંજ્ઞા આવો અર્થ છે અને તે જ્ઞાનસંજ્ઞા અન્ય પદાર્થના ઉપયોગકાલે સંભવતી નથી. આ રીતે અર્થ વિચારતાં “વિજ્ઞાનધન વૈખ્ય મૂર્તિમ્યઃ સમુન્જાય તાજોવાનુવિનશ્યતિ, ચ પ્રેયસંજ્ઞાતિ'' ઈત્યાદિ જે વેદપદો છે. તે વેદપદોમાં પણ વિજ્ઞાનના સમૂહાત્મક જીવ છે આમ જ કહેલું છે. નવા નવા ઉપયોગ સ્વરૂપે જીવ ઉત્પન્ન થાય છે અને જુના જુના ઉપયોગ સ્વરૂપે વસ્તુ નાશ પામે છે. પદાર્થરૂપે વસ્તુ ધ્રુવ છે. તેથી પરભવ-પૂર્વભવ પણ છે. ફક્ત અન્ય ઉપયોગકાલે પૂર્વકાલીન ઉપયોગ નથી. આવો અર્થ વેદપદોનો છે.
તેથી હે ગૌતમ ! જીવ છે અને પરભવગામી છે. આમ તમે સ્વીકાર કરો. l/૧૫૯૬ll
एवं पि भूयधम्मो नाणं तब्भावभावओ बुद्धी । तं नो तदभावम्मि वि तं नाणं वेयसमयम्मि ॥१५९७॥ अत्थमिए आइच्चे, चंदे संतासु अग्गिवायासु । किं जोइरयं पुरिसो, अप्पज्जोइत्ति निद्दिट्ठो ॥१५९८॥ ( एवमपि भूतधर्मो, ज्ञानं तद्भावभावतो बुद्धिः । तन्न तदभावेऽपि यज्ज्ञानं वेदसमये ॥ अस्तमित आदित्ये, चन्द्रे शान्तयोरग्निवाचोः । વિં ચોતિરયં પુરુષ માત્મોતિરતિ નિર્વિષ્ટઃ 1)
ગાથાર્થ - આમ હોય તો પણ જ્ઞાન એ ભૂતોનો ધર્મ છે. કારણ કે ભૂતો હોય ત્યારે જ (જ્ઞાન) થાય છે. આવી તમારી બુદ્ધિ કદાચ થાય. તો તે પણ ઉચિત નથી. કારણ કે તે ભૂતોના અભાવમાં પણ જ્ઞાન થાય છે એવું વેદશાસ્ત્રમાં જ કહેલું છે. હે યાજ્ઞવક્ય ! સૂર્ય અને ચંદ્ર અસ્ત થયે છતે, અગ્નિ અને વાચા શાન્ત થયે છતે આ પુરુષ (આત્મા) કયા વિષયની જ્યોતિવાળો બને છે ? હે રાજન ! તે કાલે આ પુરુષ આત્મજ્યોતિરૂપ બને છે. આ વાક્યથી વેદમાં પણ જ્ઞાનાત્મક આત્મા કહેલો છે. /૧૫૯૭-૧૫૯૮
Page #108
--------------------------------------------------------------------------
________________
૮૩
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ વિવેચન વિજ્ઞાનના સમૂહાત્મક આત્મા નામનું દ્રવ્ય સ્વતંત્ર છે પણ ભૂતોમાંથી આત્મા ઉત્પન્ન થાય છે અને ભૂતોમાં જ સમાપ્ત થઈ જાય છે આમ નથી. કારણ કે વિજ્ઞાન એ ભૂતોનો ધર્મ નથી, આત્માનો ધર્મ છે. આ વાત હમણાં જ વેદવાક્યોનો સાચો અર્થ કરીને સમજાવી છે તથા પ્રત્યક્ષ અને અનુમાનાદિ પ્રમાણથી પણ સમજાવી છે. તો પણ ઈન્દ્રભૂતિના મનમાંથી હજુ શંકા દૂર થતી નથી. તેથી ફરીથી પ્રશ્ન કરે છે.
ઈન્દ્રભૂતિ કહે છે કે હે ભગવાન્ ! વિજ્ઞાનનો ઘન ઉત્પન્ન થાય છે આ વાતો બરાબર છે. પરંતુ તે વિજ્ઞાનઘન એ ભૂતોનો જ ધર્મ છે, પુરુષનો (સ્વતંત્ર આત્માનો) આ ધર્મ નથી. કારણ કે “ગ્યો મૂખ્ય સમુત્થાય તાજેવીનવિનત' વિજ્ઞાનનો ઘન (એટલે કે જ્ઞાનનો સમૂહ) આ ભૂતોમાંથી જ ઉત્પન્ન થાય છે અને પછી ભૂતોમાં જ સમાપ્ત થઈ જાય છે એટલે કે પૃથિવી આદિ ભૂતોની સાથે જ આ જ્ઞાનનો અન્વય
વ્યતિરેક સંબંધ છે. જ્યારે જ્યારે સામે શેયસ્વરૂપે ભૂતો હોય છે ત્યારે ત્યારે જ જ્ઞાન થાય છે આ અન્વયવ્યાપ્તિ છે અને જ્યારે જ્યારે સામે આલંબનરૂપે ભૂતો હોતાં નથી ત્યારે ત્યારે જ્ઞાન ઉત્પન્ન થતું નથી આ વ્યતિરેકવ્યાપ્તિ છે તથા જે હોતે છતે જે થાય અને જે ન હોતે છતે જે ન થાય તે તેનો જ ધર્મ કહેવાય આ વાત તો ન્યાયયુક્ત છે. જેમ ચંદ્રમા અને ચાંદની.૧
જેમ ચંદ્રમાં હોય ત્યાં જ ચાંદની હોય છે અને ચંદ્ર જ્યાં નથી હોતો ત્યાં ચાંદની નથી હોતી. તેથી ચાંદની એ ચંદ્રમાનો જ ધર્મ છે તેવી જ રીતે જ્ઞાન એ ભૂતોની સાથે અન્વય-વ્યતિરેકને ધરાવે છે તેથી તે જ્ઞાન અવશ્ય ભૂતોનો જ ધર્મ છે.
ભગવાન શ્રી મહાવીરપ્રભુ કહે છે કે હે ઈન્દ્રભૂતિ ! ઉપર પ્રમાણે તમારી બુદ્ધિ હોય તો તે યુક્ત નથી એટલે કે બરાબર નથી. કારણ કે જ્ઞાન બે જાતનું હોય છે. વિષયના વિશેષધર્મને જાણનારું અને સામાન્યથી માત્ર જ્ઞાનધારારૂપે થનારું, “આ ઘટ નીલવર્ણવાળો છે, આ પટ પીતવર્ણવાળો છે” ઈત્યાદિ ઘટ-પટાદિ પદાર્થોના નીલ-પીતાદિ જે વિશેષ ધર્મો છે. તે વિશેષધર્મોનું જ્ઞાન વિશેષધર્મવિષયક હોવાથી વિશેષધર્મોવાળાં ભૂતો સામે હોય ત્યારે તેને જોઈને આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્યારે તે તે વિષયો શેયસ્વરૂપે સામે ન હોય ત્યારે તેવાં વિશેષજ્ઞાનો થતાં નથી. તેથી આવા પ્રકારનું નીલ-પીતાદિના વિષયવાળું જે
૧. ચંદ્ર અને ચાંદની આ ધર્મ-ધર્મી છે એમ ઈન્દ્રભૂતિ રજુઆત કરે છે. હકીકતથી અગ્નિ-ધૂમની જેમ
બને સાથે રહેનારાં દ્રવ્યો છે. ચાંદની પણ પુદ્ગલદ્રવ્ય છે, ધર્મ નથી. માત્ર આ બન્નેનો અવિનાભાવ સંબંધ છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
८४
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ વિશિષ્ટ જ્ઞાન છે તે જ ભૂતોની સાથે આલંબનરૂપે અન્વય-વ્યતિરેકને અનુસરવાવાળું છે અને તે પણ વિષયસ્વરૂપે નિમિત્તભાવે અનુસરનારું છે. પણ ઉપાદાનભાવે ભૂતોને અનુસરનારું નથી. કારણ કે તે જ્ઞાન ભૂતોમાંથી જન્મ પામતું જ નથી. પુરુષમાં જ (આત્મામાં જ) જ્ઞાન જન્મ પામે છે ભૂતો તો શેયરૂપે એટલે કે વિષયસ્વરૂપે નિમિત્તમાત્ર બને છે. તેથી જ્ઞાન એ ભૂતોનો ધર્મ નથી.
તથા વિશિષ્ટજ્ઞાન પોતાની ઉત્પત્તિમાં ભૂતોની નિમિત્તતા રાખે છે. તેથી તેના અન્વય-વ્યતિરેકને અનુસરે છે પરંતુ “સામાન્યથી જ્ઞાનમાત્રની ધારા” ભૂતોને અનુસરનારી નથી. ભૂતો વિષયસ્વરૂપે સામે ભલે હોય કે ન હોય તો પણ પુરુષમાં (આત્મામાં) જ્ઞાનની ધારા ચાલુ જ રહે છે. કારણ કે જ્ઞાન એ આત્માનો ગુણ છે. તેથી જ્ઞાનમાત્ર જીવની સાથે જ અન્વય-વ્યતિરેક ધરાવે છે. મુક્તદશામાં ભૂતો નથી તો પણ જીવને જ્ઞાન હોય છે અને મૃતકશરીરમાં ભૂતો છે તો પણ જ્ઞાન થતું નથી. તેથી જ્ઞાન એ ભૂતોની સાથે અન્વયવ્યતિરેક ધરાવતું નથી પરંતુ જીવની સાથે અન્વય-વ્યતિરેક ધરાવે છે.
તથા વેદશાસ્ત્રોમાં પણ જ્ઞાન એ જીવની સાથે અન્વય-વ્યતિરેક સંબંધ ધરાવે છે આવું જ કહેલું છે. તે વેદપાઠ આ પ્રમાણે છે. “અસ્તમત્તે વિત્યે, યાજ્ઞવચ ! चन्द्रमस्यस्तमिते, शान्तेऽग्नौ शान्तायां वाचि, किंज्योतिरेवायं पुरुषः, आत्मज्योतिः सम्राडिति હોવીર' = હે યાજ્ઞવક્ય ! જ્યારે સૂર્ય અસ્ત થઈ જાય, ચંદ્ર અસ્ત થઈ જાય, અગ્નિ શાન્ત થઈ જાય અને વાચા શાન્ત થઈ જાય ત્યારે આ પુરુષ (આત્મા) કયા અને કેવા વિષયની જ્યોતિવાળો બને છે ? હે રાજન્ ! તે કાલે આ પુરુષ (બાહ્ય શેયવિષય કોઈ નહી હોવાથી) આત્મજ્યોતિરૂપ બને છે. (તે કાલે આ આત્મા જ જ્ઞાનમય રૂપે પ્રકાશ છે. પરને નિમિત્ત બનાવીને જ્ઞાન પ્રગટ કરવાને બદલે સ્વયં આત્મા પોતે જ જ્ઞાનમયપણે ઝળકે છે) અહીં જ્યોતિ શબ્દનો અર્થ જ્ઞાન માત્ર છે અને તે જ્યોતિ આત્મામાં છે. પણ ભૂતોમાં તે જ્યોતિ નથી. “માત્મા ઇવ પોતિર્થી સોમાત્મળ્યોતિજ્ઞનાત્મ% તિ દંતયમ્'' આત્મા (જ્ઞાન) એ જ છે જ્યોતિ જેની એવો તે આ આત્મા આત્મજ્યોતિ સ્વરૂપ એટલે જ્ઞાનમય આત્મા છે.
આ પ્રમાણે વેદના આ પાઠોમાં પણ જીવને જ્ઞાનમય કહ્યો છે. પણ વિજ્ઞાનઘન એ ભૂતોનો ધર્મ કહ્યો નથી. તેથી જ્ઞાન એ ભૂતોનો ધર્મ નથી. આત્માનો જ ધર્મ છે. માત્ર આત્મામાં જ ઉત્પન્ન થતું એવું આ જ્ઞાન ભૂતોને શેયસ્વરૂપે (જાણવાના માત્ર નિમિત્તભાવ) આલંબન જ બનાવે છે પણ તેમાંથી જન્મ પામતું નથી. ll૧૫૯૭-૧૫૯૮
Page #110
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ तदभावे भावाओ, भावे चाभावओ न तद्धम्मो । जह घडभावाभावे, विवज्जयाओ पडो भिन्नो ॥१५९९॥ (तदभावे भावाद् भावे चाभावतो न तद्धर्मः ।
યથા વેટમાવામાવે, વિપર્યયાત્ પટો fમન: I)
ગાથાર્થ - તે ભૂતોના અભાવમાં પણ જ્ઞાન હોય છે અને તે ભૂતો હોવા છતાં જ્ઞાન નથી પણ હોતું. તેથી જ્ઞાન એ ભૂતોનો ધર્મ નથી. જેમ ઘટના ભાવમાં અને ઘટના અભાવમાં પટનો વિપર્યય હોવાથી પટ એ ઘટથી ભિન્ન છે. /૧૫૯૯
વિવેચન - જ્ઞાન એ પૃથ્વી આદિ પાંચ ભૂતોની સાથે અન્વય-વ્યતિરેક ધરાવતું નથી. તેથી જ્ઞાન એ ભૂતોનો ધર્મ નથી. કારણ કે મુક્તાવસ્થામાં કેવલ એકલો આત્મા જ હોય છે. શરીર કે શરીરસંબંધી પાંચ ભૂતો ત્યાં નથી. એટલે કે ભૂતોનો અભાવ છે તો પણ તે મુક્તાત્મામાં અનંતજ્ઞાન અને અનંતદર્શન પ્રગટ થયેલાં વર્તે છે. તથા જે શરીરમાંથી આત્મા મૃત્યુ પામેલો છે તેવા મૃતશરીરમાં પાંચે ભૂતો છે તો પણ જ્ઞાનનો લવ પણ નથી. તેથી નક્કી થાય છે કે જ્ઞાન એ ભૂતોનો ધર્મ નથી. પરંતુ ભૂતોથી ભિન્ન એવા આત્મા નામના પદાર્થનો ધર્મ છે.
જેમ “પટ” એ ઘટનો ધર્મ કહેવાય નહીં. કારણ કે ઘટના ભાવ અને અભાવમાં પટનો વિપર્યય હોય છે. એટલે કે જ્યાં જ્યાં ઘટનો ભાવ હોય છે (એટલે કે ઘટ વિદ્યમાન હોય છે, ત્યાં ત્યાં પટ હોય જ એવો નિયમ નથી અને જ્યાં જ્યાં ઘટનો અભાવ હોય છે ત્યાં ત્યાં પટનો અભાવ જ હોય એવો પણ નિયમ નથી. આમ હોવાથી ઘટને અને પટને કંઈ લેવા-દેવા (સંબંધ) ન હોવાથી “પટ” એ ઘટથી ભિન્ન પદાર્થ છે. પરંતુ ઘટનો ધર્મ નથી. તે જ રીતે મૃત શરીરમાં ભૂતોની હાજરીમાં જ્ઞાનનો અભાવ છે અને મુક્તાવસ્થામાં ભૂતોના અભાવમાં પણ જ્ઞાનની વિદ્યમાનતા છે. તેથી ભૂતોને અને જ્ઞાનને ઉપાદાન-ઉપાદેયભાવનો સંબંધ નથી. માટે જ્ઞાન એ ભૂતોનો ધર્મ નથી. ll૧૫૯૯.
આ પ્રમાણે કેટલાંક વેદપદોનો અર્થ સમજાવીને હવે આ વાતનો ઉપસંહાર કરતા તથા બાકીનાં સર્વે પણ વેદપદોનો અર્થ સંક્ષેપથી સમજાવતા ભગવાન્ શ્રી મહાવીરપ્રભુ
एसिं वेयपयाणं न तमत्थं वियसि अहवा सव्वेसिं । अत्थो किं होज सुई, विण्णाणं वत्थुभेओ वा ॥१६००॥
Page #111
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ जाई दव्वं किरिया गुणोऽहवा संसओ तवाजुत्तो । अयमेवेति नवायं, न वत्थुधम्मो जओ जुत्तो ॥१६०१॥ (एषां वेदपदानां न त्वमर्थं वेत्सि, अथवा सर्वेषाम् ।
अर्थः किं भवेत् श्रुतिर्विज्ञानं वस्तुभेदो वा ॥ जातिव्यं क्रिया, गुणोऽथवा संशयस्तवायुक्तः ।
યમેવેતિ ન વાય, ન વસ્તુધર્મો પતો યુવતઃ II)
ગાથાર્થ - હે ગૌતમ ! આ વેદપદોનો અર્થ તમે જાણતા નથી. એટલું જ નહીં પણ સર્વે પણ શબ્દોના અર્થમાં સંશય છે. તે આ પ્રમાણે - શબ્દો તે શું શ્રવણમાત્ર છે ? કે વિજ્ઞાન વિશેષ છે ? કે વસ્તુભેદ છેકે જાતિવિશેષ છે ? કે દ્રવ્યવિશેષ છે? કે ક્રિયાવિશેષ છે ? કે ગુણવિશેષ છે ? અથવા આવા પ્રકારનો તમારો આ સંશય અયુક્ત જ છે. કારણ કે “આ આમ જ છે અને આ આમ નથી જ” આવા પ્રકારનો વસ્તુધર્મનો નિર્ણય કરવો તે યોગ્ય નથી. ૧૬૦૦-૧૬૦૧/l
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ શ્રી ઈન્દ્રભૂતિને કહે છે કે મારા વડે વેદપદોના અર્થો જે રીતે તમારી સમક્ષ સમજાવાયા છે કે ભૂતોને (ઘટ-પટાદિ પદાર્થોને) જાણવા સ્વરૂપે નવા નવા ઉપયોગાત્મક પર્યાય સ્વરૂપે જીવ ઉત્પન્ન થાય છે અને જુના જુના ઉપયોગાત્મક પર્યાયસ્વરૂપે જીવ નાશ પામે છે. ભૂતો એટલે પદાર્થો, તેને જાણવાનો ઉપયોગ આ આત્માનો સદાકાલ બદલાતો જ રહે છે. નવા વિષયના ઉપયોગકાલે જુનો ઉપયોગ પ્રગટપણે હોતો નથી. આવા પ્રકારનો તે “વિજ્ઞાનધન પર્વતે ભૂખ્યઃ'' ઈત્યાદિ વેદપદોનો સાચો અર્થ છે. પરંતુ તમે આ સાચો અર્થ જાણતા નથી. તેથી જીવના નાસ્તિત્વને સૂચવનારો આ વેદપદોનો અર્થ તમે સ્વયં તમારી મેળે ગુરુગમ વિના કરો છો તથા બીજા પાઠો જીવના અસ્તિત્વને સૂચવનારા મળે છે. તેથી તમને જીવને વિષે સંદેહ થયો છે. ખરેખર ઉપર સમજાવ્યા પ્રમાણે આ સંશય ઉચિત નથી.
અથવા સર્વે પણ વેદપદોના અર્થ તમે જાણતા નથી કારણ કે સર્વે પણ વેદના પદોના વિષયમાં તમને આવા પ્રકારનો સંશય હૈયામાં વર્તે છે. તે સંશય આ પ્રમાણે છે કે જ્યારે જ્યારે ઘટ-પટ આદિ કોઈ પણ પદાર્થ માટે જે જે શબ્દો વપરાય છે તે તે શબ્દોના અર્થ શું હશે? તે માટેના તમારા વડે સ્વયં કલ્પાયેલા મનના વિકલ્પો (તરંગો) તમારા હૃદયમાં આ પ્રમાણે છે -
Page #112
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૮૭
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ (૧) શ્રતિ = માત્ર સાંભળવું તે જ. જેમ ભરી-પડત-ઢોલ-નગારાં વગેરે વાજીંત્રો વાગે છે તે શબ્દોનો અર્થ તે તે શબ્દમાત્ર જ છે કંઈ પણ વાચ્ય અર્થ નથી. સાંભળવું એટલો જ તેનો અર્થ છે, સાંભળવા માત્ર રૂપ છે. તેવી જ રીતે આ વેદપદો મંત્રાક્ષસ્વરૂપ સાંભળવા જેવા છે. અર્થાત્ ગોરલોકો બોલે અને આપણે સાંભળવું - એ જ તેનો અર્થ
(૨) વિજ્ઞાન = અથવા શું વિજ્ઞાન અર્થ છે ? જેમ ઘટ શબ્દ બોલાયે છતે ઘડાનું વિશેષ જ્ઞાન શ્રોતાના મનમાં પ્રગટે છે અને પટશબ્દ બોલાયે છતે પટનું વિશિષ્ટજ્ઞાન શ્રોતાના હૈયામાં પ્રગટે છે. તેમ જે જે શબ્દો બોલાય છે તે તે શબ્દો દ્વારા તેના તેના વિષયનું વિશિષ્ટ એવું જે વિજ્ઞાન શ્રોતાને થતું દેખાય છે. તેથી વિજ્ઞાન થવું એ જ આ શબ્દોનો અર્થ છે ?
| (૩) વસ્તુમેવો વ = અથવા શબ્દોનો વસ્તુભેદ = એકવસ્તુથી બીજી વસ્તુને ભિન્ન કરવી શું તેવો અર્થ છે ? “ઘટ” આવો શબ્દ બોલાયે છતે “પૃથુબુવ્વાદિ આકારવાળો જલાધાર થાય તેવો જે ઘટ નામનો પદાર્થ છે તે પદાર્થ જ આ “ઘટ” શબ્દ વડે કહેવાય છે પરંતુ પટ-મઠ ઈત્યાદિ અન્ય પદાર્થો કહેવાતા નથી. આમ ઈતરપદાર્થોનું વ્યાવર્તન કરનારો વસ્તુભેદ કરવો એવો અર્થ શબ્દોનો છે ?
(૪) જ્ઞાતિ = અથવા તે તે શબ્દોનો શું જાતિ અર્થ છે ? જેમ “ગાય ઘણું ગરીબ પ્રાણી છે” અથવા લોકો ગાયને માતા કહે છે તેથી “ગાય ઘણી પૂજ્ય છે” ઈત્યાદિ વાક્યોમાં બોલાતો નો શબ્દ કોઈ એક ગાયને (કાળી ગાયને કે ધોળી ગાયને કે લાલ ગાયને) સૂચવનારો નથી. પરંતુ ગાય જાતિમાત્રને સૂચવનારો આ શબ્દપ્રયોગ છે તેમ ઘટ પટ આદિ શબ્દો શું આખી જાતિને સૂચવનારા છે ?
(૫) દ્રવ્ય = અથવા સર્વે પણ શબ્દો શું દ્રવ્યવાચી જ છે ? માત્ર દ્રવ્ય અર્થને જ કહેનારા છે ? જેમ વધી શબ્દ બોલવાથી દંડવાળો પુરુષ એમ દ્રવ્ય અર્થ કરાય છે. પયમ્ = એટલે દૂધ, થિ = એટલે દહીં વગેરે શબ્દો દ્રવ્યવાચક છે. તેમ સર્વે પણ શબ્દો શું દ્રવ્યમાત્રના જ વાચક છે ?
(૬) ક્રિય = અથવા શું શબ્દોનો અર્થ ક્રિયાપદ માત્ર જ છે ? જેમકે થાવતિ = તે દોડે છે, છતિ = તે જાય છે, પતિ = તે રાંધે છે ઈત્યાદિ શબ્દો ધાવન-ગમન-પચન વગેરે ક્રિયા અર્થ જ જણાવે છે તેમ ઘટ-પટ-મઠ આદિ શબ્દો પણ શું ક્રિયા માત્ર અર્થને જ જણાવનારા છે ?
Page #113
--------------------------------------------------------------------------
________________
૮૮
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ (૭) ગુડથવી = અથવા દરેક શબ્દો શું ગુણવાચક જ છે ? ગુણ અર્થને જ કહેનારા છે ? જેમ શુક્લ-કૃષ્ણ-નીલ-પીત-રક્ત વગેરે શબ્દો જેમ ધોળા-કાળા-નીલા-પીળા અને લાલ વર્ણ રૂપ ગુણને જ જણાવે છે તેમ સર્વે પણ શબ્દો શું માત્ર ગુણ અર્થને જ કહેનારા છે? સારાંશ કે વક્તાના મુખથી બોલાતા એવા શબ્દો તથા વેદ-શ્રુતિ-પુરાણ અને ઉપનિષદોમાં કહેલા સર્વે પણ શબ્દો શું શ્રવણમાત્ર અર્થવાળા છે ? કે વિજ્ઞાન અર્થને સૂચવનારા છે ? કે વસ્તુનો ભેદ કરી નિશ્ચિત પદાર્થને કહેનારા છે ? કે સર્વે પણ શબ્દો જાતિવાચી છે? કે દ્રવ્યવાચી છે? કે ક્રિયાવાચી છે? કે ગુણવાચી છે ? આવા પ્રકારનો સંશય તમારા હૃદયમાં વર્તે છે પરંતુ હે ગૌતમ ! તમારો આ સંશય અયુક્ત જ છે.
કારણ કે આ શબ્દ આ જ અર્થનો વાચક છે અને આ અર્થનો વાચક નથી. આવા પ્રકારની વસ્તુધર્મનો નિર્ણય કરવો તે યોગ્ય નથી. શબ્દ પણ ભાષાવર્ગણાના પુલોનું બનેલું એક દ્રવ્ય વિશેષ જ છે તે કંઈ આકાશનો ગુણ નથી. પણ સૂક્ષ્મ, ચક્ષુથી અદૃશ્ય, વર્ણાદિ ગુણવાળો, શ્રોત્રેન્દ્રિયમાત્ર ગોચર એવો પદાર્થ વિશેષ જ છે. તે સ્વપર્યાય અને પરપર્યાયથી અનંતપર્યાયવાળો અર્થાત્ સર્વમય છે. તેથી “આવા પ્રકારના અર્થનો જ તે વાચક છે અને આવા પ્રકારના અર્થનો તે વાચક નથી” આવા પ્રકારનું તે શબ્દના ધર્મનું અવધારણ કરવું ઉચિત નથી. આ જ વાત હવે પછીની બે ગાથામાં યુક્તિપૂર્વક ગ્રંથકારશ્રી પોતે જ સમજાવે છે. /૧૬૦૦-૧૬૦૧TI
सव्वं चिय सव्वमयं, स-परपज्जायओ जओ निययं । सव्वमसव्वमयं पि य, विवित्तरूवं विवक्खाओ ॥१६०२॥ सामण्णविसेसमओ तेण पयत्थो विवक्खया जुत्तो । वत्थुस्स विस्सरूवो, पजायावेक्खया सव्वो ॥१६०३॥ (सर्वमेव सर्वमयं, स्वपरपर्यायतो यतो नियतम् । सर्वमसर्वमयमपि च विविक्तरूपं विवक्षया ॥ सामान्यविशेषमयस्तेन पदार्थो विवक्षया युक्तः । વસ્તુનો વિશ્વરૂપ:, પર્યાયાપેક્ષા સર્વ: NI)
ગાથાર્થ - સર્વે પણ વસ્તુઓ સ્વપર્યાય અને પરપર્યાયની (એમ ઉભયની) અપેક્ષાએ નક્કી સર્વમય છે. છતાં માત્ર સ્વપર્યાયની વિવક્ષો વડે સર્વે પણ વસ્તુ વિવિક્તરૂપવાળી થઈ છતી અસર્વમય પણ છે જ. તેથી સર્વે પદાર્થો વિવક્ષાના વશથી સામાન્યમય અને
Page #114
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
વિશેષમય છે. તેથી સર્વે પણ વસ્તુ સ્વ-પરપર્યાયની વિવક્ષાના આધારે નાનાવિધ (અનેક પ્રકારે) છે. ૧૬૦૨-૧૬૦૩॥
૮૯
વિવેચન - આ સંસારમાં વસ્તુને જણાવનારા જે જે શબ્દો બોલાય છે તે “વાચક’ કહેવાય છે અને શબ્દોથી પ્રતિપાદન કરવા યોગ્ય જે જે અર્થ છે તે “વાચ્ય” કહેવાય છે. આમ અનંત વાચક અને અનંત વાચ્યથી આ સંસાર ભરેલો છે. તે સઘળાય વાચકશબ્દો અને વાચ્યપદાર્થો સ્વપર્યાય અને પરપર્યાય એમ ઉભયપર્યાયની વિવક્ષાએ “સર્વમય” છે. સર્વાત્મક છે અને કેવળ એકલા સ્વપર્યાય માત્રની વિવક્ષાએ સર્વે પણ વાચ્ય-વાચક ભાવો “અસર્વમય” છે અર્થાત્ અન્યથી વ્યાવૃત્ત એવા તે વિશેષ રૂપ પણ છે. સારાંશ કે ઉભયપર્યાયની વિવક્ષાએ સર્વવસ્તુઓ સર્વમય છે અને માત્ર સ્વપર્યાયની વિવક્ષાએ સર્વે વસ્તુઓ અસર્વમય (વિશેષ સ્વરૂપે) છે અને માત્ર પરપર્યાયની વિવક્ષાએ નાસ્તિસ્વરૂપ પણ સર્વે વસ્તુઓ છે. તેથી સર્વે પણ પદોનો અર્થ વિવક્ષાના વશથી જ સામાન્યમય પણ થાય છે અને વિશેષમય પણ થાય છે. પરંતુ એકાન્તે આવા જ પદાર્થો છે અને આવા પદાર્થો નથી એમ એકાન્તતા સંભવતી નથી. આ વાત કંઈક વિસ્તારથી સમજીએ
-
સર્વે પણ પદાર્થોમાં પર્યાયો બે જાતના હોય છે. એક “અસ્તિ” સ્વરૂપ પર્યાયો કે જેને સ્વપર્યાય કહેવાય છે અને બીજા “નાસ્તિ” સ્વરૂપ પર્યાયો કે જેને પરપર્યાય કહેવાય છે. જેમકે માટીનો બનાવેલ એક ઘટ છે. તેમાં માટીદ્રવ્યને આશ્રયી ઘટપણું વર્તે છે તેથી તે અસ્તિપર્યાય અથવા સ્વપર્યાય કહેવાય, પણ સોનાનો ઘટ કે રૂપાનો ઘટ કે તાંબાનો ઘટ તે ન કહેવાય. તેથી ઈતરદ્રવ્યને આશ્રયી ઘટપણું તેમાં નથી તેથી તે નાસ્તિપર્યાય કહેવાય અથવા પરપર્યાય કહેવાય. આ દ્રવ્યાશ્રયી વિચારણા થઈ. એવી જ રીતે તે ઘટ અમદાવાદમાં બનાવ્યો હોય તો અમદાવાદ ક્ષેત્રને આશ્રયી અસ્તિપણું બાકીનાં તમામ નગરોને આશ્રયી નાસ્તિપણું તેમાં છે. તેથી જ બીજા કોઈ નગરનો બનાવેલો ઘટ કોઈને જોઈતો હોય તો તે ઘટ કામ ન આવે આ ક્ષેત્ર આશ્રયી વિચારણા થઈ. એવી જ રીતે
જે
ઋતુ આદિ કાલમાં બનાવ્યો હોય તે કાલને આશ્રયી અસ્તિપણું અને શેષકાલને આશ્રયી નાસ્તિપણું જાણવું. તથા જેવા આકારનો જેવા વર્ણાદિવાળો બનાવ્યો હોય અને જે આકાર તથા જે વર્ણાદિ તેમાં નથી તેને આશ્રયી નાસ્તિપર્યાય જાણવા.
અસ્તિપર્યાય
તથા ઘટમાં ઘટ વિનાના તમામ પદાર્થોનું નાસ્તિપણું વર્તે છે. તેથી તે સઘળા પરપર્યાયો પણ નાસ્તિ સ્વરૂપે ઘટમાં છે. માટે ઘટના પર્યાય કહેવાય છે. આવી રીતે વિચારતાં ઘટ-પટ ઈત્યાદિ કોઈપણ એક વસ્તુની તમે વિવક્ષા કરો ત્યારે તે વસ્તુમાં જે
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૦
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ જે પોતાનું વિદ્યમાન સ્વરૂપ છે તે સઘળા તેના અસ્તિપર્યાય અર્થાત્ સ્વપર્યાય છે અને તે જ વસ્તુમાં જે જે સ્વરૂપ વિદ્યમાન નથી તે બધાંનું નાસ્તિપણે તેમાં છે. ઘટ એ પટ નથી તેથી ઘટમાં પટનું નાસ્તિપણું ચોક્કસ છે. આ રીતે સમસ્ત વિશ્વના સમસ્ત પદાર્થોનું નાસ્તિપણું ઘટમાં છે. તેથી એક ઘટ સ્વપર્યાયોને આશ્રયી અસ્તિસ્વરૂપે અને પરપર્યાયોને આશ્રયી નાસ્તિસ્વરૂપે વિચારતાં એક ઘટ પદાર્થ પણ બને પર્યાયને આશ્રયી સર્વમય છે એમ સિદ્ધ થાય છે. આ જ રીતે પટ પણ પટીય ધર્મોને આશ્રયી અસ્તિ અને શેષ સઘળા પણ પદાર્થોના ધર્મોને આશ્રયી નાસ્તિ વિચારતાં પટ પણ સર્વમય છે. આ રીતે વિશ્વમાં રહેલી સઘળી પણ વસ્તુ સ્વપર્યાય અને પરપર્યાય (અસ્તિપર્યાય અને નાસ્તિપર્યાય) એમ ઉભયને આશ્રયી “સર્વમય” છે. તેથી જ મૂલગાથામાં કહ્યું છે કે “સબૈ વિય સત્રમર્થ सपरपज्जायओ जओ निययं"
બને પર્યાયને આશ્રયી વસ્તુ સર્વમય હોવા છતાં પણ માત્ર એકલા સ્વપર્યાયને જ આશ્રયી જો વસ્તુની વિચારણા કરાય એટલે કે ઘટમાં અસ્તિસ્વરૂપે સંભવતા ધર્મોની જ જો વિચારણા કરાય તો ઘટ એ માત્ર ઘટ જ છે. તે ઘટમાં સંભવતા ધર્મોની અપેક્ષાએ અસ્તિસ્વરૂપ છે. પરંતુ પટ-મઠ ઈત્યાદિ ઈતર વસ્તુસ્વરૂપે નથી. કારણ કે ઈતરવસ્તુના ધર્મો તે ઘટમાં અસ્તિસ્વરૂપે નથી, નાસ્તિ સ્વરૂપે છે. આ કારણે ઘટપદાર્થ એ પટાદિ ઈતર પદાર્થોથી વિવિક્ત = ભિન્ન ગણાય છે તેથી ઘટ એ સર્વમય નથી પણ અસર્વમય છે. એકલા અસ્તિપર્યાય તો પોતાના જ છે. ઈતરપદાર્થોના પર્યાયો ત્યાં અસ્તિસ્વરૂપે નથી. આ જ વાત મૂલગાથાના ઉત્તરાર્ધમાં કરી છે. “સબૂમસલ્વયં પિ ય વિવિત્તરૂવું વિવસ્થાઓ'
આ રીતે જગતમાં રહેલા તમામ પદાર્થો સ્વપર્યાયમાત્રથી વિચારો તો ઈતરવસ્તુઓથી ભિન્નસ્વરૂપવાળા છે એટલે કે વિશેષાત્મક છે અને સ્વ-પરપર્યાયોથી સાથે વિચારો તો સર્વે પણ વસ્તુઓ સર્વમય હોવાથી સામાન્યાત્મક છે. એકલા પરપર્યાય માત્રથી વસ્તુ વિચારો તો દરેક વસ્તુ નાસ્તિસ્વરૂપ છે. અર્થાત્ અભાવાત્મક છે. આમ સ્યાદ્વાદશૈલિથી જો તમે કંઈ પણ સૂક્ષ્મ વિચાર કરશો તો સમજાશે કે સર્વવસ્તુ સર્વમય હોય છે. તેથી સર્વત્ર અમુક શબ્દોનો અમુક જ અર્થ થાય એવો નિયમ નથી. એક શબ્દનો એક ક્ષેત્રમાં જુદો અર્થ હોય, બીજા ક્ષેત્રમાં જુદો અર્થ ચાલતો હોય. એક કાલે જુદો અર્થ હોય અને બીજા કાલે જુદો અર્થ હોય. માટે સર્વત્ર અનૈકાન્તિપણું = સ્યાદ્વાદપણું જાણવું.
આ રીતે વિચાર કરતાં “સ્વ-પર એમ ઉભયપર્યાયની અપેક્ષાએ” સામાન્ય વિવક્ષા કરીએ ત્યારે ઘટશબ્દ સર્વાત્મક બનવાથી સર્વે પણ દ્રવ્ય-ગુણ-ક્રિયાદિ અર્થોનો વાચક બને
Page #116
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૯૧
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ છે અને માત્ર અસ્તિપર્યાયોની જ વિચારણા કરીએ ત્યારે વિશેષ ધર્મની વિવક્ષાએ પૃથુબુબ્બોદરાદિ એવું ઘટનું પ્રતિનિયત સ્વરૂપ હોવાથી જે પૃથુબુબ્બોદરાદિ આકારવાળો અને જલાદિને ધારણ કરવામાં સમર્થ એવો ઘટ વાચ્ય તરીકે રૂઢ છે. તેનો જ આ ઘટશબ્દ વાચક બને છે. આ પ્રમાણે સર્વે પણ શબ્દો વિશેષ વિવક્ષાએ જે દેશમાં, જે જે કાલે, જે જે અર્થના વાચક તરીકે લોકમાં રૂઢ હોય તે તે દેશમાં, તે તે કાલે, તે તે અર્થના જ વાચક બને છે અને સ્વ-પર એમ ઉભયપર્યાયની વિવક્ષાએ એટલે કે સામાન્યવિવક્ષાએ સર્વે શબ્દો સર્વના વાચક બને છે અને સર્વે વસ્તુઓ સર્વે શબ્દોથી વાચ્ય પણ બને છે. આ રીતે ઉપર કહેલી નીતિ-રીતિ મુજબ સર્વત્ર પોતાની બુદ્ધિથી સ્વયં પણ સમજી લેવું.
આ પ્રમાણે ત્રણે જગતના સૂક્ષ્માતિસૂમ સ્વરૂપને જાણનારા એવા તે ભગવાન શ્રી મહાવીર પ્રભુ વડે પરને સમજાવવાના સર્વ ઉપાયોમાં અતિશય કુશળ હોવાના કારણે જેમ તીક્ષ્ણ એવી ધારદાર છરી વડે ગાઢ એવી વેલડીનો સમૂહ છેદાય છે. તેમ નિપુણ યુક્તિઓની ધારાવાહી રૂપ છરી દ્વારા અતિશય નજીકના કાલમાં જ થવાનું છે પરમ કલ્યાણ જેનું એવા અર્થાત્ જેની ભવિતવ્યતા બરાબર પાકી ચૂકી છે એવા ઈન્દ્રભૂતિનો સમસ્ત એવો સંશય મૂલથી જ છેદાયો. ll૧૬૦૨-૧૬૦૩ll
छिन्नम्मि संसयम्मि, जिणेण जरमरणविष्पमुक्केणं । सो समणो पव्वइओ, पंचहिं सह खंडियसएहिं ॥१६०४॥ (छिन्ने संशये जिनेन, जरामरणविप्रमुक्तेन ।।
સ શ્રમUT: પ્રવ્રગિત:, પમ: સદ ઇshશનૈઃ )
ગાથાર્થ – જરા અને મરણથી મુકાયેલા એવા શ્રી જિનેશ્વર મહાવીર પ્રભુ વડે સંશય છેદાયે છતે શ્રમણ એવા તે ઈન્દ્રભૂતિ પોતાના પાંચસો શિષ્યો સાથે દીક્ષિત થયા. //૧૬૦૪ll
વિવેચન - ભગવાન શ્રી મહાવીર પ્રભુ સર્વજ્ઞ, સર્વદર્શી, વીતરાગ અને જન્મ-જરામૃત્યુ વિનાના થયેલા છે. જો કે હજુ ચાલુ ભવનું મૃત્યુ આવવાનું બાકી છે. તો પણ વારંવાર મૃત્યુ ન આવવાનું હોવાથી એકવારનું મૃત્યુ એ અલ્પમાત્ર હોવાથી તેની વિવક્ષા ન કરવાના કારણે મૃત્યુ વિનાના પણ કહેવાય છે. આવા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ ઈન્દ્રભૂતિનો હૃદયમાં રહેલો અને કોઈને પણ નહી કહેલો અત્યન્ત ગુપ્ત રાખેલો સંશય છે. તેથી પોતાના (૫00) પાંચસો શિષ્યો સાથે ઈન્દ્રભૂતિએ પ્રભુશ્રી મહાવીર પ્રભુ પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી ગૌતમસ્વામી બન્યા.
Page #117
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ પ્રશ્ન - અહીં મૂલગાથામાં સમો પબૈરૂત્રો જે લખ્યું છે ત્યાં શ્રમણ અને પ્રવૃજિત એટલે શું ?
ઉત્તર - શ્રાવતીતિ શ્રમ = સંસારથી વિશ્રામ પામેલા, સંસારનો ત્યાગ કરેલા, સંસારથી ઉગી બનેલા, વૈરાગી બનેલા. અર્થાત્ સાધુ બનેલા, સંયમી થયેલા તેને શ્રમણ કહેવાય છે અને પ્રવૃત્તિત એટલે પાપાત્ દ્રષિત: અર્થાત્ ૧૮ પાપસ્થાનકોથી દૂર થયેલા, પ્રાણાતિપાત આદિ પાંચે પાપસ્થાનકને છોડીને પાંચ મહાવ્રતધારી બનેલા, દીક્ષિત થયેલા. તેને પ્રવ્રજિત કહેવાય છે.
પ્રશ્ન - સમી પવ્યો = મૂલગાથામાં જે લખ્યું છે તેનો અર્થ એવો થાય છે કે તે શ્રમણ દીક્ષિત થયા, ત્યાં પ્રશ્ન થાય છે કે જો તે શ્રમણ છે એટલે કે સાધુ જ છે. તો તેઓએ દીક્ષા લીધેલી જ હોય, હવે દીક્ષા લીધી આમ કેમ લખ્યું છે ? અને જો હવે દીક્ષા લેતા હોય તો દીક્ષા લેતી વખતે તેઓ ગૃહસ્થ છે, સંસારી છે, શ્રમણ નથી તો તે શ્રમણ દીક્ષિત થયા આમ કેમ લખ્યું ? તે ઈન્દ્રભૂતિ દીક્ષિત થયા આમ લખવું જોઈએ. સારાંશ કે જો ઈન્દ્રભૂતિ શ્રમણ હોય તો હવે તેઓને દીક્ષા લેવાની ન હોય, લીધેલી જ હોય, અને હવે દીક્ષિત થતા હોય તો પૂર્વકાલમાં તેઓને શ્રમણ ન કહેવાય. પરંતુ ઈન્દ્રભૂતિ અથવા ગૃહસ્થ કહેવાય તો આવું શા માટે લખ્યું ?
ઉત્તર = તમારો પ્રશ્ન ઠીક છે. પરંતુ નય બે પ્રકારના છે એક વ્યવહારનય કે “જે ન હોય તે થાય” = અસદુત્વને આમ માને છે. જેમકે તલમાં તલકાલે તેલ નથી તેથી જ ઘાણીમાં પીલવા પડે છે ત્યારે જ તેલ નીકળે છે. “નથી તે થયું” માટીમાં ઘટ નથી કારણ કે માટીકાલે જલાધારાદિ કાર્ય થતું નથી તેથી ચક્ર-દંડ-ચીવર આદિ સામગ્રી દ્વારા કુલાલ વડે બનાવાય છે. માટે “જે ઘટ નથી તે બનાવાયો” = મદુત્વદ્યતે તથા મિથ્યાત્વી હોય તે ત્રણ કરણાદિ દ્વારા સમ્યકત્વ પામે, તેમ જે ગૃહસ્થ હોય પણ સાધુ ન હોય તે જ પંચ મહાવ્રતાદિ ધારણ કરવા વડે અને સાવદ્ય યોગનો ત્યાગ કરવા વડે સાધુ થાય. આ દૃષ્ટિ વ્યવહારનયની છે તે એમ માને છે કે આ સંસારમાં જે ન હોય તે થાય, જે છે જ તેને થવાનું શું ? જે વિદ્યમાન જ છે તે થતું નથી, થયેલું જ છે.
પરંતુ નિશ્ચયનય કંઈક જુદું કહે છે. તેનું કહેવું એવું છે કે આ સંસારમાં જે નથી હોતું તે કદાપિ ઉત્પન્ન થતું જ નથી. જેમકે ખરશૃંગ વધ્યાપુત્ર, આકાશપુષ્પ, શશશૃંગ ઈત્યાદિ, તેથી સવોત્પત્તિ જે હોય છે તે જ થાય છે. જેમકે તલમાં તેલ છે. તો જ ઘાણીમાં પીલવાથી પ્રગટ થાય છે. જો તલમાં તેલ ન હોય અને નીકળતું હોય તો રેતીમાં પણ
Page #118
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ તેલ નથી ત્યાં પણ નીકળવું જોઈએ. આ જ રીતે માટીમાં ઘટ છે અને દંડ-ચક્રાદિ સામગ્રીથી પ્રગટ થાય છે. જો માટીમાં ઘટ ન જ હોય અને થતો હોય તો ઘટ બનાવવાનો અર્થી જીવ માટી જ શું કામ લાવે ? રેતીનો ઢગલો પણ લાવે અને તે રેતીમાં ઘટ નથી. છતાં તેમાંથી પણ બનાવવો જોઈએ. પણ આમ બનતું નથી. તેથી “જે હોય છે તે જ થાય છે” “સવોત્વદદ્યતે' આ રીતે વિચારતાં જ્ઞાની જ જ્ઞાન પામે, પણ અજ્ઞાની જ્ઞાન ન પામે, સમ્યકત્વી જ સમ્યકત્વ પામે પણ મિથ્યાત્વી સમ્યકત્વ ન પામે, કારણ કે જ્યાં સુધી મિથ્યાત્વમોહનો ઉદય છે ત્યાં સુધી જીવ મિથ્યાત્વી છે અને મિથ્યાત્વી હોય ત્યાં સુધી કોઈપણ સમયમાં સમ્યકત્વ પ્રાપ્ત થતું જ નથી અને જ્યારે મિથ્યાત્વ મોહનો ઉદય વિરામ પામે છે ત્યારે અન્તરકરણના પ્રવેશના પ્રથમસમયે જ જીવ સમ્યકત્વ પામે છે અને તે સમયે આ જીવ સમ્યક્તી જ છે. તેથી સમ્યક્તી જીવ જ સમ્યત્વ પામે છે.
આ નયથી વિચારતાં જે સંયત (સાધુ) હોય તે જ સંયત (સાધુ) બને છે પણ અસંયમી જીવ સાધુ બનતો નથી. કારણ જ્યાં સુધી પ્રત્યાખ્યાનીય નામના ત્રીજા કષાયનો ઉદય છે એટલે કે આ જીવ અવિરત છે અથવા દેશવિરત છે ત્યાં સુધી ક્યારેય પણ સર્વવિરતિ આવતી નથી એટલે કે સંયત બનતો નથી અને જે સમયે ત્રીજા કષાયનો ઉદય અટકવાથી આ જીવ સંયત (સાધુ) બન્યો, તે સમયે સંયત જ છે. માટે સંયત જ સંયત બને છે. આ નયના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને મૂલગાથામાં તો સમો પવૅ = તે શ્રમણ (સાધુ) પ્રવ્રજિત (દીક્ષિત) થયા એમ લખ્યું છે.
ટીકાકારશ્રીએ ટીકામાં આ જ વાતનો ખુલાસો કરતાં લખ્યું છે કે “સંવત: સંતો મતિ, નાસંયતઃ” રૂત્તિ નિશ્ચયનયમતાશ્રયUIબ્રેન્જમુક્તમતીદ ભાવાર્થ: I સાધુ જ સાધુ થાય છે. આવા પ્રકારના નિશ્ચયનયના અભિપ્રાયનો આશ્રય લઈને મૂલગાથામાં આમ કહ્યું છે એમ જાણવું. તથા મૂલગાથામાં જે “ખંડિક” શબ્દ છે. તેનો અર્થ “ઈન્દ્રભૂતિના વિદ્યાર્થીઓ” એવો અર્થ કરવો. એટલે કે તેમના છાત્રો એ જ વ્યવહારથી તેમના શિષ્યો કહેવાય. ll૧૬૦૪ો.
एवं कम्माईसु वि जं सामण्णं तयं समाउज्जं । जो पुण जत्थ विसेसो, समासओ तं पवक्खामि ॥१६०५॥ ( एवं कर्मादिष्वपि यत्सामान्यं तत्समायोज्यम् । यः पुनर्यत्र विशेषः समासतस्तं प्रवक्ष्यामि ॥)
Page #119
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ ગાથાર્થ - આ પ્રમાણે અગ્નિભૂતિ આદિના કર્મ આદિ વિવાદસ્થાનોમાં પણ જે જે સમાન વક્તવ્ય છે. તે સ્વયં સમજી લેવું. પરંતુ જ્યાં જ્યાં જે જે વિશેષ છે તે વિશેષને સંક્ષેપમાં હું સમજાવીશ. /૧ ૬0પી
વિવેચન - ઈન્દ્રભૂતિ આદિ કુલ ૧૧ બ્રાહ્મણપંડિતો છે. તે દરેકના મનમાં જીવકર્મ ઈત્યાદિ વિષયની શંકા છે. પ્રથમ બ્રાહ્મણ પંડિત શ્રી ઈન્દ્રભૂતિનો જીવવિષયક સંદેહ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ પ્રત્યક્ષાદિ વિવિધ પ્રમાણો વડે છેદ્યો. તેની જેમ અગ્નિભૂતિ આદિ શેષ ૧૦ બ્રાહ્મણ પંડિતોના પણ મનમાં રહેલા “કર્મ છે કે નહીં” ઈત્યાદિ વિષયવાળા દસે પ્રશ્નોને ભગવાને છેદ્યા છે. તેનું વર્ણન પણ ઈન્દ્રભૂતિમાં જણાવ્યા પ્રમાણે જ પ્રત્યક્ષ-અનુમાન અને આગમ પ્રમાણ દ્વારા સ્વયં પોતાની બુદ્ધિથી જ સમજી લેવું. કારણ કે તર્કદષ્ટિથી લગભગ બધું સમાન જ છે. છતાં આ બાબતમાં જે જે વિવાદના સ્થાનોમાં કંઈક કંઈક વિશેષતા છે. તે વિશેષતાને તે તે વાદસ્થાનોની ચર્ચામાં અતિશય સંક્ષેપથી ગ્રંથકારશ્રી પોતે જ સમજાવશે. આ પ્રસંગે ૧૧ બ્રાહ્મણપંડિતોનાં નામો, તેમના સંદેહો, તેમની ઉંમર, તેઓનું સંસારી જીવન, દીક્ષિતજીવન, કેવલપર્યાય વગેરે જાણવા જેવી કેટલીક માહિતી પૃ. ૯૫ ઉપર કોષ્ઠકમાં આપી છે - વિશેષ માહિતી ગીતાર્થ એવા ગુરુભગવંતો પાસેથી જાણી લેવી. ll૧૬૦૫ll
પહેલા ગણધર શ્રી ઈન્દ્રભૂતિનો વાદ સમાપ્ત થયો.
Page #120
--------------------------------------------------------------------------
________________
સંખ્યા
નામ | પિતા | માતા Éિી
ગોત્ર | જન્મ"
નગર
ગૃહવાસ પર્યાય છદ્મસ્થ
પર્યાય છે | કેવલપર્યાય
સર્વાયુ
શિષ્ય
| પાટ-પરંપરા
ગણધરવાદ
શાસ્ત્ર
૧| ઇન્દ્રભૂતિ વિસૂભૂતિ પૃથ્વી
સંસ્થાન સંઘયણ
સમય | રાજગૃહ | નિર્વાણભૂમિ
સમચતુ- | | મહાવીર | નિર્વાણ
પછી |
રસ્ત્ર | નારાજ
બારસંગ * ચતુર્દશપૂર્વ
૮૨.
પOC
બ્રાહ્મણ
| ગૌતમ મગધદેશ ૫૦| ૩ |
ગબ્બર
&|
૨] અગ્નિભૂતિ |
૪૬ | ૧૨/૧૬| ૭૪૫00
x | "|
"
મ.
આ ત્રણ સહોદર ભાઈ હતા
પહેલાં
૩| વાયુભૂતિ | * | " | જ | વ્યક્ત | ધનમિત્ર વાણી |
" | " | ૪૨ | ૧૦ ૧૮ ૭૦૫૦૦ ભારદ્વાજ, કોલ્લાગ | ૫૦ ૧૨/૧૮| ૮૦
સંનિવેશ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
આદિા
11 આ બન્ને એક આ જ માતાના પણ ભિન્ન પિતાના પુત્રો હતા
(૫) ૧૪]
|૫| સુધર્મા | ધમ્મિલ ભદિલા | "| અગ્નિ
૫૦ ૪૨| ૮ | 100પ00 જેબૂ| "| * | " | મ. વિશ્યાયન
પછી ૬] મંડિક(ત) | ધનદેવ |વિજયદેવા | વાશિષ્ઠ | મોરીય | પ૩] ૧૪ [૧૬| ૮૩|૩૫થી ૪ | "| * | " | મે. સંનિ
પહેલાં ૭| મૌર્યપુત્ર | મૌર્ય " | | કાશ્યપ " | ૬૫
રૂપી x | | '' ૮| અકંપિત | દેવ જયંતી | | ગૌતમ | મિથિલા ૪૮ | ૯ |૨૧ ૭૮
અચલભ્રાતા| વસુ નંદા | "| હરિત | કોસલા | ૪૬ | ૧૨ [૧૪] ૭૨,૩૦૦[.. ૧૦ મેતાર્ય દર વરુણદેવા - કૌષ્કિન્ય વત્સભૂમિ ૩૬] ૧૦/૧૬ ૬૨ ૩૦૦ ૧૧| પ્રભાસ બલ | અતિભદ્રા
રાજગૃહ' ૧૬ | ૮ [૧૬] ૪૦૩૦૦' x | "| | "
x | X | X | ૪ | ૪ |
૧. તે કાલે આવો દેશાચાર-કુલાચાર હતો. પતિના મૃત્યુ બાદ દિયરની સાથેના વિવાહાદિથી પણ આમ બનતું. તેથી દુરાચારની કલ્પના ન કરવી.|
Page #121
--------------------------------------------------------------------------
________________
II અગ્નિભૂતિ નામના બીજા ગણધર || હવે બીજા ગણધર શ્રી અગ્નિભૂતિની સાથે થયેલી પરમાત્માની ધર્મચર્ચા જણાવે
तं पव्वइअं सोउं, बीओ आगच्छइ अमरिसेणं । वच्चामि णं आणेमि, पराजिणित्ता ण तं समणं ॥१६०६॥ (तं प्रव्रजितं श्रुत्वा द्वितीय आगच्छत्यमर्षेण । व्रजाम्यानयामि, पराजित्य तं श्रमणम् ॥)
ગાથાર્થ - તે ઈન્દ્રભૂતિને દીક્ષિત થયેલા સાંભળીને બીજા અગ્નિભૂતિ ક્રોધપૂર્વક ભગવાન પાસે આવે છે અને ત્યાં જતાં જતાં કહે છે કે હું જાઉં છું અને તે શ્રમણનો પરાભવ કરીને (મારા ભાઈને) તુરત પાછો લાવું છું. /૧૬૦૬/l
વિવેચન - ભગવાન શ્રી મહાવીર પ્રભુએ સમજાવેલી યુક્તિઓ વડે અને નજીકમાં જ કલ્યાણ થવાની ભવિતવ્યતા બહુ જ પાકી ગઈ હોવાથી શ્રી ઈન્દ્રભૂતિ પ્રભુથી પ્રભાવિત થયા. પ્રભુ પ્રત્યે અહોભાવવાળા અને પૂજ્યભાવવાળા બન્યા તથા વૈરાગ્ય પામ્યા અને દીક્ષિત થયા. આ વાત જતા-આવતા લોકો વડે તેમના બીજા ભાઈઓએ સાંભળી. તેઓના મનમાં પ્રથમ તો ઘણું જ આશ્ચર્ય થયું. મારો ભાઈ કોઈનાથી પરાભવ પામે નહીં અને આ શું થયું? બોલવા-બોલવામાં કોઈ શબ્દથી મારો ભાઈ બંધાઈ ગયો હશે અને પરાભવ પામ્યો હશે એમ લાગે છે. તથા સામે પણ આ કોઈ મહાધૂતારો ઠગવિદ્યામાં કુશલ શ્રમણ આવ્યો હોય એમ લાગે છે. તેઓની વચ્ચે જે કંઈ ધર્મચર્ચા થઈ હશે તે તો હવે તેઓ જ જાણે. હું જો ત્યાં હાજર હોત તો મારા ભાઈનો પરાભવ ન થવા દેત. છતાં હવે હું તુરત ત્યાં જાઉં છું અને તે ધૂતારા શ્રમણનો પરાભવ કરીને મારા ભાઈને પાછો લઈને તુરત આવું છું. આવા પ્રકારના રોષ અને અભિમાનપૂર્વક શિષ્યો દ્વારા બિરૂદાવલી બોલાવતા બોલાવતા આકુળ-વ્યાકુલ ચિત્તવાળા અગ્નિભૂતિ પરમાત્માના સમવસરણ તરફ આવે છે. મૂલમાં આ શબ્દ વાક્યાલંકારમાં છે.
ભગવાનના સમવસરણ તરફ આવતાં મનમાં અનેક પ્રકારના તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે. મારા મોટા ભાઈ ઈન્દ્રભૂતિ ગજરાજ જેવા કોઈ મોટા વાદીથી પણ હારે નહીં
Page #122
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ
૯૭
અને આ હાર કેમ બની ? તેના સંબંધમાં મનમાં ને મનમાં નીચે જણાવાય છે તેવા વિચારો અગ્નિભૂતિના મનમાં ચાલી રહ્યા છે. ૧૬૦૬॥
छलिओ छलाइणा, सो मण्णे माइंदजालिओ वावि । को जाणइ कह वत्तं एत्ताहे वट्टमाणी से ॥१६०७॥
( छलितश्छलादिना, स मन्ये मायेन्द्रजालिको वाऽपि । को जानाति कथं वृत्तमेतस्मिन् वर्तमाना तस्य ॥ )
ગાથાર્થ - તે મારો ભાઈ છલાદિ વડે છેતરાયો હશે ? અથવા આ કોઈક મોટો ઈન્દ્રજાલિક પુરુષ હશે ? તે કાલે તે બન્નેની શું વાર્તા થઈ ? તે તો કોણ જાણે ? પરંતુ હવે તેની સાથે જે વાર્તા થશે તે જોઈએ. (અથવા મારી સાથે તે ધૂર્તની જે વાર્તા થશે તે સમગ્ર લોકો જાણશે.) ૧૬૦૭
વિવેચન - યજ્ઞમંડપથી સમવસરણની ભૂમિ તરફ અગ્નિભૂતિ જઈ રહ્યા છે. મનમાં પોતાના ભાઈના પરાભવના કારણે અને પોતાની વિદ્યાનું માન હોવાના કારણે ક્રોધ અને માનથી ધમધમેલા અગ્નિભૂતિ આવા પ્રકારના વિચારોમાં આકુલ-વ્યાકુલ છે.
મારો ભાઈ ઈન્દ્રભૂતિ ત્રણે ભુવનના લોકોને જીતવો દુષ્કર છે અર્થાત્ દુર્જય છે. અહીં આ શ્રમણની સાથે ધર્મચર્ચામાં કદાપિ પરાભવ પામે નહીં. પરંતુ હું માનું છું કે આ શ્રમણ કોઈ મહાછલ-કપટ જાણનારો મહાધૂતારો - (મહાઠગ) હશે. વાદીને જિતવા
માટે ન્યાયશાસ્ત્રમાં બતાવેલાં ૩ છલ ૨૪ જાતિ અને ૨૨ નિગ્રહસ્થાનોનો ઉપયોગ કરવામાં ઘણો નિપુણ હશે. તેના વડે મારા ભાઈનું ચિત્ત ભ્રમિત કરાયું હશે. બોલવાની ચાલબાજીમાં મારા ભાઈને જકડી લેવાયો હશે અથવા આ શ્રમણ કોઈ મહાકપટી ઈન્દ્રજાલીયો પુરુષ હશે એમ ચોક્કસ લાગે છે. તો જ જગદ્ગુરુ એવા મારા ભાઈનું ચિત્ત તેના વડે ભમાડાયું હોય. અન્યથા આમ બને નહીં. પરંતુ હવે આવા પ્રકારના ઘણા વિચારો કરવા વડે સર્યું તે બન્નેની વચ્ચે ત્યાં જે વાદ-વિવાદ થયો તે કેવી રીતે થયો ? કોણ શું બોલ્યું ? કોણે કોને શબ્દથી બાંધી દીધો ? કોણે ક્યાં માયા-કપટ કર્યું ? તે બધું તો કોણ જાણે ? હું ત્યાં હાજર ન હતો. (અર્થાત્ જો હું ત્યાં હાજર હોત તો તે માયાવીની માયા ઉઘાડી કરી નાખત અને મારા ભાઈનો પરાભવ ન થવા દેત) પણ હવે આ શોક કરવાથી સર્યું.
૧. મૂલગાથામાં ઉત્તરાર્ધમાં Ī અને રૂ માત્ર વાક્યાલંકાર પુરતા જ અપાયા છે. તેથી તેનો કંઈ અર્થ કરેલ નથી. તથા સંસ્કૃતછાયામાં તે લીધા નથી.
Page #123
--------------------------------------------------------------------------
________________
૯૮
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ હું જાતે જ ત્યાં જાઉં છું અને તે ઈન્દ્રજાળીયાની ઈન્દ્રજાળ વડે ભ્રમિત થયું છે મન જેનું એવા વિદ્યાધર લોકો, સામાન્ય મનુષ્યો, દેવો અને દાનવોના સમૂહના માનપાન અને વન્દનાદિ દ્વારા અભિમાની બનેલા એવા તે શ્રમણની સાથે હું ગમે છતે જે વાદ-વિવાદ થશે તેને સમગ્ર લોકો જોશે, મારા ભાઈને ગમે તેમ બોલવામાં બાંધીને હરાવી દીધો હશે. પરંતુ હું તો સમગ્ર લોકો દેખતે છતે તે શ્રમણકની સાથે વાદ-વિવાદ કરીશ અને તેને નક્કી હરાવીશ. આવા વિચારો કરતા કરતા અગ્નિભૂતિ સમવસરણ તરફ જાય છે. ./૧૬૦૭ll
सो पक्खंतरमेगंपि जाइ जइ मे तओ मि तस्सेव । सीसत्तं होज गओ, वोत्तुं पत्तो जिणसगासे ॥१६०८॥ (स पक्षान्तरमेकमपि, याति यदि मे ततस्तस्यैव ।। शिष्यत्वेन भवेयं गत, उक्त्वा प्राप्तो जिनसकाशे ॥)
ગાથાર્થ - જો તે શ્રમણ મારા એક પણ પક્ષવિશેષને જાણી શકે તો તો તેનો શિષ્ય થઈ જાઉં. આવું (અભિમાનપૂર્વક) બોલીને તે શ્રી વીરપરમાત્મા પાસે ગયા. /૧૬૦૮
વિવેચન - લોકો દ્વારા પોતાના ભાઈનો પરાભવ સાંભળીને ગુસ્સે ભરાયેલા, ફૂંફાડા મારતા, શિષ્યો વડે બિરદાવલિ બોલાવતા એવા તે અગ્નિભૂતિ મનમાં ને મનમાં બોલે છે કે મારો ભાઈ ઈન્દ્રભૂતિ તે શ્રમણ વડે ત્યાં કેવી રીતે જિતાયો ? તે તો કોણ જાણે ? પરંતુ હું એવા પક્ષ, હેતુ અને ઉદાહરણ આપીશ કે તે શ્રમણ હારી જ જાય, કંઈ બોલી જ ન શકે. જો મારા એકપણ પક્ષવિશેષને તે જાણી શકે એટલે કે હેતુ અને ઉદાહરણ સાથે મુકેલા મારા પક્ષવિશેષનો (મારા અનુમાનનો) પ્રત્યુત્તર આપવામાં જો કેમે કરી તે શ્રમણ સમર્થ થાય તો તો તે શ્રમણનો હું શિષ્ય બની જાઉં. સારાંશ કે મારા તર્કો, મારાં ઉદાહરણો અને મેં કરેલાં અનુમાનો એવા હશે કે તેમાંના એક પણ તર્કનો તે જવાબ ન આપી શકે. વાદસ્થાનમાં હું ઘણો જ નિપુણ છું. એવા તર્કો અને અનુમાન રજુ કરીશ કે જેમાંના એક પણ તર્કનો અને અનુમાનનો તે શ્રમણ પ્રત્યુત્તર ન આપી શકે અને ઘડીના છઠ્ઠા ભાગમાં હારી જાય. લોકો પણ સર્વે દેખતા રહે અને તે પુંઠ વાળીને ભાગે.
- જો મારા એક પણ તર્કનો અને અનુમાનનો સાચો પ્રત્યુત્તર તે આપી શકે તો તો હું તેનો શિષ્ય (ગુલામ) થઈ જાઉં. એ એના મનમાં શું સમજે છે ? આવા પ્રકારનો વાણીનો ગર્જારવ કરતા કરતા હોઠ ફફડાવતા ફફડાવતા તે અગ્નિભૂતિ સમવસરણ તરફ જાય છે. અંતે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ પાસે પહોંચ્યા. /૧૬૦૮
Page #124
--------------------------------------------------------------------------
________________
બીજા ગણધર - અગ્નિભૂતિ
आभट्ठो य जिणेणं, जाइ-जरा-मरणविप्पमुक्केणं । नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१६०९ ॥
ગણધરવાદ
(आभाषितश्च जिनेन, जाति जरा मरणविप्रमुक्तेन । नाम्ना च गोत्रेण च सर्वज्ञेन सर्वदर्शिना ॥ )
22
ગાથાર્થ - - જન્મ-જરા અને મૃત્યુથી રહિત, સર્વજ્ઞ અને સર્વદર્શી એવા જિનેશ્વરપ્રભુ શ્રી મહાવીર પરમાત્માએ અગ્નિભૂતિને નામથી અને ગોત્રથી બોલાવ્યા. ૧૬૦૯।।
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ જન્મ-જરા અને મૃત્યુને જિતનારા બન્યા હોવાથી આવા પ્રકારની સર્વ સંસારી જીવોને લાગેલી ત્રણે પ્રકારની દુઃખદાયી એવી ઉપાધિમાંથી મુક્ત બનેલા છે. ત્રણે કાલના, ત્રણે લોકના, સર્વદ્રવ્યોના સર્વપર્યાયોને જોવાવાળા અને જાણવાવાળા બનેલા છે. તેવા શ્રી મહાવીરપ્રભુએ (આ અગ્નિભૂતિના જીવની કલ્યાણપ્રાપ્તિની ભવિતવ્યતા બરાબર પાકી ચૂકી છે એવું કેવલજ્ઞાન અને કેવલદર્શન વડે જોવા અને જાણવાના કારણે) અગ્નિભૂતિ એવા નામથી અને ગૌતમગોત્રવાળા એવા ગોત્રથી વાત્સલ્ય ભરેલી અમૃત જેવી મીઠી વાણીથી બોલાવ્યા. કે હે ગૌતમગોત્રીય અગ્નિભૂતિ ! તમે ભલે આવ્યા. આગળ આગળ ભગવાન કંઈ બોલે તે પહેલાં નામથી અને ગોત્રથી ભગવાને બોલાવ્યા ત્યારે જ તેના મનમાં આવા પ્રકારની ચિંતા થઈ કે શું આ શ્રમણ મારું નામ પણ (મેં કહ્યા વિના જ) જાણે છે ? તરત જ પોતે જ પોતાના મનને પ્રત્યુત્તર પણ આપે છે કે “હું તો સર્વ વિશ્વમાં પ્રખ્યાત છું. મને આ સંસારમાં કોણ ન જાણે ? મારું નામ માત્ર તે શ્રમણ બોલે તેથી મને કંઈ આશ્ચર્ય ન થાય. તેમના ઉપર અહોભાવ કંઈ ન ઉપજે. પરંતુ જો મારા હૃદયમાં રહેલી શંકા (હૃદયગત સંદેહ) જાણી જાય અને મારા પૂછ્યા વિના જ યથોચિત સુંદર ઉત્તર આપીને તે શંકા દૂર કરે તો હજુ મને કંઈક આશ્ચર્ય થાય. તેમના પ્રત્યે દ્વેષને બદલે સદ્ભાવવાળો ભાવ ઉપજે. આવા પ્રકારના વિચારો મનમાં ચાલી રહ્યા છે. કલ્યાણની પ્રાપ્તિ નિકટ કાલમાં જ થવાની છે. તેથી ભગવાનને જોતાં જ ક્રોધ, ઈર્ષ્યા અને અહંકાર ઢીલા પડતા જાય છે. કષાયો આપોઆપ ઓગળતા જાય છે. ભગવાન પણ વિના પૂછે સમજાવે છે. તેઓશ્રીની પૂછ્યા વિના નીકળતી સંદેહભંજક અમૃતવાણીથી હૃદય પલટાતું જાય છે. આ જ વાત ગ્રંથકારશ્રી હવે પછીની ગાથામાં કહે છે. ૧૬૦૯॥
૧. મૂલગાથામાં છેલ્લો ં શબ્દ વાક્યાલંકારમાં છે તથા સવ્વન્દૂ અને સવ્વરિસી શબ્દો લુપ્તતૃતીયાન્ત (એકવચન) હોય એમ લાગે છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧00
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
किं मन्ने अत्थि कम्मं, उयाहु न स्थित्ति संसयो तुझं । वेयपयाण य अत्थं, न याणसि तेसिमो अत्थो ॥१६१०॥ (किं मन्यसेऽस्ति कर्म, उताहो नास्तीति संशयस्तव । વેપાનાં વીર્થ, નાનાસિ તેષામયમર્થ. )
ગાથાર્થ - એ અગ્નિભૂતિ ! કર્મ છે કે કર્મ નથી ? આવો સંશય તને છે. પરંતુ વેદપદોનો અર્થ તું બરાબર જાણતો નથી. તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે. /૧૬ ૧all
વિવેચન - ભગવાન શ્રી મહાવીરપ્રભુ આ જીવ પ્રતિબોધ પામવાનો જ છે, કલ્યાણપ્રાપ્તિ બહુ જ નિકટ છે. આવું જાણતા હોવાથી કરૂણા ભરેલી વાણીથી અગ્નિભૂતિને બોલાવે છે કે હે ગૌતમગોત્રીય અગ્નિભૂતિ ! તમે તમારા મનમાં આવા વિચારો કરી રહ્યા છો કે મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય અને યોગ આ પાંચ કર્મબંધના હેતુઓથી યુક્ત એવા સંસારી જીવો વડે મન-વચન-કાયા દ્વારા જે કરાય તેને કર્મ કહેવાય છે. જે જ્ઞાનાવરણીયાદિ રૂપે મૂલભેદે આઠ પ્રકારનું અને ઉત્તરભેદે એકસો અઠ્ઠાવન ભેદવાળું શાસ્ત્રોમાં કહેલું છે તે કર્મ શું વાસ્તવિક છે કે નથી? સાચેસાચ કર્મ જેવું કોઈ તત્ત્વ છે કે આ બધી કર્મસંબંધી વાતો બોગસ છે, મિથ્યા છે ? આવો સંશય તમારા હૃદયમાં વર્તે છે પરંતુ તમારો આ સંશય ઉચિત નથી.
હે અગ્નિભૂતિ ! તમને જે આ સંશય થયો છે તે ખરેખર પરસ્પર વિરુદ્ધ એવાં બન્ને બાજુનાં વેદનાં પદો જોવાથી અને સાંભળવાથી થયો છે. કેટલાંક વેદપદો કર્મના અસ્તિત્વને સૂચવનારાં છે અને કેટલાંક વેદપદો કર્મના નાસ્તિત્વને સૂચવનારાં છે. તે બન્ને બાજુનાં પદો તમારા જોવામાં આવ્યાં છે. તેથી પરસ્પર વિરુદ્ધ વેદપદોના જાણવાથી તમને આ સંદેહ થયો છે. ખરેખર તો આ વેદપદોના વાસ્તવિક-સાચા અર્થને તમે જાણતા જ નથી. તેથી જ સંશય કરો છો. તે વેદપદનો સાચો અર્થ (યથાર્થ અર્થ) આ પ્રમાણે છે. તે હું તમને હવે કહું છું. સાવધાન થઈને બરાબર સાંભળો. ll૧૬૧oll
कम्मे तुह संदेहो, मन्नसि तं नाणगोयराईयं । तुह तमणुमाणसाहणमणुभूइमयं फलं जस्स ॥१६११॥ (कर्मणि तव सन्देहो, मन्यसे तज् ज्ञानगोचरातीतम् । तव तदनुमानसाधनमनुभूतिमयं फलं यस्य ॥)
Page #126
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૧૦૧
બીજા ગણધર - અગ્નિભૂતિ ગાથાર્થ - હે અગ્નિભૂતિ ! તમને કર્મને વિષે સંદેહ છે. તે કર્મ પ્રત્યક્ષાદિ પ્રમાણજ્ઞાનોનો અવિષય છે. પરંતુ તમે સંદેહ ન કરો. તમને પણ તે કર્મ અનુમાનસાધનવાળું છે. જે કર્મ સુખ-દુઃખના અનુભવરૂપ ફળવાળું છે. ll૧૬૧૧/l
વિવેચન - અગ્નિભૂતિએ પરમાત્માને કંઈ પૂછવું જ નથી, મનમાં અનેક વિચારોમાં તે પ્રવર્તે છે. તે અગ્નિભૂતિ કંઈ બોલે તે પહેલાં જ ત્યાં પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ કહે છે કે હે આયુષ્યમાન્ અગ્નિભૂતિ ! જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મરૂપે પરિણામ પામનારા એવા મૂળભૂત કાર્મણવર્ગણાના પરમાણુઓનો જે સમૂહ છે તે આ આત્મા વડે મિથ્યાત્વાદિ હેતુઓ દ્વારા ગ્રહણ કરાયો છતો ભાવિમાં દુઃખ-સુખાદિ ફળ આપવા સ્વરૂપે કર્મરૂપે પરિણામ પામે છે તે કર્મને વિષે “આવું કર્મ છે કે નથી” આમ તમને સંદેહ છે. આવો સંદેહ થવાનું મુખ્ય કારણ એ છે કે તે કર્મ પ્રત્યક્ષ અને અનુમાનથી જાણી શકાતું નથી. ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ દેખાતું નથી. કર્મને સિદ્ધ કરે એવું નિર્દોષ અનુમાન તમારી દૃષ્ટિએ કોઈ સંભવતું નથી, તેથી અનુમાનગોચર પણ નથી. વળી કોઈ સર્વજ્ઞ નથી કે જેને આપ્તપુરુષ માની તેનું વચન સ્વીકારી શકાય. હાલ જે આગમશાસ્ત્રો, વેદ-પુરાણ આદિ મળે છે તેમાં કોઈકમાં કર્મ છે એમ કહે છે અને કોઈકમાં કર્મ નથી એમ કહે છે. આમ પરસ્પર વિરુદ્ધ વચનો હોવાથી કર્મ આગમપ્રમાણથી પણ ગમ્ય નથી. આથી પ્રત્યક્ષાદિ સર્વ પ્રમાણભૂત જે જ્ઞાન છે તે જ્ઞાનના વિષયમાં કર્મ જણાતું નથી. માટે તમે કર્મનો સંદેહ કરો છો.
(૧) કર્મ પ્રત્યક્ષપ્રમાણથી ગોચર નથી. કારણ કે પ્રત્યક્ષપ્રમાણ પાંચ બાધેન્દ્રિયો અને એક મન એમ છ ઈન્દ્રિયોથી થતું જે સાક્ષાત્ જ્ઞાન થાય છે તે જ છે અને તેવા પ્રત્યક્ષથી કર્મ જણાતું નથી. માટે ખરશૃંગની જેમ ઈન્દ્રિયગ્રાહ્ય ન હોવાથી નથી. જેમ ગધેડાનાં શીંગડાં કોઈ ઈન્દ્રિયોથી જણાતાં નથી માટે નથી જ. તેમ કર્મ પણ ઈન્દ્રિયોથી દેખાતું જણાતું નથી માટે નથી.
(૨) કર્મ અનુમાનપ્રમાણથી પણ ગ્રાહ્ય નથી કારણ કે જે સાધ્ય અને સાધન તથા તે બન્નેની વ્યાપ્તિ (સહચારત્વ) પૂર્વકાલમાં નજરોનજર પ્રત્યક્ષ કર્યું હોય તો જ હેતુ દેખવાથી સાધ્યનું અનુમાન થઈ શકે છે. અહીં પૂર્વકાલમાં કર્મ કે કર્મને સિદ્ધ કરે તેવો હેતુ સાક્ષાત્ નજરોનજર ક્યારેય જોયો જ નથી કે જેથી અનુમાન દ્વારા કર્મની સિદ્ધિ થાય. જો તે બન્ને પૂર્વકાલમાં ક્યારેય એકવાર પણ સાક્ષાત્ જોયેલાં હોય તો તો પ્રત્યક્ષગ્રાહ્ય જ થઈ ગયાં, અનુમાન કરવાનું રહેતું જ નથી. આવી વ્યાપ્તિ ક્યારેય જોઈ નથી તેથી અનુમાન થતું નથી. માટે કર્મતત્ત્વ અનુમાનગ્રાહ્ય પણ નથી.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૨
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
(૩) કર્મ એ આગમગ્રાહ્ય પણ નથી. કારણ કે આગમ એટલે આપ્તવાણી, સર્વજ્ઞની વાણી. પરંતુ આ સંસારમાં કોઈ સર્વજ્ઞ છે જ નહીં કે જેનું વચન આપ્તવચન છે એમ સમજીને પ્રમાણ માની શકાય. વળી જે જે શાસ્ત્રો છે તે પરસ્પર વિરુદ્ધ છે. કોનું આગમ માનવું અને કોનું આગમ ન માનવું ? ચાર્વાકદર્શન કહે છે - પુણ્ય-પાપ જેવું કર્મ છે જ નહીં. આ ભવ એ જ સંસાર છે. કર્મ ન હોવાથી ભવાન્તર છે જ નહીં. નૈયાયિક વૈશેષિક કહે છે કે ધર્મ-અધર્મ એ જ કર્મ છે. તેને જ પુણ્ય-પાપ કહેવાય છે અને તે આત્માના ગુણ સ્વરૂપ છે. કાશ્મણ વર્ગણાના પુગલસ્વરૂપ નથી, સાંખ્યદર્શન કહે છે કે પુરુષ અને પ્રકૃતિ બે જ તત્ત્વ છે. પુરુષ તો શુદ્ધ-બુદ્ધ-અકર્તા હોવાથી કર્મ છે જ નહીં. જૈનદર્શન કહે છે કે કાશ્મણવર્ગણાનાં પુદ્ગલો છે જે જીવ વડે ગ્રહણ કરાયાં છતાં કર્મ બને છે અને જીવની સાથે ચોંટી જાય છે. જીવ તે કર્મોથી બંધાઈ જાય છે. આ પ્રમાણે આગમોની વાણી ભિન્ન ભિન્ન હોવાથી તેમાંથી પણ કંઈ સત્ય મળતું નથી.
આ રીતે ઈન્દ્રભૂતિના પ્રસંગે જીવ જેમ કોઈ પ્રમાણથી ગ્રાહ્ય નથી માટે જીવ નથી. તેનો પૂર્વપક્ષ કહ્યો હતો તે જ રીતે આ અગ્નિભૂતિના પ્રસંગે કર્મ પણ કોઈપણ પ્રમાણથી ગ્રાહ્ય નથી. માટે કર્મ નથી. આમ અગ્નિભૂતિના મનમાં શંકા છે તે પૂર્વપક્ષ સમજી લેવો. બન્નેનો પ્રત્યક્ષાદિ-પ્રમાણજ્ઞાન-ગોચરાતતત્વ હેતુ સમાન જ છે. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ પૂર્વપક્ષ સમજાવ્યા પછી હવે કહે છે કે -
હે અગ્નિભૂતિ ! તમે આ પ્રમાણે સંદેહ ન કરો. કારણ કે આ કર્મતત્ત્વ પ્રત્યક્ષાદિ સર્વપ્રમાણોથી સિદ્ધ થાય છે, તે આ પ્રમાણે છે. પ્રત્યક્ષપ્રમાણ બે જાતનું છે એક ઈન્દ્રિયપ્રત્યક્ષ કે જેને સાંવ્યવહારિકપ્રત્યક્ષ કહેવાય છે અને બીજું આત્મપ્રત્યક્ષ કે જેને પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે ત્યાં આ કર્મતત્ત્વ અતિશય સૂક્ષ્મ પુદ્ગલ સ્કંધો હોવાથી ઈન્દ્રિયપ્રત્યક્ષનો વિષય નથી પરંતુ રૂપી દ્રવ્ય હોવાથી અવધિજ્ઞાન અને કેવલજ્ઞાનથી જોઈ શકાય છે. તેથી આત્મપ્રત્યક્ષ છે. મને કેવલજ્ઞાન થયેલ છે માટે હું તે કર્મતત્ત્વને આત્મપ્રત્યક્ષથી દેખું છું. તમને કેવલજ્ઞાન નથી એટલે પ્રત્યક્ષ દેખાતું નથી. છતાં તમને પણ અનુમાનપ્રમાણથી કર્મ સમજાય તેવું છે. મને પ્રત્યક્ષથી અને તમને અનુમાનથી કર્મ સિદ્ધ થાય છે. તેથી આ કર્મ સર્વપ્રમાણોથી અગોચર છે એમ તમે જે માનો છો તે મિથ્યા છે.
કર્મતત્ત્વની સિદ્ધિ માટેનું અનુમાન આ પ્રમાણે છે - આ સંસારમાં જે સુખ અને દુ:ખનો અનુભવ થાય છે. તેમાં કોઈક અદેશ્ય કારણ જરૂર છે. કારણ કે સુખ અને દુ:ખ એ કાર્ય હોવાથી. જેમકે અંકુરાનું કારણ બીજ છે તેમ. જો અંકુરા ઉગેલા દેખાય છે તો ભલે આપણે બીજ જોયું ન હોય, કોણે વાવ્યું? ક્યારે વાવ્યું? વગેરે કંઈ જ્ઞાન ન હોય
Page #128
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૦૩ તો પણ ભૂમિમાં બીજ વાવેલું છે એમ માનવું જ પડે છે. કારણ કે જો બીજ વવાયું જ ન હોત તો તેના કાર્યસ્વરૂપે પ્રગટ થયેલા અંકુરા હાલ જે પ્રત્યક્ષ દેખાય છે તે ન હોત. પરંતુ અંકુરા દેખાય છે તો અવશ્ય બીજ કોઈએ વાવેલું છે જ. તેમ સંસારી જીવોમાં કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ અતિશય સુખી અને કોઈ અતિશય દુઃખી પ્રત્યક્ષ દેખાય છે. તેથી પ્રગટ થયેલા સુખ-દુઃખના અનુભવ સ્વરૂપ કાર્યનું કોઈક કારણ અવશ્ય હોવું જોઈએ, જે કારણ છે તે જ કર્મ છે. આમ તમારા જેવા છઘસ્થ જીવો માટે અનુમાન પ્રમાણનો વિષય આ કર્મતત્ત્વ છે અને સર્વજ્ઞ આત્માઓને માટે આ કર્મતત્ત્વ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય છે હું સર્વજ્ઞ છું તેથી મને પ્રત્યક્ષ છે.
પ્રશ્ન - અગ્નિભૂતિ ભગવાનને પ્રશ્ન કરે છે કે જો કર્મ તમને પ્રત્યક્ષ દેખાય છે અને જો સાચેસાચ તે કર્મ છે જ. તો મને કેમ પ્રત્યક્ષ દેખાતું નથી ? જો કર્મ જેવી કોઈ વસ્તુ હોય અને તમને દેખાતી હોય તો મને પણ દેખાવી જોઈએ. જેમ સામે પડેલ ઘટ-પટ તમને દેખાય છે તો મને પણ દેખાય જ છે.
ઉત્તર - તમારો આ પ્રશ્ન ઉચિત નથી. જે પદાર્થ એકને પ્રત્યક્ષ દેખાય તે પદાર્થ બીજાને પણ પ્રત્યક્ષ દેખાય જ એવો નિયમ નથી. જંગલ અને સરોવરમાં જ રહેનાર સિંહ સરભ અને હંસ જેવા પ્રાણીઓ ત્યાં વસવાટ કરનારાને જ પ્રત્યક્ષ હોય છે. સર્વને પ્રત્યક્ષ હોતા નથી. નાના નાના બાલજીવોમાં પણ આ વાત જાણીતી છે. નાયગરાનો ધોધ કેનેડા અને અમેરિકા નહી ગયેલાને પ્રત્યક્ષ નથી. આગ્રાનો તાજમહેલ આગ્રા નહીં ગયેલાને પ્રત્યક્ષ નથી. રાણકપુર અને આબુનાં જૈન મંદિરો ત્યાં નહી ગયેલાને પ્રત્યક્ષ નથી. છતાં તે તે પદાર્થો જગતમાં નથી એમ નહીં પરંતુ અવશ્ય છે જ. તેની જેમ આ કર્મતત્ત્વ પણ અવશ્ય છે જ, મને પ્રત્યક્ષ દેખાય છે. જેમાં તમારા સંશયને મેં જાણ્યો તેમ કર્મ પણ મને સાક્ષાત્ દેખાય છે.
એવો પ્રશ્ન પણ ન કરવો કે “તમે સર્વજ્ઞ જ છો” આવો વિશ્વાસ મને કેમ થાય? તમારી સર્વજ્ઞતા મને માન્ય નથી આમ ન કહેવું. કારણ “દ સંધ્યાત્તિ ને સત્રસંશયછે” (૧૫૭૯) ઈત્યાદિ ગાથાઓમાં ઈન્દ્રભૂતિના પ્રસંગે પૂર્વે જ સમજાવાઈ ગયું છે. તથા એકલા એકલા છુટા છુટા જગતમાં પડેલા પરમાણુઓ ઈન્દ્રિયગોચર થતા નથી. પણ તે સર્વેનો સમૂહ મળીને ઘટ-પટાત્મક જે કાર્ય થાય છે તે ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ થાય છે. તેથી પરમાણુઓ જેમ કાર્યના પ્રત્યક્ષથી પ્રત્યક્ષ કહેવાય છે તેમ કર્મનું કાર્ય જે સુખ-દુઃખનો અનુભવ થવો તે છે, તે કાર્ય પ્રત્યક્ષ જણાય છે. માટે કાર્ય દ્વારા તેના કારણભૂત કર્મ તમને પણ કથંચિત્ પ્રત્યક્ષ છે. તે વધારે સ્પષ્ટ આગળ આવતી ગાથામાં સમજાવે છે. ૧૬૧૧.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૪
બીજા ગણધર - અગ્નિભૂતિ
अत्थि सुहदुक्खहेऊ कज्जाओ बीयमंकुरस्सेव । सो दिट्ठो चेव मई, वभिचाराओ न तं जुत्तं ॥१६१२॥
(अस्ति सुखदुःखहेतुः कार्यात् बीजमङ्कुरस्येव ।
स दृष्टश्चैव मतिर्व्यभिचाराद् न तद् युक्तम् ॥)
ગણધરવાદ
ગાથાર્થ - જેમ અંકુરાનું કારણ બીજ છે. તેમ સુખ અને દુઃખ એ કાર્ય હોવાથી તેનું કારણ કર્મ છે. કદાચ તમારી એવી મતિ થાય સુખ-દુઃખનો તે હેતુ દૃષ્ટ-પ્રત્યક્ષ દેખાતી વસ્તુને જ માની લઈએ તો શું દોષ ? તો ત્યાં વ્યભિચાર દોષ હોવાથી તે બરાબર નથી. ૧૬૧૨॥
વિવેચન - આનંદ-પ્રમોદ થવો એ સુખનો અનુભવ અને શોક-પીડા વગેરે થવાં તે દુઃખનો અનુભવ છે. સંસારી જીવોમાં આવા પ્રકારનાં સુખ-દુઃખોનો અનુભવ થતો જ હોય છે. આ વાત આ-બાલ-ગોપાલમાં જાણીતી છે. પ્રત્યેક પ્રાણીમાં અનુભવ સિદ્ધ-પ્રસિદ્ધ એવા આ સુખ અને દુઃખનું કોઈક ને કોઈક કારણ હોવું જોઈએ. કેમકે સુખ અને દુઃખ એ એક પ્રકારનું કાર્ય છે. જે જે કાર્ય હોય છે તેનું અવશ્ય કોઈને કોઈ કારણ હોય જ છે. જેમકે અંકુરા જે ઉગે છે તેનું કારણ બીજ છે. એવી રીતે સુખ અને દુઃખનું જે કારણ છે તે જ પુણ્ય-પાપના નામે કર્મ છે. તેથી ‘‘તદ્ અસ્તિ’’ તે કર્મ છે જ.
પ્રશ્ન - કદાચ તમને મનમાં આવો પ્રશ્ન થાય કે સુખનું કારણ ફુલની માળા, ચંદન, સ્ત્રી આદિ પ્રત્યક્ષ નજરે દેખાતી ભોગ્ય વસ્તુઓ જ છે અને દુઃખનું કારણ સર્પ-વિષ તથા કાંટા વગેરે દૃશ્યમાન એવી સામગ્રી જ છે. આમ પ્રત્યક્ષ દેખાતી સામગ્રીને જ સુખ અને દુઃખનું કારણ માની લઈએ તો શું દોષ ? શા માટે અદૃષ્ટ એવા કર્મને સુખ-દુઃખનું કારણ માનવું ? જ્યાં સુધી પ્રત્યક્ષ દૃષ્ટ એવું કારણ સંભવતું હોય ત્યાં સુધી અદૃષ્ટ કારણની કલ્પના કરવાની જરૂર શું ? દૃષ્ટકારણને છોડીને અર્દષ્ટકારણની કલ્પના કરવી તે ઉચિત નથી. આમ કરવાથી સર્વત્ર આમ જ માનવું પડે તેથી અતિપ્રસંગ દોષ આવે. માટે સુખદુઃખનું કારણ કર્મ નથી પણ બાહ્ય સામગ્રી માત્ર જ કારણ છે. આવો પ્રશ્ન હે અગ્નિભૂતિ ! તમને થાય તો તે યુક્ત નથી.
ઉત્તર
ઉપરોક્ત પ્રશ્નના ઉત્તરમાં જાણવું કે દૃષ્ટને કારણ માનવામાં વ્યભિચાર દોષ આવે છે. માટે દૃષ્ટને કારણ માનવું ઉચિત નથી. આ વ્યભિચારદોષ કેવી રીતે આવે છે તે વાત આગલી ગાથામાં જ સમજાવે છે. ૧૬૧૨॥
-
Page #130
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૧૦૫
બીજા ગણધર - અગ્નિભૂતિ जो तुल्लसाहणाणं फले, विसेसो न सो विणा हेउं । कज्जत्तणओ गोयम ! घडोव्व हेऊ य सो कम्मं ॥१६१३॥ ( यस्तुल्यसाधनयोः फले विशेषो न स विना हेतुम् ।
कार्यत्वतो गौतम ! घट इव हेतुश्च स कर्म ॥)
ગાથાર્થ - તુલ્ય સાધનવાળામાં પણ ફલમાં જે વિશેષતા (ભેદ) હોય છે તે ઘટની જેમ કાર્ય હોવાથી કારણ વિના સંભવે નહીં. તેથી હે ગૌતમ ! તેનું જ કારણ છે તે જ કર્મ છે. ll૧૬ ૧૩/l
વિવેચન - બે મનુષ્યો હોય, અથવા ઘણા મનુષ્યો હોય, તેઓને બાહ્ય ભોગસુખનાં સાધનો પુષ્પમાળા - ચંદન અને સ્ત્રી આદિ તુલ્ય હોય, છતાં તે ભોગનાં સાધનો એકને આનંદ-પ્રમોદનો હેતુ બનતાં હોય અને બીજાને તે બંધન લાગવાથી અથવા પ્રતિકૂલ સ્વભાવ હોવાથી શોક અને પીડાનાં જ હેતુ બનતાં હોય એવું પણ બને છે. તેથી જ્યાં અનુકુળ સુખનાં સાધનો હોય ત્યાં સુખ જ હોય એવો નિયમ નથી. માટે ત્યાં કોઈક અષ્ટકારણ હોવું જોઈએ.
એવી જ રીતે અહિ (સર્પ), વિષ અને કંટકાદિ દુઃખનાં સાધનો બે માણસોને અથવા બહુ મનુષ્યોને તુલ્ય હોય છતાં તે દુઃખસામગ્રીમાં પણ દુઃખનો અનુભવ થવા સ્વરૂપ ફલમાં જે વિશેષતા એટલે કે તરતમતા દેખાય છે. તેની પાછળ અદૃષ્ટ એવું કોઈક કારણ હોવું જોઈએ. અદેખકારણ વિના દેખફલમાં ભેદ ઘટી શકે નહીં. કારણ કે આ સુખદુઃખનો અનુભવ એ પણ ઘટ-પટની જેમ એક પ્રકારનું કાર્ય છે. કાર્યમાં આવેલી ભિન્નતા કારણના ભેદ વિના સંભવે નહીં. તેથી તુલ્ય સાધનવાળામાં પણ ફળમાં જે વિશેષતા છે તે અદૃષ્ટ કારણને લીધે જ છે અને જે આ અદૃષ્ટ કારણ છે તે જ હે અગ્નિભૂતિ ! કર્મ છે.
- એક સરખા દર્દવાળા દર્દી એક જ ડૉક્ટર પાસે જાય અને દર્દ સમાન હોવાથી સમાન દવા લે, આ રીતે બાહ્ય ઔષધ સમાન લેવા છતાં એકનું દર્દ મટી જાય છે અને બીજાનું દર્દ મટતું નથી. તે મરણને શરણ થાય છે. આ ભેદમાં અદૃષ્ટ (કર્મ) જ કારણ છે. એક સરખા વિષયનો વેપાર કરતા બે વેપારીમાં એક વેપારી કમાય છે અને બીજો વેપારી નુકશાન કરે છે. આવા ફલભેદમાં અષ્ટ (કર્મ) જ કારણ છે. એક જ મુહૂર્ત લગ્ન કરનાર બે દંપતીમાં એક દંપતીનો સંસાર સાંસારિક સુખપૂર્વક ચાલે છે અને બીજાનો સંસાર દુઃખમય પણ બને છે. આ ફલભેદ અદેખ (એવા કર્મ) ને જ આભારી છે. એક જ ગાડીમાં બેઠેલાનો એક્સીડન્ટ થાય, છતાં એક-બે બચે છે, એક-બે ને વધારે વાગે છે
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૬
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
અને એક-બે નું મૃત્યુ થાય છે. સુખના સાધનોવાળાને સુખ જ
આ ફળભેદ કર્મ વિના સંભવે નહીં. તેથી હે ગૌતમ ! હોય અને દુઃખના સાધનોવાળાને દુઃખ જ હોય એવો નિયમ નથી. તેથી તે તફાવતની પાછળ અવશ્ય કર્મ કારણ છે. તેથી કર્મતત્ત્વ છે એમ
તમે સ્વીકારો. ૧૬૧૩)
કર્મતત્ત્વની સિદ્ધિ માટે ભગવાન શ્રી મહાવીરપ્રભુ બીજું અનુમાન પણ સમજાવે છે
बालसरीरं देहंतरपुव्वं, इंदियाइमत्ताओ ।
जह बालदेहपुव्वो, जुवदेहो पुव्वमिह कम्मं ॥१६१४॥
( बालशरीरं देहान्तरपूर्वकमिन्द्रियादिमत्त्वात् ।
यथा बालदेहपूर्वो युवदेहः, पूर्वमिह कर्म ॥ )
ગાથાર્થ - બાલ્યાવસ્થાનું બનેલું શરીર ઈન્દ્રિયાદિવાળું હોવાથી પૂર્વભવથી લાવેલા દેહાન્તર (કાર્પણશરીર) પૂર્વક જ બનેલું છે. જેમ યુવાવસ્થાનો દેહ બાલ્યાવસ્થાના દેહપૂર્વક બન્યો છે તેમ, અહીં જે પૂર્વભવથી આવેલ કારણરૂપ શરીર છે તે જ કર્મ છે. ૧૬૧૪
વિવેચન - જેમ યુવાવસ્થાનો દેહ બાલ્યાવસ્થાના દેહમાંથી બને છે તેમ બાલ્યાવસ્થાનો દેહ જે દેહમાંથી બને છે, તે દેહ આ જીવ પૂર્વભવથી આ ભવમાં જ્યારે આવે છે ત્યારે સાથે જ લાવે છે અને તે દેહના કારણે જ આ ભવમાં ભોગને યોગ્ય ઔદારિક અથવા વૈક્રિયશરીર આ જીવ બનાવે છે તે પૂર્વભવથી લાવેલું જે શરીર છે તે જ કર્મ છે. કાર્પણ શરીર છે આ અનુમાનને બોલવાનો પ્રયોગ આ પ્રમાણે છે
આદ્ય વાતશરીર (પક્ષ), શરીયાન્તરપૂર્વમ્ (સાધ્ય), રૂન્દ્રિયાતિમત્ત્વાત્ (હેતુ), યો ય રૂન્દ્રિયમાન્, મેં મેં શરીયાન્તરપૂર્વ ટ્વ (અન્વયવ્યાપ્તિ), યથા યુવદ્દેદ્દો વાતવે પૂર્વઃ, (અન્વય ઉદાહરણ) તથા ચાયું (ઉપનય), તસ્માત્તા (નિગમન),
ઉત્પત્તિ વખતે ગર્ભાવસ્થામાં બાળકનું જે ભોગયોગ્ય શરીર બને છે તે આ જીવ બીજા શરીરપૂર્વક (કાર્પણ શરીરપૂર્વક) બનાવે છે અને તો જ બને છે. ઈન્દ્રિયાદિવાળું હોવાથી, જે જે શરીર ઈન્દ્રિય આદિ અનેક અવયવવાળું હોય છે. તે તે શરીર અવશ્ય બીજા શરીરપૂર્વક જ બને છે. જેમ યુવાવસ્થાનું શરીર પાંચ ઈન્દ્રિય આદિ-અનેક અવયવવાળું હોય છે. તેથી બાલ્યાવસ્થાના શરીરપૂર્વક જ બને છે. તેમ આ બાલ્યાવસ્થાનું શરીર પણ ઈન્દ્રિયાદિ ભાવવાળું છે. માટે અવશ્ય અન્ય શરીરપૂર્વક તેની રચના થાય છે. હેતુરૂપે જે અન્ય શરીર છે. તે કાર્પણ શરીર છે અર્થાત્ કર્મ છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૧૦૭
બીજા ગણધર - અગ્નિભૂતિ પ્રશ્ન - બાલ્યાવસ્થાનું ગર્ભકાલે જે શરીર બને છે તે શરીર ભવાન્તરના (ગયા ભવના) ભાગ્યશરીરથી જ બને છે. આમ માનીએ અને કાશ્મણ શરીર ન માનીએ તો શું દોષ ?
ઉત્તર - ભવાન્તરનું (ગયા ભવનું) ભોગ્ય શરીર તો જીવ ત્યાં જ મુકીને નીકળે છે. તે શરીર એક ભવથી બીજા ભવમાં જતી વખતે લઈ જવાતું જ નથી, તેથી તે શરીરપૂર્વક નવા શરીરની રચના થવી અસંભવિત જ છે. જીવ નીકળી ગયા પછી પાછળ એકલા રહેલા તે શરીરનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે તે સર્વે લોકો પણ જાણે છે.
પ્રશ્ન - ગર્ભકાલે બાલ્યાવસ્થાના શરીરની જે રચના થાય છે તે પૂર્વે આ જીવ અશરીરી છે એમ માનીએ તો શું દોષ ? કારણ કે ગયા ભવનું શરીર ત્યાં ત્યજીને જ જીવ નીકળે છે. આ ભવનું શરીર હવે બનાવવાનું છે. તેથી ગયા ભવથી છુટેલો જીવ શરીરરહિત છે અને અહીં અશરીરી એવો તે આ ભવમાં આવે છે અને અહીં આવીને અશરીરી એવો તે જીવ આ ભવના ભોગને યોગ્ય નવા શરીરની રચના કરે છે. પણ કર્મનું બનેલું કાર્પણ શરીર નથી આમ માનીએ તો શું દોષ ?
ઉત્તર - શરીરરહિત એકવાર પણ આત્મા જો બને તો તે નિયમો મોક્ષે જ જાય. શરીર એ જ સંસારનું મુખ્ય બંધન છે. તે છુટે છતે ફરીથી સંસારમાં જન્મ જ કેમ થાય ? વળી અશરીરી થયેલો જીવ પૂર્વભવમાંથી છુટ્યા પછી સર્વથા જો કર્મ વિનાનો જ બનતો હોય તો અમુક નિયત ગર્ભમાં જ, નિયત સ્થાનમાં જ કે નિયત દેશમાં જ પ્રાપ્તિ કરવા પૂર્વકનું નવું શરીર ધારણ કરે છે તે કેમ બને ? અમુક નિયત ગર્ભાદિના કારણભૂત કાર્મણશરીર માન્યા વિના નિયત સ્થાનાદિમાં કાર્યભૂત નવા શરીરની વિશિષ્ટ રચના કેમ સંભવે છે? પશુના, પક્ષીના, મનુષ્યના, દેવના કે નારકીના એમ અમુક જ ભવમાં જવાનું, આવું જ શરીર બનાવવાનું, આ સર્વ ભાવોનું નિયામક કારણ જો કોઈ નહી માનીએ તો કોઈ કારણ છે જ નહીં, પછી નિયત ભવમાં જવાની નિયામકતા પણ કેમ ઘટશે ?
પ્રશ્ન - “સ્વભાવ” ને કારણે માનીએ તો ચાલે ને? જીવ જેવો પૂર્વભવમાંથી છુટે છે તેવો જીવનો તેવો સ્વભાવ જ છે કે તે અમુક નિયત ગર્ભમાં, નિયત દેશમાં અને નિયત સ્થાનમાં જ જાય અને ત્યાં પોતાના સ્વભાવના કારણે જ શરીરરચના કરે ?
ઉત્તર - તમારી આ યુક્તિ પણ બરાબર નથી. જીવનો મૂલ સ્વભાવ તો અરૂપી છે, અશરીરી છે. શુદ્ધ જીવ તો આવા સ્વભાવવાળો છે. આવા સ્વભાવવાળો આ જીવ કર્મ નામના કારણ વિના મહાબંધનભૂત એવી શરીરરચના કરવાના સ્વભાવવાળો કેમ
Page #133
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૧૦૮
બીજા ગણધર - અગ્નિભૂતિ બને ? અને શરીરરચના કરવી એ જીવનો પોતાનો સ્વભાવ છે. આમ જો માનીએ તો મોક્ષમાં ગયેલા સર્વે પણ જીવો શરીરરચના કરવા લાગશે અને તે બધા પુનઃ સંસારી બનશે. માટે જીવ સ્વભાવને શરીરનું કારણ માનવું તે સર્વથા યુક્તિરહિત છે. સ્વભાવ એ દેહાદિનો કર્તા નથી. આ વાત ૧૬૪૩ મી ગાથામાં વધારે સમજાવાશે.
અહીં બાલ્યાવસ્થાનું શરીર ગયા ભવથી લઈને આવેલા કાર્મણ (કર્મ) નામના શરીરાત્તરપૂર્વક થાય છે. તે બાબતમાં નિયમિક્વાન્ હેતુ મૂલગાથામાં કહ્યો છે. ત્યાં
દ્રિ શબ્દથી સુખિત્વ, દુઃખિત્વ, પ્રાણાપાનવત્ત્વ, નિમેષોન્મેષવત્ત્વ અને જીવનવન્ત વગેરે હેતુઓ પણ સમજવા. જે જે શરીર સુખકારીકૃતિવાળું છે. તે તે અવશ્ય પુણ્યકર્મપૂર્વકનું જ હોય છે. જે જે શરીર દુઃખાકૃતિવાળું હોય છે તે તે અવશ્ય પાપકર્મપૂર્વકનું જ હોય છે. આમ ઉપરોક્ત સર્વે પણ હેતુઓ આ ભોગ્યશરીરને કાર્મણશરીરપૂર્વકનું છે. આમ સિદ્ધ કરે છે.
આ રીતે ગર્ભકાલે બાલ્યાવસ્થાનું નવું બનતું જે ભોગ્ય શરીર છે. તેની રચના કરતાં પૂર્વે જીવની સાથે ગયા ભવથી સાથે આવેલું જે સૂક્ષ્મશરીર છે. તથા તે શરીર સૂક્ષ્મ અને નિરુપભોગ્ય હોવાના કારણે જ ભવધારણીય શરીર બનાવવું પડે છે તે પૂર્વભવવર્તી જે સૂક્ષ્મશરીર છે તે જ કાર્મણશરીર છે અર્થાત્ કર્મ છે.
સૂત્રકૃતાંગ (સૂયગડાંગ) સૂત્રમાં કહ્યું છે કે “નોઈUT મૂUાં માહારે ૩ આંતર નીવો" એક ભવથી ભોગ્યશરીરને છોડીને બીજા ભવમાં ગયેલો જીવ ભોગયોગ્ય નવું શરીર બનાવવા માટે તુરત જ “કાર્પણ કાયયોગ વડે” ત્યાં રહેલા ઔદારિક અથવા વૈક્રિયવર્ગણાનાં પુગલોનો આહાર કરે છે. તે પુદ્ગલોમાંથી શરીરરચના થાય છે. આ રીતે આગમ પ્રમાણથી પણ કાર્મણશરીર છે એમ સિદ્ધ થાય છે. ll૧૬ ૧૪ો.
“કર્મતત્ત્વની સિદ્ધિ માટે” ત્રીજું અનુમાન પણ સમજાવે છે - किरियाफलभावाओ, दाणाईणं फलं किसीएव्व । तं चिय दाणाइफलं, मणप्पसायाई जइ बुद्धी ॥१६१५॥ किरियासामण्णाओ, जं फलमस्सावि तं मयं कम्मं । तस्स परिणामरूवं, सुहदुक्खफलं जओ भुजो ॥१६१६॥ (क्रियाफलभावाद्, दानादीनां फलं कृषेरिव । તવેવ રાનાવિનં, મન:પ્રતિદ્ધિ યદ્ર વૃદ્ધિ )
Page #134
--------------------------------------------------------------------------
________________
બીજા ગણધર - અગ્નિભૂતિ
क्रियासामान्याद् यत्फलमस्यापि तद् मतं कर्म ।
तस्य परिणामरूपं सुखदुःखफलं यतो भूयः ॥ )
ગણધરવાદ
૧૦૯
ગાથાર્થ દાનાદિ ક્રિયાઓમાં ક્રિયા-ફલભાવ હોવાથી ખેતીની ક્રિયાની જેમ અવશ્ય તે દાનાદિ ક્રિયાઓનું કંઈક ફલ છે. અહીં કદાચ શિષ્યની આવી બુદ્ધિ થાય કે મનની પ્રસન્નતા આદિ ર્દષ્ટફળ એ જ દાનાદિ ક્રિયાનું ફલ હો. તો મનની પ્રસન્નતા એ પણ ક્રિયાસામાન્ય હોવાથી તેનું પણ જે ફળ છે તે કર્મ કહેલું છે અને આ કર્મના વિપાકોદયના પરિણામસ્વરૂપ સુખદુઃખાત્મક જે ફળ છે તે આ જીવ ફરી ફરી અનુભવે છે. ૧૬૧૫-૧૬૧૬/
વિવેચન આ ગાથામાં કર્મતત્ત્વની સિદ્ધિ માટે ત્રીજું અનુમાન પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ સમજાવે છે. વાનાવીનાં પત્નમત્યેવ (પ્રતિજ્ઞા), યિાપનમાવાત્ (હેતુ), કૃષિયિાવ (ઉદાહરણ) સચેતન એવા જીવ વડે જે જે બુદ્ધિપૂર્વક ક્રિયા કરાય છે તે તે ક્રિયા અવશ્ય ફળવાળી જ હોય છે. (એટલે કે ફળના સંભવવાળી જ હોય છે) જેમ કે ખેડુત વડે કરાતી ખેતીની ક્રિયા. આ સંસારમાં સચેતન એવા ખેડુત વડે બુદ્ધિપૂર્વક ખેતીની ક્રિયા કરાય છે. માટે અવશ્ય ખેતી ક્રિયા ધાન્યનિષ્પત્તિના ફળના સંભવવાળી છે. તેની જેમ દાનાદિ (દાન અને હિંસાદિ) ક્રિયા સચેતન એવા જીવ વડે બુદ્ધિપૂર્વક સમજી-વિચારીને કરાય છે. તે માટે અવશ્ય તે દાનાદિની અને હિંસાદિની ક્રિયા પુણ્યપાપના બંધસ્વરૂપ ફળના સંભવવાળી છે. તેથી દાનાદિ અને હિંસાદિ ક્રિયાનું જે ફળ છે તે જ પુણ્ય-પાપરૂપ કર્મ છે એમ જાણવું.
જે જે નિષ્ફળ ક્રિયા હોય છે તે તે સચેતન જીવ વડે બુદ્ધિપૂર્વક આરંભાયેલી ક્રિયા હોતી નથી. જેમ પરમાણુ-વંચણુકાદિ પુદ્ગલદ્રવ્યોમાં થતી ગમનાગમનરૂપ ક્રિયા અથવા રૂપાન્તર થવારૂપ ક્રિયા. તે ફળવાળી ક્રિયા નથી. આ વ્યતિરેકવ્યાપ્તિ અને વ્યતિરેક ઉદાહરણ છે. દાનાદિની અને હિંસાદિની ક્રિયા સચેતન જીવ વડે બુદ્ધિપૂર્વક કરાય છે. તેથી તે અવશ્ય ફળવાળી જ છે. આવા પ્રકારની દાનાદિ અને હિંસાદિ ક્રિયાનું જે ફળ છે તે જ કર્મ છે. (પુણ્ય-પાપ સ્વરૂપ બે પ્રકારનું કર્મ છે.)
પ્રશ્ન - તમારું ઉપરોક્ત અનુમાન ખોટું છે. કારણ કે હેતુ અનૈકાન્તિક છે અર્થાત્ વ્યભિચારી છે. તે આ પ્રમાણે - સચેતન જીવ દ્વારા બુદ્ધિપૂર્વક આરંભાયેલી ખેતી વગેરે કોઈ કોઈ ક્રિયા નિષ્ફળ પણ થાય છે. સચેતનની બધી ક્રિયા ફળવાળી જ હોય એવો નિયમ નથી. ખેતી કરે છતાં ધાન્ય-નિષ્પત્તિ ન પણ થાય, વેપાર કરે પણ ધનલાભ ન
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧)
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ પણ થાય, સંસારસેવન કરે છતાં સંતાન પ્રાપ્તિ ન પણ થાય ઈત્યાદિ સચેતનની પણ અનેક ક્રિયા ફળ વિનાની હોય છે. તેવી રીતે જીવ દ્વારા કરાતી દાનાદિ ક્રિયા ફળવાળી જ હોય એવો નિયમ રહેતો નથી. દાન અને હિંસાદિ ક્રિયાનું ફળ ન હોય એમ પણ બને.
ઉત્તર - તમારો આ પ્રશ્ન બરાબર નથી. કારણ કે દાનાદિ, હિંસાદિ, ખેતી આદિ, વેપાર આદિ અને સંસારસેવન આદિ જે કોઈ શુભ અથવા અશુભ ક્રિયા સચેતન જીવ વડે કરાય છે તે અવશ્ય ફળવાળી જ છે. (તેનું અવશ્ય ફળ છે જ) એમ માનીને જ કરાય છે. કોઈ કોઈ સ્થાને આ ક્રિયાઓ કરવા છતાં જે નિષ્ફળતા દેખાય છે તે ક્રિયા કરવા સંબંધી સાચું જ્ઞાન ન હોવાથી એટલે કે અજ્ઞાનદશા હોવાથી અથવા બીજાં બીજાં કારણોની વિકલતાથી નિષ્ફળતા આવે છે. જેમ ખેતી કરવાની આવડત ન હોય, વેપારની રીતભાત ન જાણતા હોય તો અનાવડતથી કરાયેલી ક્રિયા નિષ્ફળ જાય છે. તથા સમજણપૂર્વક ખેતી આદિ ક્રિયા કરી હોય પણ વરસાદ ન આવે અથવા જોઈએ તેવો પ્રકાશ, પવન આદિ અન્ય કારણો ન મળે તો અન્ય કારણની વિકલતાથી નિષ્ફળતા પણ હોય છે.
ખેતીની ક્રિયા અવશ્ય ધાન્ય-નિષ્પત્તિના ફળને આપનારી જ છે પરંતુ વાવણી કરવાની અનાવડત (અજ્ઞાનતા) અથવા પાણી-પ્રકાશ-ખાતર અને હવા આદિ અન્ય કારણની વિકલતાથી નિષ્ફળતા આવે છે. વેપાર કરવાની ક્રિયા અવશ્ય ધનલાભના ફળને આપનારી છે. પરંતુ વેપાર કરવાની અનાવડતથી (ગમે તેવો ખોટો વેપાર કરવાથી) અથવા વેચવા યોગ્ય માલનો અભાવ, યોગ્ય માણસોનો અભાવ, ઉચિત જગ્યાનો અભાવ, સાવધાનતાનો અભાવ આમ કારણાન્તરની વિકલતાથી નિષ્ફળતા પણ જરૂર થાય છે. આ જ પ્રમાણે દાનાદિ શુભ ક્રિયા આ જીવ કરે પરંતુ મનની પ્રસન્નતા આદિ કારણાન્તરની વિકલતા હોય તો પુણ્યબંધ થવારૂપ ફળપ્રાપ્તિ થતી નથી. તથા હિંસા આદિ અશુભક્રિયા
આ જીવ કરે પરંતુ તે ક્રિયામાં મનની રસિકતા કે આનંદ ન હોય. પરંતુ પશ્ચાત્તાપાદિ વિપરીત કારણ હોય તો પાપબંધરૂપ ફળની અપ્રાપ્તિ પણ હોય છે. આમ નિષ્ફળતાનું કારણ અજ્ઞાનતા અને કારણોત્તરની વિકલતા છે. પરંતુ દાનાદિ અને હિંસાદિ ક્રિયા પોતે નિષ્ફળ નથી.
પ્રશ્ન - કદાચ અહીં કોઈ શિષ્ય આવો પ્રશ્ન કરે કે દાનાદિ જે ધર્મક્રિયા છે તે કર્યા પછી મનની ઘણી જ પ્રસન્નતા અને હર્ષ આદિ દેખાય છે તેથી તે દાનાદિક્રિયાનું ફળ મનની પ્રસન્નતા અને હર્ષ આદિ જ માની લઈએ તો શું દોષ? કે જે ફળ અમારા જેવાને પણ પ્રત્યક્ષ-સાક્ષાત્ દેખાય છે. જેમ ખેતી ક્રિયા જરૂર ફળવાળી છે પરંતુ તેનું ફળ “ધાન્યની પ્રાપ્તિ” છે અને આ ધાન્યની પ્રાપ્તિરૂપ ફળ પ્રત્યક્ષ ઈન્દ્રિયગોચર છે એટલે
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૧
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ દષ્ટફળવાળી છે. તેની જેમ દાનાદિ ક્રિયા પણ ફળવાળી ભલે હો, પરંતુ પ્રત્યક્ષ દેખાતા મનની પ્રસન્નતા અને હર્ષ-આનંદાદિ ફળ સ્વરૂપ દૃષ્ટફળવાળી જ માની લોને ? શા માટે અષ્ટ એવા કર્મલક્ષણ ફળને માનવું ? તેવા પ્રકારના અદષ્ટ ફળને માનવાની શી જરૂર ? એવી જ રીતે હિંસાદિ ક્રિયાનું મનનો આનંદ-તાડન-કારાવાસ-લોકનિંદા આદિ દષ્ટફળ જ છે પરંતુ પાપબંધ રૂપ અદૃષ્ટફળ માનવાની શી જરૂર ? તેથી દાનાદિ શુભ ક્રિયા અને હિંસા આદિ અશુભ ક્રિયા એ પણ ક્રિયા હોવાથી ખેતીની ક્રિયાની જેમ જરૂર ફળવાળી તો છે જ. પરંતુ દષ્ટ ફળવાળી છે આમ જ માનોને ? અદૃષ્ટ એવા કર્મફળને આપનારી છે આમ માનવાની શી જરૂર ? આ રીતે તમારો આ હેત દેખકળ હોવા છતાં તેનાથી વિરુદ્ધ એવા અદૃષ્ટ ફળની જે કલ્પના કરે છે તેના કારણે તમારો આ હેતુ વિરુદ્ધ છે.
ઉત્તર - તમારો પ્રશ્ન ઠીક છે. ધારો કે દાનાદિ ક્રિયાનું પ્રત્યક્ષ દેખાતું એવું મનની પ્રસન્નતા આદિ સ્વરૂપ દષ્ટફળને જ ફળ માનીએ અને હિંસા આદિ અશુભ ક્રિયાનું મનનો આનંદ આદિ દૃષ્ટફળ માનીએ તો તે પ્રથમ ક્રિયામાં થતી મનની પ્રસન્નતા અને બીજામાં થતો મનનો આનંદ એ પણ એક પ્રકારની માનસિક ક્રિયાવિશેષ છે. એટલે કે તે ક્રિયાનું પણ કંઈક ફળ હોવું જોઈએ. તેનું જે ફળ છે તે જ કર્મ છે. આ રીતે જેમ ખેતીની ક્રિયા એ ક્રિયા છે, દાનાદિની ક્રિયા એ પણ ક્રિયા છે અને હિંસાદિની ક્રિયા એ પણ ક્રિયા છે તેથી તેનાં ફળો અનુક્રમે ધાન્યની પ્રાપ્તિ, મનની પ્રસન્નતા અને મનનો આનંદ-હર્ષ વગેરે ફળ છે. તેવી જ રીતે મનની પ્રસન્નતા અને મનનો આનંદ આ પણ એક પ્રકારની ક્રિયા જ છે તેથી તે ક્રિયાનું પણ અવશ્ય કંઈક ફળ હોવું જોઈએ તે ક્રિયાનું જે ફળ છે તે જ પુણ્યપાપ નામનું કર્મ છે. તેથી કોઈપણ જાતનો વ્યભિચારદોષ આ બાબતમાં આવતો નથી.
દાનાદિ શુભ ક્રિયા કરવાથી મનની પ્રસન્નતા થાય છે અને તે મનની પ્રસન્નતાથી પુણ્યકર્મ બંધાય છે. તેના ઉદયથી જીવને સુખની પ્રાપ્તિ થાય છે. આ જ પ્રમાણે હિંસાદિ ક્રિયા કરવાથી મનનો હર્ષ, તેનાથી પાપકર્મનો બંધ અને તેનાથી દુઃખની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે દાનાદિ ક્રિયાથી બંધાયેલ જે પુણ્યકર્મ અને હિંસાદિ ક્રિયાથી બંધાયેલ જે પાપકર્મ છે તે કર્મોનું ફળ સુખ અને દુઃખનો અનુભવ થવો તે છે. જે જે કર્મો જ્યારે જ્યારે ઉદયકાળને પામે છે ત્યારે ત્યારે તે તે કર્મો આ જીવને સુખનો અને દુઃખનો અનુભવ કરાવવા રૂપ ફળને આપનારાં બને છે. વળી તેનાથી (એટલે કે સુખ-દુઃખના અનુભવથી) રાગ-દ્વેષ કરવા દ્વારા આ જીવ નવાં નવાં કર્મો બાંધે છે. આમ વારંવાર કર્મ બાંધતાં અને તેનું ફળ ભોગવતાં જીવોનો સંસાર ચાલે છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
પ્રશ્ન - ગાથા નંબર ૧૬૧૫ માં “તું હ્રિય વાળારૂપત'' આ પદમાં દાનાદિ ક્રિયા અને આદિ શબ્દથી હિંસાદિ ક્રિયાનું ફળ પુણ્ય અને પાપરૂપ કર્મ કહો છો અને ૧૬૧૬ ગાથામાં ‘“નું તમસ્માવિ તું મયં માં'' મનની પ્રસન્નતાદિ જે ક્રિયા છે તેનું ફળ કર્મ કહો છો. આ બન્ને પાઠો જુદા જુદા અર્થને કહેનારા થવાથી શું પૂર્વાપર વિરોધ નહીં આવે ? એક સ્થાને કર્મબંધનું કારણ દાનાદિ અને હિંસાદિ ક્રિયા કહો છો અને બીજા સ્થાને કર્મબંધનું કારણ મનની પ્રસન્નતા અને મનનો આનંદ આદિ કહો છો. તો પૂર્વાપર (આગળ-પાછળ) જુદું જુદું કથન કરવાથી તમને વિરોધ દોષ આવશે.
૧૧૨
ઉત્તર - તમારો પ્રશ્ન સાચો છે. પરંતુ કર્મબંધનું વાસ્તવિક કારણ મનની પ્રસન્નતા અને મનનો આનંદ એ જ છે અને તે મનની પ્રસન્નતાનું કારણ દાનાદિ ક્રિયા અને મનના આનંદનું કારણ હિંસાદિ ક્રિયા છે. કર્મબંધમાં મનની પ્રસન્નતા અને મનનો આનંદ એ નિકટનું કારણ છે, અનંતર કારણ છે. અને દાનાદિ તથા હિંસાદિ ક્રિયા એ દૂર-દૂરનું અર્થાત્ પરંપરાકારણ છે. તેથી દાનાદિ અને હિંસાદિ ક્રિયા કારણનું કારણ હોવાથી તેમાં કારણપણાનો ઉપચાર કરાયો છે. જેમ પુત્રના પુત્રને પણ પુત્ર કહેવાય છે. વરસાદથી પાણી વરસે છે અને પાણીથી તંડુલ (ચોખા) ઉગે છે. તો પણ તડુલ્તાન્ વયંતિ પર્ણયઃ = વરસાદ તંડુલ વરસાવે છે. આમ જેમ કહેવાય છે તેમ અહીં સમજવું. દાનાદિ ક્રિયાથી મનની પ્રસન્નતા અને મનની પ્રસન્નતાથી કર્મનો બંધ. આમ કાર્ય-કારણ ભાવ જાણવો. ૧૬૧૫૧૬૧૬॥
होज्ज मणोवित्तीए, दाणाइकिए व जइ फलं बुद्धी । तं न निमित्तत्ताओ, पिंडोव्व घडस्स विन्नेओ ॥१६१७॥
( भवेद् मनोवृत्तेर्दानादिक्रियैव यदि फलं बुद्धिः ।
तद् न, निमित्तत्वात् पिण्ड इव घटस्य विज्ञेयः ॥ )
ગાથાર્થ - મનની પ્રસન્નતાનું પણ ફળ દાનાદિ ક્રિયા જ છે. આવી બુદ્ધિ કદાચ શિષ્યની થાય તો તે ઉચિત નથી. કારણ કે ઘટમાં જેમ મૃત્કિંડ એ નિમિત્તકારણ છે તેમ દાનાદિ ક્રિયા તો મનની પ્રસન્નતાનું નિમિત્તકારણ છે. (તે ફળ કેમ કહેવાય ?) ||૧૬૧૭॥
વિવેચન - અગ્નિભૂતિ ! કદાચ તમારા મનમાં આવી શંકા થાય છે કે દાનાદિ ક્રિયા એ ક્રિયા હોવાથી અને ક્રિયા અવશ્ય ફળવાળી જ હોય છે તેથી તેનું ફળ જેમ ચિત્તની પ્રસન્નતા આદિ છે. તેવી જ રીતે ચિત્તની પ્રસન્નતા એ પણ એક પ્રકારની ક્રિયા જ છે. તેથી તેનું ફળ પણ અવશ્ય હોવું જોઈએ. માટે ચિત્તની પ્રસન્નતા થવાથી ‘‘ । ‘‘પ્રવર્ધમાનવિહ્માદ્રિ
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૩
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ પરમ ” દિવસે દિવસે વધતો છે દાન આપવાની ઈચ્છાવાળો પરિણામ જેનો એવો આ જીવ ફરી દાનાદિ ક્રિયામાં જ વધારે ને વધારે જોડાય છે. એટલે ચિત્તની પ્રસન્નતા નામની જે ક્રિયા છે તેનું ફળ દાનાદિ ક્રિયા જ માની લો કે જે પ્રત્યક્ષ દેખાય તેવું ફળ છે અને જ્યાં સુધી દૃષ્ટફળ સંભવતું હોય ત્યાં સુધી અષ્ટફળ જે કર્મબંધ, તે માનવાની શું જરૂર?
સારાંશ કે દાનાદિ ક્રિયાનું ફળ ચિત્તની પ્રસન્નતા અને ચિત્તની પ્રસન્નતાનું ફળ પુનઃ દાનાદિ ક્રિયા, તેનું ફળ પુનઃ ચિત્તની પ્રસન્નતા, વળી તેનું ફળ પુનઃ દાનાદિ ક્રિયા, આમ જ માનો ને? અદૃષ્ટ એવા કર્મફળને વચ્ચે માનવાની જરૂર શું છે? દૃષ્ટફળ માત્ર માનવાથી વાર્તા સમાપ્ત થઈ જાય છે. અદૃષ્ટ ફળ કલ્પવાની કંઈ જરૂર જ નથી.
ઉપરોક્ત મનની કલ્પના વ્યાજબી નથી. જે દાનાદિ ક્રિયા છે તે ચિત્તની પ્રસન્નતાદિમાં નિમિત્તકારણ છે. “જે જેનું નિમિત્તકારણ હોય છે તે તેનું ફળ સંભવી શકતું નથી.” જેમ માટીનો પિંડ એ ઘટનું નિમિત્તકારણ છે એટલે કે ઘટ બનાવવામાં ઉપાદાન કારણ છે. તેથી ઘટકાલના પૂર્વકાલમાં તેની વૃત્તિ હોય છે. તે માટીનો પિંડ કંઈ ઘટનું ફળ બની શકતો નથી. કારણ કે ફળ તો પશ્ચાત્કાલવર્તી હોય છે. તેવી જ રીતે જે દાનાદિ ક્રિયા છે તે ચિત્તની પ્રસન્નતામાં નિમિત્ત કારણ બને છે તેથી દાનાદિ ક્રિયા ચિત્તની પ્રસન્નતાના પૂર્વકાલવર્તી છે. તે દાનાદિ ક્રિયા ચિત્તની પ્રસન્નતા આદિનું ફળ કેમ બની શકે? કારણ કે ફળ તો ઉત્તરકાલવતી હોય છે. માટે તે દાનાદિ ક્રિયા એ ચિત્તની પ્રસન્નતા આદિનું ફળ નથી. પણ ચિત્તની પ્રસન્નતા આદિનું કારણ ચોક્કસ છે. દાનાદિ ઉત્તમ ધર્મક્રિયા કરવાથી, યોગ્ય સુપાત્રમાં દાનાદિ થવાથી ચિત્તમાં આહ્વાદ આદિ પ્રગટ થતો પ્રત્યક્ષ દેખાય જ છે. આ રીતે જે જેનું કારણ (પૂર્વકાલવતી) હોય છે તે તેનું ફળ (ઉત્તર કાલવતી) થવાને યોગ્ય નથી. જેમ મૃર્મિંડ એ ઘટનું કારણ છે. પરંતુ ઘટનું ફળ નથી. ઘટનું ફળ તો જલાધારાદિ છે. તેમ દાનાદિ ક્રિયા એ ચિત્તની પ્રસન્નતા આદિનું નિમિત્તકારણ છે. પણ ફળ નથી.
આ રીતે વિચારતાં જેમ દાનાદિ ક્રિયા એ ક્રિયા છે. તેથી તેનું ફળ ચિત્તપ્રસન્નતા આદિ દેખફળ છે તેવી જ રીતે ચિત્તની પ્રસન્નતા એ પણ એક પ્રકારની ક્રિયા જ છે. તેથી તેનું પણ કંઈક ફળ અવશ્ય હોવું જ જોઈએ. ત્યાં દૃષ્ટફળ દેખાતું નથી. માટે પુણ્યબંધ અને પાપબંધ રૂપ કર્મબંધ સ્વરૂપ અષ્ટફળ અવશ્ય છે જ. ll૧૬૧૭ll
एवं पि दिट्ठफलया, किरिया न कम्मफला पसत्ता ते । सा तम्मेत्तफलच्चिय, जह मंसफलो पसुविणासो ॥१६१८॥
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૪
બીજા ગણધર - અગ્નિભૂતિ
( एवमपि दृष्टफला क्रिया, न कर्मफला प्रसक्ता ते । सा तन्मात्रफलैव यथा, मांसफलः पशुविनाशः ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - એમ માનીએ તો પણ દાનાદિ સર્વે ધર્મક્રિયા દંષ્ટફળવાળી જ થશે પણ કર્મબંધરૂપ અદૃષ્ટ ફળવાળી થશે નહીં. જેમ પશુવિનાશની ક્રિયા માંસની પ્રાપ્તિના જ માત્ર ફળવાળી છે તેમ તે દાનાદિ ક્રિયા તન્માત્ર ફળવાળી અર્થાત્ દૃષ્ટમાત્ર ફળવાળી જ થશે.
//૧૬૧૮/
વિવેચન - ગાથા ૧૬૧૫ માં દૃષ્ટાન્તરૂપે આપેલ ખેતીની ક્રિયાનું આલંબન લઈને સર્વે પણ ક્રિયાઓ માત્ર દૃષ્ટફળવાળી જ હોય છે. અદૃષ્ટ (એવા કર્મબંધના) ફળવાળી છે જ નહીં. આવો પ્રશ્ન કરતાં અગ્નિભૂતિ ભગવાનને કહે છે કે -
હે ભગવાન્ ! ‘‘વપિ'' તમે આમ કહો છો તેથી પણ એટલે કે ખેતીની ક્રિયા એ ક્રિયા હોવાથી ધાન્યનિષ્પત્તિ એ તેનું ફળ છે. તેમ સર્વે પણ ક્રિયા ફળવાળી જ હોય છે. માટે દાનાદિ ક્રિયા પણ ફળવાળી છે. આવું તમે સમજાવો છો. તેથી તમારા કહેલા ખેતીની ક્રિયાના દૃષ્ટાન્તથી પણ દાનાદિની ક્રિયા દૃષ્ટફળ વાળી જ સિદ્ધ થશે. પણ અદૃષ્ટ ફળવાળી (કર્મબંધના ફળવાળી) સિદ્ધ થતી નથી. તે આ પ્રમાણે -
કોઈપણ ખેડુત લોકો જ્યારે જ્યારે ખેતી કરે છે ત્યારે ત્યારે “મને ઘણા ઘણા ધાન્યની પ્રાપ્તિ થાય” એનું જ લક્ષ્ય રાખીને ખેતી કરે છે અને વરસાદ આદિ સાનુકુલ સંજોગો મળતાં ખેતીનું આ જ ફળ મળે છે. તે ધાન્યનિષ્પત્તિ રૂપ ફળ પ્રાપ્ત થવાથી જ ખેતી કરનાર પોતાની મહેનતને સફળ માને છે. મેં જે ખેતી કરી તેણે સારું ફળ મને આપ્યું. આમ માનીને તે ખુશ ખુશ થાય છે. તેવી જ રીતે દાનાદિ ક્રિયા કરનારાને પણ તે લોકપ્રશંસા, માનપ્રાપ્તિ અને મહત્ત્વપ્રાપ્તિ રૂપ કંઈક ને કંઈક દૃષ્ટ ફળમાત્ર જ હો. તે ક્રિયાની પાછળ પુણ્ય-પાપના બંધરૂપ અદૃષ્ટ ફળ છે આવું માનવાની શી જરૂર ? તમારું કહેલું ખેતીની ક્રિયાનું દૃષ્ટાન્ત જ દાનાદિ અને હિંસાદિ ક્રિયાને દૃષ્ટ ફળવાળી જ સિદ્ધ કરે છે.
આ જ દૃષ્ટાન્ત હિંસાદિ ક્રિયામાં પણ લાગુ પડે જ છે. જેમ ખેતીની ક્રિયા ધાન્યનિષ્પત્તિ રૂપ દૃષ્ટ ફળમાત્રવાળી છે તેમ કોઈ માંસાહારીએ પશુની હત્યા કરી તો તે પશુનો વિનાશ કરવાની ક્રિયા પણ માંસભક્ષણ કરવારૂપ માત્ર દૃષ્ટફળ માટે જ છે. પશુનો વિનાશ કરનારો કોઈ પણ કસાઈ આ ક્રિયા કરવાથી મને અદૃષ્ટ એવો પાપબંધ થાઓ એવી ઈચ્છાથી પશુનો વિનાશ કરવાની ક્રિયા કરતો નથી. પરંતુ માત્ર માંસભક્ષણ રૂપ દેષ્ટફળ જ મને પ્રાપ્ત થાઓ, એમ સમજીને તે માટે જ આ હિંસા કરે છે. તેથી પણ સિદ્ધ થાય
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૫
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ છે કે દાનાદિની શુભક્રિયા કે હિંસાદિની અશુભ ક્રિયા દૃષ્ટમાત્ર ફળવાળી જ છે. કારણ કે દૃષ્ટફળ આપે તેટલા માત્રથી જ કર્તાનું પ્રયોજન સમાપ્ત થઈ જાય છે. કર્તા ત્યાં જ પોતાની ખુશી મનાવી લે છે. માટે અદૃષ્ટ ફળવાળી નથી. જેમ ખેતીની ક્રિયાનું ફળ ધાન્યપ્રાપ્તિ છે તેમ દાનાદિ ક્રિયાનું ફળ શ્લાઘાદિ છે. (પ્રશંસા-માન-મોભો વધે તે જ ફળ છે) અને પવિનાશ આદિનું ફળ માંસની પ્રાપ્તિ થવી તે છે. તે વિના પુણ્યબંધ કે પાપબંધ રૂપ કર્મફળ છે આ તમારી વાત બરાબર નથી. આ પ્રમાણે અગ્નિભૂતિ ભગવાનને કહે છે. ll૧૬૧૮.
पायं व जीवलोग, वट्टइ दिट्ठफलासु किरियासु ।
अदिट्ठफलासुं पुण, वट्टइ नासंखभागो वि ॥१६१९॥ (प्रायो वा जीवलोको, वर्तते दृष्टफलासु क्रियासु ।
अदृष्टफलासु पुनर्वर्तते नासंख्यभागोऽपि ॥)
ગાથાર્થ – ઘણું કરીને લોકમાં રહેલા સર્વે સંસારી જીવો પણ દષ્ટ ફળવાળી ક્રિયામાં જ પ્રવૃત્તિ કરતા દેખાય છે. અદૃષ્ટ ફળવાળી ક્રિયામાં આ લોકમાં જે જીવો પ્રવર્તે છે તે લોકનો અસંખ્યાતમો ભાગ પણ વર્તતો નથી. તેથી પણ ક્રિયા દેખફળ માત્ર વાળી જ છે. //૧૬ ૧૯il.
વિવેચન - ખેતીની ક્રિયાની જેમ દાનાદિ ક્રિયા અને પશુવિનાશનાદિ ક્રિયા પણ માત્ર દૃષ્ટફલવાળી જ છે, પણ અદૃષ્ટ ફળવાળી નથી. આ વાત સિદ્ધ કરવા અગ્નિભૂતિ ભગવાનની સામે સંસારમાં રહેલા જીવલોકનું ઉદાહરણ આપીને પોતાના તરફથી દલીલ કરી રહ્યા છે કે હે ભગવાન્ ! સંસારી જીવો પણ જેનું ફળ પ્રત્યક્ષ દૃષ્ટિગોચર છે તેવી જ ક્રિયામાં ઘણું કરીને પ્રવર્તતા દેખાય છે. ખેતીની ક્રિયા, વેપારની ક્રિયા, રસોઈની ક્રિયા, લગ્નની ક્રિયા, રમતગમ્મતની ક્રિયા, ચોરી કરવાની ક્રિયા અનુક્રમે ધાન્યપ્રાપ્તિ માટે, ધનપ્રાપ્તિ માટે, ભોજન માટે, સંસારિક સુખભોગ માટે, આનંદપ્રમોદ માટે અને ધનાદિની પ્રાપ્તિ માટે જ લોકો કરે છે. આમ સર્વે પણ લોકો દેખફળ માટે જ સર્વ ક્રિયા કરે છે. ઉપરોક્ત ક્રિયાઓથી મને પુણ્ય બંધાય કે મને પાપ બંધાય એમ અષ્ટફળ મને મળજો એવા આશયથી કોઈ જીવ કોઈ ક્રિયા કરતો નથી.
તથા દાનાદિ ધર્મક્રિયા કરવાથી પુણ્યબંધ સ્વરૂપ અદષ્ટ ફળ થાય છે આવું સમજનારા અને પશુહિંસાદિ કરવાથી પાપબંધરૂપ અષ્ટફળ થાય છે આવું સમજનારા લોકો તો આ સંસારમાં રહેલા સર્વે જીવોનો અસંખ્યાતમો ભાગ માત્ર જ (તમારા જેવા
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૬ બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ કોઈક જ) છે. અષ્ટફળ સમજીને દાનાદિમાં પ્રવૃત્તિ કરનારા અને હિંસાદિથી નિવૃત્તિ કરનારા જીવો લોકના અસંખ્યાતમા ભાગના પણ નથી. જે ક્રિયાનું દૃષ્ટફળ છે તે જોઈને ઘણા લોકો તેમાં પ્રવૃત્તિ કરે છે. તેમ જો દાનાદિ અને હિંસાદિ ક્રિયાનું અદષ્ટ ફળ પુણ્યપાપ હોત તો તે ફળ સમજીને તેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરનારાઓની સંખ્યા ઘણી વધારે હોત. પરંતુ બહુ સંખ્યા નથી. પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરનારાની અલ્પમાત્ર જ સંખ્યા છે. તે એમ સૂચવે છે કે હિંસાદિ અશુભક્રિયામાં પણ અદૃષ્ટફળનો અભાવ છે અને દાનાદિ શુભક્રિયામાં પણ અદેખફળનો અભાવ જ છે. ફક્ત સર્વે પણ ક્રિયાનું દૃષ્ટફળ જ છે. તેથી જ તેમાં દૃષ્ટફળ સમજીને જ પ્રવૃત્તિ કરનારાની સંખ્યા બહુ છે. માટે પુણ્યબંધ કે પાપબંધ જેવું કોઈ તત્ત્વ નથી. ll૧૬૧૯
सोम्म ! जउच्चिय जीवा पायं दिट्ठफलासु वटुंति । अदिट्ठफलाओ वि य, ताओ पडिवज तेणेव ॥१६२०॥ (સૌમ્ય ! યત અવ નીવ: પ્રાયો તૂછત્રીસુ વર્તને !
મતક્ષા અપિ , તા: પ્રતિપસ્વ તૈનૈવ ).
ગાથાર્થ – હે અગ્નિભૂતિ ! સંસારી જીવો જે કારણથી પ્રાયઃ દૃષ્ટફલવાળી ક્રિયામાં પ્રવર્તે છે. તે કારણથી જ તે ક્રિયાઓ અવશ્ય અદૃષ્ટ ફળવાળી છે. આમ સિદ્ધ થાય છે તે તમે સ્વીકારો. ll૧૬ ૨all
વિવેચન - ૧૬૧૮ અને ૧૬૧૯ ગાથામાં અગ્નિભૂતિએ ભગવાનને જે પ્રશ્ન કર્યો કે સંસારી જીવો પ્રાયઃ દૃષ્ટફળ સમજીને જ ખેતી, વેપાર આદિ ક્રિયામાં પ્રવર્તે છે માટે દિષ્ટફળ જ છે. અદષ્ટફળ નથી તેમ દાનાદિ ક્રિયા અને હિંસાદિ ક્રિયા પણ દૃષ્ટફળવાળી જ છે. પણ અષ્ટફળવાળી નથી. તેથી પુણ્ય-પાપ જેવું કર્મતત્ત્વ નથી. આ પ્રશ્નનો આ ગાથામાં પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ ઉત્તર આપે છે -
હે સૌમ્ય ! (અગ્નિભૂતિને સમજાવવા માટેનું કોમલ વાણીથી ભગવાનું આમંત્રણ આપે છે) આ સંસારમાં દષ્ટફળવાળી ખેતી-વેપાર અને હિંસાદિ ક્રિયા સ્વરૂપ અશુભ ક્રિયામાં ઘણા જીવો પ્રવર્તે છે અને અદૃષ્ટ ફળવાળી દાનાદિ શુભ ક્રિયામાં અતિશય અલ્પ જીવો પ્રવર્તે છે. તે કારણથી જ સિદ્ધ થાય છે કે ખેતી-વેપાર અને હિંસા આદિ દૃષ્ટ ફળવાળી ક્રિયા પણ અવશ્ય અદૃષ્ટફળવાળી પણ છે. આમ તમે સમજી લો. કારણ કે ખેતી-વેપાર અને પશુવિનાશ રૂપ હિંસા વગેરે ક્રિયાઓને કરનારા જીવો ધાન્ય પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ અને માંસભક્ષણ વગેરેની પ્રાપ્તિ થાય એવા આશયથી જ એટલે કે દૃષ્ટફળ
Page #142
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ
મળે એવા ભાવથી જ તે તે ક્રિયામાં પ્રવર્તે છે. પણ તેનાથી બંધાતું પાપકર્મ રૂપ અદૃષ્ટફળ મને મળો એવા આશયથી તેમાં પ્રવૃત્તિ કરતા નથી. તો પણ દૃષ્ટફળ મળે પણ ખરું અને ન પણ મળે. પરંતુ “પાપબંધ” રૂપ અદૃષ્ટફળ તો ઈચ્છા ન હોવા છતાં પણ તે ક્રિયામાં પ્રવર્તનારા સર્વે જીવોને પ્રાપ્ત થાય જ છે. અન્યથા = (પાપકર્મના બંધરૂપ) અદૃષ્ટફળ જો ન મળતું હોત તો તે તે ક્રિયા કરનારા તે તે જીવો તે તે ક્રિયા કરીને તેના દૃષ્ટફળ માત્રને પામીને તેનો ઉપભોગ કરીને (અદૃષ્ટ ફળ = પાપકર્મ ન બંધાયેલ હોવાથી) તુરત જ મોક્ષે જ જાય અને જો આમ સંસારમાં સાવદ્યક્રિયા કરવા છતાં તેના દૃષ્ટફળ માત્રને પામીને મોક્ષે જવાતું હોત અને અર્દષ્ટ ફળરૂપ પાપબંધ જો થતો ન હોત તો તો આજ સુધીમાં ઘણા ઘણા જીવો મોક્ષે ચાલ્યા ગયા હોત. તેથી સંસારી જીવો તો અતિશય અલ્પ જ રહ્યા હોત. એથી સંસારી જીવોનું અનંતાનંતપણું છે તે ઘટે નહીં. માટે અદૃષ્ટફળ પાપકર્મના બંધરૂપ અવશ્ય છે જ. તેથી તે બાંધીને અનંત જીવો આ અનંત સંસારમાં રખડે છે. આ રીતે પાપકર્મના બંધરૂપ અદૃષ્ટફળ અવશ્ય છે જ અને દૃષ્ટફળ ધાન્યપ્રાપ્તિ આદિ તો અન્ય કારણો (વરસાદ આદિ) નો સંયોગ મળે તો પ્રાપ્ત થાય પણ ખરું અને (વરસાદ આદિ) અન્ય કારણોનો સંયોગ ન મળે તો દૃષ્ટફળ પ્રાપ્ત ન પણ થાય પણ પાપકર્મના બંધસ્વરૂપ અદૃષ્ટફળ તો અવશ્ય મળે જ. તેથી જ સંસારમાં રખડતા-જન્મ-મરણોથી પીડાતા જીવોની સંખ્યા અતિશય બહુ છે.
૧૧૭
તથા દાનાદિ શુભક્રિયામાં પ્રવર્તનારા જીવો અતિશય અલ્પ છે. તેથી પુણ્યબંધ અને ધર્મરૂપ અદૃષ્ટ ફળની પ્રાપ્તિ કરનારા જીવોની સંખ્યા અને તે પુણ્યબંધ દ્વારા તથા ધર્માચરણ કરવા દ્વારા મુક્તિ પ્રાપ્ત કરનારા જીવોની સંખ્યા પણ અવશ્ય અલ્પ જ છે.
પ્રશ્ન
-
હે ભગવાન ! દાનાદિ શુભક્રિયામાં પ્રવર્તનારા સર્વે પણ જીવો “આ દાનાદિથી મને પુણ્ય બંધાઓ, મને ધર્મ થાઓ. મારી મુક્તિ થાઓ” એમ અદૃષ્ટ ફળને ઈચ્છે જ છે. અદૃષ્ટફળને બુદ્ધિમાં રાખીને જ તે જીવો તે ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે તેથી તે જીવોને અદૃષ્ટફળ ભલે હો, પરંતુ ખેતી-વેપાર અને પશુવિનાશ કરનારા જીવોમાંથી કોઈ એક જીવ પણ આ ક્રિયાથી મને પાપબંધ રૂપ અદૃષ્ટફળ મળો એવી ઈચ્છા રાખતો નથી. કેવલ ધાન્યપ્રપ્તિ, ધનપ્રાપ્તિ અને માંસપ્રાપ્તિ રૂપ દૃષ્ટફળ જ ઈચ્છે છે. તો પાપબંધરૂપ અદૃષ્ટફળ કેમ મળે ? સારાંશ કે શુક્રિયા કરનારા જીવો તો ધાર્મિક પરિણામવાળા હોવાથી પુણ્યબંધ અને ધર્મરૂપ અદૃષ્ટફળને ઈચ્છે છે. તેથી તે જીવોને તો અર્દષ્ટફળ ભલે હો. પરંતુ અશુભ ક્રિયા કરનારા જીવોમાં તો કોઈ પાપબંધરૂપ અદૃષ્ટફળને ઈચ્છતું જ નથી. તો તેઓને અદૃષ્ટફળની પ્રાપ્તિ કેમ થાય ?
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૮
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ ઉત્તર - હે અગ્નિભૂતિ ! તમારી આ શંકા વ્યાજબી નથી. કારણ કે “જે જે કાર્યનું જે જે અવિકલ કારણ હોય છે તે તે અવિકલ કારણ પોતપોતાનું કાર્ય કરે જ છે. કર્તાની ઈચ્છાની અપેક્ષા રાખતું નથી.” કર્તાની ઈચ્છા હોય કે કર્તાની ઈચ્છા ન હોય તો પણ
અવિકલકારણ (સમર્થ કારણ) પોતાનું કાર્ય કરે જ છે. અગ્નિમાં ભૂલથી નંખાયેલા હાથને ઈચ્છા ન હોવા છતાં પણ અગ્નિ દાહનું અવિકલકારણ હોવાથી બાળે જ છે. સર્પને ભૂલથી પણ પકડવા જાઓ તો પકડનારની ઈચ્છા ન હોવા છતાં પણ સર્પ એ ડંખ મારે જ છે અને મૃત્યુ આદિ પીડા આવે જ છે. દૂરથી આવી રહેલું પાણીનું પૂર વસ્તુસમૂહને ખેંચી જવાનું અવિકલકારણ હોવાથી માલીકની ઈચ્છા ન હોવા છતાં પણ વસ્તુસમૂહને ખેંચી જ જાય છે. વાવણી કરનારનું ધ્યાન ન રહ્યું હોય તે રીતે કોઈ બીજાના ખેતરમાં પોતાના કોઢવાદિ ધાન્યનાં બીજ પડી જાય અને જલાદિ અન્ય સામગ્રી મળી જાય તો અવિકલકારણતાને પામેલાં તે બીજ, વાવણી કરનારની ઈચ્છા અન્ય માલીકના ખેતરમાં ફળપ્રાપ્તિની ન હોવા છતાં અંકુરા ઉગાડે જ છે અને ધાન્યપ્રાપ્તિ રૂપ ફળ આપે જ છે. આ ઉદાહરણોથી સમજાશે કે કર્તાની ઈચ્છા હોય કે કર્તાની ઈચ્છા ન હોય તો પણ જે અવિકલકારણ હોય છે તે કાર્ય કરે જ છે. ઈચ્છાથી કાર્ય થતું નથી પણ અવિકલકારણથી કાર્ય થાય છે.
કૃષિ (ખેતી), વેપાર અને પશુવિનાશ આ સર્વે પણ ક્રિયાઓ સાવદ્ય હોવાથી, બીજા અનેક જીવોના સંહાર કરનારી હોવાથી અધર્મ ઉત્પન્ન કરવામાં અવિકલકારણવાળી છે. આ કારણથી તે ક્રિયાને કરનારા જીવોની ઈચ્છા પાપનો બંધ કરવાની ભલે ન હોય તો પણ સાવદ્ય હોવાથી અધર્મ (પાપબંધ) રૂપ ફળનું અવિકલકારણ હોવાથી તે ફળ અવશ્ય આપે જ છે. વરસાદ-પ્રકાશ-પવન આદિ અન્ય કારણસામગ્રીનો યોગ કદાચ ન મળે તો દષ્ટફળનું અવિકલ કારણ ન બનવાથી ધાન્યપ્રાપ્તિરૂપ દૃષ્ટફળ ન પણ મળે પરંતુ આ સાવદ્ય ક્રિયાઓ પાપબંધનું અવિકલ કારણ હોવાથી પાપબંધરૂપ અષ્ટફળ તો અવશ્ય મળે જ છે.
દાનાદિ શુભક્રિયામાં પ્રવર્તનારા જીવોમાં પણ વિવેકી આત્માઓને દૃષ્ટફળ યશ માન-મોભો આદિ અને અદૃષ્ટ ફળ પુણ્યબંધ આદિની ઈચ્છા હોતી નથી, પોતાનો મોહ ઉતારવા જ દાનાદિ ક્રિયા વિવેકી જીવો કરતા હોય છે. એટલે દેખું-અદષ્ટ ફળની ઈચ્છા નથી તો પણ તે દાનાદિ ક્રિયા યશ આદિ દૃષ્ટફળનું અને પુણ્યબંધ રૂપ અષ્ટફળનું અવિકલકારણ હોવાથી તે ક્રિયા પણ દૃષ્ટ-અદૃષ્ટ ફળ અવશ્ય આપે જ છે.
ઉપરની ચર્ચાથી બરાબર સમજાશે કે દાનાદિ શુભક્રિયા ભલે હોય કે કૃષિ આદિ અશુભ ક્રિયા ભલે હોય તો પણ તે તે ક્રિયાનું પુણ્યબંધ અને પાપબંધરૂપ ફળ અવશ્ય
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૯
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ છે જ. કારણ કે તે તે ક્રિયાઓ તે તે કાર્યનું અવિકલકારણ છે. માટે કર્તાની ઈચ્છા પ્રમાણે ફળપ્રાપ્તિ થતી નથી પણ અવિકલકારણને અનુસાર ફળપ્રાપ્તિ થાય છે. જો આમ ન હોત તો આ સંસારમાં અનંત જીવોની સંખ્યા જે છે તે હોત જ નહીં.
આ પ્રમાણે શુભ-અશુભ સર્વે પણ ક્રિયાઓ કર્તાની ઈચ્છા હોય કે ન હોય પણ અદૃષ્ટફળને અવશ્ય આપનારી છે અને દૃષ્ટફળ આપવામાં કારણાન્તરોની વિકલતા અને અવિકલતાના કારણે વિકલ્પવાળી છે. I/૧૬૨૦ll
इहरा अदिट्ठरहिया, सव्वे मुच्चेज ते अपयत्तेणं । अदिवारम्भो चेव, केसबहुलो भविजाहि ॥१६२१॥ (इतरथाऽदृष्टरहिताः, सर्वे मुच्येरंस्तेऽप्रयत्नेन ।
अदृष्टारम्भश्चैव, क्लेशबहुलो भवेत् ॥)
ગાથાર્થ - જો (પુષ્ય અને પાપ સ્વરૂપ) અદેખફળ ન માનીએ તો કૃષિ આદિ ક્રિયા કરનારા સર્વે જીવો અદૃષ્ટફળરહિત થયા છતા વિના પ્રયત્ન મોક્ષે જ જાય અને દાનાદિ ક્રિયા કરનારા સર્વે જીવોનો જે આ સમારંભ છે તે સંસારપરિભ્રમણ કરવા રૂપ ક્લેશની બહુલતાવાળો થશે. /૧૬ ૨૧
વિવેચન - ઉપરની ગાથામાં જે વાત કરી છે તે જ વાત વધારે સ્પષ્ટપણે સમજાવતાં કહે છે કે – હે અગ્નિભૂતિ ! કૃષિ-વેપાર અને પશુવિનાશ રૂપ અશુભ ક્રિયા કરનારા સર્વે જીવો ધાન્યપ્રાપ્તિ આદિ સ્વરૂપ દેખફળને જ ઈચ્છે છે પણ પાપબંધરૂપ અદૃષ્ટફળને ઈચ્છતા નથી તથા દાનાદિ શુભક્રિયા કરનારા સર્વે જીવો દેખફળ યશ આદિને પણ ઈચ્છે છે અને પુણ્યબંધ તથા ધર્મરૂપ અદેખફળને પણ ઈચ્છે છે. આ પ્રમાણે તમે પૂર્વે જે કહ્યું. ખરેખર જો તેમ જ થતું હોય અને જીવોની ઈચ્છા પ્રમાણે જ ફળ મળતું હોય એટલે કે જે જીવો જેની આશંસા રાખે તે જીવોને તે ફળ મળે આમ જ જો થતું હોય તો નીચે જણાવ્યા પ્રમાણે બે મોટી બાધા આવશે. (૧) પાપક્રિયા કરનારા સર્વે જીવો વિના પ્રયત્ન મોક્ષે જશે અને (૨) દાનાદિ પુણ્યક્રિયા કરનારા જીવો ક્લેશબહુલ એવા અનંત સંસારમાં રખડશે. તે બન્ને મોટી બાધાઓ (દોષો) આ પ્રમાણે છે -
(૧) રૂતરથા = જો કૃષિ-વેપાર અને પશુવિનાશ વગેરે અશુભ ક્રિયાઓ કરનારાને પાપબંધરૂપ અદૃષ્ટફળ અમને મળો એવી ઈચ્છા ન હોવાથી જો અદષ્ટફળ (પાપનો બંધઅશુભ કર્મબંધ) ન માનીએ તો તે તે ક્રિયાને કરનારા સર્વે પણ જીવો અષ્ટફળ જે પાપબંધ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૦ બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ છે તે ન હોવાથી મૃત્યુ પછી સંસારમાં તેઓને જકડી રાખે એવું કોઈ પ્રતિબંધકતત્ત્વ ન હોવાથી વિના પ્રયત્ન મુક્તિમાં જ જાય. સંસારમાં જન્મ-મરણ કરવાનું કારણ જે પાપબંધ છે તે પાપબંધ આવી અશુભ ક્રિયા કરનારાઓને ન હોવાથી મરે એટલે તુરત જ મોક્ષ જ જાય. તેથી આ રીતે પાપક્રિયા કરનારા જીવો પણ નિરંતર મોક્ષે જ જો જાય તો આ સંસાર શૂન્ય થઈ જાય. કારણ કે પાપકર્મ કરનારા જીવો આ સંસારમાં બહુ જ છે અને તે પાપકર્મ કરનારા ધર્મ કર્યા વિના મૃત્યુ પછી તુરત જ મોક્ષે જાય અને નિરંતર જીવોનું મોક્ષ ગમન થવાથી આ સંસાર અલ્પજીવોવાળો અથવા શૂન્ય થઈ જાય આ એક મોટો દોષ આવે.
(૨) તથા “મને પુણ્ય બંધાય, ધર્મ થાય” ઈત્યાદિ આશંસાપૂર્વક કરાયેલી દાનાદિ ક્રિયાઓથી કર્તાની ઈચ્છા છે માટે જો પુણ્ય બંધાતું હોય અને ધર્મ થતો હોય તો અદૃષ્ટ ફળવાળી એવી તે દાનાદિ ક્રિયાઓનો કરાયેલો જે પ્રારંભ છે તે જ ક્લેશબહુલ થશે. અર્થાત્ સંસારમાં પરિભ્રમણ કરાવવાનું કારણ બનશે. કારણ કે દાનાદિ ક્રિયા કરનારા જીવો મને આ ક્રિયાઓથી પુણ્ય બંધાય એવી આશંસા રાખે છે અને આશંસા હોય તેને તે ફળ મળે જ છે એવું તમારું માનવું છે. તેથી આ દાનાદિ ક્રિયા કરનારા જીવો અદૃષ્ટ ફળને (પુણ્યકર્મ બાંધીને બીજા ભવમાં ઘણી ધનાદિ સુખસામગ્રીને) અવશ્ય પામશે જ. કારણ કે તમારા મત પ્રમાણે તે ફળ તે જીવો વડે ઈચ્છાયું છે અને કર્તા જે ફળની આશંસા રાખે તે ફળ મળે છે આવો તમારો મત છે. તેથી ભવાન્તરમાં સુખી જ થશે. ત્યારબાદ તે જીવો બીજા ભવમાં તે પુણ્યબંધના વિપાકને (ફળને-સુખને) અનુભવતા છતા તેવું જ સંસારનું સુખ મેળવવાને પ્રેરાયા છતા ફરીથી પણ દાનાદિ ક્રિયાઓમાં જ પ્રવૃત્તિ કરશે અને મનમાં માનશે કે ગયા ભવમાં કંઈક દાનાદિ ક્રિયાઓ દ્વારા પુણ્ય ઉપાર્જન કરેલું છે તો જ આ ભવમાં આવી સુખસંપત્તિ અને વૈભવ મળેલ છે. હવે જો હું આ ભવમાં કંઈ નવાં દાનાદિ પુણ્યકર્મો નહીં કરું તો આ સંપત્તિનો વૈભવ ચાલ્યો જશે અને હું દુઃખી દુઃખી થઈ જઈશ. તેથી ચાલો આ બીજા ભવમાં પણ દાનાદિ પુણ્યક્રિયાઓ કરીએ. આમ સુખમાં અંજાયેલા આ જીવો ફરીથી પણ દાનાદિ શુભક્રિયાઓમાં જ સવિશેષ પ્રવૃત્તિ કરશે, તેનાથી ફરીથી પણ અદૃષ્ટફળ (પુણ્યબંધ) થવા વડે ત્રીજો ભવ નક્કી થશે ત્યાં પણ તે પુણ્યનો વિપાક (સુખસંપત્તિ) મળશે. તેને ભોગવતાં ફરીથી પણ અષ્ટફળની આશંસાથી દાનાદિ શુભક્રિયાઓ કરશે. આ રીતે દાનાદિ શુભ ક્રિયાઓ કરનારાને તો અનંતાનંત જન્મ-મરણની પરંપરા સ્વરૂપ સંસારની વૃદ્ધિ જ થશે. સારાંશ કે અશુભ ક્રિયા કરનારા કોઈ પાપબંધની આશંસા રાખતા નથી. આશંસા હોય તો જ ફળ મળે અને આશંસા ન
Page #146
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૨૧ હોય તો ફળ ન મળે. આ ન્યાયે આ સર્વે જીવો મૃત્યુ પછી નિયમા મોક્ષે જ જાય અને દાનાદિ શુભ ક્રિયા કરનારા જીવો પુણ્યબંધની આશંસા રાખતા હોવાથી તે ફળ ભોગવવા અન્ય અન્ય ભવો કરતાં સંસારમાં રખડનારા જ બનશે. આ વાત યુક્તિસંગત નથી. હે અગ્નિભૂતિ ! તમારી માન્યતામાં આવા દોષો આવશે.
અગ્નિભૂતિ કહે છે કે - હે ભગવાન્ ! ભલેને એમ જ હો. એમ માનવામાં અમને શું દોષ છે ? અશુભ ક્રિયા કરનારા સર્વે જીવો મૃત્યુ પછી (પાપબંધ ન હોવાથી) મોક્ષ જાય અને શુભ ક્રિયા કરનારા (પુણ્યબંધવાળા હોવાથી) સંસારમાં રખડે અને સંસારના સુખે સુખી થાય, આમ માનીએ તો શું વાંધો ? અમને તો આમ માનવામાં પણ કંઈ દોષ દેખાતો નથી.
ભગવાન કહે છે કે હે અગ્નિભૂતિ ! આમ માનવામાં ઘણી મોટી બાધા (પીડાદોષ) છે. જો ખરેખર આમ જ હોય તો કૃષિ-વેપાર અને પશુવિનાશ આદિ અશુભક્રિયા કરનારા સર્વે પણ જીવો અદૃષ્ટફળ એવું જે પાપબંધરૂપ કર્મ, તેનો સંચય ન થવાથી મૃત્યુ બાદ તમારી માન્યતા મુજબ સર્વે પણ જીવોનું મુક્તિગમન જ થશે. અશુભક્રિયા કરનારા જીવોમાંનો એક પણ જીવ આ સંસારમાં રહેશે નહીં અને તેથી જ તેવા પાપકર્મના વિપાકને અનુભવનારા દુઃખી-દુઃખી જીવો આ સંસારમાં કોઈ એક પણ હશે નહીં અને દાનાદિ શુભક્રિયાઓને કરનારા તથા તેના શુભફળને (સાંસારિક સુખસંપત્તિ અને વૈભવને) જ ભોગવનારા જીવો કેવળ બાકી રહેશે અને તે બધા પુણ્યબંધવાળા હોવાથી સુખી સુખી જ રહેશે. એટલે કે બધા સુખી જ રહેશે. દુઃખી એક પણ નહીં હોય આવું બનશે. પણ જગતમાં આવું દેખાતું નથી. તેથી તમારી માન્યતા ખોટી છે.
આ સંસારમાં દુઃખી કોઈ હોય જ નહીં અને બધા સુખી જ હોય એવું ક્યારેય બન્યું નથી, બનતું નથી અને બનવાનું પણ નથી. માટે તમારી વાત મિથ્યા છે. ઉલટું દુઃખી જીવો ઘણા છે અને સુખી જીવો ઓછા છે. તેથી ઈચ્છા હોય કે ઈચ્છા ન હોય પણ અશુભ ક્રિયાનું અને શુભક્રિયાનું અષ્ટફળ (પાપબંધ અને પુણ્યબંધ) અવશ્ય છે જ અને અન્ય બાહ્ય સામગ્રીના અભાવે અવિકલ કારણતા ન મળવાથી દૃષ્ટફળ (ધાન્યપ્રાપ્તિ અને યશ આદિ) મળવામાં અનેક વિકલ્પો છે, મળે પણ ખરું અને ન પણ મળે. ઓછું પણ મળે અને વધારે પણ મળે ઈત્યાદિ. ll૧૬૨૧II
जमणिट्ठभोगभाजो, बहुतरगा जं च नेह मइपुव्वं । अद्दिवाणिट्ठफलं, कोइ वि किरियं समारभइ ॥१६२२॥
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૨
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
तेण पडिवज, किरिया अघिद्वेगंतियप्फला सव्वा । दिट्ठाणेगंतफला सा वि अदिट्ठाणुभावेण ॥१६२३॥ (यदनिष्टभोगभाजो, बहुतरका यच्च नेह मतिपूर्वाम् ।
अदष्टानिष्टफलां, कश्चिदपि क्रियां समारभते ॥ तेन प्रतिपद्यस्व क्रियाऽदृष्टैकान्तिकफला सर्वा । दृष्टानैकान्तिकफला, साऽप्यदृष्टानुभावेन ॥)
ગાથાર્થ - જે કારણથી અનિષ્ટ ભોગને (દુ:ખને) પામનારા જીવો આ સંસારમાં બહુ છે અને પાપકર્મનો બંધ થવા રૂપ અનિષ્ટ ફળની બુદ્ધિપૂર્વક આશંસા રાખીને કોઈ જીવ કૃષિ આદિ અશુભ ક્રિયા કરતા નથી. તેથી હે અગ્નિભૂતિ ! તમે આ વાતનો સ્વીકાર કરો કે સર્વે પણ ક્રિયા નિયમો અદેખફળને આપનારી જ છે (પાપ-પુણ્યને નિયમો બંધાવનારી જ છે) તથા તે સર્વે ક્રિયા દૃષ્ટફળ (ધાન્યપ્રાપ્તિ આદિ) આપવામાં અનૈકાન્તિક ફળ વાળી છે અને તે પણ અદૃષ્ટ એવા પાપ-પુણ્યના કારણે જ છે. ll૧૬૨૨-૧૬૨૭ll
વિવેચન - હે અગ્નિભૂતિ ! અનિષ્ટભોગનો (પ્રતિકુળતાઓનો) અનુભવ કરનારા જીવો આ સંસારમાં બહુ છે. એટલે કે અશુભ કર્મોના ઉદયથી પ્રાપ્ત થયેલાં દુઃખોનો અનુભવ કરનારા એવા દુઃખી જીવોની સંખ્યા બહુ છે અને શુભકર્મોના ઉદયથી પ્રાપ્ત થયેલાં સુખોનો અનુભવ કરનારા એવા સુખી જીવોની સંખ્યા અતિશય અલ્પ છે. તે કારણથી સ્પષ્ટ સમજાય છે કે દાનાદિ શુભ ક્રિયા હોય કે કૃષિ આદિ અશુભ ક્રિયા હોય પરંતુ સર્વે પણ ક્રિયા શુભાશુભ કર્મબંધરૂપ (પુણ્યબંધ અને પાપબંધ સ્વરૂપ) અદેખફળને અવશ્ય આપનારી છે. અષ્ટફળ આપવામાં એકાન્તિક (નિશ્ચિત) ફળ આપનારી છે. શુભ ક્રિયાઓ આ જીવ પાસે અવશ્ય પુણ્યબંધ કરાવે જ છે અને અશુભક્રિયાઓ અવશ્ય પાપબંધ કરાવે જ છે.
સારાંશ એ છે કે આ સંસારમાં દુઃખી જીવો ઘણા છે અને સુખી જીવો અત્યન્ત અલ્પ છે. તે ઉપરથી સમજાય છે કે કૃષિ-વેપાર અને પશુવિનાશ આદિ અશુભ ક્રિયા કરનારાની સંખ્યા બહુ છે. તે ક્રિયાઓ દ્વારા બાંધેલા પાપકર્મરૂપ અદૃષ્ટફળનો વિપાક (દુઃખ) પણ બહુ જીવોને છે. તેથી દુઃખીની સંખ્યા ઘણી છે અને તેનાથી ઈતર એવી દાનાદિ શુભક્રિયા કરનારા જીવોની સંખ્યા અલ્પ છે અને તે દાનાદિ ક્રિયાઓ દ્વારા બાંધેલા પુણ્યકર્મરૂપ અદૃષ્ટફળનો વિપાક (સુખ) પણ અલ્પ જીવોને જ છે. તેથી સુખીની સંખ્યા અત્યન્ત અલ્પ છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૨૩
અશુભ ક્રિયા કરનારા જીવો બહુ, તેથી પાપબંધ કરનારા બહુ અને તેથી દુઃખી જીવો બહુ છે. શુભક્રિયાઓ કરનારા અલ્પ, તેથી પુણ્યબંધ કરનારા અલ્પ અને તેથી સુખી જીવો અલ્પ છે.
પ્રશ્ન - ઉપરોક્ત વાતથી વિપરીત આ સંસારમાં કેમ નથી બનતું ? અર્થાત્ દુઃખી જીવો અલ્પ અને સુખી જીવો બહુ. અશુભક્રિયા કરનારા અલ્પ અને શુભ ક્રિયા કરનારા બહુ, આમ કેમ થતું નથી ?
ઉત્તર - હે અગ્નિભૂતિ ! આ સંસારમાં મોહનીયકર્મના ઉદયને કારણે અશુભક્રિયા કરનારાઓની સંખ્યા સદાકાલ બહુ જ હોય છે. તેથી પાપકર્મ કરનારાઓની જ સંખ્યા બહુ હોય છે. આ કારણે દુઃખી જીવો જ ઘણા હોય છે. મોહનીય કર્મની મંદતા બહુ અલ્પજીવોને જ હોય છે. તેથી શુભક્રિયા કરનારા જીવોની સંખ્યા સદાકાલ અલ્પ જ હોય છે. તેથી પુણ્યકર્મ બાંધનારાની સંખ્યા અલ્પમાત્રાએ જ હોય છે. આ કારણે સુખી જીવોની સંખ્યા નિરંતર અલ્પ જ હોય છે.
પ્રશ્ન - હે ભગવાન્ ! જો કૃષિ આદિ અશુભ ક્રિયા કરનારાઓને અદેખું ફળ પ્રાપ્ત થતું જ હોય. અર્થાત્ પાપકર્મ બંધાતું જ હોય તો દાનાદિ શુભક્રિયા કરનારા જીવો જેમ આ ક્રિયાથી અમને પુણ્યબંધ રૂપ અદષ્ટ ફળ મળજો જેનાથી ભવાન્તરમાં અમે સુખી થઈએ આવી આશંસા રાખે છે અને આવી આશંસા રાખીને જ પ્રાયઃ દાનાદિ શુભક્રિયા કરે છે તેવી રીતે કૃષિ આદિ અશુભક્રિયા કરનારા જીવો આ ક્રિયાથી અમને પાપબંધ થવા સ્વરૂપ અદૃષ્ટફળ પ્રાપ્ત થજો કે જેથી અમે ભવાન્તરમાં દુઃખી થઈએ, આવી આશંસા રાખીને કૃષિ આદિ અશુભક્રિયા કરનારા બનવા જોઈએ, આવું કેમ બનતું નથી ? પાપબંધ અને દુઃખી થવાની આશંસા રાખીને અશુભ ક્રિયા કરનારો કોઈ એક જીવ પણ કેમ દેખાતો નથી ? દાનાદિ ક્રિયા કરનારા પુણ્યબંધની અને સુખની આશંસા રાખે છે તેમ ખેતી-વેપાર આદિ ક્રિયા કરનારા જીવો પાપબંધ અને દુઃખની આશંસા રાખીને કરનારા બનવા જોઈએ.
ઉત્તર - સંસારી સર્વે પણ જીવો સુખને જ ઈચ્છે છે, દુઃખને કોઈ ઈચ્છતું નથી. સર્વને સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “સર્વેડપિ સુરમિચ્છત્તિ, હું છું નેચ્છત્તિ માનવ:” પરંતુ દુઃખ આવ્યા વિના રહેતું નથી. આ રીતે દુઃખપ્રાપ્તિની આશંસા નથી છતાં બહુજીવોને દુઃખ આવે જ છે અને સુખપ્રાપ્તિની તીવ્ર આશંસા છે છતાં સુખપ્રાપ્તિ કોઈકને જ થાય છે. તેથી પણ માનવું જોઈએ કે આશંસા પ્રમાણે ફળપ્રાપ્તિ
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૪
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
થતી નથી. પરંતુ અવિકલકારણને અનુસારે ફળપ્રાપ્તિ થાય છે. માટે અશુભક્રિયા પાપબંધનું કારણ હોવાથી અને શુભક્રિયા પુણ્યબંધનું કારણ હોવાથી તે તે કારણને અનુરૂપ પાપના બંધરૂપ અને પુણ્યના બંધરૂપ અદૃષ્ટફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. માટે શુભાશુભ સર્વે પણ ક્રિયા અદૃષ્ટફળપ્રાપ્તિમાં ઐકાન્તિક કારણ છે. તે ક્રિયાઓથી પુણ્ય-પાપબંધ રૂપ અદૃષ્ટફળ અવશ્ય મળે જ છે. ઈચ્છા કે આશંસા પ્રમાણે ફળ મળતું નથી. પરંતુ અવિકલ કારણો મળવાથી તે તે કાર્ય થાય છે.
ધાન્યપ્રાપ્તિ-અર્થપ્રાપ્તિ અને માંસભક્ષણ આદિની આશંસાપૂર્વક કરાયેલી કૃષિવેપાર અને પશુવિનાશની ક્રિયા તે તે દૃષ્ટફળ આપવામાં અનૈકાન્તિક છે. દૃષ્ટફળ આપે અથવા ન પણ આપે, અર્થાત્ શુભાશુભ સર્વે પણ ક્રિયા અદૃષ્ટફળ આપવામાં ઐકાન્તિક છે અને દૃષ્ટફળ આપવામાં અનૈકાન્તિક (વૈકલ્પિક) છે. દૃષ્ટફળ આપે અથવા ન પણ આપે. પરંતુ અદૃષ્ટફળ તો અવશ્ય આપે જ.
પ્રશ્ન - આમ કેમ ? દૃષ્ટફળ જ અવશ્ય પ્રાપ્ત થાય, આવો નિયમ કેમ નહીં ? અને અર્દષ્ટ ફળ અવશ્ય મળે જ, તેની ઈચ્છા હોય કે ન હોય તો પણ મળે જ, આનું કારણ શું ? શુભ કે અશુભ આમ સર્વે પણ ક્રિયા દૃષ્ટફળની આશંસા રાખીને જ કરાય છે. તો પણ તેની પ્રાપ્તિ વિકલ્પવાળી અને અર્દષ્ટફળની આશંસા કરાતી નથી છતાં તેની પ્રાપ્તિ નિયમા, આમ કેમ ?
ઉત્તર - દૃષ્ટફળમાં જે વિસંવાદ છે એકને ફળપ્રાપ્તિ થાય છે અને બીજાને ફળપ્રાપ્તિ થતી નથી. તેથી પણ સમજાય છે કે આમ ફળપ્રાપ્તિના વિસંવાદમાં અર્દષ્ટ જ કારણ છે. એટલે કે પૂર્વકાલમાં બાંધેલા પુણ્ય અને પાપના વિપાકોદયને કારણે જ દૃષ્ટફળની પ્રાપ્તિ અને અપ્રાપ્તિ થાય છે. અર્થાત્ તેમાં પણ અવશ્ય અદૃષ્ટ જ (કર્મ જ) કામ કરે છે. સરખે સરખા સાધનોપૂર્વક આરંભ કરાયેલી તુલ્ય ક્રિયાવાળા બે જીવોમાં કે બહુ જીવોમાં એકને દૃષ્ટફળની અપ્રાપ્તિ થાય છે અને બીજા જીવને તેવી દૃષ્ટફળની અપ્રાપ્તિ થતી નથી. આ વિસંવાદ અંદર રહેલા (પાપ અને પુણ્યરૂપ) અદૃષ્ટકારણ વિના સંભવિત નથી. માટે પણ હે અગ્નિભૂતિ ! પાપ-પુણ્યરૂપ અદૃષ્ટકારણ (કર્મતત્ત્વ) છે જ. આમ સ્વીકારવું જોઈએ. આ વાત અમે પહેલાં ‘‘નો તુમાળાનું તે વિશેનો ન સો વિળા હેૐ'' ઈત્યાદિ ૧૬૧૩ મી ગાથામાં કહી ગયા છીએ. ૧૬૨૨-૧૬૨૩
अहवा फलाउ कम्मं, कज्जत्तणओ पसाहियं पुव्वं । परमाणवो घडस्स व, किरियाण तयं फलं भिन्नं ॥ १६२४॥
Page #150
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૧ ૨૫
બીજા ગણધર - અગ્નિભૂતિ (अथवा फलात् कर्म, कार्यत्वतः प्रसाधितं पूर्वम् ।
परमाणवो घटस्येव क्रियाणां तत् फलं भिन्नम् ॥)
ગાથાર્થ - અથવા ફળવિશેષની પ્રાપ્તિ સ્વરૂપ કાર્ય દ્વારા કર્મ પહેલાં (૧૬ ૧૩ માં) સિદ્ધ કર્યું જ છે. જેમ ઘટાત્મક કાર્યના કારણભૂત પરમાણુઓ હોય છે તેમ, આ રીતે ક્રિયાનું ફળ (કર્મ) કંઈક ભિન્ન છે. /૧૬૨૪l
વિવેચન - એક સરખી સમાન ખેતી કરનારાઓમાં કોઈકને ધાન્યપ્રાપ્તિ થાય છે અને કોઈકને ધાન્યની પ્રાપ્તિ થતી નથી. એકસરખી સમાન વસ્તુનો વેપાર સાથે શરૂ કરનારા જીવોમાં પણ એકને ગરાગી જામે છે, અર્થપ્રાપ્તિ થાય છે અને બીજાને ગરાગી જામતી નથી, અર્થપ્રાપ્તિ થતી નથી. આમ સમાન સાધન-સામગ્રીવાળા જીવોમાં પણ જે ફળની વિશેષતા દેખાય છે, ફળભેદ જણાય છે તે ફળભેદ કારણ વિના સંભવતો નથી. તે ફળભેદની પાછળ પણ કોઈક કારણ છે. જે આ કારણ છે તે જ “પુણ્ય-પાપ રૂપ કર્મતત્ત્વ છે. જેમ પરમાણુ સૂક્ષ્મ હોવાથી જગતમાં દેખાતા નથી. પરંતુ તે પરમાણુઓનો બનેલો (કાર્યભૂત) એવો ઘટ અવશ્ય દેખાય છે. હવે જો ન દેખાતા એવા પરમાણુઓ આ સંસારમાં હોત જ નહીં તો આ ઘટ બનત શેનો ? એટલે કે ઘટાત્મક કાર્ય પણ ન જ થાત. પરંતુ ઘટાત્મક કાર્ય થાય છે. માટે તેના કારણભૂત પરમાણુ ભલે અદેશ્ય હોય, ચક્ષુથી દેખાતા ન હોય તો પણ તે અવશ્ય છે જ. તેવી રીતે ધાન્યાદિની પ્રાપ્તિરૂપ દશ્ય ફળમાં ભેદવિશેષ પ્રત્યક્ષ દેખાય જ છે. તેથી તેના કારણભૂત પુણ્ય-પાપ સ્વરૂપ અદેશ્ય એવું કર્મતત્ત્વ અવશ્ય છે જ. આમ સ્વીકારવું જોઈએ. આ વાત અમે ૧૬ ૧૩ માં કહી ગયા છીએ.
શુભાશુભ ક્રિયાઓથી કર્મ બંધાય છે. માટે શુભાશુભ ક્રિયા એ કર્મબંધનું નિમિત્ત કારણ છે અને પુણ્યબંધ-પાપબંધરૂપ કર્મતત્ત્વ એ શુભાશુભ ક્રિયાઓનું કાર્ય છે. કારણથી કાર્ય સદા કથંચિ ભિન્ન હોય છે. જેમ તુરી-વેમાદિ અને પટ, દંડ-ચક્રાદિ અને ઘટ, તેમ ક્રિયાથી કર્મ કથંચિત્ ભિન્ન છે. આમ જાણવું જોઈએ.
શુભાશુભ ક્રિયાઓથી પુણ્ય-પાપરૂપ કર્મબંધ થાય છે અને બંધાયેલા તે પુણ્ય પાપકર્મના વિપાકોદયથી સુખ-દુઃખની પ્રાપ્તિ થાય છે અને તે કારણથી જીવ સુખી-દુઃખી થાય છે. શુભક્રિયા કરનારા, પુણ્યનો બંધ કરનારા, સુખી જીવો અલ્પ અને અશુભ ક્રિયા કરનારા, પાપકર્મનો બંધ કરનારા અને દુઃખી જીવો સદા બહુ હોય છે. /૧૬૨૪ો
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૬
બીજા ગણધર - અગ્નિભૂતિ
आह नणु मुत्तमेवं, मुत्तं चिय कज्जमुत्तिमत्ताओ ।
इह जह मुत्तत्तणओ, घडस्स परमाणवो मुत्ता ॥ १६२५ ॥
( आह ननु मूर्तमेवं, मूर्तमेव कार्यमूर्तिमत्त्वात् ।
इह यथा मूर्तत्वतो, घटस्य परमाणवो मूर्ताः ॥ )
ગણધરવાદ
=
ગાથાર્થ - આ પ્રમાણે તો કર્મ મૂર્ત સિદ્ધ થશે. ઉત્તર કાર્ય મૂર્ત હોવાથી કર્મ મૂર્ત જ છે. જેમ ઘટકાર્ય મૂર્ત હોવાથી કારણભૂત પરમાણુઓ પણ મૂર્ત જ છે. ૧૬૨૫
વિવેચન - અગ્નિભૂતિ હવે નીચે જણાવાતો પ્રશ્ન જ્યારે કરે છે ત્યારે તેઓ મૂર્ત અને અમૂર્તના સાચા અર્થને જાણતા નથી તેથી તે આવા પ્રકારનો પ્રશ્ન કરે છે અથવા મૂર્ત અને અમૂર્તનો સાચો અર્થ શું છે તે સમજાવવા માટે ગ્રંથકારશ્રી શિષ્ય પાસે આવો પ્રશ્ન કરાવે છે કે -
પુણ્યાત્મક કર્મથી સુંદર શરીર, સુંદર ઈન્દ્રિયો અને સુંદર ધન-વૈભવાદિ જો મળે છે અને પાપાત્મક કર્મથી અસુંદર શરીર, અસુંદર (ખોડખાંપણવાળી) ઈન્દ્રિયો અને નિર્ધનતા-જર્જરિત ગૃહાદિ જો મળે છે. તો ફળસ્વરૂપે પ્રાપ્ત થયેલાં શરીર-ઈન્દ્રિયો અને ધનવૈભવ આદિ પદાર્થો મૂર્ત છે (ચક્ષુગોચર છે. આંખે દેખાય છે) તો તેનું કારણ માનેલું કર્મ પણ મૂર્ત જ હોવું જોઈએ. (ચક્ષુગોચર હોવું જોઈએ-આંખે દેખાવું જોઈએ) જેનું કાર્ય મૂર્ત તેનું કારણ પણ મૂર્ત જ હોય છે. જેમકે ઘર એ મૂર્ત છે (ચક્ષુગોચર છે) તો તેના કારણભૂત ઈટ-ચૂનો-લોખંડ-લાકડું વગેરે પદાર્થો પણ મૂર્ત જ છે. (ચક્ષુગોચર જ છે) તેમ કર્મ પણ મૂર્ત જ ચક્ષુગોચર સિદ્ધ થશે અને તે દેખાતું તો નથી. તો આ કેમ ઘટે ? આવો પ્રશ્ન કોઈક કરે છે.
મૂર્ત-અમૂર્ત શબ્દના વ્યવહારનય અને નિશ્ચયનયથી જુદા જુદા અર્થ છે. ચક્ષુથી દેખાય તે મૂર્ત અને ચક્ષુથી ન દેખાય તે અમૂર્ત આ અર્થ વ્યવહારનયને આશ્રયી છે. કારણ કે વ્યવહારી જીવો દેખાતા ને મૂર્ત અને ન દેખાતાને અમૂર્ત સમજે છે. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ જેમાં હોય તે મૂર્ત અને વર્ણાદિ ગુણો જેમાં ન હોય તે અમૂર્ત આ અર્થ નિશ્ચયનયને આશ્રયી છે. પ્રશ્ન કરનાર શિષ્ય આવા વ્યવહાર-નિશ્ચયનયજન્ય અર્થને ન જાણતા હોય તે રીતે વ્યવહારનયના અર્થને જ લક્ષ્યમાં રાખીને આ પ્રશ્ન કરે છે. ચક્ષુથી દેખાય તે મૂર્ત અને ચક્ષુથી ન દેખાય તે અમૂર્ત. આ અર્થનું જ મનમાં રટન રાખીને શિષ્ય પ્રશ્ન કરે છે કે શરીરાદિ મૂર્ત (ચક્ષુગોચર) છે તો તેના કારણભૂત કર્મ પણ મૂર્ત (ચક્ષુગોચર) હોવું જોઈએ. તેથી જો કર્મ કારણ હોય તો તે કર્મ દેખાવું જોઈએ. પરંતુ મૂર્ત-અમૂર્ત શબ્દનો
Page #152
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૨૭
વાસ્તવિક (નિશ્ચયનયને આશ્રયી) સાચો અર્થ એ છે કે જે વર્ણાદિ ગુણવાળું દ્રવ્ય હોય દ્રવ્ય હોય તે અમૂર્ત. આ અર્થને ધ્યાનમાં રાખીને
તે મૂર્ત અને વર્ણાદિ ગુણો વિનાનું ભગવાન ઉત્તર આપે છે કે -
કર્મ મૂર્ત જ છે. અમૂર્ત છે જ નહીં. કારણ કે કર્મ એ કાર્મણ વર્ગણાઓના પુદ્ગલ દ્રવ્યોનું જ બનેલું છે. આ જીવ કાર્પણવર્ગણાને ગ્રહણ કરીને કર્મરૂપે પરિણામ પમાડે છે. આખર તો તે પુદ્ગલદ્રવ્ય જ છે અને જે પુદ્ગલદ્રવ્ય હોય છે તે વર્ણાદિ ગુણવાળું જ હોય છે. વર્ણાદિ ગુણવાળું હોવાથી કર્મ મૂર્ત જ છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે “પિળ: પુાના: '' તત્ત્વાર્થસૂત્ર ૫/૪. સમસ્ત પુદ્ગલાસ્તિકાય દ્રવ્યરૂપી છે. અર્થાત્ મૂર્ત જ છે.
અમારે (જૈનોએ) યુક્તિઓ આપીને પ્રયત્નપૂર્વક જે સમજાવવાનું હતું, સાધવાનું હતું તે પરના સિદ્ધાન્તને નહીં જાણનારા એવા તમારા વડે બાલ-બુદ્ધિના કારણે અમને દોષ આપવાના આશયથી સિદ્ધ કરાયું. સારાંશ કે અમારે જે સાધવાનું હતું તે જ તમે સિદ્ધ કર્યું.
અમે (જૈનો) એમ જ કહીએ છીએ કે “કર્મ” એ મૂર્ત પદાર્થ છે. કારણ કે તેના કાર્યભૂત શરીર-ઈન્દ્રિયો-ધન-વૈભવાદિ મૂર્ત છે માટે. અહીં જે જે કાર્ય મૂર્ત હોય છે. તેનું તેનું કારણ પણ મૂર્ત હોય છે. જેમકે ઘટ મૂર્ત (વર્ણાદિ ગુણવાળો) છે. તેથી તેના કારણભૂત પરમાણુઓ પણ મૂર્ત (વર્ણાદિ ગુણવાળા) જ છે. આ અન્વય વ્યાપ્તિ છે અને જે કારણ અમૂર્ત હોય છે. તેનું કાર્ય પણ અમૂર્ત જ હોય છે. આ વ્યતિરેકવ્યાપ્તિ છે. જેમ જ્ઞાન એ કાર્ય છે અને આત્મા એ કારણ છે. અહીં જ્ઞાન અમૂર્ત (વર્ણાદિરહિત) છે તેથી કારણ એવો આત્મા પણ અમૂર્ત (વર્ણાદિ રહિત) જ છે. અહીં કારણશબ્દથી ન્યાયની પરિભાષા
પ્રમાણે સમવાયિકારણ એટલે કે જૈનદર્શનની પરિભાષા પ્રમાણે ઉપાદાનકારણ સમજાવાય છે. પણ નિમિત્ત કારણ સમજવું નહીં. જ્ઞાનનું સમવાયિકારણ જે આત્મા છે તે અમૂર્ત છે આમ જાણવું. જ્ઞાનનાં નિમિત્ત કારણો રૂપ જે-પુસ્તક અથવા પ્રકાશ વગેરે હોય છે તે મૂર્ત હોઈ શકે છે અમે તેની વાત કરતા નથી.
આ રીતે વિચારતાં શરીરાદિ કાર્ય મૂર્ત છે. માટે તેનું કારણ કર્મ પણ મૂર્ત જ છે. જ્ઞાનાત્મક કાર્ય અમૂર્ત માટે તેનું કારણ આત્મા પણ અમૂર્ત જ છે. કાર્યને અનુરૂપ સમવાયિકારણ હોય છે. માટે કર્મ મૂર્ત છે જ. જે અમારે (જૈનોને) સાધવાનું હતું તે જ વાત તમે સાધી. તે ઘણું સારું થયું. તમે અમારા આશયને જાણતા ન હતા. તેથી હે અગ્નિભૂતિ ! બાલબુદ્ધિથી પ્રશ્ન કરવા ગયા પણ અમને ઈષ્ટ જે વસ્તુ હતી તે જ તમારા વડે સિદ્ધ કરાઈ.
Page #153
--------------------------------------------------------------------------
________________
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
પ્રશ્ન - કર્મના ઉદયથી જેમ શરીર-ઈન્દ્રિયાદિ પ્રાપ્ત થાય છે તેમ સુખ-દુઃખાદિ પણ કર્મના ઉદયથી જ પ્રાપ્ત થાય છે અને સુખ-દુઃખાદિ તો આત્માના ગુણો હોવાથી અમૂર્ત છે. તેનું કારણ પણ કર્મ જ બને છે. માટે કર્મ અમૂર્ત (વર્ણાદિરહિત) હોવું જોઈએ. કારણ કે કાર્ય એવાં સુખ-દુઃખાદિ અમૂર્ત છે. માટે જો કર્મને મૂર્ત માનીએ તો મૂર્ત એવા કર્મમાંથી અમૂર્ત એવા સુખ-દુઃખાદિ ગુણોની ઉત્પત્તિ માનવી પડે. તે કેમ ઘટે ? કારણ કે મૂર્તમાંથી અમૂર્તની ઉત્પત્તિ ન થાય. તથા કર્મના ઉદયથી શરીરાદિ પણ મળે છે અને સુખ-દુઃખાદિ પણ મળે છે. એટલે કર્મને મૂર્તનું કારણ હોવાથી મૂર્ત અને અમૂર્તનું કારણ હોવાથી અમૂર્ત એમ બન્ને માનવાનો પ્રસંગ આવે. પરંતુ એક દ્રવ્યમાં મૂર્તત્વ અને અમૂર્તત્વ એમ બન્ને ભાવો ન ઘટે. મૂર્તત્વ અને અમૂર્તત્વ બન્ને પરસ્પર વિરુદ્ધ છે. કર્મ નામના એક જ તત્ત્વમાં પરસ્પર વિરોધી બે ધર્મો કેમ હોય ?
૧૨૮
ઉત્તર - આ કારણથી જ અહીં કારણશબ્દથી સમવાયિકારણ (અર્થાત્ ઉપાદાન કારણ) જ લેવાનું છે. નિમિત્તકારણ લેવાનું નથી. એવી સ્પષ્ટતા અમે પહેલાં કરી ગયા છીએ. સુખ-દુઃખાદિ આત્માના ગુણો હોવાથી અવશ્ય અમૂર્ત છે જ. પરંતુ તેનું સમવાયિકારણ આત્મા જ છે, કર્મ નથી અને આત્મા અમૂર્ત જ છે. કર્મ તો સુખ-દુઃખાદિની પ્રાપ્તિનું નિમિત્તકારણ છે. ઉપાદાન કારણ નથી. જેમ અન્ન-પાન મૂર્ત હોવા છતાં સુખનું નિમિત્તકારણ બને છે અને સર્પ-સિંહ-વિષાદિ મૂર્ત હોવા છતાં દુઃખનું નિમિત્તકારણ બને છે. તેમ પુણ્ય અને પાપકર્મ પણ સુખ-દુઃખનું નિમિત્તકારણ જરૂર બને જ છે. અમૂર્તનું નિમિત્તકારણ મૂર્ત હોઈ શકે છે. પણ સમાયિ કારણ અમૂર્તકાર્યનું અમૂર્ત અને મૂર્તકાર્યનું મૂર્ત જ હોય છે. માટે કર્મ એ પૌદ્ગલિકપદાર્થ હોવાથી વર્ષાદિ ગુણોપેત હોવાથી અને મૂર્ત એવા શરીરાદિનું ઉપાદાન કારણ હોવાથી મૂર્ત જ છે. ૧૬૨૫
तह सुहसंवित्तिओ, संबंधे वेणुब्भवाओ य । बज्झबलाहाणाओ, परिणामाओ य विण्णेयं ॥१६२६॥ आहार इवानल इव घडुव्व नेहाइकयबलाहाणो । खीरमिवोदाहरणाई, कम्मरूवित्तगमगाई ॥१६२७॥ ( તથા સુદ્ધસંવિત્તે:, સમ્બન્ધે તેનોદ્ધવાન્ન बाह्यबलाधानात्, परिणामाच्च विज्ञेयम् ॥ आहार इवानल इव घट इव स्नेहादिकृतबलाधानः । क्षीरमिवोदाहरणानि कर्मरूपित्वगमकानि ॥ )
Page #154
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૨૯ ગાથાર્થ - જેના સંબંધમાં આહારની જેમ સુખનું સંવેદન થતું હોય, અગ્નિની જેમ વેદનાની ઉત્પત્તિ થતી હોય, તૈલાદિ પદાર્થો વડે કરાયેલા બલોધાનવાળા ઘટની જેમ અને દૂધની જેમ પરિણામિપણું હોવાથી કર્મ એ મૂર્તિ છે. આ ચારે કર્મના મૂર્તત્વને સાધનારાં ઉદાહરણો જાણવાં. /૧૬૨૬-૧૬૨૭ll
| વિવેચન - “કર્મ એ ચક્ષુગોચર ભલે ન હોય તો પણ વર્ણાદિ ગુણોવાળું હોવાથી પુદ્ગલ છે અને મૂર્ત છે. આ વાત સમજાવવા માટે આ બે ગાથામાં નવા ચાર હેતુઓ તથા નવાં ચાર ઉદાહરણો કહે છે. ૧૯૨૬ મી ગાથામાં ચાર હેતુઓ છે અને ૧૯૨૭ મી ગાથામાં તેનાં જ અનુક્રમે ચાર ઉદાહરણો છે. પક્ષ અને સાધ્યને જણાવનારી પ્રતિજ્ઞા સર્વત્ર “પૂર્વ ” આ એક જ સમજવી. અનુમાનની નીતિ-રીતિ મુજબ તેની સ્પષ્ટતા આ પ્રમાણે -
(૧) માં મૂર્તિ, તત્સમ્બન્ધ સુવાર્તિવઃ , માદારવતું, કર્મ એ પક્ષ, મૂર્તિ એ સાથે, તેના સંબંધમાં સુખાદિનું સંવેદન એ હેતુ, અને આહાર એ ઉદાહરણ જાણવું. કર્મ એ અવશ્ય મૂર્તિપદાર્થ જ છે. અર્થાત્ પુદ્ગલદ્રવ્ય જ છે. (નૈયાયિક-વૈશેષિકો કર્મને ધર્મઅધર્મ કહીને આત્માના ગુણરૂપ માને છે. તેના ખંડન માટે આ બધાં અનુમાનો છે.) કારણ કે કર્મના સંબંધમાં જીવને સુખાદિનું સંવેદન (સુખ અને દુઃખનો અનુભવ) થાય છે જેના જેના સંબંધમાં સુખ-દુઃખાદિનું સંવેદન થતું હોય છે. તે અવશ્ય મૂર્તિ જ હોય છે. જેમકે આહાર-પાણી-ઔષધ આદિ. આ અન્વયવ્યાપ્તિ અને અન્વયઉદાહરણ છે કે જે મૂર્ત નથી હોતું (અર્થાત્ અમૂર્ત હોય છે, તેના સંબંધમાં સુખ-દુઃખાદિનું સંવેદન થતું નથી. જેમકે આકાશાદિ. અમૂર્ત દ્રવ્યોનો સંબંધ આત્માને છે પણ તેનાથી સુખાદિનું સંવેદન થતું નથી. આ વ્યતિરેકવ્યાપ્તિ તથા વ્યતિરેક ઉદાહરણ છે. કર્મના સંબંધથી જીવને સુખાદિનું સંવેદન થાય છે. (આ ઉપનય છે) તેથી કર્મ એ અવશ્ય મૂર્તિ જ છે. (આ નિગમન છે) સારાંશ કે આહાર-પાણી-ઔષધ-વસ્ત્ર-અલંકાર અને પરિવારાદિ પદાર્થોના સંબંધમાં જીવને સુખદુઃખનો અનુભવ થાય છે અને તે પદાર્થો મૂર્તિ છે. તેવી જ રીતે કર્મના સંબંધમાં પણ જીવને સુખ-દુઃખાદિનો અનુભવ થાય છે. માટે કર્મ એ મૂર્તિપદાર્થ છે.
(૨) શ મૂર્તિ, વેનોમવા, મનવતું, જેના જેના સંબંધમાં વેદનાની (પીડાની) ઉત્પત્તિ થતી હોય છે તે તે પદાર્થો અવશ્ય મર્ત જ હોય છે. જેમકે અગ્નિ-સર્પ-સિંહ અને વિષ વગેરે. તેની જેમ કર્મના સંબંધથી જીવને પીડાનો ઉગમ થાય છે. માટે પણ કર્મ અવશ્ય મૂર્તિ જ છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૦
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
(૩) * મૂર્તિ, વાટોન વનાથાના, સ્નેહાર્નિવનાથાનધરવત, કર્મ એ મૂર્તદ્રવ્ય છે. કારણ કે બાહ્ય એટલે ઈન્દ્રિયગોચર એવા સ્ત્ર (પુષ્પમાલા), ચંદન અને અંગના (સ્ત્રી) આદિ પદાર્થો દ્વારા બલોપચય કરાતો હોવાથી. જેમ તૈલાદિ સ્નિગ્ધ પદાર્થો વડે ઘટ મજબૂત કરાય છે. (એટલે બળવૃદ્ધિવાળો કરાય છે) તેમ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય આદિમાં નિમિત્તભૂત થનારા એવા બાહ્ય પદાર્થો વડે કર્મ બળવાન બને છે. માટે કર્મ એ મૂર્તિ છે. અહીં આત્મા અને આત્માના જ્ઞાનાદિ જે ધર્મો છે તે બન્ને ભાવો આહારપાણી-અનુકુલ હવા-ઔષધ આદિ મૂર્તદ્રવ્યો વડે બલોપચય પામે છે. છતાં તે મૂર્ત નથી. તેથી તેમાં વ્યભિચાર દોષ આવે છે. તે દોષ રોકવા માટે હેતુમાં “સાત્મનો નાકીના તથHળ વ્યતિરિક્ત સતિ” આવું વિશેષણ ઉમેરવું.
(૪) “ મૂર્તિ, માત્માવિવ્યતિરિવૉલ્વે સત પરિમિત્વાન્ ક્ષીરમવ" કર્મ એ મૂર્ત પદાર્થ છે. પરિણામી દ્રવ્ય હોવાથી, દૂધની જેમ. જેમ દૂધદ્રવ્ય દહીંરૂપે, ખીરરૂપે, દૂધપાકરૂપે પરિણામ પામે છે માટે મૂર્તિ છે. તેવી જ રીતે કાર્મણવર્ગણા કર્મરૂપે, અને કર્મ પુનઃ કાર્યણાવર્ગણા રૂપે પરિણામ (રૂપાન્તર) પામે છે તથા શુભકર્મ અશુભકર્મરૂપે અને અશુભકર્મ શુભકર્મરૂપે પરિણામ પામે છે. માટે મૂર્તિ છે. અહીં પણ આત્માદિ કેટલાંક દ્રવ્યો અમૂર્તિ છે છતાં પરિણામી છે. તેથી ત્યાં વ્યભિચારદોષ આવે છે. તે વારવા માટે “માત્માદ્રિવ્યતિરિક્તત્વે સતિ” આવું વિશેષણ આપેલ છે.
કર્મ એ મૂર્તિ (રૂપી) પદાર્થ છે. વર્ણાદિ ગુણોવાળો પદાર્થ છે. આ રીતે કર્મ એ પુદ્ગલદ્રવ્ય છે. એમ સિદ્ધ થયું પણ નૈયાયિક આદિ માને છે તેવા ધર્મ-અધર્મ નામના આત્માના ગુણ સ્વરૂપ નથી. આ સમજાવવા માટે જ આ ચાર હેતુ અને આ ચાર ઉદાહરણો આપીને ચાર અનુમાનો જણાવ્યાં છે. ll૧૬૨૬-૧૬૨૭
अह मयमसिद्धमेयं, परिणामाउत्ति सो वि कज्जाओ । सिद्धो परिणामो से, दहिपरिणामादिव पयस्स ॥१६२८॥
(अथ मतमसिद्धमेतत्, परिणामादिति सोऽपि कार्यात् । સિદ્ધઃ પરિણામસ્તસ્થ, પરિણામવિવ પથ: )
ગાથાર્થ - “પરિપામત” આ હેતુ અસિદ્ધ છે. આવી બુદ્ધિ કદાચ તમારી થાય, તો તે બરાબર નથી. કારણ કે કાર્ય પરિણામી હોવાથી તેના કારણભૂત કર્મને પણ પરિણામ છે. જેમ દહીં પરિણામી હોવાથી દુધને પરિણામ છે તેમ. /૧૬ ૨૮
Page #156
--------------------------------------------------------------------------
________________
બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૩૧
વિવેચન - ઉપરની બન્ને ગાથામાં કર્મને મૂર્તત્વ સિદ્ધ કરવા માટે જે ચાર હેતુઓ આપ્યા છે તેમાંનો ચોથો હેતુ અસિદ્ધ હેત્વાભાસ છે એમ સમજતા અગ્નિભૂતિ પ્રશ્ન કરે છે કે -
ગણધરવાદ
‘‘વરણામાત્’’ આ હેતુ અસિદ્ધ હેત્વાભાસ છે. કારણ કે જે હેતુ પક્ષમાં ન હોય તેને અસિદ્ધ કહેવાય છે. અહીં કર્મ પરિણામી હોય અર્થાત્ કાર્યણવર્ગણા કર્મરૂપે પરિણામ પામતી હોય અર્થાત્ આવા પ્રકારનું કાર્યણવર્ગણાનું કર્મસ્વરૂપે રૂપાન્તર થતું હોય એમ જણાતું નથી. પરંતુ કર્મ એટલે ભાગ્ય-નસીબ એટલે કે ધર્મ અને અધર્મ નામનો આત્માનો ગુણ જ હોય એમ લાગે છે. માટે આ કર્મ આત્માના ગુણરૂપ છે પણ કાર્મણવર્ગણા રૂપ નથી કે જે કર્મરૂપે પરિણામ પામે. આવો નૈયાયિક-વૈશેષિકનો મત છે. તેને આશ્રયી અગ્નિભૂતિ પ્રશ્ન કરે છે.
ઉત્તર - તમારી આ વાત અયુક્ત છે. કારણ કે કર્મ એ આત્માના ગુણાત્મક નથી પરંતુ પરિણામી એવું પુદ્ગલદ્રવ્ય જ છે. કર્મમાં તે પરિણામ પણ સિદ્ધ જ છે. અસિદ્ધ નથી જ. કારણ કે કર્મનું કાર્ય જે શરીરાદિ છે તે પરિણામી છે. તેથી કર્મ પણ પરિણામી છે. ‘‘ધર્મ પરિગામિ ાર્યપરિમિત્વત્ પય: વ'' જેનું જેનું કાર્ય પરિણામી હોય છે તેનું તેનું કારણ પણ પરિણામી જ હોય છે. જેમ દૂધ એ કારણ છે અને દહીં એ કાર્ય છે. ત્યાં દહીમાંથી છાશ-માખણ-શીખંડ આદિ બનતા હોવાથી દહીં પરિણામીદ્રવ્ય છે. તેથી તેના કારણભૂત પુદ્ગલ એવું દૂધ દ્રવ્ય પણ પરિણામી દ્રવ્ય છે. તેની જેમ કર્મના વિપાકોદયથી પ્રાપ્ત થયેલ એવા કર્મના કાર્યભૂત શરીરાદિભાવો પરિણામી છે. તેથી તેના કારણભૂત એવું કર્મ પણ પરિણામી દ્રવ્ય જ છે. આ અનુમાનથી કર્મમાં પરિણામીપણું અવશ્ય સિદ્ધ થાય છે. માટે કાર્યણવર્ગણા જ કર્મરૂપે પરિણામ પામે છે અને બંધાયેલું કર્મ પણ આત્માના અધ્યવસાયને અનુસારે તીવ્ર-મંદપણે, ઉદ્ઘર્તના-અપવર્તના રૂપે, શુભાશુભ સંક્રમરૂપે અનેકવિધ પરિણામ પામનારું દ્રવ્ય છે. પરંતુ આત્માના ધર્માધર્મ સ્વરૂપ ગુણાત્મક
નથી.
તથા કર્મ એ આત્માથી કથંચિત્ ભિન્ન એવું પુદ્ગલદ્રવ્ય છે. તેથી જ રત્નત્રયીની સાધના દ્વારા તેનો કાલાન્તરે નાશ કરી શકાય છે. શુદ્ધ આત્મતત્ત્વ પ્રાપ્ત કરી શકાય છે. જો આત્માના ગુણ સ્વરૂપ હોત તો નાશ ન કરી શકાત. કારણ કે ગુણ-ગુણીનો અવિનાભાવ સંબંધ હોય છે. માટે કર્મ જો ગુણાત્મક હોત તો નાશ ન કરી શકાત, પણ આ કર્મ પુદ્ગલાત્મક દ્રવ્ય છે પરંતુ ગુણાત્મક નથી. તેથી પરિણામી જ છે. ૧૬૨૮॥
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૨
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
अब्भादिविगाराणं जह वेचित्तं विणा वि कम्मेण । तह जइ संसारीणं, हवेज को नाम तो दोसो ? ॥१६२९॥ (अभ्रादिविकाराणां, यथा वैचित्र्यं विनापि कर्मणा ।
तथा यदि संसारिणां, भवेत् को नाम ततो दोषः ? ॥)
ગાથાર્થ - કર્મ વિના પણ જેમ વાદળ આદિમાં વિકારો દેખાય છે તેમ સંસારી જીવોમાં પણ કર્મ વિના જ વિચિત્રતા માનવામાં આવે તો શું દોષ આવે ? /૧૬ ૨૯
- વિવેચન - પૂર્વે આવેલી ૧૬૧૨-૧૬૧૩ ગાથામાં સુખ-દુઃખ આદિ ભાવોમાં ચિત્રવિચિત્રતા પ્રત્યક્ષ દેખાતી હોવાથી તેના હેતુભૂત કર્મતત્ત્વ છે. આમ સિદ્ધ કરેલું છે તથા તુલ્યસાધન સામગ્રીવાળામાં પણ ફળભેદ જે જણાય છે તેમાં કોઈક કારણ છે અને તે કર્મ છે આમ સમજાવેલું છે. છતાં તે બાબતમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માને અગ્નિભૂતિ પૂછે છે -
જેમ વાદળ કાળાં-ધોળાં-ઘનીભૂત-વિરલ આમ ચિત્ર-વિચિત્ર હોય છે. તેમાં કોઈ કર્મ કારણ નથી. તેવી જ રીતે ઈન્દ્રધનુષ, વીજળી વગેરે ઘણા પદાર્થો કર્મ વિના જ સ્વયં તથાસ્વભાવે જ ચિત્ર-વિચિત્ર જોવા મળે છે. તેની જેમ સંસારી જીવોના સમૂહમાં પણ સુખ-દુઃખ, રાજા-રંકપણું, રોગી-નિરોગીપણું, સ્ત્રી-પુરૂષપણું વગેરે ચિત્ર-વિચિત્રતા કર્મ વિના જ સ્વયં તથાસ્વભાવે જ હોય છે, આમ માનીએ તો શું દોષ ? શા માટે કર્મ માનવું જોઈએ? પ્રત્યક્ષ દેખાતી જે આ ચિત્ર-વિચિત્રતા છે તે કર્મકારણ વિના જ સ્વયં છે, સહજ છે. આમ માનવામાં આવે તો શું દોષ? આવો પ્રશ્ન આ ગાથામાં અગ્નિભૂતિ કરે છે. I/૧૬ ૨૯
कम्मम्मि व को भेओ, जह बज्झक्खंधचित्तया सिद्धा । तह कम्मपोग्गलाण वि विचित्तया जीवसहियाणं ॥१६३०॥ (कर्मणि वा को भेदो यथा बाह्यस्कन्धचित्रता सिद्धा ।
तथा कर्मपुद्गलानामपि विचित्रता जीवसहितानाम् ॥)
ગાથાર્થ - કર્મપુગલોમાં શું ભેદ છે કે ત્યાં ચિત્ર-વિચિત્રતા ન હોય ? જેમ બાહ્ય યુગલસ્કંધોમાં ચિત્ર-વિચિત્રતા સિદ્ધ છે. તેવી જ રીતે જીવ વડે ગ્રહણ કરાયેલ એવા કર્મયુગલોમાં પણ ચિત્ર-વિચિત્રતા સિદ્ધ છે. l/૧૬૩oll
Page #158
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૩૩
વિવેચન - આકાશમાં થતાં વાદળ, ગન્ધર્વનગર, ઈન્દ્રધનુષ્ય, વીજળી વગેરે પદાર્થોમાં કોઈ કોઈ વાર ગૃહનો (ઘરનો) આકાર, દેવકુલનો આકાર, પ્રાકાર (ગઢનો) આકાર વગેરે દેખાય છે તથા કાળા-નીલા-લાલ આદિ અનેકવિધ રંગો રૂપે પરિણામ પામેલાં પુદ્ગલ દ્રવ્યો જણાય છે. આમ અબ્રાદિમાં હે અગ્નિભૂતિ ! જો ચિત્ર-વિચિત્રતા સ્વીકારાય છે તો “કર્મ” એ પણ અભ્રાદિની જેમ પુદ્ગલદ્રવ્ય જ છે. તેમાં પણ તમે આવો ભેદ (વિશેષતા) કેમ કરો છો કે ત્યાં વિચિત્રતા નથી સ્વીકારતા ? એટલે કે હે અગ્નિભૂતિ ! જેમ વાદળ, ઈન્દ્રધનુષ્ય, ગન્ધર્વનગર વગેરે સકલલોકને પ્રત્યક્ષ દેખાતા બાહ્ય (બાદર-સ્થલ) પુદગલ સ્કંધોમાં ચિત્ર-વિચિત્રતા તમને પ્રત્યક્ષ જણાય જ છે અને તમે માનો પણ છો. તેની જેમ જ અંદર રહેલાં અતિશય સૂક્ષ્મ એવાં કર્મપુગલો એ પણ એક જાતનાં વાદળ આદિની જેમ જ મુગલદ્રવ્ય જ છે. તો તેમાં સુખ-દુઃખાદિના જનક તરીકે થતી ચિત્ર-વિચિત્રતા કેમ નથી સ્વીકારાતી ? વાદળાદિ પુદ્ગલોમાં ચિત્ર-વિચિત્રતા સ્વીકારવી અને કર્મપુદ્ગલોમાં આવી ચિત્ર-વિચિત્રતા ન સ્વીકારવી. આવો ભેદ (વિશેષતાપક્ષપાત) શા માટે ? કર્મમાં પુગલપણું સમાન હોવાથી ચિત્ર-વિચિત્રતા માનવી જોઈએ.
વિશેષથી જો સૂક્ષ્મ વિચારણા કરવામાં આવે તો વાદળ-ઈન્દ્રધનુષ્ય વગેરે તો જીવરહિત કેવળ એકલાં પુદ્ગલદ્રવ્યો છે. છતાં તેમાં ચિત્ર-વિચિત્રતા દેખાય છે અને મનાય છે. તો પછી કાશ્મણ વર્ગણાનાં પુગલો તો જીવ વડે ગ્રહણ કરાઈને કર્મરૂપે પરિણામ પમાડાય છે. તેમાં તો અધ્યવસાયને અનુસારે જીવનો પ્રયત્નવિશેષ પણ વધારે કારણ છે. તેથી જીવસહિત એવી વિશેષતા વાળા કર્મપરમાણુઓમાં ચિત્ર-વિચિત્રતાનું કારણ વિદ્યમાન હોવા છતાં સુખ-દુઃખાદિની જનકતા રૂપે ચિત્ર-વિચિત્રતા તમારા વડે કેમ નથી સ્વીકારાતી?
જો અભ્રાદિ (વાદળ વગેરે) બાહ્ય પુગલ સ્કંધો જીવનો પ્રયત્નવિશેષ નથી તો પણ પારિણામિકભાવે પરિણામ પામે છે. તો પછી જીવો વડે ગ્રહણ કરાયેલાં (એટલે કે બંધાયેલાં) એવાં કર્મોમાં તો તે પરિણમનશીલતા સારી રીતે સંભવી શકે છે. માટે સુખદુઃખાદિના જનક કર્મમાં પણ અનેક પ્રકારની ચિત્ર-વિચિત્રતા પણ છે જ. તેને જ પુણ્યપાપ કહેવાય છે અથવા જ્ઞાનાવરણીયાદિ મૂલકર્મ આઠ અને ઉત્તરભેદ ૧૫૮ કહેવાય છે. ll૧૬૩ ll
बज्झाण चित्तया जइ, पडिवन्ना कम्मणो विसेसेण । जीवाणुगयस्स मया, भत्तीण व सिप्पिनत्थाणं ॥१६३१॥ (बाह्यानां चित्रता यदि, प्रतिपन्ना कर्मणो विशेषेण । जीवानुगतस्य मता, भक्तीनामिव शिल्पिन्यस्तानाम् ॥)
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૪
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ ગાથાર્થ - હે અગ્નિભૂતિ ! જો તમે બાહ્ય-પુગલસ્કંધોમાં ચિત્ર-વિચિત્રતા માનો છો. તો તેની જેમ જીવ વડે ગ્રહણ કરાયેલા કર્મમાં પણ શિલ્પીએ ગોઠવેલ રચનાઓની જેમ ચિત્ર-વિચિત્રતા સ્વીકારી લેવી જોઈએ. /૧૬૩૧//
વિવેચન - હે અગ્નિભૂતિ ! જે પુગલો જીવ વડે ગ્રહણ નથી કરાયાં, જીવની ગ્રહણક્રિયાથી બહાર છે તેવા પ્રકારનાં બાહ્ય અભ્રાદિ પુદ્ગલોમાં જો જુદા જુદા આકારે પરિણામ પામવાની પરિણતિ સ્વરૂપ ચિત્ર-વિચિત્રતા તમારા વડે સ્વીકારાય છે તો પછી જીવ વડે ગ્રહણ કરાતાં કર્મપુદ્ગલોમાં તો આ ચિત્ર-વિચિત્રતા વિશેષ કરીને અમારે અને તમારે માની લેવી જોઈએ. કારણ કે તેમાં જીવનો પણ પ્રયત્નવિશેષ ભળતો હોવાથી તે પુગલોમાં ચિત્ર-વિચિત્રતા અવશ્ય આવે જ છે. જેમકે શિલ્પી દ્વારા કરાયેલી રચનાઓ ચિત્ર-વિચિત્ર હોય છે તેમ અહીં કર્મમાં પણ જીવ વડે કરાયેલી અનેકવિધ ચિત્ર-વિચિત્રતા જાણવી.
જેમ કાષ્ઠ-માટી અને પત્થર આદિ પુદ્ગલદ્રવ્ય પરિણામી હોવાથી જુદા જુદા આકારે પરિણામ તો પામે જ છે તો પણ તે તે કલાના શિલ્પી લોકો તે કાષ્ઠાદિ ઉપર
જ્યારે મૂર્તિ, કમલ આદિ સુંદર કલા-કારીગરી કરે છે ત્યારે તે તે પુગલ દ્રવ્ય અવશ્ય ભિન્ન-ભિન આકતિરૂપે પરિણામ પામતાં પ્રત્યક્ષ દેખાય છે. એટલું જ નહીં પરંતુ વાદળ અને ઈન્દ્રધનુષ્ય આદિ પદાર્થોમાં જે સ્વયં ચિત્રતા બને છે અને શિલ્પી લોકો વડે ચિત્રકલા આદિમાં બુદ્ધિપૂર્વક જે રચનાઓ કરાય છે તે ઘણી જ વિશિષ્ટ હોય છે. કારણ કે શિલ્પિ વડે કરાયેલી રચનાઓ બુદ્ધિપૂર્વક કર્તા વડે કરાઈ છે. માટે વિશિષ્ટ હોય છે. આ વાત પ્રત્યક્ષસિદ્ધ છે. જેમકે દેલવાડાનાં અને રાણકપુરનાં જૈનમંદિરો, આ મન્દિરોના પત્થરમાં શિલ્પશાસ્ત્રના આધારે જે આકૃતિઓ બનાવાઈ છે તે કેટલી અદ્ભુત છે તે સાક્ષાત્ દૃષ્ટિગોચર છે.
પુદ્ગલદ્રવ્ય સ્વયં સહજભાવે પરિણામી છે અને આ જીવ તેને જુદી જુદી આકૃતિરૂપે પરિણામ પમાડે છે. તેવી જ રીતે કર્મ પણ પુગલદ્રવ્ય જ છે અને આ જીવ તે કર્મપુદ્ગલને જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય સાતા-અસાતા આદિરૂપે અનેકપ્રકારે પરિણામ પમાડે છે. આ રીતે તર્ક અને ઉદાહરણપૂર્વક વિચાર કરતાં નક્કી સમજાય જ છે કે જીવ વડે ગ્રહણ કરાયેલાં કર્મપુદ્ગલોમાં પણ સુખ-દુઃખ આદિની ચિત્ર-વિચિત્ર પરિસ્થિતિ આપવા સ્વરૂપ અને જ્ઞાનાદિ આત્મગુણોને તીવ્ર-મન્દભાવે આચ્છાદિત કરવારૂપ વિશિષ્ટ એવો પરિણામ પામવા સ્વરૂપ ચિત્ર-વિચિત્રતા કેમ ન હોઈ શકે ? માટે કર્મપરમાણુઓમાં તો કર્તા તરીકે જીવનો પ્રયત્નવિશેષ કારણ હોવાથી અને પુદ્ગલદ્રવ્યમાં સ્વાભાવિકપણે જ પારિણામિક સ્વભાવ હોવાથી આવી પરિણામ સ્વરૂપ ચિત્ર-વિચિત્રતા અવશ્ય છે. આમ માની લેવું જોઈએ. ll૧૬૩૧il.
Page #160
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૧૩૫
બીજા ગણધર - અગ્નિભૂતિ तो जइ तणुमेत्तं चिय, हवेज का कम्मकप्पणा नाम । कम्मं पि नणु तणुच्चिय, सण्हयरब्भंतरा नवरं ॥१६३२॥ (ततो यदि तनुमात्रमेव, भवेत् का कर्मकल्पना नाम ।
कर्मापि ननु तनुरेव, सूक्ष्मतराभ्यन्तरा नवरम् ॥)
ગાથાર્થ - તેથી જો આવી શંકા થાય કે “શરીરાદિ” માત્ર બાહ્ય પુગલદ્રવ્ય જ પરિણામી હો. અંતર્ગત કર્મતત્ત્વની કલ્પના કરવાની શું જરૂર ? તો તેનો ઉત્તર એ છે કે “કર્મ” એ પણ શરીર જ છે. પરંતુ તે સૂક્ષ્મ છે અને અભ્યત્તર છે. ll૧૬૩૨/
વિવેચન - હે અગ્નિભૂતિ ! અહીં તમને કદાચ આવી શંકા થાય કે જેમ અબ્રાદિ પુગલોની કર્મ વિના પણ વિચિત્ર પરિણતિ દેખાય છે. તેવી જ રીતે સર્વલોકને પ્રત્યક્ષ દેખાતાં એવા બાહ્ય પુદ્ગલાત્મક જે ભોગ્યશરીરો છે તેની જ સુંદર-રૂપાળાપણે, કડ્ડપાપણે, સુખાત્મકપણે, દુઃખાત્મકપણે ઈત્યાદિ અનેક ભાવરૂપે પરિણતિ છે. આટલું જ માનવામાં આવે અને કર્મતત્ત્વ માનવામાં ન આવે એટલે કે કર્મતત્ત્વ માન્યા કર્યા વિના જ વાદળ આદિની જેમ સ્વાભાવિકપણે જ ભોગ્ય શરીરો ચિત્ર-વિચિત્ર પરિણતિરૂપે પરિણામ પામે છે. આટલું જ માનીએ તો શું દોષ ? તે શરીરાદિની વિચિત્રતામાં હેતુભૂત અંદર વિદ્યમાન એવા કર્મતત્ત્વની નિરર્થક કલ્પના કરવાની શું જરૂર ? જેમ કર્મ વિના અબ્રાદિમાં વિકારો થાય છે. તેમ કર્મ વિના એકેન્દ્રિયથી પંચેન્દ્રિય એમ સર્વે જીવોનાં ભોગ્ય શરીરાદિની ભિન્ન-ભિન્ન રચના સ્વયં થાય છે. કર્મ જેવું આન્તરિક તત્ત્વભૂત કોઈ કારણ નથી. આમ જ માનીએ તો ચાલે તેમ છે. તો કર્મને શા માટે સ્વીકારવું ? કર્મ વિના જ ભાગ્યશરીરો વાદળાદિની જેમ સ્વયં જુદા જુદા પરિણામ પામે છે.
ઉત્તર - ભગવાન શ્રી મહાવીર પ્રભુ હવે તેનો ઉત્તર આપતાં કહે છે કે અભ્રાદિના વિકારો (વિચિત્રતા) તને પ્રત્યક્ષ દેખાય છે. તેથી તે વિચિત્રતા તું સ્વીકારે છે અને તેનું જ ઉદાહરણ લઈને ભાગ્યશરીરો પણ પુગલદ્રવ્ય હોવાથી અભ્રાદિ અને ભાગ્યશરીરો પુદ્ગલપણે સમાન હોવાથી ભોગ્ય શરીરોમાં પણ ચિત્ર-વિચિત્રતા જો તમે સ્વીકારો છો. તો હે અગ્નિભૂતિ ! અભ્રાદિ જેમ પુગલ છે. ભાગ્યશરીરો જેમ પુદ્ગલ છે તેમ કર્મ પણ કાર્મણ વર્ગણાનું બનેલું પુદ્ગલદ્રવ્ય જ છે. પૌદ્ગલિક શરીરમાત્ર જ છે. ફક્ત તે શરીર અતીન્દ્રિય (બાલ્યન્દ્રિયોથી અગોચર) હોવાથી અતિશય સૂમ છે અને આત્માની સાથે અત્યન્ત સંશ્લિષ્ટ હોવાથી એટલે કે આત્માના એક એક પ્રદેશની સાથે વણાયેલું હોવાથી અંદરવર્તી એટલે કે અભ્યત્તર છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૬
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
આ કારણે તે અગ્નિભૂતિ ! પુગલપણું સમાન હોવાથી અભ્રાદિ વિકારોની જેમ જો બાહ્ય એવા ભોગ્ય-પૂલશરીરોની વિચિત્રતા તમારા વડે સ્વીકારાય છે. તો તેની જેમ આત્મપ્રદેશોની સાથે એકમેકરૂપે અંદર રહેલું અને અતિશય સૂક્ષ્મ એવું કર્મનું બનેલું જે કાર્મણશરીર છે તે પણ પુદ્ગલ હોવાથી તેની વિચિત્રતા પણ તમારે સ્વીકારી લેવી જોઈએ. તે તમે કેમ નથી સ્વીકારતા ? પુગલની રચના સ્વરૂપ હેતુ તો જેવો અભ્રાદિમાં છે જેવો ભોગ્ય-સ્થૂલશરીરોમાં છે તેવો જ કાર્મણશરીરમાં પણ છે. માટે કર્મ શુભાશુભરૂપે તથા જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ રૂપે અનેક પ્રકારે છે અને જીવ જ તેવા તેવા અધ્યવસાયને અનુસારે કર્મોને બાંધે છે. ચિત્ર-વિચિત્રરૂપે પરિણાવે છે. ll૧૬૩૨I/
को तीए विणा दोसो, थूलाए सव्वहा विप्पमुक्कस्स । देहग्गहणाभावो, तओ य संसारवोच्छित्ती ॥१६३३॥ (कस्तया विना दोषः स्थूलया सर्वथा विप्रमुक्तस्य ।
તેહપ્રદUTHવસ્તતશ સંસાર વ્યવચ્છિત્તિ. II)
ગાથાર્થ - હે ભગવાન્ ! તે સૂક્ષ્મ શરીર વિના સ્કૂલ શરીરોની વિચિત્રતા માનીએ તો શું દોષ આવે ? ઉત્તર = સ્કૂલ શરીરથી મુકાયેલા સર્વે જીવોમાં નવા ભવના દેહગ્રહણનો અભાવ થશે અને તેનાથી સંસારનો વિચ્છેદ થશે. (આ મોટો દોષ આવશે.) //૧૬૩૩
| વિવેચન - અગ્નિભૂતિને કર્મની સિદ્ધિની બાબતમાં હજુ સંતોષ ન થવાથી ફરીથી પરમાત્માને પ્રશ્ન કરે છે કે હે ભગવાન્ ! બાહ્ય એવાં ઔદારિકાદિ સાતધાતુનાં બનેલાં ભોગ્યશરીરોની તો ચિત્ર-વિચિત્રતા પ્રત્યક્ષ ઈન્દ્રિયગોચર હોવાથી અભ્રાદિના વિકારોની જેમ તે પુગલોની ચિત્ર-વિચિત્રતા તો અમે સમજી શકીએ છીએ અને તેથી સ્વીકારીએ પણ છીએ પરંતુ આન્તરિક એવું કાર્પણ શરીર છે અને તેની પણ ચિત્ર-વિચિત્રતા છે. આ કેમ મનાય ? કારણ કે આ બાબત બાહ્ય ઈન્દ્રિયોથી અલ્પમાત્રાએ પણ દૃષ્ટિ ગોચર થતી નથી.
કાર્મણશરીરનું અસ્તિત્વ અને તેની ચિત્ર-વિચિત્રતા દૃષ્ટિગોચર ન હોવાથી ન માનીએ તો શું દોષ આવે ? એટલે કે તે ન માનવામાં આવે તો એવો કોઈ દોષ બતાવો કે જેથી અર્થપત્તિ દ્વારા તેનું અસ્તિત્વ અને તેની ચિત્ર-વિચિત્રતા અમારે માનવી જ પડે “ધૂનો વેવદત્ત દિવા ન " = શૂલ એવો દેવદત્ત દિવસે ભોજન કરતો નથી. તેનો
Page #162
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૩૭ અર્થ એ થાય છે કે તે રાત્રે ભોજન કરે છે. જો રાત્રે ભોજન ન કરતો હોય તો દિવસે ભોજન ન કરનારો તે સ્થૂલ કેવી રીતે હોઈ શકે ? આ ઉદાહરણમાં રાત્રિભોજન જો ન સ્વીકારીએ તો પ્રત્યક્ષ દેખાતું ભૂલત્વ ઘટતું નથી. આ અર્થપત્તિપ્રમાણ કહેવાય છે. તેની જેમ કાર્મણશરીર અને તેની ચિત્ર-વિચિત્રતા જો ન સ્વીકારીએ તો શું દોષ આવે ? તે કહો કે જેથી અર્થપત્તિ દ્વારા અમારે કર્મ અને તેની વિચિત્રતા સ્વીકારવી જ પડે.
ઉત્તર - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ કહે છે કે હે અગ્નિભૂતિ ! જો સુક્ષ્મ અને અતીન્દ્રિય એવું કાર્પણ શરીર ન સ્વીકારવામાં આવે અને દૃશ્યમાન એવું ભાગ્યશરીર જ જો માનવામાં આવે તો મૃત્યકાલે પૂલ એવા દૃશ્યમાન ભાગ્યશરીરથી મુકાયેલા સર્વે પણ જીવોનું ભવાન્તરમાં ગમન થશે નહીં અને ત્યાં જઈને નવા ભોગયોગ્ય શરીર મેળવવાનું પણ રહેશે નહીં. કારણ કે વર્તમાનકાલીન ભોગ્યશરીર અહીં જ રહી જાય છે, તે શરીર સાથે આવતું નથી અહીં જ અગ્નિસંસ્કાર દ્વારા બાળી નાખવામાં આવે છે. અને ભવાન્તરમાં ગમન કરાવે, ભવાન્તરના ઉત્પત્તિસ્થાન સુધી લઈ જાય, ત્યાં જઈને નવા ભોગ્યશરીરની પ્રાપ્તિ કરાવે તે બધાંના કારણભૂત સૂક્ષ્મ અને અત્યંતર કાશ્મણ શરીર હતું. તે શરીર અતીન્દ્રિય હોવાથી નથી દેખાતું. માટે જો ન સ્વીકારાય તો મૃત્યુ બાદ આત્મા કેવલ એકલો જ થવાથી ભવાન્સરગમન કરવું જ પડે એવું પકડી રાખનાર કોઈ પ્રતિબંધક તત્ત્વ તેની સાથે ન હોવાથી ભવાન્તરગમન આદિ ઘટશે નહીં. એટલે જેટલા જીવો મૃત્યુ પામે તેટલા સર્વે જીવો મૃત્યુ બાદ શુદ્ધ-બુદ્ધ-નિરંજન અને અશરીરી બનવાથી અગ્રેતનભવ એટલે કે આગલા ભવના શરીરનું ગ્રહણ ન સંભવવાથી વિના પ્રયત્ન મોક્ષે જ જશે. તેથી મૃત્યુ પામતા સર્વે પણ જીવોનો ભવાન્તર ઘટશે નહીં. નવા સ્થૂલશરીરની પ્રાપ્તિ ઘટશે નહીં. આ પ્રમાણે મૃત્યુ બાદ વિના પ્રયત્ન મોક્ષ જ થશે. આ એક મોટો દોષ આવશે.
પ્રશ્ન - હે ભગવાન્ ! કદાચ આમ માનીએ કે સ્થૂલશરીરથી છુટેલો જીવ સૂક્ષ્મકાર્પણ શરીરની સહાય વિના સ્વયં એકલો જ ભવારમાં જાય છે અને ત્યાં દેહાન્તર ધારણ કરે છે. આમ માનીએ તો શું દોષ ?
ઉત્તર - કાર્પણ શરીરની સહાય વિના જીવોની ભવાત્તર પ્રાપ્તિ સ્વીકારાય તો કયા જીવને કયા ક્ષેત્રમાં, કોના ઘરમાં, કયા કુલમાં, કઈ ગતિમાં જવું? ત્યાં કેટલા વર્ષ જીવવું? કેવું શરીર ધારણ કરવું ? વિગેરે સર્વે ભાવો નિયામક તત્ત્વ વિના વ્યવસ્થિતપણે ઘટશે નહીં અને સર્વત્ર અવ્યવસ્થા જ થશે. વળી મોક્ષે ગયેલા જીવો પણ કાર્મણશરીર વિનાના જ છે. તે જીવો પણ (જો કાર્મણશરીર વિના પણ જન્મ-મરણ થતાં હોય તો તે મુક્તગત જીવો પણ) ફરીથી ભવાન્તરગમન, અપૂર્વ-દેહધારણ, સુખ-દુઃખનો અનુભવ, જન્મ-જરા
Page #163
--------------------------------------------------------------------------
________________
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
મરણની પીડાને પામનારા બનશે અને પ્રાપ્ત કરેલો મોક્ષ નિષ્ફળ જશે. માટે કાર્પણશરીર માન્યા વિના સંસારની અને મુક્તિની વ્યવસ્થા ઘટશે નહીં.
૧૩૮
પ્રશ્ન - ધારો કે એમ માનીએ કે કાર્યણશરીર નથી જ, અને સ્થૂલ એવા ભોગ્ય શરીરમાંથી જીવો જેવા છુટે છે તેવા જ મૃત્યુ બાદ મોક્ષે જ જાય છે. ભવાન્તર જતા જ નથી, દેહાન્તર ધારણ કરતા જ નથી. આમ માનીએ તો શું દોષ ?
-
ઉત્તર જો આમ જ હોય એટલે કે કાર્પણશરીર ન હોય અને મૃત્યુ બાદ સર્વે જીવો ભવાન્તરમાં ગયા વિના મોક્ષે જ જતા હોય તો પ્રતિસમયે નિગોદમાં અનંતા, મનુષ્યભવમાં ઉત્કૃષ્ટથી સંખ્યાતા અને શેષભવોમાં ઉત્કૃષ્ટથી અસંખ્યાતા જીવો મૃત્યુ પામે છે. તે સર્વે પણ જીવો મોક્ષે જ જવાના. આમ થવાથી થોડા જ કાલમાં સંસારનો વિચ્છેદ થવાનો પ્રસંગ આવે. સંસારમાં એક પણ જીવ રહેશે નહીં. અભવ્ય જીવો પણ મૃત્યુ પામતા હોવાથી તેઓનો પણ મૃત્યુ બાદ મોક્ષ જ થવાનો. આવી આપત્તિ આવશે. આ વાત પણ
ઉચિત નથી.
તથા ભવ્ય હોય, અભવ્ય હોય કે દુર્ભવ્ય હોય. આમ સર્વે પણ જીવોને મૃત્યુ અવશ્ય આવે જ છે અને તે સર્વે પણ જીવો મૃત્યુ બાદ મોક્ષે જ જશે. જેથી ભવ્યાભવ્યની તથા આસન્ન ભવ્ય અને દુર્વ્યવ્યની વ્યવસ્થા પણ તુટી જશે. માટે હે અગ્નિભૂતિ ! કર્મતત્ત્વ (કાર્પણ શરીર) ન માનો તો ઘણા દોષો આવશે. ।।૧૬૩૩।।
सव्वविमोक्खावत्ती, निक्कारणउ व्व सव्वसंसारो ।
भवमुक्काणं व पुणो, संसरणमओ अणासासो ॥१६३४॥
(सर्वविमोक्षापत्तिर्निष्कारणको वा सर्वसंसारः ।
भवमुक्तानां वा पुनः संसरणमतोऽनाश्वासः ॥ )
ગાથાર્થ - કર્મતત્ત્વ ન માનવાથી (૧) સર્વજીવોને મોક્ષની પ્રાપ્તિ થશે. (૨) સર્વે જીવોનો સંસાર નિષ્કારણ થઈ જશે. (૩) ભવથી મુક્ત થયેલાને ફરીથી સંસાર થશે અને તેથી (૪) મોક્ષમાં પણ અવિશ્વાસ થશે. (આમ ચાર મોટા દોષો આવશે.) ૧૬૩૪
વિવેચન - જો કાર્પણશરીર એટલે કે કર્મતત્ત્વ ન માનીએ અને માત્ર સ્થૂલ ભોગ્યશરીર જ માનીએ તથા તે શરીર પોલિક હોવાથી અભ્રાદિના વિકારની જેમ કર્મ વિના તે ભોગ્યશરીરની સહજ વિચિત્રતા માનીએ તો સર્વે પણ જીવો જ્યારે જ્યારે પોતાનો વર્તમાન ભવ સમાપ્ત કરે ત્યારે સ્થૂલશરીરમાંથી નીકળેલા જીવને કાર્યણશરીર
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૩૯
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ ન હોવાથી જીવને પ્રતિબંધક તત્ત્વ કોઈ ન હોવાથી ભવારગમન રહેશે નહીં એટલે મૃત્યુ બાદ મોક્ષપ્રાપ્તિ જ થશે. તથા પ્રતિસમયે નિગોદાદિ સર્વ ભવોને આશ્રયી અનંત અનંત જીવો મૃત્યુ પામતા હોવાથી તથા સર્વ જીવોને આયુષ્ય પૂર્ણ થાય ત્યારે મૃત્યુ નક્કી હોવાથી મૃત્યુ બાદ સર્વે જીવોની મુક્તિ થશે. તેથી આ સંસાર જીવ વિનાનો થશે. સંસારનો વિચ્છેદ અને સર્વ જીવોને મુક્તિની પ્રાપ્તિ આ પ્રથમદોષ આવશે.
ભૂલશરીરના ત્યાગ પછી એટલે કે મૃત્યુ પછી તે જીવ મોક્ષે ન જાય અને ભવાન્તર કરે તો સર્વથા શરીર વિનાના અશરીરી જીવોને ભવમાં રખડવાનું કેમ બને ? અને જો કર્મ જેવું કોઈ કારણ નથી છતાં પણ પુનર્જન્મ લેવાનો પ્રસંગ માનીએ તો આમ માનતાં કારણ વિના જ જીવોને જન્મ-મરણનો સંસાર લાગુ પાડવાની આપત્તિ આવે તથા મૃત્યુ બાદ ક્યાં જવું? કયા ભવમાં જવું? કેટલા વર્ષ ત્યાં જીવવું? રોગી થવું કે નિરોગી થવું? ઈત્યાદિ કોઈ વ્યવસ્થા રહેશે નહીં. વ્યવસ્થાપક તત્ત્વ જે કર્મતત્ત્વ છે. તે ન માનવાથી આખોય આ સંસાર નિષ્કારણ અને અવ્યવસ્થાવાળો થશે. આ બીજો દોષ આવશે.
તથા કર્મ વિના પણ પુનર્ભવ થતા હોય અને સ્કૂલશરીરમાંથી નીકળેલા જીવોને બીજું કોઈ શરીર ન હોવા છતાં પણ અશરીરી એવા તે જીવોને જો આ સંસારમાં ભટકવાનું બનતું હોય તો ભવમાંથી મુક્ત થયેલા સિદ્ધના જીવોને વિના કારણે પણ અકસ્માત્ ફરીથી જન્મ-જરા-મૃત્યુ-રોગ અને શોકાદિ ભરેલા આ સંસારની પ્રાપ્તિ થશે. તેઓને પણ સંસારમાં પડવાની આપત્તિ આવશે અને તેઓને પણ જન્મ-મરણની પરંપરા લાગુ પડશે. આ ત્રીજો દોષ આવશે.
તથા જો ભવમાંથી મોક્ષમાં ગયેલા જીવોને પણ સંસારમાં રખડવાનું બનતું હોય તો મોક્ષે જાઓ કે મોક્ષે ન જાઓ. આ બને સમાન જ થશે. કારણ કે ત્યાં જઈને પણ ફરી સંસારમાં આવવાનું જ છે. જન્મ-મરણાદિની પીડા ભોગવવાની જ છે. તો ત્યાં જઈને પણ શું કરવાનું? આવા વિચારોથી મોક્ષપ્રાપ્તિ પ્રત્યે અવિશ્વાસ આવશે અર્થાત્ કોઈ જીવો મોક્ષપ્રાપ્તિની ઈચ્છા રાખશે નહીં. આ ચોથો દોષ આવશે. હે અગ્નિભૂતિ ! કર્મતત્ત્વ નહીં માનવામાં આવા અનેકદોષો આવશે. I૧૬૩૪
मुत्तस्सामुत्तिमया, जीवेण कहं हवेज संबंधो? । सोम्म ! घडस्स व्व, नभसा जह वा दव्वस्स किरियाए ॥१६३५॥ ( मूर्तस्यामूर्तिमता, जीवेन कथं भवेत् सम्बन्धः? ।
सौम्य ! घटस्येव नभसा यथा वा द्रव्यस्य क्रियया ॥)
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪)
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ ગાથાર્થ - મૂર્ત એવા કર્મને અમૂર્ત એવા જીવની સાથે સંબંધ કેમ થાય ? ઉત્તરજેમ ઘટનો આકાશની સાથે અને દ્રવ્યનો ક્રિયાની સાથે સંબંધ છે. તેમ કર્મનો અને જીવનો સંબંધ છે. /૧૬૩૫l
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુની આટલી અમૃતવાણી સાંભળ્યા બાદ અગ્નિભૂતિ કર્મની બાબતમાં મનમાં આવા પ્રકારના વિચાર ધરાવે છે કે ધારો કે “કર્મતત્ત્વ” છે એમ માની લઈએ, દરેક સંસારી જીવોને કર્મોનું બનેલું કાર્પણ શરીર છે. આવું પણ સ્વીકારી લઈએ, પ્રતિબંધક એવું કર્મતત્ત્વ છે. તો પણ તે વિષયમાં બીજો એક પ્રશ્ન થાય છે. તે એ છે કે
કર્મ એ પુગલદ્રવ્ય હોવાથી મૂર્તિપદાર્થ છે અને આત્મા વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ વિનાનો હોવાથી અમૂર્ત પદાર્થ છે. આ વાત સંસારમાં જાણીતી છે. તથા કર્મ ચક્ષુથી ભલે અગોચર છે તો પણ વર્ણાદિ ગુણોવાળું હોવાથી મૂર્તિ છે. આ વાત ગાથા ૧૬૨૫-૧૬૨૬૧૬૨૭ માં પહેલાં શ્રી પરમાત્મા વડે જ સિદ્ધ કરાઈ છે. તેથી મૂર્તિ એવા કર્મનો અમૂર્ત એવા આત્માની સાથે સંબંધ કેમ ઘટે ? સંબંધ બે પ્રકારનો હોય છે. એક સંયોગસંબંધ અને બીજો સમવાયસંબંધ. આ બન્ને સંબંધમાંથી એક પણ સંબંધ “કર્મ અને જીવ” ની વચ્ચે સંભવતો નથી.
સંયોગસંબંધ બે દ્રવ્યોનો જ હોય છે. અહીં કર્મ એ પુદ્ગલ દ્રવ્ય છે અને આત્મા એ ચેતનદ્રવ્ય છે. તેથી બન્ને દ્રવ્યો તો છે. પરંતુ એક મૂર્તિ દ્રવ્ય છે. બીજું અમૂર્ત દ્રવ્ય છે. તેથી વિજાતીય હોવાથી બનેનો સંયોગ સંબંધ કેમ થાય ? તેથી સંયોગસંબંધ બેસતો નથી. તથા સમવાયસંબંધ તો ગુણ-ગુણીનો જ હોય છે. આ બન્ને દ્રવ્યો હોવાથી ગુણગુણીભાવવાળા નથી તેથી સમવાયસંબંધ પણ કેમ ઘટે ? તેથી કર્મ છે. આમ માનીએ તો પણ તે બન્નેનો કોઈ સંબંધ ઘટતો નથી. તેથી પણ એમ લાગે છે કે કર્મ નથી. આવા વિચારોવાળા અગ્નિભૂતિ ભગવાનને પૂછે છે કે -
હે ભગવાન્ ! કર્મ એ મૂર્ત છે એવું આપશ્રી વડે પૂર્વે સમજાવાયું છે. તેથી મૂર્ત એવા કર્મનો અમૂર્ત એવા આત્માની સાથે સંયોગ કે સમવાય સંબંધ કેમ ઘટે ? આ કારણથી કર્મની સિદ્ધિ થાય તો પણ “સંબંધ ન ઘટવા સ્વરૂપ” દોષ તો અમને દેખાય જ છે તેનું શું કરવું ?
ભગવાન શ્રી મહાવીર પ્રભુ કોમલ સ્વરથી ઉત્તર આપે છે કે હે સૌમ્ય અગ્નિભૂતિ! જેમ મૂર્તિ એવા ઘટનો અમૂર્ત એવા આકાશની સાથે વિજાતીય દ્રવ્ય હોવા છતાં તે બને
Page #166
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૪૧ દ્રવ્ય હોવાથી સંયોગસંબંધ ઘટે છે. તેમ કર્મ અને જીવ પણ મૂર્ત-અમૂર્ત હોવા છતાં સંયોગસંબંધ ઘટી શકે છે. અથવા સ્કૂલ ઔદારિકાદિ ભોગ્ય શરીર કે જે મૂર્તિ છે તેનો અને અમૂર્ત એવા આત્માનો જેમ સંયોગ સંબંધ સાક્ષાત્ જ દેખાય છે તેમ સૂમ એવા કાર્મણશરીરનો અને આત્માનો પણ સંયોગસંબંધ ઘટી શકે છે. માટે સંયોગસંબંધ માનવામાં મૂર્તામૂર્તિની વિજાતીયતા બાધક બનતી નથી.
અથવા અંગુલી” આદિ દ્રવ્યનો “આકુંચન અને પ્રસારણ” રૂપ ક્રિયાની સાથે જેમ સમવાયસંબંધ ઘટી શકે છે તેમ અહીં જીવ અને કર્મની સાથે સમવાયસંબંધ પણ ઘટી શકે છે. કારણ કે અંગુલી જેમ એક પ્રકારનું દ્રવ્ય છે. તેમ આત્મા પણ એક પ્રકારનું દ્રવ્ય છે. તથા આકુંચન અને પ્રસારણ એ જેમ એક પ્રકારની ક્રિયા છે તેમ મન-વચનકાયાનો પરિસ્પંદનાત્મક જે યોગ છે તે ક્રિયા છે. આ ક્રિયાથી જ કર્મબંધ થાય છે. તેથી યોગાત્મક ક્રિયાને જ કારણમાં કાર્યનો ઉપચાર કરીને ભાવકર્મ કહેવાય છે અને ન્યાયશાસ્ત્રમાં “દ્રવ્ય અને ગુણની વચ્ચે” તથા “દ્રવ્ય અને ક્રિયાની વચ્ચે” સમવાયસંબંધ એટલે કે નિત્યસંબંધ માનવામાં આવ્યો છે. અને જૈનદર્શનમાં ઉપાદાન-ઉપાદેય રૂપે કાર્ય-કારણસંબંધ માનવામાં આવ્યો છે. તે સમવાયસંબંધ અહીં પણ ઘટી શકે છે. કારણ કે આત્મા એ દ્રવ્ય છે અને યોગાત્મક કર્મ એ ક્રિયા છે. તેથી દ્રવ્ય અને ક્રિયા સ્વીકારવાથી સમવાયસંબંધ = ઉપાદાન-ઉપાદેય સંબંધ પણ ઘટશે. આ રીતે બન્નેની વચ્ચે કર્મને દ્રવ્ય માનવાથી સંયોગસંબંધ અને દ્રવ્ય-ક્રિયા માનવાથી સમવાયસંબંધ સંભવી શકે છે. ll૧૬૩૫
अहवा पच्चक्खं चिय, जीवोवनिबंधणं जह शरीरं । चिट्ठइ कम्मयमेवं, भवंतरे जीवसंजुत्तं ॥१६३६॥ (अथवा प्रत्यक्षमेव, जीवोपनिबन्धनं यथा शरीरम् ।
तिष्ठति कार्मणमेवं, भवान्तरे जीवसंयुक्तम् ॥)
ગાથાર્થ - અથવા પ્રત્યક્ષ દૃશ્યમાન એવું શરીર જેમ જીવની સાથે સંબંધવાળું દેખાય છે તેમ કાર્પણ શરીર પણ ભવાન્તરમાં જતા જીવની સાથે સંયુક્ત છે. ૧૬૩૬/
વિવેચન - જેમ ઘટ એ મૂર્ત છે અને આકાશ એ અમૂર્તિ છે. છતાં બન્ને પદાર્થો દ્રવ્ય હોવાથી તે બન્નેની વચ્ચે સંયોગસંબંધ છે. તેવી રીતે કર્મ અને આત્માનો પણ સંયોગ સંબંધ છે. આ એક ઉદાહરણ પહેલાંની ગાથામાં જણાવ્યું. આ ગાથામાં “અથવા” શબ્દ લખીને બીજું પણ આવું જ સુંદર ઉદાહરણ આપીને આ જ વાત વધારે સ્પષ્ટ કરે છે કે
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૨
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ અનુભવાતું દારિક આદિ ભૂલ ભોગ્યશરીર એ મૂર્તિ છે અને આત્મા એ અમૂર્ત છે. છતાં મૂર્તિ એવું શરીર અમૂર્ત એવા આત્માની સાથે સંબંધવાળું સાક્ષાત્ જણાય છે. એ જ પ્રમાણે એક ભવથી અન્ય ભવમાં જતા જીવની સાથે સંયોગ પામેલું સૂક્ષ્મ એવું કાર્પણ શરીર છે. આમ હે અગ્નિભૂતિ ! તમે સ્વીકારો. જો મૂર્ત એવું કાર્મણ શરીર ભવાન્તરમાં જતા જીવ સાથે જોડાયેલું ન હોય તો સ્વતંત્ર થયેલો તે જીવ નિયમો મોક્ષે જ જાય અને જો આમ થાય તો મૃત્યુ પામતા સર્વ જીવોની મુક્તિ, સંસારનો વિચ્છેદ, મુક્ત જીવોનું પુનઃ સંસારગમન અને મુક્તિમાં અવિશ્વાસ ઈત્યાદિ ઘણા દોષો આવે. માટે સ્કૂલ શરીરની જેમ સૂક્ષ્મશરીર સાથે (દ્રવ્યકર્મ સાથે) પણ આત્માનો સંયોગસંબંધ છે તથા કર્મબંધના હેતુભૂત મન-વચન-કાયાની ક્રિયા (રૂપ ભાવકર્મની) સાથે આ આત્માનો સમવાયસંબંધ પણ છે.
પ્રશ્ન - અગ્નિભૂતિ - હે પ્રભુ ! “કર્મતત્ત્વ (કાશ્મણશરીર)” ન માનીએ અને ધર્મ અને અધર્મના કારણે આ બાહ્ય પૂલ એવું ભાગ્યશરીર જીવની સાથે સંયોગસંબંધ પામેલું છે એમ માનીએ તો શું દોષ? અર્થાત્ કર્મને બદલે ધર્માધર્મ માનીએ, કારણ કે નૈયાયિકવૈશેષિક દર્શનકારો આત્માના ધર્માધર્મ નામના બે ગુણો માને છે. તેના કારણે સ્કૂલ શરીરનો અને આત્માનો સંયોગ થયો છે. એમ તે દર્શનકારો માને છે. તે જ વાત સ્વીકારી લઈએ અને કર્મ ન માનીએ તો શું દોષ આવે ?
ઉત્તર - હે અગ્નિભૂતિ ! હું તમને પૂછું છું કે કે સ્કૂલશરીર અને આત્માનો સંયોગ થવામાં કારણભૂત એવા ધર્માધર્મ તમે જે માન્યા તે મૂર્તિપદાર્થ છે કે અમૂર્તિપદાર્થ છે ? જો તમે એમ કહો કે આ ધર્માધર્મ નામનાં તત્ત્વ એ મૂર્તિ છે. તો મૂર્ત એવા ધર્માધર્મનો અમૂર્ત એવા આત્માની સાથે સંબંધ કેવી રીતે થયો? અર્થાત્ જો કર્મને મૂર્ત માનતાં અમૂર્ત આત્માની સાથે સંબંધ તમારી દૃષ્ટિએ ઘટતો નથી. તો આ જ કારણે મૂર્તિ એવા ધર્માધર્મનો સંબંધ પણ અમૂર્તિ એવા આત્માની સાથે કેમ ઘટશે ? અહીં જે દોષ તમને દેખાય છે તે જ દોષ ત્યાં પણ આવશે જ.
હવે કદાચ તમે એમ કહો કે ધર્મ એ પુણ્ય છે અને અધર્મ એ પાપ છે. તેથી તે ધર્માધર્મ બન્ને તત્ત્વ મૂર્તિ છે અને મૂર્ત એવા ધર્માધર્મનો અમૂર્ત એવા આત્મા સાથે ગમે તેવી રીતે કેમે કરી સંબંધ થઈ જ જાય છે. તો પછી કર્મનો પણ આ આત્માની સાથે આ સંબંધ થઈ જ જાય છે. આમ કેમ નથી સ્વીકારતા? જો ધર્માધર્મને મૂર્તિ માનીને તેના દ્વારા ભાગ્યશરીરનો સંબંધ જીવ સાથે ઘટાવશો. તો તેવી જ રીતે કર્મને મૂર્ત માનીને તેના દ્વારા ભાગ્યશરીરનો સંબંધ જીવ સાથે ઘટાવવામાં તમને શું મુશ્કેલી દેખાય છે ? અર્થાત્
Page #168
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૪૩ ધર્માધર્મને મૂર્તિ માનીને ત્યાં સંયોગ સંબંધ માનવો અને કર્મની બાબતમાં સંયોગસંબંધ ન માનવો તે ઉચિત નથી. કર્મની સાથે આત્માનો સંયોગસંબંધ માનવો જોઈએ.
હવે કદાચ તમે એક કહો કે ધર્માધર્મ એ આત્માના ગુણ છે માટે અમૂર્ત છે પણ મૂર્ત નથી. તો ધર્માધર્મ અમૂર્ત અને બાહ્યસ્થૂલ શરીર મૂર્તિ. આ બન્નેનો સંબંધ તમારા મત પ્રમાણે કેમ ઘટશે? કારણ કે તમારો અભિપ્રાય તો એવો છે કે મૂર્તિ અને અમૂર્તનો સંબંધ ન થાય તેથી જ કાર્યણશરીરનો અને આત્માનો સંબંધ તમે નથી સ્વીકારતા. તો પછી અમૂર્ત માનેલા એવા ધર્માધર્મનો સંબંધ મૂર્ત એવા ભોગ્ય શરીર સાથે કેમ ઘટશે?
કદાચ તમે એમ કહો કે ધર્માધર્મ અમૂર્ત હોવાથી મૂર્તિ એવા ભોગ્યશરીરની સાથે સંબંધ પામતા નથી. તો સંબંધ નહી પામેલા અર્થાત્ અસંબદ્ધ એવા ધર્માધર્મ બાહ્ય ભોગ્યશરીરની વિચિત્ર ચેષ્ટામાં નિમિત્ત કેમ બની શકે ? જો અસંબદ્ધ એવા ધધર્મ ભોગ્યશરીરની વિચિત્રતામાં કારણ બનતા હોય તો ગમે તેના ધર્માધર્મ ગમે તેના શરીરની વિચિત્રતાનું પણ કારણ બનવા જોઈએ અને જો આમ બને તો ઘણી અવ્યવસ્થા થાય એટલે કે અતિપ્રસંગ દોષ આવે. તેથી ધર્માધર્મને અમૂર્ત ન માનતાં મૂર્ત જ માનવા પડે અને જો મૂર્ત એવા ધર્માધર્મનો કાર્ય-કારણ સંબંધ બાહ્યશરીર સાથે માનો છો તો પછી મૂર્તિ એવા કર્મનો (કાર્પણ શરીરનો) પણ તે સંબંધ બાહ્યસ્થૂલશરીર સાથે અને તે દ્વારા જીવ સાથે કેમ નથી માનતા? અર્થાત્ જીવ-કર્મનો સંબંધ પણ માનવો જોઈએ.
જો મૂર્ત એવા ધર્માધર્મનો સંબંધ અમૂર્ત એવા જીવ સાથે માનો છો તો મૂર્તિ એવા કર્મનો સંબંધ પણ અમૂર્ત એવા આત્મા સાથે સ્વીકારી લેવો જોઈએ. વળી આ ધર્માધર્મ એ આત્માના ગુણ જ નથી. પરંતુ પુણ્ય-પાપ નામનાં બે પ્રકારનાં શુભાશુભ કર્મ જ છે. વેવિહતધર્મનો ઘર્ષ:, વેનિષિદ્ધવર્ધનચોડથ: સારાંશ કે વેદમાં કહેલી ક્રિયાથી થયેલો તે ધર્મ અને વેદમાં નિષેધેલી ક્રિયાથી થયેલો તે અધર્મ. આ બન્નેમાં ક્રિયાથી થયેલા કર્મબંધને જ (પુણ્ય-પાપને જ) ધર્માધર્મ શબ્દથી સમજાવ્યા છે. માટે ધર્માધર્મ એ ગુણ નથી. પરંતુ કર્મ નામનું મૂર્તતત્ત્વ જ છે. તેથી મૂર્ત એવા કર્મનો અમૂર્ત એવા આત્માની સાથે સંયોગસંબંધ “ઘટ-આકાશ” ની જેમ સારી રીતે સંભવી શકે છે. ll૧૬૩૬ll
मुत्तेणामुत्तिमओ, उवघायाणुग्गहा कहं होज्जा ? । जह विण्णाणाईणं, मइरापाणोसहाइंहिं ॥१६३७॥ (मूर्तेनामूर्तिमत, उपघातानुग्रहौ कथं भवेताम् । યથા વિજ્ઞાનાવીનાં, મદિરાપાનૌષથમિક )
Page #169
--------------------------------------------------------------------------
________________
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
ગાથાર્થ - મૂર્ત એવા કર્મ વડે અમૂર્ત એવા આત્માને ઉપઘાત અને અનુગ્રહ કેમ થાય ? જેમ મદિરાપાન અને ઔષધાદિ વડે વિજ્ઞાનાદિને ઉપઘાત-અનુગ્રહ થાય છે. તેમ અહીં જાણવું. ૧૬૩૭॥
૧૪૪
વિવેચન - અગ્નિભૂતિ કર્મની બાબતમાં પરમાત્મા શ્રી મહાવીરપ્રભુને જુદી જુદી રીતે પ્રશ્ન કરે છે કે - હે ભગવાન્ ! ધારો કે “કર્મતત્ત્વ છે” એમ માની લઈએ તો પણ એ પ્રશ્ન થાય છે કે કર્મ એ વર્ણાદિ ગુણોવાળું હોવાથી મૂર્તદ્રવ્ય છે એમ આપ સમજાવો છો. જ્યારે આત્મદ્રવ્ય તો અમૂર્તદ્રવ્ય છે. તેથી મૂર્ત એવા કર્મ દ્વારા અમૂર્ત એવા આત્મદ્રવ્યને આહ્લાદ થવા સ્વરૂપ અનુગ્રહ (લાભ) અને પરિતાપ થવા સ્વરૂપ ઉપઘાત (નુકશાન) કેમ થાય ? જેમ આકાશ એ અમૂર્તદ્રવ્ય છે અને મલયાચલ પર્વતનો સુગંધી પવન અને મલયાચલ પર્વતના કાષ્ઠોમાંથી પ્રગટ થયેલી અગ્નિની જ્વાલાઓ આ બન્ને મૂર્ત પદાર્થ છે. ત્યાં મૂર્ત એવા મલયાચલના પવન વડે કે અગ્નિની જ્વાલાઓ વડે જેમ અમૂર્ત એવા આકાશને કંઈ આહ્લાદ કે પરિતાપ થતો નથી તેમ અહીં મૂર્ત એવા કર્મ વડે અમૂર્ત એવા આત્માને લાભ-નુકશાન કેમ થાય ?
ઉત્તર - ભગવાન શ્રી મહાવીરપ્રભુ કહે છે કે - હે અગ્નિભૂતિ ! મૂર્ત પદાર્થ વડે અમૂર્તપદાર્થને પણ લાભ-નુકશાન થાય છે. તેથી ન થાય એમ નહીં. જેમ આત્મા અમૂર્ત હોવાથી તેનો જ્ઞાનગુણ પણ અમૂર્ત છે. તેથી વિજ્ઞાન-વિવિદિષા-કૃતિ-સ્મૃતિ-ઈહા-ચિંતન ઈત્યાદિ જીવના જ્ઞાનાત્મક જે ધર્મો છે તે ધર્મો અમૂર્ત હોવા છતાં તે ધર્મોને મદિરાપાન, હપૂર -વિષાદિપના ભક્ષણ વડે ઉપઘાત થાય છે અને દૂધ-સાકર-ઘીથી યુક્ત ઔષધાદિના ભક્ષણ વડે અનુગ્રહ થાય છે તેમ અહીં મૂર્ત એવા કર્મ વડે અમૂર્ત એવા આત્માને ઉપઘાત અને અનુગ્રહ થાય છે. એટલે મૂર્તદ્રવ્ય અમૂર્તદ્રવ્યને ઉપઘાત-અનુગ્રહ કરી શકે છે. મૂર્તદ્રવ્ય દ્વારા અમૂર્તદ્રવ્યને લાભ-નુકશાન ન જ થાય એવો નિયમ નથી.
મલયાચલના પવન વડે અને અગ્નિની જ્વાલાઓ વડે અમૂર્ત એવા આકાશને જે અનુગ્રહ અને ઉપઘાત થતા નથી તેમાં “આકાશ એ અમૂર્ત છે” તે કારણ નથી. પરંતુ આકાશ એ અચેતનદ્રવ્ય છે તે કારણ છે. જેને ચેતના હોય તેને જ આહ્વાદ અને પીડાનો અનુભવ થાય. આકાશ અચેતનદ્રવ્ય છે. તેથી તેમાં જ્ઞાનસંજ્ઞા ન હોવાથી ઉપઘાત-અનુગ્રહ થતા નથી. પરંતુ જીવ તો ચેતનદ્રવ્ય છે. માટે ચેતનને અવશ્ય ઉપઘાત-અનુગ્રહ થાય છે. સારાંશ કે આકાશને ઉપઘાતાનુગ્રહ નહીં થવામાં આકાશની અમૂર્તતા કારણ નથી. પરંતુ
૧. જાણવાની તમન્ના, ૨. ધીરજ, ૩. દારૂનું પાન, ૪. ધતુરાનું ભક્ષણ, ૫. ઝેરનું ભક્ષણ.
Page #170
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૪૫
અચેતનતા કારણ છે. જીવમાં અચેતનતા નથી પરંતુ ચેતનતા છે. માટે જીવને અવશ્ય ઉપઘાત-અનુગ્રહ થાય છે. ૧૬૩૭।।
અહીં સુધી જે ઉત્તરો ભગવાને આપ્યા તે આત્મા અમૂર્ત છે. તેને અનુલક્ષીને આ ઉત્તરો આપ્યા છે. હવે ભગવાન જણાવે છે કે હે અગ્નિભૂતિ ! સંસારી એવો આ આત્મા સર્વથા અમૂર્ત પણ નથી. શરીરધારી હોવાથી શરીરની સાથે વ્યાપ્યો છતો કથંચિદ્ મૂર્ત પણ છે એ વાત જણાવતાં કહે છે કે
-
अहवा नेगंतोऽयं संसारी, सव्वहा अमुत्तोत्ति ।
जमणाइकम्मसंतइपरिणामावन्नरूवो सो ॥१६३८ ॥
(अथवा नैकान्तोऽयं, संसारी सर्वथाऽमूर्त इति । यदनादिकर्मसन्ततिपरिणामापन्नरूपः सः ॥ )
ગાથાર્થ - અથવા સંસારી જીવ સર્વથા અમૂર્ત છે. આવો એકાન્ત નથી. કારણ કે અનાદિકાળથી જ કર્મની પરંપરાની સાથે તરૂપે (કર્મ મૂર્ત હોવાથી મૂર્તરૂપે) પરિણામ પામેલો છે. ૧૬૩૮॥
વિવેચન - સંસારી સર્વે પણ જીવો લોઢા અને અગ્નિની જેમ કાર્મણશરીરની સાથે એટલે કે કર્મની સાથે એકમેકપણાને પામેલા છે. તેથી જેમ લોઢું કદાપિ દાહ કરતું નથી, અગ્નિ જ દાહ કરે છે. કારણ કે દાહ કરવો એ અગ્નિનો ધર્મ છે. છતાં અગ્નિથી વ્યાપ્ત થયેલો લોહ પણ દાહ કરે છે. એમ કહેવાય છે દૂધ અને વિષ સાથે મળ્યા છતાં દૂધ મારક નથી. વિષ જ માત્ર મારક છે. તો પણ વિષમિશ્રિત દૂધ પણ મારક બને છે. તે દૂધ પીવાતું નથી. તેમ આત્મા એકલો હોય, કર્મરહિત હોય, ભોગ્ય શરીરાદિથી પણ રહિત જ્યારે હોય ત્યારે ભલે અમૂર્ત છે, શુદ્ધ-બુદ્ધ છે. પરંતુ કર્મની સાથે ભળ્યો છતો તેની સાથેની એકમેકતાના પરિણામને જ્યારે પામેલો છે ત્યારે કર્મ મૂર્ત હોવાથી સંસારી કર્મવાળો આ આત્મા પણ મૂર્ત જ કહેવાય છે. તેથી પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ કહે છે કે -
અથવા સર્વે સંસારી જીવ સર્વથા અમૂર્ત જ હોય, આવો એકાન્ત નથી. કારણ કે આ જીવ અનાદિકાળથી જ કર્મની પરંપરાની સાથે તદ્રુપ પરિણતિને પામેલો છે. “અગ્નિ અને લોહ” ના ન્યાયે કર્મની સાથે આ આત્મા વ્યાપ્ત થયેલો છે. તેથી કર્મ જેવું મૂર્ત છે તેવા મૂર્ત રૂપને સહવાસના કારણે ઉપચારે પામેલો છે અને કર્મ મૂર્ત છે. માટે મૂર્ત એવા કર્મથી અભિન્ન હોવાના કારણે આ જીવ કથંચિત્ મૂર્ત પણ છે. આ કારણે મૂર્ત એવા
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૬
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ કર્મથી કથંચિત્ મૂર્તિ એવા જીવને અવશ્ય અનુગ્રહ-ઉપઘાત થાય છે. આકાશ તો અમૂર્ત પણ છે અને અચેતન પણ છે. તેથી આકાશને અનુગ્રહ-ઉપઘાત થતા નથી. ll૧૬૩૮
संताणोऽणाई उ परोप्परं हेउहेउभावाओ । देहस्स य कम्मस्स य गोयम ! बीयंकुराणं व ॥१६३९॥ (सन्तानोऽनादिस्तु, परस्परं हेतुहेतुभावात् ।
देहस्य च कर्मणश्च, गौतम ! बीजाङ्करयोरिव ॥)
ગાથાર્થ - હે ગૌતમ ગોત્રીય અગ્નિભૂતિ ! બીજ અને અંકુરાની જેમ દેહ અને કર્મનો પરસ્પર હેતુ-હેતુમભાવ હોવાથી એટલે કે કારણ-કાર્યભાવ હોવાથી આ કર્મપરંપરા અનાદિની છે. /૧૬૩૯ll
વિવેચન - જે બે વસ્તુઓ વચ્ચે પરસ્પર કાર્ય-કારણભાવ હોય છે તે બન્ને વસ્તુની પરંપરા અનાદિની જ હોય છે. જેમકે બીજ વાવીએ તો જ અંકુરા થાય છે. પરંતુ વાવેલું તે બીજ પૂર્વે ઉગેલા કોઈ અંકુરામાંથી જ નીપજેલું છે. એટલે કે બીજની પૂર્વે પણ અંકુરા હતા. વળી તે પૂર્વકાલીન અંકુરા એમને એમ આકાશમાંથી કંઈ ટપકી પડ્યા નથી. પણ તે અંકુરા માટે તેના પૂર્વકાલમાં બીજ વાવેલાં છે. વળી તે બીજ તેના પૂર્વે થયેલા અંકુરામાંથી જ થયેલા છે. આમ બીજ અને અંકુરામાં પરસ્પર કાર્ય-કારણભાવ હોવાથી જેમ આ અનાદિ પરંપરા છે. તેમ ભાગ્યશરીર અને કર્મનો પણ હેતુ-હેતુમદ્ભાવ એટલે કે કારણ અને કાર્યભાવ છે. તેથી કર્મ-પરંપરા અનાદિની છે. આ જીવ પૂર્વભવથી કર્મ લઈને આવે છે એટલે વર્તમાનભવનું શરીર ગર્ભવાસમાં બનાવે છે અને પૂર્વભવથી જે કર્મ લઈને જીવ આવ્યો છે તે કર્મ પૂર્વભવના શરીર દ્વારા કરેલાં છે. વળી તે પૂર્વભવનું શરીર તેના પૂર્વભવથી લાવેલા કર્મ વડે બનેલું છે. આમ દેહ અને કર્મની વચ્ચે કારણકાર્યભાવ હોવાથી બીજ અને અંકુરાની જેમ કર્મની પરંપરા અનાદિની છે.
આ વિષય સમજવા માટે કેરી અને ગોટલો, પક્ષી અને ઈડુ, રાત્રિ અને દિવસ, પિતા અને પુત્રની પરંપરા, આવા પ્રકારની અનેક વસ્તુઓ પરસ્પર કાર્ય-કારણ ભાવવાળી હોવાથી અનાદિકાળથી હોય છે. તે માટે આવાં અનેક દૃષ્ટાન્તો છે. જે સ્વયં સમજી લેવાં.
ન્યાયશાસ્ત્રની પ્રતિજ્ઞા-હેતુ-ઉદાહરણાદિની નીતિ-રીતિ મુજબ કર્મ-પરંપરા અનાદિની છે, તે બોલવામાં આ રીતે બોલાય છે. (૧) કર્મની પરંપરા અનાદિની છે. આ પ્રતિજ્ઞા છે. (૨) દેહ અને કર્મ વચ્ચે પરસ્પર કાર્ય-કારણભાવ છે માટે. આ હેતુ છે. (૩) બીજ
Page #172
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૪૭
અને અંકુરાની જેમ આ ઉદાહરણ જાણવું. (૪) જેમ બીજ વડે અંકુરા કરાય છે અને અંકુરાથી શાખા-પ્રશાખા-ફૂલ-ફળ દ્વારા અનુક્રમે ફરીથી બીજ કરાય છે. આ જ પ્રમાણે દેહથી કર્મ કરાય છે અને કર્મથી દેહની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે પરસ્પર ફરી ફરીને કાર્ય-કારણભાવ રહેલો છે. અહીં જે બે વસ્તુનો પરસ્પર કાર્ય-કારણભાવ હોય છે. તે બે વસ્તુની પરંપરા અનાદિ હોય છે. જેમ બીજ અને અંકુરા તથા પક્ષી અને ઈ. તેમ દેહ અને કર્મમાં પણ પરસ્પર કાર્ય-કારણ ભાવ છે. આ અન્વયવ્યાપ્તિ-અન્વયઉદાહરણ અને અન્વયઉપનય જાણવો. (૫) તતોડનાવિઃ સન્તાન: = તેથી કર્મની પરંપરા અનાદિની જ છે. આ નિગમન જાણવું. ll૧૬૩૯
વેદમાં કહેલાં પદો દ્વારા પણ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ કર્મતત્ત્વ સમજાવતાં કહે
कम्मे चासइ गोयम ! जमग्गिहोत्ताइ सग्गकामस्स । वेयविहियं विहण्णइ, दाणाइफलं च लोयम्मि ॥१६४०॥ (कर्मणि चासति गौतम ! यदग्निहोत्रादि स्वर्गकामस्य ।
वेदविहितं विहन्यते, दानादिफलञ्च लोके ॥)
ગાથાર્થ - જો કર્મતત્ત્વ ન માનીએ તો સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવા. આવું વેદમાં કરેલું વિધાન ઘટી શકે નહીં. તથા લોકમાં કરાતી દાનાદિ ક્રિયાનું ફળ પણ ઘટી શકે નહી. ll૧૬૪oll
વિવેચન - વેદમાં કહેલાં વાક્યો દ્વારા પણ કર્મનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તે સમજાવતાં પરમાત્મા કહે છે કે ગૌતમ ગોત્રમાં જન્મેલા હે અગ્નિભૂતિ ! જો કર્મ ન માનો તો “નહોત્ર ગુહુયાત્ સ્વ :” ઈત્યાદિ વેદનાં વાક્યોમાં જે કહેલું છે કે “સ્વર્ગની કામનાવાળાએ અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવા” આ વાત ઘટશે નહીં. કારણ કે સ્વર્ગાદિની પ્રાપ્તિ પુણ્યબંધના કારણે થાય છે. તે પુણ્યબંધ રૂપ શુભકર્મ તમે સ્વીકારતા નથી. તેથી અગ્નિહોત્રાદિ યજ્ઞનું વિધાન વ્યર્થ થશે. જો કર્મતત્ત્વ માનો તો જ અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવા દ્વારા પુણ્યકર્મ બંધાય, અને તે પુણ્ય ઉદયમાં આવતાં સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય આ વાત ઘટી શકે છે. પરંતુ કર્મ નહીં માનો તો ઘટશે નહીં. અગ્નિહોત્રાદિ યજ્ઞનું વિધાન પણ વ્યર્થ થશે.
વળી આ લોકમાં દાનાદિ શુભક્રિયાનું ફળ સ્વર્ગાદિ જે પ્રસિદ્ધ છે. તે પણ ઘટશે
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૮
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
નહીં. જો સ્વર્ગાદિ શુભફળની પ્રાપ્તિ હોય તો જ દાનાદિ શુભક્રિયામાં લોકપ્રવૃત્તિ હોય. અન્યથા દાનાદિમાં થતી લોકપ્રવૃત્તિ પણ ઘટે નહીં. માટે કર્મ ન માનવું આ વાત અયુક્ત જ છે. વેદના કથન પ્રમાણે અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવા દ્વારા અને દાનાદિ શુભક્રિયાઓ કરવા દ્વારા આ જીવ એવું વિશિષ્ટ પુણ્યકર્મ બાંધે છે કે જેના ઉદયથી સ્વર્ગાદિની અને યશકીર્તિ આદિની પ્રાપ્તિ થાય છે. માટે પણ કર્મ છે. આમ માનવું એ જ ઉચિત છે.
તેમજ વિજરિયાતમાવાઓ (૧૬૧૫) ઈત્યાદિ ગાથામાં પૂર્વે કહી ગયા છીએ કે જેમ ખેતી વેપાર આદિ ક્રિયાનું ફળ ધાન્યપ્રાપ્તિ અને ધનપ્રાપ્તિ છે. તેમ દાનાદિ ક્રિયાનું પણ સ્વર્ગપ્રાપ્તિ આદિ ફળ છે. માટે વેદવાક્યથી પણ કર્મતત્ત્વ સ્વીકારવું જોઈએ. ૧૬૪૦
હવે અગ્નિભૂતિ કહે છે કે કર્મ ન સ્વીકારીએ અને ઈશ્વરાદિને (ઈશ્વર-કાલનિયતિ-યર્દચ્છાદિ વગેરેને) જ જગત્કર્તા છે. આમ માની લઈએ અને પ્રત્યક્ષ દેખાતી સુખીદુઃખી-રાજા-રંક આદિની વિચિત્રતા ઈશ્વર આદિએ કરેલી છે. પણ કર્મે કરેલી નથી. આમ માનીએ તો શું દોષ ? તો આ બચાવ પણ અયુક્ત જ છે. એમ સમજાવતાં પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ કહે છે કે
-
कम्ममणिच्छंतो वा सुद्धं चिय जीवमीसराई वा । मण्णसि देहाईणं, जं कत्तारं न सो जुत्तो ॥१६४१॥
(कर्मानिच्छन् वा शुद्धमेव जीवमीश्वरादिं वा ।
मन्यसे देहादीनां, यं कर्तारं न स युक्तः ॥ )
ગાથાર્થ - કર્મ ન સ્વીકારતાં શુદ્ધ એવા જીવને અથવા ઈશ્વરાદિને જ દેહાદિનો કર્તા સ્વીકારવો. તે પણ યુક્તિયુક્ત નથી. (તેનું કારણ આગળ આવતી ગાથામાં કહે છે.)
//૧૬૪૧||
વિવેચન - હે અગ્નિભૂતિ ! જો તમે કર્મતત્ત્વને ન સ્વીકારો તો પૂર્વભવથી છુટેલો આ જીવ ભોગ્યશરીરને ત્યાં મુકીને જ આવે છે એટલે કે તે સાથે આવતું નથી. અને સાથે આવે તેવું કર્મતત્ત્વ તમે માનતા નથી. તેથી ભોગ્યશરીરથી છુટેલો આ જીવ શુદ્ધ જ હશે, તે જીવને મૃત્યુબાદ કર્મબંધન ન હોવાથી મુક્તિ જ થવી જોઈએ, મુક્તિમાં જો ન જાય તો કઈ ગતિમાં અને કોના ઘરે જન્મ લેવો. તે બધી અવ્યવસ્થા થશે તથા જે
માતાની કુક્ષિમાં શુદ્ધ એવો આ જીવ ગયો તે શુદ્ધ આત્મા જ નવા ભવના ભોગ્યશરીરનો કર્તા છે. આમ માનવું પડશે. અથવા કર્મતત્ત્વ ન માનો તો ઈશ્વરે આ જગતની વિચિત્રતા
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૯
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ સર્જી છે. આમ માનવું પડશે અથવા નિયતિ એટલે કે ભાવિમાં આમ બનવાનું નિયત હશે એટલે આમ બને છે. આ પ્રમાણે નિયતિને કર્તા માનવી પડશે અથવા તે તે કાલે આમ બનવાનું છે એમ માનીને કાલને કર્તા માનવો પડશે અથવા કોઈપણ જાતના કારણ વિના ગમે તેમ ગમે તે થાય છે. કોઈ ભાવ નિયત નથી. આમ યદચ્છાને (મરજી મુજબ
સ્વકાર્યો થાય છે આવી યદચ્છાને) કર્તા માનવી પડશે. પરંતુ જો તમે આવું માનો તો તેમાંનો એક પણ પક્ષ યુક્તિયુક્ત નથી. અર્થાત્ શુદ્ધ એવો જીવ, ઈશ્વર, કાલ, નિયતિ કે યદેચ્છાદિ આ જગતની વિચિત્રતાના કર્તા સંભવી શકતા નથી. તેનાં કારણો હવે પછીની ૧૬૪૨ મી ગાથામાં સમજાવાય છે. ll૧૬૪૧//
उवगरणाभावाओ, निच्चेट्ठाऽमुत्तयाइओ वा वि । ईसरदेहारंभे वि, तुल्लया वा अणवत्था वा ॥१६४२॥ (उपकरणाभावाद्, निश्चेष्टामूर्ततादितो वाऽपि
રૂંશ્વરાર મેડપિ, તુચેતા વાનવસ્થા વા )
ગાથાર્થ - શુદ્ધ એવો જીવ ભોગ્યશરીરાદિનો કર્તા નથી. કારણ કે ઉપકરણનો અભાવ છે, નિશ્ચષ્ટ છે અને અમૂર્ત છે વગેરે તથા ઈશ્વરને દેહના આરંભક માનવામાં પણ ઉપરોક્ત હેતુઓ તુલ્ય જ છે અથવા અનવસ્થા દોષ આવે છે. ll૧ ૬૪૨l
વિવેચન - કર્મ વિનાનો શુદ્ધ જીવ કે ઈશ્વરાદિ કોઈ પણ પદાર્થ, ભોગ્ય એવા સ્કૂલ શરીરાદિની રચના કરવાનું કાર્ય કરતા નથી. કારણ કે તેની પાસે ઉપકરણનો અભાવ છે. જેમ દંડ-ચક્ર અને ચીવરાદિ ઉપકરણ (ઘટ બનાવવાની સામગ્રી) વિનાનો કુંભાર ઘટાદિ પદાર્થ બનાવી શકતો નથી તેવી જ રીતે ઉપકરણીભૂત એવા કર્મતત્ત્વ વિના શુદ્ધ એવો મુક્તગત આ જીવ કે ઈશ્વરાદિ ભોગ્યશરીરની રચના કરવા સમર્થ નથી.
ભોગ્યશરીરાદિની રચના કરવામાં “કર્મ” એ જ ઉપકરણ છે એટલે કે સાધનસામગ્રી છે. કર્મ વિના બીજું કોઈ ઉપકરણ ત્યાં નથી. કારણ કે પૂર્વભવથી છુટેલો જીવ જ્યારે ઉત્પત્તિસ્થાનભૂત ગર્ભાદિસ્થાનમાં આવે છે ત્યારે પૂર્વભવની તમામ સામગ્રી ત્યાં ત્યજીને જ આવે છે. એટલે બીજું કોઈ ઉપકરણ તે કાલે જીવ પાસે નથી. જો “કર્મ” માનીએ તો કર્મ એ જ ઉપકરણ થઈ શકે છે અને તે કાલે એટલે કે ઉત્પત્તિસ્થાનમાં આવ્યો ત્યારે તે ઉપકરણ જીવ પાસે છે. કર્મ વિના તે કાલે જીવ પાસે અન્ય કોઈ ઉપકરણ નથી. કર્મ વિનાના કેવલ એકલા શુદ્ધજીવને માત-પિતાના અંશરૂપ શુક્ર-શોણિતનું ગ્રહણ કરવું અને તેમાંથી શરીર બનાવવું પણ ઘટતું નથી. કારણ કે કેવલ એકલા શુદ્ધજીવને આ ભોગ્યશરીર
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫)
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ બનાવવાનું પ્રયોજન શું? વળી કેવું બનાવવું એનું નિયંત્રક કોણ ? વળી ઉપકરણનો પણ અભાવ તથા શુદ્ધ જીવો પણ જો ગર્ભવાસમાં જાય તો મોક્ષના જીવો પણ ગર્ભવાસમાં જાય, ઈત્યાદિ અનેક દોષ આવે. તેથી શુદ્ધ જીવ કર્તા નથી. આ અનુમાન પ્રયોગમાં ૩૫RUTTમાવત્'' આ હેતુ સમજાવ્યો. હવે આ જ અનુમાનપ્રયોગ બીજા હેતુઓ મુકીને બીજી રીતે પણ સમજાવાય છે.
શુદ્ધ એવો આ જીવ અથવા ઈશ્વરાદિ ભોગ્ય એવા સ્થૂલ શરીરાદિની રચના કરતા નથી. આ ઉપરોક્ત પ્રતિજ્ઞામાં જ (૧) ઉપરVTમાવત્ ઉપરાંત (૨) નિશૈષ્ણવી, (૩) अमूर्तत्वात्, (४) अशरीरत्वात्, (५) निष्क्रियत्वात्, (६) सर्वगतत्वात्, (७) एकत्वात् ઈત્યાદિ હેતુઓ પણ સમજવા અને કાશવત્ તથા પરમાણુવત્ આ ઉદાહરણો સમજવાં. ભાવાર્થ આ પ્રમાણે છે -
(૧) કર્મ વિનાનો શુદ્ધ જીવ અથવા ઈશ્વરાદિ આ ભોગ્ય એવા ઔદારિક શરીરના કર્તા નથી. ઉપકરણ વિનાના હોવાથી, દંડ-ચક્રાદિ સામગ્રી વિનાના કુંભારની જેમ તે સ્થૂલશરીરના કર્તા નથી.
(૨) કર્મ વિનાનો શુદ્ધ જીવ અથવા ઈશ્વરાદિ ભોગ્યશરીરવાળા ન હોવાથી ચેષ્ટા વિનાના છે. તેથી ચેષ્ટા વિનાના એવા તે આકાશની જેમ સ્કૂલશરીરના કર્તા નથી.
| (૩) કર્મ વિનાનો શુદ્ધ જીવ અથવા ઈશ્વરાદિ અમૂર્ત હોવાથી આકાશની જેમ ભૂલશરીરના કર્તા નથી.
(૪) કર્મ વિનાનો શુદ્ધ જીવ અથવા ઈશ્વરાદિ અશરીરી હોવાથી આકાશની જેમ સ્કૂલશરીરના કર્તા નથી.
(૫) કર્મ વિનાનો શુદ્ધ જીવ અથવા ઈશ્વરાદિ અક્રિય હોવાથી (શારીરિક ક્રિયા વિનાના) હોવાથી સ્થૂલશરીરના કર્તા નથી.
(૬) કર્મ વિનાનો શુદ્ધ જીવ અથવા ઈશ્વરાદિ સર્વવ્યાપી હોવાથી આકાશની જેમ સ્કૂલશરીરના કર્તા નથી.
(૭) કર્મ વિનાનો શુદ્ધ જીવ અથવા ઈશ્વરાદિ એકલા હોવાથી (સહાયક કાર્મણશરીર ન હોવાથી) પરમાણુની જેમ સ્કૂલશરીરના કર્તા નથી.
પ્રશ્ન - અહીં કદાચ એવો પ્રશ્ન કરવામાં આવે કે ઈશ્વર અશરીરી નથી. પરંતુ, પોતાની જાતે બનાવેલું સૂક્ષ્મ-અદેશ્ય શરીર ઈશ્વરને છે. એટલે કે ઈશ્વર શરીરવાળા છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૫૧
તેથી શારીરિક ક્રિયાવાળા પણ છે. સર્વથા અમૂર્ત નથી પણ શરીરધારી હોવાથી કથંચિદ્ મૂર્ત છે તથા હાથ-પગની ચેષ્ટાવાળા છે. તેથી તે ઈશ્વર ભોગ્યશરીરાદિના કર્તા હોઈ શકે છે. આ રીતે અદૃશ્ય અને સૂક્ષ્મ શરીરવાળા ઈશ્વર માનીએ તો ઉપરોક્ત તમે કહેલા નિશ્ચેષ્ટત્વ, અમૂર્તત્વ, નિષ્ક્રિયત્વ, અશરીરિત્વ વગેરે હેતુઓ અસિદ્ધ થશે. કારણ કે ઈશ્વર નામના પક્ષમાં આ હેતુઓ સંભવતા જ નથી. આ રીતે ઈશ્વર સશરીરી, સક્રિય, ચેષ્ટાવાન્ અને કથંચિત્ મૂર્ત હોવાથી જેમ કુંભાર ઘડા બનાવે છે તેમ ઈશ્વર જ સર્વે જીવોનાં શરીર
ઈન્દ્રિય આદિ બનાવે છે. આમ માનીએ તો ઈશ્વર શરીરાદિનો કર્તા ઘટી શકશે.
ઉત્તર - તમારી આ વાત પણ વ્યાજબી નથી. કારણ કે ઈશ્વરનો આત્મા સંસારી જીવોનાં શરીરો બનાવે છે. આ બાબતમાં પણ પ્રશ્નોની તુલ્યતા જ છે. અર્થાત્ ત્યાં પણ સંસારીજીવની જેમ જ પ્રશ્નો સમાનપણે થાય તેમ છે. જો કર્મ ન માનીએ તો કર્મ વિનાનો સંસારી જીવ શુદ્ધ હોવાથી જેમ (કાર્યણશરીર રહિત હોવાથી) ભોગ્યશરીર બનાવવામાં ઉપકરણરહિત છે. માટે કર્તા ઘટતો નથી. તેવી જ રીતે કર્મ વિનાના ઈશ્વર પણ શુદ્ધ આત્મા હોવાથી કર્મ નામના ઉપકરણ વિનાના છે. તેથી દંડ-ચક્રાદિ વિનાનો કુંભાર જેમ ઘડા ન બનાવી શકે તેવી જ રીતે ઈશ્વર પણ કાર્યણશરીર નામના ઉપકરણ વિનાના જ છે તેથી પ્રથમ તો પોતાનું જ શરીર બનાવી ન શકે માટે સશરીરી જ નથી તો અન્ય સંસારી જીવોનાં શરીર કેવી રીતે બનાવી શકે ? વળી કાર્મણશરીર (કર્મ) ઈશ્વરને નથી એટલે પોતાનું જ શરીર ન બનાવી શકે, તેથી ચેષ્ટાવાન્ પણ નથી, ક્રિયાવાન્ પણ નથી, મૂર્ત પણ નથી અને સશરીરી પણ નથી. માટે અન્ય જીવોના ભોગ્યશરીરના કર્તા ઈશ્વર કેવી રીતે થઈ શકે ? અર્થાત્ ઈશ્વર સ્વશરીરના અને પર શરીરના કર્તા થઈ શકે નહીં. જેમ સંસારી જીવને કાર્મણશરીર વિનાનો માનવાથી ભોગ્યશરીરનો કર્તા ઘટતો નથી. તે માનવામાં જેવા પ્રશ્નો ઉઠે છે તેની જેમ ઈશ્વર પણ કર્મ વિનાના હોવાથી પોતાના શરીરના પણ કર્તા નથી. તો અન્યના શરીરના કર્તા કેમ બને ? આ બાબતમાં પણ તેવા જ પ્રશ્નો થાય તેમ છે. તેથી દોષોની તુલ્યતા જ છે.
પ્રશ્ન - જગતના જીવોનાં શરીરાદિ જે ઈશ્વર બનાવી આપે છે તે ઈશ્વરનું શરીર (પોતે કર્મ વિનાના છે એટલે પોતે પોતાનું શરીર નથી બનાવી શકતા, તેથી) બીજા ઈશ્વર બનાવે છે આમ માનીએ તો શું દોષ ?
ઉત્તર - તમે જે બીજા ઈશ્વરની કલ્પના કરી, તે બીજા ઈશ્વર પણ પોતે શરીરવાળા કે શરીર વિનાના ? જો તમે આ બીજા ઈશ્વરને શરીર વિનાના માનો તો તે ઈશ્વર પણ ઉપકરણ વિનાના હોવાથી પ્રથમ ઈશ્વરની જેમ પ્રથમ ઈશ્વરના શરીરના કર્તા બની શકશે
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૨ બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ નહીં. એટલે તેના તે જ દોષો આવશે અને જો આ બીજા ઈશ્વરને પણ શરીરવાળા માનશો તો તેમના પોતાના શરીરની રચના કરવામાં પણ તુલ્યતા જ આવશે. એટલે કે તેના તે જ પ્રશ્નો ઉભા થશે. અર્થાત્ જો તે બીજા ઈશ્વર કર્મ વિનાના છે તો ઉપકરણભૂત કર્મ ન હોવાથી પોતાનું શરીર પણ બનાવી શકે નહીં તો પ્રથમ ઈશ્વરનું શરીર તે કેવી રીતે બનાવે ? ઈત્યાદિ પ્રશ્નો આવશે.
હવે જો એવો બચાવ કરવામાં આવે કે બીજા ઈશ્વર ઉપકરણભૂત કર્મ વિનાના અકર્યા છે. એટલે પોતે પોતાનું શરીર નથી બનાવતા, પણ ત્રીજા ઈશ્વર બીજા ઈશ્વરનું શરીર બનાવી આપે છે અને શરીર બન્યા પછી ચેષ્ટા અને ક્રિયાવાળા થવાથી તે બીજા ઈશ્વર પ્રથમ ઈશ્વરનું શરીર બનાવી આપે છે. ત્યારબાદ પ્રથમ ઈશ્વર સંસારી જીવોનાં શરીરો બનાવે છે. આમ માનીએ તો શું દોષ ?
ઉત્તર - અહીં પણ આના આ જ પ્રશ્ન આવશે કે તે ત્રીજા ઈશ્વરનું શરીર કોણ બનાવશે ? પોતે તો કર્મ વિનાના હોવાથી પોતે પોતાનું શરીર બનાવી શકે નહીં એટલે ચોથા ઈશ્વર માનવા પડે અને ચોથા ઈશ્વરનું શરીર બનાવવા પાંચમા ઈશ્વર માનવા પડે. આમ અનવસ્થા દોષ આવશે અને આવી ઈશ્વરોની પરંપરા માનવી તે અયુક્ત છે. તેથી શદ્ધ ઈશ્વર પણ કર્મરહિત હોવાથી ઉપકરણ વિનાના છે. માટે દંડ-ચક્રાદિ વિનાના કુંભારની જેમ સંસારી જીવોના શરીરની રચનાના અકર્તા છે. પરંતુ કર્મ છે બીજો મિત્ર સાથે જેને એવો સંસારી જીવ પોતે જ પોતાના શરીરનો કર્યા છે, જીવ કર્તા છે અને કર્મ એ ઉપકરણ છે.
વળી ઈશ્વર જો સંસારી જીવોનાં શરીરોની રચના કરતા હોય તો એક પ્રશ્ન એ પણ થાય છે કે સંસારી જીવોને આવા પ્રકારનાં ભિન્ન ભિન્ન આકૃતિવાળા, રોગવાળા અને રોગ વિનાના શરીરો બનાવવાની પાછળ ઈશ્વરને કંઈ પ્રયોજન છે કે વિના પ્રયોજને બાલચેષ્ટા જ કરે છે. અર્થાત્ આવા પ્રકારની શરીર રચના કરવામાં કોઈના ઉપર રાગ, કોઈના ઉપર દ્વેષ રાખીને સુખ-દુઃખ આપવાની બુદ્ધિથી અને તેના દ્વારા આનંદ માનવાની મનોવૃત્તિથી શરીરો બનાવી આપે છે કે નિરર્થક ચેષ્ટા માત્ર જ કરે છે ? હવે જો નિરર્થક બાલચેષ્ટા જ માત્ર હોય તો પ્રયોજન વિના સુખી અને દુઃખી, રોગી અને નિરોગી શરીરોને બનાવતા ઈશ્વર ઉન્માદી જેવા જ (દારૂડીયાની જેવા નિષ્ફળ ચેષ્ટા કરનારા) કહેવાશે. ઈશ્વર જેવી ઊંચી પદવી પ્રાપ્ત કરીને બાલચેષ્ટા કે દારૂડીયાની જેમ નિરર્થક અવિવેકવાળી ચેષ્ટા કરે તે યુક્તિસંગત નથી અને કંઈ ને કંઈ પ્રયોજનથી જો ઈશ્વર આ શરીરો બનાવતા હોય તો હજુ તેમને પણ આવાં પ્રયોજનો બાકી છે. માટે સંપૂર્ણ ઈશ્વર બન્યા નથી અર્થાત્
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૩
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ અનીશ્વરપણું માનવાની આપત્તિ આવશે. જેને કાર્ય કરવાનાં પ્રયોજનો બાકી હોય તેને ઈશ્વર કહેવાય નહીં.
આ ઈશ્વર અથવા આપણો સંસારી જીવ કર્મ વિનાનો હોય તો અનાદિકાળથી સ્વયં પોતે શુદ્ધ જ છે અને સ્વયં અનાદિશુદ્ધ એવા ઈશ્વરને કે જીવને દેહાદિની રચના કરવાની ઈચ્છા થાય તે પણ ઉચિત નથી. કારણ કે દેહાદિની રચના કરવાની ઈચ્છા છે તે પણ સુખ-દુઃખ આપવાની ઈચ્છા સ્વરૂપ છે. માટે રાગદશા છે અને અનાદિ શુદ્ધ ને રાગદશા કેમ હોય ? ઈશ્વરને જગત્કર્તા માનવામાં આવી ઘણી ચર્ચા થઈ શકે છે. પરંતુ વિષય વધારે કઠીન અને લાંબો થઈ જાય માટે વધારે કહેતા નથી.
કોઈ વિષ્ણુને જગત્કર્તા માને, કોઈ બ્રહ્માને જગત્કર્તા માને, કોઈ અલૌકિક અદેશ્ય શક્તિને જગત્કર્તા માને, તેનું ખંડન પણ ઉપર કહેલી ચર્ચાને અનુસાર સ્વયં સમજી લેવું. માટે આ ભાગ્યશરીરોની રચના ઈશ્વર, વિષ્ણુ કે બ્રહ્મા આદિ અન્ય કોઈ વ્યક્તિ કરતું નથી. પરંતુ કાર્મણશરીરની સાથે વર્તતો આપણી પોતાનો જીવ જ તે કર્મના ઉદયને અનુસારે ભોગ્યશરીરની રચનાનો કર્તા છે. તેથી ભવાન્તર જતા જીવની સાથે પોતે જ બાંધેલા કર્મોનું બનેલું સૂક્ષ્મ અદશ્ય કાર્પણ શરીર સાથે જ હોય છે અને તે જ કર્મતત્ત્વ છે. ll૧૬૪૨ા.
अहव सहावं मन्नसि, विण्णाणघणाइवेयवुत्ताओ । तह बहुदोसं गोयम !, ताणं च पयाणमयमत्थो ॥१६४३॥ (अथवा स्वभावं मन्यसे, विज्ञानघनादिवेदोक्तात् । તથા વદુતોષ ગૌતમ ! તેષાં ૪ પાનામયમર્થ: II)
ગાથાર્થ - તથા “વિજ્ઞાનન” વગેરે વેદમાં કહેલાં પદોથી તમે “સ્વભાવને” જગત્કર્તા માનો તો હે ગૌતમ ! ઘણા દોષો લાગે છે. તેથી તે પદોનો સાચો અર્થ આ પ્રમાણે છે. /૧૬૪all
વિવેચન - ભિન્ન ભિન્ન સ્કૂલ ભોગ્ય શરીરોની રચના જગતમાં જે દેખાય છે તેનો કર્તા જેમ કર્મ વિનાનો શુદ્ધ જીવ કે ઈશ્વરાદિ સંભવતા નથી. તેમ કોઈ કોઈ દર્શનકારો વેદપદોનો આશ્રય લઈને પોતાને મનમાન્યા અર્થો કરીને “સ્વભાવને” જગત્કર્તા કહે છે. તે પણ યુક્તિસંગત નથી. કારણ કે તેમ માનવામાં પણ ઘણા દોષો આવે છે. તે વાત સમજાવવા માટે આ ગાળામાં સ્વભાવવાદની ચર્ચા કરે છે. “વિજ્ઞાનધન પર્વતેગ્યો ભૂતેષ્યઃ'
Page #179
--------------------------------------------------------------------------
________________
બીજા ગણધર - અગ્નિભૂતિ
ઈત્યાદિ વેદવાક્યો સાંભળવાથી હે ગૌતમગોત્રીય અગ્નિભૂતિ ! તમે સ્વભાવને જ દેહાદિનો કર્તા માનો છો. કારણ કે બીજા કેટલાક દર્શનકારો આ વેદપદોના મનમાન્યા અર્થો કરીને આ જગતની રચનાનું કારણ કર્મ ન માનતાં સ્વભાવને જ માને છે. તમે તેના વિચારોમાં ભળી જાવ છો. તેઓના વિચારો આ પ્રમાણે છે
૧૫૪
सर्वहेतुनिराशंसं, भावानां जन्म वर्ण्यते । स्वभाववादिभिस्ते हि नाहुः स्वमपि कारणम् ॥१ ॥
રાનીવટાવીનાં, વૈચિત્ર્ય : જોતિ હિ ? । મયૂરચન્દ્રિાદ્દિા, વિચિત્રઃ જૈન નિર્મિત ાર॥
कादाचित्कं यदत्रास्ति, निःशेषं तदहेतुकम् । यथा कण्टकतैक्ष्णादि, तथा चैते सुखादयः ॥३॥
ગણધરવાદ
જગતના સર્વે પણ ભાવોનો જન્મ કોઈપણ જાતના હેતુની (કારણની) અપેક્ષા વિના સ્વાભાવિકપણે જ થાય છે. પોતાની ઉત્પત્તિમાં પોતે (કે પોતાનું કર્મ ઈત્યાદિ) કારણ નથી. એમ કેટલાક દર્શનકારો કહે છે. ૧
કમળની કોમળતા, કાંટાઓની તીક્ષ્ણતા, આ વિચિત્રતા કોણ કરે છે ? મોરનાં પીંછાની વિચિત્રતા અને ચંદ્રની ચાંદનીની ઉજ્વલતા કોના વડે બનાવાઈ ? અર્થાત્ કોઈ વડે બનાવાઈ નથી. સ્વાભાવિક રીતે જ બની છે. ૨
જગતના પદાર્થોમાં જે અહીં કાદાચિત્કપણું છે. તે સઘળુંય પણ નિર્હેતુક છે. જેમ કાંટાઓની તીક્ષ્ણતા આદિ સ્વાભાવિક છે. તેમ આ જીવોનાં સુખ-દુઃખાદિ પણ સ્વાભાવિક જ છે. પરંતુ કર્મકૃત કે ઈશ્વરકૃત નથી. ૩
સ્વભાવવાદી એવા દર્શનકારના ઉપર કહ્યા મુજબના વિચારો છે. હે ગૌતમગોત્રીય અગ્નિભૂતિ ! તમે પણ કર્મને ન માનતાં સ્વભાવજન્ય જ બધું છે. આમ માનતાં ઉપરોક્ત વિચારને અનુસરો છો. પરંતુ તેમ વસ્તુસ્થિતિ સ્વીકારવામાં બહુ બહુ દોષો આવે છે. તે દોષો આ પ્રમાણે છે
સ્થૂલ ભોગ્ય શરીરોના કર્તા તરીકે સ્વભાવને જે માનવામાં આવે છે તે સ્વભાવ એ શું છે ? શું સ્વભાવ એ કોઈ વસ્તુવિશેષ (એક જાતનો સૂક્ષ્મ પદાર્થ) છે કે કોઈ કારણ ન હોય તેને એટલે કે અકારણતાને સ્વભાવ કહો છો કે સ્વભાવ એ મૂર્ત અથવા અમૂર્ત વસ્તુનો ધર્મવિશેષ છે. એમ ત્રણ રસ્તા છે. આ ત્રણમાંથી સ્વભાવને તમે શું માનો છો ? (૧) વસ્તુવિશેષ, (૨) અકારણતા કે (૩) વસ્તુધર્મ. આ ત્રણમાંથી સ્વભાવને શું કહો છો?
Page #180
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૧૫૫.
બીજા ગણધર - અગ્નિભૂતિ (૧) જો સ્વભાવ એ એક પ્રકારની વસ્તુવિશેષ છે એમ કહેશો તો ઘટપટાદિની જેમ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી તે વસ્તુ જણાતી નથી. માટે તે વસ્તુ નથી. કારણ કે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જે વસ્તુ ન જણાતી હોય છતાં તેવી સ્વભાવાત્મક કોઈ વસ્તુવિશેષ છે. આમ જ માનવાનો આગ્રહ રખાતો હોય તો તે કર્મતત્ત્વ છે એમ પણ કેમ નથી સ્વીકારાતું? “કર્મતત્ત્વ છે” આમ પણ માની લેવું જોઈએ. કારણ કે અમારા મતે તો કર્મતત્ત્વ સપ્રમાણ છે. પરંતુ તમારા અભિપ્રાયે કર્મતત્ત્વ માનવું એ પ્રમાણયુક્ત નથી. તો પ્રમાણ વિનાની એવી સ્વભાવ નામની વસ્તુવિશેષ પણ કેમ મનાય ? સારાંશ કે પ્રમાણોથી સિદ્ધ ન થતા એવા સ્વભાવને જો સ્વીકારો છો, તો તમારી દૃષ્ટિએ પ્રમાણોથી સિદ્ધ ન થતાં એવાં કર્મોને પણ કેમ ન સ્વીકારાય ?
વળી તમને પુછું કે આ સ્વભાવ નામની એક પ્રકારની વસ્તુવિશેષ છે. આમ તમે સ્વભાવને વસ્તુવિશેષ માની છે તો તે સ્વભાવ નામની વસ્તુ મૂર્તિ છે કે અમૂર્ત છે? તમે સ્વભાવને એક વસ્તુ અર્થાત્ એક પદાર્થ માન્યો છે. તો તે કાં તો વર્ણાદિ ગુણોવાળું મૂર્તદ્રવ્ય હોવું જોઈએ અથવા તો તે વર્ણાદિ ગુણો વિનાનું અમૂર્તદ્રવ્ય હોવું જોઈએ. કહો આ બે પ્રકારમાંથી સ્વભાવ નામનો પદાર્થ કેવો છે ?
જો “સ્વભાવ” નામનો જે આ પદાર્થ માન્યો છે તે મૂર્તિ છે એમ કહો તો અમે જેમ કર્મતત્ત્વને કારણ માન્યું છે અને તે મૂર્ત એવું પુદ્ગલ દ્રવ્ય છે એમ કહીએ છીએ. તેવી જ રીતે તમે સ્વભાવ નામનું મૂર્તદ્રવ્ય કારણ માન્યું. આખર તો બીજા નામે કર્મતત્ત્વ જ તમે સ્વીકાર્યું. હવે જો આ “સ્વભાવ” નામનો પદાર્થ અમૂર્ત છે આમ કહેશો તો તે સ્વભાવ અમૂર્ત હોવાથી અથવા ઉપકરણ વિનાનો પદાર્થ હોવાથી આકાશ જેમ કોઈનો કર્તા નથી તેમ આ સ્વભાવ પણ કોઈ પણ પર્યાયનો કર્તા થશે નહીં. સ્વભાવને અમૂર્ત માનીને તેનાથી સ્થૂલ ભોગ્ય શરીરાદિ બને છે એમ માનશો તો સ્વભાવ જે કારણ છે તે અમૂર્ત અને સ્કૂલ ભોગ્ય જે શરીરાદિ છે તે કાર્ય થશે. આમ થવાથી કારણ-કાર્ય અનુરૂપ ન હોવાથી આકાશાદિ અમૂર્ત પદાર્થથી જેમ ભોગ્ય શરીરાદિ બનતાં નથી તેમ અમૂર્ત એવા સ્વભાવથી પણ શરીરાદિ મૂર્ત કાર્ય ઘટશે નહીં. આ રીતે સ્વભાવ એ કોઈ પદાર્થવિશેષ એટલે કે વસ્તુવિશેષ હોય, તો તે ઘટતું નથી.
(૨) હવે જો “સ્વભાવ” ને અકારણતા માનવામાં આવે એટલે કે સ્થૂલ એવાં ભોગ્યશરીરો તેના કારણભૂત એવા કાર્મણ શરીર વિના જ ઉત્પન થાય છે. જો ખરેખર વિના કારણે અકસ્માત જ શરીરાદિની ઉત્પત્તિ થતી હોય તો અકારણતા = કારણાભાવ સર્વત્ર તુલ્ય હોવાથી સર્વ જીવોનાં સર્વ ભોગ્યશરીરોની ઉત્પત્તિ એકી સાથે બનવી જોઈએ.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૬
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
તથા જો આ પ્રમાણે કોઈ પણ કારણ વિના જ સ્થૂલશરીરોની ઉત્પત્તિ થતી હોય આકસ્મિક અને ગમે તે જીવને ગમે તેવા શરીરાદિની પ્રાપ્તિ થવાનો પ્રસંગ આવે પણ તે યુક્તિયુક્ત નથી. કારણ કે જે નિષ્કારણ બનતું હોય અને આકસ્મિક રીતે બનતું હોય તે આદિવાળું અને પ્રતિનિયત વ્યવસ્થિત આકારવાળું હોય નહીં. જેમકે “મેઘઘટા’” જેમ વિના કારણે વાદળો થાય છે અને આકસ્મિક રીતે થાય છે. તેથી વાદળોનો કોઈ પ્રતિનિયત વ્યવસ્થિત આકાર નથી તેવી રીતે સ્થૂલભોગ્ય શરીરોનું પણ જો કોઈ કારણ ન હોય અને અકસ્માત રીતે જ બનતાં હોય તો મનુષ્યની કુક્ષિએ મનુષ્યનો જ આકાર, પશુની કુક્ષિએ પશુનો જ આકાર, અને પક્ષીની કુક્ષિએ પક્ષીનો જ આકાર અને તે પણ સર્વે મનુષ્યોના શરીરમાં પોતપોતાના સ્થાને જ હાથ-પગ-આંખ-કાનની રચના, સર્વે પશુઓના શરીરમાં ચાર પગ, પુંછડું, શીંગડા આદિની યથાયોગ્ય યથાસ્થાને જ રચના અને સર્વ પક્ષીઓમાં પાંખો, ઉડવાનો વ્યવહાર, પાંખોને સંકોચવા-વિકસાવવાની કલા વગેરે પ્રતિનિયત જ આકારવાળું શરીર કેમ બને ? જેમાં કારણ ન હોય તે તો મેઘઘટાની જેમ અનિયતાકારવાળું બનવું જોઈએ. પણ ભોગ્યશરીરોની ઉત્પત્તિ તો આદિવાળી અને પ્રતિનિયતાકાર વાળી જ બને છે. તેથી તે રચના આકસ્મિક નથી. પરંતુ સર્વે પણ સ્થૂલભોગ્ય શરીરોની રચના “કર્મહેતુક” જ છે.
તથા સર્વે જીવોનાં શરીરો જાતિની અપેક્ષાએ સમાન અને વ્યક્તિની અપેક્ષાએ ભિન્નભિન્ન વર્ણાદિવાળાં બને છે. તેથી સમજાય છે કે “કર્મ” નામના ઉપકરણથી સહિત
એવા કર્તાભૂત આ જીવ વડે જ શરીરો બનાવાયાં છે. જેમ દંડ-ચક્રાદિ ઉપકરણવાળા કુંભાર વડે ઘટાદિ બનાવાય છે. તેમ કર્મ નામના ઉપકરણ સહિત જીવ વડે ગર્ભાવાસમાં આ સ્થૂલશરીર બનાવાય છે. કારણ કે સ્થૂલશરીરની રચના ગર્ભાવસ્થામાં જ થાય છે અને ત્યાં કર્મ સિવાય બીજું કોઈ ઉપકરણ સંભવતું નથી. માટે આ વાત ફરી ફરી અનેક રીતે સમજાવાઈ ગઈ છે.
(૩) હવે જો સ્વભાવને વસ્તુ ન માનવામાં આવે, અકારણતા ન માનવામાં આવે પરંતુ વસ્તુનો ધર્મ છે. આમ જો માનવામાં આવે તો શું આ સ્વભાવ આત્માનો ધર્મ છે કે જડ એવા પુદ્ગલદ્રવ્યનો ધર્મ છે ?
જો આત્માનો ધર્મ છે એમ કહો તો આત્મા અમૂર્ત હોવાથી તેના ધર્મભૂત એવો આ સ્વભાવ પણ વિજ્ઞાન આદિની જેમ અમૂર્ત જ થશે અને જે અમૂર્ત હોય છે તે આકાશાદિની જેમ મૂર્ત એવી શરીર-રચનાનું કારણ બનતું નથી. તેથી સ્વભાવ એ શરીરરચનાનું કારણ બનશે નહીં.
Page #182
--------------------------------------------------------------------------
________________
બીજા ગણધર - અગ્નિભૂતિ
હવે જો આ સ્વભાવને મૂર્ત એવા પુદ્ગલદ્રવ્યનો ધર્મ છે એમ કહેશો તો સિદ્ધસાધ્યતા જ થશે. અર્થાત્ અમારે જે કર્મની સિદ્ધિ કરવી છે તે જ સિદ્ધ થશે. કારણ કે કર્મ પણ પુદ્ગલાસ્તિકાય નામના મૂર્તદ્રવ્યનો જ ધર્મ (પર્યાય) છે. આમ જ અમારા વડે કહેવાય છે. કર્મ એ કાર્પણવર્ગણા નામના પુદ્ગલદ્રવ્યનું જ જીવ વડે કરાયેલું એક રૂપાન્તર જ છે. એટલે “સ્વભાવ” નામની કોઈ સ્વતંત્ર વસ્તુ કર્મથી ભિન્ન સિદ્ધ થતી નથી. અંતે તો કર્મની જ સિદ્ધિ થાય છે.
ગણધરવાદ
૧૫૭
વળી ‘‘પુરુષ વેત્ સર્વ નં યદ્ ભૂતમ્, યન્ત્ર માવ્યમ્, સ વ તામૃતત્વગ્યેશાન કૃતિ । યવનેનાતિરોદ્ઘતિ યવેગતિ, યત્ નૈનતિ, વ્ રે, યદુ અન્તિ,, યવન્તઃ, યહેવ સર્વસ્થાપ્યસ્ય વાહ્યત:, तत्सर्वं પુરુષ વૃતિ'' આ પ્રમાણેનો વેદપાઠ સાંભળવાથી તથા ‘‘વિજ્ઞાનયન વ તેભ્યો ભૂતેભ્યઃ '' ઈત્યાદિ ઈન્દ્રભૂતિના પ્રસંગે કહેલા વેદપાઠને સાંભળવાથી હે અગ્નિભૂતિ ! તમને કર્મના અસ્તિત્વને વિષે શંકા થઈ છે. ઉપરોક્ત બન્ને વેદપાઠોના પદોનો અર્થ તમને બરાબર સમજાયો નથી. તમે તે પાઠોનો અર્થ તમારા મનમાં આ પ્રમાણે વિચારો છો -
‘‘પુરુષ વેત્રં સર્વમ્’’ ચેતન, અચેતન એવા જે કોઈ પદાર્થો દેખાય છે તે સર્વે પુરુષ જ છે અર્થાત્ આત્મા જ છે. આત્મા વિના કર્મ કે પ્રકૃતિ કે ઈશ્વરાદિ કોઈ નથી. આ પાઠમાં જે વાર જણાય છે તે પુરુષ (આત્મા) જ છે. પણ કર્માદિ બીજા કોઈ પદાર્થો નથી એમ કર્માદિના નિષેધ માટે જ આ એવકાર છે. પુરુષ જ છે. આત્મા જ છે. કર્મપ્રકૃતિ આદિ નથી.
તું સર્વમ્ = એટલે પ્રત્યક્ષ દેખાતા આ સઘળા ચેતન-અચેતન પદાર્થો. fi = આવો જે શબ્દ વેદપાઠમાં છે તે વાક્યની શોભા માટે છે. यद् भूतम् =
જે અતીતકાલમાં થયું છે અર્થાત્ ભૂતકાલીન છે.
યજ્ઞ ભાવ્યમ્ = ભવિષ્યમાં જે થવાનું છે અર્થાત્ જે ભાવી છે. એટલે કે જે ભૂતકાળમાં મુક્તિ પામ્યા છે, ભાવિમાં મુક્તિ પામવાના છે તેવી જ રીતે ભૂતકાળમાં સંસારમાં રખડ્યા છે અને ભાવિમાં જે સંસારમાં રખડવાના છે.
स एव उतामृतत्वस्य નો અર્થ સમુચ્ચય તેવી મુક્તિનો.
=
તે પુરુષ જ છે. આત્મા જ છે. કર્મ જેવું કોઈ તત્ત્વ નથી.
અહીં ઉત એવો જે શબ્દ છે તે પિ ના અર્થમાં છે અને પિ છે = અમૃત એટલે અમરણધર્મા = અર્થાત્ ક્યારેય પણ મરણ ન પામે
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫૮
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
ફેશાન = સ્વામી છે. અર્થાત્ આ જે પુરુષ છે તે મુક્તિનો સ્વામી છે.
નૈનાતિરોતિ = જે પુરુષ એટલે આત્મા અન્નગ્રહણ વડે વૃદ્ધિ પામે છે.
નતિ = જે ચાલે છે, ગમનાગમન કરે છે તે પુરુષ જ છે. વદ્ નૈનતિ = જે ચાલતો નથી, પર્વતાદિ, તે પણ પુરુષ = આત્મા જ છે. યદ્ દૂર = જે દૂર દૂર છે. જેમકે મેરુ પર્વત વગેરે, તે પણ પુરુષ જ છે. યદું મન્તિ = જે અતિશય સમીપ છે તે શરીરાદિ પણ પુરુષ જ છે. યન્ત: = જે ચેતન અને અચેતન એમ સર્વની અંદર છે તે પણ પુરુષ જ છે.
યદેવ સર્વચાણસ્ય વીદ્યતઃ = ચેતન-અચેતન. એમ સર્વે પણ પદાર્થોની બહાર જે છે તે પણ પુરુષ જ છે.
તત્સર્વ પુરુષ પ્રતિ = તે સર્વ પુરુષ જ છે. આત્મા જ છે. આ પાઠોના ઉપરોક્ત અર્થો તમારા મનમાં રમે છે. તે કારણથી પુરુષથી (આત્માથી) વ્યતિરિક્ત એવું કર્મતત્ત્વ નથી જ. આમ જ તમારા મનમાં સ્થિર થયું છે તેથી કર્મના અસ્તિત્વની શ્રદ્ધા અતિશય દુષ્કર છે.
તથા “વિજ્ઞાનધન પર્વતૈો ભૂખ્યઃ સમુન્જાય” ઈત્યાદિ વેદપદોનો અર્થ પણ છે અગ્નિભૂતિ ! તમે જીવમાત્ર જ છે. પરંતુ કર્મ નથી. એમ કર્મના અભાવને જ સૂચવનાર તમે માનો છો. “વિજ્ઞાનન' શબ્દની પાસેનો જે વાર છે તે વિજ્ઞાનના સમૂહાત્મક એવો આત્મા જ છે. પણ કર્મ નથી. એમ કર્માદિ તત્ત્વના નિષેધ માટે જ આ એવકાર છે. ઉપર કહેલા બન્ને પાઠોનો અર્થ તમે “કર્મના અસ્તિત્વનો નિષેધ કરવામાં જ” કરો છો. પરંતુ તે પદોના સાચા અર્થ હે અગ્નિભૂતિ ! તમે જાણતા નથી.
ઉપરોક્ત બન્ને પ્રકારના વેદપદોના પાઠોના જે અર્થ તમારા ચિત્તમાં વર્તે છે તે અર્થ બરાબર નથી. તે વેદપદોના સાચા અર્થ આ પ્રમાણે છે -
“પુરુષ વેન્દ્ર સર્વ” ઈત્યાદિ જે વેદપાઠ છે. તે પુરુષની (આત્માની) સ્તુતિસૂચક પદો છે. જાતિ આદિથી થતા આઠ પ્રકારના મદના (અભિમાનના) ત્યાગ માટે અને “અદ્વૈત” ની ભાવનાને સમજાવવા માટે તે પદો છે. પરંતુ કર્મના અસ્તિત્વનો નિષેધ કરવા માટે નથી. આપણને પ્રાપ્ત થયેલું સાંસારિક સુખ વાસ્તવિકપણે તો આપણા પુણ્યથી જ પ્રાપ્ત થયેલું હોય છે અને ધાર્મિક સંસ્કારો અને સગુણો મોહનીય આદિ કર્મોના ક્ષયોપશમથી
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૫૯
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ જ પ્રાપ્ત થયા હોય છે. તો પણ “હે પ્રભુ” આ બધી તમારી કૃપા છે આમ કહેવામાં આવે છે. આ રીતે પરમાત્માની સ્તુતિ અને પોતાના મદનો ત્યાગ તેમાં સમાયેલો હોય છે. તે જ રીતે કેટલાંક વેદના પદો વિધિવાદને સમજાવનારાં હોય છે. કેટલાંક વેદનાં પદો અર્થવાદને સમજાવનારાં હોય છે અને કેટલાંક વેદનાં પદો માત્ર અનુવાદને સમજાવનારાં હોય છે.
મનિદોર્યં કુર્યાત્ સ્વામ:” આ જે વાક્યો છે તે વિધિવાદને સમજાવનારા છે. એટલે કે અગ્નિહોત્રાદિ યજ્ઞો જીવનમાં કરવા જોઈએ. એમ ધર્મનાં કાર્યો કરવા જેવાં છે. આવું કર્તવ્ય તરીકેનું વિધાન કરનારાં આ પદો છે.
અર્થવાદને સમજાવનારાં પદો બે જાતનાં હોય છે. એક સ્તુતિ સ્વરૂપ અર્થને કહેનારાં અને બીજા નિન્દાત્મક અર્થને કહેનારાં. ત્યાં “પુરુષ પવે સર્વ” ઈત્યાદિ જે વેદનાં પદો છે તે પુરુષની એટલે કે આત્માની સ્તુતિ કરનારાં પદો છે. આ જે કંઈ છે તે સર્વ આત્માનું જ બળ છે. આત્માનું જ પુણ્યકામ કરે છે. ઈશ્વરનો જ પ્રતાપ છે ઈત્યાદિ ભક્તિસ્વરૂપે સ્તુતિસૂચક અર્થવાચી પદો છે તથા તે જ વેદપદોમાં જે આવા પ્રકારનાં પદો છે કે -
“स सर्वविद् यस्यैषा महिमा भुवि दिव्ये ब्रह्मपुरे ह्येष व्योम्नि आत्मा सुप्रतिष्ठितस्तमक्षरं वेदयते यस्तु स सर्वज्ञः सर्ववित् सर्वमेवाविवेश" इति तथा एकया पूर्णयाहूत्या सर्वान्
માનવાખોતિ રૂત્યાવિશ સર્વોપ સ્તુત્યર્થવાદ = તે ઈશ્વર જ સર્વને જાણનાર છે. જેનો આ મહિમા પૃથ્વી ઉપર, દેવલોકમાં બ્રહ્મપુરમાં પણ પ્રવર્તે છે. આ આત્મા સર્વ આકાશમાં રહેલો છે. અવિનાશી એવા આત્માને જે જાણે છે તે સર્વજ્ઞ-સર્વવિત્ર છે અને તે સર્વત્ર પ્રવેશેલા છે. આ વાક્ય પરમાત્માની સ્તુતિને કરનારાં છે. તથા સંપૂર્ણ એવી એક આહૂતિ જો આપવામાં આવે તો તે સર્વ ઈચ્છાઓને પ્રાપ્ત કરે છે. આ વાક્ય પણ પરમાત્માની (ઈશ્વરની) સ્તુતિમાત્ર કરનારાં છે, ભક્તિવચનો છે, ઈશ્વરની પ્રશંસાસૂચક વચનો છે.
પ્રશ્ન - ય પૂUદૂત્ય = જે ઉપર કહેલાં બે પ્રકારનાં વેદનાં પદો છે. તેમાં પ્રથમનાં ત્રણ-ચાર લાઈનનાં પદો તે ઈશ્વરની પ્રશંસા સૂચક છે પરંતુ જે છેલ્લું પયા વગેરે પદોવાળું વાક્ય છે કે જેનો અર્થ “એક પરિપૂર્ણ આહૂતિ વડે આ સર્વ ઈચ્છાઓને પ્રાપ્ત કરે છે” આ વાક્ય સ્તુતિ અર્થવાળાને બદલે વિધિઅર્થવાળું છે આમ કેમ ન કહેવાય? કારણ કે જો પરિપૂર્ણ એવી એક આહૂતિ આપીએ તો બધી જ ઈચ્છાઓ ફલીભૂત થાય છે. માટે આ કાર્ય કરવા જેવું છે. આવો પણ અર્થ થાય છે તેથી વિધિવાક્ય પણ બને જ ને ?
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૦
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ ઉત્તર - આ પ્રશ્ન બરાબર નથી. કારણ કે જો આ વાક્યને વિધિવાક્ય માનીએ તો જો એક જ પરિપૂર્ણ આહૂતિથી સર્વ ઈચ્છાઓની પ્રાપ્તિ થતી હોય તો સ્વર્ગાદિની ઈચ્છાવાળાએ અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવા ઈત્યાદિ બાકીનાં પદોમાં કહેલાં ધર્માનુષ્ઠાનોને સૂચવનારાં પદો વ્યર્થ થવાનો પ્રસંગ આવે. માટે આ વાક્ય વિધિ સૂચવનારું નથી. પણ ઈશ્વરની સ્તુતિ સૂચવનારું જ છે.
તથા “Tષ વ: પ્રથમ યજ્ઞ યોગનિષ્ટોન, રોડનેનનિર્વાડજોર વનને, મર્તષ્ણપતિ” જે આ અગ્નિષ્ટોમ યજ્ઞ છે તે તમારે સૌથી પ્રથમ કરવો જોઈએ. જે મનુષ્ય પ્રથમ અગ્નિષ્ટોમ યજ્ઞ કર્યા વિના બીજા પશુમેધાદિ યજ્ઞ કરે છે તે ખાડામાં પડે છે. આ વાક્ય પશુમેધાદિ બીજા યજ્ઞોનું પ્રથમ કરવું તે ઉચિત નથી. જો તે યજ્ઞ પ્રથમ કરવામાં આવે તો તે નિન્દા હેતુ છે. માટે આ વાક્ય નિન્દા અર્થને સૂચવનારું છે.
“દિશ માસા: સંવત્સર:” = બાર મહીના તે એક વર્ષ જાણવું. “નિષ્ઠ:'' જે અગ્નિ છે તે ઉષ્ણ જાણવો. “નર્દિમ મેષન” અગ્નિ એ ઠંડીનું ઔષધ છે. આ સઘળાં વેદનાં વાક્યો માત્ર અનુવાદ સૂચવનારાં છે. કારણ કે જે લોકમાં પ્રસિદ્ધ અર્થ છે તે અર્થનો જ અનુવાદ કરેલો છે. જે બાર માસ છે તેને જ વર્ષ કહેવાય છે. આગલા વાક્યનો અનુવાદ પાછલા વાક્યમાં છે. આ રીતે વેદનાં પદો ક્યાંક સ્તુતિસૂચક, ક્યાંક વિધિસૂચક અને ક્યાંક અનુવાદસૂચક હોય છે. તેથી “પુરુષ હું સર્વમ્' ઈત્યાદિ જે વેદનાં પદો છે તે માત્ર ઈશ્વરની પ્રશંસા-ભક્તિસૂચક જાણવાં. પરંતુ કેવલ એક ઈશ્વરાત્મા જ છે અને કર્મ નથી એમ કર્મના નિષેધને સૂચવનારાં ન જાણવાં.
તથા “વિજ્ઞાનધન પર્વતેગ્યો મૂખ્ય" ઈત્યાદિ જે વેદપદો છે તેનો અર્થ પણ આ પ્રમાણે છે કે વિજ્ઞાનના ઘનાત્મક જે આ પુરુષ (આત્મા) છે તે પાંચે ભૂતોથી અર્થાન્તર છે. ભિન્ન પદાર્થ છે અને તે કર્તા છે. તેનાં શરીર અને ઈન્દ્રિયો વગેરે જે કંઈ છે તે કાર્ય છે. કારણ કે તે જીવ વડે કરાય છે અને આ વાત પૂર્વે સમજાવાઈ ગઈ છે. હવે જો જીવ એ કર્તા હોય, અને શરીરાદિ જો કાર્ય હોય તો કર્તા અને કાર્યથી ભિન્ન એવું ત્રીજું કોઈક ઉપકરણતત્ત્વ = સાધનતત્ત્વ હોવું જોઈએ. જે ઉપકરણભૂત તત્ત્વ છે તે જ કર્મ છે. તેનું અનુમાન આ પ્રમાણે છે -
જ્યાં જ્યાં કર્તા અને કાર્યભાવ હોય છે ત્યાં ત્યાં તેનાથી ભિન્ન એવું ઉપકરણ અવશ્ય હોય જ છે. જેમકે કર્તા લુહાર, કાર્ય લોહપિંડ, આ બન્નેમાં સાંડશો એ ઉપકરણતત્ત્વ છે. લુહાર સાંડશા વડે લોહપિંડને પકડે છે. તેવી રીતે ઔદારિકાદિ
Page #186
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૬૧ ભોગ્યશરીરોની જે રચના થાય છે તે કાર્ય છે. આત્મા તેનો કર્તા છે. આ આત્માને શરીરાદિ બનાવવામાં જે ઉપકરણભાવને પામનારું તત્ત્વ છે તે જ કર્મ છે એમ હે અગ્નિભૂતિ ! તમે સ્વીકારો.
તથા કેટલાંક વેદનાં પદો સાક્ષાત્ કર્મના અસ્તિત્વને સૂચવનારાં પણ છે. તે આ પ્રમાણે -
“પુષ: પુષ્યન વર્ષા, પાપ: પાપન વશર્મા'
પુણ્યનાં કામો કરવાથી પુણ્યકર્મ બધાય છે અને પાપનાં કાર્યો કરવાથી પાપકર્મ બંધાય છે. આવાં વાક્યો કર્મની સત્તાને જણાવે પણ છે તેથી આગમથી પણ કર્મ છે. એમ હે અગ્નિભૂતિ ! તમે કર્મતત્ત્વને સ્વીકારો. ૧૬૪૩
छिन्नम्मि संसयम्मि, जिणेण जरमरणविप्पमुक्केणं । सो समणो पव्वइओ, पंचहिं सह खंडियसएहिं ॥१६४४॥ (छिन्ने संशये जिनेन, जरामरणविप्रमुक्तेन ।।
સ: શ્રમ: પ્રતિ:, મિ. સદ ઉતૈ: II)
ગાથાર્થ – જરા અને મરણથી મુકાયેલા એવા જિનેશ્વર પ્રભુ વડે અગ્નિભૂતિનો સંશય છેદાયે છતે તે તે શ્રમણ પોતાના ૫૦૦ (પાંચસો) શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષિત થયા. /૧૬૪૪ll
વિવેચન - પ્રથમ ગણધરની સમાન જ જાણવું. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ અનેક સુંદર યુક્તિ-પ્રયુક્તિ અને ઉદાહરણો વડે એવી મધુર અમૃતવાણી દ્વારા અગ્નિભૂતિને કર્મતત્ત્વ સમજાવ્યું. જે અતિશય સૂક્ષ્મ છે, અદેશ્ય છે છતાં પ્રત્યક્ષ-અનુમાન અને આગમ આદિ પ્રમાણો વડે કર્મ સિદ્ધ કર્યું. જે અગ્નિભૂતિ ઘણા જ ક્રોધ સાથે અને અભિમાન સાથે પ્રભુ પાસે આવ્યા હતા. તે જ અગ્નિભૂતિ અગ્નિની સામે જેમ મીણ ઓગળી જાય તેમ પ્રભુ પાસે પ્રભુની વાણી સાંભળીને ઓગળી ગયા. પોતાના કદાગ્રહો ત્યજી દીધા. સરળ સ્વભાવી બની ગયા. પરમાત્મા તેમને સંસાર તરવામાં નિમિત્તભૂત બની ગયા. આ રીતે અગ્નિભૂતિના પ્રશ્નસંબંધી કર્મતત્ત્વની ચર્ચા અહીં સમાપ્ત થઈ. ૧૬૪૪
બીજા ગણધર શ્રી અગ્નિભૂતિનો વાદ સમાપ્ત થયો.
Page #187
--------------------------------------------------------------------------
________________
| વાયુભૂતિ નામના ત્રીજા ગણધર II હવે ત્રીજા ગણધર શ્રી વાયુભૂતિની ભગવાન સાથે થયેલી ધર્મચર્ચા ગ્રંથકારશ્રી જણાવે છે -
ते पव्वइए सोउं, तइओ आगच्छइ जिणसगासं । वच्चामि ण वंदामि, वंदित्ता पज्जुवासामि ॥१६४५॥ (तौ प्रव्रजितौ श्रुत्वा, तृतीय आगच्छति जिनसकाशम् । व्रजामि वन्दे, वन्दित्वा पर्युपासे ॥)
ગાથાર્થ - તે બન્ને ભાઈને દીક્ષિત થયેલા સાંભળીને ત્રીજા વાયુભૂતિ જિનેશ્વર પરમાત્મા પાસે આવે છે. તુરત જાઉં, વંદન કરું અને વંદન કરીને પરમાત્માની સેવા કરું. ll૧૬૪પ
વિવેચન - ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ આ ત્રણે ભાઈ હતા. મહાવિદ્વાન હતા. યજ્ઞાદિ અનુષ્ઠાન કરાવવામાં ધર્મગુરુ હતા. પ્રથમના બન્ને ભાઈઓ ભગવાન શ્રી મહાવીર પ્રભુજીનું “સર્વશપણું અને સર્વદર્શીપણું” સાંભળીને રોષ અને અભિમાનપૂર્વક ભગવાનને હરાવવાની બુદ્ધિથી ભગવાન પાસે આવ્યા હતા. પરંતુ ૩૪ અતિશયવાળા પરમાત્મા શ્રી મહાવીરપ્રભુની ૩૫ ગુણયુક્ત મનોહરવાણીના જાદુથી તે બન્ને ભાઈઓ ઠંડા પડી ગયા. એટલું જ નહીં, પરંતુ રોષ અને અભિમાન ત્યજી દઈને પરમાત્મા પ્રત્યે પૂજ્યભાવવાળા અને અહોભાવવાળા બન્યા. સાચું તત્ત્વ સ્વીકાર્યું, વિનીત અને દીક્ષિત બન્યા, પરમાત્મા પ્રત્યે અતિશય ગુણાનુરાગી અને પ્રથમ નંબરના શિષ્ય બન્યા.
ઉપરની સઘળી વાત આવતા-જતા લોકો દ્વારા તેઓના ત્રીજા ભાઈ વાયુભૂતિએ સાંભળી. આ સાંભળીને જ વાયુભૂતિના મનમાં પ્રભુ પ્રત્યે રહેલો ગુસ્સો સર્વથા ચાલ્યો ગયો. અભિમાન તો દૂર જ જતું રહ્યું. મનમાં રહેલા કષાયયુક્ત બધા જ દૂષિત ભાવો પલાયન થઈ ગયા. આ પંડિત બ્રાહ્મણને જુદા જ વિચારો સ્કુરાયમાન થયા, મારા બે ભાઈ મહાવિદ્વાન, ગજરાજ જેવા, કોઈના ગાંજ્યા ન જાય, ક્યાંય હાર ન ખાય, કોઈને પણ એમને એમ નમે નહીં, તે મારા ભાઈઓ જ્યાં હારી ગયા, દીક્ષિત બન્યા, પરમાત્માના શિષ્ય બન્યા, તો જરૂર આ સાચા સર્વજ્ઞ જ છે. સર્વદશ જ છે. જૈનોના ભગવાન શ્રી મહાવીર સ્વામી નામના ચોવીસમા તીર્થંકરપ્રભુ જ છે. હું પણ જલ્દી જલ્દી
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૬૩
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ જાઉં. વીતરાગપ્રભુને વંદન કરું, અને વંદન કરીને તેઓશ્રીની હું ઉપાસના કરું. મારા આત્માને ધન્ય-ધન્ય બનાવું.
ઉપર પ્રમાણે રોષ અને અભિમાન ત્યજીને કષાયમુક્ત થઈને ભાવથી પૂજ્યભાવ અને અહોભાવપૂર્વક પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને વંદનાદિ કરવાની શુદ્ધ બુદ્ધિ સહિત તે તરફ ચાલ્યા. ૧૬૪પી.
અવતરણ - મનમાં શું વિચારીને તે પરમાત્મા તરફ ચાલ્યા ? તે કહે છે - सीसत्तेणोवगया, संपयमिंद-ग्गिभूइणो जस्स । तिहुयणकयप्पणामो, स महाभागोऽभिगमणिज्जो ॥१६४६॥ तदभिगम-वंदणो-वासणाइणा होज पूयपावोऽहं । वोच्छिण्णसंसओ वा, वोत्तुं पत्तो जिणसगासे ॥१६४७॥ (शिष्यत्वेनोपगतौ, साम्प्रतमिन्द्राग्निभूती यस्य । त्रिभुवनकृतप्रणामः, स महाभागोऽभिगमनीयः ॥ तदभिगमनवन्दनोपासनादिना भवेयं पूतपापोऽहम् । व्यवच्छिन्नसंशयो वोक्त्वा प्राप्तो जिनसकाशे ॥)
ગાથાર્થ - ઈન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ આ બને જેમના હાલ શિષ્ય બન્યા છે. તે, ત્રણે ભુવન વડે કરાયા છે પ્રણામ જેને એવા ભગવાન શ્રી મહાવીર સ્વામી પ્રભુ મહાભાગ્યશાલી છે અને મારે ત્યાં જલ્દી જવા જેવું છે. તેમની પાસે જઈને વંદન કરીને ઉપાસના આદિ કરવા દ્વારા નષ્ટપાપવાળો હું થાઉં. અથવા મારા સંશયનો ઉચ્છેદ કરનારો થાઉં. આવું કહીને જિનેશ્વર પ્રભુ પાસે જવા નીકળ્યા. ll૧૬૪૬-૧૬૪૭ll
વિવેચન - આ બને ગાથા બહુ જ સુગમ છે. બલવાન એવા પોતાના બન્ને ભાઈઓ હારી ગયા છે. અરે, હારી ગયા છે. એટલું જ નહીં પણ ત્યાંને ત્યાં જ દીક્ષિત થયા છે. એવું સાંભળીને તથા તે ભૂમિ તરફ અસંખ્ય દેવ-દેવીઓ અને માનવોના ગમનાગમનને દેખીને વાયુભૂતિ અતિશય ઠંડા જ થઈ ગયા અને પોતે જ કહેવા લાગ્યા કે આ સાચા સર્વજ્ઞ છે. ત્રિભુવનકૃત પ્રણામવાળા છે. જૈનોના ચોવીસમા તીર્થકર શ્રી મહાવીર પરમાત્મા છે. હું જલ્દી જલ્દી ત્યાં જાઉં. એક ક્ષણનો પણ વિલંબ ન કરું. મારા હૃદયમાં રહેલો પ્રશ્ન પ્રભુજીને પૂછું અને સારો ઉત્તર મેળવી નષ્ટપ્રશ્નવાળો થાઉં. તથા
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૪
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
પરમાત્માનાં દર્શન-વંદન કરીને તેઓશ્રીની ઉપાસના આદિ કરવા દ્વારા પૂતપાપ (નિર્મળ થઈ ગયાં છે પાપો જેનાં એવો એટલે કે ધોવાઈ ગયાં છે પાપો જેનાં) એવો હું અતિશય નિર્મળ બનું. આવી ઊંચી ભાવનાપૂર્વક પરમાત્મા તરફ ચાલ્યા. ૧૬૪૬-૧૬૪૭
आभट्ठो य जिणेणं, जाइजरामरणविप्पमुक्केणं । नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१६४८ ॥
(आभाषितश्च जिनेन, जातिजरामरणविप्रमुक्तेन ।
नाम्ना च गोत्रेण च, सर्वज्ञेन सर्वदर्शिना ॥ )
ગાથાર્થ
જન્મ, જરા અને મરણથી મુક્ત બનેલા અને સર્વજ્ઞ-સર્વદર્શી એવા ભગવાન શ્રી મહાવીર પ્રભુ વડે નામ અને ગોત્ર વડે (તેમને) બોલાવાયા. ૧૬૪૮
-
વિવેચન - દૂરથી આવેલા એવા તે વાયુભૂતિ નામના પંડિત બ્રાહ્મણને જન્મ-જરા અને મૃત્યુ વિનાના સર્વજ્ઞ અને સર્વદર્શી એવા શ્રી મહાવીર પ્રભુજીએ મીઠી વાણીથી બોલાવ્યા કે હે વાયુભૂતિ ! તમે ભલે આવ્યા.
વાયુભૂતિના મનમાં પણ એક શંકા છે. તે શંકા દૂર કરવા માટે ભગવાનને તે શંકા કહેવાની પ્રબળ ઈચ્છા છે. કારણ કે ભગવાન પ્રત્યે પ્રબળ પૂજ્યભાવ હૈયામાં પ્રગટેલો છે. તેથી ભગવાનની અતિશય સમીપ જાઉં અને મારો પ્રશ્ન પૂછીને ઉત્તર મેળવીને નિઃશંક થાઉં, આવી ભાવના હૈયામાં વર્તે છે. આવી ઉત્તમ ભાવનાવાળા તે વાયુભૂતિ કંઈ પણ બોલે તે પહેલાં જ “તમે ભલે આવ્યા” એમ કહીને ભગવાને જ તેમના ગૌરવ સાથે એકદમ તે વાયુભૂતિને બોલાવ્યા. પરંતુ તે પરમાત્માની ત્રણે લોક કરતાં અતિશય ચઢિયાતી એવી રૂપાદિની અને સમવસરણ આદિની વિશિષ્ટ સમૃદ્ધિને જોઈને અતિશય ક્ષોભ અને અચંબો પામેલા એવા વાયુભૂતિ હૃદયગત શંકાને કહેવાને અસમર્થ બન્યા અને વિસ્મય પામીને મૌન જ રહ્યા. કંઈ બોલી જ ન શક્યા. આશ્ચર્યચકિત નેત્રે ભગવાન તરફ માત્ર જોવા જ લાગ્યા જોવા જ લાગ્યા. તેથી ભગવાને ફરીથી કહ્યું કે - ||૧૬૪૮॥
-
तज्जीव तस्सरीरं ति, संसओ न वि य पुच्छसे किंचि । वेयपयाण य अत्थं, न याणसि तेसिमो अत्थो ॥१६४९॥
( तज्जीवस्तच्छरीरमिति संशयो नापि च पृच्छसि किञ्चित् । वेदपदानां चार्थं, न जानासि तेषामयमर्थः ॥ )
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬૫
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ ગાથાર્થ - “જે જીવે છે તે જ શરીર છે” (અર્થાત્ ભિન્ન એવો જીવ નથી) આવો સંશય તમને છે. છતાં કેમ કંઈ પૂછતા નથી ? વેદપદોના અર્થને તમે જાણતા નથી. તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે. /૧૬૪૯ll
વિવેચન - હે આયુષ્યમાન્ વાયુભૂતિ ! જે આ જીવ નામની વસ્તુ જગતમાં લોકો કહે છે તે શરીર જ છે અર્થાત્ જે શરીર છે તે જ જીવ છે. પરંતુ શરીરથી ભિન્ન એવો જીવ નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ નથી. આવો સંશય તમારા હૃદયમાં વર્તે છે. પરંતુ તે સંશયને દૂર કરવા માટે તમે મને કેમ કંઈ પૂછતા જ નથી ? મૌન શા માટે છો ? જે પ્રશ્ન છે તે પૂછો ? યજ્ઞના મંડપથી તમે અહીં આવવા માટે જ્યારે નીકળ્યા ત્યારે તમારા વડે જ આમ કહેવાયું હતું કે હું ભગવાન પાસે જાઉં, દર્શન-વંદન કરીને મારા સંશયનો વિચ્છેદ કરીને ભગવાનની ઉપાસના કરું” આવું તમે ત્યાંથી નીકળતાં બોલેલા છો તો પછી હવે અહીં આવીને કેમ કંઈ પૂછતા નથી ? મન કેમ છો?
લોકમાં જે જીવદ્રવ્ય નામનો એક પદાર્થ વસ્તુ તરીકે પ્રસિદ્ધ છે. તે શરીર જ છે” આવો સંશય તમને પરસ્પર વિરુદ્ધ એવાં વેદોનાં પદોને સાંભળવાના કારણે થયેલો છે. તે વેદપદોનો સાચો અર્થ તમે જાણતા નથી. તેથી સંશય કરો છો તે વેદપદોનો હવે કહેવાતો સાચો અર્થ આ પ્રમાણે છે. તે તમે સાવધાન થઈને સાંભળો.
ઈન્દ્રભૂતિને “જીવ છે કે જીવ નથી” આવા પ્રકારનો સંશય હતો અને આ વાયુભૂતિને જીવ છે કે જીવ નથી આવો સંશય નથી, જીવ છે જ એમ નિર્ણય છે. પરંતુ શરીરથી ભિન્ન એવો જીવ નથી. અર્થાત્ જે શરીર છે તે જ જીવ છે. આવો સંશય છે. આ પ્રમાણે બન્નેના સંશયનો ભેદ જાણવો. ll૧૬૪૯માં
વાયુભૂતિના હૃદયમાં જેવા પ્રકારનો આ સંશય વર્તે છે તેવા પ્રકારનો તે સંશય વિશેષે ખુલ્લો કરતા ભગવાન શ્રી મહાવીર પ્રભુ કહે છે કે -
वसुहाइभूयसमुदयसंभूया चेयणत्ति ते संका । पत्तेयमदिट्ठा वि हु, मजंगमउ व्व समुदाये ॥१६५०॥ जह मजंगेसु मओ, वीसुमदिट्ठो वि समुदए होउं । कालंतरे विणस्सइ, तह भूयगणम्मि चेयण्णं ॥१६५१॥
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૬
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ (वसुधादिभूतसमुदयसम्भूता चेतनेति तव शङ्का । प्रत्येकमदृष्टापि खलु, मद्याङ्गमद इव समुदाये ॥ यथा मद्याङ्गेषु मदो, विष्वगदृष्टोऽपि समुदये भूत्वा । कालान्तरे विनश्यति, तथा भूतगणेऽपि चैतन्यम् ॥)
ગાથાર્થ - જેમ મદ્યના અંગોમાં એક-એક અંગમાં મદશક્તિ ન દેખાવા છતાં તે મદશક્તિ સમુદાયમાં દેખાય છે તેમ એક-એક ભૂતમાં ન જોવાયેલી એવી પણ ચેતનાશક્તિ પૃથ્વી આદિ ભૂતોના સમુદાયમાં ઉત્પન્ન થયેલી છે આવી તમારા મનમાં શંકા છે. જેમ મદિરાના એક-એક અંગમાં મદશક્તિ ન દેખાતી હોવા છતાં પણ સમુદાયમાં ઉત્પન્ન થઈને કાલાન્તરે તે નાશ પામે છે તેમ ભૂતોના સમુદાયમાં ચેતના પણ ઉત્પન થઈને નાશ પામનારી જાણવી. ll૧૬૫૦-૧૬૫૧/l
વિવેચન - “વસુધા” એટલે પૃથ્વી, અને આદિ શબ્દથી જળ-તેજ-વાયુ સમજવા. આ ચારે દ્રવ્યો આ સંસારમાં “મન્ત' એટલે કે ઉત્પન્ન થાય છે. માટે તે ચારે દ્રવ્યોને “ભૂત” કહેવાય છે. તેઓનું મળવું એટલે કે પરસ્પર એકમેક થવાપણાની જે પરિણતિ છે. તેને “વસુધાદિભૂત સમુદાય” કહેવાય છે. તે ચારે ભૂતો એકમેક થાય તે પહેલાં તેમાં ચેતના ન હતી અને જ્યારે ચારેનું પરસ્પર મિલન થયું. ત્યારે તેમાં ચેતના ઉત્પન્ન થઈ. તેથી ભૂતોનો જે પરસ્પર મિલનાત્મક સમુદાય છે તે જ ચેતનાવાળો બનવાથી તે સમુદાયને જ જીવ કહેવાય છે. તેનાથી અતિરિક્ત જીવ જેવું કોઈ દ્રવ્ય નથી આવી તમારા મનમાં શંકા છે.
આ ચેતનાશક્તિ પૃથ્વી આદિ એક-એક ભૂતમાં હોતી નથી, તો પણ સમુદાયમાં આવે છે. જેમ કે મદિરા જેમાંથી બનાવાય છે. તેને મદિરાનાં અંગો એટલે કે મદ્યોગ કહેવાય છે. ધાવડી (નામનું એક વૃક્ષ-વનસ્પતિવિશેષ છે) તેનાં પુષ્પો, જુનો ગોળ અને પાણી વગેરે કેટલાક આવા પદાર્થોને સાથે ઉકાળવાથી તેમાં મદિરાની મદશક્તિ ઉત્પન્ન થતી પ્રત્યક્ષ નજરે દેખાય છે. એટલે કે ધાવડીનાં પુષ્પો, જુનો ગોળ અને પાણી છુટાં છુટાં હોય ત્યારે તેમાં મદશક્તિ નથી. પરંતુ સાથે મેળવીને ઉકાળવામાં આવે છે. એકરસ કરવામાં આવે છે ત્યારે તે સમુદાયમાં મદશક્તિ પ્રગટપણે સાક્ષાત્ દેખાય છે. તેમ પૃથ્વીજળ-તેજ અને વાયુ એકલા-એકલા હોય ત્યારે તેમાં ચેતનાશક્તિ હોતી નથી. પરંતુ તે ચારેનો સમુદાય સાથે મળે છે ત્યારે તેમાં ચેતનાશક્તિ પ્રગટ થાય છે. આ રીતે આ ચેતના એ ભૂતસમુદાયનો ધર્મ છે એમ અન્વય દ્વારા સમજાવ્યું. અન્વય એટલે કે જ્યાં જ્યાં
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૬૭
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ મદ્યનાં અંગોનો સમુદાય હોય છે ત્યાં ત્યાં જ મદશક્તિ દેખાય છે. તેવી રીતે જ્યાં જ્યાં ભૂતોનો સમુદાય હોય છે ત્યાં ત્યાં જ ચેતનાશક્તિ દેખાય છે. માટે ચેતના એ ભૂતસમુદાયનો જ ધર્મ છે. આ અન્વયવ્યાપ્તિ એ જ અન્વય જાણવો.
વ્યતિરેકવ્યાપ્તિ સમજાવાય છે કે - જેમ મદિરાના એક-એક અંગમાં મદશક્તિ નથી તેમ એક-એક ભૂતમાં ચેતનાશક્તિ નથી. માટે તે એક-એક ભૂતનો ધર્મ નથી. પરંતુ જેમ મદશક્તિ મદિરાના એક-એક અંગમાં નથી દેખાતી, છતાં તે અંગોના સમદાયમાં મદશક્તિ ઉત્પન થાય છે અને ત્યાં ઉત્પન થયા પછી કેટલોક કાલ રહીને તેવા પ્રકારની વિનાશક સામગ્રીના વશથી કોઈ કારણે વિનાશ પામે છે તેવી જ રીતે પૃથ્વી આદિ ચારે
ભૂતોમાં એક-એક ભૂતમાં સત્ = અવિદ્યમાન એવી પણ ચેતનાશક્તિ તેના સમુદાયમાં ઉત્પન્ન થઈને કેટલોક કાળ રહીને કાલાન્તરે વિનાશ પામે છે. એટલે જ્યાં જ્યાં આવો ભૂતસમુદાય નથી ત્યાં ત્યાં ચેતનાશક્તિ પણ નથી. આ વ્યતિરેકવ્યાપ્તિ થઈ. આ રીતે અન્વય અને વ્યતિરેક એમ બન્ને વ્યાપ્તિ દ્વારા જણાય છે કે ચેતનાશક્તિ એ ભૂતસમુદાયનો ધર્મ છે.
ઉપરની વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે - સમુદાયની અંદર જે એક એક અંગ હોય છે તેને “સમુદાયિ” કહેવાય છે. જેમકે પૃથ્વી-પાણી-અગ્નિ અને વાયુ આ ચારે એકલા-એકલા = છુટા-છુટા હોય તેને “સમુદાયિ = સમુદાયરૂપે થવાને યોગ્ય” કહેવાય છે અને ચારેનું પરસ્પર મિલન તેને સમુદાય કહેવાય છે. જે વસ્તુ સમુદાયમાં (એક એક જુદા જુદા પદાર્થમાં) ન દેખાય, પરંતુ સમુદાયમાત્રમાં જ દેખાય, તે વસ્તુ તે સમુદાયમાત્રનો જ ધર્મ કહેવાય છે. જેમ મદશક્તિ ધાવડીનાં પુષ્પાદિ એક-એક અંગમાં દેખાતી નથી પણ તેના સમુદાયમાત્રમાં જ દેખાય છે. તેથી તે મદશક્તિ સમુદાયમાત્રનો જ ધર્મ કહેવાય છે.
આ પ્રમાણે ચેતનાશક્તિ પણ ભૂતસમુદાયમાત્રમાં જ દેખાય છે. એક-એક ભૂતમાં જણાતી નથી. એથી તે ચેતના શક્તિ એક-એક ભૂતનો ધર્મ નથી. પણ ભૂતસમુદાય માત્રનો જ ધર્મ છે. ધર્મ અને ધર્મીનો તાદાભ્ય હોવાથી અભેદ જ છે કારણ કે જો અભેદ જ છે એમ ન માનીએ અને ભેદ છે એમ માનીએ તો ઘટ અને પટ ભિન્ન હોવાથી તે બન્નેની વચ્ચે જેમ ધર્મ-ધર્મીભાવ નથી. તેમ અહીં ચેતનાશક્તિ અને ભૂતસમુદાયમાં પણ ધર્મધર્મભાવનો અભાવ જ થવાનો પ્રસંગ આવે. માટે આ બન્નેનો અભેદ જ માનવો જોઈએ. તેથી નક્કી થાય છે કે જે આ ચારભૂતોના સમુદાયાત્મક બનેલું શરીર છે તે ધર્મી છે અને તેમાં પ્રગટ થયેલી ચેતનાશક્તિ (જીવ) એ ધર્મ છે. આ બન્નેનો અભેદ હોવાથી જે શરીર
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ છે તે જ જીવ છે. શરીરથી જુદો જીવ નથી. આ રીતે શરીર એ જ જીવ છે. આમ આ એકબાજુની વાત થઈ.
બીજી બાજુ વેદપાઠોનાં જ બીજાં કેટલાંક વાક્યોમાં “શરીરથી ભિન્ન જીવદ્રવ્ય છે” આવું આવું સાંભળવા મળે છે. તે વેદપાઠ આ પ્રમાણે છે - “ર વૈ સશરીરસ્ય પ્રિયપ્રિયયોરપતિપ્તિ મશરીર વી વસતં પ્રિયપ્રિયે જ કૃશતઃ' ઈત્યાદિ = શરીરવાળા જીવને રાગ અને દ્વેષનો નાશ હોતો નથી. અર્થાત્ શરીરવાળા જીવને રાગ અને દ્વેષ હોય છે. પરંતુ અશરીરીપણે વસતા જીવને એટલે કે આ જીવ જ્યારે શરીર ત્યજીને મુક્તિમાં જઈને અશરીરીપણે વસે છે ત્યારે તેને રાગ અને દ્વેષ સ્પર્શતા પણ નથી. આ વેદવાક્ય શરીરથી જીવ જુદો છે એમ સૂચવે છે. તેથી તે વાયુભૂતિ ! તમને સંશય થયો છે. l/૧૬૫૦-૧૬૫૧||
હવે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુજી ઉત્તર આપે છે - पत्तेयमभावाओ, न रेणुतेल्लं व समुदये चेया । मजंगेसुं तु मओ, वीसुं पि न सव्वसो नत्थि ॥१६५२॥ (प्रत्येकमभावाद् न रेणुतैलमिव समुदये चेतना ।
मद्याङ्गेषु तु मदो विष्वगपि न सर्वशो नास्ति ॥)
ગાથાર્થ - રેતીના સમુદાયમાં જેમ તેલ નથી. તેમ એક-એક ભૂતમાં ચેતના ન હોવાથી ભૂતોના સમુદાયમાં પણ ચેતના નથી. વળી મદિરાના એક-એક અંગમાં મદશક્તિ સર્વથા નથી એમ નહીં (પણ એક-એક અંગમાં મદશક્તિ છે.) l/૧૬૬ર/
વિવેચન - હે વાયુભૂતિ ! તમને ચાર ભૂતોના બનેલા શરીરમાં જે ચેતના દેખાય છે. તે ચાર ભૂતોના સમુદાયમાત્રથી ઉત્પન્ન થયેલી છે એમ તમને લાગે છે. પણ વાસ્તવિક સ્થિતિ તેમ નથી. પરંતુ ચાર ભૂતસમુદાયથી અતિરિક્ત એવા જીવદ્રવ્યથી ઉત્પન્ન થયેલી તે ચેતના છે, કારણ કે જે ચાર ભૂતોનો સમુદાય તમે માનો છો તે ચારે ભૂતોમાંના કોઈપણ એક-એક ભૂતમાં તે ચેતના જણાતી નથી. જે ધર્મ એક-એક અંગમાં હોતો નથી તે ધર્મ તેના સમુદાયમાં પણ ક્યારેય આવતો નથી. રેતીના સમુદાયમાં તેલની જેમ, અર્થાત્ જેમ રેતીના એક-એક કણમાં તેલનું બિન્દુ પણ નથી તેથી તે રેતીના કણોનો ગમે તેટલો સમુદાય કરવામાં આવે તો પણ તે રેતીના કણના સમુદાયમાંથી તેલ પ્રગટ થતું જ નથી. તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે -
Page #194
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ
૧૬૯
ચેતના, ન ભૂતસમુદાયમાત્રપ્રમવા આ પ્રતિજ્ઞા જાણવી. પ્રત્યેાવસ્થય સર્વથાનુપન Mાત્ આ હેતુ જાણવો.
જે ધર્મ જેના એક-એક અંગમાં સર્વથા નથી જણાતો, તે ધર્મ તેના સમુદાયમાં પણ નથી જ સંભવતો. આ અન્વયવ્યાપ્તિ જાણવી. જેમકે રેતીના કણના સમુદાયમાં તેલ, આ અન્વયદૃષ્ટાન્ત જાણવું. જે ધર્મ જો સમુદાયમાં દેખાતો હોય, તો તે ધર્મનો તે સમુદાયના એક-એક અંગમાં સર્વથા અનુપલંભ હોતો નથી પણ તે સમુદાયના એક એક અંગમાં તે ધર્મ દેખાય છે. આ વ્યતિરેકવ્યાપ્તિ જાણવી. જેમકે તલના એક એક કણમાં તેલનો ઉપલંભ થાય છે. તેથી તલના સમુદાયમાં તેલ પ્રગટ થાય છે. આ વ્યતિરેક દૃષ્ટાન્ત જાણવું. ભૂતોમાં એક-એક ભૂતમાં ચેતના અંશથી પણ સર્વથા દેખાતી નથી. આ ઉપનય જાણવો. તેથી આ ચેતના તે ભૂતોના સમુદાય માત્રથી ઉત્પન્ન થયેલી નથી. આ નિગમન જાણવું. (આ પ્રમાણે ન્યાય લગાડવો.)
સારાંશ કે એક-એક ભૂતમાં ચેતના નથી. માટે રેતીના કણના સમૂહમાં જેમ તેલ ન હોય તેમ ભૂતોના સમૂહમાત્રથી થયેલી આ ચેતના નથી. પરંતુ અર્થપત્તિ પ્રમાણથી જણાય છે કે તે ચાર ભૂતોના સમુદાયાત્મક બનેલા શરીરમાં જે ચેતના દેખાય છે તે ચેતના ચારે ભતોના સમદાયથી અતિરિક્ત એવું જીવ નામનું કોઈ કારણાન્તર દ્રવ્ય ત્યાં જોડાયેલું છે. તે અતિરિક્ત દ્રવ્યથી આ ચેતના ઉત્પન થયેલી છે એમ સ્વીકારવું જોઈએ. ઉપર કહેલા અમારા અનુમાનથી આ ચેતના એક-એક ભૂતમાં નથી. માટે સમુદાયનો ધર્મ પણ નથી પરંતુ દ્રવ્યાન્તર એવા જીવનો ધર્મ છે. આમ હે વાયુભૂતિ ! તું સાચા તત્ત્વને સ્વીકાર.
વાયુભૂતિ પરમાત્માને પૂછે છે કે તમારો આ હેતુ અનૈકાન્તિક હેત્વાભાસ છે. તમે જે એમ કહો છો કે “પ્રત્યેક અવસ્થામાં જે ન હોય તે સમુદાયમાં પણ ન હોય” પરંતુ તમારી આ વાત ખોટી છે કારણ કે મદિરાનાં એક-એક અંગ જેમકે ધાવડીનાં પુષ્પ, જુનો ગોળ અને પાણી વગેરે છે. તેમાં એક-એકમાં મદશક્તિ દેખાતી નથી તો પણ તે અંગોનો જ્યારે સમુદાય થાય છે ત્યારે તે સમુદાયમાં અવશ્ય મદશક્તિ ઉત્પન્ન થતી પ્રત્યક્ષ દેખાય છે. તેથી એક-એક અંગમાં ન હોય તે સમુદાયમાં પણ ન જ હોય આવી તમારી કહેલી વાત વ્યભિચાર વાળી બને છે. અર્થાત્ એક-એક અંગમાં ન હોય છતાં પણ સમુદાયમાં હોય છે.
ઉત્તર - હે વાયુભૂતિ ! ધાવડીનાં પુષ્પાદિ જે મદ્યનાં અંગો છે તેમાંના એક એક અંગમાં મદશક્તિ સર્વથા નથી એમ નહીં, પરંતુ પ્રત્યેક અવયવમાં કંઈક કંઈક અંશ જેટલા પ્રમાણવાળી મદશક્તિની માત્રા છે અર્થાત્ તે માત્રા જેટલી મદશક્તિ ત્યાં પણ અવશ્ય
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૦
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
છે જ. જો પ્રત્યેક અવયવમાં સર્વથા મદશક્તિ ન જ હોય તો તે જ અવયવો ભેગા કરવાથી મદશક્તિ કેમ પ્રગટ થાય ? ગમે તે પદાર્થોનો સમુદાય કરીએ તો પણ મદશક્તિ પ્રગટ થવી જોઈએ. ધાવડીનાં જ પુષ્પો લેવાય છે. ગોળ જ લેવાય છે તેનો અર્થ જ એ છે કે તે તે પદાર્થમાં આંશિક મદશક્તિ છે જ, કે જે સમુદાય મળવાથી સંપૂર્ણ બને છે. માટે મદ્યાંગમાં પણ પ્રત્યેકમાં મદશક્તિ આંશિકપણે છે જ, તો જ સમુદાયમાં તે મદશક્તિ થાય છે. જ્યારે આ ચાર ભૂતોમાં તો આંશિક ચેતના પણ નથી કે જેથી સમુદાયમાં તે ચેતના પૂર્ણપણે પ્રગટ થાય. તેથી અમારો આ હેતુ ‘પ્રત્યેાવસ્થાયામનુપત્નમ્બ્રાત્' અનૈકાન્તિક હેત્વાભાસ નથી પણ સંપૂર્ણપણે શુદ્ધ હેતુ છે. ૧૬૫૨॥
અવતરણ મદિરાના અંગોની જેમ ચારે ભૂતોમાં પણ આંશિક ચેતના છે એમ કહો તો તે બરાબર નથી - આ વાત સમજાવે છે.
-
મિ-ળિ-વિતારૂં, પત્તેયં પિ હૈં નહા મયંગેસુ ।
तह जइ भूएसु भवे, चेया तो समुदये होज्जा ॥१६५३॥
( શ્રમિ-શ્રાળિ-વિતૃાતાદ્ય:, પ્રત્યેમપિ જીતુ યથા મદ્યાÌપુ । तथा यदि भूतेषु भवेच्चेतना, ततः समुदाये भवेत् ॥ )
ગાથાર્થ - જેમ મિદરાના છુટા-છુટા પ્રત્યેક અવયવોમાં અનુક્રમે ભ્રમણ-ધ્રાણતા અને વિતૃષ્ણતા વગેરે શક્તિઓ છે તો જ સમુદાયમાં મદશક્તિ ઉત્પન્ન થાય છે. તેવી રીતે ભૂતોમાં પણ જો પ્રત્યેકમાં આંશિક ચેતના હોત તો સમુદાયમાં પરિપૂર્ણ ચેતના ઘટે. ||૧૬૫૩
વિવેચન - ધાવડીનાં પુષ્પ, ગોળ અને પાણી વગેરે જે જે મદિરાનાં અંગો એટલે કે મદ્યાંગો લોકમાં પ્રસિદ્ધ છે તે પ્રત્યેક અંગમાં અનુક્રમે મદોત્પાદક એવી ભ્રમિ-ધ્રાણિ અને વિતૃષ્ણતા નામની આંશિક શક્તિઓ અવશ્ય છે જ. તેથી મદિરા બનાવવામાં તે તે અંગો જ લેવામાં આવે છે. જો તે તે અંગોમાં ભ્રમિ આદિ મદશક્તિ ન હોત તો તે જ અંગોનો સમુદાય બનાવવાનો નિયમ ન હોત, રેતી પત્થર જેવા ગમે તે અંગોનો સમુદાય કરવામાં આવે તેમાં પણ મદશક્તિ ઉત્પન્ન થવી જોઈએ. પણ ગમે તે અવયવોના સમુદાયમાં મદશક્તિ થતી નથી. પણ ધાવડીનાં પુષ્પાદિ જ અંગો લેવાય છે. તેથી તે ધાવડીનાં પુષ્પાદિ પ્રત્યેક અવયવમાં પણ અવશ્ય યત્કિંચિત્ માત્રાએ મદશક્તિ છે જ.
ભ્રમિ
એટલે ચિત્તને ભ્રમિત કરવાની શક્તિવિશેષ.
=
Page #196
--------------------------------------------------------------------------
________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
પ્રાણિ =
અતૃપ્તિ = અસંતોષ ઉત્પન્ન કરવાની શક્તિવિશેષ. વિતૃષ્ણતા વિશેષ વિશેષ પાન કરવાની તાલાવેલીની શક્તિ.
ધાવડીનાં પુષ્પોમાં ભ્રમિ છે. ગોળમાં ધ્રાણિ છે અને ઉદકમાં વિતૃષ્ણતા છે. તેથી સમુદાયમાં મદશક્તિ ઉત્પન્ન થાય છે. તેવી રીતે વ્યસ્ત એવાં પૃથ્વી-જળ-તેજ અને વાયુમાં કંઈક આંશિક માત્રાએ પણ જો ચેતનાશક્તિ હોત તો તે ચારે ભૂતોના સમુદાયમાં પણ અવશ્ય સંપૂર્ણ એવી સ્પષ્ટ ચેતના હોત. પરંતુ ‘ન ચૈતસ્તિ’' આ પ્રત્યેક અંગોમાં આંશિક પણ ચૈતન્ય નથી. તેથી ચાર ભૂતોના સમુદાય માત્રથી ઉત્પન્ન થયેલું આ ચૈતન્ય નથી. પરંતુ ચાર ભૂતોના બનેલા શરીરમાં રહેલું અને ચાર ભૂતોના બનેલા શરીરથી ભિન્ન એવું સ્વતંત્રપણે રહેલું આત્મા નામનું જે દ્રવ્ય તે દ્રવ્યનો જ ધર્મ આ ચેતના છે. ૧૬૫૩॥
ગણધરવાદ
=
૧૭૧
ધાવડીનાં પુષ્પ આદિ મદિરાનાં પ્રત્યેક અંગમાં મદશક્તિ સર્વથા નથી જ. આમ માનીએ તો શું દોષ આવે ? આવા પ્રશ્નનો ઉત્તર કહે છે કે -
जइ वा सव्वाभावो वीसुं, तो किं तदंगनियमोऽयं । तस्समुदयनियमो वा अन्नेसु वि तो हवेज्जाहि ॥१६५४॥ ( यदि वा सर्वाभावो विष्वक्, ततः किं तदङ्गनियमोऽयम् । तत्समुदयनियमो वाऽन्येष्वपि ततो भवेत् ॥ )
ગાથાર્થ - જો ધાવડી-પુષ્પ વગેરે મદ્યના અંગોમાં પ્રત્યેકમાં સર્વથા મદશક્તિનો અભાવ જ હોય તો તે જ અંગોનો આ નિયમ કેમ ? અથવા તે અંગોનો જ સમુદાય કરવાની શું જરૂર ? અન્ય અંગોનો સમુદાય થાય, તો તેમાં પણ “મદશક્તિ” થવી જોઈએ. ૧૬૫૪॥
વિવેચન - ચારે ભૂતોમાં પ્રત્યેકમાં ચેતના નથી અને તે ચારે ભૂતોના સમુદાયમાં ચેતનાશક્તિ ઉત્પન્ન થાય છે આવું માનનારા વાયુભૂતિએ પોતાની માનેલી આ માન્યતાને સિદ્ધ કરવા મદ્યાંગના સમુદાયમાં મદશક્તિનું જે ઉદાહરણ આપેલું હતું તેનું નિરસન ૧૬૫૩ મી ગાથામાં કરવામાં આવ્યું કે મદ્યના એકે-એક અંગમાં મદશક્તિ છે. તો જ સમુદાયમાં મદશક્તિ પ્રગટ થાય છે તેવું ચાર ભૂતોના સમુદાયમાં નથી.
આ બાબતમાં બચાવ કરતા તે વાયુભૂતિ ભગવાનને પ્રશ્ન કરે છે કે જો મદ્યના પ્રત્યેક અંગમાં મદશક્તિ નથી જ, અને સમુદાયમાં જ મદશક્તિ ઉત્પન્ન થાય છે. આમ માનીએ તો શું દોષ આવે ? મદ્યના એક-એક અંગમાં મદક્તિ નથી પણ સમુદાયમાં
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૨
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
થાય છે આમ માનીને આ ઉદાહરણની જેમ જ ચાર ભૂતોમાં પણ ચેતનાશક્તિ નથી. પરંતુ સમુદાયમાં ચેતનાશક્તિ પ્રગટ થાય છે. આમ માનીએ તો શું દોષ આવે ? સારી રીતે આ વાત સંગત થાય છે. તેમાં કોઈ દોષ દેખાતો નથી. આવું માનતા વાયુભૂતિને તેનો ઉત્તર આ ગાથામાં શ્રી ભગવાન આપે છે કે -
જો મદ્યનાં અંગોમાં પ્રત્યેકમાં સર્વથા મદશક્તિનો અભાવ જ છે. આમ કહેવામાં આવે તો તે અંગોનો જ આ નિયમ કેમ ઘટે ? મંદિરા બનાવવા માટે ધાવડીનાં પુષ્પ, ગોળ અને પાણી જ લાવવાં જોઈએ. આ અંગોનો જ સમુદાય બનાવીએ તો જ મિંદરા બને, આવા પ્રકારનો મદ્યના અંગોનો નિયમ કેમ કરાય ? અથવા તે અંગોનો જ સમુદાય કેમ લેવાય ? ગમે તે પદાર્થોનો સમુદાય કરીએ તો પણ મદશક્તિ પ્રગટ થવી જ જોઈએ. મદ્ય બનાવવાનો અર્થી જીવ ધાવડીનાં પુષ્પાદિ અંગોને જ કેમ શોધે છે ? તેને શા માટે ભેગાં કરે છે ? તેનો જ સમુદાય શું કરવા બનાવે છે ? તે જ અવયવોનો સમુદાય બનાવવાનો નિયમ કેમ ? ધાવડીનાં પુષ્પ, ગોળ અને પાણીને છોડીને અન્ય એવાં ભસ્મ (રખ્યા) અશ્મન્ (પત્થર) અને ગોમય (છાણ) વગેરે ગમે તે પદાર્થોનો સમુદાય બનાવીને મદિરા કેમ બનાવાતી નથી ? ભસ્માદિ ગમે તે અન્ય પદાર્થોના સમુદાયમાં પણ મદશક્તિ પ્રગટ થવી જોઈએ પણ આમ બનતું નથી. મદ્યના અંગોનો નિયમ છે તેથી તે અંગોમાં જ મદની આંશિક શક્તિ છે. અને સમુદાયમાં તે પૂર્ણ મદશક્તિ બને છે. ચાર ભૂતોમાં તેમ નથી. કારણ કે એક-એક અંગમાં (ભૂતમાં) ચેતના શક્તિ અંશરૂપે પણ નથી. તેથી સમુદાયમાં ભૂતોથી ચેતના આવતી નથી. પરંતુ તેનાથી અતિરિક્ત એવા જીવદ્રવ્યથી જ ચેતના આવે છે. ૧૬૫૪॥
ધાવડીનાં પુષ્પાદિ મદ્યના એક-એક જે અંગ છે. તેમાં આંશિક મદશક્તિ છે. એવું ઉપરની ૧૬૫૪મી ગાથામાં સિદ્ધ કરવામાં આવ્યું. તે સાંભળીને કોઇક શિષ્ય કદાચ આવો ઉલટ પ્રશ્ન કરે કે
भूयाणं पत्तेयं पि, चेयणा समुदए दरिसणाओ ।
जह मज्जुंगेसु मओ, मइत्ति हेऊ न सिद्धोऽयं ।। १६५५ ।।
( ભૂતાનાં પ્રત્યે માપ, ચેતના સમુલ્યે વર્શનાત્ ।
यथा मद्याङ्गेषु मदो मतिरिति हेतुर्न सिद्धोऽयम् ।। )
ગાથાર્થ - ભૂતોમાં પણ પ્રત્યેકમાં ચેતના હો, સમુદાયમાં દેખાય છે માટે, જેમ
Page #198
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ
૧૭૩
મદ્યના અંગોમાં મદશક્તિ છે તેમ, આવા પ્રકારની શિષ્યની બુદ્ધિ કદાચ થાય તો આ હેતુ સિદ્ધ નથી પણ અસિદ્ધ છે. /૧૬પપો
વિવેચન - ધાવડીનાં પુષ્પાદિ અંગોનો જ સમુદાય કરીએ ત્યારે જ મદશક્તિ દેખાય છે. તેથી તેનાં વિવક્ષિત અંગો જે ધાવડીનાં પુષ્પાદિ છે. તે પ્રત્યેકમાં પણ આ મદશક્તિ આંશિક રૂપે છે. આવા પ્રકારની મદિરાના અંગોમાં જે મદશક્તિ ઉપરની ગાથામાં સિદ્ધ કરવામાં આવી તે બહુ સારું થયું. આમ વાયુભૂતિ કહે છે કારણ કે તે મારી વાતને સિદ્ધ કરનાર હોવાથી મારે તે કામનું છે. મારે ભૂતોમાં પ્રત્યેકમાં આંશિક ચેતનાશક્તિનું અસ્તિત્વ સિદ્ધ કરવું છે તેમાં આ અનુપમ ઉદાહરણ રૂપે બનશે. આ જ ઉદાહરણના સાધનથી હવે હું ભૂતોમાં પણ પ્રત્યેકમાં આંશિક ચેતના છે. તે સિદ્ધ કરી બતાવીશ. તે આ પ્રમાણે
વ્યસ્તેષ પિ મૂતેષુ ચૈતન્યસ્તિ-જાદા જાદા એક-એક ભૂતમાં પણ આંશિક ચૈતન્ય છે. આ પ્રતિજ્ઞા થઈ. તત્સમુદાયે તદર્શનાત્ તે ચારે ભૂતોના સમુદાયમાં ચેતના પરિપૂર્ણ દેખાય છે માટે, આ હેતુ છે. મદાફેષ મવત્ મદિરાના અવયવોમાં જેમ આંશિક મદશક્તિ છે. તેની જેમ આ ઉદાહરણ છે, યથા મ મ થમ્પિત્ની નીતિપૂર્ણ, તત્સકુવા त्वभिव्यक्तिमेति, तथा भूतेष्वपि पृथगवस्थायामणीयसी चेतना, तत्समुदाये तु भूयसीयमिति જેમ મદિરાના અંગોમાં પૃથપૃથર્ રહેલી મદશક્તિ અલ્પમાત્રામાં હોવાથી અતિશય સ્પષ્ટ નથી. પરંતુ તેના સમુદાયમાં તે મદશક્તિ પરિપૂર્ણપણે વ્યક્ત થાય છે, તેવી જ રીતે ચારે ભૂતોમાં પણ પૃથક પૃથક્ અવસ્થા હોય ત્યારે અલ્પમાત્રા વાળી ચેતના હોય છે. પરંતુ તેના સમુદાયમાં આ જ ચેતના ઘણી પ્રબળ હોય છે. કેવું સુંદર ઉદાહરણ બંધબેસતું આવી ગયું. મદ્યાંગમાં જો પ્રત્યેકમાં મદશક્તિ છે તો જ સમુદાયમાં દેખાય છે. તેમ ભૂતોમાં પણ એકેકમાં ચેતનાશક્તિ હોય તો જ ભૂતોના સમુદાયમાં ચેતનાશક્તિ ઘટી શકે અને સમુદાયમાં ચેતનાશક્તિ દેખાય છે.
ઉત્તર- તમે કરેલી આ સંગતિ બરાબર નથી કારણ કે ચેતનાથી મૂતસમુલાયે વર્ણનાત્ આવા પ્રકારનો તમારો જે હેતુ છે. તે હેતુ અસિદ્ધ છે અર્થાત્ પક્ષમાં આ હેતુ સંભવતો નથી કારણ કે ભૂતસમુદાયમાં ચેતના દેખાય છે. આ વાત ખોટી છે. જે ભૂતસમુદાયમાં તમને ચેતના દેખાય છે. તે ભૂતસમુદાયની અંદર રહેલા આત્માની ચેતના દેખાય છે. પણ ભૂતોની નહીં. કારણ કે ચેતના એ આત્માનો ધર્મ છે. ભૂતોનો ધર્મ નથી જ્યારે ભૂતોના સમુદાયાત્મક એવા તે શરીરમાંથી આત્મા મૃત્યુ પામે છે અને ચાલ્યો જાય છે. ત્યારે આત્માના અભાવમાં ભૂતોનો સમુદાય હોવા છતાં પણ તે ચેતનાની અસિદ્ધિ છે. તે ચેતના અલ્પમાત્રાએ પણ ત્યાં હોતી નથી અને જણાતી પણ નથી. તેથી ચેતના એ ભૂતોનો ધર્મ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૪ ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ નથી. કારણ કે તે ચેતના ભૂતોમાં જણાતી નથી પણ ભૂતથી અતિરિક્ત આત્મામાં જ જણાય છે માટે તમારો હેતુ અસિદ્ધ છે.
જો આ ચેતના ભૂતોનો જ ધર્મ હોત તો મૃતશરીરમાં પણ ભૂતો વિદ્યમાન હોવાથી ચેતના દેખાવી જોઈએ. કદાચ તમે એમ કહો કે ત્યારે ત્યાં વાયુનો અભાવ છે એટલે મૃતશરીરમાં ચેતના દેખાતી નથી, તો આ યુક્તિ પણ બરાબર નથી. મુખ પહોળું કરીને નળી દ્વારા એટલે નાની પ્લાસ્ટીકની પાઈપ દ્વારા વાયુ ઉમેરી શકાય છે. જ્યારે આવો વાયુ ઉમેરીએ ત્યારે પણ તે મૃતશરીરમાં ચેતના દેખાતી નથી. જો માત્ર વાયુના જ અભાવે ચેતના ન જણાતી હોય તો વાયુ તો ઉમેરી શકાય છે. તથાપિ ચેતના આવતી નથી. માટે આ દલીલ બરાબર નથી.
હવે કદાચ એમ કહો કે મૃતશરીરમાં તેજ દ્રવ્ય-અગ્નિદ્રવ્ય નથી. કારણ કે જીવંતશરીરમાં અગ્નિ-જઠરાગ્નિ-ગરમી હોય છે તે મૃતશરીરમાં નથી માટે મૃતશરીરમાં ચેતના દેખાતી નથી. તો ત્યાં પણ આ જ ઉત્તર છે કે નળી દ્વારા તે મૃતશરીરમાં અગ્નિનો પ્રક્ષેપ કરી શકાય છે. તો પણ મૃતશરીરમાં ચેતના દેખાતી નથી. શરીરનો અગ્નિસંસ્કાર કરતી વખતે આખા શરીરમાં અગ્નિ પ્રવેશ કરાવાય છે. છતાં તેમાં ચેતના આવતી નથી માટે આ દલીલ પણ બરાબર નથી.
હવે કદાચ એવી દલીલ કરવામાં આવે કે નળી દ્વારા વાયુનો અને અગ્નિનો મૃતશરીરમાં જે પ્રવેશ કરાવાય છે તે તો જગદ્વર્તી સામાન્ય વાયુનો અને સામાન્ય તેજનો પ્રવેશ કરાવાય, તેનાથી ચેતના ન આવે, પરંતુ શ્વાસોચ્છવાસ સ્વરૂપ જે પ્રાણવાયુ છે અને તૈજસશરીર સ્વરૂપ જે વિશિષ્ટ અગ્નિ છે તે બન્ને વિશિષ્ટ એવા તેજ અને વાયુ મૃતશરીરમાં નથી માટે ચેતના આવતી નથી તો તેનો ઉત્તર એ થયો કે પ્રાણવાયુ અને તૈજસશરીરાત્મક અગ્નિ, જીવદ્રવ્ય વિના હોતા જ નથી. જીવ હોય તો જ પ્રાણવાયુ બને અને તેજસશરીરરૂપ અગ્નિ બને. તેથી આત્મદ્રવ્યને છોડીને આવા વિશિષ્ટ તેજ-વાયુ સંભવતા જ નથી. આમ બીજી રીતે તમે આત્મદ્રવ્ય જ સ્વીકાર્યું કહેવાય. જીવ હોય તો જ તેના દ્વારા લેવાતા-મુકાતા વાયુને પ્રાણવાયુ કહેવાય તથા જીવ દ્વારા લેવાયેલા આહારને પકાવનાર અને જીવનું જ બનાવેલું તૈજસ શરીર હોય છે. આ રીતે આત્મદ્રવ્યને સ્વીકારવા સિવાય તે તેજ અને વાયુનું વિશિષ્ટપણું શું? કંઈ જ નહીં. માટે ભૂતોના બનેલા શરીરમાં જ શરીરથી ભિન્ન એવું આત્મા નામનું દ્રવ્ય છે. તેના જ શ્વાસવાયુ અને તૈજસાદિ ભાવો છે. એટલે બીજી રીતે પણ તમે જીવ જ સ્વીકાર્યો કહેવાય. ll૧૬૫૫
Page #200
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૧૭૫
ત્રીજા ગણધર - વાયુભૂતિ नणु पच्चक्खविरोहो गोयम ! तं नाणुमाणभावाओ । तुह पच्चक्खविरोहो, पत्तेयं भूयचेयत्ति ।। १६५६ ।। (ननु प्रत्यक्षविरोधो गौतम ! तन् नानुमानभावात् ।
તવ પ્રત્યક્ષવરોધ, પ્રત્યેવં ભૂતવેતનેતિ II)
ગાથાર્થ- હે ભગવાન્ ! આમ માનવામાં પ્રત્યક્ષવિરોધ આવે છે. હે ગૌતમ ! આત્મસાધક અનુમાન હોવાથી પ્રત્યક્ષવિરોધ આવતો નથી. પરંતુ “પ્રત્યેક ભૂતોમાં ચેતના છે” એમ માનવામાં તમને પ્રત્યક્ષ વિરોધ આવે છે. ll૧૬૫૬ //
વિવેચન- વાયુભૂતિ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને પૂછે છે કે હે પ્રભુ ! ચારે ભૂતોના સમુદાયાત્મક બનેલા એવા શરીરમાં પ્રત્યક્ષ (સાક્ષાત) ચેતના દેખાય છે. સાક્ષાત્ ભૂતસમુદાયમાં ચેતના દેખાતી હોવા છતાં “આ ચેતના તે ભૂતસમુદાયની નથી” આમ કહેવું તે પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. જેમ ઘટ, પટ વગેરે પદાર્થોમાં સાક્ષાત્ દેખાતા રૂપાદિ ચારે ગુણોને આ ગુણો ઘટના નથી, આ ગુણો પટના નથી આમ કહેવું તે જેમ સાક્ષાત્ વિરુદ્ધ છે તેમ ભૂતસમુદાયમાં ચેતના દેખાતી હોવા છતાં આ ચેતના ભૂતસમુદાયની નથી આમ કહેવું તે પણ અતિશય વિરુદ્ધ છે.
પરમાત્મા કહે છે કે હે વાયુભૂતિ ! તમારી વાત સર્વથા અયુક્ત છે. (ઇન્દ્રભૂતિ અને વાયુભૂતિ સગાભાઈ હોવાથી સમાન ગોત્રવાળા છે. તેથી મૂલગાથામાં હે ગૌતમ ગોત્રવાળા એવું મીઠું આમંત્રણવાચી વચન કહેલ છે.) તમારી વાત કેમ અયુક્ત છે ? તો તેનો ઉત્તર તમે સાંભળો
પૃથ્વી (એટલે કે માટી) પાણી-ખાતર અને પવન વગેરે નિમિત્તભૂત પદાર્થોના સમુદાયમાત્રથી ઉત્પન્ન થતી વનસ્પતિ પ્રત્યક્ષ-સાક્ષાત્ દેખાય છે. તો પણ તે વનસ્પતિની ઉત્પત્તિ પૃથ્વી-પાણી-ખાતર અને પવન વગેરે નિમિત્તકારણ માત્રથી જ થતી નથી, તે વનસ્પતિ નિમિત્તભૂત એવા બાહ્ય પૃથ્વી આદિ ચાર પદાર્થો વિના મૂલભૂત ઉત્પાદકતત્ત્વ બીજ નામનો જુદો જ પદાર્થ છે. ભલે તે બીજ દૃષ્ટિગોચર થતું ન હોય તો પણ વનસ્પતિ અને અંકુરા આદિની ઉત્પત્તિનું મૂલભૂત કારણ તત્ત્વ સ્વરૂપે બીજ છે. આ વાત બીજસાધક અનુમાનથી સિદ્ધ થાય છે.
જો ભૂમિમાં બીજ વાવવામાં આવ્યું ન હોય તો પૃથ્વી આદિ સામગ્રી હોવા છતાં પણ વનસ્પતિની ઉત્પત્તિ થતી નથી. આ અનુમાન વડે “પૃથ્વી આદિ બાહ્ય નિમિત્તો વડે જ વનસ્પતિ ઉત્પન્ન કરાય છે” આવો પ્રત્યક્ષ જણાતો અનુભવ બાધિત થાય છે. તે જ
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૬ ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ રીતે ભૂતગત-ચેતનામાં પણ આ વાત સમાન છે. જે તમે એમ કહો છો કે “ભૂતોના સમુદાય માત્રમાં ચેતના દેખાય છે માટે ચેતના એ ભૂતોનો ધર્મ છે. આ તમારો પ્રત્યક્ષ દેખાતો અનુભવ પણ “આત્મ તત્ત્વસાધક અનુમાન વડે બાધિત થાય છે. માટે તમારો આ અનુભવ ખોટો છે. તે આ પ્રમાણે -
જેમ ભૂમિમાં બીજ વાવવામાં ન આવ્યું હોય તો પૃથ્વી-પાણી વગેરે હોવા છતાં વિવક્ષિત વનસ્પતિ ઉત્પન્ન થતી નથી. તે જ રીતે ચારે ભૂતોના બનેલા શરીરમાં જો આત્મતત્ત્વ ન હોય તો એટલે કે મૃત શરીરમાં ચેતના જણાતી નથી. માટે ચેતના આત્માની સાથે અન્વય વ્યતિરેક સંબંધવાળી છે. પરંતુ ભૂતોની સાથે અન્વય વ્યતિરેક સંબંધવાળી નથી, માટે ચેતના એ આત્માનો ધર્મ છે પરંતુ ભૂતોનો ધર્મ નથી. જો તમે અમારી સમજાવેલી વાત નહી સ્વીકારો અને ચેતના એ પ્રત્યેક ભૂતોનો જ ધર્મ છે. આમ માનશો તો તમને જ પ્રત્યક્ષ વિરોધ દોષ આવશે. તે આ પ્રમાણે -
રેતીના કણોમાં જેમ તેલ નથી પણ તેલનો અભાવ છે. તેની જેમ પ્રત્યેક ભૂતોમાં ચેતના નથી પણ ચેતનાનો અભાવ જ સાક્ષાત્ જણાય છે. તેથી “પ્રત્યેક ભૂતોમાં ચેતના છે કેમકે સમુદાયમાં દેખાય છે” આવા પ્રકારનાં ગાણાં ગાવાં તે પ્રત્યક્ષથી સર્વથા વિરુદ્ધ છે. કારણ કે જીવના અભાવકાલે મૃત શરીરમાં ચેતના દેખાતી નથી. માટે ભૂતોમાં ચેતના માનવામાં તમને પ્રત્યક્ષવિરોધ આવશે. /૧૬૫૬/
પ્રશ્ન - જેમ બીજસાધકાનુમાન છે તેમ આત્મસાધનાનુમાન શું છે ? તે હવે જણાવે છે -
भूइंदियोवलद्धाणुसरणओ तेहिं भिन्नरूवस्स । चेया पंचगवक्खोवलद्धपुरिसस्स वा सरओ ॥१६५७॥ ( भूतेन्द्रियोपलब्धानुस्मरणतस्तेभ्यो भिन्नरूपस्य ।
चेतना पञ्चगवाक्षोपलब्धपुरुषस्येव स्मरतः ॥)
ગાથાર્થ - પાંચ ભૂતોની બનેલી ઈન્દ્રિયો દ્વારા જાણેલા વિષયનું પાછલા કાલે અનુસ્મરણ થતું હોવાથી ચેતના તે પંચ ભૂતાત્મક ઈન્દ્રિયોથી ભિન્ન સ્વરૂપવાળા (આત્મા નામના) પદાર્થનો ધર્મ છે. જેમ પાંચ બારીઓ દ્વારા જોનારો પુરુષ (બારીઓ બંધ થવા છતાં) જોયેલા વિષયનું અનુસ્મરણ કરતો હોવાથી બારીઓથી ભિન્ન છે તેમ અહીં સમજવું. ll૧૬૫૭ll
વિવેચન - નૈયાયિક-વૈશેષિક આદિ દર્શનકારોના મત પ્રમાણે પાંચે ઈન્દ્રિયો જુદા
Page #202
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ત્રીજા ગણધર - વાયુભૂતિ
૧૭૭ જુદા એક એક ભૂતની બનેલી છે. (જૈનદર્શન પ્રમાણે તો પાંચે ઈન્દ્રિયો દારિક વર્ગણાના પુગલોની બનેલી છે અને તે પાંચે ઈન્દ્રિયોમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ ગુણો છે જ. આ વાત જૈનદર્શનને અનુસાર જાણવી.) નૈયાયિક-વૈશેષિક આદિ દર્શનકારોનું માનવું છે કે સ્પર્શનેન્દ્રિય વાયુની બનેલી છે, રસનેન્દ્રિય જલની બનેલી છે, ઘ્રાણેન્દ્રિય પૃથ્વીની બનેલી છે, ચક્ષુરિન્દ્રિય તેજની બનેલી છે અને શ્રોત્રેન્દ્રિય આકાશની બનેલી છે. તેથી જ તે તે ઈન્દ્રિયો પોતપોતાના દ્રવ્યના અસાધારણ એક એક ગુણને જાણનારી છે. આ પ્રમાણે તે દર્શનકારોની માન્યતા છે.
ચેતના એ ભૂતોની બનેલી આ પાંચે ઈન્દ્રિયોથી ભિન્ન સ્વરૂપવાળા એવા કોઈક તત્ત્વનો (આત્મતત્ત્વનો) ધર્મ છે. પણ ભૂતોનો ધર્મ ચેતના નથી. કારણ કે ભૂતોની બનેલી ઈન્દ્રિયો દ્વારા જાણેલો વિષય ઈન્દ્રિયો ચાલી જાય તો પણ અથવા ઈન્દ્રિયોનો વ્યવહાર ન હોય તો પણ પાછલા કાલમાં અનુસ્મરણમાં આવે છે માટે ભૂતોની બનેલી ઈન્દ્રિયો પોતે તે તે વિષયને જાણનારી નથી. પરંતુ ઈન્દ્રિયો દ્વારા અંદર રહેલો કોઈક તે ઈન્દ્રિયોનો માલિક જાણનારો છે. જેમ જુદી જુદી પાંચ બારીઓથી જોયેલા જુદા જુદા વિષયો તે તે બારીઓ બંધ થયા પછી પણ જોનારા એવા દેવદત્તને સ્મરણમાં આવે જ છે અને સ્મરણમાં રહે જ છે. માટે બારીઓ જોનારી નથી, પણ બારીઓ દ્વારા બારીઓથી ભિન્ન એવો દેવદત્ત જોનારો છે. તેમ અહીં પણ સમજવું.
ભાવાર્થ આ પ્રમાણે છે - અનેક સાધન વડે જાણેલા અનેક વિષયનું જો એક જ વ્યક્તિ અનુસ્મરણ કરે, તો તે એક વ્યક્તિ, તે અનેક સાધનોથી ભિન્ન હોય છે. જેમકે પાંચ બારીઓ વડે જોયેલા અનેક વિષયોનું અનુસ્મરણ કરનાર દેવદત્ત જેમ બારીઓથી ભિન્ન પદાર્થ છે તેમ અહીં પણ સમજવું. અર્થાત્ પાંચ ઈન્દ્રિયો જાણનારી નથી પણ તેનાથી ભિન્ન એવો આત્મા જાણનારો છે. ભૂતાત્મક એવી પાંચ ઈન્દ્રિયસમુદાયથી જે પદાર્થ ભિન્ન નથી હોતો પણ અભિન્ન હોય છે તે જાણેલા અનેક વિષયોનું અનુસ્મરણ કરનાર એક પદાર્થ પણ નથી હોતો, પરંતુ અનેકરૂપ હોય છે. જેમકે શબ્દાદિને જાણનારું પાંચ ઈન્દ્રિયો દ્વારા થયેલું પાંચ પ્રકારનું મનોવિજ્ઞાનવિશેષ.
પાંચે ઈન્દ્રિયો દ્વારા થયેલાં પાંચ મનોવિજ્ઞાન ભિન્ન-ભિન્ન એક-એક વિષયને જાણનારાં છે. પરંતુ પાંચ વિષયોનું અનુસ્મરણ કરનાર એક જ્ઞાન નથી, જ્યારે અહીં દેવદત્તાદિ એક જ પુરુષ પાંચે ઈન્દ્રિયોના વિષયનું અનુસ્મરણ કરનાર છે. તેથી તે દેવદત્ત નામનો આત્મા ભૂતાત્મક ઈન્દ્રિયોથી ભિન્ન પદાર્થ છે અને તે જ જીવ છે. તે પાંચે બારીઓ દ્વારા પાંચ વિષયને જાણીને તેનું અનુસ્મરણ કરનારા એવા દેવદત્તને જો તે બારીઓથી
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૮ ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ અભિન્ન માનવામાં આવે તો તેવા પ્રકારનો તે દેવદત્ત બારી (ગવાક્ષ) સ્વરૂપ થશે. અને જો એમ થાય તો તે કોઈપણ એક વિષયનું જ સ્મરણ કરી શકે. પણ પાંચેનું સ્મરણ ન કરી શકે. તેથી અભિન માનવામાં તે દેવદત્ત પણ એક ગવાક્ષ માત્ર (એ પણ એક પ્રકારની બારી) જ છે એમ માનવાનો પ્રસંગ આવે. અર્થાત્ બારીઓ દ્વારા વિષયને જાણનારાને જો બારીઓથી અભિન માનો તો તે પણ એક બારી જ છે એવો અર્થ થશે. પણ આવું નથી. આવા પ્રકારની તમને બાધા (દોષ) આવશે.
પ્રશ્ન - ભૂતોની બનેલી ઈન્દ્રિયો જ વિષયને જાણે છે એમ માનીએ પણ તે ઈન્દ્રિયો દ્વારા ઈન્દ્રિયોથી ભિન્ન એવો આત્મા જાણે છે એમ ન માનીએ તો શું દોષ ?
ઉત્તર - જો ઈન્દ્રિયો જ જાણનારી હોય, તો ઈન્દ્રિયો દ્વારા વિષય જાણ્યા પછી ઈન્દ્રિયો ચાલી જાય અથવા ઈન્દ્રિયનો વ્યવહાર ન હોય તો પણ તે જાણેલા વિષયનું જે અનુસ્મરણ થાય છે તે ઘટે નહીં. કારણ કે જે ઈન્દ્રિય જાણનારી હતી તે તો ચાલી જ ગઈ. હવે તેનું સ્મરણ કોને થાય ? આંખે જોયેલું રૂપ આંખ બંધ કર્યા પછી કોને સ્મરણમાં આવે ? અને સ્મરણ તો થાય છે. માટે આંખ જોનારી નથી. પરંતુ આંખ દ્વારા દેવદત્ત જોનારો છે તથા ઈન્દ્રિયોનો વ્યવહાર ચાલુ હોય, છતાં પણ ક્યારેક વિષય જણાતો નથી. જેમકે આંખ ખુલ્લી હોય, વિષય સામે જ હોય છતાં જીવનો ઉપયોગ બીજે હોય તો વિષય જણાતો નથી. ત્યાં જો ઈન્દ્રિય જ જાણનારી છે આમ માનીએ તો વિષય જણાવો જોઈએ. પણ જણાતો નથી. માટે ઈન્દ્રિય પોતે જાણનારી નથી. પરંતુ ઈન્દ્રિયો દ્વારા આત્મા જ જાણનારો છે. તેથી ભૂતાત્મક જે શરીર કે ઈન્દ્રિયો છે તે આત્મા નથી. પરંતુ સ્વતંત્ર અને તેનાથી ભિન્ન એવો આત્મા છે. ll૧૬૫૭ll
ભૂતોથી ભિન્ન એવા આત્માની સિદ્ધિ માટે બીજાં અનુમાન પણ સમજાવે છે. तदुवरमे वि सरणओ, तव्वावारे वि नोवलंभाओ । इंदियभिन्नस्स मई, पंचगवक्खाणुभविणोव्व ॥१६५८॥ (तदुपरमेऽपि स्मरणतस्तद्व्यापारेऽपि नोपलम्भात् ।
इन्द्रियभिन्नस्य मतिः, पञ्चगवाक्षानुभविन इव ॥)
ગાથાર્થ - ઈન્દ્રિયોનો ઉપરમ થવા છતાં પણ વિષયોનું સ્મરણ થાય છે માટે, તથા ઈન્દ્રિયોનો વ્યાપાર ચાલુ હોવા છતાં પણ (ઉપયોગ ન હોય ત્યારે) બોધ થતો નથી. માટે, આ બન્ને હેતુથી ઈન્દ્રિયોથી ભિન્ન એવા આત્મતત્ત્વને જ બોધ થાય છે. પરંતુ ઈન્દ્રિયોને બોધ થતો નથી. જેમકે પાંચ બારી દ્વારા અનુભવ કરનારો દેવદત્ત. /૧૬૫૮ll
Page #204
--------------------------------------------------------------------------
________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
૧૭૯
વિવેચન - પાંચ ભૂતોની બનેલી પાંચ ઈન્દ્રિયો કે ભૂતાત્મક એવું શરીર, આ જ્ઞાન કરનાર નથી. પરંતુ ભૂતાત્મક એવી ઈન્દ્રિયોથી ભિન્ન એવો કોઈ પદાર્થ (આત્મા) છે કે જેને જ્ઞાનાત્મક બોધ થાય છે. આવું આત્મતત્ત્વ-સાધક અનુમાન આ ગાથામાં બે હેતુઓ દ્વારા બતાવ્યું છે. તે અનુમાન આ પ્રમાણે છે
ગણધરવાદ
ઈન્દ્રિયોથી ભિન્ન એવું કોઈક તત્ત્વ આ શરીરમાં છે કે જેને આ ઘટ છે, આ પટ છે, આ સર્પ છે, આ રજ્જુ છે ઈત્યાદિ વિષયને સમજાવનારી મતિ (બોધ) ઉત્પન્ન થાય છે. આ પ્રતિજ્ઞા થઈ. કારણ કે ચક્ષુથી વસ્તુ જોયા પછી કોઈ રોગથી ચક્ષુ ચાલી જાય અને અન્ધત્વ આવે તો પણ પૂર્વકાલમાં તે ચક્ષુથી જોયેલી વસ્તુનું સ્મરણ થાય છે. એવી જ રીતે શ્રોત્રેન્દ્રિયથી શબ્દ અને શબ્દ બોલનારાને ઓળખ્યા પછી કોઈ રોગવિશેષથી શ્રોત્રેન્દ્રિયની શક્તિ નાશ પામી જાય અને બહેરાપણું આવી જાય તો પણ પૂર્વકાલમાં સાંભળેલો અને જાણેલો જે શબ્દ અને શબ્દ બોલનારી વ્યક્તિ હતી તે બન્ને વિષયનું સ્મરણ બરાબર થાય છે. માટે, આ જ્ઞાન કરનાર ઈન્દ્રિયોથી ભિન્ન એવું કોઈક તત્ત્વ શરીરમાં છે. આ પ્રમાણે પાંચે ઈન્દ્રિયોમાં સમજવું. સારાંશ કે ઈન્દ્રિયોનો વિરામ થવા છતાં પણ પૂર્વકાલમાં ઈન્દ્રિયોથી જાણેલો વિષય ઈન્દ્રિયોનો નાશ થાય તો પણ તેના પછીના કાલમાં સ્મરણમાં રહે છે. માટે ઈન્દ્રિયો પોતે જાણનારી નથી પરંતુ ઈન્દ્રિયો દ્વારા જાણનારો માલિક આ શરીરમાં કોઈક અન્ય દ્રવ્ય છે અને તે જ આત્મા છે. આ એક હેતુ થયો. જેમકે કોઈ એક ઘરની જુદી જુદી પાંચ બારીઓમાંથી રસ્તા ઉપર જતી-આવતી સ્ત્રીઓને તથા પુરુષોને જોનારો દેવદત્તાદિ નામધારી પુરુષ બારીઓથી જુદો પદાર્થ છે. પરંતુ બારીઓ પોતે જોનારી નથી. તેની જેમ. આ ઉદાહરણ થયું. આ એક હેતુ દ્વારા અનુમાન સમજાવ્યું.
અથવા આ જ પ્રતિજ્ઞા અને આ જ ઉદાહરણમાં બીજો હેતુ રજુ કરીને બીજું અનુમાન જણાવે છે કે -
ઈન્દ્રિયો દ્વારા ઈન્દ્રિયોથી ભિન્ન એવું કોઈ અન્ય દ્રવ્ય (આત્મદ્રવ્ય) જ વિષયોનો બોધ કરનારું છે. આ પ્રતિજ્ઞા થઈ. કારણ કે ઈન્દ્રિયોનો વ્યાપાર ચાલુ હોવા છતાં પણ ક્યારેક એટલે કે ઉપયોગદશા ન હોય ત્યારે સામે જ રહેલી વસ્તુઓનો પણ બોધ થતો નથી માટે. જ્યારે મન અન્ય વિષયના ચિંતનમાં ડુબેલું હોય અથવા શૂન્ય મનસ્ક હોય ત્યારે આંખો ખુલ્લી હોવા છતાં અને વિષય સામે હોવા છતાં વિષય દેખાતો નથી. કાન સાબદા હોય તો પણ વક્તાએ શું કહ્યું ? તેનો ખ્યાલ રહેતો નથી. માટે ઈન્દ્રિયો પોતે
Page #205
--------------------------------------------------------------------------
________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
જાણનારી નથી. પરંતુ તે ઈન્દ્રિયોની અંદર રહેલો એવો અન્ય કોઈ માલિક જાણનારો છે. જો અંદર જાણનારો કોઈ અન્ય ન હોત અને ઈન્દ્રિયો પોતે જ જાણનારી હોત તો વિસ્ફારિત ચક્ષુને અને સાજી-તાજી શ્રોત્રેન્દ્રિયને પોતાનાથી જાણી શકાય એવા યોગ્ય દેશમાં જ રહેલી (અર્થાત્ નજીકમાં જ રહેલી) રૂપ અને શબ્દાદિ વસ્તુઓનો અનુપયુક્ત દશામાં પણ એટલે કે અન્ય વિષયમાં મનવાળાને પણ અથવા શૂન્યચિત્તવાળાને પણ બોધ થવો જોઈએ. ઈન્દ્રિયોનો વ્યવહાર ચાલુ હોય તો પણ અનુપયુક્ત દશામાં બોધ થતો નથી. તેથી જણાય છે કે પાંચે ઈન્દ્રિયોના સમૂહથી અતિરિક્ત એવું કોઈક અન્ય દ્રવ્ય (જીવદ્રવ્ય) આ શરીરમાં છે. તેને જ આ બોધ થાય છે. આ બીજો હેતુ થયો. જેમકે પાંચ બારીઓથી જોનારો અન્ય એવો દેવદત્ત જો ન હોય તો ખુલ્લી બારીઓ પણ પોતે વિષયનો બોધ કરનારી બનવી જોઈએ, પણ આમ બનતું નથી. તેમ અહીં જાણવું. આ ઉદાહરણ થયું.
૧૮૦
આ બન્ને અનુમાન પ્રયોગનો તાત્પર્યાર્થ એ છે કે જે સાધનોનો ઉપરમ (વિરામ) થવા છતાં તે સાધનો દ્વારા જાણેલા અર્થોનું જો અનુસ્મરણ થતું હોય તો તે અનુસ્મરણ કરનારો કર્તા તે સાધનભૂત પદાર્થોથી ભિન્ન છે, આમ સમજવું જોઈએ. જેમ બારીઓ દ્વારા જોયેલા પદાર્થોનું બારીઓ બંધ થવા છતાં અનુસ્મરણ કરનાર એવો દેવદત્ત બારીઓથી ભિન્ન છે તેવી જ રીતે ઈન્દ્રિયોથી જોયેલા-સાંભળેલા-જાણેલા પદાર્થોનું અંધત્વ-બધિરત્વ આવવા છતાં શરીરમાં રહેલા આત્માને અનુસ્મરણ થાય છે. તે ઉપરથી નિશ્ચિત થાય છે કે આ આત્મા ઈન્દ્રિયોથી અર્થાન્તર પદાર્થ છે.
બીજા અનુમાનનું તાત્પર્ય એ છે કે જ્યારે આત્માનો ઉપયોગ (મન દ્વારા વિષય જાણવાનો પ્રયત્ન) અન્ય વિષયમાં હોય અથવા ઉપાધિઓના કારણે શૂન્યચિત્ત હોય ત્યારે ઈન્દ્રિયોનો વ્યવહાર ચાલુ હોવા છતાં ય નિકટવર્તી પદાર્થોનો પણ બોધ થતો નથી. તેથી
આ આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે. કારણ કે જે સાધનોનો વ્યવહાર ચાલુ હોવા છતાં પણ
તેના વિષયમાં આવતા પદાર્થોનો બોધ જો ન થતો હોય તો તે બોધ કરનારો પદાર્થ તે તે ઈન્દ્રિયો કરતાં ભિન્ન છે. જેમકે બારીઓ બધી ખુલ્લી હોવા છતાં પણ તે બારીઓ દ્વારા જોનારો દેવદત્ત અન્ય-મનસ્ક હોવાના કારણે અથવા શૂન્યચિત્ત હોવાના કારણે વિષયને ન જાણતો તે દેવદત્ત બારીઓથી ભિન્ન છે તેમ અહીં સમજવું.
સારાંશ કે જે ઈન્દ્રિયો છે તે બારીઓની જેમ સાધન માત્ર છે, કરણકારક છે. પરંતુ તે ઈન્દ્રિયો પોતે વિષયબોધ કરનારી નથી. અર્થાત્ કર્તાકારક નથી. કર્તાકારક તો ભૂતાત્મક એવી તે ઈન્દ્રિયો અને શરીરથી ભિન્ન એવો તેની અંદર રહેલો આત્મા જ છે. ૧૬૫૮॥
Page #206
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ત્રીજા ગણધર - વાયુભૂતિ
૧૮૧ ભૂતોની બનેલી ઈન્દ્રિયોથી આત્મા એ ભિન્ન દ્રવ્ય છે. આ વાત અન્ય અનુમાન દ્વારા પણ સિદ્ધ કરે છે -
उवलब्भन्नेण विगारगहणओ, तदहिओ धुवं अत्थि । पुव्वावरवातायणगहणविगाराइपुरिसोव्व ॥१६५९॥ ( उपलभ्यान्येन विकारग्रहणतस्तदधिको ध्रुवमस्ति ।
पूर्वावरवातायनग्रहणविकारादिपुरुष इव ॥)
ગાથાર્થ - અન્ય ઈન્દ્રિય વડે જોઈને અન્ય ઈન્દ્રિયમાં વિકાર પામતો હોવાથી આ આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન દ્રવ્ય છે દિશાની બારીથી જોઈને પશ્ચિમ દિશાની બારી દ્વારા વિકાર પામનારા પુરુષની જેમ. ll૧૬૫૯ll
- વિવેચન - આત્મા નામનો આ પદાર્થ અવશ્ય તે ચક્ષુ આદિ પાંચે ઈન્દ્રિયોથી ભિન્ન છે. કારણ કે અન્ય ઈન્દ્રિયથી વિષયને જાણે છે અને અન્ય ઈન્દ્રિય દ્વારા વિકાર પામે છે માટે, જે પદાર્થ અન્ય સાધન વડે વસ્તુને જોઈને અન્ય ભાગ વડે વિકાર પામે છે તે પદાર્થ તે સાધનથી અવશ્ય ભિન્ન જ હોય છે. જેમકે ઉંચી ઉંચી હવેલીના ઉપરના ભાગમાં રહેલો દેવદત્ત તે ઉપલા ભાગથી પગસંચારણ વડે નિસરણીથી ઉતરતાં ઉતરતાં પૂર્વ દિશાની બારીથી કોઈ રૂપવાન રમણીને દેખે, દેખીને તે દેવદત્ત સંકેત દ્વારા તે રૂપવાન રમણીને પશ્ચિમ દિશાની બારી તરફ આવવાનું કહે અને તે રમણી પણ બહારના ભાગથી પશ્ચિમ દિશાની બારી તરફ આવે, ત્યારે જોનારો દેવદત્ત પણ પશ્ચિમ દિશાની બારી તરફ આવે, પૂર્વ દિશાની બારીથી દેવદત્તે તે રૂપવાન રમણીને જોઈ હતી પરંતુ તે બારીમાં લોખંડની જાળી હોવાથી તે રમણીનો સ્પર્શ થઈ શકે તેમ ન હતો. તેથી પશ્ચિમ દિશાની બારી તરફ આવવાનો સંકેત કર્યો. રમણી પણ પશ્ચિમ દિશાની બારી તરફ આવી. પશ્ચિમ દિશાની બારી ખુલ્લી હતી તેથી ત્યાં જઈને પરસ્પર મીલન થવાથી દૃષ્ટિ દ્વારા, શારીરિક આલિંગન દ્વારા, કરાદિ વડે કુચસ્પર્શ દ્વારા કામવાસનાના વિકારને પામતો દેવદત્ત જેમ પૂર્વ અને પશ્ચિમ એમ બને બારીઓથી ભિન્ન છે. તથા કોઈ માણસ ખાટી આંબલીને ખાતો હોય તેને ચક્ષુ દ્વારા જોઈને રસનેન્દ્રિયમાં (જીભમાં) હૃદયનો ઉલ્લાસ, ખાટી આંબલી ખાવાની તમન્ના, લાળનું છુટવું (જીભમાં પાણી આવવું) ઈત્યાદિ વિકારો થતા દેખાય છે. તેની જેમ ચક્ષુ અને જીભ એમ બન્ને ઈન્દ્રિયોથી તે આત્મા ભિન્ન છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
સારાંશ કે કાનથી નિંદા અથવા પ્રશંસા સાંભળીને આંખમાં ગુસ્સો અને હર્ષ થાય છે. ચક્ષુથી રમણીને દેખીને સ્પર્શનેન્દ્રિયમાં વિકાર થાય છે. ઘ્રાણેન્દ્રિયથી મિષ્ટાન્ન જોઈને રસનેન્દ્રિયમાં પાણી છુટે છે, તેથી તે તે ઈન્દ્રિય પોતે વિષયને જાણનારી નથી. જો ઈન્દ્રિય પોતે જ વિષયને જાણનારી હોત તો તે તે ઈન્દ્રિયમાં જ વિકાર થવો જોઈએ. પણ આમ થતું નથી. માટે આ બધી ઈન્દ્રિયો પોતે વિષય જાણનારી નથી. પરંતુ ભિન્ન-ભિન્ન એવી પાંચે ઈન્દ્રિયોમાં રહેલો એવો ત્રીજો પદાર્થ (આત્મા) વિષયને જાણનારો છે આમ સ્વીકારવું જોઈએ. આ ચર્ચામાં મૂલ ગાથામાં લખેલા પ્રદ્દળ શબ્દનો “જાણવું-બોધ કરવો” એવો અર્થ કરીને આ વાત સમજાવી છે. અન્ય ઈન્દ્રિય વડે પદાર્થને જોઈને-જાણીને અન્ય ઈન્દ્રિયમાં વિકાર થાય છે. માટે જોનારો અને વિકાર પામનારો પદાર્થ ઈન્દ્રિયથી ભિન્ન છે અને તે આત્મા છે.
૧૮૨
હવે પ્રશ્નળ શબ્દનો અર્થ ગ્રહણ કરવું, પકડવું, આદાન કરવું-લેવું એવો કરીને આ જ અનુમાન જુદી રીતે સમજાવે છે. આ આત્મા પાંચ ઈન્દ્રિયોથી અતિરિક્ત (અર્થાત્ ભિન્ન) છે. કારણ કે અન્ય ઈન્દ્રિય વડે પદાર્થને જાણીને અન્ય ઈન્દ્રિય વડે પદાર્થને ગ્રહણ કરે છે. માટે, આ સંસારમાં ઘટ-પટ આદિ પદાર્થોને અન્ય ઈન્દ્રિય વડે એટલે કે ચક્ષુ વડે જાણીને-જોઈને અન્ય ઈન્દ્રિય વડે એટલે કે સ્પર્શનેન્દ્રિય વડે જો તે ઘટાદિને ગ્રહણ કરે છે તો તે ગ્રહણ કરનારો પદાર્થ તે બન્ને ઈન્દ્રિયોથી ભિન્ન છે. જેમકે પૂર્વ દિશાની બારીથી દૂર પડેલા ઘટ-પટને જોઈને (ત્યાં જાળી હોવાથી ત્યાંથી બહાર ન નીકળતાં) પશ્ચિમ દિશાની બારી દ્વારા તે ઘટ-પટાદિને ગ્રહણ કરતો એવો દેવદત્ત તે બન્ને બારીઓથી ભિન્ન છે. તેવી જ રીતે ચક્ષુરિન્દ્રિયથી ઘટ-પટાદિને જોઈને શરીરમાં રહેલો આ આત્મા હસ્તાદિ-સ્પર્શનેન્દ્રિય વડે તે ઘટ-પટાદિને ગ્રહણ કરે છે. માટે આ આત્મા ચક્ષુરિન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય વગેરેથી ભિન્ન છે.
જો ચક્ષુરિન્દ્રિય પોતે જ જોનારી હોત તો તેને જ ઘટ-પટાદિનો બોધ થયો છે. સ્પર્શનેન્દ્રિયને તો ઘટપટાદિ ક્યાં છે ? તે વિષયની કોઈ માહિતી જ નથી, તેથી ચક્ષુરિન્દ્રિય જ ઘટ-પટાદિને લેવા માટે દોડવી જોઈએ-હસ્તાદિ સ્વરૂપ સ્પર્શનેન્દ્રિયને ઘટાદિ લેવા માટે લાંબા થવાનું કેમ ઘટે ? તેને તો ઘટ-પટાદિ ક્યાં છે ? તેની ખબર જ નથી. ચક્ષુરિન્દ્રિયે જ ઘટ-પટાદિ જોયા છે. પરંતુ આમ બનતું નથી. માટે બધી ઈન્દ્રિયો સાથે અન્વયસંબંધ પામેલો અને ઈન્દ્રિયોથી ભિન્ન એવો આત્મા જ જાણનારો અને જોનારો છે. ૧૬૫૯॥
આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે. આ વિષય સમજાવવા વળી અન્ય અનુમાન જણાવે
છે
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૩
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ सव्वेदिउवलद्धाणुसरणओ तदहिओऽणुमंतव्वो । जह पंचभिन्नविन्नाणपुरिसविन्नाणसंपन्नो ॥१६६०॥ (सर्वेन्द्रियोपलब्धानुस्मरणतस्तदधिकोऽनुमन्तव्यः ।
યથા પસ્ચમનવિજ્ઞાન-પુરુષવિજ્ઞાનસપુનઃ II)
ગાથાર્થ - જેમ રૂપ-રસાદિ પાંચે ભિન્ન ભિન્ન વિષયના વિજ્ઞાનવાળા પાંચ પુરુષો કરતાં પાંચેના વિષયને જાણનારો એક પુરુષ ભિન્ન છે. તે જ રીતે સર્વ ઈન્દ્રિયો દ્વારા જાણેલા જુદા જુદા વિષયોનું અનુસ્મરણ કરનારું તત્ત્વ એક હોવાથી (એ) તત્ત્વ ઈન્દ્રિયોથી ભિન્ન જાણવું. ll૧૬૬oll
વિવેચન - જો ઈન્દ્રિયોને જ જાણનારી કહીએ તો તે પાંચે ઈન્દ્રિયો અનુક્રમે સ્પર્શરસ-ગંધ-રૂપ અને શબ્દને એમ એક એક વિષયને જ માત્ર જાણનારી (જાણવામાં સહાયક) છે. જ્યારે તે પાંચે ઈન્દ્રિયો દ્વારા જાણેલા પાંચ વિષયોનું અનુસ્મરણ કરનાર આ આત્મા છે. તેથી પણ આ આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે.
જેમ કોઈ પાંચ પુરુષો હોય કે જેમાંના એક-એક પુરુષને એક-એક વિષય જાણવાની તીવ્ર ઈચ્છા હોય, પોતાની ઈચ્છાના વશથી કોઈએ સ્પર્શને જાણવાની કલામાં નિપુણતા મેળવી. કોઈએ પોતાની પ્રબળ ઈચ્છાના વશથી રસને જાણવાની કલામાં નિપુણતા મેળવી. એમ પાંચે પુરુષોએ એક એક વિષયને જાણવાની કલામાં પોતાની ઈચ્છાને અનુસાર નિપુણતા પ્રાપ્ત કરી, તે પાંચે એક-એક વિષયના વિજ્ઞાનમાં નિષ્ણાત હોવા છતાં પણ બાકીના ચાર વિષયો જાણવામાં તેઓ અજ્ઞાની છે. જ્યારે છટ્ટો એક પુરુષ એવો છે કે જેણે પોતાની ઈચ્છાની તીવ્રતાથી પાંચ વિષયોને જાણવાની કલામાં નિપુણતા મેળવી. તો ઉદાહરણમાં જેમ એક-એક વિષયના વિજ્ઞાનવાળા પાંચ પુરુષો કરતાં પાંચે વિષયના વિજ્ઞાનવાળો છઠ્ઠો પુરુષ ભિન્ન છે. તેવી રીતે પાંચે ઈન્દ્રિયો માત્ર એક એક વિષયની જ ઉપલબ્ધિવાળી છે જ્યારે અંદર રહેલો આત્મા પાંચ વિષયોનું જ્ઞાન ધરાવે છે. જાણેલા પાંચ વિષયોનું અનુસ્મરણ પણ કરે છે તેથી પાંચ ઈન્દ્રિયો કરતાં આત્મા એ ભિન્ન દ્રવ્ય છે.
ઉપરોક્ત વાતનો ભાવાર્થ એવો છે કે જે પાંચ સાધન વડે જણાયેલા એક એક વિષયોમાંના પાંચ વિષયોનું અનુસ્મરણ કરનારો જો એક જ વ્યક્તિ હોય તો તે એક વ્યક્તિ પાંચ સાધનોથી ભિન્ન છે એમ માનવું જોઈએ. જેમકે પોતપોતાની ઈચ્છાનુસાર
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
શબ્દાદિ ભિન્ન ભિન્ન એક-એક વિષયને જાણનારા પાંચ પુરુષો કરતાં તે પાંચે વિષયોને જાણનારો છઠ્ઠો પુરુષ ભિન્ન છે. તેવી રીતે ઈચ્છાનુસાર શબ્દાદિ ભિન્ન-ભિન્ન જાતિના વિજ્ઞાનને જાણનારી પાંચ ઈન્દ્રિયો કરતાં સર્વ વિષયના વિજ્ઞાનવાળો પુરુષ જુદો છે. તેથી પાંચ ઈન્દ્રિયોથી આ આત્મા ભિન્ન જ છે.
પ્રશ્ન - તમે ઉપર જે સમજાવ્યું તે પ્રમાણે તો શબ્દાદિ પાંચ વિષયોમાંથી એક એક વિષયને જાણનારા જુદા જુદા પાંચ પુરુષોની જેમ પાંચે ઈન્દ્રિયો પણ એક-એક વિષયને જાણનારી બનશે. કારણ કે તમે આત્માને પાંચે વિષયનો જાણકાર કહ્યો અને ઈન્દ્રિયોને એક-એક વિષયને જાણનારા પુરુષના જેવી કહી - તેથી ઈન્દ્રિયો પણ વિષયોની જાણનારી = શાતા બનશે અને જૈન શાસ્ત્રોમાં તો ઈન્દ્રિયો તો ભૂતોની બનેલી હોવાથી જ્ઞાતા નથી. તેથી જૈનદર્શનને માન્ય સિદ્ધાન્ત કરતાં વિપરીત સાધ્યની સિદ્ધિ થશે. તેથી આ હેતુ વિરુદ્ધ હેત્વાભાસ કહેવાશે.
ઉત્તર - ‘“ફચ્છાનુવિધાવિ'' પોતાની ઈચ્છાને અનુસાર એવું વિશેષણ ગાથામાં જે આપ્યું છે. તેથી આ દોષ આવશે નહીં. કારણ કે કેવલ એકલી ઈન્દ્રિયો તો જડ છે. તેથી તેઓમાં જાણવાની ઈચ્છાનો અસંભવ છે. માટે ઈચ્છાનુવિધાયિ એવું જાણપણું તેઓમાં
નથી. તે ઈન્દ્રિયો તો આત્માને જ્ઞાન પ્રાપ્ત કરવામાં સહકારિકારણ માત્ર હોવાથી આત્મામાં બોધ ઉત્પન્ન કરવામાં ઈન્દ્રિયોની કારણતા જ માત્ર છે, કર્તાપણું નથી. અથવા કારણમાં કર્તાપણાનો ઉપચાર કરવાથી ઈન્દ્રિયો પણ એક-એક વિષયની ઉપલબ્ધિ કરનારી કહેવાય છે. આમ માનવામાં કોઈ વિરોધ નથી. તેથી અદોષ છે.
અથવા તત્ત્વ સમજાવવાના ઉપાયમાત્ર સ્વરૂપે આ ઉદાહરણ આપેલું છે. જે અતીન્દ્રિય પદાર્થો હોય છે તેને સમજવામાં અને સમજાવવામાં એકાન્તે યુક્તિ જ આપવી જોઈએ એવો નિયમ નથી. કારણ કે અતીન્દ્રિય પદાર્થો એકલી યુક્તિથી ગમ્ય હોતા નથી પણ આપ્તવાણીથી અને યુક્તિ એમ બન્નેથી ગમ્ય હોય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -
आगमश्चोपपत्तिश्च, सम्पूर्णं दृष्टिकारणम् । अतीन्द्रियाणामर्थानां सद्भावप्रतिपत्तये ॥
અતીન્દ્રિય પદાર્થોના સાચા સ્વરૂપને જાણવા માટે ક્યાંક આપ્તપુરુષોની વાણી અને ક્યાંક યુક્તિ એ જ દૃષ્ટિનું પરિપૂર્ણ કારણ છે. ૧૬૬૦ના
પાંચ ભૂતોથી આત્મા ભિન્ન છે. આ વાત સમજાવવા માટે બીજું પણ અનુમાન જણાવે છે
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮૫
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ विण्णाणंतरपुव्वं बालण्णाणमिह नाणभावाओ । जह बालनाणपुव्वं, जुवनाणं तं च देहऽहिअं ॥१६६१॥ (विज्ञानान्तरपूर्वं बालज्ञानमिह ज्ञानभावात् ।
यथा बालज्ञानपूर्वं, युवज्ञानं तच्च देहाधिकम् ॥)
ગાથા - જેમ યુવાવસ્થાનું વિજ્ઞાન બાલ્યાવસ્થાના વિજ્ઞાનપૂર્વક છે તેવી જ રીતે બાલ્યાવસ્થાનું વિજ્ઞાન વિજ્ઞાનાન્તરપૂર્વક (પૂર્વભવીયવિજ્ઞાનપૂર્વક) છે. તે વિજ્ઞાનાન્તરવાળો પદાર્થ દેહથી અધિક (ભિન) છે. /૧૬૬ ૧/l
વિવેચન - ભૂતોની બનેલી એવી જે પાંચ ઈન્દ્રિયો છે. તેનાથી આત્મા નામનું દ્રવ્ય ભિન્ન છે. તે વાત સિદ્ધ કરવા ગ્રન્થકારશ્રી અનેક અનુમાનો આપે છે.
ફર્વ વીવજ્ઞાન વિજ્ઞાનાન્તરપૂર્વમ્ = બાલ્ય અવસ્થામાં જે વિજ્ઞાન થાય છે. એ બાલ્યવિજ્ઞાન અવશ્ય પૂર્વકાલીન વિજ્ઞાનપૂર્વક છે. આ પ્રતિજ્ઞા છે. કારણ કે વિજ્ઞાની = બાલ્યાવસ્થાનું વિજ્ઞાન એ પણ એક પ્રકારનું વિજ્ઞાન હોવાથી, આ હેતુ છે. આ સંસારમાં જે જે વિજ્ઞાન હોય છે તે તે અવશ્ય અન્ય વિજ્ઞાનપૂર્વક હોય છે. જેમ યુવાવસ્થામાં જે વિજ્ઞાન થાય છે. તે બાલ્યાવસ્થાના વિજ્ઞાનપૂર્વક જ થાય છે. અર્થાત્ બાલ્યાવસ્થામાં વિજ્ઞાન હતું તો જ યુવાવસ્થામાં વિજ્ઞાન થાય છે. આ અન્વયવ્યાપ્તિ અને અન્વય ઉદાહરણ છે. આ અનુમાનથી બાલ્યાવસ્થાનું વિજ્ઞાન અન્ય વિજ્ઞાનાન્તરપૂર્વક છે. આટલી વાત સિદ્ધ થઈ.
- હવે બાલ્યાવસ્થાનું આ વિજ્ઞાન, જે અન્ય વિજ્ઞાનાન્તરપૂર્વક છે તે અન્ય વિજ્ઞાનાન્તર પૂર્વભવીય વિજ્ઞાન છે અને તે પૂર્વભવીય વિજ્ઞાન તથા વિજ્ઞાનવાળો પદાર્થ વર્તમાન ભવના શરીરથી અન્ય જ છે. કારણ કે તે પૂર્વભવીય વિજ્ઞાને પૂર્વભવના શરીરનો ત્યાગ કર્યો હોવા છતાં આ ભવસંબંધી વિજ્ઞાનનું કારણ બને છે. માટે શરીરથી ભિન્ન છે. અહીં પૂર્વભવીય એવું વિજ્ઞાન આ આત્માનો ગુણ હોવાથી ગુણી એવા આત્મા વિના અસંભવિત છે. આ રીતે પૂર્વભવના શરીરનો ત્યાગ થવા છતાં તેમાં રહેલું વિજ્ઞાન અને વિજ્ઞાનવાળો આત્મા આ ભવમાં આવીને નવા ભવસંબંધી સુંદર એવી શરીરરચના કરે છે અને તેવા પ્રકારની શરીરરચનાનું વિજ્ઞાન તેમાં વર્તે છે. તેથી તે પૂર્વભવના શરીરનો ત્યાગ કરીને વિજ્ઞાનપૂર્વક આવનારો જે પદાર્થ છે. તે જ પદાર્થ શરીરથી ભિન્ન એવો આત્મા છે. આવા પ્રકારના અનુમાનથી પણ અમે શરીરથી ભિન્ન આત્મા છે એમ સિદ્ધ કરીએ છીએ. અર્થાત્ શરીર એ જ આત્મા નથી.
Page #211
--------------------------------------------------------------------------
________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
પ્રશ્ન - ‘‘અન્યવિજ્ઞાનપૂર્વમિમાં વાતવિજ્ઞાનમ્'' = આ બાલવિજ્ઞાન પૂર્વભવીય અન્ય વિજ્ઞાન (વાળા પદાર્થ) પૂર્વકનું છે. ન્યાયની પરિભાષા પ્રમાણે આ “પ્રતિજ્ઞા” કહેવાય છે અને વિજ્ઞાનત્વાત્ એ હેતુ કહેવાય છે. પ્રતિજ્ઞા કરાયેલા વાક્યમાં જે વાસ્તવિજ્ઞાનું પદ છે. તેમાંનો જ એક ભાગ (એક દેશ) વિજ્ઞાનં એવું જે પદ છે. તે જ ભાગ વિજ્ઞાનત્વાત્ કહીને હેતુરૂપે રજુ કરવામાં આવ્યો છે. હવે પ્રતિજ્ઞા કરાયેલો પદાર્થ હજુ સિદ્ધ થયેલ નથી. જો સિદ્ધ થયેલ હોત તો તેને સિદ્ધ કરવા માટે આ અનુમાન કરવું જ ન પડત. માટે સિદ્ધ નથી. પરંતુ અસિદ્ધ છે. તે પ્રતિજ્ઞાવાળા પદનો જ એક દેશભૂત આ હેતુ હોવાથી પ્રતિજ્ઞા અસિદ્ધ છે. માટે આ હેતુ પણ અસિદ્ધ હેત્વાભાસ થશે.
૧૮૬
ઉત્તર - તમારો આ પ્રશ્ન ઉચિત નથી. કારણ કે આ અનુમાનમાં હેતુ સામાન્યરૂપે છે અને પ્રતિજ્ઞા અર્થાત્ પક્ષ એ વિશેષરૂપે છે. સામાન્યથી વિજ્ઞાનમાત્ર એ હેતુ છે અને બાલ્યાવસ્થાથી વિશિષ્ટ એવું વિજ્ઞાન એ પક્ષ છે. પણ પ્રતિજ્ઞાત અર્થના એકદેશરૂપ આ હેતુ નથી. તેથી અસિદ્ધ હેત્વાભાસ થતો નથી અને વિશેષ પક્ષ કરાયે છતે સામાન્ય એ હેતુ બની શકે છે. સામાન્ય હેતુ હોઈ શકે છે. જેમકે -
वर्णात्मकशब्दः, अनित्यः शब्दत्वात्, मेघशब्दवत् आम्रवृक्षः, वनस्पतिः, वृक्षत्वात् निम्बवृक्षवत्, देवदत्तनरः, द्विपादवान्, नरत्वात्, चैत्रनरवत्
ઈત્યાદિ અનેક અનુમાનો એવાં થાય છે કે જેમાં વિશેષ પક્ષ બનાવ્યો હોય ત્યારે સામાન્ય એ હેતુ બની શકે છે. તેમ અહીં પણ વાતમાવસન્ધિ વિજ્ઞાન એ વિશેષરૂપે પક્ષ છે અને સામાન્ય વિજ્ઞાનમાત્ર એ હેતુ જાણવો. જો અમે સામાન્યથી વિજ્ઞાનમાત્રને અન્ય વિજ્ઞાનપૂર્વક છે, આવો પક્ષ કર્યો હોત તો પક્ષમાં રહેલ વિજ્ઞાનમાત્ર એ સિદ્ધ ન હોવાથી એને જ હેતુરૂપે રજુ કરતાં અસિદ્ધ નામનો હેત્વાભાસ થાત. જેમકે શ: અનિત્ય: શાત્ આ અનુમાનમાં જે પક્ષ છે તે જ (સિદ્ધ થયેલ ન હોવા છતાં પણ) હેતુસ્વરૂપે રજુ કરેલ છે તેને અસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. પરંતુ અમે તેવો પક્ષ કર્યો જ નથી કે જેથી અમને આવો દોષ લાગે. (આ ન્યાયશાસ્ત્રની પ્રક્રિયા છે.) ૧૬૬૧॥
पढमो थणाहिलासो, अण्णाहाराहिलासपुव्वोऽयं ।
जह संपयाहिलासो, अणुभूइयो सो य देह हिओ ॥१६६२॥
(प्रथमः स्तनाभिलाषोऽन्याहाराभिलाषपूर्वोऽयम् ।
यथा साम्प्रताभिलाषोऽनुभूतितः, स च देहाधिकः ॥ )
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૮૭
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ ગાથાર્થ - જેમ વર્તમાનકાલીન અભિલાષ અન્ય અભિલાષપૂર્વક હોય છે તેમ પ્રથમ સ્તનપાનનો અભિલાષ પણ અન્ય અભિલાષપૂર્વક જ છે. કારણ કે તે અનુભવાત્મક (જ્ઞાનાત્મક) છે અને તે અનુભવાત્મક પદાર્થ દેહથી અધિક છે. I/૧૬૬ ૨l
વિવેચન - પાંચ ભૂતોના બનેલા શરીર કરતાં આત્મદ્રવ્ય એ ભિન્ન પદાર્થ છે. આ વાત સિદ્ધ કરવા માટે વળી અન્ય અનુમાન પરમાત્મા સમજાવે છે.
આ સંસારમાં બાળકને જન્મ પામતાંની સાથે જ જે પ્રથમ સ્તનપાન કરવાની ઈચ્છા થાય છે, તે આ પ્રથમ સ્તનપાનાભિલાષ પૂર્વકાલીન અન્ય અભિલાષપૂર્વક છે. એટલે કે આ સ્તનપાનના સંસ્કાર પૂર્વકાલીન આહાર લેવાના સંસ્કાર વડે થયેલા છે. કારણ કે સ્તનપાનની જે ઈચ્છા થવી તે પણ એક પ્રકારનો અનુભવ છે માટે. જેમકે વર્તમાનકાલીન અભિલાષ પૂર્વકાલીન અભિલાષપૂર્વક હોય છે તેમ અહીં મનુનવત્વત્ આવા પ્રકારનો હેતુ મૂલગાથામાં કહ્યો જ છે. છતાં ગાથામાં ન કહેલો એવો મનીષત્વીત્ હેતુ પણ ઉપરોક્ત ચર્ચાથી સમજી લેવો. આ સંસારમાં જે જે અભિલાષ થાય છે તે તે અભિલાષ અવશ્ય અન્ય અભિલાષપૂર્વક જ હોય છે. જેમકે વર્તમાનકાલીન આહારનો અભિલાષ પૂર્વકાલમાં વારંવાર ગ્રહણ કરેલા આહારના અભિલાષપૂર્વક છે તેવી જ રીતે પ્રથમ ક્ષણે બાળકને થતો જે સ્તનપાનાભિલાષ છે તે પૂર્વભવીય વારંવાર ગ્રહણ કરાયેલા આહારના અભિલાષપૂર્વકનો છે અને તે અભિલાષવાળો પદાર્થ શરીરથી અન્ય છે અર્થાત્ આત્મા છે. કારણ કે જો શરીરને જ અભિલાષવાળું માનીએ તો ગયા ભવના શરીરનો તો ત્યાગ કરેલો છે. તે શરીર તો ત્યાં જ રહેલું છે કે જે બાળી નાખવામાં આવ્યું છે. એટલે તે પૂર્વભવીય શરીર તો આ ભવના શરીરના આહારની અભિલાષાનું કારણ બની શકે નહીં. પરંતુ આહારની અભિલાષાપૂર્વકનો કોઈક પદાર્થ ગયા ભવના શરીરનો ત્યાગ કરીને અહીં આવેલ છે અને તે આ ભવના શરીરની પુષ્ટિ માટેના આહારની અભિલાષાનું કારણ છે.
આહારની અભિલાષા થવી એ ઈચ્છાત્મક ગુણ છે. આ ગુણ જડ એવા શરીરમાત્રમાં સંભવિત નથી. જો શરીરને જ ઈચ્છા થતી હોત તો મૃતશરીરને પણ તેવી તેવી ઈચ્છાઓ થાત. પણ મૃતશરીરને આહારની અભિલાષા એટલે ઈચ્છા થતી નથી. માટે તે ઈચ્છા એ ગુણ હોવાથી તેના આધારભૂત એવો કોઈક ગુણી શરીરથી ભિન્ન અને શરીરની અંદર હોવો જોઈએ. તેથી અભિલાષા અર્થાત્ ઈચ્છા નામના ગુણનો જે ગુણી છે તે જ શરીરમાં રહેલો અને શરીરથી ભિન્ન એવો આત્મા નામનો પદાર્થ છે.
પ્રશ્ન - તમારું આ અનુમાન વ્યભિચાર એટલે કે અનૈકાન્તિક હેત્વાભાસના
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૮
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
સાધ્યાભાવમાં પણ વર્તે છે. માટે અનૈકાન્તિક એટલે કે વ્યભિચારી છે.
દોષવાળું છે. કારણ કે તમારો કહેલો જે અનુભવત્વાત્ કે અમિતાષત્વાત્ આ હેતુ આ પ્રમાણે - જે કોઈ અભિલાષા થાય છે તે પૂર્વકાલીન અભિલાષાપૂર્વક જ થાય છે. એવો નિયમ નથી. પૂર્વકાલીન અભિલાષા વિના પણ નવી અભિલાષા થતી જગતમાં દેખાય છે. જેમકે જ્યારે આ જીવ સમ્યગ્દર્શનને પામે છે અથવા સમ્યગ્દર્શનને અભિમુખ થાય છે ત્યારે જે મોક્ષાભિલાષ પ્રગટે છે તે નવો જ અભિલાષ છે. તે મોક્ષાભિલાષ પૂર્વકાલીન મોક્ષાભિલાષપૂર્વક ઘટતો નથી. માટે સમ્યક્ત્વાભિમુખ જીવને જેમ નવો જ સૌથી પ્રથમ મોક્ષાભિલાષ પ્રગટ થાય છે તેમ બાલજીવમાં જન્મ પામતાં જ પૂર્વકાલીન અભિલાષ વિના સ્તનપાન કરવારૂપ નવો જ પ્રથમ આહારાભિલાષ થાય. આવું કેમ ન બને ?
ઉત્તર - તમે અમારા અભિપ્રાયને બરાબર સમજ્યા નથી. તેથી તમને આવો પ્રશ્ન થાય છે. પણ ખરેખર તમારો પ્રશ્ન અયોગ્ય છે. કારણ કે અમે વિશેષને સામાન્યપૂર્વક છે એમ સમજાવીએ છીએ એટલે કે વિશિષ્ટ એવો જે સ્તનપાનાભિલાષ છે તે સામાન્યથી અભિલાષપૂર્વક હોય છે, આ પ્રમાણે અમારું કહેવું છે. પણ વિશેષને વિશેષપૂર્વક અમે કહેતા નથી. એટલે કે જે પ્રથમ સ્તનપાનાભિલાષ થાય છે તે પૂર્વકાલીન સ્તનપાનાભિલાષપૂર્વક થાય છે એમ અમે કહેતા નથી. તેથી અમારી વાતમાં કોઈ દોષ આવતો નથી અને આવી સામાન્યપૂર્વક વિશેષની વાત તો મોક્ષાભિલાષમાં પણ ઘટે જ છે. કારણ કે સમ્યક્ત્વાભિમુખ બનેલા જીવને જે પ્રથમ મોક્ષાભિલાષ થાય છે તે પણ પૂર્વકાલીન અન્ય અભિલાષપૂર્વક જ હોય છે. આજ સુધી સંસારસુખાભિલાષ હતો તેને બદલે હવે મોક્ષસુખાભિલાષ થાય છે. પણ તે મોક્ષસુખાભિલાષ અંતે તો પૂર્વકાલીન (સંસારસુખના) પણ અભિલાષપૂર્વક જ છે. તેથી અનૈકાન્તિહેત્વાભાસ કે વ્યભિચાર દોષ આવતો નથી. જે વિશેષ હોય છે તે તે સામાન્યપૂર્વક જ હોય છે. આમ અમારું સમજાવવું છે. પણ જે જે વિશેષ હોય છે તે તે વિશેષપૂર્વક હોય છે, આમ અમારું કહેવું નથી. જે જે ચૈત્ર-મૈત્ર-દેવદત્તાદિ છે. તે તે અવશ્ય મનુષ્ય છે આમ વિશેષ હોય છે તે સામાન્યપૂર્વક હોય છે. આ વાત ધ્યાનપૂર્વક સમજવા જેવી છે. ૧૬૬૨
बालसरीरं देहंतरपुव्वं, इन्दियाइमत्ताओ ।
જીવવેદ્દો વાભાવિવ સ નસ વેહો, સ વૈહિત્તિ ૬૬રૂ
( बालशरीरं देहान्तरपूर्वमिन्द्रियादिमत्त्वात् ।
યુવવેદ્દો વાભાવિ, સ યસ્ય વેદઃ, F વેહ્રીતિ )
Page #214
--------------------------------------------------------------------------
________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગાથાર્થ જેમ યુવાવસ્થાનું શરીર ઈન્દ્રિયાદિવાળું હોવાથી બાલ્યાવસ્થાના શરીરપૂર્વક છે, તે જ રીતે બાલ્યાવસ્થાનું શરીર પણ ઈન્દ્રિયાદિવાળું હોવાથી બીજા કોઈ (તૈજસ-કાર્પણ નામના) દેહાન્તરપૂર્વક છે. તે દેહ જેનો છે તે દેહી (આત્મા) નામનું દ્રવ્ય છે. ૧૬૬૩॥
ગણધરવાદ
૧૮૯
વિવેચન - પાંચ ભૂતોના બનેલા શરીરથી આત્મા નામનું દ્રવ્ય ભિન્ન છે. આ વાત સમજાવવા માટે ફરીથી નવું અનુમાન સમજાવે છે - બાલ્યાવસ્થાનું જે શરીર છે તે શરીર પૂર્વભવથી લઈને આવેલા સૂક્ષ્મ અને અદૃશ્ય એવા તૈજસ-કાર્મણ નામના દેહાન્તર (બીજા શરીરો) પૂર્વકનું શરીર છે. કારણ કે બાલ્યાવસ્થાનું શરીર ઈન્દ્રિયાદિ (પાંચ ઈન્દ્રિયો અને બીજા કેટલાક અવયવો) વાળું હોવાથી, યુવાવસ્થાના દેહની જેમ. આ સંસારમાં જે જે શરીર ઈન્દ્રિયાદિવાળું હોય છે તે તે શરીર અવશ્ય દેહાન્તરપૂર્વક જ હોય છે. જેમકે યુવાવસ્થાનું શરીર ઈન્ક્રિયાદિવાળું હોવાથી બાલ્યાવસ્થાના શરીરપૂર્વકનું છે તેમ બાલ્યઅવસ્થાનું જે આ શરીર છે તે બાલ્યાવસ્થાનું આ શરીર, (સૂક્ષ્મ અને અર્દશ્ય) એવા દેહાન્તરપૂર્વકનું છે. કારણ કે બાલ્ય-અવસ્થાના શરીરનું કારણ ગતભવનું શરીર બની શકે નહીં. કારણ કે તે શરીર તો ત્યાં જ નષ્ટ થયેલ છે. તેથી સૂક્ષ્મ અને અદૃશ્ય એવું શરીર તૈજસ-કાર્મણ શરીર, આ સ્થૂલ અને દૃશ્ય એવા બાલ્યાવસ્થાના શરીરનું કારણ છે. કારણ કે ગતભવનું સ્થૂલ અને દૃશ્યશરીર તો ત્યાં જ રહી ગયું છે. તેથી તે ગતભવના સ્થૂલ અને દૃશ્યશરીરનો નાશ થયો હોવા છતાં પણ સૂક્ષ્મ અને અદૃશ્ય એવું કાર્મણ શરીર આ ભવમાં જીવની સાથે આવે છે અને તે કાર્પણશરીર જ વર્તમાનભવના સ્થૂલ અને દૃશ્ય એવા શરીરનું કારણ બને છે. માટે બાલ્યશરીરથી કાર્યણશરીર ભિન્ન છે અને તે કાર્યણશરીરવાળો આત્મા પણ સ્થૂલશરીરથી ભિન્ન છે.
સારાંશ કે ગતભવના શરીરનો તો ત્યાં જ અગ્નિસંસ્કાર થયેલો હોવાથી તેનો તો ત્યાં નાશ જ થયો છે અને ગર્ભમાં નવા શરીરની રચના કરવામાં કોઈક ઉપાદાનકારણભૂત તત્ત્વ હોવું જોઈએ. જો ઉપાદાનકારણભૂત તત્ત્વ વિના જ શરીરરચના થતી હોય તો મોક્ષે જતા જીવો પણ મોક્ષે ન જતાં નવા ભવમાં જઈને શરીરરચના કરનારા બનવા જોઈએ, પણ આમ બનતું નથી. તેથી નવા ભવમાં બનતા નવા બાહ્યશરીરની રચનામાં કારણભૂત, ગયા ભવથી સાથે લઈને અહીં આવેલું સૂક્ષ્મ અને અદૃશ્ય એવું શરીર હોવું જોઈએ. આવા પ્રકારનું ઉપાદાન કારણભૂત જે સૂક્ષ્મ અને અદૃશ્ય શરીર છે. તે જ તૈજસ-કાર્મણશરીર છે. આવા પ્રકારનાં બે શરીરોનાં બંધન ચાલુ હોવાથી ગયા ભવથી મૃત્યુ પામીને છુટેલો જીવ મોક્ષમાં જતો નથી પણ તૈજસ-કાર્પણશરીર પ્રમાણે ભવાંતરમાં જાય છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ આવા પ્રકારનું સૂક્ષ્મ અને અદેશ્ય તૈજસ-કાર્પણ શરીર જેનું છે તે ભૂલશરીરથી ભિન્ન અને ભવાન્તરમાં ગમન કરનારો એવો શરીરધારી આત્મા છે પરંતુ જે શરીર છે તે જ આત્મા નથી. ગયા ભવમાં મૃત્યુ પામ્યા બાદ છુટેલા જીવને પકડીને નવા ભવમાં લઈ જનાર, નવા ભવમાં શરીરના બંધનમાં જકડનાર અને જીવ પાસે નવા સ્કૂલ શરીરની રચના કરાવનાર એવું જે સૂક્ષ્મ અને અદેશ્ય શરીર છે તે જ તૈજસ-કાશ્મણ નામનાં શરીરો છે. આવાં શરીરો વર્તે છે જેને તે આત્મા છે, તે આત્મા ભવાન્તરયાયી છે. સૂક્ષ્મ શરીરવાળો છે અને સૂક્ષ્મ શરીરના કારણે જ ભૂલ શરીર ધારણ કરનાર બને છે. મોક્ષે જતા જીવને સર્વ કર્મનો ક્ષય થયેલ હોવાથી તૈજસ-કાશ્મણ શરીર નથી. તેથી તેને જકડી રાખનાર, પકડી રાખનાર કોઈ નથી. માટે તે જીવ ભવાન્તરમાં જતો નથી અને નવી શરીરરચના પણ કરતો નથી. સીધો મોક્ષે જ જાય છે. ૧૬૬૩
अण्णसुह-दुक्खपुव्वं, सुहाइ बालस्स संपयसुहं व । अणुभूइमयत्तणओ, अणुभूइमओ य जीवो त्ति ॥१६६४॥ (अन्यसुखदुःखपूर्वं, सुखादि बालस्य साम्प्रतसुखमिव ।
अनुभूतिमयत्वतो, अनुभूतिमयश्च जीव इति ॥)
ગાથાર્થ - જેમ વર્તમાનકાલીન સુખ અને દુઃખ) અનુભવાત્મક હોવાથી પૂર્વકાલીન સુખ(દુ:ખ)ના અનુભવપૂર્વક છે તેવી જ રીતે બાલ્યાવસ્થાનું પ્રાથમિક સુખ (દુ:ખ) સંવેદન પણ અન્ય સુખ-દુઃખના સંવેદનપૂર્વક છે. તેથી આવા પ્રકારના અનુભવવાળો જે પદાર્થ છે તે જ જીવ છે. /૧૬૬૪ll
વિવેચન - ભૂતાત્મક શરીરથી આત્મા એક ભિન્ન પદાર્થ છે. આ વિષય ઉપર વળી અન્ય અનુમાન સમજાવે છે -
બાલ્યાવસ્થાનો સુખ-દુઃખનો અનુભવ, કોઈક પૂર્વકાલીન સુખદુ:ખના અનુભવપૂર્વકનો છે. કારણ કે એ પ્રકારનો એ વિશિષ્ટાનુભવ હોવાથી, જેમ વર્તમાનકાલીન યુવાવસ્થાનો સુખાનુભવ બાલ્યાવસ્થાના સુખાનુભવપૂર્વક છે તેમ.
જેમ યુવાવસ્થામાં પાંચે ઈન્દ્રિયોને પોત-પોતાના મનગમતા ઈષ્ટ વિષયો જ્યારે જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે ત્યારે આનંદ અને સુખની લાગણી પ્રસરે છે. તે પૂર્વકાલમાં એટલે કે બાલ્યાવસ્થામાં ઈષ્ટ વિષયોની પ્રાપ્તિથી આનંદ અને સુખનો અનુભવ કરેલો છે. તેથી ઈષ્ટ વિષયો પ્રાપ્ત થતાં જ આનંદ અને સુખની લહરીઓ ઉછળે છે. આનંદ
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯૧
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ અને સુખ કોને કહેવાય ? તેનો અનુભવ પૂર્વે પ્રાપ્ત કરેલો છે તેથી થાય છે. તેવી જ રીતે બાલ્યાવસ્થામાં સ્તનપાનકાલે, અનુકુળ શયનકાલ, અનુકુળ રમકડાંના સંયોગકાલે જે આનંદ અને સુખની લહરીઓ થાય છે તે તેના પણ પૂર્વકાલમાં અનુભવેલા આનંદ અને સુખપૂર્વકની છે. ગતભવનું શરીર તેમાં કારણ નથી. કારણ કે તે શરીરનો તો ત્યાં જ નાશ થયેલો છે. છતાં પણ આ ભવમાં સુખનો અનુભવ અવશ્ય થાય છે. તેથી પૂર્વભવમાં પ્રાપ્ત કરેલો આનંદ અને સુખનો અનુભવ એ જ વર્તમાન ભવના આનંદ અને સુખના અનુભવને અનુભવ રૂપે જાણવાનું કારણ છે. તેવી જ રીતે પૂર્વે કરેલા દુઃખના અનુભવપૂર્વકનો વર્તમાન દુખનો અનુભવ છે.
આનંદ અને સુખનો અનુભવ એ એક પ્રકારના ગુણો છે. આ ગુણો શરીરના નથી. કારણ કે મૃત શરીરમાં ઈષ્ટ વિષયો પ્રાપ્ત થવા છતાં આનંદ અને સુખની લાગણીઓ થતી નથી. તેથી આ આનંદ અને સુખગુણ જેના છે તે ગુણોનો ગુણી એવો જીવ છે. ગુણી વિના કેવલ એકલા ગુણો રહેતા નથી. તેથી આનંદ અને સુખગુણના આશ્રયભૂત (આધારભૂત) જે ગુણી દ્રવ્ય છે તે જ આત્મા છે. આત્મા જ આનંદ અને સુખમય છે.
આ પ્રમાણે બાલ્યાવસ્થાનો દુઃખનો અનુભવ પણ પુર્વાનુભૂત દુઃખપૂર્વક છે. જેમકે બાળકના પગમાં આગનો કણીયો સ્પર્શી જાય તેનાથી દાહ થતાં તે દુઃખી થાય અને અતિશય રુદન કરે છે. અહીં આગના કણીયાના સ્પર્શથી જે દુઃખ-પીડાનો અનુભવ થાય છે તેને વેદના કહેવાય-પીડા કહેવાય. આવા પ્રકારનું જ્ઞાન તથા મારાથી આ વેદના સહન થતી નથી આવું જ્ઞાન, આ બધા ભાવો જીવને જ થાય છે, શરીરને થતા નથી. કારણ કે જો શરીરને થતા હોય તો મૃતશરીરને પણ થવા જોઈએ. માટે દુઃખનો અનુભવ કરનારું જે તત્ત્વ શરીરની અંદર છે તે તત્ત્વ ગતભવથી આવેલું છે. ગતભવના અનુભવના સંસ્કારવાળું તે દ્રવ્ય છે તે દ્રવ્યને જ આત્મા કહેવાય છે.
આ પ્રમાણે આનંદનો અનુભવ કરનાર, સુખનો અનુભવ કરનાર, દુઃખનો અનુભવ કરનાર શરીરથી ભિન્ન અને શરીરમાં જ રહેલો આત્મા છે. તેમ રાગ-દ્વેષ-ભય અને શોકાદિનો અનુભવ કરનાર પણ શરીરથી ભિન્ન અને શરીરમાં જ રહેલો જીવ છે. ll૧૬૬૪
શ્રી ઈન્દ્રભૂતિ અને અગ્નિભૂતિ સાથેના વાદમાં જીવન અને કર્મની સિદ્ધિ કરવાના પ્રસંગે ઘણાં અનુમાનો પૂર્વે કહ્યાં છે. હાલ વાયુભૂતિની સાથેના વાદમાં પણ શરીરથી ભિન્ન એવા જીવની જ સિદ્ધિ કરવાની ચર્ચા ચાલે છે. તેથી તે પૂર્વે કહેલાં સર્વે અનુમાનો આ વાયુભૂતિના વાદપ્રસંગે પણ અતિશય આવશ્યક છે. તેથી મન્દમતિવાળા જીવોની સ્મૃતિ માટે અને પંચભૂતાત્મક શરીરથી આત્મા ભિન્ન જ છે. આ વાત સિદ્ધ કરવા માટે
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૨
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ તે અનુમાનો ફરીથી પણ કહેવાય છે. કહેલાં અનુમાનો પણ આ વિષય વધારે દઢ કરવા ફરીથી કહેવાય છે.
संताणोऽणाई उ परोप्परं हेउहेउभावाओ । देहस्स य कम्मस्स य, गोयम ! बीयंकुराणं व ॥१६६५॥ तो कम्मसरीराणं, कत्तारं करणकजभावाओ । पडिवज्ज तदब्भहिअं, दंडघडाणं कुलालं वा ॥१६६६॥ अस्थि सरीरविहाया, पइनिययागारओ घडस्सेव । अक्खाणं च करणओ, दंडाईणं कुलालो व्व ॥१६६७॥ (सन्तानोऽनादिस्तु, परस्परं हेतुहेतुभावात् ।।
देहस्य च कर्मणश्च, गौतम ! बीजाङ्करयोरिव ॥ ततः कर्मशरीरयोः, कर्तारं करणकार्यभावात् । प्रतिपद्यस्व तदभ्यधिकं, दण्डघटयोः कुलालमिव ॥ अस्ति शरीरविधाता, प्रतिनियताकारतो घटस्येव । अक्षाणां च करणतो, दण्डादीनां कुलाल इव ॥)
ગાથાર્થ - હે ગૌતમ! બીજ અને અંકુરાની જેમ શરીર અને કર્મની વચ્ચે પરસ્પર કાર્યકારણ ભાવ હોવાથી આ બન્નેની પરંપરા અનાદિની છે. તેથી જેમ દંડ એ કરણ છે અને ઘટ એ કાર્ય છે તે બન્નેથી કર્તા કુલાલનામનો ભિન્ન છે. તેવી જ રીતે કર્મ અને ભોગ્યશરીરની વચ્ચે પણ કરણ અને કાર્યપણું હોવાથી તે બન્નેથી ભિન્ન એવો જીવ નામનો પદાર્થ કર્તા છે એમ તું સ્વીકાર. આ શરીરનો કોઈક વિધાતા (રચના કરનારો જીવ નામનો પદાર્થ) અવશ્ય છે જ. કારણ કે ઘટની જેમ શરીરનો પ્રતિનિયત (વ્યવસ્થિત) આકાર હોવાથી તથા ઈન્દ્રિયો કરણ હોવાથી તેનો નિયત્તા કોઈક છે. જેમ દંડાદિ કરણનો નિયંતા કુલાલ (કુંભાર) છે તેમ. ll૧૬૬૫-૧૬૬૬-૧૬૬૭ll
વિવેચન - આ ત્રણે ગાથાઓ સરળ છે. કેટલોક વિષય પૂર્વે આવી પણ ગયો છે. ગાથા ૧૬૬૫ નો વિષય ગાથા ૧૬૩૯ માં અને ગાથા ૧૬૬૭ નો વિષય ગાથા ૧૫૬૭ માં આવી ગયો છે. તથાપિ મંદમતિવાળા જીવોના ઉપકારાર્થે અને જીવતત્ત્વની સિદ્ધિનો પ્રસંગ ચાલુ હોવાથી સંક્ષેપમાં ગ્રંથકારશ્રીએ પુનઃ લખ્યો છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ત્રીજા ગણધર - વાયુભૂતિ
૧૯૩ (૧) હે ગૌતમ ગોત્રીય વાયુભૂતિ ! જેમ બીજ વાવવાથી અંકુરા થાય છે અને ઉગેલા અંકુરાઓમાંથી શાખા-પ્રશાખા-ફૂલ અને ફળ દ્વારા બીજની ઉત્પત્તિ થાય છે. અંકુરાની ઉત્પત્તિ બીજમાંથી થઈ અને તે બીજની ઉત્પત્તિ પૂર્વકાલીન અંકુરામાંથી થઈ. પરંતુ આ બન્નેમાં પ્રથમ કોણ ? તે કહી શકાતું નથી. કારણ કે તેની આદિ જ નથી. જો આદિ હોય તો અવશ્ય કહી શકાત. પણ આ સંતાન (પરંપરા) અનાદિની છે. તેવી જ રીતે ભાગ્યશરીરની પ્રાપ્તિ કાર્મણશરીરથી (કર્મથી) થાય છે અને તે કર્મની ઉત્પત્તિ ભોગ્યશરીર દ્વારા થાય છે. આમ કર્મ અને ભાગ્યશરીરનો કાર્ય-કારણભાવ હોવાથી એટલે કે હેતુ અને હેતુમભાવ હોવાથી આ બન્નેની સંતાન પરંપરા અનાદિની છે. એટલે મનમાં ક્યારેય પણ આવો વિચાર ન કરવો કે જીવ સૌથી પ્રથમ શુદ્ધ હતો અને પછી તેને કર્મ લાગ્યાં, અથવા જીવ સૌથી પ્રથમ અશરીરી હતી અને તેને ભાગ્યશરીર પ્રથમ પ્રાપ્ત થયું, તેના દ્વારા કર્મો બંધાયાં. આવા વિચારો ન કરવા. કારણ કે આ બન્નેની સંતાન=પરંપરા અનાદિની છે. આ જીવ સત્તાથી સ્ફટિકની જેવો છે. શુદ્ધ-બુદ્ધ એટલે કે સત્તાથી વીતરાગ-શુદ્ધ અને અનંત ગુણવાળો અવશ્ય છે. પરંતુ સાથે સાથે અનાદિકાલથી શરીર અને કર્મની સાથે સુવર્ણ અને માટીની જેમ (કંચનોપલવ) લેપાયેલો પણ છે જ. આ વાત સમજવા માટે રાત્રિ અને દિવસ રૂપ કાલની પરંપરા જેમ અનાદિ છે. પિતા અને પુત્રની પરંપરા જેમ અનાદિની છે. ઈડું અને મરઘી વગેરે પક્ષીની પરંપરા જેમ અનાદિની છે. તેમ કર્મ અને ભાગ્યશરીરની પરંપરા અનાદિની છે. આવાં ઉદાહરણો સ્વયં સમજી લેવાં.
(૨) જેમ ઘડો બનાવવામાં દંડ-ચક્ર-ચીવર આદિ કેટલીક સામગ્રી કરણભૂત છે. અને ઘટ એ કાર્યભૂત છે. હવે સામગ્રીરૂપ કરણ અને ઘટાદિ સ્વરૂપ કાર્ય જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં તે બન્નેનો યોગ કરીને કાર્ય કરનારો કર્તા કુલાલ (કુંભાર) અવશ્ય હોય જ છે. કર્યા વિના કરણ અને કાર્યનો યોગ થતો નથી. તેવી જ રીતે કર્મ અને ભાગ્યશરીર આ બન્ને વચ્ચે પણ કરણ-કાર્યભાવ છે. તેથી તે કરણ-કાર્યનું મુંજન કરનાર કર્તા નામનો પદાર્થ (જીવ) તે બન્નેથી ભિન્ન છે અને ભિન્ન કર્યા હોવો પણ જોઈએ જ.
(૩) જેમ ઘટ-પટ આદિ પદાર્થો અમુક પ્રકારના ચોક્કસ નિયત-આકારવાળા જ બનાવાય છે. તેથી તે પ્રતિનિયત આકારવાળા પદાર્થોનો કુલાલ-વણકર આદિ કોઈક અવશ્ય કર્તા છે. જેને જેનો અનુભવ હોય છે તે જ કર્તા તે કાર્ય કરી શકે છે. તેવી જ રીતે આ શરીર પણ અવશ્ય પ્રતિનિયત આકારવાળું જ બને છે. તેથી તેનો પણ કોઈક શરીરની અંદર રહેલો જ પદાર્થ કર્તા હોવો જોઈએ અને જે આ કર્તા છે તે જ જીવ છે. /૧૬૬૫-૧૬૬૬-૧૬૬૭ll
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ત્રીજા ગણધર - વાયુભૂતિ
अत्थिंदियविसयाणं, आयाणादेयभावओऽवस्सं । कम्मार इवादाया, लोए संडासलोहाणं ॥ १६६८॥ भोत्ता देहाईणं, भोज्जत्तणओ नरोव्व भत्तस्स । संघायाइत्तणओ, अत्थि य अत्थी घरस्सेव ॥१६६९॥ जो कत्ताइ स जीवो, सज्झविरुद्धो त्ति ते मई होज्जा । મુત્તાપસંગાઓ, તં નો સંસારો હોસો ૫૬૭૦ ॥ (अस्तीन्द्रियविषयाणामादानादेयभावतोऽवश्यम् ।
માંર રૂવાવાતા લોજ, સવંશજ-લોહાનામ્ ॥ भोक्ता देहादीनां भोग्यत्वतो नर इव भक्तस्य । सङ्घातादित्वतोऽस्ति चार्थी गृहस्येव ॥
यः कर्त्रादिः स जीवः, साध्यविरुद्ध इति तव मतिर्भवेत् । मूर्तादिप्रसङ्गात्, तद् न संसारिणो दोषः ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - જેમ સાંડશા અને લોખંડ વચ્ચે આદાન-આઠેયભાવ હોવાથી તે બન્નેનો
આદાતા લુહાર તે બન્નેથી ભિન્ન છે. તેવી જ રીતે ઈન્દ્રિયો અને વિષયો વચ્ચે આદાનઆર્દયભાવ હોવાથી તે બન્નેનો પણ કોઈક આદાતા (જીવ નામનો પદાર્થ) છે.
જેમ ભોજન ભોગ્ય હોવાથી તેનો કોઈક પુરુષ ભોક્તા છે. તેવી જ રીતે દેહાદિ ભોગ્ય હોવાથી તેનો પણ કોઈક (જીવ નામનો પદાર્થ) ભોક્તા છે. તથા જેમ ઘર એ વ્યવસ્થિત તેના અવયવોના સમૂહસ્વરૂપ છે તેથી તેનો કોઈક બાંધનાર માલિક છે. તેમ શરીર પણ વ્યવસ્થિતપણે અવયવોના સંઘાતાત્મક છે. તેથી શરીરનો પણ કોઈક રચિયતા છે.
શરીરાદિ ભાવોનો જે કર્તા છે તે જ જીવ છે. આમ જીવદ્રવ્યની સિદ્ધિ થાય છે. કદાચ તમારી બુદ્ધિમાં આવો પ્રશ્ન થાય કે આમ કરવાથી સાધ્યથી વિરુદ્ધ એવા સાધ્યની સિદ્ધિ થઈ જશે. કારણ કે જીવને મૂર્તાદિ માનવાનો પ્રસંગ આવશે. તો ઉત્તરમાં સમજવું કે સંસારી જીવમાં તે દોષો ગણાતા નથી. ૧૬૬૮-૧૬૬૯-૧૬૭૦
વિવેચન - આ ગાથાઓનો ભાવાર્થ પણ અનુક્રમે ગાથા નંબર ૧૫૬૮-૧૫૬૯ અને ૧૫૭૦ માં આવી ગયેલો છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
(૧) જેમ સાંડશો એ લોખંડને પકડવાનું સાધન છે તેને સંસ્કૃત ભાષામાં “આદાન” કહેવાય છે. આદાન એટલે વસ્તુ જેના ગ્રહણ કરાય તે આદાન અને લોખંડને આઠેય કહેવાય છે. આઠેય એટલે ગ્રહણ કરવા લાયક પદાર્થ. જ્યાં જ્યાં આદાન-આદેયભાવ હોય છે ત્યાં ત્યાં તેનો આદાતા (ગ્રહણ કરનાર કર્તા) પણ અવશ્ય હોય જ છે. જેમકે સાંડશો અને લોખંડ, જ્યાં આદાન-આદેયભાવ હોય છે ત્યાં તેનો આદાતા કોઈક અવશ્ય હોય જ છે. તેવી રીતે પાંચ ઈન્દ્રિયો એ વિષયને ગ્રહણ કરવામાં સાધનભૂત છે માટે આદાન છે અને પાંચ ઈન્દ્રિયોના વિષયો એ ગ્રહણ કરવા લાયક હોવાથી આઠેય કહેવાય છે. આ રીતે ઈન્દ્રિયો અને વિષયોની વચ્ચે આદાન-આદેયભાવ હોવાથી અવશ્ય તે બન્નેનો આદાતા (કર્તા-ગ્રહણ કરનાર) કોઈક હોવો જોઈએ. જે આદાતા છે તે જ જીવ નામનો પદાર્થ છે.
ગણધરવાદ
૧૯૫
(૨) ભોજન એ ભોગ્ય પદાર્થ છે. તેથી તે ભોજનનો કોઈક મનુષ્ય અવશ્ય ભોક્તા છે. જે જે ભોગ્ય પદાર્થો હોય છે. તેના કોઈકને કોઈક અવશ્ય ભોક્તા હોય જ છે. જેમકે
ઘર એ ભોગ્ય છે તો તેનો ભોક્તા પુરુષ હોય જ છે. તેવી જ રીતે આ શરીરાદિ એ પણ ભોગ્ય છે તેથી તે શરીરાદિનો કોઈક ભોક્તા અવશ્ય હોવો જોઈએ. જે ભોક્તા છે તે જ જીવ છે તથા ઘર એ જેમ વ્યવસ્થિતપણે ગોઠવાયેલા અવયવોનો સંઘાત (સમૂહ) છે. રસોડાના ભાગમાં રસોઈની જ વ્યવસ્થા, શયનખંડમાં શય્યાની જ વ્યવસ્થા, બેઠકખંડમાં બેસવા માટેની વ્યવસ્થા, સ્તંભની જગ્યાએ જ સ્તંભ, બારી-બારણાંની જગ્યાએ જ યથાસ્થિત બારી-બારણાં, આમ વ્યવસ્થિત અવયવસમૂહ હોવાથી તેનો બાંધનાર સ્વામી માલિક કોઈક છે જ. તેવી રીતે આ શરીર પણ હાથની જગ્યાએ જ હાથ, પગની જગ્યાએ જ પગ, સર્વે પણ મનુષ્યોને યથાસ્થિતપણે જ આંખ-કાન-નાક-જીભ આદિની રચના, પશુ
પક્ષીઓના શરીરની પણ પોતાના ભવને યોગ્ય યથાસ્થિતપણે જ અવયવોની રચના છે.
માટે આવા વ્યવસ્થિતપણે અવયવોના સમૂહરૂપે બનતા શરીરનો પણ કોઈક સ્વામીમાલિક છે. જે સ્વામી છે તે જીવ છે.
(૩) ઉપરની ગાથાઓમાં કુલાલ (કુંભાર), કર્માર (લુહાર) પુરુષ અને સ્વામીનાં જે ઉદાહરણો આપ્યાં છે તેની જેમ શરીર અને ઈન્દ્રિયોનો જે કર્તા છે, જે નિયન્તા છે, જે આદાતા છે, જે ભોક્તા છે અને જે સ્વામી છે તે શરીર અને ઈન્દ્રિયોથી ભિન્ન એવો જીવ નામનો કોઈક પદાર્થ અવશ્ય છે. આમ જીવની સિદ્ધિ થાય છે.
પ્રશ્ન - જો તમે કુલાલ-કર્માર-પુરુષ અને સ્વામીનાં ઉદાહરણો આપીને તેના જેવો કર્તા-ભોક્તારૂપે જીવ સિદ્ધ કરશો તો જેવો આત્મા જૈન શાસ્ત્રોમાં કહ્યો છે તેનાથી વિરુદ્ધ
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
સિદ્ધ થઈ જશે. તેથી આવી વાર્તા કરનારા એવા તમને વિરોધ નામનો દોષ આવશે. કારણ કે ઉપરના સર્વે કર્તા મૂર્ત છે, રૂપી છે, ચક્ષુર્ગોચર છે, વર્ણાદિ ગુણવાળા છે, અવયવોના સંઘાતસ્વરૂપ છે અને બાલ્યાદિ ભાવવાળા હોવાથી તથા જન્મ-મરણાદિવાળા હોવાથી અનિત્યસ્વભાવવાળા છે. જ્યારે જૈનદર્શનમાં આત્મા તો અમૂર્ત, અરૂપી, ચક્ષુથી અગોચર, વર્ણાદિ ગુણો વિનાનો, અખંડ દ્રવ્યસ્વરૂપ અને અનાદિ-અનંત નિત્ય કહેલો છે. આ રીતે જૈન શાસ્ત્રમાં જેવો આત્મા કહ્યો છે તેનાથી વિપરીત આત્મા આ ઉદાહરણોથી સિદ્ધ થાય છે. માટે તમને વિરોધ દોષ આવશે.
ઉત્તર - કર્મરહિત અને અશરીરી કેવલ એકલો જે આત્મા છે તે જ અમૂર્ત-અરૂપીચક્ષુ-અગોચર-વર્ણાદિથી રહિત વગેરે ભાવોવાળો છે. જ્યારે આ ચર્ચા કર્મવાળા જીવની,
શરીરધારી જીવની ચાલે છે અને તે જીવ શરીર અને કર્મની સાથે જોડાયેલો હોવાથી કથંચિત્ મૂર્ત પણ છે, રૂપી પણ છે, ચક્ષુર્ગોચર પણ છે અને વર્ણાદિ ભાવોવાળો પણ છે. તથા ઔયિક-ક્ષાયોપમિક અને પારિણામિક ભાવોને આશ્રયી પરિણામી હોવાથી અનિત્ય પણ છે. તેથી સંસારી જીવમાં ઉપરોક્ત ઉદાહરણોથી મૂર્તત્વાદિ સિદ્ધ થાય તો પણ તેમાં કોઈ દોષ આવતો નથી. |૧૬૬૮-૧૬૬૯-૧૬૭૦૦
આત્માની બાબતમાં બૌદ્ધમતાનુયાયી કોઈક શિષ્ય પ્રશ્ન કરે છે કે સર્વે પણ પદાર્થો ક્ષણિક હોવાથી આત્મા પણ ક્ષણનશ્વર હોવાથી શરીરની સાથે જ નાશ પામે છે. માટે પરમાર્થથી આ આત્મા શરીરથી ભિન્ન નથી. શરીર જેમ નાશવંત છે તેમ આત્મા પણ નાશવંત છે. તેથી ગયા ભવનું શરીર જ્યારે નાશ પામે છે ત્યારે તેની સાથે જ આત્મા પણ નાશ પામે છે. તેથી ભવાન્તરયાયી એવો સ્વતંત્ર આત્મા જેવો કોઈ પદાર્થ નથી તો શરીરથી ભિન્ન આત્મા નામનો પદાર્થ છે. આવી સાધના (સિદ્ધિ) કરવાની શું જરૂર છે ? આવો પ્રશ્ન કરનારા બૌદ્ધદર્શનની સામે “આત્મા સર્વથા ક્ષણિક નથી'' પરંતુ પર્યાયથી ક્ષણિક હોવા છતાં પણ દ્રવ્યથી નિત્ય પણ છે જ. આ વાત સમજાવતા શ્રી પરમાત્મા કહે છે કે -
जाइस्सरो न विगओ, सरणाओ बालजाइसरणोव्व । जह वा सदेसवत्तं, नरो सरंतो विदेसम्मि ॥ १६७१ ॥
( जातिस्मरो न विगतः, स्मरणाद् बालजातिस्मरण इव । यथा वा स्वदेशवृत्तं, नरः स्मरन् विदेशे ॥ )
Page #222
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૧૯૭
ત્રીજા ગણધર - વાયુભૂતિ ગાથાર્થ - જાતિસ્મરણ જ્ઞાનવાળો આત્મા વિનાશ પામ્યો નથી. સ્મરણવાળો હોવાથી, બાલ્યાવસ્થાના જન્મસંબંધી સ્મરણવાળાની જેમ, અથવા વિદેશમાં ગયેલો પુરુષ પોતાના દેશના આચરણનું સ્મરણ કરે છે તેમ. /૧૬૭૧
વિવેચન - વર્તમાનભવમાં વર્તતા જીવોમાંથી કોઈક કોઈક જીવોને ગયા ભવના ચરિત્રનું સ્મરણ થઈ આવે છે. જ્ઞાનીનાં વચનો સાંભળવાથી અથવા તેવા પ્રકારની ભવિતવ્યતા પાકવાથી કોઈક કોઈક જીવોને પાછલા ભવોના ચરિત્રનું સ્મરણ થતું હોય છે તેવા જીવોને “જાતિસ્મરણ જ્ઞાનવાળા જીવ કહેવાય છે.”
આવા પ્રકારના જાતિસ્મરણ જ્ઞાનવાળા કોઈક કોઈક જીવો દેખાય છે. તેથી ગયા ભવોનાં તે તે શરીર નાશ પામવા છતાં તેમાં રહેલો આત્મા સર્વથા નષ્ટ થયો નથી. ગત ભવનું શરીર નાશ પામવા છતાં તદ્ગત આત્મા નષ્ટ થતો નથી. આ પ્રતિજ્ઞા જાણવી. કારણ કે ગયા ભવના ચરિત્રનું તે જ જીવને આ ભવમાં સ્મરણ થાય છે માટે, આ હેતુ (તર્ક) જાણવો. જેમ બાલ્યાવસ્થાના આચરણને સ્મરણ કરનારો વૃદ્ધાવસ્થાવત તે જ આત્મા નષ્ટ નથી થયો તેમ અહીં સમજવું. આ ઉદાહરણ જાણવું અથવા પોતાના દેશમાં (માલવાદિ કોઈ એક દેશમાં) બનેલા પોતાના આચરણને તે જ પુરુષ વિદેશમાં જવા છતાં પણ સ્મરણ કરે છે. તેથી અનિત્ય (ક્ષણિક) નથી. પણ કથંચિ નિત્ય છે. તેમ અહીં સમજવું. આ બીજું પણ ઉદાહરણ છે.
બને ઉદાહરણોને અનુસારે ભાવાર્થ આ પ્રમાણે છે કે -
જે મનુષ્ય અન્ય દેશમાં બનેલા અને અન્ય કાલમાં બનેલા ચરિત્રને અન્ય દેશમાં જવા છતાં પણ અને અન્ય કાલ આવવા છતાં પણ સ્મરણ કરે છે. સ્મરણ કરી શકે છે તો સમજવું જોઈએ કે પૂર્વાપર દેશમાં રહેનારો અને પૂર્વાપર કાલમાં રહેનારો તે મનુષ્ય સર્વથા નાશ પામતો નથી. પરંતુ જે મનુષ્ય પૂર્વના દેશમાં હતો તે જ ઉત્તરના દેશમાં છે અને જે મનુષ્ય પૂર્વના કાલમાં હતો તે જ મનુષ્ય ઉત્તરના કાલમાં છે. સર્વથા નષ્ટ થયો નથી. પર્યાયથી નાશ પામવા છતાં પણ દ્રવ્યથી તે પદાર્થ ધ્રુવ છે, ક્ષણિક નથી.
જેમકે બાલ્યકાળમાં અનુભવેલા અર્થોનું વૃદ્ધાવસ્થામાં અનુસ્મરણ કરનાર દેવદત્ત બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થામાં ભિન્ન નથી. પરંતુ જે દેવદત્ત બાળક હતો તે જ દેવદત્ત વૃદ્ધ બન્યો છે. તેવી જ રીતે ગયા ભવના અનુભવેલા પદાર્થોનું બીજા ભવમાં અનુસ્મરણ કરનાર જાતિસ્મરણ જ્ઞાનવાળો જીવ જે ગતભવમાં હતો તે જ વર્તમાન ભવમાં હોય, તો જ પૂર્વભવના ચરિત્રનું સ્મરણ આ ભવમાં ઘટી શકે છે. તેથી જ ગત ભવનો જીવ આ
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૮ ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ ભવમાં આવતાં સર્વથા નષ્ટ થતો હોય એમ બનતું નથી. આ ભિન્નકાલ આશ્રયીનું ઉદાહરણ જાણવું. તેવી જ રીતે ગુજરાતમાં અથવા માલવ દેશના મધ્યમાં (ઉજજૈણી આદિ નગરીમાં) જન્મ પામીને ૩૦/૩૫ વર્ષનો થયેલો યુવાન પુરુષ, અર્થાદિની પ્રાપ્તિ વગેરેના પ્રયોજનના વશથી મુંબઈ-
દિલ્હી આદિ ગામોમાં અથવા યુરોપ-અમેરિકામાં પણ જાય. છતાં ભૂતકાલીન પોતાના દેશના ચરિત્રને દેશાત્તર જવા છતાં સ્મરણ કરે છે તેથી પોતાના દેશમાંથી દેશાન્તરમાં જતા પુરુષો દેશાત્તરગામી બન્યા છે પણ સર્વથા નષ્ટ થયા નથી, તેમ એક ભવથી બીજા ભવમાં જતા જીવો ભવાન્તરયાયી બન્યા છે. પરંતુ સર્વથા નષ્ટ થતા નથી. અર્થાત્ પર્યાય પલટાવા છતાં પણ દ્રવ્યથી ધ્રુવ છે. અન્યથા = (જો આમ ન માનીએ અને સર્વથા જીવ નાશ પામીને નવો જ આવે છે આમ જો માનીએ તો) જેમ દેવદત્તે અનુભવેલ અર્થ યજ્ઞદત્તને સ્મરણમાં આવતા નથી. તેમ બાલ્ય અવસ્થાનું યુવાવસ્થામાં, ગયા ભવનું આ ભવમાં અને એક દેશમાં અનુભવેલું બીજા દેશમાં સ્મૃતિગોચર થવું જોઈએ નહીં. કારણ કે બન્ને અવસ્થામાં જીવ ભિન્ન-ભિન્ન છે માટે, પરંતુ તેમ થતું નથી તેથી જીવ સર્વથા ક્ષણિક નથી જ, કથંચિત્ અનિત્ય અને કથંચિત્ નિત્ય છે.
જે સર્વથા નષ્ટ થાય છે તે કંઈ પણ સ્મરણ કરી શકતો જ નથી. જેમકે બાળક જન્મ પામતાંની સાથે જ મૃત્યુ પામી જાય છે. તે બાળકે બાલ્યાવસ્થામાં કંઈ કાર્ય કર્યું જ નથી અને તુરત જ મૃત્યુ પામ્યો છે. તેથી તેને નવા ભવમાં આ ભવનું કંઈ સ્મરણ થતું નથી. કારણ કે કંઈ પણ નવો અનુભવ કર્યા વિના જ તે જીવ મૃત્યુ પામ્યો છે. માટે તેને સ્મરણ થતું નથી.
પ્રશ્ન - “આત્મા ક્ષણિક જ છે” એક ક્ષણથી કોઈપણ દ્રવ્ય વધારે સ્થિર રહેતું જ નથી. આમ માનીએ તો શું દોષ ? સ્મૃતિ ન ઘટે એમ નહીં પણ સ્મૃતિ ઘટશે. કારણ કે પૂર્વ પૂર્વ ક્ષણમાં જે જે અનુભવો કર્યા હોય છે તેના તેના સંસ્કારો ઉત્તર ઉત્તર ક્ષણમાં આવે છે, ઉમેરાય છે. તેથી આહિત સંસ્કારવાળા (આવ્યા છે પૂર્વકાલીન ક્ષણના સંસ્કારો જેમાં) એવા ઉત્તરકાલીન ક્ષણો પૂર્વકાલીન અનુભવોનું સ્મરણ કરી શકશે, જેમ પિતાએ પુત્રમાં પોતાના ધંધાના, ઉઘરાણીના, દેવું હોય તો દેવાના અને લેણું હોય તો લેણાના અને માલ ક્યાં છે ? કેટલો છે ? વગેરે સંસ્કારો નાખ્યા હોય છે તો પિતાથી પુત્ર ભિન હોવા છતાં પણ તે પુત્ર તમામ વિષયોનું અનુસ્મરણ કરે જ છે. તેથી શરીરના નાશની સાથે આત્મા પણ ક્ષણિક હોવાથી નાશ પામે જ છે. છતાં પૂર્વેક્ષણ ઉત્તરક્ષણમાં સંસ્કારો નાખતો જાય છે તેથી પ્રાપ્ત સંસ્કારવાળો ઉત્તરક્ષણ પૂર્વક્ષણોનું અનુસ્મરણ કરી શકે છે. માટે આહિત સંસ્કારવાળી ઉત્તર-ઉત્તર ક્ષણ પરંપરા પૂર્વ-પૂર્વ અનુભવેલા વિષયોનું અનુસ્મરણ
Page #224
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ત્રીજા ગણધર - વાયુભૂતિ
૧૯૯ કરે છે આમ માનવું ઉચિત છે. આહિત સંસ્કારવાળી ક્ષણપરંપરાને “વાસના” કહેવાય છે. એમ કોઈક બૌદ્ધ કહે છે.
ઉત્તર - બૌદ્ધ ધર્માનુયાયીનો આ બચાવ બરાબર નથી. કારણ કે તમારા મત પ્રમાણે પૂર્વકાલીન ક્ષણ નિરન્વયપણે નાશ પામે છે અર્થાત્ સંપૂર્ણપણે નાશ પામે છે અને ઉત્તરક્ષણો પછી પછીના સમયમાં આવે છે. તેથી પૂર્વેક્ષણો અને ઉત્તરક્ષણો સર્વથા ભિન્ન છે. બન્નેનો સહયોગ જ થતો નથી, પૂર્વેક્ષણ સર્વથા નાશ પામ્યા પછી જ ઉત્તરક્ષણ ઉત્પન થાય છે. તેથી એકના સંસ્કારો બીજામાં નાખી શકાતા જ નથી. જો બે વસ્તુ સાથે મળે તો એકના સંસ્કારો બીજામાં મુકી શકાય. માટે આ કલ્પના ખોટી છે. વળી પિતા-પુત્રનું ઉદાહરણ પણ ખોટું છે. તે બન્ને વચ્ચે જન્યજનકભાવ હોવા છતાં ઘણા વર્ષો સુધી સાથે હોય છે. એવું નથી કે પિતા મૃત્યુ પામે, પછી જ પુત્ર જન્મ, તથા લોહીનો સંબંધ પણ ધ્રુવ છે. તમારા મતે તો પૂર્વાવસ્થાવાળા દ્રવ્યનો નિરન્વય નાશ માનેલો હોવાથી આ દૃષ્ટાન્ત પણ લોકોને છેતરવા પૂરતું જ છે, વાસ્તવિક સાચું નથી.
અન્ય વ્યક્તિએ અનુભવ્યું હોય તે અન્યને સ્મરણમાં આવતું નથી. જેમ ચૈત્રે જે અનુભવ્યું હોય તે મૈત્રને સ્મરણમાં આવતું નથી. દેવદત્તે અનુભવ્યું હોય તે યજ્ઞદત્તને સ્મરણમાં આવતું નથી. તેમ પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણ તમારા મત પ્રમાણે અત્યન્ત ભિન્ન હોવાથી અનુસ્મરણ ઘટી શકે નહીં. અમારા મતે પૂર્વેક્ષણો અને ઉત્તરક્ષણો માળાના મણકાની જેમ માત્ર કથંચિત્ ભિન્ન હોય છે, સર્વથા ભિન્ન હોતા નથી. તે બધા ક્ષણોનો સંબંધ કરનાર તેમાં અન્ય સ્વરૂપે = ધ્રુવ સ્વરૂપે દોરાની જેમ આત્મા હોય છે. માટે પૂર્વાપરક્ષણોમાં અભિન્ન-અખંડ એવું આત્મ દ્રવ્ય હોવાથી અમારા મતે અનુસ્મરણ ઘટી શકે છે. ll૧૬૭૧
આ બાબતમાં બૌદ્ધ પોતાનો બચાવ કરતાં કહે છે કે अह मन्नसि खणिओ वि हु, सुमरइ विन्नाणसंतइगुणाओ । तह वि सरीरादण्णो, सिद्धो विण्णाणसंताणो ॥१६७२॥ (अथ मन्यसे क्षणिकोऽपि खलु, स्मरति विज्ञानसन्ततिगुणात् । તથાપિ શરીર: સિદ્ધો વિજ્ઞાનસત્તાન: છે)
ગાથાર્થ - હવે કદાચ બૌદ્ધ આમ કહે કે ક્ષણિક એવો પણ આત્મા વિજ્ઞાનની પરંપરાના ગુણથી અનુસ્મરણ કરનારો બનશે તો પણ શરીરથી ભિન્ન એવો અને વિજ્ઞાનની પરંપરાવાળો આત્મા સિદ્ધ થશે જ. ||૧ ૬૭૨ILL
Page #225
--------------------------------------------------------------------------
________________
૨00
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ વિવેચન – બૌદ્ધદર્શનના અનુયાયી શિષ્ય પોતાના પક્ષનો બચાવ કરવા માટે કદાચ આ પ્રમાણે કહે કે - સર્વે પદાર્થો ક્ષણિક હોવાથી આત્મદ્રવ્ય પણ ક્ષણિક જ છે. એટલે કે ક્ષણભંગુર જ છે. એમ અમે માનીશું. પરંતુ તેમાં રહેલી વિજ્ઞાનક્ષણોની સંતતિને અવસ્થિત માનીશું. એટલે વિશિષ્ટ-વિશિષ્ટ જ્ઞાનની જે ધારા ચાલે છે તે ધારા સતત વહેતી રહેતી હોવાથી તે વિજ્ઞાનક્ષણ સંતતિ (વિશિષ્ટજ્ઞાનની ધારા) અવસ્થિત હોવાથી ઉત્તરક્ષણવર્તી આત્મા પૂર્વેક્ષણવર્તી આત્માએ કરેલા અનુભવનું સ્મરણ સારી રીતે કરી શકે છે. સારાંશ કે જીવદ્રવ્યને ક્ષણિક માનીશું પણ તેમાં વહેતી જ્ઞાનધારા સ્વરૂપ ગુણની સંતતિને અવસ્થિત (ધ્રુવ) માનીશું, જેથી સ્મૃતિ ઘટી શકશે.
ઉત્તર - તમારો આ બચાવ પણ ઉચિત નથી. કારણ કે એમ માનશો તો વિજ્ઞાનક્ષણોની સંતતિને (જ્ઞાનધારાને) તમે અવસ્થિત (ધ્રુવ-નિત્ય) માની હોવાથી પૂર્વભવીય શરીરનો નાશ થવા છતાં તે વિજ્ઞાનક્ષણસંતતિ તે પૂર્વભવીય શરીરને છોડીને અગ્રેતનભવીય શરીરમાં પ્રવેશ પામે છે. આવો અર્થ થશે. આમ થતાં પૂર્વ-ઉત્તર ભવાની સિદ્ધિ થશે. આમ થવાથી ભવો પલટાય છે. પરંતુ વિજ્ઞાનધારા ભવાન્તરયાયી બનવાથી તે વિજ્ઞાનની ધારા પૂર્વભવના કે ઉત્તરભવના સર્વશરીરોથી ભિન્ન છે આવો અર્થ થશે. કારણ કે શરીરો ક્ષણિક હોવાથી નાશવંત છે અને વિજ્ઞાનક્ષણસંતતિ અવસ્થિત હોવાથી નિત્ય છે. તેથી એક ભવથી બીજા ભવમાં જનારી બનવાથી આ વિજ્ઞાનસંતતિ સર્વ શરીરોથી ભિન્ન સાબિત થશે.
આ વિજ્ઞાનક્ષણસંતતિ એ જ્ઞાનગુણાત્મક છે અને ગુણો જે હોય છે તે ગુણીને છોડીને એકલા કદાપિ રહેતા નથી. તેથી જ્ઞાનગુણની સાથે તેનો ગુણી એવો અવિચ્છિજ્ઞાન ગુણાત્મક આ આત્મા પણ ધ્રુવ તત્ત્વ છે આ વાત આપોઆપ સિદ્ધ થાય છે.
જાતિસ્મરણ જ્ઞાન કોઈ કોઈ જીવોને થાય છે. તેનું ઉદાહરણ લઈને પૂર્વભવમાં અનુભવેલા વિષયનું અનુસ્મરણ આ વર્તમાન ભવમાં થાય છે. તેનો આશ્રય લઈને અવિનષ્ટ સ્મરણપણે જણાવ્યું. તેવા પ્રકારનું જ્ઞાન પૂર્વાપર ભવમાં વર્તતું હોવાથી તેવા જ્ઞાનવાળો આત્મા પણ અવસ્થિત છે. તે આ ગાથામાં સમજાવ્યું. પૂર્વાપર એમ બે ભવમાં થતા અનુસ્મરણને આશ્રયી જ્ઞાનની ધ્રુવતા સિદ્ધ થવાથી તે જ્ઞાનગુણવાળા આત્માની સિદ્ધિ કરી. હવે કેવલ એકલા વર્તમાન ભવમાં જ બાલ્યાવસ્થામાં અનુભવેલું યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં સ્મૃતિગોચર થતું હોવાથી આત્મા ક્ષણિક નથી જ પણ કથંચિત્ નિત્ય છે. તે વાત હવે પછીની ગાથામાં કહે છે. II૧૬૭૨ll
Page #226
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૨૦૧
ત્રીજા ગણધર - વાયુભૂતિ न य सव्वहेव खणिअं, नाणं पुव्वोवलद्धसरणाओ । खणिओ न सरइ भूयं, जह जम्मानंतरविनट्ठो ॥१६७३॥ (न च सर्वथैव क्षणिकं, ज्ञानं पूर्वोपलब्धस्मरणात् ।
ક્ષો ન મરતિ મૂર્ત, યથા નાનાવિનg: I)
ગાથાર્થ - પૂર્વકાલમાં જોયેલા વિષયનું અનુસ્મરણ થતું હોવાથી જ્ઞાન સર્વથા ક્ષણિક નથી. કારણ કે જે ક્ષણિક હોય છે તે ભૂતકાલીન વિષયનું સ્મરણ કરી શકતું નથી. જેમકે જન્મ થતાં જ નાશ પામનાર પદાર્થ ભૂતનું સ્મરણ કરતો નથી તેમ. ll૧૬૭૭ll
વિવેચન - જ્ઞાન, જ્ઞાનધારા કે જ્ઞાનવાન આત્મા આ સર્વે એકાન્ત ક્ષણિક નથી જ. (પર્યાય અપેક્ષાએ કથંચિ ક્ષણિકતા અવશ્ય છે. પણ સર્વથા પર્યાય પણ જાય અને તેની સાથે સાથે દ્રવ્ય પણ નાશ પામી જાય એવી ક્ષણિકતા જગતમાત્રમાં ક્યાંય નથી.) તેથી કથંચિ ક્ષણિકતા જ્ઞાનમાં, જ્ઞાનધારામાં અને આત્મામાં અવશ્ય છે. પરંતુ એકાન્ત સર્વથા ક્ષણિકતા નથી. વીતરાગ ભગવંતો પણ આમ કહે છે. તેથી સર્વથા ક્ષણિકતાનો જ આ નિષેધ સમજાવેલ છે.
પ્રશ્ન - જ્ઞાન, જ્ઞાનધારા અને જ્ઞાનવાન આત્મા સર્વથા ક્ષણિક નથી. આમ કહો છો તેમાં પ્રમાણ શું? કયા આધારે આ ભાવો સર્વથા ક્ષણિક નથી એમ કહો છો ?
ઉત્તર - પૂર્વકાલમાં અનુભવેલા ભાવો એટલે કે બાલ્યાવસ્થામાં અનુભવેલા ભાવો યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં, તથા યુવાવસ્થામાં અનુભવેલા ભાવો વૃદ્ધાવસ્થામાં પણ સ્મૃતિગોચર થતા જગતમાં દેખાય છે. જો જ્ઞાન અને આત્મા ક્ષણિક જ હોત તો પૂર્વકાલીન જ્ઞાન અને તે જ્ઞાનવાન આત્મા તે કાલે જ નાશ પામી ગયા. વૃદ્ધાવસ્થામાં તો નવું જ્ઞાન અને નવો જ આત્મા આવ્યો. તેને સ્મરણ કેમ ઘટે? કારણ કે જે ક્ષણિક હોય છે તે તો એક સમયમાત્રવર્તી હોવાથી અતીતકાલીન ભાવોનું સ્મરણ કરી શકે જ નહીં. જેમ જન્મ થતાંની સાથે જ જેનું મૃત્યુ થયું છે તે જ્ઞાન કે તે જ્ઞાનવાન આત્મા તેના પૂર્વકાલનું સ્મરણ કરતો નથી તેમ. બાલ્યાવસ્થાનું જ્ઞાન અને તે જ્ઞાનવાન આત્મા જો ક્ષણિક જ ઈચ્છાશે તો ક્ષણમાત્રજીવી રહીને વિનાશ પામવાથી યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં અન્ય જ્ઞાન અને અન્ય આત્મા હોવાથી સ્મરણ કેમ કરી શકે? તેથી જો આત્માને, જ્ઞાનને અને જ્ઞાનધારાને ક્ષણિક માનશો તો વર્તમાન એવા એક ભવમાં પણ પૂર્વ અવસ્થામાં અનુભવેલા વિષયોનું ઉત્તર અવસ્થામાં જે સ્મરણ જણાય છે તેનો અભાવ જ થવાનો પ્રસંગ આવશે. l/૧૬૭૩ો.
Page #227
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૨૦૨
ત્રીજા ગણધર - વાયુભૂતિ જ્ઞાનને ક્ષણિક માનવામાં બીજાં પણ દૂષણો આવે છે તે સમજાવે છે - जस्सेगमेगबंधणमेगंतेण खणियं य विण्णाणं । सव्वखणियविण्णाणं, तस्साजुत्तं कदाचिदवि ॥१६७४॥ (यस्यैकमेकबन्धनमेकान्तेन क्षणिकं च विज्ञानम् । सर्वक्षणिकविज्ञानं तस्यायुक्तं कदाचिदपि ॥)
ગાથાર્થ - જે બૌદ્ધને એકલું જ્ઞાનમાત્ર જ હોય (એટલે બીજા કોઈની સહાય ન હોય.) વળી એકવિષયવાળું જ હોય અને વળી તે વિજ્ઞાન એકાન્ત ક્ષણિક જ હોય તો તેવા વિજ્ઞાનથી સર્વ પદાર્થોની ક્ષણિકતા જણાય. આ વાત ક્યારેય પણ યોગ્ય નથી. ll૧૬૭૪ll
વિવેચન - બૌદ્ધદર્શનના અનુયાયી લોકો એમ માને છે કે “Uવિજ્ઞાનસત્તતા: સત્ત્વ:' જીવો એકજ્ઞાનધારા સ્વરૂપ છે. એટલે કે એકલા વિજ્ઞાનની પરંપરા એ જ જીવ છે આવું માનનારા તે બૌદ્ધને “સર્વપ વસ્તુ ક્ષણમ્'' સર્વ પણ વસ્તુઓ ક્ષણિક છે. આવું જ્ઞાન ક્યારેય પણ થઈ શકે નહીં. જોકે બૌદ્ધદર્શનકારો તેમના શાસ્ત્રમાં સર્વ પદાર્થોની ક્ષણિકતાનું વિજ્ઞાન થાય એમ ઈચ્છે છે. તેમના શાસ્ત્રમાં આવું વચન છે કે “યત્ સત્ તત્ સર્વ ક્ષણમ્' = આ સંસારમાં જે જે સત્ છે તે તે સર્વે પણ ક્ષણિક છે તથા “ક્ષા : સર્વસંસ્કાર:' સર્વે પણ સંસ્કારો ક્ષણિક છે. આવા પ્રકારનાં તેઓનાં શાસ્ત્રવચનો છે. | સર્વ પદાર્થોની ક્ષણિકતાને જાણનારું જ્ઞાન વિમ્ = એક માન્ય છતે આ વાત સંભવી શકતી નથી. કારણ કે ત્રણે લોકમાં રહેલા ત્રણે કાલના સર્વે પણ પદાર્થો સામે આવીને એકી સાથે સર્વ વિષયોનું એક જ્ઞાન જો ઉત્પન કરતા હોત તો આ જ્ઞાન એમ જાણી શકે કે આ સર્વે પણ પદાર્થો ક્ષણિક છે. પરંતુ સર્વ પદાર્થો સાથે મળીને એક જ્ઞાનને ઉત્પન્ન કરતા જ નથી. કારણ કે કોઈપણ જ્ઞાન “ઇનિવશ્વન' એક જ વિષયવાળું હોય છે. સર્વ વિષયોવાળું જ્ઞાન આ જીવને થતું જ નથી. કોઈ પણ વિજ્ઞાન ઘટ અથવા પટ એમ એક પ્રતિનિયત વિષયવાળું જ થાય છે. આ કારણથી એકલું જ્ઞાન અને તે પણ માત્ર એક જ વિષયવાળું જ્ઞાન સર્વ પદાર્થોમાં રહેલી ક્ષણિકતાને કેવી રીતે જાણી શકે ?
એક જ્ઞાન કોઈપણ એક જ વિષયના આલબનવાનું છે. તેથી જુદા જુદા સર્વ પદાર્થોના વિષયોવાળાં જ્ઞાનો પણ જો એકી સાથે ઉત્પન્ન થતાં હોત અને તે સર્વ જ્ઞાનોનું અનુસ્મરણ કરનાર એક આત્મા હોત તો તો સર્વ પદાર્થોની ક્ષણિકતાને તે એકી સાથે ઉત્પન્ન થયેલાં જ્ઞાનો જાણી શકત. પરંતુ તમારા મતે આવું બનતું નથી. કારણ કે સર્વે
Page #228
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૦૩ પદાર્થોની ક્ષણિકતાને જણાવે એવાં સર્વ વિષયવાળાં અનેક જ્ઞાનો એકીસાથે ઉત્પન્ન થતાં હોય. એવી અનેક જ્ઞાનની ઉત્પત્તિ એકીસાથે તમે માની નથી. તેથી સર્વક્ષણિકતા જાણી શકાતી નથી. એક સમયમાં એક-એક વિષયને જાણનારાં એકીસાથે અનેક જ્ઞાનો થતાં હોત તો સર્વપદાર્થ વિષયક ક્ષણિકતા પણ જાણી શકાત. પરંતુ આવાં અનેક જ્ઞાનો એક સમયમાં થતાં નથી. માટે આ વાત પણ અશક્ય છે.
- હવે કદાચ એવો બચાવ કરવામાં આવે કે એક-એક વિષયવાળું એક-એક જ્ઞાન હોય છે. પરંતુ જુદા જુદા એક-એક વિષયવાળું તે જ્ઞાન ક્રમશઃ એક પછી એક વિષયને જાણતાં જાણતાં સર્વ પદાર્થમાં રહેલી ક્ષણિકતાને તે જ્ઞાન જાણે છે. જો આમ બચાવ કરવામાં આવે તો તે જ્ઞાન ઉત્પન્ન થયા પછીના બીજા જ સમયે ધ્વંસ પામનારું બનશે નહીં. એટલે કે ચિરકાલસ્થાયી તે જ્ઞાન છે એવો અર્થ થશે અને તે જ્ઞાન અવિનાશી (ચિરકાલસ્થાયી) હોતે છતે તે પોતે અવસ્થિત એટલે ધ્રુવ તરીકે સિદ્ધ થવાથી સતત સ્થિર રહ્યું છતું ઘટ-પટ-આદિ અન્ય અન્ય પદાર્થોને ઉત્પન્ન થતાંની સાથે જ સમયાન્તરે ઉપરમ (વિનાશ) પામતાં દેખીને તે ચિરસ્થાયી જ્ઞાન આવો નિર્ણય કરી શકે કે અમારા વિના અને અમારી તુલ્ય અન્ય એવી જ્ઞાનધારા વિના બાકીના સઘળા પણ પદાર્થો ક્ષણિક જ છે પરંતુ તમારા મતે આમ પણ નથી. કારણ કે તમારા મત પ્રમાણે તો “સર્વ ક્ષ મ્'' સર્વે પણ વસ્તુઓ ક્ષણિક છે. તો જ્ઞાન કે જ્ઞાનધારા પણ ક્ષણિક જ છે. તેથી અવિનાશી (ચિરકાલસ્થાયી) કેમ ઘટે ? જે બૌદ્ધનું જ્ઞાન એકાન્ત ક્ષણિક જ છે. ક્ષણવિનાશી જ છે પણ ચિરકાલસ્થાયી નથી. તે બૌદ્ધને સર્વપદાર્થોની ક્ષણિકતાનું જ્ઞાન કેમ થશે ?
સારાંશ કે કોઈપણ એક જ્ઞાન એક વિષયને જ જાણનારું હોય અને ક્ષણમાત્ર સ્થાયી હોય તે જ્ઞાન સર્વકાલના સર્વ પદાર્થોની ક્ષણિકતાને કેવી રીતે જાણે ? તેથી પ્રમાતા એવા આત્મામાં થતું આ જ્ઞાન અક્ષણિક (ચિરકાલસ્થાયી) માનવું જોઈએ અને જ્ઞાન એ ગુણ હોવાથી તેને અનુરૂપ ગુણી એવા આત્મદ્રવ્ય વિના આ જ્ઞાન થઈ શકે નહીં. તેથી તે જ્ઞાનગુણવાળો જ્ઞાની એવો આત્મા પણ ચિરકાલસ્થાયી = નિત્ય માનવો પડશે, તથા શરીરમાં જ રહેલો છે અને શરીરથી જુદો છે એમ સ્વીકારવું જોઈએ. ll૧૬૭૪ll
ઉપર કહેલી ગાથાનો જ ભાવાર્થ સ્પષ્ટ કરે છે. जं सविसयनिययं चिय जम्माणंतरहयं च तं किह णु । नाहिति सुबहुयविण्णाणविसयखणभंगयाईणि ? ॥१६७५॥
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૪
ત્રીજા ગણધર - વાયુભૂતિ
( यत् स्वविषयनियतमेव जन्मानन्तरहतञ्च तत्कथं नु ।
ज्ञास्यति सुबहुकविज्ञानविषयक्षणभङ्गकादीनि ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - જે જ્ઞાન પોતાના વિષયમાં જ માત્ર નિયત હોય અને ઉત્પત્તિ પછી બીજા જ ક્ષણે નાશ પામનારું હોય તે જ્ઞાન અતિશય બહુ જ્ઞાનના વિષયોની ક્ષણભંગુરતા વગેરેને કેમ જાણી શકે ? ||૧૬૭૫||
વિવેચન - કોઈ પણ જ્ઞાન એક છે. એક જ વિષયને જાણનારું છે અને તે પણ ક્ષણમાત્ર સ્થાયી છે. તો એક જ માત્ર વિષયને જાણનારું અને એક ક્ષણમાત્ર જ રહેનારું તે જ્ઞાન સર્વ પદાર્થોના વિષયોની ક્ષણિકતાને કેવી રીતે જાણી શકે ?
એકસમયવર્તી એકજ્ઞાન જો સર્વ પદાર્થોને વિષય કરતું હોય તો સર્વ પદાર્થોની ક્ષણિકતાને જાણી શકે, પણ એમ થતું નથી. કારણ કે કોઈપણ જ્ઞાન પ્રતિનિયત વિષયને જ જાણે છે. હવે જો પ્રતિનિયત વિષયને ભલે જાણતું હોય પરંતુ ત્રિકાલસ્થાયી હોય તો ક્રમશઃ એક એક વિષયને જાણતું જાણતું અનંતકાલે સર્વ પદાર્થોની ક્ષણિકતાને પણ જાણી શકે. પરંતુ તેમ પણ નથી. કારણ કે તમારા મત પ્રમાણે તો ખન્માનન્તરહૃતમ્ કોઈપણ જ્ઞાન ઉત્પત્તિની પછી તુરત જ નાશ પામતું હોવાથી ક્ષણિકમાત્ર જ છે. તેથી ઉત્પન્ન થતાંની સાથે જ ક્ષણાન્તરે વિનાશ પામનારું છે, ચિરકાલસ્થાયી નથી. તેથી આવું જ્ઞાન સર્વ પદાર્થ વિષયક ક્ષણિકતાને કેવી રીતે જાણી શકે ? માટે એકજ્ઞાન માનવું, પ્રતિનિયત એવા એકવિષયવાળું માનવું અને વળી ઉત્પત્તિ પછી તુરત જ નાશ પામે છે આમ માનવું. તે જ્ઞાન સર્વપદાર્થવિષયક ક્ષણિકતાને જાણી શકે નહીં. વળી તેવું ક્ષણમાત્રસ્થાયી જ્ઞાન સર્વ પદાર્થોની ક્ષણિકતાને જેમ જાણી શકતું નથી, તેમ નિરાત્મકતા (હું જ્ઞાન એકલું છું પણ મારા આધારભૂત આત્મા નથી. હું નિરાત્મક છું આવું) પણ જાણી શકતું નથી. તથા આત્મગત સુખ-દુઃખાદિ ભાવોને પણ જાણતું નથી. કારણ કે તે જ્ઞાન ઉત્પત્તિની સાથે નાશ પામતું હોવાથી પોતાની ઉત્પત્તિ અને નાશમાં જ વ્યગ્ર હોવાથી બીજા ભાવોને જાણવા શક્તિમાન નથી. તેથી ક્ષણિકવાદની કલ્પના વ્યર્થ છે. ૧૬૭૫મા
-
આ ચર્ચામાં બૌદ્ધ તરફથી બચાવ કહીને તેનું ખંડન કરતાં કહે છે गिण्हिज्ज सव्वभंगं, जइ य मई सविषयाणुमाणाओ । तं पि न जओऽणुमाणं, जुत्तं सत्ताइसिद्धीओ ॥१६७६॥
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૦૫
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ (गृह्णीयात् सर्वभङ्गं यदि च मतिः स्वविषयानुमानात् ।
तदपि न यतोऽनुमानं, युक्तं सत्तादिसिद्धौ ॥)
ગાથાર્થ - કદાચ શિષ્ય આવો પ્રશ્ન કરે કે ક્ષણિક એવું આ જ્ઞાન પોતાના વિષયના અનુમાનથી સર્વ પદાર્થોની ક્ષણભંગુરતાને જાણે તો તે પણ વ્યાજબી નથી. કારણ કે અન્ય પદાર્થોની સત્તાદિની સિદ્ધિ થાય તો જ અનુમાન ઘટી શકે. /૧૬૭૬/l
વિવેચન - અહીં કદાચ બૌદ્ધને મતિ આવી થાય એટલે કે કોઈ બૌદ્ધ કદાચ પોતાનો આવો બચાવ કરે કે પ્રતિનિયત વિષયને જાણનારું તે જ્ઞાન ભલે એકલું હોય, ભલે એક જ માત્ર વિષયવાળું હોય, ભલે ક્ષણિક હોય તો પણ પ્રમાd = જાણનારું એવું તે વિજ્ઞાન ત્રણે લોકના સર્વ પદાર્થોની ક્ષણભંગુરતાને પોતાના અનુમાનથી જાણી શકશે. કેવી રીતે જાણી શકશે ? તો પોતાના જ વિષયના અનુમાનથી જાણી શકશે, તે અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે -
જેમ આ વિવક્ષિત એવું જ્ઞાન પણ ક્ષણિક છે અને આ જ્ઞાનનો વિષય પણ ક્ષણિક છે. તેથી તે જ્ઞાન પોતે જ આવું અનુમાન કરશે કે જેમ હું ક્ષણિક છું અને મારો વિષય (વિષયભૂત પદાર્થ) ક્ષણિક છે. તેવી જ રીતે અન્ય સર્વે જ્ઞાનો પણ જ્ઞાનપણે મારી સાથે તુલ્ય હોવાથી ક્ષણિક જ હશે, તથા અન્ય સર્વે વિષયો પણ મારા વિષયની સાથે વિષયપણે તુલ્ય હોવાથી ક્ષણિક જ હશે. આ રીતે હું અને મારો વિષય જેમ ક્ષણિક છીએ તેમ અન્ય જ્ઞાનો અને અન્ય વિષયો પણ અનુક્રમે જ્ઞાનસ્વરૂપે અને વિષયસ્વરૂપે સમાન હોવાથી ક્ષણિક જ હશે. આવા પ્રકારના અનુમાનથી આ વિવક્ષિત એવું એકજ્ઞાન પણ એક વિષયવાળું અને ક્ષણિક હોવા છતાં પણ સર્વપદાર્થોની અને સર્વજ્ઞાનની ક્ષણિકતાને આવા પ્રકારના અનુમાન દ્વારા જાણશે.
ઉત્તર - આ બચાવ પણ યોગ્ય નથી. જે પદાર્થો “સત્' છે એમ પ્રથમથી જ પ્રસિદ્ધ હોય. અર્થાત્ જેનું અસ્તિત્વ પહેલેથી સિદ્ધ થયેલું હોય, તેમાં જ ક્ષણિકતા આદિ ધર્મોની સિદ્ધિ કરાય છે. ક્ષણિક એવું વિવક્ષિત જ્ઞાન જો એકસમયથી વધારે સમય રહેતું હોય, તેની સત્તા એક સમયથી જો વધારે હોય તો જ તે જ્ઞાન પોતાની પણ ક્ષણિકતાનું અનુમાન કરી શકે, તથા અન્ય જ્ઞાનો અને તેના વિષયો પણ એક ક્ષણથી વધારે રહે તો જ તેની ક્ષણિકતાનું અનુમાન થાય.
પર્વતની સત્તા પ્રથમથી જ છે. તો જ તે પર્વત ઉપર વતિ છે કે વહ્નિ નથી. આમ અનુમાન કરાય છે. આ રીતે પક્ષરૂપે (ધર્મરૂપે) કરાયેલા પદાર્થોનું અસ્તિત્વ પહેલેથી જો
Page #231
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૨૦૬
ત્રીજા ગણધર - વાયુભૂતિ સિદ્ધ હોય તો જ તેમાં ધર્મોની સિદ્ધિ કરાય છે. જે પદાર્થોનું (જે ધર્મીનું) અસ્તિત્વ જ સિદ્ધ થયું ન હોય એવા અસિદ્ધ ધમમાં ક્ષણિકતા આદિ ધર્મો સિદ્ધ કરાતા શોભાયમાન થતા નથી. અર્થાત્ ધર્મી જ જો અસિદ્ધ હોય તો ધર્મો સિદ્ધ કરાતા નથી. જેમકે શબ્દાદિ પદાર્થો (શબ્દ-ઘટ-પટ વગેરે વસ્તુઓ) જો આ સંસારમાં છે. આમ અસ્તિત્વપણે પ્રથમથી જ સિદ્ધ હોય તો જ તેમાં અનિત્યતા આદિ ધર્મો સિદ્ધ કરાય છે. પરંતુ તે તે પદાર્થોનું અસ્તિત્વ જો પ્રથમથી માન્ય ન હોય (અને સર્વ સંસાર શૂન્ય છે આવી જ માન્યતા જો હોય) તો તે શબ્દાદિમાં (શબ્દ-ઘટ-પટ વગેરે વસ્તુઓમાં) તે નિત્ય છે કે અનિત્ય છે ઈત્યાદિ સાધ્યની (ધર્મની) સિદ્ધિ કૃતકતાદિ હેતુઓ વડે કરાતી નથી. જ્યાં સુધી શબ્દ ઘટ-પટ આદિ વસ્તુઓ ચિરકાલસ્થાયી છે. આ વાત માન્ય ન હોય ત્યાં સુધી તે ક્ષણિક કે અક્ષણિક આવી ચર્ચા થતી નથી. કારણ કે “તત્ર પક્ષઃ પ્રસિદ્ધ થ” પહેલેથી જે પ્રસિદ્ધ ધમાં હોય તેને જ પક્ષ કહેવાય. આમ ન્યાયશાસ્ત્રમાં પક્ષનું લક્ષણ કહેલ છે.
તમારું માનેલું એક જ વિષયના આલંબનવાળું અને ક્ષણમાત્રવર્તી એવું એક જ્ઞાન “મારા જેવાં બીજાં જ્ઞાનો છે તથા તે બીજાં જ્ઞાનના વિષયો છે તથા તે તે વિષયોમાં પોતપોતાના વિષયના જ્ઞાનને ઉત્પન્ન કરવાના આવા પ્રકારના સ્વભાવાદિ છે” ઈત્યાદિ જાણવાને સમર્થ થતું નથી. કારણ કે પોતે જ ક્ષણિક છે. તેથી ક્ષણમાત્રવર્તી હોવાથી પોતે પોતાની ઉત્પત્તિમાં જ વ્યગ્ર છે. તે બીજાના ભાવોને ક્ષણમાત્રમાં કેમ જાણી શકે ? હજુ પોતે જ બરાબર ઉત્પત્તિ પામ્યું ન હોય ત્યાં તે વિજ્ઞાન અન્ય ધર્મીને અને અન્યના ધર્મોને જાણવા માટે સમર્થ કેમ બને? અર્થાત્ ન જ બની શકે. એટલે જ્યાં સુધી અન્ય જ્ઞાનોની અને અન્ય જ્ઞાનના વિષયોની સત્તાને પણ જાણી ન હોય ત્યાં સુધી તે જ્ઞાનોની અને જ્ઞાનના વિષયોની ક્ષણિકતાને અનુમાનથી પણ કેવી રીતે જાણી શકે ? કારણ કે ક્ષણિકતાદિ ધર્મો જેમાં છે તે ધર્મીની જ અપ્રસિદ્ધિ છે.
પ્રશ્ન - કદાચ બૌદ્ધાનુયાયી શિષ્ય અહીં આ વિષયમાં એવો પ્રશ્ન કરે કે પોતાની સત્તા અને પોતાના વિષયની સત્તાના અનુમાનથી જ અન્ય વિજ્ઞાનોની અને તે અન્ય વિજ્ઞાનના વિષયોની સત્તા સિદ્ધ કરશે જ. તે આ પ્રમાણે = જેમ હું જ્ઞાનસ્વરૂપે છું તેમ અન્ય જ્ઞાનો પણ આ સંસારમાં જ્ઞાનાત્મકપણે છે જ, તથા જેમ મારો વિષય આ સંસારમાં છે, તેમ અન્ય જ્ઞાનોનો વિષય પણ આ સંસારમાં છે જ. આ સત્તાની (અસ્તિત્વની) સિદ્ધિ થઈ તથા જેમ હું અને મારો વિષય એમ અમે બન્ને ક્ષણિક છીએ, તેમ અન્ય વિજ્ઞાન તથા અન્ય વિજ્ઞાનના વિષયો પણ ક્ષણિક જ છે. આ રીતે સર્વજ્ઞાનની અને તેના વિષયોની સત્તા (અસ્તિત્વ) અને ક્ષણિકત્વાદિ ધર્મો પોતાના અનુમાનથી જ સાધશે. તો
Page #232
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૦૭ તમે એમ કેમ કહો છો કે એક વિષયના આલંબનવાળું અને ક્ષણમાત્રવર્તી એવું જ્ઞાન પોતે જ ક્ષણિક હોવાથી અન્ય જ્ઞાનોની અને તેના વિષયોની સત્તા તથા ક્ષણિકતાદિ ધર્મો ન જાણી શકે ?
ઉત્તર - ઉપર કહેલો પ્રશ્ન પણ ઉચિત નથી અર્થાત્ અયુક્ત જ છે. કારણ કે સર્વ જ્ઞાનોની અને તેના વિષયોની સત્તા તથા ક્ષણિકતા જાણનારું આ વિવક્ષિત એકજ્ઞાન ક્ષણમાત્રમાં વિનાશ પામનાર હોવાથી જમ્યા પછી હું તુરત જ મૃત્યુ પામનાર છું, તેથી ક્ષણિક છું, આવું પોતાનું સ્વરૂપ પણ પોતે જાણી શકતું નથી. તો અન્ય જ્ઞાનોની ક્ષણિકતા જાણવી તો ઘણી જ દૂર રહે છે. પોતે પોતાની ક્ષણિકતા પણ ક્ષણવિનાશી હોવાથી જાણી શકતું નથી, તો અન્ય જ્ઞાનોની ક્ષણિકતા તો કેમ જાણે ? વળી પોતાના વિષયમાત્રની ક્ષણિકતા પણ પોતે જાણી શકતું નથી. કારણ કે તે વિવક્ષિત એકજ્ઞાન અને તેનો પોતાનો વિષય આ બન્ને તમારા મતે સાથે જ ઉત્પન્ન થાય છે અને સાથે જ નાશ પામે છે. તમારા મતે બન્ને ક્ષણિક હોવાથી સમાનકાલમાં જ તે બન્નેનો નાશ થાય છે. જો જ્ઞાન બે ત્રણ ક્ષણ વધારે રહેતું હોય તો તો નાશ પામતા પોતાના વિષયને પોતે જોઈ શકે અને તે જોઈને તે વિષયસંબંધી ક્ષણિકતાનો નિર્ણય કરીને ત્યારબાદ કાલાન્તરે (થોડાક કાલ પછી) તે વિવક્ષિત જ્ઞાન પોતે પણ નાશ પામે. આ રીતે જો વિવક્ષિત જ્ઞાન બે-ત્રણ-ચાર ક્ષણ સ્થાયી હોય તો વિષયને નાશ પામતો જોઈને તેની ક્ષણિકતાને જાણી શકે. આ રીતે તે વિવક્ષિત જ્ઞાનને (જો અધિક ક્ષણ વૃત્તિ હોય તો જ) પોતાના વિષયની ક્ષણિકતા જણાય. પરંતુ આવું તો તમે માન્યું જ નથી. કારણ કે વિવક્ષિત જ્ઞાનને પણ ક્ષણિક જ કહો છો. તેથી તે વિવક્ષિત જ્ઞાનનો અને તેના પોતાના વિષયનો એમ બન્નેનો પોતપોતાના ક્ષણમાત્રમાં ઉત્પત્તિ થયા બાદ તુરત સાથે જ નાશ તમે સ્વીકાર્યો છે. જ્યાં બન્ને ક્ષણિક જ હોય તો તે જ્ઞાન પોતાની કે વિષયની સત્તા કે ક્ષણિકતા કેમ જાણી શકે ? અર્થાત્ ન જ જાણી
શકે.
જ્ઞાન પોતે ક્ષણિક હોવાથી પોતાની કે અન્ય જ્ઞાનોની ક્ષણિકતા જાણી શકે નહીં, વળી બૌદ્ધમત પ્રમાણે તો સ્વસંવેદન પ્રત્યક્ષ વડે કે ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ વડે ક્ષણિકતા ગ્રહણ કરાતી નથી. કારણ કે તે ક્ષણિકતા અનુમાન વડે જણાય છે એમ જ બૌદ્ધમતમાં માનેલું છે અને આ જ્ઞાન ક્ષણિક હોવાથી અનુમાન કરી શકે નહીં. તેથી પણ જ્ઞાન પોતે પોતાની ક્ષણિકતા જાણી શકે નહીં. ll૧૬૭૬/
આ વિષયમાં બૌદ્ધ તરફથી બચાવ તથા તેનું ખંડન કહે છે -
Page #233
--------------------------------------------------------------------------
________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
जाणेज्ज वासणाओ, सा वि हु वासंत - वासणिज्जाणं । जुत्ता समेच्च दोण्हं, न उ जम्माणंतरहयस्स ॥१६७७॥ (નાનીયાત્ વાસનાત:, સાપિ જીતુ વાસ-વાસનીયયોઃ । युक्ता समेत्य द्वयोर्नतु जन्मान्तरहतस्य ॥ )
ગાથાર્થ - વાસનાથી તે જ્ઞાન ક્ષણિકતા આદિને જાણે છે. આ બચાવ પણ ઉચિત નથી. કારણ કે તે વાસના પણ વાસક અને વાસનીય એમ બન્ને સાથે મળે તો જ થાય, પરંતુ જન્મની પછી તુરત નષ્ટ થયેલાને આ વાસના પણ સંભવતી નથી. ।।૧૬૭૭।।
૨૦૮
ગણધરવાદ
વિવેચન - અહીં આ બાબતમાં હવે બૌદ્ધ કદાચ આવો બચાવ કરે કે - પૂર્વ પૂર્વ ક્ષણવર્તી જ્ઞાનક્ષણ, ઉત્તર ઉત્તર ક્ષણવર્તી જ્ઞાનક્ષણોમાં એવા પ્રકારની વાસના (સંસ્કાર) ઉત્પન્ન કરે છે કે તે વાસનાના બળથી એક વિષયવાળું અને ક્ષણમાત્ર સ્થાયી એવું પણ વિવક્ષિત જ્ઞાન, અન્ય જ્ઞાનોની અને અન્ય જ્ઞાનના વિષયોની સત્તા અને ક્ષણિકતા આદિ ધર્મોને જાણી શકે. આ રીતે સર્વ જ્ઞાનોની અને સર્વ જ્ઞાનોના વિષયોની ક્ષણિકતા જાણી શકાય છે. તેથી બૌદ્ધમતમાં કોઈ વિરોધ કે દોષ આવતો નથી.
ઉત્તર - આ બચાવ પણ યોગ્ય નથી. કારણ કે “વાસક અને વાસનીય’’ આ બન્ને વસ્તુ સાથે મળે તો જ વાસક વડે વાસનીય વસ્તુમાં વાસના ઉત્પન્ન કરાય છે. જેમ વાસક એવો ધૂપ અને વાસનીય એવી ઘટપટાદિ વસ્તુઓ. આ બન્ને સાથે મળે તો જ ધૂપ વડે તે વસ્તુ સુગંધિત કરાય છે. ‘અત્તર અને વસ્ત્ર” સાથે મળે તો જ અત્તર વડે વસ્ત્ર વાસિત કરાય છે. “સાકર અને દૂધ” સાથે મળે તો જ સાકર વડે દૂધ ગળ્યું કરાય છે. અહીં જે સમયમાં પૂર્વવિજ્ઞાનક્ષણ છે. તે સમયમાં ઉત્તરવિજ્ઞાનક્ષણ નથી અને જે સમયમાં ઉત્તરવિજ્ઞાનક્ષણ છે. તે સમયમાં પૂર્વવિજ્ઞાનક્ષણ નથી. આ પૂર્વ અને ઉત્તર વિજ્ઞાનક્ષણો ભિન્ન ભિન્ન સમયવર્તી હોવાથી સાથે મળતા જ નથી. તો પૂર્વવિજ્ઞાનક્ષણ વડે ઉત્તરવિજ્ઞાનક્ષણમાં વાસના કેમ ઉત્પન્ન કરાય ? અર્થાત્ વાસક અને વાસનીય વસ્તુનું સહવર્તીપણું ન હોવાથી વાસના ઉત્પન્ન ન જ કરાય.
પૂર્વવિજ્ઞાનક્ષણ જન્મ પામતાંની સાથે જ નાશ પામતું હોવાથી ઉત્તરવિજ્ઞાનક્ષણ આવે ત્યારે તેની હાજરી જ નથી. આ રીતે જન્મ પછી તુરત જ નાશ પામતા પૂર્વક્ષણની વાસના ઉત્તર ક્ષણમાં જતી નથી. જો વાસ્ય (વાસિત કરવા યોગ્ય) એવો ઉત્તરવિજ્ઞાનક્ષણ અને વાસક (વાસિત કરનાર) એવો પૂર્વક્ષણ આ બન્ને સંયોગ પામીને જો એકક્ષણ પણ સાથે રહે તો વાસના ઘટી શકે. પણ તમે એવું માન્યું નથી અને જો એવું માનો તો
Page #234
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૦૯
પૂર્વવિજ્ઞાનક્ષણ પૂર્વસમયમાં અને ઉત્તરસમયમાં એમ બે સમયમાં રહેનાર થવાથી ક્ષણિકતા માનવાની જે પ્રતિજ્ઞા હતી, તે હણાઈ જાય છે. પ્રતિજ્ઞાહાનિ નામનું નિગ્રહસ્થાન લાગે
છે.
વળી હે બૌદ્ધ ! આ વાસના પોતે ક્ષણિક છે કે અક્ષણિક છે ? જો આ વાસના ક્ષણિક છે એમ કહેશો તો જેમ વિક્ષિત એવું જ્ઞાન ક્ષણિક હોવાથી પોતાની ઉત્પત્તિમાં જ વ્યગ્ર છે અને ઉત્પત્તિ પછી તરત જ નાશ પામી જાય છે. તેથી તે જ્ઞાન, અન્ય જ્ઞાનોની અને અન્ય જ્ઞાનોના વિષયોની ક્ષણિકતા જાણી શકતું નથી તેવી જ રીતે આ વાસના પણ
જો તમે ક્ષણિક માની છે તો તેનાથી પણ અન્ય જ્ઞાનોની અને અન્ય જ્ઞાનોના વિષયોની ક્ષણિકતા કેમ જણાશે ? અર્થાત્ વાસના પણ ક્ષણિક જ હોવાથી ક્ષણિકતા નહીં જણાય અને જો આ વાસનાને અક્ષણિક માનશો તો ‘‘વત્સત્ તત્સર્વ ખિમ્’’ જગતમાં જે કોઈ સત્ પદાર્થ છે. તે સર્વે પણ ક્ષણિક છે. આવી તમારી જે પ્રતિજ્ઞા છે. તેની હાનિ થશે, તમારો સિદ્ધાન્ત બાધા પામશે. ।।૧૬૭૭॥
આ પ્રમાણે પરપક્ષને (બૌદ્ધમતને) દૂષિત કરીને હવે પોતાના સ્વપક્ષને (જૈનસિદ્ધાન્તને) જણાવતા અને આ ચર્ચાનો ઉપસંહાર કરતા પરમાત્માશ્રી જણાવે છે કે
बहुविण्णाणप्पभवो, जुगवमणेगत्थयाऽहवेगस्स । विण्णाणावत्था वा, पडुच्चवित्तीविघाओ वा ॥१६७८ ॥
विण्णाणखणविणासे, दोसा इच्चादयो पसज्जंति ।
न उठियसंभूयच्चुयविण्णाणमयम्मि जीवम्मि ॥१६७९ ॥ ( વવિજ્ઞાનપ્રમવો, યુપનેાર્થતાથવસ્ય । विज्ञानावस्था वा, प्रतीत्यवृत्तिविघातो वा ॥ ) विज्ञानक्षणविनाशे, दोषा इत्यादयः प्रसजन्ति । न तु स्थितसम्भूतच्युतविज्ञानमये जीवे ॥ )
ગાથાર્થ - વિજ્ઞાનને ક્ષણવિનાશી માનવામાં ૧ બહુવિજ્ઞાનની ઉત્પત્તિ, ૨ અથવા એક જ જ્ઞાનની એકીસાથે અનેક અર્થની વિષયતા, ૩ અથવા વિજ્ઞાનની અનવસ્થા, ૪ અથવા પ્રતીત્યવૃત્તિનો વિઘાત ઈત્યાદિ અનેક દોષો આવે છે. પરંતુ સ્થિતિ-ઉત્પત્તિ અને વિનાશ એવી ત્રિપદીથી યુક્ત વિજ્ઞાનમય જીવતત્ત્વ માનવામાં કોઈ દોષ આવતો નથી. //૧૬૦૮-૧૬૭૯૫
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧0 ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ વિવેચન – બૌદ્ધદર્શનકારો વિજ્ઞાનને જે ક્ષણમાત્રવર્તી માને છે અને તેથી ધ્રુવ એવું આત્મતત્ત્વ સ્વીકારતા નથી. ચેતના એટલે જ્ઞાનમાત્ર છે અને તે પણ ક્ષણિક જ છે. પણ જ્ઞાનવાન જીવદ્રવ્ય નથી. આવું માનવામાં શું શું દોષો આવે છે તેની ચર્ચા આગળ આવી ગયેલી ગાથાઓમાં કરી જ છે. છતાં વિજ્ઞાનને ક્ષણમાત્રવર્તી માનવામાં અને ધ્રુવ એવું આત્મદ્રવ્ય નહીં માનવામાં કયા કયા દોષો આવે છે તે બધા દોષો આ બે ગાથાઓમાં સાથે કહે છે.
(૧) કોઈપણ એક જ્ઞાન, માત્ર એક જ વિષયવાળું બૌદ્ધોએ માન્યું છે. સર્વે પદાર્થો ક્ષણિક છે. આ વિષય જો જાણવો હોય તો સર્વ પદાર્થોનું જ્ઞાન કરવું જ પડે. સર્વે પદાર્થોનું જ્ઞાન કરીએ તો જ સર્વે પદાર્થોની ક્ષણિકતા જણાય. પણ તમારા મતે તો એક જ્ઞાન એક પદાર્થને જ વિષય કરે છે. તેથી વિનશ્વર એવા જ્ઞાનને માનનારા બૌદ્ધદર્શનકારે ત્રણે ભુવનની અંદર રહેલા સર્વે પણ પદાર્થોને (ક્ષણિક છે કે અક્ષણિક છે ઈત્યાદિ) જાણવા માટે સર્વે પદાર્થોને વિષય કરવા પડશે. એક જ્ઞાન એક પદાર્થને જ વિષય કરે છે. એટલે સર્વ પદાર્થને જાણવા માટે એકીસાથે બહુ જ્ઞાનોની ઉત્પત્તિ સ્વીકારવી પડશે તથા એકએક જ્ઞાનથી જાણેલા એક-એક વિષયનું અને તેના જાણેલા ક્ષણિકતા આદિ ધર્મોનું અનુસ્મરણ કરનાર એવો જ્ઞાનના આશ્રયભૂત (આધારભૂત) એવો આત્મા પણ સ્વીકારવો જ પડશે.
જો બહુજ્ઞાનો અને આ બહુજ્ઞાનના આધારભૂત આત્મા ન સ્વીકારો તો “યત્ વત્ સ, તત્ તત્ સર્વ ક્ષણમ્'' જે જે આ સંસારમાં સત્ છે-તે તે સઘળુંય ક્ષણિક છે, આવું જ્ઞાન થશે નહીં. કારણ કે આ પદમાં સર્વ પદાર્થોની ક્ષણિકતા સમજાવવામાં આવી છે તે બહુ જ્ઞાનો થાય અને તેનું અનુસ્મરણ કરનાર આત્મા હોય તો જ થાય. તથા “ક્ષા: સર્વસંર" સર્વે પણ સંસ્કારો ક્ષણિક છે. આ જ્ઞાન પણ ન થઈ શકે. “નિરાત્મનઃ સર્વે ભવ:” સર્વે પણ ભાવો નિરાત્મક (જડ) છે. આ જ્ઞાન પણ ન થઈ શકે. તમારા મતમાં ઉપરોક્ત જ્ઞાનો માનવામાં આવ્યાં છે. આ જ્ઞાનો સર્વ પદાર્થોની ક્ષણિકતા સમજાવે છે. હવે જો એક જ જ્ઞાન હોય અને તે જ્ઞાન પણ એક જ વિષયવાળું હોય તો સર્વ વિષયોને જણાવનારાં બહુ જ્ઞાનો સ્વીકારવાં જ પડે, એક જ્ઞાનથી ચાલે નહીં. કારણ કે એક જ્ઞાન તો માત્ર એક વિષયને જ જણાવે. હવે ઘણાં જ્ઞાનો માનો તો તે ઘણાં જ્ઞાનોથી જણાયેલ ઘણા વિષયોના ક્ષણિકતા આદિ ધર્મોને સ્મૃતિગોચર કરનાર આત્મા પણ સ્વીકારવો જ પડે. બહુજ્ઞાન અને તદાશ્રયભૂત આત્મા માન્યા વિના સર્વ પદાર્થોનું જ્ઞાન અને તે વિષયોની ક્ષણિકતા આદિ જાણી શકાય નહીં. હવે જો બહુજ્ઞાનો અને
Page #236
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૧૧ તદાશ્રયભૂત આત્મા સ્વીકારો તો તમારા જ હાથે તમારા પોતાના મતનો ત્યાગ કરવાનો પ્રસંગ આવે.
(૨) તથા જો બહુજ્ઞાનો અને તદાશ્રયભૂત આત્મા ન સ્વીકારો તો વિજ્ઞાનને ક્ષણિક માનતા બૌદ્ધદર્શનકાર એક જ્ઞાનને ભલે માને, બહુજ્ઞાનને ભલે ન માને, પરંતુ તેઓએ માનેલું તે એક જ્ઞાન એક વિષયવાળું છે આમ નહીં મનાય. જો એક જ વિષયવાળું માનીએ તો સર્વવિષયોની ક્ષણિકતા જણાય જ નહીં. તેથી તે એક જ્ઞાનને એકીસાથે જ “અનેકાર્થતા” માનવી પડશે. એટલે કે ત્રણે ભુવનના અંતરવર્તી સર્વ પદાર્થોને અને તેના ક્ષણિકતાદિ અનેક ધર્મોને જાણનારું તે જ્ઞાન છે આમ માનવું પડશે. આમ માનો તો જ એક જ્ઞાનથી સર્વ પદાર્થોનું અને તેના ક્ષણિકતાદિ ધર્મોનું જ્ઞાન ઘટી શકે. પરંતુ તમારા મનમાં ન વૈવિધ્યતે = આવું ઈચ્છાયું (મનાયું) નથી તથા ક્યાંય આવું દેખાયું પણ નથી. એટલે એક જ્ઞાનને એક વિષયવાળાને બદલે અનેકાર્થતા (અનેક વિષયવાળાપણું) જે માનેલ નથી તે માનવાની આપત્તિ આવશે. આ બીજો દોષ જાણવો.
(૩) અથવા “વિUTUવસ્થા = વિજ્ઞાનવિસ્થા' એટલે કે વિજ્ઞાનની અવસ્થા એટલે કે વિજ્ઞાનને અવસ્થિત = સ્થિર માનવું પડશે. અર્થાત્ વિજ્ઞાનને ક્ષણિક માનવાને બદલે ચિરસ્થાયી એટલે કે ના પ્રશ: = ઘણા કાલ-યુગો સુધી અવસ્થિત-ધ્રુવ માનવું પડશે. કારણ કે જો જ્ઞાન એક જ વિષયના આલંબનવાળું હોય અને સર્વ પદાર્થોને વિષય કરવા હોય તથા તે સર્વે પદાર્થોની ક્ષણિકતાને પણ જાણવી હોય તો તે જ્ઞાનને લાંબો કાલ સ્થિર રહેવું પડે કે જેથી ક્ષણે ક્ષણે અન્ય અન્ય એક એક વસ્તુ નાશ પામતી જોઈને ઘણા લાંબા કાળે સર્વે પણ વસ્તુઓની ક્ષણભંગુરતાને તે જ્ઞાન જાણી શકે. એક જ્ઞાન જો એક જ વિષયને જાણે તો સર્વ વિષયોને અને તેની ક્ષણિકતાને જાણવા માટે તેની પાસે ઘણો લાંબો કાળ હોવો જોઈએ. આ વાત પહેલાંની ગાથામાં સમજાવાઈ ગઈ છે અને જો વિવક્ષિત એકજ્ઞાનને એકવિષયવાળું માનીને ચિરકાલસ્થાયી માનો તો જ્ઞાન એ ગુણ હોવાથી અને ગુણ તે ગુણી વિના ન રહેતો હોવાથી તે જ્ઞાનગુણનો ગુણી એવો આત્મા પણ ધ્રુવપણે સ્વીકારેલો જ થશે. આમ માનતાં એક તો જ્ઞાનની ક્ષણિકતા ઉડી જશે. અને વળી આત્મતત્ત્વ સ્વીકારેલું થશે આ બે દોષો આવશે. અને તમને તમારા પોતાના મતના સ્વીકારનો વિરોધ આવશે.
(૪) જો આ (૧) બહુવિજ્ઞાનોત્પત્તિ, (૨) યુગપ અનેકવિષયતા અને (૩) વિજ્ઞાનાવસ્થા ઈત્યાદિ દોષો ન સ્વીકારો તો તમને પ્રતીત્યવૃત્તિવિઘાત નામનો દોષ આવશે. ઉપરના ત્રણે દોષોમાંથી બચવા માટે જો જ્ઞાનને અને તેના આધારભૂત આત્માને ચિરસ્થાયી
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૨ ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ માનો તો ઉપરોક્ત ત્રણ દોષો ન આવે પરંતુ પ્રતીત્યવૃત્તિવિઘાત નામનો દોષ તમને લાગે. તેનો અર્થ આ પ્રમાણે છે - પ્રતિ = એટલે આશ્રયીને અને વૃત્તિ એટલે ઉત્પત્તિ, “કારણને આશ્રયીને કાર્યની ઉત્પત્તિ” થાય છે આમ બૌદ્ધ માને છે. પરંતુ કાર્યમાં કારણનો અન્વય હોતો નથી. કાર્યકાલે કારણ વિદ્યમાન રહેતું નથી. અર્થાત્ કારણનો (પૂર્વક્ષણનો) સર્વથા નાશ થયા પછી જ કાર્યની (ઉત્તર ક્ષણની) ઉત્પત્તિ થાય છે આમ બૌદ્ધ માને છે. કારણ કે તે ક્ષણિકવાદી છે. તેથી મૃતિંડ પૂર્વેક્ષણવર્તી છે. ઘટોત્પત્તિ ઉત્તરક્ષણવર્તી છે પરંતુ બધું જ ક્ષણિક હોવાથી ઉત્તરક્ષણમાં થતી ઘટોત્પત્તિમાં પૂર્વેક્ષણવર્તી મૃર્લિંડનો અન્વય નથી. મૃતિંડના નાશથી જ ઘટ બન્યો છે. તેથી ઘટોત્પત્તિકાલે મૃતિંડ છે જ નહી, આમ બૌદ્ધ માને છે. તેને “પ્રતીત્યવૃત્તિ” કહેવાય છે. આ માન્યતાનો વિઘાત થાય છે. એટલે કે પોતાની માન્યતાનો જ વિનાશ થાય છે. સ્વપ્રતિજ્ઞાભંગ દોષ લાગે છે. કારણ કે કારણના નાશને આશ્રયી જ કાર્યની ઉત્પત્તિ થાય છે. પણ કારણ પોતે આગલા સમયમાં કાર્યસ્વરૂપે પરિણામ પામે છે એમ બનતું નથી અને જો આમ ન જ બનતું હોય તો અતીતકાલમાં અનુભવેલા વિષયોનું સ્મરણ, લેવડ-દેવડના વ્યવહારો વગેરેનો વિચ્છેદ થાય
આ સ્મરણ-ક્રય-વિક્રય આદિના વ્યવહારોની પ્રવૃત્તિ તો જ સંભવે જો અતીતાદિકાલમાં કરેલા અનેક પ્રકારના અનુભવોના સંકેત આદિના વિષયોવાળું જ્ઞાન, અને તેના આશ્રયવાળો આત્મા સ્થિરપણે સ્વીકારાય અને તે એક જ આત્મા તેવા તેવા વિજ્ઞાનાત્મકપણે પરિણામ પામવાથી અન્વયી ધ્રુવ છે. આ પ્રમાણે જો સ્વીકારાય તો જ ઉપરોક્ત વ્યવહારો સંભવે. હવે જો આત્મા ધ્રુવ છે આમ સ્વીકારો તો તમે જે માનેલું કે “કારણને આશ્રયીને જ કાર્યની ઉત્પત્તિ થાય છે. પણ કારણ કાર્યકાલે અન્વય પામતું નથી” તે વાતનો એટલે કે “પ્રતીત્યવૃત્તિ” વાળી વાતનો વ્યાઘાત આવે. ગમે તેમ અસ્ત-વ્યસ્ત તત્ત્વ સ્વીકારવામાં ઉપરના દોષો આવે છે.
પ્રશ્ન - જો વિજ્ઞાનને ક્ષણવિનાશી માનીએ તો આ સઘળા દોષો આવે છે તો શું માનીએ તો આ સઘળા દોષો ન આવે ?
ઉત્તર - આ પ્રશ્ન ઘણો જ સારો કર્યો. હવે કંઈક સાચું તત્ત્વ સમજવાની વૃત્તિવાળા તમે થયા. સાંભળો, અમે જૈનદર્શનકારોએ જેવું જીવતત્ત્વ (આત્મદ્રવ્ય) સ્વીકાર્યું છે. તેવું જો જીવદ્રવ્ય તમારા વડે સ્વીકારાય તો ઉપરનો એકપણ દોષ ન લાગે.
પ્રશ્ન - તમે જૈનોએ એવો તે કેવો આત્મા માન્યો છે કે જે માન્યતામાં એક પણ દોષ ન આવે અને અમારી માન્યતામાં ઘણા દોષો આવે ?
ઉત્તર - હે શિષ્ય ! તમે સાંભળો, અમે જૈનોએ આત્મદ્રવ્ય આવા પ્રકારનું માન્યું
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧૩
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ છે. સ્થિતિ, સંભૂતિ અને શ્રુતિ આ ધર્મયુક્ત એવો વિજ્ઞાનમય આ આત્મા છે. સ્થિતિ એટલે ધ્રુવતા, સંભૂતિ એટલે ઉત્પત્તિ અને સ્મૃતિ એટલે વિનાશ. આ ત્રણ ધર્મવાળું જે વિજ્ઞાન છે તેવા વિજ્ઞાનમય આત્મદ્રવ્ય છે. દ્રવ્યસ્વરૂપે સદા હોવાથી કથંચિ ધ્રુવ છે. ઉત્તર પર્યાયસ્વરૂપે ઉત્પત્તિ પામતું હોવાથી કથંચિ ઉત્પાદવાળું છે અને પૂર્વ પર્યાયસ્વરૂપે વિનાશ પામતું હોવાથી કથંચિત્ વ્યયધર્મવાળું પણ તે વિજ્ઞાન છે. આ રીતે ત્રિપદીમય જે વિજ્ઞાન છે તે સ્વરૂપવાળો આ આત્મા છે. આમ માનવામાં અન્વય પણ છે જેથી સ્મરણાદિના વ્યવહારો સારી રીતે સંભવે છે અને ઉત્પાદ-વ્યય પણ છે. જેથી વિજ્ઞાન ભિન્ન ભિન્ન વિષયવાળું પણ બને છે. તેથી ઉત્પાદ-વ્યય-ધ્રુવ આ ત્રણ ધર્મોથી યુક્ત, શરીરથી ભિન્ન અને શરીરની અંદર જ રહેલો એવો અમારો માનેલો આ આત્મા છે. આવું અમારું કહેવું છે. આ વાત સમસ્ત વ્યવહારોની સિદ્ધિ માટે નિર્દોષ છે, આમ તમે સ્વીકારો. ત્રિપદીમય વિજ્ઞાન અને ત્રિપદીમય આત્મા સ્વીકારવામાં કોઈ દોષ આવતો નથી. ll૧૬૦૮૧૬૭૯ી.
આવા પ્રકારના આત્માને કેવા પ્રકારનાં જ્ઞાનો વર્તે છે અને તે જ્ઞાનો કયા કારણોથી થાય છે ? તે હવે સમજાવે છે -
तस्स विचित्तावरणक्खओवसमजाइं चित्तरूवाइं । खणियाणि य कालंतरवित्तीणि य मइविहाणाई ॥१६८०॥ (तस्य विचित्रावरणक्षयोपशमजानि चित्ररूपाणि ।
क्षणिकानि च कालान्तरवृत्तीनि च मतिविधानानि ॥)
ગાથાર્થ - તે આત્માને ચિત્રવિચિત્ર એવા આવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલા, ચિત્રવિચિત્ર છે સ્વરૂપ જેનાં એવા, પર્યાયથી ક્ષણિક એવાં અને દ્રવ્યથી કાલાન્તર સ્થાયી એવાં મતિ (આદિ ચાર) જ્ઞાનોના અનેક ભેદો હોય છે. /૧૬૮oll
વિવેચન - આત્મા પોતે સ્વયં ચેતનાગુણવાળો છે. ચેતના એટલે જ્ઞાન. જેમ ગળપણ એ સાકરનો સ્વાભાવિક ગુણ છે, કડવાશ એ લીમડાનો સ્વાભાવિક ગુણ છે તેમ ચેતના = જ્ઞાન એ આત્માનો ગુણ છે. પ્રત્યેક આત્મામાં અપરિમિત અનંત જ્ઞાનગુણ વર્તે છે. તે જ્ઞાનગુણ ઉપર પૂર્વકાલમાં બાંધેલ જ્ઞાનાવરણીયકર્મનાં આવરણ ઉદયમાં વર્તે છે. તેથી તે જ્ઞાનગુણ ઢંકાયેલો છે. આ જ્ઞાનગુણના પાંચ ભેદ છે. ઈન્દ્રિયો અને મનની સહાયથી જે જ્ઞાન થાય તે મતિજ્ઞાન, શાસ્ત્ર અને ગુરુગમના આધારે જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન, રૂપીદ્રવ્યોનું જે સાક્ષાત્ જ્ઞાન થાય તે અવધિજ્ઞાન, બીજા જીવોના મનના ભાવોનું
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૪
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ
જે જ્ઞાન થાય તે મન:પર્યવજ્ઞાન અને સર્વ દ્રવ્યોનું, સર્વ ક્ષેત્રનું, સર્વકાલનું અને સર્વ પર્યાયનું જે જ્ઞાન થાય તે કેવલજ્ઞાન. જ્ઞાનના પાંચ પ્રકારો હોવાથી તેના ઉપરનાં આવરણીયકર્મ પણ પાંચ પ્રકારનાં છે.
મતિજ્ઞાન ઉપરનું આવરણ કરનારું જે કર્મ તે મતિજ્ઞાનાવરણ. તેનો ક્ષયોપશમ જીવે જીવે હીનાધિકપણે ભિન્ન ભિન્ન હોય છે. ક્ષયોપશમની વિચિત્રતાથી પ્રત્યેક જીવોમાં મતિજ્ઞાન પણ હીનાધિકપણે અનેક પ્રકારનું હોય છે. એકલું મતિજ્ઞાન જ અનેક ભેદોવાળું હોય છે એમ નહીં પણ મતિ-શ્રુત-અવધિ અને મનઃપર્યવ આ ચારે જ્ઞાનો ક્ષાયોપમિક
ભાવવાળાં છે. ક્ષયોપશમ એટલે કે ઉદિત કર્મોને મંદરસવાળાં કરીને ભોગવીને ક્ષય કરવાં અને અનુદિત કર્મો કે જે કર્મો ઉદીરણા આદિથી ઉદયમાં આવી શકે તેમ છે. તેને ઉપશમાવવાં તેને ક્ષયોપશમ કહેવાય છે. આ ક્ષયોપશમ જીવે જીવે હીનાધિકપણે ચિત્રવિચિત્ર હોય છે. તેથી પ્રગટ થયેલાં મતિજ્ઞાન આદિ જ્ઞાનો પણ ચિત્ર-વિચિત્ર હોય છે. અર્થાત્ જીવે જીવે હીનાધિકપણે હોય છે.
કેવલજ્ઞાન ક્ષાયિકભાવનું છે. સર્વથા કેવલજ્ઞાનાવરણના ક્ષયથી જ પ્રગટ થાય છે. તેથી તે જ્ઞાન એક છે, સંપૂર્ણ છે. તેથી જ ભેદ-પ્રભેદ વિનાનું છે. અર્થાત્ અવિકલ્પક છે અને અનંતકાલ રહેનાર હોવાથી તથા અનંતા વિષયોને જાણનાર હોવાથી અનંત પણ છે. કર્મરહિત હોવાથી શુદ્ધ પણ છે. આવું પાંચ પ્રકારનું જ્ઞાન એ જીવનો ગુણ છે. તે જ્ઞાનગુણ પર્યાયથી પલટાતો હોવાથી ઉત્પાદ-વ્યયવાળો છે અને દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યની સાથે સદા
સ્થિર હોવાથી પરંપરાએ ધ્રુવ-નિત્ય છે. આ રીતે આ જ્ઞાનગુણ અને તેનો ગુણી એવો જીવ આ બન્ને ઉત્પાદ-વ્યય અને ધ્રુવધર્મવાળા છે. II૧૬૮૦
-
આ જ વાત વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે - निच्चो संताणो सिं, सव्वावरणपरिसंखये जं च । केवलमुदियं केवलभावेणाणंतमविगप्पं ॥ १६८१॥
(नित्यः सन्तान एषां, सर्वावरणपरिसङ्क्षये यच्च । केवलमुदितं केवलभावेनानन्तमविकल्पम् ॥ )
ગાથાર્થ - - આ મતિજ્ઞાનાદિના ભેદોની પરંપરા જીવમાં અનાદિની છે અને સર્વાવરણનો ક્ષય થયે છતે જે કેવલજ્ઞાન કહેલું છે તે અનંત અને અવિકલ્પરૂપ (ભેદ વિનાનું) હોય છે. ૧૬૮૧॥
Page #240
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૧૫ વિવેચન - મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એમ જ્ઞાનના પાંચ ભેદ છે. તે પાંચના અનુક્રમે ૨૮-૧૪-૬-૨-૧ એમ ૫૧ ઉત્તરભેદ છે. તેમાં પણ મતિજ્ઞાનના બહુ-અબહુ ઈત્યાદિ સ્વરૂપે ઘણા પ્રતિભેદો પણ છે. પરંતુ તે ભેદઉત્તરભેદ કે પ્રતિભેદોની વિવેક્ષા ન કરીએ અને “જ્ઞાન” માત્રની વિવક્ષા કરીએ તો જ્ઞાનની ધારા, જ્ઞાનની પરંપરા પ્રત્યેક જીવમાં અનાદિકાળથી છે અને અનંતકાળ રહેનારી છે. જ્ઞાન વિનાનો જીવ ક્યારેય પણ ન હતો અને જીવ વિનાનું જ્ઞાન ક્યારેય પણ ન હતું તથા આવું બનશે પણ નહીં. તેથી જીવની સાથે જ્ઞાનગુણ અનાદિ-અનંત કાળથી છે.
પ્રથમનાં ચાર જ્ઞાનો તેના ઉપરનાં આવરણોના ક્ષયોપશમને અનુસાર હિનઅધિકપણે પ્રગટ થાય છે. આ ચાર જ્ઞાનો પૈકીનાં જે જ્ઞાનો જેટલી માત્રામાં જે ભવમાં પ્રગટ થયાં હોય છે તેમાં પ્રતિસમયે ક્ષયોપશમ વધે છે અથવા ઘટે છે. તેથી પર્યાયને આશ્રયી આ જ્ઞાનો ઉત્પાદ-વ્યયવાળાં છે અને જ્ઞાનમાત્ર સ્વરૂપે અનાદિ-અનંત હોવાથી ધ્રુવ છે. પાંચમું કેવલજ્ઞાન સર્વથા આવરણનો પૂર્ણપણે ક્ષય થવાથી જ થાય છે. હીનાધિકપણે પ્રગટ થતું નથી. તેથી તે ક્ષયોપશમ ભાવનું નથી પરંતુ ક્ષાયિકભાવનું છે. જ્યારે પ્રગટ થાય છે ત્યારે આદિ વાળું એટલે કે સાદિ છે પરંતુ પ્રગટ થયા પછી અનંતકાળ રહેનારું છે. તેથી અનંત છે તથા અનંતાનંત વિષયોને જાણનારું છે. એટલે પણ અનંત છે.
કેવલજ્ઞાન ઉપરનાં સર્વે પણ આવરણો જાય છે ત્યારે જ પ્રગટ થાય છે અને પરિપૂર્ણપણે પ્રગટ થાય છે. તેથી તે જ્ઞાન સકલ છે, શુદ્ધ છે અને ભેદ-પ્રભેદ વિનાનું છે. તેથી તેને “અવિકલ્પક” કહેવાય છે. વિકલ્પ એટલે ભેદો, નથી વિકલ્પો (હીનાધિકપણે ભેદો) જેમાં તે અવિકલ્પક છે.
પ્રશ્ન - મત્યાદિ ચાર જ્ઞાનો તો ક્ષાયોપથમિક ભાવનાં છે, હાનિ-વૃદ્ધિવાળાં છે. તેથી તેમાં તો પ્રતિસમયે પર્યાયને આશ્રયી ઉત્પાદ અને વ્યય સંભવે અને દ્રવ્યાશ્રયી ધૃવત્વ પણ સંભવે એટલે ત્રિપદી ઘટી શકે છે. પરંતુ કેવલજ્ઞાન તો ક્ષાયિકભાવનું છે. જેટલું છે તેટલું સઘળું ય પ્રથમસમયથી જ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ ક્યારેય પણ વધતું નથી કે ઘટતું નથી. હાનિ-વૃદ્ધિ પામતું નથી. તેમાં પર્યાય આશ્રયી ઉત્પાદ-વ્યય કેવી રીતે ઘટે? ત્રિપદી કેમ બેસે ?
ઉત્તર - કેવલજ્ઞાન ક્ષયોપશમભાવનું નથી. માટે તેમાં હાનિ-વૃદ્ધિ થવા રૂપે ઉત્પાદવ્યય નથી. પરંતુ આ સંસારમાં રહેલાં જે છ જાતિનાં શેયદ્રવ્યો છે તે સર્વ દ્રવ્યોને જાણવાજોવાનું કાર્ય કેવલજ્ઞાન અને કેવલદર્શન કરે છે. જીવ-પુદ્ગલ અને કાલ આ ત્રણ દ્રવ્ય અનંત છે તથા ધર્મ-અધર્મ અને આકાશ આ એક એક દ્રવ્ય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનથી
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ સર્વ દ્રવ્યોને આ જીવ પ્રતિસમયે જાણે છે અને દેખે છે. તે સર્વ દ્રવ્યો પરિણામી હોવાથી પ્રતિસમયે બદલાતાં રહે છે. તેથી તે સર્વ દ્રવ્યોને જાણવાવાળું અને દેખવાવાળું કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ ઉપયોગને આશ્રયી પ્રતિસમયે બદલાતું રહે છે. પ્રથમસમયે કેવલજ્ઞાનથી જગત જેવું દેખાય છે તેવું બીજા સમયે દેખાતું નથી. કારણ કે બીજા સમયે જગત પોતે જ પ્રથમ સમય જેવું રહ્યું નથી. બીજા સમયે છે તેવું ત્રીજા સમયે હોતું નથી. આ પ્રમાણે શેય પરિવર્તનશીલ છે તેથી તે શેયને જાણનારું કેવલજ્ઞાન પણ પરિવર્તનશીલ છે. આ રીતે ઉપયોગને આશ્રયી કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ ઉત્પાદ-વ્યયવાળું છે.
સમ્મતિ પ્રકરણમાં પૂજ્ય સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીએ કહ્યું છે કે - एगसमयम्मि एगदवियस्स, बहुया वि होति उप्पाया । उप्पायसमा विगमा, ठिईउ उस्सग्गओ णियमा ॥
(કાર્ડ-૩, ગાથા-૪૧) એક સમયમાં એકે-એક દ્રવ્યના ઘણા ઘણા ઉત્પાદો થાય છે અને જેટલા ઉત્પાદ થાય છે તેટલા જ વિગમ થાય છે અને વિગમ જેટલી જ અનંતી સ્થિતિઓ નિયમ હોય છે. અહીં સિદ્ધપરમાત્માના આત્મામાં પણ પ્રતિસમયે અનંતગુણોના અનંત ઉત્પાદ-વ્યય ચાલુ હોય છે.
શ્રી ઉપાધ્યાય યશોવિજયજી મહારાજશ્રીએ પણ દ્રવ્યગુણ પર્યાયના રાસમાં કહ્યું છે કે -
જે શેયાકારઈ પરિણમઈ, જ્ઞાનાદિક નિજ પર્યાય રે, વ્યતિરેકઈ તેહથી સિદ્ધનઈ તિયલક્ષણ ઈમપણિ થઈ રે.
જિનવાણી પ્રાણી સાંભળો ૯-૧૬ સિદ્ધ પરમાત્માના કેવલજ્ઞાન અને કેવલદર્શનાદિ જે પોતાના પર્યાયો છે કે જે પ્રતિસમયે શેયાકારે ઉપયોગ સ્વરૂપે પરિણામ પામે છે તેથી સિદ્ધ પરમાત્માને પણ આ રીતે ક્ષાયિકભાવમાં ઉત્પાદાદિ ત્રણ લક્ષણ સંભવે છે.
નિજ પરપર્યાયઈ એકદા, બહુસંબંધઈ બહુ રૂપ રે, ઉત્પત્તિ નાશ ઈમ સંભવઈ, નિયમઈ તિહાં ધ્રૌવ્ય સ્વરૂપ રે.
જિનવાણી પ્રાણી સાંભળો ૯-૧૮ પ્રત્યેક દ્રવ્યોમાં એક એક સમયમાં સ્ત્ર અને પરપર્યાયની અપેક્ષાએ એક જ કાલે
Page #242
--------------------------------------------------------------------------
________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૧૭
બહુ પ્રકારના સંબંધોને લીધે બહુ પ્રકારના ઉત્પત્તિ અને નાશ સંભવે છે. તથા નક્કી તેટલી ધ્રુવતા પણ અવશ્ય સંભવે છે.
ગણધરવાદ
પ્રશ્ન - કેવલજ્ઞાન અને કેવલદર્શન તો પરિપૂર્ણ જ્ઞાન છે. ત્રણે કાલના સર્વભાવોને જાણે છે અને દેખે છે. પ્રથમસમયે જ સર્વ દ્રવ્યોના અતીત-વર્તમાન અને અનાગત એમ ત્રણે પ્રકારના સર્વ પર્યાયોને જાણી લીધા અને જોઈ લીધા. હવે કંઈ બાકી જ રહ્યું નથી. તો બીજા-ત્રીજા-ચોથા સમયે શું જાણે ? કે જેથી પર્યાય આશ્રયી ઉત્પાદ-વ્યય સમજાવો છો ?
ઉત્તર - કેવલજ્ઞાન પ્રથમસમયથી જ સર્વે દ્રવ્યોના સર્વે પર્યાયોને અવશ્ય જાણે છે. પરંતુ તે તે સમયે તે તે પર્યાયો જેમ હોય છે તેમ જાણે છે. એટલે કે અતીતપર્યાયને અતીત સ્વરૂપે, વર્તમાનપર્યાયને વર્તમાનસ્વરૂપે, અને અનાગતપર્યાયને અનાગત સ્વરૂપે જાણે છે. પરંતુ જ્યારે બીજો સમય થાય છે ત્યારે અતીતપર્યાયો એકસમયાધિક અતીતપણે પરિણામ પામે છે. તેથી તેવા અતીતપણે બીજાસમયે જાણે છે તથા વર્તમાનપર્યાય જે હતા તે બીજા સમયે અતીતપણે પરિણામ પામે છે. તેથી પ્રથમસમયે વર્તમાનપર્યાયને જે આ કેવલી ભગવાન વર્તમાનપણે જાણતા હતા તે જ કેવલી ભગવાન તે જ પર્યાયને બીજા સમયે અતીતપણે જાણે છે. કારણ કે તે પર્યાય હવે અતીતરૂપે જ બન્યા છે અને આ પ્રથમ સમયના વર્તમાનપર્યાયને અતીતરૂપે બીજા આદિ સમયોમાં જ જાણી શકે છે. પ્રથમ સમયમાં વર્તમાન સ્વરૂપે જાણતા હોવા છતાં પણ અતીત સ્વરૂપે જાણતા નથી. કારણ કે પ્રથમસમયમાં તે પર્યાય અતીતરૂપે છે જ નહીં. તેવી રીતે જે જે અનાગત પર્યાયો છે તેમાંથી જે જે પર્યાયો જેમ જેમ વર્તમાન બનતા જાય છે તેમ તેમ તે પર્યાયોને ભાવિને બદલે વર્તમાનરૂપે જાણે છે અને જેમ જેમ સમય જાય છે તેમ તેમ તે તે વર્તમાન પર્યાયોને અતીત સ્વરૂપે જાણે છે. આવું પરાવર્તન ચાલુ જ રહે છે. આમ જ્ઞેયના પરિવર્તનને અનુસારે કેવલજ્ઞાન અને કેવલદર્શન પણ પ્રતિસમયે ઉપયોગ આશ્રયી ઉત્પાદ-વ્યયવાળું છે અને અનંતકાલ રહેનારું હોવાથી ધ્રુવ છે. ત્રિપદી સર્વત્ર અખંડ અને અબાધિત છે.
||૧૬૮૧૫
વાયુભૂતિ ફરીથી પરમાત્માને પ્રશ્ન કરે છે કે
सो जइ देहादन्नो, तो पविसंतो व निस्सरंतो वा । कीस न दीसइ गोयम ! दुविहाऽणुवलद्धिओ सा य ॥१६८२॥ असओ खरसंगस्स व, सओ वि दूराइभावओऽभिहिया । सुहुमामुत्तत्तणओ, कम्माणुगयस्स जीवस्स ॥ १६८३॥
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૮
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ (स यदि देहादन्यस्तत्, प्रविशन् वा निःसरन् वा । कस्माद् न दृश्यते, गौतम ! द्विविधाऽनुपलब्धिः सा च ॥ असतः खरशृङ्गस्येव, सतोऽपि दूरादिभावतोऽभिहिता । सूक्ष्मामूर्तत्वतः कर्मानुगतस्य जीवस्य ॥)
ગાથાર્થ - જો આત્મા દેહથી ભિન્ન છે તો તે આત્મા શરીરમાં પ્રવેશ કરતો કે નીકળતો દેખાતો કેમ નથી ? હે ગૌતમ ગોત્રીય વાયુભૂતિ ! તે અનુપલબ્ધિ બે પ્રકારની હોય છે. એક ખરઝંગની જેમ અસત્ વસ્તુની અને બીજી દૂરાદિભાવથી સત્ વસ્તુની પણ અનુપલબ્ધિ હોય છે. કર્મથી વ્યાપ્ત એવો જીવ સૂક્ષ્મ અને અમૂર્ત હોવાથી પ્રવેશ અને નિર્ગમન કરતો હોવા છતાં દષ્ટિગોચર થતો નથી. /૧૬૮૨-૧૬૮૩
વિવેચન - વાયુભૂતિ નામના બ્રાહ્મણ પંડિત ઉપરની સમજાવેલી યુક્તિઓથી પાંચ ભૂતના બનેલા શરીરથી આત્મદ્રવ્ય ભિન્ન છે આ વાત ઘણા ઘણા અંશે સમજી ગયા છે. તો પણ તેના સંબંધી કેટલીક પ્રશ્નોત્તરી પરમાત્માને પૂછે છે કે હે ભગવાન્ ! જો આ આત્મા શરીરથી ભિન્ન જ હોય અને શરીરમાં રહેતો હોય તો શરીરમાં પ્રવેશ કરતો અથવા શરીરમાંથી નીકળતો એવો આ જીવ દેખાતો કેમ નથી ? જેમ શીશીમાં ભરેલી દવા નાખીએ ત્યારે પણ દેખાય છે અને કાઢીએ ત્યારે પણ દેખાય છે. તેમ આ આત્મા પ્રવેશ-નિર્ગમન કરતો છતો દેખાતો કેમ નથી ? અથવા ઘડામાં પ્રવેશ કરતી અને ચણ ચણીને ઘડામાંથી નીકળતી ચકલી જેમ દેખાય છે તેમ શરીરમાં જતો-નીકળતો જીવ કેમ દેખાતો નથી ?
ઉત્તર - “વસ્તુનું ન દેખાવું” તેને સંસ્કૃત ભાષામાં અનુપલબ્ધિ કહેવાય છે. ભગવાન વાયુભૂતિને કહે છે કે હે વાયુભૂતિ ! અનુપલબ્ધિના કારણે શરીરમાં પ્રવેશ કરતો અને નિર્ગમન કરતો એવો આત્મા દેખાતો નથી. તે અનુપલબ્ધિ બે પ્રકારની હોય છે. અહીં અનુપલબ્ધિ એટલે કે વસ્તુનું અદર્શન તે બે પ્રકારનું હોય છે.
(૧) પહેલી એક અનુપલબ્ધિ અસત્ વસ્તુની હોય છે. જે વસ્તુ આ સંસારમાં ત્રણે કાલે પણ સંભવતી નથી. જેથી અસત્ જ હોય છે. તેની જે અનુપલબ્ધિ છે તે અનુપલબ્ધિ વસ્તુ અસત્ હોવાથી જાણવી. જેમકે ગધેડાનાં શિંગડાં, વળ્યાનો પુત્ર, સસલાનાં શિંગડાં, આકાશનું પુષ્પ ઈત્યાદિ જે જે વસ્તુઓ આ સંસારમાં ત્રણે કાલે પણ અસત્ છે. તેની અનુપલબ્ધિ જે હોય છે તે પ્રથમ અનુપલબ્ધિ જાણવી.
Page #244
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૧૯ (૨) બીજી અનુપલબ્ધિ સત્ વસ્તુની જાણવી. જે વસ્તુ સત્ છે, સંસારમાં વિદ્યમાન છે. છતાં દૂરાદિ ભાવોથી (૨૧ કારણોથી) છતી વસ્તુ પણ દેખાતી નથી. આ બીજી અનુપલબ્ધિ સમજવી. દૂરાદિ એકવીસ કારણોસર વિદ્યમાન વસ્તુ પણ છઘસ્થ જીવોને દેખાતી નથી તે ૨૧ કારણો આ પ્રમાણે છે.
(૧) વસ્તુનું અતિશય દૂર હોવું, (૨) વસ્તુનું અતિશય નિકટ હોવું, (૩) અતિશય સૂક્ષ્મ હોવું, (૪) મનની અસ્થિરતા, (૫) ઈન્દ્રિયોની ખોડખાંપણ, (૬) બુદ્ધિની હીનતા, (૭) અશક્યતા, (૮) આવરણનું હોવું, (૯) પરાભવ થવો, (૧૦) સામાન્ય, (૧૧) અનુપયોગદશા, (૧૨) અનુપાય, (૧૩) વિસ્મરણ, (૧૪) ખોટો ઉપદેશ, (૧૫) મોહાલ્પતા, (૧૬) વિદર્શન = દર્શનશક્તિનો અભાવ, (૧૭) વિકાર, (૧૮) અક્રિયા, (૧૯) અનધિગમ, (૨૦) ઘણો કાલ દૂર હોવાથી = કાલવિપ્રકર્ષ, (૨૧) સ્વભાવવિપ્રકર્ષ. આ પ્રમાણે ઉપરોક્ત એકવીસ કારણોથી છતી વસ્તુ પણ જણાતી નથી. તે એકવીસે કારણોની ઉદાહરણ સાથે કંઈક વધારે સમજ આ પ્રમાણે છે.
(૧) વસ્તુ અતિશય દૂર હોય તો તે વસ્તુ સંસારમાં હોવા છતાં અતિદૂતાના કારણે જણાતી નથી. જેમકે સ્વર્ગ-નરક, મુંબઈમાં રહેલાને કલકત્તા અને કલકત્તામાં રહેલાને મુંબઈ દેખાતું નથી. ત્યાં અતિદૂરતા કારણ જાણવું.
(૨) વસ્તુ અતિશય નજીક હોય તો તે વસ્તુ પણ સંસારમાં હોવા છતાં અતિશય નિકટતાના કારણે જણાતી નથી. જેમકે આંખમાં રહેલો મોતીયો-ઝામર આદિ રોગો, પાંપણ વગેરે. આ વસ્તુઓ આંખમાં છે છતાં પણ જે જણાતી નથી, તેમાં અતિશય નિકટતા = અતિશય સમીપપણું - એ ન દેખાવામાં કારણ જાણવું.
(૩) વસ્તુ અતિશય સૂમ હોય તો તે વસ્તુ સંસારમાં હોવા છતાં પણ સૂક્ષ્મતાના કારણે જણાતી નથી. જેમકે પરમાણુ, ચણુક, ચણુકાદિ પુદ્ગલના સૂક્ષ્મસ્કંધો, આવા પ્રકારનાં પુદ્ગલો અને પુગલના સ્કંધો સંસારમાં છે જ, છતાં પણ અતિશય સૂક્ષ્મ હોવાથી તે દેખાતા નથી.
(૪) મનની અસ્થિરતા, મનની ચંચલતાથી પણ છતી વસ્તુ જણાતી નથી. જેમકે ઘણી ઉપાધિઓના કારણે જેની માનસિક શક્તિ નાશ પામી ગઈ છે તેવો ચિંતાતુર આત્મા મનની અસ્થિરતાના કારણે સામે આવતી-જતી વસ્તુઓને દેખી શકતો નથી.
(૫) ઈન્દ્રિયોની અપટુતાથી પણ છતી વસ્તુ જણાતી નથી. જેમકે કંઈક
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૦
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ બહેરાશવાળાને છતો શબ્દ સંભળાતો નથી. કાચી આંખવાળાને છતી વસ્તુ બરાબર દેખાતી નથી. ઈત્યાદિમાં ઈન્દ્રિયની અપટુતા કારણ છે.
(૬) મતિની મદતાથી પણ છતી વસ્તુ જણાતી નથી. જેમકે શાસ્ત્રોના સૂક્ષ્મ એવા જે અર્થો છે તે અર્થવિશેષો છે તો ખરા જ. પરંતુ સમજનારની એટલી બુદ્ધિ ન હોય તો મતિની મંદતાથી છતા એવા પણ સૂક્ષ્મ અર્થો જણાતા નથી.
(૭) કેટલીક વસ્તુઓ જોવાને માટે અશક્ય હોય છે. તેથી તે વસ્તુઓ હોવા છતાં પણ જોઈ શકાતી નથી. જેમકે દરેક માણસોને પોતાના કાન, કંઠભાગ, મસ્તક અને પાછલી પીઠ વગેરે શરીરના ભાગો શરીરમાં છે છતાં પણ તે વિવક્ષિત માણસને દેખાવાનું અશક્ય હોવાથી જોઈ શકાતા નથી.
(૮) આવરણ આવવાથી પણ છતી વસ્તુ જણાતી નથી. જેમકે કોઈ પુરુષની બને આંખો, બીજા કોઈ પુરુષ વડે બન્ને હાથની આંગળીઓ દ્વારા ઢાંકી દેવામાં આવી હોય તો અથવા આંખના આડો પાટો હોય તો અથવા ભીત આદિનું આવરણ હોય તો સામે રહેલી વસ્તુ વિદ્યમાન હોવા છતાં પણ આવરણ-આવવાના કારણે દેખાતી નથી.
(૯) એક વસ્તુના તેજમાં બીજી વસ્તુનો પરાભવ થઈ જવાથી પણ છતી વસ્તુ દેખાતી નથી. જેમકે સૂર્ય જ્યારે ચોતરફ પ્રકાશમાન હોય, ત્યારે આકાશમાં તારાઓ છે છતાં સૂર્યના પ્રકાશથી પરાભવ પામ્યા છે માટે દેખાતા નથી. તથા સામેથી આવતી ગાડીઓની લાઈટોથી આંખો પરાભવ પામે છે ત્યારે છતી વસ્તુ દેખાતી નથી.
(૧૦) સરખે સરખી સમાન વસ્તુ મળવાથી પણ છતી વસ્તુ જણાતી નથી. જેમકે કોઈ એક પુરુષ પોતાના હાથમાં અડદાદિ કોઈ ધાન્ય પસલી પ્રમાણ લે. તેને ધારી ધારીને
એ, ત્યારબાદ હજારો કીલોના અડદાદિના સમાન ઢગલામાં તે અડદ નાખી દેવામાં આવે, મિક્ષ કરવામાં આવે, તો હથેળીના અડદ અને પૂર્વે કરેલા ઢગલાના અડદ સમાન હોવાથી તેમાં ભળી જવાથી જુદા જણાતા નથી. તેમાં સમાનતા એ કારણ છે.
(૧૧) અનુપયોગદશાથી પણ છતી વસ્તુ જણાતી નથી. જેમકે રૂપ જોવામાં લયલીન બનેલાને શેષ ઈન્દ્રિયોના વિષયો તે કાલે જણાતા નથી. કારણ કે તે કાલે જીવન ઉપયોગ માત્ર રૂપ જોવામાં જ હોય છે. શેષ વિષયોમાં ઉપયોગ નથી. માટે જણાતા નથી.
(૧૨) અનુપાયથી પણ વસ્તુ જાણી શકાતી નથી. જેમકે જે વસ્તુ જાણવાનો જે ઉપાય ન હોય, તે ઉપાયથી તે વસ્તુ જણાતી નથી. જેમકે કોઈ ગાય-ભેંશ કે બકરીના
Page #246
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૨૧ દૂધનું માપ જાણવું હોય કે આ ગાય વગેરે કેટલું દૂધ આપતી હશે ? તેમાં તેના માથા ઉપરનાં શિંગડા જોઈને દૂધનું માપ જાણવા પ્રયત્ન કરીએ તો તે ન જાણી શકાય. શિંગડાં જેનાં લાંબાં હોય તેનું દૂધ ઘણું હોય, શિંગડાં જેનાં ટુંકાં હોય તેનું દૂધ અલ્પ હોય. આમ દૂધના માપને જાણવામાં શિંગડાનું માપ એ અનુપાય છે. તેથી છતું એવું પણ દૂધનું માપ જાણી શકાતું નથી.
(૧૩) વિસ્મરણ થવાથી પણ છતી વસ્તુ જાણી શકાતી નથી. જેમકે પૂર્વે જોયેલીજાણેલી વસ્તુનું વિસ્મરણ થઈ ગયું. કોઈ પુરુષનો આપણને ભૂતકાળમાં પરિચય થયેલો પણ તે કાલાન્તરે ભૂલી જવાયો. ત્યારબાદ તે વ્યક્તિ આંખ સામે આવે તો પણ વિસ્મરણશીલતાના કારણે તે વ્યક્તિ ઓળખાતી નથી. યાદ આવતી નથી.
(૧૪) દુષ્ટ ઉપદેશથી (ખોટી શિખામણથી) પણ છતી વસ્તુ જણાતી નથી. જેમકે સુવર્ણનો જ ટુકડો હોય પણ જે જે લોકોને બતાવીએ તે તે લોકો સર્વે (પોતાની અજ્ઞાનતાથી) આ તો પિત્તળ છે, પિત્તળ છે આમ જ કહે. એટલે આપણે પણ માની લઈએ કે ખરેખર આ પિત્તળ જ છે. અહીં સુવર્ણ હોવા છતાં લોકોના ખોટા ઉપદેશથી છતું સુવર્ણ પણ જણાતું નથી. કલર, ડીઝાઈન, મુલાયમતા વગેરે બરાબર જોઈ. તપાસીને પસંદ કરીને લાવેલી સાડી પણ લોકોને દેખાડતાં લોકો કહે કે આ કલર બરાબર નથી. આ ડીઝાઈન બરાબર નથી. એમ ઘણાના કહેવાથી સાડીમાં રહેલું સારાપણું છતું હોવા છતાં દેખાતું નથી અને મન ઉતરી જાય છે. સાડી પાછી આપવાનું મન થાય છે.
(૧૫) મૂઢતા-અજ્ઞાનતા-વિપરીત બોધથી પણ સાચું તત્ત્વ જેમ હોય છે તેમ દેખાતું નથી. સમજાતું નથી. જેમકે જીવ-અજીવ-પુણ્ય-પાપ આશ્રવ-બંધ-સંવર-નિર્જરા અને મોક્ષ આ નવ તત્ત્વો છે. પરંતુ વિપરીત દર્શનવાળાં શાસ્ત્રોના અભ્યાસથી મૂઢતાના કારણે સત્ય સ્વરૂપ દેખાતું નથી.
(૧૬) વિપત્તિ વર્ણન ચેષાં તે = જેને ચક્ષુથી જોવાની શક્તિ ચાલી ગઈ છે તે વિદર્શન. ચક્ષુની દૃષ્ટિ વિનાના જીવો, સર્વથા આંખે અંધ બનેલા આત્માઓ સામે છતી ઘટ-પટ આદિ વસ્તુઓ જોઈ શકતા નથી. આ વિષયમાં વિદર્શન–-અંધત્વ કારણ છે.
(૧૭) વાર્થવિિવરત્ = વૃદ્ધાવસ્થાના કારણે શરીર, ઈન્દ્રિયો અને સ્મરણશક્તિ વગેરે મંદ પડવાથી અને ચક્ષુ આદિમાં વિકારવિશેષ થવાથી છતી વસ્તુ દેખાતી નથી. ભલે પૂર્વે જોયેલી હોય, ફરીથી તે વસ્તુ સામે આવે તો પણ જાણી શકાતી નથી.
(૧૮) બ્રિયતઃ = ભૂમિની અંદર રહેલાં વૃક્ષાદિનાં જે મૂળીયાં વગેરે છે તે સત્
Page #247
--------------------------------------------------------------------------
________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ છે. તો પણ તે દેખાતાં નથી. તેનું કારણ તે મૂળીયાં વગેરે ઉપરની જે ભૂમિ છે તેની ખનનાદિ ક્રિયા ન કરવાથી માટીથી ઢંકાયેલાં છે. માટે તે મૂળીયાં દેખાતાં નથી. અહીં ખનન આદિની અક્રિયા કારણ છે.
(૧૯) મનધામ = અભ્યાસ ન કરવાથી ન જણાય. જેમકે કોઈપણ શાસ્ત્રોના અર્થો તે તે શાસ્ત્રોમાં તો છે જ. પરંતુ તે અર્થો ભણવાનો અભ્યાસ ન કરવામાં આવે, ગુરુગમ દ્વારા સાંભળવામાં ન આવે તો તેમાં રહેલા છતા અર્થો પણ દેખાતા નથી, સમજાતા નથી.
(૨૦) વિખર્ષ = જે વસ્તુઓ કાલથી ઘણી જ દૂર હોય, તો તે વસ્તુ સંસારમાં હોવા છતાં દેખાતી નથી. જેમકે ભૂતકાળમાં થયેલા ઋષભદેવ, અજિતનાથ પ્રભુ વગેરે તીર્થકર ભગવન્તો તથા ભાવિમાં થનારા પદ્મનાભાદિ તીર્થકર ભગવંતો કાલથી ઘણા દૂર છે. માટે દેખાતા નથી.
(૨૧) સ્વભાવવિખર્ષ = જે વસ્તુ સ્વભાવથી જ દેખાવાને યોગ્ય ન હોય, અદેશ્ય જ હોય તેવી વસ્તુ સંસારમાં હોવા છતાં પણ દેખાતી નથી. જેમકે આકાશદ્રવ્ય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયાદિ દ્રવ્ય, પિશાચ, ભૂત, વગેરે વ્યંતરાદિ દેવો.
આ સંસારમાં જે વસ્તુ વિદ્યમાન હોય છતાં ચક્ષુથી ન દેખાય, તેનાં એકવીસ કારણો છે. તેમાંથી શરીરમાં પ્રવેશ કરતો અને નીકળતો આત્મા સત્ છે અને તે પણ તૈજસ-કાર્પણ શરીર સાથે છે. અર્થાત્ સૂક્ષ્મ શરીરોથી સશરીરી છે. છતાં જે નથી દેખાતો તેનું કારણ એ છે કે આત્મા અમૂર્તિ છે. માટે એકવીસમા કારણથી દેખાતો નથી. અને તેની સાથેનું તૈજસ-કાશ્મણ જે શરીર છે તે અતિશય સૂક્ષ્મ છે. માટે અતિસૌમ્ય નામના ત્રીજા કારણથી દેખાતું નથી. આ રીતે આત્મા અમૂર્ત હોવાથી અને તૈજસ-કાશ્મણ શરીર અતિશય સૂક્ષ્મ હોવાથી-હોવા છતાં પણ તે જણાતાં નથી. પરંતુ તે આત્મા અને તૈજસ કાર્મણ શરીર ખરફ્રંગ અને આકાશપુષ્પાદિની જેમ અસત્ છે માટે નથી દેખાતાં એમ નથી. સત્ છે પણ અમૂર્ત અને સૂક્ષ્મ હોવાથી દેખાતાં નથી.
પ્રશ્ન – જે અસત્ હોય છે તેની પણ ખરશૃંગાદિની જેમ અનુપલબ્ધિ હોય છે અને જે સત્ હોય છે તેની પણ ઉપરોક્ત ૨૧ કારણોથી અનુપલબ્ધિ હોય છે. ત્યાં આત્મદ્રવ્યની જે અનુપલબ્ધિ છે. તે અસત્ હોવાથી પ્રથમ નંબરની અનુપલબ્ધિ નથી. પરંતુ સત્ છે છતાં ૨૧ કારણોમાંના એકવીસમા કારણથી જ અનુપલબ્ધિ છે. આવો નિર્ણય કોનાથી શાના આધારે કરવો ? ખરશ્ચંગની જેમ અસત્ છે માટે અનુપલબ્ધિ છે. આમ કેમ ન કહેવાય?
Page #248
--------------------------------------------------------------------------
________________
ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૨૩
ઉત્તર
અનેક અનુમાનો દ્વારા તે આત્માનું અસ્તિત્વ ઈન્દ્રભૂતિ સાથેના અને હમણાં જ વાયુભૂતિ સાથેના વાદમાં સિદ્ધ કરવામાં આવ્યું છે. માટે આત્મા સત્ છે અસત્ નથી. ફક્ત અમૂર્ત હોવાથી અને તેની સાથેનું તૈજસ-કાર્યણશરીર સૂક્ષ્મ હોવાથી તેની અનુપલબ્ધિ છે. તેથી તેની ઉપલબ્ધિ થતી નથી. અહીં સત્ની જ અનુપલબ્ધિ જાણવી. ૧૬૮૨-૧૬૮૩૦
ગણધરવાદ
-
વેદમાં કહેલાં પદો દ્વારા પણ દેહથી ભિન્ન એવા આત્માની સિદ્ધિ કરે છે देहाणणे व जिए, जमग्गिहोत्ताइं सग्गकामस्स । वेयविहियं विहरणइ, दाणाइफलं च लोयम्मि ॥१६८४ ॥
( देहानन्ये वा जीवे यदग्निहोत्रादि स्वर्गकामस्य । वेदविहितं विहन्यते, दानादिफलं च लोके ॥ )
ગાથાર્થ - જો જીવને દેહથી અભિન્ન માનીએ એટલે કે શરીર એ જ જીવ છે આમ માનીએ તો સ્વર્ગની ઈચ્છાવાળાને અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવાનું જે કહ્યું છે તે અને લોકમાં દાનાદિ જે ધર્માનુષ્ઠાનો થાય છે તેનું ફળ આ બન્ને વસ્તુઓ ઘટશે નહીં, નિષ્ફળ થશે.
||૧૬૮૪॥
વિવેચન - વેદમાં કહેલાં કેટલાક પદોથી પણ શરીરથી ભિન્ન એવા આત્માની સિદ્ધિ થાય છે. તે જણાવતાં પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ કહે છે કે જો આ જીવદ્રવ્ય દેહથી ભિન્ન ન જ હોય અને દેહ એ જ જીવ હોય તો સ્વર્ગની કામનાવાળાએ અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવા જોઈએ આવું જે વેદશાસ્ત્રમાં વિધાન છે તે ઘટશે નહીં. કારણ કે દેહ એ જ જો જીવ હોય તો દેહનો તો અહીં જ અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. એટલે દેહ તો બળીને રાખ થઈ જાય છે અને દેહથી ભિન્ન જીવ જો ન હોય તો અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવા દ્વારા સ્વર્ગમાં જશે કોણ ? સ્વર્ગનાં ફળ ભોગવશે કોણ ? સ્વર્ગમાં જનાર કોઈ રહ્યું જ નહીં. તેથી વેદપદોનું વિધાન વ્યર્થ થશે.
તથા આ લોકમાં દાન-પરોપકાર લોકસેવા આદિ વ્યાવહારિક એવાં ધર્મનાં જે જે કાર્યો કરવા-કરાવવામાં આવે છે તેના ફળને ભોગવનારો કોઈ જ નહીં હોવાથી તે અનુષ્ઠાનો પણ નિષ્ફળ જશે. દાનાદિ ધર્મક્રિયાનું ફળ કોને પ્રાપ્ત થશે ? દાનાદિ કરો કે હિંસાદિ પાપકાર્યો કરો, તેનું કંઈ ફળ રહેશે નહીં અને જો આમ જ હોય તો આ જગતમાં પાપ-પુણ્યની વ્યવસ્થા જ રહેશે નહીં. દાનાદિ કરો કે હિંસાદિ કરો પાછળ કંઈ ફળ છે
Page #249
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૨૨૪
ત્રીજા ગણધર - વાયુભૂતિ જ નહીં. આમ માનવાથી આ સંસારમાં ઘણી જ અવ્યવસ્થા થાય. માટે પણ તે વાયુભૂતિ ! તમારે સમજવું જોઈએ કે શરીરથી ભિન્ન એવો આત્મા છે. ll૧૬૮૪ll
હે વાયુભૂતિ ! તમને પરસ્પર વિરુદ્ધ એવાં વેદોનાં પદોના શ્રવણ માત્રથી આ જીવ અને શરીર ભિન્ન છે કે અભિન્ન છે. એવો સંદેહ થયેલો છે. પરંતુ તે વેદપદોના સાચા અર્થને તમે જાણતા નથી. તેથી તે વેદપદોના સાચા અર્થને તમે સાંભળો. આ પ્રમાણે વેદપદોના અર્થકથન દ્વારા વાયુભૂતિના સંદેહને દૂર કરતા ભગવાન જણાવે છે કે -
विण्णाणघणाईणं, वेयपयाणं तमत्थमविदंतो । देहाणण्णं मन्नसि, ताणं च पयाणमयमत्थो ॥१६८५॥ (विज्ञानघनादीनां वेदपदानां त्वमर्थमविदन् ।
હાર્ચ મચશે, તેષીઝ પાનામયમર્થ છે)
ગાથાર્થ - વિજ્ઞાન ન” ઈત્યાદિ વેદપદોના અર્થને ન જાણતા એવા તમે દેહથી આત્માને અભિન માનો છો. પરંતુ તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે. /૧૬૮૫ll
વિવેચન - હે વાયુભૂતિ !“વિજ્ઞાનધન તેભ્યો ભૂતેશ્ય: સમુત્થાય તીજોવાનુભવનશ્યતિ, ન પ્રત્યજ્ઞ મતિ'' ઈત્યાદિ જે વેદવાક્યો છે તેના અર્થો તમે આત્માના નાસ્તિત્વમાં કરો છો અને “નિહોત્ર ગુહુયાત્ સ્વામ:' એ વેદપદોના અર્થો તમે આત્માના અસ્તિત્વમાં કરો છો. આમ પરસ્પર વિરુદ્ધ અર્થવાળાં પદોના શ્રવણથી તમને શંકા થઈ છે કે શરીરથી ભિન્ન જીવ માનવો કે શરીર એ જ જીવ છે આમ માનવું. પરસ્પર વિરુદ્ધ અર્થવાળા પદોનું શ્રવણ એ જ આ શંકાનું મૂળ કારણ છે. પરંતુ “વિજ્ઞાનધન' ઈત્યાદિ જે પ્રથમ કહેલાં પદો છે. તેનો સાચો અર્થ તમે જાણતા નથી અને તમે જે અર્થ કરો છો તે મિથ્યા અર્થ છે.
વિજ્ઞાનયન” ઈત્યાદિ પદોનો અર્થ તમે આ પ્રમાણે કરો છો કે - વિજ્ઞાનઘન સ્વરૂપ એવો આ આત્મા પૃથ્વી આદિ પાંચ ભૂતોથી જ ઉત્પન થાય છે અને ઉત્પન્ન થઈને તેના વિલયની પાછળ આ આત્માનો પણ નાશ થાય છે. પરભવ-પૂર્વભવ જેવી કોઈ સંજ્ઞા નથી. આ પ્રમાણે તમારો કરેલો અર્થ છે. પરંતુ તે અર્થ સાચો નથી. તેનો સાચો અર્થ આ પ્રમાણે છે કે - વિજ્ઞાનના ઘન સ્વરૂપ આ આત્મા છે. તે પાંચભૂતોના બનેલા ઘટપટ આદિ શેય પદાર્થોને જાણવારૂપે તે તે વિષયના ઉપયોગ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. એટલે કે પરિણામ પામે છે અને તે તે વિષયનો ઉપયોગ સમાપ્ત થતાં તેવા તેવા ઉપયોગ સ્વરૂપે નાશ પામે છે. પરંતુ આત્મા સર્વથા નવો ક્યારેય પણ ઉત્પન્ન થતો નથી અને ક્યારેય
Page #250
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ત્રીજા ગણધર - વાયુભૂતિ
૨૨૫
પણ નાશ પામતો નથી.) કોઈપણ નવા વિષયના ઉપયોગકાલમાં પૂર્વકાલના વિષયની જ્ઞાનસંજ્ઞા વિદ્યમાનપણે પ્રવર્તતી નથી. ઉપયોગધર્મને આશ્રયી આ આત્મા ઉત્પાદવિનાશશાલી છે. આવો સાચો અર્થ તમે જાણતા નથી. તેથી તમને આ શંકા થયેલી છે. આ વેદપદોના સાચા અર્થો ઈન્દ્રભૂતિ સાથેના વાદપ્રસંગે ગાથા નંબર ૧૫૮૮ થી ૧૬૦૩ માં વધારે ચર્ચેલા છે. ત્યાંથી જોઈ લેવા ભલામણ છે.
તથા પૂર્વે આવી ગયેલી ૧પ૬૭ મી ગાથામાં આ જ કારણથી કહ્યું હતું કે “શરીરાત્મકપણે બનેલો આ પાંચ ભૂતોનો જે સંઘાત છે તેનો કોઈક અવશ્ય કર્તા છે. કારણ કે તે વ્યવસ્થિતપણે ગોઠવાયેલા સ્વરૂપે પ્રતિનિયત આકારવાળો સંઘાત છે. તેથી ઘડાની જેમ તેનો કોઈક કર્યા છે જે તે સંઘાતનો કર્તા છે. તે જ ભૂતાત્મકશરીરથી ભિન્ન એવો જીવ છે. આવા પ્રકારનાં અનેક અનુમાનોથી પણ શરીરથી અતિરિક્ત એવા જીવની સિદ્ધિ પૂર્વે કરેલી છે તથા પાંચ ભૂતોના બનેલા શરીરથી આત્મા એ ભિન્ન દ્રવ્ય છે. આવું સમજાવનારાં વેદનાં પદો તમને પણ કંઠસ્થ છે તે આ પ્રમાણે -
"सत्येन लभ्यस्तपसा ह्येष ब्रह्मचर्येण नित्यं ज्योतिर्मयो विशुद्धो, यं पश्यन्ति धीरा यतयः संयतात्मानः" इत्यादि
નિત્ય જ્ઞાનમય અને વિશુદ્ધ એવો આ આત્મા સત્ય વડે, તપ વડે અને બ્રહ્મચર્ય વડે પ્રાપ્ત કરવા લાયક છે. સંયમી છે આત્મા જેનો એવા ધીર સંયમીપુરુષો જે આત્માને જોઈ શકે છે. આ પાઠ ભૂતોથી ભિન્ન આત્મા છે. આમ સ્પષ્ટ સિદ્ધ કરે છે.
આ પ્રમાણે તે વાયુભૂતિ ! સર્વે પણ વેદોનાં પદો પાંચ ભૂતોના બનેલા શરીરથી આ આત્મતત્ત્વને ભિન્ન જ સિદ્ધ કરે છે. આ કારણે ભેદપ્રતિપાદક વેદવાક્યોથી પણ ભૂતોથી અતિરિક્ત જીવ છે એમ તમે સ્વીકાર કરો. ll૧૬૮પા
આ પ્રમાણે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે વાયુભૂતિનો સંશય છેદાયે છતે વાયુભૂતિએ શું કર્યું? તે હવે કહે છે.
छिन्नम्मि संसयम्मि, जिणेणं जरामरणविप्पमुक्केणं । सो समणो पव्वइओ, पंचहिं सह खंडियसएहिं ॥१६८६॥ (छिन्ने संशये, जिनेन जरामरणविप्रमुक्तेन । स श्रमणः प्रव्रजितः, पञ्चभिस्सह खण्डिकशतैः ॥)
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૬
ત્રીજા ગણધર - વાયુભૂતિ
ગણધરવાદ ગાથાર્થ – જરા અને મરણથી મુક્ત બનેલા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે વાયુભૂતિનો સંશય છેદાયે છતે પાંચસો શિષ્યો સાથે તે શ્રમણ દીક્ષિત થયા. //૧૬૮૬ //
- વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુની તર્કયુક્ત અમૃતવાણી સાંભળીને વાયુભૂતિનો સંશય છેદાયો. પરમાત્માનો આ ચરમ ભવ છે. એટલે જરા (ઘડપણ) અને મરણ (મૃત્યુ) હજુ આવવાનું તો છે જ. પરંતુ ત્યારબાદ ક્યારેય પણ જરા-મરણ આવવાનાં નથી. ફક્ત આ ભવસંબંધી એક જ વાર આવવાનાં હોવાથી અને તે પણ કેવલપરમાત્મા હોવાથી રતિ-અરતિ વિનાના હોવાના કારણે સમાધિમરણ પામવાના હોવાથી તેની વિરક્ષા કરવામાં આવી નથી. તેથી મૂલગાથામાં જરા-મરણથી મુકાયેલા એવો પાઠ છે.
તથા ભગવાનની વાણી સાંભળીને શ્રમણ એવા વાયુભૂતિ દીક્ષિત થયા. આ વાક્ય પણ નિશ્ચયનયની દૃષ્ટિએ કહેલ છે. કારણ કે પ્રથમથી જો શ્રમણ જ હોય તો દીક્ષિત થયેલા જ હતા, તેઓને દીક્ષા લેવાની રહેતી જ નથી. તેથી વ્યવહારનયથી અદીક્ષિત હોય તે જ દીક્ષા લે છે. પરંતુ નિશ્ચયનયથી જ્યાં સુધી આ જીવ અદીક્ષિત છે ત્યાં સુધી દીક્ષા લેતો નથી અને જે સમયે દીક્ષા લે છે તે સમયે તે દીક્ષિત બનેલો હોવાથી શ્રમણ કહેવાય છે. તેથી દીક્ષિત થયેલા અર્થાત્ શ્રમણ થયેલા એવા તે દીક્ષા લે છે આમ કહેવાય છે. વ્યવહારનય કારણ અને કાર્યનો ભેદ સ્વીકારે છે. નિશ્ચયનય કારણ અને કાર્યનો અભેદ સ્વીકારે છે. આ વિષયમાં વિવક્ષાની જ પ્રધાનતા જાણવી. આ પ્રમાણે ત્રીજા વાયુભૂતિ ગણધરની વાદચર્ચા સમાપ્ત થઈ. ll૧૬૮૬ll.
ત્રીજા ગણધર શ્રી વાયુભૂતિનો વાદ સમાપ્ત થયો.
Printed & Composed By BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad-380 001 Guj (ind). Ph. : 079-22134176, Mob. 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com
Page #252
--------------------------------------------------------------------------
________________
II વ્યક્ત નામના ચોથા ગણધર II હવે વ્યક્ત નામના ચોથા ગણધરનો વાર્તાલાપ સમજાવે છે - ते पव्वइए सोउं, वियत्तु आगच्छइ जिणसगासं । वच्चामि ण वंदामि, वंदित्ता पज्जुवासामि ॥१६८७॥ (तान् प्रव्रजितान् श्रुत्वा, व्यक्त आगच्छति जिनसकाशम् । ત્રનામિ વન્યૂ, વન્તિવી પર્યુષારે )
ગાથાર્થ - તે ત્રણે ભાઈઓને દીક્ષિત થયેલા સાંભળીને વ્યક્ત નામના ચોથા પંડિત બ્રાહ્મણ જિનેશ્વર પરમાત્મા પાસે આવે છે. મનમાં વિચારે છે કે હું પણ ત્યાં જાઉં, વન્દન કરું અને વંદન કરીને સેવા કરું. /૧૬૮૭ll
વિવેચન - ઈન્દ્રભૂતિ-અગ્નિભૂતિ અને વાયુભૂતિ એમ ત્રણે ભાઈઓ કે જેઓ મહાવિદ્વાન હતા. વાદવિવાદમાં બલવાન યોદ્ધા જેવા હતા. કોઈથી પરાભવ ન પામે તેવા હતા. તેઓ પણ જેઓની પાસે હારી ગયા તથા હારી ગયા એટલું જ નહીં પરંતુ તેઓના શિષ્ય બની ગયા, તેમની પાસે પ્રવ્રજ્યા લીધી. માટે અવશ્ય આ સાચા સર્વજ્ઞ જ છે. જૈનોના ચોવીસમા તીર્થંકર પ્રભુ શ્રી મહાવીર સ્વામી જ છે. હું પણ જલ્દી જલ્દી જાઉં. તેઓને વંદન કરું અને વંદન કરીને તેઓની સેવા કરું. આવા પ્રકારના વિચારો કરીને વ્યક્ત નામના દ્વિજોપાધ્યાય પોતાના સ્થાનથી નીકળ્યા અને પરમાત્માની પાસે આવ્યા, ત્યારબાદ ભગવાને શું કર્યું, તે હવે પછીની ગાથામાં જણાવે છે. ૧૬૮૭ll
आभट्ठो य जिणेणं, जाइजरामरणविप्पमुक्केणं । नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१६८८॥ (आभाषितश्च जिनेन, जातिजरामरणविप्रमुक्तेन । नाम्ना च गोत्रेण च, सर्वज्ञेन सर्वदर्शिना ॥)
ગાથાર્થ - જન્મ-જરા અને મૃત્યુથી મુક્ત થયેલા, સર્વજ્ઞ અને સર્વદર્શી એવા જિનેશ્વર શ્રી મહાવીર પ્રભુ વડે નામ અને ગોત્રપૂર્વક તે વ્યક્ત પંડિતને બોલાવાયા. l/૧૬૮૮ll
Page #253
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
વિવેચન જન્મ-જરા અને મૃત્યુને જિતનારા સર્વજ્ઞ અને સર્વદર્શી એવા તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે હે વ્યક્ત ! તમે ભલે આવ્યા. એમ કહીને બોલાવ્યા. અને કહ્યું કે તમારા મનમાં પણ એક શંકા છે. આ પ્રમાણે વ્યક્ત પંડિત કંઈ પણ બોલે તે પહેલાં જ પરમાત્માએ કેવલજ્ઞાનથી જોઈને તેમના હૃદયના સંશયને કહેવાની શરૂઆત કરી. આ જોઈને વ્યક્તપંડિત મનમાં આશ્ચર્ય પામ્યા. કંઈક અહોભાવ તો પહેલેથી જ હતો પણ કંઈ પણ પૂછ્યા વિના હૃદયના સંશયને યથાસ્થિતપણે બોલતા જોઈને વ્યક્ત પંડિતને પરમાત્મા પ્રત્યે અહોભાવની વૃદ્ધિ થઈ. વિશાળ પર્ષદા જોવાથી અને અમૃતવાણી સાંભળવાથી પણ ઘણા અહોભાવની અને પૂજ્યભાવની વૃદ્ધિ થઈ. ૧૬૮૮॥
૨૨૮
–
किं मण्णे अत्थि भूया, उदाहु नत्थित्ति संसओ तुझ । वेयपयाण य अत्थं, न याणसि तेसिमो अत्थो ॥१६८९ ॥
( किं मन्यसे सन्ति भूतान्युताहो न सन्तीति संशयस्तव । वेदपदानां चार्थं, न जानासि तेषामयमर्थ: ॥ )
ગાથાર્થ - પૃથ્વી આદિ પાંચ ભૂતો છે કે નથી આવો સંશય હે વ્યક્તપંડિત ! તમને છે. પણ વેદપદોના અર્થને તમે જાણતા નથી. તે વેદપદોના અર્થ આ પ્રમાણે છે. ।।૧૬૮૯॥
વિવેચન - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ નામનાં પાંચ ભૂતો જગતમાં પ્રસિદ્ધ છે. પરંતુ તે પાંચ ભૂતો વાસ્તવિકપણે છે કે વાસ્તવિકપણે નથી ? આવો સંશય હે વ્યક્તપંડિત ! તમારા હૃદયમાં છે. આવા પ્રકારનો સંશય થવાનું કારણ પરસ્પર વિરુદ્ધ અર્થવાળાં વેદનાં પદોનું શ્રવણ છે. તે વેદનાં પદો આવા પ્રકારનાં છે.
**
‘‘સ્વપ્નોપમ હૈ સમિષ બ્રહ્મવિધિજ્ઞમા વિજ્ઞેયઃ ।'' તથા ‘ઘાવા-પૃથિવી ।’’ તથા ‘પૃથિવી દેવતા, આપો દેવતા ।'' નૃત્યાદ્રિ ।
ઉપરોક્ત વેદપાઠોના અર્થ તમારા મનમાં આ પ્રમાણે ચાલે છે. (૧) પહેલા પાઠનો અર્થ - આખુંય આ જગત સ્વપ્નની ઉપમાવાળું છે અર્થાત્ સ્વપ્નતુલ્ય છે. આ જ સાચો પરમાર્થ છે એમ ન્યાયથી જાણવું. વેદપદોનો આવો અર્થ કરવાથી પાંચ ભૂતો સંસારમાં નથી. જે કંઈ લોકો કહે છે અને પ્રત્યક્ષ દેખાય છે તે બધુંય સ્વપ્નની જેમ મિથ્યા છે. ઝાંઝવાના જળની તુલ્ય છે. વસ્તુ નથી પણ ભ્રમમાત્રથી વસ્તુનો આભાસ થાય છે. આવો અર્થ તમારા મનમાં સ્કુરાયમાન થવાથી “ભૂતો નથી” એવો બોધ તમારા મનમાં વર્તે
46
છે. (૨) પરંતુ ‘ઘાવા-પૃથિવી’’ ‘પૃથિવી વેવતા’’ ‘‘આપો તેવતા'' = સ્વર્ગ અને પૃથ્વી
Page #254
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૨૯ છે. પૃથ્વી એ દેવ છે. જલ એ દેવ છે. આ બીજા સઘળા ય પાઠો પાંચ ભૂતો છે એમ સૂચવે છે. આવો અર્થ તમારા મનમાં પ્રવર્તે છે.
પ્રથમ પાઠ ભૂતોની નાસ્તિતાને સૂચવનારો અને બીજા બે પાઠો ભૂતોની અસ્તિતાને સૂચવનારા છે. આવા પ્રકારના વેદપાઠોના પરસ્પર વિરુદ્ધ અર્થ કરવાથી તમને સંશય થયેલો છે. પરંતુ આ વેદપદોના સાચા અર્થને તમે જાણતા નથી. તથા યુક્તિને પણ તમે જાણતા નથી. તેથી જ તમે આવા સંશયને કરો છે. તે વેદપદોના સાચા અર્થ આ પ્રમાણે છે. જે અર્થ હું તમને આગળ ઉપર સમજાવું છું. ll૧૬૮ll,
भूएसु तुज्झ संका, सुविणय-माओवमाइं होजत्ति । न वियारिजंताई, भयंति जं सव्वहा जुत्तिं ॥१६९०॥ भूयाइसंसयाओ, जीवाइसु का कहत्ति ते बुद्धी । तं सव्वसुण्णसंकी, मन्नसि मायोवमं लोयं ॥१६९१॥ (भूतेषु तव शङ्का, स्वप्नक-मायोपमानि भवेयुरिति । न विचार्यमाणानि, भजन्ति यत् सर्वथा युक्तिम् ॥ भूतादिसंशयात्, जीवादिषु का कथेति ते बुद्धिः । त्वं सर्वशून्यशङ्की, मन्यसे मायोपमं लोकम् ॥)
ગાથાર્થ - પાંચ ભૂતોને વિષે તમને શંકા છે. પાંચે ભૂતો સ્વપ્નતુલ્ય અને ઈન્દ્રજાલની તુલ્ય માયાસ્વરૂપ છે. વિચાર કરીએ તો પણ તે ભૂતો સર્વથા યુક્તિયુક્ત બેસતાં નથી. હવે જો ભૂતોમાં જ સંશય છે તો જીવ-અજીવ, પુણ્ય-પાપની તો વાત જ શું કરવી. તેથી સર્વત્ર શૂન્યતા જ છે. આવી શંકાવાળા થયા છતા તમે લોકને માયાની ઉપમાવાળું માનો છો. /૧૬૯૦-૧૬૯૧//
વિવેચન - હે આયુષ્યમાન્ વ્યક્તપંડિત ! પૃથ્વી આદિ પાંચે ભૂતોમાં તમને સંદેહ છે. કારણ કે “સ્વોપ હૈ સનમ્" ઈત્યાદિ પૂર્વે કહેલા વેદપાઠમાં આખાય આ જગતને સ્વપ્નની તુલ્ય કહેલું છે. તેથી માયાની ઉપમાવાળું આ જગત છે એમ તમે માનો છો. જેમ કોઈ નિર્ધન (ગરીબ) માણસ હોય, તો પણ સ્વપ્નદશામાં પોતાના ઘરના આંગણામાં (ચોકમાં) હાથીઓની ઘટા, ઘોડાઓનો સમૂહ, મણિ-માણેક-સુવર્ણાદિની રાશિ ઈત્યાદિ સ્વરૂપ વિશાલ રાજ્યલક્ષ્મીને પોતાની પાસે નથી તો પણ દેખે છે. વળી કોઈક ઈન્દ્રજાલ રચનાર પુરુષ માયાથી ત્યાં વાસ્તવિક ન હોય તો પણ કનક-મણિ મોતી-રજત-બગીચા
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩)
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ ફૂલ-ફળ વગેરે ભૌતિક પદાર્થો દેખાડે છે અને જોનારા લોકો દેખે છે. આ બન્ને ઉદાહરણોથી સમજાય છે કે જે વસ્તુ જગતમાં વાસ્તવિકપણે હોતી નથી. તે પણ સ્વપ્નમાં અને ઈન્દ્રજાલની રચનામાં દેખાય છે. તેની જેમ આ પાંચે ભૂતો પણ આવાં જ છે કે જે વાસ્તવિક સ્વરૂપે છે નહીં. પરંતુ સ્વપ્નની જેમ અને ઈન્દ્રજાલની જેમ દેખાય છે. માટે આ ભૂતો નથી જ, એમ તમે મનમાં માનો છો.
વળી વિચાર કરતાં પણ આ ભૂતો હોય એવું દેખાતું નથી. યુક્તિથી પણ ભૂતોનું અસ્તિત્વ સિદ્ધ થતું નથી. તથા પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-આકાશ આમ મૂલભૂત પાંચ ભૂતાત્મક તત્ત્વ જ આ સંસારમાં જો ન સંભવતું હોય તો જીવ-અજીવ-પુણ્ય-પાપ વગેરે સૂક્ષ્મતત્ત્વોની વાત તો કરવી જ શું ? તે તો હોઈ જ ન શકે. આ પ્રમાણે તમે મનમાં વિચારો છો. કારણ કે આ જીવ-અજીવાદિ તત્ત્વો તો પાંચ ભૂતોના જ વિશેષાત્મક = ઉત્તરભેદ સ્વરૂપ છે. જો મૂલતત્ત્વ ન હોય તો ઉત્તરતત્ત્વ તો હોય જ ક્યાંથી ? આવી તમારા મનની વિચારધારા છે.
ઉપર પ્રમાણે પાંચ ભૂતાત્મક મૂલતત્ત્વ અને જીવ-અજીવ વગેરે સ્વરૂપ ઉત્તરતત્ત્વ એમ સર્વ તત્ત્વનો અભાવ જ છે. તેથી આ સંસાર વાસ્તવિકપણે સર્વથા શન્યતા સ્વરૂપ જ છે. આમ સર્વથા શૂન્યતા જ છે. આવી શંકાવાળા તમે આખા આ લોકમાત્રને સ્વપ્નતુલ્ય-માયાતુલ્ય અથવા ઈન્દ્રજાલતુલ્ય અસત્ જ છે, કંઈ છે જ નહીં. જે કંઈ દેખાય છે તે સઘળું ય મિથ્યા છે, આવું તમે માનો છો. આવી દઢ માન્યતાની પાછળ વ્યક્તપંડિતના હૃદયમાં રહેલી યુક્તિ-પ્રયુક્તિને, વ્યક્તપંડિતને પૂછ્યા વિના જ ભગવાન ખુલ્લી કરતાં હવે જણાવે છે. ll૧૬૯૦-૧૬૯૧//
जह किर न सओ परओ, नोभयओ नावि अन्नओ सिद्धी । भावाणमवेक्खाओ, वियत्त ! जह दीह-हस्साणं ॥१६९२॥ (यथा किल न स्वतः, परतो नोभयतो नाप्यन्यतः सिद्धिः । માવાનામપેક્ષાતો એવા ! યથા તીર્ઘ-સ્વયો)
ગાથાર્થ - સંસારમાં રહેલા ભાવોની સિદ્ધિ સ્વતઃ પણ નથી, પરતઃ પણ નથી, ઉભયથી પણ નથી અને અન્યથી (એટલે કે અનુભયથી) પણ નથી. માટે જેમ અપેક્ષા માત્રથી હ્રસ્વ-દીર્થ કહેવાય છે તેમ અપેક્ષામાત્રથી જ જગત કહેવાય છે. પરમાર્થથી તો સર્વથા શૂન્યતા જ છે. l/૧૬૯૨/
Page #256
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
૨૩૧
વિવેચન - હે વ્યક્તપંડિત ! તમારા મનમાં આવા આવા વિચારો પ્રવર્તે છે કે આ જગતમાં ઘટ-પટ આદિ જે કોઈ પદાર્થો દેખાય છે તે સર્વે પણ પદાર્થોની સિદ્ધિ સ્વથી, પરથી, ઉભયથી અને અન્યથી (એટલે કે અનુભયથી) સંભવી શકતી નથી. કારણ કે આ બધા ભાવો પરસ્પર અપેક્ષામાત્રથી જ હ્રસ્વ-દીર્ઘના વ્યપદેશની જેમ જોડાયેલા છે. પરમાર્થથી કંઈ છે જ નહીં. તેની વિશેષચર્ચા આ પ્રમાણે છે -
ગણધરવાદ
આ સંસારમાં નૃષિંડ-ઘટ-પટ-દૂધ-દહીં-ઘી વગેરે જે કોઈ પદાર્થસમૂહ દેખાય છે
તે સર્વે કાં તો કાર્યાત્મક હોવા જોઈએ અથવા કારણાત્મક હોવા જોઈએ. આમ બન્ને ભાવોમાંથી કોઈપણ એક ભાવ સ્વરૂપે આ પદાર્થો હોવા જોઈએ. હવે જો આ સઘળા પણ પદાર્થો કાર્યાત્મક છે આમ કહીએ તો કાર્ય તેને કહેવાય કે જે “કારણ વડે કરાય તે કાર્ય” આમ કાર્યનો પણ કાર્ય તરીકેનો વ્યપદેશ કારણને જ આધીન બને છે. અર્થાત્ કારણ હતું તો જ કાર્ય કરાયું એવો જ અર્થ થાય. તેથી કાર્યમાં રહેલું કાર્યપણું સ્વતઃ પોતાના માત્રથી સિદ્ધ થતું નથી. કાર્યત્વ એ કારણને આધીન હોવાથી સ્વતઃ નથી.
=
એવી જ રીતે કારણરૂપ આ જગત છે એમ માનીએ તો કારણપણું પણ સ્વતઃ સિદ્ધ થતું નથી. કારણ કે કારણને પણ કારણ તો જ કહેવાય કે જો તે કારણ કોઈપણ પ્રકારના કાર્યને કરે. તેથી કારણનો કારણ તરીકેનો જે વ્યપદેશ છે તે પણ કાર્યને જ આધીન છે. પણ સ્વતઃ નથી એ વાત નિશ્ચિત થાય છે. આ પ્રમાણે વિચાર કરતાં નૃષિંડઘટ-પટાદિ સઘળા પણ પદાર્થો કાર્યાત્મકપણે કે કારણાત્મકપણે સ્વતઃ સિદ્ધ હોય. પોતાની
રીતે સિદ્ધ હોય આ વાત બરાબર યુક્તિસંગત લાગતી નથી. કાર્યપણું કારણને આધીન છે અને કારણપણું કાર્યને આધીન છે. પરની અપેક્ષા રાખે છે. માટે કાર્ય કે કારણ આ બન્નેમાંથી કોઈપણ સ્વતઃ સિદ્ધ નથી. તેથી જગતના પદાર્થો સ્વતઃ સિદ્ધ તો નથી જ.
હવે કદાચ એમ વિચારીએ કે તે પદાર્થો કાર્યસ્વરૂપે કે કારણસ્વરૂપે સ્વતઃ ભલે ન હો, પરંતુ પરતઃ તો હોઈ શકે ને ? કેમકે કારણને કારણપણાનો વ્યપદેશ સ્વતઃ ભલે ન હો, તો પણ પર એવા કાર્યથી થાય જ છે ને ? એવી જ રીતે કાર્યનો કાર્ય તરીકેનો વ્યપદેશ ભલે સ્વતઃ ન હો, તો પણ પર એવા કારણથી તો થાય જ છે ને ? માટે પરતઃ કાર્ય-કારણરૂપ આ જગત છે એમ માનીશું. તો આ યુક્તિ પણ બરાબર નથી. કારણ કે જે સ્વતઃ સિદ્ધ હોતું નથી તે પરતઃ પણ સિદ્ધ થતું નથી. કારણ કે પોતે પોતાની રીતે અસ્તિત્વ ધરાવતું હોય તો પરની અપેક્ષા રાખે અને પરથી પ્રગટ થાય. પણ પોતાનું પોતાની રીતે અસ્તિત્વ જ જો ન હોય તો પરમાત્રથી કેમ થાય ? જેમકે ગધેડાને પોતાને પોતાની રીતે મસ્તક ઉપર શૃંગ પ્રગટ થતાં નથી તો તે શૃંગ પરથી કેમ પ્રગટ થાય ?
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૨
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
જે રેતીમાં સ્વતઃ સિદ્ધ તેલ નથી તે રેતીમાંથી ઘાણી આદિ પરપદાર્થથી તેલ કેવી રીતે નીકળે ? માટે જે સ્વતઃ સિદ્ધ ન હોય તે પરતઃ સિદ્ધ પણ ન હોય. તેથી આ કાર્યકારણભાવ તથા તે રૂપે રહેલા પદાર્થો સ્વતઃ સિદ્ધ પણ નથી અને પરતઃ સિદ્ધ પણ નથી.
જે સ્વતઃ સિદ્ધ ન હોય તથા જે પરતઃ સિદ્ધ પણ ન હોય તે સ્વ-પર એમ ઉભયથી
સિદ્ધ માનીએ તો આ પક્ષ પણ બરાબર યુક્તિસંગત થતો નથી. કારણ કે વ્યસ્ત એટલે કે છુટા-છુટા એટલે કે એકલા-એકલા એવા સ્વથી અથવા પરથી એમ બન્નેથી જે ભાવોની સિદ્ધિ થતી નથી. તે ભાવો તે બન્નેના સમુદાયથી પણ કેમ થાય ? અર્થાત્ બન્નેના સમુદાયાત્મક એવા ઉભયથી પણ થતા નથી જ. જેમ રેતીના એક-એક કણમાં તેલ નથી તો રેતીના કણોના સમૂહમાં પણ તેલ ન જ હોય, પ્રત્યેકમાં જે અસત્ હોય, તે સમૂહમાં પણ અસત્ જ હોય. તેમ અહીં સ્વથી અથવા પરથી એમ એક-એકથી કાર્ય-કારણભાવ ઘટતો નથી. માટે તે બન્નેના સાથે મળેલા સમૂહાત્મક એવા ઉભયથી તો કાર્ય-કારણભાવ તથા તે રૂપે પદાર્થો સંભવે જ નહીં. આ રીતે સ્વથી, પરથી અને ઉભયથી એમ ત્રણ પક્ષોથી તો કાર્ય-કારણની વ્યવસ્થા સંભવતી જ નથી. માટે તે રૂપે પદાર્થો નથી.
વળી ઉભયથી કાર્ય-કારણરૂપે પદાર્થોની સિદ્ધિ માનવામાં ઈતરેતરાશ્રય દોષ પણ આવે છે. કારણ કે કાર્ય એ કારણને આધીન હોવાથી અને કારણ એ કાર્યને આધીન હોવાથી જ્યાં સુધી કાર્યની સિદ્ધિ ન થાય ત્યાં સુધી કારણની સિદ્ધિ થઈ શકશે નહીં અને જ્યાં સુધી કારણની સિદ્ધિ ન થાય ત્યાં સુધી કાર્યની સિદ્ધિ થઈ શકશે નહીં. આ રીતે આ બન્ને પરસ્પર સાપેક્ષ હોવાથી ઉભયથી કાર્ય-કારણની સિદ્ધિ માનવામાં ઈતરેતરાશ્રય એટલે અન્યોન્યાશ્રય દોષ પણ આવે છે. એક વસ્તુ બીજાને આધીન હોય અને બીજી વસ્તુ પહેલી વસ્તુને આધીન હોય ત્યારે આ પરસ્પરાશ્રયદોષ કહેવાય છે.
હવે અન્યથી કાર્ય-કારણ ભાવરૂપે પદાર્થોની સિદ્ધિ કહીએ તો તે પક્ષ પણ ઉચિત નથી. કારણ કે અન્યથી એટલે સ્વ-પર અને ઉભયથી અન્ય જે પક્ષ તે “અનુભય” પક્ષ કહેવાય છે. અનુભયનો અર્થ એવો થાય છે કે સ્વ પણ નહીં, પર પણ નહીં. અર્થાત્ ઉભયપક્ષનો અભાવ, એનો અર્થ એવો થાય છે કે આ કાર્ય-કારણરૂપે પદાર્થોની વ્યવસ્થા સ્વથી પણ નથી, પરથી પણ નથી અને ઉભયથી પણ નથી. નિર્હતુક છે. સ્વ-પર અને ઉભયથી અન્ય કોઈ વસ્તુ જ નથી, તે સર્વથા અસત્ જ છે. તેથી નિર્હતુક માનવાથી કાર્યકારણરૂપે રહેલી પદાર્થોની વ્યવસ્થિત વ્યવસ્થા ઘટી શકે નહીં. જે નિર્હેતુક હોય છે તે નિત્યસત્ત્વ અથવા નિત્યઅસત્ત્વ જ હોય છે આવી આપત્તિ આવે છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૩૩ તથા હ્રસ્વ અને દીર્ઘની જેમ” હુસ્વ-દીર્થનો વ્યવહાર જેમ અપેક્ષામાત્રથી જ છે વાસ્તવિક નથી. તેમ જગતના પદાર્થો પણ વાસ્તવિક નથી. અપેક્ષામાત્રથી જ છે. હ્રસ્વદીર્ઘની અપેક્ષા આ પ્રમાણે - ચાર આંગળીઓમાંથી અંગુઠા પાસેની પ્રથમ આંગળીને “પ્રદેશિની” (તર્જની) આંગળી કહેવાય છે. આ પ્રદેશિની આંગળીમાં અંગુઠાની અપેક્ષાએ દીર્ઘત્વ જણાય છે અને બીજી આંગળીની અપેક્ષાએ તે પ્રદેશિનીમાં હ્રસ્વત્વ જણાય છે. તેનો અર્થ એ થયો કે આ પ્રદેશિની નામની આંગળી પોતે સ્વયં નથી હ્રસ્વ કે નથી દીર્ઘ. જો આજુબાજુના અંગુઠાને અને બીજી આંગળીને દૂર કરીએ તો તે પ્રદેશિની આંગળી હ્રસ્વ કે દીર્ઘ કંઈ કહેવાતી નથી. માટે પ્રદેશિનીમાં હ્રસ્વત કે દીર્ઘત્વ સ્વતઃ તો સિદ્ધ નથી જ.
જ્યાં સ્વતઃ સિદ્ધિ ન હોય ત્યાં પરત , ઉભયતઃ અને અનુભવતઃ સિદ્ધિ સંભવતી નથી. આ ચર્ચા તો પૂર્વે જ સમજાવી છે. તેથી હ્રસ્વ અને દીર્થનો વ્યવહાર જેમ વ્યવહાર માત્રથી જ બોલાય છે પણ પરમાર્થથી કંઈ જ નથી. તેવી જ રીતે આ ઘટ, આ પટ, આ દૂધ, આ દહીં આ બધા ભાવો જે બોલાય છે, જણાય છે તે માત્ર વ્યવહારથી જ છે. ઔપચારિક જ છે. તાત્ત્વિકપણે કંઈ જ નથી. આ સંસાર સર્વથા શુન્ય જ છે. કોઈપણ પદાર્થ નથી. આમ તમે સર્વશૂન્યતાને માનનારા થયા છો. હે વ્યક્તપંડિત ! તમારી દૃષ્ટિએ આવો પાઠ પણ તમને દેખાયો છે -
न दीर्धेऽस्तीह दीर्घत्वं, न हूस्वं, नापि च द्वये । तस्मादसिद्धं शून्यत्वात्, सदित्याख्यायते क्व हि ? ॥१॥ हुस्वं प्रतीत्य सिद्धं दीर्घ, दीर्घ प्रतीत्य हूस्वमपि । न किञ्चिदस्ति सिद्धं, व्यवहारवशात् वदन्त्येवम् ॥२॥
દીર્ઘ એવી વસ્તુમાં જે દીર્ઘત્વ જણાય છે તે પરમાર્થથી નથી. કારણ કે તેની બાજુમાં હ્રસ્વ વસ્તુ લાવીએ તો જ દીર્ઘત્વ જણાય છે. એટલે કે વસ્તુમાં દીર્ઘત્વ સાચું નથી. એવી જ રીતે હૃસ્વવસ્તુમાં જે હ્રસ્વત્વ જણાય છે તે પણ સાચું નથી. કારણ કે તેની પાસે દીર્ઘ વસ્તુ લાવીએ ત્યારે જ હ્રસ્વવસ્તુ હ્રસ્વસ્વરૂપે દેખાય છે. એનો અર્થ એ છે કે હસ્વવસ્તુમાં હ્રસ્વત્વ સાચું નથી, માત્ર પરાપેક્ષિત જ છે. આ રીતે દીર્ઘત્વ અને હૃસ્વત્વ એમ બન્ને સાચાં નથી. તેની જેમ આ સંસારમાં કંઈ પણ વાસ્તવિક સિદ્ધ નથી. સર્વ વસ્તુઓ અસિદ્ધ જ છે. માટે સર્વથા શૂન્યતા માનવી એ જ શ્રેયસ્કર છે અને સર્વશૂન્ય હોવાથી “આ સત્ છે” એવું ક્યાં કહેવાય ? અર્થાત્ ક્યાંય કહેવાય નહીં. આ રીતે આ સંસારમાં કોઈ સત્ નથી. સર્વથા શૂન્યતા જ છે.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
હૃસ્વને આશ્રયી દીર્ઘત્વ છે. એટલે કે વાસ્તવિક દીર્ઘત્વ નથી. એવી જ રીતે દીર્ઘત્વને આશ્રયી હૃસ્વત્વ છે તેથી તે પણ સત્યતત્ત્વ નથી. આ રીતે કોઈપણ તત્ત્વ પોતાની રીતે સાચું સિદ્ધ થતું જ નથી. માત્ર શૂન્યતા જ છે. લોકો વ્યવહારના વશથી આ હૃસ્વ અને આ દીર્ઘ એમ બોલે છે. પરમાર્થથી કંઈ જ નથી. આ કારણથી સર્વથા જગતમાં શૂન્યતા જ છે. આવા તમારા વિચારો છે. ll૧૬૯૨
अत्थित्तघडेगाणेगया व सव्वेगयाइदोसाओ । सव्वेऽणभिलप्पा वा, सुण्णा वा सव्वहा भावा ॥१६९३॥ (अस्तित्वघटेकानेकता वा, सर्वैकतादिदोषात् । સર્વડનમનાણા વા શૂન્ય વન સર્વથા માવા: )
ગાથાર્થ - અસ્તિત્વ અને ઘટત્વને એક માનીએ અથવા અનેક માનીએ તો (એટલે કે અભિન્ન અથવા ભિન માનીએ તો) સર્વ પદાર્થોની એકતા વગેરે થઈ જવાના દોષો આવે છે. તેથી સર્વે પણ ભાવો કાં તો અનભિલાપ્ય છે અથવા કાં તો સર્વથા શૂન્ય જ છે. I/૧૬૯૩
વિવેચન - વ્યક્તપંડિતના મનમાં જે વિચારો પ્રવર્તે છે તે વિચારો પરમાત્મા તેમની સામે જ પ્રગટ કરે છે કે તમે આ સર્વ જગત્ શૂન્યરૂપ છે. કંઈ છે જ નહીં એમ માનો છો. આમ માનવાની પાછળ તમારા હૃદયમાં આવા આવા મનમાન્યા તર્કો ચાલે છે. તે આ પ્રમાણે -
(૧) “આ ઘટ છે” એમ કહીએ તો ત્યાં “ઘટ અને અસ્તિત્વ” (એકધર્મી અને બીજો ધર્મ અથવા એક વિશેષ અને બીજું સામાન્ય.) આ બન્નેને એક (અભિન) માનવા કે અનેક (ભિન) માનવા ? જો એક છે (બને અભિન્ન છે) આમ માનીએ તો સર્વપદાર્થોની એકતા (એકસ્વરૂપતા) થઈ જાય છે. કારણ કે ઘટ અને અસ્તિ આ બને અભિન્ન માનવાથી જે જે અસ્તિમય હોય તે તે સર્વે પણ ઘટમય જ બની જશે. એટલે કે અસ્તિત્વની સાથે સર્વત્ર ઘટતા જ થઈ જવાથી (અસ્તિત્વમાં જ ઘટતાનો પ્રવેશ થવાથી) સંસારમાં રહેલી સર્વે પણ વસ્તુઓ ઘટાત્મક જ બની જશે. પણ પટ-શકટ આદિ અન્ય પદાર્થો કોઈ રહેશે નહીં. સારાંશ કે અસ્તિતા અને ઘટત આ બન્ને એક થવાથી સર્વત્ર ઘટતા જ પ્રાપ્ત થશે. ઈતર વસ્તુતા ક્યાંય રહેશે નહીં.
અથવા સર્વે પણ પદાર્થોમાં રહેલા અસ્તિત્વની સાથે ઘટનો અભેદ થવાથી
Page #260
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૩૫
ઘટનામનો પદાર્થ સર્વાત્મક બની જશે અથવા ઘટ અને અસ્તિત્વનો અભેદ માનવાથી જે ઘટ છે તે જ એક અતિરૂપ બનશે. તેથી ઘટમાં જ અસ્તિત્વ પ્રવેશી જવાથી તે ઘટથી ભિન્ન પટ-શકટ આદિ સઘળા પણ ઈતરપદાર્થોમાં ક્યાંય અસ્તિત્વ રહેશે નહીં. તેથી ઘટથી ભિન્ન (એટલે કે અઘટ પદાર્થો) જ કોઈ ન હોવાથી આખા સંસારમાં એક ઘટ જ છે. આવો અર્થ થશે. ઈતર પદાર્થો ક્યાંય રહેશે નહીં.
અથવા તે તે ઘટ પણ એકલો જગતમાં હશે નહીં. કારણ કે કોઈપણ વસ્તુ ઈતરથી વ્યાવૃત્ત હોય તો જ વિવક્ષિત વસ્તુ બને છે. અઘટથી વ્યાવૃત્ત એવો ઘટ હોય તો જ તે ઘટ કહેવાય છે. પરંતુ આ સંસારમાં ઘટના પ્રતિપક્ષભૂત અઘટ જેવો કોઈ પદાર્થ જ જો નથી. તો આ ઘટને ઘટ કોની અપેક્ષાએ કહેવાય ? જેમ દુર્જનથી વ્યાવૃત્ત હોય તેને સજન કહેવાય. પરંતુ જો આ સંસારમાં કોઈ દુર્જન જ ન હોય તો સજન કોની અપેક્ષાએ સજ્જન કહેવાય ? કોઈની અપેક્ષા તો રહેતી જ નથી. તેથી દુર્જન જો ન હોય તો સજ્જન પણ નથી જ. તેવી જ રીતે જો અઘટ કોઈ નથી તો ઘટ પણ નથી જ. આ રીતે અઘટ પણ નથી અને ઘટ પણ નથી. તેથી સર્વશૂન્યતા જ થઈ. માટે આ સંસાર સર્વ પદાર્થોથી શૂન્ય જ છે.
(૨) હવે જો ઘટ અને અસ્તિત્વ ભિન્ન છે આમ બીજો વિકલ્પ સ્વીકારવામાં આવે તો અસ્તિત્વધર્મ ઘટથી ભિન્ન સ્વીકારવાથી ઘટ પોતે અસ્તિત્વ રહિત થશે. તેથી ઘટ અસત્ બનશે. જેમ ખરવિષાણ અસ્તિત્વ રહિત છે માટે અસત્ છે. તેમ ઘટ પણ અસ્તિત્વરહિત થવાથી અસત્ જ થશે અને આ ઘટની જેમ સર્વે પણ પદાર્થો અસ્તિત્વથી ભિન્ન કલ્પવાથી અસત્ જ બનશે. તેથી કંઈપણ નથી આમ જ સિદ્ધ થાય છે. વળી ઘટપટ વગેરે જે પદાર્થો દેખાય છે તે ધર્મી કહેવાય છે અને અસ્તિત્વ એ ધર્મ કહેવાય છે. “તો માવ: સર્વમુચ્યતે” = સત્પણાનો જે ભાવ અર્થાત્ જે વિદ્યમાનતા છે તેને સત્ત્વ કહેવાય છે. તે એક પ્રકારનો ધર્મ છે. હવે જો સમાનેલા અને અસ્તિત્વના આધારભૂત એવા ઘટાદિ ધર્મીથી “અસ્તિત્વધર્મ”ને ભિન માનીએ તો તે અસ્તિત્વધર્મ અસત્ જ બનશે. કારણ કે આધારથી ભિન્ન એવું આધેય હોઈ શકતું જ નથી. તેથી ઉપર કરેલી ચર્ચા પ્રમાણે “ઘટ અને અસ્તિત્વ” જો અભિન્ન માનીએ તો સર્વપદાર્થોની એકતા આદિ ઉપર કહેલા દોષો આવે અને જો “ઘટ અને અસ્તિત્વ” ભિન્ન માનીએ તો અસ્તિત્વ વિનાનો ઘટ અસત્ બને અને ઘટથી (આધારથી) ભિન્ન અસ્તિત્વધર્મ પણ અસંભવિત હોવાથી અસત્ બને એટલે સર્વશૂન્યતા જ આવે.
આ રીતે અભિન અને ભિન માનવામાં ઘણા દોષો હોવાથી સર્વે પણ પદાર્થો
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૬ ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ કાં તો અનભિલાપ્ય છે. એટલે કે કોઈ શબ્દથી કહી ન શકાય તેવા પદાર્થ સ્વરૂપે છે, અવાચ્ય છે અથવા કંઈ છે જ નહીં. સર્વથા શૂન્યતા જ છે. ઘટ-પટ આદિ તે તે પદાર્થોનો સર્વથા અભાવ જ છે. માટે સર્વશૂન્યતા માનવી એ જ શ્રેયસ્કર છે.
વળી આ સંસારમાં જે વસ્તુ ઉત્પન્ન થતી નથી તે વસ્તુ ખરવિષાણની જેમ સર્વથા અસત્ જ છે. જેમ ખરવિષાણ-વસ્થાપુત્ર, આકાશપુષ્પ ઈત્યાદિ વસ્તુઓ ઉત્પન થતી જ નથી. તેથી તે વસ્તુઓ આ સંસારમાં અસત્ જ છે. તેવી જ રીતે ઘટ-પટ-મઠ આદિ સઘળી પણ વસ્તુઓની ઉત્પત્તિ યુક્તિથી સંભવતી જ નથી. માટે તે પણ સર્વે વસ્તુઓ નિર્વિવાદપણે અસત્ જ છે. લોકમાં ઘટ-પટ-ઘર આદિ ઉત્પન્ન થતી જે વસ્તુઓ દેખાય છે તે વસ્તુઓની ઉત્પત્તિ પણ (૧) ગાત, (૨) મનાત, (૩) ૩મય આદિ પક્ષો દ્વારા વિચારીએ તો સંભવતી જ નથી. જે વાત આગળ આવનારી ૧૬૯૪ મી ગાથામાં સમજાવાય છે. તેથી પણ “સર્વથા શૂન્યતા માનવી” એ જ શ્રેયસ્કર માર્ગ છે. ll૧૬૯૪.
जायाजायोभयओ, न जायमाणं च जायए जम्हा । अणवत्थाभावोभयदोसाओ सुण्णया तम्हा ॥१६९४॥ जाताजातोभयतो न जायमानं च जायते यस्मात् । अनवस्थाऽभावोभयदोषात् शून्यता तस्मात् ॥)
ગાથાર્થ - જાત, અજાત અને ઉભયથી ઉત્પન્ન થતી વસ્તુ જે કારણથી સંભવતી નથી. કારણ કે તેમ માનવામાં અનુક્રમે અનવસ્થા, અભાવ અને ઉભય દોષો આવે છે. તેથી સર્વશૂન્યતા જ યોગ્ય છે. /૧ ૬૯૪ll
વિવેચન – બૌદ્ધદર્શનના પેટા ફિરકા ચાર છે. ૧. સૌત્રાન્તિક, ૨. વૈભાષિક, ૩. યોગાચાર અને ૪. માધ્યમિક. તેમાં માધ્યમિક નામના ચોથા ફિરકાના અનુયાયી નાગાર્જુનાચાર્યાદિ તથા તેમના મહંતો આ સંસારમાં ઘટ-પટ-ઘર-જીવ-જડ વગેરે જે કોઈ પદાર્થો દેખાય છે તે કોઈ પદાર્થો છે જ નહીં. જે કંઈ દેખાય છે તે ભ્રમમાત્ર જ છે. ઝાંઝવાના જલસમાન છે. અર્થાત્ વસ્તુઓ નથી જ. પરંતુ ભ્રમમાત્રથી વસ્તુઓ જણાય છે. આવું માનનારા શૂન્યવાદી નાગાર્જુનાદિ બૌદ્ધાચાર્યોના પક્ષવર્તી અનુયાયી કોઈ વાદીઓ કહે છે કે -
કહો કે શું નાત (ઉત્પન્ન થયેલી) વસ્તુ ઉત્પન્ન થાય છે ? કે મનાત (ઉત્પન ન થયેલી) વસ્તુ ઉત્પન્ન થાય છે ? કે ૩મય (બન્ને ભાવવાળી) વસ્તુ ઉત્પન્ન થાય છે ?
Page #262
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૩૭
આ ત્રણ પક્ષોમાંથી બોલો તમને કયો પક્ષ માન્ય છે ? પહેલા પક્ષમાં અનવસ્થા, બીજા પક્ષમાં અભાવ અને ત્રીજા પક્ષમાં અનવસ્થા અને અભાવ એમ ઉભય દોષો જ આવે છે. તેથી કોઈ પણ પદાર્થની ઉત્પત્તિ સંભવતી નથી. માટે શૂન્યતા માનવી એ જ માર્ગ કલ્યાણકારી છે.
(૧) હવે જો પ્રથમ પક્ષ સ્વીકારો અને કહેશો કે જે વસ્તુ ખાત છે એટલે કે ઉત્પન્ન થયેલી છે તે ઉત્પન્ન થાય છે તો આ પક્ષ વ્યાજબી નથી. કારણ કે જે વસ્તુ ખાત છે ઉત્પન્ન થયેલી જ છે, તે વસ્તુ ખાતત્વાત્ વ = ઉત્પન્ન થયેલી હોવાથી જ ઉત્પન્ન થવાનું રહેતું જ નથી. ઉત્પન્ન થયેલા એવા ઘટને અર્થાત્ બની ચુકેલા એવા ઘટને હવે જેમ ઉત્પન્ન થવાનું હોતું નથી. તેમ જ્ઞાત ને એટલે કે ઉત્પન્ન ને ઉત્પન્ન થવાનું સંભવતું નથી અને છતાં જો ઉત્પન્નની પણ ઉત્પત્તિ થાય આમ માનશો તો તે સદાકાળ ઉત્પન્ન થયા જ કરશે. ખાતત્વ = ઉત્પન્ન થયેલાપણું સમાન હોવાથી ફરી ફરી ઉત્પન્ન થયા જ કરશે. ક્યારેય વિરામ આવશે જ નહીં. તેથી અનવસ્થા નામનો દોષ આવશે.
(૨) હવે જો બીજો પક્ષ સ્વીકારશો અને કહેશો કે જે વસ્તુ અનાત = ઉત્પન્ન થયેલી નથી, અનુત્પન્ન છે તે ઉત્પન્ન થાય છે. તો આ પક્ષ પણ વ્યાજબી નથી. તેનો ઉત્તર એ છે કે ખવિષાણ-વન્ધ્યાપુત્ર, આકાશપુષ્પ જેવી જે જે વસ્તુઓનો આ સંસારમાં સર્વથા અભાવ છે, એટલે અજ્ઞાત છે, અનુત્પન્ન છે. ઉત્પન્ન થયેલી નથી તે તે વસ્તુઓ પણ ઉત્પન્ન થવા લાગશે. કારણ કે અજ્ઞાતત્વ = નહીં ઉત્પન્ન થવાપણું ખરવષાણાદિમાં પણ છે. અર્થાત્ ઘટ-પટ વગેરે પદાર્થો અજ્ઞાત = ઉત્પન્ન થયેલા નથી. માટે ઉત્પન્ન થાય છે. આમ જો કહેશો તો ખરવિષાણાદિ જે જે સર્વથા અભાવ સ્વરૂપ છે. તે પણ અજાત એટલે કે અનુત્પન્ન હોવાથી તે તે પદાર્થો પણ ઉત્પન્ન થવા જોઈએ. અજાતપણું તો તે ખરવિષાણાદિમાં પણ છે. માટે આ અજાતપક્ષ પણ ઉચિત નથી.
(૩) હવે ખાતાનાતરૂપમુમયં = જાત અને અજાત એમ ઉભયવાળો જો ત્રીજો પક્ષ કહો એટલે કે ઘટ-પટ-ઘર વગેરે સંસારવર્તી તમામ વસ્તુઓ કથંચિદ્ ઉત્પન્ન અને કથંચિદ્ અનુત્પન્ન છે અને ઉત્પન્ન થાય છે. આવો જો ઉભયવાળો પક્ષ સ્વીકારશો તો તો બન્ને દોષો આવશે. કારણ કે ઉભયાત્મક એવા આ પક્ષમાં જાત માનો છો એટલે અનવસ્થાદોષ આવે અને અજાત માનો છો એટલે અભાવની પણ ઉત્પત્તિ થવાવાળો દોષ આવે. આમ પહેલા અને બીજા પક્ષમાં કહેલા બન્ને દોષો ત્રીજા પક્ષમાં સાથે લાગવાનો ભય રહે છે.
વળી ‘નાતાનાત’’ વાળો ઉભયાત્મક એવો આ ત્રીજો પક્ષ સંસારમાં છે કે સંસારમાં નથી ? જો “છે” એમ કહેશો તો ‘‘નાતાનાત'' વાળો ત્રીજો પક્ષ વિદ્યમાન
Page #263
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
૨૩૮
હોવાથી પહેલાં ઉત્પન્ન થયેલો જ બન્યો એટલે “જાત” જ થયો. પણ તે ઉભયાત્મક રહ્યો નહીં. તેથી નાત વાળા પ્રથમ પક્ષમાં કહેલો અનવસ્થા નામનો દોષ લાગે અને જો ‘‘નાતાનાત'' વાળો ઉભયાત્મક એવો આ ત્રીજો પક્ષ સંસારમાં પહેલેથી નથી એમ કહેશો તો તે પક્ષ વિદ્યમાન ન હોવાથી અજ્ઞાત જ થયો. પણ તે ઉભયાત્મક તો ન જ રહ્યો. તેથી અજ્ઞાત વાળા બીજા પક્ષમાં કહેલો અભાવાત્મક આકાશપુષ્પાદિ પણ ઉત્પન્ન થવાં જોઈએ તે દોષ લાગશે.
હવે નાત-અજ્ઞાત અને ૩મય આ ત્રણે પક્ષમાં દોષો આવતા હોવાથી આ ત્રણને છોડીને ખાયમાન વસ્તુ ઉત્પન્ન થાય છે. આમ જો કહેશો તો, સારાંશ કે ઉત્પન્ન થયેલી વસ્તુ ઉત્પન્ન થાય છે એમ જો ખાતમુત્પદ્યતે કહીએ તો અનવસ્થા આવે છે. ન ઉત્પન્ન થયેલી વસ્તુ ઉત્પન્ન થાય છે. આમ જો અજ્ઞાતમુત્વદ્યતે કહીએ તો અભાવની ઉત્પત્તિ માનવી પડે છે અને ખાતાનાતમુત્વદ્યતે એટલે કે ઉભયાત્મક વસ્તુ ઉત્પન્ન થાય છે એમ જો કહીએ તો બન્ને દોષો સાથે આવે છે. તેથી આ ત્રણે પક્ષોને છોડીને નાયમાન = વર્તમાનકાલીન વસ્તુ એટલે કે ઉત્પન્ન થતી વસ્તુ ઉત્પન્ન થાય છે. આવો બચાવ જો કરશો તો પૂર્વે કહેલા બન્ને વિકલ્પો આડા આવશે. તે આ પ્રમાણે - તે જાયમાન = ઉત્પન્ન થતી વસ્તુ જગતમાં છે કે નથી ? જો નાયમાન વસ્તુ છે એમ કહેશો તો તે વસ્તુ વિદ્યમાન હોવાથી નાત = પૂર્વે ઉત્પન્ન થયેલી જ છે. તેથી જ્ઞાત પક્ષવાળો અનવસ્થા દોષ આવશે અને જો તે ખાયમાન વસ્તુ સંસારમાં પહેલેથી નથી એમ કહેશો. તો તે વસ્તુ અવિદ્યમાન હોવાથી અનુત્પન્ન = અજ્ઞાત જ થઈ. તેથી અભાવની ઉત્પત્તિવાળો બીજો દોષ આવશે. આ બન્ને પક્ષમાં જે એક-એક દોષ આવે છે તે અમે પૂર્વે કહ્યા જ છે. નાગાર્જુનના (બૌદ્ધદર્શનના) અનુયાયી લોકો ઉપર મુજબ દલીલો કરે અને પોતે કરેલી આ ચર્ચાની ઉપર મજબૂતાઈ જણાવવા અને સાચાપણાની મહોર મારવા માટે તેમના શાસ્ત્રપાઠની સાક્ષી આપતાં કહે છે કે -
गतं न गम्यते तावदगतं नैव गम्यते । गतागतविनिर्मुक्तं गम्यमानं न गम्यते ॥
(નાગાર્જુનીય મધ્યકારિકાગ્રંથ શ્લોક-૧૫)
શ્લોકાર્થ - જાણેલું જણાતું નથી. કારણ કે તે જાણી લીધું છે. નહીં જાણેલું પણ જણાતું નથી. કારણ કે નહીં જાણેલું અભાવાત્મક છે. તેથી ગત અને અગત આ બન્ને પક્ષોથી ભિન્ન એવું મ્યમાન બીલકુલ જણાતું નથી. કારણ કે શમ્યમાન એ ગત કે અાત થી ભિન્ન નથી. અને આ બન્ને પક્ષોમાં તો દોષો આવે જ છે. તે અમે પૂર્વે કહી ગયા છીએ.
Page #264
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૩૯
આ રીતે વિચારતાં ગાતા ગાતાદ્રિ પક્ષોમાં અનવસ્થા વગેરે દોષો જ દેખાતા હોવાથી વસ્તુઓની ઉત્પત્તિ જ ઘટતી નથી અને જો વસ્તુઓની ઉત્પત્તિ જ થતી ન હોય તો આ સંસારમાં ઘટ-પટ-ઘર વગેરે પદાર્થો છે આવું કેમ કહેવાય ? સંસાર સર્વથા શૂન્ય જ છે આમ જ માનવું જોઈએ. તેથી “સર્વથા શૂન્યતા જ છે” આ જ માન્યતા બરાબર યોગ્ય છે.
બીજી રીતે વિચારતાં પણ વસ્તુઓની ઉત્પત્તિ સંભવતી નથી. તે માટે પણ “સર્વથા શૂન્યતા” માનવી એ જ યોગ્ય છે. આમ જણાવતાં કહે છે કે -
हेऊ-पच्चयसामग्गि, वीसु भावेसु नो व जं कजं । दीसइ सामग्गिमयं, सव्वाभावे न सामग्गी ॥१६९५॥ (हेतुप्रत्ययसामग्री, विष्वग् भावेषु नो वा यत् कार्यम् । दृश्यते सामग्रीमयं, सर्वाभावे न सामग्री ॥)
ગાથાર્થ – ઉપાદાનકારણ અને નિમિત્તકારણ આત્મક સામગ્રીના એક એક ભાવોમાં (અંશમાં) જે કારણથી કાર્ય દેખાતું નથી. પરંતુ સામગ્રીમય જ કાર્ય દેખાય છે. હવે સર્વનો અભાવ હોતે છતે સામગ્રી ક્યાંથી સંભવે ? /૧૬૯૫ll
વિવેચન - ઘટ-પટ-ઘર-ખુરશી-ટેબલ વગેરે તમામ પદાર્થોની ઉત્પત્તિ ઉપાદાનકારણ અને નિમિત્તકારણની સામગ્રી મળવાથી જ થાય. અનાદિનો આ સનાતન નિયમ છે. જેમકે ઘટકાર્ય કરવામાં માટી એ ઉપાદાનકારણ અને દંડ-ચક્રાદિ નિમિત્તકારણ તરીકે પ્રસિદ્ધ છે. જે કારણ પોતે જ કાર્યસ્વરૂપે પરિણામ પામે તે ઉપાદાનકારણ કહેવાય છે અને ઉપાદાનકારણમાંથી કાર્ય કરવામાં જે સહકાર આપવા રૂપે મદદગાર માત્ર હોય તે નિમિત્તકારણ કહેવાય છે. ઘટમાં માટી અને દંડ-ચક્રાદિ, પટમાં તત્ત્વ અને તુરી-વેમાદિ, દહીં બનાવવામાં દૂધ અને ખટાશાદિ અનુક્રમે ઉપાદાનકારણ અને નિમિત્તકારણ પ્રસિદ્ધ છે. આ બન્ને પ્રકારનાં કારણોને કાર્યની સામગ્રી કહેવાય છે.
હવે અહીં એક પ્રશ્ન થાય છે કે કેવલ એકલા ઉપાદાનકારણમાં કાર્ય દેખાતું નથી. જેમકે માટીમાં ઘટકાર્ય દેખાતું નથી. જો માટીમાં ઘટકાર્ય દેખાતું હોય તો કરવાની જરૂર શું ? એવી જ રીતે તખ્તમાં પટકાર્ય, દૂધમાં દહી કાર્ય દેખાતું નથી. તેથી નક્કી થાય છે કે ઉપાદાનકારણમાં કાર્ય હોતું નથી. તેવી જ રીતે નિમિત્તકારણમાં પણ કાર્ય દેખાતું નથી. જેમકે દંડ-ચક્રાદિમાં ઘટકાર્ય દેખાતું નથી. તેવી જ રીતે તુરી-વેમાદિમાં પટકાર્ય અને ખટાશાદિમાં દહી કાર્ય દેખાતું નથી. આ રીતે જો ઉપાદાનકારણમાં કાર્ય ન હોય અને નિમિત્તકારણમાં પણ કાર્ય ન હોય તો તે બન્ને સાથે મળેલી સામગ્રીમાં તો કાર્ય હોય
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૦
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
જ ક્યાંથી ? જો રેતીના એક એક કણમાં તેલ નથી તો રેતીના સમૂહમાં પણ તેલ હોય જ ક્યાંથી ? જુદા જુદા એક-એક અંગમાં જે કાર્ય ન હોય તે કાર્ય તેના સમૂહાત્મક સામગ્રીમાં પણ ન જ હોય.
સારાંશ કે હેતુ એટલે ઉપાદાનકારણ અને પ્રત્યય એટલે નિમિત્તકારણ. તે બન્નેની મળેલી જે પરિપૂર્ણ સામગ્રી, તે સામગ્રીના જુદા જુદા એક-એક અવયવમાં કાર્ય થતું દેખાતું નથી. કારણ કે સંપૂર્ણ સામગ્રીવાળી અવસ્થામાં જ કાર્ય થતું દેખાય છે. તેથી એક-એક અંશમાં (સામગ્રીના એક-એક ભાગમાં) કાર્ય થતું દેખાતું નથી. પ્રત્યેક અંશમાં કાર્ય નથી. આ એક વાત નિર્વિવાદપણે સિદ્ધ થઈ. હવે જે પ્રત્યેકમાં ન હોય તે સમૂહમાં પણ ન હોય. જેમકે રેતીના એક-એક કણમાં તેલ નથી. તેથી તેના સમૂહમાં પણ તેલ નથી. તેની જેમ ઉપાદાન-નિમિત્તરૂપ સામગ્રીના એક-એક અંશમાં કાર્ય નથી. માટે તે બન્નેના સમૂહાત્મક સામગ્રીમાં પણ કાર્ય નથી એમ માનવું જોઈએ. તેમ થવાથી આ સંસારમાં કાર્યનો સર્વથા અભાવ જ છે. આમ નક્કી થાય છે. કોઈ કાર્ય ઉત્પન્ન થતું જ ન હોવાથી ઉપાદાનનિમિત્તરૂપ સામગ્રી પણ નથી જ. તેથી સર્વથા શૂન્યતા માનવી એ જ શ્રેયસ્કર માર્ગ છે.
ભાવાર્થ ફરીથી આ પ્રમાણે છે. હેતુ (ઉપાદાનકારણ) અને પ્રત્યય (નિમિત્તકારણ) પોતાનાથી થનારા કાર્યને શું એકલા-એકલા કરે છે ? કે તે બન્ને સાથે મળીને કાર્ય કરે છે? એકલું ઉપાદાનકારણ કાર્ય કરે છે અથવા એકલું નિમિત્તકારણ કાર્ય કરે છે. આવું તમે કહી શકશો નહીં. કારણ કે એકલા-એકલા એક-એક કારણમાંથી કાર્ય થતું દેખાતું નથી. હવે જો એક-એક કારણમાંથી કાર્ય ન થતું હોય તો તે સામગ્રીમાંથી પણ તે કાર્યનો અભાવ જ માનવો જોઈએ. રેતીના એક-એક કણમાં તેલ નથી તો સમહમાં પણ તેલ હોત નથી. તેવી જ રીતે એક-એક ભાગમાં કાર્યનો અભાવ છે. તેથી તેના સમૂહાત્મક સામગ્રીમાં પણ કાર્યનો અભાવ જ છે.
આ રીતે વિચારતાં સર્વે પણ કાર્યની ઉત્પત્તિનો અભાવ જ છે. કોઈ કાર્ય સંસારમાં થતું જ નથી. હવે જો કોઈ કાર્ય થતું ન હોય તો તેની સામગ્રી પણ ન જ હોય. તેથી સામગ્રીનો પણ અભાવ જ છે. કારણ કે જો કાર્યરૂપે કોઈ ઉત્પન જ ન થતું હોય તો સામગ્રી પણ અનુત્પન જ રહે. તેથી ઉપાદાનકારણ, નિમિત્તકારણ આ બન્નેના સાથે મળવારૂપ સામગ્રી અને કાર્ય આ ચારેમાંથી કોઈપણ વસ્તુ આ સંસારમાં છે જ નહીં. કોઈની પણ ઉત્પત્તિ સંભવતી નથી માટે આ જગતની અંદર સર્વથા શૂન્યતા જ છે અને તેમ માનવું એ જ હિતાવહ છે. નાગાર્જુનના અનુયાયી બૌદ્ધો પોતાના વિચારો ઉપર સાચાપણાની મહોર મારવા સાક્ષીપાઠ આપતાં કહે છે કે અમારા શાસ્ત્રમાં પણ આમ જ કહ્યું છે. તે શાસ્ત્રપાઠ આ પ્રમાણે -
Page #266
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૪૧
हेतुप्रत्ययसामग्री, पृथग् भावेष्वदर्शनात् । तेन ते नाभिलप्या हि, भावाः सर्वे स्वभावतः ॥१॥ लोके यावत् सञ्ज्ञा सामग्रयामेव दृश्यते यस्मात् । तस्माद् न सन्ति भावा, भावेऽसति नास्ति सामग्री ॥२॥
આ બન્ને ગાથાનો અર્થ આ પ્રમાણે છે - હેતુ (એટલે ઉપાદાનકારણ) અને પ્રત્યય (એટલે નિમિત્તકારણ) આ બન્ને કાર્યની સામગ્રી છે. પરંતુ એક-એક કારણમાં કાર્ય થતું દેખાતું નથી. તેથી રેતીના કણસમૂહમાં જેમ તેલ નથી તેમ સામગ્રીમાં પણ તેલ નથી. તેથી તે સર્વે પણ ભાવો સ્વભાવથી જ નથી. માટે કોઈપણ શબ્દથી અભિલાપને યોગ્ય નથી. તથા લોકમાં પણ આ ઘટ છે આ પટ છે આવી સંજ્ઞા સામગ્રીમાં જ પ્રવર્તતી દેખાય છે. એક-એક અંશમાં આ સંજ્ઞા પ્રવર્તતી નથી. પરંતુ એક-એક અવયવમાં = પૃથક-પૃથકમાં જે જે ન હોય તે સમૂહમાં પણ ન જ હોય આ ન્યાયથી અંશમાં નથી માટે સામગ્રીમાં પણ કાર્ય નથી. તેથી ઘટ-પટ આદિ ભાવો (પદાર્થો) આ સંસારમાં છે જ નહીં, તથા માટી-દંડ-ચક્રાદિ પણ નથી જ. આ કારણથી પદાર્થો ન હોતે છતે તેના સમૂહાત્મક સામગ્રી પણ નથી. તેથી આ સંસારમાં “સર્વથા શૂન્યતા જ છે. I૧૬૯૫
હજુ જુદી જુદી રીતે સંસારમાં સર્વશૂન્યતા જ છે. આ વાત વધારે દૃઢ રીતે સમજાવતા વ્યક્તપંડિતના જે વિચારો છે તે ભગવાન વ્યક્ત કરે છે -
परभागादरिसणओ, सव्वाराभागसुहमयाओ य । उभयाणुवलम्भाओ, सव्वाणुवलद्धिओ सुण्णं ॥१६९६॥ (परभागादर्शनतः सर्वाराद्भागसौक्ष्म्याच्च । उभयानुपलम्भात्, सर्वानुपलब्धितः शून्यम् ॥)
ગાથાર્થ – પાછલો ભાગ ન દેખાતો હોવાથી અને સર્વથી આગલો ભાગ અતિશય સૂક્ષ્મ હોવાથી બન્નેનો અનુપલંભ થવાથી સર્વ ભાગોની અનુપલબ્ધિ છે. માટે આ જગત શૂન્ય છે. l/૧ ૬૯૬/l.
વિવેચન - આ સંસારમાં વસ્તુઓ બે પ્રકારની છે. કેટલીક ઘટ-પટાદિની જેમ ચક્ષુ ઈન્દ્રિયથી દશ્ય અને કેટલીક આકાશ-પુષ્પાદિની જેમ ચક્ષુ ઈન્દ્રિયથી અદશ્ય. આ બન્ને પ્રકારની વસ્તુઓમાં જે અદશ્ય વસ્તુ આકાશપુષ્પ-વધ્યાપુત્ર આદિ છે તે તો સર્વથા અસત્ જ છે. તે વસ્તુઓનો ક્યાંય પણ ઉપલંભ થતો ન હોવાથી તે વસ્તુઓ નથી. માટે તેવી
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૨
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
વસ્તુઓ છે કે નથી એવી વાર્તા જ હોતી નથી. હવે વાત રહી દશ્ય વસ્તુની. તે પણ નીચે પ્રમાણે વિચારતાં નથી જ, એમ લાગે છે. અર્થાત્ દશ્ય વસ્તુ પણ નીચેના તર્ક પ્રમાણે અસત્ જ છે. તેથી સર્વથા શૂન્યતા જ છે. આ જ માર્ગ કલ્યાણકારી છે.
જે જે દેશ્ય વસ્તુ છે જેમકે સ્તંભ-કુંભ-કુટી વગેરે, તેના આદિ, મધ્ય અને પાછળ એમ ત્રણ ભાગો હોય છે. વસ્તુનો આગલો ભાગ જે ચક્ષુથી દેખાય છે તેને મારત્ = આગલો ભાગ કહેવાય છે. જે પાછળ ભાગ છે તેને પશ્ચાત્ અથવા પર ભાગ કહેવાય છે અને આ બન્નેની વચ્ચેનો જે ભાગ છે તે ભાગને મધ્યભાગ કહેવાય છે. આમ (૧) નારદ્ ભાગ, (૨) મધ્ય ભાગ અને (૩) પર ભાગ. એમ કુલ ત્રણ ભાગ દરેક વસ્તુના હોય છે. તે ત્રણ ભાગ પૈકી બે નંબર અને ત્રણ નંબરવાળા મધ્યભાગ અને પરભાગ તો વસ્તુમાં છે જ નહીં, અર્થાત્ અસત્ જ છે. કારણ કે મારદ્િ ભાગ વડે એટલે કે આગલા ભાગ વડે ઢંકાયેલા હોવાથી તે બે ભાગ દેખાતા નથી અને જે ન દેખાય તે આકાશપુષ્પાદિની જેમ અસત્ જ હોય છે. માટે મધ્યભાગ અને પરભાગ અદૃશ્યમાન હોવાથી અસત્ છે અર્થાત્ નથી.
હવે વાત બાકી રહી માત્ર આગલા ભાગની, આગળવાળો જે ભાગ છે તે પણ ઘણા પરમાણુઓના સ્કંધાત્મક હોવાથી સાવયવ છે. એટલે અભ્રકની જેમ તેમાં ઘણાં પડલ છે. તે પડલોમાં ઉપરના પહેલા પટલ વડે બીજું પડલ ઢંકાયેલું હોવાથી દેખાતું નથી. બીજા વડે ત્રીજું, ત્રીજા વડે ચોથું અને ચોથા વડે પાંચમું ઢંકાયેલ છે તેથી દેખાતું નથી. આ રીતે ઉપરવાળા પ્રથમ પડલને છોડીને બાકીનાં તમામ પડલો એક-બીજા વડે ઢંકાયેલાં હોવાથી અદશ્ય છે અને જે અદેશ્ય હોય છે તે ખરવિષાણ અને આકાશપુષ્પની જેમ અસત્ જ છે. તેથી આરામ્ભાગના પ્રથમ ભાગને છોડીને શેષ સર્વે પણ ભાગ અદેશ્ય હોવાથી અસત્
છે.
હવે સૌથી ઉપરનો જે પ્રથમ આરાન્ ભાગ = આગલો ભાગ છે તે ભાગ પરમાણુઓના પ્રતરાત્મક બનવાથી અતિશય સૂક્ષ્મ છે. પથરાયેલા પરમાણુઓનો જ આગલો ભાગ બનશે. તે ભાગ અત્યંત સૂક્ષ્મ હોવાથી અદેશ્ય છે અને અદેશ્ય હોવાથી અસત્ છે. આ રીતે વિચારતાં સૌથી આગલો ભાગ પણ પરમાણુઓના પ્રતરાત્મક બનવાથી અતિશય સૂક્ષ્મ છે માટે અદેશ્ય છે. બીજા-ત્રીજા-ચોથા વગેરે આગલા ભાગો પહેલા-બીજા-ત્રીજા આગલા ભાગ વડે ઢંકાયેલા હોવાથી અદેશ્ય છે અને મધ્યભાગ આગલા સર્વે ભાગો વડે આચ્છાદિત છે તેથી અદેશ્ય છે અને અંતિમ એવો પરભાગ જે છે તે આગલા ભાગ વડે અને મધ્યભાગ વડે અંતરિત છે માટે અદેશ્ય છે. આ રીતે વસ્તુના
Page #268
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૪૩ સર્વે પણ ભાગો અદેશ્ય છે અને અદશ્ય હોવાથી આકાશપુષ્પની જેમ સર્વે ભાગો અસત્ છે માટે નથી જ. તેથી આ રીતે ઉપરોક્ત ન્યાયને અનુસારે પરભાગ-મધ્યભાગ-શેષ આરાતીય ભાગ અને સૌથી પ્રથમ આરતીય ભાગ આમ સર્વ ભાગોનો અનુપલંભ જ છે. તેથી આખી વસ્તુની અનુપલબ્ધિ જ છે અને જેની અનુપલબ્ધિ હોય તે અસત્ જ હોય છે. તેથી સર્વશૂન્યતા માનવી એ જ શ્રેયસ્કર છે. સર્વશૂન્યવાદી બૌદ્ધ કહે છે કે અમારા શાસ્ત્રમાં કહ્યું છે કે -
यावद् दृश्यं परस्तावद्, भागः स च न दृश्यते । તેન તે નામનાપ્યા દિ, માવા: સર્વે સ્વમાવતઃ II II
શ્લોકાર્થ - જે જે દૃશ્યવસ્તુ છે તેનો પરભાગ (તથા મધ્યભાગ) દેખાતો જ નથી માટે નથી અને જેનો પરભાગ-મધ્યભાગ ન હોય તેનો અગ્રિમભાગ પણ નથી. કારણ કે અગ્રિમભાગ પર તથા મધ્યની અપેક્ષાવાળો છે. તેથી ત્રણે ભાગો ન હોવાથી સર્વે પણ પદાર્થો “આ ઘટ છે” “આ પટ છે” ઈત્યાદિ સ્વરૂપે અભિલાપ યોગ્ય નથી. કારણ કે તે સર્વે ભાવો અસત્ છે. તેથી સર્વે પણ ભાવો સ્વભાવથી જ શૂન્યાત્મક જ છે.
આ પ્રમાણે ઉપરોક્ત યુક્તિપ્રમાણે પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ અને આકાશાદિ સમસ્ત ભૂતતત્ત્વનો અભાવમાત્ર જ છે. માટે સર્વથા શુન્ય જ આ સંસાર છે આમ જણાય છે. છતાં પણ મનુસ્મૃતિ વગેરે શ્રુતિપાઠોમાં “વાપૃથિવ્યો વગેરે પદોમાં પાંચ ભૂતો વગેરે પદાર્થો છે. આમ પદાર્થોનું અસ્તિત્વ પણ સૂચવ્યું જ છે. માટે તે વ્યક્તપંડિત ! બને બાજુના પાઠો અને યુક્તિઓ દેખાતી હોવાથી ભૂતો છે કે ભૂતો નથી ? આવો સંશય તમારા મનમાં થયેલો છે. ll૧૬૯૬ll
હવે વ્યક્તપંડિતના આ પ્રશ્નનો ઉત્તર ભગવાન આપે છે - मा कुरु वियत्त, संसयमसइ न संसयसमुब्भवो जुत्तो । खकुसुम-खरसिंगेसु व, जुत्तो सो थाणुपुरिसेसु ॥१६९७॥ ( मा कुरु व्यक्त, संशयमसति न संशयसमुद्भवो युक्तः ।
સુમ-શ્વરકૃવિ , યુવત: સ સ્થાણુ-પુરુષો: I) ગાથાર્થ - હે વ્યક્તપંડિત ! પાંચ ભૂતોના અસ્તિત્વમાં તમે શંકા ન કરો. જો ભૂતો અસત્ જ હોત તો આકાશપુષ્પ અને ખરબૃગની જેમ તે ભૂતોને વિષે સંશયની ઉત્પત્તિ પણ ન જ થાત. કારણ કે તે સંશય સ્થાણુ-પુરુષ જેવા સતપદાર્થોમાં જ સંભવે છે. /૧૬૯૭ll
Page #269
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૨૪૪
ચોથા ગણધર - વ્યક્ત - વિવેચન - આયુષ્યમાન એવા હે વ્યક્તપંડિત ! પાંચ ભૂતોના અસ્તિત્વને વિષે તમે શંકા ન કરો. પાંચ ભૂતો નથી અર્થાત્ ભૂતોનો અભાવ છે આમ ન માનો. કારણ કે જો આ સંસારમાં પાંચ ભૂતોના સમૂહનો અભાવ જ હોત તો “છે કે નથી” આવો સંશય જ ન થાત. જેમ આકાશપુષ્પ અને ખરશ્ચંગ જેવી વસ્તુઓ આ સંસારમાં છે જ નહીં તો તેનો સંશય પણ થતો જ નથી. આકાશપુષ્પાદિ નથી જ, આમ તેના અભાવનો જ નિશ્ચય છે. તેવી જ રીતે જો ભૂતો ન હોત તો “ભૂતો નથી જ” એમ અભાવનો જ નિર્ણય થાત પરંતુ ભૂતો છે કે નથી ? આવો જે સંશય થાય છે તે સંશય ન થાત. પરંતુ સંશય થાય છે માટે સંસારમાં ભૂતો અવશ્ય છે. જે સત્ હોય તેનો જ સંશય થાય છે.
આ સંસારમાં સ્થાણુ-પુરુષાદિની જેમ જે વસ્તુ સત્ હોય છે તેનો જ સંશય સંભવે છે. જગતમાં સ્થાણુ (ઠુંઠું) છે અને પુરુષ પણ છે. બન્નેની ઉંચાઈ આદિ કેટલાક ધર્મો સમાન છે. તેથી જ્યાં સુધી વિશેષ ધર્મો ન દેખાયા હોય ત્યાં સુધી સામાન્ય ધર્મમાત્ર દેખવાથી શું આ સ્થાણુ હશે કે આ પુરુષ હશે ? એમ સંશય જરૂર થાય છે. આવો સંશય થવાથી જો ત્યાં સ્થાણુ હોય તો પુરુષ નથી અને જો પુરુષ હોય તો સ્થાણુ નથી. પરંતુ સંસારમાં અન્યત્ર સ્થાણુ પણ છે અને પુરુષ પણ છે. બન્ને સત્ છે. તો જ બન્નેના સામાન્ય ધર્મો દેખાય છે અને તેથી જ સંશય થાય છે.
જે વસ્તુ “સર્વથા અસત્ હોય” તેને વિષે પણ જો સંશય થતો હોય તો “અહીં ખરજીંગ છે કે નહીં” તથા અહીં “આકાશપુષ્પ છે કે નહીં” આવા પ્રકારનો સંશય પણ
ક્યારેક તો કોઈને પણ થવો જોઈએ. પરંતુ જે વસ્તુ આ સંસારમાં અસત્ છે તેનો સંશય કોઈને પણ ક્યારેય થતો નથી. તેથી જેનો જેનો સંશય થાય છે તે વસ્તુ ત્યાં હોય કે કદાચ ત્યાં ન પણ હોય. પરંતુ સંસારમાં અવશ્ય સત્ હોય છે. તમને ભૂતોનો સંશય થાય છે માટે તે ભૂતો સંસારમાં અવશ્ય સત્ છે. ll૧૬૯ll
को वा विसेसहेऊ, सव्वाभावे वि थाणु-पुरिसेसु । संका न खपुष्फाइसु, विवज्जओ वा कहं न भवे ? ॥१६९८॥ ( વી વિશેષત, સર્વાડમાવેડપિ સ્થાપુરુષોઃ | शङ्का न खपुष्पादिषु, विपर्ययो वा कथं न भवेत् ? ॥)
ગાથાર્થ - સર્વ વસ્તુઓનો અભાવ સમાન હોવા છતાં પણ સ્થાણુ-પુરુષાદિમાં જ શંકા થાય છે અને આકાશ-પુષ્પાદિમાં શંકા થતી નથી. આમાં વિશેષ હેતુ કોણ ? અથવા વિપર્યય પણ કેમ થતો નથી ? /૧૬૯૮
Page #270
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૪૫
વિવેચન - વળી હે વ્યક્તપંડિત ! તમે એમ માનો છો કે આ સંસારમાં સર્વથા શૂન્યતા જ છે. કંઈ જ નથી. જો આ રીતે સર્વે પણ પદાર્થોની શૂન્યતા જ હોય, તો સર્વે પણ પદાર્થોનો અભાવ સમાન હોવા છતાં સ્થાણુ-પુરુષમાં, સર્પ-રજુમાં શુક્તિ-રજતમાં જ સંશય થાય છે. પણ આકાશપુષ્પ કે વધ્યાપુત્ર - કે ખરશૃંગાદિમાં સંશય કેમ થતો નથી ? કહેવાનો આશય એ છે કે જે વસ્તુ આ સંસારમાં સર્વથા અસત્ હોય છે એવા આકાશપુષ્પાદિનો સંશય કોઈને પણ ક્યારેય પણ થતો નથી. કારણ કે તે સંસારમાં છે જ નહીં અને જે વસ્તુનો સંશય થાય છે તે વસ્તુ ત્યાં હોય કે ત્યાં ભલે ન હોય, પરંતુ સંસારમાં ક્યાંક તો અવશ્ય હોય જ છે. જો સંસારમાં તે વસ્તુ ક્યાંક પણ હોય, તો જ અહીં છે કે નથી એવી શંકા થાય. માટે સર્વ વસ્તુઓ સર્વથા અસત્ નથી પણ સ્થાણુપુરુષાદિની જેમ ત્યાં અથવા અન્યત્ર સત્ છે.
અથવા સર્વવસ્તુઓનો સર્વથા અભાવ જ હોય તો વિપરીતપણું કેમ ન થાય ? એટલે કે આકાશપુષ્પાદિ જે વસ્તુ અસત્ છે તેનો જ સંશય થાય અને સ્થાણુ-પુરુષાદિ જે સત્ છે તેનો સંશય ન થાય, આવું પણ કેમ ન બને ? પરંતુ આવું ક્યારે પણ બનતું નથી. તેથી સમજવું જોઈએ કે આકાશપુષ્પાદિ સર્વથા અસત્ છે પરંતુ પાંચ ભૂતો તેની જેમ સર્વથા અસત્ નથી. પરંતુ કથંચિત્ સ્વદ્રવ્યાદિભાવે સત્ છે. II૧૬૯૮
पच्चक्खओऽणुमाणादागमओ वा पसिद्धिरत्थाणं । सव्वप्पमाणविसयाभावे किह संसओ जुत्तो? ॥१६९९॥ (प्रत्यक्षतोऽनुमानादागमतो वा प्रसिद्धिरर्थानाम् । સર્વપ્રમાવિષયમાવે શું સંશયો યુવતઃ ? )
ગાથાર્થ - પ્રત્યક્ષથી, અનુમાનથી અને આગમથી ઘટ-પટ આદિ પદાર્થોની સિદ્ધિ છે. માટે જ સંશય થાય છે. જો સર્વ પ્રમાણોનો અને સર્વ વિષયોનો અભાવ જ હોય તો સંશય કેમ યોગ્ય કહેવાય ? /૧૬૯૯ll
વિવેચન - વસ્તુ જે જ્ઞાન વડે જણાય તે જ્ઞાનને પ્રમાણ કહેવાય છે. ઈન્દ્રિયાદિ વડે અને આત્મા વડે જે સાક્ષાત્ જણાય છે તે પ્રત્યક્ષપ્રમાણ કહેવાય છે. ધૂમાદિ લિંગ દ્વારા વતિ આદિ લિંગીનું (સાધ્યનું) જે જ્ઞાન થાય છે તેને અનુમાન પ્રમાણ કહેવાય છે. આપ્તપુરુષોની વાણી દ્વારા જે જ્ઞાન થાય છે તે આગમપ્રમાણ કહેવાય છે. વસ્તુતત્ત્વને જાણવામાં મુખ્યત્વે આ ત્રણ પ્રમાણો એ સાધન છે તથા આ ત્રણ પ્રમાણો દ્વારા જે જે
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૬
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
વસ્તુઓ જણાય છે તે તે વસ્તુઓને શેય કહેવાય છે. શેય એટલે જાણવાલાયક પદાર્થ. આમ ત્રણ પ્રમાણો અને ઘટ-પટ આદિ અનેક પદાર્થો જોય છે. પ્રત્યક્ષાદિ ત્રણે પ્રમાણોથી પ્રસિદ્ધ થતી વસ્તુઓ (જ્ઞયપદાર્થો) આ સંસારમાં સત્ છે. આમ માનીએ તો જ તે વસ્તુ અહીં છે કે અહીં નથી આવો સંશય થાય છે. પ્રમાણો અને પ્રમાણોથી ગમ્ય વસ્તુઓ સંસારમાં હોય તો જ તે સંબંધી સંશય થવો શક્ય છે.
હવે જો સર્વથા શન્યતા જ હોય તો કોઈ પ્રમાણ પણ નથી અને કોઈ પ્રમેય પણ નથી જ, તો પછી સંશય કોને થાય ? કોના વિષયક થાય ? સંશય થાય જ • કે સંશય પણ એક પ્રકારનું જ્ઞાન જ હોવાથી જ્ઞાતા એવા આત્મા અને શેય એવી ઘટપટાદિ અર્થસામગ્રી વિના કેમ સંભવે ? સંશયાત્મક જ્ઞાન પણ જ્ઞાતા અને શેય આમ બને વડે જ ઉત્પન્ન થાય છે. જ્ઞાતા અને શેયાદિ સામગ્રી વિના સંશયાત્મક જ્ઞાન પણ સંભવતું નથી.
| સર્વથા શૂન્યતા માન્ય છતે જ્ઞાતા, શેય અને પ્રમાણોનો અભાવ હોતે છતે સંશયની ઉત્પત્તિનું મૂલ જ ન હોવાથી સંશયનો જન્મ જ ઘટશે નહીં. આ જ વાત ગ્રંથકારશ્રી આગલી ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. ll૧૬૯૯ાા
जं संसयादओ नाणपज्जया तं च नेयसंबद्धं । सव्वन्नेयाभावे न संसओ तेण ते जुत्तो ॥१७००॥ ( यत् संशयादयो ज्ञानपर्यायास्तच्च ज्ञेयसंबद्धम् । સર્વથામાવે ન સંશયતે તે યુવત: I)
ગાથાર્થ - જે કારણથી સંશયાદિ જ્ઞાનના પર્યાયો છે. તે શેયની સાથે સંબંધવાળા છે. સર્વથા શેયનો અભાવ માન્ય છતે તમને જે સંશય થાય છે તે પણ ઘટશે નહીં. /૧૭૦oll
વિવેચન - સંશય-વિપર્યય-અનવ્યવસાય અને નિર્ણય આ સઘળા જ્ઞાનાત્મક પર્યાયો (ધર્મો) છે. (૧) સ્થાણુ છે કે પુરુષ છે આમ ડોલાયમાન જે બોધ તે સંશય, (૨) સ્થાણુ હોય છતાં આ પુરુષ જ છે આવો ઉલટો જે બોધ તે વિપર્યય, (૩) દૂર દૂર જે દેખાય છે તે કંઈક છે આવા પ્રકારનો અસ્પષ્ટ જે બોધ તે અનવ્યવસાય અને (૪) સ્થાણુ હોય ત્યાં સ્થાણુ જ છે અને પુરુષ હોય ત્યાં પુરુષ જ છે આવા પ્રકારનો જે યથાર્થબોધ તે નિર્ણય. આ ચારે જ્ઞાનાત્મક પર્યાયો છે તે ચારે ધર્મો શેય નામના ધર્મીની સાથે સંબંધવાળા
Page #272
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૪૭
છે. શેય એવા ઘટ-પટ-સ્થાણુ-પુરુષાદિ પદાર્થો જો હોય તો જ સંશયાદિ સ્વરૂપે ચાર પ્રકારના જુદા જુદા જીવોને જુદા જુદા કાલે બોધ થાય છે. ધર્મી હોય તો જ ધર્મ સંભવે. સર્વથા શૂન્યતા માન્ય છતે આ સંસારમાં જો કોઈ શેય નથી, જ્ઞાતા નથી, જ્ઞાન નથી તો સંશયાદિ પણ કેમ થાય? કોને થાય ? કયા વિષયના સંશય આદિ થાય ? તેથી તમને જે ભૂતોનો સંશય થયો છે તે પણ ન જ થવો જોઈએ. પરંતુ જેના જેના સંશયાદિ થાય છે તે સઘળી વસ્તુ સંસારમાં સત્ છે આમ માનવું જોઈએ. સત્ હોય તો જ સંશયાદિ ધર્મો ઘટે છે.
સંશયાદિ થાય છે માટે પૃથ્વી આદિ ભૂતો છે. આમ અનુમાનથી પણ ભૂતો સિદ્ધ થાય છે. જેમ ધૂમથી વહ્નિ સિદ્ધ થાય છે તેમ સંશયાદિથી ભૂતોની સિદ્ધિ થાય છે. //૧૭00ll
संति च्चिय ते भावा, संसयओ सोम्म ! थाणु-पुरिसव्व । अह दिटुंतमसिद्धं, मण्णसि नणु संसयाभावो ॥ १७०१॥ (સક્લેવ તે માવા, સંશતઃ સૌમ્ય ! સ્થા[-પુરુષાવિવ ! अथ दृष्टान्तमसिद्धं, मन्यसे ननु संशयाभावः ॥) ।
ગાથાર્થ - હે સૌમ્ય ! સંશય થતો હોવાથી સ્થાણુ-પુરુષાદિની જેમ સર્વે ભાવો સત્ જ છે. હવે જો તમે દૃષ્ટાન્તને અસિદ્ધ માનો તો તમને સંશયનો પણ અભાવ જ થાય. //૧૭૦૧/.
વિવેચન - હે સૌમ્ય ! વ્યક્તપંડિત ! ઘટ-પટ આદિ સઘળાય પદાર્થો તને પણ પ્રસિદ્ધ જ છે. તમારે પણ “આ સર્વે છે જ” આમ સ્વીકારવું પડે તેમ છે. કારણ કે સંશય થાય છે માટે, આ સંસારમાં જેનો જેનો સંશય થાય છે તે તે પદાર્થ સંસારમાં ગમે ત્યાં પણ હોય જ છે. જ્યાં સંશય થાય ત્યાં ભલે હોય અથવા ત્યાં ભલે ન હોય, પણ સંસારમાં અવશ્ય હોય જ છે. જેમકે સ્થાણુ અને પુરુષની શંકા થાય છે તો તે અવશ્ય સંસારમાં હોય જ છે અને જે સર્વથા અસત્ હોય છે. તેનો સંશય પણ થતો નથી જ. જેમકે આકાશપુષ્પ અને ખરવિષાણ. આ અનુમાનથી પણ સર્વે ભાવો સત્ છે આમ સિદ્ધ થાય છે.
હવે કદાચ તમે એમ કહો કે “સ્થાણુ-પુરુષનું જે દૃષ્ટાન્ત છે તે જ અસિદ્ધ છે, ખોટું છે. કારણ કે હું તો સ્થાણુ-પુરુષાદિ સર્વે પણ પદાર્થોનો એકસરખો સમાનપણે અભાવ જ માનું છું. એટલે કે સ્થાણુ-પુરુષ પણ નથી જ. જો આ ઉદાહરણ જ નથી તો
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
પછી તેના દષ્ટાન્તથી બીજા પદાર્થોની સિદ્ધિ કેમ કરાશે ? આવો પ્રશ્ન કદાચ તમે કરો તો તે ઉચિત નથી. કારણ કે જો સર્વથા સર્વ વસ્તુઓનો અભાવ જ હોય તો પછી તમે પણ નથી, તમને સંશય પણ નથી. આમ થવાથી સમજાવવાનું પણ કંઈ રહેતું જ નથી. માટે આવી દલીલ બરાબર નથી. /૧૭૦૧/
सव्वाभावे वि मई, संदेहो सिमिणए व्व, नो तं च । जं सरणाइनिमित्तो, सिमिणो न उ सव्वहाभावो ॥१७०२॥ (सर्वाऽभावेऽपि मतिः सन्देहः स्वप्नक इव, नो तच्च । यत् स्मरणादिनिमित्तः स्वप्नो न तु सर्वथाऽभावः ॥)
ગાથાર્થ - કદાચ તમે આવો પ્રશ્ન કરો કે સર્વથા અભાવ હોવા છતાં પણ સ્વપ્નની જેમ સંદેહ થઈ શકે છે તો તે વાત ઉચિત નથી. કારણ કે સ્વપ્ન પણ સ્મરણ આદિના નિમિત્તે જ આવે છે. પરંતુ સર્વથા અભાવ હોતે છતે આ સ્વપ્ન પણ હોઈ શકતું નથી. //૧૭૦૨ /.
વિવેચન - હે સૌમ્ય વ્યક્તપંડિત ! અહીં કદાચ તમારી આવી બુદ્ધિ થાય એટલે કે અહીં કદાચ તમે આવો પ્રશ્ન કરો કે -
સર્વે વસ્તુઓનો સર્વથા અભાવ માનીએ તો પણ સ્વપ્નની જેમ સંદેહ થઈ શકે છે. તમે જે ઉપરની ગાથાઓમાં સમજાવ્યું કે જે વસ્તુ હોય તેનો જ સંશય થાય છે. જે વસ્તુ ન હોય તેનો સંદેહ થતો નથી. જેનો સંદેહ થાય છે તે વસ્તુ હોય જ છે ઈત્યાદિ જે કહ્યું તે બરાબર નથી. કારણ કે જે કોઈ સ્વપ્ન આવે છે તે વસ્તુ ત્યાં હોતી જ નથી. સર્વથા તેનો અભાવ જ હોય છે તો પણ તે વસ્તુનું સ્વપ્ન આવે છે અને સ્વપ્ન એ પણ એક જ્ઞાનપર્યાય જ છે. તો સ્વપ્નની જેમ સંદેહ પણ સર્વ વસ્તુઓનો અભાવ માનીએ તો પણ થઈ શકે છે. જેમ કોઈ પામર મનુષ્ય સ્વપ્નમાં આવું શંકાશીલ જ્ઞાન કરે છે કે
મારા ઘરના આંગણામાં જે આ દેખાય છે તે શું હાથી છે કે મોટું વૃક્ષ છે ?” આવો સંશય સ્વપ્નમાં કરે છે. પણ ત્યાં તે ઘરના આંગણામાં હાથી પણ નથી અને મહાવૃક્ષ પણ નથી. એમ સર્વ વસ્તુનો અભાવ માનીએ તો પણ જેમ સ્વપ્ન જ્ઞાન થાય છે તેમ સંશય જ્ઞાન પણ સંભવી શકે છે.
આવા પ્રકારનો તમારો પ્રશ્ન બરાબર નથી. સ્વપ્નમાં જે સંદેહ થાય છે તે પણ પૂર્વે ચક્ષુથી સાક્ષાત્ જોયેલી અથવા અનુભવેલી વસ્તુના સ્મરણના નિમિત્તે જ થાય છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૪૯ સર્વથા વસ્તુઓનો અભાવ હોતે છતે સ્વપ્નમાં પણ આ સંદેહ સંભવતો નથી. જાગૃત અવસ્થામાં હાથી જોયેલો છે, વૃક્ષ જોયેલું છે. બન્નેની કાયા વિશાળ, ઉંચાઈ વધારે અને કદ સ્થૂલ વગેરે સમાનધર્મોનો અનુભવ કરેલો છે. તેથી સમાનધર્મોના અનુભવના કારણે તે વિષયનું સ્મરણ થઈ આવતાં આ સંદેહ થાય છે. સ્વપ્નકાલ ઘરના ચોકમાં હાથી અથવા વૃક્ષ ન હોય એવું બને. પરંતુ સંસારમાં ક્યાંય હાથી કે વૃક્ષ ન હોય અને તેનો સર્વથા અભાવ જ હોય આવું બનતું નથી.
જેનો સર્વથા અભાવ જ હોય છે તેનું સ્વપ્ન પણ ક્યારેય આવતું નથી. જો આમ ન હોય અને સર્વથા જેનો અભાવ હોય તેનું પણ સ્વપ્ન આવતું હોય તો પાંચ ભૂતો જ પ્રસિદ્ધ છે. છઠું-સાતમું ભૂત પ્રસિદ્ધ નથી. તેથી છટ્ટા-સાતમા આદિ ભૂતોનો સર્વથા અભાવ જ છે. તો તેનો સંદેહ પણ ક્યારેક થવો જોઈએ. જેમ સ્વપ્નમાં સંદેહાત્મકભાવે દેખાતા હાથી અને મહાવૃક્ષનો તમે સર્વથા અભાવ માનો છો છતાં સંદેહ થાય છે એમ કહો છો તો છટ્ટા-સાતમા ભૂતોનો પણ અભાવ સમાન જ છે. બન્નેના અભાવમાં કોઈ વિશેષતા નથી. માટે તેનો પણ સ્વપ્નકાળમાં ક્યારેક પણ સંદેહ થવો જોઈએ.
પરંતુ જેનો સર્વથા અભાવ હોય છે તેવા છટ્ટા આદિ ભૂતોનો અને આકાશપુષ્પાદિનો ક્યારેય સંદેહ થતો નથી. કારણ કે આ જીવને પૂરેપૂરી ખાત્રી છે કે આ વસ્તુઓ જગતમાં નથી જ, આ વસ્તુઓનો સર્વથા અભાવ જ છે, અસત્ જ છે. તેથી જેનો જેનો સંદેહ થાય છે તે તે વસ્તુઓનો સર્વથા અભાવ નથી જ. તે વસ્તુઓ સર્વથા અસત્ નથી. ભલે તે ક્ષેત્રે અને તે કાલે ત્યાં હોય અથવા ન પણ હોય. પરંતુ અન્ય ક્ષેત્રે અને અન્ય કાલે તે હાથી અને તે મહાવૃક્ષ અવશ્ય છે જ. ચક્ષુથી સાક્ષાત્ જોયેલાં પણ છે અને નજરોનજર અનુભવેલાં પણ છે. તો જ તે તે વસ્તુના વિષયવાળાં સ્વપ્નો આવે છે. માટે હાથી-મહાવૃક્ષ-સ્થાણુ-પુરુષાદિ પદાર્થો સર્વથા અસત્ નથી જ. ll૧૭૦૨
પૂર્વદષ્ટ અને પૂર્વાનુભૂતાદિ નિમિત્ત વિના શું સ્વપ્ન પણ સંભવતું નથી ? અર્થાત્ જે સ્વપ્ન આવે છે તેમાં પણ આવાં નિમિત્તો શું સંભવે છે ? અશ્વમેતત્ = હા, આ એમ જ છે. સ્વપ્ન પણ આવા પ્રકારના નિમિત્તોથી જ આવે છે. આવા પ્રકારના નિમિત્તો વિના સ્વપ્ન પણ સંભવતાં નથી. તો અહીં પ્રશ્ન થાય છે કે આવા પ્રકારના સ્વપ્નનાં નિમિત્તો કયાં કયાં ? તે જણાવે છે -
अणुहूय-दिट्ठ-चिंतिय-सुय-पयइवियार-देवयाऽणूया । सिमिणस्स निमित्ताई, पुण्णं पावं च नाभावो ॥१७०३॥
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫O
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
(મનુભૂત-ઈ-સ્તિત-શ્રુત-પ્રવૃતિવિવાર-વતાડનૂપા | स्वप्नस्य निमित्तानि, पुण्यं पापञ्च नाभावः ॥)
ગાથાર્થ - અનુભવેલું, દેખેલું, વિચારેલું, સાંભળેલું, પ્રકૃતિનો વિકાર, દેવની પ્રસન્નતા, દેવની અપ્રસન્નતા, સજલપ્રદેશ, પુણ્યોદય અને પાપોદય આ સ્વપ્નનાં નિમિત્તો છે. તેથી સ્વપ્ન એ અભાવાત્મક વસ્તુ નથી. /૧૭૦૩/l
વિવેચન - સ્વપ્ન પણ અભાવાત્મક નથી. સ્વપ્નમાં જે કંઈ જણાય છે તે આ સંસારમાં સત્ = વિદ્યમાન છે. આ સંસારમાં જે કોઈ આકાશપુષ્પાદિની જેમ સર્વથા અસત્ છે, તેનાં સ્વપ્ન ક્યારેય પણ કોઈને પણ આવતાં નથી. નીચે જણાવેલાં સ્વપ્નપ્રાપ્તિનાં દસ નિમિત્તો છે. આ દસ નિમિત્તોમાંના કોઈપણ નિમિત્તે જીવને સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં જે કંઈ જણાય છે તે ત્યાં વિદ્યમાન હોતું નથી. પણ સંસારમાં અવશ્ય વિદ્યમાન હોય છે અને જે હોય તેનું જ સ્વપ્ન આવે છે.
(૧) મનુભૂત = સ્વપ્ન વિનાના જાગૃતકાલમાં જે સ્નાન કરવા સ્વરૂપે, ભોજન કરવા સ્વરૂપે, વિલેપન કરવા સ્વરૂપે, કોઈ પણ ઈન્દ્રિયો દ્વારા જાણવા સ્વરૂપે પણ અનુભવેલું હોય છે. તે જ સ્વપ્નમાં આવે છે.
(૨) દૂE = સ્વપ્ન વિનાના જાગૃતકાલમાં જે હાથી-ઘોડા-માણસ-સૈન્ય-રાજા રાજમુગટ આદિ પદાર્થો નજરે નિહાળેલા હોય છે. સાક્ષાત્ ચક્ષુર્ગોચર કર્યા હોય છે તે જ સ્વપ્નમાં આવે છે.
(૩) વિન્તિ = સ્વપ્ન વિનાના જાગૃતકાલમાં જે વિચાર્યું હોય છે. જેમકે વૈભવ વિચાર્યો હોય, પત્નીનો લાભ વિચાર્યો હોય, કોઈ પ્રિય વ્યક્તિનું મીલન વિચાર્યું હોય તો તે ભાવો સ્વપ્નમાં આવે છે.
(૪) શ્રત = સ્વપ્ન વિનાના જાગૃતકાલમાં આગમવાચના દ્વારા અથવા શાસ્ત્રાભ્યાસ કરવા દ્વારા વારંવાર જે સાંભળેલું હોય તે સ્વપ્નમાં આવે છે. જેમકે સ્વર્ગ-નરક-મેરૂપર્વતઅઢીદ્વીપ-દેવ-નંદીશ્વરાદિ દ્વીપ વગેરે શાસ્ત્ર દ્વારા સાંભળેલાં છે માટે સ્વપ્ન આવે છે.
(૫) પ્રકૃત્તિવિક્ષર = વાયુ-પિત્ત અથવા કફ આદિના કારણે પ્રકૃતિમાં વિકાર થયો હોય તો તે વિકાર પણ સ્વપ્નનું કારણ બને છે.
(૬) તેવપ્રસનતા = કોઈ દેવ-દેવી આ જીવ ઉપર પ્રસન્ન થયાં હોય તો ઈચ્છાપૂર્તિ માટે સ્વપ્નનું નિમિત્ત બને છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૫૧
(૭) તેવી પ્રસન્નતા = કોઈ દેવ-દેવી આ જીવ ઉપર નાખુશ હોય તો દુઃખ આપવાપ્રતિકૂળતા ઉભી કરવા માટે પણ સ્વપ્નનું નિમિત્ત બને છે.
(૮) અનૂપ = એટલે સનત્તપ્રદેશ = નદી-સરોવર-સમુદ્ર આદિ જળવાળા પ્રદેશો પણ સ્વપ્નનાં નિમિત્ત બને છે.
(૯)-(૧૦) પુળ્યો અને પાપોદ્રય = પુણ્યનો ઉદય ઈષ્ટ સ્વપ્નનું અને પાપનો ઉદય અનિષ્ટ સ્વપ્નનું નિમિત્ત બને છે.
આ પ્રમાણે સ્વપ્નમાં જે કોઈ જણાય છે, દેખાય છે, અનુભવાય છે, સ્વપ્નનું કારણ બને છે, તે સઘળા પદાર્થો જગતમાં સત્ છે. પણ અભાવાત્મક નથી. વળી સ્વપ્ન એ પણ સંદેહાદિની જેમ ભલે ભ્રમાત્મક હોય, તો પણ એક પ્રકારનું જ્ઞાનવિશેષ છે. માટે સ્વપ્ન પણ સત્ છે. અભાવાત્મક નથી. આ રીતે સ્વપ્ન અને સ્વપ્નનાં નિમિત્તો સત્ હોતે છતે “જગત્ શૂન્ય” છે. આમ કેમ કહેવાય ? હે વ્યક્તપંડિત ! તમારા વડે જગત શૂન્યાત્મક કેમ સ્વીકારાય છે ? ll૧૭૦૩|
विण्णाणमयत्तणओ, घडविण्णाणं व सुमिणओ भावो । अहवा विहियनिमित्तो, घडोव्व नेमित्तियत्ताओ ॥१७०४॥ (विज्ञानमयत्वतो घटविज्ञानमिव स्वप्नको भावः । अथवा विहितनिमित्तो, घट इव नैमित्तिकत्वात् ॥)
ગાથાર્થ - સ્વપ્ન એ પણ ભાવાત્મક વસ્તુ છે. વિજ્ઞાનાત્મક હોવાથી, ઘટ વિજ્ઞાનની જેમ. અથવા સ્વપ્ન એ ભાવાત્મક છે. નિમિત્તો વડે થતું હોવાથી, ઘટની જેમ, સ્વપ્નનાં નિમિત્તો પૂર્વે કહ્યાં છે. ll૧૭૦૪l
વિવેચન - સ્વપ્ન એ પણ શૂન્યાત્મક નથી. પરંતુ ભાવાત્મક વસ્તુવિશેષ છે, ધર્મસ્વરૂપ છે. આ વાત સમજાવવા માટે આ ગાથામાં બે અનુમાન કર્યા છે અને ઘટવિજ્ઞાનનું તથા ઘટનું દૃષ્ટાન્ત આપેલું છે. વિજ્ઞાનમયત્વત્ અને નૈમિત્તિવવત્ આ બન્ને હેતુઓ છે.
(૧) સ્વનો ભાવાત્મ:, વિજ્ઞાનમત્વત્ વિજ્ઞાનવત્ આ પ્રથમ અનુમાન છે. સ્વપ્ન એ એક ભાવાત્મક વસ્તુવિશેષ છે. આત્મામાં પ્રગટ થયેલો ભ્રમાત્મક પણ જ્ઞાનવિશેષરૂપ ધર્મ છે. ઘટના વિજ્ઞાનની જેમ. જે જે વિજ્ઞાનાત્મક હોય છે. તે તે સઘળા પણ ભાવાત્મક ભાવો છે. જેમ ઘટ-પટ આદિ પદાર્થોનું વિજ્ઞાન. સ્વપ્ન એ પણ ભલે
Page #277
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
સંશયાત્મક હોય કે વિપરીત હોય કે ભ્રમાત્મક હોય પણ એક પ્રકારનું જ્ઞાનવિશેષ જ છે. તેથી તે અવશ્ય ભાવાત્મક છે, સત્ છે તથા સંશય-વિપરીત બોધ-અનધ્યવસાયબોધ અને નિર્ણયાત્મક બોધ આ સઘળા ભાવો વિજ્ઞાનાત્મક હોવાથી સત્ છે. તેમ સ્વપ્ન પણ વિજ્ઞાનાત્મક હોવાથી સત્ છે, ભાવાત્મક છે. શૂન્યાત્મક નથી.
૨૫૨
જે
(૨) સ્વનો ભાવાત્મ:, નૈમિત્તિòાત્, ઘટવત્ આ બીજું અનુમાન છે. સ્વપ્ન એ ભાવાત્મક વસ્તુ છે. સત્ વસ્તુ છે કારણ કે નિમિત્તોથી થાય છે માટે, ઘટની જેમ, જે વસ્તુ નિમિત્તોથી બને છે તે તે ભાવાત્મક જ હોય છે. જેમકે ઘટ એ દંડ-ચક્રાદિ નિમિત્ત સામગ્રીથી બને છે માટે સત્ છે. તેમ આ સ્વપ્ન પણ ઉપરની ગાથામાં કહેલાં દશ નિમિત્તોથી આવે છે. માટે નૈમિત્તિક હોવાથી ઘટની જેમ સત્ છે. ભાવાત્મક છે, પણ શૂન્યાત્મક નથી. સ્વપ્નનાં નિમિત્તો ઉપરની ગાથામાં સમજાવ્યાં જ છે. આ રીતે સ્વપ્ન પણ જ્ઞાનગુણ હોવાથી જીવને જ આવે છે. જડને ક્યારેય સ્વપ્ન આવતું નથી. માટે સ્વપ્ન એ વિજ્ઞાનગુણ હોવાથી સત્ છે તથા સ્વપ્નનાં નિમિત્તો પણ સત્ છે, પણ શૂન્યાત્મક નથી.
||૧૭૦૪॥
જો સર્વથા શૂન્યતા જ છે આમ માનશો તો “સ્વપ્ન-અસ્વપ્ન”, “સત્ય-મિથ્યા”, “કાર્ય-કારણ'' ઈત્યાદિ સકલ વ્યવહારનો અભાવ જ થશે. આ વાત સમજાવતા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ કહે છે કે -
सव्वाभावे य कओ, सुमिणोऽसुमिणोत्ति सच्चमलिअंति । गंधव्वपुरं पाडलिपुत्तं, तत्थोवयारोति ॥ १७०५ ॥
कज्जंति कारणंति य, सज्झमिणं साहणंति कत्तत्ति । वत्ता वयणं वच्चं परपक्खोऽयं सपक्खोऽयं ॥ १७०६ ॥ किं वेह थिरदवोसिण, चलयारूवित्तणाई निययाई । सद्दादओ य गज्झा, सोत्ताइयाइं गहणाई ? ॥ १७०७ ॥ समया विवज्झओ वा, सव्वागहणं व किं न सुण्णम्मि । किं सुण्णया व सम्मं, सग्गहो किं व मिच्छत्तं ॥ १७०८ ॥ किह सपरोभयबुद्धी, कहं च तेसिं परोप्परमसिद्धी । अह परमईए भण्णइ, स- परमइविसेसणं कत्तो ॥१७०९॥
Page #278
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૫૩
( सर्वाभावे च कुतः स्वप्नोऽस्वप्न इति सत्यमलीकमिति । गन्धर्वपुरं पाटलिपुत्रं, तथ्य उपचार इति ॥ कार्यमिति कारणमिति च, साध्यमिदं साधनमिति कर्तेति । वक्ता वचनं वाच्यं, परपक्षोऽयं स्वपक्षोऽयम् ॥ किं वेह स्थिर-द्रवोष्ण-चलताऽरूपित्वानि नियतानि । शब्दादयश्च ग्राह्याः, श्रोत्रादिकानि ग्रहणानि ॥ समता विपर्ययो वा, सर्वाग्रहणं वा किं न शून्ये । किं शून्यता वा सम्यक्, सद्ग्रहः किं वा मिथ्यात्वम् ॥ कथं स्वपरोभयबुद्धिः, कथं च तेषां परस्परमसिद्धिः । ૩થ પરમત્ય મળ્યતે, સ્વ-પરમસિવિશેષ વુd: I)
ગાથાર્થ - સર્વ વસ્તુઓનો અભાવ હોતે છતે “આ સ્વપ્ન અને આ અસ્વપ્ન છે, “આ સત્ય છે આ મિથ્યા છે, “આ ઈન્દ્રજાલ સ્વરૂપનગર છે અને આ સાચું પાટલિપુત્ર નગર છે”, આ સાચો પદાર્થ છે અને આ ઔપચારિક પદાર્થ છે” આવો ભેદ કેવી રીતે થશે ? ll૧૭0પી
આ કાર્ય છે અને આ કારણ છે” “આ સાધ્ય છે અને આ સાધન છે” તથા “આ કર્તા છે” ઈત્યાદિ, “આ વક્તા છે, આ વચન છે અને આ વાચ્ય છે” “આ પરપક્ષ છે અને આ સ્વપક્ષ છે” ઈત્યાદિ વ્યવહાર સર્વશૂન્યતામાં કેમ ઘટશે ? /૧૭૦૬/l.
તથા પાંચે ભૂતોમાં અનુક્રમે સ્થિરત્વ (કઠિનત્વ), કવીભૂતત્વ, ઉષ્ણત્વ, ચંચલત્વ, અરૂપિત્ર વગેરે પ્રતિનિયત સ્વભાવો કેમ ઘટશે ? શબ્દાદિ પાંચ વિષયો એ ગ્રાહ્ય અને શ્રોત્ર વગેરે પાંચ ઈન્દ્રિયો એ ગ્રહણનાં સાધન છે આવો વ્યવહાર પણ સર્વશૂન્યતામાં કેમ ઘટશે? l/૧૭૦૭ll
સર્વશૂન્યતા માન્ય છતે સમાનપણું કે વિપરીતપણું કે સર્વ ભાવોનું અગ્રહણપણું કેમ થતું નથી ? અથવા શૂન્યતા એ જ સમ્યગુ છે અને સત્ય વસ્તુનું ગ્રહણ એ મિથ્યાત્વ છે. આમ કેમ ? /૧૭૦૮
તથા આ સ્વ-પર અને ઉભયની બુદ્ધિ કેવી રીતે થાય ? તથા તે ત્રણેની અસિદ્ધિ પણ કેમ થાય ? હવે જો એવો બચાવ કરો કે આ તો સમજાવવા પુરતું પરની અપેક્ષાએ કહ્યું છે, તો સર્વથા શૂન્યતા હોતે છતે આ સ્વ અને આ પર એવું વિશેષણ પણ બુદ્ધિમાં ક્યાંથી આવે ? આમ સર્વશૂન્યતામાં ઘણા દોષો આવે છે. ll૧૭૦૯ll
Page #279
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
છે તેમ જો તમે સ્વીકારશો તો
વિવેચન - હે વ્યક્તપંડિત ! જો આ સંસારમાં પૃથ્વી આદિ પાંચ ભૂતો નથી અને સર્વથા શૂન્યતા જ છે. આમ નાગાર્જુનાદિ બૌદ્ધાચાર્યો “આ સ્વપ્ન કહેવાય અને આ સ્વપ્ન ન કહેવાય એવો ભેદ કોના આધારે કરશો ? અર્થાત્ સ્વપ્નજ્ઞાનમાં દેખાયેલ હાથી અને મહાવૃક્ષ કાલ્પનિક છે અને ચક્ષુથી અસ્વપ્નકાલે (જાગૃતકાલે) જોયેલ હાથી અને મહાવૃક્ષ વાસ્તવિક છે. આવો ભેદ તમારા મતે કેમ થઈ શકશે ? સ્વપ્નમાં જોયેલા હાથી ઉપર આરોહણ થતું નથી અને જાગૃતકાલમાં જોયેલા હાથી ઉપર આરોહણ થાય છે. આમ એકમાં ફલપ્રાપ્તિ થતી નથી અને બીજામાં ફલપ્રાપ્તિ થાય છે. આ ભેદ સર્વશૂન્યતા માન્યે છતે કેમ ઘટશે ?
૨૫૪
(૨) આ સત્ય છે અને આ અલીક (મિથ્યા) છે આવો ભેદ પણ કેમ ઘટશે ? જેમકે પાણી ભરેલો ઘટ એ સાચો ઘટ છે અને ચિત્રમાં ચિત્રેલો કે સ્વપ્નમાં જોયેલો ઘટ અલીક છે. આમ જે ભેદ છે તે સર્વશૂન્યતા માનતે છતે કેમ ઘટશે ? કારણ કે તમારા મતે તો બધા જ ઘટ શૂન્ય છે. જ્યારે જગતમાં તો એક ઘટમાં પાણી ભરાય છે અને સ્વપ્નગત ઘટમાં પાણી ભરાતું નથી. આવો ભેદ તમારા મતે કેમ ઘટશે ?
(૩) આ ગર્વનગર છે અને આ પાટલીપુત્ર નગર છે. આવો ભેદ પણ સર્વશૂન્યતા માન્યે છતે કેમ ઘટશે ? ગર્વપુર એટલે વાદળોની ઘટામાં દેખાતો નગર જેવો કાલ્પનિક આકાર અને પાટલીપુત્ર એટલે વાસ્તવિક નગરજનોથી અને ધનધાન્યાદિથી સમૃદ્ધ સાચું પટ્ટણા શહેર. એક કાલ્પનિક નગર છે અને બીજું વાસ્તવિક નગર છે. આવો ભેદ સર્વશૂન્યતા માનતે છતે કેમ ઘટશે ?
(૪) આ તથ્ય (સાચો પદાર્થ) છે અને આ ઔપચારિક પદાર્થ છે, આવો ભેદ પણ કેમ ઘટશે. જંગલમાં સ્વતંત્રપણે ફરતો ગર્જના કરતો, અનેક પશુઓનો સંહાર કરતો, ગળા ઉપર ઘણી કેશવાળીવાળો મુખ્યત્વે જે સાચો સિંહ છે. તે તથ્ય સિંહ છે અને કોઈ મનુષ્ય હોય, પરંતુ શૂરવીરતા હોવાથી અથવા હિંસક હોવાથી અથવા ક્રોધી હોવાથી તેમાં સિંહપણાનો જે ઉપચાર કરાય છે અને કહેવાય છે કે આ મનુષ્ય તો સિંહ છે સિંહ. આમ આ ઔપચારિક સિંહ છે આવો ભેદ સર્વશૂન્યતા માનતે છતે કેમ ઘટશે ?
(૫) વળી આ સંસાર જો સર્વથા શૂન્ય જ છે તો આ ઘટ-પટ એ કાર્ય છે. કારણ કે કુંભાર અને વણકર વડે બનાવાય છે અને નૃષિંડ તથા તત્ત્તસમૂહ તે બન્ને કારણ છે, કેમકે તેમાંથી ઘટ-પટ બનાવાય છે. આવો કાર્ય અને કારણનો ભેદ પણ સર્વથા શૂન્યતા માન્યે છતે કેમ ઘટશે ?
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૫૫
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત (૬) આ સાધ્ય છે અને આ સાધન (હેતુ) છે. આવી વાત પણ સર્વશૂન્યતા માન્ય છતે કેમ ઘટશે ? અનુમાન કરવામાં પક્ષ, સાધ્ય અને સાધન (હેતુ) હોય છે. સાધનથી જ સાધ્યની સિદ્ધિ કરાય છે. જેમકે ઘટઃ નિત્ય: તસ્વીત્ પદવત્ = ઘટ અનિત્ય છે. કત્રિમ છે માટે, જે જે કૃત્રિમ હોય છે તે તે અનિત્ય હોય છે જેમકે પટ, આવા પ્રકારનાં અનેક અનુમાનો થાય છે ત્યાં સાધનથી સાધ્યની સિદ્ધિ કરાય છે. આ રીતે પક્ષ-સાધ્યસાધન અને ઉદાહરણ આ સઘળું સર્વથા શૂન્યતા માને છત કેમ ઘટશે?
(૭) આ વક્તા, આ વચન અને આ વાચ્ય” ઈત્યાદિ વ્યવહારો પણ સર્વશૂન્યતા માન્ય છતે કેમ ઘટશે ? જે પોતાની વાત રજુ કરનાર હોય તે વાદી અને તેનો પ્રત્યુત્તર આપનાર જે હોય તે પ્રતિવાદી. તે બન્નેને વક્તા કહેવાય છે. તે વાદી અથવા પ્રતિવાદી પ્રતિજ્ઞા-હેતુ-ઉદાહરણ એમ ત્રણ અવયવવાળું” અથવા “પ્રતિજ્ઞા-હેતુ-ઉદાહરણ-ઉપનય અને નિગમન” એમ પાંચ અવયવવાળું જે અનુમાન કરે છે તેને વચન કહેવાય છે અને વાદી તથા પ્રતિવાદીને આવા પ્રકારનાં વચનો બોલવા દ્વારા જે કહેવાનું હોય છે જે હૃદયગત આશય (અભિધેય) હોય છે. તેને વાગ્ય કહેવાય છે. આવો વક્તા-વચન અને વાચ્યનો ભેદ પણ સર્વશૂન્યતા માન્ય છતે કેમ ઘટશે ?
(૮) બોલનારા વક્તાને ઈષ્ટ જે વાત તે સ્વપક્ષ કહેવાય અને સામે બોલનારાની જે વાત તે પરપક્ષ કહેવાય. પરંતુ સર્વથા જગત શુન્ય જ છે. આમ માન્ય છતે સ્વપક્ષ અને પરપક્ષ આવો ભેદ પણ કેમ ઘટે ? |૧૭૦૫-૧૭૦૬).
વળી આ સંસાર સર્વથા શુન્ય જ છે. કંઈ છે જ નહીં. આમ માન્ય છતે કોઈપણ ભૂતો કે ભૂતોના ધર્મો નથી જ આવો અર્થ થાય. જો ખરેખર આમ જ હોય તો પૃથ્વીમાં જ સ્થિરતા (કાઠિન્યત્વ), જલમાં જ દ્રવીભતત્વ, વઢિમાં જ ઉષ્ણત્વ, વાયમાં જ ચંચલત્વ અને આકાશમાં જ અરૂપિ– ઈત્યાદિ એક-એક ભૂતપદાર્થમાં એક-એક પ્રતિનિયત સ્વભાવો જ સર્વકાલે કેમ જણાય છે ? સર્વથા શૂન્યતા હોતે છતે આવા પ્રકારના ભૂતોની અને ભૂતોના ધર્મોની પ્રતિનિયત વ્યવસ્થા કેમ દેખાય છે ?
તથા શબ્દાદિ (શબ્દ-રૂપ-ગંધ-રસ અને સ્પર્શ) આ પાંચ વિષયો ગ્રાહ્ય જ કહેવાય = ઈન્દ્રિયો વડે જાણવાલાયક કહેવાય અને શ્રોત્રાદિ (શ્રોત્ર-ચક્ષુ-ઘાણ-રસના અને સ્પર્શન) આ પાંચ ઈન્દ્રિયો એ ગ્રાહક અથવા ગ્રહણ કહેવાય = પાંચ વિષયોને જાણનારી કહેવાય. આવા નિયમની સિદ્ધિ પણ કેમ થશે ? શબ્દાદિ વિષયો ગ્રાહક અને ઈન્દ્રિયો ગ્રાહ્ય આમ ઉલટું પણ કેમ ન કહેવાય ? તથા ગમે તે ઈન્દ્રિયથી ગમે તે વિષય જણાય આવું પણ કેમ ન કહેવાય ? જો સર્વથા શૂન્યતા જ છે. કંઈ છે જ નહીં તો પછી આવી પ્રતિનિયત વ્યવસ્થા કેમ ઘટે ? ૧૭૦૭ll.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
વળી જો સંસારમાં સર્વથા શૂન્યતા જ છે તો પછી “સ્વપ્નાસ્વપ્ન”, “સત્યાલીક', “ગંધર્વનગર-પાટલીપુત્ર” ઈત્યાદિ ભાવો “સમતા = સમાન જ છે. આમ પણ કેમ ન કહેવાય ? શૂન્યતા જ હોવાથી વિશેષ કોઈ કારણ છે જ નહીં. તેથી જેમ સ્વપ્ન એ મિથ્યા છે તેમ અસ્વપ્ન એ પણ મિથ્યા જ હોવું જોઈએ અથવા અસ્વપ્ન જેમ સાચું છે તેમ સ્વપ્ન પણ સાચા પદાર્થવાળું જ હોવું જોઈએ. એટલે કે બને સમાન જ થશે. આ મિથ્યા હોવાથી સ્વપ્ન છે અને પેલું યથાર્થ હોવાથી અસ્વપ્ન છે આવો ભેદ પણ કેમ ઘટશે ? એવી જ રીતે આ ગાય સાચી ગાય છે અને રેતીમાં કે ચિત્રમાં ચિતરેલી ગાય અલીક છે આવો ભેદ (વિશેષતા) કેમ રહેશે ? બન્ને સમાન જ થશે. સાચી ગાય જેમ દૂધ આપે છે તેમ ચિત્રની ગાય પણ દૂધ આપનારી અને પ્રસવધર્મિણી થવી જોઈએ અથવા ચિત્રની ગાય જેમ દૂધ નથી આપતી અને પ્રસવ નથી કરતી, તેમ સાચી ગાય પણ દૂધ ન આપવી જોઈએ અને પ્રસવ કરનારી પણ ન હોવી જોઈએ. આ જ રીતે વાદળોનું નગર અને યથાર્થ પટ્ટણાશહેર સમાન થવાં જોઈએ. પરંતુ આવું જગતમાં નથી. માટે સર્વશૂન્યતા માનવી તે ઉચિત નથી.
અથવા સર્વશૂન્યતા માન્ય છતે વિપર્યય થવો જોઈએ. વિપર્યય કેમ થતો નથી? એટલે કે જો સર્વથા શુન્ય જ છે, કંઈ છે જ નહીં તો સ્વપ્નમાં દેખાતો હાથી અને મહાવૃક્ષ સાચા પદાર્થો હોય અને અસ્વપ્નદશામાં (જાગૃત દશામાં) દેખાતો હાથી અને મહાવૃક્ષ ઔપચારિક પદાર્થો હોય. આવું બનવું જોઈએ. કારણ કે શૂન્યતા જ છે તો પછી આવું કેમ ન બને ?
અથવા જો સર્વથા શુન્ય જ જગત છે તો જેમ આકાશ-પુષ્પ કે ખરશ્ચંગ દેખાતાં નથી, તેનું અગ્રહણ થાય છે. તેમ સ્વપ્ન અને અસ્વપ્ન અથવા સત્ય અને અલીક અથવા ગંધર્વનગર કે સત્ય પાટલિપુત્રનગર વગેરે સર્વે પણ ભાવો દેખાવા જ ન જોઈએ. સર્વે પણ ભાવોનું અગ્રહણ જ થવું જોઈએ. કંઈ જ નથી એમ શૂન્યતા જ દેખાવી જોઈએ. આવી શૂન્યતા કેમ દેખાતી નથી અને ઘટ-પટ-સ્વપ્ન-અસ્વપ્ન વગેરે ભાવો તે તે સ્વરૂપે કેમ દેખાય છે ?
કદાચ તમે અહીં એવો બચાવ કરો કે છે તો સર્વથા શૂન્યતા જ, પરંતુ ભ્રાન્તિના વશથી ઘટ-પટ-સ્વપ્ન-અસ્વપ્ન વગેરે ભાવો જણાય છે. જેમ આંખમાં તિમિરાદિનો રોગ હોય તો શુદ્ધ એવા આકાશમાં પણ પટ્ટા-પટ્ટા દેખાય છે. આ જેમ ભ્રમ છે તેમ સ્વપ્નાસ્વપ્નાદિનું ગ્રહણ એ પણ ભ્રમ છે. તમારો આ બચાવ પણ ઉચિત નથી. કારણ
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૫૭
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત કે જે ભ્રમ હોય છે તેને નિયત દેશ-કાલ-સ્વભાવાદિ હોતા નથી અને આ સ્વપ્ન-અસ્વપ્નઘટ-પટ વગેરે જે દેખાય છે તે અમુક નિયત ક્ષેત્રમાં જ દેખાય છે. અમુક નિયતકાલે જ (તે હોય ત્યારે જ) દેખાય છે. તથા તે તે પદાર્થો પોતપોતાના નિયત સ્વભાવે જ દેખાય છે. ભ્રમ હોય તો ક્ષેત્ર-કાલાદિ નિયત ન હોય અને આ પદાર્થો નિયતપણે જણાય છે. માટે ભ્રમ નથી. આ સાચા પદાર્થો છે.
વળી તમે જ કહો છો કે “આ જે કંઈ દેખાય છે તે સઘળો ભ્રમ છે” ત્યાં હું તમને પછં છે કે “આ ભ્રમ” જગતમાં સાચો છે ? કે સાચો નથી ? જો ભ્રમનું અસ્તિત્વ સાચું છે. આમ કહેશો તો “ભ્રમ તો જગતમાં છે” આ વાત નિર્વિવાદ સિદ્ધ થઈ. તેથી “સર્વથા શૂન્ય જ છે. કંઈ છે જ નહીં” આ તમારી માન્યતાના સ્વીકારનો જ વિરોધ આવશે. કારણ કે કંઈ જ નથી એમ નહીં. છેવટે ભ્રમ તો છે જ. માટે સર્વશૂન્યતા રહેતી નથી.
૩થ ન વિદ્યતે = હવે જો તમે એમ કહો કે ભ્રમ જગતમાં અવિદ્યમાન છે. અર્થાત્ “જગતમાં જે દેખાય છે તે ભ્રમ નથી” આવું જ કહેશો તો ભ્રમ ન હોવાથી ઘટ-પટ આદિ પદાર્થો સાચા છે આમ નક્કી થશે જ. તથા “ભ્રમ નથી” આવું કહેનારું અને ભ્રમના અભાવને સાધનારું જે જ્ઞાન છે તે તો નિશ્ચંન્ત (સાચું) જ માનવું પડશે. કારણ કે જો ત જ્ઞાનને સાચું માનો તો જ “ભ્રમ નથી” આ વાત સાચી ઠરે. આમ કરવા જતાં ભ્રમના અસભાવના ગ્રાહક એવા જ્ઞાનને સત્ય માનતાં “સર્વ શૂન્યતા” ઉડી જાય છે અને સર્વશૂન્યતા ઉડી જતાં સઘળા પણ ભાવો (પદાર્થો) સાચા છે, સત્ય છે. આમ આપોઆપ સિદ્ધ થાય છે. તેથી શૂન્યતા નથી એ વાત નિર્વિવાદ નક્કી થાય છે.
અથવા અમે તમને બીજું પૂછીએ છીએ કે તમે શૂન્યતાને માનો છો અને સત્ રૂપે દેખાતા ઘટ-પટ આદિ પદાર્થરાશિને માનતા નથી. તો “શૂન્યતા એ જ સાચી છે (સમ્યમ્ છે) અને સત્પણે દેખાતા પદાર્થોનું જે ગ્રહણ થાય છે તે સગ્રહણ મિથ્યા છે, કાલ્પનિક છે. આવો ભેદ તમે કોના વડે કરશો? જો તમારી દૃષ્ટિએ આ સંસારમાં કંઈ છે જ નહીં તો પછી શૂન્યતા એ સાચું તત્ત્વ અને સંપદાર્થનું ગ્રહણ તે મિથ્યાતત્ત્વ છે. આવો ભેદ શી રીતે કરશો ? કોઈ વિશેષ કારણ તો મળતું જ નથી. માટે આવા પ્રકારની વિશેષતાનો અભાવ હોવાથી આ સાચું અને આ ખોટું એમ કેમ કહી શકાશે ? ll૧૭૦૮
ગાથા નંબર ૧૬૯૨ માં પહેલાં તમે આમ જે કહેલું કે “ર સ્વત:, = પરંત:, ચોમયતા, નાચિત ભાવીન સિદ્ધ” પદાર્થોની પોતાની રીતે, કે પરથકી, ઉભય થકી
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૮ ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ કે અન્ય થકી સિદ્ધિ થતી નથી. પરંતુ હુસ્વ-દીર્ઘના વ્યવહારની જેમ કાર્ય-કારણાદિ ભાવ આપેક્ષિક જ માત્ર છે. પરમાર્થથી નથી. આ વિષયની ચર્ચા ૧૬૯૨ મી ગાથામાં સર્વથા શૂન્યતા જ છે. આમ સિદ્ધ કરવા માટે પૂર્વપક્ષ સ્વરૂપે કરવામાં આવેલી છે. તેનો ઉત્તર આ ૧૭૦૯ ગાથામાં અપાય છે.
આનાથી આ હૃસ્વ, આનાથી આ દીર્ઘ અને આ વસ્તુ ઉભયાત્મક, આવા પ્રકારની સ્વ-પર અને ઉભય સ્વરૂપવાળી બુદ્ધિ પરસ્પર સાપેક્ષપણે એકીસાથે ઉત્પન્ન થાય છે. આવું પણ તમારા વડે સ્વીકારાય છે અને પછી તે હ્રસ્વ-દીર્ઘ અને ઉભયની બુદ્ધિ અસિદ્ધ છે. આમ કહેવાય છે. આ બન્ને વાતો પરસ્પર વિરુદ્ધ હોવાથી આવી વાત કરવી ઉચિત નથી. પહેલાં કહો છો કે હૃસ્વાદિની બુદ્ધિ સાપેક્ષપણે વર્તે છે અને પછી તેની અસિદ્ધિ કહો છો અર્થાત્ તેવી બુદ્ધિ નથી. આમ પૂર્વાપર વિરુદ્ધ બોલવું વ્યાજબી નથી.
ભાવાર્થ આ પ્રમાણે છે. પ્રત્યેક વસ્તુઓમાં પોતાનું અસ્તિત્વ આપેક્ષિક જ માત્ર છે એમ નહીં. પરંતુ તે અસ્તિત્વ વાસ્તવિક છે, સાચું છે. પોતાના વિષયના જ્ઞાનને ઉત્પન્ન કરવાવાળી અર્થક્રિયાથી પણ યુક્ત છે. સર્વથા અસત્ હોય અને અપેક્ષામાત્રથી જ તેનો વ્યવહાર હોય એવું નથી. પરંતુ સર્વે વસ્તુઓ પોતાના સ્વરૂપે સત્ છે અને તેનો વ્યવહાર પરસ્પર સાપેક્ષપણે થાય છે. તેથી હૃસ્વ વસ્તુ હૃસ્વપણે, દીર્ઘ વસ્તુ દીર્ઘપણે અને ઉભયાત્મક વસ્તુ ઉભયપણે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. માટે તે સત્ છે. સત્ હોય તે જ પોતાનામાં રહેલા હ્રસ્વ-દીર્ઘ-ઉભયનું જ્ઞાન કરાવે છે. જે વસ્તુ સર્વથા અસત્ જ હોય છે તે હૃસ્વાદિનું પણ જ્ઞાન કરાવતી નથી. તો પછી હૃસ્વાદિ ધર્મોની અસિદ્ધિ છે. આમ કેમ કહેવાય ?
વળી તમે જે એમ કહ્યું કે “મધ્યમ અંગુલિની અપેક્ષાએ પ્રદેશિની અંગુલિમાં જે હૃસ્વત્વ કહેવાય છે તે અસત્ જ છે અને કહેવાય છે. પણ તમારી આ વાત ખોટી છે. કારણ કે જો પ્રદેશિની નામની અંગુલી સર્વથા અસત્ જ હોય એટલે કે ન જ હોય અને મધ્યમાની અપેક્ષાએ જ તેમાં હ્રસ્વત્વ કહેવાતું હોય તો જેમ પ્રદેશિની અંગુલી અસત્ છે તેવી જ રીતે ખરવિષાણ પણ અસત જ છે. તે બન્નેમાં વિશેષતા તો કંઈ રહેતી જ નથી. તો પછી જેમ અસત્ એવી પ્રદેશિનીમાં હ્રસ્વત્વ કહેવાય. તેવી જ રીતે અસત્ એવા ખરવિષાણાદિમાં પણ હ્રસ્વત્વ કહેવરાવું જોઈએ. પ્રદેશિની અંગુલી અને ખર-વિષાણાદિ અસતપણે સરખા જ છે. તથા અતિશય લાંબી એવી લાકડી એ પણ હે શૂન્યવાદી ! તમારા મતે તો અસત્ જ છે. તેથી અસત્ એવી પ્રદેશિનીમાં જેમ હૃસ્વત્વ કહેવાય છે તેવી જ રીતે અસત્ એવી અતિશય દીર્ઘ લાકડીમાં પણ મધ્યમ અંગુલીની અપેક્ષાએ હૃસ્વત્વ
Page #284
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૫૯ કહેવરાવવું જોઈએ અથવા પ્રદેશિની અંગુલિમાં પોતાનામાં પોતાની જ અપેક્ષાએ પણ હૃસ્વત્વ કહેવરાવવું જોઈએ. કારણ કે મધ્યમ અંગુલી પણ તમારા મતે તો અસત્ જ છે. હવે જો અસત્ એવી મધ્યમાની અપેક્ષાએ પ્રદેશિનીમાં હ્રસ્વત્વ હોય તો અસત્ એવી પોતાની અપેક્ષાએ પણ પોતાનામાં હ્રસ્વત્વ હો.
આ રીતે જો તમે પ્રદેશિનીને સર્વથા અસત્ જ છે. આમ કહેશો અને અસત્ એવી તેમાં મધ્યમાની અપેક્ષાએ હસ્વત્વ કહેવાતું હોય તો ખરવિષાણાદિ જે અસત છે તેમાં પણ હૃસ્વત્વ કહેવરાવવું જોઈએ. અતિશય દીર્ઘ એવી લાકડી પણ અસત્ હોવાથી તે લાકડીમાં પણ હ્રસ્વત્વ કહેવરાવવું જોઈએ. તથા પોતાની અપેક્ષાએ પોતાનામાં પણ હ્રસ્વત્વ હોવું જોઈએ. સર્વ સ્થાનોમાં અસત્પણું એકસરખું સમાન જ છે. પરંતુ સંસારમાં આવું ક્યાંય કહેવાતું નથી. તેથી પ્રદેશિની અંગુલી વગેરે પદાર્થો સર્વથા અસત્ હોય આ વાત તદન મિથ્યા છે. સંસાર શૂન્ય છે. આ વાત પણ સર્વથા ખોટી છે. તેથી “પ્રદેશિની” નામની અંગુલી (અને તેની જેમ સર્વે પણ પદાર્થો) વાસ્તવિકપણે સત્ છે. સ્વયં તે સત્ વસ્તુ છે. હ્રસ્વ-દીર્ઘ-ઉભયાદિ અનંત ધર્માત્મક તે વસ્તુ છે. અંગુલી આદિ પદાર્થો પણ સત્ છે અને તેમાં રહેલા ધર્મો પણ સત્ છે. ફક્ત તે તે સહકારિ પદાર્થોની સન્નિધિ હોતે છતે તે તે ધર્મના સ્વરૂપની અભિવ્યક્તિ થવાથી તે તે ધર્મનું જ્ઞાન થાય છે. સારાંશ કે પ્રદેશિની અંગુલી પોતે સત્ છે. અનંત ધર્માત્મક છે. તેમાં હ્રસ્વ-દીર્ઘ આદિ અનંત ધર્મો સ્વયં તેની અંદર છે જ. ફક્ત તે પ્રદેશિની પાસે મધ્યમાને ઉભી કરો તો તેનું હૃસ્વત્વ અભિવ્યક્ત થાય છે. અર્થાત્ મધ્યમાં લાવવાથી તેના સ્વત્વનું જ જ્ઞાન થાય છે અને જો તેની પાસે અંતિમ એવી કનિષ્ઠા અંગુલી ઉભી કરીએ તો તેની અપેક્ષાએ તેમાં સ્વયં રહેતું એવું દીર્ઘત્વ અભિવ્યક્ત થાય છે અને તેનું જ્ઞાન થાય છે.
પ્રત્યેક વસ્તુઓ ઉપર સમજાવ્યા પ્રમાણે સત્ છે. અનંત ધર્માત્મક છે અને સાપેક્ષપણે તે તે ધર્મો તેમાં અભિવ્યક્ત થાય છે. તેથી તે તે ધર્મનું જ્ઞાન થાય છે. પરંતુ કોઈપણ વસ્તુ (પછી પ્રદેશિની અંગુલી પણ) સર્વથા અસત્ હોય અને તેમાં અપેક્ષામાત્રથી જ હ્રસ્વત્વ આદિનું જ્ઞાન થતું હોય આમ બનતું નથી. અસત્ હોય અને અપેક્ષાથી હૃસ્વવાદિનું જ્ઞાન થાય આ વાત ઉચિત નથી, યુક્તિયુક્ત પણ નથી. આ જ પ્રમાણે સર્વથા અસત્ હોય તેમાં દીર્ઘત્વનું અને ઉભયાદિનું પણ જ્ઞાન થતું નથી. પરંતુ સ્વદ્રવ્યસ્વક્ષેત્રાદિથી જે સત્ છે. તેમાં જ દીર્ઘ અને ઉભયાદિનો વ્યવહાર થાય છે. માટે જગતના સર્વે પણ પદાર્થો સ્વયં સત્ છે. સર્વથા અસત્ નથી અને સત્ એવા તે તે પદાર્થોમાં હ્રસ્વ
Page #285
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
દીર્ઘ-લઘુ-ગુરુ વગેરે અનંત ધર્મો સ્વયં રહેલા છે જ. માત્ર તેની અભિવ્યક્તિ અને તેનું જ્ઞાન સહકારી કારણોના સમવધાનથી થાય છે.
૨૬૦
આ વિષયમાં કદાચ હે વ્યક્તપંડિત ! તમે આમ કહો કે “આ હ્રસ્વ, આ દીર્ઘ, આ ઉભય છે” ઈત્યાદિ વિષયના ખંડનપ્રસંગે જે સ્વતઃ, પરતઃ અને ઉભયતઃ એમ ત્રણ પક્ષો ૧૬૯૨ મી ગાથામાં સર્વશૂન્યતા સમજાવવાના અવસરે મેં પાડેલા, ત્યાં મારી દૃષ્ટિએ તો સર્વથા શૂન્યતા જ હોવાથી આ સંસારમાં કોઈ સ્વ નથી, કોઈ પર નથી. તેથી જ કોઈ ઉભય નથી. આ જગત સર્વથા શૂન્ય જ હોવાથી કંઈ જ નથી. ફક્ત મારી દૃષ્ટિએ મારી સામે જે (જૈન દર્શનકાર વગેરે) પરવાદીઓ દેખાય છે તેમના મતે જગત સત્ છે. તેથી તેવા પરવાદીની બુદ્ધિ પ્રમાણે તેઓએ માનેલા જે સ્વ-પર અને ઉભય વગેરે પદાર્થો છે. તે અપેક્ષાએ મેં ત્યાં પક્ષો પાડેલા છે. અર્થાત્ પરવાદીની (જૈનાદિની) જાતિને અનુસારે સ્વ-પરનો સ્વીકાર કરીને આ સઘળા પક્ષો કહેવાયા છે. પરંતુ મારી દૃષ્ટિએ વાસ્તવિકપણે સ્વતઃ સિદ્ધ એવું પદાર્થોનું સણું પણ નથી અને પોતાના વિષયમાં જ્ઞાન કરાવનારું એવું હ્રસ્વાદિકપણું પણ કંઈ નથી જ. કેટલીક વાર પરવાદીને સમજાવવા માટે પોતાને અમાન્ય ભલે હોય. તો પણ જો પરવાદીને માન્ય હોય તો એવા પક્ષો સ્વીકારાય છે. તેથી સર્વથા શૂન્યતા માનવાવાળા મારા મતમાં પૂર્વાપર વિરોધ જેવો કોઈ દોષ આવતો નથી.
ઉત્તર - તમારો આ બચાવ પણ ઉચિત નથી. કારણ કે જો તમારા મતે સર્વથા શૂન્યતા જ છે. આ સંસારમાં કંઈ છે જ નહીં. તો “આ સ્વમત અને આ પરમત” આવા સ્વ અને પરના ભેદ ભાવવાળા વિશેષણો કેમ ઘટશે ? કોઈ રીતે ઘટશે નહીં. જો આ સંસારમાં કંઈ છે જ નહીં. તો આ અમારો સ્વપક્ષ છે અને પેલો જૈનદર્શનાદિનો જે પક્ષ છે તે પરપક્ષ છે. આવો ભેદ તમારા મતે કેમ ઘટશે ? અથવા જો સર્વથા શૂન્યતા જ છે તો ગાથા નંબર ૧૭૦૮ માં કહ્યા મુજબ જેમ સ્વપ્નાસ્વપ્ન, સત્ય-અલીક, ગંધર્વનગરપાટલીપુત્ર ઈત્યાદિ સત્-અસત્ પદાર્થો સમાન થવાનો અથવા વિપર્યય થવાનો પ્રસંગ આવે, તેમ અહીં પણ સ્વપક્ષ અને પરપક્ષ આ બન્ને કાંતો સમાન જ થઈ જવા જોઈએ અથવા સ્વપક્ષ એ પરપક્ષ અને પરપક્ષ એ સ્વપક્ષ આમ વિપરીત પણ થવાનો પ્રસંગ કેમ ન આવે ? જેથી પૂર્વે કહેલા દોષોની પુનરાવૃત્તિ થશે.
તથા આ અમારો જે પક્ષ છે તે સ્વપક્ષ છે અને આ તમારો જૈનોનો જે પક્ષ છે તે પરપક્ષ છે. આવું વિચારશો અને આવું જો કહેશો તો “સર્વથા શૂન્ય જ જગત છે” આવો જે તમારો પક્ષ છે તેની હાનિ છે. તમારી શૂન્યતાવાદની માન્યતા સંપૂર્ણપણે ઉડી જશે. ૧૭૦૯
Page #286
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૬૧
जुगवं कमेण, वा ते, विण्णाणं होज दीहहस्सेसु । जइ जुगवं कावेक्खा, कमेण पुव्वम्मि काऽवेक्खा ॥१७१०॥ आइमविण्णाणं वा जं बालस्सेह तस्स काऽवेक्खा । तुल्लेसु व कावेक्खा, परोप्परं लोयणदुगेव्व ॥१७११॥ (युगपत् क्रमेण वा ते विज्ञानं भवेत् दीर्घहस्वयोः । यदि युगपत्काऽपेक्षा, क्रमेण पूर्वस्मिन् काऽपेक्षा ॥ आदिमविज्ञानं वा, यद् बालस्येह तस्य काऽपेक्षा । तुल्ययोर्वा काऽपेक्षा, परस्परं लोचनद्विक इव ॥)
ગાથાર્થ - દીર્ઘ અને હૃસ્વત્વને વિષે થતું જે જ્ઞાન છે, તે તમારા મત પ્રમાણે શું યુગપત્ થાય છે ? કે ક્રમેણ થાય છે ? જો બને જ્ઞાન યુગપ થાય છે તો અપેક્ષા ક્યાં રહી ? અને જો એકજ્ઞાન પૂર્વકાલમાં થાય છે. તો પણ પાછળ અપેક્ષા ક્યાં રહી? અથવા નવા જન્મેલા બાળકને જે વિજ્ઞાન ઉત્પન્ન થાય છે તેને અપેક્ષા ક્યાં છે ? અથવા સમાનપરિમાણ વાળી બે વસ્તુને જોવામાં બે લોચનની જેમ અપેક્ષા ક્યાં છે ?
વિવેચન - “આ જગત સર્વથા શુન્ય જ છે” આવું માનનારા શૂન્યવાદી વ્યક્તપંડિતને વધારે વધારે સમજાવતા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ કહે છે કે – મધ્યમા નામની જે અંગુલી અને પ્રદેશિની નામની જે અંગુલી, આ બન્નેની વચ્ચે પોતપોતાના આકારને જણાવનારું દીર્ઘત્વનું અને હૃસ્વત્વનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન શું એકીસાથે થાય છે ? કે અનુક્રમે થાય છે ? જો આ દીર્ઘત્વ અને હૃસ્વત્વનાં બને જ્ઞાનો એકીસાથે જ થતાં હોય તો પરની અપેક્ષા રાખ્યા વિના જ પોતપોતાનો (હૂર્વમાં હૃસ્વત્વનો અને દીર્ઘમાં દીર્ઘત્વનો) બોધ કરાવનારાં તે બને જ્ઞાનમાં એકીસાથે જ બન્નેનો બોધ થયેલ હોવાથી કોને કોની અપેક્ષા કહેવાશે ? જેમ સાથે ઉત્પન્ન થતા ડાબા-જમણા છંગમાં કોઈને કોઈની અપેક્ષા નથી. તેમ સાથે ઉત્પન્ન થતા બે જ્ઞાનોમાં એક જ્ઞાનને બીજા જ્ઞાનની અપેક્ષા સંભવતી નથી.
- હવે જો એમ કહો કે મેT = હૃસ્વત્વ અને દીર્ઘત્વનું જ્ઞાન અનુક્રમે થાય છે. તો આ બન્ને જ્ઞાનોમાં જે જ્ઞાન પહેલું થાય, તેણે તો બીજા જ્ઞાનની અપેક્ષા રાખી જ નહીં. કારણ કે તે કાલે બીજું જ્ઞાન ઉત્પન થયું જ નથી. તથા તેની પછી પાછળ ઉત્પન થતું બીજું જ્ઞાન પણ પ્રથમ જ્ઞાનની જેમ જ પરજ્ઞાનની અપેક્ષા રાખ્યા વિના જ ઉત્પન થશે. તેમાં હવે પરની અપેક્ષાની જરૂર જ નથી. જેમકે પ્રદેશિની નામની અંગુલીનું જે હૃસ્વત્વનું
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૨
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
જ્ઞાન છે. તે ધારો કે પ્રથમ ઉત્પન્ન થયું કે “આ પ્રદેશિની અંગુલી હૃસ્વ છે.” હવે આ જ્ઞાન જ્યારે પ્રથમ ઉત્પન્ન થયું ત્યારે “મધ્યમાં દીર્ઘ છે” આ જ્ઞાન ઉત્પન્ન થયું જ નથી. તેથી તેની અપેક્ષા રાખવાની રહેતી જ નથી. માટે પરની અપેક્ષા વિના જ પ્રદેશિની અંગુલીનું હૃસ્વત્વ પહેલાં ગ્રહણ થઈ ચુક્યું હોવાથી ઉત્તરકાલે થનારા મધ્યમાં અંગુલિનીના દીર્ઘત્વના જ્ઞાનની અપેક્ષા કેમ હોય ? અર્થાત્ અપેક્ષા ન જ હોય, તેવી જ રીતે પ્રથમ જ્ઞાન જેમ નિરપેક્ષપણે થયું. તેવી જ રીતે ઉત્તરકાલે થનારું મધ્યમાં અંગુલીનું દીર્ઘત્વનું જ્ઞાન પણ નિરપેક્ષપણે જ થઈ શકશે.
આ રીતે ચક્ષુપ્રકાશ આદિ જ્ઞાનજનન સામગ્રી પ્રાપ્ત થયે છતે પારદ્રવ્યની કે તર્ગતધર્મની અપેક્ષા રાખ્યા વિના જ પોતાનામાં જે સ્વરૂપ છે. તે સ્વરૂપનો અન્યના સ્વરૂપથી ભિન્નપણે પ્રતિભાસ થતો હોવાથી સર્વે પણ ભાવોનું જ્ઞાન પોતપોતાની રીતે સ્વયં જ થાય છે. તેથી સર્વે પણ ભાવોની સ્વતઃ જ સિદ્ધિ છે. જગદ્ગત ભાવો સ્વયં છે. તેનું અસ્તિત્વ પણ સ્વયં છે તથા તેમાં રહેલા હૃસ્વત્વ-દીર્ઘત્વ આદિ અનંત ધર્મો પણ તેની અંદર સ્વતઃ જ છે. માત્ર તેની અભિવ્યક્તિ કરવામાં પરની અપેક્ષા હોય છે. જેમ નવા શરાવલામાં માટી દ્રવ્ય હોવાથી ગંધ સ્વયં છે જ. ફક્ત તેની અભિવ્યક્તિ પાણી દ્વારા થાય છે તેમ સર્વત્ર સમજવું.
અથવા જો કોઈપણ જ્ઞાન પરની અપેક્ષાએ જ થાય છે આમ કહીશું તો નવા જન્મેલા બાળકને આંખો ખોલતાંની સાથે જ પ્રથમ ક્ષણે જે વિજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે વિજ્ઞાનની ઉત્પત્તિમાં તમે કોની અપેક્ષા સ્વીકારશો ? આગલા સમયે નેત્ર જ ખુલ્યાં ન હતાં, જેથી કોઈ અપેક્ષા રાખી શકાય તેવું જ્ઞાન જ ન હતું. માટે જે જ્ઞાન થાય છે તે જ્ઞાન પદાર્થ અને ઈન્દ્રિયના સંયોગથી જ થાય છે. તેમાં પૂર્વાપર જ્ઞાનની અપેક્ષા નથી. માટે હુસ્વત્વ અને દીર્ઘત્વનું જ્ઞાન પણ પદાર્થ સ્વયં સત્ છે તો જ થાય છે અને પદાર્થમાં હસ્વત્વ-દીર્ઘત્વાદિ ધર્મો પણ સત્ છે. માટે જ થાય છે. કેવલ એકલા પરાપેક્ષિત નથી.
અથવા જે બે વસ્તુમાં એક હ્રસ્વ અને બીજી દીર્ઘ આવું નથી. પરંતુ પરસ્પર બને વસ્તુ તુલ્ય છે તે બન્ને વસ્તુઓ જેટલી લાંબી-પહોળી છે અર્થાત્ જે સ્વરૂપવાળી છે તે સ્વરૂપે જ એકીસાથે પોતાના સ્વરૂપને જણાવનારા જ્ઞાન વડે ગ્રહણ કરાઈ છતી કહો કોણ કોની અપેક્ષા રાખે છે ? બન્ને સમાન સ્વરૂપવાળી હોવાથી કોઈ કોઈની અપેક્ષા રાખતું નથી. પરંતુ પદાર્થ પોતે સ્વયં તેવો છે. પોતાનામાં ધર્મો પણ સ્વયં છે જ. માત્ર તે ધર્મોનો પ્રતિભાસ થવામાં પરની અપેક્ષા હોય છે. પરંતુ ધર્મો સ્વયં અસત્ છે અને પરની અપેક્ષાથી જણાય છે આમ નથી. જેમ સામે ઉભેલી પર વ્યક્તિનાં બન્ને નેત્રયુગલ આપણને એકીસાથે
Page #288
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૬૩
દેખાય છે. જેવા આકારનાં છે, જેટલાં લાંબા, પહોળાં છે તેવા આકારનાં અને તેવાં લાંબાપહોળા દેખાય છે. તેમાં પ્રથમ નેત્રને બીજા નેત્રની અને બીજા નેત્રને પ્રથમ નેત્રની અપેક્ષા રહેતી નથી. તેમ સર્વત્ર સમજવું. સર્વે પણ વસ્તુઓ પોતાના સ્વરૂપે સત્ છે.
ઉપર કરેલી ઘણી લાંબી ચર્ચાથી મધ્યમા અંગુલી કે પ્રદેશિની અંગુલી વગેરે પદાર્થોનું પોતાનાપણે જે સ્વરૂપ છે તે સ્વરૂપ અન્યની અપેક્ષાએ નથી પણ સ્વતઃ તે પદાર્થોનું સ્વરૂપ છે જ. તથા આ મધ્યમા છે, આ પ્રદેશિની છે, આ કનિષ્ઠા અંગુલી છે,
આ ઘટ છે, આ પટ છે ઈત્યાદિ સ્વરૂપે પોતાનો પ્રતિભાસ કરાવનારા જ્ઞાન વડે ગ્રહણ કરાતા અને તે સ્વરૂપે પદાર્થોનું અસ્તિત્વ જાણવામાં પરની બીલકુલ અપેક્ષા નહી રાખનારા એવા તે તે પદાર્થો છે. પદાર્થોનું પોતાનું અસ્તિત્વ સ્વરૂપ સ્વયં છે, પરાપેક્ષિત નથી. આ તે તે પદાર્થો છે આમ જાણ્યા પછી ઉત્તરકાલમાં તેના સ્વરૂપને વિશેષે વિશેષે જાણવાની જિજ્ઞાસા થયે છતે તે તે પદાર્થોના પ્રતિપક્ષી પદાર્થોનું સ્મરણ આદિ થવાથી, તે તે સહકારી એવાં બીજા કારણોના વશથી દીર્ઘત્વ અને હ્સ્વત્વ આદિ ગુણધર્મો અંદર જે રહેલા છે તેનો વ્યવહારમાત્ર પરની અપેક્ષાએ પ્રવર્તે છે.
આ રીતે પદાર્થો પોતે સ્વયં અનાદિના સત્ છે જ, તેમાં હૂસ્વત્વ આદિ અનંત ધર્મો પણ સ્વતઃ સિદ્ધ અને સત્ છે જ. માત્ર તેનો તેનો બોધ કરવામાં પરની અપેક્ષા હોય છે. પરંતુ વસ્તુઓ સર્વથા નથી જ, શૂન્યતા જ છે અને પરાપેક્ષિત જ વ્યવહાર થાય છે. આવું જગતનું સ્વરૂપ નથી. આ વાત કંઈક સૂક્ષ્મબુદ્ધિથી સમજવી. ૧૭૧૦-૧૭૧૧/ किं हस्साओ दीहे, दीहाओ चेव किं न दीहं ति ।
कीस व न खपुप्फाओ, किं न खपुप्फे खपुप्फाओ ? ॥१७१२॥
(किं ह्रस्वाद् दीर्घे, दीर्घादेव किं न दीर्घमिति ।
कस्माद् वा न खपुष्पात् किं न खपुष्पे खपुष्पात् ? ॥ )
ગાથાર્થ - જો સર્વથા શૂન્યતા જ છે. તો પછી દીર્ઘપદાર્થમાં માત્ર હ્રસ્વપદાર્થથી જ દીર્ઘતા કેમ જણાય છે. દીર્ઘપદાર્થથી પણ દીર્ઘતા કેમ જણાતી નથી ? અથવા આકાશપુષ્પાદિથી (અસત્ પદાર્થોથી) હ્રસ્વ-દીર્ઘતા કેમ જણાતી નથી ? તથા આકાશપુષ્પથી આકાશપુષ્પમાં પણ હ્રસ્વ-દીર્ઘતા કેમ જણાતી નથી ? ।।૧૭૧૨
વિવેચન - આ સંસારમાં જો સર્વ શૂન્યતા જ છે. અને પાંચ ભૂતો છે જ નહીં. તથા કોઈપણ પદાર્થ નથી જ, બધું જ અસત્ છે. જો ખરેખર આમ જ હોય તો મધ્યમા
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૪
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
અંગુલી, પ્રદેશિની અંગુલી અને કનિષ્ઠા અંગુલી વગેરે પદાર્થો પણ નથી જ. અર્થાત્ તે અંગુલીઓ પણ શૂન્યાત્મક જ છે. આવો જ અર્થ થશે. હવે બધી જ અંગુલીઓ શૂન્યાત્મક જ હોય, અસત્ જ હોય, તો હ્રસ્વ એવી પ્રદેશિની વગેરે અંગુલીઓથી જ (એટલે કે પ્રદેશિની અને કનિષ્ઠા અંગુલીની જ અપેક્ષાએ) દીર્ઘ એવી મધ્યમા અંગુલીમાં દીર્ઘજ્ઞાનના અભિધાનનો વ્યવહાર કેમ થાય છે ? ધારો કે ૩ અંગુલી છે. પહેલી હૃસ્વ છે, બીજી દીર્ઘ છે અને ત્રીજી દીર્ઘતર (વધારે દીર્ઘ) છે. તો ત્યાં તમારા મતે તો તે ત્રણે આંગળી શૂન્યાત્મક જ છે. અસત્ (અવિદ્યમાન) જ છે. માટે બે નંબરની આંગળી, જેમ હૃસ્વ એવી એક નંબરની આંગળીની અપેક્ષાએ દીર્ધ કહેવાય છે. તેવી જ રીતે તે બે નંબરની આંગળી દીર્ઘતર એવી ત્રણ નંબરની આંગળીની અપેક્ષાએ પણ દીર્ઘ કેમ નથી કહેવાતી ? જેમ પ્રથમ નંબરની હ્રસ્વ આંગળી અસત્ છે તેમ ત્રણ નંબરની દીર્ઘતર આંગળી પણ તમારા મતે તો અસત્ છે. બન્ને આંગળીઓમાં અસત્પણું એકસરખું સમાન જ છે. માટે હૃસ્વ પ્રદેશિની અંગુલીની અપેક્ષાએ જેમ દીર્ઘ એવી મધ્યમા નામની બે નંબરની અંગુલીમાં દીર્ઘપણાનું જ્ઞાન અને દીર્ઘપણાનો વ્યવહાર થાય છે, તેમ ત્રણ નંબરની અંગુલીની અપેક્ષાએ પણ “દીર્ઘ” પણાનું જ્ઞાન અને તેવો દીર્ઘપણાનો અભિધાન વ્યવહાર કેમ થતો નથી ? થવો જોઈએ.
જેમ પ્રથમ હ્રસ્વ નંબરની અંગુલી અસત્ છે અર્થાત્ શુન્ય જ છે. કંઈ છે જ નહીં તો પણ તેની અપેક્ષાએ બે નંબરની આંગળી દીર્ઘ કહેવાય છે. તો તેની જેમ ત્રણ નંબરની આંગલી પણ અસત્ જ છે, શુન્ય જ છે. તો તેની અપેક્ષાએ પણ બે નંબરની આંગળી દીર્ઘ કહેવરાવવી જોઈએ. પ્રથમ અને તૃતીય એમ બન્ને અંગુલીમાં અસત્પણું એકસરખું જ છે.
આવી જ રીતે “વિ વીમો હસે, સી ચેવ વિં હíતિ” ત્રણ નંબરની અતિશય દીર્ઘ અંગુલીની અપેક્ષાએ બે નંબરની અંગુલીમાં જેમ હૃસ્વપણાનો વ્યવહાર અને હૃસ્વપણાનું જ્ઞાન થાય છે. તેવી જ રીતે તે જ બે નંબરની અંગુલીમાં હ્રસ્વ કહેવાતી એવી એક નંબરની અંગુલીની અપેક્ષાએ હુસ્વપણું કેમ કહેવાતું નથી ? જેમ ત્રણ નંબરની અંગુલી શૂન્યાત્મક છે, અસત્ છે તેમ એક નંબરની અંગુલી પણ શૂન્યાત્મક જ છે અને અસત્ છે. બન્નેમાં અસત્પણું અવિશેષ (સમાન) જ છે. તેથી ત્રણ નંબરની અપેક્ષા અને એક નંબરની અપેક્ષા સમાન જ છે. માટે ત્રણ નંબરની અપેક્ષાએ જેમ હૃસ્વત બે નંબરમાં છે, તેમ એક નંબરની અપેક્ષાએ પણ હવત બે નંબરમાં હોવું જોઈએ.
વળી “મિતિ વ રઘપુષ્કા તીર્થે દૂર્વે વા તજ્ઞાનામધા-વ્યવતિર્વિથી ?”
Page #290
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૬૫
=
તમે સર્વથા શૂન્યતા જ છે આમ માન્યું હોવાથી પ્રથમ અંગુલી અને તૃતીય અંગુલી અસત્ છે. છતાં તે બન્નેની અપેક્ષાએ બે નંબરની અંગુલીમાં અનુક્રમે દીર્ઘત્વ અને હૃસ્વત્વ છે આમ કહો છો. તો પછી તેવી જ રીતે સર્વથા અસત્ તરીકે પંકાયેલા એવા આકાશપુષ્પખરશૃંગ અને વન્ધાપુત્રાદિની અપેક્ષાએ પણ તે બે નંબરની અંગુલીમાં પ્રથમ અંગુલીની અપેક્ષાની જેમ દીર્ઘત્વ પણ હોવું જોઈએ અને તૃતીય અંગુલીની અપેક્ષાની જેમ આકાશ પુષ્પાદિની અપેક્ષાએ હૃસ્વત્વ પણ હોવું જોઈએ. તે કેમ ક્યાંય કહેતા નથી ? પ્રથમઅંગુલી અને તૃતીય અંગુલી જેમ અસત્ છે તેમ આકાશ-પુષ્પાદિ પણ સર્વથા અસત્ જ છે. તેથી ૧ અને ૩ નંબરની અંગુલી અસત્ હોવા છતાં તેની અપેક્ષાએ દીર્ઘત્વ-હૃસ્વત્વ કહો છો તો તે બન્નેની જેમ આકાશપુષ્પાદિ ઈતર અસદ્ વસ્તુથી પણ દીર્ઘત્વ-હૃસ્વત્વ કહેવું જોઈએ. પરંતુ આવા પ્રકારનું દીર્ઘત્વ અને હૃસ્વત્વ કહેવાતું નથી. તેથી આકાશ-પુષ્પાદિ જેવાં અસત્ છે તેવી અંગુલિઓ અસત્ નથી પણ સત્ છે.
વળી ‘‘અમત્ત્વાવિશેષત एव किमिति खपुष्पात् खपुष्प एव ह्रस्वदीर्घज्ञानादिव्यवहारो ન પ્રવર્તતે ?'' તમે આ જગત સર્વથા શૂન્ય છે, કંઈ જ નથી એમ માનો છો. એટલે આકાશપુષ્પાદિ વસ્તુઓ જેમ અસત્ છે તેમ બધું જગત અસત્ છે. તેથી પહેલી-બીજી અને ત્રીજી અંગુલી પણ અસત્ છે. હવે જો ત્રણે આંગળીઓ અસત્ જ હોય તો અસત્ એવી પહેલી અને ત્રીજી અંગુલીની અપેક્ષાએ અસત્ એવી બીજી અંગુલીમાં હ્રસ્વત્ય અને દીર્ઘત્વનો વ્યવહાર થાય છે. તેવી જ રીતે અસત્ એવા આકાશપુષ્પની અપેક્ષાએ અસત્ એવા બીજા આકાશપુષ્પાદિમાં પણ હ્રસ્વ અને દીર્ઘનો વ્યવહાર થવો જોઈએ. આ આકાશપુષ્પથી આ આકાશપુષ્પ હ્રસ્વ છે અને પેલા આકાશપુષ્પથી આ આકાશપુષ્પ દીર્ઘ છે. આવો વ્યવહાર પણ થવો જોઈએ. તો તેવો વ્યવહાર ત્યાં કેમ થતો નથી ? અસત્પણું તો અંગુલીમાં અને આકાશપુષ્પમાં સરખું જ છે. તમારા મત પ્રમાણે તો બન્નેનું અસત્ત્વ સરખું જ છે.
ઉપરની ચર્ચા બરાબર ધ્યાનપૂર્વક સાંભળતાં અને સમજતાં આ પ્રમાણે અવશ્ય જણાય જ છે કે આકાશપુષ્પાદિ સર્વથા જેવા અસત્ છે તેવી અંગુલીઓ (અને આખુંય આ જગત) સર્વથા અસત્ નથી. માટે જગતમાં રહેલા સર્વે ભાવો (અંગુલી વગેરે વસ્તુઓ) અસત્ નથી પણ સત્ છે. તેથી જગતની શૂન્યતા નથી. ૧૭૧૨
किंवाऽविक्खाए चिय, होज्ज मई वा सभाव एवायं । सो भावोत्ति सभावो, वंझापुत्ते न सो जुत्तो ॥१७१३॥
Page #291
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
(किं वाऽपेक्षयैव भवेद् मतिर्वा स्वभाव एवायम् । સ્વો ભાવ રૂતિ સ્વમાવો, વધ્યાપુત્રે ન સ યુવત: )
ગાથાર્થ - અથવા તો અપેક્ષાથી પણ શું? કદાચ પરવાદી આમ કહે કે “આ તો સ્વભાવમાત્ર જ છે” તો ત્યાં પણ “પોતાનો જે ભાવ તે સ્વભાવ” આવો સ્વભાવ વસ્થાપુત્રાદિમાં કેમ નથી ? /૧૭૧૩
વિવેચન - અથવા બીજી દલીલોથી સમજાવે છે કે સર્વથા શૂન્યતા આ સંસારમાં નથી. તે દલીલો આ પ્રમાણે છે -
હે વ્યક્તપંડિત ! જો આ સંસાર સર્વથા શુન્ય જ હોત અને જો કંઈ હોય જ નહીં તો “આ વસ્તુથી આ વસ્તુ હૃસ્વ છે” અને “આ વસ્તુથી આ વસ્તુ દીર્ઘ છે” એમ હૃસ્વાદિને દીર્ઘતા આદિની અપેક્ષા રાખીને પણ શું કામ ? કારણ કે “આ વસ્તુ હસ્ય છે અને આ વસ્તુ દીર્ઘ છે” આ પ્રમાણે બોલવું અને આ પ્રમાણે વસ્તુઓનું હોવું એ “સર્વશૂન્યતાનું વિરોધી છે.” જો સર્વથા શૂન્યતા હોય તો આવી વસ્તુઓ હોય જ નહીં અને જો આવી વસ્તુઓ હોય તો સર્વથા શૂન્યતા હોય જ નહીં. આવા પ્રકારની હ્રસ્વદીર્વાદિ વસ્તુઓની વિદ્યમાનતા એ તો સર્વશૂન્યતાની પ્રતિકૂળતાવાળી ચીજ છે. જેમ ઘટપટ આદિ પદાર્થોનું અસ્તિત્વ એ સર્વશૂન્યતાનું વિરોધી તત્ત્વ છે. તેમ હ્રસ્વ-દીર્ધાદિનું હોવું અને તેની અપેક્ષાનું હોવું એ પણ શૂન્યતાનું વિરોધી તત્ત્વ છે.
પ્રશ્ન - તથાસ્વભાવે જ હ્રસ્વ-દીર્ધાદિનો વ્યવહાર આ સંસારમાં પ્રવર્તે છે અને “સ્વભાવ” એ એવી વસ્તુ છે કે જેમાં કંઈ પ્રશ્ન પૂછવાનો રહેતો નથી. જેમકે અગ્નિ દ્રવ્ય બાળે છે પણ આકાશ બાળતું નથી આમ કેમ ? આવા પ્રકારના પ્રશ્નનો કોઈ ઉત્તર હોતો જ નથી. અગ્નિમાં બાળવાનો સ્વભાવ છે અને આકાશમાં બાળવાનો સ્વભાવ નથી. આમ છેલ્લે “સ્વભાવ” જ જવાબ હોય છે આવો સ્વભાવ કેમ ? એમ પુછવાનું રહેતું નથી. તેવી જ રીતે હ્રસ્વ-દીર્ધાદિની અપેક્ષા અને તેનો સઘળો વ્યવહાર પણ સ્વાભાવિક જ માત્ર
ઉત્તર - તમારો આ બચાવ પણ બરાબર નથી. જો આવો બચાવ કરશો તો પણ તમે હાર જ પામશો. કારણ કે “સ્વ: ભાવ: = સ્વભાવ:” પોતાનો જે ભાવ=પોતાનું જે સ્વરૂપ તે સ્વભાવ કહેવાય છે. આમ સ્વભાવ માનવાથી સ્વ અને પર (પોતે અને અન્ય) એવો સ્વીકાર તો કરવો જ પડે છે અને આમ સ્વ-પરનો સ્વીકાર કરવાથી સર્વથા શૂન્યતા સ્વીકારવાની હાનિ થાય છે. સર્વથા શૂન્યતા રહેતી જ નથી. જે જે વસ્તુઓ વધ્યાપુત્ર
Page #292
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૬૭
આકાશપુષ્પ-ખરઝંગ વગેરે સર્વથા અસત્ છે. અર્થાત્ સર્વથા શૂન્ય છે. તે વસ્તુઓમાં આવા પ્રકારના સ્વભાવની કલ્પના ક્યારેય પણ કરવામાં આવતી નથી. તેથી જો “સ્વભાવ છે” આમ કલ્પના કરશો તો પણ શૂન્યતા રહેશે નહીં.
વળી હૃસ્વાદિને દીર્ધાદિની અને દીર્ધાદિને સ્વાદિની અપેક્ષા ભલે હો. તો પણ શૂન્યતાની સિદ્ધિ થતી નથી. પરંતુ વસ્તુની સત્તા (અસ્તિત્વ = હોવાપણું) જ સિદ્ધ થાય છે. આ વાત હવે પછીની ગાથામાં સમજાવે છે. ll૧૭૧all.
होजावेक्खाओ वा, विण्णाणं वाभिहाणमेत्तं वा । दीहं ति व हस्सं ति व न उ सत्ता सेसधम्मा वा ॥१७१४॥ (भवेदपेक्षातो वा विज्ञानं वाभिधानमात्रं वा । दीर्घमिति वा ह्रस्वमिति वा न तु सत्ता शेषधर्मा वा)
ગાથાર્થ - અથવા “આ હૃસ્વ છે, આ દીર્ઘ છે” આવું વિજ્ઞાન અને આવા વ્યવહારો ભલે અપેક્ષામાત્રથી હોય, પરંતુ અસ્તિત્વ અને શેષધર્મો અપેક્ષામાત્રથી સંભવતા નથી (સ્વતઃ સત્ છે.) I/૧૭૧૪ો
વિવેચન - જે વસ્તુઓ આ સંસારમાં સ્વયં સત્ હોય, સ્વયં અસ્તિત્વ ધરાવતી હોય, તેમાં જ “આ આનાથી હ્રસ્વ છે અને આ આનાથી દીર્ઘ છે” આવી અપેક્ષા રખાય છે. સ્વયં સત્ હોય તેમાં જ અપેક્ષાથી હ્રસ્વ-દીર્ધાદિનું જ્ઞાન અને હ્રસ્વ-દીર્ધાદિનો વ્યવહાર કરાય છે. જે સ્વયં સત્ નથી તે વસ્તુઓમાં અપેક્ષા કે અપેક્ષાથી થતું વિજ્ઞાન અને વ્યવહાર વગેરે કંઈ હોતાં નથી. આ રીતે જે વસ્તુઓની સત્તા એટલે કે વસ્તુઓનું અસ્તિત્વ સ્વયં હોય, તો જ પછી તેમાં હ્રસ્વ-દીર્ધાદિનું વિજ્ઞાન અને વ્યવહાર થાય છે. માટે હ્રસ્વદીર્ધાદિનું વિજ્ઞાન અને વ્યવહાર ભલે અપેક્ષાથી કરાતો હોય તો પણ વસ્તુની સત્તા અને વસ્તુમાં રહેલા રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ પુગલના ધર્મો અને ચૈતન્ય, વીર્ય આદિ આત્માના ધર્મો, આ બધા ભાવો અપેક્ષામાત્રથી સિદ્ધ થતા નથી. તે સત્તા અને શેષધર્મો સ્વયં અસ્તિત્વ ધરાવે છે. જે વસ્તુ પોતે સ્વયં સત્ હોતી નથી. પોતાના ધર્મો જેમાં સ્વયં સત્ નથી. તેમાં અપેક્ષાથી કરાતા હુસ્વ-દીર્ઘત્યાદિ ધર્મોનું વિજ્ઞાન અને હ્રસ્વ-દીર્ઘત્યાદિ વ્યવહારો પણ કરાતા નથી. જેમકે આકાશપુષ્પાદિ સર્વથા સ્વયં અસત્ છે. તેથી તેવા પદાર્થોમાં હ્રસ્વ-દીર્ઘત્વાદિના આપેક્ષિક વ્યવહારો તથા તેનું જ્ઞાન પણ થતું નથી. માટે પદાર્થોનું અસ્તિત્વ = પદાર્થોની સત્તા સ્વયં પારિણામિક ભાવે જ છે. સત્તા અન્યની અપેક્ષાએ સંભવતી નથી તથા હૃસ્વત્વ-દીર્ઘત્વ-લઘુત્વ-ગુરુત્વ આવા ધર્મો ભલે પરસ્પર
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૬૮
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
અન્યની અપેક્ષાએ હોય, પરંતુ તેના વિના શેષ ધર્મો જેમકે પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ-ગંધ-૨સ અને સ્પર્શાદિ, જીવદ્રવ્યમાં ચૈતન્ય, સુખ, વીર્યાદિ જે જે સહજ ગુણો છે, વસ્તુનું સ્વાભાવિક સ્વરૂપ છે તે ધર્મો અન્યની અપેક્ષાએ નથી. પરંતુ વસ્તુના સ્વરૂપાત્મકપણે સ્વયં સત્ છે.
વળી ત્રણે આંગળીને સાથે ન રાખીએ અને એક-એક આંગળીને જ દૃષ્ટિમાં રાખીએ ત્યારે આજુબાજુ બીજી આંગળીઓ ન હોવાથી અન્યની અપેક્ષાએ જ જણાતા હ્રસ્વત્ય અને દીર્ઘત્યાદિ આપેક્ષિક ધર્મો ભલે ન દેખાય તો પણ આ એક આંગળી છે, તે ઘઉંવર્ણી છે, ગૌરવર્ણવાળી છે ઈત્યાદિ તો જણાય જ છે. તે માટે વસ્તુની સત્તામાત્રને જણાવનારા અને તેના સ્વાભાવિક ધર્મોને જણાવનારાં વિજ્ઞાનો તથા તેવા તેવા વ્યવહારો અન્ય અંગુલી આદિની અપેક્ષા વિના પણ સ્વયં થાય જ છે. વસ્તુમાં ધર્મો બે જાતના હોય છે. એક આપેક્ષિક ધર્મો અને બીજા સ્વાભાવિક ધર્મો. તે બન્નેમાં જે આપેક્ષિક ધર્મો છે તે ભલે અન્યની અપેક્ષાએ જણાતા હોય, પણ જે સ્વાભાવિક ધર્મો છે અન્યની અપેક્ષા વિના સહજપણે જ જણાતા હોય છે. તે માટે વસ્તુની સત્તા અને વસ્તુના સ્વાભાવિક ધર્મો સ્વયં સહજ જ છે. અન્યની અપેક્ષાએ તે ધર્મોનું અસ્તિત્વ નથી. તથા આપેક્ષિકધર્મો પણ વસ્તુમાં સ્વાભાવિકપણે જ સત્ છે. ફક્ત તે ધર્મોની અભિવ્યક્તિ પ૨ની અપેક્ષાએ છે.
આ રીતે સર્વે પણ પદાર્થોની સત્તા અને સ્વાભાવિક એવા ગુણધર્મોની સત્તા જો સહજ છે, સ્વાભાવિક છે. અન્યની અપેક્ષા વિનાની છે. સર્વથા સાચી જ છે તો પછી જગતની અંદર સર્વથા શૂન્યતા જ છે. આ કેમ ઘટી શકે ? તમે જ વિચારજો. ૧૭૧૪॥
પદાર્થોની સત્તા અને પદાર્થોના સ્વાભાવિક ધર્મો અન્યની અપેક્ષા વિના સહજ જ
છે. તે કેવી રીતે છે ? આ સમજાવતાં એક સુંદર યુક્તિ જણાવે છે.
इहरा हस्साभावे, सव्वविणासो हवेज्ज दीहस्स ।
न य सो, तम्हा सत्तादयोऽणवेक्खा घडाईणं ॥१७१५ ॥
(इतरथा ह्रस्वाभावे सर्वविनाशो भवेद् दीर्घस्य ।
न च स, तस्मात् सत्तादयोऽनपेक्षा घटादीनाम् । )
ગાથાર્થ - જો આમ ન સમજીએ તો હૃસ્વવસ્તુનો સર્વથા નાશ થયે છતે દીર્ધનો પણ સર્વથા નાશ થવો જોઈએ. પણ તે દીર્ઘનો નાશ થતો નથી. તેથી ઘટ-પટ આદિ
પદાર્થોની સત્તા અન્યથી સર્વથા નિરપેક્ષ જ હોય છે. અર્થાત્ સ્વતઃ જ હોય છે. ।।૧૭૧૫
Page #294
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
૨૬૯
વિવેચન - વસ્તુઓમાં આપેક્ષિક અને સ્વાભાવિક એમ બે જાતના ધર્મો હોય છે. તે બે પ્રકારના ધર્મોમાં જે જે આપેક્ષિક ધર્મો છે તે તે અન્યની અપેક્ષાવાળા હોય છે. તેથી અપેક્ષાવાળો પદાર્થ નાશ થતાં તે તે આપેક્ષિક ધર્મોનો પણ નાશ થાય છે. જેમકે સ્ત્રીમાં સૌભાગ્યવંતીપણું પુરુષને આશ્રયી ધર્મ છે. પુરુષનું મૃત્યુ થતાં સ્ત્રીમાંથી સૌભાગ્યવંતીપણું નાશ પામે છે. બે નંબરની આંગળીમાં હ્રસ્વત્ય અને દીર્ઘત્વ ત્રીજી આંગળી અને પહેલી આંગળીની અપેક્ષાએ હોય છે એટલે ત્રીજી અથવા પહેલી આંગળીનો નાશ થયે છતે બે નંબરની આંગળીમાં તેની અપેક્ષાએ રહેલું એવું દીર્ઘત્વ અથવા હૃસ્વત્વ અવશ્ય નાશ પામે છે. પરંતુ સ્વાભાવિક ધર્મોમાં આમ થતું નથી. અન્ય વસ્તુ નાશ પામવા છતાં વિવક્ષિત વસ્તુમાં રહેલી સત્તા અને રૂપાદિ ધર્મો નાશ પામતા નથી. તેથી તે સત્તા અને શેષધર્મો અન્યથી નિરપેક્ષ છે. જેમકે કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે, તો તે સ્ત્રીમાં પુરુષની અપેક્ષાએ રહેલું સૌભાગ્યવંતીપણું જ નાશ પામે છે. પરંતુ સ્ત્રીનું અસ્તિત્વ કે તેમાં રહેલું સ્ત્રીપણું, સ્ત્રીપણાના ઋતુસ્રાવાદિ સહજ ધર્મો કંઈ નાશ પામતા નથી. તેથી પણ નક્કી થાય છે કે વસ્તુની સત્તા અને વસ્તુના સ્વાભાવિક ધર્મો અન્યથી નિરપેક્ષ છે.
ગણધરવાદ
તથા = જો આમ ન સ્વીકારીએ અને ઘટ-પટ આદિ સકલ પદાર્થોની સત્તા પણ અન્યની અપેક્ષાએ જ છે. આમ સ્વીકારીએ તો હ્રસ્વઅંગુલીનો સર્વથા નાશ થયે છતે દીર્ઘ અંગુલીનો પણ સર્વથા નાશ થવો જોઈએ. કારણ કે દીર્ઘઅંગુલીની સત્તા હ્રસ્વઅંગુલીની અપેક્ષાએ જ તમારા મતે હતી. તેથી હ્રસ્વઅંગુલીના નાશની સાથે જ દીર્ઘઅંગુલીનું અસ્તિત્વ જ ચાલ્યું જવું જોઈએ. પરંતુ હ્રસ્વઅંગુલીનો નાશ થયે છતે દીર્ઘઅંગુલી પણ નાશ પામી જાય. આવું આ સંસારમાં ક્યાંય બનતું નથી. તેથી અવશ્ય નક્કી કરાય છે કે ઘટ-પટ-અંગુલી-સ્ત્રી આદિ સમસ્ત પદાર્થોની સત્તા તથા તેમાં રહેલા રૂપ-રસ-ગંધ-સ્પર્શ આદિ સ્વાભાવિક ધર્મો અન્યથી નિરપેક્ષપણે જ જગતમાં છે. સ્વતઃ જ હોય છે.
આ રીતે સમસ્ત પદાર્થોની સત્તા અને તેના સ્વાભાવિક એવા અનંત ધર્મોની સત્તા સ્વયં હોતે છતે “સર્વશૂન્યતા” તો ક્યાંય ભાગી જાય છે. અર્થાત્ સર્વથા શૂન્યતા છે જ નહીં. ||૧૭૧૫॥
વ્યક્તપંડિતે ગાથા નંબર ૧૬૯૨ માં પૂર્વે જે કહ્યું હતું કે પદાર્થોની સિદ્ધિ સ્વતઃ પણ નથી, પરતઃ પણ નથી અને ઉભયતઃ પણ નથી. પરંતુ અપેક્ષામાત્રથી જ છે. તે વિષય ઉપર જવાબ આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે વાદીએ કહેલો ‘‘અપેક્ષાતઃ ’’ આ હેતુ સાધ્યથી વિરૂદ્ધ છે માટે વિરુદ્ધહેત્વાભાસ છે. કારણ કે વિપક્ષમાં જ (સાધ્યના અભાવમાં જ) વર્તે છે. આ વાત જણાવતાં કહે છે કે -
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭૦
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
जावि अविक्खा विक्खणमविक्खगोऽविक्खणिज्जमणविक्ख । सा न मया सव्वेसु वि संतेसु न सुन्नया नाम ॥१७१६॥
(याऽप्यपेक्षाऽपेक्षणमपेक्षकोऽपेक्षणीयमनपेक्ष्य ।
सा न मता सर्वेष्वपि सत्सु न शून्यता नाम ॥ )
ગાથાર્થ - તથા જે આ અપેક્ષા કહો છો તે પણ અપેક્ષણક્રિયા, અપેક્ષક કર્તા અને અપેક્ષણીયકર્મ આ ત્રણની અપેક્ષા વિના સંભવતી નથી અને તે સર્વ (ત્રણે) હોતે છતે શૂન્યતા જેવી કોઈ વસ્તુ રહેતી નથી. ।।૧૭૧૬।।
વિવેચન - હે વ્યક્તપંડિત ! તમે જે અપેક્ષામાત્રથી જ પદાર્થોની સિદ્ધિ કરો છો
તે ઉચિત નથી. કારણ કે તમારો કહેલો આ હેતુ સાચો નથી. વિરુદ્ધ હેત્વાભાસ થાય છે. કારણ કે તમે જે હેતુ કહો છો તે સાધ્યની સાથે અન્વય પામવો જોઈએ તેને બદલે સાધ્યના અભાવની સાથે અર્થાત્ વિપક્ષમાં જ અન્વય પામે છે. આ રીતે હેતુ વિપક્ષવૃત્તિવાળો હોવાથી વિરુદ્ધહેત્વાભાસ થાય છે. તે આ પ્રમાણે -
એકબીજાની અપેક્ષા રાખવા સ્વરૂપ જે ક્રિયા તે,
(૧) અપેક્ષણ (૨) અપેક્ષક
અપેક્ષા લગાડનારો જીવ નામનો જે કર્તા પદાર્થ છે તે. (૩) અપેક્ષણીય = જેની અપેક્ષા રાખવામાં આવે છે તે કર્માત્મક પદાર્થ.
આ અપેક્ષણ-અપેક્ષક અને અપેક્ષણીય ત્રણે વસ્તુ પ્રથમથી જ સત્ હોય, જગતમાં વિદ્યમાન હોય તો જ અપેક્ષક એવો કર્તા પુરુષ અપેક્ષણીય વસ્તુની અપેક્ષા રાખીને અન્ય પદાર્થમાં અપેક્ષા લગાડવાની ક્રિયા કરે. પરંતુ આ ત્રણ વસ્તુ પ્રથમથી અસત્ જ હોય, શૂન્ય જ હોય તો આ ત્રણની વિદ્યમાનતા વિના તે અપેક્ષા લગાડવી સંભવી અગ્નિ-કાષ્ઠ અને દાહાત્મક ક્રિયા આ ત્રણે સત્ હોય અર્થાત્ અસ્તિત્વ ધરાવતા હોય તો જ ત્રણેની પરસ્પર અપેક્ષા સંભવે, પરંતુ જો પ્રથમથી આ ત્રણનું અસ્તિત્વ જ ન હોય તો પરસ્પર અપેક્ષા જ ન સંભવે. તેમ અહીં અપેક્ષણ ક્રિયા, અપેક્ષક કર્તા અને અપેક્ષણીય પદાર્થ આ ત્રણની વિદ્યમાનતા વિના પરસ્પર અપેક્ષા કેમ ઘટે ? અર્થાત્ વસ્તુના અસ્તિત્વ
જ નહીં.
વિના અપેક્ષા સંભવે જ નહીં. તે ત્રણની સત્તા હોય તો જ પરસ્પર અપેક્ષા સંભવી શકે.
આ રીતે વિચારતાં આ હેતુ ખોટો છે.
=
=
હ્રસ્વાદિ અંગુલીને દીર્થાદિ અંગુલીની અપેક્ષા છે એમ તમે જે કહો છો, પણ તે અપેક્ષા (૧) અપેક્ષણરૂપ ક્રિયા, (૨) અપેક્ષક એવા કર્તા અને (૩) અપેક્ષણીય સ્વરૂપ
Page #296
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૭૧
પદાર્થ આ ત્રણની સત્તા વિના ઘટી શકે નહીં. જો આ ત્રણ હોય તો “અપેક્ષા” સંભવે. પરંતુ જો તે ત્રણ આ જગતમાં છે એમ ત્રણની સત્તા સ્વીકારો તો “સર્વશૂન્યતા” રહેતી જ નથી. તેથી તમે સર્વશૂન્યતા સાધવા માટે “અપેક્ષાતઃ' એવો જે હેતુ મુક્યો હતો. તે હેતુ સર્વશૂન્યતા નામના સાધ્યની સાથે હોવો જોઈએ. તેને બદલે “સર્વશૂન્યતાના અભાવની સાથે” અર્થાત્ વસ્તુઓની સત્તા હોય તો જ અપેક્ષા સંભવે છે. માટે અપેક્ષા નામનો આ હેતુ વસ્તુઓની સત્તા નામના વિપક્ષમાં જ રહેલો છે. તેથી વિરુદ્ધ હેત્વાભાસ થાય છે. સહેતુ થતો નથી પણ ખોટો હેતુ છે. ll૧૭૧૬ll
તેથી જગતના સર્વે પણ પદાર્થો વ્યવહારનયથી સ્વતા, પરતઃ અને ઉભયતઃ સિદ્ધ છે અને નિશ્ચયનયથી સર્વે પણ પદાર્થો સ્વતઃ સિદ્ધ જ છે તે વાત જણાવે છે -
किंचि सओ तह परओ, तदुभयओ किंचि निच्चसिद्धपि । जलओ घडओ पुरिसो नहं च ववहारओ नेयं ॥१७१७॥ निच्छयओ पुण बाहिर निमित्तमेत्तोवओगओ सव्वं । होइ सओ जमभावो, न सिज्झइ निमित्तभावे वि ॥१७१८॥ (किञ्चित् स्वतस्तथा, परतस्तदुभयतः किञ्चिद् नित्यसिद्धमपि । जलदो घटकः पुरुषो नभश्च व्यवहारतो ज्ञेयम् ॥ निश्चयतः पुनर्बहिर्निमित्तमात्रोपयोगतः सर्वम् । भवति स्वतो यदभावो, न सिध्यति निमित्तभावेऽपि ॥)
ગાથાર્થ - વ્યવહારનયથી વાદળની જેમ સ્વતઃ ઘટની જેમ પરતઃ પુરુષની જેમ ઉભયતઃ અને આકાશની જેમ અનુભયથી (એટલે કે નિત્યસિદ્ધ = કાર્યસ્વરૂપે પરિણામ નહી પામનાર) પદાર્થો છે. પરંતુ નિશ્ચયનયથી બાહ્યનિમિત્તમાત્રની અપેક્ષા રાખીને સર્વે પણ વસ્તુઓ સ્વતઃ જ થાય છે. જે વસ્તુ સ્વતઃ સિદ્ધ નથી તે નિમિત્તના સદ્ભાવમાં પણ થતી નથી. /૧૭૧૭-૧૭૧૮ll
- વિવેચન - વ્યવહારનયને આશ્રયી વસ્તુઓની ઉત્પત્તિ સ્વતઃ પણ હોય છે, પરતઃ પણ હોય છે, ઉભયતટ પણ હોય છે અને કોઈક વસ્તુ કાર્ય સ્વરૂપે નથી પણ હોતી. અર્થાત્ સ્વયં અનાદિની સહજ સિદ્ધ નિત્ય હોય છે. તે ચારેના ચાર ઉદાહરણો આ પ્રમાણે છે -
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૭૨
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
(૧) આ સંસારમાં કોઈક કોઈક વસ્તુ પોતાની મેળે સ્વતઃ જ થાય છે. કોઈપણ કર્તા હાજર હોવો જોઈએ અને તે કર્તા પ્રયત્ન કરે તો જ કાર્ય થાય એવું નથી. કર્તાની અપેક્ષા વિના જ કારણભૂત એવી દ્રવ્યોની સામગ્રી પ્રાપ્ત થતાં જ વિશિષ્ટ કાર્યાત્મકપણે તે દ્રવ્ય બને છે. જેમકે વાદળ, આકાશમાં થતાં વાદળોનો કોઈ કર્તા નથી. કર્તાનો વ્યવસાય પણ નથી. વાદળની ઉત્પત્તિને અનુરૂપ ગરમ હવામાન અને તેવા પ્રકારના પુદ્ગલદ્રવ્યનો સંઘાત મળતાં સ્વતઃ જ વાદળ બને છે. તેવી જ રીતે જંગલોમાં થતું ઘાસ, આકાશમાં થતી વિજળી, ઈન્દ્રધનુષ્ય, નગરના જેવા થતા પટ્ટા વગેરે કેટલાંક કાર્યો સ્વતઃ થાય છે.
(૨) કોઈક કોઈક વસ્તુઓ પરથી થાય છે. જેમકે ઘટ કુલાલ કરે તો જ થાય છે. પટ વણકર વણે તો જ થાય છે. ફર્નીચર સુથાર ઘડે તો જ થાય છે. મકાન કડીયા લોકો ચણતર ચણે તો જ થાય છે. આવા પ્રકારના કેટલાંક કાર્યો કર્તાના વ્યાપારથી થાય છે. માટે તે પરતઃ થાય છે.
(૩) કોઈક કોઈક પદાર્થો સ્વ અને પર એમ ઉભયથી થાય છે. જેમકે પુરુષનો જન્મ, આ સંસારમાં જે કોઈ બાળક-બાલિકાદિ જીવોનો જન્મ થાય છે તે માત-પિતાના સંયોગથી થાય છે. માટે પરતઃ પણ છે અને પોતે બાંધેલા આયુષ્યકર્મ અને નામકર્મની (શરીરનામકર્મ-અંગોપાંગનામકર્મ આદિ) પ્રકૃતિઓના ઉદયથી પણ થાય છે. માટે સ્વતઃ પણ છે. અને પરતઃ પણ છે. આમ આ ઉત્પત્તિ ઉભયતઃ કહેવાય છે.
(૪) અને કેટલીક વસ્તુઓ સ્વતઃ કે પરતઃ કે ઉભયતઃ ઉત્પન્ન થતી જ નથી. સદાકાલ અનુત્પન્ન જ હોય છે. એટલે કે નિત્યસિદ્ધ વસ્તુ છે. જેમકે આકાશ-પરમાણુજીવ વગેરે મૂળભૂત પદાર્થો. આવા કેટલાક પદાર્થો નિત્ય હોવાથી અનુભવતઃ જ સિદ્ધ છે. આ ચાર પ્રકારના જે પદાર્થો સમજાવ્યા છે તે વ્યવહારનયની દૃષ્ટિએ સમજાવ્યા છે.
નિશ્ચયનયની દૃષ્ટિએ તો સર્વે વસ્તુઓ પોતે પોતાના ભાવમાં પરિણામ પામવાના સ્વભાવવાળી છે. માટે પરિણામ પામે છે. બાહ્યવસ્તુઓ તેમાં નિમિત્તમાત્ર છે. પરમાર્થથી વસ્તુનો પોતાનો જ તેવો તેવો પારિણામિક ભાવ છે માટે પરિણામ પામે છે. જેમકે પાણીમાં પત્થરનો ટુકડો મુકશો તો ઓગળશે નહીં અને તે જ પાણીમાં માટીનો ટુકડો મુકશો તો ઓગળી જશે. તેનો અર્થ એ થાય છે કે પાણી માટીને ઓગાળી શકતું નથી. પરંતુ માટીમાં પોતાનામાં ઓગળી જવાનો પોતાનો જે પરિણામિક સ્વભાવ છે તેથી ઓગળે છે. જો પાણી ઓગાળી શકતું હોય તો તે પાણી પત્થરને પણ ઓગાળનાર બનવું જોઈએ. એવી જ રીતે અગ્નિ કાષ્ઠને જ બાળે છે પત્થરને બાળતો નથી. હવે જો અગ્નિ જ બાળવાનું
Page #298
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૭૩ કામકાજ કરતો હોય એટલે કે બાળી શકતો હોય તો અગ્નિ પત્થરને પણ બાળનાર બનવો જોઈએ. પણ અગ્નિ પત્થરને કંઈ બાળતો નથી. માટે લાકડામાં પોતાનામાં રહેલો પોતાનો જે દાહ્યસ્વભાવ છે તેનાથી લાકડું બળે છે અને અગ્નિ તેમાં નિમિત્ત બને છે. આ માન્યતા નિશ્ચયનયની છે.
આ રીતે નિશ્ચયનયની દૃષ્ટિએ સર્વે પણ પદાર્થો પોતાનામાં રહેલા પર્યાય પામવાના સ્વભાવથી જ (પારિણામિક ભાવથી જ) પરિણામ પામે છે. સ્વતઃ જ ઉત્પન્ન થાય છે. તેમાં પર દ્રવ્ય અવશ્ય નિમિત્ત બને છે. જો પોતાનામાં પરિણામ પામવાનો સ્વભાવ ન હોય તો બાહ્ય નિમિત્તો ગમે તેટલાં હોય તો પણ કાર્યની ઉત્પત્તિ કરી શકતાં નથી. જેમકે ગધેડાના માથે શીંગડાં નથી. એટલે કે ખરશૃંગનો અભાવ છે. હવે જે મસ્તકમાં શૃંગ થવાનો પારિણામિક સ્વભાવ સ્વતઃ નથી, ત્યાં ગમે તેટલાં બાહ્ય નિમિત્તોનો સભાવ લાવવામાં આવે તો પણ તે ખરઝંગ સિદ્ધ કરી શકાતાં નથી. તેથી બાહ્યનિમિત્તો એ કાર્યોત્પત્તિમાં નિમિત્ત જરૂર છે. પરંતુ કાર્યોત્પત્તિ તો પોતાના (પારિણામિક ભાવ)થી જ થાય છે.
વ્યવહારનય અને નિશ્ચયનય એમ બન્ને નયોને સાપેક્ષપણે સ્વીકારવા એ જ સમ્યકત્વ છે. સાચો માર્ગ છે. I/૧૭૧૭-૧૭૧૮ી.
ગાથા-૧૬૯૩ માં ઘટ અને અસ્તિત્વ એક છે કે અનેક છે ? આવા પ્રકારના વિકલ્પો પાડીને તમારા દ્વારા જે શૂન્યવાદની સ્થાપના કરવામાં આવી હતી તે બાબતમાં પ્રત્યુત્તર આપતાં પરમાત્માશ્રી કહે છે કે -
अत्थित्त-घडेगाणेगया व पज्जायमेत्तचिंतेयं । अत्थि घडे पडिवन्ने, इहरा सा किं न खरसिंगे ? ॥१७१९॥ (अस्तित्व-घटकानैकता वा पर्यायमात्रचिन्तेयम् । अस्ति घटे प्रतिपन्ने, इतरथा सा किं न खरशृङ्गे ? ॥)
ગાથાર્થ - અસ્તિત્વ અને ઘટ આ બન્ને એક છે અનેક છે ? ઈત્યાદિ તમારા વડે (૧૬૯૩ માં) જે કંઈ કહેવાયું છે તે ઘટનું અસ્તિત્વ સ્વીકારીને પર્યાયમાત્રની વિચારણા કરાઈ છે. જો એમ ન હોય તો ખરશૃંગમાં આ વિચાર કેમ આવતો નથી. I/૧૭૧૯ll
વિવેચન - ઘટ અને ઘટનું અસ્તિત્વ આ બન્ને એક છે? (અર્થાત્ સર્વથા અભિન્ન છે ?) કે અનેક છે ? (અર્થાત્ સર્વથા ભિન્ન છે ?) ઈત્યાદિ કોઈ ચર્ચા તમારા વડે
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૭૪
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
ગાથા ૧૬૯૩ માં પૂર્વે કરાઈ છે અને આવા વિકલ્પો પાડીને સર્વથા શૂન્યતા સ્થાપવાનો જે પ્રયત્ન કરાયો છે તે સર્વથા ખોટો છે, નિરર્થક છે. કારણ કે “આ આનાથી ભિન્ન છે કે અભિન્ન છે ?” ઈત્યાદિ ચર્ચા કે વિકલ્પો ત્યારે જ સંભવે કે તે વિકલ્પો પાડતાં પહેલાં “આ અને તે વસ્તુ છે” આમ વસ્તુનું અસ્તિત્વ સ્વીકાર્યું હોય તો. જેમકે સિદ્ધાચલજી અને ગિરનારજી આ બન્ને પર્વતોનું પ્રથમ અસ્તિત્વ સ્વીકારીએ એટલે કે બને પર્વતો છે આમ માનીએ તો જ તે માન્યા પછી મનમાં વિકલ્પો ઉઠે કે સિદ્ધાચલજી અને ગિરનારજી આ બન્ને પર્વતો એક છે કે ભિન્ન-ભિન્ન છે ?
સારાંશ એ છે કે “ઘટ છે જ, પણ નથી એમ નહીં” આટલું સ્વીકાર્યા પછી જ “ઘટ અને અસ્તિત્વની એકતા છે કે ભિન્નતા છે ?” ઈત્યાદિ તેના પર્યાયોની વિચારણા કરવામાં આવે છે. તમારા વડે ઘટ અને ઘટના અસ્તિત્વના ભેદ-અભેદની જે વિચારણા કરાઈ છે તે તેના પર્યાયની વિચારણા કરાઈ છે, મૂલભૂત દ્રવ્યની નહીં. તેનાથી મૂળભૂત દ્રવ્યનો અભાવ સિદ્ધ થતો નથી. ઉલટું મૂલભૂત દ્રવ્ય હોય તો જ તે દ્રવ્ય તેના પર્યાયોથી ભિન્ન છે કે અભિન્ન ? છે ઈત્યાદિ કરાતી ચર્ચા શોભા પામે. માટે મૂલભૂત દ્રવ્યનું અસ્તિત્વ તો સ્વીકારાયું જ છે. તેનાથી શૂન્યતા સિદ્ધ થતી નથી.
લોટો અને ઘડો આ બન્ને દ્રવ્યોનું અસ્તિત્વ સ્વીકારો તો જ તે બન્નેમાં લોટાથી ઘડો મોટો છે કે નાનો છે ? આમ ધર્મોની ચર્ચા થાય. ધર્મીનું અસ્તિત્વ સ્વીકાર્યા પછી જ ધર્મોની વિચારણા થાય. જો આમ નહી માનો અને જે વસ્તુનો સર્વથા અભાવ હોયશૂન્યતા હોય, તેમાં પણ એકાએકની (ભદાભેદની) ચર્ચા જો કરાતી હોય તો ખરવિષાણ અને વલ્ગાપુત્ર પણ પરસ્પર એક છે (અભિન્ન છે) કે અનેક છે (ભિન્ન-ભિન્ન છે)? ઈત્યાદિ વિચારણા તમારા મનમાં કેમ પ્રવર્તતી નથી ? તમારા મતે તો સર્વથા શૂન્યતા જ છે. તેથી જેવો ઘટ-પટ આદિ પદાર્થોનો અભાવ છે તેવો જ અભાવ ખરશ્ચંગ અને વધ્યાપુત્રનો પણ છે. ઘટ અને અસ્તિત્વના ભેદભેદના વિકલ્પો જેવા થાય છે તેમ ખરજીંગ અને વધ્યાપુત્રના પણ ભેદભેદના વિકલ્પો થવા જોઈએ. સર્વેમાં અભાવપણું અવિશેષ જ છે, સમાન જ છે.
તેથી જે વસ્તુ સર્વથા અસત્ હોય છે તેમાં આવા વિકલ્પો ઉઠતા નથી અને જેમાં આવા વિકલ્પો ઉઠે છે તે સર્વથા અસત્ હોતી નથી. માટે ઘટ-પટ આદિ પદાર્થો ખરશૃંગાદિની જેમ સર્વથા અસત્ નથી પણ સત્ છે. તેથી સર્વથા શૂન્યતા માનવી જોઈએ નહીં. ll૧૭૧૯
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૭૫
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત હે વ્યક્તપંડિત ! ઘટ-પટ આદિ પદાર્થો છે એમ જેઓ પદાર્થોનું અસ્તિત્વ માને છે તેનું ખંડન કરવા તમારા વડે ૧૬૯૩ મી ગાથામાં જે એકવાનેકત્વ (અભેદત્વભેદત્વ)ના વિકલ્પો કરાયા છે અને તેના વડે “અસ્તિ” (પદાર્થો છે) એમ માનનારાનું જે તમે ખંડન કરો છો તેની જેમ જ તમે સર્વે પદાર્થોની શૂન્યતા માનો છો. ત્યાં પણ આ જ વિકલ્પો થઈ શકે છે અને શૂન્યતાનું પણ ખંડન થઈ શકે છે. આ વાત જણાવતાં પરમાત્માશ્રી મહાવીરપ્રભુ કહે છે કે –
घडसून्नयन्नयाए वि सुन्नया का घडाहिया सोम्म ! । एगत्ते घडओच्चिय, न सुन्नया नाम घडधम्मो ॥१७२०॥ (घटशून्यताऽन्यतायामपि शून्यता का घटाधिका सौम्य ! । પવિત્વે પટેલ વ ન શૂન્યતા નામ પરથ: II)
ગાથાર્થ - ઘટ અને શૂન્યતાને અન્ય (ભિન) માનશો તો તે સૌમ્ય ! ઘટથી અધિક (ભિન) એવી તે શૂન્યતા શું છે ? અર્થાત્ નથી અને ઘટ તથા શૂન્યતાને સર્વથા એક માનશો તો પણ ઘટ જ છે એમ સિદ્ધ થશે. પરંતુ શૂન્યતા નામનો ઘટધર્મ સિદ્ધ થતો નથી. /૧૭૨all
વિવેચન - હે વ્યક્તપંડિત ! પ્રથમ તો આ વાત છે કે તમે જે “ઘટ અને તેનું અસ્તિત્વ ભિન્ન છે કે અભિન્ન છે ?” આવા એકાન્તવાદના વિકલ્પો પાડીને અસ્તિત્વનું ખંડન કરો છો અને શૂન્યતાને સ્થાપો છો ત્યારે “ઘટ અને તેનું અસ્તિત્વ” તો પ્રથમ સ્વીકારી જ લીધું છે. ભિન્ન છે કે અભિન્ન છે આ તો તેના પર્યાયની ચર્ચા છે. અસ્તિત્વ સ્વીકાર્યા પછી જ આ બધા વિકલ્પો ઉઠે છે અને જો એકવાર અસ્તિત્વ સ્વીકારી લો છો તો પછી શૂન્યતા રહેતી જ નથી. છતાં તમે જેવા વિકલ્પો “ઘટ અને અસ્તિત્વની” વચ્ચે કહો છો તેવા જ વિકલ્પો “ઘટ અને શૂન્યતાની” વચ્ચે પણ કહી શકાય છે અને તેવા વિકલ્પો પાડવા વડે અસ્તિત્વની જેમ શૂન્યતા પણ ઉડાડી શકાય છે. તે આ પ્રમાણે -
હે વ્યક્તપંડિત ! અમે તમને પૂછીએ છીએ કે આ “ઘટ અને તેની માનેલી શૂન્યતા” આ બન્ને ભિન્ન છે કે બન્ને અભિન છે ? જો ટિશૂન્યતાડતીયમ્ = ઘટ અને આ શૂન્યતાને ભિન્ન છે. આમ માનશો તો ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી જેવો ઘટ જણાય છે તેવી તેનાથી ભિન્ન એવી શૂન્યતા પણ જણાવી જોઈએ. પરંતુ ચક્ષુ આદિથી ઘટ જ જણાય છે પણ તેનાથી અધિક (એટલે કે ઘટથી ભિન) એવી શુન્યતા જેવું કોઈ તત્ત્વ જણાતું નથી. તેથી શૂન્યતા નથી જ.
Page #301
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
હવે જો એમ કહો કે “ઘટ અને શૂન્યતા’’ ત્તે = આ બન્ને સર્વથા એક છે. એટલે કે અભિન્ન છે. તો ઘટ અને શૂન્યતા એકમેક થવાથી ઘટમાં જ શૂન્યતા સમાઈ જવાથી ઘટદ્રવ્ય જ છે આમ સિદ્ધ થશે. પણ શૂન્યતા જેવું કોઈ તત્ત્વ જુદું રહેતું જ નથી. બન્ને ભેગાં થયેલાં હોય તો ભેગાં પણ દેખાવાં તો જોઈએ ને ? માત્ર ઘટ-પટાદિ પદાર્થો જ (ધર્મી જ) ચક્ષુથી ઉપલભ્યમાન થાય છે. પણ શૂન્યતા નામનો ઘટનો ધર્મ તો ત્યાં કોઈ ઉપલભ્યમાન થતો નથી. શૂન્યતા નામનો ધર્મ પ્રત્યક્ષ પ્રમાણથી દેખાતો નથી. અનુમાનાદિ થાય તેવાં કોઈ લિંગો નથી. માટે સર્વપ્રમાણોથી શૂન્યતાની અનુપલબ્ધિ જ છે.
૨૭૬
આ રીતે ઘટ-અસ્તિત્વ” વચ્ચે જેવા વિકલ્પો તમે કલ્પો છો તેવા સર્વે પણ વિકલ્પો “ઘટ-શૂન્યતા” વચ્ચે પણ સંભવી શકે છે. માટે આ વાત તુચ્છ છે. અસાર છે. II૧૭૨૦॥
विण्णाण-वयण-वाईणमेगया तो तदत्थिया सिद्धा । अण्णत्ते अण्णाणी निव्वयणो वा कहं वाई ? ॥१७२१ ॥
(વિજ્ઞાન-વચન-વાહિનોરેતા તતસ્તસ્તિતા સિદ્ધા।
अन्यत्वे अज्ञानी निर्वचनो वा कथं वादी ? ॥ )
ગાથાર્થ - વિજ્ઞાન-વચનની સાથે વાદીની જો એકતા માનશો તો વસ્તુની અસ્તિતા સિદ્ધ થશે અને જો ભિન્નતા માનશો તો અજ્ઞાની અને વચનરહિત એવો વાદી શૂન્યતાને કેવી રીતે સાધી શકશે ? ||૧૭૨૧/
વિવેચન - તર્કોથી તો તમે જેવું અસ્તિતાનું ખંડન કરો છો. તેવું જ શૂન્યતાનું ખંડન પણ શક્ય જ છે. તે આ પ્રમાણે
‘‘શૂન્ય સર્વમેવ વિશ્વત્રયમ્’’ “સમસ્ત એવું ત્રણે વિશ્વ શૂન્યાત્મક છે’” આવા પ્રકારનું તમારું જે વિજ્ઞાન (તમારા મગજમાં જે વિશિષ્ટ એવું જ્ઞાન) વર્તે છે તે વિજ્ઞાન, તથા આવા પ્રકારનું સ્વરૂપ સમજાવનારું તમારા વડે બોલાતું વચન ઉચ્ચાર એટલે કે બોલો છો તે વચન, આમ આ વિજ્ઞાન અને વચન એમ બન્નેની સાથે વાદી એવા તમારી એકતા (અભેદતા) છે ? કે અનેકતા (ભેદતા) છે ? કહો આ બેમાં શું છે ? વિજ્ઞાન અને વચનની સાથે વાદીની એકતા માનો છો કે અનેકતા માનો છો ? બોલો જોઈએ તમે શું માનો છો ?
જો એકતા (અભેદતા) છે આમ કહેશો તો વિજ્ઞાન પણ છે અને તમારા વડે ઉચ્ચાર કરાતાં વચનો પણ આ સંસારમાં જો છે. તો તેનાથી અભિન્ન વાદી એવા તમે પણ જગતમાં છો જ. આ રીતે વિચારતાં વિજ્ઞાન, વચન અને વાદી જગતમાં વિદ્યમાન હોવાથી
Page #302
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૭૭
અસ્તિતા” જ સિદ્ધ થાય છે. શૂન્યતા ક્યાં રહી ? જેમ વૃક્ષત્વજાતિ અને શિંશપાત્વ (નામની તેની પેટા) જાતિ આ બન્ને એક હોવાથી વૃક્ષત્વ એ જાતિસ્વરૂપે વસ્તુવિશેષ છે. તો શિંશપાત્વ એ પણ તેનાથી અભિન્ન હોવાથી વસ્તુવિશેષ છે. આમ અસ્તિતા જ સિદ્ધ થાય છે. શૂન્યતા રહેતી નથી.
હવે જો વિજ્ઞાન અને વચનોથી શૂન્યવાદી એવા તમે ભિન્ન છો તો વિજ્ઞાનથી ભિન્ન છો માટે જ્ઞાન વિનાના અજ્ઞાની છો અને વચન વિનાના હોવાથી વાણી વિનાના છો. તો કંઈપણ નહી જાણતા (અર્થાત્ સર્વથા અજ્ઞાની) એવા તમે અને વાણી વિનાના (એટલે કે કંઈ પણ નહીં બોલતા) એવા તમે શૂન્યતાને સિદ્ધ શી રીતે કરી શકશો? જેમ પત્થરોનો ઢગલો (શિલાસંઘાત) જ્ઞાન વિનાનો (જડ) હોવાથી અને વાચા વિનાનો હોવાથી કંઈ પણ સાધી શકતો નથી. તેમ તમે પણ વિજ્ઞાન અને વાણી વિનાના હોવાથી શિલાસંઘાતતુલ્ય જ છો. આવા તમે શૂન્યતાની સિદ્ધિ કેમ કરી શકશો? આ રીતે શૂન્યતાની સિદ્ધિ થતી જ નથી. ll૧૭૨૧||
તમે પૂર્વે ગાથા નંબર ૧૬૯૩ માં ઘટ અને અસ્તિત્વધર્મ સર્વથા એક છે? કે સર્વથા ભિન્ન છે ? આવા બે પક્ષો પાડીને તમે કહેલું કે જો ઘટ અને અસ્તિત્વ સર્વથા એક હોય તો ઘટમાં જ અસ્તિત્વ સમાઈ જવાથી ઘટબહાર ક્યાંય અસ્તિત્વ ન રહેવાથી પટાદિ ઈતર પદાર્થો દેખાવા જ ન જોઈએ તથા પટાદિ જો ઈતર પદાર્થોરૂપ પ્રતિપક્ષ કોઈ ન હોય તો પ્રતિપક્ષના અભાવથી ઘટ પણ નથી જ. આમ સર્વત્ર શુન્યતા થઈ જશે. આવા વિકલ્પો તમે જે પૂર્વે કહેલા ત્યાં ઉત્તર આપતાં પરમાત્માશ્રી સમજાવે છે કે –
घडसत्ता घडधम्मो, तत्तोऽणण्णो पडाइओ भिण्णो । अत्थित्ति तेण भणिए, को घड एवेति नियमोऽयं? ॥१७२२॥ (घटसत्ता घटधर्मस्ततोऽनन्यः पटादितो भिन्नः । अस्तीति तेन भणिते, को घट एवेति नियमोऽयम् ? ॥)
ગાથાર્થ – ઘટની સત્તા એ ઘટનો ધર્મ છે. તેથી તે ઘટસત્તા ઘટથી અભિન્ન છે અને પટાદિથી ભિન્ન છે. પણ “માત્ર અસ્તિ” કહ્યું છતે “ઘટ જ છે” આવો નિયમ કેમ થાય ? //૧૭૨૨ા.
વિવેચન - “સ્તિત્વ" બે જાતનું કહેવાય છે. એક સામાન્ય અસ્તિત્વ કે જે સર્વ વસ્તુઓમાં વ્યાપકપણે વર્તે છે અને બીજું ઘટ સંબંધી અસ્તિત્વ, પસંબંધી અસ્તિત્વ, મઠસંબંધી અસ્તિત્વ, આવા પ્રકારનાં જે જે અસ્તિત્વ છે તે અનુક્રમે ઘટનું અસ્તિત્વ એ
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૭૮
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
ઘટનો ધર્મ કહેવાય. તે ઘટમાં જ હોય, પટાદિમાં ન હોય. તેથી ઘટ એ પટથી ભિન્ન છે. આ જ રીતે પટનું અસ્તિત્વ એ પટનો ધર્મ કહેવાય તે પટમાં જ હોય, ઘટાદિમાં ન હોય. તેથી પટ એ ઘટથી ભિન્ન કહેવાય. મઠનું અસ્તિત્વ એ મઠનો જ ધર્મ કહેવાય, મઠમાં જ હોય અને ઘટ-પટાદિમાં ન હોય. તેથી મઠ એ ઘટ-પટાદિથી ભિન્ન કહેવાય. આ રીતે સામાન્ય અસ્તિત્વ સર્વત્ર વ્યાપક હોવા છતાં પણ ઘટીય અસ્તિત્વ તો ઘટમાં જ હોય છે. તે ઘટીય અસ્તિત્વ એ ઘટના જ ધર્મ છે, પટનો નથી. તેથી ઘટ એ પટથી ભિન્ન છે. આમ સર્વત્ર સમજવું. જેમ વૃક્ષત્વ સર્વે વૃક્ષોમાં હોવા છતાં પણ શિંશપાત્વ સર્વે વૃક્ષોમાં હોતું નથી. તેમ અસ્તિત્વ સામાન્ય સર્વત્ર હોવા છતાં પણ ઘટસત્તા એ ઘટના જ ધર્મ હોવાથી ઘટમાં જ રહે છે, પટમાં નહીં. તેથી ઘટ એ પટથી ભિન્ન છે.
આ રીતે વિચારતાં “સામાન્ય અસ્તિત્વ” કેવલ એકલા ઘટમાં પ્રવેશી જતું નથી, ઘટમાં પણ હોય છે અને પટાદિ ઈતર પદાર્થોમાં પણ હોય છે. તેથી સંસારમાં ઘટ જ હોય અને ઈતર પદાર્થો ન હોય આમ બનતું નથી. કારણ કે સામાન્ય અસ્તિત્વ બધામાં છે જ. તથા ઘટસંબંધી અસ્તિત્વ એ કેવલ ઘટમાં જ છે, પટાદિમાં નથી. તો પણ પટાદિ ઈિતરપદાર્થો નથી એમ નહીં. કારણ કે તે પટાદિમાં પણ પટીય અસ્તિત્વ અને મઠમાં મઠીય અસ્તિત્વ છે જ. પોતપોતાની સત્તા એ પોતપોતાનો ધર્મ હોવાથી પોતપોતાના ધર્મીમાં જ રહે છે. માટે “ઘટ જ છે” અને ઈતર કોઈ પદાર્થો નથી આવો નિયમ કેવી રીતે બનશે? અર્થાત્ આવો નિયમ બનતો નથી.
સામાન્ય અસ્તિત્વ (મહાસામાન્ય) સર્વ પદાર્થોમાં હોવાથી સર્વે પદાર્થો સત્ છે, પણ શૂન્યતા નથી અને ઘટીય અસ્તિત્વ એ ઘટમાત્રમાં જ હોય છે, સર્વત્ર હોતું નથી. તથા પટીય અસ્તિત્વ, મઠીયઅસ્તિત્વ ઈત્યાદિ પોતપોતાની સત્તા પોતપોતાનામાં જ માત્ર હોવાથી સર્વે પણ પદાર્થો સત્ છે, અસ્તિત્વરૂપ છે, હોવા સ્વરૂપ છે, શૂન્યતા નથી. ઘટની સત્તા એ ઘટનો જ ધર્મ છે. માટે ઘટમાં જ રહે છે, પટાદિમાં રહેતી નથી. પરંતુ તેથી પટાદિ કંઈ શૂન્ય બની જતા નથી. કારણ કે તે પટાદિમાં પણ પટાદિની પોતાની સત્તા તો હોય જ છે. વિવેકપૂર્વક જો આ વાત સમજવામાં આવે તો આ વાત સમજાઈ જાય તેમ છે. ll૧૭૨૨ા
આ જ ૧૬૯૩ મી ગાથામાં તમે જે એમ કહેલું કે “ઘટ અને અસ્તિત્વ” નું એકત્વ (અભેદ) માનવાથી આ સંસારમાં “જે જે પદાર્થો અસ્તિસ્વરૂપ છે તે તે સઘળા ય પણ પદાર્થો અસ્તિસ્વરૂપ હોવાથી ઘટાત્મક બની જશે” આ તમારું બોલવું પણ ખોટું છે. કારણ કે સામાન્ય અસ્તિત્વ અને ઘટ આ બન્નેનો અભેદ નથી, પણ ઘટીય અસ્તિત્વ અને ઘટના અભેદ છે તેવી જ રીતે પટીય અસ્તિત્વ અને પટનો અભેદ છે. મઠીય અસ્તિત્વ અને
Page #304
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૭૯ મઠનો અભેદ છે. આમ સર્વત્ર કથંચિત્ અસ્તિત્વ અને તે તે પદાર્થનો અભેદ છે. પણ સામાન્ય અસ્તિત્વમાત્રનો તે તે પદાર્થની સાથે અભેદ નથી. આ અર્થ પૂર્વે સમજાવેલી ગાથામાંથી નીકળી આવે છે. તો પણ આ અર્થ વધારે સ્પષ્ટ કરતાં પરમાત્મા જણાવે છે કે -
जं वा जदत्थि तं तं घडोत्ति सव्वघडयापसंगो को ? । भणिए घडोत्थि व कहं, सव्वत्थित्तावरोहो त्ति ? ॥१७२३॥ ( यद्वा यदस्ति तत्तद् घट इति सर्वघटताप्रसङ्गः कः ? ।
તે ઘટોતિ વા, થં સર્વાસ્તિત્વીવલેણ રૂતિ ? )
ગાથાર્થ - “જે જે છે તે તે સર્વે ઘટ થઈ જશે” આમ સર્વત્ર ઘટતા માનવાનો પ્રસંગ કેવી રીતે આવે ? અથવા “ઘટ છે” આમ કહ્યું છતે સર્વત્ર રહેલા અસ્તિત્વનો વિરોધ કેવી રીતે થાય ? અર્થાત્ ન થાય ? /૧૭૨૩ll
વિવેચન - “ઘટ અને અસ્તિત્વ” આ બન્નેમાં ઘટ એ ધર્મી છે અને અસ્તિત્વ એ ધર્મ છે. આ બન્નેનો જો અભેદ માનશો તો ઘટ અને અસ્તિત્વ આ બન્ને સર્વથા એકમેક થવાથી જ્યાં જ્યાં અસ્તિત્વ હશે ત્યાં બધે જ ઘટતા આવી જવાથી સર્વત્ર જગતમાત્રના સર્વ પદાર્થો ઘટસ્વરૂપ બની જશે. સર્વત્ર ઘટતા માનવાનો પ્રસંગ આવશે. એવો એક દોષ તમે અમને જૈનોને ૧૬૯૩ મી ગાથામાં આપેલો અને બીજો દોષ તમે તે જ ગાથામાં એવો આપેલો કે ઘટની સાથે અસ્તિત્વનો અભેદ થવાથી ઘટમાં જ અસ્તિત્વ ઘુસી ગયું એટલે બહાર ક્યાંય અસ્તિત્વ રહ્યું જ નહીં. તેથી પટ-મઠ આદિ ઈતર પદાર્થોમાં સર્વત્ર જે અસ્તિત્વ દેખાય છે તેનો વિરોધ આવશે, ઈતર સર્વે પદાર્થો શૂન્ય થઈ જશે. આવો બીજો દોષ તમે અમને જૈનોને આપેલો. પરંતુ ઘટ અને સામાન્ય અસ્તિત્વનો અભેદ અને જૈનો કહેતા જ નથી; કે જેથી તમારા કહેલા ઉપરના બને દોષો અમને આવે ? અમે જૈનો શું કહીએ છીએ અને જગતમાં પદાર્થોનું સ્વરૂપ શું છે ? તે તો કંઈક શાન્ત ચિત્તે વિચારો. જો તમે ધ્યાનપૂર્વક અમારી વાત સાંભળશો અને સમજશો તો એક પણ દોષ આવતો નથી. જુઓ -
જ્યાં જ્યાં ઘટીય (ઘટસંબંધી) અસ્તિત્વ હોય છે ત્યાં ત્યાં જ ઘટ હોય છે. એવી રીતે જ્યાં જ્યાં પટીય (પસંબંધી) અસ્તિત્વ હોય છે ત્યાં ત્યાં જ પટ હોય છે. આમ હોવાથી સર્વત્ર ઘટ માનવાનો પ્રસંગ કેમ આવે? અર્થાત્ ન આવે. કારણ કે ઘટમાં રહેલું જે ઘટસંબંધી અસ્તિત્વ છે જેને ઘટસત્તા કહેવાય છે, તે જ ઘટનો ધર્મ છે. સામાન્ય અસ્તિત્વ એ ઘટની સત્તા = ઘટનો ધર્મ નથી. તેથી જ્યાં જ્યાં ઘટસત્તા હોય છે ત્યાં
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૦
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
ત્યાં જ ઘટ હોય છે. સર્વત્ર ઘટતા માનવાનો પ્રસંગ આવતો જ નથી. આ રીતે પ્રથમ દોષ નથી આવતો તે સમજાવ્યું.
તથા જે જે ઘટીય અસ્તિત્વ છે તે તે જ ઘટની સાથે રહેલું છે. સામાન્ય અસ્તિત્વ તો ઘટમાં અને ઘટની બહાર પણ સર્વત્ર રહેલું છે. જેમ શિંશપાસંબંધી જે વૃક્ષત્વ છે, તે જ વૃક્ષત્વ શિંશપામાત્રમાં વર્તે છે બહાર નહીં. પરંતુ સામાન્ય વૃક્ષત્વ તો શિંશપામાં પણ છે અને શિંશપાની બહાર પણ છે જ. તેની જેમ ઘટીય અસ્તિત્વ એ ઘટમાત્રમાં જ વર્તે છે. પરંતુ સામાન્ય અસ્તિત્વ માત્ર તો ઘટમાં પણ છે અને બહાર પણ પટાદિ સર્વે ઈતર પદાર્થોમાં પણ છે. તેથી જયં સર્વત્રવિરોધ = પટાદિ સઘળાય પણ ઈતર પદાર્થોમાં જે અસ્તિત્વ છે તેનો વિરોધ કેવી રીતે થાય ? અર્થાત્ ન જ થાય. સર્વ ઠેકાણે સામાન્ય અસ્તિત્વ ધર્મ છે જ.
જેમ ચૈત્ર-મૈત્રાદિ ભાવો વ્યાપ્ય છે અને મનુષ્યત્વ એ વ્યાપક છે. તેથી જે જે ચૈત્રમૈત્ર હોય તે નિયમો મનુષ્ય જ હોય, પરંતુ જે જે મનુષ્ય હોય તે બધા ચૈત્ર-મૈત્ર હોય એવો નિયમ નથી. તેવી જ રીતે જે જે ઘટ-પટ હોય તે નિયમા અસ્તિસ્વરૂપ હોય છે. પરંતુ જે જે અતિ-આત્મક હોય છે તે તે નિયમા ઘટ-પટ જ હોય એવો નિયમ નથી. ઘટત્વ-પટવ એ વ્યાપ્યધર્મ છે અને અસ્તિત્વ એ વ્યાપક ધર્મ છે. આવો વિવેક કરવો જોઈએ. “અસ્તિત્વ” એ સામાન્ય ધર્મ છે. સર્વત્ર વિદ્યમાન છે. વ્યાપક છે. આ જ અસ્તિત્વને ઘટીય-પટીય ઈત્યાદિ વિશેષણોથી વિશિષ્ટ કરો એટલે તે વિશિષ્ટ અસ્તિત્વ થાય. અને તે તે અસ્તિત્વ છે તે પદાર્થમાત્રમાં જ હોય છે. સર્વત્ર વ્યાપક નથી. /૧૭૨૩
વ્યક્તપંડિતે રજુ કરેલા પરપક્ષનું ખંડન કરીને હવે આંબાના વૃક્ષનું ઉદાહરણ આપીને ભગવાન સ્વપક્ષ સમજાવતાં કહે છે કે -
अत्थित्ति तेण भणिए, घडोऽघडो वा, घडो उ अत्थेव । चुओऽचुओ व दुमो, चुओ उ जहा दुमो नियमा ॥१७२४॥ (अस्तीति तेन भणिते, घटोऽघटो वा, घटस्त्वस्त्येव । चूतोऽचूतो वा द्रुमश्चुतस्तु यथा द्रुमो नियमात् ॥)
ગાથાર્થ - “તિ = વસ્તુ છે” આમ કહ્યું છતે ઘટ પણ હોય અને અઘટ પણ હોય, પરંતુ “ઘટ છે” આમ કહ્યું છતે ઘટ નિયમો હોય જ છે. જેમ કુમ (વૃક્ષ) કહેવાથી ચૂત (આંબો) પણ હોય અને અચૂત (આંબા વિનાના લીંબડા આદિ) પણ હોય, પરંતુ ચૂત છે (આંબો છે). આમ કહેવાથી તે ચૂત (આંબો) નિયમા વૃક્ષ જ છે. 7/૧૭૨૪ો
Page #306
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૮૧ વિવેચન - જે ઘટસંબંધી અસ્તિત્વ છે એટલે કે જે ઘટીયસત્તા છે તે જ ઘટનો ધર્મ હોવાથી ઘટની સાથે અભિન્ન છે અને પટાદિથી ભિન્ન છે. એવી જ રીતે જે પટસંબંધી અસ્તિત્વ છે એટલે કે પટીયસત્તા છે તે પટનો જ ધર્મ હોવાથી પટની સાથે અભિન્ન છે અને ઘટાદિ ઈતરપદાર્થોથી ભિન્ન છે. પરંતુ સામાન્યથી “અસ્તિત્વ” માત્ર તો વ્યાપકધર્મ હોવાથી ઘટમાં પણ છે અને ઈતર એવા પટાદિમાં પણ છે. સર્વ પદાર્થોની સાથે અભિન્ન ભાવે તે કહેલ છે. તેથી “મસ્તીતિ કવો" = અહીં આ વસ્તુ છે આમ સામાન્ય અસ્તિત્વનું પ્રતિપાદન કર્યું છતે ઘટ પણ હોઈ શકે છે અને અઘટ ઘટ વિનાના પટાદિ) પદાર્થો પણ હોઈ શકે છે. અસ્તિત્વ એ વ્યાપક ધર્મ છે અને ઘટત્વ-અઘટવ એ વ્યાપ્ય ધર્મો છે. પરંતુ ઘટસત્તા ઘટમાં જ રહે છે. પટસત્તા પટમાં જ રહે છે. મઠસત્તા મઠમાં જ રહે છે. આમ અસ્તિત્વની આગળ વિશેષણ મૂકીને કરાયેલી વિશિષ્ટ એવી પોતપોતાની સત્તા પોતપોતાનામાં જ હોવાથી સર્વે પણ પદાર્થો પોતપોતાના સ્વરૂપે સત્ છે. જેમ “ટૂમઃ” આ વૃક્ષ છે આમ કહ્યું છતે આંબો પણ હોઈ શકે અને આંબાથી ભિન્ન લીંબડો આદિ પણ હોઈ શકે. કારણ કે વૃક્ષત્વ એ વ્યાપકધર્મ છે. જે ચૂત અને અચૂત એમ બન્નેમાં રહે છે.
પરંતુ “અદ: મત્યેવ" ઘટ છે જ. આમ જ કહેવાય, કારણ કે ઘટની સત્તા ઘટમાં છે જ. જેમાં પોતાની સત્તા પણ હોતી નથી તે આ સંસારમાં સંભવતા જ નથી. જેમકે આકાશપુષ્પાદિ. તેથી “ચૂતમ્” આ આંબો છે એમ કહ્યું છતે તે વૃક્ષ પણ છે જ. આમ સમજી લેવું જોઈએ. કારણ કે વૃક્ષ વિનાના પદાર્થોમાં ચૂતત્વ (આંબાપણું) ઘટતું નથી. જેમ વૃક્ષત્વ એ વ્યાપક ધર્મ છે અને ચૂતત્વ-અચૂતત્વ એ વ્યાપ્યધર્મ છે. તેવી જ રીતે સામાન્ય અસ્તિત્વ એ વ્યાપકધર્મ છે અને ઘટત-પત્ય વગેરે ધર્મો વ્યાપ્ય ધર્મો છે. આ રીતે વ્યાપ્ય-વ્યાપક સમજવાથી આ વાત સહેલાઈથી સમજાઈ જાય તેમ છે. બ્રાહ્મણ હોય છે તે નિયમો મનુષ્ય હોય છે. પરંતુ જે મનુષ્ય હોય છે તે નિયમા બ્રાહ્મણ હોય એવું બનતું નથી. પરંતુ બ્રાહ્મણ-અબ્રાહ્મણ એમ બન્ને હોય છે. તથા મનુષ્ય હોય છે તે નિયમો પંચેન્દ્રિય જ હોય છે. પરંતુ જે પંચેન્દ્રિય હોય છે તે મનુષ્ય જ હોય એવો નિયમ નથી. અર્થાત્ મનુષ્ય પણ હોય છે અને અમનુષ્ય (દેવાદિ) પણ હોય છે. આ ઉદાહરણોથી સમજાશે કે જે જે અતિ હોય છે તે તે ઘટ પણ હોય અને અઘટ પણ હોય. પરંતુ જે ઘટ હોય છે તે તો નિયમા અસ્તિસ્વરૂપ જ હોય છે.
આ રીતે ઘટીયસત્તા ઘટધર્મ હોવાથી ઘટથી અભિન્ન છે. પટીયસત્તા પટધર્મ હોવાથી પટથી અભિન્ન છે. અને સામાન્ય સત્તા એ સર્વ પદાર્થોનો ધર્મ હોવાથી સર્વત્ર વ્યાપક છે. આમ સર્વત્ર સમજવું. ll૧૭૨૪ો.
Page #307
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
તથા ગાથા નં. ૧૬૯૪ માં શું જાતવસ્તુ ઉત્પન્ન થાય છે ? કે અજાતવસ્તુ ઉત્પન્ન થાય છે ? કે ઉભયાત્મક વસ્તુ ઉત્પન્ન થાય છે ? ઈત્યાદિ પ્રકારો પાડીને તમે જે વસ્તુના અસ્તિત્વનું ખંડન કરીને શૂન્યતા સાધવાનો પ્રયાસ કર્યો છે. ત્યાં ભગવાનશ્રી ઉત્તર આપે છે કે -
૨૮૨
किं तं जायं ति मई, जायाजाओभयंपि जदजायं ।
अह जायं पि न जायं, किं न खपुप्फे वियारोऽयं ॥१७२५॥
( किं तज्जातमिति मतिर्जाताजातोभयमपि यद्यजातम् ।
अथ जातमपि न जातं किं न खपुष्पे विचारोऽयम् ॥ )
ગાથાર્થ - જાત-અજાત અને ઉભયાત્મક પ્રકારોના આધારભૂત વસ્તુ નાત = ઉત્પન્ન થયેલી જગતમાં છે. આવી શું તમારી બુદ્ધિ છે ? અથવા તે વસ્તુ શું અજાત છે આવી તમારી બુદ્ધિ છે ? હવે જો એમ કહો કે તે વસ્તુ ખાત છે. તો જાત-અજાત અને ઉભયથી છે કે નહીં આવો વિચાર કેમ કરાય છે ? અને જો તે વસ્તુ અજાત છે અને વિકલ્પો કરાય છે તો તો તે વિચાર આકાશપુષ્પમાં કેમ કરાતો નથી ? ॥૧૭૨૫
વિવેચન - પૂર્વે આવી ગયેલી ૧૬૯૪ મી ગાથામાં તમે (વ્યક્તપંડિતે) પોતાની માનેલી શૂન્યતા સિદ્ધ કરવા માટે વસ્તુના અસ્તિત્વનું ખંડન કરવા સારુ આવા વિકલ્પો પાડેલા છે. તમે તે ગાથામાં કહેલું છે કે આ સંસારમાં જે વસ્તુ ઉત્પન્ન થાય છે. તે શું નાત = ઉત્પન્ન થયેલી છે અને ઉત્પન્ન થાય છે ? કે અજ્ઞાત = ઉત્પન્ન થયેલી નથી અને ઉત્પન્ન થાય છે ? જો નાત હોય અને ઉત્પન્ન થતી હોય તો અનવસ્થા આવે અને જો અજ્ઞાત હોય અને ઉત્પન્ન થતી હોય તો અભાવાત્મક એવી તે વસ્તુ ઉત્પન્ન થાય છે આવો અર્થ થાય અને આવો અર્થ થવાથી ખપુષ્પાદિ પણ ઉત્પન્ન થવાં જોઈએ. આ રીતે જાત અને અજાત એમ બન્ને પક્ષોમાં દોષ છે તેથી જાતાજાત પક્ષ પણ ઉભયદોષવાળો છે ઈત્યાદિ કહીને શૂન્યતા જ છે આમ સિદ્ધ કરેલું. ત્યાં ભગવાનશ્રી ઉત્તર આપે છે કે
શું આ સંસારમાં કોઈ ‘‘નાત’' વસ્તુ છે કે જેને જોઈને તમે તેના ખંડન માટે ખાતાનાતોમય વગેરે વિકલ્પો પાડો છો ? કે કોઈ નાત વસ્તુ છે જ નહીં. અજ્ઞાત જ બધું છે અને આ ખાતાનાતોમય ઈત્યાદિ વિકલ્પો પાડો છો ? જો કોઈ નાત વસ્તુ ઘટ-પટાદિ
છે આવી તમારી મિત હોય એટલે કે આ ઉત્પન્ન થયેલા ઘટપટાદિ જે દેખાય છે તે જાત છે એમ માનીને તેને આશ્રયી તમે વિકલ્પો પાડીને ખંડન કરતા હો તો આ ઘટ-પટાદિ નાત = ઉત્પન્ન થયેલા છે એટલે તેનું અસ્તિત્વ છે. આમ તો પહેલાં જ સ્વીકારી લીધું.
Page #308
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૮૩ હવે નાત-અને ૩મય આવા પક્ષો પાડીને ખંડન કરવાનો શો અર્થ છે ? જો ઘટપટાદિ નાત છે, ઉત્પન્ન થયેલા છે, અસ્તિત્વ ધરાવે જ છે તો તેનાથી જ શૂન્યતા ઉડી જાય છે. હવે શૂન્યતા માનવાનો શો અર્થ છે ? આ બધા વિકલ્પો નિરર્થક જ છે કારણ કે વસ્તુને નાત માની એટલે “છે” એમ તો માની જ લીધું. હવે ખંડન કરીને શૂન્યતા સાધવાનો શો અર્થ છે ?
હવે જો એમ કહો કે નાત-જ્ઞાતિ અને ઉભય વગેરે જે પક્ષો અમે પાડેલા છે તેના આશ્રયભૂત પદાર્થને અમે વાત નથી માનતા, પણ મનાત = નહીં ઉત્પન્ન થયેલ અર્થાત્
સત્ માનીએ છીએ. તો તમને (એટલે કે આવું પૂછનારા વ્યક્ત પંડિતને અને તેના અનુયાયીઓને) બે દોષો આવશે. એક તો એ દોષ આવશે કે જો તમે સનાત જ માનો છો, તો અમારી સામે પ્રશ્નો પૂછતી વખતે એમ કેમ કહો છો કે જે આ જાત છે તે શું જાત છે અને જન્મે છે ? કે અજાત છે અને જન્મે છે ? કે ઉભય છે અને જન્મે છે ? આવા પ્રશ્નો પૂછતાં પહેતાં તમે જ કહો છો કે “જે આ જાત છે તે” હવે જો તમે સર્વે વસ્તુઓને જાત માનતા જ હો તો આવા પ્રશ્નો કેવી રીતે કરાય ? જાત માનવાથી જ અસ્તિત્વ તો સ્વીકારી જ લીધું. હવે જો તમે સર્વે પદાર્થોને અજાત માનતા હો તો “જે આ જાત છે તે” આમ બોલવામાં તમારા પોતાના વચનોનો જ પરસ્પર વિરોધ આવ્યો એટલે “સ્વવચનવિરોધ” નામનો દોષ લાગે. આ એક દોષ થયો.
શિૐ = વળી જો વસ્તુ તમારા મતે મનીત = સત્ જ છે. તો આ જાત-અજાત અને ઉભય વગેરે વિકલ્પોનો કોઈ આધાર જ રહેશે નહીં. તેથી નિરાધાર વિકલ્પો થવાથી આવા વિકલ્પો નિરર્થક જ થશે. હવે કદાચ એમ કહો કે જે વસ્તુ મનાત = સત્ હોય તો પણ જ્ઞાન મેળવવા તેમાં આવો વિકલ્પો પાડી શકાય છે. તો આકાશ-પુષ્પાદિ સર્વથા અસત્ પદાર્થોમાં આવા વિકલ્પો કેમ પાડતા નથી ? ત્યાં પણ આવા વિકલ્પો પાડીને જ્ઞાન મેળવવું જોઈએ. માટે આ બચાવ પણ ખોટો છે. આ બીજો દોષ છે. અથવા તમારા મતે સર્વથા શૂન્યતા હોવાથી જેમ આકાશપુષ્પાદિ મનાત-સત્ છે. તેવી જ રીતે ઘટપટાદિ પણ નાત-સત્ જ છે. બન્ને જગ્યાએ અસત્પણું એકસરખું સમાન જ છે. તો નાતીનાતાદ્રિ ના વિકલ્પો કાં તો બન્ને સ્થાને થવા જોઈએ અથવા આકાશપુષ્પાદિમાં જ આવા વિકલ્પો થાય અને ઘટપટાદિમાં ન થાય. આમ વિપર્યય પણ (ગાથા ૧૭૦૮ માં કહ્યા પ્રમાણે) થવો જોઈએ. પરંતુ ઘટ-પટાદિમાં જ આવા વિકલ્પો ઉઠે છે. આકાશપુષ્પાદિમાં આવા વિકલ્પો ઉઠતા નથી. તેથી બન્નેનું અસત્પણું સમાન નથી. આકાશપુષ્પાદિ સર્વથા અસત્ છે અને ઘટ-પટાદિ દ્રવ્યાર્થિક નયથી (દ્રવ્યપણે) સત્ છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૪
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
પર્યાયાર્થિકનયથી (પર્યાયસ્વરૂપે) વર્તમાનકાલના પર્યાયને આશ્રયી સત્ છે, ભૂત-ભાવિકાલના પર્યાયને આશ્રયી સત્ છે, (તિરોભૂત) છે.
આ સંસારમાં સર્વે પણ વસ્તુઓ સર્વથા સત્ કે સર્વથા અસત્ નથી. દ્રવ્યપણે સર્વે પણ સત્ છે. પર્યાયપણે વર્તમાનપર્યાયને આશ્રય આવિર્ભાવ છે = સત્ છે અને અતીતઅનાગતકાલના પર્યાયો વર્તમાનકાલે તિરોભૂત છે = કથંચિત્ અસત્ છે.
હવે કદાચ તમે એવો બચાવ કરો કે અમે તો પરને (પરવાદીને) સમજાવવા માટે નાત-જ્ઞાતિ-સમય ઈત્યાદિ પક્ષો પાડ્યા છે. પરંતુ અમારે પોતાને તો (સ્વપક્ષમાં તો) કંઈ માન્ય છે જ નહીં, શૂન્યતા જ માન્ય છે. તો આ બચાવ પણ ઉચિત નથી. કારણ આ સંસાર સર્વથા શુન્ય જ છે આવું માનનારાને “વ અને પર' જેવા પક્ષો જ સંભવતા નથી. જો “વ અને પર'' સ્વીકારો તો તમારી માનેલી શુન્યતા રહેતી જ નથી. તેથી આવા પ્રકારના ખોટા બચાવો કરવા વ્યાજબી નથી.
તલમાં તેલ, માટીમાં ઘટ, તજુમાં પટ, લોટમાં મોદક ઈત્યાદિ સર્વે પણ પદાર્થો પોતપોતાના ઉપાદાનકારણમાં દ્રવ્યાર્થિકનયથી નાત = સત્ છે અને ઉત્પન્ન થાય છે તથા પર્યાયાર્થિકનયથી પર્યાયપણે સનાત-મસન્ અપ્રગટ છે અને ઉત્પન્ન થાય છે. આમ અપેક્ષાભેદે કથંચિત્ જાત અને કથંચિત્ અજાતભાવે રહેલા પદાર્થો આ સંસારમાં ઉત્પન્ન થાય છે. આવી સમ્યમ્ બુદ્ધિ રાખવી જોઈએ. અને પૂર્વાપર અવિરુદ્ધ સુંદર વિચારો કરવા જોઈએ. ૧૭૨પ
વળી શૂન્યતા માનવામાં તમને બીજા પણ દોષો આવે છે. તે આ પ્રમાણે - जइ सव्वहा न जायं, किं जम्माणंतरं तदुवलम्भो । पुव्वं वाऽणुवलंभो, पुणो वि कालंतरहयस्स ? ॥१७२६॥ ( यदि सर्वथा न जातं, किं जन्मानन्तरं तदुपलम्भः । પૂર્વ વાડનુપત્નશ્મ:, પુનરપિ વાલાન્તરત?II)
ગાથાર્થ - જો વસ્તુ સર્વથા નાત જ હોય તો જન્મ પામ્યા પછી જ કેમ દેખાય છે ? અથવા પૂર્વકાલમાં કેમ દેખાતી નથીતથા જમ્યા પછી કાલાન્તરે નાશ થયા બાદ ફરીથી કેમ દેખાતી નથી ? /૧૭૨૬l
વિવેચન - ભગવાન વ્યક્તપંડિતને સમજાવતાં કહે છે કે તમારી દૃષ્ટિએ આ સંસારમાં જો સર્વથા શૂન્યતા જ છે. તો માટીનો જે ઘટ બને છે તેમાં મૃતિંડવાળી જે
Page #310
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૮૫ ઘટ બન્યા પહેલાંની અવસ્થા છે તે પૂર્વાવસ્થા કહેવાય છે. ઘટ બને ત્યારથી ઘટ રહે ત્યાં સુધીની જે અવસ્થા તે ઘટની વર્તમાનાવસ્થા કહેવાય છે અને લાકડી કે પત્થરના ઘા આદિથી ઘટ ફુટી જાય અને ઠીકરાં થઈ જાય તે ઘટની પશ્ચાઅવસ્થા કહેવાય છે. આમ ત્રણ અવસ્થાઓ લોકમાં ઘટની તથા ઘટની જેમ સર્વેની પ્રસિદ્ધ છે.
હવે તમે સર્વથા શૂન્યતા જ માનો છો, કંઈ છે જ નહીં, આમ માનો છો તો મૃપિંડવાળી પૂર્વાવસ્થામાં જે ઘટ દેખાતો નથી તે ઘટ કુલાલાદિ સામગ્રીથી બન્યા પછી તેની ઉત્પત્તિ બાદ એકદમ કેમ દેખાવા લાગે છે? જો વસ્તુ અસત્ હોય તો આકાશપુષ્પાદિની જેમ ક્યારેય પણ ન દેખાય, અથવા સામગ્રીથી બન્યા પછી જો દેખાય છે (છતાં તેને તમે અસત્ માનતા હો, તો તે બન્યા પહેલાં મૃત્યિંડવાળા કાલમાં પણ કેમ દેખાતો નથી? અસપણું તો બને કાલે સરખું જ છે.
વળી લાકડી, પત્થર કે પગની ઠેસ વાગવાથી જ્યારે તે ઘટ ફુટી જાય છે ત્યારે પશ્ચાદ્ અવસ્થામાં પણ તેનો અનુપલંભ કેમ છે ? તમારા મતે સામગ્રીથી જમ્યા પહેલાં, જમ્યા પછી અને નાશ પામ્યા પછી ત્રણે કાલે સર્વથા શૂન્યતા જ છે. અસત્ જ છે તો પછી ત્રણે કાલવાળી ત્રણે અવસ્થામાં તે ઘટનો ઉપલંભ થવો જોઈએ, અથવા કાં તો ત્રણે કાલવાળી ત્રણે અવસ્થામાં તે ઘટનો અનુપલંભ જ થવો જોઈએ. કારણ કે તમારા મતે ત્રણે કાલે શૂન્યતા જ છે. તેથી શૂન્યતા જ હોવાથી સદા અનુપલંભ જ હોવો જોઈએ અને શૂન્યવસ્તુનો પણ જો ઉપલંભ થતો હોય તો પૂર્વ-અપરકાલમાં પણ તે શૂન્યતા સમાન જ હોવાથી ત્યાં પણ એટલે કે પૂર્વાપરકાલમાં પણ તે વસ્તુનો ઉપલંભ થવો જોઈએ.
આકાશપુષ્પાદિ જે જે પદાર્થો સર્વથા અસત્ છે, શૂન્ય છે તેનો સર્વકાલમાં જેમ અનુપલંભ છે તેમ ઘટ-પટાદિ પદાર્થો પણ જો શૂન્ય જ હોય તો તેનો પણ સર્વકાલમાં અનુપલંભ જ હોવો જોઈએ. પરંતુ ક્યારેક અનુપલંભ, ક્યારેક ઉપલંભ અને પાછો વળી ક્યારેક અનુપલંભ જે થાય છે તે જાતવસ્તુમાં જ = સત્ વસ્તુમાં જ ઘટે. માટે પણ શૂન્યતા નથી જ. ll૧૭૨૬ll
जह सव्वहा न जायं, जायं सुण्णवयणं तहा भावा । अह जायंपि न जायं, पयासिया सुन्नया केण ? ॥१७२७॥ (यथा सर्वथा न जातं जातं शून्यवचनं तथा भावाः । अथ जातमपि न जातं प्रकाशिता शून्यता केन ? ॥)
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૬
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
ગાથાર્થ - જેમ શૂન્યતા જણાવનારું વિજ્ઞાન અને વચન અજાત હોવા છતાં પણ કેમે કરીને જાત બન્યું છે તેમ ઘટ-પટાદિ પદાર્થો પણ જાત થયેલા જાણવા. હવે શૂન્યતાના વિષયવાળું વિજ્ઞાન અને વચન જાત હોવા છતાં પણ જો અજાત માનશો તો આ શૂન્યતા કોના વડે પ્રકાશિત કરાઈ ? કોઈપણ વડે પ્રકાશિત થયેલી સિદ્ધ થશે નહીં. l/૧૭૨૭ll
વિવેચન - “ચં સર્વ ન'' આખું ય આ જગત શૂન્ય છે. ઘટ-પટ, જીવ-અજીવ આદિ કોઈપણ પદાર્થો આ સંસારમાં નથી. આવા પ્રકારનું હે વ્યક્તપંડિત ! જે તમારા મગજમાં વિજ્ઞાન વ છે અને તે સમજાવવા માટે જે આવા પ્રકારનાં વચનો તમે બોલો છો, તે વિજ્ઞાન અને વચનો આ સંસારમાં છે અને બોલો છો ? કે નથી અને બોલો છો? જો તેવું વિજ્ઞાન અને વચન તમારામાં વર્તે છે તો તે જાત છે અને વર્તે છે ? કે અજાત છે અને વર્તે છે ? કે ઉભયરૂપ છે અને વર્તે છે ? આ ત્રણે પક્ષો દ્વારા તમે જેમ ઘટપટાદિના અસ્તિત્વને ઉડાવો છો, તેમ આ જ ત્રણ પક્ષો દ્વારા શૂન્યતાસૂચક તમારું વિજ્ઞાન અને તમારાં વચન પણ કેમ ઘટશે ? અર્થાત્ નહીં જ ઘટે. એટલે મનાત = સત્ જ બનશે. જે રીતે ત્રણે પક્ષોથી તમને ઘટ-પટાદિનું અસ્તિત્વ જણાતું નથી એટલે કે આ ત્રણ પક્ષો દ્વારા ઘટપટાદિ પદાર્થોનું તમે ખંડન કરો છો તે જ રીતે આ જ ત્રણે પક્ષોથી શૂન્યતાની સિદ્ધિ કરનારું તમારું વિજ્ઞાન અને વચન પણ ઘટશે નહીં. તેનું પણ આ જ રીતે ખંડન થઈ શકે છે. તેથી શૂન્યતા સિદ્ધ થતી નથી.
હવે જો શૂન્યતાસૂચક આ વિજ્ઞાન અને વચન ન ગીતમ્ અર્થાત્ મનાતા જગતમાં કેમે કરી ઘટતું નથી છતાં પણ મનમાની માન્યતા પ્રમાણે જો “છે” એમ મનાય છે. તો પછી તે જ પ્રમાણે વિજ્ઞાન અને વચનની જેમ ઘટ-પટ વગેરે પદાર્થો પણ વિદ્યમાન હોય એમ કેમ ન બને ? અને જો એમ હોય તો પછી શૂન્યતા ક્યાં રહી ? અર્થાત્ તમે શૂન્યતા જ માનો છો છતાં તમારું વિજ્ઞાન અને વચન છે આમ તમે માનો છો તે વિજ્ઞાન અને વચનની જેમ ઘટ-પટાદિ પદાર્થો પણ હોઈ શકે છે. માટે શૂન્યતા નથી.
હવે શુન્યતાને જ માનવાના આગ્રહથી જો શુન્યતાસુચક એવાં આ વિજ્ઞાન અને વચન નાત = વિદ્યમાન છે, આમ માનશો. કારણ કે તમે બોલો છો તો જ તેનાથી તમારી શુન્યતા સિદ્ધ કરી શકો છો. છતાં પણ શૂન્યતા માનવાનો આગ્રહ હોવાથી આ વિજ્ઞાન અને વચન પણ મનાત નથી જ. તેનો પણ અભાવ જ છે. આમ જ કહેશો તો શૂન્યતાના સૂચક એવા વિજ્ઞાન અને વચન વિના આ શૂન્યતા કોના વડે સિદ્ધ કરશો ? છેવટે તમારી માનેલી શૂન્યતાને સિદ્ધ કરવા માટે પ્રમાણપૂર્વકનું વિજ્ઞાન અને વચનોચ્ચાર તો સ્વીકારવા જ પડશેને ? અને “તે છે” એમ સ્વીકારો તો શૂન્યતા ક્યાં રહી ? માટે વિજ્ઞાન અને
Page #312
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૮૭
વચન છે એમ માનો તો પણ શૂન્યતા સિદ્ધ થતી નથી અને વિજ્ઞાન તથા વચન નથી એમ માનો તો પણ શૂન્યતા સિદ્ધ થતી નથી. II૧૭૨૭॥
ગાથા નં. ૧૬૯૪ માં તમે જે પક્ષો પાડેલા કે શું ખાત વસ્તુ ઉત્પન્ન થાય છે ? } अजात वस्तु उत्पन्न थाय छे ? } उभयात्मक वस्तु उत्पन्न थाय छे ? त्याहि કંઈ તમારા વડે કહેવાયું છે તે બધું જ અનુચિત છે. કારણ કે વિવક્ષાના વશથી એટલે } अनेान्तवाहना आधारे ही दुही अपेक्षाखे जात-अजात अने उभय खेभत्र पक्षे वस्तु उत्पन्न थाय छे. द्रव्यार्थिऽनयथी उपाधानाराम अर्य शक्तिस्व३पे जात = રહેલું છે તો જ ઉત્પન્ન થાય છે. પર્યાયર્થિકનયથી ઉપાદાનકારણમાં કાર્ય પ્રગટભાવે અજ્ઞાત
નથી રહેલું તો જ ઉત્પન્ન થાય છે અને બન્ને નયોથી જ્ઞાતાજ્ઞાત એમ ઉભયાત્મક કાર્ય ઉત્પન્ન થાય છે. પરંતુ સર્વથા એકાન્ત એક નયમાત્રથી કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી. આ વાત જણાવે છે.
=
जाय जायमजायं, जायाजायमह जायमाणं च । कज्जमिह विवक्खाए न जायए सव्वहा किंचि ॥१७२८ ॥ रूवित्ति जाइ जाओ कुंभो संठाणओ पुणरजाओ । जायाजाओ दोहि वि, तस्समयं जायमाणोति ॥१७२९ ॥ पुव्वकओ उ घडतया, परपज्जाएहिं तदुभएहिं च । जायंतो य पडतया, न जायए सव्वहा कुंभो ॥१७३० ॥ वोमाइ निच्चजायं, न जायए तेण सव्वहा सोम्म ! | इय दव्वतया सव्वं, भयणिज्जं पज्जवगईए ॥१७३१॥
( जायते जातमजातं, जाताजातमथ जायमानं च । कार्यमिह विवक्षया, न जायते सर्वथा किञ्चित् ॥ रूपीति जायते जातः, कुम्भः संस्थानतः पुनरजातः । जाताजातो द्वाभ्यामपि तस्समये जायमान इति ॥ पूर्वकृतस्तु घटतया परपर्यायैस्तदुभयैश्च । जायमानश्च पटतया, न जायते सर्वथा कुम्भः ॥ व्योमादि नित्यजातं, न जायते तेन सर्वथा सौम्य ! | इति द्रव्यतया सर्वं, भजनीयं पर्यवगत्या ॥ )
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૮૮
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
ગાથાર્થ - આ સંસારમાં વિવક્ષાના વશથી નાત વસ્તુ પણ ઉત્પન થાય છે. મનાત વસ્તુ પણ ઉત્પન્ન થાય છે. નાતાજ્ઞાત વસ્તુ પણ ઉત્પન્ન થાય છે અને નાયમાન વસ્તુ પણ ઉત્પન્ન થાય છે. પરંતુ સર્વથા કોઈ એક ભાંગે વસ્તુ ઉત્પન્ન થતી નથી. /૧૭૨૮
ઘટ રૂપીપણે નાવ ઉત્પન્ન થાય છે. સંસ્થાનથી મનાત ઉત્પન્ન થાય છે. બન્નેની સાથે વિવક્ષા કરવાથી માતાનાત ઉત્પન્ન થાય છે અને તે વિવક્ષિત સમયમાં ગાયમાન પણ ઉત્પન્ન થાય છે. /૧૭૨૯
પૂર્વકાલમાં કરાયેલો ઘટ હવે ઘટપણે, પરપર્યાયપણે અને ઉભયાત્મકપણે કરાતો નથી. તથા ઘટપણે ઉત્પન્ન થતો પણ કુંભ, પટપણે ઉત્પન્ન થતો નથી. /૧૭૩oll
આકાશાદિ પદાર્થો પણ નિત્યજાત હોવાથી સર્વથા ઉત્પન્ન થતા નથી. તેથી તે સૌમ્ય ! આ પ્રમાણે સંસારવત સર્વે પણ પદાર્થો દ્રવ્ય અપેક્ષાએ ઉત્પન્ન થતા નથી. પણ પર્યાય અપેક્ષાએ ભજના જાણવી. /૧૭૩૧
વિવેચન - આ ચારે ગાથાનો ભાવાર્થ તો અવતરણિકામાં જ કહેવાઈ ગયો છે. છતાં બાલજીવોની બુદ્ધિના વિકાસ માટે કંઈક વિસ્તારથી સમજાવાય છે. તે વ્યક્તપંડિત ! આ સંસારમાં ઘટ-પટ-મઠ આદિ જે કોઈ પદાર્થો (કાર્યો) ઉત્પન થાય છે તે સર્વે અમુક વિવક્ષાએ નાત છે અને ઉત્પન થાય છે. અમુક વિવક્ષાએ અનીત છે અને ઉત્પન્ન થાય છે. અમુક વિવક્ષાએ ગાતીનાત છે અને ઉત્પન્ન થાય છે અને અમુક વિવક્ષાએ ગાયમાન છે અને ઉત્પન્ન થાય છે. આમ ભિન્ન ભિન્ન વિવક્ષાથી ચારે ભાગે વસ્તુ ઉત્પન્ન થાય છે. પરંતુ માત્ર કોઈપણ એક જ ભાંગે વસ્તુ સર્વથા ઉત્પન થતી હોય એવું બનતું નથી. ભિન્ન-ભિન્ન નયોની વિવક્ષાએ ભિન્ન-ભિન્ન રીતે કાર્ય ઉત્પન્ન થાય છે. તેની સ્પષ્ટતા આ પ્રમાણે છે -
(૧) વાત = પુદ્ગલદ્રવ્યરૂપે એટલે કે રૂપીપણે ઉપાદાનકારણમાં કાર્ય સત્તાગત રીતે શક્તિસ્વરૂપે નીતિ = રહેલું છે અને ઉત્પન્ન થાય છે. જે કાર્ય ઉપાદાનકારણમાં રહેલું નથી હોતું તે ઉત્પન્ન થતું પણ નથી. જેમકે “માટીમાં ઘટ નાત = રહેલો છે તો જ થાય છે. માટીપણે = પુદ્ગલદ્રવ્યપણે પૂર્વકાલે પણ છે જ. તેથી જ ઘટ બનાવવાનો અર્થી માટી જ લાવે છે. પથ્થર કે રેતી લાવતો નથી. કારણ કે તે સમજે છે કે માટીમાં જ ઘટ રહેલો છે પણ પત્થર કે રેતીમાં ઘટ રહેલો નથી. આ રીતે પૂર્વકાલીન ઉપાદાનકારણમાં (માટીમાં) રૂપીપણે = એટલે કે દ્રવ્યસ્વરૂપે ઘટાત્મક કાર્ય રહેલું છે અને આ રીતે સત્તાગતપણે જો કાર્ય રહેલું છે તો જ થાય છે. જે સત્તાગત રીતે હોતું નથી તે થતું પણ નથી. આ જ
Page #314
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૮૯
પ્રમાણે તલમાં તેલ, તખ્તઓમાં પટ, દૂધમાં દહીં, દહીંમાં માખણ અને માખણમાં ઘી વગેરે કાર્યો પોતપોતાના ઉપાદાનકારણમાં દ્રવ્યની શક્તિસ્વરૂપે સત્તાગત રીતે વાત = વિદ્યમાન છે તો જ ઉત્પન્ન થાય છે.
(૨) સનાત = કોઈપણ કાર્ય પોતાના ઉપાદાનકારણમાં દ્રવ્યની શક્તિસ્વરૂપે રહેલું હોવા છતાં પણ પ્રગટ પર્યાયરૂપે નીતિ = વિદ્યમાન નથી. તો જ ઉત્પન્ન થાય છે. જો પ્રગટ પર્યાયપણે પણ ઉત્પન્ન હોત તો તેને ઉત્પન્ન કરવાનો પ્રયત્ન જ ન કરવો પડત. જેમકે માટીમાં ઘટ સત્તાગત રીતે વિદ્યમાન હોવા છતાં પણ “સંતાનો પુનાગો” = ઘટના પ્રગટ આકારપણે તે માટીમાં ઘટ બનેલો નથી તેથી જ દંડ-ચક્રાદિ સામગ્રી દ્વારા કુલાલ વડે તે માટીમાંથી ઘટ નીપજાવાય છે. સત્તાગતપણે માટીમાં અવશ્ય છે. પરંતુ સંસ્થાનપણે એટલે કે પ્રગટ ઘટાકારાત્મક પર્યાયપણે તે માટીમાં તે કાલે ઘટ નથી. તેથી પર્યાય અપેક્ષાએ મનાત = જે હજુ બન્યો નથી તે ઉત્પન્ન કરાય છે. કારણ કે મૃત્યિંડવાળી અવસ્થામાં તે ઘટ ઘટાકારપણે નથી. આ જ રીતે તલમાં તેલ પ્રગટ પર્યાયપણે બન્યું નથી માટે જ ઘાણી દ્વારા બનાવાય છે. તખ્તઓમાં પટ પ્રગટ પર્યાયપણે બન્યો નથી માટે જ તુરી-વેમાદિથી બનાવાય છે. દૂધમાં દહીં પ્રગટ પર્યાયસ્વરૂપે બન્યું નથી માટે જ ખટાશ દ્વારા બનાવાય છે. આમ સર્વત્ર પર્યાય અપેક્ષાએ મનાતી વસ્તુ જ ઉત્પન્ન થાય છે.
(૩) નીતીન = આ બને નયોને સાથે જોડવાથી જ્ઞાતીની વસ્તુ ઉત્પન થાય છે. માટીદ્રવ્યમાં દ્રવ્યપણે સત્તાગત સ્વરૂપે રહેલો અને ઘટાકારાત્મકપણે નહી રહેલો એવો જ ઘટ બનાવાય છે. કારણ કે ઉત્પન્ન થતા એવા તે ઘટમાં દ્રવ્યરૂપે વાત પણું અને પર્યાયરૂપપણે સનાત પણે એમ બન્ને ભાવો રહેલા છે. તે જ પ્રમાણે તલમાં તેલ, તખ્તમાં પટ, દૂધમાં દહીં, દહીંમાં માખણ અને માખણમાં ઘી વગેરે કાર્યો પોતપોતાના ઉપાદાનકારણમાં દ્રવ્યપણે વાત અને પર્યાયપણે સનાત એમ ઉભયાત્મક વસ્તુ ઉત્પન્ન થાય
છે.
(૪) નીયમીન = વર્તમાનકાલે હાલ કરાતો ઘટ જ ઉત્પન્ન થાય છે. જે અતીતકાલીન ઘટ છે તેમાં ઘટ બનાવવાની ક્રિયા સમાપ્ત થઈ ગઈ છે અને જે અનાગતકાલીન ઘટ છે તેમાં ઘટ બનાવવાની ક્રિયા હજુ શરૂ થઈ જ નથી. આમ અતીત અને અનાગત ઘટમાં ઘટ બનાવવાની ક્રિયાની અનુત્પત્તિ જ હોવાથી વર્તમાનકાલે નીયમીન = ઘટ બનાવવાની ક્રિયા દ્વારા નાયમાન એવો ઘટ ઉત્પન્ન કરાય છે.
આ રીતે ભિન્ન-ભિન્ન નયોની વિવક્ષાના વશથી નીતીનાતાદ્રિ ચારે પ્રકારે (ચારે ભાંગે) કાર્ય ઉત્પન્ન કરાય છે. પરંતુ ચારમાંના કોઈપણ એક જ ભાંગાથી કાર્ય ઉત્પન્ન
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૦ ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ કરાતું હોય એવું બનતું નથી. સર્વથા એકાન્ત એક ભાંગે કાર્ય થતું નથી. આ રીતે એકાન્તવાદ નથી. પરંતુ અનેકાન્તવાદ જ છે. ll૧૭૨૮-૧૭૨૯
તથા પુત્રો = પૂર્વકાલમાં જે ઘટ ઉત્પન્ન થઈ ચૂક્યો છે તેવો તે ઘટ હવે (૧) ઘટપણે, (૨) પરપર્યાયપણે અને (૩) તદુભયપણે હવે કરાતો નથી. સારાંશ કે પૂર્વકાલમાં ઉત્પન્ન થઈ ચૂકેલ ઘટ હવે જાતાજાતાદિ પ્રકારો વડે કરાતો નથી. કારણ કે ઘટપણે તો એ નાત જ છે, બનેલો જ છે એટલે કરાતો નથી. પરપર્યાય વડે સદાકાલ મનીત જ હોય છે. તેથી પટાદિગત પરપર્યાયરૂપે પણ તે ઘટ ક્યારેય પણ કરાતો નથી. તેથી તદુભય વડે પણ કરાતો નથી. કારણ કે સ્વપર્યાય વડે જાત હોવાથી અને પરપર્યાય વડે અજાત હોવાથી તે કરાતો નથી. આ રીતે પૂર્વકાલીન કૃતઘટ હવે ઘટપણે કે પટાદિપણે કરાતો નથી. પરંતુ સમયે સમયે પૂરણ-ગલન થવારૂપે અપૂર્વ-અપૂર્વ અવસ્થા પામવાપણે કરાય છે અને અંતે લાકડી આદિના પ્રહાર વડે કપાલ સ્વરૂપે પણ કરાય છે.
તથા નાચંતો ય પતય ર ના સર્બ સુંદો = દંડ-ચક્રાદિ સામગ્રી દ્વારા કુલાલ વડે ગાયમાન = હાલ ઉત્પન્ન કરાતો એવો પણ તે ઘટ ભલે ઘટપણે ઉત્પદ્યમાન અવશ્ય છે. છતાં પટ-મઠ ઈત્યાદિ પરપર્યાય સ્વરૂપે તે સમયે પણ તે ઘટ અનુત્પદ્યમાન પણ અવશ્ય છે. પરપર્યાયરૂપે ન કરાતો પણ છે. એટલે કે સ્વસ્વરૂપે ઉત્પન્ન થતો ઘટ પણ તે સમયે પરપર્યાય સ્વરૂપે સર્વથા નગાયતે = અનુયદ્યમાન છે. જે વસ્તુ જે સમયે ઉત્પન્ન થાય છે તે વસ્તુ તે સમયે પણ પરપદાર્થ સ્વરૂપે ઉત્પન્ન થતી નથી. આમ સ્વ-સ્વરૂપે ગાયમાન વસ્તુ પણ પરરૂપે નાયમાન પણ અવશ્ય છે જ. આમ ઉભયાત્મક વસ્તુ છે. ll૧૭૩ ll
તથા વ્યોમાદિ એટલે આકાશાદિ જે પદાર્થો નિત્ય દેખાય છે, અનાદિ-અનંતકાલ સ્થાયી દેખાય છે તે પદાર્થો પણ નિત્યજાત હોવાથી ઘટ-પટની જેમ સામગ્રી અને કર્તા વડે કરાતા નથી. સારાંશ કે જેમ ઘટ-પટ આદિ પદાર્થો અનિત્ય હોવાથી સ્વ-સ્વરૂપે કરાય છે પરંતુ પર-પર્યાયરૂપે કરાતા નથી. તેવી જ રીતે આકાશાદિ પદાર્થો પણ નિત્યજાત હોવાથી જાત-અજાત કે ઉભય વગેરે પ્રકારો વડે કરાતા નથી. માત્ર અવગાહક એવા જીવો અને પુગલો જેમ જેમ સાહાટ્ય લેવામાં બદલાય છે તેમ તેમ અવગાહનાની સાહાધ્ય આપવા રૂપે તેમાં પ્રતિસમયે ઉત્પાદ-વ્યય થાય છે. તેથી નિશ્ચયનયથી આકાશાદિ નિત્યપદાર્થોમાં પણ ત્રિપદી હોય છે. પરંતુ ભૂલ દૃષ્ટિએ એટલે કે વ્યવહારનયથી ઘટપટની જેમ તેની ઉત્પત્તિ નથી. તેથી જીવ-પુદ્ગલ આ બે જ દ્રવ્યો પરિણામી છે. શેષ ચાર દ્રવ્યો અપરિણામી છે પણ નિશ્ચયનયથી સર્વદ્રવ્યો પરિણામી છે. પોતપોતાના પર્યાયમાં પ્રતિસમયે પરિણામ પામનાર છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૯૧ - ઉપરોક્ત વાતનો સારાંશ એ છે કે – ઘટ-પટ-મઠ આદિ ભલે અનિત્ય વસ્તુ હોય કે વ્યોમાદિ ભલે નિત્ય વસ્તુ હોય, પરંતુ નિત્ય કે અનિત્ય એમ સર્વે પણ વસ્તુઓ દ્રવ્ય સ્વરૂપે સદાકાલ અવસ્થિત જ છે. તેથી ઉત્પન કરાતી નથી. ઘટ-પટાદિ જેવા અનિત્ય પદાર્થો પણ દ્રવ્યરૂપે સદા અવસ્થિત છે. સત્તાગત રીતે સદા સ્થિત છે. માટે કોઈ વસ્તુ દ્રવ્યસ્વરૂપે નવી ઉત્પન્ન કરાતી નથી. પરંતુ પર્યાયની અપેક્ષાએ ભજના=વિકલ્પના જાણવી. એટલે કે જે વસ્તુઓ પર્યાયપણે પ્રગટ કરાઈ ચૂકી છે. જે ઘટ-પટ બનાવાઈ ગયા છે તે હવે બનાવાતા નથી. પરંતુ હાલ જે પર્યાયપણે પ્રગટ કરાય છે તે ઉત્પન્ન કરાય છે અને ભાવિમાં જે જે કાર્યો પર્યાયપણે પ્રગટ કરાશે તે તે કાર્યો ભાવિમાં ઉત્પન્ન કરાશે. આમ પર્યાય અપેક્ષાએ જાતમાં ઉત્પત્તિ નથી અને અજાતમાં ઉત્પત્તિ છે. આ રીતે ભજના અર્થાત્ વિકલ્પના જાણવી. તથા સર્વે પણ કાર્યો સ્વપર્યાયની અપેક્ષાએ ઉત્પત્તિવાળાં છે અને તે જ સર્વે પણ કાર્યો પરપર્યાયની અપેક્ષાએ ઉત્પત્તિ વિનાનાં છે. આમ સર્વત્ર સ્યાદ્વાદ અર્થાત્ અનેકાન્તવાદ જાણવો. હે સૌમ્ય ! તમે એકાન્તવાદની વાસનાથી વાસિત છો તેથી તમે જે વાત કરી તે ઉચિત નથી. પણ વસ્તુ સ્વરૂપ પોતે જ અનેકાન્તમય છે અને તેમ જ સમજવું જોઈએ. ll૧૭૩૧
ગાથા ૧૬૯૫ માં કહેલું કે હેતુ (ઉપાદાનકારણ) અને પ્રત્યય (નિમિત્તકારણ) આ બન્નેની બનેલી જે સામગ્રી, તે સામગ્રીમાં કાર્ય દેખાય છે. પરંતુ સામગ્રીના એક-એક અવયવમાં કાર્ય દેખાતું નથી. માટે સામગ્રીમાં પણ કાર્ય નથી. જેમ રેતીના એક-એક કણમાં તેલ નથી તો રેતીના કણના સમૂહમાં પણ તેલ નથી. તેથી આ સંસારમાં કોઈ કાર્ય જ નથી. સર્વથા કાર્યનો અભાવ જ છે અને જો કાર્ય જ ન થતું હોય તો સામગ્રી પણ ન જ હોય. તેથી સર્વશૂન્યતા માનવી એ જ કલ્યાણકારી છે. આવું તમે પૂર્વે ૧૬૯૫ માં જે કહેલું તેનો પ્રત્યુત્તર આપતાં પરમાત્મા જણાવે છે કે -
दीसइ सामग्गीमयं सव्वमिहत्थि न य सा, नणु विरुद्धं । घेप्पइ व न पच्चक्खं किं कच्छपरोमसामग्गी ? ॥१७३२॥ (दृश्यते सामग्रीमयं सर्वमिहास्ति न च सा, ननु विरुद्धम् । गृह्यते वा न प्रत्यक्षं किं कच्छपरोमसामग्री? ॥)
ગાથાર્થ - અહીં સર્વે પણ કાર્ય સામગ્રીમય દેખાય છે અને તે સામગ્રી નથી આમ બોલવું તે પરસ્પર વિરુદ્ધ છે અથવા કાચબાના રોમની જનક સામગ્રી પ્રત્યક્ષપણે કેમ દેખાતી નથી ? ૧૭૩૨ |
Page #317
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
વિવેચન - તમે ૧૬૯૫ મી ગાથામાં જે એમ કહેલું કે “ઘટ-પટ વગેરે સર્વે પણ કાર્યો સામગ્રીમય દેખાય છે” માટી એ ઉપાદાનકારણ અને દંડ-ચક્રાદિ નિમિત્તકારણ આ બન્ને સામગ્રીરૂપે મળવાથી ઘટકાર્ય ઉત્પન્ન થતું દેખાય છે તથા પટકાર્યમાં તન્તુ એ ઉપાદાનકારણ અને તુરી-વેમાદિ નિમિત્તકારણ આ બન્ને સામગ્રીસ્વરૂપે મળવાથી પટકાર્ય ઉત્પન્ન થતું દેખાય છે આવું તમે આ ગાથામાં પ્રથમ કહેલું છે. પછી તે જ ગાથામાં તમે કહેલું છે કે સર્વથા શૂન્યતા હોતે છતે સર્વનો અભાવ જ છે તેથી આવા પ્રકારની સામગ્રી કેમ હોય ? અર્થાત્ સર્વશૂન્યતા હોવાથી સામગ્રી નથી. આવા પ્રકારનું તમારું બોલાયેલું આ વચન પરસ્પર અત્યન્ત વિરુદ્ધ છે. કારણ કે એક બાજુ કહો છો કે કાર્ય સામગ્રીમય દેખાય છે અને બીજી બાજુ કહો છો કે સામગ્રી જ નથી. આ બન્ને વચનો પરસ્પર વિરુદ્ધ જ છે. જો કાર્ય સામગ્રીમય દેખાતું જ હોય તો કાર્ય પણ છે અને તજ્જનક સામગ્રી પણ છે જ. પછી સામગ્રી નથી એમ કેમ કહેવાય ? માટે તમારું વચન પૂર્વાપર વિરોધથી ભરેલું છે.
૨૯૨
તથા “કાર્ય સામગ્રીમય દેખાય છે પણ સામગ્રી નથી” આવું તમે જે બોલો છો તે તમારા કહેલા પ્રસ્તુત અર્થને પ્રતિપાદન કરનારું આવા પ્રકારનું વચન તો જગતમાં છેને? કારણ કે તમારા તે વચનને ઉત્પન્ન કરનારી કંઠ-હોઠ-તાલવું-દાંત વગેરે સામગ્રી તો પ્રત્યક્ષ દેખાય જ છે. હવે જો સામગ્રી જ ન હોય તો વચનજનક આ સામગ્રી કેમ દેખાય ? અને જો વચનજનક સામગ્રી દેખાય છે તો સામગ્રી નથી આમ કેમ કહો છો ? આમ પણ તમારી વાત પરસ્પર વિરુદ્ધ છે.
પ્રશ્ન - કદાચ અહીં તમે આવો બચાવ કરો કે “અવિદ્યાના ઉપદ્રવથી અસત્ વસ્તુ પણ દેખાય છે” જેમ પીળીયાના રોગથી જે વસ્તુ પીળી નથી છતાં પણ પીળી દેખાય છે. તેમ અવિદ્યાથી (મિથ્યાજ્ઞાનથી) અવિદ્યમાન વસ્તુ પણ (આ સામગ્રી) દેખાય છે. અર્થાત્ સામગ્રી અવિદ્યમાન જ છે તો પણ અવિદ્યાના વશથી ભાસ માત્ર થાય છે. આવું કહો તથા તમારી આ વાતની પુષ્ટિમાં તમે કદાચ એમ પણ કહો કે શાસ્ત્રમાં આવું કહ્યું પણ છે કે -
काम-स्वप्न-भयोन्मादैरविद्योपप्लवात् तथा ।
पश्यन्त्यसन्तमप्यर्थं जनः केशेन्दुकादिवत् ॥
કામવાસનાના કારણે, સ્વપ્નના કારણે, ભયના કારણે, ઉન્માદના કારણે અને અવિદ્યાના ઉપદ્રવના કારણે મનુષ્ય ઘણીવાર કેશેન્દુકાદિની જેમ જે વસ્તુ અસત્ હોય છે. અર્થાત્ જે વસ્તુ ન હોય તેને પણ દેખે છે. તેની જેમ સામગ્રી વાસ્તવિકપણે નથી પરંતુ અવિદ્યાના કારણે દેખાય છે.
૧. આકાશ સ્વચ્છ હોય છે. તેમાં કંઈ નથી છતાં કેશનો સમૂહ જે દેખાય છે. તે કેશેન્દુક કહેવાય છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
૨૯૩
ઉત્તર - હે વ્યક્તપંડિત ! તમારો આ બચાવ પણ વ્યાજબી નથી. જે વસ્તુ સર્વથા શૂન્ય જ હોય, છતાં તેની જનક સામગ્રી જો દેખાતી હોય આકાશપુષ્પ, વન્ધ્યાપુત્ર, ખરશૃંગ અને કચ્છપ-રોમ (કાચબાની રોમરાજી) ઈત્યાદિ વસ્તુઓની જનકસામગ્રી પણ પ્રત્યક્ષપણે કેમ દેખાતી નથી ? તમારા મતે તો ઘટ-પટ-મઠ ઈત્યાદિ વસ્તુઓ પણ અસત્ છે અને આકાશપુષ્પાદિ પણ અસત્ જ છે. બન્નેમાં અસ૫ણું તો સમાન જ છે. તો પછી એક અસત્ પદાર્થની જનકસામગ્રી દેખાય છે અને બીજા અસત્ પદાર્થની જનક સામગ્રી ન દેખાય આવું કેમ બને ? બન્નેની અસત્તા સમાન હોવાથી બન્નેની સામગ્રી દેખાવી જોઈએ અથવા તો બન્નેની સામગ્રી ન જ દેખાવી જોઈએ અથવા આકાશપુષ્પાદિની જનક સામગ્રી દેખાય અને ઘટ-પટાદિની જનક સામગ્રી ન દેખાય આમ વિપરીતતા પણ બનવી જોઈએ તે કેમ થતી નથી ? એટલે તમારો આ બચાવ વ્યાજબી નથી. II૧૭૩૨॥
ગણધરવાદ
सामग्गीमओ वत्ता वयणं चत्थि जड़ तो कओ सुणं ।
अह नत्थि केण भणियं वयणाभावे सुयं केण ? ॥१७३३ ॥
( सामग्रीमयो वक्ता वचनं चास्ति यदि ततः कुतः शून्यम् ? । अथ नास्ति न भणितं, वचनाभावे श्रुतं केन ? ॥ )
ગાથાર્થ - સામગ્રીવાળો વક્તા અને વચન જો છે તો શૂન્યતા ક્યાંથી હોય ? અને જો આ વક્તા અને વચન નથી તો શૂન્યતા છે આવું કોના વડે કહેવાયું અને કોના વડે સંભળાયું ? ||૧૭૩૩//
વિવેચન - કોઈપણ પ્રકારનાં વચનોનું ઉચ્ચારણ કરવા માટે વક્તાની પાસેની જે સામગ્રી હોય છે. જેમકે કંઠ-ઓષ્ઠ (હોઠ)-તાલુ-જિલ્લા-ઉરઃ (છાતી)-શિરઃ આ બધા ભાગોને સામગ્રી કહેવાય છે. કારણ કે તે તે વ્યંજનો તે તે સ્થાનેથી બોલાય છે. જેમકે ♦ પ્ ર્ ર્ ૐ આ પાંચ વ્યંજનો કંઠથી બોલાય છે. માટે કંઠ્ય કહેવાય છે. તેથી કંઠ એ તેની સામગ્રી છે. ર્ ર્ ર્ ર્ ર્ આ પાંચ વ્યંજનો તાલુથી બોલાય છે. માટે તાલવ્ય કહેવાય છે. તેની તાલુ એ સામગ્રી છે. આમ સર્વ વ્યંજન અને સ્વરોમાં સમજવું. તથા આ કંઠ-ઓષ્ઠ-તાલુ આદિ સામગ્રી જે વક્તામાં છે તે વક્તા સામગ્રીવાળો અર્થાત્ સામગ્રીમય કહેવાય છે. તેના મુખેથી નીકળતા શબ્દો અર્થાત્ વાણીને વચન કહેવાય છે.
હવે અમે તમને પૂછીએ છીએ કે “સર્વ જગત શૂન્ય છે” આવું બોલનારો કંઠઓષ્ઠ-તાલુ આદિની સામગ્રીવાળો વક્તા તથા તેના વડે બોલાયેલાં ‘‘શૂન્યં ખાત્'' ઈત્યાદિ વચનો શું આ સંસારમાં છે ? કે આ સંસારમાં નથી ? જગતને શૂન્ય કહેનારો વક્તા
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૪
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
અને તેનાં વચનો સારા ય સંસારમાં છે કે નથી? જો “છે” એમ કહેશો તો આ સંસારમાં શૂન્યતાને જણાવનારો વક્તા તથા તેનાં વચનો વિદ્યમાન હોવાથી શૂન્યતા ક્યાં રહી ? જગત્ શૂન્ય છે આમ કેમ બોલાય ? કારણ કે કંઈપણ ન હોય તો શૂન્ય કહેવાય. વક્તા અને વચન હોવાથી “જગત્ શૂન્ય છે” આવું કથન વ્યભિચારવાળું બને, માટે આ વાત ઉચિત નથી. હવે જો એમ કહો કે વક્તા અને તેનાં વચનો પણ આ સંસારમાં નથી તો “આ જગત્ શૂન્ય છે” આવું કોના વડે કહેવાયું ? કહેનાર વક્તા જો નથી, કહેવા લાયક શબ્દો જો નથી તો આ શૂન્યતા જણાવાઈ કોના વડે ? તેથી આ બરાબર નથી.
તથા જો સર્વ જગત્ શૂન્ય જ છે તો સામે શ્રોતાઓ પણ કોઈ નથી જ. તેથી શ્રોતાઓના અભાવમાં “આ જગત્ શૂન્ય છે” આવું સંભળાયું કોના વડે ? કંઈ વ્યવસ્થા જ રહેશે નહીં. જો વક્તા નથી, વચન નથી, શ્રોતાઓ કોઈ નથી તો આ જગત્ શૂન્ય છે આવું બોલાયું કોના વડે ? કોની સામે બોલાયું ? શું બોલાયું ? જો આ રીતે કર્તા (વક્તા) કર્મ (શ્રોતા) અને કરણ (વચન) વગેરે ન હોય તો “જગત્ શૂન્ય છે” આવું વચન પણ સંભવે નહીં. માટે તમારી માનેલી શૂન્યતા ઘટતી નથી. ll૧૭૩૩ll
પરવાદી તરફથી બચાવ રજુ કરીને તેનું ખંડન. जेणं चेव न वत्ता, वयणं वा तो न संति वयणिज्जा । भावा तो सुण्णमिदं वयणमिदं सच्चमलियं वा? ॥१७३४॥ जइ सच्चं नाभावो, अहालियं न प्पमाणमेयंति । अब्भुवगयं ति व मई, नाभावे जुत्तमेयंति ॥१७३५॥ ( येन चैव न वक्ता, वचनं वा ततो न सन्ति वचनीयाः । भावास्ततः शून्यमिदं, वचनमिदं सत्यमलीकं वा? ॥ यदि सत्यं नाभावोऽथालीकं न प्रमाणमेतदिति । अभ्युपगतमिति वा मतिर्नाभावे युक्तमेतदिति ॥)
ગાથાર્થ - જે કારણથી આ સંસારમાં વક્તા નથી, વચન નથી. તેથી વચનીય ભાવો પણ નથી. માટે આ જગત્ શૂન્ય છે. આમ કહો તો આવા પ્રકારનું પૂર્વપક્ષનું જે કથન છે તે સત્ય છે કે મિથ્યા છે ? ll૧૭૩૪ll
જો આ કથન સત્ય છે તો સર્વથા અભાવ નથી અને જો આ કથન મિથ્યા છે તો
Page #320
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૯૫
“આ જગત્ શૂન્ય છે” આ વચન અપ્રમાણભૂત ઠરશે. તથા “આ જગત્ શૂન્ય છે’ આવું વચન અમે યેનકેન પ્રકારે સ્વીકાર્યું. આવી તમારી મતિ હોય તો સર્વથા અભાવ માનવામાં આ અલ્યુપગમ (સ્વીકાર) પણ યોગ્ય નથી. ૧૭૩૫||
વિવેચન - પૂર્વપક્ષવાદી (શૂન્યતા માનનારો વાદી) પોતાના પક્ષનો બચાવ કરે છે કે - “આ જગત્ શૂન્ય જ છે” એમ હું માનું છું. તેથી તમે ૧૭૩૩ મી ગાથામાં જે કહ્યું કે જો વક્તા છે અને વચન છે તો આ શૂન્યતા છે એમ કેમ કહેવાય ? પરંતુ આ સંસારમાં કોઈ વક્તા પણ નથી અને કોઈ વચન પણ નથી જ, તથા વક્તા અને વચનના અભાવમાં વચનીય (કહેવા યોગ્ય-વાચ્ય) એવા ભાવો પણ નથી. માટે જ સર્વથા શૂન્યતા છે. વક્તાવચન અને વચનીય ભાવો એમ ત્રણેનો અભાવ જ છે. તેથી સર્વથા શૂન્યતા જ છે અને આમ જ માનવું એ ઉચિત છે.
ઉત્તર - ‘વક્તા-વચન અને વચનીય એમ સર્વે ભાવોનો અભાવ જ છે તેથી શૂન્યતા જ છે” આવા પ્રકારનું તમારા વડે બોલાયેલું ત્રણેના અભાવને સૂચવનારું જે “આ વચન” છે તે આ સંસારમાં સત્ય છે કે મિથ્યા છે ?
જો આ વચન સત્ય છે તો આવા પ્રકારનું વચન સત્ય હોવાથી સર્વે ભાવોનો
અભાવ કેમ કહેવાય ? “વચન તો છે” તેથી સર્વનો અભાવ તો નથી. તથા જો વચન છે તો વચન હોવાથી વચનીય ભાવો અને વક્તા પણ હોય જ. માટે શૂન્યતા નથી.
હવે જો એમ કહો કે ઉપરોક્ત વચન મિથ્યા છે તો કંઈ નથી-કંઈ નથી આમ કહેનારું તમારું આ વચન જ મિથ્યા હોય તો તે વચન અપ્રમાણ જ ઠરશે અને અપ્રમાણભૂત વચનથી કોઈ વસ્તુની સિદ્ધિ થાય નહીં તેથી શૂન્યતાની સિદ્ધિ થશે નહીં. જે વચન જુદું હોય તેનાથી કહેવાયેલો ભાવ પણ મિથ્યા જ હોય. માટે પણ શૂન્યતાની સિદ્ધિ થતી નથી.
પ્રશ્ન - શૂન્યતાને સમજાવનારું અમારું ઉપરોક્ત વચન સત્ય છે કે મિથ્યા છે ? આવા વિકલ્પો પાડીને અમારા પક્ષની વાતને તમે ઉડાવો છો પણ તે વ્યાજબી નથી. પક્ષો
પાડવાથી આ વચનને સત્ય માનીએ તો પણ શૂન્યતા રહેતી નથી અને મિથ્યા માનીએ તો પણ તેનાથી શૂન્યતા સિદ્ધ થતી નથી. એમ તમે કહો છો અને તેથી અમારો શૂન્યતાસાધક પક્ષ ઉડી જાય છે. પરંતુ “આ જગત્ શૂન્ય જ છે” આવા પ્રકારનું શૂન્યતાસૂચક અમારું જે આ વચન છે. તે અમારા વડે “યેનકેન પ્રકારેણ” (સત્ય છે કે મિથ્યા છે આવા પ્રકારના પક્ષો પાડ્યા વિના) સ્વીકારાયું છે અને અમારા આ વચનનો
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯૬
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
અમે દઢ સ્વીકાર કર્યો હોવાથી તે વચનને પ્રમાણભૂત છે એમ માનીને તેનાથી જણાવાતી શૂન્યતા સ્વીકારી લેવી જોઈએ. ઘણી દલીલો કરવી જોઈએ નહીં. અમે કહીએ છીએ માટે સાચું જ છે એમ માનીને શૂન્યતાસૂચક અમારું વચન તમારે પ્રમાણ માનવું જોઈએ.
ઉત્તર - તમારો આ બચાવ પણ વ્યાજબી નથી. કારણ કે યેનકેન પ્રકારેણ માનેલો તમારો “અભ્યપગમ = સ્વીકાર એ પણ સત્ય છે કે મિથ્યા છે ? આવા પ્રશ્નો તો પુનઃ આવે જ. જો આ અભ્યપગ = સ્વીકાર સત્ય હોય તો એક સત્ય હોવાથી શૂન્યતા રહેતી નથી અને તમારો આ અભ્યપગમ = સ્વીકાર (અર્થાત માન્યતા) જો મિથ્યા છે. તો તેનાથી (તે માન્યતા મિથ્યા હોવાથી) શૂન્યતાની સિદ્ધિ ન થાય. ઈત્યાદિ પૂર્વની જેમ પુનઃ એના એ જ દોષો આવવારૂપી પુનરાવૃત્તિ જ થાય.
વળી તમે કહો છો કે “અમારો આ અભ્યપગમ = સ્વીકાર અર્થાત્ માન્યતા છે તે તમારે માની લેવી જોઈએ. ત્યાં પણ સ્વીકાર કરનાર કર્તા (અભ્યપગન્તા), આવા પ્રકારનો સ્વીકાર (અભ્યપગમ) અને આવા પ્રકારનું સ્વીકાર કરવા યોગ્ય વચન (અભ્યાગમનીય) એમ અભ્યપગન્તા, અભ્યપગમ અને અભ્યાગમનીય આ ત્રણનો સાવ માનો તો જ આ સ્વીકાર ઘટે અને આ ત્રણનો સદ્ભાવ સ્વીકારવા જતાં શૂન્યતા રહેતી જ નથી અને જો સર્વથા શૂન્યતા જ હોય તો આ અભ્યપગન્તા વગેરે ત્રણ તત્ત્વ સંભવે જ નહીં. માટે આ ત્રણ તત્ત્વ છે એમ જો સ્વીકારો છો તો શૂન્યતા ક્યાં રહી ? ઉડી જ ગઈ. તેથી વક્તા, વચન અને વચનીય તત્ત્વ આ સંસારમાં હોવાથી શૂન્યતા નથી જ. ૧૭૩૪-૧૭૩૫ll
सिकयासु किं न तेल्लं, सामग्गीओ तिलेसु वि किमत्थि? । किंव न सव्वं सिज्झइ, सामग्गीओ खपुष्फाणं? ॥१७३६॥ (सिकतासु किं न तैलं सामग्रीतस्तिलेष्वपि किमस्ति ? । किं वा न सर्वं सिध्यति सामग्रीतो खपुष्पाणाम्? ॥)
ગાથાર્થ - સામગ્રીમાત્રથી તલમાંથી જ તેલ કેમ નીકળે છે ? રેતીમાંથી તેલ કેમ નીકળતું નથી ? અથવા સામગ્રીથી આકાશપુષ્પાદિમાંથી સર્વ કાર્યો કેમ સિદ્ધ થતાં નથી ? /૧૭૩૬ //
વિવેચન - સર્વ પદાર્થોનો અભાવ માત્ર જ છે. અર્થાત્ સર્વથા શૂન્યતા જ છે. આમ માનવાથી સર્વ પ્રકારનો પ્રતિનિયત એવો જે લોકવ્યવહાર છે તેનો સંપૂર્ણપણે વ્યવચ્છેદ
Page #322
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૨૯૭
થઈ જશે. અર્થાત્ જગતમાં જે પ્રતિનિયત કાર્ય-કારણભાવવાળો લોકવ્યવહાર પ્રસિદ્ધપણે દેખાય છે તે ઘટશે નહીં. તે આ પ્રમાણે -
તલમાંથી જ તેલ નીકળે છે પણ રેતીમાંથી તેલ નીકળતું નથી. આમ કેમ? જો સર્વથા શૂન્યતા જ છે એટલે સકલ પદાર્થોનો અભાવ સમાન જ છે, તલ પણ શૂન્યાત્મક જ છે અને રેતી પણ શૂન્યાત્મક જ છે. તો પછી બન્નેનો અભાવ સમાન હોવા છતાં ઘાણી વગેરે સામગ્રી થકી તલમાંથી જ નીકળતું તેલ દેખાય છે, પણ રેતીમાંથી નીકળતું તે તેલ દેખાતું નથી. આમ કેમ ? કાં તો બન્નેમાંથી તેલ નીકળવું જોઈએ, કાં તો એકમાંથી ન નીકળવું જોઈએ. તલમાંથી જ નીકળે અને રેતીમાંથી ન જ નીકળે આવો પ્રતિનિયત (અમુક ચોક્કસ પ્રકારનો) જ કાર્ય-કારણભાવવાળો લોકવ્યવહાર કેમ છે ?
આ જ રીતે માટીમાંથી જ ઘટ બને, પણ તજુઓમાંથી ઘટ ન બને આવું કેમ? તથા તખ્તઓમાંથી જ પટ બને, પણ માટીમાંથી પટ ન બને. આવું કેમ ? દૂધમાંથી જ દહીં બને, પણ પાણીમાંથી દહીં ન બને. આવું કેમ ? જો શૂન્યતા જ છે તો સર્વે પણ ભાવોનો અભાવ સમાન જ છે. કોઈ વસ્તુ કંઈ છે જ નહીં તો પછી આવા પ્રકારનો પ્રતિનિયત કાર્ય-કારણભાવ કેમ ? સર્વમાંથી સર્વ નીપજવું જોઈએ.
વળી બીજો એ પણ દોષ આવે છે કે જો આ જગત્ સર્વથા શુન્ય જ છે, કંઈ છે જ નહીં. તો સર્વ ભાવોનો અભાવ હોવાથી જેમ આકાશપુષ્પાદિ વસ્તુઓ અસત્ છે તેમ માટી-તન્ત-દૂધ-તલ ઈત્યાદિ વસ્તુઓ પણ શૂન્યાત્મક જ હોવાથી અસત્ છે. તેથી જેમ માટીમાંથી ઘટ, તજ્જુમાંથી પટ, દૂધમાંથી દહીં અને તલમાંથી જ તેલ નીકળે છે તેમ આકાશપુષ્પાદિ જે અસત્ વસ્તુ છે તે પણ શૂન્યાત્મક જ છે. માટે તે આકાશપુષ્પાદિમાંથી પણ ઘટ-પટ-દહીં અને તેલ વગેરે સર્વ કાર્યો થવાં જોઈએ પણ કોઈ કાર્ય ત્યાં થતાં નથી. માટે તમારા વડે કહેવાતી આ શૂન્યતા સાચી નથી.
જો શૂન્યતા જ છે આમ માનીએ તો સર્વેનો અભાવ સમાન હોવાથી ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય પણ થવું જોઈએ, ગમે તે એક કારણમાંથી પણ સર્વે કાર્યો થવાં જોઈએ તથા આકાશપુષ્પાદિ જેવા અસત્ ભાવોમાંથી પણ ઘટ-પટાદિ સર્વ કાર્યો થવાં જોઈએ. આવા આવા ઘણા દોષો આવે છે. માટે શૂન્યતા નથી. પરંતુ સર્વે પણ પદાર્થો પોતપોતાના સ્વરૂપે સત્ છે અને પરરૂપે અસત્ છે તથા સર્વત્ર પ્રતિનિયત જ કાર્યકારણભાવ દેખાતો હોવાથી સામગ્રી મળવાથી અભાવમાંથી કાર્ય ઉત્પન થતું નથી. પરંત પોતપોતાના સ્વભાવાત્મક = વિદ્યમાનાત્મક એવા કારણમાંથી જ કાર્ય બને છે. તેથી કાર્ય પણ છે અને કારણ પણ છે. માટે જગત્ સત્ય છે પણ શૂન્ય નથી. /૧૭૩૬ll
Page #323
--------------------------------------------------------------------------
________________
૨૯૮
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
सव्वं सामग्गिमयं, नेगंतोऽयं जओऽणुरपएसो । अह सो वि सप्पएसो, जत्थावत्था स परमाणू ॥१७३७॥ (सर्वं सामग्रीमयं, नैकान्तोऽयं यतोऽणुरप्रदेशः । ૩થ સોડપ પ્રવેશ ત્રીવસ્થા પરમાણુ: II)
ગાથાર્થ - તથા સર્વે પણ વસ્તુઓ “સામગ્રી માત્રથી જ ઉત્પન્ન થાય છે” આવો એકાન્ત નિયમ નથી. કારણ કે “અણુ” એ અપ્રદેશી છે. હવે કદાચ તે અણુને તમે સપ્રદેશી કહેશો તો જ્યાં અવસ્થાન કરશો (અટકશો) ત્યાં તે પરમાણુ કહેવાશે. ૧૭૩૭ll
વિવેચન ગાથા ૧૬૯૫ ના ઉત્તરાર્ધમાં પૂર્વે તમે એમ કહેલું કે “વીસ સીમીમય'' સર્વે વસ્તુઓ સામગ્રીથી જ ઉત્પન્ન થાય છે. માટી (ઉપાદાનકારણ) અને દંડ-ચક્રાદિ (નિમિત્તકારણ) આમ બન્નેની સામગ્રી મળવાથી જ ઘટાત્મક કાર્ય થતું દેખાય છે. પરંતુ એકલી માટીમાંથી ઘટ થતો નથી. એકલા દંડ-ચક્રાદિમાંથી પણ ઘટ થતો નથી. તેથી જો એક-એક પ્રત્યેક અવયવમાંથી જે કાર્ય ન થાય તે તેના સમૂહમાંથી કેમ થાય? જો રેતીના એક-એક કણમાં તેલ ન હોય તો રેતીના સમૂહમાંથી તેલ કેવી રીતે આવે ? માટે કાર્ય નથી તેથી સર્વનો અભાવ છે અને તેથી સામગ્રી પણ નથી જ. ઈત્યાદિ તમારા વડે ૧૬૯૫ મી ગાથામાં જે કંઈ કહેવાયું છે તેનો ઉત્તર આ પ્રમાણે છે -
સર્વે પણ વસ્તુઓ સામગ્રીથી જ ઉત્પન્ન થાય છે” આવા પ્રકારનો એકાન્ત નિયમ નથી. કોઈ કોઈ વસ્તુ સામગ્રીજન્ય છે અને કોઈ કોઈ વસ્તુ સામગ્રીજન્ય નથી, સ્વયં છે જ. જેમકે ચણક-ચણક-ચતુરણુક આદિ પુદ્ગલના જે જે સ્કંધો છે તે તે સ્કંધો બે પરમાણુ, ત્રણ પરમાણુ અને ચાર પરમાણુ આદિ સામગ્રી વડે ઉત્પન્ન થાય છે. માટે તેવા સ્કંધો સામગ્રીજન્ય છે. પરંતુ અંતિમ જે પરમાણુ છે કે જેને પ્રદેશો સંભવતા નથી અર્થાત્ અપ્રદેશ છે તે કોઈ વડે ઉત્પન થતો નથી, અનાદિ-નિત્ય છે. તે પરમાણુને સામગ્રીજન્ય કેમ કહેવાય ? માટે સર્વે સામગ્રીજન્ય છે આવો એકાન્ત નિયમ નથી. કોઈ સામગ્રીજન્ય છે અને કોઈક સ્વયં સહજ છે જ.
પ્રશ્ન - “અંતિમ પરમાણુ જેવો પદાર્થ છે” એવું કોના આધારે માનવું? પરમાણુ દેખાતો નથી, તો છે એની ખાત્રી શું ?
ઉત્તર - પરમાણુ પોતે ભલે ન દેખાય પરંતુ તેનો સમૂહ ભેગો થવાથી બનેલા કાર્યસ્વરૂપે પરમાણુ પણ જણાય જ છે. પરમાણુઓના સમૂહથી બનેલો ઘટ જો જણાય
Page #324
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૨૯૯ છે તો તેની અંદર રહેલા પરમાણુઓ પણ તે તે કાર્યથી ગમ્ય કહેવાય છે. શાસ્ત્રમાં જ કહ્યું છે કે -
मूर्तोऽणुरप्रदेशः कारणमन्त्यं भवेत् तथा नित्यः । एकरस-वर्ण-गन्धो द्विस्पर्शः कार्यलिङ्गश्च ॥
“પરમાણુ નામનો સૂક્ષ્મપદાર્થ મૂર્તિ છે, અપ્રદેશ છે, કારણ છે, અન્ય અવયવરૂપ છે, નિત્ય છે, એકરસવાળો, એક ગંધવાળો અને એક વર્ણવાળો છે, બે સ્પર્શવાળો છે તથા તેના તે તે કાર્યથી આ પરમાણુ ગમ્ય છે.”
પ્રશ્ન - તમે જેને પરમાણુ કહો છો તે પણ “સપ્રદેશી” હોય - તેના પણ અવયવ હોય-પ્રદેશો હોય એવું કેમ ન બને ?
ઉત્તર - પરમાણુ એ અંતિમ અવયવ હોવાથી અપ્રદેશી છે તેને પ્રદેશો હોતા નથી. જો તેને પ્રદેશો હોય તો તેને સ્કંધ કહેવાય છે. પરમાણુ કહેવાતો નથી. વળી જો પરમાણુને પણ સપ્રદેશી માનશો તો તેના જે પ્રદેશો માન્યા તેને પરમાણુ માનવા પડશે અને તે પરમાણુને પણ જો સપ્રદેશી માનશો તો તેના પ્રદેશોને પરમાણુ માનવા પડશે, છેવટે જ્યાં ક્યાંય તમારી બુદ્ધિનો નિષ્પદેશ તરીકે વિરામ થશે ત્યાં તો પરમાણુ માનવા જ પડશે, છેવટે તે અંતિમ પરમાણુમાં પણ સામગ્રીજન્યત્વ નથી, આ વાત તો સિદ્ધ થશે જ. તેથી “સામગ્રીજન્યત્વ” નામનો તમારો હેતુ વ્યભિચારી દોષવાળો હોવાથી હેત્વાભાસ છે, ખોટો હેતુ છે. તેથી તમારી શૂન્યતાની વાત બરાબર નથી. ./૧૭૩૭ll
કદાચ તમે એમ કહો કે જે જે સામગ્રીજન્ય હોય છે તે તે જ વસ્તુ જગતમાં હોય છે. જેમકે ઘટ, પટ. પરંતુ પરમાણુઓ તો સામગ્રીજન્ય નથી. તેથી પરમાણુઓ આ સંસારમાં નથી જ. આમ માનીએ તો શું દોષ આવે ? સારાંશ કે પરમાણુઓ છે જ નહીં, સામગ્રીજન્ય ન હોવાથી. આમ માનીએ તો શું દોષ આવે? તે જણાવે છે -
दीसइ सामग्गीमयं न याणवो संति नणु विरुद्धमिदं । किं वाणूणमभावे, निष्फण्णमिणं खपुष्फेहिं ॥१७३८॥ (दृश्यते सामग्रीमयं न चाणवः सन्ति ननु विरुद्धमिदम् । किं वाऽणूनामभावे, निष्पन्नमिदं खपुष्पैः ॥)
ગાથાર્થ – “કાર્ય સામગ્રીમય દેખાય છે અને પરમાણુઓ જગતમાં નથી” આમ માનવું તે પરસ્પર વિરુદ્ધ છે. અથવા પરમાણુઓનો અભાવ હોય તો આકાશપુષ્પાદિથી ઘટ-પટ કાર્ય કેમ બનતાં નથી ? ||૧૭૩૮
Page #325
--------------------------------------------------------------------------
________________
૩૦૦ ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ વિવેચન - સામગ્રીથી જન્ય નથી માટે પરમાણુઓ નથી, આવું જો તમે કહેશો તો તમને તમારા પોતાના વચનનો જ પૂર્વાપર વિરોધ આવશે. કારણ કે પહેલાં તમે ગાથા ૧૬૯૫ માં “વીસટ્ટ સામ પીપથ' વગેરે પાઠમાં એવું કહેલું કે “સર્વે પણ કાર્ય સામગ્રીમય જ દેખાય છે... અને હવે કહો છો કે નઈવ: સન્તિ = પરમાણુઓ નથી. શું આ વચન પૂર્વાપર વિરુદ્ધ ન થયું ? આગળ કહો છો કે “છે” અને પાછળ કહો છો કે “નથી” આમ સ્વવચનનો જ વિરોધ આવશે. માટે તમારી આ વાત બરાબર નથી.
સામગ્રીમય જે ઘટ-પટ આદિ કાર્યસમૂહ તમને દેખાય છે તે જ ઘટ-પટ આદિ કાર્ય પરમાણુઓના સંઘાતાત્મક છે. તેથી જો પરમાણુઓના સમૂહાત્મક ઘટ-પટ દેખાય છે તો તેમાં પરમાણુઓ પણ અંશથી છે જ, માટે નથી એમ કહેવામાં પોતાના જ વચનનો પૂર્વાપર વિરોધ આવે. તેથી “પરમાણુઓ નથી” એમ કેમ કહેવાય ?
વળી બીજો એ પણ દોષ આવે છે કે જો પરમાણુઓ નથી અને ઘટ-પટાદિ કાર્ય દેખાય છે, તો ત્યાં પરમાણુઓ ન માન્યા હોવાથી પરમાણુઓથી તો આ કાર્ય બન્યું નથી એ વાત નક્કી છે. તો શું આકાશ-પુષ્પાદિ જેવા સર્વથા અસત્ પદાર્થોમાંથી જ આ કાર્ય થયું છે? આમ જ માનવાનું રહેશે. કારણ કે તમે પરમાણુઓ નથી એમ માન્યું છે. હવે પરમાણુઓનો જ અભાવ હોવાથી ઘટ-પટાદિ કાર્યની જનક એવી મૃતિંડ અને તન્દુસમૂહાદિ સામગ્રીનો તો અભાવ જ છે. એટલે આ કાર્યો આકાશપુષ્પ, વધ્યાપુત્ર કે ખરશૃંગાદિ જેવા સર્વથા અસત્ પદાર્થો વડે જ કરાયાં હશે, આમ જ માનવાનું રહ્યું. જે સર્વથા લોકવ્યવહારથી વિરુદ્ધ છે. માટે કંઈક સમજો. તમે જ કહો છો કે “સામગ્રીમય આ ઘટપટાદિ કાર્ય દેખાય છે તો આવું માનતા હોવાથી તે તે સામગ્રીના જનક પરમાણુઓ પણ જગતમાં છે જ આમ માનવું જોઈએ અને તેથી શૂન્યતા નથી આમ સ્વીકારી લેવું જોઈએ. ખોટી દલીલો ન કરવી જોઈએ. ll૧૭૩૮
ગાથા ૧૬૯૬ માં “પરમારિસો '' ઈત્યાદિ પદોમાં પરભાગ અને મધ્યભાગ દેખાતો નથી માટે નથી. આરાભાગ દેખાય છે પણ અન્ય-અન્ય ભાગો વડે અંતરિત છે માટે દેખાતો નથી. તેથી તે પણ નથી. તથા સર્વથા પ્રથમ આરાદભાગ પરમારસ્વરૂપ હોવાથી અતિશય સુક્ષ્મ છે માટે દેખાતો નથી. તેથી તે પણ નથી. ઈત્યાદિ કહીને તમે શૂન્યતાની જે સ્થાપના કરી છે ત્યાં હવે ઉત્તર અપાય છે -
दिस्सस्साराभागो घेप्पइ न य सोत्ति नणु विरुद्धमिणं । सव्वाभावे वि न सो, घेप्पइ किं खरविसाणस्स? ॥१७३९॥
Page #326
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૦૧
(दृश्यस्याराद्भागो, गृह्यते न च स इति ननु विरुद्धमिदम् । सर्वाभावेऽपि न स गृह्यते किं खरविषाणस्य? ॥)
ગાથાર્થ - દૃશ્ય વસ્તુનો આરાભાગ દેખાય છે અને તે નથી આમ બોલવું તે પરસ્પર વિરુદ્ધ છે. સર્વનો અભાવ તુલ્ય હોવા છતાં પણ ખરવિષાણનો તે આરાભાગ કેમ દેખાતો નથી ? /૧૭૩૯ો.
વિવેચન - ગાથા ૧૬૯૬ માં શૂન્યવાદી વ્યક્ત પંડિતે આવા પ્રકારની દલીલો કરેલી હતી કે ઘટ-પટ આદિ કોઈપણ પદાર્થના આરામ્ભાગ (આગલો ભાગ), મધ્યભાગ અને પશ્ચાદ ભાગ (પરભાગ અર્થાત પાછલો ભાગ) એમ ત્રણ જાતના ભાગ હોય છે. ત્યાં પરભાગ અને મધ્યભાગ દેખાતા નથી, માટે નથી અને “આરામ્ભાગ” દેખાય તો છે, પરંતુ તેના પણ અભરખની જેમ અનેક પડલ હોવાથી આગલા ભાગો પાછલા અન્યઅન્ય ભાગો વડે ઢંકાયેલા હોવાથી દેખાતા નથી. માટે નથી. તથા સૌથી ઉપરવાળો આરાહ્માગ પરમાણુઓના સમૂહસ્વરૂપે પ્રતરાત્મક હોવાથી અતિશય સૂક્ષ્મ છે. માટે દેખાતો નથી, તેથી નથી. આમ સર્વ ભાગો ન હોવાથી શૂન્યતા જ છે આવી દલીલો પૂર્વે કરેલી. તેનો ઉત્તર આપતાં પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ કહે છે કે -
એકબાજુ તમે એમ કહો છો કે દેશ્ય વસ્તુનો સૌથી આરાભાગ જે છે તે સૂક્ષ્મ હોવાથી દેખાતો નથી. તો આ વાક્યથી તમે આરાભાગનું અસ્તિત્વ સ્વીકારો છો અને પછી કહો છો કે “૧ ૨ :” દેખાતો ન હોવાથી તે આરાભાગ નથી. આમ બન્ને સ્થાને જુદું જુદું બોલવાથી પરસ્પર વિરુદ્ધ વચન બોલ્યાનો દોષ તમને લાગે છે. જો આરામ્ભાગ છે એમ માનો છો તો “તે નથી” આમ કેમ કહો છો ? જો આરાભાગ નથી તો છે એમ કેમ કહો છો ? અને છે તો નથી કેમ કહો છો ? આ તમારું વચન પરસ્પર વિરુદ્ધ છે.
પ્રશ્ન - અહીં કદાચ તમે એવો બચાવ કરો કે સર્વે પદાર્થોનો અભાવ જ છે. તેથી ઘટ-પટ આદિ પદાર્થોના પરભાગ-મધ્યભાગ અને આરામ્ભાગોનો પણ અભાવ જ છે. પરંતુ તિમિરના રોગવાળાને જેમ ભ્રમથી શ્વેતવસ્તુ પણ પીળી દેખાય છે તેમ અનાદિકાલીન મિથ્યાવાસનાના બલે ભ્રાન્તિથી આ આરાભાગ દેખાય છે. એમ અમારું કહેવું છે. પરમાર્થથી તો નથી જ.
ઉત્તર - તમારો આ બચાવ પણ વ્યાજબી નથી. જો ઘટ-પટ આદિ વસ્તુઓનો સર્વથા અભાવ જ હોય અને ભ્રાન્તિથી તેનો આરાભાગ દેખાતો હોય તો આકાશપુષ્પ, વધ્યાપુત્ર, ખરશૃંગ વગેરે ભાવો પણ સર્વથા અસત્ હોવાથી તેનો પણ સર્વથા અભાવ જ
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૨
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
છે. તેથી તેનો આરામ્ભાગ ભ્રાન્તિથી પણ દેખાવો જોઈએ અને સર્વથા અસત્નો આરાભાગ નથી દેખાતો અને ઘટ-પટનો આરામ્ભાગ દેખાય છે. માટે ઘટ-પટ સર્વથા અસત્ નથી.
જો સર્વથા શૂન્યતા જ હોય તો જેમ આકાશપુષ્પાદિ સર્વથા અસત્ છે તેમ ઘટપટાદિ પણ સર્વથા અસત્ છે. તો બન્નેના આરાભાગ કાં તો ન દેખાવા જોઈએ અથવા તો બન્નેના આરામ્ભાગ દેખાવા જોઈએ. આમ બન્નેમાં સમાનતા હોવી જોઈએ પણ વિષમતા કેમ ? તેમજ જો વિષમતા છે તો આકાશ-પુષ્પાદિનો આરામ્ભાગ ન જ દેખાય અને ઘટ-પટાદિનો આરાભાગ દેખાય જ. આમ પણ કેમ બને છે ? તેનાથી વિપરીતતા પણ કેમ બનતી નથી ? એટલે કે ઘટ-પટાદિનો આરાભાગ ન દેખાય અને આકાશ-પુષ્પાદિનો આરાહ્માગ દેખાય આવું વિપરીત ક્યારેય પણ કેમ બનતું નથી ? જો સર્વનો અભાવ છે તો આકાશ-પુષ્પાદિ અને ઘટ-પટાદિ સર્વે અસત્ જ છે. માટે સમાનતા રહેવી જોઈએ. વિષમતા કેમ ? અને જો વિષમતા છે તો વિપરીતતા ક્યારેય કેમ નહીં? તેથી તમારી આ માન્યતા ઉચિત નથી. ll૧૭૩લા
परभागादरिसणओ, नाराभागो वि किमणुमाणं ति । आराभागग्गहणे, किं व न परभागसंसिद्धी? ॥१७४०॥ (परभागादर्शनतो नाराद्भागोऽपि किमनुमानमिति । મારામારી પ્રદી, વિં વી પરમી સંસિદ્ધિઃ ? )
ગાથાર્થ - પરભાગના અદર્શનથી આરાભાગ નથી આવું અનુમાન કેમ કરાય ? અથવા આરાભાગ દેખાતો હોવાથી પરભાગ પણ છે આવું પરભાગની સિદ્ધિવાળું અનુમાન કેમ ન થાય ? /૧૭૪oll
વિવેચન - ગાથા ૧૬૯૬ માં તમે આવું જે અનુમાન કરેલું છે કે ઘટ-પટ-સ્તંભકુંભાદિ પદાર્થોનો પરભાગ દેખાતો નથી, માટે નથી અને જેનો પરભાગ ન હોય તેનો આગલો ભાગ દેખાતો હોય તો પણ ન હોય, કારણ કે આ આગલો ભાગ છે એમ તો જ કહેવાય જો પાછલો ભાગ હોય તો. આ રીતનું અનુમાન કરીને પરભાગ ન હોવાથી આરામ્ભાગ નથી. તેથી સંપૂર્ણ વસ્તુ નથી માટે શૂન્યતા જ છે. આવું અનુમાન તમે કરેલું છે ત્યાં ઉત્તર આ પ્રમાણે જાણવો.
અનુમાન દ્વારા જે સાધ્ય સિદ્ધ કરાતું હોય તે પ્રત્યક્ષથી અબાધિત (અવિરુદ્ધ) હોવું જોઈએ, તો જ તે અનુમાન સાચું કહેવાય. જો પ્રત્યક્ષપ્રમાણથી જે દેખાતું હોય તેનાથી (વિરુદ્ધ) બાધિત સાધ્ય સિદ્ધ કરાતું હોય તો તે હેતુ બાધિતહેવાભાસ કહેવાય છે. જેમકે
Page #328
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૦૩
‘‘અગ્નિ: અનુા: દ્રવ્યવાન્ નનવત્'' અગ્નિ શીતળ છે. દ્રવ્ય હોવાથી, જળની જેમ. આ અનુમાન બાધિત હેત્વાભાસ કહેવાય છે, તેમ ઘટ-પટ-સ્તંભ અને કુંભાદિ સકલ વસ્તુઓનો આરાદ્ભાગ સર્વ માણસોને ચક્ષુરિન્દ્રિયથી પ્રત્યક્ષ દેખાય છે. આ વાત અગ્નિની ઉષ્ણતાની જેમ સકલલોકમાં પ્રસિદ્ધ છે. તમે તેનાથી વિરુદ્ધ એટલે કે પ્રત્યક્ષથી બાધિત સાધ્યને સાધો છો. જેમ અગ્નિની શીતળતા સાધવી તે સકલલોકના પ્રત્યક્ષથી બાધિત છે. તેમ ઘટ-પટાદિ પદાર્થોનો આરાહ્ભાગ પ્રત્યક્ષ સકલલોકને દેખાતો હોવા છતાં “આરાદ્ભાગ નથી’” આવું સાધવું (આવું અનુમાન કરવું) તે પ્રત્યક્ષબાધિત કહેવાય છે.
બીજી વાત એ છે કે વસ્તુનો આ આરાદ્ભાગ” આમ જે બોલો છો ત્યાં આરાદ્ભાગ એ શબ્દ (પરભાગની અપેક્ષાએ જ પ્રવર્તે છે તેથી) આપેક્ષિક શબ્દ હોવાથી પરભાગ છે એવું અનુમાન હજુ થઈ શકે છે. જેમ કોઈ સૌભાગ્યવંતી સ્ત્રીના શરીર ઉપર સૌભાગ્યનાં સઘળાં ચિહ્નો પ્રત્યક્ષ દેખાતાં હોય અને તેનો પતિ ન દેખાતો હોય તો પણ (ગ્રામાન્તર ગયો હશે અથવા સ્થાનાન્તર થયો હશે પણ) છે ચોક્કસ, એવું અનુમાન કરાય છે. પરંતુ પતિ નથી દેખાતો માટે સૌભાગ્યનાં ચિહ્નો દેખાતાં હોવા છતાં તે પ્રત્યક્ષનો અપલાપ કરીને આ સ્ત્રી “વિધવા” છે આવું પ્રત્યક્ષવિરુદ્ધ અનુમાન કરવું તે યોગ્ય નથી. અર્થાત્ આવું અનુમાન કરાતું નથી. તેની જેમ પરભાગ દેખાતો નથી માટે દેખાતો એવો આરાદ્ભાગ નથી આવું પ્રત્યક્ષ વિરુદ્ધ અનુમાન કરાતું નથી. પરંતુ આરાાગ દેખાતો હોવાથી પરભાગ હશે જ આવું અનુમાન કરાય છે. તે અનુમાન આ પ્રમાણે છે
-
दृश्यवस्तुनः परभागोऽस्ति, तत्सम्बन्धिभूतस्याराद्भागस्य ग्रहणाद् = જે જે દૃશ્ય વસ્તુ ઘટ-પટાદિ પદાર્થો છે તે સર્વને પરભાગ (પાછલો ભાગ) ન દેખાતો હોવા છતાં પણ અવશ્ય છે. કારણ કે તેની સાથે સંબંધવાળો એવો આરાદ્ભાગ ચક્ષુથી દેખાય છે માટે, જેના સંબંધીભૂત ભાગ દેખાતો હોય તો તે ભાગ પણ અવશ્ય હોય જ છે. જેમકે આકાશનો પૂર્વભાગ દેખાય છે તો તેના સંબંધી પશ્ચિમભાગ પણ અવશ્ય છે જ. તેવી જ રીતે ઘટ-પટાદિ પદાર્થોનો આરાદ્ભાગ દેખાય છે માટે પરભાગ પણ અવશ્ય છે જ.
વલી તે જ ૧૬૯૬ મી ગાથામાં “ઘટ-પટાદિના જે આરાદ્ભાગ છે તે આરાદ્ભાગની અંદર અન્ય અન્ય આરાદ્ભાગોની કલ્પના કરીને પાછલા આરાદ્ભાગોને આગલા આરાદ્ભાગોથી આચ્છાદિત માનીને દેખાતા નથી માટે નથી. આમ તમે જે કહ્યું ત્યાં પણ ઉપર કરેલા અનુમાન પ્રમાણે પાછલા આરાહ્ભાગો નથી એમ નહીં, પણ છે આવું અનુમાન થાય છે. સર્વ આરાતીય ભાગ દેખાય છે માટે તેનાથી આચ્છાદિત આરાતીય ભાગો પણ છે જ. સંબંધીવાચી શબ્દ હોવાથી તથા સર્વ આરાતીયભાગ પરમાણુના
Page #329
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
પ્રતરસ્વરૂપ હોવાથી સૂક્ષ્મ છે, દેખાતો નથી માટે નથી. આવી કલ્પના કરવી તે પણ ખોટું છે. પરમાણુ, ચણુક, ઋણુક ઘણા સૂક્ષ્મ છે, અદૃશ્ય પણ છે. પરંતુ સંસારમાં તે નથી એમ નહીં. પરમાણુ વગેરે સૂક્ષ્મ અને અદૃશ્ય હોવા છતાં પણ છે જ. તેવી રીતે સર્વ આરાતીય ભાગ ભલે સૂક્ષ્મ હો, અદૃશ્ય હો, તો પણ નથી એમ નહીં, પરંતુ છે જ.
૩૦૪
તથા આરાદ્ભાગમાં આવા પ્રકારના અન્ય-અન્ય આરાદ્ભાગોની કલ્પના કરવી અને તેમાં પરભાગ ન દેખાતા હોવાથી નથી એમ માનીને સર્વથી પ્રથમ આરાદ્ભાગ પણ નથી, આવી કલ્પના કરવી તે અયુક્ત છે. ખોટું છે. તેથી ઘટ-પટાદિ સર્વ દશ્ય-વસ્તુઓમાં પરભાગ પણ છે. મધ્યભાગ પણ છે અને આરાદ્ભાગ તો દેખાય જ છે એટલે છે. આમ અખંડ સર્વે વસ્તુઓ છે. તેથી શૂન્યતા નથી. એમ સિદ્ધ થાય છે. II૧૭૪૦॥
સવ્વાભાવે વિ ો, આા-પર-મામાનાળનં ? ।
અહ પરમÍા મારૂ, સ-પર-મવિસેસળ ત્તો ? ॥૨૭૪॥ आर-पर- मज्झभागा, पडिवण्णा जइ न सुण्णया नाम । अपडिवण्णेसु वि का विगप्पणा खरविसाणस्स ? ॥१७४२॥ सव्वाभावे वाराभागो किं दीसए न परभागो ? । सव्वागहणं व न किं किं वा न विवज्जओ होइ ? ॥१७४३ ॥ (સર્વાંમાવેપિ ત:, આરાત્-પર-મધ્યમાનાનાત્વમ્ ? । અથ પરમા મળ્યતે, સ્વ-પર-મતિવિશેષાં ત: ? ॥ आरात्-पर-मध्यभागाः, प्रतिपन्ना यदि न शून्यता नाम । अप्रतिपन्नेष्वपि का विकल्पना खरविषाणस्य ॥ ) सर्वाभावे वाराद्भागः, किं दृश्यते न परभागः ? | सर्वाग्रहणं वा न किं, किं वा न विपर्ययो भवति ? )
ગાથાર્થ - સર્વ વસ્તુઓનો અભાવ જ છે. સર્વથા શૂન્યતા જ જો છે, તો આરાદ્ભાગ-પરભાગ અને મધ્યભાગ આવું નાનાપણું કેમ ઘટે ? જો પરવાદીની અપેક્ષાએ કહેતા હોય તો સ્વ અને પર આવી મતિવાળાં વિશેષણો કેવી રીતે લાગે ? ૧૭૪૧|
આરાહ્ભાગ-પરભાગ અને મધ્યભાગ આવા ભાગો જો કલ્પવામાં આવ્યા છે તો શૂન્યતા ક્યાં રહી ? અને જો આવા ભાગો ન સ્વીકારતા હો અને કલ્પના જ માત્ર કરતા હો તો ખરવિષાણના પણ આવા પ્રકારના ભાગોની કલ્પના કેમ કરતા નથી ? ।।૧૭૪૨॥
ન
Page #330
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
જો વસ્તુનો સર્વથા અભાવ જ છે તો આરાહ્ભાગ જ કેમ દેખાય છે ? પરભાગ કેમ દેખાતો નથી ? અથવા સર્વભાગોનું અગ્રહણ કેમ થતું નથી ? અથવા વિપર્યય પણ કેમ થતો નથી ? ||૧૭૪૩૫
ગણધરવાદ
૩૦૫
વિવેચન - એક બાજુ શૂન્યતા માનવી છે અને બીજી બાજુ ઘટ-પટાદિ દૃશ્ય વસ્તુઓના પરભાગ-મધ્યભાગ-આરાદ્ભાગ આમ ભાગોની કલ્પના કરવી છે. આ બન્ને પરસ્પર વિરુદ્ધ છે તેથી શૂન્યતા માનીને ભાગોની કલ્પના કરતા વ્યક્ત પંડિતને કેટલાક પ્રશ્નો પૂછવા દ્વારા તેઓના મગજમાં રહેલી શૂન્યતાની કલ્પનાનો ઉચ્છેદ કરતા ભગવાન જણાવે છે કે
-
(૧) જો સર્વ વસ્તુઓનો અભાવ જ છે અર્થાત્ શૂન્યતા જ તો ઘટ-પટ-સ્તંભકુંભ વગેરે પદાર્થો આ સંસારમાં નથી. કંઈ છે જ નહીં તો આ આરાદ્ભાગ છે, આ મધ્યભાગ છે અને આ પરભાગ છે આવી ભાગોની કલ્પના કેમ થાય ? તથા આરાદ્ભાગ વડે પરભાગ અને મધ્યભાગ આચ્છાદિત છે, દેખાતા નથી, માટે નથી આવું પણ કેમ કહેવાય ? જો વસ્તુ જ નથી તો તેના ભાગોની કલ્પના કેમ કરાય ?
(૨) હવે કદાચ એવો બચાવ કરો કે અમારા મતે તો શૂન્યતા જ હોવાથી કંઈ છે જ નહીં. વસ્તુ પણ નથી અને તેના ભાગો પણ નથી. પરંતુ અમારા સામે જે પરવાદી= પ્રતિપક્ષવાદી = જૈન દર્શનકાર આદિ છે કે જે શૂન્યવાદને માનનારા નથી તેની અપેક્ષાએ અમે આ ત્રણ ભાગોની કલ્પના કરી છે. એટલે કે અમારાથી જે પરવાદીઓ છે કે જેઓ આવા ત્રણ ભાગ માને છે ત્યાં પરભાગ કે મધ્યભાગ આચ્છાદિત અને અદૃશ્ય હોવાથી નથી અને આરાદ્ભાગ અતિશય સૂક્ષ્મ હોવાથી અદૃશ્ય છે માટે નથી. આમ પરવાદીએ માનેલા ભાગોની અમે કલ્પના કરી છે. અમારી અપેક્ષાએ અમે આ કલ્પના કંઈ કરી નથી. આવો બચાવ વ્યક્ત પંડિત કદાચ કરે તો આ બચાવ પણ ઉચિત નથી. કારણ કે જો તમારા મતે સર્વથા શૂન્યતા જ છે તો આ સ્વવાદી અને આ પરવાદી, આવા સ્વ અને પરની મતિવાળાં વિશેષણો કેમ ઘટે ? તમારા મતે તો કંઈ છે જ નહીં, સર્વથા શૂન્યતા જ છે, તો પછી સ્વ કે પર કોઈ છે જ નહીં, તેથી આ સ્વ-પરનાં વિશેષણો લગાડીને બચાવ કરવો તે વાદીઓની સભામાં શોભાસ્પદ કેમ બને ? ||૧૭૪૧॥
(૩) ઘટ-પટ-સ્તંભ-કુંભ-અંભોરુહ (કમલ) વગેરે પદાર્થોમાં આરાદ્ભાગ-પરભાગ અને મધ્યભાગ વગેરે ભાગો અને પ્રતિભાગો જો તમે સ્વીકારો છો (માન્ય રાખો છો) તો તમારી માનેલી શૂન્યતા રહેતી જ નથી, કારણ કે આ વસ્તુઓ અને તેના ભાગો છે આવું તમે સ્વીકારતા હોવાથી જ શૂન્યતા નથી એમ સિદ્ધ થાય છે.
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૬
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
(૪) જો તમે ઘટ-પટ-સ્તંભ-કુંભ-અંભોરુહ વગેરે પદાર્થો અને તેના ભાગો ન સ્વીકારતા હો તો આ સર્વે પદાર્થો આકાશપુષ્પ, વલ્ગાપુત્ર, ખરવિષાણ વગેરેની જેમ સર્વથા અસત્ છે, શૂન્ય છે, અર્થાત્ નથી જ, એવો જ અર્થ થાય. હવે જો આ પદાર્થો સર્વથા અસત્ છે. છતાં તેમાં તમે આરાભાગ વગેરેની મનમાની કલ્પના કરો છો તો તેની જેમ જ સર્વથા અસત્ એવા ખરવિષાણના (અને આકાશપુષ્પાદિ બીજા પણ સર્વથા અસ એવા પદાર્થોના) આરામ્ભાગ, મધ્યભાગ અને પરભાગની કલ્પના કેમ કરતા નથી? ખરવિષાણ આદિ પદાર્થોમાં પણ કહો કે જે આરામ્ભાગ છે તેના વડે પરભાગ અને મધ્યભાગ આચ્છાદિત છે ત્યાં પણ આવા ભાગો પાડીને આવું વિધાન કરવું જોઈએ. ઘટ-પટાદિમાં જ આવા ભાગો શા માટે પાડો છો ? /૧૭૪૨ll
(૫) વળી હે વ્યક્તપંડિત ! જો શૂન્યતા જ છે અને વસ્તુઓનો સર્વથા અભાવ જ છે. તો પછી ઘટ-પટ આદિ દશ્યવસ્તુઓનો આરાભાગ જ કેમ દેખાય છે ? આરામ્ભાગની જેમ જ મધ્યભાગ અને પરભાગ પણ કેમ દેખાતા નથી? સર્વથા શૂન્યતા જ માત્ર હોવાથી શૂન્ય એવો જો આરાભાગ દેખાય છે તો શૂન્ય એવા શેષભાગ પણ દેખાવા જ જોઈએ. અહીં કદાચ એવો બચાવ કરો કે આરાભાગ વડે પાછલા બે ભાગો આચ્છાદિત છે માટે દેખાતા નથી. તો આ બચાવ પણ વ્યાજબી નથી કારણ કે આરામ્ભાગ શૂન્ય હોવાથી છે જ નહીં. તો તેનાથી પાછલા ભાગ આચ્છાદિત છે એમ પણ કેમ કહેવાય ? આરામ્ભાગ પણ તમે શૂન્યસ્વરૂપ જ માન્યો છે. કંઈ છે જ નહીં. માટે તેનાથી બીજા ભાગો આચ્છાદિત થાય છે આમ બોલવું તે વ્યર્થ છે.
(૬) અથવા તો જેમ પરભાગ અને મધ્યભાગ દેખાતો નથી તેમ શૂન્યતા જ માત્ર હોવાથી આરાભાગ પણ ન દેખાવો જોઈએ. એટલે કે ત્રણ ભાગોનું અગ્રહણ જ થવું જોઈએ. કારણ કે વસ્તુ જ નથી. તેથી તેના ભાગો જ નથી. હવે જો ભાગો જ નથી તો દેખાય જ ક્યાંથી ? માટે સર્વ ભાગનું અગ્રહણ જ થવું જોઈએ.
(૭) અથવા ત્રણે ભાગો શૂન્ય જ છે એક પણ ભાગ વાસ્તવિક નથી, ભ્રાન્તિમાત્રથી જ દેખાય છે. આવું જ જો ખરેખર હોય તો જેમ ભ્રાન્તિથી આરામ્ભાગ દેખાય છે તેને બદલે પરભાગ દેખાય, મધ્યભાગ દેખાય અને આરાભાગ ન દેખાય. આમ વિપરીતતા પણ કેમ ન બને ? આમ વિપરીતતા પણ થવી જોઈએ. અથવા ક્યારેક આરામ્ભાગ દેખાય તો ક્યારેક મધ્યભાગ દેખાય અને ક્યારેક પરભાગ દેખાય. આમ પણ બનવું જોઈએ. પણ આવું કંઈ પણ ક્યારેય પણ બનતું નથી. માટે સર્વથા અભાવ નથી, શૂન્યતા નથી. પણ ઘટ-પટાદિ વસ્તુઓ છે અને તે વસ્તુઓ વાસ્તવિકપણે સત્ છે અને તેના
Page #332
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૦૭
આરામ્ભાગ આદિ ભાગો પણ સત્ છે. આમ વસ્તુતત્ત્વ સ્વીકારીને સીધા માર્ગે આવવું જોઈએ. ખોટા કુતર્કો અને મિથ્યા કલ્પનાના ઘોડાઓ દોડાવવા જોઈએ નહીં. ૧૭૪૩
હે વ્યક્ત પંડિત ! તમે ૧૬૯૬ મી ગાથામાં જે કહ્યું કે ઘટપટ આદિ પદાર્થોનો પરભાગ દેખાતો નથી માટે નથી. આ અનુમાનથી જેના જેના પરભાગનું અદર્શન હોય તે તે નથી એવો જ અર્થ થાય છે. તેથી સ્ફટિકાદિ કેટલાક પદાર્થો એવા પણ છે કે જેના પરભાગનું દર્શન થાય છે. તો તેવા પદાર્થો પરભાગના દર્શનવાળા હોવાથી સંસારમાં છે જ. આમ સ્ફટિકાદિનું અસ્તિત્વ સિદ્ધ થશે તો પણ શૂન્યતા ઉડી જાય છે. આ વાત સમજાવતાં કહે છે કે -
परभागदरिसणं वा, फलिहाईणं ति ते धुवं संति । जइ वा ते वि न संता, परभागादरिसणमहेऊ ॥१७४४॥ सव्वादरिसणउच्चिय, न भण्णए कीस, भणइ तन्नाम । पुव्वब्भुवगयहाणी, पच्चक्खविरोहओ चेव ॥१७४५॥ (परभागदर्शनं वा स्फटिकादीनामिति ते ध्रुवं सन्ति । યદિ વા તે િર સત્ત:, પરમા વિર્ણનમહેતુઃ II) सर्वादर्शनत एव न भण्यते कस्मात्, भणति तन्नाम । પૂર્વાગ્રુપતિના, પ્રત્યક્ષવિરોધતશૈવ )
ગાથાર્થ - અથવા સ્ફટિકાદિ પદાર્થોનો પરભાગ દેખાય છે તેથી તે પદાર્થો અવશ્ય છે જ. અથવા જો તે સ્ફટિકાદિ નથી તો તમારો “પરભાગાદર્શન” એ હેતુ અહેતુ બને છે. I/૧૭૪૪
અથવા પરભાગાદર્શનને બદલે “સર્વભાગાદર્શન” એ હતું કેમ કહેવાતો નથી ? કદાચ કહો કે સારું, હવે તે સર્વાદર્શન જ હેતું હો, તો પૂર્વે સ્વીકારેલાનો વિરોધ આવે અને પ્રત્યક્ષવિરોધ દોષ પણ આવે. /૧૭૪પ
વિવેચન - ઘટ-પટ-સ્તંભ-કુંભ વગેરે પદાર્થોનો પરભાગ-મધ્યભાગ દેખાતો નથી. તેથી તમે “પરમાનિત.” આ હેતુ મુકીને ઘટપટ આદિ તે તે પદાર્થો નથી. તેથી શૂન્યતા જ છે આમ સિદ્ધ કરો છો. તેનો અર્થ એ થાય છે કે જેનો જેનો પરભાગ, મધ્યભાગ દેખાય તે તે પદાર્થો તો આ સંસારમાં અવશ્ય ધ્રુવ છે જ. જેમકે સ્ફટિક અને અભ્રપટલ (અભરખનાં પડલ). આ રીતે સ્ફટિક અને અભ્રપટલ વગેરે કેટલાક પદાર્થોનો
Page #333
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
પરભાગ-મધ્યભાગ દેખાય છે. ત્યાં તમારો હેતુ જતો નથી. તેથી તે પદાર્થો નથી આવું સિદ્ધ થતું નથી. તેથી તે સ્ફટિકાદિ કેટલાક પદાર્થો તો પરભાગાદિના દર્શનવાળા હોવાથી “છે” આમ જ સિદ્ધ થાય છે અને આ વાત તો તમારે પણ સ્વીકારવી જ પડશે. માટે શૂન્યતા નથી. આ વાત આપોઆપ સિદ્ધ થાય છે.
૩૦૮
હવે જો આ દોષથી બચવા માટે તમે કદાચ એમ કહો કે સ્ફટિકાદિ કેટલાક પદાર્થોનો પરભાગ-મધ્યભાગ ભલે દેખાય, તો પણ તે પદાર્થો આ સંસારમાં નથી. આવું કહેશો તો ‘પરમાસિળ'' આવો તમારો જે હેતુ છે તે અહેતુ થશે. કારણ કે જેના પરભાગનું અદર્શન હોય કે જેના પરભાગનું દર્શન હોય, આવા પ્રકારના ઘટ-પટાદિ પદાર્થો હોય કે સ્ફટિકાદિ પદાર્થો હોય તમારા મતે તો બન્ને પ્રકારના પદાર્થો સંસારમાં નથી જ. તેથી જેના પરભાગનું અદર્શન હોય તે જ આ સંસારમાં નથી, આવી વાત રહેતી નથી. જેના પરભાગાદિ દેખાય એવા સ્ફટિકાદિ પણ નથી અને જેના પરભાગાદિ ન દેખાય એવા ઘટ-પટાદિ પણ નથી, આવો અર્થ થશે. એટલે શૂન્યતા સાધવામાં પરભાગાદર્શન હેતુ સમર્થ બનતો નથી. સાધ્યની સાથે વ્યાપક નથી. તેથી પરિપૂર્ણ સાધ્યને સાધવામાં આ હેતુ અસમર્થ છે. માટે અહેતુ અર્થાત્ અસમર્થહેતુ થાય છે.
પ્રશ્ન - ‘‘પરમા વર્ણનત:'' આ હેતુ શૂન્યતા સાધવામાં અવ્યાપક છે. સાધ્ય સાધવામાં અસમર્થ છે. તો કયો બીજો હેતુ મુકીએ તો અમારે ઈષ્ટ એવી શૂન્યતાની સિદ્ધિ થાય. આ હેતુ સાધ્યની સાથે અવ્યાપક છે. તો શૂન્યતા સાધી આપે એવો વ્યાપક હેતુ કયો હોઈ શકે ?
ઉત્તર - ‘‘સર્વાવર્ગનત:’' સર્વ ભાગો જેના દેખાતા નથી તે વસ્તુ સંસારમાં નથી, આવો શૂન્યતાની સાથે વ્યાપક હેતુ જો તમે મૂકો તો તમારી માનેલી શૂન્યતા જે જે પદાર્થોની છે તે સિદ્ધ થાય. જેમ આકાશ પુષ્પાદિ કેટલાક પદાર્થો સર્વથા “અસત્” છે તે વસ્તુ જ આ સંસારમાં નથી. તેથી તે વસ્તુઓ શૂન્યરૂપ પણ છે અને વસ્તુ જ નથી તેથી તેના ભાગો પણ નથી. તેથી સર્વ ભાગોનું અદર્શન પણ છે. માટે ‘‘સર્વાવર્ગનત: '' આ હેતુ મુકવાથી (જે જે વસ્તુઓ અસત્ છે તેની એટલે કે કથંચિદ્) શૂન્યતા સિદ્ધ થાય. આ હેતુ શૂન્યતા નામના સાધ્યની સાથે વ્યાપક હેતુ છે. તે હેતુ મુકશો તો તેટલી શૂન્યતા સિદ્ધ થશે.
વ્યક્તપંડિત - બહુ જ સારું, માફ તનામ = ભલે તે જ હેતુ હવે હો, પરમાવશેનત: આ હેતુને બદલે સર્વાવર્ગનત: આ જ હેતુ અમે કહીશું. જો અમારી માનેલી શૂન્યતા કોઈપણ રીતે સિદ્ધ થતી હોય તો અમને ‘‘સર્વાવર્ગનત:'' આ વ્યાપક હેતુ કહેવામાં કંઈ વાંધો નથી. કારણ કે અમારે તો યેનકેન પ્રકારેણ શૂન્યતા જ સિદ્ધ કરવી છે. જો તે શૂન્યતા
Page #334
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૩૦૯ “સર્વાર્શના:” આ હેતુથી સિદ્ધ થતી હોય તો ભલે તે જ હેતુને અમે સ્વીકારીશું. આ હેતુ વ્યાપક (સાધ્યની સાથે સર્વત્ર રહેનાર) હોવાથી કોઈ દોષ આવશે નહીં.
ઉત્તર - તમારો આ બચાવ પણ ઉચિત નથી. કારણ કે જો “સર્વાવત:' આ હેતુ સ્વીકારશો તો તમે પૂર્વે (૧૯૯૬માં) “પરમાાતિનત ” આવો જે હેતુ લીધેલો તેને બદલીને હવે નવા હેતુનો સ્વીકાર કરો છો, તેથી “પ્રતિજ્ઞાાનિ” નામનું નિગ્રહસ્થાન લાગુ પડે છે. વાદસભામાં વાદી પૂર્વકાલમાં કંઈ કહે અને પછીના કાલે કંઈ બીજું કહે તો પૂર્વકાલની પ્રતિજ્ઞાની હાનિ થાય. ૨૨ નિગ્રહસ્થાન આવે છે. તેમાં પ્રતિજ્ઞાહાનિ નામનું નિગ્રહસ્થાન (વાદસભામાં બોલતો વાદી જો પ્રતિજ્ઞા બદલે તો તેની હાર મનાય એવું જે સ્થાન તે નિગ્રહસ્થાન) લાગુ પડે. એટલે એક દોષ તો આ આવે.
બીજું તમારા અનુમાનમાં સાધ્ય શૂન્યતા છે અને હેતુ સર્વભાગાદર્શન છે. જે વસ્તુ પ્રત્યક્ષ નજરોનજર દેખાતી હોય તે વસ્તુ આ સંસારમાં નથી આવું સાધવામાં “પ્રત્યક્ષવિરોધ” નામનો પણ દોષ આવે. જેમકે અગ્નિમાં ઉષ્ણતા પ્રત્યક્ષગોચર છે છતાં શીતળતા (અનુષ્ણતા) સાધીએ તો પ્રત્યક્ષવિરોધ અર્થાત્ બાધિત હેત્વાભાસ કહેવાય છે. તેવી રીતે ગામ-નગર-નદી-સમુદ્ર-ઘટ અને પટ ઈત્યાદિ પદાર્થો પ્રત્યક્ષ દેખાતા હોવાથી “તે પદાર્થો નથી” આમ સાધવું અને સર્વ ભાગોનું અદર્શન છે આમ બોલવું તે પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. કારણ કે તે પદાર્થો પ્રત્યક્ષ દેખાય પણ છે અને તેના સર્વભાગો પણ દેખાય જ છે. માટે તમારો આ હેતુ ખોટો હેતુ છે.
પ્રશ્ન - જે જે સાચા હેતુ (સહેતુ) હોય છે. તે તે બધા જ હેતુ “સાધ્યની સાથે વ્યાપક જ હોય છે” એવો નિયમ નથી, સાધ્યની સાથે વ્યાપક હોય કે સાધ્યની સાથે ભલે અવ્યાપક હોય પરંતુ સાધ્યની બહાર જે હેતુ ન વર્તતો હોય “વિપક્ષાત્ સર્વથા નિવૃત્ત:વિપક્ષથી જે હેતુ સર્વથા નિવૃત્ત હોય છે તે હેતુ પણ સહેતુ તરીકે ઈચ્છાય છે. જેમકે
(૧) રેવદ્રત્ત: સનીવ: ચેતનવસ્વીત્ સાધ્યની સાથે વ્યાપક હેતુ (૨) પટપટાઃિ મૂર્ત વામિન્વીત્ સાધ્યની સાથે વ્યાપક હેતુ (૩) પર્વતો વદ્વિમાન્ ધૂમ સાધ્યની સાથે અવ્યાપક હેતુ (૪) શબ્દઃ નિત્ય: પ્રયત્નોત્તરીયાત્ સાધ્યની સાથે અવ્યાપક હેતુ
પ્રથમનાં બન્ને ઉદાહરણોમાં હેતુ સાધ્યની સાથે વ્યાપક છે. કારણ કે સજીવત્વ સાધ્યની સાથે ચેતનવત્ત્વ અને મૂર્તિત્વસાધ્યની સાથે વર્ણાદિમત્ત્વ સર્વત્ર વ્યાપકપણે વર્તે છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૦ ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ તેથી આ બન્ને વ્યાપક હેતુથી કેવી રીતે સાધ્યની સિદ્ધિ થાય છે. તેવી જ રીતે પાછલાં બને અનુમાનોમાં હેતુ સાધ્યની સાથે વ્યાપક નથી અવ્યાપક છે. તો પણ તે બન્ને હેતુ વિપક્ષથી સર્વથા વ્યાવૃત્ત છે. માટે સાધ્યસિદ્ધિ થાય છે અને સહેતુ કહેવાય છે. જેમકે જે જે વિદ્વિવાળા હોય તે તે ધૂમવાળા હોય એવો નિયમ નથી. તપ્તાયોગોલક વહ્નિવાળો છે પણ ધૂમવાળો નથી, તેથી હેતુ સાધ્યની સાથે અવ્યાપક છે. પરંતુ વિપક્ષમાંથી (વહ્નિના અભાવવાળા સ્થાનોમાંથી) સર્વથા નિવૃત્ત છે. સમુદ્રાદિસ્થાનોમાં ક્યાંય ધૂમ નથી. તેથી ધૂમહેતુથી વહ્નિ-સાધ્યની સિદ્ધિ થાય છે અને તે સહેતુ કહેવાય છે. તથા જે જે અનિત્ય હોય તે તે સઘળા પણ પદાર્થો પ્રયત્નાન્તરીય (પ્રયત્નથી જન્યો હોય એવો નિયમ નથી. ઘટ-પટાદિ પદાર્થો અનિત્ય પણ છે અને પ્રયત્નોત્તરીય પણ છે. પરંતુ વિદ્યુત (વિજળી), ઘન (વાદળ), કુસુમાદિ (પુષ્પાદિ) ઘણા પદાર્થો અનિત્ય છે. છતાં પ્રયત્નોત્તરીય (પ્રયત્નથી જન્ય) નથી. વિના પ્રયત્ન ઉત્પન્ન થાય છે તેથી આ હેતુ સાધ્યની સાથે વ્યાપક ભલે નથી અર્થાત્ અવ્યાપક છે તો પણ વિપક્ષમાંથી સર્વથા નિવૃત્ત છે. કારણ કે વિપક્ષમાં = નિત્ય એવા આકાશાદિ પદાર્થમાં પ્રયત્નોત્તરીયત્વ હેતુ ક્યાંય વર્તતો નથી. માટે આ હેતુ સહેતુ છે. તેથી ઉપરોક્ત છેલ્લા બન્ને હેતુઓની જેમ શૂન્યતાસાધ્યને સાધનારો “પરમાતન” આવા પ્રકારનો અમારો હેતુ ભલે સાધ્યની સાથે વ્યાપક નથી. કારણ કે અમારી દૃષ્ટિએ ઘટ-પટાદિ અને સ્ફટિકાદિ આ બન્ને શૂન્ય છે. પરંતુ પરભાગાદર્શન– હેતુ ઘટ-પટાદિમાં જ માત્ર છે. સ્ફટિકાદિમાં નથી કારણ કે તેમાં પરભાગનું દર્શન છે. તેથી સાધ્યની સાથે (શૂન્યતાની સાથે) હેતુ વ્યાપક નથી. (તથા હેતુ સાધ્યની સાથે વ્યાપક હોવો જોઈએ એવું જરૂરી પણ નથી, છતાં વિપક્ષથી તો અત્યન્ત વ્યાવૃત્ત છે જ. માટે અમારો આ હેતુ વિપક્ષવ્યાવૃત્ત હોવાથી સહેતુ બનશે અને શૂન્યતાને સાધશે.
ઉત્તર - તમારું ઉપરોક્ત કથન સર્વથા અયુક્ત જ છે. કારણ કે ઉપર બતાવેલા ત્રીજા-ચોથા અનુમાનમાં વ્યતિરેક દૃષ્ટાન્ત મળે છે તેથી હેતુ વિપક્ષવ્યાવૃત્ત છે એમ કહી શકાય છે. તમારા અનુમાનમાં તેમ નથી તે આ પ્રમાણે - ત્રીજા અનુમાનમાં જ્યાં જ્યાં વહ્નિ નથી ત્યાં ત્યાં ધૂમ પણ નથી. જેમકે સમુદ્ર, નદી આદિ, જ્યાં જ્યાં અનિત્યતા નથી ત્યાં ત્યાં પ્રયત્નોત્તરીયત પણ નથી. જેમકે આકાશાદિ. આમ આ બને અનુમાનોમાં વ્યતિરેક દૃષ્ટાન્ત મળે છે. એટલે વ્યતિરેકવ્યાપ્તિ સિદ્ધ થાય છે. તેથી હેતુ વિપક્ષથી વ્યાવૃત્ત છે. આ વાત નિર્વિવાદ સિદ્ધ થાય છે. પરંતુ તમારા અનુમાનમાં તેમ નથી. કારણ કે “જ્યાં
જ્યાં શૂન્યતા નથી (જ્યાં જ્યાં વસ્તુનું વાસ્તવિક અસ્તિત્વ છે.) ત્યાં ત્યાં પરભાગાદર્શન પણ નથી. જેમકે ક્યાં ? આ વ્યતિરેકવ્યાપ્તિનું ઉદાહરણ શું ? તમે તો સર્વત્ર અસદ્ધાદી
Page #336
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૩૧૧ છો. કોઈપણ પદાર્થ નથી જ, આમ જ માનો છો, તેથી વ્યતિરેક ઉદાહરણ તમારી વ્યાપ્તિમાં મળતું નથી. માટે વ્યતિરેકવ્યાપ્તિ સિદ્ધ થતી નથી. તેથી હેતુ વિપક્ષવ્યાવૃત્ત છે? કે વિપક્ષથી વ્યાવૃત્ત નથી ? આ સિદ્ધ થતું નથી. માટે તમારો જે હેતુ છે તે અહેતુ જ રહે છે. સહેતુ બનતો નથી. ll૧૭૪૪-૧૭૪પી.
नत्थि परमज्झभागा, अपच्चक्खत्तओ मई होज्जा । नणु अक्खत्थावत्ती, अपच्चक्खत्तहाणी वा ॥१७४६॥ (न स्तः परमध्यभागावप्रत्यक्षत्वतो मतिर्भवेत् । नन्वक्षार्थापत्तिरप्रत्यक्षत्वहानिर्वा ॥)
ગાથાર્થ - પરભાગ અને મધ્યભાગ અપ્રત્યક્ષ હોવાથી નથી, (તેથી શૂન્યતા જ છે) આવી તમારી બુદ્ધિ થાય તો અયુક્ત છે. કારણ કે કાં તો ઈન્દ્રિય અને પદાર્થની સત્તા સિદ્ધ થાય છે. કાં તો અપ્રત્યક્ષત્વ નામના હેતુની હાનિ થાય છે. /૧૭૪૬ll
વિવેચન - ઘટ-પટ-સ્તંભ આદિ સંસારવર્તી સકલ પદાર્થોના આરામ્ભાગ, મધ્યભાગ અને પરભાગ છે જ, ચક્ષુથી ભલે પરભાગ અને મધ્યભાગ ન દેખાય તો પણ આરામ્ભાગ દેખાય છે અને તે અપેક્ષિક છે માટે પરભાગ-મધ્યભાગ છે જ. આ વાત પહેલાંની અનેક ગાથાઓમાં સમજાવી છે. તો પણ શૂન્યતાવાદી ફરીથી દલીલ કરે છે.
પ્રશ્ન - જેમ ખરવિષાણ (ગધેડાનાં શિંગડાં) દેખાતાં નથી માટે નથી. તેવી રીતે ઘટ-પટાદિ વસ્તુઓના પરભાગ અને મધ્યભાગ પણ દેખાતા નથી માટે નથી. જો પરભાગ અને મધ્યભાગ હોત તો ચક્ષુથી દેખાત, પરંતુ ચક્ષુથી દેખાતા નથી માટે નથી. ચક્ષુથી જે જે ન દેખાય અર્થાતુ અપ્રત્યક્ષ હોય તે તે પદાર્થો હોતા જ નથી. જેમકે ખરવિષાણઆકાશ-પુષ્પાદિ.
આ રીતે પરભાગ અને મધ્યભાગ નથી તેથી “આરામ્ભાગ” પણ નથી. કારણ કે આરામ્ભાગને આરાભાગે ત્યારે જ કહેવાય કે જો પરભાગ અને મધ્યભાગ પાછળ હોય તો, આમ આરાભાગ એ પરભાગ-મધ્યભાગની સાથે આપેક્ષિક હોવાથી તે બન્ને ન હોવાથી આ આરાભાગ પણ નથી. તેથી સર્વથા શૂન્યતા જ છે. આવી બુદ્ધિ (આવો પ્રશ્ન) કદાચ શૂન્યતાવાદી કહે.
ઉત્તર - શૂન્યતાવાદી કદાચ ઉપર મુજબ પ્રશ્ન કરે તો તે પ્રશ્ન અયુક્ત છે. કારણ કે “પરભાગ અને મધ્યભાગ અપ્રત્યક્ષ હોવાથી નથી” આમ તે શૂન્યતાવાદીનું કહેવું છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૩૧૨
ચોથા ગણધર - વ્યક્ત પરંતુ “અપ્રત્યક્ષત્ર” શબ્દનો અર્થ તો વિચારો. “ઈન્દ્રિયોથી જે પદાર્થ જણાય તે પ્રત્યક્ષ કહેવાય છે” અને “ઈન્દ્રિયોથી જે પદાર્થ ન જણાય” તે અપ્રત્યક્ષ કહેવાય છે. હવે પરભાગ અને મધ્યભાગ ઈન્દ્રિયોથી જણાતા નથી માટે નથી-આમ શૂન્યતાવાદીનું કહેવું છે. પરંતુ જ્યાં તમે શૂન્યતા સાધો છો ત્યાં ઈન્દ્રિયો પણ છે અને સામે શેયપદાર્થ પણ છે. માત્ર ઈન્દ્રિયો વડે તે જણાતો નથી, પણ છે અવશ્ય એવો અર્થ થાય છે. હવે જો ઈન્દ્રિયો હોય અને સામે શેય પદાર્થ પણ હોય તો શૂન્યતા ક્યાં સિદ્ધ થઈ ? શૂન્યતા રહેતી જ નથી. અપ્રત્યક્ષ શબ્દથી ઈન્દ્રિયોના અને શેયપદાર્થના અસ્તિત્વની સિદ્ધિ થાય છે. અર્થાત શેયવસ્ત પણ છે અને ઈન્દ્રિયો પણ છે. માત્ર ઈન્દ્રિયો વડે શેયવસ્ત ગ્રહણ થતી નથી. આવો અર્થ થવાથી પદાર્થોની સિદ્ધિ થાય છે પણ શૂન્યતાની સિદ્ધિ થતી નથી.
વળી જો શૂન્યતા જ છે. આવો આગ્રહ રાખો તો ઈન્દ્રિયો પણ નથી અને પદાર્થ પણ નથી એવો જ અર્થ થશે અને ઈન્દ્રિયો જ ન હોય તો “ઈન્દ્રિયોથી જણાય તે પ્રત્યક્ષ અને ઈન્દ્રિયોથી ન જણાય તે અપ્રત્યક્ષ” આવા પ્રકારનો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષનો વ્યવહાર જ ઘટશે નહીં. તેથી “અપ્રત્યક્ષદ્વત:” આવા પ્રકારના તમારા હેતુની જ હાનિ થશે. તમારો હેતુ ખોટો ઠરશે.
જો ઈન્દ્રિયો અને શેયપદાર્થ છે એમ માનો તો શૂન્યતા ન રહે, અને જો ઈન્દ્રિયો અને શેયપદાર્થ નથી એમ માનો તો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષના વ્યવહારનો જ વિચ્છેદ થાય. માટે પણ તમારો આ બચાવ વ્યાજબી નથી. I/૧૭૪૬/l.
अत्थि अपच्चक्खं पि हु, जह भवओ संसयाइविन्नाणं । अह नत्थि सुण्णया, का कास व केणोवलद्धा वा? ॥१७४७॥ (अस्त्यप्रत्यक्षमपि खलु यथा भवतः संशयादिविज्ञानम् । ૩થ નાતિ શૂન્યતા, 1 વી વી નોપત્રવ્ય વી ? )
ગાથાર્થ - અપ્રત્યક્ષ વસ્તુ પણ સંસારમાં હોય છે. જેમકે તમારું સંશયાદિ વિજ્ઞાન, હવે જો તે સંશયાદિવિજ્ઞાન પણ નથી તો શૂન્યતા એ શું ? કોની શૂન્યતા ? અને કોના વડે આ શૂન્યતા જોવાઈ (જણાઈ) ? ll૧૭૪૭
વિવેચન - ગાથા ૧૭૪૬ માં શૂન્યતાવાદીએ કહેલું કે “પરમધ્યમ ન સ્ત:, પ્રત્યક્ષીત્' “પરભાગ અને મધ્યભાગ નથી, કારણ કે ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ જણાતા નથી ખર-વિષાણની જેમ” આવું અનુમાન ઉપર કહેવામાં આવ્યું છે. પરંતુ આ અનુમાનમાં
Page #338
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૧૩
કહેલો “અપ્રત્યક્ષત્વતઃ” હેતુ અનૈકાન્તિક છે અર્થાત્ વ્યભિચારી છે. તેથી હેત્વાભાસ થાય છે. સાધ્યના અભાવમાં રહેનારો આ હેતુ છે. તમારા કહેલા હેતુની વ્યાપ્તિ એવી થાય છે કે “જે જે અપ્રત્યક્ષ હોય છે તે તે આ સંસારમાં નથી. જેમકે “ખરવિષાણ” પરંતુ જે જે અપ્રત્યક્ષ હોય છે તે તે સઘળુંય નથી હોતું એમ નહી અર્થાત્ હોય પણ છે. જેમકે તમારા હૃદયમાં રહેલું જે “સંશયાદિ વિજ્ઞાન છે” તે ચૈત્ર-મૈત્રાદિ અન્યને અપ્રત્યક્ષ છે છતાં તમારા હૃદયમાં છે. તેથી જે જે અપ્રત્યક્ષ હોય તે તે નથી જ એવો અર્થ સિદ્ધ થતો નથી. પરંતુ હોય પણ છે. તેથી જેમ તમારું સંશયાદિ વિજ્ઞાન અપ્રત્યક્ષ હોવા છતાં પણ છે, તેવી જ રીતે ઘટ-પટાદિના પરભાગ-મધ્યભાગ ઈન્દ્રિયોથી અપ્રત્યક્ષ હોવા છતાં પણ નથી એમ નહીં પણ છે, આમ તમારો હેતુ અનૈકાન્તિક છે.
હવે જો એમ કહો કે મારા હૃદયમાં રહેલા “સંશયાદિ વિજ્ઞાનનું” ઉદાહરણ આપીને તમે મારા હેતુને અનૈકાન્તિક હેત્વાભાસ કરો છો. પરંતુ હું તો શૂન્યતાવાદી છું તેથી મારા હૃદયમાં રહેલું જે “સંશયાદિ વિજ્ઞાન” છે તે પણ નથી એમ હું માનું છું. કારણ કે મારી દૃષ્ટિએ તો સર્વથા શૂન્યતા જ છે. તેથી સંશયાદિવિજ્ઞાન પણ નથી જ. તેથી તેનું ઉદાહરણ આપીને મારો હેતુ અનૈકાન્તિક થતો નથી. જો હું “સંશયાદિ વિજ્ઞાન છે અને તે અપ્રત્યક્ષ છે” આમ માનું તો મારો હેતુ અનૈકાન્તિક થાય. પરંતુ મારે મન તો સર્વત્ર શૂન્યતા જ હોવાથી “સંશયાદિ વિજ્ઞાન” પણ નથી જ.
ઉત્તર - આવો ઉત્તર જો શૂન્યતાવાદી આપે તો તે પણ ઉચિત નથી. કારણ કે જો તમારા હૃદયમાં સંશયાદિ વિજ્ઞાન જ નથી, તો પછી આ શૂન્યતા રહેતી જ નથી. “ નામ શૂન્યતા' શૂન્યતા એ છે શું ? કશું જ નથી. 0 વાઇસૌ = અથવા શૂન્યતા કોની માનવી ? વેન વોપન્નધ્ધ = અથવા આ શૂન્યતા કોના વડે જોવાઈ ? સારાંશ કે શૂન્યતાવાદી તમે પણ નથી, તમને જગતમાં ઘટ-પટ છે કે ઘટ-પટ નથી આવો સંશય પણ નથી તો પછી શૂન્યતા રહેતી જ નથી. તમને જ શુન્યતા દેખાતી હતી તેથી તો આટલી ચર્ચા કરી છે. હવે જો તમે એમ કહો કે ઘટ-પટાદિ પદાર્થોના અસ્તિત્વમાં મને સંશય જ નથી, તો ઘટ-પટાદિ છે જ, આવો નિર્ણય જ થયો. શૂન્યતા રહી જ નહીં, તેથી શૂન્યતા શું ? કયા પદાર્થની શૂન્યતા ? શૂન્યતા કોણે માની ? ઈત્યાદિ કોઈ પ્રશ્નો રહેતા જ નથી. તેથી તે સંબંધી ચર્ચા કરવાની પણ હવે રહેતી જ નથી. તમને છોડીને બીજા કોઈને ગામનગર-ઘટ-પટ આદિ પદાર્થોનું અસ્તિત્વ માનવામાં વિવાદ છે જ નહીં, તમને જ સંશય હતો એટલે જ આટલી ચર્ચા કરી હતી. હવે તમે જ કહો છો કે “મને સંશય નથી” તો ઘણું જ સારું. હવે શૂન્યતા રહી જ નથી. ll૧૭૪૭ll.
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૪
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
આ પ્રમાણે અનેક યુક્તિઓ વડે શૂન્યતાવાદી વ્યક્તપંડિતની માનેલી શૂન્યતાનું ખંડન કરીને કંઈક માર્ગે આવેલા વ્યક્તપંડિતને સાચું તત્ત્વ સમજાવવા રૂપ શિક્ષા આપતા ભગવાન કહે છે કે -
पच्चक्खेसु न जुत्तो तुह भूमि-जलानलेसु संदेहो । अणिलागासेसु भवे सो वि न जुत्तोऽणुमाणाओ ॥१७४८॥ (प्रत्यक्षेषु न युक्तस्तव भूमि-जलानलेषु सन्देहः । अनिलाकाशयोर्भवेत् सोऽपि न युक्तोऽनुमानात् ॥)
ગાથાર્થ - પ્રત્યક્ષ દેખાતા પૃથ્વી-જલ અને અગ્નિ આમ ત્રણ ભૂતોમાં શંકા કરવી યોગ્ય નથી અને (અપ્રત્યક્ષ એવા) પવન તથા આકાશને વિષે પણ તે સંદેહ કરવો યોગ્ય નથી. કારણ કે તે અનુમાનથી સિદ્ધ થાય છે. ll૧૭૪૮
વિવેચન - પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ અને આકાશ આ પાંચ ભૂતતત્ત્વ (પદાર્થરૂપ તત્ત્વ) છે. તે પાંચમાં હે વ્યક્તપંડિત ! તમને સંશય વર્તે છે. પરંતુ તે પાંચમાંથી પૃથ્વીપાણી અને અગ્નિ આ ત્રણ ભૂતતત્ત્વ તો પ્રત્યક્ષ દેખાય જ છે. પત્થરોની શિલાઓ, જલાશયો અને અગ્નિના ભડકા તમને અને સર્વ વ્યક્તિઓને પ્રત્યક્ષ દેખાય છે. તેથી તે ત્રણ તત્ત્વમાં સંદેહ કરવો યોગ્ય નથી. કારણ કે જે વસ્તુ ચક્ષુથી સાક્ષાત્ દેખાતી હોય અર્થાત્ પ્રત્યક્ષ હોય ત્યાં સંદેહ કરવો ઉચિત નથી. માટી, પત્થર, કાંકરા, રેતી, શિલાઓ વગેરે પૃથ્વી તત્ત્વ પ્રત્યક્ષ દેખાય છે. જલાશયો, નદીઓ, સરોવરો, સમુદ્ર, કુવાઓ, વાવડીઓ વગેરે જલતત્ત્વ પણ પ્રત્યક્ષ દેખાય જ છે. તથા અગ્નિદ્રવ્ય પણ ઘરે ઘરે રસોડામાં પ્રત્યક્ષ દેખાય છે. તેથી આ ત્રણ ભૂતતત્ત્વ તો પ્રત્યક્ષ દૃષ્ટિગોચર હોવાથી સંશયનો વિષય જ નથી.
અનિલ (પવન) અને આકાશ આ બે ભૂતતત્ત્વ ચક્ષુગોચર નથી. કારણ કે તે બે ભૂતતત્ત્વમાં ચક્ષુરિન્દ્રિયનો વિષય જે રૂપગુણ છે તે નથી. રૂપગુણના અભાવે આ બે તત્ત્વ ચાક્ષુષપ્રત્યક્ષ થતાં નથી. પરંતુ જેમ ચક્ષુથી દેખાય તેને પ્રત્યક્ષ કહેવાય છે. તેમ શેષ ઈન્દ્રિયોથી જે જણાય તે પણ પ્રત્યક્ષ જ કહેવાય છે. પાંચે ઈન્દ્રિયથી જણાતા વિષયને પ્રત્યક્ષ કહેવાય છે. તેથી અનિલ (વાયુ) પણ સ્પર્શનેન્દ્રિયનો વિષય હોવાથી સ્પાર્શનપ્રત્યક્ષ છે. વાયુમાં શીતળ-ઉષ્ણ સ્પર્શગુણ છે. સ્પર્શગુણ સ્પર્શનેન્દ્રિયથી જણાય છે. જેના ગુણો પ્રત્યક્ષ હોય છે તે ગુણોવાળું દ્રવ્ય પણ ઘટ-પટની જેમ પ્રત્યક્ષ કહેવાય છે. તેથી “વાયુભૂત પણ પ્રત્યક્ષ છે. સ્પર્શગુણ પ્રત્યક્ષ હોવાથી, ઘટ-પટની જેમ” આ પ્રમાણે તે વાયુમાં પણ સંદેહ કરવો યોગ્ય નથી.
Page #340
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૧૫
અથવા વાયુ અને આકાશ ચક્ષુર્ગોચર પ્રત્યક્ષ ન હોવાથી કદાચ તેમાં સંશય થાય, તો પણ તે સંશય કરવા જેવો નથી. કારણ કે જે જે વસ્તુ પ્રત્યક્ષ થતી નથી તે તે બધી વસ્તુઓ નથી હોતી એમ નથી. ખરશૃંગાદિ જે સર્વથા અસ હોય છે તે જ વસ્તુઓ હોતી નથી. પરંતુ વાયુ, આકાશ આદિ જે વસ્તુઓ સત્ છે તે વસ્તુઓ ચાક્ષુષપ્રત્યક્ષ ભલે નથી પરંતુ અનુમાનથી ગમ્ય છે. તેવાં તેવાં અદશ્ય તત્ત્વો પણ અનુમાનથી જાણી શકાય છે. માટે વાયુ અને આકાશ ચાક્ષુષપ્રત્યક્ષનો વિષય ભલે નથી. તો પણ તે તત્ત્વો નથી એમ નહીં. તેઓને જણાવનારા અનુમાનો આ પ્રમાણે છે. જે હવે પછીની ગાથામાં કહેવાય છે. I૧૭૪૮.
વાયુની સિદ્ધિ કરનારું અનુમાન આ પ્રમાણે છે - अत्थि अदिस्सापाइयफरिसणाईणं गुणी गुणत्तणओ । रूवस्स घडोव्व गुणी, जो तेसिं सोऽनिलो नाम ॥१७४९॥ (अस्त्यदृश्यापादितस्पर्शनादीनां गुणी गुणत्वतः । રૂપી વટ ફેવ મુખી, યતેષ સોનિનો નામ )
ગાથાર્થ - અદેશ્ય એવા કોઈ દ્રવ્ય વડે ઉત્પન્ન કરાયેલા સ્પર્શ આદિ ગુણોનો કોઈક ગુણી ચોક્કસ છે જ, ગુણ હોવાથી, રૂપગુણનો ગુણી જેમ ઘટ છે, તેમ સ્પર્શ આદિ ગુણોનો જે ગુણી છે. તે જ વાયુ નામનું ભૂતતત્ત્વ છે. /૧૭૪૯ll
વિવેચન - ખુલ્લી જગ્યામાં શીતળતા અથવા ઉષ્ણતા વગેરે સ્પર્શનો જે અનુભવ થાય છે તે સ્પર્શ તથા સુસવાટા મારતો ભયંકર જે અવાજ સંભળાય છે તે શબ્દ તથા શારીરિક તબીયત નરમ હોય અને ગામડાની કે તીર્થની હવા લેવાથી સ્વાથ્ય સારું થાય છે. ત્યારે સુંદર દેખાતું તે સ્વાથ્ય તથા શીતઋતુ કે વર્ષાઋતુ વગેરે કાળમાં અતિશય ઠંડો પવન આવવાથી શરીર ધ્રુજે તે કમ્પ.
આ સ્પર્શ-શબ્દ-સ્વાથ્ય અને કંપન એ ગુણો કોઈને કોઈ અદશ્ય દ્રવ્યમાં રહેલા છે અથવા દ્રવ્ય વડે કરાયેલા છે. તેથી તે ગુણોનો અદેશ્ય એવો કોઈક ગુણી (ભૂતપદાર્થ) ચોક્કસ છે જ. કારણ કે આ સઘળા ય ગુણો છે અને ગુણો ગુણી વિના કેવલ એકલા હોતા નથી. તેથી આ ગુણોનો જે ગુણી છે તે નિયમા અનિલ (પવન-વાયુ) દ્રવ્ય છે.
જેમ ચક્ષુથી દેખાતું ઘટનું રૂપ એ ગુણ છે. તેથી તે ગુણનો ગુણી ઘટદ્રવ્ય છે. રૂપ ચક્ષુર્ગોચર છે તેથી ઘટ-પટ દ્રવ્ય પણ ચક્ષુર્ગોચર છે. તે રૂપ ગુણ ઘટ ગુણીમાં રહેલ છે.
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૧૬
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
તેવી જ રીતે સ્પર્શ-શબ્દ-સ્વાથ્ય અને કંપન આ પણ ગુણ અથવા ક્રિયા છે તે પણ કોઈક અદેશ્ય એવા દ્રવ્યને આશ્રિત છે અથવા અદેશ્ય એવા દ્રવ્ય વડે જ કરાયેલ છે. કારણ કે આ સ્પર્ધાદિ ચારે ગુણ ક્રિયા સ્વરૂપ છે. જે જે ગુણ-ક્રિયાત્મક હોય છે તે તે અવશ્ય કોઈને કોઈ દ્રવ્યને આશ્રિત અથવા તેવા દ્રવ્યથી કરાયેલ જ હોય છે. સ્વતંત્રપણે સંભવતા જ નથી. તેથી સ્પર્શ-શબ્દ-સ્વાથ્ય અને કંપન વગેરે ગુણ-ક્રિયાના આધારભૂત જે પદાર્થ છે. તે જ વાયુદ્રવ્ય છે. સ્પર્શના આધારભૂત વાયુ છે અને શબ્દ, સ્વાથ્ય તથા કંપનક્રિયાના હેતુભૂત વાયુ છે આ અનુમાનથી વાયુ નામના ચોથા ભૂતતત્ત્વની સિદ્ધિ થાય છે.
કેટલીક વસ્તુઓ પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ થાય છે. તેમાં કેટલીક વસ્તુઓ અનુમાન પ્રમાણથી પણ સિદ્ધ થાય છે. પૃથ્વી-જલ-તેજ આ ત્રણ ભૂત પ્રત્યક્ષસિદ્ધ અને વાયુ અનુમાનસિદ્ધ છે આમ જાણવું. ll૧૭૪૯l
હવે આકાશ નામના પાંચમા ભૂતતત્ત્વની સિદ્ધિ કરનાર અનુમાન જણાવે છે - अस्थि वसुहाइभाणं, तोयस्स घडोव्व मुत्तिमत्ताओ । जं भूयाणं भाणं तं वोमं वत्त ! सुव्वत्तं ॥१७५०॥ (अस्ति वसुधादिभाजनं, तोयस्य घट इव मूर्तिमत्त्वात् । यद् भूतानां भाजनं, तद् व्योम व्यक्त ! सुव्यक्तम् ॥)
ગાથાર્થ – વસુધા (પૃથ્વી) આદિ ચારે ભૂતોનો આધાર કોઈક છે. મૂર્તિમાન દ્રવ્ય હોવાથી, જેમ પાણીનો આધાર ઘટ છે તેમ ચારે ભૂતોના આધારભૂત જે પદાર્થ છે તે જ હે વ્યક્તપંડિત ! સુવ્યક્ત એવું આકાશદ્રવ્ય (એ નામનું પાંચમું ભૂતતત્ત્વ) છે. /૧૭૫oll
વિવેચન - પૃથ્વી-પાણી-અગ્નિ અને વાયુ આ ચારે ભૂતતત્ત્વ પૂર્વની ગાથામાં ત્રણ પ્રત્યક્ષથી અને એક વાયુ કથંચિત્ સ્પાર્શન પ્રત્યક્ષથી અને કથંચિત્ અનુમાનથી સિદ્ધ કરેલ છે. હવે સિદ્ધ થયેલાં એવાં તે ચારે ભૂતોનો કોઈક આધાર હોવો જ જોઈએ. કારણ કે આ ચારે ભૂતો મૂર્તિમાન્ (રૂપાદિ ગુણોવાળાં) તત્ત્વ છે. જે જે મૂર્તિમાન્ તત્ત્વ હોય છે તે તે કોઈને કોઈ આધારમાં જ રહે છે. જેમકે પાણી એ મૂર્તિમાન પદાર્થ છે તો ઘટમાં, લોટામાં કે કુવામાં કે ડોલમાં રહે છે. તેની જેમ આ ચારે ભૂતો પણ મૂર્તિમાન દ્રવ્યો છે તેથી તે ચારેના આધારભૂત જે અદેશ્ય-સૂક્ષ્મ-દ્રવ્ય છે તે જ હે વ્યક્તપંડિત ! આકાશ નામનું પાંચમું ભૂતતત્ત્વ છે. આ વાત અત્યન્ત સ્પષ્ટ (સુવ્યક્ત) છે.
Page #342
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
૩૧૭
વસુધાનીનાં અસ્તિ ખ્રિાધાર:, મૂર્તિમત્ત્વાત્, યથા તોયસ્ય આધારો ઘટ: । આ અનુમાનથી આકાશની સિદ્ધિ થાય છે.
ગણધરવાદ
પ્રશ્ન - તમારું ઉપરોક્ત અનુમાન બરાબર નથી. કારણ કે પક્ષવી પદાર્થોમાં તો સાધ્યની શંકા હોય છે, સાધ્ય સિદ્ધ થયેલું નથી, હજુ સાધ્ય સિદ્ધ કરાય છે. તેથી પક્ષવર્તી પદાર્થનું ઉદાહરણ અપાતું નથી, જેમાં સાધ્ય સિદ્ધ થઈ ચૂક્યું હોય છે. તેવું પક્ષની બહારનું ઉદાહરણ આપવું જોઈએ. જેમકે “પર્વતો વૃદ્ઘિમાન્ ધૂમાત્ મહાનસવત્'' આ અનુમાનમાં જેમાં વહ્નિ સિદ્ધ કરાય છે. પણ હજુ સિદ્ધ થયેલ નથી તેવા પર્વતનું ઉદાહરણ અપાતું નથી. પરંતુ જેમાં વહ્નિ સિદ્ધ થયેલ એવા મહાનસનું ઉદાહરણ અપાય છે.
ઉપરના અનુમાનમાં ‘વસુધારીનાં’’ આ પદમાં પૃથ્વી, જલ, તેજ અને વાયુ આ ચારે પદાર્થો પક્ષરૂપે છે. તેથી તે ચારમાંનું ઉદાહરણ આપવું જોઈએ નહીં. તમો ‘“તોયસ્ય ઘટવત્'' અહિં પાણીના આધારરૂપે ઘટનું જે ઉદાહરણ આપો છો તે પક્ષનો જ એકદેશ થયો. વસુધા આદિ ચારનો આધાર સિદ્ધ કરાય છે. તેમાંનો જ આ એક દેશ થયો. તેથી તેનું ઉદાહરણ આપી શકાય નહીં. ચાર ભૂતોથી બહારનું દૃષ્ટાન્ત આપવું જોઈએ અને ચાર ભૂતો પૃથ્વી આદિ અને આધારરૂપે સિદ્ધ કરાતું આકાશ આ પાંચ તત્ત્વોથી બહાર કોઈ તત્ત્વ છે જ નહીં કે જેનું ઉદાહરણ તમે આપી શકો. તેથી તમારું આ અનુમાન બહારના ઉદાહરણ વિનાનું હોવાથી બરાબર નથી.
ઉત્તર - અનુમાનમાં સર્વત્ર ઉદાહરણ જોઈએ જ એવો નિયમ નથી. પ્રબળ હેતુ હોય તો ઉદાહરણ વિના એક હેતુમાત્રથી પણ સાધ્યની સિદ્ધિ થાય છે. છતાં અનુમાનની પરિભાષા પ્રમાણે (રીતભાતને અનુસારે) પક્ષની અંતર્વત્ત ઉદાહરણ પણ આપી શકાય છે અને તે રીતે સાધ્યની સિદ્ધિ થાય છે છતાં ધારો કે તેવુ પક્ષવત્ત ઉદાહરણ ન આપી શકાય અને બહારનું જ ઉદાહરણ હોવું જોઈએ આવો નિયમ હોય ત્યારે અનુમાનનો પ્રયોગ ‘‘વસુધારીનાં’’ આમ ચારે ભૂતતત્ત્વો સાથે ન લેતાં એક એક ભૂતતત્ત્વને લઈને ચાર અનુમાનો જુદાં જુદાં બનાવવાં. તે આ પ્રમાણે -
ન
पृथ्वी विद्यमानभाजना, मूर्तत्वात् तोयवत् । आपः विद्यमानभाजनाः, मूर्तत्वात् तेजोवत् । तेजः विद्यमानभाजनम्, मूर्तत्वात् वायुवत् ।
वायुः विद्यमानभाजनः, मूर्तत्वात् पृथ्वीवत् ।
આ પ્રમાણે એક એક દ્રવ્યના આધારભૂત જે પદાર્થ છે તે આકાશ નામનું દ્રવ્ય
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
છે. પૃથ્વી-જલ-તેજ આ ત્રણ પ્રત્યક્ષથી, વાયુ પ્રત્યક્ષ અને અનુમાનથી, તથા આકાશ અનુમાનથી સિદ્ધ થાય છે. તેથી આ સંસારમાં પાંચે પણ ભૂતત્ત્વોનું અસ્તિત્વ છે. પણ હે વ્યક્તપંડિત ! શૂન્યતા નથી. ll૧૭૫oll
આ પ્રમાણે પાંચે ભૂતતત્ત્વોના અસ્તિત્વની સિદ્ધિ કરીને હવે આ વાતનો ઉપસંહાર કરતાં જણાવે છે કે -
एवं पच्चक्खाइ पमाणसिद्धाइं सोम्म ! पडिवज । जीवसरीराहारोवओग धम्माइं भूयाइं ॥१७५१॥ ( एवं प्रत्यक्षादिप्रमाणसिद्धानि सौम्य ! प्रतिपद्यस्व । जीवशरीराधारोपयोगधर्माणि भूतानि ॥)
ગાથાર્થ - આ પ્રમાણે પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ એવાં પાંચે ભૂતોને હે સૌમ્ય ! તમે સ્વીકારો, કે જે પાંચે ભૂતો જીવ અને શરીરના આધારભૂત છે અને ભિન્ન ભિન્ન પ્રકારે જીવ તથા શરીરના ઉપભોગમાં આવે તેવા ધર્મવાળાં આ ભૂતો છે. ll૧૭૫૧//
વિવેચન - આ પ્રમાણે પૃથ્વી-જલ-તેજ-વાયુ અને આકાશ આ પાંચ ભૂતતત્ત્વો છે. તેનું આ સંસારમાં નિયમા અસ્તિત્વ છે તથા આ પાંચે ભૂતતત્ત્વો પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી (તથા આગમ પ્રમાણથી પણ) સિદ્ધ થાય છે. તેથી પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ થયેલ આ પાંચે તત્ત્વોને હે સૌમ્ય ! તું સ્વીકાર.
તથા આ પાંચ ભૂતોમાંથી પ્રથમનાં ચાર ભૂતો જીવદ્રવ્યના આધારભૂત છે. અર્થાત્ સચેતન છે તથા પાંચે ભૂતો જીવને તથા સચેતન શરીરને ભિન્ન ભિન્ન પ્રકારે ઉપભોગના સાધનસ્વરૂપે છે. મકાન બનાવવા રૂપે માટી, અલંકાર રૂપે સોનું, રૂપું, હીરા માણેક, મોતી, ખોરાકરૂપે ધાન્ય, વનસ્પતિ ઈત્યાદિ રીતે પૃથ્વી ઉપભોગનું સાધન છે. જલપાન, વસ્ત્રોવન અને સ્નાનાદિરૂપે જલ ઉપભોગનું સાધન છે. રસોઈ બનાવવામાં અને પ્રકાશ આપવામાં અગ્નિ ઉપભોગનું સાધન છે. શરીરના સ્વાથ્યમાં તથા આકુળ-વ્યાકુલતા અને અરતિઉગ વગેરે દૂર કરવામાં વાયુ ઉપભોગનું સાધન છે. તથા ઘર બાંધવામાં, સ્થાન, ઉપવેશન, શયન આદિમાં આકાશ ઉપભોગનું સાધન છે. આ રીતે પાંચે ભૂતતત્ત્વ જીવના ઉપભોગનાં સાધનો છે. તથા પ્રથમનાં ચાર ભૂતતત્ત્વો જીવવાળાં અર્થાત્ સચેતન છે અને આકાશ નામનું ભૂતતત્ત્વ અચેતન છે.
પાંચમું આકાશદ્રવ્ય સદા અચેતન છે. પ્રથમનાં ચાર દ્રવ્યો જ્યાં સુધી શસ્ત્રોથી
Page #344
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ ચોથા ગણધર - વ્યક્ત
૩૧૯ હણાયાં ન હોય ત્યાં સુધી સચેતન છે અને જ્યારે શસ્ત્રોથી હણાયાં હોય ત્યાર પછી અચેતન હોય છે. ll૧૭૫૧||
પ્રથમનાં ચારદ્રવ્યો શસ્ત્રોથી ઉપહત ન થયાં હોય ત્યાં સુધી સચેતન છે. આમ જે કહેવામાં આવ્યું. તેથી તે ચારની સચેતનતા સિદ્ધ કરે છે -
किह सजीवाइं मई, तल्लिङ्गाओ ऽनिलावसाणाइं । वोमं विमुत्तिभावादाधारो चेव न सजीवं ॥१७५२॥ (कथं सजीवानि मतिस्तल्लिङ्गादनिलावसानानि । व्योम विमूर्तिभावादाधारश्चैव न सजीवम् ॥)
ગાથાર્થ - પ્રથમનાં ચાર દ્રવ્યો સચેતન કેવી રીતે છે ? આવો પ્રશ્ન કદાચ થાય, તો ઉત્તર જાણવો કે તેમાં જીવનાં લિંગો દેખાય છે માટે વાયુ સુધીનાં ચાર દ્રવ્યો સજીવ છે. આકાશ એ અમૂર્ત હોવાથી આધાર જ માત્ર છે પણ સજીવ નથી. /૧૭૧ર/
વિવેચન - અહીં કદાચ કોઈને આવો પ્રશ્ન થાય કે આ પાંચે ભૂતો અન્ય દર્શનશાસ્ત્રોમાં (ચાર્વાક આદિમાં) નિર્જીવ તરીકે પ્રસિદ્ધ છે અને અહીં કેટલાંક સચેતન અને કેટલાંક અચેતન કહેવાય છે. તે કેવી રીતે સમજવું ?
ઉત્તર - આ પ્રશ્નનો ઉત્તર આ રીતે સમજવો કે પૃથ્વી, જલ, તેજ અને વાયુ આ ચાર ભૂતો સચેતન છે. કારણ કે તેમાં જીવનાં લિંગો (ચિહ્નો) દેખાય છે. પૃથ્વીથી વાયુ સુધીનાં ચારે ભૂતોમાં જીવ છે તે સચેતન છે. તેની સિદ્ધિ આગળ આવતી ગાથા ૧૭૫૩ થી ૧૭૬૧ માં ગ્રંથકારશ્રી જ સમજાવે છે. એટલે અહીં આપણે વધારે ચર્ચા કરતા નથી.
આકાશ નામનું જે પાંચમું ભૂત છે, તે મૂર્ત નથી અર્થાત્ અમૂર્તિ છે. તેથી સચેતન નથી. પરંતુ જીવો અને શરીરાદિ પુદ્ગલ દ્રવ્યોના આધારભૂત માત્ર છે. આ પ્રમાણે ચાર સચેતન અને એક અચેતન એમ પાંચ ભૂતોનું આ સંસારમાં અસ્તિત્વ છે. પૃથ્વી આદિ ભૂતોવાળું આ જગત છે. ll૧૭પરા
પૃથ્વી, જલ, તેજ અને વાયુ આ ચાર ભૂત, સચેતન છે. ત્યાં પૃથ્વીમાં માટી, પત્થર, કાંકરા, રેતી, સોનું, રૂપું, હીરા માણેક, મોતી, લોખંડ વગેરે કઠણ ચીજો (પૃથ્વીકાય) પણ આવે છે અને ઝાડ, પાન, ફૂલ, ફળ, શાખા, પ્રશાખા વગેરે વનસ્પતિ (વનસ્પતિકાય) પણ આવે છે. પૃથ્વી નામના ભૂતપદાર્થમાં પૃથ્વીકાય અને વનસ્પતિકાય એમ બન્ને પ્રકારના પદાર્થો લઈ લેવામાં આવે છે. તેથી સૌ પ્રથમ વનસ્પતિમાં સચેતનતા સમજાવે છે -
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨)
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
નH-નર-નવ-મ૨U-રોદ-હાર-લોદત્તામય ! रोग-तिगिच्छाईहि य, नारिव्व सचेयणा तरवो ॥१७५३॥ (ન-નર-જીવન-મ૨UT-શેહUદિર-ટીલામતઃ | શા-ત્રિવત્સમિશ્ર-નારીવ સવેતનાપ્તરવ: II)
ગાથાર્થ - વૃક્ષોમાં નારીની જેમ જન્મ-જરા-જીવન-મૃત્યુ-રોહણ (ભાંગેલાનું સંધાવું), આહાર, દોહલા, આમય (રોગ) અને રોગની ચિકિત્સા વગેરે ધર્મો દેખાય છે. માટે વનસ્પતિ સચેતન છે. ll૧૭૫૭//
- વિવેચન - આ ગાથામાં વનસ્પતિમાં જીવની સિદ્ધિ કરવામાં આવી છે. “તરવ: સતના:” વનસ્પતિ સઘળી સચેતન છે. આ પ્રતિજ્ઞા જાણવી. (તરવ: એ પક્ષ છે અને સતના: એ સાધ્ય છે.) -નર-નવન-મરી-ક્ષતિસંરોદUTTહાર-તીર્દામરોત્સિાસિદ્ધીવત્ (જન્મ-જરા-જીવન-મરણ-ભાંગેલાનું સંધાવું, આહારગ્રહણ, દોહલા થવા, રોગ થવો અને રોગની ચિકિત્સા કરવી વગેરે લક્ષણો વનસ્પતિમાં દેખાય છે. આ હેતુ સમજવો. નારીવત્ = સ્ત્રીની જેમ આ ઉદાહરણ જાણવું. આ રીતના અનુમાનથી વનસ્પતિમાં જીવની સિદ્ધિ જાણવી.
1 = દરેક વનસ્પતિ ભૂમિમાંથી ઉત્પન થતી એટલે કે જન્મ પામતી દેખાય છે. વર્ષાઋતુ કાલે સર્વત્ર અનેક જાતની વનસ્પતિનો જન્મ પ્રત્યક્ષ દેખાય છે. શેષ ઋતુકાલે તે તે ઋતુસંબંધી વનસ્પતિ જન્મ પામતી દેખાય છે.
નરT = સ્ત્રીના શરીરમાં જેમ ઘડપણ દેખાય છે તેમ ઘણાં વર્ષોનાં વૃક્ષોમાં ઘડપણ દેખાય છે. આ વૃક્ષ હવે ખખડી ગયું છે. ઘણું ઘરડું થયું છે. આમ વ્યવહારમાં પણ બોલાય
નીવન = જેમ સ્ત્રી ૫૦-૮૦-૧૦૦ વર્ષ જીવતી દેખાય છે તેમ વૃક્ષ પણ સેંકડો વર્ષો સુધી જીવતાં દેખાય છે. ત્યારબાદ તે સડી પડી જાય છે.
RUT = જેમ સ્ત્રીનું આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામતી સ્ત્રી દેખાય છે તેમ વૃક્ષો પણ પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામીને ભૂમિ ઉપર પડી જતાં, સડી જતાં, નાશ પામતાં દેખાય છે.
રોપ = ભાંગી ગયેલાનું સંધાયું. જેમાં સ્ત્રીના શરીરનો કોઈ ભાગ ભાંગી ગયો હોય, ઘા પડ્યો હોય તો ઔષધોથી સંધાય છે. તેમ વૃક્ષોની શાખા-પ્રશાખા કે ફૂલ-ફળ
Page #346
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૨૧
તોડ્યાં હોય, ભાંગ્યા હોય તો તે જ શાખા-પ્રશાખા આદિનો ભાગ ફરીથી સંધાતો દેખાય
લોહા = સ્ત્રી સગર્ભા હોય ત્યારે જેમ દોહલાઓ થાય છે. તેમ વૃક્ષોને પણ તેવા તેવા પ્રકારના દોહલાઓ (આહાર-પાણી આદિની ઈચ્છાઓ) ફળોત્પત્તિ કાલે થાય છે. આ વિષયની વનસ્પતિના અનુભવીઓને વિશેષે જાણકારી હોય છે.
આહાર = જેમ સ્ત્રીને આહાર-પાણીની જરૂર રહે છે તેમ આ વનસ્પતિને પણ ખાતર અને પાણીની જરૂર રહે છે. સમયે પાણી પાવું જ પડે છે. ખાતરનો ખોરાક પણ આપવો જ પડે છે. તો જ ફળે છે.
સમય = અને આમન્નિધિમા રોગ અને રોગની ચિકિત્સા પણ વનસ્પતિમાં સ્ત્રીની જેમ હોય છે. પરંતુ આ વિષયની જાણકારી વિશેષે કરીને વનસ્પતિના અનુભવીને હોય છે.
આ રીતે વનસ્પતિમાં મનુષ્યની સ્ત્રીની જેમ જીવનાં લિંગો જણાય છે. તેથી વનસ્પતિમાં જીવ છે એમ અનુમાનથી જીવની સિદ્ધિ કરી.
=
પ્રશ્ન
તમારું ઉપરોક્ત અનુમાન ખોટું છે. કારણ કે ખન્માવિ જે હેતુ છે તે અનૈકાન્તિક છે. સાધ્યના અભાવમાં પણ આ હેતુ વર્તે છે. અહીં સાધ્ય સચેતન છે. પરંતુ
તેના અભાવમાં એટલે કે અચેતનમાં જન્મ-જરા-જીવન આદિ ભાવો દેખાય છે. જેમકે ‘‘નાતં તદ્ ધિ’’ = તે દહીં થયું. આવો વ્યવહાર અચેતન એવા દહીમાં પણ કરાય છે. એવી જ રીતે ‘‘નીવિત વિષમ્'' અફીણ આદિ વિષના વ્યસનીને “વિષ એ જ જીવન છે” આવો વ્યવહાર પણ થાય છે ત્યાં વિષ અચેતન હોવા છતાં તેમાં જીવનનો વ્યવહાર
લોકમાં જોવાય છે. તથા ‘‘મૃતં સુક્ષ્મમ્’’ આ કસુંબો મડદાલ છે. જે કસુંબો ફળપ્રાપ્તિમાં અસમર્થ હોય ત્યાં મડદાલ છે, મરી ગયો છે વગેરે શબ્દપ્રયોગ થાય છે. આ ત્રણે દૃષ્ટાન્તોમાં દહીંમાં જન્મનો, વિષમાં જીવનનો અને કસુંબામાં મરણનો વ્યવહાર અચેતન હોવા છતાં પણ જોવા મળે છે. તેથી આ હેતુ અનૈકાન્તિક (વ્યભિચારી અર્થાત્ સાધારણાનૈકાન્તિક) છે.
-
=
ઉત્તર - જન્મ-જરા-જીવન-મરણ વગેરે સચેતનપણાનાં સર્વે લિંગો મનુષ્યની જેમ વનસ્પતિમાં સર્વે દેખાય છે. સર્વે લિંગો સાક્ષાત્ છે. તેથી નિરૂપચરિતપણે અર્થાત્ વાસ્તવિકપણે આ લક્ષણો ત્યાં છે. દહીં, વિષ અને કસુંબામાં તો પ્રતિનિયત એવા (અમુક એકાદ) જાતાદિનો જ વ્યવહાર કરાય છે અને તે પણ ઉપચારે કરાય છે. બધા ધર્મોનો
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૨
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
વ્યવહાર નથી. માટે તે સચેતન પણ નથી અને જન્મ-ઘડપણ-મૃત્યુ આદિ અર્થવાળા જાતાદિ શબ્દોનો વ્યવહાર પણ નથી. પરંતુ ‘‘નામિવ જ્ઞાતં ધિ'' જેમ કોઈ મનુષ્ય ઘણો જ બહાદૂર, શૂરવીર હોય એટલે ઉપચાર કરાય છે કે “આ પુરુષ તો સિંહ છે” તેથી કંઈ તે સિંહ બની જતો નથી. ક્રોધી માણસને “આ તો સાપ છે” આમ કહેવાય છે. તેવી જ રીતે સારી રીતે જામેલા દહીંને જન્મ્યાની જેવું માનીને દહીં જામ્યું એ અર્થમાં જાત શબ્દનો પ્રયોગ છે. પરંતુ વાસ્તવિક જન્મ નથી. તેવી જ રીતે અફીણ આદિ વિષનું પાન કરીને જ જે આત્મા જીવન ટકાવતો હોય તો અફીણાદિ વિષ તેના જીવનનું સાધન બન્યું હોવાથી ઉપચાર કરાય છે કે વિષપાન એ જ જીવન છે. પરંતુ તેનો અર્થ એ નથી કે વિષમાં જીવનક્રિયા છે. તથા કસુંબો જોઈએ તેવો મદ આપતો નથી તેથી ફળની અપ્રાપ્તિ હોવાથી मृत નો ઉપચાર કરાય છે. પરંતુ મરણ ધર્મ તેમાં નથી. આ રીતે ઉપચિરત અને
નિરુપચરિતને સમાન ન સમજવાં. વનસ્પતિમાં સર્વે ધર્મો વાસ્તવિક છે. માટે તે સચેતન છે. હેતુ વ્યભિચારી નથી પણ સહેતુ છે. ૧૭૫૩॥
વનસ્પતિમાં જ સચેતનતા સાધવા માટે બીજા બીજા હેતુઓ પણ પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ જણાવે છે -
छिक्कप्परोइया छिक्कमेत्तसंकोयओ कुलिंगोव्व । આસયસંવારાઓ, વિયત્ત ! વીવિયાળારૂં ૫૬૭૪॥ सम्मादओ य सावप्पबोहसंकोयणाइओऽभिमया । बउलादओ य सद्दाइविसयकालोवलंभाओ ॥१७५५ ॥
(स्पृष्टप्ररोदिकाः स्पृष्टमात्रसंकोचतः कुलिङ्ग इव । आश्रयसञ्चाराद् व्यक्त ! वल्लीवितानानि ॥ शम्यादयश्च स्वाप - प्रबोध-संकोचनादितोऽभिमताः । बकुलादयश्च शब्दादिविषयकालोपलम्भात् ॥ )
ગાથાર્થ - સ્પષ્ટ પ્રરોદિકા (લજ્જામણી વેલડી) ક્ષુદ્ર જંતુની જેમ સ્પર્શ કરતાંની સાથે જ સંકોચ પામે છે માટે સચેતન છે. તથા વેલ વગેરેનો વિસ્તાર પોતાનો આશ્રય લેવા ભીંત, વાડ, વૃક્ષ, વરંડા તરફ જ ગમન કરે છે. ૧૭૫૪
શમી આદિ વૃક્ષો સ્વાપ (નિદ્રા) - પ્રબોધ (ઉઠવું) અને સંકોચ આદિ ધર્મોવાળાં
Page #348
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૨૩
હોવાથી સચેતન મનાયાં છેબકુલાદિ વૃક્ષો શબ્દાદિ વિષયોના ઉપભોગકાલે જ ફળ આપતાં દેખાય છે. ll૧૭૫પી
વિવેચન - વનસ્પતિમાં જીવની સિદ્ધિ કરવા માટે કેટલાંક (ચિહ્નો) લિંગો આગળની ગાથામાં કહ્યાં છે. આ ગાથામાં પણ બીજાં લિંગો જણાવે છે -
(૧) લજ્જામણી નામની વેલડી હોય છે. જે વેલડી મનુષ્યોના સ્પર્શમાત્રથી જ સંકોચાઈ જાય છે. તેથી મનુષ્યોથી જાણે લજ્જા પામતી હોય તેમ દબાઈ જાય છે. આ કારણે જ તેનું નામ “લજામણી” વેલડી રાખવામાં આવ્યું છે. જેમ કીડા, જુ વગેરે ક્ષુદ્ર જંતુઓમાં જીવ છે. એટલે મનુષ્યોનો સ્પર્શ થતાં જ પોતાના શરીરને કંપાવે છે, સંકોચે છે અને ભાગી જાય છે તેમ આ વેલડી પણ પોતાના શરીરને સંકોચી લે છે. તેથી તેમાં જીવ છે એમ સિદ્ધ થાય છે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – પૃષ્ઠ રોહિત વનસ્પતય:, સતના:, પૃષ્ટમાત્રસવત્ વિવત્ = સ્પર્શ થતાંની સાથે જ રડી પડનારી અર્થાત્ લજામણી વેલ વગેરે વનસ્પતિઓ સચેતન છે. કારણ કે સ્પર્શ માત્રથી જ સંકોચ પામે છે માટે, કીટાદિ ક્ષુદ્રજીવોની જેમ.
(૨) બીજી વેલડીઓ વગેરે પણ સચેતન છે. કારણ કે તેઓ પોતાની રક્ષા માટે વાડ, વૃક્ષ કે વરંડા આદિ સ્થાનોનો જ આશ્રય શોધે છે. તે સ્થાનો તરફ જ સંચરણ કરે છે. સચેતન હોય તો જ આ સંભવે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે - વયતિ:, सचेतनाः, स्वरक्षार्थं वृत्ति-वृक्ष-वरण्डकाद्याश्रयं प्रति सञ्चरणात्, देवदत्तवत्
(૩) શમી આદિ વૃક્ષો સચેતન છે. સ્વાપ-પ્રબોધ અને સંકોચાદિ ધર્મોવાળાં હોવાથી દેવદત્તની જેમ, દેવદત્તાદિ મનુષ્યોમાં જેમ સ્વાપ (નિદ્રા) હોય છે. પ્રબોધ (નિદ્રા ત્યજીને જાગૃત થવાપણું) હોય છે. તથા ભયાદિ પ્રસંગે સંકોચ હોય છે તેવી જ રીતે શમી આદિ વૃક્ષોમાં ચૈતન્યધર્મનાં સૂચક આ સઘળાં ચિહ્નો હોય છે. તેથી શમી આદિ વૃક્ષો પણ સચેતન છે. “શયા , સતના:, સ્વીપ-પ્રવોથ-સોવવિધર્મવન્વી, રેવત્તવત્ ''
(૪) તથા બકુલવૃક્ષ, અશોકવૃક્ષ, કુરબકવૃક્ષ, વિરહકવૃક્ષ અને ચંપક-તિલક વગેરે વૃક્ષો સચેતન છે. કારણ કે તે વૃક્ષો અનુક્રમે મેઘના ગર્જારવ આદિ શબ્દને સાંભળીને, સ્ત્રી આદિના રૂપને જોઈને, મદિરા આદિની સુગંધને સુંઘીને, વિશિષ્ટ રસનો સ્વાદ માણીને અને ભોગ્યપદાર્થના સ્પર્શનો ઉપભોગ કરીને જ વૃદ્ધિ પામનારાં હોય છે. જુદા જુદા વૃક્ષોમાં જુદી જુદી ઈન્દ્રિયોના ઉપભોગો દેખાતા હોવાથી તે વૃક્ષો સચેતન છે. વૃત્ની सचेतनाः, शब्दादिविषयाणामुपभोगस्योपलम्भात् यज्ञदत्तवत् ।
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૪ ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ (૫) આવી જ રીતે કુષ્માણ્ડી અને બીજપૂરક નામની કેટલીક વનસ્પતિઓમાં દોહલા થવા વગેરે ચૈતન્યનાં લિંગો દેખાય છે. તેથી વનસ્પતિમાં અવશ્ય જીવ છે એમ સિદ્ધ થાય છે. ll૧૭૫૪-૧૭૫પી
સામાન્યથી સઘળી પણ વનસ્પતિમાં તથા પૃથ્વીમાં ચેતનની સિદ્ધિ કરતા પરમાત્મા કહે છે કે -
मंसंकुरोव्व समाणजाइरूवंकुरोवलंभाओ । तरुगण-विदुम-लवणोवलादओ सासयावत्था ॥१७५६॥ (मांसाङ्कर इव समानजातिरूपाङ्करोपलम्भात् । તાપવિદ્યુમ-ત્નવોપલ્લી: સ્વાશ્રયાવસ્થા: I)
ગાથાર્થ - તગણ-વિદ્યુમ-લવણ અને ઉપલાદિ પૃથ્વીની જાતો પોતાના આશ્રમમાં રહી છતી સચેતન છે. કારણ કે હરસના માંસના અંકુરાની જેમ સમાન જાતિના સ્વરૂપવાળા અંકુરાઓનો ઉપલંભ થાય છે. તે માટે તે સચેતન છે. ll૧૭૫૬/l
વિવેચન - મનુષ્યોના શરીરમાં જેમ હરસના માંસનો અંકુરો ફુટે છે એટલે કે તે એકવાર કપાયા પછી પણ ફરીથી તે માંસના અંકુરા થાય છે. તેની જેમ તરુગણ, વિદ્રુમ (પરવાળાં), લવણ (મીઠું) અને ઉપલ (પત્થર) માં પણ તે જ્યાં સુધી “સ્વાશ્રયસ્થાન તા.' પોતાના સ્થાનમાં અંશથી પણ હોય છે. ત્યાં સુધી કપાયા છતા ફરી ફરી પણ પોતાની સમાન જાતના અંકુરા ઉત્પન્ન કરે છે. તથા કપાયા છતાં ફરી ફરી વૃદ્ધિ પામે છે. માટે તે સર્વમાં જીવ છે. અહીં જે તરુગણ (વૃક્ષોનો સમૂહ) કહ્યો તે વનસ્પતિકાય જાણવો અને વિદ્યુમ, લવણ અને ઉપલ જે કહેલ છે તે પૃથ્વીકાયની જાત જાણવી. આ રીતે આ ગાથામાં વનસ્પતિમાં અને પૃથ્વીમાં જીવની સિદ્ધિ કરી.
વ્યક્તપંડિત – પૃથ્વી-જલ-તેજ-વાયુ આ પ્રથમનાં ચાર ભૂતોમાં “સચેતનપણું” સાધવાનો આ પ્રયત્ન ચાલે છે તે ચારમાં સૌથી પ્રથમ “પૃથ્વી” નામનું ભૂત છે તેથી પ્રથમ તેમાં જ સચેતનતા સિદ્ધ કરવી જોઈએ. કારણ કે ચારમાં તેનો જ પ્રથમ નંબરે ઉપન્યાસ છે. તો આ ક્રમને છોડીને ૧૭પ૩ આદિ ગાથામાં તથા આ ૧૭પ૬ મી ગાથામાં પણ વનસ્પતિની જ સચેતનતા પ્રથમ સિદ્ધ કરી અને પછી વિદ્રુમ-લવણ અને ઉપલ આદિ પૃથ્વીની સચેતનતા સિદ્ધ કરી આમ કેમ કર્યું ? તથા પાંચ ભૂતોમાં વનસ્પતિનો તો ઉલ્લેખ જ નથી. તો તેમાં સચેતનતા સિદ્ધ કરવાનું અને પ્રથમ સચેતનતા સિદ્ધ કરવાનું કારણ શું?
Page #350
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
૩૨૫
મહાવીર પ્રભુ – વનસ્પતિ એ પૃથ્વીનો જ વિકાર છે. પૃથ્વીમાંથી જ ઉત્પન્ન થાય છે. પાંચ ભૂતો કહીએ ત્યારે તે વનસ્પતિ પૃથ્વી જ ગણાય છે. તેથી તરુગણ આદિ વનસ્પતિનો પૃથ્વી નામના ભૂતમાં જ સમાવેશ થાય છે. તથા “કાઠિન્યતા” એ પૃથ્વીભૂતનું લક્ષણ છે. તે લક્ષણ વનસ્પતિમાં પણ છે. તેથી વનસ્પતિ પૃથ્વીભૂતમાં જ ગણાય છે. આવી લોકપ્રસિદ્ધિ છે. તેને અનુસરીને પૃથ્વીના પ્રસંગમાં વનસ્પતિની સચેતનતાની સિદ્ધિ કરી છે. વળી વનસ્પતિમાં ચૈતન્યનાં લિંગો અતિશય સુવ્યક્ત છે. તેવાં સુવ્યક્ત લિંગો વિદ્યુમ આદિમાં નથી. તેથી તે તરુગણ આદિ વનસ્પતિનું ચૈતન્ય સૌથી પ્રથમ સાધવામાં આવ્યું છે. જૈનદર્શન પ્રમાણે પૃથ્વીકાય અને વનસ્પતિકાય જુદી જુદી ગણાય છે અને તે બન્ને સચેતન છે. પરંતુ લોકપ્રસિદ્ધિ પ્રમાણે બન્નેનો સમાવેશ પાંચ ભૂતોમાંથી “પૃથ્વી” નામના એક જ ભૂતમાં થાય છે. તેથી વનસ્પતિમાં સચેતનતા સિદ્ધ કરાય, તે પણ પૃથ્વીમાં જ સચેતનતા સિદ્ધ કરી છે આમ જાણવું. ૧૭૫૬॥
હવે જલ સચેતન છે. તેની સિદ્ધિ કરે છે.
ગણધરવાદ
भूमिक्खयसाभावियसम्भवओ दद्दुरोव्व जलमुत्तं । अहवा मच्छो व सभाववोमसंभूयपायाओ ॥ १७५७॥
(भूमिक्षतस्वाभाविकसम्भवतो दर्दुर इव जलमुक्तम् । अथवा मत्स्य इव स्वभावव्योमसम्भूतपातात् ॥ )
ગાથાર્થ - ભૂમિને ખોદવાથી સ્વાભાવિકપણે જ પાણીની ઉત્પત્તિ થાય છે તેથી દેડકાની જેમ તે ચિત્ત છે. તથા સ્વાભાવિકપણે જ આકાશમાં ઉત્પન્ન થઈને સમૂહરૂપે નીચે પડતું હોવાથી માછલાની જેમ જલ ચિત્ત છે. ૧૭૫૭
વિવેચન - વનસ્પતિ અને શેષ પૃથ્વીમાં જીવની સિદ્ધિ કરીને હવે જલમાં જીવની સિદ્ધિ કરે છે.
(१) भौमम् अम्भ: सचेतनम्, क्षतभूमिसजातीयस्वाभाविकजलस्य सम्भवात्, વર્તુરવત્ । સામાન્યથી પાણી બે જાતનું હોય છે. એક ભૂમિ ખોદવાથી નીકળે છે તે, જેમકે કુવા-કુઈ-ખાબોચીયાં અને બોરીંગ વગેરેનું પાણી અને બીજુ આકાશમાંથી વાદળ થઈને વરસતું વરસાદનું પાણી. આ બન્ને પ્રકારનાં પાણી સચેતન છે. તે વાત સમજાવવા માટે ભૂમિગત પાણી સચેતન છે. આ વાત સૌથી પ્રથમ સમજાવે છે.
ભૂમિને ખોદવાથી અંદરથી નીકળતું પાણી સચેતન છે. કારણ કે જેમ ભૂમિની
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૨૬
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
શીતળતાથી દેડકાંઓ ઉત્પન્ન થાય છે. તે દેડકાંઓથી પાછળ પાછળ પણ સમૂછિમ દેડકાંઓની ઉત્પત્તિ ચાલુ જ રહે છે. તેમ ભૂમિને ખોદવાથી એકસરખું સમાન જાતિવાળું સ્વાભાવિક એવું પાણી ઉત્પન્ન થઈને બહાર આવતું દેખાય છે. ખારા પાણીવાળી ભૂમિમાં સજાતીય એવું ખારું જ પાણી અને મીઠા પાણીવાળી ભૂમિમાં સજાતીય એવું મીઠું જ પાણી ઉત્પન્ન થઈને સમૂહ સ્વરૂપે બહાર આવે છે. કુવો-કુઈ-સદા ભરેલાં જ હોય છે. જેમ જેમ પાણી લોકો લઈ જાય છે તેમ તેમ તે કુવો અને તે કુઈ ભરેલ જ રહે છે. બોરીંગમાં સતત પાણી આવ્યા જ કરે છે. તેથી તે પાણી સચેતન છે. જીવ વિના ઉત્પત્તિ થવી અને વૃદ્ધિ થવી સંભવે નહીં.
આકાશમાંથી વરસતા વરસાદનું બીજું જે પાણી છે તે હવે ઉત્તરાર્ધમાં સમજાવે છે. (૨) માનતરિક્ષમ્ મમ: સવેતન, બ્રાિિવશ્વમાવયંભૂતત્વ, પ્રીવત્ =વાદળોના વિકાર વિશેષથી સ્વાભાવિકપણે જ પાણી ઉત્પન્ન થતું હોવાથી તે પાણી પણ મત્સ્યની જેમ સચેતન છે. જેમ પાણીની અંદર માછલાઓ સ્વયં સ્વાભાવિકરૂપે જ સંમૂર્ણિમપણે અને ગર્ભજપણે ઉત્પન્ન થાય છે. તે જેમ સચેતન છે તેવી જ રીતે અતિશય શીતળતાના કારણે વાદળાંઓનો વિકાર થતાં તેમાં સ્વાભાવિકપણે જ જીવોની ઉત્પત્તિ થાય છે અને તે પાણીરૂપે પોતાનું શરીર બનાવીને અપ્લાય રૂપે નીચે વરસે છે. માટે તે સચેતન છે. આ પ્રમાણે ભૂમિસંબંધી અને આકાશસંબંધી સઘળુંય પણ પાણી સચેતન છે. ll૧૭૫૭ll
વાયુ અને તેજની અંદર ચેતનાની સિદ્ધિ કરે છે – अपरप्पेरियतिरियानियमियदिग्गमणओऽनिलो गोव्व । अनलो आहाराओ विद्धिविगारोवलम्भाओ ॥१७५८॥ (अपरप्रेरिततिर्यगनियमितदिग्गमनतोऽनिलो गौरिव । अनल आहाराद् वृद्धिविकारोपलम्भात् ॥)
ગાથાર્થ - બીજાની પ્રેરણા વિના જ વાયુ તિછ અને અનિયમિત ગતિ કરતો હોવાથી ગાયની જેમ સચેતન છે. તથા અગ્નિ પણ આહારથી વૃદ્ધિ પામતાં વિકારવિશેષ દેખાય છે. માટે સચેતન છે. 7/૧૦૫૮
વિવેચન - આ ગાથામાં વાયુ અને અગ્નિ સચેતન છે તે સમજાવે છે -
વીયુઃ સર્વેતનઃ અપપ્રેરિતતિનિયમિાિમના વત, વાયુ સચેતન છે. કારણ કે જેમ ગાય બીજાની પ્રેરણા વિના પોતાની ઈચ્છા પ્રમાણે તિછ (આડી અવળી ગમે તે
Page #352
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૨૭
દિશામાં) અનિયમિતપણે ગતિ કરે છે માટે તેમાં આવી ગતિ કરાવનારો ચેતન પદાર્થ છે. તેવી જ રીતે પવન પણ બીજાની પ્રેરણા વિના તિછ (આડી અવળી ગમે તે દિશામાં) અનિયમિતપણે ગતિ કરે છે. તેથી અવશ્ય ચેતનદ્રવ્યવાળો વાયુપદાર્થ છે. આ અનુમાનથી વાયુમાં જીવની સિદ્ધિ કરી.
अनलः सचेतनः, आहारोपादानात्, तवृद्धौ विकारविशेषोपलम्भाच्च, नरवत् । અનિદ્રવ્ય અવશ્ય સચેતન છે. જેમ મનષ્યને ખાણી-પીણીની આવશ્યકતા રહે છે. આહારપાણી લેવાં જ પડે છે. જો ન લે તો મૃત્યુ પામે છે. તેમ અગ્નિને પણ લાકડાંછાણાં વગેરે તેને યોગ્ય આહારની જરૂર અવશ્ય રહે જ છે. જો આવા પ્રકારનો આહાર મળે તો જ તે જીવે છે. અન્યથા તે મૃત્યુ પામે છે. અર્થાત્ બુઝાઈ જાય છે. ગેસના અગ્નિને ગેસના આહારની, ઈલેક્ટ્રીકના અગ્નિને ઈલેક્ટ્રકસિટીના આહારની, ઘાસલેટ કે ઘીના અગ્નિને ઘાસલેટ અને ઘીના આહારની જરૂર રહે જ છે. આવો આહાર મળે તો જ તે જીવે છે અન્યથા બુઝાઈ જાય છે. માટે તે સચેતન છે.
તથા મનુષ્યને જેમ આહાર મળે તો મોઢા ઉપર કાન્તિ આવે છે, આખુંય શરીર સશક્ત બને છે અને વિશિષ્ટ માદક આહાર મળવાથી વધારે વિકારો થાય છે તેથી તે અવશ્ય સચેતન છે.
તેવી જ રીતે અગ્નિને પણ લાકડાં-છાણાં-કેરોસીન-ઘી-તેલ-ઈલેક્ટ્રીકસિટી કે ગેસ આદિનો આહાર મળતાં ઘણી જ વૃદ્ધિ થાય છે. તીવ્રતા આદિ વિકારો થાય છે માટે તે પણ અવશ્ય સચેતન છે.
પ્રશ્ન - પૃથ્વી-પાણી-તેજ-વાયુ આ ક્રમ હોવાથી પ્રથમ તેજને સચેતન સિદ્ધ કરીને પછી વાયુને સચેતન સિદ્ધ કરવો જોઈએ. અહીં આ ગાથામાં વાયુને પ્રથમ કેમ કહ્યો ?
ઉત્તર - થાવસ્થાનુનોગ્ય વ્યત્યયેનોપચાસ રૂતિ = ગાથાનાં પદોની રચના કરવામાં આ રીતે વધારે અનુકુળતા રહેતી હતી તેથી વ્યત્યયપણે (ઉલટ રીતે) મૂલગાથામાં સચેતનતાની સિદ્ધિ કરી છે. ll૧૭૫૮ll.
આ પ્રમાણે પૃથ્વી આદિ ચારે ભૂતોમાં ચેતનતાની સિદ્ધિ કરીને હવે સર્વે પણ એટલે કે ચારેય પણ ભૂતોમાં તે ચેતનતા છે. એમ સમુચ્ચયપણે ચૈતન્યતા સિદ્ધ કરતાં જણાવે
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૨૮
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
तणवोऽणब्भाइविगारमुत्तजाइत्तओऽणिलंताई । सत्थासत्थहयाओ, निजीव-सजीवरूवाओ ॥१७५९॥ (तनवोऽनभ्रादिविकारमूर्तजातित्वतोऽनिलान्तानि । શસ્ત્ર શસ્ત્રાતા નિર્નવસનીવરૂપા )
ગાથાર્થ - અભ્રાદિના વિકારોને ત્યજીને મૂર્તિજાતિ હોવાથી પૃથ્વીથી વાયુ સુધીનાં ચારે ભૂતો સચેતન છે અને શસ્ત્રો પહત હોય તે નિર્જીવ અને અશસ્ત્રો પહત હોય તે સજીવ સ્વરૂપ હોય છે. ll૧૭૫લો
વિવેચન - આ ગાથામાં પૃથ્વી-જલ-તેજ અને અનિલ એટલે વાયુ એમ અનિલ સુધીનાં ચારે ભૂતોનું સચેતનપણું મૂર્તજાતિ નામના હેતુથી સિદ્ધ કરી બતાવે છે. પૃથ્વીથી વાયુ સુધીનાં ચારે ભૂતો, જીવ વડે બનાવાયેલી અને જીવના આધારભૂત એવી કાયાવાળાં છે. કારણ કે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચાર ગુણો જેમાં જેમાં હોય છે તે તે દ્રવ્ય મૂર્તજાતિવાળાં કહેવાય છે. આ ચારે ભૂતોરૂપે રહેલાં જીવનાં શરીરો મૂર્તજાતિવાળાં છે માટે સચેતન છે. જે જે મૂર્તિજાતિવાળાં દ્રવ્યો હોય છે તે તે સચેતન (અર્થાત્ જીવવાળાં) દ્રવ્યો હોય છે. જેમકે દેવદત્તનું અથવા પશુ-પક્ષીઓનું શરીર.
દેવદત્તાદિ મનુષ્યોનું અને પશુ-પક્ષીઓનું શરીર જેમ મૂર્તિ છે માટે તે શરીરોમાં જીવ છે. તે જ પ્રમાણે આ ચારે ભૂતોરૂપે પરિણામ પામેલાં દ્રવ્યોમાં પણ મૂર્તતા હોવાથી અવશ્ય જીવ છે. ફક્ત અભ્રાદિ (વાદળ-ઈન્દ્રધનુષ્ય આદિ) ના જે વિકારો છે તે મૂર્તિ હોવા છતાં નિર્જીવ પુદ્ગલ માત્ર જ છે. તેથી હેતુ અનૈકાન્તિક (વ્યભિચારી-વિપક્ષવૃત્તિવાળો) ન થઈ જાય તે માટે “ગપ્રવિરચિત્તે સતિ મૂર્તિનાસ્તિત્વાન્ત'' આવું વિશેષણ હેતુમાં ઉમેરવું. અભ્રાદિ અને ઈન્દ્રધનુષ્યાદિમાં વિશ્રસા પરિણામથી જ (સ્વાભાવિકપણે જ) વિકારો થતા હોવાથી વિશ્રસાભાવે પરિણામ પામેલાં જે પુગલો છે તેના સંઘાતરૂપ છે તેથી નિર્જીવ છે. માટે તેનું વર્જન કરેલું છે.
પૃથ્વી-પાણી-તેજ અને વાયુરૂપે બનેલાં સચેતન એવાં જે આ શરીરો છે. તે અગ્નિ આદિ કોઈપણ શસ્ત્ર વડે હણાયાં છતાં તેમાંનો જીવ મૃત્યુ પામવાથી નિર્જીવ થાય છે અને
જ્યાં સુધી શસ્ત્રોથી તે શરીરો હણાતાં નથી ત્યાં સુધી તેમાં વર્તતો જીવ પોતાના આયુષ્યકર્મ પ્રમાણે જીવતો હોવાથી સજીવ હોય છે. આ ચારે ભૂતો શસ્ત્રો પહત થવાથી ભલે નિર્જીવ બન્યાં હોય તો પણ અને અશસ્ત્રો પહત હોવાથી સજીવ હોય તો પણ તે સર્વે શરીરો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વાળાં છે. કારણ કે તે પુગલદ્રવ્ય છે અને પુદ્ગલદ્રવ્યનું લક્ષણ
Page #354
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૨૯
વર્ણાદિવાળાપણું છે. આ રીતે ચાર ભૂતો અશસ્ત્રો પહત હોય ત્યાં સુધી સજીવ જાણવાં. ૧૭૫૯ો.
બીજી રીતે પણ પૃથ્વી વગેરે એકેન્દ્રિયમાં જીવપણું છે તે સિદ્ધ કરતાં જણાવે છે
सिझंति सोम्म ! बहुसो, जीवा नवसत्तसंभवो नवि य ।
परिमियदेसो लोगो, न संति चेगिंदिया जेसिं ॥१७६०॥ तेसिं भवविच्छित्ती, पावइ नेट्ठा य सा जओ तेण । सिद्धमणंता जीवा, भूयाहारा य तेऽवस्सं ॥१७६१॥ (सिध्यन्ति सौम्य ! बहुशो जीवा नवसत्त्वसम्भवो नापि च । परिमितदेशो लोको, न सन्ति चैकेन्द्रिया येषाम् ॥ तेषां भवविच्छित्तिः प्राप्नोति, नेष्टा च सा यतस्तेन । सिद्धमनन्ता जीवा, भूताधाराश्च तेऽवश्यम् ॥)
ગાથાર્થ - હે સૌમ્ય ! નિરન્તર ઘણા જીવો મોક્ષે જાય છે. નવા જીવો ઉત્પન્ન થતા નથી, પરિમિત ક્ષેત્રવાળો જ આ લોકાકાશ છે. તેથી જેઓના મતે એકેન્દ્રિય જીવો નથી તેઓના મતે સંસારની વિચ્છિત્તિ (વિચ્છેદ-સમાપ્તિ) જ થશે અને કોઈ દર્શનકારોએ તે વિચ્છિત્તિ (સમાપ્તિ) ને ઈષ્ટ માની નથી. તેથી સિદ્ધ થાય છે કે અનંતા જીવો છે અને તે સર્વે શરીરધારી છે. માટે વનસ્પતિ આદિ ભૂતોમાં અવશ્ય જીવ છે. /૧૭૬૦-૧૭૬ ૧//
વિવેચન - વળી હે વ્યક્તપંડિત ! જો એકેન્દ્રિયમાં એટલે કે “પૃથ્વીથી વાયુ સુધીના” ભૂતોમાં જીવ છે આવું ન માનીએ તો બીજી પણ આપત્તિ (દોષ) આવે છે. તે સાવધાન થઈને સાંભળો -
આ સંસારમાંથી કર્મો ખપાવીને આત્માને શુદ્ધ-બુદ્ધ-અત્યન્ત નિર્મળ કરીને જીવો સતત મોક્ષે જાય છે. એમ સર્વે પણ દર્શનકારો પોતપોતાના સિદ્ધાન્તને અનુસાર અવશ્ય માને છે. ચાર્વાકદર્શનને છોડીને સર્વે પણ આસ્તિકદર્શનો આત્મા અને તેની મુક્તિ માને છે. સાથે સાથે તે પણ માને છે કે મોક્ષે ગયેલા જીવો સર્વથા કર્મમલને બાળીને અત્યન્ત શુદ્ધ થઈને મોક્ષે ગયા છે. તેથી તેઓ ફરીથી સંસારમાં આવતા નથી, જન્મ ધારણ કરતા નથી. એટલે જેટલા જેટલા જીવો મોક્ષે જાય છે તેટલા તેટલા જીવોની સંખ્યા સંસારમાંથી ઘટે છે.
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૩)
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
બીજી બાજુ નવરત્તસમ્ભવો નાપિ = નવા કોઈ જીવો બનતા નથી. નવા કોઈ જીવો ઉત્પન્ન થતા નથી. કારણ કે દ્રવ્ય દૃષ્ટિએ સર્વે પણ જીવો નિત્ય છે. અર્થાત્ અનાદિ અનંત છે. તેથી કોઈ નવો જીવ જન્મ પામતો નથી અને કોઈનો સર્વથા નાશ થતો નથી. માત્ર એક ભવમાંથી બીજા ભવમાં જવા સ્વરૂપે રૂપાન્તર જ પામે છે. તેથી નવા જીવો બને નહીં, જુનામાંથી દરરોજ હાનિ થાય, અને મોક્ષે ગયેલા પાછા આવે નહીં.
હવે જીવોથી ભરેલો આ લોક, જૈનદર્શન પ્રમાણે ૧૪ રાજલોક છે. એમ સર્વ દર્શનકારો વડે પોતપોતાના શાસ્ત્રોમાં આ લોક પોતપોતાની રીતિ પ્રમાણે “પરિમિત ક્ષેત્રવાળો” ચારે બાજુ મર્યાદા બાંધેલો જ લોક કહ્યો છે. હવે જો સૂક્ષ્મ શરીરવાળા એકેન્દ્રિય જીવો ન હોય અને સ્થૂળ શરીરવાળા પંચેન્દ્રિય કે વિકસેન્દ્રિય જીવો જ જો આ સંસારમાં હોય તો જગ્યા પરિમિત ક્ષેત્રવાળી હોવાથી અને જીવો પણ સ્કૂલ શરીરવાળા જ હોવાથી તે લોકમાં થોડા જ જીવો (પરિમિત જીવો જ) સમાશે. આ રીતે લોક પરિમિત, તેમાં જીવો પરિમિત, તેમાંથી નિરંતર મોક્ષે જાય પણ પાછા ન આવે અને નવા જીવો બને નહીં તો જેઓના મતે એકેન્દ્રિયમાં જીવો નથી તેઓના મતે તો આ સંસારનો ક્યારનોય વિચ્છેદ થયેલો હોવો જોઈએ. કારણ કે ભૂતકાળ અનંતો ગયો છે. નિરંતર જીવો ઓછા જ થાય છે. નવા આવતા જ નથી. સ્થૂલ શરીરવાળા જીવો પરિમિત લોક હોવાથી પરિમિત જ છે. તે તો સર્વે ક્યારનાય મોક્ષે પહોંચી ગયા હશે. જેથી સંસાર ખાલી થયેલો હોવો જોઈએ. અથવા જીવો ધીરે ધીરે ક્યારેક ક્યારેક મોક્ષે જાય છે એમ માનીએ તો પણ હવે ભવિષ્યમાં થોડા કાલમાં પણ સંસારનો વિચ્છેદ (સમાપ્તિ) થવાની આપત્તિ આવશે.
કોઈપણ દર્શનકારને આ સંસાર સર્વજીવોથી ખાલી થાય અને સંસારની વિચ્છિત્તિ (સમાપ્તિ) થાય આ વાત ઈષ્ટ નથી. સંસાર અનાદિ-અનંત છે. આમ તો સર્વે પણ દર્શનકારો માને છે. તેથી સ્થૂળ શરીરવાળા જીવો લોકમાં પરિમિત જ સમાતા હોવાથી અને સંસારની વિચ્છિત્તિ (સમાપ્તિ) કોઈને પણ ઈષ્ટ ન હોવાથી આ સંસારમાં સૂક્ષ્મ શરીરવાળા જીવોનું “અનંતપણું” આપોઆપ સિદ્ધ થાય છે અને આ સંસારમાં રહેલા સૂક્ષ્મ શરીરવાળા અનંતા પણ તે જીવો મોક્ષે ગયેલા ન હોવાથી અને જન્મ-મરણવાળા હોવાથી અવશ્ય ભૂતાધારવાળા (અર્થાત્ ચાર ભૂતોનું બનેલું શરીર છે આધાર જેનો એવા) તે જીવો છે. એટલે કે તેઓનું શરીર ભલે ચક્ષુથી નથી દેખાતું તો પણ અદેશ્ય અને સૂક્ષ્મ એવા શરીરવાળા તે અનંત જીવો છે.
તથા તે અનંતા પણ જીવોનું શરીર વનસ્પતિરૂપે, પરવાળા આદિ પૃથ્વીરૂપે, જલરૂપે, તેજરૂપે અથવા વાયુસ્વરૂપે જ સંભવી શકે છે. તેમાં વનસ્પતિરૂપે શરીર હોય
Page #356
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૩૧
એવા અનંતા જીવો છે અને પૃથ્વી જલ-તેજ તથા વાયુરૂપે શરીર હોય તેવા અસંખ્ય જીવો છે. આવા પ્રકારના અનંત અને અસંખ્યની સંખ્યાવાળા, અર્દશ્ય-સૂક્ષ્મ શરીરવાળા જીવો માનીએ તો જ સંસારની અનાદિ-અનંતતા એટલે કે નિત્યતા ઘટી શકે છે. અન્યથા અનાદિ-અનંતતા (નિત્યતા) ઘટી શકતી નથી.
અથવા અનંત જીવોની સંખ્યા માન્યા વિના આ સંસાર અનાદિ અનંત છે તે ઘટવાનું નથી તેથી જીવો તો અનંત માનવા જ પડે તેમ છે. હવે પૃથ્વી-જલ-તેજ અને વાયુ ઈત્યાદિ ચારે ભૂતો જો આ જીવોનાં શરીરો ન હોય, એટલે કે ચારે ભૂતોમાં જો જીવ ન હોય તો આ જીવોનાં સૂક્ષ્મ એવાં પણ શરીરો શેનાં બનેલાં જાણવાં ? શરીર વિના સંસારી જીવો ન હોય, જીવો વિના સંસાર ન હોય, પાંચ ભૂતો વિના બીજું કશુંય છે નહીં તો નક્કી થાય છે કે આ ભૂતોનાં જ બનેલાં શરીરો એ આ જીવોનો આધાર છે. તેથી ભૂતોમાં અવશ્ય જીવ છે. II૧૭૬૦-૧૭૬૧॥
एवमहिंसाभावो जीवघणंति न य तं जओऽभिहिअं । सत्थोवहयमजीवं, न य जीवघणं ति तो हिंसा ॥१७६२॥
(एवमहिंसाऽभावः जीवघनमिति न च तद् यतोऽभिहितम् । शस्त्रोपहतमजीवं न च जीवघनमिति ततो हिंसा ॥ )
ગાથાર્થ - - સમસ્ત લોક જીવોના ઘનવાળો (જીવોથી ભરચક ભરેલો) છે. તેથી આમ માનવાથી અહિંસાનો અભાવ થશે. આ પ્રશ્ન બરાબર નથી. કારણ કે પહેલાં જ કહેલું છે કે શસ્ત્રથી હણાયેલ આ નિર્જીવ થાય છે એટલે “જીવોનો ઘનમાત્ર છે” તેટલા માત્રથી કંઈ હિંસા થઈ જતી નથી. ૧૭૬૨
વિવેચન - વ્યક્તપંડિત ભગવાનશ્રી મહાવીરસ્વામી પ્રભુને પૂછે છે કે હે ભગવાન! જો આમ માનશો તો એટલે કે પૃથ્વી આદિ ચારે ભૂતો સચેતન છે અને આખો લોક જીવોના ઘનથી ભરેલો છે આમ માનશો સર્વત્ર જીવોના સમૂહો જ હોવાથી હાલો
ચાલો-બેસો-ઉઠો ત્યાં બધે જ જીવોની હિંસા જ થવાની આપત્તિ આવશે. તેથી અહિંસાનો
તો સર્વથા અભાવ જ થશે અને જો આ રીતે આ લોક જીવઘનથી ભરપૂર ભરેલો જ છે. તો સર્વ ક્રિયાઓમાં જીવોની હિંસા જ થવાની હોય, ક્યાંય અહિંસા પળાય એમ જ ન હોય તો સંયમી મહાત્માઓ વડે પણ અહિંસા પાળવાના વ્રતનો નિર્વાહ કરવો ઘણો જ દુષ્કર બનશે ? અણુવ્રત કે મહાવ્રત પાળી શકાશે જ નહીં.
Page #357
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
ભગવાનશ્રી મહાવીર પ્રભુ કહે છે કે ‘“તવેતદ્ ન'' = તે આ તમારો પ્રશ્ન બરાબર નથી. કારણ કે હમણાં જ પૂર્વે ૧૭૫૯ આદિ ગાથાઓમાં અમે કહ્યું છે કે શસ્ત્રોથી હણાયેલ ભૂતો નિર્જીવ હોય છે. તેથી જે ગૃહસ્થોએ પોતાના માટે આહાર-પાણી બનાવ્યાં હોય, જેમાં સાધુની કલ્પના ન કરી હોય તેવાં રંધાયેલાં આહાર-પાણી શસ્ત્રથી ઉપહત થવાથી નિર્જીવ બની ચૂકેલાં છે. સાધુ માટે કર્યાં નથી માટે મત, સાધુએ કરાવ્યાં નથી માટે અારિત અને સાધુએ તે શસ્રોપહતને સારાં માનીને અનુમોદ્યાં નથી તેથી અનુમોવિત એવાં આહાર-પાણી વગેરેનો ઉપભોગ કરવાથી (તેવાં આહાર-પાણી) વાપરવાથી સાધુમહાત્માઓ સારી રીતે સંયમ પાળી શકે છે. તથા સૂક્ષ્મનિગોદના જીવોના શરીરોની રચના પણ એવી જ હોય છે. તે હાલતાં-ચાલતાં બીજા જીવોથી હણાતા નથી.
૩૩૨
વળી આ લોક જીવોથી ઘનીભૂત છે એટલા માત્રથી કંઈ હિંસા થતી નથી. આપણે તે જીવોને શસ્ત્રોથી હણીએ જ હિંસા લાગે છે. રાજગૃહી કે પટ્ટણા જેવું કોઈક નગર ઘણા-ઘણા મનુષ્યોથી ઘનીભૂત હોય છે. તેથી કંઈ હિંસા થઈ જતી નથી પણ શસ્ત્રો કોઈને મારવામાં આવે તો જ હિંસાનો દોષ લાગે છે. ઘનીભૂતપણે જીવોનું હોવું તે હિંસાનું કારણ નથી, પણ શસ્ત્રોપહતતા એ હિંસાનું કારણ છે. માટે સાધુ સારી રીતે સંયમ આરાધી શકે છે. ૧૭૬૨॥
જીવોથી ભરચક ભરેલો જો આ લોક છે. તો તેમાં હાલતાં-ચાલતાં, વિહારાદિ કરતાં અવશ્ય જીવઘાત થાય જ છે. આ રીતે જીવોની હિંસા કરનારા સાધુને અહિંસક
કેમ મનાશે ? આવા પ્રશ્નનો ઉત્તર આપે છે
न य घायउत्ति हिंसो, नाघायंतोत्ति निच्छियमहिंसो ।
न विरलजीवमहिंसो, न य जीवघणं ति तो हिंसो ॥१७६३ ॥
अहणतो वि हु हिंसो, दुट्ठत्तणओ मओ अहिमरोव्व । वाहिंतो न वि हिंसो, सुद्धत्तणओ जहा विज्जो ॥१७६४॥ ( न च घातक इति हिंस्त्रो, नाघ्नन्निति निश्चितमहिंस्त्रः । न विरलजीवमहिंस्रो, न च जीवघनमिति ततो हिंस्रः ॥ अघ्नन्नपि खलु हिंस्त्रो, दुष्टत्वतो मतोऽभिमर इव । बाधमानो नापि हिंस्त्रः, शुद्धत्वतो यथा वैद्यः ॥ )
Page #358
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૩૩ ગાથાર્થ - જીવનો ઘાતક હોય એટલા માત્રથી તે હિંસક નથી અને જીવને ન હણે એટલા માત્રથી તે અહિંસક નથી. આમ નિશ્ચયનયથી જાણવું. આ લોક વિરલ જીવોવાળો હોય એટલે સાધુ અહિંસક નથી અને આ લોક જીવોથી ઘનીભૂત હોય એટલે સાધુ હિંસક નથી. પરંતુ મારવાના પરિણામવાળો હોય તો દુષ્ટ હૃદય હોવાથી ન મારતો જીવ પણ કસાઈની જેમ હિંસક જ કહેવાય છે. તથા જીવની હિંસા કરતો એવો જીવ પણ જો શુદ્ધ હૃદયવાળો હોય તો વૈદ્યની જેમ હિંસક કહેવાતો નથી. /૧૭૬૩-૬૪ll
| વિવેચન - બને ગાથાઓનો ભાવાર્થ ઘણો સહેલો છે. સંસારમાં ઉપરછલ્લી દૃષ્ટિથી (વ્યવહારનયથી) બીજા જીવોને મારતો (હણતો) પુરુષ હિંસક કહેવાય છે અને બીજા જીવોને ન મારતો ન હણતો) પુરુષ અહિંસક કહેવાય છે. કારણ કે વ્યવહારનય સ્થૂલ દૃષ્ટિવાળો છે અને જેમ દેખાય તેમ કહેવાવાળો છે. પરંતુ નિશ્ચયનય કંઈક સૂક્ષ્મ દૃષ્ટિવાળો છે. તે નય બાહ્યક્રિયા માત્રને ન પકડતાં તે ક્રિયા કરનારાના હૈયાની અંદરના ભાવ કેવા છે ? તેને પકડનારો છે.
આ રીતે નિશ્ચયનયથી વિચારતાં કોઈ જીવ કોઈનો વધ કરે પણ જો તેને વધ કરવાના દુષ્ટ પરિણામ ન હોય તો તે હિંસક કહેવાતો નથી અને કોઈ જીવ બીજા કોઈ જીવનો વધ ન કરતો હોય પરંતુ હિંસા કરવાના જ દુષ્ટ પરિણામવાળો હોય તો તે ન હણતો છતો અહિંસક નથી પણ પરિણામથી હિંસક છે. આ રીતે હણવાના પરિણામથી હિંસક કહેવાય છે અને ન હણવાના (બલ્લે રક્ષા કરવાના) પરિણામથી અહિંસક કહેવાય છે. તે માટે આ લોક જીવોથી ઘનીભૂત હોય કે વિરલીભૂત હોય તેનાથી હિંસકઅહિંસકપણે લાગુ પડતું નથી.
આ વાત એક ઉદાહરણ સાથે આ પ્રમાણે - કસાઈ-શિકારી-સિંહ-સર્પ વગેરે જીવો બીજા જીવોને ક્યારેક (આરામાદિના સમયે અથવા શિકાર હાથમાં ન આવ્યો હોય ત્યારે) હણતા નથી. તો પણ પ્રતિસમયે બીજા જીવોને મારવાના જ પરિણામમાં વર્તે છે. તેથી તેઓ બીજા જીવોને ન હણતા છતાં દુષ્ટ અધ્યવસાય હોવાથી સદા હિંસક જ કહેવાય છે અને વૈદ્યો દર્દીના દર્દને દૂર કરવા માટે દર્દીના અંગોને દબાવીને રસી દૂર કરતાં દર્દીને ચીસો પડી જાય તેવી પીડા કરે છે તો પણ શુદ્ધ આશય હોવાથી રોગ દૂર કરીને ઉપકાર કરવાનો જ ભાવ હોવાથી પીડા કરતા હોવા છતાં અહિંસક કહેવાય છે. સર્જરી કરતી વખતે સર્જન ડોક્ટરો અંગોનો છેદ કરતા છતા રોગને દૂર કરવાની ભાવનાવાળા હોવાથી શુદ્ધ હૃદયના કારણે અહિંસક કહેવાય છે. આ રીતે આ વાતનો સાર એવો છે કે -
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૩૪
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
(૧) વ્યવહારનયથી બીજા જીવને જે મારે તે હિંસક.
વ્યવહારનયથી બીજા જીવને જે ન મારે તે અહિંસક. (૨) નિશ્ચયનયથી બીજા જીવને ભલે ન મારે, પણ મારવાના પરિણામવાળો હોય તો
તે દુષ્ટ હૃદયવાળો હોવાથી હિંસક. નિશ્ચયનયથી બીજા જીવને ભલે મારે, તો પણ મારવાના પરિણામ ન હોય ત્યારે શુદ્ધહૃદય હોવાથી અહિંસક.
ઉપરની ચર્ચા-વિચારણા કરતાં સમજાશે કે આ લોક બીજા જીવોથી ધારો કે ઘનીભૂત ન હોય અને વિરલીભૂત હોય તો પણ અન્ય જીવોને મારવાના પરિણામ જેના વર્તે છે તે કસાઈની જેમ હિંસક છે અને આ લોક જીવોથી ભલે ઘનીભૂત હોય પણ અન્ય જીવોને હણવાના પરિણામ જેના નથી તે વૈદ્યની જેમ અહિંસક છે. માટે લોકની ઘનીભૂતતા કે વિરલીભૂતતા અથવા જીવઘાત કે જીવઘાતનો અભાવ એ હિંસકતાનાં કે અહિંસકતાનાં કારણો નથી. પરંતુ હૃદયગત દુષ્ટ પરિણામ એ હિંસકતાનું અને શુદ્ધ પરિણામ એ અહિંસકતાનું કારણ છે.
આ પ્રમાણે હિંસા અને અહિંસાનું સ્વરૂપ હોવાથી જીવરક્ષાના પરિણામવાળા સાધુ ક્યારેક વિહારાદિમાં સ્થાવરાદિકાયની જીવહિંસા કરતા હોવા છતાં પણ અહિંસક જ કહેવાય છે. આ જ વાત હવે પછીની ગાથામાં સ્પષ્ટ સમજાવે છે. ll૧૭૬૩-૧૭૬૪
पंचसमिओ तिगुत्तो, नाणी अवि हिंसओ न विवरीओ । होउ व संपत्ती से मा वा जीवोवरोहेणं ॥१७६५॥ (पञ्चसमितस्त्रिगुप्तो ज्ञानी अपि हिंसको न विपरीतः । भवतु वा संपत्तिस्तस्य मा वा जीवोपरोधेन ॥)
ગાથાર્થ - પાંચ સમિતિથી અને ત્રણ ગુપ્તિથી યુક્ત તથા જીવની રક્ષાના જ્ઞાન અને ક્રિયાના ઉપયોગવાળા મુનિ (જીવઘાત કરતા છતા પણ) અહિંસક જાણવા અને તેનાથી વિપરીત એવો (અવિરત) જીવ જીવઘાત ન કરતો છતો પણ અહિંસક ન જાણવો. અથવા કીટાદિ શુક્રજંતુઓના ઉપઘાત વડે હિંસાની પ્રાપ્તિ થાય છે. પણ તે સાધુને થતી નથી. /૧૭૬૫l
વિવેચન - ૧૭૬૩-૧૭૬૪ ગાથામાં સ્પષ્ટ જ કહ્યું છે કે ક્યારેક જીવઘાત કરતો
Page #360
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
છતો પણ જીવ બીજા જીવોની રક્ષાના અને ઉપકારના જ પરિણામવાળો જ્યારે હોય છે
ત્યારે તે વૈદ્યની જેમ અહિંસક જ કહેવાય છે. આ જ ન્યાયને અનુસારે ઈર્યાસમિતિ આદિ પાંચે સમિતિઓથી અને મનોગુપ્તિ આદિ ત્રણે ગુપ્તિઓથી યુક્ત એવા જે મુનિમહારાજા છે તથા જે મહાત્માઓ જીવના સ્વરૂપને જાણનારા છે, જીવોની રક્ષા કરવાની ક્રિયાને જાણનારા છે, સર્વથા જીવોની રક્ષા કરવાના જ પરિણામવાળા છે. એટલે કે એવા વિશિષ્ટ જ્ઞાની છે. તથા તેવા તેવા જીવોની રક્ષા કરવાના પ્રયત્નમાં વર્તવાના સ્વભાવવાળા છે. તે મહાત્માઓથી જયણાપૂર્વક ચાલવા છતાં કોઈ જીવઘાત થઈ જાય તો પણ જીવોની રક્ષા કરવાનો જ શુદ્ધ પરિણામ હોવાથી તે જીવઘાત હિંસાકોટિમાં ગણાતો નથી. તેથી તે મહાત્મા અહિંસક જ કહેવાય છે.
ઉપરની વાતથી જે વિપરીત હોય છે તે અહિંસક ગણાતા નથી. કોઈપણ જીવને ન મારતો હોય તો પણ જે જીવ બીજાને મારવાના જ પરિણામવાળો હોય છે તે કસાઈની જેમ જીવઘાત ન કરતો છતો પણ અવિરતિના પરિણામવાળો હોવાથી હિંસક જ કહેવાય છે. જેમ કરંડીયામાં સુતેલો સાપ કે ગુફામાં સુતેલો સિંહ જીવઘાત ન કરતો હોવા છતાં તેનો વિશ્વાસ કરાતો નથી. સાપ નિર્વિષ નથી અને સિંહ અહિંસક નથી. તેની જેમ જીવઘાત ન કરતો જીવ પણ અવિરતિ હોય તો જીવઘાતના પરિણામ વિનાનો ન હોવાથી અહિંસક નથી પણ હિંસક જ છે.
આ રીતે તત્ત્વની વિચારણા કરતાં સાધુ-સંતો વિહારાદિ કરે ત્યારે ક્યારેક કીટાદિ ક્ષુદ્ર જંતુઓની હિંસા થવાનો જરૂર સંભવ છે. હિંસાની પ્રાપ્તિ છે હિંસાનો સંભવ છે. તો પણ જયણાપૂર્વક પ્રવૃત્તિ હોવાથી અને જીવઘાત ન કરવાનો તથા જીવોની રક્ષા કરવાનો પરિણામ હોવાથી તે સાધુસંતોને આ હિંસા એ હિંસાની કોટિમાં ગણાતી નથી. કારણ કે તે હિંસાની ક્રિયા હિંસકપણાનું કારણ બનતી નથી. માટે અનૈકાન્તિક (વ્યભિચારી) છે. ૧૭૬૫।।
૩૩૫
જીવઘાત રૂપ હિંસા છે. છતાં તે હિંસા કરનારને હિંસકપણું મનાય પણ ખરું, અને ન પણ મનાય આમ અનૈકાન્તિક કેવી રીતે છે ? તે સમજાવે છે
-
असुहो जो परिणामो, सा हिंसा सोउ बाहिरनिमित्तं । कोवि अवेक्खेज्ज नवा जम्हाऽणेगंतियं बज्झं ॥१७६६ ॥
(અનુમો ય: પરિણામ:, સા હિંસા, મૈં તુ વાદ્યનિમિત્તમ્ । कोऽप्यपेक्षेत नवा यस्मादनैकान्तिकं बाह्यम् ॥ )
Page #361
--------------------------------------------------------------------------
________________
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
ગાથાર્થ - આત્માનો જે અશુભ પરિણામ છે તે જ હિંસા કહેવાય છે. તે અશુભ પરિણામ ક્યારેક બાહ્ય જીવઘાતના નિમિત્તની અપેક્ષા રાખે છે, ક્યારેક નહીં. તેથી તે બાહ્ય જીવઘાત અનૈકાન્તિક છે. ૧૭૬૬।।
૩૩૬
વિવેચન - નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મામાં આવેલો જીવઘાતનો જે અશુભ પરિણામ છે તે જ (જીવઘાત કરે કે જીવઘાત ભલે ન કરે તો પણ તે અશુભ પરિણામ જ) હિંસા કહેવાય છે. જેમ કોઈ એક માણસે બીજા માણસનું ખૂન કરવા માટે બાણ માર્યું અથવા ગોળી મારી, સામેના માણસનું ત્યાં ધ્યાન આવી જવાથી તે માણસ બાણ કે ગોળી આવતાં પહેલાં ખસી ગયો જેનાથી તેની હિંસા (ખૂન) ન થયું. તો પણ બાણ છોડનાર કે ગોળી મારનારને હિંસકની કોટિમાં ગણવામાં આવે છે. તેની ધરપકડ થાય છે. ફોજદારી ગુન્હો લાગુ પડે છે અને કારાવાસની સજા પણ થાય છે. તે માટે જીવઘાત કરવાનો જે અશુભ પરિણામ છે તે જ હિંસકતાનું લક્ષણ છે.
આવા પ્રકારનો અશુભપરિણામ ક્યારેક બાહ્ય જીવઘાતસ્વરૂપ નિમિત્તની અપેક્ષા રાખે છે. જેમકે કસાઈ વગેરે લોકો જીવઘાત પણ કરે અને અશુભ પરિણામ પણ રાખે છે અને ક્યારેક બાહ્ય જીવઘાતરૂપ નિમિત્તની અપેક્ષા વિના પણ અશુભ પરિણામ હોય છે. જેમકે તંદુલીયા મત્સ્યો મોટા મત્સ્યોની જેમ બાહ્ય જીવઘાતરૂપ હિંસા કરતા નથી છતાં હિંસા કરવાના અશુભ પરિણામ સેવે છે. તેથી અશુભ પરિણામરૂપ ભાવહિંસાના કાલે બાહ્ય જીવઘાત કરવા સ્વરૂપ દ્રવ્યહિંસાનું નિમિત્ત હોય અથવા દ્રવ્યહિંસાનું નિમિત્ત ન પણ હોય તેથી તે બાહ્ય જીવઘાતરૂપ નિમિત્ત અનૈકાન્તિક છે.
તેથી બાહ્ય જીવઘાતરૂપ નિમિત્ત વિહારાદિમાં મુનિઓને હોવા છતાં પણ અશુભ પરિણામ ન હોવાથી અને જીવરક્ષાના પરિણામ હોવાથી નિમિત્તના સદ્ભાવમાં પણ મુનિ અહિંસક છે અને તંદુલીયા મસ્ત્યાદિમાં જીવઘાતરૂપ બાહ્ય હિંસાત્મક નિમિત્ત ન હોવા છતાં પણ અશુભ પરિણામ હોવાથી હિંસકપણું વર્તે છે. આ રીતે બાહ્ય જીવઘાતરૂપ દ્રવ્યહિંસા એ અનૈકાન્તિકનિમિત્ત છે, એકાન્તિક નથી. આ રીતે વિચારતાં દ્રવ્યહિંસાથી હિંસા કરતો પુરુષ પણ ભાવપરિણામથી જો અહિંસક હોય તો અહિંસકની કોટિમાં ગણાય છે અને દ્રવ્યહિંસાથી હિંસા ન કરતો પુરુષ પણ ભાવપરિણામથી જો હિંસક હોય તો તે હિંસકની કોટિમાં ગણાય છે. આ તત્ત્વ બારીકાઈથી અને સૂક્ષ્મ બુદ્ધિથી સમજવા જેવું છે. ૧૭૬૬॥
પ્રશ્ન - બાહ્ય કરાતો જીવઘાત શું સર્વથા હિંસાની કોટિમાં ન જ ગણાય ?
Page #362
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૩૭
ઉત્તર - ક્યારેક હિંસાની કોટિમાં ગણાય અને ક્યારેક હિંસાની કોટિમાં ન ગણાય. આ વાત કેવી રીતે સમજવી ? તો તે સમજાવે છે -
असुभपरिणामहेऊ, जीवाबाहोत्ति तो मयं हिंसा । जस्स उ न सो निमित्तं, सतोवि न तस्स सा हिंसा ॥१७६७॥ (अशुभपरिणामहेतुर्जीवाबाध इति ततो मतं हिंसा । यस्य तु न स निमित्तं, सन्नपि न तस्य सा हिंसा ॥)
ગાથાર્થ - અશુભ પરિણામના હેતુભૂત જે જીવઘાત છે તેને હિંસા કહેવાય આમ માનેલું છે. જે જીવને તે જીવઘાત અશુભ પરિણામનું નિમિત્ત બનતો નથી તેને જીવઘાત હોવા છતાં તે હિંસાની કોટિમાં ગણાતો નથી. /૧૭૬૭
વિવેચન - જીવોની થતી હિંસા આત્માને અશુભ પરિણામ લાવવામાં જો કારણ બનતી હોય તો તે જીવોની હિંસા હિંસાકોટિમાં ગણાય છે. જેમકે કસાઈ-સાપ-વાઘસિંહ આદિ પ્રાણીઓ જ્યારે જ્યારે બીજા જીવના ઘાતમાં જોડાય છે ત્યારે ત્યારે પ્રાયઃ તે ક્રિયાથી તે જીવોની ઘાતકી પરિણામ વધે છે. તેવી જ રીતે કોઈ દુષ્ટાશયવાળા મનુષ્યાદિ પણ જીવહિંસામાં વર્તતા છતા વધારે દૂર થાય છે. તેથી દ્રવ્યથી કરાતી હિંસા જો અશુભ પરિણામનો હેતુ બનતી હોય તો તે દ્રવ્યહિંસા પણ હિંસાની કોટિમાં ગણાય છે. (આ અર્થ સમજાવવામાં મૂલગાથામાં જે “મકુમપરિમેક'' પદ છે. તેનો ષષ્ઠી તપુરુષ સમાસ કર્યો છે. દ્રવ્યહિંસા કરવાથી આત્માના પરિણામ ઘાતકી-હિંસક, ક્રૂર અને કઠોર બને છે.
અથવા અહીં બહુવ્રીહિ સમાસ પણ થઈ શકે છે. “શુમાર મો હેતુઃ (RTG) યસ્થ ગાવાતી = સો ગીવાતો કશુમારપામહેતુ:” આત્મામાં આવેલો અશુભ પરિણામ છે કારણ કે જીવઘાતમાં છે. આ અર્થમાં આત્મામાં જીવઘાત કરવાનો અશુભ પરિણામ પહેલાં ઉત્પન્ન થાય છે તેનાથી આવેશમાં આવેલો જીવ બીજા જીવની હિંસા કરે છે. બહુવ્રીહિસમાસમાં અશુભ પરિણામ એ કારણ (પૂર્વકાલવર્તી) અને જીવઘાત એ કાર્ય (પશ્ચાત્કાલવર્તી), જ્યારે ષષ્ઠીતપુરુષ સમાસમાં જીવઘાત એ કારણ (પૂર્વકાલવર્તી) અને અશુભ પરિણામ એ કાર્ય (પશ્ચાત્કાલવર્તી) આમ વિવેક કરવો.
અશુભ પરિણામથી થતી દ્રવ્યહિંસા અને દ્રવ્યહિંસાથી થતો તીવ્ર અશુભ પરિણામ આ બને અશુભ પરિણામવાળી પ્રક્રિયા હોવાથી હિંસાની કોટિમાં ગણાય છે. આવું
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૩૮ ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ જ્ઞાનીઓને માન્ય છે. (આ પ્રમાણે શ્રી તીર્થકર અને ગણધરભગવંતોએ શાસ્ત્રોમાં કહ્યું છે. આ વચન ગ્રંથકારશ્રીનું અને ટીકાકારશ્રીનું છે.)
પરંતુ વિહારાદિકાલે અથવા આહાર-નિહારાદિની પ્રવૃત્તિના કાલે જે મુનિમહાત્માઓ ઘણી જ જયણાપૂર્વક પ્રવૃત્તિ કરતા હોવા છતાં તેમજ જીવરક્ષાના પરિણામવાળા હોવા છતાં અનુપયોગદશાથી અથવા અશક્યપરિહાર આદિના કારણે કોઈ કોઈ વખત જીવઘાત થઈ જાય. તો પણ તે જીવઘાત તેઓના અશુભ પરિણામનું નિમિત્ત બનતો નથી. હિંસાનો ઉત્તેજક બનતો નથી. તથા અશુભ પરિણામથી તે હિંસા થઈ નથી. તેથી તે દ્રવ્યહિંસા આવા મુનિને હિંસાની કોટિમાં ગણાતી નથી. હિંસા થઈ જવા છતાં શુભપરિણામવાળા મુનિ હોવાથી અહિંસક ગણાય છે. સંયમનો ઘાત ગણાતો નથી. માત્ર જે દ્રવ્યહિંસા થઈ છે. તેનાથી અતિચાર લાગે છે, તેનું પ્રાયશ્ચિત અને આલોચના કરવાથી શુદ્ધિ થઈ શકે છે. I/૧૭૬૭ll.
ઉપર સમજાવેલી વાત જ વધારે દૃઢ કરતાં પરમાત્માશ્રી મહાવીર પ્રભુજી વ્યક્તપંડિતજીને કહે છે -
सद्दादओ रइफला, न वीयमोहस्स भावसुद्धीओ । जह, तह जीवाबाहो न सुद्धमणसो वि हिंसाए ॥१७६८॥ (शब्दादयो रतिफला, न वीतमोहस्य भावशुद्धेः । यथा, तथा जीवाबाधो न शुद्धमनसोऽपि हिंसायै ॥)
ગાથાર્થ - જેમ વીતરાગપરમાત્માને ભાવશુદ્ધિ હોવાથી શ્રોત્રાદિ પાંચે ઈન્દ્રિયોના શબ્દાદિ પાંચ વિષયો રતિફળવાળા (મોહજનક) બનતા નથી. તેવી જ રીતે શુદ્ધ મનવાળાને થઈ જતો જીવઘાત પણ હિંસાની કોટિમાં ગણાતો નથી. /૧૭૬૮
વિવેચન - જે આત્માઓમાંથી રાગ, દ્વેષ, અજ્ઞાન આદિ સમસ્ત દોષો ચાલ્યા ગયા છે તેવા મહાત્મા પુરુષો લોકોના શબ્દો સાંભળે, રૂપો દેખે. આમ પાંચે ઈન્દ્રિયો વિદ્યમાન હોવાથી શબ્દાદિ પાંચ વિષયોનો વ્યવહાર કરે તો પણ ભાવનાની શુદ્ધિવાળા હોવાથી એટલે કે પરમ પવિત્ર મન વાળા હોવાથી આ વિષયો તેઓને રતિફલા (મોહ ઉત્પન્ન કરનારા, વિકારો પેદા કરનારા અર્થાત્ અશુભ પરિણામના હેતુ) બનતા નથી.
તથા સામાન્યથી સર્વે જીવોને પોતપોતાની માતા રૂપવાળી હોય તો પણ તેના પ્રત્યે પૂજ્યભાવ, વડીલપણાનો ભાવ, અને ઉપકારીપણાનો ભાવ હોવાથી શુદ્ધ મન છે. તેથી
Page #364
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ચોથા ગણધર - વ્યક્ત
૩૩૯
માતા ઘણી રૂપવતી હોય તો પણ વિષયાભિલાષ થતો નથી. (અહીં હલકા જીવોને બકાત કરવા.) તેની જેમ શુદ્ધપરિણામવાળા અને જીવોની રક્ષા કરવામાં જ સતત પ્રવૃત્તિવાળા એવા સાધુસંતોને કદાચ ક્યારેક જીવઘાત થઈ જાય તો પણ મનશુદ્ધ હોવાથી તે હિંસાની કોટિમાં ગણાતો નથી. તેથી અશુભપરિણામરૂપ ભાવહિંસામાં જીવઘાતરૂપ દ્રવ્યહિંસા અનૈકાન્તિક નિમિત્ત છે. એકાન્તિકકારણ નથી. તેથી હે વ્યક્તપંડિત ! પાંચ ભૂતો છે. તેમાં પ્રથમનાં ચાર ચેતન છે. આકાશ અચેતન છે. આમ તમે સત્ય સમજો અને સત્યનો સ્વીકાર કરો.
‘‘સ્વનોપમ થૈ સજતમ્'' આવો જે વેદપાઠ છે. તેનો અર્થ તારા ચિત્તમાં જે વર્તે છે તે અર્થ બરાબર નથી. “સકલ જગત સ્વપ્નની ઉપમાવાળું છે અર્થાત્ કાલ્પનિક છે. વાસ્તવિક નથી. કંઈ છે જ નહીં. સર્વથા શૂન્યતા જ છે ઈત્યાદિ અર્થ આ પદોનો તમારા મનમાં જે વર્તે છે તે ખરેખર મિથ્યા છે. કારણ કે સંસારના ભયોથી ઉદ્વેગી બનેલા ભવ્ય જીવોને વૈરાગ્યની વૃદ્ધિ માટે તથા ધન-સુવર્ણ-પુત્ર અને કલત્ર આદિનો મોહ ઘટાડવા તે વાક્યો કહેવાયેલાં છે તથા સંસારના સર્વે ભાવો સંયોગ-વિયોગવાળા હોવાથી હર્ષ-શોક કરાવનારા છે. વળી ક્ષણિક છે, અસાર છે. આમ તે તે ભાવોની અસારતામાત્રનું પ્રતિપાદન તે પાઠ વડે સમજાવાય છે. જેથી તે ભવ્યજીવો તે ધનાદિની આસ્થાને (મમતાને) ત્યજીને મુક્તિસુખ માટે પ્રયત્ન કરે. આમ વસ્તુની અસારતા સમજાવનારો તે પાઠ છે, પણ તે પાઠમાં “ભૂતોનો અભાવ” પ્રતિપાદન કરાતો નથી. “સ્વપ્નોપમં” આ પદનો અર્થ આ સંસારનાં સુખો નાશવંત છે. સ્વપ્નની તુલ્ય છે એટલે આજે છે અને કાલે ન પણ હોય એમ નાશવંત છે. આવું સમજાવવા માટે તે પાઠ છે. પણ સર્વથા ભૂતોનો અભાવ જણાવવા માટે “સ્વપ્નોપમં” કહ્યું નથી.
તેથી હે વ્યક્તપંડિત ! તમે હવે આ સંશય છોડી દો અને પાંચ ભૂતો છે. આમ તે પાંચેનું અસ્તિત્વ સ્વીકારો તથા તે પાંચમાં પ્રથમનાં ચાર સચેતન છે અને અંતિમ આકાશ અચેતન છે. આમ જે વસ્તુ જેમ છે તેમ સ્વીકારો. ૧૭૬૮॥
ઉપર પ્રમાણે પરમાત્મા શ્રી મહાવીરપ્રભુની તર્કપૂર્વકની સુંદર અમૃતવાણી સાંભળીને સર્વથા દૂર થયો છે સંદેહ જેનો એવા આ વ્યક્તપંડિત સંવેગ-વૈરાગ્યને પામ્યા. ત્યારબાદ તેઓએ શું કર્યું ? તે કહે છે -
छिन्नम्मि संसयम्मि जिणेण जरा-मरण- विप्पमुक्केणं । सो समणो पव्वइओ, पंचहिं सह खंडियसएहिं ॥१७६९॥
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૦
ચોથા ગણધર - વ્યક્ત
ગણધરવાદ
(छिन्ने संशये जिनेन, जरामरणविप्रमुक्तेन । સ શ્રમU: પ્રવ્રાત:, પøમદ ઘvશતૈ: I)
ગાથાર્થ – જરા મરણથી મુક્ત બનેલા જિનેશ્વરપ્રભુશ્રી મહાવીરદેવ વડે વ્યક્તપંડિતનો સંશય છેદાયો, સંશય છેદાયે છતે પોતાના પાંચસો શિષ્યો સાથે તે શ્રમણ પ્રવ્રજિત થયા. //૫૭૬૯ો.
વિવેચન - પરમાત્માશ્રી મહાવીર પ્રભુ પાસે પ્રથમના બે પંડિતો અહંકાર અને આવેશપૂર્વક આવેલા. પરંતુ તેઓની ભવિતવ્યતા પાકેલી અને પરમાત્મા જેવા મહાપુરુષનું નિમિત્ત મળ્યું. તે બન્નેનો યોગ થતાં અમૃતવાણી સ્વરૂપ ઔષધથી આ બન્ને પંડિતોનો અહંકાર અને આવેશ વગેરે સ્વરૂપ મોહનો રોગ નાશ પામી ગયો અને પોતાના પરિવાર સાથે દીક્ષિત થયા. ત્યારબાદ ત્રીજા અને ચોથા પંડિતજી તો પહેલેથી જ અહંકાર અને આવેશને મુકીને જ આવેલા હતા. પોતાના બન્ને ભાઈઓને દીક્ષિત થયેલા સાંભળ્યા, ત્યારથી જ માનાદિ ઓગળી ગયાં હતાં, તેથી શિષ્યભાવે જ પ્રભુ પાસે આવ્યા હતા. તેમાં પણ ઉત્તમ વાણીનું નિમિત્ત મળતાં જ સંશય છેદાઈ જતાં પરમાત્માના વાસ્તવિક શિષ્ય બન્યા. સંવેગ-નિર્વેદવાળી પરિણામની ધારા વધારેને વધારે નિર્મળ બનતાં પોતાના પાંચસો શિષ્યો સાથે ત્યાં જ દીક્ષિત થયા. આ પ્રમાણે આ ચોથા વ્યક્ત નામના બ્રાહ્મણપંડિતજી પ્રવ્રજ્યા લેનારા બન્યા અને પરમાત્માના ચોથા ગણધર થયા. ll૧૭૬૯.
ચોથા ગણધર શ્રી વ્યક્તજીનો વાદ સમાપ્ત થયો.
Printed & Composed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad-380 001 Guj (ind). Ph. : 079-22134176, Mob. 9925020106 (Bharatbhai), Email: bharatgraphics1@gmail.com
Page #366
--------------------------------------------------------------------------
________________
II સૌધર્મ નામના પાંચમા ગણધર II હવે સૌધર્મ નામના પાંચમા ગણધરનો વાર્તાલાપ કહેવાય છે. ते पव्वइए सोडे, सुहम्म आगच्छइ जिणसगासं । वच्चामि ण वंदामि, वंदित्ता पज्जुवासामि ॥१७७०॥ (तान् प्रव्रजितान् श्रुत्वा, सुधर्म आगच्छति जिनसकाशम् ।
ગામિ વન્યૂ, વન્દ્રિી પાસે છે)
ગાથાર્થ - તે બધા ભાઈઓને પ્રવૃજિત થયેલા સાંભળીને સુધર્મ નામના પાંચમા પંડિત જિનેશ્વર પરમાત્મા પાસે આવે છે અને મનમાં વિચારે છે કે હું પણ ત્યાં જાઉં, પરમાત્માને વંદન કરું અને વંદન કરીને ભગવાનની સેવા કરું. ll૧૭૭all
વિવેચન – એક પછી એક એમ પોતાના ચારે ભાઈઓને પરમાત્મા પાસે પ્રવ્રજિત થયેલા લોકમુખે સાંભળ્યા. તે સાંભળીને અહંકાર અને ક્રોધાદિના આવેશ તો ચાલ્યા જ ગયા. મનમાં માન્યું કે ખરેખર આ સાચા વીતરાગ, કેવલજ્ઞાની, સર્વજ્ઞ તીર્થંકર પરમાત્મા જ છે. જૈનોના અંતિમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામી પ્રભુ જ છે. હું પણ જલ્દી જલ્દી તે ઉપદેશભૂમિ ઉપર જાઉં, પરમાત્માનાં દર્શન-વંદન કરું અને દર્શન-વંદન કરીને તેઓની સેવા કરું. આવું વિચારતા વિચારતા તે સુધર્મ યજ્ઞમંડપની ભૂમિથી નીકળ્યા અને પરમાત્માની ઉપદેશભૂમિ તરફ આવ્યા. ll૧૭૭ll
आभट्ठो य जिणेणं, जाइ-जरा-मरणविप्पमुक्केणं । नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१७७१॥ (મભાષિતૐ નિન, ગતિ-નર-મરવિપ્રમુવન | નાના ર ગોત્રે ૨, સર્વન સર્વજીિના )
ગાથાર્થ - જન્મ-જરા અને મૃત્યુથી મુકાયેલા સર્વજ્ઞ અને સર્વદશ એવા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે નામથી અને ગોત્રથી સૌધર્મ બ્રાહ્મણપંડિતને બોલાવાયા. ll૧૭૭૧/
વિવેચન - પહેલાંની ગાથાની જેમ અર્થ સમજી લેવો. પરંતુ અહીં સુધર્મ નામના પાંચમા પંડિતને તેમના સુધર્મ એવા નામથી અને ગૌતમ એવા ગોત્રથી અર્થાત્ હે ગૌતમ ગોત્રીય સુધર્મ એમ સંબોધન કરીને યજ્ઞમંડપથી આવેલા સુધર્મને ભગવાને બોલાવ્યા અને સુધર્મ કંઈ પણ પૂછે તે પહેલાં જ ભગવાન તેમના મનનો સંદેહ પ્રગટ કરવા લાગ્યા. I/૧૭૭૧il.
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૨
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
किं मन्ने जारिसो इह भवम्मि सो तारिसो परभवे वि । वेयपयाण य अत्थं, न याणसि तेसिमो अत्थो ॥१७७२॥ (किं मन्यसे यादृश इहभवे स तादृशः परभवेऽपि । વેપાનાં વાર્થ ન નાનાસિ તેષામયમર્થ: )
ગાથાર્થ - જે જીવ આ ભવમાં જેવો હોય તે પરભવમાં પણ તેવો જ રહે આવું તમે મનમાં માનો છો. પરંતુ વેદોના પદોના અર્થને તમે જાણતા નથી. તે વેદના પદોનો અર્થ આ પ્રમાણે છે. ll૧૭૭૨//
વિવેચન - હે ગૌતમગોત્રીય સુધર્મ ! તમે તમારા મનમાં આવું માનો છો. મનુષ્યાદિ જે જીવ આ ભવમાં જેવો હોય તે પરભવમાં પણ તેવો જ થાય. મનુષ્ય મરીને મનુષ્ય, પશુ મરીને પશુ, પક્ષી મરીને પક્ષી, સ્ત્રી મરીને સ્ત્રી અને પુરુષ મરીને પુરુષ જ થાય આવું તમે માનો છો. પરંતુ તમારો આ સંશય નિરર્થક છે. કારણ કે પરસ્પર વિરુદ્ધ એવાં વેદોના ભિન્ન ભિન્ન પદો સાંભળવાથી તમને આ સંશય થયો છે. તે વેદનાં પદો આ પ્રમાણે છે
પુરુષો વૈ પુરુષત્વકૃત, પરાવ: પશુમ્” ઈત્યાદિ, તથા બીજો વેદપાઠ આ પ્રમાણે છે – કૃત્નો વૈ પણ નાતે યઃ પુરષો દ્રા ઈત્યાદિ. આ બન્ને વેદપાઠોનો અર્થ પરસ્પર વિરુદ્ધ તમે તમારા મનમાં વિચારો છો તે આ પ્રમાણે -
(૧) પુરુષ મરીને પુરુષપણું જ પામે છે. પશુઓ મરીને પશુપણું જ પામે છે. આ રીતે સ્ત્રી મરીને સ્ત્રી થાય છે. મનુષ્ય મરીને મનુષ્ય જ થાય છે. આમ પહેલા પાઠનો અર્થ તમે કરો છો. આ પાઠ એકભવથી બીજા ભવમાં ગયેલા જીવને સાદેશ્યતા પ્રાપ્ત થાય છે અર્થાત્ જે જીવ આ ભવમાં જેવો હોય, તેવો જ પરભવમાં પણ રહે છે. આવા પ્રકારનું પ્રતિપાદન કરનાર છે.
(૨) બીજા પાઠનો અર્થ તમે આમ વિચારો છો કે “જે મનુષ્યને મળ-મૂત્રાદિથી સહિત બાળવામાં આવે છે તે મરીને શીયાળ થાય છે” આ પાઠ એક ભવથી બીજા ભવમાં ગયેલા જીવને વિદેશતા (વિપરીતતા) પ્રાપ્ત થાય છે. આવા પ્રકારનું પ્રતિપાદન કરનાર છે.
આ પ્રમાણે બન્ને બાજુના પાઠો મળતા હોવાથી અને સદેશતા તથા વિદેશતાના સૂચક પાઠો હોવાથી તમારા મનમાં સંદેહ થયેલ છે. પરંતુ આ સંદેહ ખોટો છે. કારણ કે આ વેદપદોનો સાચે સાચો અર્થ તમે જાણતા નથી. તેનો સાચો અર્થ આગલી ગાથાઓમાં કહેવાશે. ૧૭૭૨I.
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૪૩
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ कारणसरिसं कजं, बीयस्सेवङ्करोत्ति मण्णंतो । इह भवसरिसं सव्वं, जमवेसि परे वि तमजुत्तं ॥१७७३॥ (कारणसदृशं कार्यं, बीजस्येवाङ्कर इति मन्यमानः । इहभवसदृशं सर्वं, यदवैषि परस्मिन्नपि तदयुक्तम् ॥)
ગાથાર્થ - કારણને અનુરૂપ કાર્ય હોય છે. જેવું બીજ હોય તેવો અંકુરો થાય છે આવું માનતા તમે પરભવમાં પણ આ જીવ આ ભવની સદેશ જ થાય છે એમ તમે સમજો છો. પરંતુ તમારું આ સમજવું અયુક્ત છે. /૧૭૦૩/l
વિવેચન - તમે તમારા મનમાં આવા વિચારો કરો છો કે જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય. જેમ જવનાં બીજ હોય તો જવના જ અંકુરા ફુટે, ઘઉંના બીજમાંથી ઘઉં, બાજરીના બીજમાંથી બાજરી અને ગવારના બીજમાંથી ગવારના જ અંકુરા નીકળે છે. જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય, કારણને અનુરૂપ જ કાર્યની ઉત્પત્તિ થાય. તેવી જ રીતે “આ ભવ એ બીજા ભવનું કારણ છે” અને બીજો ભવ એ આ ભવનું કાર્ય છે.” તેથી બીજા ભવમાં આ જીવ આ ભવના સંદેશ જ હોવો જોઈએ. આવું મનમાં વિચારતા તમે એમ વિચારો છો કે આ ભવમાં જે મનુષ્ય પુરુષ હોય છે તે ભવાન્તરમાં પણ પુરુષ જ થાય છે. સ્ત્રી હોય છે તે ભવાન્તરમાં પણ સ્ત્રી જ થાય છે. પશુ હોય છે તે ભવાન્તરમાં પણ પશું જ થાય છે. આ ભવ કારણ અને અન્ય ભવ કાર્ય છે. તેથી કારણને અનુરૂપ જ કાર્ય થાય છે. આવા પ્રકારનો વિચાર તમારા મનમાં પ્રવર્તે છે. પરંતુ આ વિચાર સારો નથી, અયુક્ત છે. ll૧૭૭૭ll
સુધર્મનો આ વિચાર (સંશય) અયુક્ત છે તે સમજાવતાં ભગવાન કહે છે - जाइ सरो सिंगाओ, भूतणओ सासवाणुलित्ताओ । संजायइ गोलोमाऽविलोमसंजोगओ दुव्वा ॥१७७४॥ इति रुक्खायुव्वेदे, जोणिविहाणे य विसरिसेहितो । दीसइ जम्हा जम्म, सुहम्म ! तो नायमेगंतो ॥१७७५ ॥ (जायते शरः शृङ्गाद् भूतृणकः सर्षपानुलिप्तात् । संजायते गोलोमाविलोमसंयोगतो दूर्वा ॥ इति वृक्षायुर्वेदे योनिविधाने च विसदृशेभ्यः । ડૂતે , સુથર્મન્ ! તો નાયમેન્તઃ )
Page #369
--------------------------------------------------------------------------
________________
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
ગાથાર્થ - શ્રૃંગમાંથી શર ઉત્પન્ન થાય છે. તેને જ જો સર્ષપનો લેપ કરવામાં આવે તો તેનાથી ભૂતૃણક નામની વનસ્પતિ થાય છે તથા ગાય અને બકરીના રોમમાંથી દૂર્વા નામની વનસ્પતિ થાય છે. આ પ્રમાણે વૃક્ષોના સ્વરૂપને સમજાવતા આયુર્વેદમાં વિલક્ષણ દ્રવ્યોથી વિલક્ષણ કાર્ય થાય એમ કહેલું છે. તથા યોનિપ્રામૃત નામના ગ્રંથમાં વિસર્દેશ દ્રવ્યોના મીલનથી વિસદેશ એવા સર્પ-સિંહાદિનો, મણિ-રત્નોનો તથા સુવર્ણાદિનો જન્મ કહેલો પણ દેખાય છે. તેથી હે સૌમ્ય ! આ એકાન્ત નથી. ૧૭૭૪-૧૭૭૫/
૩૪૪
66
વિવેચન - ભગવાન શ્રી મહાવીરપ્રભુ સુધર્મને સમજાવતાં કહે છે કે હે સુધર્મન્ ! “કારણને અનુરૂપ જ કાર્ય થાય” આવો એકાન્તનિયમ નથી. ક્યારેક કારણને અનુરૂપ પણ કાર્ય થાય છે અને ક્યારેક કારણથી વિરૂપ કાર્ય પણ થાય છે. જેમકે શ્રૃંગમાંથી પણ શર નામની વનસ્પતિ થાય છે. તે જ શર નામની વનસ્પતિને સર્ષપથી જો લિપ્ત કરવામાં આવે તો તેમાંથી ભૂતૃણક એવું એક પ્રકારનું ઘાસ (વનસ્પતિ) પણ ઉત્પન્ન થાય છે. તથા ગાયની અને બકરીની રોમરાજીમાંથી દુર્વા (ધરો) નામની વનસ્પતિ ઉત્પન્ન થાય છે. આવા પ્રકારનું વૃક્ષસંબંધી વર્ણનવાળા આયુર્વેદમાં કહ્યું છે. આ રીતે વનસ્પતિનું સ્વરૂપ સમજાવતા એવા આયુર્વેદમાં પરસ્પર વિલક્ષણ (વિજાતીય) એવાં અનેક દ્રવ્યોના સંયોગથી જન્મ પામનારી ભિન્ન ભિન્ન વનસ્પતિઓ છે આમ કહ્યું છે.
તથા જ્યાં યોનિઓનું (ઉત્પત્તિસ્થાનનું) જ વર્ણન છે એવા યોનિપ્રામૃત નામના શાસ્ત્રમાં વિલક્ષણ (વિજાતીય) એવાં અનેક દ્રવ્યોનો સંયોગ કરવાથી બનેલી યોનિમાં (ઉત્પત્તિસ્થાનમાં) સર્પ-સિંહ જેવા પ્રાણઘાતક પ્રાણીઓ તથા મણિઓ અને સુવર્ણ આદિ ભિન્નભિન્ન રૂપવાળા ઘણા પદાર્થો ઉત્પન્ન થાય છે આમ પણ કહેલું છે. અહીં શાસ્ત્રકારે જે જે દૃષ્ટાન્તો આપ્યાં છે તે તે દૃષ્ટાન્તો આયુર્વેદ અને યોનિપ્રામૃતમાં પ્રસિદ્ધ છે. તેનો અભ્યાસ વર્તમાનકાલમાં ન હોવાથી ઉપરોક્ત ઉદાહરણો હાલ અનુભવગમ્ય નથી. પણ આમ થતું હશે તે વાત ચોક્કસ છે. છતાં વર્તમાન અનુભવમાં પણ અગ્નિમાંથી જે ધૂમ થાય છે. તે વિસર્દેશ જ કાર્ય છે. અગ્નિ રક્ત અથવા શ્વેત હોય છે તથા દાહક હોય છે, જ્યારે તેમાંથી ઉત્પન્ન થતો ધૂમ કૃષ્ણ હોય અને અદાહક હોય છે. એવી જ રીતે વાદળમાંથી પાણી બને છે. ઉપભોગ કરેલા ભોજનમાંથી સાત ધાતુઓ શરીરમાં બને છે ઈત્યાદિ અનેક ઉદાહરણો એવાં પણ છે કે જ્યાં કારણને અનુરૂપ કાર્ય નથી પણ કારણથી વિરૂપ કાર્ય પણ થાય છે. તેથી “કારણને અનુરૂપ જ કાર્ય થાય' આવા પ્રકારનો એકાન્તનિયમ નથી. ।।૧૭૭૪-૧૭૭૫મા
અથવા ધારો કે “કારણને અનુરૂપ કાર્ય થાય છે” આવો સિદ્ધાન્ત છે તો તે
Page #370
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ પાંચમા ગણધર - સૌધર્મ
૩૪૫ નિયમને આધીન થઈને જ ભવાન્તરમાં જીવોની ચિત્ર-વિચિત્રતા સંભવે છે. કારણ કે વર્તમાનભવમાં દરેક જીવો ચિત્ર-વિચિત્ર કર્મો કરે છે અને તે કર્મો જ ભવાન્તરમાં મળનારા ફળનાં બીજ છે. તેથી ભવાન્તરમાં ચિત્ર-વિચિત્રતા કર્માનુસારે ઘટે છે તે વાત પરમાત્મા સમજાવે છે.
अहवा जउच्चिय बीयाणुरूवजम्मं मयं तओ चेव । जीवं गिण्ह भवाओ भवंतरे चित्तपरिणामं ॥१७७६॥ जेण भवंकुरबीयं कम्मं चित्तं च तं जओऽभिहियं । हेउविचित्तत्तणओ, भवंकुरविचित्तया तेणं ॥१७७७॥ (अथवा यत एव बीजानुरूपजन्म मतं तत एव । जीवं गृहाण भवाद् भवान्तरे चित्रपरिणामम् ॥
येन भवाङ्करबीजं कर्म चित्रं च तद् यतोऽभिहितम् । हेतुविचित्रत्वतो, भवाङ्कुरविचित्रता तेन ॥)
ગાથાર્થ - અથવા જે કારણથી બીજને અનુરૂપ જન્મ તમારા વડે સ્વીકારાયો છે. તેથી જ ભવથી ભવાન્તરમાં જનારા જીવને ચિત્ર-વિચિત્ર પરિણામવાળો ભવ ઘટે છે. આમ તમે સ્વીકારો કારણ કે ભવરૂપી અંકુરાનું બીજ કર્મ છે અને તે કર્મ ચિત્રવિચિત્ર છે તે વાત મારા વડે કહેવાઈ ગઈ છે. તેથી (કર્મસ્વરૂપ) હેતુની વિચિત્રતાથી તેના ફલસ્વરૂપ ભવાંકુરાની વિચિત્રતા પણ તમે સ્વીકારો. ll૧૭૭૬-૧૭૭૭ll
વિવેચન - હે સૌમ્ય ! ગૌતમગોત્રીય સૌધર્મ ! “કારણને અનુરૂપ કાર્ય હોય છે” એવું તમે માનો છો. જેમ જવના બીજમાંથી જવના જ અંકુરા ફુટે છે. જો કે આ ન્યાય એકાન્તિક નથી, કારણથી વિરૂપ પણ કાર્ય થાય છે. છતાં માની લો કે આ ન્યાય એકાન્તિક છે અને તે સાચો છે તો પણ તે ન્યાયથી જ આ ભવથી બીજા ભવમાં જતા જીવની ચિત્રવિચિત્ર અર્થાત્ સદેશ અને વિદેશ એમ બન્ને પ્રકારની પરિણતિ થાય છે એમ તમે સ્વીકારો. જીવ આ ભવમાં જેવું કારણ સેવે છે તેને અનુસારે ભવાન્તરમાં સદેશ પણ બને છે અને વિદેશ પણ બને છે.
સુધર્મ – પ્રભુ ! તમારી આ વાત બરાબર સમજાતી નથી. કારણ કે આ ભવમાં જે સ્ત્રી હોય તે સ્ત્રીપણું જ ભવાન્તરનું કારણ છે. હવે જો કારણને અનુરૂપ કાર્ય થાય છે આ સિદ્ધાન્ત સ્વીકારીએ તો આ ભવનું સ્ત્રીપણું એ જ ભવાન્તરના સ્ત્રીપણાનું કારણ
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૪૬
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
હોવાથી ભવાન્તરમાં પણ સ્ત્રી જ થાય. પણ વિસદેશ કેમ થાય ? અને જો વિસદંશ થાય
તો “કારણને અનુરૂપ જ કાર્ય થયું છે” આમ કેવી રીતે કહેવાય ? એવી જ રીતે આ ભવનું પુરુષાકાર જે શરીર છે તે જ શરીર ભવાન્તરમાં પ્રાપ્ત થતા પુરુષપણાનું કારણ છે. માટે જો આ ન્યાયને સ્વીકારીએ તો જે જેવો તે તેવો જ થાય પણ વિસદેશ અર્થાત્
ચિત્ર-વિચિત્ર ન થાય. માટે આપની વાત બરાબર સમજાતી નથી.
=
ભગવાન – હે સુધર્મ ! આ ભવમાં પ્રાપ્ત થયેલું સ્ત્રીપણું કે પુરુષપણું એ પરભવમાં પ્રાપ્ત થતા સ્ત્રીપણાનું કે પુરુષપણાનું કારણ નથી. અહીં જ મોટી ભૂલ થાય છે. આ ભવનું સ્ત્રીપણાનું શરીર કે પુરુષાકારપણાનું શરીર કે મનુષ્યાકારનું શરીર તો અહીં જ બાળી નાખવામાં આવે છે આ શરીર તો અહીં જ રખ્યા થાય છે. તેથી આ ભવનાં સ્થૂલ ઔદારિક શરીરો એ પરભવના શરીરનાં કારણો જ નથી. જેમ માટીમાંથી ઘટ બને છે ત્યાં માટી કારણ છે અને ઘટ કાર્ય છે, જ્યારે ઘટાત્મક કાર્ય બને છે ત્યારે માટીસ્વરૂપ કારણ વિદ્યમાન જ હોય છે. નષ્ટ થયેલું હોતું નથી. હવે જો આ ભવનું શરીર પરભવના શરીરનું કારણ હોય તો પરભવના શરીરની રચનાના કાલે આ ભવનું શરીર વિદ્યમાન રહેવું જોઈએ પણ વિદ્યમાન રહેતું નથી. તેનો તો અગ્નિસંસ્કાર કરવા દ્વારા અહીં જ નાશ કરવામાં આવે છે. જીવ આ શરીરને છોડીને જ પરભવમાં જાય છે ત્યાં આ ભવનું શરીર તો છે જ નહીં કે જે ભવાન્તરમાં બનતા શરીરનું કારણ બને.
સુધર્મ – જો આમ છે તો ભવાન્તરમાં બનતા શરીરનું કારણ કોને માનવું ? અને “કારણાનુરૂપ કાર્ય” થાય છે આ ન્યાય કેવી રીતે લગાડવો ?
ભગવાન્ - હે સુધર્મ ! ભવાન્તરમાં બનતા નવા શરીરરૂપી અંકુરાનું બીજભૂત કારણ આ ભવનું સ્થૂલ ઔદારિક શરીર નથી. પરંતુ જીવની સાથે બંધાયેલું કર્મ (કાર્મણ શરીર) એ કારણ છે. જે અતિશય સૂક્ષ્મ છે, અદૃશ્ય છે અને ભવાન્તરમાં જતા જીવની સાથે આવે છે. ભવોભવમાં સાથે જ રહે છે. તે આ કર્મ એ બીજ છે અને ભવાન્તરમાં પ્રાપ્ત થતું શરીર એ અંકુરો છે. તેથી આ ભવનું સ્થૂલ શરીર સ્ત્રીપણે હોય, પુરુષપણે હોય, માનવપણે હોય કે પશુપણે હોય, તે ભલે જન્મથી મરણ સુધી એક જ હોય, પણ આ ભવમાં વર્તતો જીવ આ સ્થૂલશરીરથી જે ચિત્ર-વિચિત્ર કર્મો બાંધે છે. તે કર્મો ભવાન્તરના દેહનું કારણ (બીજ) બને છે. આ ભવમાં સ્ત્રીપણાના શરીરમાં વર્તતો જીવ પણ પરિણામની વિચિત્રતાના કારણે નપુંસકવેદ, સ્ત્રીવેદ અને પુરુષવેદ એમ ત્રણેમાંનું કોઈપણ વેદમોહનીયકર્મ બાંધી શકે છે. તે બંધાયેલું વેદમોહનીયકર્મ એ ભવાન્તરના પ્રાપ્ત થતા દેહમાં વેદનું કારણ બને છે. તેથી સ્ત્રી મરીને નપુંસક પણ થઈ
Page #372
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ પાંચમા ગણધર - સૌધર્મ
૩૪૭ શકે છે. સ્ત્રી પણ થઈ શકે છે અને પુરુષ પણ થઈ શકે છે. આ રીતે પુરુષનો જીવ પણ બીજા ભવમાં ત્રણે વેદે જન્મી શકે છે. તથા મનુષ્ય પણ ઘણાં પાપકર્મો કરે તો તે તે કર્મોને અનુસાર નરક અને તિર્યંચના ભાવમાં પણ જાય છે. તેથી આ ભવમાં બાંધેલુ પુણ્ય-પાપકર્મ એ ભવાન્તરનું બીજ છે. પણ સ્કૂલ ઔદારિક શરીર એ ભવાન્તરનું બીજ નથી. ભવાન્તરના બીજભૂત જે “કર્મ” છે તે મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય અને યોગ વડે ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારે બંધાય છે. એવું મારા વડે જ અગ્નિભૂતિ નામના બીજા ગણધરના પ્રસંગે કહેવાયેલું છે. આ પ્રમાણે હેતુભૂત (કારણરૂપે રહેલું) કર્મ ચિત્રવિચિત્ર છે. તેથી તે કર્મને અનુસાર થતી ભવરૂપી અંકુરાની ચિત્ર-વિચિત્રતા પણ ઘટી શકે છે. તેથી “કારણાનુસારે કાર્ય થાય” આ સિદ્ધાન્ત અબાધિતપણે લાગે છે. ફક્ત દૃષ્ટિ જ બદલવાની જરૂર છે. ભવાન્તરની પ્રાપ્તિરૂપી અંકુરાઓ ઉગાડવામાં આ ભવનું ભૂલશરીર તમે કારણ સમજો છો પણ ખરેખર તે કારણ નથી પણ મિથ્યાત્વાદિ હેતુઓ વડે બંધાતું કર્મ એ કારણ છે. ll૧૭૭૬-૧૭૭૭ી.
जइ पडिवन्नं कम्मं, हेउविचित्तत्तओ विचित्तं च । तो तप्फलं वि चित्तं पवज संसारिणो सोम्म ॥१७७८ ॥ (દિ પ્રતિપન્ન વર્ષ, દેવત્રત્વતો વિવિત્ર ૨ | તતસ્તત્તમપિ વિä પ્રપદસ્વ સંસારિ: સૌણ ! )
ગાથાર્થ - જો કર્મતત્ત્વ તારા વડે સ્વીકારાયું છે. હેતુની વિચિત્રતાથી તે કર્મ ચિત્રવિચિત્ર છે આમ પણ સ્વીકારાયું છે. તો પછી તેનું ફલ પણ સંસારી જીવોમાં ચિત્રવિચિત્ર હોય છે એમ હે સૌમ્ય ! તમે સ્વીકારો. ll૧૭૭૮ll
વિવેચન - ઉપરની બન્ને ગાથાઓનો ભાવાર્થ આ ગાળામાં સારરૂપે લખાય છે. હે સૌમ્ય ! જો તમે “કર્મતત્ત્વને સ્વીકારો છો તો તે તે કર્મને અનુસાર ભવાન્તરમાં ફલપ્રાપ્તિ પણ થાય છે આ વાત પણ સ્વીકારી લેવા જેવી જ છે. કારણ કે પૂર્વકાલમાં બાંધેલાં કર્મો જ તેનો સ્થિતિકાલ પાકતાં ફળ આપનારાં બને છે. આ રીતે કર્મ એ કારણ અને તેના ઉદયથી આવેલાં સારાં-નઠારાં ફળો એ કાર્ય - આમ કાર્ય કારણભાવ પણ ઘટે છે.
હવે મિથ્યાત્વાદિ કર્મબંધના હેતુઓ ચિત્ર-વિચિત્ર છે. જીવે જીવે જુદા જુદા બંધહેતુઓ છે. તેના કારણે થતો કર્મબંધ પણ ચિત્ર-વિચિત્ર છે. આ રીતે મિથ્યાત્વાદિ કર્મબંધના હેતુઓની ચિત્ર-વિચિત્રતા હોવાથી તેનાથી બંધાતો કર્મબંધ પણ ચિત્ર-વિચિત્ર (ભિન્ન ભિન્ન) થાય છે, અર્થાત્ હેતુઓની વિચિત્રતાથી કર્મબંધની વિચિત્રતા સિદ્ધ થાય
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૪૮
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
છે અને તે બાંધેલા કર્મો ચિત્ર-વિચિત્ર હોવાથી તખન્યસ્ય = તેવા તેવા કર્મોનો ઉદયકાલ થવાથી પ્રાપ્ત થનારાં ફળો પણ ચિત્ર-વિચિત્ર હોવાથી કર્મવાળા સંસારી જીવમાં નારકતિર્યંચ-મનુષ્ય અને દેવરૂપે જન્મ પામવા સ્વરૂપ ફળ પણ ચિત્ર-વિચિત્ર ઘટી શકે છે. તેથી કર્માનુસારે ભવાન્તરમાં ફળપ્રાપ્તિ થાય છે. આમ હે સૌમ્ય ! તમે સ્વીકારો. ૧૭૭૮
આ જ વાતની સિદ્ધિ માટે “અનુમાનપ્રમાણ” સમજાવતાં કહે છે - चित्तं संसारित्तं विचित्तकम्मफलभावओ हेऊ ।
इह चित्तं चित्ताणं कम्माण फलं व लोगम्मि ॥१७७९ ॥
(चित्रं संसारित्वं, विचित्रकर्मफलभावतो हेतुः ।
इह चित्रं चित्राणां, कर्मणां फलमिव लोके ॥ )
ગાથાર્થ - સંસારી જીવોનું સંસારીપણું ચિત્ર-વિચિત્ર છે. ચિત્ર-વિચિત્ર કર્મના ફળસ્વરૂપ હોવાથી, આ હેતુ જાણવો. જેમ ચિત્ર-વિચિત્ર કાર્યોનું ફળ આ લોકમાં ચિત્રવિચિત્ર હોય છે તેમ. ।।૧૭૭૯।।
વિવેચન - ગાથા ૧૭૭૮ માં કહેલી જે વાત છે તે જ વાત પરમાત્માશ્રી “અનુમાન પ્રયોગ” કરવા પૂર્વક સમજાવે છે. “સંસારિખીવાનાં સંસારત્વ ચિત્રમ્'' સંસારી જીવોનું નારક-તિર્યંચ-મનુષ્ય અને દેવાદિ રૂપે ઉત્પન્ન થવા સ્વરૂપ સંસારીપણું ચિત્ર-વિચિત્ર છે, ભિન્ન ભિન્ન છે, સદેશ નથી. આ પ્રતિજ્ઞા જાણવી. વિચિત્રસ્ય ર્મા: પાત્ = કારણ કે નર-નારકાદિ રૂપે જે ભિન્ન-ભિન્ન સંસારીપણું પ્રાપ્ત થાય છે તે પૂર્વે બાંધેલા ચિત્ર-વિચિત્ર કર્મોના ફળરૂપે પ્રાપ્ત થાય છે અને કર્મો ચિત્ર-વિચિત્ર છે. માટે તેનું ફળ પણ ચિત્ર-વિચિત્ર છે. આ હેતુ છે.
“જેનું જેનું કારણ ચિત્ર-વિચિત્ર હોય છે તેનાથી થયેલું કાર્ય (ફળ) પણ ચિત્રવિચિત્ર હોય છે. આ અન્વયવ્યાપ્તિ જાણવી. જેમકે આ લોકમાં એકસરખો ધંધો-વ્યવસાય કરનારા વેપારીઓમાં અને એકસરખી ખેતી કરનારા ખેડુતોમાં પૂર્વબદ્ધ કર્મ ભિન્ન-ભિન્ન હોવાથી ફલપ્રાપ્તિ પણ ભિન્ન-ભિન્ન જ હોય છે. કોઈકને ધંધો સારો ચાલે, કોઈકને નુકશાન થાય, કોઈકને ખેતીમાં ઘણું અનાજ પાકે, કોઈકને બરાબર ન પાકે. આમ, કર્મના ભેદથી ફળમાં ભેદ પડે જ છે. આ અન્વય ઉદાહરણ સમજવું. તેની જેમ પૂર્વભવમાં બાંધેલ કર્મોના ઉદયથી જીવો આ ભવમાં મનુષ્ય-તિર્યંચ-નારકી-દેવ-સ્ત્રી-પુરુષ-નપુંસક આદિપણે ભિન્ન-ભિન્ન રૂપે બને છે.
Page #374
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ
૩૪૯ આ પ્રમાણે કર્મોની વિચિત્રતા એ જ ભવની વિચિત્રતામાં કારણ છે. આમ આ અનુમાન પ્રમાણ જાણવું. ll૧૭૭૯
પ્રશ્ન – કર્મોમાં જો ભેદ હોય તો તેના ફળરૂપે સંસારમાં પણ ભેદ (વિચિત્રતા) સંભવી શકે. પરંતુ દરેક જીવોમાં કર્મો ભિન્ન-ભિન્ન હોય, ચિત્ર-વિચિત્ર હોય ? તેમાં શું પ્રમાણ ? તેથી હવે કર્મોની ચિત્ર-વિચિત્રતામાં પ્રમાણ કહે છે.
चित्ता कम्मपरिणई, पोग्गलपरिणामओ जहा बज्झा । कम्माण चित्तया पुण, तद्धेउविचित्तभावाओ ॥१७८०॥ (चित्रा कर्मपरिणतिः पुद्गलपरिणामतो यथा बाह्या । कर्मणां चित्रता पुनस्तद्धेतुविचित्रभावात् ॥)
ગાથાર્થ – પુદ્ગલોનો પરિણામ હોવાથી બાહ્ય એવા વાદળોના વિકારોની જેમ કર્મોની પરિણતિ ચિત્ર-વિચિત્ર હોય છે. મિથ્યાત્વ વગેરે કર્મબંધના હેતુઓની ચિત્રવિચિત્રતાના કારણે કર્મોની પણ વિચિત્રતા હોય છે. /૧૭૮૦
વિવેચન - કર્મોની ચિત્ર-વિચિત્રતા જીવે જીવે હોય છે. તે વાત અનુમાનપ્રયોગ કરવાપૂર્વક સમજાવે છે કે - વર્મનાં પરિતિઃ ત્રિા , (આ પ્રતિજ્ઞા થઈ). એક-એક જીવે જીવે કર્મોની પરિણતિ ચિત્ર-વિચિત્ર હોય છે. પ્રત્યેક જીવોમાં કર્મો ભિન્ન ભિન્ન રૂપે બંધાય છે. કાશ્મણવર્ગણા ચિત્ર વિચિત્ર પરિણામરૂપે (કર્મરૂપે) પરિણામ પામે છે. કારણ કે પોપાત્રપરિણામો = કર્મ એ પણ કાર્મણવર્ગણાનાં પુદ્ગલો છે અને પુદ્ગલોમાં પરિણમન પામવાનો સ્વભાવ હોય છે (આ હેતુ જાણવો). અહીં જે જે પુગલ-પરિણામાત્મક હોય છે તે તે અવશ્ય ચિત્ર-વિચિત્ર પરિણતિસ્વરૂપ જ હોય છે (આ વ્યાપ્તિ થઈ). જેમકે આકાશમાં થતાં વાદળો એ પુગલોની પરિણતિરૂપ છે માટે ચિત્ર-વિચિત્રરૂપ છે (આ ઉદાહરણ થયું). જે જે ચિત્ર-વિચિત્રરૂપે પરિણામ પામતું નથી, તે તે પુલાત્મક પણ હોતું નથી. જેમકે આકાશ. આ વ્યતિરેક વ્યાપ્તિ અને વ્યતિરેક ઉદાહરણ થયું. તેમ કર્મો પણ પુદ્ગલનાં બનેલાં છે માટે અવશ્ય ચિત્ર-વિચિત્ર છે. આ ઉપનય-નિગમન થયું.)
વાદળ પુદ્ગલોનો વિકાર છે. પૃથિવી-માટી પણ પુગલ છે. તેથી જેમ માટી ઘટાદિ અનેક ભાજન બનવારૂપે પરિણામ પામે છે. લાકડું એ પણ પુદ્ગલ છે તેમાંથી ખુરશી, ટેબલ વગેરે અનેક પ્રકારે ઉપભોગનાં સાધનો બનવારૂપે પરિણામ પામે છે. તેમ કર્મો એ પણ પુગલદ્રવ્ય છે. પરિણામ પામવાના સ્વભાવવાળું છે. તેથી જીવ વડે ગ્રહણ કરાયાં છતાં જીવના પરિણામને અનુસારે ચિત્ર-વિચિત્ર અનેકરૂપે પરિણામ પામે છે.
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૦ પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ પ્રશ્ન - જીવ વડે ગ્રહણ કરાયા પહેલાં કામણ વર્ગણાનાં પુગલો એકસરખાં સમાન છે તો જ્યારે જીવ વડે ગ્રહણ કરાય છે ત્યારે ચિત્ર-વિચિત્રરૂપે કેમ પરિણામ પામી જાય
ઉત્તર - જેમ દૂધમાં દહીંરૂપે પરિણામ પામવાનો સ્વભાવ છે અને ખટાશ તેમાં નિમિત્ત બને છે. સોનામાં કડું-કુંડલ-કેયૂરાદિ વિવિધ અલંકારો બનવાપણાનો પરિણામ છે. પણ સોનીનો પ્રયત્ન તેમાં નિમિત્તભત છે. તેવી રીતે કામણવર્ગણામાં કર્મરૂપે રૂપાન્તર થવાપણાનો પરિણામ છે. (આ પારિણામિક ભાવ છે) અને તેમાં કર્તા એવા જીવમાં આવેલા મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય-યોગ-અન્ય ઉપરનો રાગ-દ્વેષ અને સાચી વાતને છુપાવવી (નિદ્વવતા) વગેરે ૧૮ પ્રકારનાં પાપસ્થાનકો સેવવાનો આત્માનો જે પરિણામ છે તે નિમિત્ત છે. તેથી કાર્મણવર્ગણાનાં પુદ્ગલો પુદ્ગલપણે સમાન હોવા છતાં પણ જીવોમાં આવેલા મિથ્યાત્વાદિ પરિણામોની ચિત્ર-વિચિત્રતાને લીધે અને તેનામાં પોતામાં પરિણામ પામવાનો સ્વભાવ હોવાથી તે જ પુગલો જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય ઈત્યાદિ મૂલભેદે ૮ પ્રકારે અને ઉત્તરભેદ રૂપે ૧૨૦-૧૨૨-૧૪૮ અને ૧૫૮ રૂપે પરિણામ પામે છે.
આ રીતે કાર્મણવર્ગણાનાં પુદ્ગલોમાં પરિણામ પામવાનો સ્વભાવ હોવાથી તથા કર્તા એવા જીવમાં મિથ્યાત્વાદિ હેતુઓની ચિત્ર-વિચિત્રતા હોવાથી તે જ કાર્મણવર્ગણા જીવે જીવે ચિત્ર-વિચિત્ર એવા કર્મરૂપે પરિણામ પામે છે. I/૧૭૮૦
હવે પરવાદી (સુધર્મપંડિત) ની માન્યતા પ્રમાણે પણ પરભવમાં જીવોની સદેશતા સંભવતી નથી પણ વિસદેશતા હોય છે તે સમજાવતાં કહે છે -
अहवा इहभवसरिसो, परलोगो वि जइ सम्मओ तेणं । कम्मफलंपि इहभवसरिसं पडिवज परलोए ॥१७८१॥ किं भणियमिह मणुया नाणागइकम्मकारिणो संति । जइ ते तप्फलभाजो, परे वि तोऽसरिसया जुत्ता ॥१७८२॥ (अथवेहभवसदृशः परलोकोऽपि यदि सम्मतस्तेन । कर्मफलमपीह भवसदृशं प्रतिपद्यस्व परलोके ॥ किं भणितमिह मनुजा, नानागतिकर्मकारिणः सन्ति । यदि ते तत्फलभाजः, परस्मिन्नपि ततोऽसदृशता युक्ता ॥)
Page #376
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ
૩૫૧
ગાથાર્થ - અથવા હે સૌમ્ય ! જો આ ભવ સદેશ પરભવ છે. આવું તમારા વડે સ્વીકારાયું છે તો આ ભવસરખું કર્મફળ પણ પરલોકમાં છે એમ તમે સ્વીકારો. ઉપરોક્ત વાતનો સાર એ છે કે આ ભવમાં મનુષ્યો જુદી જુદી ગતિ પ્રાપ્ત થાય તેવાં તેવાં કર્મ કરનારા છે. તેથી પરભવમાં પણ તેના ફળને ભોગવનારા જો તે છે તો અવશ્ય અસદેશના માનવી એ જ યોગ્ય છે. /૧૭૮૧-૧૭૮૨/l
| વિવેચન - અથવા હે સુધર્મ ! “આ ભવ જેવો હોય છે તેવો પરભવ હોય છે” આ વાત તો તમને માન્ય છે જ. તેથી પરભવમાં કર્મફળ પણ આ ભવની સંદેશ તમે સ્વીકારો. એટલે કે આ ભવમાં ચિત્ર-વિચિત્ર એવી મન, વચન અને કાયાની શુભાશુભ ક્રિયાને અનુસારે પરભવમાં ફલ પણ ચિત્ર-વિચિત્ર સ્વીકારો. આ તર્ક અત્યન્ત સંક્ષિપ્ત રૂપે કહ્યો છે. એટલે બાલજીવોને જલ્દી સમજાય તેમ નથી. તેથી બીજી ગાથામાં આ જ તર્ક વિસ્તારથી સમજાવે છે.
વિં ભવુિં = આગલી ગાથામાં શું કહ્યું? અર્થાત્ આ ગાથામાં કહેલી વાતનો સાર શું ? તે સંક્ષિપ્તને બદલે વિસ્તારથી સમજાવો. આ સંસારમાં મનુષ્યો ચિત્રવિચિત્ર (ભિન્ન-ભિન) ક્રિયા કરતા દેખાય છે. કોઈ ભગવાનની પૂજા કરતા દેખાય છે. કોઈ ભગવાનને નહી માનીને પત્થર સમજીને તોડફોડ કરતા દેખાય છે. કોઈ જીવોની રક્ષા કરતા દેખાય છે. કોઈક કસાઈનો વ્યવસાય (જીવોનો વધ) કરતા દેખાય છે. કોઈ બ્રહ્મચર્યાદિ વ્રત પાલન કરતા દેખાય છે. કોઈ વ્યભિચારાદિ સેવતા દેખાય છે. આમ પાપ અને પુણ્યની ચિત્રવિચિત્ર ક્રિયા કરતા દેખાય છે. તે જ પાપ અને પુણ્ય પરભવમાં નરકતિર્યંચ મનુષ્ય અને દેવગતિ અપાવનાર બને છે.
આ રીતે નાના પ્રકારની ગતિની પ્રાપ્તિ થાય તેના હેતુભૂત ચિત્રવિચિત્ર ક્રિયા કરતા જીવો પ્રત્યક્ષ નજરોનજર દેખાય છે. તેથી તે જીવો પરભવમાં તેવી તેવી ક્રિયાના ફળને ભોગવનારા થાય છે. આમ પણ માનવું જ જોઈએ. આ રીતે જે જીવ આ ભવમાં જેવી જેવી પાપ-પુણ્યની કરણી કરે છે. તે જીવ પરભવમાં તે તે કરણીને અનુસારે તેવો તેવો જ થાય છે. “યા રૂમ તાદ્રશ: પરમ'' આ ન્યાયને અનુસારે પણ આ ભવમાં પાપપુણ્યની નાનાવિધ ક્રિયા કરનારા જીવો છે. માટે આ ભવમાં જે જીવ જેવી પુણ્ય-પાપની કરણી કરે છે. તેવા જ ફળવાળો પરભવમાં થાય છે આમ અર્થ થાય છે. તેથી ભવાન્તરમાં પણ ભિન્ન ભિન્ન ફળને પામનારા તે જીવો થાય છે. તેથી પરભવમાં વિદેશતા જ સિદ્ધ થઈ. માટે વિસદેશતા પણ માનવી એ ઉચિત છે. આ રીતે આ ભવની કરણીને અનુરૂપ ભવાન્તરની પ્રાપ્તિ થાય છે. તેથી આ ભવમાં ઉચ્ચ કરણી કરનારો જીવ પરભવમાં ઘણી
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૨
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ ઉંચી સ્થિતિને પામે છે અને આ ભવમાં નીચ કરણી કરનારો જીવ ભવાન્તરમાં નરકનિગોદ કે તિર્યંચગતિ પામે છે. તેથી આ ભવમાં જે જીવ જેવો (જેવી કરણીવાળો) હોય છે તે જીવ પરભવમાં તેવો થાય છે. તેથી એકલી સદેશતા રહેતી નથી પરંતુ વિદેશતા પણ થાય છે. અર્થાત્ કરણીને અનુસારે ભવાન્તરમાં સદેશતા અને વિસશિતા થાય છે. //૧૭૮૧-૧૭૮૨||
अह इह सफलं कम्मं, न परे तो सव्वहा न सरिसत्तं । अकयागम-कयनासा, कम्माभावोऽहवा पत्तो ॥१७८३॥ कम्माभावे य कओ भवंतरं, सरिसया व तदभावे । निक्कारणओ य भवो, जइ तो नासोवि तह चेव ॥१७८४॥ (अथेह सफलं कर्म, न परस्मिंस्ततः सर्वथा न सदृशत्वम् । अकृतागम-कृतनाशौ, कर्माभावोऽथवा प्राप्तः ॥ कर्माभावे च कुतो भवान्तरं, सदृशता वा तदभावे । निष्कारणकश्च भवो यदि ततो नाशोऽपि तथैव ॥)
ગાથાર્થ - અહીં પ્રશ્ન થાય છે કે આ ભવને આશ્રયી ક્રિયા ફળવાળી છે પણ પરભવને આશ્રયી ફળવાળી નથી. આમ જો કહેશો તો પરભવમાં સદેશતા પણ ઘટશે નહીં તથા અકૃતાગમ-કૃતનાશ અને સર્વથા કર્મનો અભાવ આવા દોષો પ્રાપ્ત થશે. કર્મનો જો અભાવ માનશો તો ભવાત્તર પણ કેમ ઘટશે ? અને ભવાન્તરના અભાવે સદેશના પણ કેમ ઘટે? અને જો ભવની ઉત્પત્તિ નિષ્કારણ હોય તો ભવનો નાશ પણ નિષ્કારણ જ થશે. તેથી તપાદિ ધર્માનુષ્ઠાન પણ નિષ્ફળ થશે. ll૧૭૮૩-૧૭૮૪ll
વિવેચન - અહીં સુધર્મ કદાચ આવો પ્રશ્ન કરે કે હે ભગવાન ! આ ભવમાં કરાતી ખેતી-વેપાર-રસોઈ તથા નોકરી આદિ જે જે ક્રિયાઓ કરાય છે તે તે ક્રિયાઓ આ ભવમાં જ ફળ પ્રાપ્ત કરવાના આશયથી કરાય છે અને તે જ ક્રિયાઓ સફળ છે, ફળવાળી છે એમ મનાય છે. જેમકે ખેતીની જે ક્રિયા કરાય છે તેનું ધાન્યપ્રાપ્તિરૂપ ફળ છે. વેપારની જે ક્રિયા કરાય છે તેનું ધનપ્રાપ્તિરૂપ ફળ છે. રસોઈની જે ક્રિયા કરાય છે તેનું ભોજનપ્રાપ્તિરૂપ ફળ છે અને નોકરીની જે ક્રિયા કરાય છે તેનું વેતનની પ્રાપ્તિ (પગારની પ્રાપ્તિ) રૂ૫ ફળ છે એમ આ ભવમાં જ ફળ પ્રાપ્ત થાય એવા આશયથી જે જે ક્રિયાઓ કરાય છે તે તે ક્રિયાઓ સફળ = ફળ આપનારી છે. પરંતુ પરભવમાં ફળપ્રાપ્તિ થાય
Page #378
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ
૩૫૩
એવા આશયથી કરાતી દાન-શીયળ-તપ-ભાવનાદિ ધર્માનુષ્ઠાન સેવવારૂપ જે જે ક્રિયાઓ કરાય તે પરભવને આશ્રયી ફળવાળી થતી નથી. એટલે કે જે જે ક્રિયાઓ પુણ્યબંધ કરવા દ્વારા ભવાન્તરમાં ફળ આપનારી થાઓ એવા આશયથી જે જે દાન-પુણ્યાદિ ક્રિયાઓ કરાય છે તે બધી જ ક્રિયાઓ નિષ્ફળ છે, ફળરહિત છે અને પરભવને આશ્રયી કરાતી દાનપુણ્યાદિ ક્રિયા ફળ વિનાની હોવાથી પરભવમાં આ ભવથી વિસદેશ થાય છે આ વાત રહેતી જ નથી. કારણ કે વિસદેશતા અપાવનારું કર્મ જ બાંધ્યું નથી. તેથી પરભવને આશ્રયી કરાતી ક્રિયાઓનું કોઈ ફળ જ નથી. એટલે ભવાન્તરમાં ફળ આપે એવું પુણ્ય-પાપ કર્મ બંધાતું જ નથી. તેથી “વૈસદૃશ્યત્વ” આવતું જ નથી. માટે “સદેશતા’ જ પ્રાપ્ત થાય છે. આ મારો પક્ષ બરાબર યથાર્થ છે.
ઉત્તર ઉપરોક્ત વાત પણ બરાબર નથી. જો પરભવને આશ્રયી કરાતી દાનાદિ ધર્માનુષ્ઠાન આચરવા સ્વરૂપ સર્વ ક્રિયા નિષ્ફળ જ હોય તો પરભવમાં “સર્દશતા” જે તમોને માન્ય છે તે પણ ઘટશે નહીં. કારણ કે સ્ત્રી મરીને સ્ત્રી જ ભલે થાય પરંતુ તે સ્ત્રીપણું પ્રાપ્ત થવા માટે “સ્ત્રીવેદમોહનીયકર્મ” તો હોવું જોઈએને ? એવી જ રીતે મનુષ્ય મરીને ભલે મનુષ્ય જ થાય પરંતુ ભવાન્તરમાં મનુષ્યપણું અપાવનારું કર્મ તો હોવું જોઈએ ને ? જો તમે પરભવને આશ્રયી કરાતી સર્વે પણ ક્રિયાઓને નિષ્ફળ જ માનશો તો પુણ્યપાપ રૂપ કર્મબંધ ન થવાથી ભવાન્તરમાં સદેશતા પણ પ્રાપ્ત થશે નહીં, અર્થાત્ સદેશતા પણ ઘટશે નહીં.
–
તે સદેશતા પણ કોઈ કર્મ વડે જ પ્રાપ્ત થવાની હતી. તે કર્મ તમે માન્યું નહીં. કારણ કે પારવિક ફળવાળી સર્વે પણ ક્રિયાઓને તમારા વડે નિષ્ફળ સ્વીકારાઈ છે. ક્રિયાઓ નિષ્ફળ હોતે છતે કર્મબંધ થતો નથી અને કર્મબંધ વિના સર્દશતા પણ પ્રાપ્ત થશે નહીં. વિસર્દશતાને નહી માનતાં સદેશતા પણ ઘટશે નહીં.
હવે કદાચ એમ કહો કે પરભવને આશ્રયી કરાતી ક્રિયાઓ કંઈપણ ફળ આપનારી નથી. તેથી કર્મબંધ થતો નથી. કર્મ પણ નથી જ, એમને એમ ભવાન્તરમાં સદેશતા પ્રાપ્ત થાય છે. તો આવો બચાવ પણ ઉચિત નથી. કારણ કે જો કર્મ વિના એમને એમ સદેશતા આવતી હોય તો “અકૃતાગમ અને કૃતનાશ” એવા દોષ આવશે. ભવાન્તરમાં પ્રાપ્ત થનારી સદેશતા કર્મ કર્યા વિના નિર્દેતુકપણે આવે છે એમ જો કહેવાશે અને જો નિર્દેતુક જ સર્દશતા આવતી હોય તો અકૃતાગમ કોઈપણ કર્મ કર્યા વિના સર્દશતા પ્રાપ્ત થઈ. આવો દોષ આવશે. તથા તેના સંબંધમાં સદાસત્ત્વ અને સદાઅસત્ત્વ આદિ બીજા પણ
ઘણા દોષો આવે. તથા આ ભવમાં કરાયેલી તપ-જપ-સ્વાધ્યાયાદિ ધર્માનુષ્ઠાનની ક્રિયાઓ
=
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૫૪
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
ફળ આપ્યા વિના જ નાશ પામનારી થશે. તેથી કૃતનાશ દોષ પણ ન્યાયની પરિભાષા પ્રમાણે આવશે.
અથવા “સર્વથા કર્મોનો અભાવ જ થવાનો દોષ આવશે.” આ ભવમાં કરાતી દાન-શીલાદિ ધર્મક્રિયાઓ અને હિંસાદિ પાપક્રિયાઓ પરભવને આશ્રયી કંઈપણ ફળ આપતી નથી. એટલે કે શુભક્રિયાઓથી પુણ્ય અને અશુભક્રિયાઓથી પાપ બંધાતું જ નથી. આવું જ જો મનાય તો “કર્મ જેવું કોઈ તત્ત્વ” છે જ નહીં એવો જ અર્થ થશે. હવે જો કર્મ જેવું કોઈ તત્ત્વ જ ન હોય તો જ્યારે જીવ મૃત્યુ પામે ત્યારે કોઈ પુણ્ય-પાપ કર્મ જ ન હોવાથી કારણના અભાવે ભવાન્તરમાં જવાનું પણ બનશે નહીં. એટલે ભવાન્તર જ ઘટશે નહીં, અને જો કર્મના અભાવથી ભવાન્તર જ ન હોય તો ભવાન્તરમાં સદેશતા જ મળવાની તમારી જે વાત છે. તે તો દૂર જ ધકેલાઈ થશે.
હવે કદાચ આવો બચાવ કરો કે પરભવને આશ્રયી કરાતી ક્રિયાઓ નિષ્ફળ છે. તેથી કર્મોનો બંધ થતો નથી. પરંતુ કર્મ વિના પણ જીવ ભવાન્તરમાં જાય છે. તેથી ભવાન્તર છે તથા કર્મ વિના સદેશતા પણ છે. આવું જ કહો તો ભવાન્તર નિષ્કારણ જ થયો, કર્મકારણ વિના જ થયો, એવો જ અર્થ થશે. હવે જો આમ જ હોય એટલે કે પરભવ નિષ્કારણ જ આવતો હોય તો તેનો નાશ પણ નિષ્કારણ જ થશે, આમ થવાથી તપ-જાપ-સ્વાધ્યાય-ધ્યાનાદિ ધર્માનુષ્ઠાનો નિષ્ફળ થશે. મોક્ષમાં ગયેલા જીવોને પણ જન્મજરા-મરણ થશે અને પાપી જીવોને પણ મૃત્યુ બાદ વિના કારણે મુક્તિ થશે. આવા ઘણા ઘણા દોષો આવશે.
વળી જો કર્મ જેવું કોઈ કારણ છે જ નહીં અને એમને એમ નિષ્કારણ જ આ જીવને ભવાન્તરમાં સદેશતા મળતી હોય તો એમને એમ નિષ્કારણ જ આ જીવને ભવાન્તરમાં વિસરેશતા પણ પ્રાપ્ત થાય આવું કેમ ન બને ? કોઈ વિશેષતા તો રહેતી જ નથી. જેમ કર્મ કારણ વિના સંદેશતા આવે છે તેમ કર્મ કારણ વિના વિદેશતા પણ હોઈ શકે છે. આ રીતે તમારો પક્ષ બરાબર નથી. ll૧૭૮૩-૧૭૮૪
સદેશતાની જેમ કર્મજન્ય વિદેશતા પણ છે. આ બાબતમાં ફરીથી પ્રશ્ન કરીને તેનો ઉત્તર આપતાં કહે છે -
कम्माभावे वि मई, को दोसो होज जइ सभावोऽयं । जह कारणाणुरूवं घडाइ कजं सहावेणं ॥१७८५॥
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૫૫
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ (कर्माभावेऽपि मतिः को दोषो भवेद् यदि स्वभावोऽयम् । यथा कारणानुरूपं घटादि कार्यं स्वभावेन ॥)
ગાથાર્થ - જેમ (કર્મ વિના) કારણને અનુરૂપ ઘટ-પટાદિ કાર્ય તથાસ્વભાવે જ થાય છે. તેમ કર્મના અભાવમાં જ આ સ્વાભાવિક સંસાર છે. આવી બુદ્ધિ કરીએ (આવું માનીએ) તો શું દોષ ? ll૧૭૮૫
વિવેચન - આ બાબતમાં સુધર્મપંડિત આવો પ્રશ્ન કરે છે કે કર્મ જેવું તત્ત્વ ન માનીએ એટલે ધારો કે કર્મ નથી, કર્મ વિના સ્વાભાવિકપણે જ આ સંસાર છે આમ માનીએ તો શું દોષ ? જેમ મૃતિંડ ઘટનું કારણ છે અને તખ્તસમૂહ પટનું કારણ છે. તેમાંથી અનુક્રમે ઘટ અને પટ કાર્ય બને છે. મૃર્લિંડમાંથી બનતા ઘટમાં અને તખ્તસમૂહમાંથી બનતા પટમાં કર્મ જેવું કોઈ કારણ નથી. છતાં તથાસ્વભાવે જ કારણને અનુરૂપ કાર્ય થાય છે. તેવી જ રીતે કર્મતત્ત્વ ન માનીએ તો પણ જે જીવ આ ભવમાં જેવો હોય તેવો જ પરભવમાં તથાસ્વભાવે થાય છે. આમ સ્વાભાવિકપણે જ પ્રાણીઓના સદેશ એવા જન્મોની પરંપરાવાળો આ સંસાર છે આમ માનીએ તો શું દોષ? જેમકે માટીમાંથી પટ બનતો નથી અને તજુમાંથી ઘટ બનતો નથી એટલે સ્વાભાવિકપણે વિસદેશ કાર્ય થતું નથી પણ સદેશ કાર્ય જ થાય છે અને તેમાં કર્મતત્ત્વ કારણ નથી. તેવી જ રીતે અહીં જીવોના જન્મની પરંપરા પણ કર્મ વિના જ માની લોને ?
ઉત્તર - ઘટ-પટ કાર્યો પણ માટી અને તજુમાંથી એમને એમ સ્વાભાવિકપણે થતાં નથી, માટીનો ઢગ કરીએ તો પોતાની મેળે ઘડા બની જાય અને તખ્તઓનો ઢગ કરીએ એટલે પોતાની મેળે સ્વાભાવિક રીતે પટ બની જાય એવું બનતું નથી. તે બનાવવામાં કર્તા અને કરણ આ બન્ને કારકની અપેક્ષા અવશ્ય રહે જ છે. કુલાલ-કર્તા અને દંડ-ચક્રાદિ કરણની સામગ્રી મળે તો જ માટીમાંથી ઘટ બને છે. વણકર-કર્તા અને તુરી-વેમાદિ કરણની સામગ્રી મળે તો જ તખ્તસમૂહમાંથી પટ બને છે. કર્તા અને કરણના વ્યવસાય વિના કેવલ એકલા સમવાયિકારણમાંથી આપોઆપ સ્વાભાવિકપણે કાર્ય થતું નથી. તેવી જ રીતે “પરભવસંબંધી શરીર-ઈન્દ્રિયો આદિ રૂપ કાર્ય કરવામાં કર્તા એવા આત્માને કોઈને કોઈ “કરણ” ની અવશ્ય અપેક્ષા રહે છે.” આવું જે કોઈ કરણ કારક હોય છે તે કરણ, કારક આ લોકમાં કર્તા અને કાર્યથી ભિન્ન દેખાય છે. જેમ કુલાલ અને ઘટથી ભિન્ન એવું દંડ-ચક્રાદિ કરણ છે. વણકર અને પટથી ભિન્ન એવું તુરી-વેમાદિ કરણ છે તેમ અહીં પારભાવિક શરીર અને કર્તા એવા આત્માથી ભિન્ન એવું “કર્મ” નામનું કારણ છે. આમ હે સુધર્મ ! તમે સ્વીકારો. હંમેશાં કરણ એ સાધન છે, નિમિત્ત છે. તે સદા
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૫૬
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
કર્તા-કર્મથી કથંચિત્ ભિન્ન હોય છે. સુથાર લાકડું છેદે છે પણ કરણ એવા કુહાડા વિના સ્વાભાવિકપણે લાકડું છેદાતું નથી. સોની સોનાના અનેક અલંકારો બનાવે છે પરંતુ અલંકાર બનાવવાનાં સાધનો (ઓજારો) વિના સ્વાભાવિકપણે અલંકારો બનતા નથી. તેમ અહીં કર્તા આત્મા છે. કાર્ય પારભવિક શરીરાદિ છે. તેમાં કરણકારક એવું કર્મ માન્યા વિના સ્વાભાવિકપણે આ શરીરાદિની રચના થશે નહીં.
પ્રશ્ન - ઘટ-પટ આદિ કાર્યોમાં કુલાલ-વણકર આદિ કર્તા અને દંડચક્રાદિ-તુરીવેમાદિ કરણ પ્રત્યક્ષ દેખાય છે. તેવી જ રીતે લાકડાના છેદમાં સુથાર કર્તા અને કુહાડો કરણ, અલંકારોમાં સોની કર્તા અને ઓજારો કરણ ઈત્યાદિ પ્રત્યક્ષ દેખાય છે. તેમાં કર્તા પણ દેખાય છે અને કરણ પણ દેખાય જ છે. તેથી જે પ્રત્યક્ષ દેખાય તેનો અપલાપ કેમ કરી શકાય ? અર્થાત્ અપલાપ ન કરી શકાય માટે ત્યાં કર્તા-કરણ અને કાર્ય ત્રણે ભલે હો. પરંતુ પારભવિક શરીરની જે રચના થાય છે ત્યાં કર્તા આત્મા અને કરણ એવું કર્મ પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થતું નથી. માટે જેમ કર્તા અને કર્મ વિના વાદળો બને છે અને ઘનીભૂત તથા વિરલીભૂત વગેરે વિકારો પણ કર્મ વિના તે વાદળોમાં સ્વાભાવિક રીતે જ થાય છે તેમ પારભવિક શરીરોની રચના પણ કર્તા આત્મા અને કરણ કર્મ વિના જ બનતી હોય આમ માનીએ તો શું દોષ ? તેથી કર્મ છે જ આમ માનવાની આવશ્યકતા રહેતી નથી.
ઉત્તર - આ પ્રશ્ન અયુક્ત છે. વાદળોની રચના પ્રતિનિયત આકારવાળી હોતી નથી, પારભવિકશરીરની રચના આદિવાળી અને પ્રતિનિયત આકારવાળી હોય છે. અર્થાત્ અમુક પ્રકારના ચોક્કસ આકારવાળી હોય છે. તેથી તે સ્વાભાવિક નથી પણ કર્તા અને કરણની અપેક્ષાવાળી છે. જેમ કોઈ સુંદર હવેલી બાંધેલી હોય અથવા વ્યવસ્થિત મકાન બાંધેલું હોય તો તે આદિવાળું અને પ્રતિનિયત (અમુક ચોક્કસ પ્રકારના) આકારવાળું છે. તેથી તે હવેલી અને મકાનનો કોઈક કર્યા છે. તથા તેમાં વપરાયેલાં સાધનો એ કરણ છે પરંતુ તે હવેલી તથા મકાન ધરતીકંપ અથવા મહાવાયુના તોફાનાદિથી જ્યારે પડે છે ત્યારે થયેલા ભંગારનો કોઈ પ્રતિનિયત આકાર નથી તેથી તે કર્તા અને કરણ વિના સ્વાભાવિકપણે બને છે. આ રીતે વિચારતાં જે જે કાર્ય આદિવાળું અને અમુક પ્રકારના ચોક્કસ પ્રતિનિયત આકારવાળું હોય છે તે તે કાર્ય સ્વાભાવિકપણે હોતું નથી પણ કર્તાકરણની અપેક્ષાએ જ થાય છે. પારભવિકશરીરની રચના પણ આદિવાળી અને પ્રતિનિયત આકારવાળી જ છે. માટે કર્તા આત્મા અને કરણ એવા કર્મની અપેક્ષાએ જ થાય છે. તેથી કર્મ છે એમ સિદ્ધ થાય છે.
વળી હે સુધર્મ ! તમે ‘ભારણાનુરૂપ ાર્યક્’’ માનો છો. કારણને અનુરૂપ જ કાર્ય
Page #382
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ પાંચમા ગણધર - સૌધર્મ
૩૫૭ થાય એવું તમે માનો છો. આ ચાયને લીધે પરભવમાં સદેશતા હોય એવું તમારા વડે પૂર્વે સ્વીકારાયું છે અને હવે અહીં જ્યારે આ પ્રશ્ન કરો છો ત્યારે સ્વભાવને સિદ્ધ કરવા “પ્રવિદ્યાર" વાદળોના વિકારનું દૃષ્ટાન્ત આપો છો, આ દૃષ્ટાન્તથી તમારી પૂર્વે માનેલી માન્યતા ખંડિત થઈ જાય છે. જેમ વાદળ અને તેના વિકારો સ્વાભાવિક રીતે બને છે. તેવી રીતે જો પારભવિક શરીરની રચના પણ સ્વાભાવિક રીતે જ બનતી હોય તો વાદળના વિકારો તો પોતાના કારણભૂત પુગલદ્રવ્યો કરતાં અત્યન્ત વિલક્ષણ રીતે બને છે.
વાદળો જેમાંથી બને છે તે પૂર્વકાલીન કારણભૂત પુદ્ગલદ્રવ્યો સૂક્ષ્મ છે, અદશ્ય છે, વરાળરૂપ છે. ઉષ્ણતામાન ધર્મવાળાં છે. તેમાંથી બનતાં વાદળ બાદર, દશ્ય, ગગનસ્થિત અને શીતળતાધર્મવાળાં આમ અત્યન્ત વિલક્ષણ ધર્મવાળાં બને છે. હવે જો આ વાદળનું દૃષ્ટાન્ત શરીરની રચનામાં આપશો તો પારભવિકશરીરની રચના પૂર્વકાલીન શરીર રચનાથી અત્યન્ત વિલક્ષણ હોય છે આમ સિદ્ધ થશે. આમ સિદ્ધ થવાથી તમારી જ માનેલી સદેશતા ઉડી જશે. તેથી તમારો આ તર્ક બરાબર નથી. I/૧૭૮પી
होज सहावो वत्थु, निक्कारणया व वत्थुधम्मो वा । जइ वत्थु णत्थि, तओऽणुवलद्धीओ खपुष्कं व ॥१७८६॥ अच्चंतमणुवलद्धो वि अह तओ अत्थि, नत्थि किं कम्मं ? । हेऊ वि तदत्थित्ते जो नणु कम्मस्स वि स एव ॥१७८७॥ कम्मस्स वाभिहाणं होज सहावोत्ति होउ को दोसो । निच्चं व सो सभावो सरिसो एत्थं च को हेऊ ? ॥१७८८॥ (भवेत् स्वभावो वस्तु, निष्कारणता वा वस्तुधर्मो वा । यदि वस्तु नास्ति, सकोऽनुपलब्धेः खपुष्पमिव ॥ अत्यन्तमनुपलब्धोऽप्यथ सकोऽस्ति, नास्ति किं कर्म ? । हेतुर्वा तदस्तित्वे यो ननु कर्मणोऽपि स एव ॥) कर्मणो वाभिधानं भवेत् स्वभाव इति भवतु को दोषः । નિત્યં વાસ સ્વભાવ:, સંશો Sત્ર ો હેતુઃ ? ) ગાથાર્થ - સ્વભાવ એ શું કોઈ વસ્તુવિશેષ છે ? નિષ્કારણતા છે ? કે વસ્તુનો કોઈ
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૫૮ પાંચમાં ગણધર - સૌધર્મ
ગણધરવાદ ધર્મ છે ? આ ત્રણ પક્ષોમાંથી “જો વસ્તુ છે” આમ કહેશો તો તે વસ્તુ નથી - કારણ કે વસ્તુરૂપે દેખાતો નથી આકાશપુષ્પની જેમ. /૧૭૮૬/
અત્યન્ત દેખાતો નથી છતાં તે વસ્તુ છે આમ જો કહો તો “કર્મ નથી” આમ કેમ કહો છો ? અથવા સ્વભાવના અસ્તિત્વમાં જે હેતુ છે તે જ હેતુ કર્મના અસ્તિત્વમાં પણ હો. ૧૭૮
અથવા કર્મનું જ જો બીજું નામ સ્વભાવ કહેતા હો તો તે સ્વભાવ ભલે હો. (અમને કંઈ વાંધો નથી.) એમ માનવામાં શું દોષ ? અથવા તે સ્વભાવ હંમેશાં સદેશ જ રહે તેમાં શું કારણ ? ll૧૭૮૮
| વિવેચન - ભગવાન શ્રી મહાવીર પ્રભુ સુધર્મ બ્રાહ્મણને જુદી જુદી રીતે સમજાવે છે. ગયેલી ગાથા ૧૭૮૫ માં સુધર્મબ્રાહ્મણે જે દલીલ કરેલી કે “મ્મમ વિ મરું તો તોલો હોન્ન નડું નમાવોડ્ય" કર્મ ન માનીએ અને ભવનો (સંસારનો) એવો સ્વભાવ જ માનીએ કે કારણભૂત કર્મ વિના જ આ સંસાર છે. ત્યાં ભગવાન સુધર્મબ્રાહ્મણને પ્રશ્ન કરે છે કે -
ભગવાન્ – તમારો માનેલો આ સ્વભાવ એ શું છે? શું ઘટ-પટ જેવી સ્વભાવ નામની કોઈ વસ્તુ છે ? કે શું નિષ્કારણતા એટલે કે કોઈપણ કારણનો અભાવ એ જ સ્વભાવ છે ? કે શું સ્વભાવ એ વસ્તુનો કોઈ ધર્મવિશેષ છે ? આ ત્રણમાંથી સ્વભાવનો અર્થ તમને કયો માન્ય છે ? સ્વભાવ એ છે શું ? તે કહો.
સુધર્મ બ્રાહ્મણ - સ્વભાવ એ ઘટ-પટાદિની જેમ એક વસ્તુ છે.
ભગવાન્ - જો સ્વભાવ એ ઘટ-પટાદિની જેમ વસ્તુવિશેષ હોય તો ઘટ-પટાદિ ચક્ષુર્ગોચર થાય છે. ઘટ-પટાદિની ઉપલબ્ધિ થાય છે. સ્વભાવ એ ચક્ષુર્ગોચર થતો નથી. સ્વભાવની ઉપલબ્ધિ થતી નથી, અનુલબ્ધ છે. માટે સ્વભાવ નામની વસ્તુ હોય આ વાત તર્ક વિનાની છે. જેમ આકાશનું પુષ્પ ઉપલબ્ધ થતું નથી માટે નથી, તેમ સ્વભાવ નામની વસ્તુ ઉપલબ્ધ થતી નથી માટે નથી. જો હોત તો ઉપલબ્ધ થાત.
સુધર્મબ્રાહ્મણ – જેમ તલમાં તેલ અનુપલબ્ધ છે છતાં અવશ્ય છે. માટીમાં ઘટ અનુપલબ્ધ છે છતાં છે. સૂર્મ પુદ્ગલો, નિગોદના જીવો અને દૂર દૂરના પદાર્થો અનુપલબ્ધ છે, છતાં છે, તેમ સ્વભાવ નામની વસ્તુ ભલે અનુપલબ્ધ હોય તો પણ જગતમાં છે. આમ માની શકાય છે. જે કોઈ અનુપલબ્ધ હોય તે સઘળુંય નથી જ હોતું એમ નહીં.
Page #384
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ
૩૫૯
ભગવાન - જો તમે આવું સમજો છો કે “જે વસ્તુ અત્યન્ત અનુપલબ્ધ હોય, તો પણ તે વસ્તુ (સ્વભાવાદિ) જગતમાં હોય છે. તો આ જ ન્યાયને અનુસાર ચક્ષુરાદિ ઈન્દ્રિયોથી સર્વથા અનુપલબ્ધ એવું કર્મ પણ જગતમાં હોઈ શકે છે. તો “કર્મ નથી, કર્મ નથી, આવાં નકારના ગાણાં શું કામ ગાઓ છો? અનુપલબ્ધ એવું કર્મ પણ હોઈ શકે છે.
સુધર્મબ્રાહ્મણ - સ્વભાવ ભલે દેખાતો નથી પરંતુ તેનું અસ્તિત્વ માનવામાં હેતુ (તર્ક) મળે છે. તેથી તર્કને કારણે સ્વભાવ (ન દેખાતો હોય તો પણ) સ્વીકારવો જોઈએ. જેમ માટીમાંથી ઘટ જ બને, પટ ન જ બને. આમ કેમ ? માટીનો આવો સ્વભાવ. એટલે કે કુલાલ એ કર્તા, માટી ઉપાદાનકારણ, ઘટ એ કાર્ય, તેની નિષ્પત્તિમાં કોઈ “કરણકારક” હોવું જોઈએ, કારણ કે કારણ વિના કાર્ય થાય નહીં. અહીં કરણકારકમાં સ્વભાવ જાણવો. માટીનો આવો સ્વભાવ કે તેમાંથી ઘટ બને, સ્વભાવની સિદ્ધિમાં આવો સુયોગ્ય તર્ક (હેતુ) છે. માટે હું સ્વભાવ છે આમ કહું છું.
ભગવાન - “કર્મ” માનવામાં પણ શું તે જ હેતુ ન હોઈ શકે ? અર્થાત્ કર્તા આત્મા, કાર્ય પારભવિશરીર, ઉપાદાનકારણ ઔદારિકાદિ વર્ગણાનાં પુદ્ગલો, તેમાં કોઈક કરણકારક જોઈએ. કારણકારક વિના કાર્ય થાય નહીં. માટે જે કરણકારક છે તે જ કર્મ છે. સારાંશ કે સ્વભાવને માનવામાં તમારી પાસે જે દલીલ છે તે જ દલીલ જો કર્મને સ્વીકારવામાં જોડો તો “કર્મ નામનું તત્ત્વ” છે એમ સમજાય તેમ છે.
સુધર્મબ્રાહ્મણ - કર્મનું જ બીજું નામ સ્વભાવ છે એમ અમે કહીશું. અર્થાત્ હે ભગવાન ! તમે જેને કર્મ કહો છો તેને હું માનું છું. પણ હું તેને સ્વભાવ કહું છું. તેમાં શું દોષ ? નામાન્તરમાં કંઈ દોષ હોતો નથી.
ભગવાન - “દોટ” = ભલે હો, કર્મને જ તમે સ્વભાવ કહો તેમાં શું દોષ? પણ કર્મ નામનું પુદ્ગલદ્રવ્ય છે. એક પ્રકારની સૂક્ષ્મ વસ્તુ છે. જીવ વડે ગ્રહણ કરીને ભિન્ન ભિન્ન રૂપે પરિણમાવાય છે. ભવિષ્યમાં જીવને જ સુખ-દુઃખ આપે અથવા જ્ઞાનાદિ ગુણને ઢાંકે તે ભાવે જીવે તે કર્મને બાંધ્યું છે. તે વાત “સ્વભાવ” માનવામાં ઘટશે નહીં. કારણ કે તમારે તે સ્વભાવને નિત્ય સદેશ જ માનવો પડશે. કારણ કે “સ્વભાવને લીધે જ ભવાન્તરમાં સંદેશ એવા મનુષ્યાદિ ભાવ તે તે જીવને પ્રપ્ત થાય છે એમ તમે માન્યું છે. ત્યાં પ્રશ્ન થશે જ કે તે સ્વભાવ સદાકાળ સદેશ જ રહે તેનું શું કારણ ? સ્વભાવની સદેશતાનું કોઈ કારણ દેખાતું નથી.
સુધર્મબ્રાહ્મણ - આ સ્વભાવ સદાકાલ પોતાના સ્વભાવથી જ સદેશ હોય છે. અર્થાત્ સ્વભાવની સદૃશતામાં પણ સ્વભાવ જ કારણ છે આમ હું કહીશ.
Page #385
--------------------------------------------------------------------------
________________
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
ભગવાન - જ્યાં કોઈ તર્ક ન મળે ત્યાં જો આ રીતે સ્વભાવને જ આગળ કરો તો ભવની ભવાન્તરમાં વિસર્દેશતા થાય છે. કારણ કે ભવનો આવો સ્વભાવ જ છે. આમ ભવની વિદેશતામાં પણ આ રીતે તો કહી જ શકાય છે. સારાંશ કે આ યુક્તિયુક્ત કથન નથી, સર્વત્ર સ્વભાવનો ઉત્તર આપવો એ તો બધી જગ્યાએ સુલભ છે.
૩૬૦
વળી જો તમે કર્મને ન માનો અને સ્વભાવ નામની કોઈ વસ્તુ છે એમ માનો તો બીજા પણ તમને દોષો આવે છે. તે હવે પછીની ગાથામાં કહેવાય છે. ૧૭૮૬-૧૭૮૭
૧૭૮૮॥
सो मुत्तोऽमुत्तो वा, जइ मुत्तो तो न सव्वहा सरिसो । परिणामओ पयं पिव, न देहहेऊ जइ अमुत्तो ॥ १७८९ ॥ उपगरणाभावाओ, न य हवइ सुहम्म । सो अमुत्तो वि । कज्जस्स मुत्तिमत्ता, सुहसंवित्तादिओ चेव ॥ १७९०॥ (स मूर्तोऽमूर्तो वा, यदि मूर्तस्ततो न सर्वथा सदृशः । परिणामतः पय इव, न देहहेतुर्यद्यमूर्तः ॥ उपकरणाभावाद् न च भवति सुधर्मन् । सोऽमूर्तोऽपि । कार्यस्य मूर्तिमत्त्वात्, सुखसंवित्त्यादितश्चैव ॥ )
ગાથાર્થ - તે સ્વભાવ મૂર્ત છે કે અમૂર્ત છે ? જો મૂર્ત છે તો તે સ્વભાવ પરિણામી હોવાથી દૂધની જેમ સર્વકાલે સર્વથા સદેશ રહી ન શકે અને જો અમૂર્ત હોય તો ઉપકરણનો અભાવ હોવાથી તે દેહાદિની રચનાનો હેતુ ન બની શકે. વળી તે સ્વભાવનું કાર્ય (દેહાદિ) મૂર્તિમાન હોવાથી અને સુખ-દુઃખાદિ ભાવોનું સંવેદન થતું હોવાથી તે સ્વભાવ અમૂર્ત પણ હોઈ શકતો નથી. ૧૭૮૯-૧૭૯૦ll
વિવેચન - વળી હે સુધર્મ ! તમે સ્વભાવને ઘટપટ જેવી વસ્તુ છે આમ માન્યું છે. તેથી તે સ્વભાવ શું મૂર્ત ? કે શું અમૂર્ત છે ? જો તે સ્વભાવ મૂર્ત હોય તો કર્મની સાથે તેની શું વિશેષતા રહી ? હું જેને “કર્મ” સમજાવું છું તેને જ તમે સ્વભાવ માન્યો. કારણ કે કર્મ પણ પુદ્ગલદ્રવ્ય હોવાથી વદિ ગુણવાળું છે તેથી મૂર્ત છે અને સ્વભાવ પણ તમે મૂર્ત જ માન્યો, એટલે કર્મથી સ્વભાવ એ કોઈ વિશેષ વસ્તુ રહી નહીં. માત્ર નામાન્તર જ થયું. આ રીતે જો તમે સ્વભાવને મૂર્ત માનશો તો તમે નામાન્તરથી કર્મ સ્વીકારી જ લીધું એવો જ અર્થ થશે.
Page #386
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ
૩૬ ૧
વળી જો સ્વભાવ નામની તમારી માનેલી આ વસ્તુ મૂર્તિ છે તો તે પુદ્ગલદ્રવ્ય થવાથી દૂધાદિની જેમ પરિણામી (પરિવર્તનશીલ) જ હોય અને પરિણામી હોવાથી સદાકાલ સદેશ હોય જ નહીં. તેથી ભવાન્તરમાં સદેશતાનું કારણ બને નહીં. જેમ દૂધ વગેરે દ્રવ્યો પરિણામી હોવાથી સદા સદેશ રહેતાં નથી તેમ સ્વભાવ પણ મૂર્તિ હોવાથી અબ્રાદિના વિકારની જેમ સદા સદેશ નહીં રહે. જેમ અભ્રાદિના વિકારો મૂર્તિ હોવાથી બદલાયા જ કરે છે. ક્યારેક ઘનીભૂત અને ક્યારેક વિરલીભૂત. તેમ સ્વભાવ પણ બદલાતો જ રહેશે, સદા સદેશ રહેશે નહીં. તેથી તે સ્વભાવ વડે ભવાન્તરમાં થતું દેહાદિનું નિર્માણ પણ સદેશ રહેશે નહીં. આ રીતે જો તમે સ્વભાવને મૂર્તિ માનશો તો એક તો કર્મતત્ત્વ સ્વીકાર્યું થશે. વળી મૂર્તિ હોવાથી અને પરિણામી હોવાથી અભ્રાદિના વિકારની જેમ તથા દૂધાદિની જેમ સદા સદશ રહેશે નહીં કે જેથી ભવાન્તરમાં સદેશતા સિદ્ધ થાય.
હવે તે સુધર્મ ! જો આ સ્વભાવ અમૂર્ત છે એમ તમે માનશો તો તે દેહાદિનો આરંભક ઘટી શકશે નહીં, કારણ કે તે અમૂર્ત હોવાથી કોઈનું ઉપકરણ (ઉત્પત્તિમાં નિમિત્ત) બનશે નહીં. તેથી દંડ-ચક્રાદિ ઉપકરણ વિના જેમ કુલાલ ઘટના ઉત્પાદક બનતો નથી તેમ સ્વભાવ એ અનુપકરણ બનવાથી દેહાદિનો આરંભક બનશે નહીં, વળી જેમ આકાશ અમૂર્ત છે તેથી તે દેહાદિનું આરંભક બની શકતું નથી તેમ આ સ્વભાવ પણ અમૂર્ત છે આમ તમે માનશો તો અમૂર્ત (માન્યો) હોવાથી દેહાદિનો આરંભક થશે નહીં. આ રીતે જો આ સ્વભાવને અમૂર્ત માનશો તો અનુપકરણરૂપ હોવાથી દંડ-ચક્રાદિથી વિકલ એવા કુલાલની જેમ અને અમૂર્તિ હોવાથી આકાશની જેમ પારભવિક એવા દેહાદિનો સર્જક તે સ્વભાવ બનશે નહીં.
તથા હે સુધર્મ ! તમારી માનેલી તે સ્વભાવ નામની વસ્તુ અમૂર્ત છે આ વાત પણ યુક્તિસંગત નથી. કારણ કે તમે સ્વભાવને શરીરાદિ કાર્યનું કારણ માનો છો. શરીરાદિ કાર્ય મૂર્તિ છે. તેનું કારણ સ્વભાવ અમૂર્ત કેમ હોય? કારણ કે જેનું કાર્ય મૂર્તિ હોય તેનું કારણ પણ મૂર્ત જ હોય, અમૂર્ત ન હોય. જેમ આકાશ અમૂર્ત છે તો તેનું કાર્ય ક્યારેય મૂર્ત ન હોય અને માટી મૂર્ત છે તો તેનું કાર્ય ઘટ મૂર્તિ જ હોય છે. અહીં સ્વભાવના કાર્યસ્વરૂપે માનેલાં શરીરાદિ મૂર્તિ છે. માટે તેના કારણભૂત સ્વભાવ નામનો પદાર્થ પણ મૂર્ત જ હોઈ શકે (બીજા શબ્દોથી કર્મ જ હોઈ શકે, પણ અમૂર્ત ન હોઈ શકે.
વળી સુખ-દુઃખનું સંવેદન (અનુભવ) થતું હોવાથી પણ તે સ્વભાવ અમૂર્ત નથી. સુખ અને દુઃખનું સંવેદન મૂર્ત એવા શરીર અને ઈન્દ્રિયો દ્વારા જ થાય છે. પણ અમૂર્ત એવા આકાશ દ્વારા થતું નથી. તેથી જો આ સ્વભાવને અમૂર્ત માનશો તો જે આ સુખ
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૨
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
દુઃખનું સંવેદન (અનુભવ) આત્માને થાય છે તે અમૂર્ત એવા સ્વભાવ દ્વારા થઈ શકશે નહીં. સુખ-દુઃખનું સંવેદન આત્માને જે થાય છે તેમાં નિમિત્તકારણ રૂપે કર્મ છે, તે મૂર્ત છે. તેથી મૂર્તના સંબંધથી આ સંવેદન થાય છે. જેમ અનુકૂળ આહાર અને પ્રતિકુલ આહાર મૂર્ત હોવાથી તેના દ્વારા સુખ-દુઃખનું સંવેદન ઘટી શકે છે પરંતુ અમૂર્ત એવા આકાશના સંબંધથી આત્માને સુખ-દુઃખનુ સંવેદન સંભવતું નથી. તેમ જો સ્વભાવને અમૂર્ત માનશો તો તેનો સંબંધ હોવા છતાં પણ આત્માને સુખાદિનું સંવેદન નહીં ઘટે. માટે મૂર્ત જ માનવો પડે અને મૂર્ત માનતાં સંજ્ઞાન્તરથી કર્મ જ સ્વીકારેલું થશે.
આ ચર્ચા બીજા અગ્નિભૂતિ ગણધરની સાથેના વાદવિવાદની ચર્ચામાં ગાથા નંબર ૧૬૨૫-૧૬૨૬-૧૬૨૭ માં ઘણા જ વિસ્તારથી સમજાવેલી છે. ત્યાંથી જોઈ લેવા ભલામણ છે. આ પ્રમાણે સ્વભાવને જો વસ્તુવિશેષ (એક પદાર્થ છે) આમ માનશો તો શું દોષ આવશે ? તે એકપક્ષ પૂર્ણ કરીને હવે તે સ્વભાવને નિષ્કારણતા (એટલે કારણનો અભાવ) માનશો તો શું દોષ આવે છે તે વાત હવે પછીની ગાથામાં સમજાવે છે. ૧૭૮૯-૧૭૯૦॥
अहवाऽकारणउ च्चिय, सभावओ तो वि सरिसा कत्तो । किमकारणओ न भवे विसरिसया किं व विच्छित्ती ॥ १७९१॥
(अथवाऽकारणत एव स्वभावतस्ततोऽपि सदृशता कुतः । किमकारणतो न भवेद् विसदृशता किं वा विच्छित्तिः ॥ )
ગાથાર્થ - અથવા સ્વભાવ એટલે અકારણતા એ અર્થ જો કરો તો સ્વભાવથી (કોઈપણ જાતના કારણ વિના) સદેશતા જ ભવાન્તરમાં રહેતી હોય તો સદેશતા જ કેમ રહે ? તે જ અકારણતાથી વિસર્દશતા પણ કેમ ન રહે ? અથવા ભવની વિચ્છિત્તિ પણ કેમ ન થાય ? ||૧૭૯૧૫
વિવેચન - ગાથા ૧૭૮૬ માં સ્વભાવના ત્રણ પક્ષો કલ્પીને સુધર્મ બ્રાહ્મણને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા કે તમે સ્વભાવ એટલે શું માનો છો ? શું સ્વભાવ એ ઘટ-પટ જેવો કોઈ પદાર્થ છે ? શું સ્વભાવ એટલે નિષ્કારણતા છે (જેમાં કોઈ જ કારણ ન હોય એમને એમ થાય તે) ? કે શું સ્વભાવ એ કોઈ વસ્તુનો ધર્મ છે ? આ ત્રણ પક્ષોમાંથી સ્વભાવ એ ઘટ-પટની જેમ કોઈ વસ્તુ છે. આમ જો માનો તો તે મૂર્ત માનશો કે અમૂર્ત માનશો ઈત્યાદિ વિકલ્પો પાડીને દરેક વિકલ્પોમાં દોષ જ આવે છે એમ કહીને પહેલા
પક્ષનું ગાથા ૧૭૮૭ થી ૧૭૯૦ માં ખંડન કર્યું. હવે કદાચ સુધર્મબ્રાહ્મણ સ્વભાવનો અર્થ નિષ્કારણતા કરે, એટલે કે કોઈ કારણ જેમાં નથી તેનું નામ નિષ્કારણતા, વસ્તુમાં એવો
Page #388
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ
૩૬૩
સ્વભાવ છે કે કોઈપણ કારણ વિના ભવાન્તરમાં સદેશતા ઉત્પન્ન કરે, તો આ અર્થ પણ બરાબર નથી. કારણ કે જો સ્વભાવનો અર્થ નિષ્કારણતા કરીએ અને તે નિષ્કારણતાથી ભવાન્તરમાં “સશતા” પ્રાપ્ત થતી હોય તો તે જ નિષ્કારણતાથી ભવાન્તરમાં વિસર્દશતા પણ પ્રાપ્ત થાય એવું કેમ ન બને ? જેમ કોઈ પણ જાતના કારણ વિના ભવાન્તરમાં સર્દશતા રહે છે. એમ તમે માનો છો તો તે જ રીતે કોઈ પણ જાતના કારણ વિના વિસર્દશતા પણ રહે, આમ કેમ ન બને ? જો સર્દશતાની પ્રાપ્તિનું કોઈ અસાધારણ કારણ હોય તો તો વિસર્દશતા ન આવે એવું બને પણ કોઈ એવું વિશિષ્ટ કારણ ન જ હોય તો વિસર્દશતા પણ આવે.
તથા જો કારણ વિના સર્દશતા થતી હોય તો ક્યારેક સર્દશતા કે વિસર્દશતા કંઈપણ ન થાય આવું પણ બને. અર્થાત્ આ ભવ પૂર્ણ થતાં બીજો (સદેશ કે અસદેશ) ભવ જ ન થાય, એટલે કે ભવનો વિચ્છેદ થાય આવું પણ કેમ ન બને ? જો સદૃશતાનું કોઈને કોઈ કારણ હોય તો તો સર્દશતાને થવું જ પડે. પણ જો કોઈ કારણ નથી. એમને એમ જ તમે સદંશતા માનો છો તો સર્દશતા થવી જ જોઈએ એવો નિયમ રહેતો નથી. તેથી ક્યારેક વિસર્દશતા પણ થવી જોઈએ અથવા ક્યારેક અકસ્માત્ ભવવિચ્છેદ પણ થવો જોઈએ.
વળી જો કારણ વિના આ ભવાન્તર અકસ્માત્ જ થતો હોય તો ખર-વિષાણ આદિ જે સર્વથા અસત્ વસ્તુ છે તે પણ ક્યારેક અકસ્માત્ બનવી જોઈએ. જો વસ્તુની ઉત્પત્તિમાં કોઈ કારણની જરૂર જ નથી તો ખરવષાણ-આકાશપુષ્પાદિ આવી અસસ્તુ પણ કેમ ન નીપજે ? નીપજવી જોઈએ. તથા અકસ્માત્ બનતાં વાદળાં જેમ અનિયત આકારવાળાં હોય છે તેમ કારણ વિના અકસ્માત્ બનતાં શરીરો અને ઈન્દ્રિયો પણ અમુક પ્રકારનાં પ્રતિનિયત આકારવાળાં ન બનતાં ગમે તેવાં અનિયત આકારવાળાં જ બનવાં જોઈએ. પરંતુ આવું બનતું નથી. તેથી “અકારણતા” પણ સંગત નથી. ૧૭૯૧||
હવે ત્રીજો પક્ષ ‘વસ્તુધર્મ” એ સ્વભાવ છે આમ જો માનશો તો તેને આશ્રયીને પણ “સર્દશતા” સંભવતી નથી. તે કહે છે
अहव सहावो धम्मो वत्थुस्स न सो वि सरिसओ निच्चं । उपाय इि भंगा चित्ता जं वत्थुपज्जाया ॥१७९२॥ (अथवा स्वभावो धर्मो वस्तुनः न सोऽपि सदृशको नित्यम् । उत्पादस्थितिभङ्गाश्चित्रा यद् वस्तुपर्यायाः ॥ )
Page #389
--------------------------------------------------------------------------
________________
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
ગાથાર્થ
અથવા સ્વભાવ એ જો વસ્તુનો ધર્મ છે આમ કહો તો પણ હંમેશાં સદેશતા ઘટતી નથી. કારણ કે વસ્તુના પર્યાયો ઉત્પત્તિ-સ્થિતિ અને વ્યયધર્મવાળા ચિત્રવિચિત્ર છે. ૧૭૯ ૨॥
૩૬૪
-
વિવેચન - હવે સ્વભાવ એ વસ્તુવિશેષ નથી, અકારણતા પણ નથી. પરંતુ સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે. આમ ત્રીજો પક્ષ જો સ્વીકારાય તો તે ત્રીજો પક્ષ પણ બરાબર નથી. કારણ કે જો સ્વભાવ એ વસ્તુનો ધર્મ હોય તો તે સદાકાલ સદેશ જ હોય એમ ન બને. તેથી તે સ્વભાવ પરભવમાં શરીરાદિની સર્દશતાને જ જન્મ આપે આમ કેમ બને ?
પ્રશ્ન -સ્વભાવ એ વસ્તુનો એક પ્રકારનો ધર્મ છે અને તે સદાકાળ એકસરખો સમાન જ હોય (સદેશ જ હોય) આમ કેમ ન બને ?
ઉત્તર - પ્રત્યેક વસ્તુના પર્યાયો ઉત્પાદ-સ્થિતિ અને વ્યય પામવાના સ્વભાવવાળા છે અર્થાત્ ચિત્ર-વિચિત્ર છે. નીલ-પીત-શ્વેત આદિ વસ્તુધર્મો અન્ય અન્ય રૂપે પરિણામ પામતા પ્રત્યક્ષ દેખાય જ છે. સંસારમાં રહેલી સર્વે પણ વસ્તુઓના પર્યાયો નવા પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે. જુના પર્યાય રૂપે નાશ પામે છે અને વસ્તુમાત્ર રૂપે ધ્રુવ રહે છે. તેથી કોઈપણ પર્યાય પરિવર્તન સ્વરૂપ હોવાથી સદાકાલ સદેશ જ રહે આવું બનતું નથી. તેથી ભવાન્તરમાં સર્દશ શરીરાદિનો ઉત્પાદક બને આવું પણ બનતું નથી.
વળી હે સુધર્મન્ ! સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે એમ જો તમે કહો છો તો તે સ્વભાવ શું આત્માનો ધર્મ છે ? કે પુદ્ગલનો ધર્મ છે ? જો આત્માનો ધર્મ છે આમ કહેશો તો તે પારભવિક એવા શરીરાદિનું કારણ થશે નહીં. કારણ કે આત્મા અમૂર્ત હોવાથી તેનો ધર્મ પણ અમૂર્ત જ થશે અને અમૂર્ત એવો આ સ્વભાવ આકાશની જેમ પારવિક શરીરાદિની ઉત્પત્તિમાં કારણ બનશે નહીં. હવે જો આ સ્વભાવને પુદ્ગલનો ધર્મ છે આમ કહેશો તો આ સ્વભાવ એ કર્મ જ થયું. નામમાત્ર જ જુદુ થયું. વાસ્તવિક કર્મ જ છે આમ સ્વીકાર્યું. કારણ કે કર્મ એ કાર્યણવર્ગણા નામના પુદ્ગલાસ્તિકાયનું રૂપાન્તર હોવાથી પુદ્ગલ દ્રવ્યનો ધર્મ જ છે. આમ અમારા વડે સ્વીકારાયું જ છે. તેથી સ્વભાવ નામ આપીને પણ છેવટે મૂર્ત, પુદ્ગલમય, પુદ્ગલનો ધર્મ એવું જ આ કારણ તમારે સ્વીકારવું
પડે છે. તો તે કર્મ જ છે. આમ સ્પષ્ટ કેમ નથી સ્વીકારતા ?
કર્મ મૂર્ત હોવાથી પૌલિક છે તેથી પરભવના શરીરાદિ ભાવોની રચનાનું દંડચક્રાદિની જેમ જરૂર નિમિત્તકારણ રૂપે કરણકારક છે તથા તે કર્મ જુદા જુદા કાલે મિથ્યાત્વાદિ જુદા જુદા બંધહેતુઓથી બંધાતું હોવાથી ભિન્ન-ભિન્ન પ્રકારે પણ છે. તેથી
Page #390
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ
૩૬૫
પૂર્વભવ કરતાં ભવાન્તરમાં વિસશિતા પણ સંભવે છે. સદેશતા જ હોય આવો નિયમ નથી. ll૧૭૯૨ll
कम्मस्स वि परिणामो, सुहम्म ! धम्मो स पोग्गलमयस्स । हेऊ चित्तो जगओ, होइ सहावोत्ति को दोसो ॥१७९३॥ (વર્ષોfપ પરિપામ:, અથર્મન્ ! થઈ. સ. પુરાતમથી ! હેતુશરો નાતો ભવતિ સ્વભાવ રૂતિ ો રોષ ? )
ગાથાર્થ - અથવા હે સુધર્મન્ ! પુગલમય એવા કર્મના પરિણામરૂપ તે સ્વભાવ પુગલનો ધર્મ હો. (એમાં અમારી સમ્મતિ છે, પરંતુ તે પુગલનો ધર્મ જગતની ચિત્રવિચિત્રતાનું કારણ છે. તેથી તે સ્વભાવ સદેશ નથી પણ ચિત્ર-વિચિત્ર છે. ૧૭૯૩
વિવેચન - આ “સ્વભાવ” એ વસ્તુનો ધર્મ છે આવું હે સુધર્મ ! તમે જો માનો છો તો ત્રીજો પક્ષ સ્વીકાર્યો છે. તેમાં અમારી સમ્મતિ છે. તમારો આ સ્વીકાર બરાબર છે. તે માન્યતામાં કોઈ દોષ નથી. કારણ કે આ માન્યતા યુક્તિયુક્ત છે. પુદ્ગલાસ્તિકાય નામનું એક નિર્જીવ દ્રવ્ય છે. જેને જડ દ્રવ્ય કહેવાય છે. તેના આઠ ભેદ છે જેને આઠ વર્ગણા કહેવાય છે. ઔદારિક-વૈક્રિય-આહારક-તૈજસ-ભાષા-શ્વાસોચ્છવાસ-મન અને કાર્મણવર્ગણા એવાં અનુક્રમે તે આઠ વર્ગણાનાં નામો છે. તેમાં આઠમી કાર્મણવર્ગણા નામનું જે પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય છે તેના પરિણામોત્તર થવા સ્વરૂપ અર્થાત્ કર્મરૂપે રૂપાન્તર થવા સ્વરૂપ પુદ્ગલદ્રવ્યનો જ આ ધર્મ છે. તેથી સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે આ વાત સાચી છે. કર્મરૂપે પરિણામ પામનારાં એવાં કાર્મણવણાનાં પુગલોનો આ ધર્મ છે અને પુદ્ગલધર્મસ્વરૂપ આ કર્મ જ જગતની વિચિત્રતાનું કારણ છે. કર્મના કારણે જ જગતના જીવોનાં શરીરો, ઈન્દ્રિયો, સુખ અને દુઃખો ચિત્ર-વિચિત્ર છે.
આ પ્રમાણે સ્વભાવ એ પુદ્ગલદ્રવ્યનો “કર્મ” નામનો એક પરિણામ છે, ધર્મ છે. આમ વસ્તુધર્મ માનવામાં કોઈ દોષાપત્તિ નથી. અમને પણ આ માન્ય છે. ફક્ત કર્મ નામની વસ્તુનો આવો આ સ્વભાવ “ સો મવતિ' = હંમેશાં સદશ હોતો નથી. આટલી જ અમારી અને તમારી માન્યતામાં ફરક છે. કર્મપરિણામ રૂપ આ વસ્તુધર્મ સદા સરખો ન હોવાનું કારણ એ છે કે તે કર્મબંધનાં કારણો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગરૂપ અને તેની તીવ્ર-મંદતા રૂપ અનેક પ્રકારનાં છે. તેથી તે ચિત્ર-વિચિત્ર છે. આ રીતે મિથ્યાત્વાદિ હેતુઓની વિચિત્રતાના કારણે તેનાથી થતો કર્મબંધ રૂપ આ સ્વભાવ પણ ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારનો છે. જેવું કર્મ બાંધ્યું હોય છે તેને અનુસાર તે કર્મના
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૬૬ પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ ઉદયથી ભવાન્તરમાં તે તે જીવોનું પારભવિક શરીરાદિ બને છે. કર્મ ચિત્ર-વિચિત્ર બંધાયેલું છે તેથી તેનો ઉદય પણ ચિત્ર-વિચિત્ર થાય છે. તેથી જીવોના શરીરાદિની રચના પણ ભિન્ન ભિન્ન અનેક પ્રકારની થાય છે. માટે મનુષ્ય મરીને પશુ પણ થાય, પશુ મરીને મનુષ્ય પણ થાય, સ્ત્રી મરીને પુરુષ પણ થાય અને પુરુષ મરીને સ્ત્રી પણ થાય. પરંતુ સમાનતા જ થાય એવો નિયમ નથી. ચિત્ર-વિચિત્ર કર્મના કારણે ભવાન્તરમાં ચિત્રવિચિત્ર રૂપતા પણ થાય છે. ૧૭૯૩ll
ઉપરની ગાથામાં એમ કહેવામાં આવ્યું કે કાશ્મણવર્ગણાનું બનેલું કર્મ એ ચિત્રવિચિત્ર છે. મિથ્યાત્વાદિ ચિત્ર-વિચિત્ર હેતુઓ વડે બંધાય છે માટે તે કર્મ ચિત્રવિચિત્ર છે અને તેથી ભવાન્તરમાં પ્રાપ્ત થતી શરીરાદિની રચના પણ ચિત્ર-વિચિત્ર છે, સદેશ નથી. આ વિધાન કર્મજન્ય પારભવિક શરીરાદિને આશ્રયી છે. કારણ કે હાલ તેનો પ્રસંગ હતો. હકીકતથી તો જગન્ના સર્વે પણ પદાર્થો આવા જ છે. કોઈપણ પદાર્થ સદાકાલ સંદેશ રહેતો નથી. સર્વ પદાર્થોમાં ત્રિપદી છે. તેથી કેવળ એકલા કર્મજન્ય પારભવિક શરીરાદિની રચનામાં જ ત્રિપદી સમજાવવી અથવા કહેવી એ અવ્યાપક ત્રિપદી કહેવાય. એમ કહેવાથી કર્મજન્ય પારભવિક શરીરાદિની રચના વિનાના બીજા પદાર્થો સદેશ જ હોય છે. આવો મિથ્યારૂપ એકાન્તવાદ થઈ જાય. તે દૂર કરવા સર્વત્ર વ્યાપક અને યથાર્થ સ્વરૂપવાળા અનેકાન્તવાદને સમજાવતાં કહે છે કે -
अहवा सव्वं वत्थं, पइक्खणं चिय सुहम्म ! धम्मेहिं । संभवइ वेइ केहि वि, केहि वि तदवत्थमच्चंतं ॥१७९४॥ तं अप्पणो वि सरिसं, न पुव्वधम्मेहिं पच्छिमिल्लाणं । सयलस्स तिहुअणस्स च सरिसं सामण्णधम्मेहिं ॥१७९५॥ (અથવા સર્વ વસ્તુ પ્રતિક્ષUવ થર્મન થËઃ | सम्भवति व्येति कैरपि कैरपि तदवस्थमत्यन्तम् ॥ तदात्मनोऽपि सदृशं, न पूर्वधर्मैः पाश्चात्यानाम् । સની ત્રિભુવની, માં સામાન્યથ: I)
ગાથાર્થ - અથવા હે સુધર્મ ! (એક પારભવિક શરીરની રચના માત્ર જ નહીં પણ) સર્વે વસ્તુ પ્રતિક્ષણે કેટલાક ધર્મો વડે ઉત્પન્ન થાય છે. કેટલાક ધર્મો વડે નાશ પામે છે અને કેટલાક ધર્મો વડે અત્યન્ત તે જ અવસ્થારૂપે ધ્રુવ રહે છે. /૧૭૯૪l
Page #392
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ
૩૬૭ તેથી વસ્તુ પોતે પોતાના જ પૂર્વધર્મો વડે પછીના ધર્મોની સાથે સર્વથા સમાન હોતી નથી. બાકી સામાન્ય ધર્મો વડે તો સકલ એવા ત્રણે ભુવનની સદેશતા છે. /૧૭૯પ
વિવેચન - કેવલ એકલી પારભવિક શરીરાદિની રચના માત્ર જ આ ભવના શરીરાદિની રચનાથી સદેશ હોતી નથી, પરંતુ ભિન્ન પણ હોય છે તથા તે જ વસ્તુ ત્રિપદીવાળી છે. આમ નથી. પરંતુ તે સુધર્મ ! ત્રણે ભુવનની અંદર રહેલી ઘટ-પટ આદિ સમસ્ત વસ્તુઓ સમાન અને અસમાન એમ બન્ને જાતના ભાવવાળી જ હોય છે. અને ત્રિપદીવાળી જ હોય છે. ત્યાં કેટલાક ઉત્તરકાલીન પર્યાયો વડે સન્મવડું = ઉત્પન્ન થાય છે અને કેટલાક પૂર્વકાલીન પર્યાયો વડે વેફ = ચેતિ = વ્યય પામે છે અને એ જ રીતે કેટલાક ધર્મોથી અત્યન્ત તે જ અવસ્થાવાળી પણ રહે છે. જેમકે મૃર્લિંડમાંથી બનતા ઘટમાં પ્રતિક્ષણે મૃત્યિંડ, સ્થાસ, કોશ, કુશૂલ અને ઘટ ઈત્યાદિ આકારસ્વરૂપ અસદશ પર્યાયો વડે પૂર્વપર્યાયપણે નાશ અને ઉત્તરપર્યાયરૂપે ઉત્પાદ પ્રત્યક્ષ દેખાય છે. છતાં મૂળભૂત પુદ્ગલદ્રવ્યપણે તથા પૌદ્ગલિક ધર્મો વડે તે વસ્તુ મૃત્યિંડથી ઘટ સુધીના કાલમાં સદા કાલ ધ્રુવ પણ છે જ. આમ સર્વે પણ વસ્તુ ત્રિપદીવાળી છે. કેવલ એકલું આ ભવનું શરીર અને પારભવિક શરીર માત્ર જ સમાન છે કે અસમાન છે આમ નથી. સર્વે પણ વસ્તુઓ પોતાના જ પલટાતા વિશેષ ધર્મોને આશ્રયી અને સામાન્યધર્મોને આશ્રયી ઉત્પાદ-વ્યય અને ધૃવધર્મવાળી હોવાથી પોતે જ પોતાની સાથે અસદેશ અને સદેશ એમ બે જાતની છે. તો અન્ય વસ્તુઓની સાથે તો પુછવું જ શું? ત્યાં પણ સદેશ અને અસદેશ એમ બન્ને પ્રકાર હોય જ છે.
દેવદત્ત નામનો માણસ બાલકાવસ્થા-યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થારૂપે પલટાતો હોવાથી એક ભવમાં અસદેશ પણ છે છતાં દેવદત્તપણે તેનો તે જ છે તેથી સદેશ પણ છે. હવે જો એકભવમાં પણ અસદેશતા અને સદેશતા એમ બે ભેદ હોય તો પછી આ ભવ અને પરભવના શરીરની વચ્ચે સ્ત્રી-પુરુષપણે અસદેશતા અને સશરીરીપણા વડે સદેશતા હોય એમાં શું આશ્ચર્ય ? માત્ર એક આ ભવ-પરભવના શરીરની રચનામાં જ આમ છે એમ નહીં. પરંતુ સંસારવર્તી સમસ્ત વસ્તુઓ પોતે પોતાની જ સાથે ભૂત-ભાવિ પર્યાયને આશ્રયી કેટલાક ધર્મોથી સમાન પણ છે અને કેટલાક ધર્મોથી અસમાન પણ છે.
આવી જ રીતે કોઈપણ એક વસ્તુ પોતે પોતાની જ સાથે દેવદત્તપણે સમાન અને બાલ્ય-યુવા અને વૃદ્ધાવસ્થાપણે અસમાન છે. તેવી જ રીતે સર્વે પણ વસ્તુઓ પરસ્પર એક વસ્તુ બીજી વસ્તુની સાથે પણ સામાન્ય ધર્મોથી સમાન અને વિશેષ ધર્મોથી અસમાન એમ બન્ને પ્રકારોવાળી હોય છે. જેમકે ઘટ અને પટ. આ બન્ને પદાર્થોમાં ઘટમાં જે જલાધારતા
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૬૮ પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ છે તે પટમાં નથી અને પટમાં જે શીતત્રાણતા છે તે ઘટમાં નથી. માટે અસદેશ છે. છતાં ઘટ પણ પુદ્ગલદ્રવ્ય છે, પટ પણ પુદ્ગલદ્રવ્ય છે. આમ દ્રવ્યપણે બને સમાન છે. ઘટ પણ અસ્તિસ્વરૂપ છે, અને પટ પણ અસ્તિસ્વરૂપ છે. ઘટ પણ પ્રમેય છે, પટ પણ પ્રમેય છે. આમ સામાન્ય ધર્મોથી ઘટ-પટ સમાન પણ છે.
દેવદત્ત અને ગવાદિ પશુ, શરીરની રચનાથી, ખોરાકથી, પ્રકૃતિથી ભિન્ન છે. પરંતુ દ્રવ્યપણે. અસ્તિપણે, પ્રમેયપણે, જીવપણે સમાન પણ છે. આ રીતે સંસારવતી એકે એક વસ્તુ પોતે પોતાની સાથે પણ ભૂત-ભાવી કાલની અંદર કેટલાક ધર્મોથી સમાન અને કેટલાક ધર્મોથી અસમાન એમ બને છે. તથા કોઈપણ વિવક્ષિત એવી એક વસ્તુ વિવક્ષિત એવી બીજી વસ્તુની સાથે પણ અસ્તિત્વાદિ કેટલાક સામાન્ય ધર્મોથી સમાન પણ છે અને વિશેષ ધર્મોથી અસમાન પણ છે. સર્વે પદાર્થો અર્થાત્ ત્રણે ભુવન પરસ્પર સમાન અને અસમાન બને ભાવવાળાં છે તો પછી માત્ર પોતાના જ એક પૂર્વભવની સાથે ઉત્તરભવની સમાનતા અને અસમાનતાનું તો પૂછવું જ શું? બને ભાવો હોય જ છે. તેથી તે સુધર્મ! આ સંસારમાં રહેતી સર્વે પણ વસ્તુઓ પૂર્વપર્યાય અને ઉત્તર પર્યાય વડે નાશ અને ઉત્પાદવાળી છે તથા દ્રવ્યરૂપે ધ્રુવ છે તેથી પોતે પોતાની સાથે પણ સમાન-અસમાન બને છે. તથા વિવક્ષિત એક વસ્તુ ઈતર વસ્તુની સાથે કેટલાક ધર્મોથી સમાન અને કેટલાક ધર્મોથી અસમાન એમ બન્ને પ્રકારે છે. છેલ્લે છેલ્લે જડ અને ચેતન જેવી અત્યન્ત અસમાન દેખાતી વસ્તુ પણ જેમ જડતાથી અને ચેતનતાથી ભિન્ન છે તેમ વસ્તુપણે, દ્રવ્યપણે, સ્વસ્વરૂપને આશ્રયી અસ્તિપણે, જાણવાલાયક એવા પ્રમેયધર્મપણે સમાન પણ અવશ્ય છે. તેથી આ ભવ અને પરભવનું શરીર, શરીરપણે સમાન છતાં સ્ત્રી-પુરુષપણે મનુષ્ય-પશુપણે ભિન્ન પણ હોઈ શકે છે. II૧૭૯૪-૧૭૫ની
તેથી ઉપરોક્ત સર્વ વાતનો સાર શું આવ્યો ? તે કહે છે - को सव्वहेव सरिसो, असरिसो वा इहभवे परभवे वा । सरिसासरिसं सव्वं, निच्चानिच्चाइरूवं च ॥१७९६ ॥ (कः सर्वथैव सदृशोऽसदृशो वेहभवे परभवे वा ।
શાસાં સર્વ, નિત્યનિત્યાદ્વિરૂપૐ )
ગાથાર્થ - કયો પદાર્થ આ ભવમાં કે પરભવમાં સર્વથા એકાન્ત સમાન જ હોય એવો છે? કે અસમાન જ હોય એવો છે ? એવો કોઈ પદાર્થ નથી. પરંતુ સર્વે પણ પદાર્થો
Page #394
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ પાંચમા ગણધર - સૌધર્મ
૩૬૯ સમાન અને અસમાન એમ બન્ને ભાવવાળા છે. તથા નિત્ય-અનિત્યાદિ ઉભય સ્વરૂપવાળા છે. ll૧૭૯૬/.
વિવેચન - આ સંસારમાં એવો કયો પદાર્થ છે કે જે પદાર્થ બીજા પદાર્થોની સાથે એકાન્ત સર્વથા સમાન જ હોય અથવા એકાને સર્વથા અસમાન જ હોય? એકાને સમાન જ હોય કે એકાન્ત અસમાન જ હોય એવો કોઈ પણ પદાર્થ નથી. ધારો કે ઘટ અને પટ છે તો ઘટના જે જલાધારાદિ વિશેષધર્મો છે તે પટમાં નથી અને પટના જે શીતત્રાણાદિ ધર્મો છે તે ઘટમાં નથી. આ રીતે વિશેષધર્મોને આશ્રયી બન્ને પદાર્થો અસમાન છે. પણ ઘટ અને પટ આ બન્ને દ્રવ્ય છે, વસ્તુ છે, અસ્તિ છે, પ્રમેય છે, જડ છે. આમ દ્રવ્યત્વવસ્તુત્વ-અસ્તિત્વ-પ્રમેયત્વ તથા જડત્વ ઈત્યાદિ સામાન્ય ધર્મોને આશ્રયી સમાન પણ ચોક્કસ છે જ. એ જ રીતે ચૈત્ર-મૈત્ર, દેવદત્ત-યજ્ઞદત્ત, મનુષ્ય-પશુ, ગાય અને ભેંશ વગેરે સર્વે પણ પદાર્થો પોતપોતાના વિશેષ ધર્મોને આશ્રયી અસમાન તથા સામાન્યધર્મોને આશ્રયી સમાન પણ છે. એકાન્ત સમાન કે એકાન્ત અસમાન આવું સ્વરૂપ નથી. અનેકાન્તમય જ વસ્તુનું સ્વરૂપ છે. તેવી જ રીતે એક વ્યક્તિ પોતાના ચાલુ આ ભવમાં પણ બાલ્યાવસ્થામાં જેવો પાંશુલપાદ (ધૂળીયા પગવાળો અર્થાત્ ધૂળમાં રમનારો) છે તેવો યુવાવસ્થામાં નથી અને જેવો યુવાવસ્થામાં વિકારી છે તેવો વૃદ્ધાવસ્થામાં વિકારી નથી. આમ એક ભવમાં પણ તેવા તેવા વિશેષ ધર્મોને આશ્રયી અસમાન છે, છતાં જમ્યો ત્યારથી મૃત્યુ સુધી દેવદત્તપણે સમાન પણ છે. આ રીતે એક ભવમાં પણ સુખી-દુઃખી, રોગી-નિરોગી, રાજા-રંકપણે અસમાન પણ છે છતાં મનુષ્યપણે સમાન પણ જરૂર છે.
- હવે જેમ એકભવમાં સમાન-અસમાન બને છે. તેવી જ રીતે પરભવમાં પણ આ ભવની સાથે તુલ્ય પણ બને છે અને અતુલ્ય પણ બને છે. તેથી સ્ત્રી મરીને સ્ત્રી પણ થાય છે અને પુરુષ-નપુંસક પણ થાય છે. મનુષ્ય મરીને મનુષ્ય પણ થાય છે અને દેવતિર્યંચ-નારકી પણ થાય છે. આમ સર્વત્ર અનેકાન્ત છે અને આમ જ સમજવું જોઈએ. તો પછી પરભવમાં “સાદેશ્ય” જ થાય આવું તારા વડે કેમ કહેવાય છે ?
તથા ઘટ-પટ-મનુષ્ય-પશુ-પક્ષી વગેરે સર્વે પણ જીવ-અજીવ પદાર્થો પ્રતિક્ષણે પૂર્વપર્યાય વડે વિનાશધમ અને ઉત્તરપર્યાય વડે ઉત્પાદશાલી હોવાથી અનિત્ય પણ છે તથા દ્રવ્યસ્વરૂપે = મૂલપદાર્થ રૂપે અનાદિ-અનંત હોવાથી નિત્ય પણ છે. તેથી સમાન-અસમાન, નિત્ય-અનિત્ય, ભિન્ન-અભિન્ન, વાચ્ય-અવાચ્ય, અસ્તિ-નાસ્તિ એમ ઉપરછલ્લી રીતે પરસ્પર વિરોધી દેખાતા પરંતુ પરમાર્થથી અવિરોધી એવા અનંતધર્મોની અનંત જોડીઓથી ભરેલા આ સઘળા પદાર્થો છે. એકાન્ત એક સરખું સ્વરૂપ કોઈનું પણ નથી. ll૧૭૯૬ll
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૦
પાંચમા ગણધર - સૌધર્મ
ગણધરવાદ
ઉપર સમજાવેલી વાત જ એક દૃષ્ટાન્ત આપીને ભગવાન સમજાવે છે કે - जह नियएहिं विसरिसो, न जुवा भुवि बालवुड्ढधम्मेहिं । जगओ व समो, सत्ताइएहिं तह परभवे जीवो ॥१७९७॥
( यथा निजकैरपि सदृशो न युवा भुवि बालवृद्धधर्मैः । जगतोऽपि समः सत्तादिकैस्तथा परभवे जीवः ॥ )
ગાથાર્થ - જેમ આ ભવમાં યુવાવસ્થામાં વર્તતો દેવદત્ત પોતાના અતીતકાલસંબંધી બાલ્યાદિ પર્યાયો અને ભાવિકાલસંબંધી વૃદ્ધત્વાદિ પર્યાયો વડે સમાન નથી અને અસ્તિત્વાદિ સામાન્ય ધર્મો વડે આખા જગતની સાથે સમાન છે. તેમ આ જીવ પરભવમાં પણ કેટલાક ધર્મોથી સમાન અને કેટલાક ધર્મોથી અસમાન પણ છે. ।।૧૭૯૭૫
વિવેચન - એકભવમાં દેવદત્તાદિ નામવાળો કોઈ એક પુરુષ પોતાની જેમ જેમ અવસ્થા બદલાય છે તેમ તેમ નવી નવી અવસ્થા સ્વરૂપે પરિણામ પામે છે. અતીતકાલીન અવસ્થા, વર્તમાનકાલીન અવસ્થા અને ભાવિકાલીન અવસ્થા ભિન્ન ભિન્ન હોય છે. યુવાવસ્થામાં વર્તતો તે દેવદત્તાદિ નામધારી પુરુષ ધૂળમાં રમવાનું, અવિવેકપણે મલમૂત્રાદિ કરવું વગેરે બાલચેષ્ટાનું કાર્ય કરતો નથી. બાલ્યાવસ્થામાં કરેલી ભૂલોથી શરમાય છે. તેથી તે બાલ્યાવસ્થાની સાથે સમાન નથી. બાલ્યાવસ્થાપણે વ્યય થયો છે અને યુવાવસ્થાપણે ઉત્પાદ થયો છે. તેવી જ રીતે યુવાવસ્થા પછી આવનારી વૃદ્ધાવસ્થાસ્વરૂપે હજુ ઉત્પન્ન થયો નથી તેથી યુવાવસ્થામાં યુવાવસ્થાના ભાવો જેવા ખીલેલા છે તેવા વૃદ્ધાવસ્થાના ભાવો ખીલેલા નથી, ખીલવાના છે. આ રીતે ત્રણ અવસ્થામાં વર્તતો તે દેવદત્તાદિ નામધારી પુરુષ અવસ્થાસંબંધી પર્યાયને આશ્રયી ભિન્ન ભિન્ન છે. અર્થાત્ અસમાન છે. છતાં ત્રણે અવસ્થામાં દેવદત્તાદિ નામવાળું દ્રવ્ય તેનું તે જ છે. તેથી અસ્તિત્વ (સત્તા) આદિ સામાન્ય ધર્મોથી અવશ્ય સમાન પણ છે. આ પ્રમાણે સદેશ અને અસદેશ બન્ને ભાવો સાથે છે. દેવદત્તાદિ નામધારી તે પુરુષ અસ્તિત્વાદિ ધર્મોની અપેક્ષાએ માત્ર પોતાની ત્રણે અવસ્થામાં સમાન છે એટલું જ નહીં પરંતુ આખા જગતની સાથે સમાન છે. સકલ એવા આ જગતમાં જે કોઈ પણ જડ-ચેતન પદાર્થો છે તે સર્વે પણ પદાર્થો પોતપોતાના વિશેષ ગુણધર્મોને (વિશેષ પર્યાયોને) આશ્રયી અસદેશ છે અને સામાન્ય ધર્મોને આશ્રયી સદેશ છે. તેવી જ રીતે આ ભવથી પરભવમાં ગયેલો આ જીવ પણ સર્વ પદાર્થોની સાથે તથા પોતાના અતીત ભવ અને વર્તમાન ભવ તથા અનાગત ભવમાં પણ
Page #396
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ
૩૭૧
સમાન અને અસમાન બને ભાવવાળો છે. તો સર્વથા સાદેશ્ય કેમ કહેવાય ? સર્વથા સમાનતા હોય એવું ક્યાંય બનતું નથી. II૧૭૯
ઉપર કહેલી વાત દૃષ્ટાન્ત આપીને સ્પષ્ટ સમજાવે છે - मणुओ देवीभूओ, सरिसो सत्ताइएहिं जगओ वि । देवाईहि विसरिसो, निच्चानिच्चो वि एमेव ॥१७९८॥ (मनुजो देवीभूतः सदृशः सत्तादिकैर्जगतोऽपि । देवादिभिर्विसदृशो नित्यानित्योऽप्येवमेव ॥)
ગાથાર્થ - મનુષ્ય મૃત્યુ પામીને દેવ થયો છતો સત્તા (અસ્તિત્વ) આદિ ધર્મો વડે આખાય જગતની સાથે સદેશ છે. છતાં દેવત્વાદિ પર્યાયો વડે વિદેશ = અસદેશ પણ અવશ્ય છે. આ જ પ્રમાણે નિત્યાનિત્ય પણ છે જ. /૧૭૯૮
| વિવેચન - ભાવાર્થ લગભગ ઉપર સમજાવાઈ ગયો છે. દેવદત્તાદિ નામધારી કોઈ મનુષ્ય આ ભવમાંથી મૃત્યુ પામ્યો, ત્યારબાદ તે દેવપણે ઉત્પન્ન થયો. આ રીતે મનુષ્યત્વપર્યાય અને દેવત્વપર્યાય વડે એકનો એક જીવ બને ભવોમાં સમાન નથી, વિસદેશ છે. મનુષ્ય પર્યાયમાં છે ત્યારે કવલાહારી, ભૂમિસંચારી, નિમેષ નયણી આદિ માનવતાના ધર્મવાળો છે અને દેવપર્યાયમાં લોમાહારી, અભૂમિસંસારી, અનિમેષ નયણી આદિ દેવભવના ધર્મવાળો છે માટે વિદેશ છે. છતાં અસ્તિત્વાદિ સામાન્ય ધર્મથી મનુષ્યભવમાં અને દેવભવમાં સમાન પણ છે તથા માત્ર મનુષ્ય અને દેવભવમાં જ સમાન છે એમ નહીં પણ સકલ જગતના સર્વ પદાર્થો સાથે સમાન છે. તો આ ભવ ને પરભવમાં સમાન હોય તેમાં શું આશ્ચર્ય ? તેથી એકાત્તે સદેશતા નથી. સામાન્ય ધર્મોથી સદેશતા અને વિશેષ ધર્મોથી વિદેશતા આમ બને છે.
તથા તે જ દેવદત્ત મૂલભૂત જીવદ્રવ્ય રૂપે આ ભવમાં અને પરભવમાં તેનો તે જ રહેતો હોવાથી નિત્ય છે. છતાં મનુષ્યપણે વ્યય અને દેવપણે ઉત્પાદ પામતો હોવાથી અનિત્ય પણ છે. એકભવમાં પણ દેવદત્તપણે ધ્રુવ અને પ્રતિક્ષણના પર્યાયને આશ્રયી ઉત્પાદ-વ્યયવાળો પણ અવશ્ય છે જ. આમ સર્વે પણ દ્રવ્યો દ્રવ્ય આશ્રયી નિત્ય અને પર્યાય આશ્રયી અનિત્ય હોવાથી નિત્યાનિત્ય એમ ઉભયાત્મક છે પણ એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય નથી.
પ્રશ્ન - હે ભગવાન ! અમારા વડે પણ પરભવમાં એકાન્ત સંદેશતા કહેવાતી નથી.
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૭૨
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ “સમાન જાતિનો અન્વય માત્ર જ ઈચ્છાય છે” એટલે કે પુરુષજાતિવાળો મનુષ્ય મૃત્યુ પામીને પુરુષજાતિવાળો મનુષ્ય જ થાય છે અને સ્ત્રી જાતિવાળો મનુષ્ય મૃત્યુ પામીને સ્ત્રી જાતિવાળો મનુષ્ય જ થાય છે. આમ માત્ર સમાનજાતિનું સાદેશ્ય કહેવાય છે. ક્ષણક્ષણના પલટાતા પર્યાયને આશ્રયી વિસદેશતા ભલે હો, પરંતુ જાતિને આશ્રયી સદેશતા છે. આમ અમારું કહેવું છે.
ઉત્તર - આ પ્રશ્ન પણ બરાબર નથી. કારણ કે “પરભવની પ્રાપ્તિ” પૂર્વભવમાં બાંધેલા આયુષ્યકર્મને આધીન છે અને તેને અનુસાર નામકર્મની પ્રકૃતિઓ ઉદયમાં આવે છે. તથા સ્ત્રી જાતિ આદિ વેદ મોહનીયના ઉદયથી આવે છે. આ આયુષ્યાદિ કર્મો મિથ્યાત્વાદિ ચિત્ર-વિચિત્ર હેતુજન્ય હોવાથી ચિત્ર-વિચિત્ર છે. આ રીતે કર્મ ચિત્રવિચિત્ર હોવાથી તજ્જન્ય પરભવ પણ ચિત્ર-વિચિત્ર અર્થાત્ સમાન અને અસમાન એમ બન્ને હોઈ શકે છે. તેથી કેવલ સમાન જાતિનો અન્વય હોય આમ બનતું નથી. ll૧૭૯૮
उक्करिसावक्करिसा, न समाणाए वि जेण जाईए ।। सरिसग्गाहे जम्हा, दाणाइफलं विहा तम्हा ॥१७९९॥ ( उत्कर्षापकर्षों न समानायामपि येन जातौ । सदृशग्रहे यस्माद् दानादिफलं वृथा तस्मात् ॥)
ગાથાર્થ - સદેશતાનો આગ્રહ હોતે છતે સમાન જન્મ થવાથી જે કારણથી “ઉત્કર્ષઅપકર્ષ” સંભવતા નથી. તેથી દાનાદિનું ફળ પણ વ્યર્થતાને પામે છે. /૧૭૯૯
વિવેચન - હે સુધર્મ ! જો સદેશતાનો આગ્રહ રાખશો તો જેમ પુરુષ મરીને પુરુષ જ થાય, સ્ત્રી મરીને સ્ત્રી જ થાય તેવી જ રીતે ધનવાન મરીને ધનવાન જ થશે. દરિદ્ર મરીને દરિદ્ર જ થશે. આમ સમાન જન્મ સ્વીકારે છતે ઈશ્વરતા-દરિદ્રતા-કુલીનતા અને અકુલીનતા ઈત્યાદિ રૂપે એક જીવનો જે ઉત્કર્ષ (વૃદ્ધિ) અને અપકર્ષ (હાનિ) પ્રત્યક્ષ સંસારમાં દેખાય છે તે ઘટશે નહીં. કારણ કે જે જીવ આ ભવમાં જેવો હોય તે જીવ પરભવમાં પણ તેવો જ થાય, તો જે જીવ આ ભવમાં ઈશ્વર છે (ઐશ્વર્યવાળો છે) તે પરભવમાં પણ ઈશ્વર જ થાય (એટલે કે ઐશ્વર્યવાળો જ થાય). આ પ્રમાણે દરિદ્ર હોય તે દરિદ્ર જ થાય, કુલીન હોય એ કુલીન જ રહે અને અકુલીન હોય તે અકુલીન જ રહે. આમ આ ભવથી પરભવમાં સદેશતા માત્ર સ્વીકારતાં કર્મજન્ય જે ઉત્કર્ષ અને અપકર્ષ થાય છે તે ઘટશે નહીં અને એક ભવમાં પણ ઉત્કર્ષ-અપકર્ષરૂપ પરાવર્તન પ્રત્યક્ષ દેખાય
Page #398
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
પાંચમા ગણધર - સૌધર્મ
છે. તો પછી ભવાન્તરમાં પણ સદેશતા જ રહે આમ કેમ કહી શકાય ? તેથી સર્દશતાનો આ આગ્રહ ત્યજી દેવો જોઈએ.
૩૭૩
એકભવમાં પણ એક જીવની ચડતી-પડતી દેખાય છે. દસકા બદલાતા નજરોનજર દેખાય છે. તો ભવાન્તરમાં સદેશતા રહે આમ કેમ કહેવાય ? વળી આ બધી અવસ્થાઓ કર્મોદયજન્ય છે. કર્મોદય ચિત્ર-વિચિત્ર છે. કારણ કે હેતુઓની ચિત્ર-વિચિત્રતાથી તે ચિત્રવિચિત્ર બંધાયેલ છે. માટે પણ સર્દશતાનો આ આગ્રહ છોડી દેવો જોઈએ.
સુધર્મ – હે ભગવાન્ ! જે જીવ આ ભવમાં સુખી હોય તે જીવ પરભવમાં પણ સુખી જ રહે અને દુઃખી હોય તે દુ:ખી જ રહે આમ માનીએ અને ઉત્કર્ષ-અપકર્ષ થતા નથી આમ માનીએ તો શું દોષ આવે ? અમે સમાનતાના આગ્રહી છીએ માટે જે આ
ભવમાં જેવો હોય તે પરભવમાં પણ તેવો થાય. આમ માનવામાં અમને કોઈ દોષ દેખાતો નથી.
ભગવાન – તમારું આ કથન બરાબર નથી. જો આમ જ હોય અને ભવાન્તરમાં ઉત્કર્ષ-અપકર્ષ ન હોય તો દાનાદિ અને હિંસાદિ પુણ્ય-પાપની ક્રિયાનું ફળ વ્યર્થ થાય. સંસારમાં રહેલા લોકો પરભવમાં દેવઋદ્ધિ, ચક્રવર્તીની ઋદ્ધિ અને રાજ્યઋદ્ધિ વગેરેની પ્રાપ્તિ માટે દાનાદિ પુણ્યની ક્રિયાઓ કરે છે. તમારી કહેલી યુક્તિ પ્રમાણે જો ઉત્કર્ષ અને અપકર્ષ ન થતા હોય તો દરિદ્ર મનુષ્ય પણ દાન-તપ-શીયલ-તીર્થયાત્રાનું અવગાહન વગેરે પુણ્યનાં અનુષ્ઠાનો કરીને પણ પરભવમાં જો દરિદ્ર જ રહેવાનો હોય તો કરેલાં આ દાનાદિ પુણ્યનાં ફળ પ્રાપ્ત થશે જ નહીં. તેથી તે વૃથા થશે અને જો દાનાદિ પુણ્યનાં અનુષ્ઠાનોનું ફળ પ્રાપ્ત થવાનું જ ન હોય, દરિદ્ર તે દરિદ્ર જ રહેવાનો હોય તો આ દાનાદિની પ્રવૃત્તિ નિરર્થક જ થશે.
એવી જ રીતે ધનવાન મનુષ્ય ગમે તેવી પાપપ્રવૃત્તિ કરે તો પણ ભવાન્તરમાં ધનવાન જ રહેવાનો હોય તો તે મનુષ્ય પાપપ્રવૃત્તિ ત્યજવાની રહેતી જ નથી અને જો આમ જ હોય તો આ દાનાદિની પ્રવૃત્તિ ઉપાદેય અને હિંસાદિ પાપની પ્રવૃત્તિ હેય છે. આવી વ્યવસ્થા પણ રહેશે નહીં. માટે “સાદૃશ્યતાનો આગ્રહ” રાખવો જોઈએ નહીં. ૧૭૯૯॥
આવા પ્રકારનો સાદૃશ્યતાનો અતિશય આગ્રહ રાખે છતે વેદોના પદોની પણ અપ્રમાણતા જ પ્રાપ્ત થાય છે. તે જણાવે છે -
जं च सिगालो वइ एस जायए वेयविहियमिच्चाई | सग्गीयं जं च फलं तमसंबद्धं सरिसया ॥ १८०० ॥
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૭૪
પાંચમા ગણધર - સૌધર્મ
( यच्च शृगालो वै एष जायते, वेदविहितमित्यादि । स्वर्गीयं यच्च फलं, तदसंबद्धं सदृशतायाम् ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - કેવળ એકલી સદેશતા માનવામાં “જે મલ-મૂત્ર સાથે બાળવામાં આવે શિયાળ થાય છે'' ઈત્યાદિ વેદપાઠમાં જે કથન છે તે, તથા અગ્નિહોત્રાદિ યજ્ઞ કરનારા સ્વર્ગીય ફળને પામે છે તે પાઠો સંબંધ વિનાના થઈ જાય છે. અર્થાત્ તે પાઠોનું કથન વ્યર્થ થાય છે. ૧૮૦૦
-
વિવેચન - હે સુધર્મ ! આ ભવ અને પરભવમાં કેવળ એકલી સદંશતા માનવામાં નીચે મુજબના જે જે વેદપાઠો છે તેનો અર્થ પણ સંગત થતો નથી. શાસ્ત્રોના પાઠોના અર્થની સંગતિ ન થાય તેવા તેવા આગ્રહો રાખવા એ આપણું મિથ્યાત્વ છે. જે ત્યજવા લાયક છે.
(૧)‘‘કૃાતો થૈ ષ ખાયતે ય: સપુરીષો વદ્યતે'' આ જે પ્રથમ વેદવાક્ય છે. તેનો અર્થ આવો છે કે પુરીષ = મલમૂત્ર, તેનાથી સહિત જે મનુષ્ય છે. તેને બાળવામાં આવે તો તે મરીને શિયાળ થાય છે. “હવે આ ભવમાં જે જેવો તે ભવાન્તરમાં પણ તેવો જ
થતો હોય તો આ પાઠમાં મનુષ્ય મરીને શિયાળ થાય છે. આમ જે કહ્યું છે તે ઘટતું નથી. કારણ કે જો સર્દશતાનો જ આગ્રહ રાખવામાં આવે તો પુરુષાદિ રૂપે રહેલા મનુષ્યનું ભવાન્તરમાં શિયાળ આદિ રૂપે થવાપણું સંભવી શકે નહીં.
(૨) ‘અગ્નિહોત્ર ખુદુયાત્ સ્વર્નામ:'' સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ, તથા “અનિષ્ટોમેન યમરાજ્યમિનયતિ'' અગ્નિષ્ટોમ યજ્ઞ કરવા વડે તે યમના રાજ્યને જિતે છે. અર્થાત્ અમરપણાને (સ્વર્ગસુખને) પામે છે. આ બન્ને વેદના પાઠો એમ સૂચવે છે કે મનુષ્ય અગ્નિહોત્ર યજ્ઞ અને અગ્નિષ્ટોમ યજ્ઞ કરે છે. તે ભવાન્તરમાં સ્વર્ગનાં સુખ પામે છે. તે બન્ને પાઠો તમારા મતે સંબંધ વિનાના થશે. અર્થાત્ આ બન્ને પાઠો ખોટા ઠરશે. કારણ કે તમારા મતે મનુષ્ય મરીને (મનુષ્ય જ થાય આવો સદંશપણાનો આગ્રહ હોવાથી) દેવપણું પામી શકે નહીં.
પ્રશ્ન - જો સમાનજાતિ ન થતી હોય અને વિજાતીયપણે ઉત્પત્તિ થતી હોય તો “પુરુષો થૈ પુરુષત્વમશ્રુતે, પાવ: પશુત્વમ્'' પુરુષ મરીને પુરુષ થાય અને પશુઓ મરીને પશુપણાને પામે છે. આવા પ્રકારનો સર્દશતાનો બોધક પણ વેદપાઠ છે. તે પાઠનો અર્થ કેમ સંગત થશે ?
Page #400
--------------------------------------------------------------------------
________________
પાંચમા ગણધર - સૌધર્મ
૩૭૫
ઉત્તર
પુરુષ મરીને પુરુષ
અને પશુ મરીને પશુ ન જ થાય અને વિજાતીય જ થાય એવું અમારું કહેવું નથી. પુરુષ મરીને ક્યારેક પુરુષ પણ થાય અને દેવાદિ અન્ય જાતિ પણ થાય. તે જ રીતે પશુ મરીને પશુ પણ થાય અને મનુષ્યાદિ અન્ય જાતિ પણ થાય. એમ અમારું કહેવું છે. કોઈક પુરુષ આ મનુષ્ય જન્મમાં પ્રકૃતિએ ભદ્રિક હોય, વિનીત હોય, અનુકંપાવાળો હોય અને ઈર્ષ્યા આદિ કુત્સિત ભાવો વિનાનો હોય તો તે મનુષ્ય આ ભવમાં મનુષ્યના આયુષ્યનો તથા મનુષ્યગતિને યોગ્ય નામકર્મ અને ગોત્રકર્મની ઉત્તર પ્રકૃતિઓનો બંધ કરીને મૃત્યુ પામ્યો છતો પુરુષપણાને પણ પામે છે. પરંતુ પુરુષ મરીને નિયમા પુરુષ જ થાય એવો એકાન્ત નિયમ નથી. અન્ય મનુષ્યે અન્ય ભવને યોગ્ય આયુષ્યકર્માદિ બાંધ્યું હોય તો તેવાં કર્મોને આધીન થયેલો તે મનુષ્ય અન્યથા પણ (મનુષ્ય વિનાના બીજા નારક-દેવ-તિર્યંચ આદિ ભવોમાં પણ) ઉત્પન્ન થાય છે.
ગણધરવાદ
-
એ જ પ્રમાણે આ ભવમાં જે પશુ હોય તેમાંથી કોઈક માયા-કપટ આદિ દોષોના વશથી પશુના ભવને યોગ્ય આયુષ્યકર્મ તથા નામ-ગોત્રકર્મ બાંધીને પરભવમાં પશુ પણ થાય છે. પરંતુ સર્વે પશુઓ મૃત્યુ પામીને પશુ જ થાય એવો નિયમ નથી. કારણ કે જીવોની મૃત્યુ પછી ગતિ કર્મોને આધીન હોય છે. આ પ્રમાણે પાંચમા સુધર્મ નામના બ્રાહ્મણનો સંશય પણ ભગવાન વડે સર્વથા છેદાયો. ||૧૮૦૦
સંશય છેદાયા પછી શું થયું ? તે કહે છે -
छिन्नम्मि संसयम्मि, जिणेण जरामरणविप्पमुक्केणं ।
सो समणो पव्वइओ, पंचहिं सह खंडियसएहिं ॥ १८०१ ॥
(छिन्ने संशये जिनेन जरामरणविप्रमुक्तेन ।
સ: શ્રમ: પ્રવૃત્તિતઃ, પશ્ચમિસ્સહ ન્ડિશન્નૈ: 1)
ગાથાર્થ - જરા-મરણથી મુક્ત બનેલા જિનેશ્વર પરમાત્મા વડે સુધર્મનો સંશય છેદાયે છતે પાંચસો શિષ્યો સાથે તે સુધર્મ શ્રમણ પ્રભુ પાસે પ્રવ્રુજિત થયા. ૧૮૦૧॥
વિવેચન - ભાવાર્થ પૂર્વની જેમ સુગમ છે. પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ વડે સુધર્મ પંડિતનો સંશય છેદાયે છતે પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુ શ્રી મહાવીરપ્રભુની પાસે તે સુધર્મ પ્રવ્રુજિત થયા અને પાંચમા સુધર્મસ્વામી ગણધર એવા નામે ઘોષિત કરાયા. ૧૮૦૧॥
પાંચમા ગણધર શ્રી સૌધર્મજીનો વાદ સમાપ્ત થયો
Page #401
--------------------------------------------------------------------------
________________
II મંડિક નામના છઠ્ઠા ગણધર II હવે મંડિક નામના છઠ્ઠા ગણધરનો વાદ કહેવાય છે. ते पव्वइए सोउं मंडिओ आगच्छइ जिणसगासं । वच्चामि ण वंदामि, वंदित्ता पज्जुवासामि ॥१८०२॥ (तान् प्रव्रजितान् श्रुत्वा, मण्डिक आगच्छति जिनसकाशम् । દ્રના િવન્યૂ, વન્દુિત્વ પર્યુષારે )
ગાથાર્થ - તે પાંચે ભાઈઓને પ્રવૃજિત થયેલા સાંભળીને મંડિક નામના છઠ્ઠા બ્રાહ્મણપંડિત જિનેશ્વર પરમાત્મા પાસે આવે છે અને મનમાં વિચારે છે કે હું પણ જાઉં, વંદન કરું અને વંદન કરીને ભગવાનની સેવા કરું. /૧૮૦૨/
વિવેચન - સુધર્મ બ્રાહ્મણને પ્રવ્રજિત થયેલા મંડિકે સાંભળ્યા. આમ એક પછી એક પોતાના પાંચે વડિલ બંધુઓને દીક્ષિત થયેલા સાંભળીને પોતાના મનમાં પાકો નિર્ણય થયો કે આ સાચા કેવલી ભગવાન આવ્યા છે. જૈનોના ચોવીસમા તીર્થંકરપ્રભુ શ્રી મહાવીર સ્વામી જ છે. તે સાચા વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી જ છે. હું જલ્દી જલ્દી ત્યાં જાઉં, વંદન કરું. વંદન કરીને મારા હૃદયનો પ્રશ્ન પૂછીને નિઃસંદેહ થાઉં અને આ ભગવાનની પર્યાપાસના કરું. આવા આવા પ્રકારના મનમાં ઉત્તમ વિચારો કરતા કરતા પરમાત્માની પાસે આવ્યા. /૧૮૦૨ા
आभट्ठो य जिणेणं, जाइ-जरा-मरणविप्पमुक्केणं । नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१८०३॥ किं मन्ने बन्धमोक्खा, संति न संतित्ति संसओ तुझं । वेयपयाण य अत्थं, न याणसि तेसिमो अत्थो ॥१८०४॥ (आभाषितश्च जिनेन, जाति-जरा-मरणविप्रमुक्तेन । नाम्ना च गोत्रेण च, सर्वज्ञेन सर्वदर्शिना ॥ किं मन्यसे बन्धमोक्षौ स्तो न स्त इति संशयस्तव । वेदपदानाञ्चार्थं, न जानासि तेषामयमर्थः ॥)
ગાથાર્થ - જન્મ-જરા અને મૃત્યુથી મુક્ત બનેલા અને સર્વજ્ઞ તથા સર્વદર્શી એવા જિનેશ્વર પરમાત્માએ મંડિક એવા નામપૂર્વક અને તેમના ગોત્રપૂર્વક તેમને બોલાવ્યા અને
Page #402
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૩૭૭
કહ્યું કે તમે મનમાં આમ માનો છો કે કર્મોનો બંધ અને મોક્ષ છે ? કે નથી ? આવો સંશય તમને વર્તે છે. વેદના પદોનો સાચો અર્થ તમે જાણતા નથી. તેઓનો સાચો અર્થ આ પ્રમાણે છે. /૧૮૦૩-૧૮૦૪ll
વિવેચન - જન્મ-જરા અને મૃત્યુને જેઓએ જીતી લીધા છે એવા તથા ત્રણે કાલના, ત્રણે લોકના, સર્વ દ્રવ્યોના, સર્વ પર્યાયોને જાણવાવાળા એવા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે મંડિક નામના છઠ્ઠા વિદ્વાન બ્રાહ્મણને તેમના નામ અને ગોત્ર સાથે “તમે ભલે આવ્યા” એમ આવકાર્યા અને કહ્યું કે તમે મનમાં આવા વિચાર કરો છો કે આ આત્માને કર્મોનો બંધ અને કર્મોથી છુટકારો (મોક્ષ) છે કે નહીં ? આવા પ્રકારનો તમારા મનમાં સંશય વર્તે છે. આ સંશય અનુચિત છે. પરસ્પર વિરુદ્ધ લાગતા એવા વેદપદોના શ્રવણથી તમને આ સંશય થયો છે. તે પરસ્પર વિરુદ્ધ લાગતાં વેદનાં પદો આ પ્રમાણે છે -
(१) स एष विगुणो विभुर्न बध्यते संसरति वा, न मुच्यते मोचयति वा, न वा एष વિષ્યન્તરં વા વેઃ રૂાનિ વેપન = તે આ આત્મા જેનો પ્રસંગ ચાલે છે તે જીવ વિગુણ છે. એટલે કે સત્ત્વ, રજસ્ અને તમન્ આમ ત્રણે ગુણ વિનાનો છે. કારણ કે આ ત્રણે ગુણો પ્રકૃતિના ધર્મો છે. તથા આ આત્મા વિભુ છે. અર્થાત્ સર્વત્ર વ્યાપક છે. તે પોતે કર્મો વડે બંધાતો નથી. સંસારમાં અહીં તહીં જન્માદિ ધારણ કરતો નથી. એટલે કે અકર્તા અને અભોક્તા છે તથા કર્મોથી મુકાતો નથી કે કર્મોને મુકતો નથી. કારણ કે કર્મોથી તે બંધાયો જ નથી તેથી મુક્ત થવાની કે મુક્ત કરવાની વાત આવતી જ નથી. તથા આ આત્મા બાહ્ય કે અભ્યત્તર કોઈ વસ્તુને જાણતો નથી. એટલે કે પોતાનાથી બાહ્ય એવી પ્રકૃતિતત્ત્વ, તેના ઉત્તર ભેદરૂપ મહતત્ત્વ અને અહંકારાદિને તથા અત્યંતર તત્ત્વ એટલે નિજસ્વરૂપને પણ જાણતો નથી. સર્વથા જ્ઞાન વિનાનો છે કારણ કે જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ છે અને પ્રકૃતિ એ અચેતન તત્ત્વ છે. પ્રકૃતિમાંથી અહંતત્ત્વ અને તેમાંથી બુદ્ધિતત્ત્વ ઉત્પન્ન થાય છે. આ વેદનાં પદો બંધ અને મોક્ષ નથી એમ સૂચવનારાં છે (આવી માન્યતા કપિલ ઋષિકૃત સાંખ્યદર્શનની છે.)
(२) "न ह वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति, अशरीरं वा वसन्तं प्रियाप्रिये न પૃશતઃ' ત્યાહીતિ ા સશરીરી એવા આત્માને એટલે કે બાહ્ય એવું ઔદારિકાદિ સ્કૂલ શરીર અને આધ્યાત્મિક એટલે સૂક્ષ્મ એવું તૈજસ-કાશ્મણ શરીર, આમ શરીરોની અનાદિકાલીન પરંપરાથી યુક્ત એવા સંસારી આત્માને રાગ અને દ્વેષનો ત્યાગ હોતો નથી. અર્થાત્ રાગ-દ્વેષ હોય છે. તેથી કર્મોનો બંધ પણ થાય છે અને અશરીરીપણે એટલે અમૂર્તિપણે વસતા આત્માને રાગ અને દ્વેષ સ્પર્શતા નથી. કારણ કે તે રાગ અને દ્વેષ થવામાં પૂર્વબદ્ધ કર્મોદયનો જ અભાવ છે. કર્મ નથી માટે, તેથી તેઓ મુક્ત કહેવાય છે. આ વેદનો
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૭૮
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
પાઠ જીવને કર્મોનો બંધ પણ છે અને કર્મોથી મુક્તિ પણ છે. આમ બંધ-મોક્ષના અસ્તિત્વનું વિધાન કરે છે.
ઉપર કહેલાં અને પરસ્પર વિરુદ્ધ અર્થને સમજાવતાં એવાં વેદોના પદોને દેખીને તમને આ સંશય થયો છે. પરંતુ તમારો આ સંશય બરાબર નથી, અનુચિત છે. કારણ કે “સ ષ વિપુ' વગેરે પદોવાળો જે પ્રથમ પાઠ છે. તેનો તમે જે અર્થ કરો છો તે અર્થ સાચો નથી. તમે સાચો અર્થ જાણતા નથી. તે વેદપદોનો સાચો અર્થ આ પ્રમાણે છે. (જે હવે પછીની ગાથામાં કહેવાય છે.) I/૧૮૦૩-૧૮૦૪ll
तं मन्नसि जइ बंधो, जोगो जीवस्स कम्मुणा समयं । पुव्वं पच्छा जीवो, कम्मं व समं व ते होज्जा ? ॥१८०५॥ (વં મચ ય વળ્યો, યોગી નીવી વર્મUTT સમ્િ | પૂર્વ પશુઝીવ: વર્ષ વા સકં વા તે મવેતામ્ ? )
ગાથાર્થ - તમે મનમાં આવા વિચાર કરો છો કે જો આ જીવને કર્મનો બંધ થતો હોય તો આ જીવનો તે કર્મની સાથેનો યોગ કેવી રીતે ઘટે ? શું પહેલો જીવ અને પછી કર્મ, કે શું પૂર્વે કર્મ અને પછી જીવ, કે શું બને સાથે હોય ? ll૧૮૦પી
વિવેચન - હે મંડિક ! તમે વેદપદોના સાચા અર્થને તથા ગાથા ૧૮૦૪ ના ઉત્તરાર્ધમાં લખેલા ર શબ્દથી તેની પાછળની યુક્તિને પણ જાણતા નથી. તેથી સંદેહ થયેલ છે. હે આયુષ્યમાન્ મંડિક ! તમે મનમાં આવા આવા વિચાર કરો છો.
- જીવને કર્મ સાથે બંધ થાય છે. આમ જો બંધતત્ત્વ માનીએ તો તે બન્નેનો યોગ (મીલન) આદિવાળું માનવું કે આદિ વિનાનું અનાદિનું માનવું ? હવે જો આદિવાળું માનીએ તો પણ શું પહેલો જીવ ઉત્પન્ન થાય છે અને પછી કર્મ લાગે છે ? અથવા શું પહેલું કર્મ ઉત્પન્ન થાય છે અને પછી આત્મા ઉત્પન્ન થાય છે ? અથવા શું બન્ને એકસાથે ઉત્પન્ન થાય છે? આમ ત્રણ પક્ષો હોઈ શકે છે. ત્યાં એકે એક પક્ષમાં કંઈક ને કંઈક દોષ જ દેખાય છે. તે હવે પછીની ગાથામાં સમજાવાય છે. ll૧૮૦પા.
न हि पुव्वमहेऊओ, खरसंगं वाऽऽयसंभवो जुत्तो । निक्कारणजायस्स य निक्कारणउ च्चिय विणासो ॥१८०६॥ (न च पूर्वमहेतोः खरशृङ्गमिवात्मसम्भवो युक्तः । निष्कारणजातस्य च निष्कारणक एव विनाशः ॥)
Page #404
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૩૭૯
ગાથાર્થ - કર્મની પૂર્વે આત્માની ઉત્પત્તિ અહેતુક હોવાથી ખરઝંગની જેમ સંભવતી નથી અને નિષ્કારણ જેની ઉત્પત્તિ હોય તેનો નાશ પણ નિષ્કારણ જ હોય છે. /૧૮૦૬/l
વિવેચન - ઉપરની ગાથામાં ત્રણ પક્ષો પાડેલા છે. ત્યાં પ્રથમ પક્ષને આશ્રયી દૂષણ આપતાં મંડિકબ્રાહ્મણ કહે છે કે “જો પહેલાં જીવ હતો અને પછીથી કર્મ લાગ્યું” આ પ્રથમ પક્ષ માનીએ તો તે અયુક્ત છે. કારણ કે “કર્મ” નામના કારણ વિના આત્માની ઉત્પત્તિ થાય જ કેમ ? સખ-દુ:ખ. રાજા-રંક, રોગ-નિરોગ વગેરે બધું કારણથી જ થાય છે. જેને કોઈ કારણ નથી તેની ઉત્પત્તિ સંભવતી નથી. જેમ ખરફ્રંગ. આ રીતે અહેતુકતાથી જેમ ખરશ્ચંગની ઉત્પત્તિ સંભવતી નથી, તેમ કર્મ નામનું કારણ ન હોવાથી અહેતુકતાના કારણે કેવલ એકલા આત્માની કર્મની ઉત્પત્તિની પૂર્વે પ્રથમ ઉત્પત્તિ થાય એ સંભવતું નથી.
જેની જેની ઉત્પત્તિ થતી દેખાય છે. તે તે પદાર્થ નિહેતુક હોતા નથી. જેમ ઘટની ઉત્પત્તિ થાય છે તો કુલાલ-માટી-દંડચક્રાદિ હેતુઓ હોય જ છે. માટે “કારણ વિના સર્વ પ્રથમ આત્માની ઉત્પત્તિ અસંભવિત છે” અને કદાચ માનો કે “કારણ વિના એમને એમ સ્વતંત્રપણે આત્માની ઉત્પત્તિ થઈ ગઈ હોય તો જેની ઉત્પત્તિ નિષ્કારણ હોય તેનો નાશ પણ નિષ્કારણ જ થાય. તેથી આત્માનો નિષ્કારણ અચાનક નાશ પણ માનવો પડે. માટે આત્મા કર્મની પૂર્વે નિષ્કારણ ઉત્પન્ન થયો હોય આ પ્રથમ પક્ષ બરાબર નથી. ll૧૮૦૬/
अहवा अणाइच्चिय सो निक्कारणओ न कम्मजोगो से । अह निक्कारणओ सो, मुक्कस्स वि होहिइ स भुजो ॥१८०७॥ (अथवाऽनादिरेव स निष्कारणको न कर्मयोगस्तस्य । ૩થ નિષ્કાર: 1:, મુવતસ્થાપિ ભવિષ્યતિ સ મૂથ: I)
ગાથાર્થ - અથવા તે આત્મા જો અનાદિનો હોય, તો નિષ્કારણતાને લીધે તે આત્માને (આકાશની જેમ) કર્મનો સંયોગ ઘટે નહીં અને નિષ્કારણ એવો સંજોગ જો માનો તો મુક્તજીવને પણ ફરીથી તે કર્મનો યોગ થાય એમ માનવું પડે. /૧૮૦૭l
વિવેચન - હવે કદાચ એવો બચાવ કરો કે “કર્મનો યોગ થયા પહેલાં આત્મા છે” પણ તેની ઉત્પત્તિ જ નથી. અનાદિકાળથી આ આત્મા આકાશની જેમ સ્વયં છે જ, તેની ઉત્પત્તિ જ નથી. તો પછી સહેતુક ઉત્પત્તિ છે કે નિર્દેતુક ઉત્પત્તિ છે ? આવા વિકલ્પો (ભદો) પાડવાથી શું લાભ ? કંઈ જ નહીં. આવા પક્ષો પાડવાના રહેતા જ નથી. આત્માની ઉત્પત્તિ જ નથી. અનાદિકાળથી સ્વયં છે જ. આવું જ કહેશો તો શુદ્ધ કેવલ એકલો આત્મા
Page #405
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
અનાદિનો છે. તેમાં વિષય-કષાય-પ્રમાદ-પૂર્વબદ્ધ કર્મોદયજન્ય વિકારો આદિ કોઈપણ કારણો નથી જ. તેથી કારણ વિના તે શુદ્ધ કેવલ આત્માને કર્મનો બંધ કેમ થાય ? જેમ આકાશ અનાદિનું સ્વયં છે જ, તેમાં કર્મબંધનાં કોઈ કારણો નથી તેથી તે આકાશને કર્મ બંધાતું નથી. તેમ પૂર્વકાલમાં કર્મ વિનાનો કેવલ એકલો શુદ્ધ-બુદ્ધ-નિર્મળ જીવ માત્ર જ અનાદિનો છે. આવા જીવને કર્મનો બંધ કેમ થાય ? અર્થાત્ ન થાય.
૩૮૦
હવે કદાચ એમ કહો કે કેવલ એકલો શુદ્ધ-બુદ્ધ-નિર્મળ આત્મા જ માત્ર અનાદિનો છે. તેમાં કર્મબંધ થાય તેવાં કોઈ કારણો નથી. છતાં નિષ્કારણ એવો પણ આ કર્મબંધ થાય છે. આમ જો કહેશો તો મોક્ષમાં ગયેલા જીવોને પણ ફરીથી તે કર્મનો બંધ થશે જ. નિષ્કારણતા હેતુ ત્યાં પણ અવિશેષ (સમાન) જ છે અને જો મુક્તજીવને પણ કર્મનો બંધ થતો હોય તો મુક્તજીવોનું ફરીથી સંસારમાં આગમન થાય અને જન્મ-જરા-મરણ આદિનાં દુઃખો પામે અને જો આમ જ હોય મોક્ષ ઉપર અવિશ્વાસ જ થાય. II૧૮૦૭૫ होज्ज व निच्चमुको बंधाभावम्मि को व से मोक्खो ? । न हि मुक्कव्ववएसो, बंधाभावे मओ नभसो ॥१८०८ ॥
( મવેત્ વા નિત્યમુતો, વન્ધામાવે જો વા તસ્ય મોક્ષ ? । न हि मुक्तव्यपदेशो, बन्धाभावे मतो नभसः ॥ )
ગાથાર્થ - અથવા આ આત્મા નિત્યમુક્ત જ છે અથવા બંધના અભાવમાં તેનો મોક્ષ થયો એમ પણ કેમ કહેવાય ? કારણ કે બંધ વિના મુક્તપણાનો વ્યવહાર આકાશની જેમ આત્માને સંભવતો નથી. ૧૮૦૮ll
વિવેચન - ઉપર સમજાવ્યું તેમ જીવ જો સ્વયં અનાદિનો હોય અને તે પણ કર્મ વિનાનો હોવાથી શુદ્ધ-બુદ્ધ અને નિર્મળ જ હોય અને કોઈપણ જાતની મલીનતા તે આત્મામાં ન જ હોય તો તેને કર્મબંધ થતો જ નથી તેથી તે “નિત્યમુક્ત” જ છે. અર્થાત્ સદા કર્મરહિત જ છે.
અથવા આવા પ્રકારના આ જીવને અત્યન્ત નિર્મળતા જ હોવાથી કર્મનો બંધ ઘટતો નથી અને જેને બંધ થયો હોય તેને જ તે બંધનમાંથી છુટવાપણા રૂપ મોક્ષનો વ્યવહાર ઘટે. આ આત્મા જો પ્રથમથી જ એકલો છે, શુદ્ધ-બુદ્ધ-નિર્મળ છે તો તેને કર્મનો બંધ થયો
પણ નથી અને થતો પણ નથી. તેથી તેનો “મોક્ષ થયો” આમ મોક્ષનો વ્યવહાર પણ કેમ ઘટે ? જેમ કોઈથી નહીં બંધાયેલા એવા આકાશને “મુક્તિનો” વ્યવહાર સંભવતો
Page #406
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૩૮૧
નથી. તેમ કર્મો વિનાના (કર્મોથી નહી બંધાયેલા) એવા આ જીવને “મોક્ષનો વ્યપદેશ” પણ સંભવશે નહીં. કારણ કે મોક્ષનો વ્યપદેશ બંધપૂર્વક જ હોય છે. મુધ્ ધાતુનો અર્થ જ ‘“વશ્વવિશ્લેષ’’ થાય છે. આ રીતે વિચારતાં “પૂર્વે કેવલ એકલો જીવ હતો અને પછી કર્મો લાગ્યાં” આ પ્રથમપક્ષ કોઈપણ રીતે યુક્તિયુક્ત નથી. ૧૮૦૮॥
હવે “પહેલું કર્મ અને પછી જીવ’” અથવા “બન્ને સાથે છે” આવા પ્રકારના બીજા અને ત્રીજા પક્ષને આશ્રયી દોષ જણાવતાં કહે છે
-
न य कम्मस्स वि पुव्वं, कत्तुरभावे समुब्भवो जुत्तो । निक्कारणओ सो वि य, तह जुगवुप्पत्तिभावे य ॥१८०९॥
न हि कत्ता कज्जं ति य जुगवुप्पत्तीए जीवकम्माणं । जुत्तो ववएसोऽयं, जह लोए गोविसाणाणं ॥१८१०॥ ( न च कर्मणोऽपि पूर्वं कर्तुरभावे समुद्भवो युक्तः । निष्कारणकः सोऽपि च, तथा युगपदुत्पत्तिभावे च ॥ न हि कर्ता कार्यमिति च युगपदुत्पत्तौ जीवकर्मणोः । युक्तो व्यपदेशोऽयं, यथा लोके गोविषाणयोः ॥ )
ગાથાર્થ - કર્તા એવા આત્મા વિના પૂર્વકાલમાં કર્મમાત્રની ઉત્પત્તિ પણ સંભવિત નથી. જો નિષ્કારણ તે કર્મબંધ થતો હોય તો તેનો વિનાશ પણ નિષ્કારણ જ થાય. માટે આ પક્ષ યથાર્થ નથી. વળી યુગપદ્ ઉત્પત્તિ માનવામાં પણ બન્ને પક્ષના ડબલદોષ આવે છે. તથા જીવ અને કર્મની એકી સાથે ઉત્પત્તિ માન્ચે છતે ગાયના ડાબા-જમણા શિંગડાની જેમ તે બન્નેની વચ્ચે કર્તા અને કર્મ આવો વ્યપદેશ પણ ઘટી શકતો નથી. ૧૮૦૯-૧૮૧૦/
વિવેચન - હવે બીજો પક્ષ સ્વીકારીએ એટલે કે “પહેલાં કર્મ હતું અને પછી જીવની ઉત્પત્તિ થઈ” તો આ પક્ષ પણ ઉચિત નથી. કારણ કે કર્તા એવા આત્મા વિના “કર્મ” બન્યું કેવી રીતે ? જેમ કુલાલ-કર્તા વિના ઘટકાર્ય બને નહીં. તેમ કર્તા એવા આત્મા વિના “કર્મ” રૂપ કાર્ય પણ સંભવે નહીં. કારણ કે પૂર્વકાલમાં જ્યારે કર્મ એકલું માનો છો ત્યારે કર્તા એવો આત્મા તો તે કાલે નથી. કર્તા વિના ક્રિયા થાય નહીં અને જેમાં ક્રિયા ન હોય તેને કર્મ કહેવાય નહીં. જેમ તે સ્ત્રી ભાત રાંધે છે” આ વાક્યમાં રાંધવાની
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૮૨
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
ક્રિયા સ્ત્રી વડે કરાય છે અને તે ક્રિયા ભાત ઉપર થાય છે. તેથી ભાતને કર્મ કહેવાય છે તેવું અહીં નથી. માટે કર્તા અને ક્રિયા વિના કર્મત આવે નહીં.
હવે જો એમ કહો કે કર્તા એવા આત્મા વિના અને ક્રિયા વિના એમને એમ પૂર્વકાલમાં “નિષ્કારણપણે” કર્મ થાય છે. આવું જ કહેશો તો જે કાર્ય કારણ વિના નિષ્કારણપણે જળ્યું હોય તેનો વિનાશ પણ મેઘઘટાની જેમ અનાયાસપણે કારણ વિના જ થાય. તેથી આ આત્મામાંથી અચાનક જ સર્વ કર્મનો વિનાશ થઈ જશે. ધર્મ-આચરણ કર્યા વિના જ આ જીવના કર્મોનો ઉત્પત્તિની જેમ વિના કારણે જ ક્ષય પણ થઈ જશે. માટે આ બીજો પક્ષ પણ વ્યાજબી નથી.
હવે જો “યુગપ ઉત્પત્તિ” વાળો ત્રીજો પક્ષ લઈએ તો તે પક્ષ તો બીલકુલ સંભવે જ નહીં. કારણ કે યુગપદ્ ઉત્પત્તિ માનવામાં “પ્રત્યે-પક્ષોતા તોષા: વીધ્યાઃ' એક એક પક્ષમાં કહેલા જે જે દોષો છે તે બન્નેને સાથે માનવાથી બન્ને પક્ષના દોષો આવે. અર્થાત્ દ્વિગુણ = બમણા દોષો આવે છે. માટે તે પક્ષ તો દૂરથી જ ત્યાજ્ય છે, દુર્ગબ્ધ છે. જેમ પૂર્વકાલમાં કોઈ કારણ ન હોવાથી (નિષ્કારણતાને લીધે) કેવલ એકલા આત્માની ઉત્પત્તિ ન ઘટે તથા કર્તા-કરણ વગેરે કારણો ન હોવાથી (નિષ્કારણતાને લીધે) જેમ એકલા કર્મની ઉત્પત્તિ પૂર્વકાલમાં ન ઘટે તેવી જ રીતે આ જ નિષ્કારણતાના લીધે ઉભયની ઉત્પત્તિ પણ ન જ ઘટે.
વળી યુગપદ્ ઉત્પત્તિ” માનવામાં બીજો એ દોષ પણ આવે કે એકી સાથે ઉત્પન્ન થયેલા જીવ અને કર્મમાં “આ જીવ એ કર્તા અને જ્ઞાનાવરણીયાદિ રૂપે બંધાતો પુગલસમૂહ એ કર્મ” આવા પ્રકારનો કર્તા-કર્મનો વ્યપદેશ પણ ન ઘટે. જેમ લોકમાં એકી સાથે ઉત્પન્ન થતા એવા ગાયના ડાબા-જમણા શિંગડામાં કર્તા-કર્મપણું સંભવતું નથી. તેમ અહીં પણ જીવ એ કર્તા અને જ્ઞાનાવરણીયાદિ જે બંધાય છે તે કર્મ, આવો વ્યવહાર પણ નહીં ઘટે. આ રીતે જીવ અને કર્મનો સંબંધ આદિવાળો માનવો કે આદિ વિનાનો માનવો આવા બે પક્ષો ગાથા ૧૮૦૫ માં કહેલા. તેમાં જો જીવ અને કર્મનો સંબંધ આદિવાળો માનીએ તો (૧) પ્રથમ જીવ અને પછી કર્મ, (૨) પ્રથમ કર્મ અને પછી જીવ કે (૩) યુગપ બન્નેની ઉત્પત્તિ, આવા ત્રણ પક્ષો કરેલા. તે ત્રણે પક્ષોનું ખંડન ૧૮૦૬ થી ૧૮૧૦ એમ પાંચ ગાથામાં સમાપ્ત કર્યું. એટલે “આદિવાળો સંબંધ” એ મૂલ પહેલો પક્ષ સમાપ્ત થયો. હવે જો આ જીવ અને કર્મનો સંબંધ આદિ વિનાનો અર્થાત્ અનાદિનો છે આમ માનીએ તો શું દોષ આવે? તે બીજા પક્ષનું ખંડન હવે પછીની ગાથામાં કહે છે. ૧૮૦૯-૧૮૧૦ll
Page #408
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા ગણધર - મંડિક
होज्जाणाईओ वा, संबंधो तह वि न घडए मोक्खो । जोऽणाई सोऽणतो, जीवनहाणं व संबंधो ॥१८११ ॥
ગણધરવાદ
( भवेदनादिको वा, सम्बन्धस्तथापि न घटते मोक्षः । યોડનાવિ: મોનાન્તો, નીવનમસોરિવ સમ્બન્ધ: ")
ગાથાર્થ - અથવા જીવ અને કર્મનો સંબંધ જો અનાદિ છે, આમ માનીએ તો પણ મોક્ષ ઘટતો નથી. કારણ કે જે સંબંધ અનાદિનો હોય તે સંબંધ જીવ-આકાશના સંબંધની જેમ અનંત હોય છે.
૧૮૧૧
૩૮૩
વિવેચન - જીવ અને કર્મનો સંબંધ જો આદિવાળો માનીએ તો ત્રણે પક્ષમાં દોષો જ આવે છે તેથી થાકીને હવે જો એમ કહો કે “જીવ અને કર્મનો સંબંધ અનાદિનો છે” તો પણ દોષ જ આવશે. કારણ કે જો આ સંબંધ અનાદિનો હોય તો આ જીવનો ક્યારેય પણ મોક્ષ થશે નહીં. એટલે મોક્ષ ઘટશે નહીં. કારણ કે જે જે સંબંધ અનાદિકાલના હોય
છે. તે તે સંબંધો ભાવિમાં પણ અનંતકાલ સુધી રહેનારા હોય છે. જેમ આ જીવનો અને
આકાશનો સંબંધ અનાદિનો છે તો તે સંબંધ સદાકાલ રહે જ છે. આ જીવ સંસારમાં રહે કે મોક્ષમાં જાય પણ જીવ-આકાશનો સંબંધ તો અનંતકાલ જ રહેવાનો, તે સંબંધનો ક્યારેય પણ અંત આવવાનો નહીં. તેવી જ રીતે આ જીવનો અને કર્મનો સંબંધ જો અનાદિનો છે તે સંબંધ અનંતકાલ સુધી રહેશે. એટલે આ જીવનો ક્યારેય પણ મોક્ષ થશે નહીં. જીવ અને આકાશના સંબંધની જેમ જીવ અને કર્મનો સંબંધ પણ ક્યારેય નિવૃત્તિ પામશે નહીં. તેમ હોતે છતે જીવની મુક્તિ થવાનો અભાવ જ થશે. માટે આ અનાદિવાળો પક્ષ પણ યુક્તિસંગત નથી. ૧૮૧૧||
હવે આ વાતનો ઉપસંહાર કરતાં જણાવે છે કે -
इय जुत्तीए न घडइ सुव्वइ य सुईसु बंध - मोक्खा ।
ते तुह संसओऽयं, न य कज्जोऽयं जहा सुणसु ॥१८१२॥
( इति युक्त्या न घटते श्रूयते च श्रुतिषु बन्धमोक्षाविति ।
तेन तव संशयोऽयं न च कार्योऽयं यथा शृणु ॥ )
ગાથાર્થ - આ પ્રમાણે યુક્તિથી બંધ અને મોક્ષ ઘટતા નથી અને શ્રુતિઓમાં આત્માને બંધ-મોક્ષ થાય છે એમ સંભળાય છે. તેથી તમને સંશય થયેલો છે. પરંતુ આ સંશય કરવા
જેવો નથી. જે રીતે સંશય કરવા જેવો નથી તે હકીકત તમે સાંભળો. ।।૧૮૧૨।।
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૮૪
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ મંડિકબ્રાહ્મણના હૃદયમાં જે જે વિચારો છે અને જે જે દલીલો છે તે પ્રગટ કરીને કહેતા છતા જણાવે છે કે તમારા હૃદયમાં આવા વિચારો અને આવી દલીલો વર્તે છે. તેથી તમે આવા નિર્ણય ઉપર આવ્યા છો કે આ આત્માને ઉપર કહેલી યુક્તિઓ પ્રમાણે કર્મોનો બંધ અને કર્મોથી મુક્તિ ઘટતી નથી. તેથી આત્મા અને કર્મોનો સંબંધ માનવો તે યુક્તિયુક્ત નથી. છતાં “ટુ વૈ સારીરી પ્રિયપ્રિયથોરપતિતિ'' ઈત્યાદિ શ્રુતિવાક્યોમાં એટલે કે વેદપાઠોમાં આ જીવને કર્મનો બંધ અને કર્મોથી મુક્તિ પ્રતિપાદન કરેલી છે. તેથી તમને સંશય થયો છે.
યુક્તિઓથી જોઈએ તો બંધ-મોક્ષ સંભવતા નથી અને આગમપ્રમાણથી જોઈએ તો વેદપાઠોમાં બંધ-મોક્ષ કહેલા છે. તેથી તમારી શંકા વધારે મજબૂત બની છે. પરંતુ હે મંડિક! આ સંશય જે રીતે કરવા જેવો નથી, તે હું સમજાવું છું. તમે ધ્યાનપૂર્વક મારો ઉત્તર સાંભળો. ૧૮૧૨
હવે ૧૮૧૩ મી વગેરે ગાથાઓમાં આ શંકાનું સમાધાન કહેવાય છે ત્યાં “જીવ અને કર્મનો સંબંધ આદિવાળો કે આદિ વિનાનો” આવા બે મૂલપક્ષો પાડીને “આદિવાળો” આ પહેલા પક્ષના “જીવ પહેલો અને કર્મ પછી, કર્મ પહેલું અને જીવ પછી અને બન્ને યુગપ” આવા ત્રણ પેટાભેદો પાડીને ગાથા ૧૮૦૫ થી ૧૮૧૦ માં જે જીવ અને કર્મના સંબંધનું ખંડન કરવામાં આવ્યું છે. તે સઘળું પણ અયુક્ત છે. કેમ અયુક્ત છે? તે જણાવે છે
संताणोऽणाईओ परोप्परं हेउहेउभावाओ । देहस्स य कम्मस्स य, मंडिय ! बीयंकुराणं व ॥१८१३॥ (सन्तानोऽनादिकः परस्परं हेतुहेतुमद्भावात् । देहस्य च कर्मणश्च, मण्डिक ! बीजाङ्करयोरिव)
ગાથાર્થ - સંસારી જીવનું શરીર અને કર્મના સંબંધની સંતાન (પરંપરા) પરસ્પર હેતુ-હેતુમભાવવાળી (કારણ-કાર્યવાળી) હોવાથી બીજ અને અંકુરાની જેમ અનાદિની છે. /૧૮૧૩ll
વિવેચન - પૂર્વે બાંધેલા કર્મોનો ઉદય થવાથી આ જીવ ઔદારિક-વૈક્રિય આદિ શરીરની રચના કરે છે અને આ જીવ આ જ ઔદારિક-વૈક્રિય આદિ શરીર દ્વારા શુભાશુભ મન-વચન અને કાયાના યોગ વડે પુણ્ય-પાપરૂપ નવાં નવાં કર્મોનો બંધ કરે છે. કાળાન્તરે આ જ બાંધેલાં કર્મો ઉદયમાં આવે છે. ઉદયને આધીન થયેલો જીવ તેવાં
Page #410
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૩૮૫
તેવાં શરીરોની રચના કરે છે. આમ આ દેહની અને તેના દ્વારા થતી કર્મના બંધની પરંપરા અનાદિકાલીન છે. (આ પ્રતિજ્ઞા સમજવી). કારણ કે આ દેહનો અને કર્મોનો પરસ્પર હેતુ-હેતુમદ્ ભાવ છે. (હેતુ એટલે કારણભાવ અને હેતુમ એટલે કાર્યભાવ, અર્થાત્ કારણ-કાર્ય ભાવ છે માટે.) દેહથી કર્મો બંધાય છે અને બાંધેલા કર્મોના ઉદયથી દેહની રચના થાય છે. જેમ બીજમાંથી અંકુરા ફૂટે છે અને તે જ અંકુરાઓમાંથી શાખા-પ્રશાખાફૂલ અને ફળ નીપજવા દ્વારા બીજની ઉત્પત્તિ થાય છે. પુનઃ તે બીજમાંથી (વાવણી દ્વારા) અંકુરા ઉત્પન્ન થાય છે. આમ ધારાવાહી પરંપરા અનાદિની છે, પણ “આદિવાળી” નથી.
આ પરંપરા “આદિવાળી” નથી એટલે મૂલ બે પક્ષોમાંથી પ્રથમ પક્ષનો અને તેના પેટભેદરૂપ “જીવ પહેલો અને કર્મ પછી, કર્મ પહેલું અને જીવ પછી અને બન્ને યુગપ” એવા ત્રણ પક્ષો પાડીને તમે જે ગાથા ૧૮૦૫ થી ૧૮૧૦ માં ખંડન કર્યું છે તે પાણીને વલોવવાની જેમ નિષ્ફળ છે. અર્થાત્ “આદિવાળો” પ્રથમ પક્ષ અને તેના પેટાભેદ રૂપ ત્રણ પક્ષો નૈવર્ત પુર્વ = ઉડી જ જાય છે. પલાયન જ થઈ જાય છે, ટકતા જ નથી, ઘટતા જ નથી. અમે માનતા જ નથી, તેથી તેનો ઉત્તર આપવાનો પણ રહેતો જ નથી. અહીં મૂલગાથામાં “બીજ-અંકુરા”નું એક ઉદાહરણ આપ્યું છે છતાં તેને અનુસારે “કેરી અને ગોટલો”, “મરઘી અને ઈડું”, “રાત્રિ અને દિવસ” વગેરે ઉદાહરણો પણ સ્વયં સમજી લેવાં. આ પરંપરા પણ અનાદિકાલીન છે.
પ્રશ્ન - જો “દેહ અને કર્મનો સંબંધ” અનાદિનો છે. તો તે અનંતકાલ કાયમ રહેશે જ. કોઈનો પણ ક્યારેય મોક્ષ નહીં થાય. આવો બીજા મૂલપક્ષવાળો પ્રશ્ન તો હજુ ઉભો જ રહેશે.
ઉત્તર - આ બીજા મૂલપક્ષના પ્રશ્નનો ઉત્તર ૧૮૧૭ મી ગાથામાં જરૂર કહેવાશે. જે અનાદિ હોય છે તે અનંત હોય છે તેવો નિયમ નથી. અનાદિ હોવા છતાં “પિતાપુત્રની પેઢીની જેમ” તેનો અંત પણ હોઈ શકે છે. તે વાત ૧૮૧૭ મી ગાથાના અવસરે સમજાવીશું.
પ્રશ્ન - દેહ અને કર્મની પરંપરા અનાદિકાલીન છે એમ હે ભગવાન ! તમે સમજાવો છો. પરંતુ તે પરંપરા અનાદિકાલીન છે તે કેવી રીતે સમજવું? આવા પ્રશ્નનો ઉત્તર હવે પછીની ગાથામાં જણાવે છે. ૧૮૧૩.
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૮૬
છઠ્ઠા ગણધર - મંડિક
अस्थि स देहो जो कम्मकारणं जो य कज्जमण्णस्स । कम्मं च देहकारणमत्थि य जं कज्जमण्णस्स ॥१८१४ ॥
( अस्ति स देहो यः कर्मकारणं यश्च कार्यमन्यस्य ।
कर्म च देहकारणमस्ति च यत् कार्यमन्यस्य ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - દેહ (શરીર) એ એક એવી વસ્તુ છે કે જે ભાવિમાં બંધાનારા કર્મોનું કારણ છે અને ભૂતકાલમાં બાંધેલાં અન્ય કર્મોનું જે કાર્ય છે. એવી જ રીતે કર્મ પણ ભાવિના દેહનું કારણ છે અને ભૂતકાલીન એવા અન્ય દેહનું જે કાર્ય છે. ૧૮૧૪
વિવેચન - “દેહ અને કર્મની પરંપરા” કેવી રીતે અનાદિની છે તે વાત આ ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. વર્તમાનકાલીન દેહ એવો છે કે જે પ્રતિદિન મન-વચન અને કાયાના
યોગો દ્વારા આગળ-આગળ બંધાતા કર્મોનું કારણ બને છે અને આ જ દેહ અતીતકાલમાં (પૂર્વભવમાં) બાંધેલા અન્ય એવા આયુષ્યકર્મ અને નામકર્મના ઉદયથી થયેલ છે. એટલે કે પૂર્વકૃતકર્મના કાર્યરૂપે આ દેહ છે અને ભાવિમાં બંધાનારા કર્મના કારણરૂપે આ દેહ છે. આમ આ દેહ કારણ પણ છે અને કાર્ય પણ છે. તેવી જ રીતે કર્મ પણ ભૂતકાલીન શરીરથી બંધાયેલું છે. માટે ભૂતકાલીન શરીરનું કાર્ય છે અને આગલા ભવના શરીરની પ્રાપ્તિનું કારણ છે. માટે આગલા ભવના શરીરને આશ્રયી કારણ પણ છે. આમ દેહ પણ કાર્ય-કારણ બન્ને રૂપે છે અને કર્મ પણ કાર્ય-કારણ બન્ને રૂપે છે.
આ પ્રમાણે દેહનું કારણ પૂર્વકાલીન કર્મ, તે કર્મનું કારણ તેની પૂર્વનો દેહ. તે દેહનું કારણ તેના પણ પૂર્વકાલનું કર્મ. આમ આ પરંપરા બીજ-અંકુરાની જેમ અનાદિની છે. આ દેહ અને કર્મની કાર્ય-કારણભાવે રહેલી પરંપરા અનાદિ એવા આ સંસારમાં ભૂતકાલમાં ક્યાંય વિશ્રામ પામેલી નથી. તેથી “દેહ અને કર્મની સંતાન (પરંપરા)” અનાદિની છે.
પ્રશ્ન - આત્માને કર્મનો બંધ અને મોક્ષ છે કે નહીં. આ વિષયની આપણે ચર્ચા ચાલે છે. તેથી બંધ-મોક્ષ સાધવા જોઈએ. તેને બદલે દેહ અને કર્મની પરંપરા અનાદિની છે. આ સાધવું તે અસંબદ્ધ જેવું દેખાય છે. પ્રસંગ વિનાની વાત તમે કરતા હો એમ લાગે છે.
ઉત્તર - તમારો આ પ્રશ્ન વ્યાજબી નથી. અયુક્ત છે. તમે હજુ અમારા અભિપ્રાયને સમજ્યા નથી. ‘‘અતં ર્મ ન સન્મવતિ'' કર્યા વિનાનું કર્મ હોઈ શકતું નથી. એટલે કે ‘“યિતે કૃતિ મં’' જે આ જીવ વડે શરીર દ્વારા કરાય છે (બંધાય છે) તેને જ કર્મ
Page #412
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ છટ્ટા ગણધર - મંડિક
૩૮૭ કહેવાય છે. “કર્મનું જે કરવું એ જ કર્મનો બંધ છે” આ રીતે દેહ દ્વારા કર્મનું કરવું સિદ્ધ કર્યું, એ બંધ જ સિદ્ધ કર્યો છે. તેથી બંધની સિદ્ધિ થઈ કેમ ન કહેવાય ? એટલે કે કર્મના બંધની જ સિદ્ધિ કરી છે એમ સમજવું. ll૧૮૧૪ll
અહીં એક પ્રશ્ન થાય છે કે “જે કરાય છે તે કર્મ છે” તો આ કર્મનો અને તજ્જન્ય દેહનો કર્તા કોણ છે ? તે સમજાવે છે.
कत्ता जीवो कम्मस्स करणओ जह घडस्स घडकारो । एवं चिय देहस्स वि, कम्मकरणसंभवाउत्ति ॥१८१५॥ (कर्ता जीवः कर्मण: करणतो यथा घटस्य घटकारः । एवमेव देहस्यापि कर्मकरणसम्भवादिति ॥)
ગાથાર્થ - જેમ ઘટકાર (કુલાલ) કરણયુક્ત હોવાથી ઘટનો કર્તા છે તેમ આ જીવ પણ કરણયુક્ત હોવાથી કર્મનો કર્યા છે એવી જ રીતે આ જીવ કર્મ નામના કરણયુક્ત હોવાથી દેહનો પણ કર્યા છે. ૧૮૧૫ll
વિવેચન - ઘટ બનાવવામાં દંડ-ચક્રાદિ નિમિત્તકારણ છે અને માટી એ ઉપાદાનકારણ છે. આ બન્ને પ્રકારનાં કારણો હોય તો જ ઘટાત્મક કાર્ય બને છે. તેથી આ બન્ને પ્રકારનાં કારણો ઘટ બનાવવામાં અસાધારણ કારણ હોવાથી “કરણ” કહેવાય છે. જ્યારે જ્યારે કર્તા એવો કુલાલ ઉપાદાન અને નિમિત્તભૂત એવાં કરણોથી યુક્ત હોય છે ત્યારે ત્યારે તેના દ્વારા ઘટાત્મક કાર્ય નીપજે છે. એવી રીતે આ આત્મા કર્મબંધના સાધનભૂત એવા ઉપાદાન અને નિમિત્તભૂત કરણોથી જ્યાં સુધી યુક્ત છે ત્યાં સુધી તે આત્મા કર્મોનો કર્તા છે. કર્મબંધમાં કરણરૂપે મુખ્યત્વે શરીર જાણવું. કારણ કે શરીર દ્વારા જ મન-વચન અને કાયાના શુભાશુભ યોગો પ્રવર્તે છે. માટે શરીર એ કર્મબંધનું કરણ હોવાથી = અસાધારણ કારણ હોવાથી આ જીવ કર્મોનો કર્તા છે.
એવી જ રીતે દેહનો કર્તા પણ આ જીવ જ છે. ત્યાં પૂર્વે બાંધેલા કર્મોનો ઉદય એ કરણ સમજવું. જ્યાં સુધી પૂર્વબદ્ધ કર્મોનો ઉદય પ્રવર્તે છે ત્યાં સુધી કરણયુક્ત જીવ હોવાથી શરીરની રચના કરે છે. આ પ્રમાણે કર્મનો અને દેહનો એમ બન્નેનો કર્તા જીવ છે અને શરીરની રચનામાં પૂર્વબદ્ધ કર્મનો ઉદય કરણ છે અને નવા બંધાતા કર્મમાં પ્રાપ્ત થયેલ દેહ એ જ કારણ છે આમ વિવેક કરવો. ll૧૮૧૫
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૮૮
છઠ્ઠા ગણધર - મંડિક
આ વિષયમાં પ્રશ્ન અને ઉત્તર સમજાવે છે
-
कम्मं करणमसिद्धं व ते मई कज्जओ तयं सिद्धं । किरियाफलओ य पुणो पडिवज्ज तमग्गिभूइव्व ॥ १८१६ ॥
( कर्म करणमसिद्धं वा तव मतिः कार्यतस्तत् सिद्धम् । क्रियाफलतश्च पुनः प्रतिपद्यस्व तदग्निभूतिरिव ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - કર્મ એ કરણ છે” આ વાત અસિદ્ધ (ખોટી છે) આવી કદાચ તમારી બુદ્ધિ થાય તો કાર્ય દ્વારા કર્મનું કરણપણું સિદ્ધ થાય છે તથા ક્રિયાઓ ફળવાળી હોવાથી અગ્નિભૂતિની જેમ ફળરૂપે તે કર્મનું કરણપણું તમે સ્વીકારો. ૧૮૧૬॥
વિવેચન - હૈ મંડિકબ્રાહ્મણ ! અહીં કદાચ તમારી બુદ્ધિ આવી થાય. અર્થાત્ તમને આવી શંકા થાય કે ઘટ બનાવતા કુલાલને દંડ-ચક્રાદિ અવશ્ય કરણ છે. કારણ કે તે ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી દેખાય છે. જે જે કરણ હોય છે તે તે ઈન્દ્રિયગોચર હોય છે. જેમકે ઘટ બનાવવામાં દંડ-ચક્રાદિ, પટ બનાવવામાં તુરી-વેમાદિ, જ્યારે અહીં “કર્મ” કોઈપણ ઈન્દ્રિયોથી જણાતું નથી એટલે કે તે અતીન્દ્રિય છે અને જે અતીન્દ્રિય હોય છે તે વસ્તુ દેખાતી જ નથી. તેથી “તે જ” એવી પણ હજુ સિદ્ધિ નથી તો તે “કરણરૂપે હશે” આમ કેમ માની શકાય ? અર્થાત્ અતીન્દ્રિય હોવાથી કર્મ જ અસિદ્ધ છે કર્મ નથી જ એમ સમજાય છે. તો તેનું કરણપણું તો અસિદ્ધ જ થશે.
આવો પ્રશ્ન કરવો તે અયુક્ત છે. અતીન્દ્રિય વસ્તુ પણ કાર્ય દ્વારા પ્રત્યક્ષ થાય છે. જેમ પરમાણુ-ચણુક-ચણુક આદિ અતિશય સૂક્ષ્મ હોવાથી દૃષ્ટિગોચર થતા નથી. તેથી અતીન્દ્રિય છે. પરંતુ તે પરમાણુઓના સમૂહથી કાર્યરૂપે બનેલો ઘટ દૃષ્ટિગોચર થાય છે. તેથી ઘટાત્મક કાર્ય દ્વારા અતીન્દ્રિય પરમાણુ આદિ પણ અંશથી પ્રત્યક્ષ છે જ. તેવી રીતે કર્તા એવા આત્મા દ્વારા શરીર અને ઈન્દ્રિયાદિની રચના કરવા રૂપ જે કાર્ય કરાયું છે તે અતીન્દ્રિય એવા કોઈ કરણપૂર્વક જ કરાયું છે. આ કાર્યમાં જે કરણ છે તે જ કર્મ છે. મુક્તિગત જીવોને કર્મ નામનું કરણ નથી, માટે તેઓ શરીર અને ઈન્દ્રિયાદિની રચના
કરતા નથી. તેનો અનુમાનપ્રયોગ આ પ્રમાણે
‘‘શરીરાતિ, વિદ્યમાનરામ્, તત્ત્વાત્, પટવત્'' શરીર અને ઈન્દ્રિયો વગેરેનું કોઈને કોઈ કરણ છે. કાર્ય હોવાથી, ઘટની જેમ, જે જે કાર્ય હોય છે તે તે અવશ્ય કરણવાળું જ હોય છે. જેમ ઘટ એ કાર્ય છે તો તેનાં દંડ-ચક્રાદિ કરણ છે, તેમ અહીં
Page #414
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૩૮૯
શરીરાદિ કાર્ય છે. માટે તેનું કોઈક કરણ છે. આવા પ્રકારનું કરણ છે તે જ કર્મ છે. માટે કર્મ નથી એમ નહીં, પરંતુ અતીન્દ્રિય હોવા છતાં પણ તે કર્મ અવશ્ય છે અને તે કરણ છે. આ વાત સમજાવવા માટે બીજું અનુમાન પણ કહે છે
‘‘આત્મશરીરનક્ષત્ર્યમ્, વિદ્યમાનતામેવ, તૃ-ાર્ય રૂપાત્, ભાતયટવત્ આત્મા અને તેનાથી બનેલું આ શરીર આ બન્ને વસ્તુઓ અવશ્ય વિદ્યમાન કરણવાળી છે. કારણ કે તે બન્નેમાં એક કર્તા અને એક કાર્ય સ્વરૂપ છે તેથી, જ્યાં જ્યાં કર્તા-કાર્ય ભાવ હોય છે ત્યાં ત્યાં અવશ્ય કરણ હોય જ છે. જેમકે કુલાલ એ ઘટનો કર્તા છે અને ઘટાદિ એ કુલાલનું કાર્ય છે. તેથી ત્યાં દંડ-ચક્રાદિ અવશ્ય કરણ છે. તેમ અહીં આત્મા કર્તા અને શરીરાદિ કાર્ય છે. તેથી કર્તા-કાર્યભાવ હોવાથી અવશ્ય કોઈક કરણ છે. જે કરણ છે તે કર્મ છે. શરીરની રચના કરતા એવા કર્તા-સ્વરૂપ આત્માને કરણભૂત કર્મ જ હોય છે. તો કર્મની સિદ્ધિ થઈ કેમ ન કહેવાય ? અર્થાત્ કર્તા અને કાર્ય હોવાથી અવશ્ય કરણ છે જ અને તે કરણસ્વરૂપે કર્મની અવશ્ય સિદ્ધિ જાણવી.
11
કર્મની સિદ્ધિ માટે ત્રીજું અનુમાન પણ આ જ ગાથામાં સમજાવે છે. નાનાવિયિા: નવત્ય:, ચેતનારવ્યક્તિયા પષાત્, વૃષ્યાનિયિાવત્, યન્ત્ર તામાં પત્ન, તસ્મૈવ, દાનશીયળ-તપ આદિ જે જે પુણ્યની અથવા હિંસા-જુઠ-ચોરી આદિ જે જે પાપની ક્રિયાઓ કરાય છે તે તે ક્રિયાઓ અવશ્ય શુભ-અશુભ ફળવાળી છે. કારણ કે તે ચેતન વડે આરંભાયેલી ક્રિયાસ્વરૂપ છે. જેમ ખેતી-વેપાર-રસોઈ આદિની ક્રિયા. જેમ ખેતીની, વેપારની અને રસોઈ આદિની ક્રિયા ચેતન એવો જીવ બુદ્ધિપૂર્વક આરંભે છે. તેથી તેનું ફળ તેના કર્તાના મનમાં ધાન્યની પ્રાપ્તિ, ધનની પ્રાપ્તિ અને ભોજનની પ્રાપ્તિરૂપ અવશ્ય હોય જ છે. તે માટે જ તે કરે છે. તેમ દાનાદિ શુભક્રિયાઓનું અને હિંસાદિ અશુભ ક્રિયાઓનું પણ અવશ્ય કંઈકને કંઈક ફળ છે. તે ક્રિયાઓનું જે ફળ છે તે પુણ્ય અને પાપરૂપ બે પ્રકારનું કર્મ છે.
આ રીતે કર્મ નામનું તત્ત્વ છે એમ હે મંડિકબ્રાહ્મણ ! તમે અગ્નિભૂતિની જેમ સ્વીકારો અને જો કર્મ છે તો તે ભલે અતીન્દ્રિય હોય, પણ કરણ હોઈ શકે છે. માટે આ જીવને કર્મનો બંધ પણ અવશ્ય છે અને તેના નાશના ઉપાયો સેવવાથી મુક્તિ પણ અવશ્ય છે જ. ૧૮૧૬॥
જે બે પદાર્થનો સંબંધ અનાદિ હોય છે તે બેનો સંબંધ ભાવિકાલમાં અનંત જ હોય એટલે કર્મોનો અંત આવે જ નહીં અને મુક્તિ થાય જ નહીં આવું તમે ગાથા ૧૮૧૧ માં પૂર્વે કહેલું તે બરાબર નથી. અર્થાત્ ખોટું છે તે સમજાવતાં કહે છે -
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૦
છઠ્ઠા ગણધર - મંડિક
जं संताणोऽणाई, तेणाणतोऽवि णायमेगंतो ।
दीसइ संतो वि जओ, कत्थइ बीयंकुराईणं ॥ १८१७॥
( यत् सन्तानोऽनादिस्तेनानन्तोऽपि नायमेकान्तः ।
दृश्यते सान्तोऽपि यतः कुत्रापि बीजाङ्कुरादीनाम् ॥ )
ગાથાર્થ - જે સંતાન અનાદિ હોય તે સંતાન અનંત પણ હોવો જ જોઈએ એવો એકાન્ત નિયમ નથી. કારણ કે બીજ-અંકુરાની જેમ ક્યાંક ક્યાંક સાન્ત પણ દેખાય છે.
//૧૮૧૭૫
ગણધરવાદ
વિવેચન - જે સંતાન (પરંપરા) અનાદિ હોય છે. તે સંતાન અનંત જ હોય એવો નિયમ નથી. કારણ કે અનંતને બદલે સાન્ત હોય એવું પણ દેખાય છે. જેમ બીજમાંથી જ અંકુરા થાય છે અને અંકુરામાંથી જ બીજ થાય છે. તેથી આ બન્નેની સંતાન (પરંપરા) અનાદિની છે. છતાં કોઈક બીજ દગ્ધ કે ઉજ્જડ ભૂમિમાં વાવવામાં આવે અથવા વાવવામાં જ ન આવે અને દળી નાખવામાં આવે તો તે બીજમાંથી અંકુરા થતા નથી તથા જે ઉગેલા અંકુરા છે તેને ફળ આવે તે પહેલાં જ છેદી નાખવામાં આવે તો તે અંકુરામાંથી બીજ થતાં નથી. આ રીતે સાન્ત પણ દેખાય છે.
કુકડી અને ઇંડાની સંતાન અનાદિની હોવા છતાં જે કુકડીનો અથવા ઇંડાનો વૃદ્ધિ પામતાં પહેલાં જ નાશ કરવામાં આવે તો તે સંતાન સાન્ત પણ હોઈ શકે છે. પિતા-પુત્રની પેઢી અનાદિની હોવા છતાં પણ પાછળ તે પેઢીનો કોઈ પુરુષ દીક્ષિત થાય, બ્રહ્મચારી રહે અથવા સંતાન ન થાય તો તે પેઢી સાન્ત પણ બને છે. આમ અનેક એવાં દૃષ્ટાન્તો છે કે જે સંતાન અનાદિ હોવા છતાં અનંત જ હોય એમ નહીં પરંતુ સાન્ત પણ હોય છે. તેની જેમ જીવ અને કર્મના સંબંધની સંતાન (પરંપરા) અનાદિની હોવા છતાં પણ રત્નત્રયીની સાધના રૂપ ઉપાય જો યથાર્થપણે સેવવામાં આવે તો તેનો અંત પણ થઈ શકે છે. તેથી જીવની મુક્તિ થઈ શકે છે. ૧૮૧૭॥
अण्णयरमणिव्वत्तियकज्जं बीयंकुराण जं विहयं । तत्थ हओ संताणो, कुक्कुडि- अंडाइयाणं च ॥१८१८॥
जह वेह कंचणोवलसंजोगोऽणाइ संतइगओवि । वोच्छिज्जइ सोवायं तह जोगो जीवकम्माणं ॥१८१९॥
Page #416
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૩૯૧
(अन्यतरदनिवर्तितकार्यं बीजाङ्करयोर्यद् विहतम् । તત્ર હત: સત્તાન, ઈદ્રિાનીઝ ) यथा वेह कञ्चनोपलसंयोगोऽनादिसन्ततिगतोऽपि । व्यवच्छिद्यते सोपायं, तथा योगो जीवकर्मणोः ॥)
ગાથાર્થ - બીજ અને અંકુરામાંથી હજુ કાર્ય થયું ન હોય, તે પહેલાં જ તેમાંના કોઈ એકનો નાશ કરાય તો ત્યાં સંતાન સાત્ત પણ બને છે. એવી જ રીતે કુક્ડી અને ઈડામાં પણ જાણવું. અથવા કંચન અને ઉપલનો સંયોગ અનાદિ પરંપરાવાળો હોવા છતાં પણ અગ્નિતાપાદિ ઉપાયથી વિચ્છેદ થાય છે. તેમ જીવ-કર્મમાં પણ જાણવું. ll૧૮૧૮૧૮૧૯ો.
- વિવેચન - આ બન્ને ગાથાનો ભાવાર્થ પૂર્વની ગાથા ૧૮૧૭ માં લગભગ આવી જ જાય છે. તો પણ વાતનો સાર આવી છે કે જે સંતાન અનાદિ હોય તે સંતાન અનંત જ હોય એવો નિયમ નથી. સાત્ત પણ હોઈ શકે છે. જેમકે બીજ વાવવામાં જ ન આવ્યું હોય ત્યારે અથવા વાવવામાં આવ્યું હોય પણ અંકુરા નીપજાવવા રૂપ કાર્ય કરે તે પહેલાં જ બીજનો નાશ કરવામાં આવ્યો હોય તો ત્યાં જ તેની સંતાન વિચ્છેદ પામે છે. એવી જ રીતે ઉગેલા અંકુરા પોતાનું કાર્ય શાખા-પ્રશાખા-પ્રતિશાખા-ફૂલ-ફળ વગેરે નીપજાવે તે કાર્ય કરતાં પહેલાં જ જો અંકુરાનો નાશ કરવામાં આવે તો તેની સંતાન ત્યાં જ નાશ પામી જાય છે. માટે સંતાન અનંત જ હોય એવો નિયમ નથી.
તેવી જ રીતે કુક્ડી ઇંડા મુકવા રૂપ કાર્ય કરે તે પહેલાં જ તે કુક્ડીની હત્યા કરવામાં આવે અથવા રોગાદિથી તે કુક્ડી મૃત્યુ પામે તો તેની સંતાન ત્યાં જ વિચ્છેદ પામે છે. અથવા ઈડામાંથી કુક્ડી બનવા રૂપ કાર્ય બને તે પહેલાં જ ઈડાનો જો નાશ જ કરવામાં આવે તો તેની સંતાન ત્યાં જ વિચ્છેદ પામે છે. આ જ રીતે પિતા-પુત્રની પરંપરા પણ સાન્ત હોઈ શકે છે.
તથા કંચન (સોનું) અને ઉપલ (માટી) આ બન્નેનો સંયોગ ખાણમાં જ્યારથી નીપજ્યાં છે ત્યારથી એટલે કે નિસર્ગપણે પ્રવર્તેલ સંતાનભાવવાળાં હોવા છતાં પણ અગ્નિતાપાદિ ઉપાયો વડે કંચન અને ઉપલના સંયોગની સંતાન વિચ્છેદ પામે જ છે. તેવી જ રીતે જીવ અને કર્મનો સંયોગ અનાદિનો હોવા છતાં પણ ત્યાગ-તપ-વૈરાગ્યતત્ત્વજ્ઞાનાભ્યાસ અને દીક્ષા વગેરે ભાવોની પ્રાપ્તિ દ્વારા આરાધના કરવા સ્વરૂપ રત્નત્રયીની
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૯૨
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
સાધના વડે તે સંયોગનો વિચ્છેદ કરી શકાય છે. તેથી જીવની મુક્તિ પણ અવશ્ય થઈ શકે છે. માટે અનાદિ હોય તે અનંત જ હોય એવો નિયમ નથી. ૧૮૧૮-૧૮૧૯
આ બાબતમાં શિષ્યનો પ્રશ્ન રજુ કરીને તેનો ઉત્તર આપતાં કહે છે - तो किं जीव-नहाण व जोगो कंचणोवलाणं व ? । जीवस्स य कम्मस्स य, भण्णइ दुविहो वि न विरुद्धो ॥१८२०॥ पढमोऽभव्वाणं चिय, भव्वाणं कंचणोवलाणं व । जीवत्ते सामण्णे भव्वोऽभव्वोत्ति को भेओ ? ॥१८२१॥ (ततः किं जीवनभसोरिवाथ योगः काञ्चनोपलयोरिव ? । जीवस्य च कर्मणश्च भण्यते, द्विविधोऽपि न विरुद्धः ॥ प्रथमोऽभव्यानामेव भव्यानां काञ्चनोपलयोरिव । નીવત્વે સામાન્ય વ્યોમવ્ય તિ શો મેઃ ? )
ગાથાર્થ - પ્રશ્ન - જીવ અને કર્મનો સંબંધ “જીવ અને આકાશના સંયોગની જેમ શું અનંત સમજવો કે કંચન અને ઉપલના સંયોગની જેમ સાત્ત સમજવો ? ઉત્તર - બન્ને રીતે માનવામાં કંઈ વિરોધ નથી. પ્રથમ ભેદ અભવ્યોમાં જ હોય છે અને બીજો ભેદ ભવ્ય જીવોમાં જાણવો. બન્નેમાં જીવપણું સમાન હોવા છતાં ભવ્ય-અભવ્ય આવો ભેદ શું ? ll૧૮૨૦-૧૮૨૧/
વિવેચન - બીજ-અંકુરાના સંબંધની જેમ, કુક્ડી અને ઈડાના સંબંધની જેમ, પિતાપુત્રના સંબંધની જેમ અને કંચન-ઉપલના સંબંધની જેમ જીવ અને કર્મનો સંબંધ સાન્ત પણ હોય છે. આ પ્રમાણે ઉપરની ગાથાઓમાં સમજાવવામાં આવ્યું છે. ત્યાં મંડિકપંડિત વસ્તુસ્થિતિ સાચી શું છે ? તે જાણવા માટે આવા પ્રકારનો પ્રશ્ન કરે છે.
પ્રશ્ન - જીવ અને આકાશનો સંબંધ અનાદિ-અનંત છે અને કંચન-ઉપલનો સંબંધ અનાદિ સાત્ત છે. એટલે અનાદિ હોય તે અનંત જ હોય એવો નિયમ નથી, અનંત પણ હોય છે અને સાત્ત પણ હોય છે. પરંતુ ત્યાં પ્રશ્ન થાય છે કે જીવ અને કર્મનો સંબંધ શું જીવ અને આકાશના સંબંધની જેમ અનાદિ-અનંત છે એમ સમજવું ? કે કંચન અને ઉપલની જેમ અનાદિ-સાન્ત છે એમ સમજવું ? અનાદિ-અનંત અને અનાદિ-સાન્ત એમ બન્ને જાતના સંબંધો સંસારમાં દેખાય છે. તો આ બન્નેમાંથી જીવ-કર્મનો સંબંધ કોના જેવો માનવો ?
Page #418
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૩૯૩
ઉત્તર - સુવિદો વિ જ વિરુદ્ધ = બન્ને પ્રકારનો પણ સંબંધ માનવામાં કોઈપણ જાતનો વિરોધ નથી. ત્યાં જીવ અને આકાશના સંબંધની જેમ “જીવ અને કર્મનો સંબંધ” અનાદિ-અનંત પણ હોય છે. તેવો અનાદિ-અનંતપણે સંબંધ અભવ્ય જીવોમાં હોય છે. તથા કંચન અને ઉપલના સંબંધની જેમ “જીવ અને કર્મનો સંબંધ” અનાદિ-સાત્ત પણ હોય છે. તેવો અનાદિ-સાન્તપણે સંબંધ ભવ્ય-જીવોમાં હોય છે. સંસારમાં બન્ને જાતના જીવો છે અને તેઓમાં અનુક્રમે બન્ને જાતના સંબંધો પણ છે.
પ્રશ્ન - આ સંસારમાં કેટલાક જીવો ભવ્ય અને કેટલાક જીવો અભવ્ય છે એમ કહો છો. પરંતુ તે બન્ને પ્રકારના જીવોમાં “જીવત્વ” સમાન હોવા છતાં આવા પ્રકારનો ભેદ કેમ કે અમુક જીવો ભવ્ય અને અમુક જીવો અભવ્ય ? આ ભવ્ય અને આ અભવ્ય એવા પ્રકારનો ભેદ કોના વડે કરાયેલો છે ?
કદાચ ઉપરના આ પ્રશ્નનો જવાબ તમે એમ કહો કે સર્વે જીવોમાં “જીવત્વ = જીવપણું” સમાન હોવા છતાં કોઈ નારકીરૂપે અતિ દુઃખી થાય છે, કોઈ તિર્યંચરૂપે દુઃખી થાય છે, કોઈ મનુષ્યરૂપે સુખી થાય છે અને કોઈ દેવરૂપે અતિ સુખી થાય છે અથવા જીવત્વધર્મ વડે સમાન હોવા છતાં રાજા-રંક, સુખી-દુઃખી, રોગી-નિરોગી, ધનવાન-નિર્ધન ઈત્યાદિ રૂપે ભિન્ન ભિન્ન હોય છે. તેમ જીવ–પણે સમાન હોવા છતાં પણ “ભવ્યત્વ અને અભવ્યત્વપણે” જીવોના બે ભેદ હોય છે.
તો આવો ઉત્તર “ર વ વવક્તવ્યમ્” ન આપશો. આપ જો આવો ઉત્તર આપો તો તે આપનો ઉત્તર ખોટો છે. કારણ કે નારક-તિર્યંચ-મનુષ્ય-દેવાદિ ભેદો, રાજા-રંક, સુખીદુઃખી, રોગી-નિરોગી અને ધનવાન-નિધન આ સઘળા ભેદો કર્મકૃત છે. કર્મ વડે કરાયેલા ભેદો છે. જ્યારે “ભવ્યત્વ અને અભવ્યત્વ” કર્મ વડે કરાયેલા છે એમ આપ નથી માનતા, સ્વાભાવિક છે એમ માનો છો. જો ભવ્યત્વ-અભવ્યત્વ પણ કર્મકૃત હોત તો તો આ શંકા જ ન થાત. તથા આ ભાવો કર્મકૃત છે. એમ માનો તો અમે તમને આમ પ્રશ્ન કરત કે જો ભવ્યત્વ-અભવ્યત્વ કર્મકૃત છે તો રત્નત્રયીની સાધનાથી જેમ નારક-તિર્યંચ-નર-દેવાદિ અવસ્થા અપાવનારું કર્મ ક્ષય થવાથી જીવની મુક્તિ થાય છે તેમ કર્મ ક્ષય થવાથી ભવ્યત્વ અને અભવ્યત્વ પણ નાશ પામવાથી અભવ્યજીવો પણ મોક્ષે જશે આવી આપત્તિ આવશે. માટે આ ભાવો કર્મકૃત તો નથી, સ્વાભાવિક છે. અર્થાત્ પારિણામિક ભાવવાળા છે. તેથી શંકા થાય છે કે જીવત્વ સમાન હોવા છતાં કર્મકારણ વિના સ્વાભાવિકપણે ભવ્ય-અભવ્ય આવા ભેદ કોનાથી થયા ? ll૧૮૨૦-૧૮૨ના
આ પ્રશ્ન જ ગ્રંથકારશ્રી હવે પછીની ગાથામાં કહે છે.
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૯૪
છઠ્ઠા ગણધર - મંડિક
होउ व जइ कम्मकओ, न विरोहो नारगाइभेउव्व । भणह य भव्वाभव्वा सभावओ तेण संदेहो ॥१८२२ ॥
( भवतु यदि कर्मकृतो, न विरोधो नारकादिभेद इव । भणथ च भव्याभव्यान् स्वभावतस्तेन सन्देहः ॥ )
ગાથાર્થ - જો આ ભવ્યત્વ-અભવ્યત્વનો ભેદ નારકાદિના ભેદની જેમ કર્મકૃત છે એમ તમે કહો તો ભલે હો. તેમાં અમારો કંઈ વિરોધ નથી. પરંતુ તમે તે ભવ્યત્વઅભવ્યત્વને સ્વભાવથી કહો છો. તેથી સંદેહ થાય છે. ૧૮૨૨॥
ગણધરવાદ
વિવેચન - નારક-તિર્યંચ-મનુષ્ય-દેવાદિ ગતિભેદ, એકેન્દ્રિયાદિ જાતિભેદ, સુખી
6
દુઃખી, રાજા-રંક, રોગી-નિરોગી વગેરે ભાવો જેમ કર્મકૃત છે તેમ ભવ્યત્વ અને અભવ્યત્વ રૂપે જે આ ભેદ (વિશેષતા) છે. તે પણ કર્મકૃત છે. આમ જો તમે કહો તો તેમાં કંઈ જ વિરોધ નથી. (જો કે એમ માનવામાં પણ અભવ્યત્વ કર્મકૃત માનવાથી કર્મના ક્ષયથી અભવ્યત્વનો પણ ક્ષય થાય એમ માનવું જ પડે તેથી અભવ્ય જીવ પણ મોક્ષે જાય એવી આપત્તિ આવે. પરંતુ હાલ તે ચર્ચા કરતા નથી.) તેથી જો આ બન્ને ભાવોને કર્મકૃત માનો તો અમારો કોઈ વિરોધ નથી. પરંતુ મૈં ચૈતસ્તિ = આવું તમે માનતા નથી. કારણ કે ભવ્યત્વ-અભવ્યત્વ કર્મકૃત હોય એવું તમે કહેતા નથી. પણ તે બન્ને ભાવો “સ્વભાવકૃત” છે. અનાદિ કાલથી સ્વાભાવિકપણે જ છે એમ હે ભગવાન ! તમે કહો છો. તેથી અમને આ સંદેહ થયો છે કે “જીવત્વ બધા જીવોમાં સમાન હોવા છતાં પણ આવા પ્રકારનો સ્વભાવભેદ કેમ ? ||૧૮૨૨॥
પર એવા શિષ્ય (મંડિકબ્રાહ્મણ) વડે આવા પ્રકારનો પ્રશ્ન કરાયે છતે ભગવાન હવે તેનો ઉત્તર આપે છે -
दव्वाइत्ते तुल्ले, जीव-नहाणं सभावओ भेओ । जीवाजीवाइगओ जह, तह भव्वेयरविसेसो ॥१८२३ ॥
(द्रव्यादित्वे तुल्ये जीवनभसोः स्वभावतो भेदः । जीवाजीवादिगतो यथा, तथा भव्येतरविशेष: ॥ )
ગાથાર્થ - જેમ “જીવ અને આકાશમાં” દ્રવ્યત્યાદિ ધર્મોથી તુલ્યતા હોવા છતાં પણ જીવ-અજીવ આદિની અપેક્ષાએ ભેદ છે. તેમ ભવ્ય-અભવ્યમાં ભેદ જાણવો. ।।૧૮૨૩
Page #420
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૩૯૫
વિવેચન - હે મંડિક બ્રાહ્મણ ! આ સંસારમાં “જીવ અને આકાશ” આ બન્ને પદાર્થોમાં દ્રવ્યત્વ ધર્મ વડે, અસ્તિત્વ ધર્મ વડે, પ્રમેયત્વ ધર્મ વડે, શેયત્વ ધર્મ વડે અને વસ્તુત્વાદિ અનેક પ્રકારના “સામાન્ય ધર્મ વડે” સમાનતા છે. છતાં પણ એક જીવ છે, બીજો અજીવ છે. એક ચેતન છે, બીજો અચેતન છે. એક કર્મવાળો પદાર્થ છે, બીજો કર્મરહિત પદાર્થ છે. એક શરીરધારી હોવાથી મૂર્તરૂપી) છે અને બીજો અમૂર્ત (અરૂપી) છે. આ રીતે જીવ અને આકાશ આ બન્ને પદાર્થો સામાન્ય ધર્મોથી જેમ સમાન છે છતાં પોતપોતાનામાં જ વ્યાપ્ત એવા વિશેષ ધર્મોથી ભિન્ન ભિન્ન પણ છે. તેવી જ રીતે ભવ્ય અને અભવ્ય એમ સર્વે જીવો “જીવત્વ” નામના સામાન્ય ધર્મ વડે સમાન પણ છે તથા સ્વાભાવિક એવા ભવ્યત્વ અને અભવ્યત્વ નામના વિશેષ ધર્મ વડે ભિન્ન ભિન્ન પણ અવશ્ય છે. ચૈત્ર અને મૈત્ર જેમ માનવપણે સમાન છતાં તત્તભ્રકૃતિગત સ્વભાવો વડે ભિન્ન ભિન્ન પણ છે. મનુષ્ય અને પશુ પંચેન્દ્રિયપણે સમાન છતાં માનવતા અને પશુતાના સ્વભાવ વડે ભિન્ન ભિન્ન છે તેમ સર્વત્ર સમજવું.
સર્વે પણ પદાર્થો સામાન્ય ધર્મથી સમાન અને વિશેષ ધર્મોથી ભિન્ન ભિન્ન હોય છે. આમ સર્વત્ર સમાનતા અને અસમાનતા (વિશેષતા) સાથે જ હોય છે. કોઈ એક પણ પદાર્થ એવો નથી કે જેમાં સામાન્ય અને વિશેષ એમ ઉભયધર્મ ન હોય. તેથી સર્વત્ર સમાનતા અને અસમાનતા એમ બને છે જ. આ બન્ને ભાવો ન હોય. આવો કોઈ પદાર્થ નથી. II૧૮૨૭l.
ઉપરોક્ત વાતમાં સર્વે પણ ભવ્ય જીવોમાં જીવત્વ જેમ સ્વાભાવિક છે. માટે નિત્ય છે. તેમ ભવ્યત્વ પણ સ્વાભાવિક જ થવાથી નિત્ય જ થશે. ક્યારેય જશે નહીં અને જો ભવ્યતા દૂર ન થાય તો આ જીવની મુક્તિ સંભવે નહીં આવો શિષ્ય (અંડિકબ્રાહ્મણ) પ્રશ્ન કરે છે -
एवं पि भव्वभावो, जीवत्तं पिव सभावजाईओ । पावइ निच्चो तम्मि य, तदवत्थे नत्थि निव्वाणं ॥१८२४॥ (एवमपि भव्यभावो, जीवत्वमिव स्वभावजातीयः । प्राप्नोति नित्यस्तस्मिंश्च, तदवस्थे नास्ति निर्वाणम् ॥)
ગાથાર્થ - આમ માનશો તો પણ ભવ્યભાવ (ભવ્યત્વ) જીવત્વધર્મની જેમ સ્વભાવ જાતિવાળો બનશે. તેથી નિત્ય થશે અને તે ભવ્યત્વ નિત્ય રહેતે છતે જીવનું નિર્વાણ ઘટશે નહીં. /૧૮૨૪ll
Page #421
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
વિવેચન - ઉપરની ૧૮૨૩ મી ગાથામાં સમજાવ્યું તેમ જો ભવ્યત્વ અને અભવ્યત્વ આ બન્ને ધર્મો જીવત્વ ધર્મની જેમ સ્વભાવકૃત (સ્વાભાવિક) છે. આમ માનશો તો તે ધર્મો સ્વાભાવિક હોવાથી નિત્ય-અવિનાશી-ક્યારેય પણ નાશ નહી પામનારા થશે. જેમ જીવોમાં રહેલું જીવત્વ એ સ્વાભાવિક હોવાથી ક્યારેય પણ નાશ પામતું નથી. સદાકાળ જીવની સાથે જીવત્વધર્મ ધ્રુવ જ રહે છે તેમ ભવ્યત્વ પણ જો સ્વભાવકૃત જ છે. એટલે
કે સ્વાભાવિક જ છે. તો તે ભવ્યત્વ ક્યારેય પણ જીવમાંથી નાશ પામશે નહીં. સદા જીવની સાથે જ રહેશે. તેથી જીવનું ક્યારેય પણ નિર્વાણ ઘટશે નહીં.
આ રીતે જીવત્વની જેમ ભવ્યજીવોમાં રહેલું ભવ્યત્વ સદા વિદ્યમાન રહેતે છતે આ જીવનું ક્યારેય પણ નિર્વાણ થશે જ નહીં. કારણ કે “ભવ્યત્વ એટલે મોક્ષે જવાની યોગ્યતા” આ યોગ્યતા ત્યાં સુધી જ કહેવાય છે કે જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થઈ ન હોય. જ્યારે મોક્ષ પ્રાપ્ત જ થઈ જાય છે ત્યારે યોગ્યતા અયોગ્યતા રહેતી જ નથી. તેથી જ શાસ્ત્રોમાં “સિદ્ધો ન મળ્યો નાઘ્યમવ્ય:'' સિદ્ધ ભગવાન નથી ભવ્ય કે નથી અભવ્ય, આવું વચન કહેલું છે. માટે ભવ્યત્વને સ્વાભાવિક માનવાથી તે ભવ્યત્વ નિત્ય ઠરશે અને તે ભવ્ય નિત્ય થવાથી મુક્તિ સંભવશે નહીં. ૧૮૨૪॥
ઉપરના પ્રશ્નનો ઉત્તર આપતાં ભગવાન કહે છે કે ‘‘જૈવમ્’’ આવો પ્રશ્ન કરવો નહીં.
કારણ કે
૩૯૬
-
जइ घडपूव्वाभावोऽणाइसहावो वि सनिहणो एवं ।
जइ भव्वत्ताभावो, भवेज्ज किरियाए को दोसो ? ॥१८२५ ॥
(यथा घटपूर्वाभावोऽनादिस्वभावोऽपि सनिधन एवम् ।
यदि भव्यत्वाभावो भवेत् क्रियया को दोष: ? ॥ )
ગાથાર્થ - જેમ ઘટનો પ્રાગભાવ અનાદિકાલીનના સ્વભાવવાળો હોવા છતાં પણ “સનિધન = સાન્ત” તેવી જ રીતે ધર્મક્રિયા દ્વારા ભવ્યત્વનો અભાવ થાય તો તેમાં શું દોષ ? ૧૮૨૫
વિવેચન - જે માટીમાંથી ઘટ બનાવવાનો છે, પણ બનાવ્યો નથી. તે માટીમાં ઘટનો પ્રાગભાવ વર્તે છે અને તે પ્રાગભાવ અનાદિકાલથી છે છતાં જ્યારે ઘટ બનાવાય છે ત્યારે તે પ્રાગભાગ જેમ “સનિધન” છે. અર્થાત્ તે પ્રાગભાવ નાશ પામે છે. આમ ઘટનો પ્રાગભાવ “અનાદિ-સાન્ત” છે. તેમ જીવમાં રહેલા “ભવ્યત્વ” નામના સ્વભાવનો
Page #422
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૩૯૭
પણ સમ્યજ્ઞાન અને સભ્યતા પૂર્વક કરાતી સમ્યક્ઝારિત્રાત્મક ક્રિયાથી અભાવ થાય, તો તેમાં શું દોષ? વસ્તુમાં રહેલા સ્વભાવો બે જાતના હોય છે. કોઈ સ્વભાવ અનાદિઅનંત અને કોઈ સ્વભાવ અનાદિ-સાન્ત, જેમ જીવમાં રહેલો ચૈતન્ય સ્વભાવ અનાદિઅનંત છે પરંતુ આયુષ્યકર્મજન્ય જીવનાત્મક “જીવત્વ” સ્વભાવ અનાદિ સાત્ત છે. સકર્મકાવસ્થાસ્વરૂપ મૂર્તત્વસ્વભાવ અનાદિ સાત્ત છે. છઘસ્થસ્વભાવ અનાદિ સાત્ત છે. તેમ ભવ્યત્વ સ્વભાવ અનાદિ-સાન્ત હોય તો તેમાં કોઈ દોષ નથી. II૧૮૨પા.
અહીં ઘટાભાવ નામનો સ્વભાવ જેમ અનાદિ-સાત્ત છે તેમ ભવ્યત્વ સ્વભાવ પણ અનાદિ સાત્ત છે. આમ જે કહ્યું તે બાબતમાં પ્રશ્ન-ઉત્તર કહે છે -
अणुदाहरणमभावो, खरसंगं पिव मई न तं जम्हा । भावोच्चिय स विसिट्ठो, कुम्भाणुप्पत्तिमेत्तेणं ॥१८२६॥ (अनुदाहरणभावः खरशृङ्गमिव मतिर्न तद् यस्मात् । भाव एव स विशिष्टः कुम्भानुत्पत्तिमात्रेण ॥)
ગાથાર્થ - આ અનુચિત ઉદાહરણ છે. કારણ કે ઘટાભાવ એ ખરઝંગની જેમ “અભાવાત્મક” છે. આવી મતિ શિષ્યની થાય તો તે બરાબર નથી. કારણ કે આ ઘટાભાવ એ પણ ભાવાત્મક છે. માત્ર ઘટની અનુત્પત્તિરૂપે જ તે પ્રાગભાવપણે અભાવાત્મક છે. (પણ સર્વથા અભાવાત્મક નથી) I/૧૮૨૬//
વિવેચન - અહીં શિષ્યની (મેડિકબ્રાહ્મણની) આવી બુદ્ધિ થાય, એટલે કે આવા પ્રકારનો પ્રશ્ન કરે કે તમે ઉપરની ગાથામાં “ઘટના પ્રાગભાવ” નું જે ઉદાહરણ આપ્યું છે તે બરાબર નથી. કારણ કે જીવ એ એક સત્ વસ્તુ છે. તેથી તે જીવમાં રહેલું ભવ્યત્વ એ એક સત્ વસ્તુનું સ્વરૂપ હોઈ ભાવાત્મક છે. જ્યારે તમે જે ઘટના પ્રાગભાગનું ઉદાહરણ આપો છો, તે તો ખરઝંગની જેમ અવસ્તુસ્વરૂપ હોવાથી અસત્ = અભાવાત્મક છે. દૃષ્ટાન્ત અભાવાત્મક છે અને દાન્તિક ભાવાત્મક છે. માટે તે અનુચિત અર્થાત્ અયોગ્ય ઉદાહરણ કહેવાય છે. આવો પ્રશ્ન કદાચ તમને થાય તો તે પ્રશ્ન ખોટો છે. કારણ કે ઘટનો જે પ્રાગભાવ છે તે ખરશ્ચંગની જેમ સર્વથા શૂન્યાત્મક નથી. અવસુસ્વરૂપ નથી. પણ વસ્યાત્મક છે. તે આ પ્રમાણે -
ઘટ બનવાના કારણભૂતપણે પ્રવર્તેલા પુદ્ગલોના સંઘાત સ્વરૂપે માટીમયપણે વિદ્યમાન વસ્તુસ્વરૂપ છે. પરંતુ જેમ ખરશૃંગનો સર્વથા અભાવ છે તેમાં કોઈ વસ્તુસ્વરૂપ
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૯૮
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
નથી. તેમ આ નથી. કારણ કે ઘટનો પ્રાગભાવ જે દ્રવ્યમાં છે તે દ્રવ્ય માટીરૂપે અથવા પુદ્ગલ સંઘાતરૂપે વિદ્યમાન પદાર્થ છે. તેથી ઘટાભાવ એ પણ પુદ્ગલસંઘાતરૂપે વિદ્યમાન વસ્તુ છે અને ભવ્યત્વ એ પણ જીવ સ્વરૂપે વિદ્યમાન વસ્તુ છે. તેથી અનુરૂપ જ ઉદાહરણ છે. અલ્પમાત્રાએ પણ અનુચિત ઉદાહરણ નથી.
જે પુદ્ગલસમૂહ અનાદિકાલથી પણ ઘટસ્વરૂપે બન્યો નથી પણ ઘટસ્વરૂપે બનવાનો છે. તેથી ત્યાં ઘટની અનુત્પત્તિ માત્ર રૂપે અભાવ કહેવાય છે. પરંતુ ત્યાં કોઈ વસ્તુ જ નથી એવો સર્વથા શૂન્યતારૂપ અભાવ નથી. તેથી ઉચિત જ ઉદાહરણ છે. આ રીતે ઘટ
પ્રાગભાવની જેમ જીવગત-ભવ્યત્વ અનાદિ હોવા છતાં પણ સાન્ત હોઈ શકે છે. તેમાં કોઈ દોષ નથી. ૧૮૨૬॥
પ્રશ્ન - સારું, ભલે ઘટના પ્રાગભાવની જેમ જીવમાં રહેલા ભવ્યત્વનો નિર્વાણકાલે વિનાશ હો. પરંતુ તેમ માનવાથી બીજો દોષ આવે છે. તે દોષ પ્રશ્નકાર કહે છે -
एवं भव्वुच्छेओ, कोट्ठागारस्स वा अवचओत्ति ।
तं नाणंतत्तणओऽणागयकालंबराणं व ॥१८२७॥
( एवं भव्योच्छेदः कोष्टागारस्येवापचय इति ।
तद् नानन्तत्वतोऽनागतकालाम्बरयोरिव ॥ )
ગાથાર્થ આમ માનવાથી કોઠારની હાનિની જેમ ભવ્ય જીવોનો ઉચ્છેદ થશે. અનાગતકાલની જેમ અને આકાશની જેમ ભવ્યજીવોની રાશિ અનંત હોવાથી તે પ્રશ્ન બરાબર નથી. ૧૮૨૭થી
વિવેચન - પ્રશ્ન જીવમાં રહેલો જીવત્વ સ્વભાવ જેમ અનાદિ અનંત છે તેમ જીવમાં રહેલો ભવ્યત્વ સ્વભાવ પણ અનાદિ-અનંત છે. આમ માનવું જોઈએ. જો આમ નહીં માનીએ અને અનાદિ-સાન્ત છે એમ માનીશું ભવ્યત્વ સ્વભાવ નાશવંત થશે. તેથી તે તે ભવ્યજીવો મુક્તિગામી થશે અને મોક્ષે ગયેલા જીવો ફરીથી સંસારમાં આવવાના નથી. તેથી ક્યારેક એકકાલ એવો આવશે કે ભવ્યજીવો વડે શૂન્ય આ સંસાર બનશે. આ સંસારમાંથી ભવ્યજીવો નિરંતર મોક્ષ પામતે છતે સંસાર ભવ્યજીવો વિનાનો થશે.
-
જેમ કોઈ ધાન્યનો કોઠાર પુષ્કળ ધાન્યથી ભરેલો હોય અને તે કોઠારમાંથી થોડું થોડું ધાન્ય પ્રતિદિન લેવામાં આવે તો પ્રતિદિને અપચય (હાનિ) થવાથી ક્યારેક તે કોઠાર સર્વથા ખાલી થઈ જાય છે. તેવી રીતે આ સંસાર ભવ્યજીવોથી ભરેલો છે. પરંતુ ભાવિ
Page #424
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૩૯૯
કાલ અનંતો છે અને ઓછામાં ઓછા છ માસે તો એક જીવ અવશ્ય મોક્ષે જાય જ છે. ક્યારેક તેનાથી ઓછા કાલમાં વધારે જીવો પણ મોક્ષે જાય છે અને ઘણી વાર છ માસની અંદર પણ ઘણા જીવો મોક્ષે જાય છે અને મોક્ષે ગયેલા જીવો પાછા આવતા નથી. આ રીતે કેવલ એકલો અપચય જ થવાથી ધાન્ય ભરેલા કોઠારમાંથી કઢાતા ધાન્ય વડે જેમ કોઠાર ખાલી થાય, તેમ આ સંસાર ભવ્યજીવોથી સર્વથા ખાલી થઈ જશે. એટલે કે આ
સંસારમાં ભવ્યજીવોનો ઉચ્છેદ થઈ જશે અને કોઈ ભવ્ય જીવ બાકી ન રહેવાથી મોક્ષે
જનાર પણ કોઈ ન હોવાથી મોક્ષે જવાનું જ બંધ થઈ જશે.
ઉત્તર - આ પ્રશ્ન ઉચિત નથી. કારણ કે ભવ્યજીવોની રાશિ આ સંસારમાં (મોટા અનંતાની સંખ્યાવાળી) અનંતી છે. ભાવિકાલ અને આકાશનો જેમ ઉચ્છેદ થતો નથી તેમ ભવ્ય જીવરાશિનો પણ ઉચ્છેદ થતો નથી. જે વસ્તુ મોટા અનંતા વડે અનંતી હોય છે તે થોડી થોડી હાનિ પામતી હોય તો પણ સર્વથા ઉચ્છેદ પામતી નથી. જેમ ભાવિમાં આવનારો અનંતકાલ છે. તેમાંથી પ્રતિદિન એક એક દિવસ વર્તમાનકાલરૂપ બનીને પસાર થાય છે. એટલે દરરોજ એક એક દિવસની હાનિ થાય છે. તો પણ ભાવિના અનંતકાલનો ક્યારેય અંત આવવાનો નથી. એવી જ રીતે લોક-અલોકમાં ભરેલ આકાશાસ્તિકાય દ્રવ્યનો બુદ્ધિથી એક એક સમયે એક એક આકાશપ્રદેશ કાઢવામાં આવે તો અનંતકાલે પણ આકાશાસ્તિકાયના સમસ્તપ્રદેશો કાઢી શકાતા નથી. તેવી રીતે છ છ માસે કે દરરોજ ભવ્યજીવો મોક્ષે જાય તો પણ આ સંસારમાં ભવ્યજીવોની રાશિ જ એટલી બધી મોટા અનંતે છે કે તે સર્વથા ખાલી થતી નથી.
શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે જ્યારે ભગવાનને જઈને પૂછીએ કે હે ભગવાન્ ! હવે મોક્ષમાં કેટલા જીવો થયા, ત્યારે ભગવાનનો સદા આ એક જ ઉત્તર હોય છે કે એક નિગોદનો અનંતમો ભાગ હજુ મોક્ષે ગયો છે. તે પાઠ આ પ્રમાણે -
जइयाइ होइ पुच्छा, जिणाणमग्गंमि उत्तरं तइया ।
इक्स्स य निगोयस्स य अनंतभागो उ सिद्धिगओ ॥१॥
એટલે સંસારવર્તી ભવ્યજીવોની રાશિ એટલી બધી મોટા અનંતાવાળી છે (નવ અનંતામાંના આઠમે અનંતે છે) તેથી ભવ્ય જીવોની રાશિ ક્યારેય ખાલી થતી નથી. માટે ક્યારેય ભવ્યોનો સર્વથા ઉચ્છેદ થશે નહીં. ૧૮૨૭।।
जं चातीताऽणागयकाला तुल्ला जओ य संसिद्धो । एक्को अणंतभागो, भव्वाणमईयकालेणं ॥१८२८॥
Page #425
--------------------------------------------------------------------------
________________
૪00
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
एस्सेण तत्तिउच्चिय, जुत्तो जं तो वि सव्वभव्वाणं । जुत्तो न समुच्छेओ, होज मई कहमिणं सिद्धं ॥१८२९॥ भव्वाणमणंतत्तणमणंतभागो व किह व मुक्को सिं । कालादओ व मंडिय ! मह वयणाओ व पडिवज ॥१८३०॥ ( यच्चातीतानागतकालौ, तुल्यौ यतश्च संसिद्धः । एकोऽनन्तभागो, भव्यानामतीतकालेन ॥) एष्यता तावानेव युक्तो यत्ततोऽपि सर्वभव्यानाम् । युक्तो न समुच्छेदो, भवेद् मतिः कथमिदं सिद्धम् ॥) भव्यानामनन्तत्वमनन्तभागो वा कथं वा मुक्त एषाम् । कालादय इव मण्डिक ! मम वचनाद् वा प्रतिपद्यस्व ॥)
ગાથાર્થ - જે કારણથી અતીતકાલ અને અનાગતકાલ બને અનંત-અનંત છે અને પરસ્પર તુલ્ય છે. ભૂતકાલ વડે ભવ્ય જીવોની રાશિનો એક અનંતમો ભાગ જ સિદ્ધિપદને પામ્યો છે. તેવી જ રીતે ભવિષ્યકાલ વડે પણ તેટલો જ (અનંતમો) ભાગ જ સિદ્ધિપદને પામવાનો છે. તે કારણથી સર્વ ભવ્યજીવોનો ઉચ્છેદ થઈ જશે. આ વાત યોગ્ય નથી. કદાચ એવો પ્રશ્ન થાય કે તમારી આ વાત કેવી રીતે માનવી ? /૧૮૨૮-૧૮૨૯ll
ભવ્યો અનંત છે અને તેનો અનંતમો ભાગ જ મોક્ષે જશે” આ વાત કેવી રીતે સિદ્ધ થાય ? ઉત્તર - કાલ અને આકાશની જેમ સર્વભવ્યોનો ઉચ્છેદ થતો નથી તેમ તમે સ્વીકારો, અથવા મારા વચનથી આ વાત છે મંડિક ! તમે સ્વીકારો. I/૧૮૩oll
વિવેચન - જ્યારે જ્યારે ભગવાનને પૂછો ત્યારે ત્યારે એક નિગોદના અનંતમાં ભાગે જ જીવો મોક્ષે ગયા છે. તેથી સર્વ ભવ્યજીવોનો ઉચ્છેદ થશે નહીં. આ વાત કેવી રીતે માનવી? આ વાતમાં પ્રમાણ શું? તેનો ઉત્તર આ ત્રણ ગાથાઓમાં છે. આજ સુધી વીતી ગયેલો = પસાર થયેલો જે કાલ છે તે અતીતકાલ કહેવાય છે. તે અનંતો કાલ ગયો છે તથા જે કાલ હજુ હવે આવવાનો છે તે અનાગતકાલ અર્થાત્ ભવિષ્યકાલ કહેવાય છે. તે પણ અનંતો કાલ આવવાનો છે એટલું જ નહીં પરંતુ અતીતકાલ અને અનાગતકાલ અનંત તો છે પણ પરસ્પર તુલ્ય પણ છે.' ૧. આ સામાન્ય વિધાન છે. વિશેષપણે વિચારીએ તો અતીતકાલ કરતાં અનાગતકાલ અનંતગુણો કહેલો છે. નવતત્ત્વ ગાથા ૫૪. અહીં અતીત કે અનાગત એમ બન્ને કાલ અનંત હોવાથી સામાન્યપણે તુલ્ય કહ્યા છે આમ સમજવું.
Page #426
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૦૧
હવે અતીતકાલ અનંત છે તો પણ તે કાલમાં મોક્ષે ગયેલા જીવોનો રાશિ “ના હો પુછા'' ઈત્યાદિ ગાથાના આધારે એક નિગોદના એક અનંતમા ભાગ તુલ્ય છે. આ લોકમાં અસંખ્યાતા ગોળા છે અને એક એક ગોળામાં અસંખ્યાતી નિગોદ છે. એક એક નિગોદમાં અનંત-અનંત જીવો છે. તેવી એક નિગોદનો એક અનંતમો ભાગ જેટલો હોય તેટલા જ જીવો આજ સુધીમાં મોક્ષે ગયા છે અને ભવિષ્યકાલ પણ ભૂતકાલની તુલ્ય જ છે. તેથી ભવિષ્યકાલમાં પણ એક નિગોદનો એક અનંતમો ભાગ જ મોક્ષે જવાનો છે. બન્ને કાલ તુલ્ય હોવાથી ભૂતકાળના જેટલા જ જીવો ભવિષ્યકાલમાં પણ મોક્ષે જશે, પણ હીનાધિક નહીં. આ વાત આ રીતે યુક્તિથી બરાબર ઘટે છે.
આ કારણે બન્ને કાલના મોક્ષગામી જીવોની રાશિ ભેગી કરીએ તો પણ એક નિગોદના અનંતમા બે ભાગ જેટલા જ જીવો મોક્ષગામી થાય છે. પૂરેપૂરી એક નિગોદના જીવો પણ મોક્ષગામી થતા નથી અને થવાના પણ નથી. આવી નિગોદો એક-એક ગોલામાં અસંખ્યાતી છે અને તેવા ગોળા અસંખ્યાતા છે. બૃહત્સંગ્રહણી નામના ગ્રંથમાં કહ્યું છે કે -
गोला य असंखिजा, असंखनिगोयओ हवइ गोलो । इक्किक्कम्मि निगोए, अणंतजीवा मुणेयव्वा ॥
અસંખ્યાતા ગોળા છે. એક એક ગોળામાં અસંખ્યાતી અસંખ્યાતી નિગોદો છે અને એક એક નિગોદમાં અનંતા અનંતા જીવો છે.
હવે જો એક નિગોદના અનંતમા (બે) ભાગ પ્રમાણ જ જીવો મોક્ષે જતા હોય તો અસંખ્યાતા ગોળાની અસંખ્યાતી-અસંખ્યાતી નિગોદોમાં કેટલા બધા જીવો અમોક્ષગામી બાકી રહ્યા? તેથી ક્યારેય પણ ભવ્યજીવોની રાશિનો સંસારમાંથી ઉચ્છેદ થશે નહીં. ભૂતભાવિ અને વર્તમાન એમ ત્રણે કાલના મળીને પણ મોક્ષગામી સર્વે જીવો એક નિગોદના (બે) અનંતમા ભાગ પ્રમાણ જ સંભવિત હોવાથી ભવ્યોનો ઉચ્છેદ માનવો તે યુક્ત નથી. એક નિગોદના અનંતમા બે ભાગ સાથે કરીએ તો કંઈક મોટો પણ એક ભાગ જ કહેવાય છે. અનંતાના અનંતા ભેદો હોય છે. માટે બે ભાગ ભેગા કરીએ તો પણ એક ભાગ જ જાણવો. બાલજીવોના બોધ માટે બે ભાગ લખ્યું છે. વાસ્તવિક તો એક નિગોદનો અનંતમો એક ભાગ જ જાણવો.
પ્રશ્ન - અહીં કદાચ શિષ્યને (પંડિકબ્રાહ્મણને) આવો પ્રશ્ન થાય કે “આ સંસારમાં ભવ્ય જીવો અનંતા છે અને ભૂત-ભાવિકાલમાં મળીને એક નિગોદનો અનંતમો ભાગ જ મોક્ષે જાય છે.” આ બન્ને વાતો કેમ માની લેવાય ? કોઈ પ્રમાણ વિના આ બન્ને વાતો કેવી રીતે સ્વીકારાય ? બને વાતોની સિદ્ધિમાં તમારે કંઈક પ્રમાણ આપવું જોઈએ ?
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૦૨
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
ઉત્તર - કાલ અને આકાશની જેમ ભવ્ય જીવો અનંતા છે. જેમ દરરોજ એક એક દિવસ અને એક એક રાત્રિ જાય જ છે તો પણ ભાવિકોલ અનંત હોવાથી તેનો અંત
ક્યારેય આવવાનો નથી. તેમ પ્રતિદિન ભવ્યજીવો મોક્ષે જાય તો પણ તે ભવ્યજીવો અનંત હોવાથી ક્યારેય તેનો અંત આવવાનો નથી. તથા આકાશાસ્તિકાયનો એક એક આકાશપ્રદેશ બુદ્ધિમાત્રથી પ્રતિસમયે લોકાલોકમાંથી અપહરણ કરાય તો અનંતકાલે પણ સમસ્ત આકાશાસ્તિકાયના પ્રદેશોનું અપહરણ થવાનું નથી. એટલે કે અંત આવવાનો નથી. તેમ પ્રતિદિન ભવ્યજીવો મોક્ષે જાય તો પણ તે ભવ્યજીવો અનંતાનંત હોવાથી ક્યારેય પણ તેનો અંત આવવાનો નથી. તેથી જ્યારે જ્યારે પ્રશ્ન કરો કે “હવે મોક્ષમાં કેટલા જીવો થયા ?” ત્યારે ત્યારે એક જ ઉત્તર છે કે “એક નિગોદનો અનંતમો ભાગ” આ રીતે કાલ અને આકાશની જેમ ભવ્યજીવોની રાશિ મોટા અનંતે અનંતની સંખ્યા હોવાથી ક્યારેય પણ ભવ્યજીવોનો ઉચ્છેદ થવાનો નથી.
તથા હે મંડિક બ્રાહ્મણ ! મારા વચનથી પણ ભવ્યો અનંત છે. તેનો ક્યારેય પણ સર્વથા ઉચ્છેદ થવાનો નથી. અને મુક્તિગત જીવો એક નિગોદના અનંતમા ભાગપ્રમાણ છે. આ સઘળી વાતો તમે સ્વીકારો અને તે સર્વે વાતોની સાચી શ્રદ્ધા કરો. I/૧૮૩૦
હે ભગવાન્ ! “તમારું વચન છે” એટલા માત્રથી આ સર્વે સત્ય છે એમ અમે કેવી રીતે સ્વીકારીએ ? આવી શંકા થાય તો તેનો ઉત્તર આપતાં કહે છે કે -
सब्भूयमिणं गिण्हसु, मह वयणाओऽवसेसवयणं व । सव्वण्णुताइओ वा जाणयमज्झत्थवयणं व ॥१८३१॥ मण्णसि किह सव्वण्णू सव्वेसिं सव्वसंसयच्छेया । दिटुंताभावम्मि वि, पुच्छउ जो संसओ जस्स ॥१८३२॥ ( सद्भूतमिदं गृहाण, मद्ववचनादवशेषवचनमिव । सर्वज्ञत्वादितो वा, ज्ञायकमध्यस्थवचनमिव ॥ मन्यसे कथं सर्वज्ञः, सर्वेषां सर्वसंशयच्छेदात् । दृष्टान्ताभावेऽपि, पृच्छतु यः संशयो यस्य ॥)
ગાથાર્થ - “ઉપર કહેલી સર્વે પણ વસ્તુ સર્વથા સાચી છે એમ તમે સ્વીકાર કરો, મારું વચન હોવાથી, શેષ વચનોની જેમ, અથવા સર્વજ્ઞત્વ વગેરે હેતુઓથી, જાણકાર મધ્યસ્થ પુરુષની જેમ. /૧૮૩૧
Page #428
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૦૩
“તમે સર્વજ્ઞ છો” એમ હું કેવી રીતે માનું? સર્વેના સર્વ સંશયને છેદનાર છું (માટે હું સર્વજ્ઞ છું) દૃષ્ટાન્ત નથી તો પણ જેને જે વિષયનો સંશય હોય તે પૂછો. /૧૮૩૨/
વિવેચન - હે મંડિકબ્રાહ્મણ ! ભવ્યો અનંતા છે. એક નિગોદનો અનંતમો ભાગ જ મોક્ષે જાય છે. ભવ્યોનો સર્વથા ઉચ્છેદ ક્યારેય થતો નથી, ઈત્યાદિ ઉપરની ગાથાઓમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તે આ સઘળુંય સર્વથા સબૂત = સત્ય છે, એમ તમે સ્વીકારો. કારણ કે તે સઘળુંય મારું વચન છે, માટે સત્ય છે. જેમ તમારા સંશયાદિને દૂર કરનારાં મારાં સર્વે પણ વચનો યથાર્થ છે તેમ આ વચનો પણ મારાં હોવાથી “સત્ય છે” એમ તમે સ્વીકારો.
અથવા સર્વશનાં વચનો હોવાથી સત્ય છે એમ સ્વીકારો. આદિ શબ્દથી વીતરાગનાં વચનો હોવાથી સત્ય છે એમ સ્વીકારો. જેમ રાગ-દ્વેષ વિનાનો મધ્યસ્થ માણસ જાણકાર જો હોય તો તેનાં સર્વે વચનો જેવાં સત્ય હોય છે. તેની જેમ ઉપરોક્ત વચનો સર્વજ્ઞનાં, વીતરાગનાં, જ્ઞાનીનાં, તટસ્થ વ્યક્તિનાં છે. માટે તે સર્વે પણ વચનો સત્ય છે તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે.
१. इदं सर्वं, सद्भूतम्, मद्वचनाद्, अवशेषवचनवत्, २. इदं सर्वं सद्भूतम् सर्वज्ञवचनात्, ज्ञायकमध्यस्थवचनवद्, 3. इदं सर्वं सद्भूतम् वीतरागवचनात् ज्ञायकमध्यस्थवचनवद्
આ પ્રમાણે મારું વચન હોવાથી, સર્વજ્ઞનું વચન હોવાથી અને વીતરાગનું વચન હોવાથી ઉપરોક્ત સર્વ વિધાન સત્ય છે. આમ હે મંડિક ! તમે સ્વીકારો.
પ્રશ્ન - હે ભગવાન્ ! “તમે સર્વજ્ઞ જ છો” વીતરાગ જ છો, એમ અમે કેવી રીતે સ્વીકારીએ ?
ઉત્તર - સર્વેના સર્વ સંશયોનો મારાથી છેદ થાય છે. તેથી તમે “મને” સર્વજ્ઞપણે સ્વીકારો. સર્વથા સર્વ સંશયનો છેદ કરે એવી કોઈ અન્ય વ્યક્તિ અહીં હાલ દેખાતી નથી. તેથી હું કોઈનું દૃષ્ટાન્ત આપતો નથી. આ રીતે દૃષ્ટાન્તનો અભાવ છે. તો પણ હું તમારા સર્વ સંશયોને છેદી શકું છું. તમારે જેને જે કંઈ પ્રશ્ન હોય તે પૂછો અને યથાર્થ ઉત્તર મળવાથી મને સર્વજ્ઞ તરીકે સ્વીકારો.
પ્રશ્ન - જે જે સર્વસંશયોનો છેદ કરે છે તે સર્વજ્ઞ જ હોય એવું કોઈ દષ્ટાન્ત છે? હોય તો તે દૃષ્ટાન્ન આપો. તેમને જોઈને તમે તેવા છો માટે સર્વજ્ઞ હશો એમ અનુમાન કરીને તમને સર્વજ્ઞ તરીકે સ્વીકારીએ.
Page #429
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
ઉત્તર
હાલ આ ક્ષેત્રે અને
આ કાલે બીજા કોઈ સર્વજ્ઞ નથી. તેથી અહીં કોઈ દૃષ્ટાન્ત નથી. પરંતુ દૃષ્ટાન્ત શોધવાની શી જરૂર ? દૃષ્ટાન્તના અભાવમાં પણ જેને જેને જે જે વિષયનો જે જે પ્રશ્ન હોય તે તે વ્યક્તિ તે તે સર્વ પ્રશ્ન પૂછો. જેથી સઘળા પ્રશ્નોનો યથાર્થ ઉત્તર મળતાં તમને પોતાને પોતાના અનુભવથી જ સિદ્ધ એવો મારામાં સર્વજ્ઞપણાનો નિશ્ચય થશે. ૧૮૩૧-૧૮૩૨॥
મંડિકબ્રાહ્મણ ફરીથી બીજો પ્રશ્ન કરે છે
भव्वा वि न सिज्झिस्संति, केइ कालेण जइ वि सव्वेण । नणु ते वि अभव्वच्चिय, किंवा भव्वत्तणं तेसिं ॥१८३३॥
૪૦૪
-
( भव्या अपि न सेत्स्यन्ति, केचित् कालेन यद्यपि सर्वेण । ननु तेऽप्यभव्या एव, किं वा भव्यत्वं तेषाम् ॥ )
ગાથાર્થ - કેટલાક ભવ્યજીવ ભવ્ય હોવા છતાં પણ જો સર્વ એવા કાલે પણ મોક્ષે ન જાય તો તે ખરેખર અભવ્ય જ કેમ ન કહેવાય ? અથવા તેઓનું ભવ્યપણું શું કામનું ?
//૧૮૩૩/
વિવેચન - હે ભગવાન્ ! માની લઈએ કે આપશ્રી સર્વેના સર્વસંશયના છેદ કરનારા છો. તેથી સર્વજ્ઞ છો. તેથી આપશ્રીના વચનમાત્રથી અમે એ પણ સ્વીકારી લઈએ કે ભવ્યો મોટા અનંતે છે. પ્રતિદિન મોક્ષે જાય તો પણ એક નિગોદનો અનંતમો ભાગ જ મોક્ષે જાય. તેથી સર્વે ભવ્યો મોક્ષે ન જાય અને સંસારમાં ભવ્યજીવોનો ઉચ્છેદ ન થાય. પરંતુ આમ માનવાથી બીજો પ્રશ્ન થાય છે અને તે પ્રશ્ન એ છે કે
જો ભવ્ય હોવા છતાં તે ભવ્યોમાંના કોઈ કોઈ ભવ્ય જીવો ભાવિનો સર્વકાલ પસાર થવા છતાં પણ મોક્ષે ન જ જવાના હોય અને તેવા જીવોથી આ સંસાર ભરેલો જ રહેવાનો હોય તો તે જીવો મોક્ષે ન જતા હોવાથી “અભવ્ય” કેમ ન કહેવાય ? અભવ્ય જીવો પણ મોક્ષે નથી જવાના અને આવા ભવ્યજીવો પણ મોક્ષે નથી જવાના, આ બન્નેમાં કંઈ તફાવત તો રહ્યો જ નહીં. આમ થવાથી આ ભવ્યો તો અભવ્યતુલ્ય બનવાથી અભવ્ય જ કહેવાશે. પણ ભવ્ય કહેવાશે નહીં.
અથવા આવા ભવ્યજીવોમાં રહેલી ભવ્યતાનો શું અર્થ ? તેઓની ભવ્યતા શું કામની ? જે હોવા છતાં પણ જો મોક્ષ આપે નહીં. તો “હોય કે ન હોય” આ બન્નેમાં ફરક શું ? આ પ્રશ્નનો ઉત્તર હે પ્રભુ ! તમે જણાવો. ૧૮૩૩
Page #430
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા ગણધર - મંડિક
ભગવાનશ્રી આ પ્રશ્નનો પણ ઉત્તર આપે છે.
भण्णइ भव्वो जोग्गो, न य जोग्गत्तेण सिज्झए सव्व ।
जह जोगम्मि वि दलिए, सव्वम्मि न कीरए पडिमा ॥ १८३४ ॥
ગણધરવાદ
( भण्यते भव्यो योग्यो, न च योग्यत्वेन सिध्यति सर्वः ।
यथा योग्येऽपि दलिके, सर्वस्मिन् न क्रियते प्रतिमा ॥ )
૪૦૫
ગાથાર્થ - ઉત્તર અપાય છે. ભવ્ય એ યોગ્ય જીવ છે પરંતુ યોગ્યતામાત્રથી સર્વે ભવ્ય જીવો સિદ્ધિપદ પામતા નથી. જેમ યોગ્ય એવા સર્વ દલિકમાં (ઉપાદાનમાં) મૂર્તિ કરાતી નથી. ૧૮૩૪)
વિવેચન - ઉપરના પ્રશ્નનો અહીં ઉત્તર કહેવાય છે જે જે ભવ્ય જીવ છે તે તે સિદ્ધિગમનને યોગ્ય અવશ્ય છે અને જે અભવ્ય જીવ છે તે સિદ્ધિગમનને યોગ્ય જ નથી. આમ યોગ્યતા હોવા અને ન હોવાનો બન્નેમાં તફાવત છે. જેમ સીઝે એવા મગના દાણા અને કોયડુના દાણા આ બન્ને મગના જ દાણા હોવા છતાં એકમાં સીઝવાની યોગ્યતા
છે અને બીજામાં સીઝવાની યોગ્યતા નથી.
-
તથા સર્વે પણ ભવ્યજીવો સિદ્ધિગમનને યોગ્ય અવશ્ય છે. પરંતુ ભવ્ય છે એટલામાત્રથી સિદ્ધિગતિને અવશ્ય પામે જ એવો નિયમ નથી. ભવ્યમાં યોગ્યતા જરૂર છે પરંતુ યોગ્યતામાત્ર હોય એટલે સર્વે સિદ્ધિપદને પામે જ એવો નિયમ નથી. જે ભવ્ય હોય અને સાથે સાથે સિદ્ધિગમનને યોગ્ય એવી નિમિત્તસામગ્રી (પંચેન્દ્રિયત્વ, મનુષ્યત્વ, આર્યદેશોત્પત્તિત્વ, જૈનશાસનપ્રાપ્તિત્વ ઈત્યાદિ સામગ્રી) નો પણ જ્યાં સંભવ હોય તો યોગ્ય ઉપાદાન અને યોગ્ય નિમિત્ત સામગ્રીનો સંયોગ થતાં મુક્તિની પ્રાપ્તિસ્વરૂપ કાર્યની સિદ્ધિ થાય છે. નિમિત્તસામગ્રીના મીલન વિના કેવળ એકલી ઉપાદાનની યોગ્યતા માત્રથી કાર્યસિદ્ધિ થતી નથી.
પ્રતિમા બનાવવાને માટે યોગ્ય એવા પણ સુવર્ણ, મણિ, પત્થર, ચંદન અને વિશિષ્ટ કાષ્ઠ આદિ સર્વે પણ ઉપાદાનકારણમાં પ્રતિમા બનવાની યોગ્યતા છે. પણ પ્રતિમા કરાતી નથી. જ્યાં જ્યાં તે પ્રતિમા બનાવવાને ઉચિત એવી નિમિત્તસામગ્રીનો સંભવ હોય ત્યાં જ પ્રતિમા બનાવાય છે. જે સુવર્ણાદિમાં નિમિત્તસામગ્રી ન મળવાથી પ્રતિમા ન બનાવાય. તેટલા માત્રથી તે સુવર્ણ આદિમાં પ્રતિમા બનવાની અયોગ્યતા છે આમ કહેવાતું નથી. તથા એવો નિયમ પણ કરાતો નથી કે જે જે પ્રતિમા બનવાને યોગ્ય હોય ત્યાં ત્યાં અવશ્ય
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૦૬
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
પ્રતિમા થવી જ જોઈએ. પરંતુ એવો નિયમ અવશ્ય કરાય છે કે યોગ્ય હોય તેમાં જ પ્રતિમા બને છે. પણ નાન્યત્ર = અન્યમાં અયોગ્યમાં (નિમિત્ત સામગ્રી મળવા છતાં) પ્રતિમા બનતી નથી.
આ જ પ્રમાણે અહીં પણ “ભવ્ય છે” એટલા માત્રથી સર્વે સિદ્ધ થતા નથી. પરંતુ નિમિત્ત સામગ્રીની પ્રાપ્તિ થાય તો જ સિદ્ધ થાય છે. નિમિત્તસામગ્રીની અપ્રાપ્તિથી સિદ્ધિપદની અપ્રાપ્તિ હોવા છતાં પણ તે ભવ્યજીવોમાં મુક્તિગમનની અયોગ્યતા છે. આવી કલ્પના કરાતી નથી. જ્યારે જ્યારે નિમિત્તસામગ્રી મળશે ત્યારે ત્યારે પણ ભવ્યની જ મુક્તિ થશે. અભવ્યની નહી થાય. આવો નિયમ છે. સારાંશ એ છે કે સર્વે ભવ્યોમાં યોગ્યતા છે પણ સર્વેને નિમિત્તસામગ્રીનો યોગ મળતો નથી. એટલે સર્વે ભવ્યોની મુક્તિ થતી નથી. જ્યારે અભવ્યમાં તો યોગ્યતા જ નથી તેથી નિમિત્ત સામગ્રીનો યોગ મળવા છતાં પણ પોતાની યોગ્યતા ન હોવાથી એકે પણ અભવ્યની મુક્તિ થતી નથી. ભવ્યો વિધવા સ્ત્રી તુલ્ય છે અને અભવ્યો વન્ધ્યા સ્ત્રી તુલ્ય છે. વિધવાને કે વધ્ધાને એમ બન્નેને સન્તાનપ્રાપ્તિ રૂપ ફળની અપ્રાપ્તિ તુલ્ય છે. પરંતુ બન્નેનાં કારણો ભિન્ન ભિન્ન છે. વિધવા સ્ત્રીમાં બાળકના જન્મની યોગ્યતા છે. પરંતુ પુરુષનો યોગ નથી. જ્યારે વન્ધ્યા સ્ત્રીમાં પુરુષનો યોગ છે પરંતુ પોતાની યોગ્યતા જ નથી. એમ અહીં સમજી લેવું. II૧૮૩૪॥
આ જ વાત સમજાવવા માટે બીજું દૃષ્ટાન્ત આપે છે -
जह वा स एव पासाण - कणगजोगो विओगजोग्गो वि । न विजुज्जइ सव्वोच्चिय, स विज्जुज्जइ जस्स संपत्ती ॥१८३५ ॥
किं पुण जा संपत्ती सा जोग्गस्सेव न उ अजोग्गस्स । तह जो मोक्खो नियमा, सो भव्वाणं न इयरेसिं ॥ १८३६ ॥
(यथा वा स एव पाषाण - कनकयोगो वियोगयोग्योऽपि ।
न वियुज्यते सर्व एव स वियुज्यते यस्य सम्प्राप्तिः ॥ किं पुनर्या सम्प्राप्तिः सा योग्यस्यैव न त्वयोग्यस्य । तथा यो मोक्षो नियमात् स भव्यानां नेतरेषाम् ॥ )
ગાથાર્થ - અથવા જેમ માટી અને સોનાનો જે સંયોગ છે તે સઘળો વિયોગને યોગ્ય છે. છતાં સઘળા સંયોગનો વિયોગ થતો નથી. જેને (વિયોગની) સામગ્રીની પ્રાપ્તિ થાય છે તેનો જ વિયોગ થાય છે. તેમ અહીં સમજવું. વળી વિયોગની સામગ્રીનો યોગ યોગ્યને
Page #432
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૦૭
જ થાય છે. અયોગ્યને થતો નથી. તેવી રીતે કર્મોના વિયોગાત્મક જે મોક્ષ છે તે નિયમો ભવ્યોનો જ હોય છે. અભવ્યોનો હોતો નથી. /૧૮૩૫-૧૮૩૬//
વિવેચન - પત્થર-કાષ્ઠ આદિમાં પ્રતિમાની યોગ્યતા હોવા છતાં સર્વત્ર પ્રતિમા બનતી નથી. તેમ ભવ્યમાં યોગ્યતા હોવા છતાં સર્વે ભવ્યને મુક્તિની પ્રાપ્તિ થતી નથી. આ એક ઉદાહરણ આપીને આ જ વાત વધુ દૃઢ કરવા બીજું પણ એક ઉદાહરણ આપે છે.
પાષાણ (માટી) અને કનક (સોનું) આ બન્નેનો સંયોગ જેટલો છે તે સઘળો વિયોગ થવાને યોગ્ય છે. પરંતુ સર્વ સંયોગનો વિયોગ થતો નથી. પણ તે જ સંયોગનો વિયોગ થાય છે કે જે સંયોગને વિયોગજનક સામગ્રીની પ્રાપ્તિ થાય છે. ભાવાર્થ એ છે કે માટી અને સોનાનો જ્યાં જ્યાં સંયોગ છે ત્યાં ત્યાં વિયોગની યોગ્યતા હોવા છતાં જ્યાં વિયોગજનક “ખારો, કોડીયું અને અગ્નિ” આદિની સામગ્રી પ્રાપ્ત થાય છે ત્યાં જ વિયોગ થાય છે. સંયોગનાં સર્વ સ્થાનોમાં વિયોગ થતો નથી. વળી આ ગાથાની ટીકામાં ટીકાકારશ્રી લખે છે કે આટલું તો અમે હાથ ઉંચો કરી પાટ ઉપર હાથ અફળાવીને જોરશોરથી નિર્ણયપૂર્વક કહીએ છીએ કે આ વિયોગજનક સામગ્રીની પ્રાપ્તિ વિયોગ થવાને યોગ્ય એવા જ સુવર્ણ અને માટીના યોગને મળે છે. પણ વિયોગને અયોગ્ય જે સંયોગ હોય છે તેને આ વિયોગજનક સામગ્રી પ્રાપ્ત થતી નથી. સર્વત્ર સંયોગનો વિયોગ થતો નથી અને વિયોગને અયોગ્ય એવા સંયોગને વિયોગજનક સામગ્રી પણ પ્રાપ્ત થતી નથી.
તે જ પ્રકારે જે સર્વ કર્મોના ક્ષયના લક્ષણવાળો મોક્ષ (અર્થાત્ સર્વ કર્મોનો વિયોગ) સર્વ ભવ્યજીવોને નથી. પણ જે ભવ્યને પંચેન્દ્રિયત્વ, મનુષ્યત્વ, આર્યદેશવ, જૈનશાસનત્વ ઈત્યાદિ વિયોગજનક સામગ્રી પ્રાપ્ત થાય છે તે ભવ્યનો જ મોક્ષ થાય છે. પણ સર્વ ભવ્યોનો મોક્ષ થતો નથી. વળી તે આ સર્વકર્મોના ક્ષય લક્ષણવાળો મોક્ષ નિયમા ભવ્યોનો જ થાય છે. ઈતર એવા અભવ્યોનો મોક્ષ થતો નથી. આ રીતે ભવ્ય અને અભિવ્યમાં વિશેષતા જાણવી. જીવત્વ સમાન હોવા છતાં જીવગત યોગ્યતા અને અયોગ્યતાના કારણે ભેદ પણ જરૂર છે.
સંસારમાં સર્વે પણ વસ્તુઓમાં ભેદભેદ (સમાનતા અને અસમાનતા) બને હોય છે. સર્વે વૃક્ષોમાં વૃક્ષત્રપણે સમાનતા હોવા છતાં આંબો-લીંબડો-ચંપક-અશોક તરીકે ભેદ પણ અવશ્ય છે.
સર્વે પુરુષોમાં પુરુષત્વપણે સમાનતા હોવા છતાં ચૈત્ર-મૈત્ર-દેવદત્ત યજ્ઞદત્તપણે નાના-મોટાપણે, ભિન્ન ભિન્ન ગામવાસીપણે અને ભિન્ન ભિન્ન દેશવાસીપણે ભેદ પણ
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૦૮
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
અવશ્ય છે. તેમ અહીં જીવત્વ મૃત સમાનતા અને ભવ્યત્વ-અભવ્યત્વકૃત અસમાનતા પણ અવશ્ય છે.
ભવ્યો સર્વે મોક્ષે જાય એવો નિયમ નથી. જેને કર્મના વિયોગજનક સામગ્રીની પ્રાપ્તિ થાય તે જ મોક્ષે જાય, જે નિગોદાદિના ભવોમાં જ રહે છે. બહાર આવતા નથી. મનુષ્યભવાદિની સામગ્રી મળતી નથી તેઓ ભવ્ય હોવા છતાં સામગ્રીના અભાવે મોક્ષે જતા નથી. પરંતુ અભવ્યોનો તો ક્યારેય મોક્ષ થતો નથી. સામગ્રી મળે તો પણ અને સામગ્રી ન મળે તો પણ પોતાની યોગ્યતા જ ન હોવાથી એક પણ અભવ્યને મોક્ષ મળતો નથી. આમ સાર જાણવો. ૧૮૩૫-૧૮૩૬॥
આ બાબતમાં મંડિકબ્રાહ્મણ બીજી રીતે પ્રશ્ન કરે છે અને ભગવાન તેનો ઉત્તર આપે છે.
कयगाइमत्तणाओ मोक्खो निच्चो न होइ कुंभो व्व । नो पद्धंसाभावो भुवि तद्धम्मा वि जं निच्च ॥ १८३७॥ अणुदाहरणमभावो एसो वि मई न तं जओ नियओ । कुम्भविणासविसिट्ठो भावोच्चिय पोग्गलमओ य ॥१८३८॥ (कृतकादिमत्त्वाद् मोक्षो नित्यो न भवति कुम्भ इव । नो प्रध्वंसाभावो भुवि तद् धर्मापि यन् नित्यः ॥ अनुदाहरणमभाव एषोऽपि मतिर्न तद् यतो नियतः । कुम्भविनाशविशिष्टो भाव एव पुद्गलमयश्च ॥)
ગાથાર્થ - કૃતકત્વ વગેરે હેતુઓથી કુંભની જેમ મોક્ષ નિત્ય રહેશે નહીં. આ પ્રશ્ન બરાબર નથી. કારણ કે આ પૃથ્વી ઉપર પ્રધ્વંસાભાવ તે ધર્મવાળો (કૃતકત્વાદિ ધર્મવાળો)
હોવા છતાં પણ નિત્ય છે.
તથા આ પ્રÜસાભાવ એ અભાવાત્મક છે. માટે અનુચિત ઉદાહરણ છે. આવી બુદ્ધિ કદાચ શિષ્યની થાય તો તે પણ બરાબર નથી. કારણ કે આ પ્રÜસાભાવ પણ કુંભના વિનાશના વિશિષ્ટપણે નક્કી પુદ્ગલમય એવો ભાવાત્મક જ છે. II૧૮૩૭-૧૮૩૮
વિવેચન - અહીં મંડિકબ્રાહ્મણ આ વિષયમાં ફરીથી ભગવાન શ્રી મહાવીરપ્રભુને
બીજી રીતે પ્રશ્ન કરે છે કે
Page #434
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છટ્ટા ગણધર - મંડિક
૪૦૯
મંડિકબ્રાહ્મણ - હે ભગવાન્ ! આ રીતે વિચારતાં તો મોક્ષ નિત્ય રહેશે નહીં. પરંતુ અનિત્ય થઈ જશે. અર્થાત્ વિનાશી થશે. (મોક્ષમાં ગયેલો જીવ મોક્ષ અનિત્ય હોવાથી ફરીથી સંસારમાં આવશે, કારણ કે મોક્ષ એ કૃતક છે, કૃત્રિમ છે. અર્થાત્ આદિવાળો છે. ઘટ-પટની જેમ, તત્વાદિસ્વીત્ શબ્દમાં જે આદિશબ્દ છે તેનાથી “પ્રયત્નોત્તરીયશવ' એટલે પ્રયત્નગર્વ હેતુ પણ સમજી લેવો. મોક્ષ એ પ્રયત્ન વડે કરાય છે. માટે ઘટપટની જેમ અંત પણ પામશે જ. આમ મોક્ષ નિત્ય સિદ્ધ નહીં થાય. અનિત્ય થઈ જશે. તેના અનુમાનપ્રયોગો આ પ્રમાણે છે -
मोक्षः अनित्यः, कृतकत्वाद् घटपटवत् मोक्षः अनित्यः, प्रयत्नजन्यत्वाद् घटपटवत्
જે જે કૃત્રિમ હોય છે અથવા પ્રયત્નજન્ય હોય છે તે તે અનિત્ય જ હોય છે. જેમકે ઘટ-પટ આદિ પદાર્થો. (આ અન્વયવ્યાપ્તિ અને અન્વયઉદાહરણ થયું.) જે જે અનિત્ય હોતું નથી અર્થાત્ નિત્ય હોય છે તે તે કૃત્રિમ હોતું નથી તથા પ્રયત્નજન્ય પણ હોતું નથી. જેમકે આકાશ. (આ વ્યતિરેકવ્યાપ્તિ અને વ્યતિરેક ઉદાહરણ થયું.) આ મોક્ષ પણ કૃત્રિમ અને પ્રયત્નજન્ય છે. (આ ઉપનય થયો) તેથી મોક્ષ અવશ્ય અનિત્ય જ છે, વિનાશી જ છે, અંત પામનાર છે. (આ નિગમન થયું). ઉપરના અનુમાન પ્રમાણે મોક્ષ અનિત્ય છે આમ સિદ્ધ થાય છે.
ભગવાન - હે મંડિક બ્રાહ્મણ ! તમારી વાત ખોટી છે. તમારા બન્ને હેતુઓ “અનેકાન્તિક છે, વ્યભિચારી હેત્વાભાસ છે.” કારણ કે આ બન્ને હેતુઓ વિપક્ષમાં (સાધ્યના અભાવમાં) પણ જાય છે. કારણ કે “પ્રäસાભાવ” નામનો જે અભાવ છે તે સાદિ-અનંત છે. તેમાં તત્વ અને પ્રયત્નઝન્યત્વ આ બન્ને હેતુઓ વર્તે છે છતાં “અનંત” છે. અર્થાત્ અવિનાશી છે. એટલે તમારા અનુમાનનું સાધ્ય જે “અનિત્ય” છે તેના અભાવમાં એટલે વિપક્ષમાં બન્ને હેતુઓ જાય છે. માટે અનૈકાન્તિક હેત્વાભાસ થાય છે. તેથી વ્યાપ્તિ થતી નથી. જે જે કૃત્રિમ હોય, પ્રયત્નજન્ય હોય તે તે અનિત્ય જ હોય એવો નિયમ નથી. નિત્ય પણ હોઈ શકે છે. જેમકે પ્રધ્વસાભાવ. તેની જેમ મોક્ષ પણ સાદિવાળું હોવા છતાં પણ અનંત-અવિનાશી-નિત્ય હોઈ શકે છે. જો પ્રધ્વસાભાવને અનિત્ય માનો તો જે ઘટ-પટનો પ્રધ્વંસ થયો, તે પ્રધ્વસ ચાલ્યો જવાથી પુનઃ તે ઘટ-પટાદિ પદાર્થો પોતાના અસલી ઘટ-પટ સ્વરૂપે પાછા આવવાનો પ્રસંગ આવે પણ તે ઘટ-પટ પુનઃ પાછા આવતા નથી. માટે પ્રખ્વસાભાવ અનિત્ય નથી પણ નિત્ય છે.
મંડિક બ્રાહ્મણ - હે ભગવાન્ ! પૂર્વે કહેલો પ્રાગભાવ એ જ એકલો અભાવાત્મક
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૧૦
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
છે એમ નહીં પરંતુ આ પ્રÜસાભાવ પણ અભાવાત્મક જ છે, ભાવાત્મક નથી. તેથી તેનું ઉદાહરણ આપવું તે અનુચિત છે, મોક્ષમાં કર્મોનો ક્ષય થાય છે પણ જીવ રહે છે તે ભાવાત્મક છે અને આ પ્રÜસાભાવ તો અભાવ સ્વરૂપ છે. માટે પ્રÜસાભાવનું ઉદાહરણ આપવું તે ઉચિત નથી.
ભગવાન - હે મંડિકબ્રાહ્મણ ! તમારી આ વાત બરાબર નથી. કારણ કે પ્રÜસાભાવ પણ સર્વથા અભાવાત્મક નથી પણ પુદ્ગલપણે ભાવાત્મક છે. જેમ ઘટ-પટનો જ્યારે પ્રધ્વંસ થાય છે ત્યારે ઘટપણે અને પટપણે જે આકૃતિવિશેષ હતી તેનો જ નાશ થાય છે. સર્વથા વસ્તુનો અભાવ થતો નથી. માત્ર ઘટ-પટપણે જ નાશ થાય છે. પણ પુદ્ગલદ્રવ્યરૂપે તો તે રહે જ છે. તેથી જેમ જીવમાં શરીરધારિત્વ આદિ સંસારિકપર્યાયોનો નાશ થાય છે પરંતુ “જીવપણું” મૂલભૂત દ્રવ્ય તો રહે જ છે. તેમ અહીં પણ ઘટ-પટપણે બનેલા પર્યાયનો જ પ્રધ્વંસ થાય છે પણ મૂલભૂત પુદ્ગલ દ્રવ્ય તો સદા રહે જ છે. તેથી “પ્રધ્વંસાભાવ” પણ ભાવાત્મક જ છે, અભાવાત્મક નથી. પ્રાગભાગ કે પ્રÜસાભાવ આ બન્ને પર્યાયને આશ્રયી છે. મૂલભૂત દ્રવ્ય તો પ્રાગભાવકાલે પણ છે અને પ્રÜસાભાવકાલે પણ છે. એટલે પ્રાગભાગ કે પ્રધ્વંસાભાવ પૂર્વાપર પર્યાયને આશ્રયી છે. ઘટ ફુટી જાય તો પણ ઠીકરાંરૂપે પણ પુદ્ગલદ્રવ્ય તો રહે જ છે. તેમ સંસારિત્વ પર્યાય નાશ પામી જાય તો પણ મુક્તિગત જીવ જીવપણે તો અનંતકાલ રહે જ છે.
આ કારણથી અમે જે પૂર્વે પ્રાગભાગનું ઉદાહરણ આપ્યું હતું તથા હાલ જે પ્રધ્વંસાભાવનું ઉદાહરણ આપ્યું છે તે બન્ને ઉચિત જ છે. અનુદાહરણ સ્વરૂપ નથી. આ બન્ને ગાથામાં જે કંઈ સમજાવ્યું તે “મુક્તાવસ્થા’ કૃતક છે, પ્રયત્નજન્ય છે. એમ સમજીને કહ્યું છે. હવે પછીની ગાથામાં “ન મવત્યેવ નૃતો મોક્ષઃ'' મોક્ષ કૃતક જ નથી. પ્રયત્નજન્ય જ નથી. અનાદિ-અનંત સહજ છે એમ સમજીને ઉપરના પ્રશ્નનો ઉત્તર કહેવાય છે. ૧૮૩૭-૧૮૩૮૫
किं वेगंतेण कयं, पोग्गलमेत्तविलयम्मि जीवस्स ? ।
किं निव्वत्तियमहियं, नभसो घडमेत्तविलयम्मि ? ॥ १८३९ ॥
( किं वैकान्तेन कृतं, पुद्गलमात्रविलये जीवस्य ? |
किं निर्वर्तितमधिकं नभसो घटमात्रविलये ॥ )
ગાથાર્થ - પુદ્ગલમાત્રનો વિલય થયે છતે જીવમાં એકાન્તે શું નવું કરાયું ? ઘટમાત્રનો વિલય થયે છતે આકાશમાં શું અધિક નવું કરાયું ? ૧૮૩૯૫
Page #436
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૧૧
વિવેચન - “આ આત્મા અનાદિકાલથી શુદ્ધ-બુદ્ધ-નિરંજન અનંત ગુણોનો સ્વામી છે જ.” તેમાંથી કોઈ ગુણ ક્યારેય દૂર થતો નથી અને નવો કોઈ ગુણ ક્યારેય ઉમેરાતો નથી. જેમ સોનાની દસ તોલાની લગડી અથવા સ્ફટિકનો ગોળો જ્યારથી આ સંસારમાં છે ત્યારથી જ શુદ્ધ-નિર્મળ અને પોતપોતાના ગુણધર્મથી ભરેલ છે કદાચ તે હાથમાંથી પડી જાય તો પણ સોનું સોનાપણાને છોડતું નથી, સ્ફટિક સ્ફટિકપણાને છોડતું નથી. માત્ર ચારે બાજુ તે લગડી અને સ્ફટિકનો ગોળો કાદવથી ખરડાય છે. કાદવથી ખરડાયેલી લગડી અને ગોળો કાદવવાળી અવસ્થામાં હોય કે પાણી રેડીને કાદવ દૂર કરીને કાદવ વિનાની અવસ્થામાં હોય એમ બન્ને અવસ્થામાં કાદવનું જ આગમન અને નિર્ગમન થાય છે. પણ સુવર્ણદ્રવ્યમાં કે સ્ફટિકદ્રવ્યમાં કંઈ તફાવત થતો નથી. તે તો બન્ને અવસ્થામાં પોતાના અસલી મૂલસ્વરૂપમાં જ રહે છે. તેવી જ રીતે જીવને કર્મ બંધાયેલું હોય કે જીવથી કર્મ નિર્જર્યું હોય. આમ બન્ને અવસ્થામાં કર્મના પુદ્ગલોનું જ આગમન અને નિર્ગમન થાય છે. જીવ તો પોતે પોતાના મૂલભૂત સ્વરૂપમાં જેમ છે તેમ જ રહે છે. ફક્ત કર્મ પુદ્ગલોથી તેનું મૂલભૂતસ્વરૂપ આચ્છાદિત થાય છે, ઢંકાય છે. પરંતુ અલ્પમાત્રાએ પણ નાશ પામતું નથી કે હાનિ-વૃદ્ધિ પામતું નથી. જીવ તો સદા જેવો છે તેવો જ રહે છે. સોનાની લગડીની જેમ અને સ્ફટિકના ગોળાની જેમ આ જીવ સદા મુક્ત જ છે. મુક્તત્વની ઉત્પત્તિ જ નથી. પ્રારંભ જ નથી. પરંતુ તે અનાદિ છે, કૃતક છે જ નહીં. કર્મ આવ્યું તો પણ અને કર્મ ગયું તો પણ જીવનું કંઈ વધ્યું નથી કે જીવનું કંઈ ઘટ્યું નથી. તેથી મુક્તત્વ અનાદિ છે, કૃતક નથી, પ્રયત્નજન્ય નથી. તેથી તેનો વિનાશ થવાનો પ્રશ્ન રહેતો જ નથી.
આ જ વાત સમજાવવા ઘટમાત્રના સંયોગનો વિલય થાય તેમાં આકાશમાં શું વધ્યું ? અને શું ઘટ્યું ? કંઈ જ ફેરફાર આકાશમાં થતો નથી. આ ઉદાહરણ આપીને પરમાત્મા શ્રી મહાવીરપ્રભુએ આ જ વાત સમજાવી છે. આકાશમાં પડેલો ઘટ વિદ્યમાન હોય તો પણ અને તે જ ઘટનો વિલય થાય તો પણ આકાશમાં કંઈ ફેરફાર થતો નથી. તેવી જ રીતે જીવમાં કર્મનાં પુદ્ગલો આવે અથવા કર્મનાં પુદ્ગલો નિર્જરા પામે તો પણ જીવના અસલી સ્વરૂપમાં કંઈ ફેરફાર થતો નથી. જીવદ્રવ્ય તો સદા મુક્ત જ છે. કર્મનાં પુદ્ગલો જીવના સ્વરૂપને માત્ર ઢાંકી શકે છે પણ જીવના અસલી સ્વરૂપમાં કંઈ પણ હાનિવૃદ્ધિ કરી શકતાં નથી. ઉપરોક્ત વાતનો સાર હવે આપણે ટીકાના પદોના આધારે જાણીએ.
ચૌદમા ગુણસ્થાનકના ચરમસમયે પૂર્વબદ્ધ સમસ્ત કર્મ પુદ્ગલોના નાશના સમયે પોતાના મૂલભૂત અસલી સ્વરૂપમાં વૃત્તિને (રહેવાપણાને) ધારણ કરતા એવા આ જીવમાં “શું નવું કરાયું ?” કે જેથી મોક્ષને કૃતક કહેવો પડે ? સાર એ છે કે “આત્મા અને કર્મનો
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૧૨
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ સંયોગ તે સંસાર” અને “આત્મા તથા કર્મનો વિયોગ તે મોક્ષ” આવું શાસ્ત્રોમાં કહેવાયું છે. ત્યાં તપ-સંયમાદિ ગુણોની આરાધનાના પ્રભાવથી જીવમાંથી કર્મપુદ્ગલો દૂર કરાયે છતે આત્મામાં નવું અધિક શું કરાય છે? કે જેથી મોક્ષને કૃતક માનવો પડે અને તેનાથી મોક્ષની અનિયતા સિદ્ધ થાય છે આવો પ્રશ્ન કરવો પડે.
કદાચ એમ કહો કે “આત્મા અને કર્મનો વિયોગ” આ જ “કરાય” છે માટે ક્રિયમાણ હોવાથી કતક છે અને કૃતક હોવાથી તેને જ અનિત્ય કહેવાય છે. માટે મોક્ષ એ અનિત્ય છે આવું જો કોઈ કહે, તો આ વાત બરાબર નથી. તે સમજાવતાં પરમાત્માશ્રી કહે છે કે “મુરાદિ (મુર-પત્થર વગેરે)થી આકાશમાં રહેલા ઘટનો જ્યારે વિનાશ કરાય છે ત્યારે ઘટનો જરૂર વિનાશ થાય છે. પરંતુ તે વિનાશ ઘટમાં થયો છે. આકાશમાં થતો નથી. તેથી ઘટનો વિનાશ થયે છતે તે આકાશમાં શું અધિક કરાયું ? અર્થાત્ આકાશમાં કંઈપણ અધિક કરાયું નથી. એ જ પ્રમાણે અહીં પણ આત્માને લાગેલાં કર્મોનો વિનાશ કરાયે છતે તે વિનાશ કર્મમાં થાય છે, આત્મામાં થતો નથી. માટે કર્મનો વિનાશ થયે છતે જીવમાં શું અધિક કરાયું? કે જેથી જીવનું એકાકી થવાપણારૂપ મોક્ષનું કૃતકત્વ માનીને મોક્ષનું અનિત્યત્વ કહેવાય છે ?
પ્રશ્ન - “કર્મનો વિનાશ” જે કરાય છે તે ક્રિયમાણ હોવાથી ઘટવિનાશની જેમ કૃતક છે અને “સર્વકર્મનો ક્ષય” એ જ મોક્ષ કહેવાય છે. તે મોક્ષને અનિત્ય કેમ ન કહેવાય? જેમ ઘટનો વિનાશ કરાય છે માટે તેને કૃતક અને અનિત્ય કહેવાય છે. તેમ “કર્મનો વિનાશ” એ જ મોક્ષ છે અને કર્મનો વિનાશ તો કરાય જ છે. તે કૃત્રિમ હોવાથી અનિત્ય છે અને તે કર્મના વિનાશને જ મોક્ષ કહેવાય છે. તો તે મોક્ષ પણ કૃતક જ થયો અને અનિત્ય જ થયો.
ઉત્તર - ઉપરનો પ્રશ્ન બરાબર નથી. કારણ કે “ઘટનો વિનાશ કરાય છે” એટલે શું ? જે ઘટ અને આકાશનો સંયોગ છે તેનો વિયોગ કરાય છે. એટલે કે જે આકાશ ઘટની સાથે જોડાયેલું હતું તે હવે કેવળ એકલા આકાશનો અભાવ છે. તેની સાથે ઘટ નથી. આટલું જ માત્ર છે. આ રીતે “કેવળ એકલા આકાશનું હોવું તે જ ઘટવિનાશ” તેનાથી વિશેષ એવો આ ઘટવિનાશ કંઈ પણ નથી અને ઘટનો સંયોગ હોય કે ઘટના વિયોગ થાય આ બન્ને અવસ્થામાં આકાશદ્રવ્યમાં કંઈપણ અધિકતા કરાતી નથી. કારણ કે તે આકાશ તો સદાકાળ તેમને તેમ જ અવસ્થિત છે, માટે નિત્ય છે. એ જ પ્રમાણે અહીં પણ કર્મનો વિનાશ થવો એટલે કે “કેવળ એકલા આત્માનું હોવું” આવા પ્રકારનો કર્મક્ષય આત્માથી કંઈ ભિન્ન નથી. તેમજ તેમાંથી આત્માની કોઈપણ જાતની અધિકતા
Page #438
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૧૩
(વિશેષતા) કરાતી નથી. તો આત્મા તો આકાશની જેમ જેવો પહેલાં છે તેવો જ પછી પણ છે. ઘટ આવે કે જાય તેમાં આકાશમાં કંઈ હાનિ-વૃદ્ધિ થતી નથી. વાદળ આવે કે વાદળ જાય તેમાં સૂર્યમાં કંઈ ફરક પડતો નથી. તે તો જેમ છે તેમ જ રહે છે. તેવી રીતે કર્મો આવે કે કર્મો જાય તેમાં જીવમાં કંઈ હાનિ-વૃદ્ધિ થતી નથી. ફરક પડતો નથી. જીવ તો જેવો છે તેવો જ સદા રહે છે. માટે મોક્ષ કૃતક પણ નથી અને અનિત્ય પણ નથી.
પ્રશ્ન - આત્મા એ દ્રવ્ય છે અને કર્મનો સંયોગ એ સંસારિત્વ અને કર્મનો વિયોગ એ મુક્તત્વ આ જીવના પર્યાય છે. દ્રવ્યથી પર્યાય કંઈક ભિન્ન પણ છે અને કંઈક અભિન્ન પણ છે. તેથી જ્યારે આત્મા અને કર્મસંયોગ-વિયોગ સ્વરૂપ પર્યાય ભિન્ન માનીએ ત્યારે આત્મા જરૂર નિત્ય પણ છે. છતાં જ્યારે આ બન્ને પર્યાયને અભિન માનીએ ત્યારે કર્મના સંયોગ-વિયોગરૂપ પર્યાય કૃતક અને અનિત્ય હોવાથી તેનાથી અભિન્ન એવો આત્મા પણ કથંચિત્ કૃતક અને કથંચિ અનિત્ય પણ થાય છે. તેથી આત્મા અને આત્માના પર્યાયસ્વરૂપ મોક્ષને કથંચિત્ કૃતક અને કથંચિત્ અનિત્ય માનીએ તો શું દોષ ?
ઉત્તર - બહુ જ સારું. આમ જ છે. કથંચિત્ અનિત્યત્વ માન્ય છતે અમને તો સિદ્ધસાધ્યતા જ છે. કારણ કે સર્વે પણ વસ્તુઓ દ્રવ્ય અને પર્યાય એમ ઉભયસ્વરૂપ હોવાથી કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય સ્વરૂપ છે જ તેમ માનવામાં કોઈ દોષ લાગતો નથી. /૧૮૩૯
આત્મા સાથે બંધાયેલાં કાર્મણવર્ગણાનાં કર્મરૂપે જે પુદગલો છે તે નિર્જરા પામ્યાં છતાં જીવવડે ત્યજાયેલાં ચૌદ રાજલોકપ્રમાણ લોકાકાશમાં જ રહે છે. લોકાકાશની બહાર ક્યાંય પણ જતાં નથી. જીવ પણ લોકાકાશની મધ્યમાં જ રહે છે. લોકબહાર જતો નથી. તેથી જેમ આકાશ અને ઘટનો જે સંયોગ હતો તે ઘટ ફુટી જવાથી ઘટથી તો આકાશ વિયોગ પામ્યું. પરંતુ ત્યાં ઘટની જગ્યાએ કપાલનાં (ઠીકરાંના) પુદ્ગલોનો સંયોગ તેવોને તેવો જ રહે છે. આકાશને ઘટનો સંયોગ હતો તેને બદલે કપાલના પુગલોનો સંયોગ થયો. તેમ કર્મ નિર્જરા પામવાથી કર્મનો અને જીવનો સંયોગ ન રહ્યો, વિયોગ થયો. પરંતુ કાર્મણવર્ગણાનાં પુદ્ગલોનો સંયોગ તો ચાલુ જ રહ્યો છે.
તેથી જીવનું અને કાશ્મણ વર્ગણાનાં પુગલોનું એકસ્થાને સાથે રહેવાપણું હોવાથી ફરીથી પણ તે જીવને કર્મરૂપે બંધ કેમ ન થાય ? આવી શંકાનો ઉત્તર આપે છે -
सोऽणवराहोव्व पुणो, न बज्झए बंधकारणाभावा । जोगा य बंधहेऊ, न य ते तस्सासरीरो त्ति ॥१८४०॥
Page #439
--------------------------------------------------------------------------
________________
૪૧૪
છઠ્ઠા ગણધર - મંડિક
(सोऽनपराध इव पुनर्न बध्यते बन्धकारणाभावात् । योगाश्च बन्धहेतवो न च ते तस्याशरीर इति ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - કર્મબંધનાં કારણો ન હોવાથી ફરીથી તે જીવને કર્મનો બંધ અનપરાધી પુરુષની જેમ થતો નથી. યોગો એ બંધનાં કારણો છે. તે મુક્તિગતજીવને તે યોગ નથી. કારણ કે શરીરરહિત છે. ૧૮૪૦ વિવેચન - મોક્ષમાં ગયેલા જીવોને સ્પર્શીને તેઓની સાથે સમાવગાહીપણે કાર્મણવર્ગણાનાં પુદ્ગલો ભલે રહેલાં હોય તો પણ તે મુક્તિગત જીવોને ફરીથી કર્મનો બંધ થતો નથી. કારણ કે કર્મનો બંધ કરાવે એવાં તેનાં કારણો મુક્તિગત જીવોમાં નથી. જેમ અપરાધ કરીને કારાવાસમાં ગયેલો જીવ મુદત પૂરી થતાં જ્યારે કારાવાસથી છૂટે છે ત્યારબાદ જો કોઈ પણ જાતનો અપરાધ હવે તે ન કરે તો ફરીથી તે કારાવાસને પામતો નથી. તેમ સંસારમાંથી છૂટેલા જીવમાં કર્મબંધનાં કારણો નથી. માટે તે જીવ ફરીથી કર્મબંધ કરતો નથી.
પ્રશ્ન - કર્મબંધનાં કારણો ક્યાં ? કે જે સિદ્ધમાં નથી.
ઉત્તર મનોયોગ-વચનયોગ અને કાયયોગ એ કર્મબંધનાં કારણો છે. જોકે મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય અને યોગ એમ કર્મબંધનાં પાંચ કારણો છે. પરંતુ મિથ્યાત્વ પહેલા ગુણઠાણા સુધી, અવિરતિ ૪/૫ સુધી, પ્રમાદ ૬ સુધી, કષાય ૧૦ સુધી જ બંધહેતુ છે. જ્યારે યોગ ૧ થી ૧૩ ગુણઠાણા સુધી બંધહેતુ છે. તેથી વ્યાપકતાની દૃષ્ટિએ યોગને બંધહેતુ કહ્યો છે. તથા યોગ જ કાર્યણવર્ગણાના પ્રદેશોનું ગ્રહણ કરાવે છે. પ્રદેશબંધનું તે યોગ જ કારણ છે. આવા મન-વચન-કાયાના યોગો સિદ્ધના જીવને નથી.
કારણ કે સિદ્ધના આત્માઓ શરીર વિનાના છે. અશરીરી હોવાથી કાયા-વચન અને મન વિનાના છે. આ રીતે ત્રિવિધ યોગરહિત છે. માટે કર્મનો બંધ તેઓને થતો નથી.
-
કાર્પણવર્ગણાનાં પુદ્ગલોનો સંયોગ મોક્ષના જીવોને અવશ્ય છે. કારણ કે બન્ને તત્ત્વો લોકમાં જ રહેનારાં છે. પરંતુ “માત્ર સંયોગ” તે અહીં બંધ કહેવાતો નથી. જો એમ માનીએ તો અતિવ્યાપ્તિ દોષ આવે. કારણ કે આ સંસારમાં કર્મોનો ક્ષય કરીને લોકાકાશમાં જ્યાં જાઓ ત્યાં પુદ્ગલોનો સંયોગ તો હોય જ. તેથી કોઈ સર્વથા મુક્ત તો બની શકે જ નહીં. તેથી આ વ્યાખ્યા સંસારીમાં તો લાગે, પણ મુક્તમાં પણ લાગુ પડશે. આ રીતે અતિવ્યાપ્તિ આવે. તથા સંસાર-મુક્ત જેવી વ્યવસ્થા પણ ન રહે. માટે “સંયોગમાત્ર તે બંધ નથી.” પરંતુ મિથ્યાત્વાદિ પાંચ બંધ હેતુઓના કારણે આત્માની સાથે
Page #440
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા ગણધર - મંડિક
પ્રકૃતિ-સ્થિતિ-રસ અને પ્રદેશ સ્વરૂપે બંધાયેલાં-ક્ષીરનીર અને લોહાગ્નિની જેમ એકમેકપણાને પામેલાં એવાં કર્મપુદ્ગલોનો જે સંબંધ થાય છે તેને જ બંધ તરીકે કહેવાય છે. ૧૮૪૦ આ સિદ્ધગત આત્મા બૌદ્ધમતની જેમ આપના મતે ફરીથી સંસારમાં જન્મ ધારણ કરે કે જન્મ ધારણ ન કરે ? આવી શંકાનો ભગવાન ઉત્તર આપે છે -
પ્રશ્ન - હે ભગવાન્ !
ગણધરવાદ
न पुणो तस्स पसूई, बीयाभावादिहंकुरस्सेव ।
बीयं च तस्स कम्मं, न य तस्स तयं तओ निच्चो ॥१८४१ ॥
(न पुनस्तस्य प्रसूतिर्बीजाभावादिहाङ्कुरस्येव ।
बीजं च तस्य कर्म, न च तस्य तत्ततो नित्यः ॥ )
૪૧૫
ગાથાર્થ - બીજના અભાવથી અંકુરાની જેમ તે મુક્ત આત્માની ફરીથી સંસારીપણે પ્રસૂતિ થતી નથી. અહીં કર્મ એ જ બીજ જાણવું. તે બીજ મુક્તજીવને નથી. તેથી તે મુક્તજીવ નિત્ય છે. ૧૮૪૧॥
વિવેચન - હેમંડિકબ્રાહ્મણ ! મોક્ષમાં ગયેલા તે જીવનો ફરીથી સંસારી તરીકે ઉત્પાદ થતો નથી. અર્થાત્ સિદ્ધ થયેલા આત્માઓ ફરીથી સંસારમાં જન્મ ધારણ કરતા નથી. કારણ કે સંસારપ્રાપ્તિનું=જન્મ-મરણાદિ પ્રાપ્તિનું મૂલભૂત જે બીજ (કર્મ) છે તે બીજ સિદ્ધ આત્માઓમાં નથી. તેથી સંસારમાં ફરીથી જન્મ ધારણ કરતા નથી. જેમકે જે જવના બીજનો નાશ કર્યો હોય છે ત્યાં જવના અંકુરા ફરીથી ઉગતા નથી. તેમ અહીં બીજના અભાવથી જન્માદિ થતા નથી.
પ્રશ્ન - સંસારપ્રાપ્તિનું બીજ શું સમજવું ?
ઉત્તર - સંસારપ્રાપ્તિનું બીજ ‘કર્મ” જ જાણવું. કારણ કે કર્મોના ઉદયથી જ જીવને નર-નારકાદિ ભવની પ્રાપ્તિ થાય છે. કર્મ જ જીવને સુખ-દુઃખાદિ ભાવો આપનારું છે તે કર્મ સિદ્ધ પરમાત્માઓને નથી. તેથી સિદ્ધ થયેલા આત્માઓ બીજભૂત કર્મનો અભાવ હોવાથી ફરીથી આ સંસારમાં આવતા નથી. જન્મ-મરણાદિ પામતા નથી. તેથી મુક્તિગત જીવોની મુક્તાવસ્થા નિત્ય છે. અનંતકાલ રહેનારી છે. ૧૮૪૧
મુક્તિગત આત્માઓ મુક્તિમાં અનંતકાલ રહે છે. અર્થાત્ મોક્ષ નિત્ય છે આ વાત બીજી યુક્તિઓ દ્વારા પણ સિદ્ધ કરે છે
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૧૬
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
दव्वामुत्तत्तणओ, नहं व निच्चो मओ स दव्वतया । सव्वगयत्तावत्ती मइ त्ति तं नाणुमाणाओ ॥१८४२॥ (द्रव्यामूर्तत्वतो नभ इव नित्यो मतः स द्रव्यतया । सर्वगतत्वापत्तिर्मतिरिति तन् नानुमानात् ॥)
ગાથાર્થ - તે મુક્તિગતાત્મા દ્રવ્ય હોતે છતે અમૂર્ત હોવાથી આકાશની જેમ નિત્ય છે. દ્રવ્ય હોવાથી આત્માને સર્વગતત્વની આપત્તિ આવશે એમ ન કહેવું. કારણ કે તે વાત પ્રતિસ્પર્ધી અનુમાનથી બાધિત છે. ll૧૮૪૨
વિવેચન - મુક્તિગત આત્મા નિત્ય છે. અર્થાત્ ત્યાંથી ફરીથી સંસારમાં આવતા નથી. આ વાત એક અનુમાન દ્વારા સિદ્ધ કરે છે - મુક્તાત્મા નિત્ય = મોક્ષગત આત્મા નિત્ય છે (આ પ્રતિજ્ઞા જાણવી). દ્રવ્યત્વે સત્યમૂર્તિત્વીત્ = આત્મા એ દ્રવ્ય હોતે છતે અમૂર્તિ હોવાથી (આ હેતુ). યથા નમઃ કૃતિ દુષ્ટાત: જેમકે આકાશ (એ અન્વય ઉદાહરણ).
જે જે વસ્તુ દ્રવ્ય હોતે છતે અમૂર્ત હોય છે તે તે નિયમા નિત્ય જ હોય છે, જેમકે આકાશ. તેમ આ મુક્તિગત આત્મા દ્રવ્ય પણ છે અને અમૂર્ત પણ છે. માટે અવશ્ય નિત્ય છે.
પ્રશ્ન - આ જ હેતુથી અને આ જ ઉદાહરણથી આત્માની સર્વ વ્યાપિતા પણ સિદ્ધ થઈ જશે. જૈનદર્શન પ્રમાણે મોક્ષગત આત્મા પોતાના ગત ભવના શરીરની અવગાહના કરતાં બે તૃતીયાંશ ભાગની અવગાહના વાળા જ હોય છે. એટલે કે દેશવ્યાપી જ હોય છે. પણ આ જ હેતુથી તે સર્વવ્યાપી છે આમ સિદ્ધ થશે. તે આ પ્રમાણે “મુક્તિગત આત્મા સર્વવ્યાપી છે. કારણ કે દ્રવ્ય હોતે છતે અમૂર્ત હોવાથી, જેમકે આકાશ” જેમ આકાશ દ્રવ્ય પણ છે અને અમૂર્ત પણ છે. તેથી સર્વવ્યાપી છે. તેમ આ આત્મા દ્રવ્ય પણ છે. અને અમૂર્તિ પણ છે. તેથી સર્વવ્યાપી જ હોવો જોઈએ. આમ સિદ્ધ થશે. તેથી આત્માનો જે ધર્મ દેશવ્યાપી છે તેનાથી વિરુદ્ધ ધર્મની સિદ્ધિ થવાથી તમારો આ હેતુ વિરુદ્ધ હેત્વાભાસ કહેવાશે.
ઉત્તર - તે આ તમારો પ્રશ્ન બરાબર નથી. કારણ કે આત્માનું સર્વવ્યાપીપણું પ્રતિસ્પર્ધી અનુમાન વડે બાબિત થાય છે. અર્થાત્ સર્વવ્યાપિત સાધનારું અનુમાન બાધિત હેત્વાભાસવાળું છે. કારણ કે જો સાધ્યનો અભાવ બીજાં પ્રમાણોથી સિદ્ધ થાય તો તેને બાધિત હેત્વાભાસ કહેવાય છે.
Page #442
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છટ્ટા ગણધર - મંડિક
૪૧૭
| મુવત્તાત્મા સર્વવ્યાપી, દ્રવ્યત્વે સત્યમૂર્તસ્વીત્ નમ: રૂવ આવું જે તમારા વડે અનુમાન કરવામાં આવે છે ત્યાં પ્રતિસ્પર્ધી અનુમાન આ પ્રમાણે છે - માત્મા સર્વવ્યાપી મતિ,
ત્રા, વૃત્તાત્રવતું, જેમ કુલાલ ઘટાદિનો કર્તા છે તેથી સર્વવ્યાપી નથી, તેમ આ આત્મા પણ દુઃખ-સુખનો તથા શુભાશુભ કર્મોનો કર્યા છે, મુક્તિગતાત્મા પણ પોતાના ગુણોનો કર્તા-ભોક્તા છે. માટે સર્વવ્યાપી નથી. જો આત્મામાં કર્તુત્વ ન માનીએ તો ભોસ્તૃત્વ અને જ્ઞાતૃત્વ-દેપૃત્વ વગેરે ધર્મો પણ ન ઘટે. માટે મોક્ષમાં સ્વગુણોનું અને સંસારી અવસ્થામાં કર્માદિ ભાવોનું કર્તૃત્વ અવશ્ય છે. તેથી કતૃત્વ હોવાથી કુલાલ આદિની જેમ અસર્વવ્યાપિત જ છે, પણ સર્વવ્યાપત્ય નથી. માટે સર્વવ્યાપિત સાધનારું અનુમાન બાધિતહેત્વાભાસ થાય છે. ૧૮૪૨
અથવા તો મુક્તિગત આત્મા નિત્ય જ છે. નિત્ય જ છે આવા પ્રકારનો એકાન્ત આગ્રહ રાખવાની અને તેને સિદ્ધ કરવાની અમારે શી જરૂર ? મુક્તિગતાત્મા નિત્ય છે નિત્ય છે. આવી જે કંઈ ઉપરની ગાથાઓમાં સિદ્ધિ કરી છે. તે સર્વે વાત એકાન્ત અનિત્યવાદિના મતને દૂર કરવા માટે જ કરી છે. એકાન્ત અનિત્ય કોઈ માની ન લે તેટલા માટે જ જોરશોરથી નિત્યત્વ અમે સિદ્ધ કર્યું છે. બાકી અમારી દૃષ્ટિએ એકાન્તનિત્ય કોઈ જ નથી. પરમાર્થથી તો સર્વે પણ વસ્તુઓ જૈનદર્શનનુયાયી આત્માઓને “ભવન-ભંગસ્થિતિવાળી” એટલે કે ઉત્પાદ-વ્યય અને ધ્રુવવાળી જ દેખાય છે અને વસ્તુ છે પણ તેમજ, સર્વે પણ વસ્તુઓ ત્રિપદીયુક્ત જ છે. તે સમજાવે છે -
को वा निच्चग्गाहो?, सव्वं चिय वि भव-भंग-ट्ठिइमइयं । पजायंतरमेत्तप्पणादनिच्चाइववएसो ॥१८४३॥ (વો વા નિત્યપ્રહ ?, સર્વમેવાપિ ભવ-મ-સ્થિતિમયમ્ | પર્યાયાન્તરમીત્રાઉUનિત્યાદ્દિવ્યપશ: ).
ગાથાર્થ - અથવા એકાન્ત નિત્યત્વનો આગ્રહ શા માટે ?, સર્વે પણ વસ્તુઓ ઉત્પત્તિ-વિનાશ અને સ્થિતિધર્મવાળી છે. નવા નવા પર્યાયની અર્પણ કરવાથી અનિત્યતાદિનો વ્યપદેશ થાય છે. /૧૮૪૩/l
વિવેચન - મુક્તિગત આત્મા નિત્ય છે નિત્ય છે. આમ એકાન્ત નિત્યપણાનો અમારો આગ્રહ નથી. આકાશ જેવી નિત્ય દેખાતી વસ્તુ પણ એકાન્ત નિત્ય નથી. કારણ કે સર્વે પણ વસ્તુઓ દ્રવ્યની પ્રધાનતાએ જ માત્ર નિત્ય છે. પણ પર્યાયની પ્રધાનતાએ ઉત્પત્તિ અને નાશવાળી પણ અવશ્ય છે. તેથી આકાશ, મુક્તિગત આત્મા અને ઘટ-પટ
Page #443
--------------------------------------------------------------------------
________________
૪૧૮
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
આદિ સર્વે પણ વસ્તુઓ ઉત્પત્તિ-વિનાશ અને ધ્રુવતા-ધર્મવાળી છે. કોઈપણ વસ્તુ એકાન્ત નિત્ય પણ નથી અને એકાન્ત અનિત્ય પણ નથી.
જેમકે “ઘટ” નામનું જે દ્રવ્ય છે તે “મૃતિંડ”ના પર્યાયપણે નાશ પામે છે. ઘટપર્યાયપણે ઉત્પન્ન થાય છે અને માટીપણે ધ્રુવ રહે છે. તેથી જ્યારે જે પર્યાયરૂપે વસ્તુ વિનાશ પામી છે. તે વિનષ્ટ-પર્યાયાદિની પ્રધાનતા વિચારાય છે. ત્યારે તે વસ્તુ તે પર્યાયરૂપે નાશ પામેલી હોવાથી અનિત્યસ્વાદિ ધર્મરૂપે કહેવાય છે. એમ આ મક્તિગત આત્મા પણ સંસારી-પર્યાયપણે વિનાશ પામ્યો છે. મોક્ષગત પર્યાયપણે ઉત્પન્ન થયો છે અને જીવપણેઉપયોગવાળાપણે-દ્રવ્યપણે અવસ્થિત = ધ્રુવ રહ્યો છે. તથા મોક્ષમાં પહોંચી ગયેલા જીવો પણ પ્રથમસમયના સિદ્ધપણે નાશ, દ્વિતીયસમયના સિદ્ધપણે ઉત્પાદ. આ પ્રમાણે પ્રતિસમયે ઉત્પાદ-વ્યય ચાલુ જ રહે છે. તથા દ્રવ્યપણે-જીવ–પણે-પ્રયત્નપણે-વસ્તુત્વપણે સદા અવસ્થિત = ધ્રુવ પણ જરૂર રહે જ છે.
તેથી પર્યાયોની અર્પણા (વિવક્ષા-પ્રધાનતા) કરવાથી અનિત્યનો પણ વ્યપદેશ જરૂર કરી શકાય છે અને દ્રવ્યની અર્પણ કરવાથી નિયત્વનો પણ વ્યપદેશ અવશ્ય કરી શકાય છે. આમ સર્વે પણ વસ્તુઓ નિત્યાનિત્ય, ઉત્પાદ-વ્યય-સ્થિતિધર્મવાળી જ છે. કોઈપણ વસ્તુ એકાન્ત નિત્ય કે એકાન્ત અનિત્ય છે જ નહીં. તેથી મોક્ષ પણ નિત્યાનિત્ય છે. ll૧૮૪૩
પ્રશ્ન - સર્વ કર્મોના ક્ષયથી મુક્ત થયેલા જીવો ક્યાં રહેતા હશે? તેઓને રહેવાનું ક્ષેત્ર ક્યાં ? કેટલું ? અને ત્યાં સુધી આ જીવો ગમનક્રિયા કેમ કરે ?
मुत्तस्स कोऽवगासो, सोम्म ! तिलोगसिहरं गई किह से ? । कम्मलहुया तहागइपरिणामाइहिं भणियमिदं ॥१८४४॥ (મુક્તી જોડવાશ, સૌમ્ય ! ત્રિનો શિવરં, તિઃ થં તી ? | कर्मलघुतातथागतिपरिणामादिभिर्भणितमिदम्)
ગાથાર્થ - સિદ્ધ થનારા આત્માનો અવકાશ ક્યાં હોય ? હે સૌમ્ય ! ત્રણે લોકના શિખરસ્થાને. તેઓની ગતિ કેમ થઈ ? કર્મક્ષય થયે છતે લઘુતા થવાથી અને તેવા પ્રકારનો ગતિ પરિણામ હોવા વગેરે કારણો દ્વારા આ ગમન કહેલું છે. /૧૮૪૪ll
- વિવેચન - હે ભગવાન્ ! જે આત્માનાં સમસ્ત કર્મોનો ક્ષય થઈ ચૂક્યો છે, કર્મરહિત, શરીરરહિત, શુદ્ધ-બુદ્ધ-અત્યન્ત નિર્મળ થયેલો તે આત્મા ક્યાં રહે ? તેવા આત્માને રહેવાનું સ્થાન ક્યાં હોય ? આવો પ્રશ્ન થયે છતે ભગવાન ઉત્તર આપે છે.
Page #444
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૧૯
ભગવાન - ત્રણે લોકના શિખરસ્થાને આ સિદ્ધ પરમાત્મા નિવાસ કરે છે. અર્થાત્ “ચૌદ રાજલોકપ્રમાણ” જે આ લોકાકાશ છે, જ્યાં છ દ્રવ્યો વર્તે છે, જ્યાં અનંત જીવ અને પુગલો છે, જ્યાં ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય છે, જે નીચે સાત રાજ પહોળો છે, મધ્ય એકરાજ પહોળો છે. કંઈક ઉપર પાંચરાજ પહોળો છે અને સર્વોપરિ એકરાજ પહોળો છે. ત્યાં સર્વથા ઉપરના સ્થાનમાં એટલે લોકાકાશના સર્વોપરિ અન્તિમ ભાગમાં ૪૫ લાખ યોજનમાં આ સિદ્ધ પરમાત્માઓનો નિવાસ હોય છે.
મંડિક :- મોક્ષે જનારા સર્વે પણ જીવો મનુષ્યલોકમાંથી જ મોક્ષે જાય છે. મનુષ્યલોક લોકાકાશના મધ્યભાગમાં આવેલ છે. તેથી મનુષ્યલોકથી લોકાત્તવાળો ભાગ સાતરાજ દૂર છે. અસંખ્યાતા યોજનોનો એકરાર થાય છે. તેથી આ ક્ષેત્ર ઘણું ઘણું દૂર છે.
આ જીવો કર્મક્ષયવાળા છે તો કર્મવિનાના મોક્ષે જનારા આ જીવોની આ મનુષ્યલોકથી લોકાન્ત સુધી સાતરાજ પ્રમાણ ગતિ કેવી રીતે થાય છે ? કારણ કે સર્વે પણ જીવોની ગતિ કર્મના કારણે થાય છે. વિહાયોગતિનામકર્મ-ત્રસનામકર્મ વગેરે નામકર્મની પ્રકૃતિઓનો ઉદય હોય તો જ જીવ એક સ્થાનથી બીજે સ્થાને ગતિ કરે છે. આ મુક્તાત્માને કોઈ કર્મ નથી, ક્ષીણકર્મા છે. ક્ષેત્ર ઘણું દૂર છે. તો આટલી લાંબી ગતિ કેમ થાય ? કેટલા સમયમાં થાય ? અને કર્મ વિના પણ ગતિ થાય એમ માનીશું તો અતિપ્રસંગ દોષ આવશે. અર્થાત્ ઘટ-પટ આદિ જડ પદાર્થો કે જેઓને કર્મ નથી તે પણ ગતિ કરવા લાગશે? તો આટલી લાંબી ગતિ કેમ થાય છે ?
ભગવાન - કર્મોનો ક્ષય થયે છતે લઘુતા થવી તથા જીવનો તેવા પ્રકારનો ઊર્ધ્વગતિ કરવાનો પરિણામ હોવો વગેરે ચાર કારણોથી મુક્તાત્માની સાતરાજ ગતિ થાય છે અને તે પણ એક જ સમયમાં થાય છે. આમ જાણવું.
(૧) કર્મલાઘવ = કર્મો ગયે છતે જીવ હળવો (ભાર વિનાનો) થવાથી ઉપર જાય છે. જેમ માટી આદિના લેપવાળો ઘટ લેપના ભારને લીધે પાણીમાં ડુબી જાય છે. પરંતુ પાણીના કારણે માટીનો લેપ પીગળી જવાથી તે લેપ દૂર થયે છતે તેના વજન વિનાનો એટલે કે ભાર વિનાનો થયેલો તે ઘટ હળવો થવાથી પાણીની ઉપર આવે છે. તેવી જ રીતે કર્મોનો લેપ દૂર થયે છતે લઘુતાને પામેલો તે જીવ લાઘવતાના કારણે ઊર્ધ્વગતિ કરે છે.
(૨) ઊર્ધ્વગતિપરિણામ = જીવ અને અજીવ બે દ્રવ્યો ગતિવાળાં છે. ત્યાં ઘટપટ આદિ અજીવ પદાર્થોનો નીચે જવાનો સહજ સ્વભાવ છે. તેવી જ રીતે જીવોનો ઊર્ધ્વગતિ સ્વભાવ છે. તેથી કર્માધીન આત્મા કર્મોની પરવશતાના કારણે ચારે દિશામાં,
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૨૦
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
નીચે-ઉપર એમ ચાલે. કર્મો જે બાજુ લઈ જાય તે બાજુ જાય. પરંતુ જ્યારે કર્મોની પરવશતા ન હોય ત્યારે જીવ પોતે પોતાના સ્વભાવમાત્રથી ઊર્ધ્વગતિ જ કરે છે અને તે ઊર્ધ્વગતિસ્વભાવ હોવાથી સાતરાજ ઊર્ધ્વગતિ કરે છે.
(૩) પૂર્વપ્રયોગ = પૂર્વકાલમાં એટલે કર્મવાળી સંસારી અવસ્થામાં આ જીવે પ્રતિદિન ગમનાગમન કર્યું છે. તેથી હિંડોળો જેમ એકવાર ચલાવ્યા પછી પગનું આલંબન ન હોય તો પણ પૂર્વના પ્રયોગથી ચાલતો જ રહે છે. તેમ આ જીવ પૂર્વકાલમાં પડેલા ગતિના સંસ્કારથી ઊર્ધ્વગતિ કરે છે.
(૪) બંધચ્છદ = જેમ પાંજરાના બંધનનો વિચ્છેદ થતાં તેમાં પુરાયેલો સિંહ-વાઘ છલાંગ મારીને બહાર ગતિ કરે છે તેમ કર્મનું પાંજરું તુટવાથી અંદર પૂરાયેલો આ જીવ બંધનના વિચ્છેદથી ઉછલીને ઉપર જાય છે.
આવા પ્રકારનાં કારણોથી ઊર્ધ્વગતિ સ્વભાવવાળો આ જીવ સાતરાજ ઊર્ધ્વગતિ કરે છે અને તે પણ માત્ર એક સમયમાં જ ગતિ કરે છે. કર્મ ન હોવાથી વક્રતા પણ કરતો નથી. જ્યાં દેહનો ત્યાગ કરે છે ત્યાંથી જ તેના સમાન લેવલમાં જ ઉપર જાય છે. સમયાન્તર કે પ્રદેશાન્તરને સ્પર્યા વિના આ જીવની ઊર્ધ્વગતિ થાય છે. કર્મોનો ક્ષય થવાથી આ જીવમાં જેમ અપૂર્વ એવું સિદ્ધત્વ પ્રગટ થાય છે. તેમ કર્મોનો ક્ષય થવાથી આ જીવમાં અપૂર્વ એવું ઊર્ધ્વગતિ પરિણમન પણ પ્રગટ થાય છે. આમ સાતરાજની ગતિનું કારણ જાણવું. શાસ્ત્રોમાં કહ્યું છે કે -
लाउ य एरण्डफले अग्गी धूमे य इसू धणुविमुक्के । गइ पुव्वपओगेणं एवं सिद्धाण वि गई उ ॥१॥
અલાબુ (તુંબડુ) એરંડાનું ફળ, અગ્નિ, ધૂમ અને ધનુષ્યથી મુકાયેલું બાણ જેમ પૂર્વપ્રયોગથી ગતિ કરે છે. તેમ સિદ્ધ થનારા પરમાત્માની પણ ગતિ થાય છે. ||૧||
પ્રશ્ન - જો જીવનો ઊર્ધ્વગતિ સ્વભાવ છે તેથી ઊર્ધ્વગતિ કરે છે તો સાતરાજ જઈને અટકી કેમ જાય છે ? તેનાથી ઉપર પણ ઘણું આકાશ (અલોકાકાશ) છે. તો વધારે વધારે ઊર્ધ્વગતિ તે જીવ કેમ કરતો નથી ? અને ત્યાં જ કેમ અટકી જાય છે ?
ઉત્તર - ગતિમાં સહાયક એવો ધર્માસ્તિકાય લોકાત્ત સુધી જ છે. ત્યારબાદ અલોકમાં તે નથી. તેથી પાણીમાં સડસડાટ તરનારી માછલી જેમ કિનારો આવતાં પાણીના સહયોગના અભાવે અટકી જાય છે. રેતીમાં ચાલતી નથી તેમ આ જીવ પણ
Page #446
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૨૧
ગતિસહાયક દ્રવ્યના અભાવે અલોકાકાશમાં ગતિ કરતો નથી. એ જ રીતે અધર્માસ્તિકાયના અભાવે અલોકાકાશમાં આ જીવ સ્થિતિ કરતો નથી. આ પણ સમજી લેવું ll૧૮૪૪
હવે આ બાબતમાં મંડિક બ્રાહ્મણ બીજો પ્રશ્ન કરે છે - किं सक्किरियमरूवं, मंडिय ! भुवि चेयणं च किमरूवं ? । जह से विसेसधम्मो, चेयण्णं तह मया किरिया ॥१८४५॥ (किं सक्रियमरूपं, मण्डिक ! भुवि चेतनं च किमरूपम् ? । यथा तस्य विशेषधर्मश्चैतन्यं तथा मता क्रिया ॥)
ગાથાર્થ – હે ભગવાન્ ! અરૂપી એવું ચૈતન્ય સક્રિય કેમ કહો છો ? હે મંડિક ! આ પૃથ્વી ઉપર અરૂપી હોય તે ચૈતન્યવાળું કેમ હોય છે ? જેમ ચૈતન્ય એ વિશેષધર્મ છે. તેમ સક્રિયત્ન પણ વિશેષ ધર્મ મનાયો છે. /૧૮૪પ
વિવેચન - અહીં મંડિક બ્રાહ્મણ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને આત્મા સંબંધી બીજી કેટલીક વાત જાણવા માટે પ્રશ્ન કરે છે.
મંડિક બ્રાહ્મણ - હે ભગવાન્ ! જેમ આકાશ અને કાલાદિ દ્રવ્યો અમૂર્તિ છે. તેમ આત્મા પણ અરૂપી દ્રવ્ય છે. તેથી આકાશ અને કાલાદિ દ્રવ્યો જેમ અક્રિય છે. ગતિક્રિયાથી રહિત દ્રવ્યો છે તેમ આત્મા પણ અક્રિય જ હોવો જોઈએ. તેને સાતરાજ ગતિવાળો કહીને સક્રિય કેમ સમજાવો છો? જેમ આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાલ આ ચારે દ્રવ્યો અરૂપી છે અને અક્રિય છે. તેની જેમ આત્મા પણ અરૂપી હોવાથી અક્રિય જ હોવો જોઈએ તો તમારા વડે આત્મા અરૂપી હોવા છતાં સક્રિય કેમ કહેવાય છે ? કે જેથી મુક્ત થતા આત્મામાં સાતરાજ પ્રમાણ સક્રિયત્વ સ્વીકારાય છે? આત્મા અમૂર્ત હોવાથી આકાશની જેમ નિષ્ક્રિય જ હોવો જોઈએ.
ભગવાન - હે મંડિક ! આકાશ જેમ અમૂર્ત છે અને અચેતન છે. તેની જેમ આત્મા પણ અમૂર્તિ છે, છતાં અચેતન નથી પણ સચેતન છે. આવું તમે કેમ માનો છો ? તે તમે જ કહો કે અમૂર્તત્વ ધર્મથી આકાશ અને આત્મા એમ બન્ને સમાન છે છતાં એક અચેતન અને બીજું દ્રવ્ય ચૈતન્યગુણવાળું આવું તમે કેવી રીતે સ્વીકાર્યું ? આકાશ અને આત્મા બને અમૂર્ત જરૂર છે. પણ એક ધર્મથી સમાન હોય એટલે બધા જ ધર્મથી સમાન હોય આવું જો માનશો તો આકાશ અચેતન હોવાથી આત્મા પણ અચેતન જ માનવો જોઈએ. અમૂર્તતા હોવાથી આકાશની જેમ આત્માને પણ અચેતન જ માનવાની આપત્તિ આવશે.
Page #447
--------------------------------------------------------------------------
________________
૪૨૨ છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ મંડિક - હે ભગવાન ! કોઈ પણ બે વસ્તુ એકધર્મથી સમાન હોય એટલે બધા જ ધર્મથી સમાન હોય એવો નિયમ નથી. જેમ ગાય અને ઘોડો પશુત્વધર્મથી સમાન છે છતાં ગોત્વધર્મ અને અશ્વત્વધર્મથી ભિન્ન ભિન્ન પણ છે. તેમ આકાશ અને આત્મા અમૂર્તિત્વધર્મથી જરૂર સમાન છે પણ અચૈતન્ય અને ચૈતન્યધર્મથી ભિન્ન ભિન્ન હોઈ શકે છે, સમાન નથી. કોઈ પણ બે વસ્તુ એક ધર્મથી સમાન હોય એટલે બધા ધર્મથી સમાન હોય એવો નિયમ નહીં.
ભગવાન - તો આ જ દલીલ નિષ્ક્રિયત્વ અને સક્રિયત્નમાં પણ સમાન જ છે. જેમ આકાશ અને આત્મા અમૂર્તત્વધર્મથી સમાન છે છતાં અચૈતન્યધર્મ અને ચૈતન્યધર્મથી ભિન્ન ભિન્ન છે. તેવી જ રીતે આકાશ અને આત્મા અમૂર્તિત્વધર્મથી ભલે સમાન હોય તો પણ નિષ્ક્રિયત્વ અને સક્રિયવધર્મથી પણ સમાન જ હોવા જોઈએ એવો કોઈ નિયમ નથી. અર્થાત્ આ મુક્તાત્મા અમૂર્ત એવા આકાશાદિ દ્રવ્યોની સાથે અમૂર્તપણે સમાન હોવા છતાં પણ જેમ તે મુક્તાત્મામાં “ચૈતન્ય” નામનો ધર્મ આકાશાદિથી વિશિષ્ટ છે તેમ સક્રિયત્ન ધર્મ પણ આકાશાદિથી વિશિષ્ટપણે આત્મામાં હોઈ શકે છે. એમાં કોઈ વિરોધ હોઈ ન શકે. કોઈપણ એક વસ્તુ બીજી વસ્તુની સાથે એકધર્મથી સમાન હોય એટલે સર્વધર્મથી સમાન હોય એવો નિયમ નથી.
ઘટ અને પટ પુદ્ગલપણે સમાન પણ છે અને જલાધારતા તથા શીતત્રાણતા ધર્મથી ભિન્ન પણ છે. સ્ત્રી અને પુરુષ મનુષ્યત્વ ધર્મથી સમાન છે છતાં સ્ત્રીત્વધર્મથી અને પુરુષત્વધર્મથી ભિન્ન પણ છે જ. તેવી જ રીતે આકાશાદિ દ્રવ્યો અને આત્મા અમૂર્તત્વધર્મથી જરૂર સમાન છે. પણ અચૈતન્ય અને અક્રિયત્ન ધર્મથી બને સમાન નથી. ભિન્ન ભિન પણ છે, આકાશાદિ દ્રવ્યો અચેતનતાવાળાં અને અક્રિય છે જ્યારે મુક્તાત્મા ચૈતન્ય ગુણવાળો છે અને સક્રિય છે. ll૧૮૪પી
વળી હે મંડિક ! “મુવત્તાત્મા નિમિય: મૂર્તત્વાન્ ગાવાશવત્' આવું અનુમાન ૧૮૪૫મી ગાથાના પૂર્વાર્ધના વિવેચનમાં તમે જે કહ્યું તે અનુમાનનો હેતુ અનૈકાન્તિક હેત્વાભાસ છે. વ્યભિચારી હેતુ છે કારણ કે વ્યાપ્તિ થતી નથી. “જે જે અમૂર્ત હોય તે તે નિષ્ક્રિય” જ હોય એવો નિયમ નથી. તેથી હેતુ સાધ્યાભાવવવૃત્તિ હોવાથી વ્યભિચારી છે. અથવા મુક્તાત્મા તથા સંસારી આત્મા એમ સર્વે પણ આત્મા અમૂર્ત છે પણ નિષ્ક્રિય નથી. તે વાત આ ગાળામાં સમજાવે છે -
कत्ताइत्तणओ वा सक्किरिओऽयं मओ कुलालोव्व । देहप्फंदणओ वा पच्चक्खं जंतपुरिसोव्व ॥१८४६॥
Page #448
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠા ગણધર - મંડિક
( कर्त्रादित्वतो वा सक्रियोऽयं मतः कुलाल इव ।
देहस्पन्दनतो वा प्रत्यक्षं यन्त्रपुरुष इव ॥)
ગણધરવાદ
ગાથાર્થ - અથવા આ આત્મા કર્તૃત્વાદિ ભાવવાળો હોવાથી ફુલાલની જેમ સક્રિય છે. અથવા પ્રત્યક્ષપણે દેહનું સ્પન્દન વગેરે દેખાતું હોવાથી યન્ત્રપુરુષની જેમ પણ સક્રિય છે. ૧૮૪૬॥
૪૨૩
વિવેચન - મુક્ત આત્મા તેવા પ્રકારનો ઊર્ધ્વગતિપરિણામ, કર્મક્ષય દ્વારા લાઘવતા, બંધનવિચ્છેદ અને પૂર્વપ્રયોગ વગેરે કારણોથી ગતિમાન એટલે કે સક્રિય છે. આત્મા અમૂર્ત હોવા છતાં ચૈતન્યગુણવાળો અને ગતિક્રિયાવાળો છે. આ વાત ઉપર સમજાવી. હવે સંસારી અને મુક્ત એમ બન્ને પ્રકારના આત્મામાં સક્રિયત્વ સમજાવતાં કહે છે કે -
44
‘અયમાત્મા સયિ:, તૃવમોવતૃત્વધર્મવત્ત્વાત્ જ્ઞાનવત્'' આ આત્મા સક્રિય છે. કર્તા-ભોક્તા હોવાથી, કુંભારની જેમ, આ એક અનુમાન છે. જે જે કર્તા-ભોક્તા હોય છે તે નિયમા સક્રિય જ હોય છે. જેમકે કુંભાર ઘટાદિ ભાજનનો કર્તા-ભોક્તા છે. તેથી નિયમા ક્રિયાવાળો છે. તેવી જ રીતે આ આત્મા પણ સુખ-દુઃખ આદિનો કર્તા-ભોક્તા
છે. માટે અવશ્ય સક્રિય છે.
જે દ્રવ્ય સક્રિય હોતું નથી તે દ્રવ્ય કર્તા-ભોક્તા પણ હોતું નથી. જેમકે આકાશ. આ રીતે આ વ્યતિરેકવ્યાપ્તિ જાણવી તથા આત્મા સયિ:, પ્રત્યક્ષત વ વેદસ્વિન્તવર્ણનાત્ ચન્દ્રપુરુષવત્ । આ બીજું અનુમાન છે. જ્યાં જ્યાં પ્રત્યક્ષપણે દેહનું હલન-ચલન વગેરે દેખાય છે ત્યાં ત્યાં અવશ્ય સક્રિયતા હોય છે. જેમકે ઘંટી આદિ યંત્રોમાં કામ કરતા
પુરુષનું શરીર પ્રત્યક્ષપણે હરતું-ફરતું દેખાય છે. તેથી તે સક્રિય છે. તેમ આ આત્માના દેહનું હલન-ચલન પ્રત્યક્ષપણે દેખાય છે. માટે જરૂર સક્રિય છે આ બીજું અનુમાન જાણવું. આ રીતે આત્માનું સક્રિયપણું સિદ્ધ કર્યું. તેથી મુક્તિગમન સમયે આ આત્મા સાતરાજ ગતિ કરે છે. આ વાત સિદ્ધ થઈ. ૧૮૪૬॥
મંડિક બ્રાહ્મણ તરફથી થયેલી શંકાનો ભગવાન ઉત્તર આપે છે - देहप्फंदणहेऊ होज्ज पयत्तो त्ति सोवि नाकिरिए । होज्जादिट्ठो व मई, तदरूवत्ते नणु समाणं ॥१८४७॥ रूवित्तम्मि स देहो वच्चो तप्फंदणे पुणो हेऊ । पइनिययपरिप्फंदणमचेयणाणं न वि य जुत्तं ॥१८४८ ॥
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૨૪
છઠ્ઠા ગણધર - મંડિક
(देहस्पन्दनहेतुर्भवेत् प्रयत्न इति सोऽपि नाक्रिये । भवेददृष्टो वा मतिस्तदरूपत्वे ननु समानम् ॥ रूपित्वे स देहो, वाच्यस्तत्स्पन्दने पुनर्हेतुः । प्रतिनियतपरिस्पन्दनमचेतनानां नापि च युक्तम् ॥ )
ગાથાર્થ - દેહના પરિસ્પંદનમાં હેતુ આત્માનો પ્રયત્ન છે. (પણ સક્રિયત્વ કારણ નથી.) તો આત્માને અક્રિય માન્યે છતે તે પ્રયત્ન પણ ન ઘટે. કોઈ સ્વાભાવિક અદૃષ્ટ જ કારણ છે. તો તેને અરૂપી માનો તો આત્માને જ સક્રિય માનવો એ સમાન જ છે.
11928911
ગણધરવાદ
અને તે અદૃષ્ટને રૂપી માનો તો તે કાર્પણ દેહ જ કારણ માનવાનું રહ્યું. તેના પરિસ્પન્દનનો હેતુ અન્ય અન્ય માનતાં અનવસ્થા થાય અને અચેતન એવા દેહનું પ્રતિનિયત પરિસ્પંદન થયું તે અયુક્ત છે. ૧૮૪૮॥
-
વિવેચન ગાથા ૧૮૪૬માં દેહમાં પરિસ્પન્દન જણાતું હોવાથી દેહમાં વર્તતો આત્મા સક્રિય છે આમ કહેવામાં આવ્યું છે. ત્યાં મંડિક બ્રાહ્મણ ભગવાન શ્રી મહાવીર પ્રભુને પ્રશ્ન કરે છે કે -
મંડિકબ્રાહ્મણ ભગવાન્ ! દેહના તે પરિસ્પંદનમાં તો આત્માનો પ્રયત્ન જ કારણ છે. પણ ક્રિયા એ કારણ નથી. અર્થાત્ આત્માનો તેવા પ્રકારનો જે પ્રયત્ન થાય છે તે કારણ છે અને પ્રયત્ન એ ગુણ છે ક્રિયા નથી. તેનાથી જ દેહનું પરિસ્પન્દન થાય છે. તેમાં ક્રિયા એ કારણ નથી. તેથી આત્મા સક્રિય સિદ્ધ થતો નથી.
-
ભગવાન - જો આત્માને અક્રિય જ માનો તો તે આત્મામાં પ્રયત્ન પણ ન જ સંભવે. જેમ આકાશ અક્રિય છે તેથી તેમાં પ્રયત્ન વિશેષ સંભવતો નથી તેવી રીતે જો આત્મા અક્રિય હોય તો તેમાં કોઈપણ જાતનો પ્રયત્ન સંભવે જ નહીં. કારણ કે પ્રયત્નવિશેષ છે તે સક્રિયત્વજન્ય છે. તેથી આત્માને સક્રિય માનવો જોઈએ. તથા પ્રયત્ન એ પણ એક પ્રકારની ક્રિયા છે. ક્રિયાત્મક ગુણ જ તેથી જો આત્મામાં પ્રયત્ન તો સક્રિયત્વ પણ છે જ અને જો આ પ્રયત્નને ક્રિયાત્મક ન માનવામાં આવે અને અમૂર્ત એવો ગુણ જ માત્ર માનવામાં આવે તો અમૂર્ત એવા તે પ્રયત્નગુણને દેહના પરિસ્પન્દનો હેતુ માનવામાં શું કારણ ? જેમ આકાશ અમૂર્ત છે તો પરિસ્પંદનનો હેતુ શા માટે બને ? અર્થાત્ અમૂર્ત એવો પ્રયત્નગુણ પરિસ્પંદનનો હેતુ ન બને.
Page #450
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૨૫
મંડિક - અન્ય કોઈપણ કારણોથી નિરપેક્ષ એવો આ અમૂર્ત પ્રયત્નાત્મક ગુણ પરિસ્પન્દનનો સ્વતઃ જ (પોતાની મેળે આપોઆ૫) કારણ બને છે. તેમાં કોઈ અન્ય કારણની અપેક્ષા નથી.
ભગવાન - જો આમ જ હોય તો અમૂર્ત એવો આત્મા જ પરિસ્પંદનનો હેતુ બની શકે છે. નિરર્થક વચ્ચે પ્રયત્ન માનવાની પણ શી જરૂર ? જો અમૂર્તિ એવો પ્રયત્ન સ્વયં પોતે જ પરિસ્પંદનનો હેતુ બનતો હોય તો અમૂર્ત એવો ગુણી આત્મા જ સ્વયં પરિસ્પંદનનો હેતુ કેમ ન બને? કે જેથી પ્રયત્નની નિરર્થક વચ્ચે કલ્પના કરવી પડે.
મંડિક - જો આત્માને પરિસ્પંદનનો હેતુ માનીએ તો આત્માને સક્રિય માનવો પડે અને અમારી દૃષ્ટિએ આત્મા અક્રિય છે. તેથી દેહના પરિસ્પન્દનનું કોઈ અદષ્ટ (ન દેખાય તેવું) કારણ છે. પણ આત્મા કારણ નથી. કારણ કે આત્મા નિષ્ક્રિય છે. પ્રયત્ન પણ કારણ નથી. કારણ કે પ્રયત્ન એ અમૂર્તિ ગુણ છે. તેથી આત્મા અને પ્રયત્નને છોડીને અન્ય કોઈ અવાચ્ય એવું “અદેખું” કારણ છે.
ભગવાન - હે મંડિક ! તમે જેને “અદેખું” કારણ કહો છો તે અમૂર્ત છે કે મૂર્તિ છે ? (અર્થાત્ અરૂપીતત્ત્વ છે કે રૂપીતત્ત્વ છે !) જો આ અદૃષ્ટતત્ત્વ અમૂર્ત (અરૂપી) છે આમ કહેશો તો આત્મા પણ અમૂર્ત છે. તેને જ કારણ કેમ ન મનાય કે જેથી નવા અષ્ટતત્ત્વની કલ્પના કરવી પડે. જેમ તમે પહેલાં પ્રયત્નને કારણ માન્યું હતું, હવે તમે અષ્ટને કારણ માન્યું પણ જો આ બધાં અમૂર્ત હોવા છતાં પરિસ્પન્દનનું કારણ બનતું હોય તો પછી આત્મા પણ અમૂર્ત છે તે જ પરિસ્પન્દનનું કારણ બને. આમ કેમ સ્વીકારતા નથી ? નિરર્થક નવી નવી કલ્પનાઓ કરવાથી શું ફાયદો ? ગૌરવ જ થાય. માટે અમૂર્ત એવો આત્મા જ પરિસ્પન્દનનું કારણ છે અને આ કારણે તે સક્રિય છે.
મંડિક - અમારી દૃષ્ટિએ આત્મા અક્રિય છે. માટે અમે “અદેષ્ટ” કારણે માનીએ છીએ અને તે અદૃષ્ટ અમૂર્તિ માનીએ તો ઉપરોક્ત દોષ આવે છે. તેથી તે અદૃષ્ટને અમે મૂર્ત માનીશું. અર્થાત્ આ અદૃષ્ટ રૂપી છે એમ માનીશું. તો તો કોઈ દોષ નહીં આવેને?
ભગવાન - આત્માને છોડીને આ સ્થૂલશરીરના પરિસ્પન્દનું જો કોઈ અન્ય કારણ માનો અને તેને મૂર્તિ માનો તો તે “કાર્મણશરીર” જ થયું (અર્થાત્ સૂક્ષ્મ શરીર જ સ્કૂલ શરીરના પરિસ્પન્દનનું કારણ બન્યું.) બીજું કોઈ મૂર્તિદ્રવ્ય ત્યાં છે જ નહીં, તેથી બીજું કોઈ પણ કારણ સંભવતું નથી. હવે બહાર દેખાતા સ્થૂલ શરીરના પરિસ્પન્દનના હેતુ તરીકે વપરાતા એવા આ કાર્મણશરીરને કારણ માનશો તો તે પણ એક શરીર છે. તેના પરિસ્પન્દનનું
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૨૬
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
પણ કોઈક કારણ હોવું જોઈએ. તેનું જે કારણ તે મૂર્ત માનશો, તો તે પણ પરિસ્પન્દનાત્મક જ થશે. તેથી તેનું પણ કોઈક કારણ હોવું જોઈએ. આમ અનવસ્થા દોષ આવશે.
મંડિક અમને અનવસ્થા દોષ આવશે નહીં. કારણ કે અમે સ્થૂલ શરીરના પરિસ્પન્દનનું કારણ કાર્યણશરીર એટલે કે સૂક્ષ્મ શરીર કારણ માનીશું અને સૂક્ષ્મ એવા કાર્યણશરીરના પરિસ્પન્દનનું કારણ “અદૃષ્ટ” માનીશું અને તે અદૃષ્ટ પોતાના સ્વભાવથી જ કાર્મણશરીરના પરિસ્પંદનના કારણસ્વરૂપે પ્રવર્તે છે એમ માનીશું. તેથી પાછળ-પાછળ કારણ માનવાની આપત્તિરૂપ અનવસ્થા દોષ અમને આવશે નહીં.
ભગવાન - જો આમ માનશો તો બહાર દેખાતા એવા સ્થૂલ શરીરના પરિસ્પન્દનની પ્રવૃત્તિ તે અદૃષ્ટથી જ થઈ જશે. વચ્ચે નિરર્થક ન દેખાતા એવા કાર્યણશરીરની કલ્પના કરવાની શું જરૂર ? અર્થાત્ તમે ઉપર જે એમ કહ્યું કે અદૃષ્ટથી સ્વાભાવિકપણે જ કાર્પણનું પરિસ્પન્દન થાય અને કાર્યણના પરિસ્પન્દનથી સ્થૂલ શરીરનું પરિસ્પન્દન થાય. પરંતુ આમ જો અદૃષ્ટ એ પરિસ્પન્દનનું કારણ બનતું હોય તો તો તે અદૃષ્ટ પોતે જ સીધેસીધું સ્થૂલશરીરના જ પરિસ્પન્દનનું કારણ કેમ ન બને ? કે જેથી વચ્ચે નાહક કાર્યણની કલ્પના કરવી પડે ?
મંડિક - અÒવમ્ = ભલે ત્યારે એમ હો. કાર્મણશરીર વચ્ચે કારણ નથી. પણ અદૃષ્ટ જ સ્થૂલશરીરના પરિસ્પન્દનનું કારણ છે એમ જ અમે માનીશું.
ભગવાન - તદ્યુતમ્ = તમારી તે વાત બરાબર નથી. કારણ કે અચેતન એવા જે કોઈ પણ પદાર્થો હોય છે તે આવા પ્રકારના પ્રતિનિયત પરિસ્પન્દનમાં સ્વાભાવિકપણે કારણ બનતા નથી. સ્થૂલ શરીર જ્યારે જ્યારે ગમનાગમન-ઉઠવા-બેસવાની કે શયનની ક્રિયા કરે છે ત્યારે બુદ્ધિપૂર્વક સુખાકારીપણે કોઈ તકલીફ ન પડે તે રીતે તે તે ક્રિયા અર્થાત્ પરિસ્પંદન કરે છે. તેથી તેવી તેવી ક્રિયાઓની પાછળ એટલે કે તેવા તેવા પરિસ્પંદનની પાછળ કોઈ સચેતન (બુદ્ધિશાળી) પદાર્થ કારણ હોય તો જ આમ બને. પણ અચેતન એવું અદૃષ્ટ કારણ નથી. ચેતન જ કારણ છે. તે જ પ્રતિનિયત (અમુક અમુક પ્રકારે ચોક્કસપણે) થતા પરિસ્પન્દનનું કારણ છે અને તે ચૈતન્ય ગુણવાળો આત્મા જ કારણ છે અને તે કારણે તે આત્મા સક્રિય છે.
જો અચેતન પદાર્થો સ્વાભાવિકપણે પરિસ્પન્દનનું કારણ બનતા હોય તો અચેતન દ્રવ્યમાં બુદ્ધિતત્ત્વ ન હોવાથી અને સ્વાભાવિકપણે જ કારણ બનતા હોવાથી જેમાં અન્ય હેતુની અપેક્ષા ન હોય તે કાં તો સદા કારણ જ બન્યા કરે અથવા ક્યારે પણ કારણ
Page #452
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છટ્ટા ગણધર - મંડિક
૪૨૭
ન બને, ઈત્યાદિ દોષો આવવાની આપત્તિ આવે. તેથી અચેતન એવું અદૃષ્ટ એ પરિસ્પન્દનનું કારણ નથી. પરંતુ કર્મથી યુક્ત એવો સચેતન આત્મા જ પ્રતિનિયત એવા સ્થૂલ દેહના પરિસ્પન્દનનો હેતુ હોવાથી આત્મા જ આ કાર્યમાં વેપારાત્મક છે. તેથી આત્મા સક્રિય છે. ll૧૮૪૭-૧૮૪૮
મંડિક - હે ભગવાન ! સ્કૂલ દેહના પરિસ્પન્દનનું કારણ કર્મયુક્ત એવો જીવ જ જો હોય તો કર્મયુક્ત ભવસ્થ જીવમાં સક્રિયત્વ સંભવે, પરંતુ મુક્તાત્માને આ સક્રિયત્ન કેમ ઘટે ? કારણ કે તેને તો સ્થૂલશરીર જ નથી. તેથી તેનું પરિસ્પન્દન નથી તો મોક્ષ જતા આત્માને સાત રાજ ગતિ કરવા સ્વરૂપ સક્રિયત્ન કેમ સંભવે ? આવી મંડિકની શંકાનો ભગવાન ઉત્તર આપે છે -
होउ किरिया भवत्थस्स, कम्मरहियस्स किंनिमित्ता सा ? । नणु तग्गइपरिणामा, जह सिद्धत्तं तहा सा वि ॥१८४९॥ (भवतु क्रिया भवस्थस्य, कर्मरहितस्य किंनिमित्ता सा । ननु तद्गतिपरिणामाद् यथा सिद्धत्वं तथा साऽपि ॥)
ગાથાર્થ - ભવસ્થ એવા જીવમાં તે ક્રિયા ભલે હો, પરંતુ કર્મરહિત એવા જીવમાં તે ક્રિયા કયા નિમિત્તે હોય ? ઉત્તર - તગતિ પરિણામ હોવાથી તે ક્રિયા થાય છે. જેમ સિદ્ધત્વ પ્રગટ થાય છે તેમ. /૧૮૪૯ll
વિવેચન - આ ગાથામાં પહેલા અર્ધા ભાગમાં પ્રશ્ન છે. પાછલા અર્ધા ભાગમાં ઉત્તર છે. ભાવાર્થ લગભગ કહેવાઈ ગયો છે. છતાં સારાંશ આ પ્રમાણે છે -
સ્થૂલ દેહમાં થતા પરિસ્પન્દનનું કારણ જો કર્મયુક્ત એવો જીવ જ હોય અને તેથી તે સંસારી જીવ જો સક્રિય હોય તો ભલે એમ હો. ભવસ્થ જીવમાં ક્રિયા હો. કારણ કે તે જીવ કર્મોદયવાળો છે. પરંતુ કર્મરહિત એવા મોક્ષના જીવમાં તે ક્રિયા છે એમ કેવી રીતે માનવું ? કારણ કે ત્યાં તો કર્મ નથી. તેથી કર્મરહિત તે મુક્ત આત્માને ગમનક્રિયા કોના નિમિત્તે સંભવે ? અને કર્મ ન હોવાથી ક્રિયા ન સંભવે તેથી મોક્ષે જતો જીવ તો અક્રિય જ હોવો જોઈએ. આવી શંકા મંડિકજીની છે.
ભગવાન તેનો ઉત્તર આપતાં કહે છે કે - તેવા પ્રકારનો આ જીવનો ઊર્ધ્વગતિપરિણામ હોવાથી (તથા પૂર્વપ્રયોગ-બંધવિચ્છેદ અને કર્મક્ષયથી થયેલી લઘુતા વગેરે કારણોથી) આ જીવની સાત રાજ ગતિ થાય છે. આ ઉત્તર પહેલાં અપાઈ જ ગયો છે. વળી જેમ કર્મોના
Page #453
--------------------------------------------------------------------------
________________
૪૨૮
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
ક્ષયથી જીવમાં સિદ્ધત્વ પ્રગટ થાય છે તેમ કર્મોના ક્ષયથી આ જીવમાં તે ગતિક્રિયા પણ પ્રગટ થાય છે. માટે આત્મા જેમ સિદ્ધત્વ દશાવાળો છે તેમ ગતિક્રિયાવાળો પણ છે જ. //૧૮૪૯
किं सिद्धालयपरओ न गई, धम्मत्थिकायविरहाओ । सो गइउवग्गहकरो, लोगम्मि जमत्थि नालोए ॥१८५०॥ (किं सिद्धालयपरतो न गति-धर्मास्तिकायविरहात् । स गत्युपग्रहकरो लोके, यदस्ति नालोके ॥)
ગાથાર્થ - તો મુક્તાત્માની સિદ્ધાલયથી ઉપર ગતિ કેમ થતી નથી ? ધર્માસ્તિકાયનો વિરહ હોવાથી, કારણ કે તે ગતિમાં મદદગાર છે અને તે માત્ર લોકમાં જ છે, અલોકમાં નથી. /૧૮૫oll
વિવેચન - ઉપર કરેલી ચર્ચાથી જણાય છે કે કર્મક્ષય થવાથી જેમ સિદ્ધત્વ પ્રગટે છે તેમ જીવનો ઊર્ધ્વગતિ સ્વભાવાદિ હોવાથી પરમાત્મા સાત રાજ ઊર્ધ્વગતિ કરે છે તેથી આત્મા સક્રિય છે. તો અહીં પ્રશ્ન થાય છે કે જો ઊર્ધ્વગતિ સ્વભાવ છે તો સાતરાજ જ ગતિ કેમ કરે છે ? વધારે ગતિ કેમ કરતા નથી ? અર્થાત્ ઉપર કહેલા ન્યાય પ્રમાણે સિદ્ધ પરમાત્માને ગતિક્રિયા વડે સક્રિયત્ન ઈચ્છાય છે તો સિદ્ધાલયથી એટલે કે સિદ્ધ ભગવંતોને રહેવાના ક્ષેત્રથી આગળ અલોકમાં પણ તે મુક્ત થતા જીવની ગતિ કેમ થતી નથી ?
ભગવાન - હે મંડિક ! સિદ્ધાલયથી આગળ ગતિમાં સહાયક એવું જે ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે તેનો વિરહ છે. તેથી મુક્ત થતા જીવની ગતિ સિદ્ધાલયથી આગળ થતી નથી.
મંડિક - હે ભગવાન ! અલોકમાં ધર્માસ્તિકાયનો વિરહ કેમ છે ?
ભગવાન - હે મંડિક ! જે કારણથી આ ધર્માસ્તિકાય દ્રવ્ય લોકમાં જ છે, અલોકમાં નથી. એટલું જ નહીં પણ આ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો હોવા અને ન હોવાના કારણે જ લોક અને અલોક એવા બે ભાગ પડેલા છે. જ્યાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો છે તે લોક અને જ્યાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો નથી તે અલોક કહેવાય છે. જો અલોકમાં પણ ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય છે આમ કહીએ તો લોક-અલોક જેવી કોઈ વ્યવસ્થા જ ન રહે. માટે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાય આ પાંચ
Page #454
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૨૯
દ્રવ્યો જ્યાં છે તે લોક અને આ પાંચ દ્રવ્યો જ્યાં નથી તે અલોક કહેવાય છે. આવી અનાદિકાલની જગવ્યવસ્થા છે.
મંડિક - હે ભગવાન્ ! અલોકમાં આ ધર્માસ્તિકાય દ્રવ્ય ભલે ન હોય. મુક્ત જીવને ઊર્ધ્વગતિ કરવાના કાર્યનો આ પ્રસંગ છે. તેમાં ધર્માસ્તિકાય ન હોય તો શું દોષ ? તેથી પ્રસ્તુત કાર્યમાં બીનઉપયોગી એવા તે ધર્માસ્તિકાયની શી જરૂર ? ભલે તે ન હોય. તેના વિના પણ અલોકમાં મુક્તજીવની ગતિ હો. કારણ કે ઊર્ધ્વગતિ સ્વભાવ હોવાથી સાત રાજ જ ગતિ કરવી એવો કોઈ નિયમ નથી. તેથી આવા નિયમના અભાવે અલોકમાં પણ મુક્તજીવની ગતિ થવી જોઈએ.
ભગવાન ! હે મંડિક ! આ પ્રશ્ન અયુક્ત કારણ કે જીવોની અને પુદ્ગલોની ગતિમાં ઉપગ્રહ કરવાના સ્વભાવવાળો અર્થાત્ સહાયક એવો આ ધર્માસ્તિકાય છે. અન્ય કોઈ સહાયક દ્રવ્ય નથી. અને આ ધર્માસ્તિકાય દ્રવ્ય જે સહાયક છે તે લોકાકાશમાં જ છે. અલોકાકાશમાં નથી. તેથી મુક્તજીવની ગતિ અલોકાકાશમાં થતી નથી. આ પ્રમાણે માછલાને તરવાની શક્તિ જેમ પોતાની છે તો પણ સહાયક એવું જલદ્રવ્ય હોય ત્યાં સુધી જ તરે છે. રેતીવાળો ભાગ આવે ત્યારે માછલું પોતાની શક્તિ હોવા છતાં પણ તરી શકતું નથી. તેમ અલોકમાં ધર્માસ્તિકાયદ્રવ્ય ન હોવાથી સહાયક દ્રવ્યના અભાવે લોકાકાશથી આગળ અલોકાકાશમાં મુક્ત આત્માની ગતિ કેમ પ્રવર્તે ? અર્થાત્ પ્રવર્તતી નથી. II૧૮૫૦
હે ભગવાન્ ! આ વાત કેવી રીતે સમજાય કે લોકથી અન્ય એવો પણ અલોક નામનો કોઈ પદાર્થ છે ? માત્ર લોક જ છે અને અલોક જેવું કોઈ ક્ષેત્ર છે જ નથી. આમ માનીએ તો શું ? આવી શંકાનો ઉત્તર ભગવાન આપે છે
-
लोगस्स त्थि विवक्खो, सुद्धत्तणओ घडस्स अघडोव्व । स घडाइच्चिय मई, न निसेहाओ तदणुरूवो ॥ १८५१ ॥
(लोकस्यास्ति विपक्षः, शुद्धत्वतो घटस्याघट इव ।
स घटादिरेव मतिर्न निषेधात् तदनुरूपः ॥ )
ગાથાર્થ - લોકનો પ્રતિપક્ષી (અલોક જેવો) કોઈક પદાર્થ છે. કારણ કે “લોક”
એ શુદ્ધ પદ હોવાથી, જેમ ઘટનો પ્રતિપક્ષી અઘટ છે તેમ. તે ઘટાદિ જ હો આવો પ્રશ્ન કોઈ કરે તો તે બરાબર નથી. કારણ કે આ પર્યુદાસ નિષેધ હોવાથી તેને અનુરૂપ હોવો જોઈએ. ૧૮૫૧||
Page #455
--------------------------------------------------------------------------
________________
૪૩૦ છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ વિવેચન - “અલોક” નામનો પદાર્થ એટલે કે અલોકાકાશ આ સંસારમાં છે તે યુક્તિપૂર્વક સિદ્ધ કરતાં ભગવાન જણાવે છે કે “લોક” એ શુદ્ધપદ છે અને વ્યુત્પત્તિવાળું પદ છે. તેથી તેનો વિપક્ષ એટલે કે વિરોધપક્ષ “અલોક” આ સંસારમાં અવશ્ય છે જ. જેમ “ઘટ” એ શુદ્ધ અને વ્યુત્પત્તિવાળું પદ હોવાથી તેનો વિપક્ષ “અઘટ” એટલે કે પટાદિ ઈતર પદાર્થ છે તેમ અહીં જાણવું. તેનો અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે -
"अस्ति लोकस्य विपक्षः, व्युत्पत्तिमच्छुद्धपदाभिधेयत्वात्, यथा घटस्याघटः ।"
જે જે વ્યુત્પત્તિવાળાં પદો હોય અને શુદ્ધ પદ (સમાસ વિનાનાં - એકલવાયાં) પદો હોય તે તે પદોથી વાચ્ય વસ્તુથી વિપરીત વસ્તુ આ સંસારમાં અવશ્ય હોય છે. જેમ “ઘટ” એટલે માટીનો ઘટ, આ પદ વ્યુત્પત્તિવાળું પણ છે અને સમાસ વિનાનું એકલું પદ હોવાથી તેનાથી વાચ્ય વસ્તુ ઘટ જેમ છે. તેમ તેનાથી વિરોધી “અઘટ” ઘટ વિનાના પટાદિ ઈતર પદાર્થો પણ છે જ. તેમ “લોક” શબ્દ પણ વ્યુત્પત્તિવાળો અને સમાસ વિનાનો એકલો શબ્દ એટલે શુદ્ધપદ હોવાથી જેમ લોક છે તેમ તેનો વિરોધી અલોક પણ આ સંસારમાં અવશ્ય છે જ. સારાંશ કે વ્યુત્પત્તિવાળા એવા શુદ્ધ પદ વડે જે પદાર્થ કહેવાય તે તો હોય જ છે. પરંતુ તેનો વિપક્ષ પણ અવશ્ય હોય જ છે. તેથી જેમ લોક છે તેમ અલોક પણ અવશ્ય છે જ.
મંડિક - હે ભગવાન!“ નો રૂતિ અત્નો:” જે લોકસ્વરૂપ ન હોય તે અલોક કહેવાય. જેમ “થ: અથર્વ:” આમ નતપુરુષ સમાસ કરીએ તો ૧૪ રાજપ્રમાણ જે આકાશ છે તે લોકાકાશ એટલે કે લોક કહેવાય છે અને જે લોકસ્વરૂપ નથી તે ઘટપટ આદિ સ્થૂલ-સૂમ પદાર્થો જે છે તે જ અલોક છે. આમ જ માની લોને ? લોકની બહાર “અલોકાકાશ” નામનો આકાશાત્મક પદાર્થાન્તર (ભિન્ન પદાર્થ) છે આમ માનવાની શી જરૂર છે ? જે લોકરૂપ ન હોય તે ઘટ-પટ આદિ પદાર્થોને જ અલોક કહોને ? સ્વતંત્ર અલોકાકાશ પદાર્થ માનવાની જરૂર નથી.
ભગવાન - આ પ્રશ્ન ઉચિત નથી. નિષેધવાચક નન્ બે પ્રકારના હોય છે. એક પ્રસજ્ય અને બીજો પઠુદાસ. જે પ્રસર્યો નન્ હોય છે તે નિષેધ જ માત્ર કરે છે. ઈતરનું (વિપક્ષનું) વિધાન કરતો નથી. જેમ “નાતિ અર્થ: વી તત્ અનર્થ વ:” જેનો કંઈ અર્થ નથી તેવું વચન તે અનર્થક વચન અને જે જે શબ્દોના કોઈ અર્થો નથી તે અનર્થક એમ અર્થનો નિષેધ માત્ર જ જણાવે છે તેને પ્રસર્યો નન્ કહેવાય છે. બીજો પર્યદાસ નમ્ છે. તે કરે છે નિષેધ, પણ સમજાવે છે તેના સમાન વિપક્ષનું વિધાન. જેમકે “ર થઈ:
Page #456
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છટ્ટા ગણધર - મંડિક
૪૩૧ મથ” અહીં ધર્મ નહીં તે અધર્મ એમ શબ્દ પ્રમાણે ધર્મનો નિષેધ જ માત્ર થાય પણ આ અધર્મ શબ્દ ધર્મના અભાવ માત્રને કહેતો નથી. પરંતુ ધર્મ એ જેમ સદાચાર સ્વરૂપ શુભપ્રવૃત્તિ છે તેમ અધર્મ એટલે તેનાથી વિપરીત જે દુરાચારવાળી પાપિઇ પ્રવૃત્તિ છે તેને અધર્મ કહેવાય છે. જો ધર્મ ન હોય તેને અધર્મ કહેવાય તો ધર્મ ન કરતા સામાન્ય માણસ અથવા ઘટ-પટ આદિ પદાર્થ પણ અધર્મી કહેવરાવા જોઈએ. પણ લોકો તેને અધમ કહેતા નથી. પરંતુ જે દુરાચારી છે, પાપી છે, ખોટા આચારો આચરે છે તેને જ અર્થાત્ ધર્મ વિરુદ્ધ આચરણવાળાને જ અધમ કહે છે.
આ પ્રમાણે અધર્મ શબ્દમાં વપરાયેલો નન્ પય્દાસ નય કહેવાય છે. તેથી ધર્મ જેમ સદાચારાત્મક છે તેમ અધર્મ પણ તેની સમાન અને તેનાથી વિપક્ષભૂત દુરાચારાત્મક આચારસ્વરૂપ છે. પણ શૂન્યાત્મક નથી. તેવી જ રીતે “અલોક” શબ્દમાં વપરાયેલો નમ્ એ પથુદાસ નગ્ન છે. પર્યુદાસ નમ્ વડે નિષેધ કરવા યોગ્ય જે પદાર્થ હોય છે તેને અનુરૂપ જ વિપક્ષ લેવો જોઈએ. “નો: તિ મનો:' આ સમાસમાં “જે લોક નહીં તે અલોક” આવો અર્થ થાય છે. ત્યાં વિધાન કરાતો જે લોક તે આકાશાત્મક છે. તેથી તેનો નિષેધ કરતા અલોક શબ્દ વડે પણ લોકથી વિપક્ષ એવો પણ લોકને અનુરૂપ આકાશ જ લેવાય. પણ ઘટ-પટ ન લેવાય. માટે અલોક નામનો આકાશાસ્તિકાય પદાર્થ છે. આમ સમજવું જોઈએ.
જેમ કોઈ માણસ બહુ જ ભણેલો-ગણેલો હોય તો તેને પંડિત કહેવાય છે. અને ન ભણેલાને અપંડિત કહેવાય છે. ત્યાં “અપંડિત” શબ્દ કહે છતે વિશિષ્ટ જ્ઞાનથી રહિત એવો પણ ચૈતન્ય ગુણવાળો પુરુષ જ લેવાય છે પણ ઘટ-પટ આદિ અચેતન પદાર્થ લેવાતા નથી. કારણ કે પંડિત શબ્દથી જો પુરુષ લેવાય છે. તો અપંડિત શબ્દથી પણ પુરુષ જ લેવાય છે. માત્ર વિશિષ્ટ જ્ઞાનવાળાપણું અને વિશિષ્ટ જ્ઞાનરહિતપણું આટલો જ તફાવત છે. પરંતુ પુરુષપણે સદેશ હોય તે જ વિપક્ષમાં લેવાય છે. તેમ અહીં લોકશબ્દથી આકાશ લેવાય છે તેથી અલોકશબ્દથી પણ લોકને અનુરૂપ આકાશ જ લેવાય છે. માત્ર જે આકાશ પાંચ દ્રવ્યના સંયોગવાળું છે તે લોકાકાશ અને જે આકાશ પાંચ દ્રવ્યના સંયોગ વિનાનું હોય છે તે અલોકાકાશ કહેવાય છે. આમ બને આકાશરૂપે અનુરૂપ જ હોવા જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે -
नयुक्तमिव युक्तं वा, यद्धि कार्यं विधीयते । तुल्याधिकरणेऽन्यस्मिंल्लोकेऽप्यर्थगतिस्तथा ॥
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૩૨
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
નમ્ થી યુક્ત અને રૂવ થી યુક્ત એવું જે પદ હોય છે તેનાથી જે કાર્ય વિધાન કરાય છે તે આ લોકમાં તેની સમાન એવા અન્ય પદાર્થમાં જ બોધ કરાય છે. જેમ પંડિત શબ્દથી પુરુષ લેવાય છે તો અપંડિત શબ્દથી પણ ન ભણેલો એવો પણ પુરુષ જ લેવાય છે. તથા “વાર્થ રાવ રૂ માનવીન્' આ માણસ રાવણના જેવો અભિમાની છે. અહીં રૂવ પદવાળો રાવણ જેમ માણસ છે તેમ જેને આપણે અભિમાની કહ્યો છે તે પણ માનવ જ હોવો જોઈએ. આ રૂવ યુક્ત પદનું ઉદાહરણ છે. તે જ પ્રમાણે અન્ય સ્થાને પણ કહ્યું છે - “નરૂવયુવતીચન્દ્રશાધિર તથા દિનથતિઃ” નગ્ન અને રૂ થી યુક્ત પદના અર્થનો બોધ તેનાથી વિપરીત પણ તેનાથી સમાનમાં જ થાય છે. કારણ કે તે રીતે જ અર્થનો બોધ થાય છે. તેથી અહીં પણ લોક શબ્દથી જ આકાશ લેવાય છે તો અલોક શબ્દથી પણ આકાશ જ લેવાય છે. પણ ઘટ-પટાદિ પદાર્થો લેવાતા નથી. આ રીતે અપંડિત જેમ પંડિતનો પ્રતિપક્ષી હોવાથી પુરૂષરૂપે છે તેમ અલોક પણ લોકનો પ્રતિપક્ષી હોવાથી આકાશાસ્તિકાય સ્વરૂપે ભાવાત્મક પદાર્થ છે. પણ અભાવાત્મક કે શૂન્યાત્મક નથી. II૧૮૫૧/
અલોકાકાશનું અસ્તિત્વ માનવાથી જ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની સિદ્ધિ થાય છે. તે જણાવતાં ભગવાન કહે છે કે -
तम्हा धम्माधम्मा, लोयपरिच्छेयकारिणो जुत्ता । इहरागासे तुल्ले, लोगोऽलोगोत्ति को भेओ ? ॥१८५२॥ (तस्माद् धर्माधर्मों, लोकपरिच्छेदकारिणौ युक्तौ । રૂતરથાણે તુચે તોલોનો રૂતિ વો મેદ ? )
ગાથાર્થ - તેથી લોકના પરિચ્છેદ કરનારા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે આમ સમજવું એ જ યોગ્ય છે. જો એમ ન સ્વીકારવામાં આવે તો “આકાશપણું તુલ્ય હોતે છતે” આ લોક અને આ અલોક એવો વિભાગ કોના વડે કરાયો ? /૧૮૫૨ll
વિવેચન - ઉપર “અલોક” શબ્દની ઘણી ચર્ચા કરી છે. નિષેધ વાચક નગ્ન પ્રસજ્ય અને પર્યદાસ એમ બે પ્રકારનો હોય છે. ન્યાય અને વ્યાકરણશાસ્ત્રમાં કહ્યું છે કે -
द्वौ नौ प्रकृतौ लोके, पर्युदासप्रसज्यको । पर्युदासस्सदृग्ग्राही, प्रसज्यस्तु निषेधकृत् ॥१॥
પ્રસનમ્ વસ્તુનો નિષેધ જ માત્ર કરે છે, જ્યારે પદાસનમ્ જેનો નિષેધ સૂચવતો હોય છે. તેનાથી વિપરીત પણ તેના સદેશનું વિધાન કરે છે. જેમકે “અધર્મ”
Page #458
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૩૩
એટલે ધર્મનો અભાવ એટલું જ માત્ર નહીં. પરંતુ ધર્મથી વિરુદ્ધ એવા “પાપવાળાપણું. પાપી માણસને અધમ કહેવાય છે. એવી જ રીતે “અપંડિત” એટલે પંડિતજીનું ન હોવું એટલું જ માત્ર નહીં પણ ન ભણેલા એવા અભણ માણસનું હોવું. આમ સરખે સરખી ઈતર વસ્તુનું વિધાન કરે છે. તેમ અહીં પણ “અલોક” શબ્દથી લોકનો માત્ર અભાવ તે જ અલોક, એમ નહીં. પણ લોકાકાશથી ઈતર એવા “આકાશનું હોવું” તે અલોકાકાશ જાણવો.
આમ હોવાથી લોકાકાશને પરિચ્છેદ કરનારા એટલે કે લોકાકાશને અલોકાકાશથી છુટા પાડનારા અર્થાત લોકાકાશની સીમાને ધારણ કરનારા એવા કોઈક પદાર્થ હોવા જોઈએ અને તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના બે પદાર્થો લોકાકાશવ્યાપી છે. જે જીવ અને પદગલોને ગતિમાં અને સ્થિતિમાં અપેક્ષાકારણભૂત પદાર્થો છે. આ રીતે “અલોકાકાશ” નામનો પણ પદાર્થ છે. શૂન્યાત્મક નથી. તેથી અલોકાકાશ હોવાથી લોકના પરિચ્છેદને (વિભાગને) કરનારા ધર્મ અને અધર્મ દ્રવ્યો અવશ્ય છે જ.
કથા = જો આમ ન સમજીએ તો લોક-અલોકમાં વર્તતું સમસ્ત આકાશ એક હોવા છતાં, સમાન હોવા છતાં, આ લોક છે અને આ અલોક છે આવો ભેદ કોના વડે કરાયો? તેથી આપણે સમજવું જોઈએ અને સ્વીકારવું જોઈએ કે જે ક્ષેત્રમાં (ચૌદ રાજના પ્રમાણવાળા ક્ષેત્રમાં) ધર્મ-અધર્મ દ્રવ્યો વર્તે છે તે આકાશને લોકાકાશ કહેવાય છે અને શેષ આકાશને અલોકાકાશ કહેવાય છે. જેમ ૨૦૦૦ મીટરનો એક પ્લોટ હોય, તેમાં ૪00 મીટરની ભૂમિમાં બંગલો બનાવ્યો. ત્યાં આકાશપણે ૨૦૦૦ મીટરની ભૂમિ સમાન હોવા છતાં પણ બાંધેલા મકાનપણે ૪૦૦ મીટર અને ખુલ્લી ભૂમિપણે ૧૬૦૦ મીટર એમ વ્યવસ્થામાત્રકૃત ભેદ હોય છે. તેવી રીતે લોક અને અલોકની વ્યવસ્થાને કરનારા ધર્મ-અધર્મ દ્રવ્યો છે. ૧૮૫રાં
लोगविभागाभावे, पडिघायाभावओ अणवत्थाओ । संववहाराभावो, संबंधाभावओ होज्जा ॥१८५३॥ (નોવિભાવે, પ્રતિપાતામાવતોડનવસ્થતઃ | संव्यवहाराभावः, सम्बन्धाभावतो भवेत् ॥)
ગાથાર્થ - લોકાકાશ (અને અલોકાકાશ) નો વિભાગ જો ન માનીએ તો પ્રતિઘાતનો અભાવ થવાથી ક્યાંય અવસ્થાન ન થવાથી સમ્યવ્યવહારનો અભાવ થશે અને પરસ્પર સંબંધનો પણ અભાવ થશે. ll૧૮૫૩/l
વિવેચન - જો ધર્મ-અધર્મ આ બે દ્રવ્યો, અને તેના દ્વારા થતો લોક અને અલોકનો
Page #459
--------------------------------------------------------------------------
________________
૪૩૪
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
વિભાગ ન માનીએ તો લોક જેવો વિભાગ ન રહેતાં સર્વ એવું આકાશ આકાશપણે સમાન હોવાથી ગતિભાવે પરિણામ પામેલાં જીવ અને પુગલોને સંપૂર્ણ એવા અનંતાનંત આકાશમાં ગમે ત્યાં ગમનાગમન કરવામાં કોઈપણ જાતનો પ્રતિઘાત ન રહેવાથી (અટકાયત કરનાર કોઈ પદાર્થ ન હોવાથી) તેમની ગતિનું ક્યાંય અવસ્થાન થશે નહીં. ક્યાંય ગતિ અટકશે નહીં. અનંતાનંત અલોકમાં પણ સર્વત્ર ગમનાગમન કરશે અને તે અલોકાકાશ અનંત-અનંત હોવાથી તે જીવોનો અને પુદ્ગલોનો પરસ્પર સંબંધ રહેશે નહીં. કોઈ એક જીવનો બીજા જીવ સાથે ગાઢ રાગ અથવા ગાઢ દ્વેષ થયો હશે. તો ભવાન્તરમાં રાગ દ્વારા સ્નેહપૂર્વક અને દ્વેષ દ્વારા વૈરવૃત્તિ માટે જે પરસ્પર મિલન થાય છે. તે મિલન (સંબંધ) નો પણ અભાવ થશે.
જીવો ક્યાંય ફરતા રહેશે અને ઔદારિકાદિથી કાશ્મણ સુધીની વર્ગણાઓના પુદ્ગલ સ્કંધો ક્યાંય ફરતા રહેશે. પરસ્પર સંબંધવિશેષ થશે નહીં અને જીવ તથા પુગલોનો પરસ્પર સંબંધ ન થવાથી “કર્મોનો બંધ, તેનાથી છુટવા સ્વરૂપ મોક્ષ, ઈષ્ટ
અને અનિષ્ટ પુદ્ગલોના સંયોગથી સુખ-દુઃખ તથા જીવો અને પુદ્ગલો સાથેનો રાગવૈષવાળો પરિણામ અને તેવા સારા-નરસા પરિણામ દ્વારા દેવ-નરકાદિ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ વગેરેના સાચા (યથાર્થ) વ્યવહારો ઘટશે નહીં.
અનંત આકાશમાં જીવો ગમે ત્યાં ફરતા રહેતા હોવાથી એક જીવનું બીજા જીવની સાથે પરસ્પર મિલન અસંભવિત થવાથી તે તે રાગ-દ્વેષી જીવો વડે કરાયેલા અનુગ્રહ અને ઉપઘાતના વ્યવહારનો પણ અભાવ થશે. એટલે કે અનુગ્રહ તથા ઉપઘાતનો વ્યવહાર ઘટશે નહીં. જો લોક-અલોકની વ્યવસ્થા ન માનીએ અને બન્નેનો વિભાગ કરનાર ધર્મઅધર્મ દ્રવ્યો છે. આવું ન માનીએ તો ઉપર કહેલી સર્વે અવ્યવસ્થા જ થાય. તેથી ધર્માધર્મ દ્રવ્ય છે અને તેના વડે કરાયેલી લોક અને અલોકની વ્યવસ્થા છે. આમ માનવું જોઈએ. |૧૮૫૩.
ઉપર કરેલી ચર્ચાથી શું સિદ્ધ થયું? તે કહે છે निरणुग्गहत्तणाओ, न गई परओ जलादिव झसस्स । जो गमणाणुग्गहिया, सो धम्मो लोगपरिमाणो ॥१८५४॥ (નિરનુદાત્ર તિ:, પરતો નનાવિ | યો મમતાનુષીતા, સ થર્મો નો પરિમાપ: II) ગાથાર્થ - જેમ જલથી બહાર મલ્યની ગતિ નથી, તેમ અનુગ્રાહક દ્રવ્યના અભાવે
Page #460
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છટ્ટા ગણધર - મંડિક
૪૩૫
લોકથી આગળ જીવ-પુદ્ગલની ગતિ નથી. ગતિમાં અનુગ્રહ કરનારું જે દ્રવ્ય છે તે ધર્માસ્તિકાય છે અને તે લોકપ્રમાણ છે. ll૧૮૫૪
| વિવેચન - ઉપર સમજાવેલી ચર્ચાથી એક વાત નક્કી થાય છે કે જીવ અને પુદ્ગલ આ બન્ને દ્રવ્યો ગમનાગમન કરનારાં સક્રિય દ્રવ્યો છે. પરંતુ તે બન્ને દ્રવ્યોની ગતિ ચૌદ રાજ પ્રમાણ લોકાકાશથી આગળ (અલોકવાળા ક્ષેત્રમાં) થતી નથી. કારણ કે ગતિમાં સહાયક એવું એટલે કે અનુગ્રહ (મદદ) કરવાવાળું જે દ્રવ્ય છે. તે દ્રવ્ય ત્યાં (અલોકમાં) નથી. જેમ મત્સ્ય તરે છે પોતાની જ શક્તિથી, તો પણ તેને કરવામાં સહાયક જલદ્રવ્યની અપેક્ષા રહે છે. પોતાની શક્તિથી ગતિ કરતું હોવા છતાં પણ જ્યાં સુધી જ હોય છે ત્યાં સુધી જ ગતિ કરે છે. જલના અભાવવાળા રેતાળ પ્રદેશમાં તે મત્સ્ય ગતિ કરતું નથી. તેમ જીવ-પુદગલો પણ પોતાના સક્રિયત્વ સ્વભાવના કારણે ગતિમાન હોવા છતાં પણ
જ્યાં સહાયક ધર્માસ્તિકાય દ્રવ્ય હોય છે ત્યાં જ ગતિ કરે છે. તેથી અલોકમાં જીવપુદ્ગલોની ગતિ થતી નથી.
અહીં લખવા-વાંચવામાં સૂર્ય-ચંદ્ર અને દીપકના પ્રકાશની સહાય, પક્ષી આદિને ઉડવામાં પવનની સહાય વગેરે ઉદાહરણો પણ સ્વયં સમજી લેવાં. આ રીતે અલોકમાં અનુગ્રહ કરનારા દ્રવ્યનો (ધર્માસ્તિકાય દ્રવ્યનો) અભાવ છે. તેથી જીવ અને પુદ્ગલોની લોકથી આગળ ગતિ હોતી નથી.
જીવ અને પુદ્ગલોને ગતિમાં અપેક્ષાકારણભૂત જે દ્રવ્ય છે તે ધર્માસ્તિકાય દ્રવ્ય છે અને તે લોકાકાશપ્રમાણ છે. ચૌદ રાજ વગેરે પ્રમાણવાળું આ ધર્માસ્તિકાય દ્રવ્ય છે. તેના કારણે લોકાકાશ પણ તેવો જ છે. ll૧૮૫૪
अत्थि परिमाणकारी, लोगस्स पमेयभावओऽवस्सं । नाणं पिव नेयस्सालोगत्थित्ते य सोऽवस्सं ॥१८५५॥ (अस्ति परिमाणकारी, लोकस्य प्रमेयभावतोऽवश्यम् । ज्ञानमिव ज्ञेयस्यालोकास्तित्वे च सोऽवश्यम् ॥)
ગાથાર્થ - જેમ જોય એ પ્રમેય હોવાથી તેનો પરિચ્છેદ કરનાર જ્ઞાન છે તેમ લોક પણ પ્રમેય હોવાથી લોકના પરિમાણને કરનારો કોઈક પદાર્થ અવશ્ય છે અથવા તે પરિમાણ કરનારું દ્રવ્ય અલોકના અસ્તિત્વમાં અવશ્ય સ્વીકારવું જોઈએ. /૧૮૫૫ll
વિવેચન - ઘટ-પટ આદિ પદાર્થો શેય છે. તે પદાર્થોને શેય તો જ કહેવાય છે.
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૩૬
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
જો તેનું જ્ઞાન થાય છે તેથી જેમ ઘટ-પટ આદિ પદાર્થો જોય હોવાથી તેના સ્વરૂપનો બોધ કરાવનારું જ્ઞાન અવશ્ય હોય છે. તેવી જ રીતે આ લોકાકાશ એ પણ એક પ્રકારનું પ્રમેયદ્રવ્ય છે. તેથી તેના પરિમાણને કરનારું પણ કોઈ એક દ્રવ્ય છે અને તે દ્રવ્ય ધર્માસ્તિકાય દ્રવ્ય છે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે -
अस्ति लोकस्य परिमाणकारी, प्रमेयत्वात्, ज्ञानमिव ज्ञेयस्य,
અથવા જીવો અને પુગલો જે છે તેને જ સંસારવ્યવહારમાં લોક કહેવાય છે. કારણ કે સામાન્ય લોકો વડે જીવો અને પુગલો લોકમાં જ ગમનાગમન કરતાં દેખાય છે, વળી તે મૂર્તિ છે અને રૂપવાળા પદાર્થો છે. તેથી તેને “લોક” કહેવાય છે. તે લોક પ્રમેય હોવાથી તેના પરિમાણ (માપ) ને કરનારો કોઈક પદાર્થ છે. જેમ શાલી આદિ ધાન્ય પ્રમેય હોવાથી તેના માપને કરનારાં પ્રસ્થક-ખારી-આઢવ વગેરે માપો છે તેમ આ લોક પણ પ્રમેય હોવાથી તેના માપને કરનારો જે પદાર્થ છે તે ધર્માસ્તિકાય છે. જે જે વસ્તુ માપને યોગ્ય હોય છે તેનું માપ કરનાર પણ કોઈક પદાર્થ અવશ્ય હોય છે. આ રીતે લોકાકાશ પ્રમેય હોવાથી તેનું પરિમાણ (માપ) કરનારો જે પદાર્થ છે તે ધર્માસ્તિકાય છે.
જ્યાં જ્યાં ધર્માસ્તિકાય વ્યાપીને રહેલો છે તેટલા માપવાળા આકાશને લોકાકાશ કહેવાય છે. આ લોકાકાશ તો જ ઘટી શકે જો તેની ચારે તરફ અલોકાકાશ હોય તો જ. કારણ કે “આકાશ” નામનો સામાન્ય પદાર્થ તો સર્વ ઠેકાણે અવિશિષ્ટ જ છે, સમાન જ છે. પછી ભલે લોકાકાશ હોય કે અલોકાકાશ હોય. પણ આકાશ તો બન્ને સ્થાને સમાન હોવાથી “આ લોકાકાશ છે” એમ તો જ કહેવાય કે જો અલોકાકાશ હોય. તેથી અલોકાકાશનું અસ્તિત્વ માનીએ તો જ લોકાકાશ ઘટી શકે. તેથી ચૌદ રાજલોક પ્રમાણ લોકાકાશ છે. તેની ચારે તરફ તથા ઉપર અને નીચે સર્વત્ર અનંત અનંત અલોકાકાશ છે.
આ કારણે લોકાકાશના અગ્રભાગે સિદ્ધ પરમાત્માઓનું અવસ્થાન છે (નિવાસ છે). ઊર્ધ્વગતિ કરવી એ જીવનો સ્વભાવ હોવાથી અને લોકાકાશના અંતિમ પ્રદેશ સુધી ધર્માસ્તિકાય હોવાથી ઉપરના અંતિમ આકાશપ્રદેશ સુધી સિદ્ધ પરમાત્માની ગતિ થાય છે. ત્યારબાદ અલોક હોવાથી અને ત્યાં ધર્માસ્તિકાય ન હોવાથી આ આત્માઓની અલોકમાં ગતિ થતી નથી. ll૧૮૫૫
હવે આ જ બાબતમાં બીજી રીતે પ્રશ્ન-ઉત્તર કરે છે - पयणं पसत्तमेवं थाणाओ तं च नो जओ छट्ठी । इह कत्तिलक्खणेयं कत्तुरणत्थंतरं थाणं ॥१८५६॥
Page #462
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૩૭
(पतनं प्रसक्तमेवं, स्थानात् तच्च नो यतः षष्ठी । इह कर्तृलक्षणेयं, कर्तुरनर्थान्तरं स्थानम् ॥)
ગાથાર્થ - આ પ્રમાણે તો તે સ્થાનથી સિદ્ધનું ક્યારેક પતન પણ પ્રાપ્ત થશે. તે પ્રશ્ન બરાબર નથી. આ કર્તરિપ્રયોગમાં (કર્તામાં) ષષ્ઠી છે અને તે કર્તાથી અભિન છે. //૧૮૫૬ //
વિવેચન - સિદ્ધ પરમાત્માઓ લોકાગ્રભાગે સદાકાલ રહે છે. ઊર્ધ્વગતિ સ્વભાવ હોવાથી અને કર્મરહિત હોવાથી નીચે સંસારમાં ક્યાંય આવતા નથી. જન્મ-જરા-મરણાદિ પામતા નથી અને તેમનાથી ઉપર ધર્માસ્તિકાય ન હોવાથી અલોકમાં જતા નથી. અર્થાત્ અનંતકાલ લોકાગ્રભાગે આત્મ-સ્વરૂપમાં અનંતજ્ઞાનાદિ ગુણોમાં રહ્યા છતા સ્વભાવરમણતાના અનંત અનંત પરમાનંદને ભોગવનારા હોય છે, ત્યાં મંડિકબ્રાહ્મણ પ્રશ્ન કરે છે -
મંડિક - હે ભગવાન્ ! આ રીતે તો લોકાગ્ર ભાગે રહેલા સિદ્ધ પરમાત્માઓનું ત્યાંથી ક્યારેક પતન પણ સંભવી શકે છે. થીયૉડમિનિતિ થાનમ્ = ઉભા રહેવાય જ્યાં, તેને સ્થાન કહેવાય છે. સ્થા ધાતુ છે. અધિકરણ (આધાર) અર્થમાં મન = પ્રત્યય થયો છે. “શરથા ' (સિદ્ધહેમ વ્યાકરણ ૫-૩-૧૨) અધિકરણ અર્થમાં જે મનદ્ પ્રત્યય થાય છે તેનાથી જે સ્થાન શબ્દ બને છે તે ઉભા રહેવાની જગ્યાનો સૂચક બને છે. જે જગ્યા કર્તાથી ભિન્ન (અર્થાન્તર) હોય છે. તેથી સિદ્ધચ સ્થાને સિદ્ધ થાનમ્ આવો સંબંધમાં ષષ્ઠી કરવાથી ષષ્ઠી તપુરુષ સમાસ થશે. આમ થવાથી પર્વતનું શિખર, વૃક્ષની શાખા. કે મકાનનો ઉપલો ભાગ (અગાસી) વગેરે મનષ્યોને ઉભા રહેવાનાં જેમ સ્થાનો છે તેમ આ સિદ્ધોને રહેવાનું સ્થાન (આધારક્ષેત્ર) જ થયું.
આમ થવાથી પર્વતના શિખર ઉપર ઉભેલો મનુષ્ય ક્યારેક પતન પણ પામે છે. વૃક્ષની શાખા ઉપર ચઢેલો મનુષ્ય ક્યારેક પતન પણ પામે છે. અગાસી અને ધાબા ઉપરથી પણ મનુષ્ય ક્યારેક પતનને પામે છે. તેવી જ રીતે લોકના અગ્રભાગે રહેલા સિદ્ધો ત્યાંથી ક્યારેક પતન પણ પામશે. આવો અર્થ થશે.
અથવા વૃક્ષ ઉપર રહેલાં ફળો જેમ નીચે ભૂમિ ઉપર પડે છે તથા પર્વતાદિ ઉપર જે કોઈનું અવસ્થાન હોય છે તેમાંથી ક્યારેક ક્યારેક કોઈ કોઈનું પતન પણ દેખાય છે. તેમ સિદ્ધ પરમાત્માને પણ ક્યારેક ક્યારેક પતન પ્રાપ્ત થવાનો પ્રસંગ આવશે.
ભગવાન = ત ર = તમારો આ પ્રશ્ન બરાબર નથી. અહીં સંબંધમાં ષષ્ઠી થયેલ નથી. પરંતુ કર્તામાં ષષ્ઠી થયેલ છે. તેથી કર્તા એવા સિદ્ધ પરમાત્માથી સ્થાન અર્થાન્તર
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૩૮
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
નથી, અનર્થાન્તર છે. અહીં “સિદ્ધસ્થ થામિતિ સિદ્ધસ્થાનમ્'' = સિદ્ધભગવંતોનું જે
સ્થાન તે સિદ્ધસ્થાન એવો અર્થ નથી. પરંતુ સિદ્ધભગવંતોનું જે અવસ્થાન (રહેવાપણું) તેઓનો જે વસવાટ તે સિદ્ધસ્થાન છે. અર્થાત્ સિદ્ધભગવાન ત્યાં વસે છે, રહે છે, સ્થિર છે. આમ કર્તા અર્થમાં આ ષષ્ઠી છે. તેથી સિદ્ધપરમાત્માનો જે વસવાટ આવો અર્થ કરવો. તેથી સિદ્ધભગવાન અને સ્થાન ભિન્ન ભિન્ન નથી. માટે પતન હોઈ શકતું નથી. પર્વતનું શિખર અને વૃક્ષાગ્રભાગ એ કર્તાથી ભિન્ન છે. માટે ત્યાં પતન સંભવે છે. ll૧૮૫૬ll
नहनिच्चत्तणओ वा, थाणविणासपयणं न जुत्तं से । तह कम्माभावाओ, पुणक्कियाभावओ वा वि ॥१८५७॥ (नभोनित्यत्वतो वा स्थानविनाशपतनं न युक्तं तस्य । तथा कर्माभावात् पुनः क्रियाऽभावतो वापि ॥)
ગાથાર્થ - અથવા આકાશ નિત્ય હોવાથી સ્થાનના વિનાશથી થનારું પતન તે સિદ્ધ પરમાત્માને હોતું નથી. તથા કર્મોનો અભાવ હોવાથી અથવા ગતિક્રિયા ન હોવાથી પતન થતું નથી. ll૧૮૫૭ll
વિવેચન - “સ્થાન” શબ્દનો અર્થ “સિદ્ધભગવંતોનું રહેવું” આવો અભિનાર્થસૂચક સ્થાન શબ્દ છે. પણ સ્થાન એટલે પર્વત કે વૃક્ષ કે અગાસી જેવું કોઈ આધારક્ષેત્ર છે અને તેના ઉપર સિદ્ધો વસે છે એમ બિન અધિકરણ અર્થસૂચક આ સ્થાન શબ્દ નથી. જો કર્તાથી ભિન અધિકરણ રૂપે સ્થાન હોય તો તો તે સ્થાન તુટી જવાથી, ભાંગી જવાથી તેના ઉપરથી પગ લપસી જવાથી પતન સંભવે. પરંતુ અહીં એવું કોઈ આધારભૂત સ્થાન નથી કે જ્યાંથી પતન સંભવે.
વળી માની લો કે સિદ્ધભગવંતોને રહેવા માટે તેમનાથી ભિન્ન એવું આધારભૂત કોઈ સ્થાન છે તો પણ પતન સંભવતું નથી. કારણ કે ત્યાં લોકાગ્રભાગે વસતા સિદ્ધભગવંતોનું આધારક્ષેત્ર આકાશ જ છે. પર્વતનું શિખર કે વૃક્ષની શાખા જેવું પૌદ્ગલિક સ્થાન નથી કે જે સ્થાન ભાંગે-તુટે કે ફૂટે. પરંતુ સિદ્ધ ભગવંતો તો આકાશદ્રવ્યના આધારે લોકાગ્રભાગે વસે છે અને આકાશદ્રવ્ય નિત્ય છે. તેથી સિદ્ધભગવંતોનું સ્થાન તેમના આત્માથી ભિન્ન માનવામાં આવે તો પણ પતન સંભવતું નથી. કારણ કે તેમનું સ્થાન આકાશ જ છે અને તે નિત્ય છે. તેથી તેનો વિનાશ થવો યોગ્ય નથી અને આધારભૂત આકાશનો વિનાશ ન હોવાથી સિદ્ધ પરમાત્માનું પતન કેમ થાય ?
Page #464
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૩૯
તથા વળી આત્માની પતનાદિ ક્રિયાનું કારણ કર્મ છે. મુક્ત આત્માને કર્મ નથી તેથી પણ પતનક્રિયાનો સંભવ કેમ હોય? અર્થાત્ પતનક્રિયા હોતી નથી. મોક્ષે જતી વખતે કર્મ નથી છતાં એક સમય પરતી સાતરાજ ઉપર જવાની જે ગતિક્રિયા થાય છે. તેનું કારણ ગાથા ૧૮૪૪ માં પૂર્વે કહી ગયા છીએ કે ઊર્ધ્વગતિ સ્વભાવ, બંધવિચ્છેદ, કર્મલાઘવતા અને પૂર્વપ્રયોગ આદિના કારણે ગતિ થાય છે. પરંતુ ફરીથી ગમનાગમન ક્રિયા તે સિદ્ધ પરમાત્મામાં નથી. તે ગતિનું કોઈ કારણ નથી માટે.
તથા પતનમાં જે જે કારણો છે તે સિદ્ધપરમાત્મામાં સંભવતાં નથી. (૧) પોતાનો પ્રયત્ન, (૨) પ્રેરણા, (૩) આકર્ષણ, (૪) વિકર્ષણ, (૫) ગુરુત્વાદિ. (૧) આ પતનનાં કારણો છે. નીચે પડવા માટેનો પોતાનો પ્રયત્ન. ભૂસકો મારવો, કુદકો મારવો વગેરે. સિદ્ધ પરમાત્મામાં આવી બાલચેષ્ટા હોતી નથી તથા કાયયોગાદિ પણ નથી. માટે પતન નથી. (૨) પ્રેરણા - નીચે રહેલી વસ્તુ તેમને નીચે આવવાની પ્રેરણા કરતી હોય, બોલાવતી હોય આમ પણ નથી. (૩) આકર્ષણ - નીચે રહેલી વસ્તુ પ્રત્યે તેઓનું આકર્ષણ હોય એમ પણ નથી. કારણ કે રાગ જ નથી. (૪) વિકર્ષણ - કોઈ ખેંચાતાણી કરતું હોય એમ પણ નથી. આવી બાલચેષ્ટા તો સશરીરીમાં હોય, અશરીરીમાં ન હોય. (૫) ગુરુત્વાદિ = વજનમાં ભારેપણું થવું, ભગવાન અશરીરી હોવાથી અગુરુલઘુ ધર્મવાળા છે. ગુરુપણું નથી. માટે પતનનાં જે જે કારણો છે. તે કારણો મુક્ત આત્મામાં સંભવતાં નથી. આ રીતે હેતુના (કારણના) અભાવથી આ મુક્તાત્માનું પતન કેમ થાય ?
સારાંશ કે આધારભૂત આકાશ નિત્ય છે અને મુક્તાત્મા પ્રયત્ન-પ્રેરણા વગેરે પતનનાં કારણો વિનાના છે. તે કારણે તેઓનું લોકાગ્રભાગથી ક્યારે પણ પતન થતું નથી. I/૧૮૫૭
વળી “થાનાત્ વતનમ્” સ્થાન છે. માટે ત્યાંથી પતન થાય છે. આવી વાત જો કરવામાં આવે તો તે વાત વ્યભિચારી છે, અનૈકાન્તિક છે, દોષિત છે. તે સમજાવે છે -
निच्चथाणाओ वा वोमाईणं पडणं पसजेजा । अह न मयमणेगंतो, थाणाओऽवस्स पडणं ति ॥१८५८॥ (नित्यस्थानाद् वा व्योमादीनां पतनं प्रसज्येत । અથ ન મતમાનતા, સ્થાનાવશ્ય પતનમિતિ )
ગાથાર્થ - અથવા નિત્યસ્થાન હોવાથી આકાશાદિનું પણ પતન થશે અને જો આ માન્ય ન હોય તો “સ્થાનથી અવશ્ય પતન થાય જ” આ વાત અનૈકાન્તિક ઠરશે. //૧૮૫૮ll
Page #465
--------------------------------------------------------------------------
________________
४४० છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ વિવેચન - પંડિકબ્રાહ્મણ ભગવાનને પ્રશ્ન કરે છે કે “થાનાત્ પતનમ્” ઉપરના સ્થાન ઉપર સ્થિર છે. માટે ત્યાંથી પડે છે. જેમ વૃક્ષના અગ્રભાગ ઉપર ફળ સ્થિર છે. માટે તે ફળ વૃક્ષ ઉપરથી પડે છે. તેમ સિદ્ધ ભગવંતો લોકાગ્રભાગે સ્થિર છે. માટે ત્યાંથી પડે છે આવો અર્થ થાય છે. તેથી સિદ્ધાત્માનું પતન સંભવે છે.
ભગવાન - “સ્થાનીતું પતનમ્'' વનવિરુદ્ધમતમ્ = ઉપરના ભાગે સ્થિર છે માટે પડે છે આવું કહેવું તે પોતાના જ વચનની સાથે પરસ્પર વિરુદ્ધ છે. કારણ કે જે સ્થિર હોય તે કેમ પડે ? અને પડે તેને ઉપર સ્થિર છે એમ કેમ કહેવાય ? જેને ઉપર સ્થાન ન હોય તેનું જ પતન સંભવે. જેનું બરાબર સ્થાન છે તેનું પણ જો પોતાના સ્થાનથી પતન થતું હોય તો તો આકાશ આદિ જે પદાર્થો છે તે પણ પોતાના સ્થાને સ્થિર છે. તેનું પણ પોતાના સ્થાનથી નિત્ય પતન થવું જોઈએ અને જો તે આકાશાદિ પોતાના સ્થાને સ્થિર છે એટલે કે સ્થાનવાળા છે છતાં તેનું પતન થતું નથી. આમ જો માનો તો પછી “જેનું જેનું સ્થાન હોય તેનું તેનું પતન થાય જ” આવો નિયમ રહેતો જ નથી. આકાશાદિ પણ પોતાના સ્થાને સ્થિર છે. એટલે કે સ્થાનવાળા છે છતાં તેનું પતન નથી. તેમ મુક્તાત્મા પણ પોતાના સ્થાને સ્થિર છે. તેથી સ્થાનવાળા છે છતાં પતન નથી. માટે વ્યાપ્તિ થતી ન હોવાથી આ વાત અનૈકાન્તિક છે અર્થાત્ વ્યભિચારી છે. માટે હે મંડિક ! તમારી વાત બરાબર નથી. ||૧૮૫૮
આ બાબતમાં બીજી રીતે પ્રશ્ન કરીને તેને દૂર કરતાં ભગવાન કહે છે કે - भवओ सिद्धोत्ति मई, तेणाइमसिद्धसम्भवो जुत्तो । कालाणाइत्तणओ, पढमसरीरं व तदजुत्तं ॥१८५९॥ (भवतः सिद्ध इति मतिस्तेनादिमसिद्धसम्भवो युक्तः । कालानादित्वतः प्रथमशरीरमिव तदयुक्तम् ॥)
ગાથાર્થ - ભવમાંથી સિદ્ધ થાય છે. તેથી કોઈક પ્રથમ સિદ્ધ થયા હોવા જોઈએ. આવો સંશય થવો યોગ્ય છે. પરંતુ કાલ અનાદિ હોવાથી પ્રથમ શરીરની જેમ તે પ્રશ્ન અયુક્ત છે. ll૧૮૫૯ll
વિવેચન - મંડિકબ્રાહ્મણ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને ફરીથી મુક્તાત્માની બાબતમાં બીજી રીતે પ્રશ્ન કરે છે -
મંડિકબ્રાહ્મણ - સર્વે પણ મુક્ત આત્માઓ આ ભવમાંથી એટલે કે આ સંસારમાંથી જ મોક્ષે ગયા છે. અર્થાત્ અનાદિકાલથી પહેલેથી કોઈ મોક્ષમાં જ હોય એવું બન્યું નથી.
Page #466
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૪૧
મોક્ષમાં જે કોઈ આત્મા ગયા છે તે સર્વે ભવમાંથી જ ગયા છે. તેથી સર્વે પણ મુક્તાત્માઓ ક્યારેક ક્યારેક આ સંસારમાંથી જ મોક્ષે ગયા છે. તેથી આદિવાળા જ છે. આ રીતે જો સર્વે મુક્તાત્માઓ આદિવાળા છે તો મુક્તિનો પણ પ્રારંભ જ હોવો જોઈએ. આદિવાળાપણું હોવું જ જોઈએ તેથી સૌથી પહેલાં કોઈક જીવ મોક્ષે ગયો હોવો જોઈએ. એટલે કે “સૌથી
ઈક જીવ મોક્ષે ગયા છે” એમ મુક્તિની આદિ હોવી જોઈએ.
ભગવાન - હે મંડિક ! ઉપર પ્રમાણે કદાચ તમારી મતિ થાય એટલે કે કદાચ તમે આવો પ્રશ્ન કરો તો તે પ્રશ્ન અયુક્ત જ છે. કારણ કે પ્રત્યેક ભવમાં આ જીવ નવું નવું શરીર ધારણ કરે છે. એટલે કોઈપણ એક ભવનું શરીર આદિવાળું છે. પરંતુ કાલ અનાદિ હોવાથી અનંતકાલ પસાર થયેલો હોવાથી પ્રથમ શરીરની આદિ નથી. તેમ અહીં પણ સમજવું. આ ભવનું શરીર ગયા ભવના શરીર દ્વારા બાંધેલા કર્મોના ઉદયને અનુસાર મળે છે. ગયા ભવનું શરીર તેના પૂર્વના ભવમાં બાંધેલા કર્મોના ઉદયને અનુસાર મળે છે. એમ એક-એક ભવનું શરીર આદિવાળું હોવા છતાં પરંપરા અનાદિની હોવાથી પ્રથમ શરીરની આદિ નથી. જો આદિ છે એમ કહીએ તો તેની પૂર્વે આ જીવ અશરીરી હતો અને શરીર ધારણ કર્યું એવો અર્થ થાય અને જો આ અર્થને પ્રમાણ માનીએ તો મોક્ષમાં ગયેલો અશરીરી આત્મા ફરીથી સંસારમાં આવે અને શરીરધારી બને તેવો અર્થ થાય, જે અર્થ સંગત નથી. તેમ એક-એક જીવની મુક્તિની આદિ હોવા છતાં કાલ અનાદિ હોવાથી પ્રથમ કોઈ જીવની મુક્તિ થઈ છે. આ રીતે મુક્તિની આદિ નથી.
અથવા રાત્રિ અને દિવસ વારાફરતી પસાર થાય છે. પ્રભાત થાય ત્યારે દિવસનો પ્રારંભ થાય છે અને સંધ્યા થાય છે ત્યારે રાત્રિનો પ્રારંભ થાય છે. બન્ને આદિવાળા છે. પરંતુ કાલ અનાદિ હોવાથી પહેલો દિવસ અથવા પહેલી રાત્રિ કઈ ? અને ક્યારથી? તેની જેમ આદિ નથી તેમ મુક્તજીવોમાં એક-એક જીવની આદિ હોવા છતાં પરંપરાની આદિ નથી.
મંડિક - સંસારી જીવો તો છઘસ્થ છે, કેવલજ્ઞાન વિનાના છે. તેથી આદ્યશરીરની, અહોરાત્રની અને પ્રથમ મુક્તજીવની આદિ ક્યારે થઈ ? તે કદાચ ન જાણે પરંતુ કેવલજ્ઞાની ભગવંતો તો સર્વજ્ઞ છે. તેમના જ્ઞાનમાં તો બધું જ જણાય છે. તો તે કેવલજ્ઞાની ભગવંતો તથા હે ભગવાન્ ! આપશ્રી તો સર્વજ્ઞ છો તો આ ત્રણેની આદિ જાણનારા હશો. તમે અને કેવલીભગવન્તો મુક્તજીવની, પ્રથમ શરીરની અને રાત્રિ-દિવસની એમ ત્રણેની આદિ જાણનારા હોવા જોઈએ.
ભગવાન - કોઈપણ સર્વજ્ઞ આત્માઓ “સર્વને જાણે છે” પણ જે વસ્તુ જેમ હોય
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૪૨
છટ્ટા ગણધર - મંડિક
ગણધરવાદ છે તેમ જાણે છે. જે વસ્તુ જેમ ન હોય તેમ જાણવી એ કેવલજ્ઞાનનો વિષય નથી. કારણ કે એ તો અજ્ઞાનનો વિષય છે. જેમકે એક ઘટ છે. તેને કેવલજ્ઞાની ભગવંતો પણ “આ ઘટ છે” એમ જ જાણે છે. તેના અનંતાનંત પર્યાયો જે તેની અંદર છે. તે છઘ0 જાણતા નથી અને કેવલી ભગવંતો જાણે છે. પરંતુ જે ઘટ છે તે પટ તો નથી જ. તેથી કેવલીભગવંતો કંઈ ઘટને પટપણે જાણે એવું બનતું નથી. ઘટના અનંત ધર્મોને જાણે પણ જે ઘટ, પટ સ્વરૂપે છે જ નહીં તે ઘટને પટરૂપે કેમ જાણે ? યથાર્થજ્ઞાની છે. તે અયથાર્થ ન જાણે તેમ આદ્યશરીરની, અહોરાત્રની અને આદ્યમુક્તજીવની આદિ છે જ નહીં, તો કેવી રીતે જાણે? જો આદિ હોય તો અવશ્ય જાણે. પણ આદિ નથી માટે આદિ જાણતા નથી. તે આદિ નથી જાણતા. તેમાં કેવલજ્ઞાનની શક્તિ ન્યૂન નથી પણ આદિ હોત તો જાણત. આદિ નથી. માટે જાણતા નથી. આદિ નથી છતાં આદિ જાણે આમ જો કહીએ તો તે સર્વજ્ઞ અયથાર્થજ્ઞાની એટલે કે મિથ્યાજ્ઞાની છે આવો અર્થ થાય જે બરાબર નથી.
તેથી શરીરાદિ ત્રણેની આદિ નથી, અનાદિ છે અને જેમ અનાદિ છે. તેમ કેવલજ્ઞાની ભગવંતો આ બધી વસ્તુઓને અનાદિપણે જાણે છે. જે વસ્તુ જેમ હોય તેમ જાણવી એ કેવલજ્ઞાનનો વિષય છે. વસ્તુ પોતે જ અનાદિ છે તેથી તે સ્વરૂપે કેવલી ભગવંતો તે તે વસ્તુને જાણે છે. ll૧૮૫૯
આ મુક્તિની બાબતમાં બીજો પણ પ્રશ્ન અને ઉત્તર કહે છે. परिमियदेसेऽणंता किह माया मुत्तिविरहियत्ताओ । नेयम्मि व नाणाई दिट्ठीओ वेगरूवम्मि ॥१८६०॥ (परिमितदेशेऽनन्ताः कथं माता मूर्तिविरहितत्वात् । ज्ञेये वा ज्ञानानि, दृष्टयो वैकरूपे ॥)
ગાથાર્થ - પરિમિત ક્ષેત્રમાં અનંત સિદ્ધભગવંતો કેવી રીતે સમાયા ? મૂર્તતાનો વિરહ હોવાથી, જેમ એક શેય ઉપર અનંતજ્ઞાનો સમાય છે તેમ, અથવા એક એક રૂપી વસ્તુ ઉપર અનેક દૃષ્ટિઓ સમાય છે તેમ. /૧૮૬oll
વિવેચન - હે ભગવાન્ ! સિદ્ધભગવંતોના નિવાસવાળું “સિદ્ધાલય” પરિમિત ક્ષેત્ર છે. ૪૫ લાખ યોજન લાંબુ-પહોળું-ગોળ આકારવાળું, લોકાગ્ર ભાગે છે અને કાલ અનાદિ હોવાથી અનંતો ગયો છે. તેથી અનંતા જીવો મુક્તિપદ પામેલા છે. તેથી પ્રશ્ન થાય છે કે આવા પ્રકારના ૪૫ લાખ યોજનવાળા પરિમિત ક્ષેત્રમાં અનાદિકાલથી મુક્તિપદને પામતા અનંતા સિદ્ધભગવંતો કેવી રીતે સમાઈ શકે? ક્ષેત્ર અલ્પ છે અને મુક્તાત્માઓ બહુ છે.
Page #468
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
ભગવાન તે અનંત મુક્તાત્માઓ “મૂર્તિ વિનાના છે” અર્થાત્ શરીરધારી નથી પણ અમૂર્ત છે. તેથી અલ્પક્ષેત્રમાં પણ અનંતા મુક્તાત્માઓ સમાઈ શકે છે. જ્યાં જ્યાં અમૂર્તતા હોય છે ત્યાં ત્યાં અનંતી વસ્તુઓ અલ્પક્ષેત્રમાં પણ સાથે રહી શકે છે જેમકે
(૧) ઘટ-પટ આદિ એક એક શેયદ્રવ્ય ઉપર મુક્ત અનંત આત્માઓનાં અનંતાં કેવલજ્ઞાન અને અનંતાં કેવલદર્શન પડે છે. અર્થાત્ એક નાની સોય હોય, તેને અનંત સિદ્ધભગવંતો દેખે છે. તેથી અનંત સિદ્ધભગવંતોનાં અનંતકેવલજ્ઞાનોની અને કેવલદર્શનની અનંતી દૃષ્ટિઓ તે નાની સોય ઉપર પણ એકી સાથે વર્તે છે તેમ અહીં પરિમિત ક્ષેત્રમાં પણ સિદ્ધ ભગવંતો અમૂર્ત હોવાથી અનંત જીવો સમાઈ શકે છે.
૪૪૩
(૨) ઓલમ્પિક જેવી અથવા મેચ જેવી હાલની કોઈ રમત કોઈ દેશિવશેષમાં જ્યારે રમાતી હોય છે ત્યારે અંગ કસરતના દાવ બતાવતી તે એક વ્યક્તિ ઉપર અથવા રન લેતી તે એક વ્યક્તિ ઉપર ત્યાં જોવા આવેલા લાખો લોકોની દૃષ્ટિઓ સમાય છે અથવા માંચડા ઉપર નાચ કરતી કોઈ એક નર્તકી ઉપર ત્યાં જોવા આવેલા હજારો લોકોની હજારો દૃષ્ટિઓ સમાઈ શકે છે. તેમ પરિમિત ક્ષેત્રમાં પણ અનંત સિદ્ધાત્માઓ અમૂર્ત હોવાથી સમાઈ શકે છે.
(૩) અથવા પરિમિત ક્ષેત્રવાળા એક ઓરડામાં હજારો લાઈટો ગોઠવી હોય તો હજારો દીપકની પ્રભાઓ સમાઈ શકે છે. જોકે આ હજારો દીપકની પ્રભા તો બાદર અગ્નિકાય જીવોનાં શરીર હોવાથી મૂર્ત વસ્તુ છે. તો પણ પરિમિત ક્ષેત્રમાં ઘણી પ્રભા સમાય છે. તો પછી સિદ્ધભગવંતો તો અમૂર્ત છે. તે અનંતા પરિમિત ક્ષેત્રમાં કેમ ન સમાય ? અર્થાત્ સારી રીતે સમાઈ શકે છે.
જો પ્રદીપપ્રભા જેવી મૂર્ત વસ્તુઓ ઘણી હોય તો પણ એક સ્થાનમાં એકીસાથે સારી રીતે સમાઈ શકે છે. તો સિદ્ધાત્માઓ તો અમૂર્ત પદાર્થ છે. તેઓનું તો પુછવું જ શું ? સારી રીતે પિરિમત ક્ષેત્રમાં પણ સમાઈ શકે છે. ૧૮૬૦ા
આ પ્રમાણે અનેક યુક્તિઓ વડે વિસ્તારપૂર્વક કર્મનો બંધ અને કર્મક્ષયથી થતી મુક્તિ સિદ્ધ કરીને હવે ભગવાન શ્રી મહાવીર પ્રભુ મંડિકે માનેલા વેદોના જે પદો છે તેના દ્વારા પણ બંધ-મોક્ષ સમજાવતાં કહે છે કે -
न ह वइ ससरीरस्सप्पियाप्पियावहतिरेवमाईणं ।
वेयपयाणं च तुमं, न सदत्थं मुणसि तो संका ॥१८६१ ॥
तुह बंधे मोक्खम्मिय, सा य न कज्जा, जओ फुडो चेव । ससरीरेयरभावो, नणु जो सो बंधमोक्खोत्ति ॥१८६२ ॥
Page #469
--------------------------------------------------------------------------
________________
૪૪૪
ગણધરવાદ
છટ્ટા ગણધર - મંડિક (न ह वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरेवमादीनाम् । वेदपदानां च त्वं, न सदर्थं जानासि ततः शङ्का ॥ तव बन्धे मोक्षे च, सा च न कार्या यतः स्फुट एव । सशरीरेतरभावो, ननु यः स बन्धो मोक्ष इति ॥)
ગાથાર્થ - સશરીરી જીવને પ્રિય અને અપ્રિયનો વિનાશ હોતો નથી ઈત્યાદિ વેદપદોનો સાચો અર્થ તમે જાણતા નથી. તેથી તમને બંધ અને મોક્ષને વિષે શંકા થઈ છે પણ તે શંકા કરવા જેવી નથી. કારણ કે જે સશરીરીભાવ અને ઈતરભાવ (અશરીરીભાવ) સ્પષ્ટ કહ્યો છે તે જ બંધ અને મોક્ષ છે. ll૧૮૬૧-૧૮૬૨//
વિવેચન - હે મંડિક ! તમે વેદપદોના અર્થને બરાબર જાણતા નથી. તેથી તમને બંધ-મોક્ષની બાબતમાં શંકા થઈ છે પણ તે શંકા કરવા જેવી નથી. કારણ કે વેદપદોના સાચા અર્થો આ પ્રમાણે છે -
"न ह वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति, अशरीरं वा वसन्तं प्रियाप्रिये न स्पृशतः" ઈત્યાદિ જે વેદપદો છે તેનો સાચો અર્થ તમે જાણતા નથી. તમારી ઈચ્છા મુજબ અર્થ કરો છો તેથી બંધ અને મોક્ષની બાબતમાં શંકા થાય છે. પરંતુ આ શંકા કરવા જેવી નથી. કારણ કે આ વેદપદોમાં “સરળ અને સાર'' એમ બન્ને પાઠો છે. એક શરીરવાળો આત્મા અને બીજો શરીર વિનાનો આત્મા. આ સશરીરીભાવ અને અશરીરીભાવ એ જ બંધ અને મોક્ષ છે. અહીં શંકા કરવી તે કેમ યોગ્ય કહેવાય ?
ભાવાર્થ આ પ્રમાણે છે - ઉપર કહેલાં વેદનાં પદોમાં જે “સશીર' આવો પાઠ છે. તેનો અર્થ અમે જેને સ્થૂલ શરીર કહીએ છીએ અર્થાત્ ઔદારિક-વૈક્રિય શરીર કહીએ છીએ તેને જ તે વેદમાં બાહ્ય શરીર કહેલું છે અને અમે જેને સૂક્ષ્મ શરીર કહીએ છીએ. અર્થાત્ તૈજસ-કાશ્મણ શરીર કહીએ છીએ તેને જ વેદમાં આધ્યાત્મિક એવું અનાદિનું શરીર કહેલું છે. આમ બાહ્ય સ્થૂલ શરીર અને આધ્યાત્મિક એવું અનાદિનું સૂક્ષ્મ શરીર આ બન્ને પ્રકારના ભવોભવના શરીરોની પરંપરામાં આ જીવ સપડાયેલો છે. આ જ બંધ કહેલો છે. તથા “શરીર' એવો જે પાઠ છે તેનાથી બાહ્ય અને આધ્યાત્મિક એમ સર્વ શરીરોનો અપગમ વિશેષ (મૂલથી સંપૂર્ણપણે નાશવિશેષ) થયે છતે આવું જે લખ્યું છે તે જ મોક્ષપદ સૂચવે છે. આ રીતે આ જ વેદપાઠમાં બંધ અને મોક્ષ બને કહેલા છે.
તથા “ વિધુ વિમુર્ન વધ્યતે” આ બીજો જે વેદપાઠ છે. તે પાઠ મુક્તજીવ માટેનો છે. પરંતુ તમે તેને સંસારી જીવમાં જોડો છો. “તે આ જીવ વિભુ છે અને વિગુણ થયો છતો કર્મોથી બંધાતો નથી” આવો તેનો અર્થ છે. આ પાઠ તમે સંસારી જીવમાં
Page #470
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૪૪૫
લગાડીને એવો અર્થ કરો છો કે જીવ કર્મોથી બંધાતો નથી. માટે બંધ-મોક્ષ નથી. પરંતુ આ પાઠ મુક્તજીવ માટે છે. મુક્ત જીવો કેવલજ્ઞાન વડે સર્વ જગતને દેખે છે. તેથી જ્ઞાન દ્વારા સર્વવ્યાપી પણ છે. તથા વિકારાત્મક મોહજન્ય જે ક્રોધ-માન-માયા-લોભ ઈત્યાદિ અવગુણ સ્વરૂપ જે ગુણ છે તે જેમના ચાલ્યા ગયા છે એવા સિદ્ધાત્મા = મુક્તાત્મા વિગુણ કહેવાય છે અને ફરીથી કર્મોથી બંધાતો નથી. આવો આ પાઠનો અર્થ છે.
આ પાઠ સંસારી જીવમાં બંધ-મોક્ષના અભાવને પ્રતિપાદન કરનારો છે. આમ તમે જે લગાડો છો તે અયુક્ત છે. કારણ કે તે સઘળા પાઠો મુક્તાત્માના વિષયવાળા છે અને મોક્ષગત આત્મામાં બંધ-મોક્ષ સંભવતા નથી એવું તો અમે પણ માનીએ જ છીએ. તે બાબતમાં તો અમારે અને તમારે કોઈ વિવાદ નથી. તેથી સંસારી જીવોને કર્મોનો બંધ અને મોક્ષ અવશ્ય હોય જ છે. એમ તમે સ્વીકારો. તે આ પ્રમાણે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે મંડિકબ્રાહ્મણનો સંશય છેદાયો. ll૧૮૬૧-૧૮૬૨
મંડિકબ્રાહ્મણનો સંશય છેદાયે છતે તે પંડિતજીએ શું કર્યું? તે કહે છે - छिन्नम्मि संसयम्मि जिणेण जरमरणविप्पमुक्केणं । सो समणो पव्वइओ, अद्भुटेहिं सह खंडियसएहिं ॥१८६३॥ (छिन्ने संशये जिनेन जरामरणविप्रमुक्तेन ।
શ્રમી: પ્રવૃત્તિતોર્થવતુર્થે. સદ ઘડિશનૈઃ I)
ગાથાર્થ - જરા-મૃત્યુથી સર્વથા મુક્ત બનેલા ભગવાન શ્રી મહાવીર પ્રભુ વડે મંડિકબ્રાહ્મણનો સંશય છેદયે છતે તે શ્રમણ પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે દીક્ષિત થયા. //૧૮૬૩
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે મંડિક બ્રાહ્મણનો “બંધ અને મોક્ષ” ના વિષયનો સંશય અનેક પ્રકારની યુક્તિ-પ્રયુક્તિ દ્વારા છેદાયો. મંડિકના મનમાંથી સંશય સર્વથા દૂર થયો. પરમાત્મા પ્રત્યે અહોભાવ અને પૂજ્યભાવ સવિશેષ પ્રગટ થયો અને ત્યાંને ત્યાં પોતાના ત્રણસો પચાસ શિષ્યો સાથે શ્રી મહાવીર પ્રભુ પાસે દીક્ષિત થયા. “તે શ્રમણ દીક્ષિત થયા” આમ જે લખ્યું છે. તે નિશ્ચયનયને આશ્રયી જાણવું. જ્યારે મંડિકજીએ દીક્ષા લીધી ત્યારે મંડિક નામના છઠ્ઠા ગણધર તરીકે ઘોષિત કરાયા. ll૧૮૬૩
છઠ્ઠા ગણધર શ્રી મંડિકજીનો વાદ સમાપ્ત થયો
Page #471
--------------------------------------------------------------------------
________________
| II મોર્ય નામના સાતમા ગણધર II હવે “મૌર્ય” નામના સાતમા ગણધરનો વાદ લખાય છે - ते पव्वइए सोउं मोरिओ आगच्छई जिणसगासं । वच्चामि ण वंदामि, वंदित्ता पज्जुवासामि ॥१८६४॥ आभट्ठो य जिणेणं, जाइजरामरणविप्पमुक्केणं ॥ नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१८६५॥ (तान् प्रव्रजितान् श्रुत्वा, मौर्य आगच्छति जिनसकाशम् । व्रजामि वन्दे, वन्दित्वा पर्युपासे ॥ आभाषितश्च जिनेन, जाति-जरामरणविप्रमुक्तेन । नाम्ना च गोत्रेण च सर्वज्ञेन सर्वदर्शिना ॥)
ગાથાર્થ - તે છએ ભાઈઓને દીક્ષિત થયેલા સાંભળીને “મૌર્ય” નામના સાતમા પંડિતજી જિનેશ્વર પરમાત્મા પાસે આવે છે અને મનમાં વિચારે છે કે “હું પણ પરમાત્મા પાસે જલ્દી જાઉં, વંદન કરું અને વંદન કરીને ભગવાનની સેવા કરું. ૧૮૬૪
જન્મ-જરા અને મૃત્યુથી મુક્ત બનેલા, સર્વજ્ઞ અને સર્વદશ એવા શ્રી મહાવીર પરમાત્માએ “મૌર્ય” એવા નામપૂર્વક તથા તેઓના ગોત્રપૂર્વક તેમને બોલાવ્યા. (વ્યવહારથી ભલે આવ્યા એમ આવકાર આપ્યો.) l/૧૮૬૫ll
વિવેચન - ભાવાર્થ પૂર્વની જેમ જ છે. પરંતુ “મૌર્ય” પંડિતજી પોતાના છ વડીલોને પરમાત્મા વડે પરાજિત થયેલા અને દીક્ષા લઈને તેમના શિષ્ય બનેલા સાંભળીને બહુ આશ્ચર્ય પામ્યા અને “આ પરમાત્મા ખરેખર વાસ્તવિક સર્વજ્ઞ-સર્વદર્શી વીતરાગ પ્રભુ” છે. આમ અહોભાવવાળા બન્યા. દ્વેષનો ખળભળાટ સર્વથા ચાલ્યો ગયો અને પૂજ્યભાવ વધારેને વધારે વ્યાપ્ત થતો ગયો. મનમાં વિચારે છે કે હું જલ્દી જલ્દી પ્રભુ પાસે જાઉં, વંદન કરું અને વંદન કરીને પરમાત્માનો શિષ્ય બનીને સેવા કરું. આવું વિચારીને પોતાના શિષ્ય પરિવાર સાથે પ્રભુ પાસે જવા નીકળે છે.
ત્યાં જ્યારે નજીક પહોંચ્યા ત્યારે જન્મ-જરા-મૃત્યુ વિનાના એવા ભગવાન શ્રી મહાવીર પ્રભુ વડે “હે મૌર્ય” ઈત્યાદિ નામ અને ગોત્રપૂર્વક તેમને બોલાવાયા. અર્થાત્ તમે ભલે અહીં આવ્યા. એમ કોમલ આમંત્રણ આપીને વ્યવહારથી આવકાર્યા. ll૧૮૬૪-૧૮૬પા
Page #472
--------------------------------------------------------------------------
________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
*.447
ગણધરવાદ
સાતમા ગણધર - મૌર્ય
૪૪૭
બોલાવીને ભગવાને શું કહ્યું? તે કહે છે - किं मण्णे अत्थि देवा, उयाहु नत्थित्ति संसओ तुज्झ । वेयपयाण य अत्थं, न याणसी तेसिमो अत्थो ॥१८६६॥ (किं मन्यसे सन्ति देवा उताहो न सन्तीति संशयस्तव । વેપાનાં વાર્થ, નાનાસિ તેષામયમર્થ: II)
ગાથાર્થ - હે મૌર્ય ! “દેવો છે કે દેવો નથી” આવી તમને શંકા છે. પરંતુ વેદપદોના અર્થ તમે જાણતા નથી. તે વેદપદોનો અર્થ આ પ્રમાણે છે. /૧૮૬૬ll
વિવેચન - મૌર્યજી ભગવાનને કંઈ પણ પૂછે તે પહેલાં જ ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી તેમના મનના સંશયને જાણીને પૂછે છે કે હે મૌર્ય ! તમારા મનમાં પણ આવા પ્રકારનો સંશય છે કે “દેવો છે કે દેવો નથી”. અર્થાત્ દેવો ક્યાંય દૃષ્ટિગોચર થતા નથી. ઘણી સાધના-આરાધના કરવા છતાં આવતા નથી અને શાસ્ત્રોમાં જ્યાં ત્યાં દેવોના ઉલ્લેખો છે. તેથી શું દેવો ખરેખર હશે કે દેવો ખરેખર નથી. આમ તમારા મનમાં શંકા છે. વેદના પાઠો પણ બન્ને બાજુના તમને મળ્યા છે તે વેદના પાઠોના તમે તમારી બુદ્ધિ પ્રમાણે અર્થ કરો છો. તેથી તે સંશય મજબૂત બન્યો છે. પરંતુ તે વેદપાઠોના અર્થ તમે બરાબર જાણતા નથી. તે વેદપાઠો તથા તેના સાચા અર્થો આ પ્રમાણે છે.
“ Tષ વનનોડગ્ન નોર્વ છત્તિ” તથા “સપાન સોમં અમૃતા अभूम अगमन् ज्योतिरविदाम देवान्, किं नूनमस्मात् तृणवदरातिः किमु मूर्तिममृतमर्त्यस्य" તથા “ો નાનાતિ માયોપમન્ ર્વાનિ-યમ-વ-વેરાન્ !'
આ ત્રણે વેદપાઠો છે. આ ત્રણે વેદપાઠોના અર્થો તમારા મનમાં તમારી બુદ્ધિને અનુસાર આ પ્રમાણે પ્રવર્તે છે.
(૧) યજ્ઞ એ જ છે શસ્ત્ર જેને એવા તે આ યજમાન તુરત જ સ્વર્ગલોકમાં જાય છે. “યજ્ઞ એ જ દુરિતોનો (પાપોનો) નાશ કરવામાં સમર્થ હોવાથી શસ્ત્ર તુલ્ય છે.” તેથી યજ્ઞ છે શસ્ત્ર જેને એવા યજમાન યજ્ઞના પ્રભાવે સર્વ પાપોનો નાશ થવાથી સ્વર્ગલોકમાં જાય છે. આ પ્રથમ પાઠનો અર્થ છે અને તે “દેવો” છે. એમ દેવોના અસ્તિત્વને સૂચવે છે. સ્વર્ગલોકમાં યજમાન જાય છે એટલે દેવ થાય છે. આવો અર્થ થાય છે. (આમ તમે મનમાં વિચારો છો)
(૨) અમે સોમરસને (લતારસને) પીધો છે. તેનાથી અમે અમર થયા છીએ,
Page #473
--------------------------------------------------------------------------
________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
448
૪૪૮ સાતમા ગણધર - મૌર્ય
ગણધરવાદ જ્યોતિર્લોકને (સ્વર્ગલોકન) અમે પામ્યા છીએ. દેવભવને અમે પ્રાપ્ત કર્યો છે. હવે અહીંથી આગળ અમને અરાતિ (વ્યાધિ) શું કરી શકવાની છે ? તથા અમરણ ધર્મને પામેલા એવા પુરુષને જરા પણ શું કરી શકવાની છે ? આ રીતે અમરણ ધર્મવાળા જીવને (દેવભવ પામેલાને) જરા અને વ્યાધિ શું કરી શકે? અર્થાત્ કંઈ કરી શકતાં નથી. દેવનો ભવ એવો છે કે તેમાં કોઈપણ જાતની જરા અને વ્યાધિ હોતી નથી. આ બીજો પાઠ પણ “દેવો છે” આમ દેવોના અસ્તિત્વને જ સૂચવે છે. સોમરસનું પાન કરીને જીવ અમર બને છે, દેવ બને છે. જ્યાં જરા અને વ્યાધિ પીડા આપી શકતાં નથી.
(૩) માયાની ઉપમાવાળા ઈન્દ્રનયમ-વરુણ અને કુબેર વગેરે ગીર્વાણોને (દેવોને) કોણ જાણે ? અર્થાત્ આ તો ઝાંઝવાના જળની જેમ માયાવી-માયાતુલ્ય છે. એટલે “છે કે નહીં” તે કોણ જાણે ? દેવોની તો વાર્તા જ માત્ર છે. વાસ્તવિક દેવ જેવું કોઈ તત્ત્વ જ નથી. આવા અર્થવાળો આ પાઠ “દેવના અભાવને સૂચવનારો છે”.
આમ પરસ્પર ભિન્ન ભિન્ન અર્થવાળા વેદપાઠોના અર્થ સમજવાથી અને સાંભળવાથી તમને સંશય થયો છે. પરંતુ હે મૌર્ય ! તમારો આ સંશય અયુક્ત છે. કારણ કે આ વેદપદોના સાચા અર્થને તમે જાણતા નથી. અને તેની પાછળની યુક્તિઓ પણ તમે સારી રીતે જાણતા નથી. તમારા હૈયામાં જે અભિપ્રાય પ્રવર્તે છે. તે અર્થ આ વેદપાઠોનો નથી. પરંતુ તે વેદપાઠોનો સાચો અર્થ આ પ્રમાણે છે. જે હવે પછીની ગાથાઓમાં કહેવાય છે. ll૧૮૬૬ll
तं मन्नसि नेरइया, परतंता दुक्खसंपउत्ता य । न तरंतीहागंतुं, सद्धेया सुव्वमाणा वि ॥१८६७॥ सच्छंदचारिणो पुण देवा, दिव्वप्पभावजुत्ता य । जं न कयाइ वि दरिसणमुवेंति तो संसओ तेसु ॥१८६८॥ (त्वं मन्यसे नैरयिकाः परतन्त्रा दुःखसम्प्रयुक्ताश्च । न शक्नुवन्तीहाऽऽगन्तुं श्रद्धेयाः श्रूयमाणा अपि ॥ स्वच्छन्दचारिण: पुनर्देवा दिव्यप्रभावयुक्ताश्च । यन्न कदाचिदपि दर्शनमुपयन्ति ततः संशयस्तेषु ॥)
ગાથાર્થ - હે મૌર્ય ! તમે એમ માનો છો કે નારકીના જીવો તો પરતંત્ર છે વળી દુઃખથી સંયુક્ત છે. તેથી અહીં આવવાને શક્તિમાન નથી. માટે શાસ્ત્રોમાં સંભળાય છે.
Page #474
--------------------------------------------------------------------------
________________
D:/PII/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
*.449
ગણધરવાદ સાતમા ગણધર - મૌર્ય
૪૪૯ એટલા માત્રથી શ્રદ્ધા કરવા યોગ્ય છે. પરંતુ દેવો તો સ્વચ્છંદચારી છે. દિવ્ય પ્રભાવથી યુક્ત છે. તો પણ ક્યારેય દર્શન આપતા નથી. તેથી (છે કે નહીં આવો) સંશય તે દેવોને વિષે થાય છે. ll૧૮૬૭-૧૮૬૮ll
વિવેચન - હે મૌર્યપંડિત ! તમે મનમાં આવા આવા વિચારો કરો છો કે - નારકીના જીવો તો પોતાના કરેલા પાપોના ઉદયને કારણે “પરમાધામી = નરકપાલ” દેવોને પરાધીન છે. નરકના જીવોને સતત દુઃખ આપવાનું કામ કરનારા હલકી મનોવૃત્તિવાળા દેવોને પરમાધામી કહેવાય છે. અથવા તેઓને નરકપાલ દેવો પણ કહેવાય છે. જેમ પોલીસો ગુન્હેગારને છટકવા દેતા નથી તેમ આ દેવો નરકના જીવોને ક્યાંય આડા-અવળા જવા દેતા નથી. તેથી નીચે હોય છતાં અહીં ન આવે એવું બની શકે છે. માટે તે જીવો મનુષ્યલોકમાં આવતા દેખાતા નથી, છતાં શાસ્ત્રોમાં તેઓનું વર્ણન છે. માટે હશે જરૂર. આમ માની શકાય છે.
તથા આ જીવ પરાધીન વૃત્તિવાળા તો છે જ, સાથે સાથે નિરંતર દુઃખી પણ છે. ક્ષેત્રકૃત વેદના, પરસ્પરકૃત વેદના અને પરમાધામી દેવકૃત વેદનાથી નિરંતર પીડાયા જ કરે છે અને અતિશય દુઃખી જીવો અહીં મનુષ્યલોકમાં ન આવી શકે એમ બને. તેથી અહીં મનુષ્યલોકમાં ન આવતા હોવા છતાં શાસ્ત્રમાં કહ્યા છે. તેથી માની શકાય છે કે તેવા જીવો સંસારમાં હશે. આમ નારકીના જીવો પરાધીનતા અને દુઃખમય દશાના કારણે મનુષ્યલોકમાં ન આવતા હોવા છતાં પ્રત્યક્ષ ન દેખાતા હોવા છતાં આ સંસારમાં હશે એમ માની શકાય છે. નહીં આવવાના કારણો સાચાં છે માટે તે જીવો તો હશે. પરંતુ દેવો તો સ્વચ્છેદચારી છે. જ્યારે જ્યારે જ્યાં જ્યાં જવાની પોતાની ઈચ્છા થાય ત્યારે ત્યારે ત્યાં ત્યાં જઈ શકે છે. તેઓને રોક-ટોક કરનારા તેઓના માથે પરમાધામી જેવા બીજા કોઈ દેવો નથી, પરાધીન નથી, સ્વચ્છંદચારી છે. માટે અહીં આવી શકે છે.
તે દેવો દિવ્ય પ્રભાવથી સંયુક્ત છે. આંખ મીંચીને ખોલીએ તેટલી વારમાં તો ઊર્ધ્વલોકથી મધ્યલોકમાં આવી શકે છે. અનેક રૂપો કરી શકે છે. એક રૂપ ત્યાં રાખીને બીજા અનેક રૂપે પણ અહીં આવી શકે છે. આમ દેવગતિના દેવો સ્વચ્છંદચારી અને દિવ્યપ્રભાવયુક્ત છે. તો પણ ક્યારેય કોઈનેય પણ દર્શન થતાં નથી. કોઈના દૃષ્ટિપથમાં આવતા નથી. મધ્યલોકમાં ઘણા મનુષ્યો દુઃખી છે. પોતે ઘણા સુખી છે. તો પણ કરુણાબુદ્ધિથી પણ ક્યારેય આવતા નથી. ઘણા લોકો દેવોની સાધના-આરાધના કરે છે તો પણ તે દેવો અહીં આવતા દેખાતા નથી. માટે આ સંસારમાં દેવો ન હોય એમ જ લાગે છે. છતાં વેદપાઠોમાં અને સ્મૃતિગ્રંથોમાં “દેવો છે” આ પ્રમાણે સંભળાય છે. તેથી
Page #475
--------------------------------------------------------------------------
________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
*.450
૪૫૦
સાતમા ગણધર - મૌર્ય
ગણધરવાદ
“તે દેવો છે કે નથી” આમ તમોને દેવોને વિષે શંકા થયેલી છે. તેનો ઉત્તર હવે પછીની ગાથામાં કહેવાય છે. ll૧૮૬૭-૧૮૬૮
मा कुरु संशयमेए सुदूरमणुयाइभिन्नजाइए । पेच्छसु पच्चक्खं चिय, चउव्विहे देवसंघाए ॥१८६९॥ पुव्वंपि न संदेहो जुत्तो, जं जोइसा सपच्चक्खं । दीसंति तक्या वि य उवघायाऽणुग्गहा जगओ ॥१८७०॥ (मा कुरु संशयमेतान्, सुदूरमनुजादिभिन्नजातीयान् । प्रेक्षस्व प्रत्यक्षमेव, चतुर्विधान् देवसङ्घातान् ॥ पूर्वमपि न संदेहो युक्तो यज्ज्योतिष्काः स्वप्रत्यक्षम् । દૃશ્યને તવૃતી મપ ચોપથતિનુ નાત: છે)
ગાથાર્થ - હે મૌર્ય ! તમે સંશય ન કરો. મનુષ્યાદિથી અત્યન્ન ભિન્ન જાતિવાળા ચારે નિકાયના આ દેવસમૂહને તમે પ્રત્યક્ષ દેખો. આ પ્રત્યક્ષદર્શનના પૂર્વકાલમાં પણ સંદેહ કરવો યોગ્ય નથી. કારણ કે જે જ્યોતિષ નિકાયના દેવો છે તે તો તમને પોતાને જ પ્રત્યક્ષ છે. તથા બીજા દેવો વડે જગતના જીવોને અનુગ્રહ-ઉપઘાત થાય છે. તેથી બીજા દેવો પણ છે. /૧૮૬૯-૧૮૭oll
વિવેચન - હે મૌર્યપંડિત ! તમે દેવોની બાબતમાં સંશય ન કરો. કારણ કે વસ્તુને સમજવા માટેનાં સામાન્યથી પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રમાણ હોય છે. તેના પેટાભેદરૂપ વિશેષથી પ્રત્યક્ષ-અનુમાન ઉપમાન-આગમ-અર્થપત્તિ વગેરે પ્રમાણો હોય છે. આ સર્વે પ્રમાણમાં પ્રત્યક્ષપ્રમાણ સર્વોપરિ છે. જ્યારે વસ્તુ પ્રત્યક્ષ જ જણાતી હોય છે તો તેને સમજવા-સમજાવવા બીજા પ્રમાણો લગાડવાનાં રહેતાં જ નથી. તેથી હું તમને પ્રત્યક્ષપ્રમાણથી દેવો સમજાવું છું - દેખાડું છું.
હે મૌર્યપંડિત ! આ સમવસરણમાં મને વંદન કરવા માટે આવેલા અને મનુષ્યોથી અત્યન્ન ભિન્ન જાતિવાળા ચારે નિકાયના દેવોને તમે સાક્ષાત્ દેખો કે જે દેવો દિવ્ય આભરણવાળા છે. શરીર ઉપર વિલેપન-વસ્ત્ર અને પુષ્પમાલા વગેરેથી અલંકૃત છે. ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક અને વૈમાનિક એમ ચાર નિકાયના દેવસમૂહ છે. તેને તમે નરી આંખે સાક્ષાત્ જ દેખો અને જ્યાં વસ્તુ સાક્ષાત્ જ દેખાતી હોય છે ત્યાં અન્ય પ્રમાણોની જરૂર રહેતી નથી.
Page #476
--------------------------------------------------------------------------
________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
*.451
ગણધરવાદ સાતમા ગણધર - મૌર્ય
૪૫૧ મૌર્ય – આજે તો આપના સમવસરણમાં આવેલા દેવોને સાક્ષાત્ જોયા છે. એટલે હવે શંકા રહેતી નથી. પરંતુ આ દેવોને જોયા, તેના પૂર્વકાલમાં મને સંશય હતો. પૂર્વકાલમાં તો કોઈ દેવને જોયા ન હોવાથી હે ભગવાન્ ! સંશય બરાબર યોગ્ય જ હતો ને ?
- ભગવાન – અહીં સમવસરણમાં આવેલા દેવોના પ્રત્યક્ષ દર્શન પહેલાં પણ તમને તથા તમારા જેવા જે કોઈ અન્ય પુરુષોને આ દેવસંબંધી સંશય હતો તે યોગ્ય ન હતો. કારણ કે ચંદ્ર-સૂર્ય (ગ્રહ-નક્ષત્ર-તારા) વગેરે જ્યોતિષ્ક દેવો તો તમારા વડે અને દુનિયાના સર્વ લોકો વડે પોતાની નજરે પ્રત્યક્ષથી સંપૂર્ણપણે દેખાય છે. આ રીતે ચારે નિકાયના દેવોમાંથી એક જ્યોતિષ્ફનિકાયના દેવો પ્રત્યક્ષ દેખાતા હોવાથી વસ્તુનો એક ભાગ (દેશભાગ) પ્રત્યક્ષ થવાથી સર્વે પણ દેવોના અસ્તિત્વની શંકા કેમ કરી શકાય ? ઉલટું એકભાગ પ્રત્યક્ષ થવાથી બીજા પણ ન દેખાતા દેવો સંસારમાં હશે જ એમ અનુમાન કરવું જોઈએ.
તથા “અનુમાન” પ્રમાણથી પણ દેવોની સિદ્ધિ થઈ શકે છે. તે આ પ્રમાણે - “સત્યે તેવી:, નોલી તકતીનુદોપથતિનાત્ ” આ સંસારમાં (સંસારી) દેવો છે જ. (આ પ્રતિજ્ઞા થઈ). કારણ કે તે દેવો વડે લોકોને કરાયેલા અનુગ્રહ (લાભ) અને ઉપઘાત (નુકશાન) દેખાય છે (આ હેતુ છે). જ્યાં જ્યાં લોકોને અનુગ્રહ અને ઉપઘાત થતા હોય છે ત્યાં ત્યાં કોઈક તેના કર્તા જરૂર હોય છે. (આ અન્વય વ્યાપ્તિ છે). જેમકે ચૈત્રને મૈત્રાદિ વડે કરાતા અનગ્રહ અને ઉપઘાત દેખાય છે તેથી તેના કર્તા મૈત્રાદિ અવશ્ય હોય જ છે. (આ અન્વય ઉદાહરણ છે, તેવી જ રીતે કોઈ કોઈ મનુષ્યોને વૈભવાદિ કંઈક આપવા વડે અનુગ્રહને કરતા અને તેનું અપહરણ આદિ કરવા વડે ઉપઘાત કરતા એવા દેવો ક્યાંક ક્યાંક દેખાય પણ છે (આ ઉપનય છે). તેથી જેમ રાજા મનુષ્યોને સુખાકારી આપવા વડે અનુગ્રહ કરે છે અને ગુન્હા કરનારાને દંડાદિ આપવા વડે ઉપઘાત કરે છે. આ રીતે અનુગ્રહ-ઉપઘાત કરનારા રાજા આદિ આ સંસારમાં છે. તેવી રીતે મનુષ્યોને લાભ-નુકશાન કરનારા દેવો પણ આ સંસારમાં છે જ (આ નિગમન છે).
આ રીતે ઉપરોક્ત અનુમાનથી દેવો છે એમ સિદ્ધ થાય છે. ll૧૮૬૯-૧૮૭oll ફરીથી દેવની બાબતમાં શંકા કરીને ઉત્તર આપતાં કહે છે કે - आलयमेत्तं च मई पुरं व तव्वासिणो तह वि सिद्धा । जे ते देवत्ति मया, न य निलया निच्चपरिसुण्णा ॥१८७१॥ (आलयमात्रं च मतिः पुरमिव तदवासिनस्तथापि सिद्धा । જે તે સેવા રૂતિ મત ન ચ નિત્રયી નિત્યપરિશૂચ: I)
Page #477
--------------------------------------------------------------------------
________________
D:/PIII/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PMT (WIN-98)
(BUTTER - DT. 16-3-2009)
૪૫૨
...452
સાતમા ગણધર - મૌર્ય
ગણધરવાદ
ગાથાર્થ - નગરની માફક આ તો આલયમાત્ર જ છે. આવી તમારી મતિ કદાચ થાય તો પણ તેની અંદર વસનારા જે સિદ્ધ થાય છે તે દેવો છે. એમ શાસ્ત્રોમાં માનેલું છે. જે જે આવાસ હોય છે તે નિત્ય શૂન્ય હોતા નથી. ૧૮૭૧
વિવેચન - ઉપરની ગાથામાં જે ચંદ્ર-સૂર્ય આદિ દેવોની સિદ્ધિ કરવામાં આવી છે તે વિષયમાં પ્રશ્નોત્તરી જણાવે છે -
મૌર્યપંડિત - હે ભગવાન્ ! આકાશમાં જે ચંદ્ર-સૂર્ય વગેરે દેખાય છે તે તો આલયમાત્ર છે. અર્થાત્ ચંદ્ર-સૂર્યાદિના વિમાનો છે (ઘરો છે) પણ દેવો નથી. આકાશમાં જે કંઈ દેખાય છે તે વિમાનો જ દેખાય છે, દેવો દેખાતા નથી. તેથી દેવોની પ્રત્યક્ષપણે સિદ્ધિ કેમ કહેવાય ? જેમ દૂર-દૂરથી કોઈ નગર દેખાય પણ કોઈ લોકો ત્યાં વસતા ન હોય તેની જેમ અહીં સમજવું. એટલે કે જેમ શૂન્ય એવું નગર હોય તે તો લોકોનું આલયમાત્ર છે. તેનાથી લોકો સિદ્ધ નથી. એમ ચંદ્ર-સૂર્ય વગેરેનાં જે વિમાનો દેખાય છે તે આલયમાત્ર જ છે પરંતુ તે કંઈ દેવો નથી. તેથી દેવોનું પ્રત્યક્ષત્વ કેમ કહેવાય ?
ભગવાન - હે મૌર્યપંડિત ! નગરની જેમ તમને આલય તો દેખાય જ છે. તે આલયમાં વસનારા જે છે તે જ દેવો માનેલા છે. આ સંસારમાં જે જે આલય સ્થાન હોય છે તે તે સર્વે પણ તેમાં રહેનારા જીવોથી યુક્ત જ હોય છે. જેમકે દેવદત્તાદિ મનુષ્યોથી યુક્ત એવાં વસંતપુર વગેરે આલયસ્થાનો તેની જેમ જ્યોતિષ્કનાં વિમાનો પણ આલય છે. તેથી તેમાં રહેનારા કોઈક દેવો હોવા જ જોઈએ, અન્યથા = જો અંદર દેવો ન હોય તો આલયને આલય જ ન કહેવાય. જો નગરમાં મનુષ્યોનો વસવાટ ન હોય તો તે નગરને નગર જ ન કહેવાય. તેથી આ આલયમાં રહેનારા જે છે તેને જ્યોતિષ્ક દેવ માનેલા છે તેથી જ્યોતિષ્ક દેવો છે જ.
મૌર્યપંડિત - હે ભગવાન્ ! તે વિમાનોમાં જે વસતા હોય તેને દેવ કહેવાય એમ કેમ બને ? કારણ કે નગરનું ઉદાહરણ આપીને વિમાનોમાં દેવો છે એમ આપ સમજાવો છો. તેથી નગર-ગામ-પાટણ વગેરે સ્થાનોમાં દેવદત્ત-યજ્ઞદત્ત-ચૈત્ર-ચૈત્ર વગેરે માનવો જેવા હોય છે. તેવા જ (માનવ) જીવો તે સ્થાનમાં હશે એવું કેમ ન બને ? તે આલયસ્થાનોમાં દેવો જ હશે ? તેની શું ખાત્રી ? અર્થાત્ નગરની જેમ તેમાં પણ મનુષ્યો જ હોય એવું પણ કાં ન બને.
ભગવાન - દેવદત્તાદિ મનુષ્યોને રહેવાનાં જે નગર-ગામ-પાટણ આદિ સ્થાનો હોય છે. તેના કરતાં ચંદ્રાદિનાં આલયસ્થાનો અતિશય વિશિષ્ટ છે. એટલે કે ભિન્ન જાતિનાં
Page #478
--------------------------------------------------------------------------
________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
*.453
૪૫૩
ગણધરવાદ
સાતમા ગણધર - મૌર્ય છે. તેથી તેમાં રહેનારા જીવો પણ દેવદત્તાદિથી વિશિષ્ટ છે. અર્થાત્ દેવદત્તાદિથી જુદા છે. તે આલયો રત્નમય દૈવિક છે, દિવ્ય પ્રભાવવાળાં છે. તેથી તેમાં રહેનારા જીવો પણ માનવ કરતાં વિશિષ્ટ છે, દૈવિક શક્તિવાળા છે અને દિવ્ય પ્રભાવવાળા છે. તેથી દેવદત્તાદિથી વિલક્ષણ એવા દેવો સિદ્ધ થાય છે.
મૌર્યપંડિત - હે ભગવાન્ ! કોઈપણ આલય હોય એટલે તેમાં નિવાસ કરનારા જીવો હોય છે. આ વાત સિદ્ધ કરવામાં આપશ્રી “માનિયંતિ'' એવો જે હેતુ જણાવો છો. તે હેતુ વ્યભિચારી અર્થાત્ અનૈકાન્તિક હેત્વાભાસ છે. કારણ કે નિવાસ કરનારા જીવો ન હોય એવા શૂન્યાલયને પણ આલય તો કહેવાય જ છે. ત્યાં તેમાં નિવાસ કરનારા મનુષ્યો નથી. તેથી વ્યભિચાર દોષ આવે જ છે.
ચન્દ્રાદિત્યવિમાને", તેવા સંન્તિ, ગાયત્વત્ પુરવત્ આવા પ્રકારના અનુમાનમાં જે નિયત્વીત્ હેતુ છે, તે જ્યાં દેવો ન હોય એવાં શૂન્ય આલયો પણ હોય છે. ત્યાં દેવો નથી (એટલે સાધ્યાભાવ છે) અને હેતુની વૃત્તિ છે. માટે હેતુ વ્યભિચારી અર્થાત્ અનૈકાત્તિક થાય છે.
ભગવાન - જે નિલયસ્થાનો (આલયસ્થાનો અર્થાત્ આશ્રયસ્થાનો) છે. તે સદા શૂન્ય હોતાં નથી. જે કોઈપણ નિલયસ્થાનો છે તે પૂર્વકાલમાં, વર્તમાનકાલમાં અથવા ભવિષ્યકાલમાં અવશ્ય નિવાસિ જીવો વડે અધિષ્ઠિત હોય છે. ત્રણે કાલે સર્વથા શૂન્ય હોતાં નથી. જેમકે કોઈપણ ગામમાં મનુષ્યોનાં ઘરો-આલયસ્થાનો છે તે ક્યારેક શૂન્ય હોય એવું બને, પરંતુ ત્રણે કાલ શૂન્ય હોતાં નથી. તેમાં કોઈક કાલે તો તનિવાસી મનુષ્યો અવશ્ય હોય જ છે. તેમ ચંદ્રાદિનાં આલયો પણ ત્રણે કાલ શૂન્ય હોતાં નથી. જ્યારે ત્યારે એટલે કે ક્યારેક ક્યારેક તેમાં દેવો વસે છે. અર્થાત્ ક્યારેક ક્યારેક તેમાં વસનારા દેવો પ્રયોજનાર્થે બહાર જાય છે. પરંતુ ઘણો ખરો સમય દેવો તેમાં રહે છે. એટલે જ તે વિમાનો તે દેવોનાં છે આમ કહેવાય છે. આ રીતે જ્યોતિષ્ક વિમાનવાસી દેવો સિદ્ધ થાય છે./૧૮૭૧||
મૌર્યપંડિત તરફથી પ્રશ્ન ઉઠાવીને ઉત્તર આપતાં ભગવાન કહે છે કે - को जाणइ व किमयं ति होज, णिस्संसयं विमाणाई । रयणमयनभोगमणादिह जह विज्जाहराईणं ॥१८७२॥ (को जानाति वा किमेतदिति भवेन् निस्संशयं विमानानि । रत्नमयनभोगमनादिह यथा विद्याधरादीनाम् ॥)
Page #479
--------------------------------------------------------------------------
________________
D:/PIII/DHIRUBHAI GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
.454
૪૫૪
સાતમા ગણધર - મૌર્ય
ગણધરવાદ
ગાથાર્થ - આ ચંદ્રાલયાદિ શું હશે ? તે કોણ જાણે ? હે મૌર્ય ! નક્કી તે વિમાનો જ છે. રત્નમય હોતે છતે નભોગમનવાળાં છે માટે, જેમ વિદ્યાધર આદિનાં વિમાનો હોય છે તેમ. /૧૮૭૨/
વિવેચન - અથવા આ વિષયમાં કદાચ પરની (મૌર્યપંડિતની) આવી બુદ્ધિ થાય અર્થાત્ કદાચ આવી શંકા થાય કે -
મૌર્યપંડિત – હે ભગવાન્ ! આકાશમાં ચંદ્ર અને સૂર્યનાં જે વિમાનો દેખાય છે. જેને “માનટ્વિીન્'' નિવાસસ્થાન છે એમ કહીને આપશ્રી તે સઘળાં જ્યોતિષ્કનાં વિમાન છે આમ સિદ્ધ કરો છો અને આલય હોવાથી તેમાં વસનારા જ્યોતિષ્ક દેવો છે આવું કહો છો. પરંતુ ત્યાં શંકા થાય છે કે આ જે દેખાય છે તે શું હશે ? આ કોણ જાણે ?
જ્યોતિષ્કનાં વિમાનો ન હોય પરંતુ સૂર્યનું વિમાન એ અગ્નિનો ગોળો હોય. કારણ કે ઉષ્ણતા વરસાવે છે. ચંદ્રનું વિમાન જે કહો છો તે સ્વભાવથી જ સ્વચ્છ એવા પાણીનો બનેલો ગોળો હોય. કારણ કે શીતળતા વરસાવે છે. આવું કેમ ન હોય ? વિમાનો જ છે એવું કોણ જાણે ? અથવા તો આવા પ્રકારના જ દેદીપ્યમાન એવા રત્નોના ગોળા જ હોય એવું પણ કેમ ન બને ? જ્યોતિષ્કનાં વિમાનો જ છે આવું કોણ જાણે ? જ્યાં સુધી આ નિર્ણય ન જણાય ત્યાં સુધી તે વિમાનો છે અને દેવોનાં નિવાસસ્થાનો છે. તેમાં દેવો વસે છે આમ કેવી રીતે કહેવાય ?
આગના-પાણીના અથવા રત્નોના ગોળા જ માત્ર હોય અને વિમાનો ન હોય અને તેથી તેમાં દેવો ન હોય આવું પણ કેમ ન બને ?
ભગવાન – જરા પણ શંકા વિના આ દેવોનાં વિમાનો જ છે તે અનુમાનથી સમજી શકાય તેમ છે. તે અનુમાન આ પ્રમાણે છે -
"एतानि विमानान्येव, रत्नमयत्वे सति नभोगमनात्, पुष्पकादिविद्याधरતપ:સિદ્ધવિમાનવતુ” તિ
આ જે આકાશમાં પરિભ્રમણ કરતાં વિમાનો દેખાય છે તે ગોળા નથી પણ જ્યોતિષ્ક દેવનાં વિમાનો જ છે. કારણ કે તે રત્નનાં બનેલ હોતે છતે આકાશમાં ગતિ કરે છે. જે જે રત્નનાં બનેલાં હોય અને ગગનગામી હોય તે અવશ્ય વિમાનો જ હોય. જેમકે તેવા પ્રકારના કોઈ વિદ્યાધરના તપથી સિદ્ધ થયેલા વિમાનની જેમ. સાર એ છે કે વિદ્યાધરોના વિમાનોની જેમ રત્નનાં બનેલાં છે અને ગગનગામી છે. માટે દેવોનાં વિમાનો જ છે. પણ અગ્નિના કે પાણીના ગોળા નથી. અહીં વાદળ અને વાયુ પણ
Page #480
--------------------------------------------------------------------------
________________
D:/PIII/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PMT (WIN-98)
(BUTTER - DT. 16-3-2009)
ગણધરવાદ
સાતમા ગણધર - મૌર્ય
૪૫૫
ગગનગામી તો છે પણ તેને વિમાન ન કહી શકાય. કારણ કે તે રત્નનાં બનેલાં નથી. આ કારણે જ અભ્રવિકાર અને પવનાદિના વ્યવચ્છેદ માટે જ “રત્નમયત્વ” આવું વિશેષણ હેતુમાં લગાડેલું છે.
હે મૌર્યપંડિત ! આ રીતે રત્નમય હોતે છતે ગગનગામી હોવાથી આ અલૌકિક દેવવિમાનો જ છે અને તેમાં દેવોનો વસવાટ છે. તે વિમાનો સદા શૂન્ય નથી. માટે દેવોના આલયસ્વરૂપ છે. દેવોનાં નિવાસસ્થાનો છે. ૧૮૭૨॥
ફરીથી બીજી રીતે શંકા કરીને ઉત્તર આપતાં કહે છે
-
...455
हो मई मायं, तहावि तक्कारिणो सुरा जे ते ।
न य मायाइविगारा, पुरं व निच्चोवलम्भाओ ॥१८७३ ॥
(भवेद् मतिर्मायेयं, तथापि तत्कारिणः सुरा येते ।
न च मायादिविकाराः पुरमिव नित्योपलम्भात् ॥ )
ગાથાર્થ - કદાચ મૌર્યપંડિતને આવી બુદ્ધિ થાય કે “આ વિમાનો નથી, પણ માયા માત્ર છે’” તો પણ તે માયાને કરનારા જે છે તે દેવો જ છે અથવા આ માયાદિ રૂપ વિકારો નથી. કારણ કે નગરની જેમ નિત્ય દેખાય છે. II૧૮૭૩
વિવેચન - હવે કદાચ મૌર્યપંડિતની આવી મતિ થાય અર્થાત્ તેમના મનમાં કદાચ આવી શંકા થાય કે આકાશમાં જે આ ચંદ્રાદિનાં વિમાનો દેખાય છે તે ખરેખર વિમાનો
નથી, ગોળાઓ નથી, આલયસ્થાનો પણ નથી, માયામાત્ર છે. અર્થાત્ કોઈએ રચેલી ઈંદ્રજાલ માત્ર છે. કોઈ માયાવીએ આવાં બનાવટી વિમાનો રચ્યાં છે. વાસ્તવિક તે વિમાનો નથી. આ તો માયાનો પ્રયોગ કર્યો છે.
ઉત્તર - જો કે આ વિમાનો એ વિમાનો જ છે, માયા નથી. તેનું માયાપણું તમારા વડે વાણીમાત્રથી જ કહેવાય છે. કોઈ તર્ક તો અપાતો જ નથી. તેથી અસિદ્ધ છે. તર્કસિદ્ધ નથી. છતાં માની લઈએ કે આ વિમાનો એ માયા છે. તો પણ આવા પ્રકારની વિમાનોની રચના કરવાની માયાનો પ્રયોગ કરનારા જે છે તે તો નિયમા દેવ જ છે. કારણ કે મનુષ્યાદિમાં (મનુષ્યોમાં તથા તિર્યંચોમાં) તેવા પ્રકારની માયા રચવારૂપ વૈક્રિય કરવાની લબ્ધિ દેખાતી નથી. માટે માયામય છે - આમ માનો તો પણ તે માયાને રચનારા એવા દેવો છે. આમ દેવોની સિદ્ધિ તો થાય જ છે. અમે જે આ ઉત્તર આપ્યો તે વિમાનો માયામય છે એમ સ્વીકારીને ઉત્તર આપ્યો છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે આ
Page #481
--------------------------------------------------------------------------
________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
456
૪૫૬
સાતમા ગણધર - મૌર્ય
ગણધરવાદ વિમાનો એ માયાદિ વિકારો રૂપ નથી, સાચાં વિમાનો જ છે. કારણ કે નિત્ય દેખાય છે. સર્વ મનુષ્ય-તિર્યંચોને સર્વ કાળે પ્રતિદિન ઉગતાં અને આથમતાં દેખાય છે. જેમ પ્રસિદ્ધ એવાં પાટલિપુત્ર (તે સમયનું પ્રસિદ્ધ શહેર - હાલ પટ્ટણા) આદિ નગરો નિત્ય દેખાય છે. તેથી તે માયા નથી પણ સાચાં નિવાસસ્થાનો છે. તેમ આ વિમાનો નિત્ય ઉપલંભવાળાં છે. માટે સાચાં આલયસ્થાનો છે. માયા વડે કરાયેલી અથવા ઈદ્રજાલરૂપે કરાયેલી જે જે વસ્તુઓ હોય છે તે તે વસ્તુઓ નિત્ય દેખાતી નથી. આ માટે જ નિત્ય એવું વિશેષણ હેતુમાં ઉમેર્યું છે.
આ સઘળાં વિમાનો પ્રતિદિન સમયસર દેખાય છે. દરરોજ ઉગે છે અને આથમે છે. માટે રત્નનાં ગગનગામી એવાં દેવવિમાનો જ છે, આલયસ્થાનો જ છે. તેમાં તેના સ્વામી દેવો વસે છે. આ રીતે “દેવો છે” આમ સિદ્ધ થાય છે. ll૧૮૭all
બીજી રીતે પણ દેવોનું અસ્તિત્વ સમજાવતાં કહે છે - जइ नारगा पवन्ना पगिट्ठपावफलभोइणो तेणं । सुबहुगपुण्णफलभुजो, पवज्जियव्वा सुरगणा वि ॥१८७४॥ ( यदि नारकाः प्रपन्नाः प्रकृष्टपापफलभोगिनस्तेन । सुबहुकपुण्यफलभुजः प्रपत्तव्या सुरगणा अपि ॥)
ગાથાર્થ - જો ઉત્કૃષ્ટ પાપના ફલને ભોગવનારા નારકી જીવો તમે સ્વીકાર્યા છે. તો તે જ ન્યાયે ઉત્કૃષ્ટ પુણ્યના ફળને ભોગવનારા દેવગણને પણ સ્વીકારવા જોઈએ. I/૧૮૭૪.
વિવેચન - હે મૌર્યપંડિત ! પોતાના કરેલા ઉત્કૃષ્ટ પાપના ફળને ભોગવનારા નારકી જીવો આ સંસારમાં હોવા જોઈએ અને એ નારકીના જીવોને જો તમે સ્વીકાર્યા છે તો એ જ ન્યાયે પોતાના જ ઉપાર્જન કરેલા ઉત્કૃષ્ટ બહુ પુણ્યફલને ભોગવનારા દેવોનો સમૂહ પણ સ્વીકારવો જોઈએ. જો પાપફલને ભોગવનાર નારકી છે આવું તમે માનો છો તો પુણ્યફળ ભોગવનારા દેવો પણ છે, આવું સ્વીકારવું જોઈએ.
મૌર્યપંડિત - હે ભગવાન્ ! નારકી અને દેવ એકે ન માનીએ અને આ મનુષ્યલોકમાં જ અતિશય દુઃખી એવા જે મનુષ્યો છે તથા અતિશય દુઃખી એવા જે તિર્યો છે તે જ ઉત્કૃષ્ટ પાપના ફળને ભોગવનારા છે. તથા અતિશય સુખી એવા જે મનુષ્યો છે તે મનુષ્યો જ ઉત્કૃષ્ટ પુણ્યના ફળને ભોગવનારા છે. આમ માની લઈએ તો શું ખોટું છે ? નાહક
Page #482
--------------------------------------------------------------------------
________________
D:/PIII/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PMT (WIN-98)
(BUTTER - DT. 16-3-2009)
...457
ગણધરવાદ
સાતમા ગણધર - મૌર્ય
૪૫૭
ન દેખાતા એવા નારક અને દેવોની કલ્પના કરવા વડે શું લાભ ? આ મૃત્યુલોકમાં જ જે બહુદુઃખી છે તે ઉત્કૃષ્ટ પાપફળના ભોગી છે અને જે અતિશય સુખી તે ઉત્કૃષ્ટ પુણ્યફળના ભોગી છે. બસ અહીં જ દુઃખ-સુખ છે. નારકી-દેવો જેવું કશું જ નથી. આમ જ માનીએ તો શું દોષ આવે ?
ભગવાન - તમારો આ પ્રશ્ન અયુક્ત છે. ઉત્કૃષ્ટ પાપનું ફળ ભોગવનારા જીવોને સર્વ પ્રકારે દુઃખ જ દુઃખ હોવું જોઈએ અને અહીં મનુષ્યલોકમાં અતિશય દુઃખી એવા પણ મનુષ્ય-તિર્યંચોને સર્વ પ્રકારે દુઃખ દેખાતું નથી. કારણ કે દુઃખી એવા તિર્યંચોને અને મનુષ્યોને આર્થિક-શારીરિક-માનસિક ઘણાં દુઃખો હોય તો પણ સુખ આપનાર એવા પવન-પ્રકાશાદિ દ્વારા મળતું સુખ સર્વે પણ મનુષ્ય-તિર્યંચોને દેખાય છે. માટે ઉત્કૃષ્ટ પાપફળ ભોગવવાનું સ્થાન મનુષ્ય-તિર્યંચના ભવ કરતાં પણ નારકીનો ભવ વધારે દુ:ખી અવશ્ય છે.
એવી જ રીતે ઉત્કૃષ્ટ પુણ્યના ફળને ભોગવનારા જીવોને સર્વ પ્રકારનું સુખ જ હોવું જોઈએ. તે સર્વપ્રકારનું સુખ આ મનુષ્યલોકમાં રહેલા જીવોને (મનુષ્ય-તિર્યંચોને) અતિશય સુખ હોય તે પણ સંભવતું નથી. કારણ કે અપવિત્ર પદાર્થોથી (ચરબી-લોહી-હાડ-માંસવીર્ય આદિ ગંદા પદાર્થોથી) ભરેલા આ શરીરથી ઉત્પન્ન થયેલાં દુઃખો તથા રોગ, જરા (ઘડપણ), ઈષ્ટ વિયોગ અને અનિષ્ટસંયોગ આદિથી થયેલાં દુ:ખો અતિશય સુખી મનુષ્યતિર્યંચોને પણ હોય છે. તેથી ઉત્કૃષ્ટ પુણ્યના ફળને ભોગવનારા જીવો મનુષ્ય-તિર્યંચ કરતાં કોઈક જુદા જીવો છે અને તે દેવો છે.
આ રીતે ઉત્કૃષ્ટ પાપના ફળને ભોગવનારા અતિશય દુઃખી જેમ નારકી છે. તે જ રીતે ઉત્કૃષ્ટ પુણ્યના ફળને ભોગવનારા અતિશય સુખી દેવો પણ અવશ્ય છે. આ રીતે દેવોનું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ.
૧૮૭૪
મૌર્યપંડિતજી પ્રશ્ન કરે છે કે જો દેવો છે તો તે સ્વચ્છંદચારી છે. પોતાની ઈચ્છા પ્રમાણે ગમનાગમન કરનારા છે. તો ક્યારેય પણ તેઓ આ લોકમાં કેમ આવતા નથી ? કેમ દેખાતા નથી ? ઈચ્છા મુજબ આવી શકે છે, તો ક્યારેય પણ આવતા-જતા કેમ દેખાતા નથી ? આ પ્રશ્નનો ઉત્તર કહે છે -
संकंत दिव्वपेम्मा, विसयपसत्ताऽसमत्तकत्तव्वा ।
अणहीणमणुयकज्जा, नरभवमसुहं न एंति सुरा ॥ १८७५ ॥
Page #483
--------------------------------------------------------------------------
________________
D:/PIII/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PMT (WIN-98)
૪૫૮
સાતમા ગણધર - મૌર્ય
(सङ्क्रान्तदिव्यप्रेमाणो विषयप्रसक्ता असमाप्तकर्तव्या । अनधीनमनुजकार्या, नरभवमशुभं नायन्ति सुराः ॥ )
(BUTTER - DT. 16-3-2009)
=
...458
ગાથાર્થ પરસ્પર દિવ્યપ્રેમ વાળા, પાંચ ઈન્દ્રિયોના વિષયમાં આસક્ત, નથી સમાપ્ત થયાં કર્તવ્યો જેનાં એવા તથા મનુષ્યોના કાર્યને આધીન નહી એવા દેવો અશુભ એવા મનુષ્યભવમાં આવતા નથી. II૧૮૭૫
-
ગણધરવાદ
વિવેચન દેવો હંમેશાં મનુષ્યભવમાં કેમ આવતા નથી. તેના પાંચ કારણો પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ જણાવે છે.
(૧) માત્તવિવ્યપ્રેમત્વાત્ = દેવ અને દેવીઓનો પરસ્પર અત્યન્ત પ્રેમ સંક્રાન્ત થયેલો છે. એટલે દેવો હંમેશાં આ મનુષ્યલોકમાં આવતા નથી. જેમ અતિશય રૂપાદિ ગુણવાળી કામિનીમાં આસક્ત બનેલો અને રમણીય એવી ભોગભૂમિમાં ગયેલો પુરુષ જલ્દી પોતાના દેશમાં આવતો નથી. તેમ અહીં જાણવું.
(૨) વિષયપ્રસવતત્વાત્ = દેવો દેવીઓ સાથે અને દેવીઓ દેવો સાથે વિશિષ્ટ પુણ્યોદયવાળા હોવાથી પાંચે ઈન્દ્રિયોના વિષય સુખોમાં ઘણા જ આસક્ત છે. તેથી આ મનુષ્યલોકમાં દેવો આવતા નથી. અહીં ઉપર કહેલું જ ઉદાહરણ સમજી લેવું. જેમ પરદેશ ગયેલો પુરુષ પાંચ ઈન્દ્રિયોના વિષયસુખમાં આસક્ત થયો છતો સ્વદેશ જલ્દી આવતો નથી તેમ અહીં સમજવું.
(૩) અસમાપ્ત ર્તવ્યત્વાત્ = પોતાનાં દેવભવનાં જે કાર્યો હોય છે તે ક્યારેય પૂરાં થતાં નથી. તેથી આ મનુષ્યલોકમાં આવતા નથી. જેમ ઘણાં ઘણાં કાર્યો કરવામાં જોડાયેલ વિનીત પુરુષ કામ પુરાં નહીં થવાથી અને વિનયવાળો હોવાથી જલ્દી જલ્દી ઘરે આવતો નથી તેમ દેવો આ લોકમાં આવતા નથી.
(૪) અનધીનમનુનાયંત્વાત્ = તે દેવો મનુષ્યોનાં કાર્યો કરવાને આધીન નથી માટે આવતા નથી. મનુષ્યોનાં કાર્યો તે દેવોએ કરી આપવાં જોઈએ, એવી આધીનતા નથી. માટે આ લોકમાં આવતા નથી. જેમ નિઃસંગ અને નિઃસ્પૃહ એવા મુનિ જે તે ઘરોમાં જતા નથી. જ્યાં સંયમાદિ ગુણોની બાધા આવે એવા અભિમત ઘરોમાં તેઓનું ગમન જેમ થતું નથી તેમ દેવો આ લોકમાં આવતા નથી.
(५) नरभवस्याशुभत्वात् = આ મનુષ્યોનો દેહ અશુભ છે. મલ-મૂત્ર-હાડ-માંસચરબી આદિથી ભરેલો છે. તેથી તે શરીરમાંથી નિરંતર નીકળતા અશુભ પરમાણુઓની
Page #484
--------------------------------------------------------------------------
________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
...459
ગણધરવાદ
સાતમા ગણધર - મૌર્ય
૪૫૯
દુર્ગધ ૪૦૦/૫૦૦ યોજન સુધી ઉંચી જાય છે. આ અશુભ દુર્ગધને દેવો સહી શકતા નથી. તેથી દેવો આ લોકમાં આવતા નથી. જેમકે પોતાના જ ત્યજાયેલા ફ્લેવરમાં (મડદામાં) આ જીવને ફરીથી પ્રવેશ કરવો ગમતો નથી. તેમ દેવો આ લોકમાં આવતા નથી. ll૧૮૭પી
તો શું દેવો સર્વથા મનુષ્યલોકમાં નથી આવતા? ના, એમ નહીં. એટલે કયા કયા કારણોથી દેવો મનુષ્યલોકમાં આવે છે તે હવે સમજાવે છે -
नवरि जिणजम्म-दिक्खा-केवल-निव्वाणमहनिओगेणं । भत्तीए सोम्म ! संसयविच्छेयत्थं व एजहण्हा ॥१८७६ ॥ पुव्वाणुरागओ वा समयनिबंधा तवोगुणाओ वा । नरगणपीडाऽणुग्गह-कंदप्पाईहिं वा केइ ॥१८७७॥ (નવરં નિનામ-રીક્ષા-વત્ત-નિર્વાધમનિયોગેન ! भक्त्या सौम्य ! संशयविच्छेदार्थं वैयुरिहाराय ॥ पूर्वानुरागतो वा समयनिबन्धात्, तपोगुणाद् वा । नरगणपीडाऽनुग्रह-कन्दर्पादिभिर्वा केचित् ॥)
ગાથાર્થ - પરંતુ જિનેશ્વર પરમાત્માના જન્મ-દીક્ષા-કેવલજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકનો મહોત્સવ કરવાના કારણે પોતાની ભક્તિથી (અથવા અન્યની પ્રેરણાથી) અથવા પોતાનો સંશય દૂર કરવા માટે હે સૌમ્ય ! દેવો જલ્દી જલ્દી મનુષ્યલોકમાં આવે છે. /૧૮૭૬ll
અથવા કોઈ કોઈ દેવો પૂર્વભવના અનુરાગથી, કરેલા સંકેતના કારણે, અથવા તપગુણના પ્રભાવથી અથવા મનુષ્યોને પીડા તથા અનુગ્રહ કરવા માટે અથવા કંદર્યાદિ કામચેષ્ટા નિમિત્તે આ લોકમાં આવે છે. ||૧૮૭૭ll
વિવેચન - દેવો સ્વચ્છંદચારી હોવા છતાં પણ આ મનુષ્યલોકની ભૂમિ ઉપર કેમ આવતા નથી ? તે ઉપરની ગાથામાં સમજાવ્યું છે. હવે દેવો આ ભૂમિ ઉપર કયા કયા કારણોથી આવે છે તે સમજાવે છે -
(૧) જિનેશ્વર પરમાત્માના જન્મ-દીક્ષા-કેવલજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકના મહામહોત્સવના કારણે દેવો મૃત્યુલોકમાં આવે છે. તે કલ્યાણકના મહોત્સવ પ્રસંગે હે મૌર્યપંડિત ! ઈન્દ્રાદિ કેટલાક દેવો પોતાની ભક્તિથી આવે છે. બીજા કેટલાક દેવો સ્ત્રીની (દેવાંગનાની) પ્રેરણાથી, કેટલાક મિત્રોની પ્રેરણાથી, કેટલાક પોતાનો કુલાચાર સમજીને અને કેટલાક દેવો કૌતુક જોવાની ઉત્સુકતાથી આ ભૂમિ ઉપર આવે છે.
Page #485
--------------------------------------------------------------------------
________________
D:/PIII/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PMT (WIN-98)
૪૬૦
(BUTTER - DT. 16-3-2009)
સાતમા ગણધર - મૌર્ય
ગણધરવાદ
(૨) કેટલાક દેવો કલ્યાણકના પ્રસંગો વિના પોતાને કોઈ કોઈ બાબતમાં સંશય થયા હોય તો તે સંશય દૂર કરવા માટે જ્યાં જ્ઞાની મહાત્મા પુરુષો વિચરતા હોય ત્યાં આવે છે અને સંશય દૂર કરે છે.
(૩) પૂર્વભવના સ્ત્રી-મિત્ર-પુત્ર આદિ સાંસારિક સંબંધોનો અનુરાગ તીવ્ર હોય તો તેવા અનુરાગથી પણ આ લોકમાં આવે છે.
(૪) કોઈ દેવે કોઈને પ્રતિબોધાદિ કરવાનો ભૂતકાલમાં સંકેત કર્યો હોય તો તે કરેલા સંકેતના નિશ્ચયને કારણે તે તે કાર્ય કરવા માટે દેવો મૃત્યુલોકમાં આવે છે.
...460
(૫) મહા સત્ત્વશાળી સાધુ-સંતોના વિશિષ્ટ તપગુણથી આકર્ષાયેલા કેટલાક દેવો તપસ્વીના તપ-પ્રભાવથી અહીં આવે છે.
(૬) પૂર્વભવના વૈરી જીવોને પીડા આપવા માટે પણ અહીં આવે છે. (૭) કોઈ કોઈ દેવો કુતૂહલવશ, કામચેષ્ટાદિ માટે પણ અહીં આવે છે.
||૧૮૭૬-૧૮૭૭॥
(૯) પ્લાĚિ પદમાં લખેલા આદિ શબ્દથી સાધુ-સંતો અને મહાત્મા પુરુષોની પરીક્ષા કરવાના નિમિત્તે પણ મૃત્યુલોકમાં દેવો આવે છે. આ રીતે આ ત્રણે ગાથાઓમાં દેવોનું મૃત્યુલોકમાં આગમન થવાનું અને આગમન નહીં થવાનું કારણ જણાવ્યું.
-
“આ સંસારમાં દેવો છે” તેની સિદ્ધિનું બીજું પણ કારણ કહે છે जाइस्सरकहणाओ, कासइ पच्चक्खदंसणाओ य । विज्जामंतोवायणसिद्धिओ गहवियाराओ ॥१८७८ ॥
उक्किट्ठपुण्णसंचयफलभावाओऽभिहाणसिद्धिओ । सव्वागमसिद्धि य, संति देवत्ति सद्धेयं ॥१८७९ ॥ ( जातिस्मरणकथनात्, कस्यचित् प्रत्यक्षदर्शनाच्च । विद्यामन्त्रोपयाचनसिद्धेर्ग्रहविकारात् ॥ उत्कृष्टपुण्यसञ्चयफलभावादभिधानसिद्धेः । सर्वागमसिद्धेश्च सन्ति देवा इति श्रद्धेयम् ॥ )
ગાથાર્થ - જાતિસ્મરણવાળા પુરુષ વડે કહેવાથી, કોઈ કોઈ મહાત્માને પ્રત્યક્ષ દર્શન
થતાં હોવાથી, વિદ્યા અને મંત્રની ઉપયાચના દ્વારા કાર્યસિદ્ધિથી, ગ્રહોના (ભૂતોના)
Page #486
--------------------------------------------------------------------------
________________
D:/PIII/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PMT (WIN-98)
(BUTTER - DT. 16-3-2009)
...461
ગણધરવાદ
સાતમા ગણધર - મૌર્ય
૪૬૧
વિકારથી, ઉત્કૃષ્ટ પુણ્યસંચયનું ફળ હોવાથી, “દેવ” એવા નામની પ્રસિદ્ધિ હોવાથી તથા સર્વ આગમોમાં વર્ણન હોવાથી “દેવો છે' આવી શ્રદ્ધા કરવી જોઈએ. ૧૮૭૮-૧૮૭૯)
વિવેચન - આ સંસારમાં દેવો ભલે દેખાતા નથી. પરંતુ અવશ્ય છે જ. તેનાં આ બે ગાથામાં સાત કારણો જણાવ્યાં છે. તે આ પ્રમાણે છે
-
(૧) “દેવો છે જ” આમ શ્રદ્ધાપૂર્વક સ્વીકારવું જોઈએ. કારણ કે ‘‘જ્ઞાતિસ્મરળપ્રત્યયિતપુરુષળ થના'' જેમ જુદા જુદા દેશોમાં ફરનારા અને અતિશય વિશ્વાસુ એવા પુરુષ વડે જોવાયેલા અને જોઈને કહેવાયેલા ચિત્ર-વિચિત્ર દેવકુલાદિ (દેવમંદિરો-પર્વતોનદીઓ વગેરે) પદાર્થો તે જેમ કહે છે તેમ આપણે ન જોયા હોય તો પણ શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લઈએ છીએ. તે જ પ્રમાણે જાતિસ્મરણ જ્ઞાનવાળા અને અત્યન્ત વિશ્વાસુ એવા પુરુષ વડે પોતાના પૂર્વભવ સ્વરૂપે “હું અમુક દેવલોકનો દેવ હતો” ઈત્યાદિ કથનથી માની લેવું જોઈએ કે “દેવો છે”.
(૨)
ચિત્ પ્રત્યક્ષવર્ણનાત્ = તપ, સંયમ અને જ્ઞાનાદિ ગુણોની ઘણી સંપત્તિવાળા કોઈ કોઈ મહાત્મા પુરુષોને દેવોનાં પ્રત્યક્ષદર્શન પણ થતાં હોવાથી દેવો છે એમ શ્રદ્ધાપૂર્વક સ્વીકારવું જોઈએ. જેમ અતિશય દૂર દૂર કોઈ નગરાદિ હોય, જે આપણા ચક્ષુની શક્તિ ન્યૂન હોવાથી ન દેખાતાં હોય તો પણ સુંદર ચક્ષુવાળા વિશ્વાસુ પુરુષ વડે જો તે નગરાદિ પ્રત્યક્ષ દેખી શકાતાં હોય અને આપણને કહે તો તે આપણે જેમ માની લઈએ છીએ તેમ અહીં સમજવું.
=
(૩) વિદ્યામન્ત્રોપવાચનાર્યસિદ્ધેઃ વિદ્યા અને મંત્રોનો જાપ, સાધના અને આરાધના કરવા દ્વારા પ્રસન્ન કરાયેલા દેવો પાસે ઉપયાચના (માગણી) કરવા વડે પોતપોતાના કાર્યની સિદ્ધિ લોકો કરે છે. તેથી દેવો છે આમ માનવું જોઈએ. જેમકે અનેક પ્રકારનાં કાવ્યો બનાવવા દ્વારા અથવા ભેટણાં ધરવા વડે અથવા સેવા કરવા વડે પ્રસન્ન થયેલા રાજા-અમાત્ય આદિ દ્વારા આપણાં કાર્યોના ફળની પ્રાપ્તિ થતી હોય છે. તેથી રાજા-અમાત્યાદિ છે. એમ જેમ માનીએ છીએ તેમ અહીં સમજવું. જેનો અધિષ્ઠાયક દેવ હોય તેને મંત્ર કહેવાય છે અને જેની અધિષ્ઠાયિકા દેવી હોય તે વિદ્યા કહેવાય છે. પ્રસન્ન થયેલા રાજાની જેમ પ્રસન્ન થનારા દેવો જાણવા.
(૪) પ્રવિાાત્ = ગ્રહો એટલે ભૂત-પ્રેત-પિશાચાદિ તુચ્છ દેવો. કોઈ સ્ત્રી અથવા પુરુષના શરીરમાં ભૂત-પ્રેત આદિ તુચ્છ દેવોનો જ્યારે પ્રવેશ થાય છે. ત્યારે સામાન્ય પુરુષમાં ન સંભવી શકે તેવા તેવા વિકારોવાળી (હસવું, તાળી પાડવી, ધુણવું, આંખોના ચેનચાળા કરવા વગેરે) ક્રિયાઓ જ્યારે દેખાય છે. ત્યારે માનવું જ પડે છે કે આત્માથી
Page #487
--------------------------------------------------------------------------
________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
*.462
૪૬૨ સાતમા ગણધર - મૌર્ય
ગણધરવાદ વ્યતિરિક્ત (આત્મા વિનાની) એવી બીજી કોઈ અદેશ્ય વસ્તુ વડે યુક્ત આ પુરુષનો દેહ છે. તો તેમાં જે અદેશ્ય પદાર્થ છે. તે જ ભૂત-પ્રેત વગેરે નામના હલકા દેવો છે. જેમકે ગાડી એક યંત્ર છે. તે બરાબર ચાલતી હોય, લાલ-લીલી-લાઈટ આવતી હોય, નિયત સ્થળે ઉભા રહેવા અને ચાલવાની ક્રિયા બરાબર કરતી હોય, તો તે યથાર્થ ક્રિયા જડ એવી ગાડીમાત્રની સંભવિત નથી. તેથી ન દેખાતો પણ અંદર પ્રવેશેલ કોઈ ગાડી ચલાવનારો વ્યવસ્થિત પુરુષ(ડ્રાઈવર) જેમ છે આમ માનવું જ પડે છે. તેમ અહી સમજવું.
(૫) ૩ષ્ટપુષગ્રંથમવત્ = જેમ ઉત્કૃષ્ટ પાપનો સમૂહ આ જીવે બાંધ્યો હોય અર્થાત્ ઘણાં ઘણાં હિંસા, જૂઠ આદિ પાપો કર્યા હોય તો તે પાપના સમૂહનું ફળ ભોગવવાનું નિશ્ચિત સ્થાન નારકી છે. તેની જેમ આ જીવે ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું હોય એટલે કે ઘણાં ઘણાં તપ-ત્યાગ-દાનાદિ ધર્માનુષ્ઠાન કરીને ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જન કર્યું હોય તો તે ઉત્કૃષ્ટ પુણ્યના સંચયનું જે ફળ છે. તે ફળ ભોગવવાનું નિશ્ચિત સ્થાન જે છે તે દેવલોક છે માટે દેવો છે. આ વાત પહેલાં ૧૮૭૪ મી ગાથામાં પણ કહેવાઈ ગઈ પણ છે.
(૬) ગમથાતિ : = “દેવ” એવું શુદ્ધ અને વ્યુત્પત્તિવાળું પદ (અભિધાન = નામ) હોવાથી પણ દેવો છે આ સંસારમાં જે જે ઘટ-પટ વીર-ચૈત્ર-મૈત્ર ઈત્યાદિ નામો પ્રવર્તે છે. તે તે નામવાળી વસ્તુ હોય જ છે. તેવી રીતે “દેવ” આવું નામ પણ પ્રવર્તે જ છે. માટે “દેવ” શબ્દથી વાચ્ય એવા દેવો અવશ્ય છે. આ વાત આગલી ગાથામાં ૧૮૮૦ માં વધારે સમજાવાશે.
(૭) સર્વાદ્ધિતઃ = જૈન-જૈનેતર સર્વે પણ આગમશાસ્ત્રોમાં જુદા જુદા પ્રકારે દેવોનું વર્ણન આવે છે. માટે દેવોની માન્યતામાં અવિવાદ (કોઈપણ જાતનો વિવાદ ન) હોવાથી અને આ રીતે દેવો સિદ્ધ હોવાથી “દેવો છે” આમ સ્વીકારવું જોઈએ. આ પ્રમાણે સાત કારણોથી દેવોની સિદ્ધિ કરી. તેમાંનું “માનસિદ્ધિત:' નામનું જે છઠું કારણ છે તે આગલી ગાથામાં વધારે સ્પષ્ટ કરશે. ૧૮૭૮-૧૮૭૯માં
देवत्ति सत्थयमिदं, सुद्धत्तणओ घडाभिहाणं व । अह व मई मणुउच्चिय देवो गुणरिद्धिसंपण्णो ॥१८८०॥ तं न जउ तच्चत्थे सिद्धे, उवयारओ मया सिद्धी । तच्चत्थसीह सिद्धे, माणवसीहोवयारो व्व ॥१८८१॥ (देवा इति सार्थकमिदं, शुद्धत्वतो घटाभिधानमिव । अथवा मतिर्मनुज इव देवो गुणर्द्धिसंपन्नः ॥
Page #488
--------------------------------------------------------------------------
________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
*.463
ગણધરવાદ
સાતમા ગણધર - મૌર્ય
૪૬૩
तन् न यतस्तथ्यार्थे सिद्ध उपचारतो मता सिद्धिः । तथ्यार्थ-सिंहे सिद्धे माणवसिंहोपचार इव ॥)
ગાથાર્થ – “દેવ” આવું જે પદ છે તે શુદ્ધપદ હોવાથી “ઘટ” નામની જેમ સાર્થક છે અથવા કદાચ આવો પ્રશ્ન થાય કે ગુણ અને ઋદ્ધિથી સંપન જે મનુષ્ય છે. તે જ દેવ હો. તે બરાબર નથી. કારણ કે તથ્ય વસ્તુ હોતે છતે ઉપચારની સિદ્ધિ થાય છે. જેમ તથ્ય (સાચો) સિંહ સિદ્ધ છે. તો જ માનવમાં (મનુષ્યમાં) સિંહનો ઉપચાર કરાય છે. l/૧૮૮૦-૧૮૮૧/l
વિવેચન - “દેવ” આવું નામ સાર્થક છે. એટલે કે તે નામથી વાચ્ય વસ્તુ સંસારમાં છે. કારણ કે વ્યુત્પત્તિવાળું શુદ્ધપદ હોવાથી “ઘટ” એવા નામની જેમ. જે જે શબ્દોની વ્યુત્પત્તિ થતી હોય છે અને શુદ્ધપદ હોય છે તે તે શબ્દોથી કહેવાતી વસ્તુ અવશ્ય હોય જ છે. ધાતુ અને પ્રત્યય લાગીને કર્તરિ-કર્મણિ વગેરેમાં અર્થ થતો હોય તે વ્યુત્પત્તિ કહેવાય છે અને સમાસ વિનાનો એકલો શબ્દ હોય તેને શુદ્ધપદ કહેવાય છે. જેમકે “પટ” આવું જે નામ છે તે ચેષ્ટાયામ્ ઘટ ધાતુ છે. ચેષ્ટા તેનો અર્થ છે. જલાધારાદિ ચેષ્ટા જે કરે તેને ઘટ કહેવાય છે તથા “ઘટ” એ સામાસિક પદ નથી. એકલો શબ્દ છે. તેથી ઘટ નામનો પદાર્થ સંસારમાં છે. તો જ તેનું “પટ” આવું નામ પ્રવર્યું છે.
તેવી જ રીતે “રીવ્યક્તીતિ કેવી?” = જે દેદીપ્યમાન હોય, જે શોભાયમાન હોય તેને દેવ કહેવાય છે. હિન્દ્ર ચોથા ગણનો દિવાદિ ધાતુ છે. તેના ઉપરથી કર્તરિમાં મમ્ પ્રત્યય થઈને દેવ શબ્દ બનેલો છે. આ વ્યુત્પત્તિ થઈ છે. કોઈપણ જાતનો સમાસ થયો નથી. તદ્ધિતના પ્રત્યયો થયા નથી. તેથી એકલવાયો શબ્દ છે. માટે શુદ્ધ પદ પણ છે. આ રીતે વ્યુત્પત્તિવાળો શબ્દ હોવાથી અને શુદ્ધપદ હોવાથી ઘટની જેમ દેવ શબ્દથી વાચ્ય એવા દેવો અવશ્ય છે. આ વાતનો ભાવાર્થ પૂર્વની ગાથામાં ૧૮૭૯ માં કંઈક કહેવાયો છે.
મૌર્યપંડિત - હે ભગવાન્ ! અહીં આપણી ચક્ષુ સમક્ષ દેખાતો મનુષ્ય જે છે તે જ “દેવ” છે આમ માનીએ તો શું દોષ આવે ? કે જેથી ન દેખાતા એવા અદૃષ્ટ દેવની કલ્પના કરવી પડે ? અહીં મને કોઈ પૂછે કે શું સર્વે પણ મનુષ્યને દેવ માનવાના ? તો હું કહું છું કે ના, સર્વે મનુષ્યોને દેવ નહીં માનવાના, પરંતુ જે જે મનુષ્યો ગુણોથી અને ઋદ્ધિથી સંપન્ન હોય છે. તેવા મનુષ્યોને જ દેવ માની લો તો શું ખોટું છે ? જેમકે ઘણા ઘણા ગુણોથી સંપન્ન ગણધરાદિ જે છે તે જ દેવ છે. તથા ઋદ્ધિથી સંપન્ન ચક્રવતી આદિ જે રાજા-મહારાજા છે તે જ દેવ છે. આમ ગુણોથી અને ઋદ્ધિથી સંપન્ન જે મનુષ્યો છે તે જ દેવ છે આમ માનો. અતિરિક્ત અદેશ્ય દેવ છે આમ માનવાની જરૂર શું છે ?
Page #489
--------------------------------------------------------------------------
________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
...464
૪૬૪
સાતમા ગણધર - મૌર્ય
ગણધરવાદ ભગવાન – તમારી આ શંકા બરાબર નથી. કારણ કે ગણધરાદિ ભલે ગુણસંપન્ન જરૂર છે અને ચક્રવર્તી આદિ ઋદ્ધિ સંપન જરૂર છે. પરંતુ તે મનુષ્ય છે. માતાની કુક્ષિથી જન્મેલા છે. ગર્ભ દ્વારા ઉત્પન્ન થયેલા છે, કવલાહારી છે. આકાશમાં ઉડનારા અને મનને ગમે તેવાં બે ચાર રૂપો કરનારા નથી. તેથી તે વાસ્તવિક સાચા દેવ નથી. તેઓ સાચી રીતે તો માનવ જ છે.
મૌર્યપંડિત - હે ભગવાન્ ! તે ગણધરાદિ અને ચક્રવર્તી આદિ સાચી રીતે તો ભલે મનુષ્ય જ છે. પરંતુ ઘણા ગુણી અને ઘણા ઋદ્ધિવાળા હોવાથી તેમાં દેવપણાનો ઉપચાર કરીએ તો ઉપચારથી તો આ દેવ છે. આમ કહી શકાય ને? તેથી તે ગણધર, ચક્રવર્તી આદિને જ દેવ માની લો ને ? અદેશ્ય દેવ માનવાની શી જરૂર ?
ભગવાન - જો સાચી મુખ્ય વસ્તુ અન્યત્ર ક્યાંય સિદ્ધ થઈ હોય તો જ તેનો બીજે સ્થાને ઉપચાર કરી શકાય છે. અન્યથા મુખ્ય વસ્તુ વિના ઉપચાર થતો નથી. જેમકે મુખ્ય સાચો યથાર્થ સિંહ અરણ્યાદિમાં ગર્જના કરતો સ્વતંત્ર ફરતો હોય છે. તો જ બળવાળા મનુષ્યમાં સિંહનો ઉપચાર કરાય છે. સાચો સાપ સંસારમાં છે તો જ ક્રોધી માણસમાં સાપનો ઉપચાર કરાય છે. સાચો ગધેડો જગતમાં છે તો જ બુદ્ધિહીન મનુષ્યમાં “તું તો ગધેડો છે” આમ ઉપચાર કરાય છે. એમ અહીં પણ મુખ્યપણે સાચા દેવો ક્યાંય પણ હોય છે એમ પહેલાં માનીએ તો જ ગુણ-ઋદ્ધિ સંપન્ન મનુષ્યોમાં દેવપણાનો ઉપચાર કરી શકાય. મુખ્યત્વે સાચા દેવ વૈમાનિકાદિમાં દિવ્ય શક્તિવાળા છે. આમ સ્વીકારીએ તો તેની સાથે એકાદ ધર્મની સંદેશતાથી ગણધરાદિ અને રાજા-મહારાજાદિ મનુષ્યોમાં દેવપણાનો” ઉપચાર કરી શકાય છે. અન્યથા ઉપચાર પણ કરાતો નથી. માટે ગણધરાદિમાં અને ચક્રવર્તી આદિમાં દેવપણાનો જો ઉપચાર કરવો હશે તો પણ સાચા દેવ સ્વીકારવા પડશે. /૧૮૮૦-૧૮૮૧),
જો “દેવો છે” આ વાત નહીં સ્વીકારો તો “અગ્નિહોત્ર” આદિ વેદમાં કહેલી ધર્મક્રિયાઓ નિષ્ફળ જશે. તે ક્રિયાઓનું કંઈ પણ ફળ રહેશે નહીં તે સમજાવતાં કહે
देवाभावे वऽफलं, जमग्गिहोत्ताइयाण किरियाणं । सग्गीयं जन्नाण य दाणाइफलं च तदजुत्तं ॥१८८२॥ ( देवाभावे वाऽफलं यदग्निहोत्रादिकानां क्रियाणाम् । स्वर्गीयं यज्ञानाञ्च दानादिफलञ्च तदयुक्तम् ॥)
Page #490
--------------------------------------------------------------------------
________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
...465
ગણધરવાદ સાતમા ગણધર - મૌર્ય
૪૬૫ ગાથાર્થ - અથવા જો દેવો ન માનવામાં આવે તો અગ્નિહોત્રાદિ જે ક્રિયાઓ કહી છે તે નિષ્ફળ થઈ જાય અને યજ્ઞોનું જે સ્વર્ગપ્રાપ્તિ રૂપ ફળ કહ્યું છે તે તથા દાનાદિ ધર્મક્રિયાઓનું જે ફળ લોકમાં પ્રસિદ્ધ છે તે સર્વ અયુક્ત થઈ જશે. (જો દેવ નહીં માનો તો). /૧૮૮૨ll
વિવેચન - જો “દેવો છે” આવું નહીં સ્વીકારવામાં આવે તો અગ્નિહોત્રાદિ યજ્ઞોનું જે સ્વર્ગીય ફળ વેદોમાં કહેલું છે તે ઘટશે નહીં. “મનહોત્ર ગુહુયાત્ સ્વામ:” સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ આવું વેદવાક્ય છે. તે નિષ્ફળ થઈ જાય. આ પાઠમાં અગ્નિહોત્ર યજ્ઞનું સ્વર્ગપ્રાપ્તિ સ્વરૂપ ફળ અતિશય સ્પષ્ટ કહેલ છે. તે તથા બીજા યજ્ઞોનું જે જે ફળ શાસ્ત્રોમાં કહેલ છે તે તથા દાનાદિ ધર્મક્રિયાઓનું જે પુણ્યફળ આ લોકમાં પ્રસિદ્ધ છે તે કંઈ ઘટશે નહીં, તે બધું અયુક્ત જ ઠરશે. કારણ કે આ બધી ઉત્તમ ક્રિયાઓ છે. તેનું ફળ સ્વર્ગપ્રાપ્તિ કહેલું છે. હવે જો સ્વર્ગ જ (સ્વર્ગમાં રહેનારા દેવો જ) ન હોય તો સ્વર્ગ ક્યાંથી હોય ? દેવોને રહેવાનું જે સ્થાન તે સ્વર્ગ કહેવાય છે. તેથી દેવો (સ્વર્ગી) હોય તો જ તેઓને રહેવાનું સ્થાન સ્વર્ગ પણ હોઈ શકે. માટે અવશ્ય દેવો છે.
વળી “સ ઇવ યજ્ઞપુથી' ઈત્યાદિ ૧૮૬૬ મી ગાથામાં લખેલાં વેદનાં બધાં જ પદો દેવોના અસ્તિત્વને સૂચવનારાં પદો છે. તો પછી હે મૌર્યપંડિત ! તમે તે દેવોને કેમ સ્વીકારતા નથી ? વળી ૧૮૬૬ મી ગાથામાં લખેલું જે વેદવાક્ય છે કે “ નાનાતિ માયોપમન્ ગીર્વાન-યમ-વરુપ-વેરાવીન” ઈત્યાદિ જે વાક્ય છે તે પણ દેવોના નાસ્તિત્વને સૂચવનારું વાક્ય નથી. પરંતુ દેવપણાની ઋદ્ધિ પણ માયાની તુલ્ય છે. અર્થાત્ જેમ વાદળ વિખેરાય તેમ દેવભવની ઋદ્ધિ મળી હોય તો પણ તે ચાલી જાય છે. અનિત્ય છે, ક્ષણિક છે. તો પછી બીજી શેષ ઋદ્ધિની વાત તો કરવી જ શું? સાંસારિક સર્વે પણ ઋદ્ધિ-સિદ્ધિ ક્ષણિક છે, માયામય છે. આજે છે અને કાલે નથી. અર્થાત્ અનિત્ય છે. એમ સમજાવવા માટે “માયોપમાન્” લખ્યું છે પરંતુ દેવોના નાસ્તિત્વને સૂચવવા માટે નથી. જો એમ અર્થ ન કરીએ અને દેવો નથી જ, આમ માની લઈએ તો દેવોના અસ્તિત્વને સૂચવનારાં વાક્યો નિરર્થક થઈ જાય.
તથા શ્રુતિમાં અને ઉપનિષદાદિમાં કહેલા મન્નવાચી પદો દ્વારા ઈન્દ્રાદિ દેવોનું કરાતું આહ્વાન પણ નિરર્થક થઈ જાય. માટે “દેવો નથી એમ નહીં” પણ દેવો છે. I/૧૮૮૨TI
આ જ વાત વધારે સ્પષ્ટ કરે છે -
Page #491
--------------------------------------------------------------------------
________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
*.466
ગણધરવાદ
સાતમા ગણધર - મૌર્ય जम-सोम-सूर-सुरगुरु-सारजाईणि जयइ जण्णेहिं । मंतावाहणमेव य इंदाईणं विहा सव्वं ॥१८८३॥ (યમ-સોમ-સૂર-સુરપુ-સ્વારી કીનિ નથતિ : / मन्त्राह्वानमेव चेन्द्रादीनां वृथा सर्वम् ॥)
ગાથાર્થ - યમ-સોમ-સૂર્ય અને સુરગુરુનાં સ્વર્ગલોકનાં રાજ્યો યજ્ઞો દ્વારા જય પામે છે તથા મંત્રો દ્વારા ઈન્દ્ર આદિ દેવોનું જે આહ્વાન કરવામાં આવે છે તે સઘળું વ્યર્થ થશે. //૧૮૮૩/l.
વિવેચન - “યમ-સીમ-સૂર્ય-સુરપુર-સ્વીરાખ્યાન નતિ” યમ-સોમ-સૂર્ય અને સુરગુરુ (બૃહસ્પતિ)નાં સ્વર્ગલોકમાં જે જે રાજ્યો છે” તે ઉલ્થષોડશી વગેરે ક્રતુ (એક પ્રકારનો યજ્ઞ) કરવા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. દેવલોકમાં રહેલાં તે તે દેવોનાં રાજ્યો ઉલ્થષોડશી વગેરે નામોવાળા ક્રતુઓ કરવાથી પ્રાપ્ત કરી શકાય છે. આવા પ્રકારનાં જે જે શ્રુતિવાક્યો છે તે દેવોના અસ્તિત્વને સૂચવનારાં છે. જો દેવલોકમાં દેવો ન હોત તો આ અર્થને જણાવનારાં વેદવાક્યો વ્યર્થ જ થાય. માટે અવશ્ય દેવો છે. “ઉજ્જૈષોડશી” વગેરે નામવાળા એક પ્રકારના યજ્ઞો જ છે એમ જાણવું.
પ્રશ્ન - ક્રતુ એટલે પણ યજ્ઞ અને યજ્ઞ એટલે પણ યજ્ઞ. તો આ ક્રતુમાં અને યજ્ઞમાં તફાવત શું ?
ઉત્તર - “ચૂપ” (પશુને બાંધવાનો એક પ્રકારનો ખીલો) સહિત જે યજ્ઞ કરાય તેને ક્રતુ કહેવાય છે અને ચૂપ રહિત જે યજ્ઞ કરાય કે જેમાં દાનાદિ ક્રિયા વિશેષ હોય છે તેને યજ્ઞ કહેવાય છે.
सयूपो यज्ञः एव क्रतुः, यूपरहितस्तु दानादिक्रियायुक्तो यज्ञः ।
સ્વીરેચન =શબ્દમાં સ્વ શબ્દ છે. ? એટલે કે સ્વર્ગલોક અર્થાત્ દેવલોક, ત્યાં રહેલાં જે રાજ્યો તેને સ્વારાજ્ય કહેવાય છે. ગતિ એવું જે ક્રિયાપદ છે તેનો અર્થ ૩૫ર્નતિ અર્થાત્ મેળવે છે. પ્રાપ્ત કરે છે એવો અર્થ કરવો. સારાંશ કે ઉસ્થષોડશી વગેરે ધૂપ સાથેના ક્રતુ યજ્ઞો કરવાથી તે કર્તા યમ-સામ-સૂર્ય અને સુરગુરુનાં જે જે રાજ્યો દેવલોકમાં છે તે આવો યજ્ઞ કરનાર પ્રાપ્ત કરે છે. આ વાક્યો દેવોના અસ્તિત્વને સૂચવનારાં છે. જો સ્વર્ગલોક અને ત્યાં વસનારા દેવો ન હોય તો આ વેદવાક્યો નિષ્ફળ થાય.
Page #492
--------------------------------------------------------------------------
________________
D:/P1I/DHIRUBHAI/GANDHAR VAD/GANDHAR VAD-07.PM7 (WIN-98) (BUTTER - DT. 16-3-2009)
*.467
ગણધરવાદ
સાતમા ગણધર - મૌર્ય
૪૬૭ તથા મંત્રજાપ આદિ દ્વારા ઈન્દ્રાદિ દેવોનું જે આહાન કરવામાં આવે છે તે દેવો હોય તો જ સંભવી શકે છે. અન્યથા = એટલે કે જો દેવો ન હોય તો ઈન્દ્રાદિ દેવોનું આ આહ્વાન પણ વ્યર્થ બને છે. મન્નવાચી પદો દ્વારા દેવોનું આહ્વાન આ રીતે કરવામાં આવે છે. “ફન્દ્ર ! માચ્છે છે પૈથાતથ ષિવૃષUT !” “હ ઇન્દ્રમહારાજા !, હે મેષવૃષણ દેવ ! તમે અમારા આ મેધાતિથ યજ્ઞમાં પધારો પધારો” આવા પ્રકારનાં વેદવાક્યો અને શ્રતિવાક્યો દ્વારા ઈન્દ્રાદિ દેવોનું જે આહાન (પધારવાનું આમંત્રણ) કરવામાં આવે છે તે જો દેવો ન હોય તો વ્યર્થ થાય છે. તેથી ઉપરોક્ત યુક્તિઓથી અને વેદવાક્યો તથા શ્રુતિવાક્યોથી “ન્તિ લેવા:"= દેવો છે આમ નક્કી થાય છે. મૌર્યપંડિતજીએ ઉપરોક્ત દલીલો અને વેદપાઠોના સાચા અર્થથી દેવોનું અસ્તિત્વ સ્વીકાર્યું. આ રીતે પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે મૌર્યપંડિતજીનો સંશય છેદાયો. ૧૮૮૩
સંશય છેદયા પછી મૌર્યપંડિતજીએ શું કર્યું? તે કહે છે - छिन्नम्मि संसयम्मि, जिणेण जरामरणविप्पमुक्केणं । सो समणो पव्वइओ, अद्भुढेहिं सह खंडियसएहिं ॥१८८४॥ (छिन्ने संशये, जिनेन जरामरणविप्रमुक्तेन । સ: શ્રમUT: પ્રવૃનતોડઈચતુર્થ સદ શતૈ: I)
ગાથાર્થ – જરા અને મૃત્યુથી સર્વથા મુક્ત બનેલા એવા ભગવાન શ્રી મહાવીર પ્રભુ વડે મૌર્યપંડિતજીનો સંશય છેદાયે છતે તે શ્રમણ પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષિત થયા. /૧૮૮૪ll
| વિવેચન - ચોવીસમા તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે મૌર્યપંડિતજીનો “દેવો છે કે દેવો નથી” આવા વિષયવાળો સંશય અનેક પ્રકારની યુક્તિઓ વડે અને વેદપાઠો તથા શ્રુતિપાઠો વડે છેદાયો. સંશય છેદાયે છતે મૌર્યપંડિતજીને પરમાત્મા પ્રત્યે ઘણો જ પૂજ્યભાવ પ્રગટ્યો અને ત્યાંને ત્યાં જ પોતાના સાડા ત્રણસો શિષ્યો સાથે તેઓએ દીક્ષા સ્વીકારી. જ્યારે મૌર્યપંડિતજીએ દીક્ષા લીધી ત્યારે તેઓની “મૌર્ય” નામના સાતમા ગણધર તરીકેની ઘોષણા કરાઈ. ll૧૮૮૪
| સાતમા ગણધર શ્રી મૌર્યજીનો વાદ સમાપ્ત થયો. |
Page #493
--------------------------------------------------------------------------
________________
| || અર્થાપિત નામના આઠમા ગણધર || હવે અકંપિત નામના આઠમા ગણધરનો વાદ લખાય છે - ते पव्वइए सोउं, अकंपिओ आगच्छई जिणसगासं । वच्चामि ण वंदामि, वंदित्ता पज्जुवासामि ॥१८८५॥ (तान् प्रव्रजितान् श्रुत्वा ऽकम्पित आगच्छति जिनसकाशम् । व्रजामि वन्दे, वन्दित्वा पर्युपासे ॥
ગાથાર્થ - તે સાતે ભાઈઓને દીક્ષિત થયેલા સાંભળીને “અકંપિત” નામના આઠમા પંડિત બ્રાહ્મણ જિનેશ્વર પરમાત્મા પાસે આવે છે અને મનમાં વિચારે છે કે “હું પણ પરમાત્મા પાસે જલ્દી જાઉં, વંદન કરું અને વંદન કરીને ભગવાનની સેવા કરું. /૧૮૮૫ll
| વિવેચન - અકંપિત નામના આઠમા પંડિત બ્રાહ્મણ પોતાના સાત વડીલોને પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે પરાજિત થયેલા અને દીક્ષિત થયેલા સાંભળીને આશ્ચર્ય પામ્યા. “ખરેખર આ સાચા જ વીતરાગપ્રભુ છે” એવો મનમાં પાકો નિર્ણય થયો અને મનમાં વિચાર્યું કે હું પણ જલ્દી જલ્દી જાઉં, પ્રભુને વંદન કરું અને પ્રભુને વંદન કરીને તેઓની સેવા કરું. ll૧૮૮૫ll.
आभट्ठो य जिणेणं, जाइ-जरा-मरणविप्पमुक्केणं ॥ नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१८८६॥ (आभाषितश्च जिनेन, जातिजरामरणविप्रमुक्तेन । नाम्ना च गोत्रेण च सर्वज्ञेन सर्वदर्शिना ॥)
ગાથાર્થ - જન્મ-જરા અને મૃત્યુથી મુક્ત બનેલા, સર્વજ્ઞ અને સર્વદર્શી એવા શ્રી મહાવીર પ્રભુ વડે “અકંપિત” એવા નામપૂર્વક તથા તેમના ગોત્રપૂર્વક તેમને બોલાવાયા. (તમે ભલે આવ્યા આવો વ્યવહારથી આવકાર આપ્યો.) ll૧૮૮૬/
વિવેચન - પોતાના શિષ્ય-પરિવાર સાથે અકંપિત જ્યારે પ્રભુની નજીક પહોંચ્યા ત્યારે જન્મ-જરા અને મૃત્યુથી સર્વથા મુક્ત બનેલા એવા ભગવાને “હે અકંપિત પંડિત! ઈત્યાદિ નામ લેવાપૂર્વક તથા તેમના ગોત્રપૂર્વક તેમને બોલાવ્યા. અર્થાત્ તમે ભલે અહીં આવ્યા. એમ કોમલ આમંત્રણ આપીને વ્યવહારથી આવકાર્યા. કારણ કે નજીકના જ કાલમાં પોતાની વાણી સાંભળવાથી આ જીવનું કલ્યાણ નિયમા થવાનું જ છે. એમ
Page #494
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
આઠમા ગણધર - અકંપિત
૪૬૯
પરમાત્મા પોતે કેવલજ્ઞાનથી જાણે છે. માટે વ્યવહારથી મીઠો આવકાર આપે છે.
||૧૮૮૬॥
किं मण्णे नेरइया अत्थि नत्थित्ति संसओ तुझ । वेयपयाण य अत्थं न याणसि तेसिमो अत्थो ॥१८८७ ॥
( किं मन्यसे नैरयिकाः सन्ति न सन्तीति संशयस्तव । वेदपदानां चार्थं न जानासि तेषामयमर्थः ॥ )
ગાથાર્થ - શું નારકીના જીવો છે કે નથી ? આવો સંશય તમને વર્તે છે. પરંતુ વેદપદોના અર્થો તમે જાણતા નથી. તે પદોના અર્થો આ પ્રમાણે છે. ૧૮૮૭
વિવેચન - હે અકંપિત પંડિત ! તમે તમારા મનમાં આવા વિચારો ધરાવો છો કે
શું આ સંસારમાં નારકીના જીવો છે કે નથી ? આવા પ્રકારનો સંશય તમારા મનમાં વર્તે છે. પરસ્પર વિરુદ્ધ અર્થવાળાં વેદનાં પદો સાંભળવાના કારણે તમને આ સંશય થયેલો છે. તે પરસ્પર વિરુદ્ધ અર્થવાળાં વેદનાં પદો આ પ્રમાણે છે.
"नारको वै एष 'जायते यः शूद्रान्नमश्नाति "
“ન હૈં મૈં પ્રેત્ય નારા: સન્તિ'
આ બન્ને વેદપાઠો પરસ્પર વિરુદ્ધ અર્થને કહેનારા છે. આવું તમે મનમાં વિચારો છો. પ્રથમ પાઠ નારકીના અસ્તિત્વનો સૂચક છે અને બીજો પાઠ નારકીના નાસ્તિત્વનો સૂચક છે એવો અર્થ તમે કરો છો. પ્રથમ પાઠનો અર્થ તમે એવો કરો છો કે જે આ બ્રાહ્મણ શૂદ્રનું અન્ન ખાય છે તે મરીને નારકી થાય છે” અને બીજા પાઠનો અર્થ “પરભવમાં જઈને કોઈ નારકી થતું નથી.” પ્રથમ પાઠ નારકીના જીવો છે એમ નારકીની સત્તાનો સૂચક છે અને બીજો પાઠ નારકીના અભાવનો સૂચક છે. તેથી તમને મનમાં “નારકી છે કે નથી” આવી શંકા થયેલી છે. પરંતુ આ વેદપાઠોના સાચા અર્થને તથા યુક્તિની રીતિને તમે બરાબર જાણતા નથી તેથી શંકા થાય છે. તે વેદપાઠોનો સાચો અર્થ આ પ્રમાણે છે. આ અર્થ ૧૯૦૩ ગાથામાં સમજાવાશે. ૧૮૮૭॥
तं मन्नसि पच्चक्खा देवा, चंदादओ तहन्ने वि । विज्जामंतोवायणफलाइ सिद्धीए गम्मंति ॥१८८८ ॥
Page #495
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૪૭૦
આઠમા ગણધર - અકંપિત जे पुण सुइमेत्तफला, नेरइयत्ति किह ते गहेयव्वा? । सक्खमणुमाणओ वाऽणुवलंभा भिन्नजाईया ॥१८८९॥ (त्वं मन्यसे प्रत्यक्षा देवाश्चन्द्रादयस्तथान्येऽपि । विद्यामन्त्रोपायनफलादिसिद्ध्या गम्यन्ते ॥ ये पुनः श्रुतिमात्रफला नैरयिका इति कथं ते ग्रहीतव्याः? । સાક્ષાનુમાનતો વાળુપત્નક્ષદ્ fમનનાતીયા: ).
ગાથાર્થ - દેવોમાં ચંદ્ર-સૂર્ય વગેરે પ્રત્યક્ષ દેખાય છે તથા બીજા દેવો (ભલે દેખાતા નથી તો પણ) વિદ્યા અને મંત્રોના જાપ દ્વારા યાચના કરાયેલા ફળની સિદ્ધિ વડે અનુમાનથી પણ જણાય છે. પરંતુ “નારકી” તો શ્રુતિમાત્ર ફળવાળા છે. તેથી સાક્ષાત્ કે અનુમાનથી પણ નહી જણાતા હોવાથી મનુષ્ય-તિર્યંચ અને દેવોથી ભિન્ન જાતિવાળા તે છે” આમ કેવી રીતે માનવું ? આમ તમે મનમાં વિચારો છો. /૧૮૮૮-૧૮૮૯ll
વિવેચન - હે દીર્ધાયુષી અકંપિત ! તમે મનમાં નારકી માટેના આવા વિચારો ધરાવો છો કે દેવો અને નારકી આ બને સાક્ષાત્ દેખાતા નથી. એટલે કે મનુષ્યો અને તિર્યંચો જેમ આ મૃત્યુલોકમાં નજરે પડે છે તેવા દેવો અને નારકી પ્રત્યક્ષ દેખાતા નથી. માટે તે બન્નેને વિષે શંકા તો છે. છતાં દેવોની બાબતમાં ચંદ્ર-સૂર્ય વગેરે કેટલાક દેવો (તથા તેમના નિવાસસ્થાન રૂપ વિમાનો) પ્રત્યક્ષ દેખાય છે. તેથી દેવો તો હશે એમ મનાય છે તથા વિશિષ્ટ એવી વિદ્યા અને મંત્રોનો સતત જાપ કરીએ અને તેને અનુસરતા તપ-ધ્યાન આદિ કરીએ તો દેવો પ્રસન્ન થતા હોય અને માગીએ તો ફળ આપતા હોય એવી ફળસિદ્ધિ ધરણેન્દ્રાદિ દેવોમાં તથા પદ્માવતી-સરસ્વતી-લક્ષ્મીદેવી વગેરે દેવીઓમાં દેખાય છે. તેથી દેવો તો અનુમાનથી પણ જણાય છે કે આ સંસારમાં દેવો અવશ્ય છે. કારણ કે વિદ્યા અને મંત્રો દ્વારા માગેલા ફળની પ્રાપ્તિ થાય છે. તેથી તે દેવો છે આમ જણાય છે.
પરંતુ નારકી તો નથી પ્રત્યક્ષ ક્યાંય દેખાતા, કે નથી કોઈ અનુમાનથી સિદ્ધ થતા. કેવલ એકલા “નારકી-નારકી” આવા શબ્દો જ લોકમુખે અથવા શાસ્ત્રોમાં સંભળાય છે. તેથી શ્રુતિમાત્ર ફળવાળા છે (એટલે કે સાંભળવા પૂરતા જ છે. પરંતુ વાસ્તવિક નારકી નામના કોઈ જીવો નથી.) આમ તમે મનમાં વિચારો છો વળી જે વસ્તુ સાક્ષાત્ દેખાય નહીં અને જે વસ્તુ અનુમાન દ્વારા સિદ્ધ થાય નહીં તે આ સંસારમાં છેઆમ કેવી રીતે માનવું ? આ કારણે જ મનુષ્ય-તિર્યંચ અને દેવોથી ભિન્ન જાતિવાળા ચોથી ગતિ સ્વરૂપ નારકી જીવો છે આમ કેવી રીતે માનવું ? આવા વિચારો તમે મનમાં કરો છો. ll૧૮૮૮-૧૯૮૯
Page #496
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
આઠમા ગણધર - અકંપિત
આ પ્રશ્નનો ભગવાન ઉત્તર આપે છે.
मह पच्चक्खत्तणओ जीवाई य व्व नारए गिण्ह ।
किं जं सयपच्चक्खं, तं पच्चक्खं नवरि इक्कं ? ॥१८९० ॥
जं कासइ पच्चक्खं, पच्चक्खं तंपि घेप्पए लोए ।
जह सीहाइदरिसणं सिद्धं न य सव्वपच्चक्खं ॥१८९९॥
( मम प्रत्यक्षत्वतो जीवादींश्चेव नारकान् गृहाण ।
किं यत् स्वकप्रत्यक्षं, तत् प्रत्यक्षं नवरमेकम् ॥
यत् कस्यचित्प्रत्यक्षं प्रत्यक्षं तदपि गृह्यते लोके ।
यथा सिंहादिदर्शनं सिद्धं न च सर्वप्रत्यक्षम् ॥ )
૪૭૧
ગાથાર્થ - હૈ અકંપિત ! મને પ્રત્યક્ષ હોવાથી જીવાદિ પદાર્થોની જેમ નારકી પણ છે આમ તમે સ્વીકારો. શું જે પોતાને જ પ્રત્યક્ષ હોય તે જ એક પ્રત્યક્ષ કહેવાય ? પણ આમ નથી સંભવતું, જે બીજા કોઈને પણ પ્રત્યક્ષ હોય તેને પણ આ લોકમાં પ્રત્યક્ષ કહેવાય છે. જેમ સિંહાદિનું દર્શન લોકમાં પ્રસિદ્ધ છે. પરંતુ તે સર્વને પ્રત્યક્ષ નથી તેમ અહીં સમજો. ।।૧૮૯૦-૧૮૯૧
વિવેચન - ભગવાન શ્રી મહાવીરપ્રભુ અકંપિતજીને સમજાવતાં કહે છે કે હે અકંપિત ! આ નારકીના જીવો મને પ્રત્યક્ષ દેખાય છે. તેથી ‘સાક્ષાતનુપનમ્યમાનત્વાત્'' આવા પ્રકારનો તમારો કહેલો હેતુ અસિદ્ધ હેત્વાભાસ છે. કારણ કે હું કેવલજ્ઞાન દ્વારા નારકીના જીવોને પ્રત્યક્ષ દેખું છું. તેથી મને પ્રત્યક્ષ દેખાતા હોવાથી સાક્ષાત્ અનુપલભ્યમાનપણું નથી. આ કારણે આ હેતુ પક્ષમાં ઘટતો નથી માટે અસિદ્ધ છે. તેથી “નારકીના જીવો છે” આમ તમે સ્વીકારો. જેમ જીવ, અજીવ વગેરે બીજા સૂક્ષ્મ પદાર્થો તમને નથી દેખાતા તો પણ બીજાને (સર્વજ્ઞને) દેખાતા હોવાથી તમે માનો છો તેમ આ પણ છે આમ માનો.
અકંપિત - હે ભગવાન ! કદાચ નારકી તમને દેખાતા હશે. પરંતુ જ્યાં સુધી તે નારકી મને પ્રત્યક્ષ ન દેખાય ત્યાં સુધી તમારા કહેવા માત્રથી “તે છે” આમ હું કેમ માની લઉં ? મને દેખાય તો હું માનું.
ભગવાન - તમારો આ વિચાર ખોટો છે. કારણ કે જે પોતાને જ સાક્ષાત્ પ્રત્યક્ષ જણાય તે જ શું એક પ્રત્યક્ષ છે ? જે પોતાને પ્રત્યક્ષ ન દેખાયું હોય, પણ બીજા કોઈ અન્યને પણ પ્રત્યક્ષ દેખાયું હોય તો તેને શું પ્રત્યક્ષ ન કહેવાય ? આમ ભગવાન કાકુન્યાય
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૭૨ આઠમા ગણધર - અકંપિત
ગણધરવાદ વડે અકંપિતજીને પ્રશ્ન પૂછવા દ્વારા સત્ય સમજાવે છે. સારાંશ કે જે પોતાની જાતને પ્રત્યક્ષ દેખાય તે જ એક પ્રત્યક્ષ કહેવાય એવો નિયમ નથી. પોતાની જાતને જે પ્રત્યક્ષ ન દેખાતું હોય તો પણ જો બીજા કોઈ વિશ્વાસુ એવા અન્ય પુરુષને પણ પ્રત્યક્ષ દેખાતું હોય તેને પણ લોકમાં પ્રત્યક્ષ કહેવાય છે. તથા જે કોઈ અન્ય એક વ્યક્તિએ પ્રત્યક્ષ જોયું હોય અને તે કહે તો બીજા બધાએ તે ન જોયું હોય તો પણ સ્વીકારી લે છે. આવું સંસારમાં દેખાય છે.
જેમકે સિંહ-શરભ અને હંસાદિ પ્રાણીઓનું દર્શન કોઈ કોઈ વ્યક્તિઓને જ થાય છે. સર્વ જીવોને આ પ્રાણીઓનું પ્રત્યક્ષ દર્શન થતું નથી. છતાં જેણે જેણે સિંહ-સરભ અને હંસાદિ પ્રાણીઓ જોયા છે અને તે આવીને આ પ્રાણીઓને ન જોનારી વ્યક્તિઓને કહે તો તે માની પણ લે છે. આવો વ્યવહાર જગતમાં પ્રસિદ્ધ છે. તથા દૂર દૂરના દેશો, ગામો, નગરો, નદીઓ અને સમુદ્રો તથા ભૂતકાળમાં બનેલા સારા-નરસા પ્રસંગો કંઈ સર્વે લોકોએ પ્રત્યક્ષ જોયેલા હોતા નથી. છતાં અન્ય કોઈ કોઈ વ્યક્તિઓએ પ્રત્યક્ષ જોયેલા હોય છે. તેથી તે સર્વે ભાવો સર્વ જીવોને પ્રત્યક્ષ ન થતા હોવા છતાં પણ પ્રત્યક્ષનો વિષય છે. આ રીતે વ્યવહાર કરાતા દેખાય છે.
આ કારણથી હે અકંપિત ! મને કેવલજ્ઞાનથી નારકો પ્રત્યક્ષ દેખાય છે. તેથી મારા કહેવાથી તમે નારકો છે આમ સ્વીકારો. તમારું જ્ઞાન મતિ-શ્રુત છે. ઈન્દ્રિયોના વિષયવાળું છે અને ઈન્દ્રિયો પરિમિત વિષયને જ જાણનારી છે તેથી જેમ દૂર દૂર રહેલા પદાર્થો હોય છે તો પણ ઈન્દ્રિયોથી દેખાતા નથી, તેમ નારકો છે તે પણ પરિમિત વિષયવાળી એવી ઈન્દ્રિયોથી ગોચર થતા નથી. પણ તે નારકી નથી એમ નહીં, પરંતુ અવશ્ય છે આમ સ્વીકારો. ૧૮૯૦-૧૮૯૧
૧. શરમ એક જાતનું પ્રાણી છે. જેને આઠ પગ હોય છે. તેથી તે અષ્ટાપદ તરીકે ઓળખાય છે. અતિશય
ઠંડકવાળા પ્રદેશમાં જ રહે છે. ૨. હાલ વર્તમાનકાલમાં વિચારીએ તો અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા વગેરે દેશો કંઈ
બધાંને પ્રત્યક્ષ થયેલા નથી. છતાં જેણે જેણે જોયા છે તેના કહેવાથી સ્વીકારી લેવામાં આવે છે. એવી જ રીતે ભૂતકાળમાં બનેલા સારા-નરસા પ્રસંગો, નાનાં નાનાં ગામડાંઓ, પાટલિપુત્ર (પટ્ટણા), મદ્રાસ, દિલ્હી, મુંબઈ વગેરે મહાનગરો, ગોદાવરી, નર્મદા, ગંગા-સિંધુ વગેરે મહાનદીઓ તથા એટલાન્ટિક અને પેસિફીક વગેરે મહાસમુદ્રો, રાણકપુર - દેલવાડાનાં મંદિરો, આગ્રાનો તાજમહાલ, નાયગરાનો ધોધ વગેરે ઘણા પદાર્થો એવા છે કે જે સર્વેને પ્રત્યક્ષ થતા નથી. પણ કોઈકને જ પ્રત્યક્ષ થાય છે. તો પણ તેમના કહેવાથી સર્વે લોકો તે સ્વીકારી લે છે. તેમ મારા પ્રત્યક્ષથી તમારે નારકો સ્વીકારવા જોઈએ.
Page #498
--------------------------------------------------------------------------
________________
આઠમા ગણધર - અકંપિત
બીજી રીતે તત્ત્વ સમજાવીને ઉત્તર આપતાં કહે છે કે
अहवा जमिंदियाणं पच्चक्खं, किं तदेव पच्चक्खं ? । उवयारमेत्तओ तं, पच्चक्खमणिंदियं तत्थं ॥ १८९२ ॥ ( अथवा यदिन्द्रियाणां प्रत्यक्षं किं तदेव प्रत्यक्षम् ? । उपचारमात्रतस्तत्, प्रत्यक्षमनिन्द्रियं तथ्यम् ॥ )
ગણધરવાદ
૪૭૩
ગાથાર્થ - અથવા ઈન્દ્રિયોને જે પ્રત્યક્ષ હોય તે જ શું પ્રત્યક્ષ કહેવાય ? ખરેખર તો તે ઉપચારમાત્રથી પ્રત્યક્ષ છે. પરમાર્થથી તો સાચું પ્રત્યક્ષ જ્ઞાન અતીન્દ્રિય જે છે તે છે. ૧૮૯૨૫
વિવેચન - હે અકંપિત ! શું આ પાંચ ઈન્દ્રિયોથી જે જણાય તેને જ પ્રત્યક્ષ તમારા વડે મનાય છે ? મારા જે કૈવલજ્ઞાન દ્વારા અતીન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન છે તેને પ્રત્યક્ષ તરીકે નથી સ્વીકારાતું ? ખરેખર આ જ મોટી વિપરીત બુદ્ધિ છે. કારણ કે ઈન્દ્રિયો દ્વારા જે પ્રત્યક્ષ જણાય છે તેને તો ખરેખર ઉપચારમાત્રથી જ પ્રત્યક્ષ તરીકે વ્યવહારાય છે. પરમાર્થથી તો તે પરોક્ષ જ છે. અનુમાન પ્રમાણમાં બાહ્ય એવા ધૂમાદિ લિંગ દ્વારા અગ્નિ આદિ વસ્તુઓ જેમ જણાય છે તેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાનમાં બાહ્યલિંગાદિ કારણ નથી. તેથી જાણે પ્રત્યક્ષ હોય શું ? એમ સમજીને પ્રત્યક્ષ તરીકે તેમાં ઉપચાર કરાય છે. બાહ્ય ધૂમાદિ જેવાં લિંગ-કારણ નથી એટલે જાણે સાક્ષાત્ જણાય છે. જાણે પ્રત્યક્ષ દેખાય છે. આમ સમજીને ઉપચારથી પ્રત્યક્ષ કહેવામાં આવ્યું છે.
પરમાર્થથી તો આ ઈન્દ્રિયજન્યજ્ઞાન પરોક્ષ જ છે. કારણ કે અક્ષ એટલે જીવ. જીવને સાક્ષાત્ જે જણાય તે પરમાર્થથી પ્રત્યક્ષ છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન આ ત્રણ જ્ઞાનો પરમાર્થથી પ્રત્યક્ષ છે. ઈન્દ્રિયજન્ય મતિ-શ્રુતજ્ઞાનમાં આ જીવ અનુમાનની જેમ વસ્તુને પોતે સાક્ષાત્ જાણતો નથી. પરંતુ ઈન્દ્રિયો દ્વારા જાણે છે. તેમાં ઈન્દ્રિયો જ મોટું કારણ છે. તેથી ઈન્દ્રિયજન્ય જ્ઞાન પરોક્ષ જ છે. અતીન્દ્રિય જ્ઞાન જ સાચી રીતે પ્રત્યક્ષ આમ સમજવું જોઈએ. કારણ કે અતીન્દ્રિય જ્ઞાન-કાલે જીવ વડે જ ઈન્દ્રિયોની સહાય વિના વસ્તુ સાક્ષાત્ જણાય છે. માટે પરમાર્થથી તો તે અતીન્દ્રિય જ્ઞાન જ પ્રત્યક્ષ છે. ૧૮૯૨
અહીં કદાચ આવી શંકા તમે કરો કે “ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ્ઞાનમાં” જો કે જીવ પોતે વસ્તુને સાક્ષાત્ જાણતો નથી. ઈન્દ્રિયો દ્વારા જાણે છે. પરંતુ ઈન્દ્રિયો તો વસ્તુને
Page #499
--------------------------------------------------------------------------
________________
૪૭૪
આઠમા ગણધર - અકંપિત
ગણધરવાદ
સાક્ષાત્ જાણી શકશે જ. તેથી અક્ષ શબ્દનો અર્થ ઈન્દ્રિય કરીએ અને “નિયાનાં પ્રત્યક્ષમતિ = દ્રિયપ્રત્યક્ષ' આવો સમાસ કરીએ તો ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પણ પરમાર્થથી પ્રત્યક્ષ કેમ ન કહેવાય ? તેનો ઉત્તર કહે છે -
मुत्ताइभावओ नोवलद्धिमंतींदियाई कुंभो व्व । उवलंभद्दाराणि ताई जीवो तदुवलद्धा ॥१८९३॥ (मूर्तादिभावतो नोपलब्धिमन्तीन्द्रियाणि कुम्भ इव । उपलम्भद्वाराणि तानि जीवस्तदुपलब्धा ॥)
ગાથાર્થ - ઈન્દ્રિયો મૂર્તાદિ ભાવવાળી હોવાથી ઘટ-પટની જેમ જ્ઞાન કરનારી નથી. પરંતુ જીવને જ્ઞાન કરવામાં દ્વારભૂત છે. જીવ જ વસ્તુને જાણનારો છે. ll૧૮૯૩ll
વિવેચન - ક્રિયાળ, ર૩પત્નશ્ચિત્ત - પુર્નિકુતિરૂપવૅન મૂર્તત્વીત્ કુર્મવેત્ = ઈન્દ્રિયો પોતે જ્ઞાન કરનારી નથી. કારણ કે પુદ્ગલસમૂહની બનેલી હોવાથી, મૂર્ત હોવાના કારણે, ઘટની જેમ. આ એક અનુમાન થયું. જેમ ઘટ, પટ વગેરે પદાર્થો પુદ્ગલોના સમૂહાત્મક છે. તેથી મૂર્તિ છે (રૂપી છે) અને જે વસ્તુ મૂર્ત (રૂપી) હોય છે તે જ્ઞાન કરનાર હોતી નથી. તેની જેમ ઈન્દ્રિયો પણ શરીરસંબંધી પુદ્ગલોની જ બનેલી છે, તેથી મૂર્તિ છે. માટે જ્ઞાન કરનારી નથી. આ એક અનુમાન સમજાવ્યું.
ક્રિયાળ, ન ૩પશ્ચિમત્તિ, તત્વત્ યવત્ મૂલ ગાથામાં “મુત્તારૂમાવો'' આ પાઠમાં લખેલા ગાદ્રિ શબ્દથી અચેતનત્વ હેતુ પણ સમજી લેવો. આ બીજું અનુમાન જાણવું. ઈન્દ્રિયો જ્ઞાન કરનારી નથી. કારણ કે અચેતન છે, જેમકે કુંભ. જે જે અચેતન પદાર્થો છે. તે તે પદાર્થો જ્ઞાન કરનાર બનતા નથી. જેમકે ઘટ-પટ, તેની જેમ ઈન્દ્રિયો પણ અચેતન હોવાથી જ્ઞાન કરનારી નથી.
પ્રશ્ન - જો ઈન્દ્રિયો જ્ઞાન કરનારી ન હોય તો ઈન્દ્રિયો હોય છે તો જ જ્ઞાન થાય છે. ઈન્દ્રિયો વિના જ્ઞાન થતું નથી. આમ કેમ ?
ઉત્તર - ઈન્દ્રિયો એ જ્ઞાનપ્રાપ્તિનું દ્વાર છે. જ્ઞાન તો અંદર બેઠેલા જીવને થાય છે. આ ઈન્દ્રિયો તો બારીની તુલ્ય છે. જેમ બારી પોતે વસ્તુને જાણકારી નથી. પરંતુ બારી દ્વારા અંદર બેઠેલો દેવદત્ત-ચૈત્ર-મંત્ર આદિ મનુષ્ય વસ્તુને જાણનારો છે. તેમ ઈન્દ્રિયો પોતે વસ્તુને જાણનારી નથી. પરંતુ તેના દ્વારા અંદર રહેલો જીવ જ્ઞાન કરનાર છે. તેથી ઈન્દ્રિયો તો બારી અને દ્વાર તુલ્ય છે. જીવ જ વસ્તુને જાણનારો છે. ll૧૮૯૩
Page #500
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
આઠમા ગણધર - અકંપિત
૪૭૫
જીવ અને ઈન્દ્રિયોનો અભેદ જ છે. આમ પ્રશ્ન કરવામાં આવે તો તે બરાબર નથી તે સમજાવતાં કહે છે કે -
तदुवरमे वि सरणओ, तव्वावारे वि नोवलंभाओ । इंदियभिन्नो नाया, पंचगवक्खोवलद्धा वा ॥१८९४॥ (तदुपरमेऽपि स्मरणतस्तद्व्यापारेऽपि नोपलम्भात् । इन्द्रियभिन्नो ज्ञाता, पञ्चगवाक्षोपलब्धेव ॥)
ગાથાર્થ - ઈન્દ્રિયોનો વ્યાપાર વિરામ પામે છતે પણ સ્મરણ થતું હોવાથી અને ઈન્દ્રિયોનો વ્યવહાર હોય તો પણ જ્ઞાન થતું ન હોવાથી પાંચ બારી દ્વારા જોનારા દેવદત્તની જેમ આત્મા પાંચ ઈન્દ્રિયોથી ભિન્ન છે. ૧૮૯૪ll
વિવેચન - જ્ઞાન કરનારો આ આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે. અર્થાત્ જે ઈન્દ્રિયો છે તે જ આત્મા નથી. આત્મા અને ઈન્દ્રિયો ભિન્ન છે. કારણ કે ઈન્દ્રિયો અટકી જાય તો પણ તેના દ્વારા જાણેલા વિષયોનું સ્મરણ થાય છે માટે આત્મા ભિન્ન છે. જેમકે ચક્ષુ દ્વારા કોઈ પુરુષે કોઈ રમણીને જોઈ. ત્યારબાદ તે રમણી ચાલી ગઈ અથવા પ્રયોજનવશથી તે પુરુષે ચક્ષુને રમણી ઉપરથી હઠાવીને અન્ય કાર્યમાં જોડી. હવે ચક્ષુ દ્વારા જોવાનો વેપાર રમણી સાથે નથી, તો પણ જોયેલી તે રમણીના વિષયનું સ્મરણ થાય છે. તેથી જોનાર, જોઈને જ્ઞાન કરનાર અને કાલાન્તરે સ્મરણ કરનાર ચક્ષુરિન્દ્રિય નથી. પણ ચક્ષુથી ભિન્ન એવો દેવદત્ત આદિનો આત્મા છે.
એવી જ રીતે ચક્ષુ આદિ ઈન્દ્રિય તે તે વિષય ઉપર (રમણી આદિ પદાર્થ ઉપર) પડતી હોય, તેના વિષયની મર્યાદામાં વસ્તુ પડી હોય, ચક્ષુનો વ્યવહાર બરાબર ચાલુ હોય પણ ઉપયોગ બીજા વિષયમાં પ્રવર્તતો હોય. મન બીજા વિચારોમાં રોકાયું હોય તો ઈન્દ્રિયોનો વિષય સાથે વ્યવહાર ચાલુ હોવા છતાં પણ તે તે વિષયનું જ્ઞાન થતું નથી. માટે પણ ઈન્દ્રિયો પોતે જ્ઞાન કરનારી નથી. ઈન્દ્રિયોથી ભિન્ન આત્મા છે. અને તે આત્મા જ જ્ઞાન કરનાર છે.
વળી ઈન્દ્રિયો પુદ્ગલની બનેલી હોવાથી અચેતન છે, જડ છે. જ્યારે આત્મા ચેતન છે, જીવ છે. માટે પણ આ આત્મા ઈન્દ્રિયોથી ભિન્ન છે.
જેમ કોઈ એક ઘરની પાંચ બારીઓ હોય અને તે પાંચે બારીઓથી જોનારોજાણનારો દેવદત્ત આદિ નામવાળો પુરુષ બારીઓથી જુદો હોય છે. કારણ કે બારીથી
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૭૬ આઠમા ગણધર - અકંપિત
ગણધરવાદ રમણી આદિ વસ્તુને જોયા પછી બારી બંધ થઈ જાય તો પણ પૂર્વે જોયેલા રમણી વગેરે પદાર્થોનું સ્મરણ થાય છે. માટે બારીઓ અને જોનારો દેવદત્ત જેમ જુદા છે. તેમ આત્મા અને ઈન્દ્રિયો જુદી છે. ઈન્દ્રિયો બારીતુલ્ય છે અને આત્મા જોનારા એવા દેવદત્તાદિની તુલ્ય છે. ll૧૮૯૪ો.
કદાચ અહીં આવો પ્રશ્ન થાય કે ઈન્દ્રિયો દ્વારા જે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તે અતીન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કરતાં ઘણું વધારે હોય છે. તો આ પ્રશ્ન પણ વ્યાજબી નથી, અયુક્ત છે. તે સમજાવે છે.
जो पुण अणिंदिउच्चिय जीवो सव्वप्पिहाणविगमाओ । सो सुबहुयं वियाणइ, अवणीयघरो जहा दट्ठा ॥१८९५॥ (ઃ પુનઃનિન્દ્રિય પર્વ નીવઃ સર્વપિધાનવિયામાત્ | स सुबहुकं विजानात्यपनीतगृहो यथा दृष्टा ॥)
ગાથાર્થ - જેમ સર્વથા ઘરમાંથી બહાર આવેલો પુરુષ ઘણું જોઈ શકે છે તેમ સર્વ આવરણ ચાલ્યાં જવાથી અનિન્દ્રિય પ્રત્યક્ષજ્ઞાન વાળો જીવ જ અતિશય બહુને જાણે છે. ll૧૮૯૫ll
- વિવેચન - જે જીવ અનિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનવાળો છે અર્થાત્ કેવલજ્ઞાનથી સંપન્ન છે. તે અનિન્દ્રિયપ્રત્યક્ષજ્ઞાન જે આત્માને વર્તે છે. તે આત્મા ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષજ્ઞાનવાળા જીવ કરતાં સુબહુ=અતિશય ઘણું જાણે છે. કારણ કે તેનાં સર્વ આવરણોનો વિગમ થયો છે. જ્ઞાન ઉપરનાં સર્વ ઢાંકણોનો ક્ષય થયેલો છે. તેથી ઈન્દ્રિયજન્ય જ્ઞાનવાળા પુરુષ કરતાં અનિન્દ્રિય જ્ઞાનવાળો પુરુષ ઘણું વધારે જાણે છે. જેમ પાંચ બારીવાળું ઘર હોય અને તેવા ઘરની અંદર રહેલો પુરુષ બારીઓ દ્વારા જેટલું જાણી શકે તેના કરતાં સર્વથા ઘરને છોડીને ઘર બહાર ખુલ્લા આકાશવાળા ક્ષેત્રપ્રદેશમાં ઉભેલો મનુષ્ય અવશ્ય સુબહુ જ જાણે છે. તેમ અહીં ઈન્દ્રિયો બારીતુલ્ય છે. તેના દ્વારા જે જણાય તેના કરતાં બધાં જ આવરણો
જ્યારે ચાલ્યાં જાય છે ત્યારે કેવલજ્ઞાની પુરુષો અવશ્ય વધારે જ જાણે છે. એટલું જ નહીં પરંતુ સંપૂર્ણ જાણે છે. ll૧૮૯પી
વધારે વિચાર કરીએ તો ઈન્દ્રિયજન્ય જ્ઞાન પ્રત્યક્ષ જ નથી, પરોક્ષ જ છે. તેનું કારણ સમજાવે છે -
न हि पच्चक्खं धम्मंतरेण तद्धम्ममेत्तगहणाओ । कयगत्तओ वि सिद्धी, कुंभाणिच्चत्तमेत्तस्स ॥१८९६॥
Page #502
--------------------------------------------------------------------------
________________
આઠમા ગણધર - અકંપિત
( न हि प्रत्यक्षं धर्मान्तरेण तद्धर्ममात्रग्रहणात् । कृतकत्वत इव सिद्धिः कुम्भानित्यत्वमात्रस्य ॥ )
ગણધરવાદ
૪૭૭
ગાથાર્થ - ઈન્દ્રિયજન્ય જ્ઞાન પ્રત્યક્ષ નથી. કારણ કે બીજા ધર્મોને છોડીને તે તે રૂપાદિ ધર્મમાત્રનો જ બોધ કરાવે છે માટે, જેમ કૃતકત્વ હેતુથી કુંભના (ઘટના) એક માત્ર અનિત્યત્વ ધર્મની જ સિદ્ધિ થાય છે પણ સર્વ ધર્મની સિદ્ધિ થતી નથી. તેથી તે પ્રત્યક્ષ કહેવાતું નથી તેમ. ૧૮૯૬॥
વિવેચન - “ઈન્દ્રિયોથી ઉત્પન્ન થનારું જ્ઞાન” આટલું વાક્ય આ ગાથામાં નથી. પરંતુ હાલ તેનો જ પ્રસંગ ચાલે છે. તેથી આટલું વાક્ય પૂર્વાપરસંકલનથી જાણી લેવું અને ‘‘ન હિ પદ્મવત્તું’’ પદની આગળ કર્તાવાચી પદ તરીકે જોડી દેવું. તેથી આવો અર્થ થશે કે “ઈન્દ્રિયોથી થનારું જ્ઞાન પ્રત્યક્ષ જ નથી. અર્થાત્ પરોક્ષ જ છે” આ એક પ્રતિજ્ઞા થઈ. તે પ્રતિજ્ઞાને સાધનારો હેતુ અને ઉદાહરણ આ પ્રમાણે જાણવા.
હેતુ - કોઈપણ વસ્તુ અનંતધર્માત્મક છે. જે પ્રત્યક્ષજ્ઞાન હોય છે. તે વસ્તુના પરિપૂર્ણ અનંતધર્મને જાણનારું હોય છે. જ્યારે ચક્ષુરાદિ ઈન્દ્રિયો તો વસ્તુમાં રહેલા અનંતા ધર્મોમાંથી સર્વધર્મોને છોડીને રૂપ-૨સ-ગંધ-સ્પર્શ આદિ એક એક ધર્મ માત્રને જ ગ્રહણ કરે છે. તેથી અલ્પ અંશ માત્ર ગ્રાહી હોવાથી અને શેષ અનંતધર્મોને ન જાણતું હોવાથી આ ઈન્દ્રિયજન્યજ્ઞાન પરિપૂર્ણ નથી. પ્રત્યક્ષ નથી.
=
ઉદાહરણ - વિં તદ્ યથા ન પ્રત્યક્ષમ્ = કોની જેમ ? અર્થાત્ એવું કયું જ્ઞાન છે કે જે જ્ઞાન એક ધર્મને જ બતાવતું છતું પ્રત્યક્ષ નથી કહેવાતું ? પણ પરોક્ષ જ કહેવાય છે ? તો તે ઉદાહરણ આ પ્રમાણે છે · જેમ કૃતકત્વ હેતુથી ઘટના અનિત્યત્વ માત્રનો જ બોધ કરાવનારું “અનુમાનશાન” પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ છે તેની જેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ જ છે. ‘ઘટ: અનિત્ય: તત્વાત્ પટવત્'' આ એક અનુમાનજ્ઞાન છે. ઘટ અનિત્ય છે. કારણ કે કૃત્રિમ છે માટે. પટની જેમ. આ જ્ઞાનમાં ઘટની કેવલ અનિત્યતા જ જણાય છે. બીજા ધર્મો જણાતા નથી. કારણ કે મૃતકત્વહેતુની અનિત્યત્વની સાથે જ વ્યાપ્તિ થાય છે. તેથી માત્ર એક ધર્મને જણાવતું આ અનુમાન જ્ઞાન જેમ પરોક્ષ છે તેમ ચક્ષુરાદિ સર્વે પણ ઈન્દ્રિયજન્ય જ્ઞાનો એક-એક ધર્મને જ માત્ર જણાવતાં હોવાથી અધૂરાં છે, અલ્પ છે, એકાંશગ્રાહી છે. તેથી પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ જ છે.
આ અનુમાનજ્ઞાનમાં ‘તત્ત્તાત્’’ આ નામવાળા અન્ય હેતુથી (બીજા હેતુથી) સાધ્યની સિદ્ધિ થાય છે. તેથી તે અનુમાન પ્રત્યક્ષપ્રમાણ નથી. તેવી જ રીતે ઈન્દ્રિયજન્ય
Page #503
--------------------------------------------------------------------------
________________
૪૭૮
આઠમા ગણધર - અકંપિત
ગણધરવાદ
જ્ઞાન પણ એક-એક વિષય માત્રને જ ગ્રહણ કરનારી અને બીજા અનંત ધર્મોને ગ્રહણ નહી કરનારી એવી “ઈન્દ્રિયો” નામના પરપદાર્થથી થાય છે. તેથી તે જ્ઞાન પણ અનુમાનની જેમ જ પરોક્ષ છે પણ પ્રત્યક્ષ નથી. ll૧૮૯૬I
ઈન્દ્રિયજન્યજ્ઞાન અપ્રત્યક્ષ (પરોક્ષ) જ છે, પણ પ્રત્યક્ષ નથી. આ વાત બીજી રીતે સમજાવતાં પણ કહે છે -
पुव्वोवलद्धसंबंधसरणओ, वानलोव्व धूमाओ । अहव निमित्तंतरओ, निमित्तमक्खस्स करणाइं ॥१८९७॥ (पूर्वोपलब्धसम्बन्धस्मरणतो वाऽनल इव धूमात् । अथवा निमित्तान्तरतो निमित्तमक्षस्य करणानि ॥)
ગાથાર્થ - જેમ ધૂમથી અગ્નિનું જ્ઞાન થાય છે. તેમ પૂર્વે જાણેલા સંબંધના સ્મરણથી જીવને તે તે વિષયનું જ્ઞાન થાય છે. માટે ઈન્દ્રિયજન્ય જ્ઞાન પ્રત્યક્ષ નથી. અથવા અન્ય નિમિત્તથી થાય છે. માટે પણ પ્રત્યક્ષ નથી. અહીં જીવને જ્ઞાન કરવામાં ઈન્દ્રિયો એ નિમિત્ત છે. /૧૮૯૭ll
વિવેચન - પાંચે ઈન્દ્રિયોથી થનારું જ્ઞાન પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ જ છે. આ વાત સમજાવવા માટે બીજા હેતુઓ પણ જણાવે છે. “ન્દ્રિયજં જ્ઞાનં, ને પ્રત્યક્ષદ્' ઈન્દ્રિયોથી થતું આ ઘટ છે, આ પટ છે ઈત્યાદિ જે જ્ઞાન થાય છે તે પ્રત્યક્ષપ્રમાણ નથી પણ અનુમાન પ્રમાણ અર્થાત્ પરોક્ષપ્રમાણ છે. આ પ્રતિજ્ઞા જાણવી.
પૂર્વીપત્રવ્યવસ્થરત:” પૂર્વે જાણેલા સંબંધનું સ્મરણ થવાથી થાય છે માટે, આ હેતુ જાણવો. ઘટ જોતાંની સાથે “આ ઘટ છે” આવું જ જ્ઞાન થાય છે તે જ્ઞાન જો પૂર્વકાલમાં ઘટ કોને કહેવાય ? ઘટ કેવો હોય ? ઘટ શું કામમાં આવે ? ઈત્યાદિ ઘટજ્ઞાન ન મેળવ્યું હોય તો ઘટ જોતાંની સાથે આ ઘટ છે આવું જ્ઞાન ન થાત. પણ પૂર્વના સંકેતકાલમાં જ “આવા આવા ગોળાકાર અને જલાધારભૂત પદાર્થમાં જ અતિશય વિશ્વાસુ અને જાણકાર માણસો પાસેથી “આ ઘટ, આ ઘટ” એવો સંકેત કરાતો તથા એવો વ્યવહાર કરાતો મારા વડે જોવાયો છે. વિશ્વાસુ અને જાણકાર એવાં માતા-પિતા આદિ કુટુંબી લોકો આવી વસ્તુને જ ઘટ કહેતા હતાં. તે મેં બરાબર સાંભળેલું છે, જોયેલું છે. આમ પર્વકાલમાં જાણેલા સંબંધનું સ્મરણ થવાથી જ સર્વે પણ જ્ઞાતાઓને “આ ઘટ છે” ઈત્યાદિ ઘટના વિષયવાળું ઈન્દ્રિયજન્ય જ્ઞાન ઉત્પન્ન થાય છે.
Page #504
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
આઠમા ગણધર - અકંપિત
૪૭૯
આ જ્ઞાન થવામાં જો ભૂતકાળમાં કરેલા સંકેતના સંબંધનું સ્મરણ કારણ ન માનીએ અને કેવલ એકલી ચક્ષુ આદિ ઈન્દ્રિય દ્વારા જ જ્ઞાન થાય છે. આમ માનીએ તો નાલીકેર દ્વિીપવાસી મનુષ્ય અહીં આવ્યો હોય, એણે ક્યારેય પણ પૂર્વકાલમાં ઘટ જોયો ન હોય તથા આવા પદાર્થને ઘટ કહેવાય છે - આવું સાંભળ્યું પણ ન હોય તેવા અનુભવ જ્ઞાન વિનાના પુરુષને પણ અવિશેષે “આ ઘટ છે” આવું જ્ઞાન થવું જોઈએ, પણ થતું નથી. તેથી અવશ્ય પૂર્વકાલીન સંકેતના સંબંધપૂર્વક જ ઈન્દ્રિયજન્ય જ્ઞાન થાય છે.
નાનો ૩/૪ વર્ષનો બાળક કે જેણે ક્યારેય સર્પ, વિંછી આદિ પ્રાણીઓ જોયાં નથી, જાણ્યા નથી. આવી વ્યક્તિને સર્પ કહેવાય, આવી વ્યક્તિને વિંછી કહેવાય ઈત્યાદિ સંકેતનો સંબંધ વડીલો પાસેથી પણ જાણ્યો નથી, તેવા નાના બાળકને ચક્ષુથી સર્પ-વિંછી દેખાવા છતાં પણ જ્ઞાન થતું નથી. તેથી આ ઈન્દ્રિયજન્ય જ્ઞાન પૂર્વે જોયેલા સંકેતના સંબંધપૂર્વક થાય છે. માટે પરોક્ષ છે, પ્રત્યક્ષ નથી.
ઉદાહરણ = જેમકે ઘૂમનિસ્ત્રજ્ઞાનવત્ ધૂમથી જે અગ્નિનું જ્ઞાન થાય છે. તે જ્ઞાન પરનિમિત્તક હોવાથી પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ છે (અનુમાન છે). તેવી જ રીતે ઈન્દ્રિયજન્ય જ્ઞાન પણ સંકેતના સંબંધના સ્મરણપૂર્વક જ થાય છે. અન્યથા થતું નથી. માટે અવશ્ય પરોક્ષ જ છે.
પ્રશ્ન - ઘટ ઉપર ચક્ષુ (દષ્ટિ) પડતાંની સાથે જ “આ ઘટ છે” આવું જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. “મેં મારા વડીલો પાસેથી આવા ગોળાકારવાળા અને જલાધારભૂત પદાર્થને ઘટ કહેવાય” આવું સાંભળેલું છે. આમ સંકેતનું સ્મરણ કરીને “આ ઘટ છે” એવું જ્ઞાન થતું હોય, આવું તો ક્યાંય દેખાતું નથી. ચક્ષુ અને ઘટ મળતાં જ ચક્ષુરિન્દ્રિય પોતે જ “આ ઘટ છે” આમ જાણી જાય છે. માટે આવા જ્ઞાનમાં સંકેત-સંબંધનું સ્મરણ કારણ હોય આ વાત બરાબર બેસતી નથી.
ઉત્તર - નિરંતર જોવા-જાણવાની પ્રવૃત્તિથી અભ્યાસની પટુતા વગેરે થયેલાં છે. તેથી જલ્દી જલ્દી આ જ્ઞાન ઉત્પન્ન થતું હોવાથી ઈન્દ્રિયજન્યજ્ઞાનમાં સર્વસ્થાને આ સંકેતસંબંધનું સ્મરણ સાક્ષાત્ અનુભવમાં આવતું નથી. પરંતુ થાય છે ચોક્કસ. જો ન થતું હોત અને માત્ર ઈન્દ્રિયના સંબંધથી જ આ ઘટ છે આવું જ્ઞાન થતું હોત તો માલિકેરદ્વીપવાસી મનુષ્યને તથા ઘટના અનુભવ વિનાના નાના બાલક-બાલિકાને પણ ચક્ષુથી ઘટ-પટસર્પાદિ દેખતાં જ તે તે વિષયોનું જ્ઞાન થવું જોઈએ. પણ આવું જ્ઞાન થતું દેખાતું નથી. માટે “સંકેતસંબંધના સ્મરણનું કારણપણું તે જ્ઞાનમાં અવશ્ય છે” તેથી પરોક્ષ છે.
Page #505
--------------------------------------------------------------------------
________________
૪૮૦
આઠમા ગણધર - અકંપિત
ગણધરવાદ
અથવા ફરીથી ત્રીજું અનુમાન પણ આ વિષય માટે જણાવે છે - “ન્દ્રિયજં જ્ઞાન, પ્રત્યક્ષ નિમિત્તાન્તરતો માવા, ઘુમાનજ્ઞાનવત્'' ઈન્દ્રિયોથી થનારું આ જ્ઞાન અપ્રત્યક્ષ જ છે. બીજાં નિમિત્તથી થાય છે માટે, જેમ ધૂમથી અગ્નિજ્ઞાન થાય છે તેમ.
ભાવાર્થ આ પ્રમાણે છે - પાંચે ઈન્દ્રિયોથી થનારું જ્ઞાન અપ્રત્યક્ષ છે અર્થાત્ પરોક્ષ છે. અનુમાન સ્વરૂપ છે. કારણ કે “ક્ષસ્થ” એટલે જીવના એવો અર્થ પહેલાં જણાવ્યો છે. આ રીતે પૂર્વે જણાવેલા એવા અક્ષને એટલે કે આત્માને પોતાના સિવાયના એટલે કે આત્માથી ભિન એવાં જે નિમિત્તવિશેષો (પાંચ ઈન્દ્રિયો). તેનાથી આ જ્ઞાન ઉત્પન થાય છે માટે અપ્રત્યક્ષ છે. જેમ અગ્નિનું જ્ઞાન અગ્નિને છોડીને પરનિમિત્ત એવા ધૂમથી થાય છે ત્યારે તેને અનુમાનજ્ઞાન કહેવાય છે. તે જ રીતે સ્વતિરિક્તાનિ = પોતાનાથી (આત્માથી) ભિન્ન એવી જે પાંચ ઈન્દ્રિયો રૂપી નિમિત્તો જ્ઞાનપ્રાપ્તિમાં આ જીવને કારણ બને છે. તેથી આત્માને બાહ્યનિમિત્ત વિના સીધેસીધું આ ઈન્દ્રિયજન્ય જ્ઞાન થતું નથી તેથી પ્રત્યક્ષ નથી. જે જે જ્ઞાન સાક્ષાત્ પ્રત્યક્ષ જ હોય છે. તે જ્ઞાન જીવને ઉત્પન્ન થવામાં જીવ વિનાના (ઈન્દ્રિયો-પ્રકાશ આદિ) બીજા પદાર્થોની અપેક્ષા રાખતું નથી. પરંતુ જીવ પોતે જ સાક્ષાત્ (બાહ્ય નિમિત્ત વિના જ) શેય પદાર્થને જાણે છે. જેમકે અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન. આ ત્રણ જ્ઞાનો પરનિમિત્તક ન હોવાથી પ્રત્યક્ષ છે. જ્યારે ઈન્દ્રિયજન્ય જ્ઞાન તો આત્માથી પર એવી ઈન્દ્રિયોની અપેક્ષાવાળું છે માટે પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે. ૧૮૯૭ી.
આ કારણથી જ શાસ્ત્રોમાં કહ્યું છે કે – केवलमणोहिरहियस्स, सव्वमणुमाणमेत्तयं जम्हा । नारगसब्भावम्मि य, तदत्थि जं तेण ते संति ॥१८९८॥ (केवलमनोऽवधिरहितस्य, सर्वमनुमानमात्रकं यस्मात् । नारकसद्भावे च, तदस्ति यत् तेन ते सन्ति ॥)
ગાથાર્થ - કેવલજ્ઞાન-મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણ જ્ઞાનથી રહિત સર્વે પણ પ્રમાતાનું જ્ઞાન અનુમાન માત્ર જ હોય છે. તેથી નારકી જીવોની સત્તા માનવામાં તે અનુમાન પ્રમાણ પણ છે અને પ્રત્યક્ષ જ્ઞાન પણ પ્રમાણ છે. તેથી તે નારકી જીવો અવશ્ય છે. //૧૮૯૮
વિવેચન - કેવલજ્ઞાન-મન પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણ જ જ્ઞાનો એવાં છે કે જેમાં પ્રમાતા એવો આત્મા શેયવસ્તુને કોઈ પણ પરદ્રવ્યની સહાય વિના આત્મસાક્ષીએ
Page #506
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
આઠમા ગણધર - અકંપિત
૪૮૧
જોઈ શકે છે. તેથી તે ત્રણ જ જ્ઞાનો પ્રત્યક્ષજ્ઞાન છે. આ ત્રણે જ્ઞાનથી રહિત એવા મતિશ્રુત જ્ઞાનવાળા પ્રમાતા સંબંધી સઘળું ય પણ જ્ઞાન એટલે કે પાંચે ઈન્દ્રિયો સંબંધી તથા અત્યંતર ઈન્દ્રિય મન સંબંધી જે કોઈ જ્ઞાન થાય છે તે તમામ જ્ઞાનને અનુમાન જ કહેવાય છે. કોઈપણ જ્ઞેય વિષયવાળું મતિ-શ્રુત જ્ઞાન પરોક્ષ જ છે, અનુમાન જ છે. કારણ કે ઈન્દ્રિય તથા પ્રકાશ અને જ્ઞેયદ્રવ્યનું બાદરપરિણામીપણું વગેરે કારણો હોય તો જ તે જ્ઞાન થાય છે. આમ પરસાપેક્ષ હોવાથી પરોક્ષ જ છે.
માત્ર કેવલાદિ ત્રણ શાનો જ આત્મ-સાક્ષાત્ હોવાથી પ્રત્યક્ષ છે. આ રીતે જ્ઞેયતત્ત્વને જાણવામાં પ્રત્યક્ષપ્રમાણ અને પરોક્ષપ્રમાણ એમ બે પ્રમાણો હોય છે. “નારકીના
જીવો આ સંસારમાં છે” આ વાત સમજાવવા માટે અનુમાનપ્રમાણ પણ છે અને પ્રત્યક્ષપ્રમાણ પણ છે જ. તેથી તે નારકી જીવો આ સંસારમાં છે જ, આમ સ્વીકારી લેવું
જોઈએ.
“નારકી જીવો છે જ” આ વિષયમાં પ્રત્યક્ષપ્રમાણ તો મારું કેવલજ્ઞાન જ છે. કારણ કે મને કેવલજ્ઞાન થયેલું છે અને તે કેવલજ્ઞાનથી મને સાક્ષાત્ નારકી દેખાય છે. માટે મારા કેવલજ્ઞાન સ્વરૂપ પ્રત્યક્ષપ્રમાણથી નારકી છે એમ તમારે માનવું જોઈએ. તથા નારકી જીવોની સિદ્ધિ માટે પહેલાં ઘણાં અનુમાનો જણાવ્યાં છે. તો પણ વધારે અનુમાન આગળની ગાથામાં જણાવે છે. ૧૮૯૮
पावफलस्स पगिट्ठस्स, भोइणो कम्मओऽवसेस व्व । सन्ति धुवं तेऽभिमया, नेरइया अह मई होज्जा ॥१८९९ ॥ अच्चत्थदुक्खिया जे तिरियनरा नारगत्ति तेऽभिमया । तं न जओ सुरसोक्खप्पगरिससरिसं न तं दुक्खं ॥१९००॥ (पापफलस्य प्रकृष्टस्य भोगिनः कर्मतोऽवसेस इव । सन्ति ध्रुवं तेऽभिमता, नैरयिकाः अथ मतिर्भवेत् ॥ अर्थदुःखिताये तिर्यग् नरा नारका इति तेऽभिमताः । तन् न यतः सुरसौख्यप्रकर्षसदृशं न तद् दुःखम् ॥ )
ગાથાર્થ - ઉત્કૃષ્ટ પાપફલને ભોગવનારા કોઈક જીવો છે અને તે નારકી તરીકે મહાત્માઓએ માનેલા છે. પાપકર્મના તીવ્ર ઉદયવાળા હોવાથી, શેષ તિર્યંચ-મનુષ્યોની જેમ. અહીં કદાચ પર એવો પ્રશ્ન કરે કે અતિશય દુઃખી એવા જે તિર્યંચ-મનુષ્યો છે તે
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૮૨ આઠમા ગણધર - અકંપિત
ગણધરવાદ જ નારકી છે આમ માની લો ને ? તો તે વાત બરાબર નથી. કારણ કે તે દુઃખ દેવોના સુખના પ્રકર્ષની જેમ વધારે પ્રકર્ષવાળું નથી. /૧૮૯૯-૧૯૦oll
વિવેચન - નારકીના જીવોની સિદ્ધિ અનુમાન પ્રમાણ દ્વારા કરે છે. ઉત્કૃષ્ટ પાપના ફળને ભોગવનારા કોઈક જીવો અવશ્ય છે (આ પ્રતિજ્ઞા). કારણ કે કર્મોનું ફળ હોવાથી (આ હેતુ છે) બાકીના તિર્યંચ-મનુષ્યોની જેમ (આ ઉદાહરણ સમજવું) જેમ જઘન્ય અને મધ્યમ પાપના ફળને ભોગવનાર થોડા દુઃખી અને ઘણા દુઃખી તિર્યંચો તથા મનુષ્યો આ સંસારમાં છે તેવી જ રીતે ઉત્કૃષ્ટ પાપના ફળને ભોગવનારા કોઈક જીવો આ સંસારમાં અવશ્ય છે અને તે નારકી જીવો છે. તિર્યંચ અને મનુષ્યોમાં કેટલાક દુઃખી છે તે જેમ પાપફળને ભોગવનારા છે, તેની જેમ તેમનાથી વધારે પાપના ફળને ભોગવનારા અને વધારે દુઃખી કોઈક જીવો છે અને તે નારકી જીવો છે.
અકંપિત પંડિતજી - હે ભગવાન ! અહીં આવો પ્રશ્ન થવા સંભવિત છે કે આ સંસારમાં જે વધારેમાં વધારે દુઃખી તિર્યંચો અને મનુષ્યો છે. તે જ જીવો ઉત્કૃષ્ટ પાપના ફળને ભોગવનારા છે અને તેથી તે અતિશય દુઃખી તિર્યો અને મનુષ્યોને જ નારકી શબ્દથી વાચ્ય સમજી લોને ? શા માટે ન દેખાતા એવા નારકી જીવો હશે આવી કલ્પના કરવી.
મનુષ્યલોકમાં જ જે વધારેમાં વધારે દુઃખી પશુ-પક્ષી અને મનુષ્યો છે તે જ નારકી છે. આમ જ માની લો ને ? અદષ્ટ વસ્તુની કલ્પના કરવા વડે સયું.
ભગવાન - તે આ પ્રશ્ન વ્યાજબી નથી. કારણ કે હે અકંપિત ! અતિશય દુઃખી એવા પણ તિર્યંચો અને મનુષ્યોનું જે દુઃખ છે તે દુઃખ જરૂર છે. પરંતુ તે દુઃખ ઉત્કૃષ્ટ નથી. જેમ દેવલોકના દેવોનું જે સુખ છે તે તિર્યચ-મનુષ્યોના સુખ કરતાં પ્રકર્ષવાળું (ઉત્કૃષ્ટ) છે. તેવું તિર્યચ-મનુષ્યોનું દુઃખ પ્રકર્ષવાળું (ઉત્કૃષ્ટ) નથી. કારણ કે ઉત્કૃષ્ટ પુણ્યના ઉદયવાળાને જેમ ચારે બાજુનું ઉત્કૃષ્ટ સુખ હોય છે તેમ ઉત્કૃષ્ટ પાપના ઉદયવાળાને ઉત્કૃષ્ટ પાપફલ ભોગવવાનો સંભવ છે. તેથી તેવા જીવોને જેટલું સંભવે તેટલા સંભવ પ્રમાણે વધારેમાં વધારે દુઃખ હોવું જોઈએ. જ્યારે અતિશય દુઃખી તિર્યચ-મનુષ્યોને પણ ઉત્કૃષ્ટ દુઃખ દેખાતું નથી. કારણ કે અતિશય દુઃખી તિર્યચ-મનુષ્યોને પણ “પ્રકાશનું સુખ, વૃક્ષોની છાયાનું સુખ, શીતળ પવનનું સુખ, નદી, સરોવર અને કૂપ (કુવા) વગેરે જલાશયના પાણીનું સુખ દેખાય છે. અતિશય દુઃખી એવા પણ મનુષ્ય અને તિર્યંચોને ઉપરોક્ત સુખ અવશ્ય છે જ. માટે પ્રકૃષ્ટ દુઃખ અહીં નથી.
Page #508
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
આઠમા ગણધર - અકંપિત
૪૮૩
તથા નારકીના જીવોમાં (૧) છેદન-શરીરને છેદવું, (૨) ભેદન-શરીરને ભેદવું (ચીરવું), (૩) પાચન (અગ્નિમાં શેકાવું), (૪) દહન (અગ્નિમાં બાળવું), (૫) દંભન (દબાવવું-પીસવું), (૬) વજકંટકાન્હાલન = વજના શસ્ત્ર જેવા કાંટાઓ ઉપર આસ્ફાલન કરવું અને (૭) પત્થરોની શિલા ઉપર શરીરનું આસ્ફાલન કરવું (શિલા સાથે શરીરને જોરથી અથડાવું). આવાં આવાં તીવ્ર દુઃખો જે દેખાય છે અને શાસ્ત્રોમાં વર્ણવેલાં છે. તેવાં તેવાં તીવ્ર દુઃખો દુઃખી એવા પણ તિર્યચ-મનુષ્યોમાં દેખાતાં નથી.
આ રીતે તિર્યંચ-મનુષ્યોમાં પ્રકાશ-વૃક્ષછાયા-શીતળ પવન, નદી, સરોવર, કૂપાદિના જલની પ્રાપ્તિવાળું સુખ છે. માટે પણ અતિશય દુઃખ નથી અને નારકીના જીવો જેવું છેદનભેદન-પાચન-દહન-દંભનાદિ ઉત્કૃષ્ટ દુઃખ નથી. માટે પણ તીવ્ર પાપોદયવાળું દુઃખ તિર્યંચમનુષ્યમાં સંભવતું નથી. તેથી આવા તીવ્ર પાપના ઉદયવાળા અને આના જ કારણે અતિશય દુઃખી નારકી નામના જીવો છે. આ પ્રમાણે પૂર્વે સમજાવેલી નીતિ-રીતિ મુજબ નારકીના જીવો છે આમ સ્વીકારવું જોઈએ. આગમશાસ્ત્રોમાં કહેલી ગાથાઓના અર્થ પણ આ જ પ્રમાણે સમજવા જોઈએ. તે આ પ્રમાણે -
सततमनुबद्धमुक्तं दुःखं नरकेषु तीव्रपरिणामम् । તિર્થસૂચ્છ-ભય-ક્ષgવાવુિં સુવું વાન્યમ્ II II
નારકીના જીવોમાં તીવ્ર પરિણામવાળું નિરંતર જોડાયેલું દુઃખ જ કહેલું છે. જ્યારે તિર્યચોમાં ગરમીનું-ભયનું-ભૂખનું અને તૃષાનું દુઃખ કહેલું છે. પરંતુ પ્રકાશાદિનું અલ્પ સુખ પણ કહેલું છે. (એકલું કેવળ દુઃખ જ હોય આમ બનતું નથી.)
सुखदुःखे मनुजानां, मनःशरीराश्रये बहुविकल्पे । सुखमेव तु देवानामल्पं दुःखं तु मनसि भवम् ॥२॥
મનુષ્યોને મન અને શરીરના સંબંધવાળું ઘણા ભેદોવાળું દુઃખ અને સુખ બને હોય છે. જ્યારે દેવોને વધારે સુખ જ હોય છે. ફક્ત મનમાં થયેલું (અસંતોષ-ઈર્ષ્યા આદિનું) અલ્પ દુઃખ હોય છે.
આ રીતે વિચારતાં તીવ્રપાપના ઉદયવાળા અતિશય દુઃખી એવા નારકી જીવો આ સંસારમાં છે. આ અનુમાનથી સમજાવ્યું. ૧૮૯૮-૧૯૦૭ll.
પૂર્વે અનેક વાર કહેલાં અનુમાનોથી પણ “નારકીના જીવો છે” આ પ્રમાણે છે અકંપિત ! તમે સ્વીકારો. તે જણાવે છે -
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૮૪
આઠમા ગણધર - અકંપિત
ગણધરવાદ
सच्चं चेदमकंपिय ! मह वयणाओऽवसेसवयणं व । सव्वण्णुत्तणओ वा अणुमयसव्वण्णुवयणं व ॥१९०१॥ ( सत्यं चेदमकम्पित ! मम वचनादवशेषवचनमिव । સર્વજ્ઞત્વતો વાડનુમતસર્વ વનમિવ )
ગાથાર્થ - “નારકી છે” આ વચન હે અકંપિત ! સત્ય છે. કારણ કે મારું વચન હોવાથી, શેષ વચનની જેમ, અથવા તમારા માનેલા સર્વજ્ઞના વચનની જેમ આ પણ સર્વજ્ઞ વચન હોવાથી સત્ય છે. ll૧૯૦૧/l
વિવેચન - અથવા હે અકંપિત ! “નારકી છે” આ વચન સંપૂર્ણ સત્ય છે. મારું વચન હોવાથી (આ હેતુ છે). તમારા સંશય આદિના વિષયવાળું મારું વચન તમે જેમ સ્વીકાર્યું છે તેમ આ પણ મારું વચન હોવાથી તમે માની લો. જેમ તમે કહ્યા વિના જ મેં તમારા સંશયાદિ સર્વે કહ્યા છે તે સર્વજ્ઞ હોય તો જ કહી શકાય, અન્યથા કહી શકાતા નથી. તેથી હું વાસ્તવિક સર્વજ્ઞ છું. માટે મારા કથનથી પણ “નારકી છે” આમ તમે સ્વીકાર કરો.
અથવા તમારાં માનેલાં મનુસ્મૃતિ વગેરે શાસ્ત્રોને તથા જૈમિની આદિ દર્શનકારોનાં શાસ્ત્રોને “આ સર્વજ્ઞનાં વચનો છે” આમ સમજીને તમે સ્વીકારો છો. તેમ મારું આ વચન એ પણ સર્વજ્ઞનું વચન છે આમ સમજીને પણ સ્વીકારવું જોઈએ. ll૧૯૦૧//
વળી મારું વચન તમારે સ્વીકારવું જોઈએ. भय-राग-दोस-मोहाभावाओ सच्चमणइवाइं च । सव्वं चिय मे वयणं जाणयमज्झत्थवयणं व ॥१९०२॥ किह सव्वण्णुत्ति मई, पच्चक्खं सव्वसंसयच्छेया । મર્ય-રા-તોસહિયો, ત માવો સોમ ! ૨૬૦રૂ. (મય-રા--મોહમાવત્ સત્યનિતિપતિ ચ | सत्यमेव मे वचनं, ज्ञायकमध्यस्थवचनमिव ॥ कथं सर्वज्ञ इति मतिः, प्रत्यक्षं सर्वसंशयच्छेदात् । મય-રાગ-દ્વેષરહિત, તમિાવત્ સૌમ્ય! ) ગાથાર્થ - મારાં સર્વે પણ વચનો સત્ય છે અને અનતિપાતિ (દોષ વિનાનાં) છે.
Page #510
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
આઠમા ગણધર - અકંપિત
કારણ કે મારામાં ભય, રાગ, દ્વેષ અને અજ્ઞાનનો સર્વથા અભાવ છે, માર્ગને જાણનારા મધ્યસ્થ પુરુષના વચનની જેમ. ૧૯૦૨
૪૮૫
તમે સર્વજ્ઞ છો એમ મારે કેવી રીતે માની લેવું ? આવી બુદ્ધિ થાય તો સર્વ સંશયને હું છંદનાર છું. તથા ભય, રાગ અને દ્વેષથી રહિત છું. કારણ કે હે સૌમ્ય ! તેનાં કોઈ લિંગો મારામાં દેખાતાં નથી. ।।૧૯૦૩
વિવેચન - ઉપર કહેલી બે ગાથાઓમાંથી પહેલી ગાથા તો ૧૫૭૮ મી ગાથાની તુલ્ય જ છે. ભાવાર્થ પણ તેમજ છે. ત્યાંથી જ જાણી લેવો. જેમ કોઈ વખત ગ્રામાન્તર જનારા માણસો માર્ગ ભૂલી ગયા હોય અથવા જે માર્ગે ચાલે છે તે માર્ગ બરાબર છે કે બરાબર નથી આવો સંદેહ હોય ત્યારે રસ્તામાં આવતા તે તે માર્ગના જાણકારને માર્ગ પૂછવામાં આવે છે. ત્યારે માર્ગજ્ઞ પુરુષ તે માર્ગસંબંધી ભય, રાગ અને દ્વેષ વિનાના હોવાથી મધ્યસ્થ તરીકે માર્ગ બતાવે છે અને તેનું વચન સાચું જ છે એમ સમજીને પૂછનારા સ્વીકારી લે છે. તેમ હે અપિત ! મારું પણ સઘળું વચન સત્ય છે, અનતિપાતિ (દોષ વિનાનું-નિર્દોષ) છે. કારણ કે મારામાં પણ ભયનો, રાગનો, દ્વેષનો અને મોહનો (અજ્ઞાનદશાનો) અભાવ જ છે.
અકંપિત - પરંતુ હે પ્રભુ ! તમે સર્વજ્ઞ જ છો એમ મારે કેવી રીતે જાણવું ? સર્વજ્ઞતાને જણાવનારું કોઈ લિંગ તો તમારામાં હોવું જોઈએને ?
ભગવાન - હે અકંપિત ! તમને જે જે સંશય હોય તે તે મને પૂછો કે જેથી તમને મારા વિષે સર્વજ્ઞપણાની પ્રતીતિ થાય. હું તમારા સર્વ સંશયને છેદનારો છું. માટે તમે કોઈ પણ પ્રશ્ન પૂછીને મારા વિષે સર્વજ્ઞપણાનો નિર્ણય કરી શકો છો. અથવા હે સૌમ્ય ! મારામાં ભય-રાગ-દ્વેષ અને અજ્ઞાનનો અભાવ છે. જેથી અસત્ય બોલવાનું હોતું જ નથી. અસત્ય બોલવાનાં આ ચાર કારણો છે. તે ચારમાંનું એક પણ કારણ મારામાં નથી. કેમકે તે ચારે કારણોનાં જે બાહ્યલિંગો છે તેનો મારામાં અભાવ છે. માટે પણ મારું વચન સંપૂર્ણ સત્ય અને નિર્દોષ છે આમ તમે સ્વીકારો.
વળી ૧૮૮૭ મી ગાથામાં વેદનાં જે બે વાક્યો જણાવવામાં આવ્યાં હતાં તેમાં પ્રથમ વાક્ય તો નારકી જીવોના અસ્તિત્વને જ સાધનારું છે. પરંતુ બીજું જે વાક્ય છે તેનો અર્થ “નારકી નથી”. આમ નારકીના નાસ્તિત્વને સૂચવનારું હોય એમ તમને લાગે છે. પરંતુ તેનો અર્થ તમે જે કરો છો તે બરાબર નથી.
“ન હૈં લૈ પ્રત્યે નારા: સૅન્તિ'' પરભવમાં કોઈ નારકી થતું નથી આવો અર્થ કરીને તમે નારકનો અભાવ જ છે આવી શંકા કરો છો. પરંતુ તમારો તે અર્થ અયુક્ત છે. આ
Page #511
--------------------------------------------------------------------------
________________
૪૮૬ આઠમા ગણધર - અકંપિત
ગણધરવાદ વાક્યનો અભિપ્રાય (ફલિતાર્થ) આ પ્રમાણે સમજવો જોઈએ - જેમ મેરૂપર્વત વગેરે કેટલાક પદાર્થો શાશ્વત છે, સૈકાલિક ધ્રુવ છે, તેવા મેરૂપર્વત આદિની જેમ પરભવમાં કેટલાક જીવો શાશ્વત (સદાકાલ) નારકીરૂપે જ રહે છે આવું નથી. અર્થાત્ નારકીપર્યાય પણ અમુક કાલ પૂરતો જ આવે છે. તેના આયુષ્ય પ્રમાણે દસ હજાર વર્ષથી તેત્રીસ સાગરોપમ સુધી જ આ પર્યાય રહે છે. સદાકાળ રહેતો નથી. આ પર્યાય પૂરો થતાં તે જ જીવ તિર્યંચ અથવા મનુષ્ય થાય છે પણ નારકી થતો નથી. આમ કહેનારનો આશય છે. તેથી આ ભવમાં જે ઉત્કૃષ્ટ પાપ કરે છે તે મરીને પરભવમાં અવશ્ય નારકી થાય છે અને ત્યાં લાંબો કાળ દુ:ખ જ ભોગવે છે. માટે કોઈએ પણ તેવું પાપ કરવું નહીં કે જેથી પરભવમાં નારકી થવું પડે. અર્થાત્ પરભવમાં નારકી ન થવું પડે તેથી તમે ઉત્કૃષ્ટ પાપથી વિરામ પામો. આવો સૂત્રકારનો આશય છે.
પરમાત્મા શ્રી મહાવીર પ્રભુની અમૃતતુલ્ય વાણી સાંભળવાથી આઠમા અકંપિતજી બ્રાહ્મણનો પણ સંશય છેદાયો. ll૧૯૦૨-૧૯૦૩/l.
સંશય છેદાયે છતે ત્યારબાદ અકંપિતજીએ શું કર્યું? તે કહે છે - छिन्नम्मि संसयम्मि, जिणेण जरा-मरण-विप्पमुक्केणं । सो समणो पव्वइओ, तिहिओ सह खंडियसएहिं ॥१९०४॥ (છિને સંશવે વિન, નર-મરણ-વિપ્રમુવલ્લેજ | સ: શ્રમUT: પ્રવ્રાત:, ત્રિમતુ સદ ઘvશતૈ: II)
ગાથાર્થ – જરા અને મરણથી મુક્ત એવા જિનેશ્વર પ્રભુ વડે અકંડિતજીનો સંશય છેદાયે છતે પોતાના ત્રણસો શિષ્યો સાથે તે શ્રમણે દીક્ષા લીધી. //૧૯૦૪
વિવેચન - ભાવાર્થ બહુ જ સુગમ છે તથા ૧૮૮૪ મી ગાથાની જેમ ભાવાર્થ જાણવો. “નારકી છે કે નારકી નથી” આવા પ્રકારનો અકંડિતજીનો સંશય પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે છેદાયો. સંશય છેદાયે છતે અકંપિતજીને પરમાત્મા પ્રત્યે પૂજ્યભાવ સવિશેષ પ્રગટ્યો અને પોતાના ત્રણસો શિષ્યો સાથે ત્યાંને ત્યાં જ દીક્ષિત થયા. જ્યારે અકંડિતજીએ દીક્ષા લીધી ત્યારે તેઓને આઠમા ગણધર તરીકે ઉદ્ઘોષિત કરાયા. ll૧૯૦૪
| આઠમા ગણધર શ્રી અકંડિતજીનો વાદ સમાપ્ત થયો.
Page #512
--------------------------------------------------------------------------
________________
I અચલણાતા નામના નવમાં ગણધર ||
હવે અલભ્રાતા નામના નવમા ગણધરનો વાદ લખાય છે - ते पव्वइए सोउं, अयलभाया आगच्छई जिणसगासं । वच्चामि ण वंदामि, वंदित्ता पज्जुवासामि ॥१९०५॥ आभट्ठो य जिणेणं, जाइ-जरा-मरणविप्पमुक्केणं ॥ नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१९०६॥ (तान् प्रव्रजितान् श्रुत्वाऽचलभ्राताऽऽगच्छति जिनसकाशम् । व्रजामि वन्दे, वन्दित्वा पर्युपासे ॥ आभाषितश्च जिनेन, जाति-जरा-मरण-विप्रमुक्तेन । નાના ર ગોત્રે ૨, સર્વન સર્વર્શિના )
ગાથાર્થ - તે આઠે ભાઈઓને દીક્ષિત થયેલા સાંભળીને “અચલભ્રાતા” નામના નવમા પંડિતજી પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ પાસે આવે છે અને મનમાં વિચારે છે કે “હું પણ પરમાત્મા પાસે જલ્દી જાઉં, વંદન કરું અને વંદન કરીને તેમની સેવા કરું, I/૧૯૦૫ll
ગાથાર્થ - જન્મ-જરા અને મૃત્યુથી મુક્ત બનેલા, સર્વજ્ઞ અને સર્વદશ એવા શ્રી મહાવીર પ્રભુ વડે “અચલભ્રાતા” એવા નામપૂર્વક તથા તેમના ગોત્રપૂર્વક તેમને બોલાવ્યા. (તમે ભલે આવ્યા. એમ વ્યવહારથી આવકાર્યા.) l/૧૯૦૬/l
વિવેચન - અલભ્રાતા નામના નવમાં પંડિતજી પોતાના આઠ વડીલોને પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ પાસે દીક્ષિત થયેલા સાંભળીને આશ્ચર્ય પામ્યા. ખરેખર આ સાચા જ સર્વજ્ઞ છે, વીતરાગ છે, પ્રભુ છે. હું પણ જલ્દી જલ્દી જાઉં. મારા મનનો સંદેહ પૂછું. નિઃસંદેહ થાઉં. વંદન કરું અને વંદન કરીને તેઓની સેવા કરું. આવા વિચારો મનમાં કરતા કરતા જ્યાં ભગવાન બિરાજે છે તે ભૂમિ તરફ જવા માટે પોતાના શિષ્ય પરિવાર સાથે નીકળ્યા. જ્યારે પ્રભુજીની નજીક પહોંચ્યા ત્યારે જન્મ-જરા અને મૃત્યુથી સર્વથા મુક્ત બનેલા એવા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ “હે અચલભ્રાત ! ઈત્યાદિ તેમનું નામ લેવા પૂર્વક તથા તેમના ગોત્રનું ઉચ્ચારણ કરવાપૂર્વક મધુર વાણીથી તેમને બોલાવ્યા. અર્થાત્ તમે ભલે અહીં આવ્યા એમ કોમલ આમંત્રણ પૂર્વક આવકાર્યા. કારણ કે આ
Page #513
--------------------------------------------------------------------------
________________
૪૮૮
નવમાં ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
જીવનું પોતાની વાણી સાંભળવાથી, સંશય છેદાવાથી નજીકના જ કાલમાં કલ્યાણ થવાનું છે એમ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ કેવલજ્ઞાનથી જાણે છે. તેથી ઉત્તમ જીવ છે આમ જાણીને વ્યવહારમાત્રથી આવકાર આપે છે. ll૧૯૦૫-૧૯૦૬//
અલભ્રાતાને બોલાવીને શું કહ્યું? તે કહે છે - किं मण्णे पुण्ण-पावं, अत्थि नत्थित्ति संसओ तुज्झ । वेयपयाण य अत्थं, न याणसि तेसिमो अत्थो ॥१९०७॥ (વિ મી પુથ-પાપં, મસ્તિ-નાસ્તીતિ સંશયસ્તવ | વેપાનીઝાર્થ, ૨ નાનાસિ તેષામયમર્થઃ )
ગાથાર્થ – હે અલભ્રાત ! પુણ્ય અને પાપ છે કે નહીં ? આવો તમને સંશય છે. અર્થાત્ આવું તમે મનમાં વિચારો છો વેદના પદોનો સાચો અર્થ તમે જાણતા નથી. તે પદોનો અર્થ આ પ્રમાણે છે. ll૧૯૦૭//
વિવેચન - હે આયુષ્યમાન્ અચલભ્રાત ! તમે મનમાં આવા આવા વિચારો કરો છો. આ સંસારમાં શું પુણ્ય અને પાપ છે કે નહીં ? સાંસારિક સુખ-સમૃદ્ધિ આપે તે પુણ્ય અને સાંસારિક દુઃખ આપે તે પાપ, આ બન્ને તત્ત્વો માનવાં કે ન માનવાં ? આવો સંશય તમારા મનમાં પ્રવર્તે છે. વેદોનાં પરસ્પર ભિન્ન ભિન્ન અર્થવાળાં પદો સાંભળવાના કારણે, પરસ્પર વિરુદ્ધ એવાં દર્શનોની શ્રુતિઓને જાણવાના કારણે તમને આ સંશય થયેલો છે. પરંતુ તમારો આ સંશય ઉચિત નથી. કારણ કે તે વેદનાં પદોનો સાચો અર્થ આ પ્રમાણે છે. જે હવે પછીની ગાથામાં કહેવામાં આવશે.
તે વેદનાં પદો આ પ્રમાણે છે. “પુપ વેન્દ્ર વિનં સર્વ, યક્ ભૂત ભવ્ય, ડતામૃતવચ્ચેશાનો યુનેન તિરોતિ' ઈત્યાદિ. આ વેદના પદો તથા તેનો અર્થ બીજા ગણધરવાદ પ્રસંગે જેવો કહેવાયો છે તેવો અર્થ અહીં સમજી લેવો. જગતમાં આ જે કંઈ દેખાય છે, તથા જે ભૂતકાળમાં થયું અને ભાવિમાં થશે તે સર્વે પુરુષમાત્ર જ છે. બીજું કંઈ જ નથી. (અર્થાત્ પુણ્ય-પાપ જેવું કોઈ તત્ત્વ નથી.) આવા પ્રકારનાં વેદનાં પદો સાંભળવાથી તમને પુણ્ય-પાપ છે કે નહી ? આવા પ્રકારનો સંદેહ થયેલો છે. ll૧૯૦ણા
मण्णसि पुण्णं पावं साहारणमहव दो वि भिन्नाइं । होज न वा कम्मं चिय सभावओ भवपपंचोऽयं ॥१९०८॥
Page #514
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
નવમાં ગણધર - અચલભ્રાતા
૪૮૯
(मन्यसे पुण्यं पापं, साधारणमथवा द्वे अपि भिन्ने । भवेन् न वा कर्मैव, स्वभावतो भवप्रपञ्चोऽयम् ॥)
ગાથાર્થ - કોઈ પુણ્યને જ માને છે, કોઈ પાપને જ માને છે, કોઈ બને મિશ્ર બનેલી એક વસ્તુ માને છે, કોઈ પુણ્ય અને પાપ એમ બન્નેને ભિન્ન ભિન્ન માને છે અને કોઈ કર્મ જ નથી, આ સંસારનો પ્રપંચ સ્વાભાવિક જ છે. એમ માને છે. તેથી તમે આવા પરસ્પર વિરુદ્ધ પાંચ વાદો સાંભળવાથી સંશયને પામ્યા છો. ll૧૯૦૮
વિવેચન - હે આયુષ્યમાન અચલભ્રાત ! કર્મની બાબતમાં જુદા જુદા દર્શનકારોના જુદા જુદા અભિપ્રાયો તમે સાંભળ્યા છે. તેથી તમારું મન શંકાશીલ બન્યું છે. કર્મની બાબતમાં અન્ય અન્ય તીર્થિકોનાં પાંચ પ્રકારનાં જુદાં જુદાં મન્તવ્યો છે. તે આ પ્રમાણે છે.
(૧) કોઈક તીર્થિકો એમ માને છે કે આ જગતમાં કેવલ એકલું પુણ્ય જ છે. પાપ છે જ નહીં આવું માનનારાનો આશય ૧૯૦૯મી ગાથામાં સ્પષ્ટ કરાય છે.
(૨) બીજા કેટલાક તીર્થિકોનું કહેવું છે કે આ સંસારમાં પાપ જ માત્ર છે. પુણ્ય છે જ નહીં. આવું માનનારાનો આશય ૧૯૧૦મી ગાથામાં સ્પષ્ટ કરાય છે.
| (૩) ત્રીજા કેટલાક દર્શનકારોનું કહેવું એવું છે કે આ સંસારમાં પુણ્ય અને પાપ એમ બને પરસ્પર સાથે મળીને બનેલી એક વસ્તુ છે. જેમ મેચક નામનો મણિ અનેક રંગોના મિશ્રણરૂપે બનેલો છે તેમ મિશ્રભાવે બનેલો, સુખ અને દુઃખાત્મક ફલના કારણસ્વરૂપે સાધારણપણે “પુણ્યપાપ” આવા નામવાળો એક જ પદાર્થ છે. આવી માન્યતા ધરાવનારનો આશય ૧૯૧૧મી ગાથામાં સમજાવાશે.
(૪) કોઈ કોઈ દર્શનકારો એમ માને છે કે સુખનું કારણ પુણ્ય અને દુઃખનું કારણ પાપ એમ પુણ્ય પણ જુદું છે અને પાપ પણ જુદું છે. ફલ બે જાતનાં છે માટે કારણ પણ બે જાતનાં છે. આ મતનો આશય ૧૯૧૨-૧૯૧૩ ગાથામાં સમજાવાશે.
(૫) વળી કોઈ કોઈ દર્શનકારો એમ માને છે કે મૂલથી કર્મ જેવું કોઈ તત્ત્વ જ નથી, પછી પુણ્ય-પાપની વાત તો કરવી જ શું? પુણ્ય-પાપ કે કર્મ આવું કંઈ જ નથી. આ જગતની તમામ વ્યવસ્થા સ્વભાવમાત્રથી જ છે. આ માન્યતા ધરાવનારાઓનો આશય પણ ૧૯૧૨-૧૯૧૩ ગાથામાં સ્પષ્ટ સમજાવાશે.
આ પ્રમાણે જુદા જુદા દર્શનકારોના જુદા જુદા પાંચ પ્રકારના વિચારો-મન્તવ્યો તમે સાંભળ્યા છે. આ પાંચે મંતવ્યો પરસ્પર વિરુદ્ધ વિચારધારા ધરાવે છે. તે સાંભળવાથી તમારા હૃદયમાં સંશય થયેલો છે કે શું ખરેખર પુણ્ય અને પાપ નામની કોઈ વસ્તુ
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૯૦
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ વાસ્તવિક છે કે ખાલી ખાલી આ વાર્તા જ છે? આવો સંશય હે અલભ્રાત ! તમને વર્તે છે. ll૧૯૦૮
જેઓના મતે કેવલ પુણ્ય જ છે પણ પાપ નથી આવી માન્યતા છે તે મતવાળા પ્રથમપક્ષને પુણ્ય માન્યું હોવાથી સુખ તો સંભવે. પણ દુઃખ કેમ ઘટશે ? તેવા પ્રશ્નનો ખુલાસો કરતાં પ્રથમ પક્ષની માન્યતાવાળા કહે છે કે -
पुण्णुक्करिसे सुभया, तरतमजोगावगरिसओ हाणी । तस्सेव खए मोक्खो, पत्थाहारोवमाणाओ ॥१९०९॥ (पुण्योत्कर्षे शुभता, तरतमयोगापकर्षतो हानिः । तस्यैव क्षये मोक्षः, पथ्याहारोपमानात् ॥)
ગાથાર્થ - પુણ્યના ઉત્કર્ષમાં અત્યન્ત સુખ હોય છે. તેની તરતમતાના કારણે અપકર્ષ થવાથી સુખની હાનિ થાય છે. તેનો સર્વથા ક્ષય થયે છતે મોક્ષ થાય છે. અહીં હિતકારી આહારની ઉપમાથી સર્વ વાત સમજી લેવી. ll૧૯૦૯ll
વિવેચન - “પુનાતીતિ પુણ” જે આ જીવને સુખી કરે તે પુણ્ય. તે પુણ્યકર્મનો ઉત્કર્ષ થયે છતે એટલે કે અંશે અંશે વૃદ્ધિ થયે છતે સુખની પણ અનુક્રમે વૃદ્ધિ થાય છે. જેમ જેમ પુણ્યનો ઉત્કર્ષ વધતો જાય છે તેમ તેમ સુખમાં પણ વધારો થતો જાય છે. યાવત્ સૌથી ઉત્કૃષ્ટ એવું સ્વર્ગનું સુખ ઉત્કૃષ્ટ પુણ્યથી પ્રાપ્ત થાય છે.
તે જ પુણ્યકર્મ તરતમતાવાળું હોવાથી જ્યારે અપકર્ષ પામે છે, અંશે અંશે ઘટતું જાય છે ત્યારે પુણ્યનો અપકર્મ (ઘટાડો) થવાથી સુખની પણ હાનિ થાય છે તે સુખની હાનિને જ દુઃખ કહેવાય છે. આખી વાતનો સાર એ છે કે – જેમ જેમ પુણ્ય વૃદ્ધિ પામે છે તેમ તેમ સુખ વધે છે અને જેમ જેમ પુણ્યનો અપકર્ષ (પુણ્યની હાનિ) થાય છે તેમ તેમ જીવોને અનુક્રમે (સુખની હાનિ થાય છે એટલે કે, દુઃખની પ્રાપ્તિ થાય છે. એમ કરતાં કરતાં જ્યારે પુણ્યકર્મની બહુ જ હાનિ થાય છે ત્યારે ઉત્કૃષ્ટ દુઃખ આવે છે. એટલે કે સૌથી ઉત્કૃષ્ટ નરકનું દુઃખ પુણ્યની હાનિથી જ આવે છે. માટે પાપ જેવું કોઈ તત્ત્વ નથી.
પુણ્યની વૃદ્ધિથી સુખ, પુણ્યની હાનિથી દુઃખ અને પુણ્યકર્મનો સર્વથા ક્ષય થાય તો આ જીવોને સાંસારિક સુખનો અને સાંસારિક દુઃખનો એમ સર્વનો ક્ષય થાય છે. તેથી આ જીવોની મુક્તિ થાય છે. આમ કેવલ પુણ્યકર્મ જ છે, પણ પાપકર્મ નથી. આ વાત પથ્ય આહારની ઉપમાથી સમજવી. જેમ પથ્ય (હિતકારી-કલ્યાણકારી) એવા આહારની
Page #516
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ નવમાં ગણધર - અચલભ્રાતા
૪૯૧ વૃદ્ધિ થાય તો આરોગ્યની વૃદ્ધિ થાય છે, તેમ પુણ્યની વૃદ્ધિ થાય છે ત્યારે સુખની વૃદ્ધિ થાય છે અને જ્યારે પથ્ય આહારની હાનિ થાય અથવા પથ્ય આહારનો પરિહાર થાય ત્યારે આરોગ્યની પણ હાનિ થાય એટલે કે સરોગતા આવે છે. એમ પુણ્યની હાનિ થયે છતે સુખની હાનિ થવાથી દુઃખની પ્રાપ્તિ થાય છે. સર્વથા પથ્ય આહારનો જ્યારે ત્યાગ કરવામાં આવે છે ત્યારે જીવન જ સમાપ્ત થાય છે અર્થાત્ મરણ થાય છે તેમ સર્વથા પુણ્યકર્મનો જ્યારે ક્ષય થાય છે ત્યારે સંસારની જ સમાપ્તિ થાય છે. અર્થાત્ મોક્ષપ્રાપ્તિ થાય છે. આમ પુણ્યકર્મ જ એક છે, પાપકર્મ નથી અને એકલા પુણ્યકર્મની વૃદ્ધિથી તથા હાનિથી જ સુખ-દુઃખની પ્રાપ્તિ થાય છે. આવું માનનારાઓનો આશય શું છે ? તે આ ગાથામાં સ્પષ્ટ કર્યો છે. ll૧૯૦૯ાા
હવે એકલું પાપ જ છે આવું માનનારાનો આશય કહે છે - पावुक्करिसेऽहमया, तरतमजोगावगरिसओ सुभया । तस्सेव क्खए मोक्खो अपत्थभत्तोवमाणाओ ॥१९१०॥ (पापोत्कर्षेऽधमता, तरतमयोगापकर्षतः शुभता । तस्यैव क्षये मोक्षोऽपथ्यभक्तोपमानात् ॥)
ગાથાર્થ - પાપના ઉત્કર્ષમાં અત્યન્ત દુ:ખ હોય છે. તેની તરતમતાના કારણે અપકર્ષ થવાથી દુ:ખની હાનિ થાય છે. અર્થાત્ સુખ થાય છે. તેનો સર્વથા ક્ષય થયે છતે મોક્ષ થાય છે. અહીં અહિતકારી ભોજનની ઉપમાથી સમજી લેવું. ૧૯૧all
વિવેચન - આગલી ગાથામાં પુણ્યના ઉત્કર્ષથી સુખ અને પુણ્યના અપકર્ષથી દુઃખ જેમ સમજાવ્યાં છે તેનાથી વિપરીતપણે અપથ્ય આહારની ઉપમાથી પાપના ઉત્કર્ષ અને અપકર્ષમાં દુઃખ-સુખ સમજવું.
જેમ અપથ્ય ભોજનની વૃદ્ધિથી રોગની વૃદ્ધિ થાય છે તેમ “પશર્યાતિ માત્માન પત્નીનયતીતિ પાપ” “આત્માને મલીન કરે, દુઃખી કરે તે પાપ” આવા પ્રકારના પાપની જેમ જેમ વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ દુઃખની વૃદ્ધિ થવા સ્વરૂપ અધમતા પ્રાપ્ત થાય છે. અનુક્રમે દુઃખ વધતું જ જાય છે. યાવત્ ઉત્કૃષ્ટ પાપના ઉદય વખતે ઉત્કૃષ્ટ એવું નરકનું દુઃખ આવે છે.
તથા અપથ્ય ભોજનની હાનિથી જેમ રોગની હાનિ થાય છે. એટલે કે આરોગ્યની વૃદ્ધિ થાય છે તેમ પાપના અપકર્ષથી અનુક્રમે દુઃખની હાનિ થાય છે એટલે કે સુખની
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૯૨
નવમાં ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
વૃદ્ધિ થાય છે. યાવત્ ઉત્કૃષ્ટપણે સ્વર્ગના સુખની પ્રાપ્તિ પણ થાય છે. આ રીતે અપથ્ય આહારની વૃદ્ધિથી રોગની વૃદ્ધિ અને અપથ્ય આહારની હાનિથી રોગની હાનિ અને આરોગ્યની વૃદ્ધિ જેમ થાય છે તેમ પાપના ઉત્કર્ષથી દુઃખની વૃદ્ધિ અને પાપના અપકર્ષથી જ દુઃખની હાનિ અને સુખની વૃદ્ધિ ઘટી શકે છે. પુણ્યકર્મ માનવાની શી જરૂર છે ?
તથા અપથ્ય આહારનો સર્વથા ત્યાગ કરવાથી જેમ પરમ આરોગ્યની પ્રાપ્તિ થાય છે એમ પાપકર્મનો સર્વથા ક્ષય થયે છતે આ જીવનો મોક્ષ થાય છે. આ પ્રમાણે આ સંસારમાં કેવલ એકલું પાપકર્મ જ છે પુણ્યકર્મ જેવું કોઈ તત્ત્વ નથી, પાપની વૃદ્ધિમાં દુઃખની વૃદ્ધિ અને પાપની હાનિમાં દુઃખની હાનિ એટલે કે સુખની વૃદ્ધિ અને પાપનો સર્વથા ક્ષય થાય ત્યારે મુક્તિ થાય છે. આ બીજો પક્ષ જાણવો. પાપકર્મ જ એક છે. પુણ્ય કર્મ નથી પાપકર્મની હાનિ-વૃદ્ધિથી જ સુખ-દુઃખ ઘટી શકે છે. આવું માનનારાઓનો આશય આ ગાળામાં સમજાવ્યો છે. ||૧૯૧oll
સંકીર્ણ બનેલું અથવા પુણ્ય અને પાપ જેમાં મિશ્ર છે એવું “પુણ્યપાપ” નામનું એક જ કર્મ છે. બે કર્મ જુદાં જુદાં નથી. આવો ત્રીજો પક્ષ કેટલાકનો છે. તે હવે સમજાવે છે -
साहारणवण्णादि व अह साहारणमहेगमेत्ताए । उक्करिसावगरिसओ, तस्सेव य पुण्णपावक्खा ॥१९११॥ (साधारणवर्णादीवाथ साधारणमथैकमात्रया । उत्कर्षापकर्षतस्तस्यैव च पुण्यपापाख्या ॥)
ગાથાર્થ - જેમ સાધારણ વર્ણાદિવાળી તુલ્ય માત્રાએ બે વસ્તુ સાથે મળી હોય તેમ આ બન્નેનું સરખી માત્રાથી મળેલું એક કર્મ છે અને તેમાં જ ઉત્કર્ષ તથા અપકર્ષ થવાથી તેનું જ પુણ્ય અથવા પાપ આવું નામ પ્રવર્તે છે. l/૧૯૧૧/l
વિવેચન - આ ગાથામાં ત્રીજા વિકલ્પની વાત કરે છે. કેટલાક દર્શનકારો એકલું પુણ્યકર્મ જ છે આમ માને છે આ પહેલો વિકલ્પ છે. કેટલાક એકલું પાપકર્મ જ છે આમ માને છે આ બીજો વિકલ્પ છે. તેમ ત્રીજો વિકલ્પ આવો છે એટલે કે બીજા કેટલાક દર્શનકારોનું એવું માનવું છે કે પુણ્ય અને પાપ બન્ને સરખી-સરખી માત્રાએ સાથે મળીને બનેલું-સંકીર્ણ થયેલું “પુણ્યપાપ” આવા નામવાળું એક જ કર્મ છે. જેમ સરખી-સરખી માત્રાએ હરિતાલ (હરડે) અને ગુલિક (ગોળ) વગેરે બે પદાર્થો સાથે મળીને એક દ્રવ્ય બન્યું હોય તેમ આ બન્ને સરખી માત્રાએ સાથે મળીને બનેલા એક દ્રવ્યરૂપ કર્મ છે.
Page #518
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
૪૯૩
અથવા જેમ મેચકમિણ અનેક વર્ણોનો બનેલો છે તેમ આ કર્મ પણ બન્ને ભાવોના મિશ્રણરૂપે બનેલું છે. અથવા જેમ નરસિંહ અવતાર આદિમાં અર્ધો નર અને અર્ધો સિંહ છે તેમ અર્ધ-અર્ધા પુણ્ય-પાપના બે ભાગોનું સાથે મળીને બનેલું આ “પુણ્યપાપ” આવા નામવાળું કર્મ છે.
પ્રશ્ન - જો આ એક જ વસ્તુ છે તો પરસ્પર વિરોધી વિષયવાળું એવું પુણ્ય અને પાપ આવાં બે નામો એક જ વસ્તુનાં એકી સાથે કેમ હોઈ શકે ? તથા પુણ્યનો અંશ તેમાં હોવાથી જો સુખનું સાધન હોય તો તેને પાપ કેમ કહેવાય ? અને તેમાં પાપનો અંશ હોવાથી જો દુઃખનું કારણ હોય તો તેને પુણ્ય આવું નામ કેમ કહેવાય ? આ રીતે પરસ્પર
વિરોધી એવાં બે નામો એકી સાથે એકમાં કેમ ઘટે ?
ઉત્તર - જો કે આ પુણ્ય અને પાપ એમ બન્ને સાથે મળીને બનેલી આ એક જ વસ્તુ છે. તો પણ તેમાં જ્યારે કોઈ પણ એકમાત્રાનો ઉત્કર્ષ અને બીજી માત્રાનો અપકર્ષ થાય છે ત્યારે તેનું “પુણ્યપાપાખ્ય’” આવું નામ ન રહેતાં પુણ્યમાત્ર અથવા પાપમાત્ર આવું નામ પડે છે. સારાંશ એ છે કે બન્ને સાથે મળીને એક વસ્તુસ્વરૂપે બનેલા આ કર્મમાં જ્યારે કોઈ એક માત્રાનો ઉત્કર્ષ થાય, ધારો કે પુણ્યવાળી માત્રાનો ઉત્કર્ષ થાય છે ત્યારે તેને પુણ્યમાત્ર કહેવાય છે. એવી જ રીતે પાપવાળી માત્રાનો ઉત્કર્ષ જ્યારે થાય છે ત્યારે તેને પાપમાત્ર કહેવાય છે. આ રીતે પુણ્યની માત્રાના ઉત્કર્ષથી જીવ સુખી થાય છે અને પાપની માત્રાના ઉત્કર્ષથી જીવ દુ:ખી થાય છે.
તથા તેમાં જ પુણ્યની માત્રાનો અપકર્ષ થવાથી તેને જ પાપ કહેવાય છે અને પાપની માત્રાનો અપકર્ષ થવાથી તેને જ પુણ્ય કહેવાય છે. આ રીતે પુણ્યની માત્રા ઘટવાથી જીવ દુ:ખી થાય છે અને પાપની માત્રા ઘટવાથી આ જ જીવ સુખી થાય છે. આમ ત્રીજા વિકલ્પવાળાની આવી માન્યતા છે કે “પુણ્યપાપ” નામનું સંકીર્ણ એવું એક કર્મ છે તેવા પ્રકારના એક કર્મથી જ સુખ-દુઃખ બન્ને ઘટી શકે છે. માટે સ્વતંત્રપણે પુણ્ય અને પાપકર્મ બન્ને જુદાં છે આવું માનવાની જરૂર નથી. II૧૯૧૧॥
હવે ચોથો પક્ષ અને પાંચમો પક્ષ સમજાવે છે
-
एवं चिय दो भिन्नाई होज्ज, होज्ज व सभावओ चेव । भवसंभूई, भण्णइ न सभावाओ जओऽभिमओ ॥१९९२ ॥
होज्ज सभाओ वत्थं, निक्कारणया व वत्थुधम्मो वा । जइ वत्थं णत्थि तओ ऽणुवलद्धीओ खपुष्पं व ॥१९१३॥
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૯૪
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
( एवमेव द्वे भिन्ने भवेतां, भवेद् वा स्वभावत एव । भवसम्भूतिः, भण्यते न स्वभावाद् यतोऽभिमतः ॥ भवेत्स्वभावो वस्तु, निष्कारणता वा वस्तुधर्मो वा । यदि वस्तु नास्ति, सकोऽनुपलब्धेः खपुष्पमिव ।)
ગાથાર્થ - આ જ પ્રમાણે કેટલાકના મતે પુણ્ય અને પાપ એમ બન્ને કર્મો ભિન ભિન્ન છે. વળી કેટલાકના મતે સ્વભાવમાત્રથી જ આ સંસારની ઉત્પત્તિ છે. આ પાંચે વિકલ્પોમાં હવે સાચો ઉત્તર વિચારાય છે. સ્વભાવમાત્રથી આ સંસારની ઉત્પત્તિ ઘટતી નથી. કારણ કે સ્વભાવ એ શું કોઈ વસ્તુ સ્વરૂપ છે ? કે નિષ્કારણતા છે ? કે વસ્તુનો ધર્મમાત્ર છે ? જો સ્વભાવ એ વસ્તુમાત્ર કહો તો તે પક્ષ બરાબર નથી. કારણ કે આકાશપુષ્પની જેમ સ્વભાવાત્મક તે વસ્તુ દેખાતી નથી. માટે નથી. ll૧૯૧૨-૧૯૧૩ll
વિવેચન - ત્રણ વિકલ્પો કહીને હવે ચોથા વિકલ્પવાળાનો મત કહે છે. આ જ પ્રમાણે કેટલાકના મતે પુણ્ય અને પાપ બન્ને પ્રકારનાં કર્મ છે અને તે સ્વતંત્ર છે કારણ કે તે બન્નેના ફળભૂત એવાં સુખ અને દુઃખ બને જુદાં જુદાં અનુભવાય છે. એકસાથે બને અનુભવાતાં નથી. આ રીતે સુખ એ પુણ્યકર્મનું ફળ છે અને દુઃખ એ પાપકર્મનું ફળ છે એમ બન્નેનાં ભિન્ન ભિન્ન કાર્ય દેખાતાં હોવાથી તે બન્નેના કારણભૂત એવાં બને કર્મો પણ પુણ્ય અને પાપના નામે અલગ અલગ છે. આવો ચોથો મત છે.
હવે પાંચમાં મતવાળાનું એવું માનવું છે કે પુણ્યકર્મ પણ નથી અને પાપકર્મ પણ નથી. આ બન્ને કર્મો વિના સ્વભાવમાત્રથી જ આ સંસારની વિચિત્રતા સંભવે છે. કર્મ જેવું કોઈ કારણ નથી. જેમ આકાશમાં વાદળોની ઘટા સ્વાભાવિકપણે જ ભિન્ન ભિન્ન આકારે બને છે તેમ આ સંસારની વિચિત્રતા સ્વાભાવિકપણે જ પ્રવર્તે છે. આમ પુણ્ય અને પાપની બાબતમાં પાંચ મતો છે. તે દર્શાવ્યા છે. આવા પાંચ મતો સાંભળવાથી હે અચલભ્રાત ! તમને સંશય થયો છે. પરંતુ તે સંશય કરવા જેવો નથી. કારણ કે ઉપરોક્ત પાંચ વિકલ્પોમાંથી માત્ર ચોથા નંબરવાળો એક જ વિકલ્પ આદરવા જેવો છે. બાકીના સર્વે વિકલ્પો આદરવા જેવા નથી. બાકીના ૧, ૨, ૩ અને ૫ આ ચાર પક્ષો ખોટા છે તેથી તે પક્ષોનું ખંડન હવે અમે સમજાવીએ છીએ.
ત્યાં પ્રયાસત્તિન્યાયને અનુસરીને પાંચમાં વિકલ્પનું પ્રથમ ખંડન કરે છે. “જે નજીકનો પક્ષ હોય તેને પ્રત્યાસત્તિ કહેવાય છે” ઉપર જે ક્રમશઃ પાંચ પક્ષો સમજાવાયા, તેમાં છેલ્લો પાંચમો પક્ષ હમણાં જ બતાવ્યો છે. એટલે ઉલટા ક્રમે તે અતિશય નજીક છે એમ સમજીને પાંચમા વિકલ્પનો ઉત્તર સૌથી પ્રથમ કહેવાય છે -
Page #520
--------------------------------------------------------------------------
________________
નવમા ગણધર - અચલભ્રાતા
૪૯૫
भण्यते, न स्वभावतो भवसम्भूतिः હવે સૌથી પ્રથમ પાંચમા વિકલ્પનો ઉત્તર કહેવાય છે. સ્વભાવમાત્રથી આ સંસારની વિચિત્રતા સંભવતી નથી. કારણ કે જેને તમે સ્વભાવ કહો છો તે શું કોઈ વસ્તુ છે ? એટલે કે ઘટ-પટ આદિ પદાર્થની જેમ શું કોઈ વસ્તુવિશેષ છે ? કે કોઈપણ કારણનું ન હોવું અર્થાત્ નિષ્કારણતા જે છે તેને જ તમે સ્વભાવ કહો છો ? કે આ સ્વભાવ એ કોઈ વસ્તુનો ધર્મ છે એમ તમે માનો છો ? આમ સ્વભાવની બાબતમાં ત્રણ વિકલ્પો હોઈ શકે છે ? ૧. વસ્તુવિશેષ, ૨. નિષ્કારણતા, અને ૩. વસ્તુધર્મ.
ગણધરવાદ
=
હવે સ્વભાવ એ ઘટ-પટની જેમ એક વસ્તુવિશેષ છે આમ જો કહો તો તે પક્ષ બરાબર નથી. કારણ કે જેમ ઘટ-પટ દેખાય છે તેમ સ્વભાવ એ જો કોઈ વસ્તુવિશેષ હોય તો દેખાવો જોઈએ પણ દેખાતો નથી. માટે જેમ આકાશનું પુષ્પ દેખાતું નથી તેથી નથી, તેમ સ્વભાવ પણ દેખાતો નથી માટે નથી. તેથી સ્વભાવ એ કોઈ વસ્તુવિશેષ છે, આ પક્ષ તો બરાબર નથી. II૧૯૧૨-૧૯૧૩
હવે “આ સ્વભાવ દેખાતો નથી, તો પણ છે” આવા પ્રકારનો જો તમે બચાવ કરો તો તે બચાવનો જવાબ આપતાં કહે છે કે -
-
अच्चतमणुवद्धो वि, अह तओ अत्थि नत्थि किं कम्मं ? । हे व तदत्थित्ते जो नणु कम्मस्स वि स एव ॥१९१४॥ कम्मस्स वाभिहाणं होज्ज, सभावोत्ति होउ को दोसो ? । पइनिययागाराओ, न य सो कत्ता घडस्सेव ॥१९१५॥ ( अत्यन्तमनुपलब्धोऽप्यथ सकोऽस्ति नास्ति किं कर्म ? । हेतुर्वा तदस्तित्वे यो ननु कर्मणोऽपि स एव ॥ कर्मणो वाभिधानं भवेत्स्वभाव इति भवतु को दोषः ? । प्रतिनियताकाराद् न च स कर्ता घटस्येव ॥ )
ગાથાર્થ - સ્વભાવ દેખાતો નથી છતાં જો છે, તો પછી કર્મ (પણ દેખાતું નથી આટલા માત્રથી) નથી આમ કેમ ? અથવા સ્વભાવના અસ્તિત્વમાં જે હેતુ છે તે જ હેતુ કર્મના અસ્તિત્વમાં પણ હો. ૧૯૧૪૫
અથવા કર્મનું જ બીજું નામ સ્વભાવ હો એમ માનવામાં શું દોષ ? વળી શરીરાદિ
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૯૬
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
પ્રતિનિયત આકારવાળાં હોવાથી તે સ્વભાવ શરીરાદિનો કર્તા ઘટી શકે નહીં. જેમ ઉપકરણ વિના કુંભાર ઘટનો કર્તા થઈ શકે નહીં તેમ. ૧૯૧પો
વિવેચન - જો સ્વભાવ એ ઘટ-પટની જેમ એક પ્રકારનો પદાર્થવિશેષ જ છે, પણ દેખાતો નથી. આમ હે અલભ્રાત ! જો તમે માનો તો “ન દેખાય એવી વસ્તુ પણ જગતમાં હોય છે” આ વાત તો નક્કી થઈ જ ગઈ અને જો ન દેખાય તેવો પણ સ્વભાવ નામનો આ પદાર્થ જગતમાં હોય છે આવું માનો તો “પુણ્ય અને પાપ નામના કર્મને માનવામાં પણ આ જાય તો સમાન જ છે.” એટલે કે પુણ્ય અને પાપ નામનું કર્મ પણ ભલે દેખાતું નથી, પણ હોઈ શકે છે. આમ માનવું તે શું ખોટું છે ? અર્થાત્ ન દેખાતા એવા પણ સ્વભાવને જો તમે માનો છો તો ન દેખાતા એવા પુણ્ય-પાપ કર્મને પણ માની લેવાં જોઈએ. નથી દેખાતાં માટે નથી આવી દલીલ ન કરવી જોઈએ.
અથવા “ન દેખાતા એવા પણ સ્વભાવના અસ્તિત્વને માનવામાં” જે દલીલ (હેતુ) તમારી પાસે છે તે જ દલીલ કર્મના અસ્તિત્વને માનવામાં પણ લાગી શકે છે. જે યુક્તિથી તમે સ્વભાવનું અસ્તિત્વ માનો છો તે જ હેતુથી તમે કર્મનું અસ્તિત્વ પણ સ્વીકારો.
અથવા “સ્વભાવ” એવું તમે જે પદાર્થનું નામ આપો છો તે પદાર્થ જ કર્મસ્વરૂપ હો. એટલે કે અમે જેને કર્મ કહીએ છીએ તેને જ તમે સ્વભાવ માન્યો. માત્ર નામફરક થયો. વસ્તુ તો તેની તે જ રહી. અર્થાત્ સ્વભાવ એ કર્મનું બીજું નામ જ થયું. સ્વભાવના નામે પણ પુણ્ય-પાપ કર્મ જ સ્વીકારાયું. કારણ કે સ્વભાવ એ ઘટ-પટની જેમ એક પ્રકારની વસ્તુવિશેષ છે તેમ કર્મ એ પણ એક પ્રકારની કાર્મણવર્ગણાના પુદ્ગલોની બનેલી વસ્તુ વિશેષ જ છે. આ રીતે સ્વભાવના નામે પણ તમે કર્મતત્ત્વ જ સ્વીકાર્યું.'
વળી “સ્વભાવ” સદા એક પ્રકારનો જ હોય છે અને શરીરાદિ જુદા જુદા ભવોમાં પોત-પોતાના ભવને અનુરૂપ પ્રતિનિયત આકારવાળાં ભિન્ન ભિન્ન હોય છે. આ કેમ ઘટશે? જેમ મનુષ્યના ભવમાં મનુષ્યના આકારે શરીર, ગાયના ભવમાં ગાયના આકારે શરીર, ઘોડાના ભાવમાં ઘોડાના આકારે શરીર, હાથીના ભાવમાં હાથીના આકારે શરીર આમ અનેક ભવોમાં અનેક આકારવાળાં અને તે પણ અમુક પ્રકારના ચોક્કસ આકારવાળાં શરીરોની પ્રાપ્તિ જે થાય છે તે એક સ્વરૂપવાળા સ્વભાવથી બનવાં શક્ય નથી.
જેમ કુંભાર ઘડા બનાવવાના સ્વભાવવાળો છે પરંતુ સાધનભૂત સામગ્રી ભિન્ન ૧. આ ગાથાઓમાં કરેલી સ્વભાવની ચર્ચા પૂર્વે ગાથા ૧૬૪૩માં તથા ૧૭૮૬-૧૭૮૭-૧૭૮૮
૧૭૯૦ માં આવેલી છે. ત્યાંથી વિશેષ જાણી લેવી.
Page #522
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
૪૯૭
ભિન્ન મળે છે તો જ ભિન્ન ભિન્ન પ્રતિનિયત આકારના ઘડા બનાવે છે. જો સાધનસામગ્રી ભિન્ન ભિન્ન ન મળી હોત તો ઘટ બનાવવાના સ્વભાવમાત્રથી આવા પ્રતિનિયત આકારવાળા ઘટ કુંભારથી બની શકે નહીં. તેવી જ રીતે “કર્મ” નામની સાધનસામગ્રી વિના દરેક ભવમાં તે તે ભવને અનુરૂપ પ્રતિનિયત આકારવાળી શરીરાદિની રચના એકરૂપવાળા સ્વભાવમાત્રથી સંભવી શકે નહીં. તેથી કર્મ નામનું સ્વતંત્ર નિમિત્તકારણ તમારે માનવું જોઈએ. ll૧૯૧૪-૧૯૧૫ll
मुत्तो अमुत्तो व तओ, जइ मुत्तो तोऽभिहाणओ भिन्नो । कम्मत्ति सहावोत्ति य, जइ वाऽमुत्तो न कत्ता तो ॥१९१६॥ देहाणं वोमं पिव, जुत्ता कज्जाइओ य मुत्तिमया । अह सो निक्कारणया, तो खरसिंगादओ होंतु ॥१९१७॥ (मूर्तोऽमूर्तो वा सको, यदि मूर्तस्ततोऽभिधानतो भिन्नः । कर्म इति स्वभाव इति, च यदि वाऽमूर्तो न कर्ता ततः ॥ देहानां व्योमेव, युक्ता कार्यादितश्च मूर्तिमता । अथ स निष्कारणता, ततः खरशृङ्गादयो भवन्तु ॥)
ગાથાર્થ - વળી તે સ્વભાવ મૂર્તિ છે કે અમૂર્ત છે ? જો મૂર્ત છે તો “આ કર્મ છે અને આ સ્વભાવ છે. આમ નામમાત્રથી જ વસ્તુ ભિન્ન થઈ અને જો તે સ્વભાવ અમૂર્ત છે તો તે સ્વભાવ આકાશની જેમ દેહાદિ ભાવોનો કર્તા થશે નહીં. તથા કાર્ય મૂર્તિ હોવાથી તે સ્વભાવને મૂર્તિ માનવો જ યુક્તિયુક્ત છે અને જો મૂર્ત માનો તો નામાન્તરથી કર્મ જ સ્વીકારેલું થશે. હવે જો તે સ્વભાવ નિષ્કારણતા રૂપ જ કહેશો તો ખરશૃંગાદિ પણ હો. /૧૯૧૬-૧૯૧૭ll.
વિવેચન - વળી તમે જે “સ્વભાવ” નામનો પદાર્થ માનો છો તે શું મૂર્તિ છે? (એટલે કે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવાળો રૂપી પદાર્થ છે ?) કે શું અમૂર્ત છે ? (એટલે કે અરૂપી છે ?) હવે જો આ સ્વભાવ નામનો પદાર્થ મૂર્તિ છે એટલે કે રૂપી છે તો અમે જે કર્મ કહીએ છીએ તે જ તત્ત્વ તમે સ્વીકાર્યું. ફક્ત નામમાત્રથી જ ભેદ રહ્યો. અમે જેને કર્મ કહીએ છીએ તેને જ તમે સ્વભાવ કહ્યો. કારણ કે અમે જે કર્મ નામનું કારણ માનીએ છીએ તે પુગલદ્રવ્ય હોવાથી રૂપી છે. તેવો જ આ સ્વભાવ પણ તમે રૂપી પદાર્થ માન્યો એટલે તે પણ રૂપી જ છે. અર્થાત્ કર્મ જ છે. આમ નક્કી થઈ જ ગયું. તો પુણ્ય
Page #523
--------------------------------------------------------------------------
________________
૪૯૮
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
પાપ નામનું જે કર્મ છે તેને જ તમે નામાન્તર માત્રથી સ્વીકારનારા થયા. “કર્મ કહો કે સ્વભાવ કહો” તે બન્ને એક જ તત્ત્વ થયું.
હવે જો તે સ્વભાવ અમૂર્તિ છે આમ કહેશો તો તે સ્વભાવ આકાશની જેમ દેહાદિ (દેહ-ઈન્દ્રિયો-સુખ-દુઃખ વગેરે) ભાવોનો કર્તા બનશે નહીં. કારણ કે જે મૂર્તિ હોય છે તે જ કર્તા હોય છે. જેમકે ઘટ-પટ આદિ પદાર્થોનો કર્તા અનુક્રમે કુંભાર અને વણકર બને છે કે જે મૂર્તિ છે. પણ આકાશ કર્તા બનતું નથી કે જે અમૂર્તિ છે. તેમ આ સ્વભાવ પણ જો અમૂર્ત માનશો તો આકાશની જેમ તે સ્વભાવ દેહાદિ ભાવોનો કર્તા બની શકશે નહીં.
વળી તમે સ્વભાવ નામનું જે કારણ માનો છો તે મૂર્તિ જ માનવું યોગ્ય છે. અમૂર્ત માનવું યોગ્ય નથી. કારણ કે તેનું કાર્ય મૂર્તિ છે. માટે તે સ્વભાવ મૂર્ત જ હોવો જોઈએ. અમે દેહ-ઈન્દ્રિયો-સુખ-દુઃખાદિનું કારણ જે કર્મ કહીએ છીએ તે મૂર્તિ છે. કારણ કે તેના કાર્યભૂત દેહાદિ પણ મૂર્તિ છે. તેવી જ રીતે તમે સ્વભાવને કારણે માનો છો તે સ્વભાવથી જે દેહાદિ કાર્યો થાય છે તે સર્વે કાર્યો મૂર્તિ છે. તેથી સ્વભાવ પણ મૂર્ત જ માનવો પડશે અને મૂર્તિ માનો એટલે કર્મનું બીજું નામ જ થયું. પરમાર્થથી તો તે કર્મ જ થયું.
આ રીતે સ્વભાવને મૂર્તિ માનો તો તે નામાન્તરથી કર્મ જ સ્વીકાર્યું અને જો અમૂર્ત માનો તો આકાશની જેમ તે સ્વભાવ દેહાદિનો અકર્તા થશે. આવી તમને આપત્તિ આવશે.
હવે જો “નિષ્કારણતા” નામનો બીજો પક્ષ સ્વીકારો તો નિષ્કારણતા એટલે કે કોઈપણ કારણનું ન હોવું, સર્વથા કરણાભાવ અર્થાત્ જે સર્વથા “અસત્” છે. તેને તમે જો સ્વભાવ કહો અને આવી નિષ્કારણતાથી એટલે કે કારણાભાવમાત્રથી જો દેહાદિ થતાં હોય તો શશશૃંગ અને ખરશ્ચંગ આદિ જે પદાર્થો આ જગતમાં નથી. સર્વથા અસત્ છે. તેનાથી પણ દેહાદિ ભાવો થવા જોઈએ. જેમ નિષ્કારણતા એ કોઈ વસ્તુસ્વરૂપ નથી છતાં તેનાથી જો દેહાદિ થતા હોય તો તેની જેમ ખરઝંગ કે શશશ્ચંગ પણ કોઈ વસ્તુસ્વરૂપ નથી. તેનાથી પણ દેહાદિ ભાવો થાઓ આવા પ્રકારની “અસત્માંથી વસ્તુ ઉત્પન્ન થવાની” તમને આપત્તિ આવશે. “સ્વભાવ” એ શું કોઈ વસ્તુ છે ? એટલે કે શું ઘટપટ જેવી કોઈ વસ્તુ છે ? કે નિષ્કારણતા છે? કે વસ્તુનો ધર્મ છે ? આવા ત્રણ પક્ષો પૂર્વે જે કહેલા તેમાંથી બે પક્ષ પૂરા કરીને હવે પછીની ગાથામાં ત્રીજો પક્ષ કહીને તેનું ખંડન કરે છે. I/૧૯૧૬-૧૯૧૭lી.
अह वत्थुणो स धम्मो, परिणामो तो स कम्म-जीवाणं । पुन्नेयराभिहाणो, कारणकजाणुमेओ सो ॥१९१८॥
Page #524
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
૪૯૯
किरियाणं कारणओ, देहाईणं च कज्जभावाओ । कम्मं मदभिहियं ति य पडिवज तमग्गिभूइ व्व ॥१९१९॥ तं चिय देहाईणं किरियाणं पि य सुभासुभत्ताओ । पडिवज पुण्ण-पापं, सहावओ भिन्नजाईयं ॥१९२०॥ (अथ वस्तुनः स धर्मः, परिणामस्ततः स कर्म-जीवयोः । पुण्येतराभिधानः, कारणकार्यानुमेयः सः ॥ क्रियाणां कारणतो, देहादीनां च कार्यभावात् । कर्म मदभिहितमिति च, प्रतिपद्यस्व त्वमग्निभूतिरिव । तदेव देहादीनां, क्रियाणामपि च शुभाशुभत्वात् । प्रतिपद्यस्व पुण्यपापं स्वभावतो भिन्नजातीयम् ॥)
ગાથાર્થ - હવે જો તે સ્વભાવ એ વસ્તુનો ધર્મ છે આમ જો તમે માનો તો જીવ અને કર્મનો પુણ્ય-પાપ નામનો પરિણામ જ છે આમ નક્કી થઈ જ જાય છે અને તે કર્મ નામનું તત્ત્વ કારણ-તથા કાર્યથી અનુમેય છે. દાનાદિ અને હિંસાદિ ક્રિયાઓ કારણ હોવાથી તેના કાર્ય સ્વરૂપે અને દેહાદિ એ કાર્ય હોવાથી તેના કારણ સ્વરૂપે મારું કહેલું જે કર્મ, તે કર્મને તમે અગ્નિભૂતિની જેમ સ્વીકારો. તે દેહાદિકાર્ય અને દાનાદિ ક્રિયાઓ શુભાશુભ બે પ્રકારની હોવાથી પુણ્ય-પાપ નામનું કર્મ પણ બે પ્રકારનું છે અને તે સ્વભાવથી ભિન્ન જાતિવાળું છે આમ તમે સમજો અને સ્વીકારો. //૧૯૧૮-૧૯૧૯-૧૯૨all
| વિવેચન - હવે જો તમે ત્રીજો પક્ષ સ્વીકારો તો એટલે કે આ સ્વભાવ એ સ્વતંત્ર વસ્તુ પણ નથી અને નિષ્કારણતા પણ નથી પણ કોઈક વસ્તુનો ધર્મ છે. કોઈક વસ્તુનો પરિણામ છે. આમ જો કહો તો નક્કી થયું કે તે જીવ નામની વસ્તુનો અને કાર્મણવર્ગણા નામના પુદ્ગલદ્રવ્યનો જ પરિણામ છે. અર્થાત્ સમયે સમયે જીવમાં ક્રોધ-માન-માયા અને લોભાદિ સ્વરૂપે અથવા મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય અને યોગાત્મકભાવે આત્માનું જે પરિણમન થાય છે તે પરિણમન થવા સ્વરૂપ “પરિણામ” છે તે જ ભાવકર્મ છે અને કાર્મણવર્ગણાનું કર્મરૂપે રૂપાન્તર થવા સ્વરૂપ જે પરિણામ છે તે દ્રવ્યકર્મ છે. આમ જીવ અને કાશ્મણવર્ગણામાં પુદ્ગલોનું અનુક્રમે ભાવકર્મરૂપે અને દ્રવ્યકર્મરૂપે પરિણમન થવા રૂપ જીવ-કર્મનો પરિણામ જ છે. શુભ હોય તો પુણ્ય નામવાળો અને અશુભ હોય તો પાપ નામવાળો આ જીવ-પુદ્ગલનો પરિણામ માત્ર જ છે અને આ પરિણમન રૂપ કર્મ, એ
Page #525
--------------------------------------------------------------------------
________________
૫૦૦
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
કારણથી અને કાર્યથી અનુમાન કરવા યોગ્ય છે. એટલે કે બન્ને અનુમાનોથી “કર્મ”ની જ સિદ્ધિ થાય છે. તે અનુમાન આ પ્રમાણે છે.
જીવ અને કર્મનો પુણ્ય અને પાપ નામનો આ પરિણામ કારણ દ્વારા અને કાર્ય દ્વારા અનુમાન કરવા યોગ્ય છે. તે બન્ને અનુમાનો આ પ્રમાણે છે
कार्यभूतं कर्म अस्त्येव, दानादीनां हिंसादीनां च क्रियाणां कारणत्वात् यथा कृष्यादिक्रियाणां शालियवगोधूमादिफलम् ।
જેમ ખેતી-વેપાર અને રાંધવા આદિની ક્રિયાઓ એ કારણ છે તો તેના ફલસ્વરૂપે અર્થાત્ કાર્યસ્વરૂપે શાલિ-જવ અને ઘઉં વગેરે અનાજની પ્રાપ્તિ થવી, ધનની પ્રાપ્તિ થવી, આહારની પ્રાપ્તિ થવી વગેરે કાર્યો થાય છે. તેવી જ રીતે દાનાદિ શુભક્રિયાઓ અને હિંસા આદિ અશુભ ક્રિયાઓ એ ક્રિયાઓ કારણ છે. તેથી તેના ફલસ્વરૂપે શુભ અને અશુભ કર્મબંધ થવા રૂપ ફળ અવશ્ય છે જ. માટે દાનાદિ અને હિંસાદિ ક્રિયાના કાર્યસ્વરૂપે પુણ્ય અને પાપ નામનું કર્મ અવશ્ય છે જ. (આ કારણથી કાર્યની સિદ્ધિ થઈ).
શાસ્ત્રમાં કહ્યું છે કે -
समासु तुल्यं विषमासु तुल्यं सतीष्वसच्चाप्यसतीषु सच्च ।
फलं क्रियास्वित्यथ यन्निमित्तं, तद् देहिनां सोऽस्ति न कोऽपि धर्मः ॥१ ॥
नु
समासु क्रियासु तुल्यम् = ઘણીવાર ખેતી-વેપાર આદિ સમાન ક્રિયા કરનારાઓને તુલ્ય ફળ મળે છે. સરખો પાક અને સરખી કમાણી થાય છે. વિષમાસુ યિામુ તુત્યમ્ = ઘણીવાર વિષમ ક્રિયા કરવા છતાં એટલે કે અસમાન ક્રિયા કરવા છતાં પણ તુલ્યફળની પ્રાપ્તિ થાય છે. સમાન પાક અને સમાન ધનપ્રાપ્તિ વગેરે થાય છે. સતીષુ યિામુ અસત્ ન = ઘણીવાર ખેતી અને વેપારની ક્રિયા સરખી કરવા છતાં પાક અને ધનપ્રાપ્તિ થતી નથી. અસતીષુ યિાસુ સત્ = અને ઘણીવાર ખેતી તથા વેપારાદિની ક્રિયા ન કરવા છતાં પણ દાટેલું, બાપદાદાનું, વંશ પરંપરાનું ધન મળી પણ જાય છે. આમ વિચિત્રતા હોવાથી પ્રાણીઓને જેના નિમિત્તે આ વિચિત્રતા થાય છે તે કર્મ નામનો કોઈક પદાર્થ છે. અર્થાત્ એ નામનું કોઈક તત્ત્વ છે.
હવે કાર્યથી કારણની સિદ્ધિનું અનુમાન જણાવે છે
देहादीनां किञ्चित्कारणमस्ति देहादीनां कार्यत्वात्, यथा मृद्-दण्ड-चक्रचीवरादिसामग्रीकलितः कुलालः घटस्य कर्तारूपकारणः ।
Page #526
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
૫૦૧
- શરીર-ઈન્દ્રિયો વગેરેનું કોઈક કારણ છે. કારણ કે શરીર અને ઈન્દ્રિયાદિ કાર્ય છે માટે, જેમ માટી-દંડ-ચક્ર અને ચીવર (વસ્ત્ર) આદિ સકલ સામગ્રીથી યુક્ત એવો કુંભકાર ઘટનો કર્તરૂપે કારણ છે તેમ શરીર અને ઈન્દ્રિયો વગેરે કાર્ય પ્રત્યક્ષ દેખાય છે. તેથી તેના કારણરૂપે કર્મ જેવું કોઈક તત્ત્વ અવશ્ય છે. (આ દેહાદિ કાર્યથી કારણરૂપે કર્મની સિદ્ધિ થઈ.)
પ્રશ્ન - શરીર અને ઈન્દ્રિયાદિ કાર્યોનું જે કારણ તે કર્મ છે આમ કહો છો, પરંતુ શરીર અને ઈન્દ્રિયાદિ કાર્યો જે બને છે તેનું કારણ માતા-પિતા જ માની લઈએ તો ચાલે. કર્મને માનવાની શી જરૂર ? માતાના અને પિતાના શરીરાંશમાંથી જ આ જીવ પોતાનું શરીર અને ઈન્દ્રિયો બનાવે છે. આમ જ કહીએ તો શું દોષ ? પ્રત્યક્ષ દેખાતા કારણને જ કારણ માનવું જોઈએ. અદૃષ્ટને કારણ માનવાની શી જરૂર ?
ઉત્તર - ર વક્તવ્યમ્ = આમ કહેવું તે ઉચિત નથી. કારણ કે જો દેખકારણને જ (માતા-પિતાદિને જ) કારણ માનીએ તો એક જ માતા-પિતાની કુખે જન્મેલા બાળકોમાં સુરૂપતા અને કુરૂપતા, સરોગિતા અને નિરોગિતા, બુદ્ધિવંતતા અને અલ્પબુદ્ધિવંતતા, અલ્પાયુષ્કતા અને દીર્ધાયુષ્કતા ઈત્યાદિ રૂપે જે વિચિત્રતા દેખાય છે તે વિચિત્રતા અષ્ટ કારણસ્વરૂપે રહેલા કર્મને માન્યા વિના કેવલ એકલા દૃષ્ટકારણમાત્રથી જ ન સંભવે. આ કારણથી માતા-પિતા આદિ જે બાહ્ય-દેષ્ટકારણ છે તે નિમિત્તકારણ છે અને કર્મ એ અદૃષ્ટ એવું અભ્યત્તરનિમિત્તકારણ છે અને તે જ પ્રધાનકારણ છે. આ કર્મ નામનું કારણ પુણ્ય અને પાપના ભેદે બે પ્રકારનું છે. ઉત્તમ દેહાદિનું કારણ પુણ્યકર્મ છે. શ્રેષ્ઠ દેહ પ્રાપ્ત થવો એ પુણ્યકર્મનું કાર્ય છે અને તુચ્છ તથા કનિષ્ઠ દેહાદિની પ્રાપ્તિ થવામાં પાપકર્મ કારણ છે. હલકો દેહ મળવો તે પાપકર્મનું કાર્ય છે. આ રીતે દેહાદિનું અદૃષ્ટકારણ પુણ્ય-પાપ નામનું કર્મ છે. શાસ્ત્રમાં જ કહ્યું છે કે -
इह दृष्टहेत्वसम्भविकार्यविशेषात् कुलालयत्न इव । हेत्वन्तरमनुमेयं, तत् कर्म शुभाशुभं कर्तुः ॥
જેમ ઘટ બનાવવામાં માટી-દંડ-ચક્ર અને ચીવર વગેરે દૃષ્ટ વસ્તુઓ સ્વરૂપ કારણ હોવા છતાં જ્યાં સુધી કુલાલનો પ્રયત્ન અંદર ભળતો નથી ત્યાં સુધી ઘટ બનતો નથી. તુરી-વેમાદિ કારણો મળવા છતાં પણ જ્યાં સુધી વણકરનો પ્રયત્ન અંદર ભળતો નથી ત્યાં સુધી વસ્ત્ર બનતું નથી. તેવી જ રીતે દષ્ટકારણો જે માત-પિતાદિ છે તેનાથી અસંભવિત એવી સુરૂપતા અને કુરૂપતા આદિ જે કાર્યવિશેષ થાય છે તેમાં ન દેખાતું એવું કોઈક
Page #527
--------------------------------------------------------------------------
________________
૫૦૨
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ કારણાન્તર હોવું જ જોઈએ. તેથી આવું જ કારણ છે તે જ શુભાશુભ નામનું કર્મ એ કારણ છે. આ કાર્યથી કર્મનું અનુમાન સમજાવ્યું.
વળી “ક” નામનું અદૃષ્ટ કારણ છે” આમ હું કહું છું. માટે મારા કહેવાથી અગ્નિભૂતિની જેમ હે અલભ્રાત ! તમે પણ કર્મ સ્વીકારો. હું સર્વજ્ઞ છું અને સર્વજ્ઞનું વચન સદા પ્રમાણભૂત હોય છે માટે, “કર્મ” છે એટલું જ નહીં પણ તે કર્મ પુણ્ય અને પાપના વિભાગે બે પ્રકારનું છે એમ પણ તમે સ્વીકારો. કારણ કે કર્મના ફલભૂત દેહાદિ કાર્યો અને કર્મના કારણભૂત દાનાદિ તથા હિંસાદિ ક્રિયાઓ શુભાશુભ તરીકે બે પ્રકારની પ્રત્યક્ષ દેખાય છે. શ્રેષ્ઠ દેહાદિ અને કનિષ્ઠ દેહાદિ દેખાય છે માટે તેના કારણરૂપે શુભાશુભ બે પ્રકારનું કર્મ છે. તથા દાનાદિ અને હિંસાદિ શુભાશુભ બે પ્રકારની ક્રિયાઓ દેખાય છે. માટે તેના કાર્યરૂપે કર્મ બે પ્રકારનું છે. આમ તે અચલભ્રાત ! તમે સ્વીકારો. I/૧૯૧૮-૧૯૧૯-૧૯૨૦ll
વળી પુણ્ય-પાપની સિદ્ધિ માટે બીજું પ્રમાણ પણ જણાવે છે - सुहदुक्खाणं कारणमणुरूवं कजभावओऽवस्सं । परमाणवो घडस्स व कारणमिह पुण्ण-पावाइं ॥१९२१॥ (सुखदुःखयोः कारणमनुरूपं कार्यभावतोऽवश्यम् । परमाणवो घटस्येव कारणमिव पुण्यपापे ॥)
ગાથાર્થ - સુખ અને દુઃખ એ કાર્યાત્મક હોવાથી તેને અનુરૂપ અવશ્ય કારણ છે જ. જેમ ઘટના કારણભૂત પરમાણુઓ છે તેમ સુખ અને દુઃખના કારણભૂત પુણ્ય અને પાપકર્મ પણ છે. ll૧૯૨ ૧//
વિવેચન - ઘટ-પટ વગેરે કાર્યો છે, જે જે કાર્યો હોય છે તે તે કાર્યોને પોતાને અનુરૂપ કારણ અવશ્ય હોય જ છે. કેમકે કારણ વિના ક્યારે પણ કાર્ય થતું નથી. અહીં ઘટકાર્યને પોતાને અનુરૂપ માટીના પરમાણુઓ એ કારણ છે. પટકાર્યને પોતાને અનુરૂપ તખ્તના પરમાણુઓ એ કારણ છે તેવી જ રીતે સુખ અને દુઃખ એ કાર્ય છે. કારણ કે સુખ અને દુઃખ એ કાર્યરૂપે ઉત્પન્ન થતું અને નાશ પામતું દેખાય છે. તે માટે તેને પણ અનુરૂપ અવશ્ય કોઈક કારણ હોવું જ જોઈએ. તેથી સુખનું અભ્યન્તરકારણ પુણ્ય અને દુઃખનું અભ્યત્તરકરણ પાપ, આ બન્ને કારણસ્વરૂપે કર્મ અવશ્ય છે. સુખ અને દુઃખનાં અનુક્રમે જેમ પુષ્પમાલા-શ્રેષ્ઠવસ્ત્ર-અલંકારાદિ અને કાંટા-સર્પ-વિષાદિ બાહ્ય કારણો છે.
Page #528
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ નવમા ગણધર - અચલભ્રાતા
૫૦૩ તેમ પુણ્ય-પાપ એ અભ્યન્તર કારણ પણ છે. ઘટને અનુરૂપ માટી, પટને અનુરૂપ જેમ તત્ત્વ છે તેમ સુખને અનુરૂપ પુણ્ય અને દુઃખને અનુરૂપ પાપ નામનાં કારણ છે. II૧૯૨૧]
આ વિષયમાં અલભ્રાતાજી પ્રશ્ન કરે છે કે - सुह-दुक्खकारणं जइ कम्मं, कजस्स तदणुरूवं च । पत्तमरूवं तंपि हु, अह रूविं नाणुरूवं तो ॥१९२२॥ (सुखदुःखकारणं यदि कर्म कार्यस्य तदनुरूपञ्च । प्राप्तमरूपं तदपि खल्वथ रूपि नानुरूपं ततः ॥)
ગાથાર્થ - સુખ અને દુઃખનું કારણ જો કર્મ કહેશો અને તે પણ કાર્યને અનુરૂપ જ કહેશો તો તે કર્મ અરૂપી છે એમ પ્રાપ્ત થશે અને જો તે કર્મને રૂપી કહેશો તો તે કાર્યને અનુરૂપ કહેવાશે નહીં. /૧૯૨૨/
વિવેચન - હે ભગવાન્ ! તમે સુખ અને દુઃખનું કારણ કર્મ કહો છો અને તે પણ કાર્યને અનુરૂપ કહો છો. આ વાત બરાબર સંગત થતી નથી. કારણ કે જો સુખ અને દુઃખનું કારણ કર્મ હોય અને તે કર્મ પણ કાર્યને એટલે કે સુખ-દુઃખને અનુરૂપ જ હોવું જોઈએ. અર્થાત્ સદેશ જ હોવું જોઈએ. આમ જો ઈચ્છાય તો સુખ અને દુઃખ એ આત્માનો અનુભવરૂપ ધર્મ હોવાથી આત્મપરિણામરૂપ છે માટે અરૂપી છે. તેથી પુણ્ય-પાપાત્મક કર્મ પણ તેને અનુરૂપ માનવાથી અરૂપી જ સ્વીકારવું પડશે. તમે તો કામણવર્ગણાનાં પુદ્ગલોનું બનેલું કર્મ કહો છો. જે પુગલદ્રવ્ય હોવાથી વર્ણાદિવાળું છે માટે રૂપી છે. હવે જો કર્મ રૂપી છે એમ માનીએ તો તે સુખ-દુઃખને અનુરૂપ કારણ ન કહેવાય. કારણ કે સુખ-દુઃખ આત્મપરિણામાત્મક હોવાથી અરૂપી છે અને કર્મ તો પુદ્ગલાત્મક હોવાથી રૂપી છે. માટે કર્મ એ તો સુખ-દુઃખથી વિલક્ષણ થયું. આ રીતે વિચારતાં કર્મ એ સુખ-દુઃખનું કારણ ઘટી શકતું નથી. જો કર્મને અનુરૂપકારણ માનીએ તો કર્મ અરૂપી માનવું પડે, અને કર્મને રૂપી માનીએ તો અનુરૂપકારણપણું ઘટતું નથી. આવો પ્રશ્નકાર અચલભ્રાતનો આશય છે. ૧૯૨૨.
ઉપરોક્ત પ્રશ્નનો ઉત્તર ભગવાન આપે છે - न हि सव्वहाणुरूवं, भिन्नं वा कारणं, अह मयं ते । किं कजकारणत्तणमहवा वत्थुत्तणं तस्स ॥१९२३॥
Page #529
--------------------------------------------------------------------------
________________
૫૦૪
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
(न हि सर्वथानुरूपं भिन्नं वा कारणं, अथ मतं ते । વિં માર્ય-રમિથવી વસ્તુત્વ તી ? )
ગાથાર્થ - જે કારણ હોય છે તે કાર્યને સર્વથા અનુરૂપ જ હોય, એમ પણ નથી તેમજ સર્વથા ભિન્ન (અનનુરૂપ) હોય એમ પણ નથી. જો સર્વથા અનુરૂપ જ હોય તો કાર્ય-કારણપણું રહેતું નથી. અથવા એકાન્ત ભેદ જ માને છત કારણનું વસ્તુપણું કેમ ઘટે? //૧૯૨૩/l.
વિવેચન - ગાથા ૧૯૨૧માં આ પ્રમાણે જે કહેવામાં આવ્યું છે કે “કાર્યને અનુરૂપ કારણ હોવું જોઈએ” તેથી સુખ અને દુઃખનું કારણ પુણ્ય અને પાપ નામનું કર્મ છે. આ વિષયમાં ગાથા ૧૯૨૨માં જે પ્રશ્ન કરવામાં આવ્યો કે જો સુખ અને દુઃખનું જે કારણ હોય તે (કાર્ય)ને અનુરૂપ જ ઈચ્છાય તો સુખ-દુઃખ અમૂર્ત હોવાથી તેના કારણભૂત કર્મને પણ અનુરૂપતાના કારણે અમૂર્ત જ માનવું પડે અને જો કર્મને પુદ્ગલદ્રવ્ય હોવાથી મૂર્ત છે આમ માનીએ તો સુખ-દુઃખાત્મક કાર્યને અનુરૂપ કારણ રહેતું નથી. આવા પ્રકારના પ્રશ્નનો ઉત્તર આ ગાળામાં આપે છે કે -
કાર્યને અનુરૂપ કારણ હોવું જોઈએ એવું અમે જે ૧૯૨૧મી ગાથામાં કહ્યું છે ત્યાં સર્વથા કાર્યને અનુરૂપ કારણ હોવું જોઈએ એવું અમારા વડે કહેવાયું નથી. બધા જ ધર્મોથી અનુરૂપ કારણ હોવું જોઈએ એવું અમે કહેતા નથી કે જેથી સુખ-દુઃખાત્મક કાર્ય અમૂર્ત હોવાથી તેની જેમ તેના કારણરૂપે માનેલું કર્મ અનુરૂપ માનવાથી કર્મનું પણ અમૂર્તિપણું માનવાનો પ્રસંગ આવે. પણ સર્વ ધર્મોથી કારણ એ કાર્યને અનુરૂપ હોવું જોઈએ એવું અમારું કહેવું નથી. તેમજ સર્વ ધર્મોથી કાર્યથી કારણ એકાન્ત ભિન્ન જ હોવું જોઈએ એવું પણ અમારું કહેવું નથી. અર્થાત્ કેટલાક ધર્મથી સમાન અને કેટલાક ધર્મથી અસમાન એમ સમાન-અસમાન બન્ને ભાવવાળું કારણ હોય છે. આમ અમારું કહેવું છે.
મદ પયં તે = જો કારણ એ કાર્યની સાથે સર્વધર્મોથી સમાન જ હોવું જોઈએ આવો એકાન્તવાદ સ્વીકારવામાં આવે અથવા સર્વધર્મોથી અસમાન જ (ભિન્ન જ) કારણ હોવું જોઈએ, આવો એકાન્તવાદ માનવામાં આવે તો આ બન્ને એકાન્તવાદ માનવામાં દોષ જ આવે છે. તેથી તે બન્ને એકાન્તવાદ માનવા ઉચિત નથી. તેમાં દોષ આ પ્રમાણે છે -
(૧) જો સર્વધર્મથી કાર્યને અનુરૂપ જ કારણ હોવું જોઈએ આવો એકાન્તવાદ માનીએ તો એકને કારણે માન્ય છતે બીજાને પણ કારણ જ માનવું પડે. “માટી-ઘટ, તત્ત્વપટ” આ ઉદાહરણમાં માટી અને તજુ કારણ છે તેથી ઘટ અને પટને પણ સર્વધર્મથી
Page #530
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
નવમાં ગણધર - અચલભ્રાતા
૫૦૫
સમાન માનવા જતાં કારણ જ માનવા પડે. જો ઘટ-પટને કાર્ય છે આમ કહીએ તો સર્વથા અનુરૂપ માન્યા કહેવાય નહીં. તેથી બન્નેને કાંતો કારણ માનવા પડે અથવા કાંતો કાર્ય માનવા પડે અને એમ માનવા જતાં “કાર્ય-કારણતા” ઘટે નહીં.
અથવા એકને કાર્ય માન્ય છતે બીજાને પણ કાર્ય જ માનવું પડે, આ જ બને ઉદાહરણમાં ઘટ-પટ કાર્ય હોવાથી માટી અને હજુ પણ કાર્ય જ માનવાં પડે તો જ સર્વધર્મથી સમાનતા ગણાય અને આમ માનવા જતાં માટી અને ઘટ અને કાર્ય જ થવાથી કાર્ય-કારણતા કહેવાશે નહીં. આ રીતે સર્વધર્મથી સમાનતા જો લઈએ તો એકને કારણ માન્ય છતે અન્યને પણ કારણ માનતાં, તથા એકને કાર્ય માન્ય છતે અન્યને પણ કાર્ય માનતાં કાર્ય-કારણતા સંભવતી નથી. બન્નેનું કાં તો કારણપણું જ થાય છે અથવા તો બન્નેનું કાર્યપણું જ થાય છે. પણ “કાર્ય-કારણતા” સંભવતી નથી.
(૨) હવે જો કાર્યથી કારણનો એકાન્ત ભેદ જ માનવામાં આવે એટલે કે કોઈપણ ધર્મથી સમાન ન જ હોવું જોઈએ. સર્વથા અસમાન જ હોવું જોઈએ આવું જો માનવામાં આવે તો ઘટ-પટ વગેરે કાર્યને વસ્તુ સ્વરૂપ માન્ય છતે માટી અને તન્ત-આત્મક તેના કારણનું વસ્તુપણું કેમ રહેશે ? અર્થાત્ માટી અને તખ્તને વસ્તુરૂપે મનાશે નહીં. કારણ કે કાર્યને પણ વસ્તુ માનીએ અને કારણને પણ વસ્તુ માનીએ તો છેલ્લે “વસ્તુપણાથી” તેં તે બન્ને સમાન જ થઈ જાય. સર્વથા ભેદ માનવાની હાનિ થવાનો પ્રસંગ આવે. એટલે જો કાર્યને વસ્તુસ્વરૂપ માનો તો કારણને આકાશપુષ્પની જેમ અસત્ માનવાં પડે અને જો કારણને વસ્તુસ્વરૂપ માનો તો કાર્યને આકાશપુષ્પની જેમ અસત્ માનવાં પડે. માટે સર્વધર્મથી અસમાન જ હોવા જોઈએ આવો એકાન્તવાદ પણ ઉચિત નથી. તેથી કાર્યની અને કારણની સર્વધર્મોથી અનુરૂપતા કે સર્વધર્મોથી અનનુરૂપતા માનવી ઉચિત નથી. પરંતુ કેટલાક ધર્મોથી તુલ્યતા અને કેટલાક ધર્મોથી અતુલ્યતા માનવી એ જ ન્યાયમાર્ગ છે. I/૧૯૨૩/
જો સર્વથા અનુરૂપતા કે સર્વથા અનનુરૂપતા માનવામાં દોષ જ દેખાય છે. તો શું માનવું ઉચિત છે ? અર્થાત્ શું માનીએ તો દોષ ન આવે? તે કહે છે -
सव्वं तुल्लातुल्लं, जइ तो कजाणुरूवया केयं ? जं सोम्म ! सपज्जाओ कजं परपज्जओ सेसो ॥१९२४॥ (सर्वं तुल्यातुल्यं यदि ततः कार्यानुरूपता केयम् । યત્ સૌમ્ય ! સ્વપર્યાયઃ વાર્થ પરંપર્યયઃ શેષ: ૧)
Page #531
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૫૦૬
નવમા ગણધર - અચલભ્રાતા ગાથાર્થ - સર્વે પણ વસ્તુઓ તુલ્ય-અતુલ્યરૂપ છે. જો આમ છે તો કારણની આ કાર્યાનુરૂપતા વળી શું વિશેષ છે ? કાર્ય એ કારણનો સ્વપર્યાય અને બાકીનો સઘળો કારણનો પરપર્યાય છે. ll૧૯૨૪ll
વિવેચન - કાર્યથી કારણ કેટલાક ધર્મોથી તુલ્ય છે અને કેટલાક ધર્મોથી અતુલ્ય છે. અર્થાત્ તુલ્યાતુલ્ય છે. કાર્ય અને કારણ જ તુલ્ય-અતુલ્ય છે આટલું જ નહીં પરંતુ ત્રણે ભુવનની અંદર રહેલી સઘળી પણ વસ્તુઓ પરસ્પર તુલ્ય-અતુલ્ય છે. ત્રણે ભુવનમાં રહેલી કોઈપણ વસ્તુ કોઈપણ વસ્તુની સાથે સર્વથા તુલ્ય (અનુરૂપ) જ હોય કે સર્વથા અતુલ્ય (અનનુરૂપ) જ હોય એવું બનતું નથી. જેમ કે ઘટ અને પટ જલાધારતા અને શીતત્રાણતા ધર્મથી અતુલ્ય છે છતાં બન્ને પુગલદ્રવ્યપણે તુલ્ય છે. આમ સર્વત્ર તુલ્યાતુલ્યતા છે.
પ્રશ્ન - જો કોઈપણ વસ્તુ કોઈપણ વસ્તુની સાથે તુલ્યાતુલ્ય જ છે તો પછી પ્રશ્નનો અવસર પામીને અલભ્રાતાજી પ્રશ્ન કરે છે કે જો આમ સર્વ વસ્તુઓમાં પરસ્પર તુલ્યતા અને અતુલ્યતા બને રહેલી છે જ, તો પછી “કાર્યને અનુરૂપ કારણ હોવું જોઈએ” આમ કહીને કારણમાં કઈ વિશિષ્ટ કાર્યાનુરૂપતા (કાર્યની સાથે તુલ્યતા) તમારા વડે ઈચ્છાય છે? કે જેથી ૧૯૨૧મી ગાથામાં ભારપૂર્વક આમ કહેવાયું છે કે સુખ અને દુઃખને અનુરૂપ જ કારણ હોવું જોઈએ અને જે અનુરૂપ કારણ છે તે કર્મ છે.
જો કોઈ કારણ પોતાના કાર્યની સાથે એકાત્તે અનુરૂપ સંભવતું હોય તો જ આમ કહેવું ઉચિત છે. પરંતુ જો કોઈપણ વસ્તુ કોઈ પણ વસ્તુની સાથે એકાન્ત અનુરૂપ કે એકાન્ત અનનુરૂપ છે જ નહીં. પરંતુ સર્વે વસ્તુઓ સર્વની સાથે પરસ્પર તુલ્યાતુલ્ય રૂપ જ છે. તો કાર્ય અને કારણમાં અનુરૂપતા હોવી જોઈએ આવું વિશેષણ લગાડીને આ કથન વિશેષનું શું પ્રયોજન છે? બધે તુલ્યાતુલ્યતા છે તેમ કાર્ય-કારણમાં પણ તુલ્યાતુલ્યતા છે જ, પછી વિશેષ કહેવાની પાછળ આશય શું?
ઉત્તર - હે સૌમ્ય ! જો કે તુલ્યાતુલ્યતા સર્વવ્યાપી છે એટલે કે સર્વે પણ વસ્તુઓ સર્વે વસ્તુઓની સાથે કેટલાક ધર્મોથી તુલ્ય અને કેટલાક ધર્મોથી અતુલ્ય છે. તેવી જ રીતે કાર્ય-કારણમાં પણ તુલ્યાતુલ્યતા છે જ. તો પણ અહીં કાર્યને અનુરૂપ કારણ હોવું જોઈએ એવી જે વિશેષતા જણાવાય છે તે એ છે કે જે કારણમાંથી જે કાર્ય નીપજે છે તે કાર્ય તે કારણનો સ્વપર્યાય કહેવાય છે. જેમાં માટીમાંથી ઘટ નીપજે છે માટે ઘટ એ માટીનો સ્વપર્યાય છે. પટ એ તત્ત્વનો સ્વપર્યાય છે. આ રીતે સ્વપર્યાયની અપેક્ષાએ કાર્યને અનુરૂપ કારણ અહીં ઈચ્છાય છે. શેષ એટલે બાકીના અકાર્યરૂપ જે સર્વે પણ પદાર્થ છે. તે
Page #532
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
વિવક્ષિત કારણનો પરપર્યાય છે. જેમકે ઘટ એ માટીનો સ્વપર્યાય છે. તથા માટીમાંથી બનતા કોડીયું, તવી, માટલું વગેરે પદાર્થો માટીના સ્વપર્યાય કહેવાય પરંતુ ઈતર સર્વે પણ વસ્તુઓ માટીનો પરપર્યાય છે, અર્થાત્ અનનુરૂપ છે. આ રીતે ઈતર સર્વે વસ્તુઓ પ્રત્યે વિવક્ષિત એવું તે કારણ અસમાનરૂપવાળું અર્થાત્ અનનુરૂપ કહેવાય છે.
પ્રશ્ન - માટી-ઘટ અને તન્તુ-પટમાં સ્વપર્યાયને આશ્રયી અનુરૂપતા અને પરપર્યાયને આશ્રયી અનનુરૂપતા સમજાય છે. પરંતુ પ્રસ્તુત એવાં સુખ અને દુઃખાત્મક કાર્યમાં કારણનો (કર્મનો) સ્વપર્યાય કેવી રીતે કહેવાય ? સુખ-દુઃખ એ કાર્ય છે અને કર્મ એ કારણ છે. તેમાં સ્વપર્યાયતા કેવી રીતે સંભવે છે ? તે સમજાવો કે જેથી કાર્યની અનુરૂપતા કારણમાં છે આ વાત બરાબર સમજાય.
૫૦૭
ઉત્તર - જીવ અને પુણ્યનો સંયોગ એ સુખનું કારણ છે તેથી તે જીવ અને પુણ્યના સંયોગનો સુખ એ સ્વપર્યાય છે. એવી જ રીતે જીવ અને પાપનો સંયોગ એ દુઃખનું કારણ છે તેથી તે જીવ અને પાપના સંયોગનો દુઃખ એ સ્વપર્યાય છે. આ રીતે સ્વપર્યાયતા જાણવી. તથા સુખને જેમ શુભ-કલ્યાણ-શિવ ઈત્યાદિ શબ્દોથી વ્યપદેશાય છે તેમ તેના કારણભૂત પુણ્યાત્મક કર્મપુદ્ગલસ્કંધોને પણ શુભ-કલ્યાણ-શિવ ઈત્યાદિ શબ્દોથી વ્યપદેશાય છે. એવી જ રીતે દુ:ખને જેમ અશુભ-અકલ્યાણ-અશિવ ઈત્યાદિ શબ્દોથી વ્યપદેશાય છે તેમ તેના કારણભૂત પાપાત્મક કર્મ પુદ્ગલસ્કંધોને પણ અશુભ-અકલ્યાણ અને અશિવ ઈત્યાદિ શબ્દોથી વ્યપદેશાય છે. આ પ્રમાણે સુખ-દુઃખ આત્મક કાર્ય અને જીવની સાથે પુણ્ય-પાપના સંયોગરૂપ કારણને વિશેષે કરીને અનુરૂપતા કહેલી છે. આ ભાવાર્થ જણાવવા માટે જ ૧૯૨૧મી ગાથામાં ભારપૂર્વક કાર્ય-કારણની અનુરૂપતા હોવી જોઈએ એમ જણાવ્યું છે. ૧૯૨૪
પ્રશ્ન કરવાની ઈચ્છાવાળા અચલભ્રાતા પ્રશ્ન પૂછવાનો અવકાશ હોવાના કારણથી ભગવાનને પ્રશ્ન કરે છે કે -
किं जह मुत्तममुत्तस्स कारणं तह सुहाईणं कम्मं ? । दिट्ठ सुहाइकारणमन्नाइ जहेह तह कम्मं ॥ १९२५॥
(किं यथा मूर्तममूर्तस्य कारणं तथा सुखादीनां कर्म ? । दृष्टं सुखादिकारणमन्नादि यथेह तथा कर्म ॥ )
ગાથાર્થ - શું કોઈ મૂર્ત વસ્તુ અમૂર્તનું કારણ બને, એવું કોઈ ઉદાહરણ છે ? કે જેથી મૂર્ત એવું કર્મ અમૂર્ત એવા સુખ-દુઃખાદિનું કારણ માની શકાય ? ઉત્તર - અન્નાદિ
Page #533
--------------------------------------------------------------------------
________________
૫૦૮
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
(અન્ન અને જલાદિ) જેમ પ્રત્યક્ષપણે સુખાદિનું કારણ છે તેમ કર્મ પણ સુખાદિનું કારણ બને છે. ૧૯૨પા
વિવેચન - મૂર્તપણે દેખાતી ઘટ-પટ આદિ વસ્તુઓ નીલ-પીતાદિ વર્ણવાળી છે. માટે મૂર્ત છે અને તે જ વસ્તુઓ તેના પોતાના જ વિષયનો પ્રતિભાસ કરતા એવા આત્મામાં ઉત્પન્ન થતું અમૂર્ત એવું જ્ઞાનાત્મક જે કાર્ય છે, તેનું કારણ પણ બને છે. વિષયને જોઈને જ આત્મામાં તે વિષયનું મતિ-શ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. તેમાં મૂર્તિ એવી વસ્તુઓ કારણ બને છે અને અમૂર્ત એવું જ્ઞાન કાર્ય બને છે. તેવી જ રીતે આત્મામાં ઉત્પન્ન થતા સુખદુઃખાત્મક અનુભવો અમૂર્ત છે. તેમાં મૂર્તિ એવું પુણ્ય-પાપાત્મક કર્મ કારણ બને છે. મૂર્ત વસ્તુ પણ અમૂર્તિનું કારણ બને છે. જેમ અનાદિ, જલાદિ, ઔષધાદિ મૂર્તિ છે. તેનાથી જીવમાં સુધાછેદ, તૃષાછેદ અને રોગછેદ આદિ રૂપ અમૂર્ત એવાં સુખાદિ થાય છે. આ વાત પ્રત્યક્ષપણે દેખાય જ છે.
આદિ શબ્દથી ફુલની માળા, ચંદન, અંગના વગેરે મૂર્ત પદાર્થો સુખનું કારણ અને સર્પ-વિષ અને કાંટા આદિ મૂર્તિપદાર્થો દુઃખનું કારણ બને છે. આ ઉદાહરણોમાં જેમ મૂર્તિ વસ્તુઓ અમૂર્તિ એવા સુખ-દુઃખાદિનું કારણ બને છે તેમ પુણ્ય-પાપાત્મક કર્મ પણ મૂર્ત હોવા છતાં અમૂર્ત એવા સુખ-દુઃખાદિનું કારણ બને છે. આ વાત નિર્વિવાદરૂપે સિદ્ધ થાય છે. હવે અહીં એક બીજો પ્રશ્ન થાય છે. તે પ્રશ્ન હવે પછીની ગાથામાં જણાવાય છે. I/૧૯૨૫ll
होउ तयं चिय किं कम्मणा, न जं तुल्लसाहणाणं पि । फलभेओ सोऽवस्सं, सकारणो कारणं कम्मं ॥१९२६॥ (भवतु तदेव किं कर्मणा, न यत् तुल्यसाधनानामपि । फलभेदः सोऽवश्यं, सकारण: कारणं कर्म ॥)
ગાથાર્થ - તો તે મૂર્તિ એવાં અનાદિ જ સુખ-દુઃખના કારણ હો. કર્મને કલ્પવાની શી જરૂર ? આ પ્રશ્ન બરાબર નથી. કારણ કે તુલ્યસાધનવાળામાં પણ જે ફળભેદ છે તે અવશ્ય સકારણ છે. તેનું જ કારણ છે તે જ કર્મ છે. ll૧૯૨૬/
વિવેચન - આ વિષયમાં અવસર મળવાથી અચલભ્રાતાજી પરમાત્માને આ પ્રમાણે પ્રશ્ન કરે છે કે મૂર્તિ વસ્તુ પણ અમૂર્ત એવા જ્ઞાનનું અને અમૂર્ત એવા સુખ-દુઃખનું કારણ બને છે. આ વાત તમે જે ઉપર સમજાવી તે અવશ્ય સમજાય છે. તેનાથી એ નક્કી થાય
Page #534
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
૫૦૯
છે કે મૂર્તવસ્તુ અમૂર્તનું કારણ બને છે. તો પછી અન્નાદિ, જલાદિ, ઔષધાદિ અને આદિ શબ્દથી ફુલની માળા, ચંદન-અંગના, વિષ, સર્પ અને કંટકાદિ પ્રત્યક્ષપણે નજરે દેખાતી જે મૂર્ત વસ્તુઓ છે તેને જ સુખ-દુઃખનું કારણ માની લો ને ? ન દેખાતા એવા કર્મને કારણ માનવાની જરૂર શું ? બાહ્ય પ્રત્યક્ષ દેખાતી વસ્તુઓ કારણ હોવા છતાં અદૃષ્ટ એવા કર્મને કારણ માનીએ તો અતિપ્રસંગ આવે. કારણ કે આવી ન દેખાતી બીજી વસ્તુને પણ કારણ માનવાની આપત્તિ આવે.
ઉત્તર - તવેતન્ ન = તે આ પ્રશ્ન ઉચિત નથી. જો કેવલ એકલી ચક્ષુથી દેખાતી બાહ્ય વસ્તુઓને જ સુખ-દુઃખાદિનું કારણ માનીએ તો સુખ અને દુઃખના સાધનભૂત એવી ચક્ષુથી દેખાતી બાહ્યવસ્તુઓ જેની જેની પાસે તુલ્ય છે છતાં તેમાં ફલભેદ અર્થાત્ મોટો કાર્યભેદ નજરે દેખાય છે. તેની પાછળ અવશ્ય કોઈક આન્તરિકકારણ હોવું જોઈએ અને તે જ કર્મ નામનું આન્તરિક કારણ છે.
તુલ્ય અન્નાદિ, જલાદિ, ઔષધાદિ મળવા છતાં પણ કોઈકને તેનો ઉપયોગ કરીને પરમ આહ્લાદ થાય છે અને તે જ અન્નાદિનો ઉપયોગ કરીને બીજા કોઈકને રોગાદિની ઉત્પત્તિ થાય છે. એક જ પ્રકારનું ઔષધ લેવા છતાં કોઈકનો રોગ મટે છે અને કોઈકનો રોગ મટતો નથી. આ પ્રમાણે બાહ્ય એવાં અન્નાદિ સાધન તુલ્ય હોવા છતાં પણ જે ફળભેદ દેખાય છે તેની પાછળ અવશ્ય કોઈક કારણ છે. જો નિષ્કારણ આમ બનતું હોય તો સદા તેમજ બનવું જોઈએ અથવા ક્યારેય પણ તેમ ન બનવું જોઈએ. કારણ કે નિષ્કારણ માનવામાં નિત્ય સત્ત્વ-અસત્ત્વનો પ્રસંગ આવે. માટે તુલ્ય સાધનસામગ્રી હોવા છતાં પણ જે ફળભેદ દેખાય છે તેનું કારણ ન દેખાતું એવું અદૃષ્ટ કર્મ જ છે. તેથી કેવલ એકલી બાહ્ય સાધનસામગ્રી સુખ-દુઃખનું કારણ નથી પણ અંદર રહેલું ચક્ષુથી ન દેખાતું એવું પુણ્ય-પાપ નામનું કર્મ પણ કારણ છે. તેથી કર્મની કલ્પના કરવી તે અનર્થક નથી પણ સાર્થક છે, સપ્રયોજન છે. ૧૯૨૬॥
સુખ-દુઃખાદિનું કારણ પુણ્ય અને પાપ નામનું કર્મ છે અને તે નથી દેખાતું તો પણ મૂર્ત છે, રૂપી છે. હવે કર્મને મૂર્ત માનવાનું કારણ શું ? તે પરમાત્મા સમજાવે છે एत्तोच्चि तं मुत्तं, मुत्तबलाहाणओ जहा कुंभो । देहाइकज्जमुत्ताइओ व भणिए पुणो भाइ ॥१९२७॥
( एतस्मादेव तन् मूर्तं मूर्तबलाधानतो यथा कुम्भः । देहादिकार्यमूर्तादितो वा भणिते पुनर्भणति ॥ )
Page #535
--------------------------------------------------------------------------
________________
૫૧૦ નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ ગાથાર્થ - આ કારણથી જ તે કર્મ મૂર્તિ છે તથા કુંભની જેમ મૂર્તિ એવા દેહાદિને બલાધાન કરનાર હોવાથી પણ તે કર્મ મૂર્તિ છે અથવા દેહાદિ કાર્યો મૂર્ત હોવાથી ઈત્યાદિ કારણોથી પણ તે કર્મ મૂર્તિ છે. આમ કહ્યું છતે ફરીથી અલભ્રાતાજી પ્રશ્ન કરે છે. /૧૯૨૭ll
વિવેચન - ઉપરની ગાથામાં છેલ્લે જે કથન કર્યું એનાથી જ કર્મ મૂર્તિ છે એમ સમજવું. એટલે કે અનાદિ-સાધનસામગ્રી તુલ્ય હોવા છતાં પણ એકને પરમ આહ્વાદ અને બીજાને રોગની ઉત્પત્તિ થાય છે. એવી જ રીતે ઔષધાદિ તુલ્ય હોવા છતાં એકને રોગનો નાશ અને બીજાને રોગનો અનાશ થાય છે ઈત્યાદિ જે ફલભેદ જણાય છે તે અવશ્ય સકારણ છે અને તેનું બાહ્ય કારણ અનાદિ અને ઔષધાદિ જેમ મૂર્ત છે તેમ આન્તરિક કારણ કર્મ પણ અવશ્ય મૂર્તિ છે તથા નીચેનાં અનુમાનોથી પણ તે કર્મ અવશ્ય મૂર્તિ છે.
(૧) વર્ષ મૂર્તિ, મૂર્તી ર્વત્નાથાનરિત્રી, કુમવત્ = કર્મ એ અવશ્ય મૂર્તિ છે. મૂર્તિ એવા દેહાદિને બલાધાન કરનાર હોવાથી, ઘટની જેમ. જેમ પાણી વગેરે પદાર્થો લાવવા-લઈ જવા હોય તો એકલા શરીરમાત્રથી કંઈ લાવવા-લઈ જવાનું કામ થતું નથી. પરંતુ જો ઘટ હોય તો તે કાર્ય કરવામાં શરીરની જેમ ઘટ એ પણ નિમિત્ત કારણ છે તેથી જ ઘટાદિ પદાર્થો પાણી આદિ પદાર્થો લાવવા-લઈ જવામાં શરીરની અંદર બલવૃદ્ધિ કરનાર છે. ઘટ આદિ સાધનભૂત પદાર્થો દેખીને પાણી આદિ પદાર્થોનો લાવવા-લઈ જવાનો વ્યવહાર કરવા માટે શરીરમાં શક્તિવિશેષ પ્રગટ થાય છે. કામ કરવાનો ઉત્સાહ વધે છે, તે ઘટ જેમ મૂર્તિ છે અને મૂર્તિ એવા દેહાદિમાં બલાધાન કરનાર છે એ જ પ્રમાણે કર્મ પણ શરીરમાં બલવૃદ્ધિ તથા કાર્ય કરવાનું નિમિત્તકારણ છે. તેથી ઘટની જેમ કર્મ એ મૂર્તવસ્તુ છે.
(२) कर्म मूर्तम्, मूर्तेन स्रक्-चन्दनाङ्गनादिना तस्योपचयलक्षणस्य बलस्याधीयमाનર્વત્ કુમવત્ = જેમ ઘટ કાચો હોય તો નિર્બલ હોય છે. તેને ભટ્ટાની અગ્નિથી પકવવામાં આવે ત્યારે તે ઘટમાં બલવૃદ્ધિ થાય છે. અથવા પકવેલા ઘટને તૈલાદિ મૂર્તિ પદાર્થો વડે વિલેપન કરવા દ્વારા ઘટમાં બલવૃદ્ધિ કરાય છે. એટલે કે મૂર્ત વસ્તુઓ વડે ઘટમાં બેલાધાનતા કરાય છે અને બલાધાનતા થાય છે, તેથી તે ઘટ મૂર્તિ છે. તેની જેમ પુષ્પમાલા-ચંદન અને અંગના આદિ મૂર્તિ પદાર્થો વડે રાગાદિ થવા દ્વારા કર્મ વધારે બલવાળું (ચીકણું) બંધાય છે. તેથી પણ ઘટની જેમ કર્મ એ મૂર્તિ પદાર્થ છે. તૈલાદિ વડે બલવૃદ્ધિ પામતો ઘટ જેમ મૂર્તિ છે. તેમ પુષ્પમાલાદિ વડે બલવૃદ્ધિ પામતું કર્મ પણ મૂર્ત છે.
Page #536
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
૫૧૧
(૩) અથવા ક્ર્મ મૂર્તમ્, વેહાનેસ્તાર્યસ્ય મૂર્તત્વાત્, પરમાણુવત્ = જેમ અનેક પરમાણુઓનો બનેલો ઘટ એ મૂર્ત છે તેથી કાર્યભૂત એવા ઘટના કારણભૂત પરમાણુઓ પણ મૂર્ત છે. તેવી જ રીતે કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ કર્મના કાર્યભૂત એવા દેહાદિ પદાર્થો મૂર્ત હોવાથી તેના કારણભૂત એવું કર્મ પણ મૂર્ત છે. જેનું કાર્ય મૂર્ત હોય છે. તેનું કારણ પણ મૂર્ત હોય છે. જેમ પરમાણુઓનું કાર્ય ઘટ એ મૂર્ત છે તેથી પરમાણુઓ પણ મૂર્ત છે તેવી જ રીતે કર્મના કાર્યભૂત શરીરાદિ મૂર્ત છે તેથી તેના કારણભૂત કર્મ પણ મૂર્ત છે.
આ પ્રમાણે અનેક અનુમાનોથી કર્મ એ મૂર્તપદાર્થ છે, પુદ્ગલદ્રવ્ય છે, કાર્યણવર્ગણા છે એમ સિદ્ધ કર્યું. આવી વાત કહ્યે છતે અચલભ્રાત નીચે મુજબ પ્રશ્ન કરે છે. ૧૯૨૭॥ तो किं देहाईणं मुत्तत्तणओ तयं हवइ मुत्तं ।
અન્ન મુદ્દ-દુવાડુંળ, રામાવાવવું તિ? ૧૨૮॥
( ततः किं देहादीनां मूर्तत्वतस्तद् भवति मूर्तम् ।
अथ सुखदुःखादीनां कारणभावादरूपमिति ? ॥ )
ગાથાર્થ - કર્મના કાર્યસ્વરૂપ એવાં દેહાદિ મૂર્ત હોવાથી શું તે કર્મ મૂર્ત છે ? કે જીવનાં સુખ-દુઃખાદિનું કારણ (કર્મ) હોવાથી તે કર્મ અમૂર્ત (અરૂપી) છે ? ૧૯૨૮
વિવેચન - કર્મ શું મૂર્ત છે ? કે અમૂર્ત છે ? આવો પ્રશ્ન અચલભ્રાતજી પરમાત્માને કરે છે. કારણ કે કર્મથી પ્રાપ્ત થનારા ભાવો મૂર્ત પણ દેખાય છે અને અમૂર્ત પણ દેખાય છે. બન્ને પ્રકારના ભાવોનું કારણ કર્મ જણાય છે. તેથી કાર્યને અનુરૂપ કારણ હોવું જોઈએ. આવા પ્રકારનો આપનો કહેલો ન્યાય છે. તેથી આ ન્યાયને અનુસારે શંકા થાય છે કે શું કર્મ એ મૂર્તપદાર્થ છે ? કે કર્મ એ અમૂર્ત પદાર્થ છે ?
સંસારી જીવોને પ્રાપ્ત થતાં શરીર, ઈન્દ્રિયો વગેરે ભાવો કર્મોનું કાર્ય (ફળ) છે અને તે દેહાદિકાર્ય મૂર્ત દેખાતાં હોવાથી તેના કારણભૂત એવું કર્મ પણ મૂર્ત હોવું જોઈએ તથા સુખ-દુઃખ-ક્રોધ-માન-માયા-લોભ વગેરે ભાવો જીવના પરિણામરૂપ છે. જીવના અધ્યવસાયાત્મક છે તેથી અમૂર્ત છે અને આવા પરિણામો પણ પૂર્વબદ્ધ વેદનીય અને મોહનીયાદિ કર્મોના ઉદયથી આવે છે. એટલે કર્મોના કાર્યભૂત (ફલભૂત) છે. આ રીતે કર્મોના ફળભૂત સુખ-દુઃખાદિ અમૂર્ત દેખાતા હોવાથી તેના કારણરૂપે કર્મ અમૂર્ત હોવું જોઈએ. આ પ્રમાણે કર્મોનાં કાર્યો શરીરાદિ મૂર્ત અને સુખ-દુઃખાદિ અમૂર્ત એમ બન્ને પ્રકારનાં કાર્યો દેખાતાં હોવાથી તેના કારણભૂત એવું કર્મ શું મૂર્ત માનવું કે અમૂર્ત માનવું ? હે ભગવાન્ ! મારા આ પ્રશ્નનો આપશ્રી ઉત્તર જણાવો. ૧૯૨૮॥
Page #537
--------------------------------------------------------------------------
________________
૫૧ ૨
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
આ પ્રમાણે પ્રશ્રકાર (અલભ્રાત) વડે પૂછાયે છતે ભગવાન ઉત્તર કહે છે - न सुहाईणं हेऊ कम्मं चिय, किन्तु ताण जीवो वि । होइ समवाइकारणमियरं कम्मं ति को दोसो ? ॥१९२९॥ (न सुखादीनां हेतुः कर्मैव किन्तु तेषां जीवोऽपि । भवति समवायिकारणमितरत् कर्मेति को दोषः ? ॥) ।
ગાથાર્થ - સુખ-દુ:ખાદિ ભાવોનું કર્મ એ જ કેવલ કારણ નથી. પરંતુ તેનું કારણ જીવ પણ છે. તથા જીવ એ સમવાધિકારણ છે (અને તે અમૂર્ત છે) તથા કર્મ એ તો અસમાયિકારણ છે. (તેથી મૂર્તિ છે) માટે આમ હોવામાં કોઈ દોષ નથી. //૧૯૨૯ll - વિવેચન - દેહાદિનું કારણ પણ કર્મ છે અને સુખ-દુઃખાદિનું કારણ પણ કર્મ છે. પરંતુ બન્ને જગ્યાએ કર્મ એ અસમવાય કારણ છે. પરંતુ ઉપાદાન કારણ (સમવાયિકારણ) નથી. જે ઉપાદાન કારણ (અર્થાત્ સમાયિકારણો હોય છે તે જ કાર્યને અનુરૂપ કારણ હોય છે. દેહાદિનું ઉપાદાન કારણ ઔદારિકવર્ગણાનાં પુગલો છે અને સુખ-દુઃખાદિનું ઉપાદાનકારણ આત્મા છે. દેહાદિ કાર્ય મૂર્તિ છે તેથી તેનું ઉપાદાનકારણ (સમાયિકારણ) ઔદારિક વર્ગણાનાં પુદ્ગલો પણ મૂર્તિ જ છે અને સુખ-દુઃખાદિ ભાવો અમૂર્તિ છે. તેથી તેનું ઉપાદાનકારણ (સમાયિકારણ) આત્મા પણ અમૂર્ત જ છે. આમ ઉપાદાનકરણમાં એટલે કે સામાયિકારણમાં જ અનુરૂપ કાર્ય-કારણભાવ હોય છે. કારણ કે જે ઉપાદાનકારણભૂત (સમવાયિકારણભૂત) દ્રવ્ય હોય છે. તે જ દ્રવ્ય કાર્યરૂપે પરિણામ પામે છે. માટે ત્યાં જ અનુરૂપ કાર્ય-કારણભાવ હોય છે.
સુખ-દુઃખાદિ ભાવો જરૂરી અમૂર્ત છે. પરંતુ તેનું કારણ એકલું કર્મ નથી. ખરેખર ઉપાદાનકારણ (સમવાયિકારણ) તો આત્મા જ છે અને તે અમૂર્ત જ છે. કર્મ તો અસમાયિકારણ છે. (નૈયાયિકની પરિભાષા પ્રમાણે અસમાયિકારણ કહેલ છે) જૈનદર્શનની પરિભાષા પ્રમાણે કર્મ એ નિમિત્તકારણ છે અને નિમિત્તકારણ કાર્યને અનુરૂપ જ હોવું જોઈએ એવો નિયમ નથી. કોઈક માણસ વડે છોડાયેલી ગોળી અથવા પત્થર વાગે તો તેનાથી જીવને પીડા થાય છે. અહીં પીડાત્મક કાર્ય ઉત્પન્ન થવામાં આત્મા ઉપાદાનકારણ (સમાયિકારણ) છે અને ગોળી તથા પત્થર નિમિત્તકારણ છે. ત્યાં વેદનાપીડા-દુઃખ એ અમૂર્ત હોવા છતાં ગોળી અને પત્થર જે નિમિત્તકારણ થાય છે તે મૂર્તિ હોઈ શકે છે. તેમ સુખ-દુઃખાદિ ભાવો અમૂર્ત છે. તેમાં ઉપાદાનકારણ રૂપે જે આત્મા છે તે
Page #538
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
૫૧૩
તો અમૂર્ત જ છે. પરંતુ કર્મ એ મૂર્ત છે અને તે નિમિત્તકારણ (અસમવાયિકારણ) છે. આ પ્રમાણે જગવ્યવસ્થા છે અને આમ માનવામાં કોઈ જ દોષ આવતો નથી. ૧૯૨૯
તે આ પ્રમાણે ઉપરોક્ત અર્થનો ઉપસંહાર કરતા પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ કેવલપુણ્ય લક્ષણવાળા પ્રથમ વિકલ્પને દૂષિત કરતાં કહે છે કે -
इय रूवित्ते सुह- दुक्खकारणत्ते य कम्मुणो सिद्धे । पुण्णावगरिसमेत्तेण दुक्खबहुलत्तणमजुत्तं ॥१९३०॥ (इति रूपित्वे सुखदुःखकारणत्वे च कर्मणः सिद्धे । पुण्यापकर्षमात्रेण दुःखबहुलत्वमयुक्तम् ॥ )
ગાથાર્થ - આ પ્રમાણે સુખ અને દુઃખના કારણભૂત એવું કર્મનું રૂપીપણું સિદ્ધ થયે છતે પુણ્યના અપકર્ષમાત્રથી દુઃખની બહુલતા માનવી તે અયુક્ત છે. ૧૯૩૦
વિવેચન - સંસારી જીવોમાં જે સુખ અને દુઃખ દેખાય છે તેનું કારણ શું ? આ પ્રશ્નના ઉત્તરમાં જુદા જુદા દર્શનકારોના જુદા જુદા મતો છે. જે ગાથા ૧૯૦૮માં પાંચ મતો જણાવવામાં આવ્યા છે તે પાંચ મતોમાંથી પાંચમા મતરૂપે રજુ કરાયેલા સ્વભાવવાદનું આ ખંડન ચાલી રહ્યું હતું. ઉપરોક્ત અનેક પ્રકારની યુક્તિઓ દ્વારા પાંચમા વિકલ્પરૂપે રહેલા સ્વભાવવાદનું ખંડન અહીં સમાપ્ત થાય છે. આ રીતે સુખનું કારણ પુણ્યકર્મ અને દુઃખનું કારણ પાપકર્મ છે. આમ પુણ્ય-પાપાત્મક એવું બે પ્રકારનું કર્મ જ સુખ-દુઃખનું કારણ છે અને તે કર્મ પૌદ્ગલિકદ્રવ્ય હોવાથી રૂપી છે, મૂર્ત છે. આમ “ચોથા પક્ષ’” ની સિદ્ધિ થયે છતે પહેલો-બીજો અને ત્રીજો એમ પ્રથમના ત્રણે પક્ષો પણ ખોટા છે. આમ સિદ્ધ થાય છે. ત્યાં પુણ્યથી સુખ અને પુણ્યની હાનિથી (પુણ્યના અપકર્ષથી) જ દુઃખની બહુલતા પ્રાપ્ત થાય છે આવું માનનારા પ્રથમ વિકલ્પમાં જે કંઈ પૂર્વે ગાથા ૧૯૦૯ માં કહેવામાં આવ્યું છે તે અયુક્ત જ છે એમ જાણવું. ૧૯૩૦
૧૯૦૯મી ગાથામાં કહેલું કેમ અયુક્ત છે ? તે સમજાવે છે कम्मप्पगरिसजणियं, तदवस्सं पगरिसाणुभूईओ । सोक्खप्पगरिसभूई, जह पुण्णप्पगरिसप्पभवा ॥१९३१॥ (कर्मप्रकर्षजनितं तदवश्यं प्रकर्षानुभूतेः । सौख्यप्रकर्षभूतिर्यथा पुण्यप्रकर्षप्रभवा ॥ )
Page #539
--------------------------------------------------------------------------
________________
૫૧૪
નવમાં ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ ગાથાર્થ - જે વેદનાના પ્રકર્ષનો (દુઃખ બહુલતાનો) અનુભવ છે તે અવશ્ય પોતાને અનુરૂપ એવા કર્મના (પાપના) પ્રકર્ષથી જ ઉત્પન્ન થયેલો છે. કારણ કે પ્રકર્ષાત્મક અનુભવ હોવાથી, જેમ પુણ્યના પ્રકર્ષથી ઉત્પન્ન થયેલો સુખના પ્રકર્ષનો અનુભવ છે તેમ આ સમજવું. 7/૧૯૩૧/l
વિવેચન - કોઈ પણ પ્રકારના કાર્યમાં જે પ્રકર્ષ (ઉત્કૃષ્ટતા) દેખાય છે. તે તેને અનુરૂપ (તેને અનુકુલ) એવા કારણના પ્રકર્ષથી જ જન્ય હોય છે. વિરૂપકારણથી જન્ય તે પ્રકર્ષ હોતો નથી. જેમકે ઘઉંના દાણા વાવ્યા હોય તો ઘઉંના દાણાનો જ પ્રકર્ષ થાય છે તથા મગના દાણાનો પ્રકર્ષ નીપજ્યાં હોય તો તેમાં તેને અનુરૂપ મગના દાણા જ કારણ બને છે. તેમ આ સંસારમાં જે દુઃખનો પ્રકર્ષ (ઘણી જ ઘણી વેદના-પીડા) દેખાય છે. તે તેને અનુરૂપ કારણભૂત એવા પાપના પ્રકર્ષથી જ જન્ય છે. પરંતુ વિરૂપ એવા પુણ્યના અપકર્ષથી જન્ય નથી. કારણ કે પુણ્ય એ દુઃખનું કારણ જ નથી, તેથી પુણ્યનો અપકર્ષ એ દુઃખાતિશયનું કારણ બનતો નથી. જેમ સુખના પ્રકર્ષનો અનુભવ તેને અનુરૂપ પુણ્યના પ્રકર્ષથી જન્ય છે. તેવી જ રીતે દુઃખના પ્રકર્ષનો અનુભવ પણ તેને અનુરૂપ એવા પાપના પ્રકર્ષથી જ જન્ય છે. દુઃખનું કારણ પાપ અને સુખનું કારણ પુણ્ય છે માટે. આ વાત ન્યાયશાસ્ત્રની નીતિ પ્રમાણે અનુમાનથી આ રીતે કહેવાય છે.
દુઃવીદુલ્ય (પક્ષ), સ્વાનુરૂપકર્મપ્રવર્ણનાતમ્ (સાધ્ય), પ્રવર્ષરૂપેળાનુભૂતિત્વત્ (હેતુ), યથા સુપ્રનુભૂતિઃ પુષપ્રર્વપ્રમવા ||
અતિશય દુઃખ એ તેને અનુરૂપ એવા (પાપ) કર્મના પ્રકર્ષથી ઉત્પન્ન થયેલું છે. કારણ કે ઉત્કર્ષરૂપે તેનો અનુભવ થતો હોવાથી, જેમ સુખના પ્રકર્ષનો અનુભવ પુણ્યના પ્રકર્ષથી થાય છે તેમ આ દુઃખનો પ્રકર્ષ પણ તેને અનુસરનારા પાપકર્મના પ્રકર્ષથી જ ઉત્પન્ન થયેલો છે. માટે દુઃખનો પ્રકર્ષ તેને અનનુરૂપ એવા પુણ્યના અપકર્ષથી થયેલો નથી. તેથી પુણ્યના અપકર્ષથી દુઃખનો પ્રકર્ષ થાય છે આવા પ્રકારનો જે પહેલો પક્ષ છે તે અયુક્ત છે. ll૧૯૩૧
પ્રથમપક્ષના ખંડનમાં જ બીજી યુક્તિ કહે છે - तह बज्झसाहणप्पगरिसंगभावादिहण्णहा न तयं । विवरीयबज्झसाहणबलप्पगरिसं अवेक्खेजा ॥१९३२॥ (तथा बाह्यसाधनप्रकर्षाङ्गभावादिहान्यथा न तत् । વિપરીતવીદાસTધનવનપ્રશ્નઈમપેક્ષેત )
Page #540
--------------------------------------------------------------------------
________________
નવમા ગણધર - અચલભ્રાતા
૫૧૫
ગાથાર્થ - બાહ્ય એવા અનિષ્ટાહારાદિ સાધનનો પ્રકર્ષ એ (દુઃખમાં) કારણ હોવાથી એમ ન માનીએ
દુઃખની બહુલતા એ પુણ્યના અપકર્ષથી જન્ય નથી. અન્યથા (એટલે તો) વિપરીત એવા અનિષ્ટાહારાદિ બાહ્ય સાધનોના બલના પ્રકર્ષની તે દુઃખબહુલતા અપેક્ષા ન રાખત. ૧૯૩૨॥
ગણધરવાદ
વિવેચન - મૂલગાથામાં લખેલો ‘“તથા” શબ્દ બીજી યુક્તિ જણાવવા માટે છે. આ સંસારમાં સર્વે પણ પ્રાણીઓને જે દુઃખની બહુલતા પ્રાપ્ત થાય છે તે કેવલ એકલા પુણ્યના અપકર્ષમાત્રથી જન્ય હોઈ શકતી નથી. કારણ કે દુઃખની બહુલતામાં બાહ્ય જે જે અનિષ્ટ આહાર-પાણી, અનિષ્ટ ઔષધ, અનિષ્ટક્ષેત્ર ઈત્યાદિ (પાપોદયજન્ય) કારણોનો જે પ્રકર્ષ છે તે જ તેમાં કારણ બને છે, આમ જો ન માનીએ અને વિપરીત માનીએ, એટલે કે દુઃખપ્રકર્ષમાં પાપ કારણ નથી પણ પુણ્યનો અપકર્ષ કારણ છે. આમ જો માનીએ તો એટલે કે જો દુઃખની બહુલતા પુણ્યના અપકર્ષમાત્રથી જ જન્ય છે. આમ માનીએ તો પુણ્યોદયથી પ્રાપ્ત થતા ઈષ્ટ એવા આહાર-પાણી-ઔષધ અને ક્ષેત્રાદિથી જ તે દુઃખ પ્રકર્ષ થવો જોઈએ. પરંતુ તેનાથી (પુણ્યોદયથી) વિપરીત એવા પાપોદયથી પ્રાપ્ત થતા એવા અનિષ્ટ આહાર-પાણી-ઔષધાદિ બાહ્ય સાધનોના પ્રકર્ષની એટલે બાહ્ય સાધનોના સામર્થ્યની અપેક્ષા તે દુઃખબહુલતાએ રાખવી જોઈએ નહીં.
ભાવાર્થ એવો છે કે - દુઃખની બહુલતા જો પુણ્યના અપકર્ષથી જન્ય હોત તો પુણ્યોદયથી પ્રાપ્ત થતાં એવાં ઈષ્ટ આહારાદિ જે સાધનો છે તેના અપકર્ષથી આ દુઃખબહુલતા થવી જોઈએ. પરંતુ સંસારમાં આમ થતું નથી. અનિષ્ટ આહારાદિથી ઝાડા
ઉલટી આદિ પેટની પીડા જેવી થાય છે તેવી પેટની પીડા ઈષ્ટ એવા આહારાદિ ઓછાં લેવાથી થતી નથી. વિષપાનથી જેવું મૃત્યુ થાય છે તેવું મૃત્યુ અમૃત અલ્પ પીવાથી થતું નથી. માટે તે દુઃખની બહુલતા ઈષ્ટ આહારાદિની અલ્પતાથી થતી નથી. પરંતુ ઈષ્ટ આહારાદિથી વિપરીત એવાં જે અનિષ્ટ આહારાદિ બાહ્ય સાધનો છે તેના જ સામર્થ્યથી થાય છે. એટલે કે દુઃખની બહુલતા અનિષ્ટ એવાં આહાર-પાણી અને ઔષધાદિની અપેક્ષા રાખે છે પણ તે દુઃખની બહુલતા પુણ્યોદયજન્ય ઈષ્ટ આહારાદિની અલ્પતાની અપેક્ષા રાખતી નથી. માટે દુ:ખબહુલતાનું કારણ પુણ્યનો અપકર્ષ નથી પણ પાપનો પ્રકર્ષ જ કારણ છે. આ રીતે સુખનું કારણ પુણ્ય અને દુઃખનું કારણ પાપ એમ બન્ને કર્મો સ્વતંત્ર અને ભિન્ન ભિન્ન છે. ૧૯૩૨॥
देहो नावचयकओ, पुण्णुक्करिसे व मुत्तिमत्ताओ ।
होज्ज व स हीणतरओ, कहमसुभयरो महल्लो य ? ॥१९३३॥
Page #541
--------------------------------------------------------------------------
________________
૫૧૬
નવમા ગણધર - અચલભ્રાતા
(देहो नापचयकृतः, पुण्योत्कर्ष इव मूर्तिमत्त्वात् ।
भवेद् वा स हीनतरकः, कथमशुभतरो महांश्च ? ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - શરીર એ પુણ્યના અપકર્ષથી જન્ય નથી, કારણ કે મૂર્તિમાન છે માટે, જેમ પુણ્યના ઉત્કર્ષથી પ્રાપ્ત થયેલ સુંદર શરીર. અથવા પુણ્યના અપકર્ષથી જન્ય જો શરીર હોય તો નાનું અને શુભ થવું જોઈએ પણ મહાન અને અશુભતર કેમ બને ? ૧૯૩૩॥
–
વિવેચન - રોગોથી ભરેલું અને અતિશય દુઃખી એવું હાથીનું મોટું શરીર કેવલ એકલા પુણ્યના અપચય માત્રથી બનેલું નથી. જે લોકો કેવલ એકલા પુણ્યકર્મને જ માને છે, પાપને માનતા નથી. આવા પ્રકારનો પાંચ વિકલ્પોમાંનો જે પ્રથમ વિકલ્પ છે. તેઓના મતે પુણ્યના ઉત્કર્ષથી સુંદર શરીર બને છે અને પુણ્યના અપકર્ષથી દુઃખી શરીર પ્રાપ્ત થાય છે. આવી તેઓની માન્યતા છે. તે વાતનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે -
દુઃખી-રોગી અને વેદનાથી ભરેલું હાથીનું શરીર કેવલ એકલા પુણ્યના અપકર્ષ માત્રથી થયેલું નથી. કારણ કે તે શરીર મૂર્તિમાન છે માટે, જે જે શરીરો મૂર્તિમાન હોય છે તે તે શરીરો કેવલ પુણ્યના અપકર્ષથી જન્ય હોય એવી વ્યાપ્તિ થતી નથી. જેમકે અનુત્તરવાસી દેવોનાં શરીરો અને ચક્રવર્તી રાજાનાં શરીરો, આ શરીરો મૂર્તિમાન છે અને પુણ્યાપકર્ષજન્ય નથી, પણ પુણ્યના ઉત્કર્ષજન્ય છે. આ અન્વયવ્યાપ્તિ થઈ. તથા જે જે પુણ્યના અપકર્ષજન્ય હોય છે તે તે મૂર્તિમાન પણ હોતું નથી. જેમકે કંઈ પણ ન પ્રાપ્ત થવું તે. અર્થાત્ જેમ જેમ પુણ્ય ઘટતું જાય છે તેમ તેમ આ જીવને મૂર્તિમાન એવું કોઈપણ સુખસાધન મળતું નથી. આ વ્યતિરેક વ્યાપ્તિ જાણવી.
આ રીતે વિચારતાં જેમ ઉત્કૃષ્ટપુણ્યથી અતિશય સુંદર દેહની પ્રાપ્તિ થાય છે તેમ જો પુણ્યના અપકર્ષથી દેહની પ્રાપ્તિ થતી હોય તો અલ્પ એવી પણ સુંદરતાવાળું શરીર મળવું જોઈએ. અપકર્ષ હોવાથી અલ્પ અને પુણ્ય હોવાથી સુંદરતા અર્થાત્ પુણ્યના અપકર્ષથી મળતું શરીર અલ્પ શુભતાવાળું હોવું જોઈએ. પણ ઘણું મોટું અને અશુભતર ન હોવું જોઈએ. તેથી દુઃખી એવું હાથીનું શરીર ઘણું મોટું છે અને ઘણું અશુભ છે. અર્થાત્ ઘણી પીડા (વેદના)વાળું છે. તેથી તે પુણ્યાપકર્ષજન્ય કેમ કહેવાય ?
જે મોટાપણું છે તે મહાન-પુણ્યના ઉત્કર્ષથી જન્ય છે અને જે રોગી-દુઃખી-પીડિતઅશુભતરપણું છે તે અશુભ કર્મોથી (પાપથી) પ્રાપ્ત થાય છે. કારણ કે પુણ્ય એ સુખનું કારણ છે તેથી જેમ પુણ્યનો ઉત્કર્ષ હોય તો સુખનો ઉત્કર્ષ હોય છે. તેમ જો પુણ્યનો અપકર્ષ હોય તો સુખની અલ્પતા હોય, પણ દુ:ખની બહુલતા તો ન જ હોય. કારણ કે
Page #542
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
નવમાં ગણધર - અચલભ્રાતા
૫૧૭
પુણ્ય એ દુઃખનું કારણ જ નથી. માટે પીડાવાળું દુઃખી શરીર પાપકર્મના (અશુભ કર્મના) ઉદયથી જન્ય છે. આ રીતે જેમ પુણ્ય છે તેમ પાપ પણ છે જ.
અલ્પ પુણ્ય હોય તો પણ તેના વડે શુભ જ દેહ પ્રાપ્ત થાય. ભલે અલ્પ શુભતા હોય પણ દુઃખી શરીર ન જ પ્રાપ્ત થાય. જેમકે અલ્પમાત્રાવાળા સુવર્ણ વડે જે ઘટ બનાવાય તે ઘટ ભલે નાનો બને, પણ બને તો સોનાનો જ, પરંતુ તે કંઈ માટીનો કે તાંબાનો ઘટ બનતો નથી. સારાંશ કે સોનું ભલે અલ્પમાત્રાવાળું હોય તો પણ તે વિશિષ્ટ ધાતુપણે જ રહે, તેમ પુણ્યનો ભલે અપકર્ષ હોય તો પણ તે પુણ્યકર્મ હોવાથી સુખનો જ હેતુ બને. દુઃખનો હેતુ ન બને. ભલે અલ્પમાત્રાવાળું સુખ આપે પણ સુખ જ આપે દુઃખ તો ન જ આપે. માટે દુઃખી, રોગી, પીડિત એવું શરીર પુણ્યાપકર્ષજન્ય નથી. પરંતુ પાપના ઉદયથી જન્ય છે. તેથી કેવલ એકલું પુણ્ય આ સંસારમાં નથી. પણ પુણ્ય અને પાપ એમ બન્ને કર્મો છે જ. આ રીતે “કેવલ એકલું પુણ્યકર્મ જ છે” આ નામના પ્રથમપક્ષનું ખંડન અહીં સમાપ્ત થયું. l૧૯૩૩
હવે “પાપકર્મ જ એકલું છે, તેના ઉત્કર્ષથી દુઃખ અને તેના જ અપકર્ષથી સુખ મળે છે. આ નામનો બીજો પક્ષ તથા પુણ્ય-પાપાત્મક મિશ્ર કર્મ છે. આ નામના ત્રીજા પક્ષનું ખંડન કરતાં પરમાત્માશ્રી સમજાવે છે કે -
एवं चिय विवरीयं जोएजा सव्वं पावपक्खे वि । न य साहारणरूवं कम्म, तक्कारणाभावा ॥१९३४॥ ( एवमेव विपरीतं, योजयेत् सर्वं पापपक्षेऽपि । न च साधारणरूपं कर्म तत्कारणाभावात् ॥)
ગાથાર્થ - આ જ પ્રમાણે “એકલું પાપકર્મ જ છે” આવા પ્રકારના બીજા પક્ષમાં પણ ઉપરોક્ત સર્વ હકીકત વિપરીતપણે જોડવી. તથા પુણ્ય અને પાપ એમ બન્નેનું સાથે મળીને બનેલું મિશ્ર એવું પણ એક કર્મ નથી. કારણ કે તેવું મિશ્નકર્મ બંધાતું હોય તેવાં કારણોનો અભાવ છે. ૧૯૩૪
વિવેચન - ૧૯૦૮ ગાથામાં કહેલા પાંચ પક્ષોમાંથી પ્રથમ પક્ષ “પુણ્યકર્મ માત્ર જ છે” આ પક્ષનું ખંડન સમાપ્ત કરીને હવે “પાપકર્મ જ માત્ર છે” આવી માન્યતાવાળા બીજા પક્ષનું ખંડન આ ગાથામાં કરે છે. બીજા પક્ષવાળાનું કહેવું એવું છે કે –
આ સંસારમાં “પાપકર્મ જ એક છે” પુણ્યકર્મ નથી. પાપનો જો ઉત્કર્ષ હોય તો
Page #543
--------------------------------------------------------------------------
________________
૫૧૮
નવમાં ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
અતિશય દુઃખ આવે છે અને તે જ પાપના અપકર્ષથી સુખ પ્રાપ્ત થાય છે. આમ દુઃખ અને સુખ આ બન્ને પાપથી જ સિદ્ધ થઈ જાય છે. માટે પુણ્યકર્મ માનવાની જરૂર નથી. પાપનો ઉત્કર્ષ એ દુઃખનું કારણ અને પાપનો અપકર્ષ એ સુખનું કારણ છે. આવા પ્રકારની માન્યતાવાળા આ બીજા પક્ષના ખંડન માટે “કેવલ પુણ્યકર્મ જ છે એવા પ્રકારના પ્રથમ પક્ષના ખંડનવાળા વાદમાં જે જે દૂષણો કહ્યાં તેનાથી વિપરીત બુદ્ધિ વડે સર્વ ન્યાય અહીં પણ સ્વયં જોડી દેવો. તે આ પ્રમાણે છે -
પાપ એ દુઃખનું જ કારણ હોવાથી જેમ ઉત્કૃષ્ટ પાપ હોય તો ઉત્કૃષ્ટ દુઃખ હોય છે. તેમ પાપનો અપકર્ષ હોય (એટલે કે અલ્પ પાપ હોય) તો તેનાથી ભલે અલ્પમાત્રાવાળું દુઃખ પ્રાપ્ત થાય, પણ તે પાપના અપકર્ષથી દુઃખ જ પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત ન જ થાય. કારણ કે જેમ પુણ્ય સુખનું જ કારણ છે. તેનાથી દુઃખ ન જ આવે, તેમ પાપ દુઃખનું જ કારણ છે માટે તેનાથી દુઃખ જ આવે, પરંતુ અલ્પમાત્રાવાળું પણ સુખ ન જ આવે. જેમ અમૃત એ જીવનનું કારણ છે તે ઉત્કૃષ્ટમાત્રામાં હોય તો જીવનને ઉત્કૃષ્ટપણે લંબાવે અને તે જ અમૃત અલ્પમાત્રામાં હોય તો જીવનને અલ્પમાત્રાએ લંબાવે, પણ લંબાવવાનું કામ કરે, ટૂંકાવવાનું કામ ન જ કરે. તથા વિષ વધારે પ્રમાણમાં હોય તો તરત જ મૃત્યુ કરાવે અને તે જ વિષનો થોડો એવો પણ અંશ હોય તો ધીમે ધીમે મૃત્યુ કરાવે પણ મૃત્યુનું જ કારણ બને. સ્વાથ્યનું કે લાંબા જીવનનું કારણ બનતું નથી. વિષનો અંશ છે તેટલા અંશમાત્રથી તે સ્વાથ્યહેતુ બનતો નથી. કારણ કે આખરે તો તે અંશ-લવ છે તો પણ વિષનો જ લવ છે. એટલે વિષનું ફળ જે મારણ છે તે મારણને જ આપનાર બને છે. જીવાડનાર બનતું નથી.
આ રીતે વિચારતાં અલ્પ એવું પણ સુખ પુણ્યકર્મથી જન્ય છે પણ પાપના અપકર્ષથી જન્ય નથી. આ રીતે ઉપર કહેલી દિશા પ્રમાણે વિપરીત પણે પોતાની બુદ્ધિથી જ સ્વયં સમજી લેવું. તેથી જેમ જીવનનો હેતુ અમૃત અને મરણનો હેતુ વિષ એમ બને કાર્યોમાં બન્ને કારણો ભિન્ન ભિન્ન છે અને સ્વતંત્ર છે. અમૃતની અલ્પતાથી મૃત્યુ-આત્મક કાર્ય અને વિષની અલ્પતાથી જીવનાત્મક કાર્ય થતું નથી. તેની જેમ સુખ અને દુઃખાત્મક બન્ને પ્રકારનાં કાર્યોનું પુણ્ય-પાપાત્મક અને પ્રકારનું કર્મ ભિન્ન-ભિન્ન અને સ્વતંત્ર સમજવું જોઈએ, પણ પુણ્યના અપકર્ષથી દુઃખ અને પાપના અપકર્ષથી સુખ માનવું જોઈએ નહીં. કારણ કે પુણ્યકર્મ ક્યારેય દુઃખનું અને પાપકર્મ ક્યારેય સુખનું કારણ બનતું નથી. આ રીતે બીજા પક્ષનું ખંડન પણ અહીં સમાપ્ત થયું.
Page #544
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ નવમા ગણધર - અચલભ્રાતા
૫૧૯ સુખનું કારણ પુણ્ય અને દુઃખનું કારણ પાપ હોવાથી બન્ને કર્મો ભિન્ન ભિન્ન છે અને સ્વતંત્ર છે. તેથી જ બન્નેને સાથે મળીને સાધારણરૂપે સંકીર્ણ (મિશ્ર) બનેલું એવું એક કર્મ છે. આમ પણ ન માનવું જોઈએ. પાંચ પક્ષોમાંનો આ ત્રીજો પક્ષ છે કે જેઓ પુણ્ય-પાપનું સાથે મળેલું મિશ્ર એવું એક કર્મ માને છે. તેમાં પુણ્યની અધિકતા હોય તો સુખ અને તેમાં જ પાપની અધિકતા હોય તો દુઃખ પ્રાપ્ત થાય છે આમ જેઓ માને છે. તેઓની આ માન્યતા પણ ખોટી છે.
સંકીર્ણ સ્વભાવવાળું (મિશ્ર સ્વભાવવાળું) પુણ્ય-પાપાત્મક એવું સાધારણરૂપે એક કર્મ હોય, આવું બનતું નથી. કારણ કે આવા પ્રકારના તે મિશ્ર સ્વભાવવાળા કર્મના બંધનાં કોઈ કારણો શાસ્ત્રોમાં જણાવ્યાં નથી. મિશ્નકર્મ બંધાવે એવું કોઈ કારણ નથી. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ કારણોમાંથી કોઈ કોઈ અશુભરૂપે હોય ત્યારે પાપકર્મબંધનાં કારણો બને છે અને કોઈ કોઈ શુભરૂપે હોય ત્યારે પુણ્ય કર્મબંધનાં કારણ બને છે પણ ઉભયાત્મક કર્મનાં કારણો કોઈ બનતાં નથી. આ જ વાત અનુમાનપ્રયોગથી આ પ્રમાણે છે -
સçીમ રૂપ ર્મ નાસ્તિ, (સંકીર્ણ = મિશ્ર એવું ઉભયસ્વભાવવાળું કર્મ નથી), સમાવ્યાનૈવવિધ%IRUત્વિાન્ = કારણ કે આવા પ્રકારના કર્મબંધનાં કારણનો જ અસંભવ છે માટે, વધ્યપુત્રવત્ = વલ્ગાપુત્રની જેમ. આ અનુમાનથી મિશ્રસ્વભાવવાળું કર્મ માનનારા ત્રીજા પક્ષનું ખંડન થાય છે. ll૧૯૩૪ll
અનુમાનપ્રયોગમાં હેતુ અસિદ્ધ છે એમ કોઈ કહે તો તે દોષને દૂર કરતાં પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ જણાવે છે કે -
कम्मं जोगनिमित्तं, सुभोऽसुभो वा स एगसमयम्मि । होज न उ उभयरूवो, कम्मंपि तओ तयणुरूवं ॥१९३५॥ (कर्म योगनिमित्तं, शुभोऽशुभो वा स एकसमये । भवेन् न तूभयरूप: कर्मापि ततस्तदनुरूपम् ॥)
ગાથાર્થ - યોગના નિમિત્તે કર્મનો બંધ થાય છે અને એકસમયમાં એકજીવને તે યોગ કાં તો શુભ હોય છે અથવા કાં તો અશુભ હોય છે. પરંતુ ઉભયરૂપ યોગ એક સમયમાં હોતો નથી. તેથી તેને અનુસારે કર્મબંધ પણ પુણ્યાત્મક અથવા પાપાત્મક થાય છે. પરંતુ મિશ્નકર્મ બંધાતું નથી. ll૧૯૩૫ll
Page #545
--------------------------------------------------------------------------
________________
પ૨)
નવમાં ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
વિવેચન - સમાવ્યાનૈવંવિઘાર ત્વત્િ આ હેતુ પક્ષમાં ઘટતો નથી એમ સમજીને કોઈ વાદી આ હેતુને અસિદ્ધ હેત્વાભાસ કરે અને તેનાથી ઉપરોક્ત અનુમાનને ખોટું પાડે તો ગ્રંથકારશ્રી તેનો પહેલેથી જ જવાબ આપતાં કહે છે કે –
મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય અને યોગ આ પાંચ કર્મબંધનાં કારણો છે. તેમાં મિથ્યાત્વાદિ પ્રથમનાં ચાર સ્થિતિબંધ અને રસબંધનાં કારણો છે અને યોગ એ પ્રદેશબંધ અને પ્રકૃતિબંધનું કારણ છે. તેથી સ્થિતિબંધ-રસબંધવાળું કે સ્થિતિબંધ-રસબંધ વિનાનું પણ કર્મ યોગ દ્વારા બંધાય છે. ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી મિથ્યાત્વાદિ ચાર બંધહેતઓમાંથી કોઈને કોઈ બંધ હેતુ હોય છે તેથી ત્યાં સામ્પરાયિકબંધ થાય છે અને ૧૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી મિથ્યાત્વાદિ ચાર બંધહેતુ હોતા નથી પરંતુ કેવલ યોગ બંધહેતુ છે માટે ઈર્યાપથિકબંધ થાય છે. આ રીતે સામ્પરાયિકબંધમાં કે ઈર્યાપથિકબંધમાં યોગ તો સર્વત્ર વ્યાપકપણે બંધનું કારણ છે. તેથી આ પાંચમા યોગ નામના કારણને આશ્રયી વ્યાપકપણે વિધાન કરેલ છે. મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનક સુધી, અવિરતિ ૪/૫ ગુણસ્થાનક સુધી, પ્રમાદ છ ગુણસ્થાનક સુધી, કષાય દસ ગુણસ્થાનક સુધી અને યોગ તેર ગુણસ્થાનક સુધી બંધહેતુ હોય છે.
આ પ્રમાણે યોગનું અંતે વિધાન કરેલ હોવાથી ૧ થી ૧૩ ગુણસ્થાનકમાં સર્વત્ર કર્મબંધનો હેતુ હોવાથી, કર્મબંધનું હેતુપણું યોગની સાથે અવિનાભાવસંબંધવાળું છે તેથી મન-વચન-કાયાના યોગોને જ બંધહેતુ કહેવામાં આવે છે. માટે યોગના નિમિત્તે કર્મ બંધાય છે આમ કહેવાય છે. તત્ત્વાર્થાધિગમસૂત્રમાં કહ્યું છે કે “યવન: યોગી:, સ
શ્રવ:' કાયા-વચન અને મનની જે ચેષ્ટા તે જ યોગ છે અને તેને જ આશ્રવ કહેવાય છે. આ રીતે યોગ એ કર્મબંધનો હેતુ છે. આ વાત સમજાવી.
હવે તે મન-વચન અને કાયાનો યોગ શુભ પણ હોય છે અને અશુભ પણ હોય છે. પરંતુ એક જીવને એક સમયમાં કાં તો શુભયોગ પ્રવર્તે, કાં તો અશુભયોગ પ્રવર્તે પરંતુ શુભાશુભ ઉભયાત્મક યોગ પ્રવર્તે નહીં. તેથી કારણને અનુરૂપ જ કાર્ય થાય, જો આત્માને શુભયોગ પ્રવર્તતો હોય તો તેવા પ્રકારનું કારણ હોવાથી તેના ફળસ્વરૂપે કર્મબંધ પણ શુભ એવો પુણ્યબંધ સ્વરૂપ જ કર્મબંધ થાય છે અને જ્યારે આ જીવને અશુભયોગ પ્રવર્તતો હોય ત્યારે તેવા પ્રકારનું કારણ હોવાથી તેના ફળસ્વરૂપે કર્મબંધ પણ અશુભ એવો પાપરૂપ જ બંધ થાય છે. પરંતુ સંકીર્ણસ્વભાવવાળું ઉભયાત્મક એવું કર્મ એક કાલે જીવને બંધાતું નથી. માટે સંકીર્ણસ્વભાવવાળું કર્મને માનનારો ત્રીજો પક્ષ પણ બરાબર નથી. ll૧૯૩૫
Page #546
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
૫૨૧
नणु मण-वइ-काओगा, सुभासुभा वि समयम्मि दीसंति । दव्वम्मि मीसभावो, भवेज न उ भावकरणम्मि ॥१९३६॥ (ननु मनो-वाक्-काययोगाः, शुभाशुभा अपि समये दृश्यन्ते । द्रव्ये मिश्रभावो भवेन्, न तु भावकरणे ॥)
ગાથાર્થ - પ્રશ્ન - એક જીવમાં એક સમયમાં શુભ અને અશુભ એવા મન-વચન અને કાયાના યોગો હોય છે આવું દેખાય છે. ઉત્તર-દ્રવ્યયોગમાં મિશ્રભાવ દેખાય છે. પરંતુ ભાવયોગમાં મિશ્રભાવ હોતો નથી. ll૧૯૩૬/l
વિવેચન - એક જીવમાં એક સમયમાં શુભ જ યોગ હોય છે અથવા અશુભ જ યોગ હોય છે. આવું ૧૯૩પમી ગાથામાં જે કહેવામાં આવ્યું છે તે વિષયમાં અલભ્રાતાજી પ્રશ્ન કરે છે કે -
એક જીવમાં એક સમયમાં શુભ અને અશુભ એમ બન્ને પ્રકારના મન-વચનકાયાના યોગો એકીસાથે પ્રત્યક્ષ નજરે દેખાય જ છે તો પછી ઉપરની ગાથામાં એમ કેમ કહેવાય છે કે કાં તો શુભ જ યોગ હોય છે અથવા કાં તો અશુભ જ યોગ હોય છે, આવું શા માટે કહેવાય છે ? બને યોગો સાથે હોય એમ દેખાય છે. તે આ પ્રમાણે -
કોઈક દાતા અવિધિએ પોતાની ઈચ્છા પ્રમાણે વિવેકરહિતપણે દાન આપવાનો મનમાં વિચાર કરે અને તેના સંબંધમાં ચિંતન-મનન કરે તો તે શુભાશુભ મિશ્ર મનોયોગ થયો કહેવાય. કારણ કે દાન આપવાનો જે વિચાર છે તે શુભ અને અવિધિએ પ્રવર્તવું છે તે અશુભ - આમ બન્ને પ્રકારનો મનયોગ સાથે થયો.
એવી જ રીતે અવિધિએ દાનાદિ ધર્મનો કોઈ વક્તા ઉપદેશ આપે ત્યારે શુભાશુભમિશ્ર વચનયોગ પણ થયો તથા અવિધિએ જ જિનેશ્વરપ્રભુની પૂજા-વંદન આદિ ધર્માનુષ્ઠાનો આદરતાં શુભાશુભ-મિશ્ર કાયયોગ પણ થયો. આ રીતે મિશ્ર યોગ હોય છે. તેથી તેનાથી બંધાતું કર્મ પણ પુણ્ય-પાપાત્મક એવું મિશ્ર એક કર્મ હોય આવું કેમ ન બને?
ઉત્તર - તતયુક્તમ્ = તે આ પ્રશ્ન ઉચિત નથી. યોગ બે પ્રકારનો છે એક દ્રવ્યયોગ અને બીજો ભાવયોગ. ત્યાં મનયોગપણે વચનયોગપણે અને કાયયોગપણે પ્રવર્તતાં એવાં (મનોવર્ગણાનાં-ભાષાવર્ગણાનાં અને ઔદારિકાદિ વર્ગણાનાં) જે પુગલદ્રવ્યો છે, તે દ્રવ્યયોગ છે. તથા તે પુદ્ગલો દ્વારા મન-વચન અને કાયાનું પરિસ્પન્દનાત્મક (હલન-ચલનરૂપે-અસ્થિરતારૂપે) જે થયું તે પણ દ્રવ્યયોગ કહેવાય છે. કારણ કે આ
Page #547
--------------------------------------------------------------------------
________________
પ૨૨
નવમાં ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
બન્નેમાં પુલાત્મક પરદ્રવ્યરૂપ આ યોગ છે. માટે દ્રવ્યયોગ છે. પરંતુ આ બન્ને પ્રકારનો દ્રવ્યયોગ છે હેતુ જેમાં એવો આત્મદ્રવ્યનો જે અધ્યવસાય તે ભાવયોગ છે. ઉપરોક્ત બને પ્રકારના પુદ્ગલદ્રવ્યો (રૂપ દ્રવ્યયોગ) દ્વારા આત્મામાં જે જે અધ્યવસાયો આવિર્ભત થાય છે તે અધ્યવસાયસ્થાનને (આત્મદ્રવ્યનું વૈભાવિક સ્વરૂપ) હોવાથી ભાવયોગ કહેવાય છે.
ત્યાં ઉપર કહેલ અવિધિએ દાન આપવાની વિચારણા, દાન આપવાનો ઉપદેશ અને જિનપૂજા-વંદનાદિ કરવાં ઈત્યાદિ રૂપે જે મન-વનચ-કાયાના યોગો છે. તેવા યોગમાં બને પ્રકારના જે દ્રવ્યયોગો દેખાય છે. તેમાં વ્યવહારનયની દૃષ્ટિએ શુભતા અને અશુભતા એમ મિશ્રતા સંભવી શકે છે. કારણ કે તે યોગ પુદ્ગલદ્રવ્યાશ્રિત છે અને પુદ્ગલદ્રવ્ય શુભાશુભ સાથે હોઈ શકે છે. વ્યવહારનય ભૂલદૃષ્ટિવાળો છે. તે આવા પ્રકારના પુદ્ગલદ્રવ્યાત્મક દ્રવ્યયોગને (ભાવયોગનું કારણ હોવાથી) કર્મબંધનો હેતુ માને છે. પરંતુ મન-વચન અને કાયાના નિમિત્તે આત્મામાં પ્રગટ થતા અધ્યવસાયાત્મક ભાવયોગમાં આવી શુભાશુભતા મિશ્રરૂપે હોતી નથી. નિશ્ચયનય સૂક્ષ્મદૃષ્ટિવાળો છે. તે આત્માના અધ્યવસાયાત્મક ભાવયોગને બંધહેતુ માને છે.
- ભાવાર્થ એવો છે કે - વ્યવહારનયની દૃષ્ટિએ દ્રવ્યયોગ શુભાશુભરૂપે ઈચ્છાય છે. પરંતુ નિશ્ચયનયની દૃષ્ટિએ તે જ દ્રવ્યયોગ દ્વારા આત્મામાં પ્રગટ થતો અધ્યવસાયાત્મક જે ભાવયોગ હોય છે તે જ પરમાર્થથી કર્મબંધનું કારણ છે અને તે ભાવયોગ કાં તો શુભ જ હોય છે અથવા કાં તો અશુભ જ હોય છે. પરંતુ ઉભયાત્મક-મિશ્રયોગ એકસમયમાં સાથે હોતો નથી.
ઉપર કહેલાં ચિન્તન-દેશના અને ધર્માનુષ્ઠાન કરતી વખતે પ્રવર્તતા દ્રવ્યયોગો પણ નિશ્ચયનયની દૃષ્ટિએ શુભાશુભ-મિશ્રરૂપે સંભવતા નથી. કારણ કે દાનાદિનું ચિંતન દાનાદિનો ઉપદેશ અને કાયાથી કરાતાં ધર્માનુષ્ઠાનો શુભક્રિયા હોવા છતાં પણ અવિધિદોષવાળાં હોવાથી નિશ્ચયનયની દૃષ્ટિએ આત્માનો તે કાલે અધ્યવસાય (પરિણામ) અશુભ જ છે. માટે ભાવયોગની દૃષ્ટિએ આ અશુભયોગ જ છે અને આ ભાવયોગ જ કર્મબંધનો હેતુ હોવાથી આગમ-શાસ્ત્રોમાં નિશ્ચયનયની દૃષ્ટિની જ વિવક્ષા કરવામાં આવી છે.
શુભ અધ્યવસાયસ્થાનો અને અશુભ અધ્યવસાય સ્થાનો એમ બે પ્રકારના અધ્યવસાય સ્થાનોને મુકીને શુભાશુભ (એટલે કે મિશ્ર) એવા અધ્યવસાયસ્થાનસ્વરૂપ ત્રીજો રાશિ આગમશાસ્ત્રોમાં ક્યાંય ઈચ્છાતો નથી કે જેથી અધ્યવસાયસ્થાનસ્વરૂપ ભાવયોગમાં શુભાશુભત્વરૂપ મિશ્રપણું ઘટે. તેથી એક જીવમાં એક સમયમાં ભાવયોગ કાં તો શુભ
Page #548
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
પર૩
હોય અથવા કાં તો અશુભ હોય છે. પણ એક જ પ્રકાર હોય છે. મિશ્ર સંભવતો નથી. તેથી તેવા શુભ અને અશુભ યોગના નિમિત્તે બંધાતું કર્મ પણ પુણ્ય અને પાપાત્મક બે પ્રકારનું ભિન્ન ભિન્ન હોય છે પણ મિશ્રરૂપ એક પ્રકારનું કર્મ સંભવતું નથી આમ સિદ્ધ થયું. ૧૯૩૬/
ઉપર કહેલી વાતને જ વધારે સ્પષ્ટ કરે છે - झाणं शुभमसुभं वा, न उ मीसं जं य झाणविरमे वि । लेसा सुभाऽसुभा वा, सुभमसुभं वा तओ कम्मं ॥१९३७॥ (ध्यानं शुभमशुभं वा, न तु मिश्रं यच्च ध्यानविरमेऽपि । लेश्या शुभाऽशुभा वा, शुभमशुभं वा ततः कर्म ॥)
ગાથાર્થ – ધ્યાન પણ શુભ અથવા અશુભ છે પણ મિશ્ર નથી. ધ્યાન વિરામ પામે ત્યારે વેશ્યા પણ શુભ અથવા અશુભ છે (પણ મિશ્ર નથી). તેથી ભાવયોગજન્ય કર્મ પણ શુભ અને અશુભ એમ દ્વિવિધ છે પણ મિશ્ર નથી. /૧૯૩૭ll
વિવેચન - કોઈ પણ એક વિષયના ચિંતન-મનનમાં આત્માનું સ્થિર થવું તે ધ્યાન. જે કારણથી આગમોમાં એક કાલે એક જીવને કાં તો ધર્મધ્યાન અથવા કાં તો શુકલધ્યાન, આમ આ બેમાંનું કોઈ એક શુભ ધ્યાન હોય છે અથવા આર્ત અને રૌદ્ર ધ્યાનમાંનું કોઈ એક અશુભ ધ્યાન હોય છે આમ આગમોમાં જણાવેલું છે. પરંતુ શુભાશુભરૂપ મિશ્ર ધ્યાન ક્યાંય કહેલું નથી. જ્યારે ધ્યાનસ્થાવસ્થા વિરામ પામે ત્યારે પણ કાં તો તેજો-પા અને શુકલ વગેરે શુભલેશ્યા પ્રવર્તે છે અથવા કૃષ્ણ, નીલ અને કાપાત વગેરે અશુભલેશ્યા પ્રવર્તે છે. પરંતુ શુભાશુભસ્વરૂપ મિશ્રલેશ્યા પ્રવર્તતી નથી. ધ્યાન અને વેશ્યાત્મક આત્માના જે અધ્યવસાયો છે તે જ ભાવયોગ છે. તેથી તે ભાવયોગો પણ એક કાલે કાં તો શુભ હોય અથવા કાં તો અશુભ હોય. પણ મિશ્ર ભાવયોગો હોતા નથી.
તેથી ભાવયોગોના નિમિત્તે બંધાનારું કર્મ પણ એક કાલે કાં તો પુણ્યકર્માત્મક શુભકર્મ બંધાય છે અથવા પાપકર્માત્મક અશુભકર્મ બંધાય છે. પરંતુ પુણ્ય-પાપાત્મક એવું મિશ્ર કર્મ બંધાતું નથી. માટે ત્રીજો પક્ષ પણ ઉચિત નથી. ll૧૯૩૭
पुव्वगहियं च कम्मं, परिणामवसेण मीसयं नेजा । इयरेयरभावं वा, सम्मा-मिच्छाई न उ गहणे ॥१९३८॥
Page #549
--------------------------------------------------------------------------
________________
૫૨૪
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
(पूर्वगृहीतं च कर्म, परिणामवशेन मिश्रतां नयेत् । રૂતરેતરમાવ વા સહિ-મિથ્યાત્વે, ન તુ પ્રાપો )
ગાથાર્થ - પૂર્વકાલમાં ગ્રહણ કરેલું (બાંધેલું) એવું કર્મ અધ્યવસાયના બલથી મિશ્રતાને (મિશ્રમોહનીયરૂપે) થાય છે અથવા સમ્યકત્વમોહનીયરૂપે અને મિથ્યાત્વમોહનીય રૂપે એમ ઈતર-ઈતરભાવને પામે છે. પરંતુ ગ્રહણકાલે (કર્મ બંધાતું હોય ત્યારે) શુભાશુભ એવું મિશ્નકર્મ બંધાતું નથી. ૧૯૩૮
વિવેચન - અથવા પૂર્વકાલમાં બાંધેલું કર્મ હજુ શુભાશુભ એવા મિશ્રભાવને પામે છે. આવી સંભાવના (કલ્પના) કરાય છે. પણ બાંધતી વખતે (બંધકાલે) શુભાશુભ એવું મિશ્ર કર્મ બંધાતું હોય આવું બનતું નથી.
શાસ્ત્રના અનુસારે હજુ આવી સંભાવના (કલ્પના) કરાય છે કે પૂર્વકાલમાં બાંધેલું મિથ્યાત્વમોહનીય નામનું કર્મ અધ્યવસાયના વશથી સંક્રમ દ્વારા ત્રણ પુંજરૂપે કરાતું છતું “સમ્યમેિથ્યાત્વરૂપ” = મિશ્ર પુંજરૂપ બને છે. અથવા અન્ય-અન્યરૂપે પણ બને છે. એટલે કે સમ્યકૃત્વમોહનીયરૂપે અને મિથ્યાત્વમોહનીયરૂપે પણ બને છે. ભાવાર્થ એવો છે કે – પૂર્વકાલમાં બાંધેલાં મિથ્યાત્વમોહનીયકર્મનાં પુગલોને વિશુદ્ધ પરિણામવાળો થયો છતો આ જીવ શોધીને શુદ્ધ કરીને) ઘણો ઘણો રસઘાત કરવા વડે સમ્યકત્વમોહનીય રૂપે બનાવે છે. તથા કેટલાંક દલિકોમાં થોડો રસઘાત કરીને મિશ્રમોહનીયરૂપે પણ બનાવે છે અને શેષ કેટલાંક દલિકોને મિથ્યાત્વરૂપે જ રાખે છે. તથા વળી અશુદ્ધ પરિણામવાળો થયો છતો આ જીવ જ ઓછા રસવાળાં કરેલાં સમ્યકત્વમોહનીયનાં કર્મપરમાણુમાં રસનો ઉત્કર્ષ કરીને મિથ્યાત્વમોહનીયકર્મના પુંજમાં નાખીને મિથ્યાત્વરૂપે પણ કરે છે. આમ પૂર્વકાલમાં બાંધેલા અને સત્તામાં રહેલાં એવા કર્મોમાં શુભાશુભત્વરૂપ આ મિશ્રપણું સંભવી શકે છે. પરંતુ ગ્રહણકાલે એટલે કે કર્મ બંધાતું હોય ત્યારે પુણ્ય-પાપાત્મક એવું સંકીર્ણસ્વભાવવાળું મિશ્ર કર્મ બંધાતું પણ નથી અને બંધાતું એવું કોઈ પણ એક કર્મ તે કાલે અન્ય-અન્યરૂપે સંક્રમિત પણ થતું નથી. માટે “પુણ્ય-પાપાત્મક” એવું મિશ્રકર્મ હોય છે. આ ત્રીજો પક્ષ પણ વ્યાજબી નથી. આમ ત્રણ પક્ષોનું ખંડન પૂર્ણ થયું. ૧૯૩૮ ' ઉપશમસમ્યકત્વવાળો જીવ મિથ્યાત્વમોહનીયને મિશ્રમાં અને સમ્યકત્વમોહનીયમાં સંક્રમાવે છે તથા સમ્યકત્વથી પડીને મિથ્યાત્વે આવનારો જીવ સમ્યકત્વમોહનીયને મિથ્યાત્વમોહનીયમાં સંક્રમાવીને મિથ્યાત્વમોહનીયરૂપે કરે છે. આમ ઉપરની ૧૯૩૮મી ગાથામાં કહ્યું છે. તેથી (કમ્મપડિ ગ્રંથના આધારે) સંક્ષેપથી કર્મોની સંક્રમવિધિને પણ અહીં જણાવે છે -
Page #550
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા
૫૨૫
मोत्तुण आउयं खलु, दंसणमोहं चरित्तमोहं च । सेसाणं पगईणं, उत्तरविहिसंकमो भज्जो ॥१९३९॥ (मुक्त्वाऽऽयुष्कं खलु दर्शनमोहं चारित्रमोहं च । શેષામાં પ્રવૃતીનામુત્તવથસક્રમો માન્ય )
ગાથાર્થ - આયુષ્યકર્મ, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મને છોડીને બાકીની પ્રકૃતિઓમાં ઉત્તરપ્રકૃતિઓનો સંક્રમ ભજનાએ થાય છે. ll૧૯૩૯l
વિવેચન - બાંધેલા અને સત્તામાં રહેલા કોઈ એક કર્મને અન્ય કર્મરૂપે રૂપાન્તર કરવું તેને સંક્રમ કહેવાય છે. આવી ક્રિયા આત્માના જે વીર્યવિશેષ (ભાવયોગવિશેષ) વડે થાય છે. તે વીર્યવિશેષને સંક્રમણકરણ કહેવાય છે. અહીં સંક્ષેપથી સંક્રમવિધિ સમજાવાય
(૧) જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય વગેરે મૂલ આઠ કર્મોનો પરસ્પર સંક્રમ ક્યારેય પણ થતો નથી. જ્ઞાનાવરણીય કર્મ દર્શનાવરણીયાદિમાં સંક્રમાવાતું નથી. ઉત્તર પ્રકૃતિઓનો જ સંક્રમ થાય છે. તે પણ પોતપોતાના મૂલકર્મથી અભિન્ન એવી ઉત્તરપ્રકૃતિઓનો જ પરસ્પર સંક્રમ થાય છે. જેમકે મતિજ્ઞાનાવરણીયકર્મનો શ્રુતજ્ઞાનાવરણીયાદિ ચાર જ્ઞાનાવરણીયમાં સંક્રમ થાય છે. કારણ કે તે મૂલકર્મરૂપે અભિન્ન છે પરંતુ ચક્ષુદર્શનાવરણીયાદિમાં મતિજ્ઞાનાવરણીયકર્મનો સંક્રમ થતો નથી. કારણ કે તે મૂલકર્મની અપેક્ષાએ ભિન્ન કર્મ છે.
(૨) આયુષ્યકર્મની ચારે ઉત્તરપ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ થતો નથી. મનુષ્યના જીવે દેવાયુષ્ય બાંધ્યું હોય તો તે બંધાયેલા દેવાયુષ્યનો સંક્રમ સત્તામાં રહેલા મનુષ્યાયુષ્યમાં થતો નથી. જો કે મૂલકર્મની અપેક્ષાએ આ બન્ને પ્રકૃતિઓ પરસ્પર અભિન્ન છે. તો પણ ચારે આયુષ્યોનો અરસપરસ સંક્રમ થતો નથી. અહીં મૂલગાથામાં માર્યા આમ એક વચનનો નિર્દેશ કર્યો છે. તો પણ તે જાતિપ્રધાન નિર્દેશ છે. (અર્થાત્ આયુષ્યકર્મની સઘળી જાતિ એવો અર્થ કરવો) તેથી અર્થ બહુવચનમાં જાણવો. અર્થાત્ ચારે આયુષ્યોનો પરસ્પર સંક્રમ થતો નથી.
(૩) તથા દર્શનમોહનીયકર્મ અને ચારિત્રમોહનીય કર્મને છોડીને સંક્રમ થાય છે. એટલે કે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય આ બન્ને કર્મો “મોહનીય” નામના મૂલકર્મથી અભિન્ન છે. તેથી દર્શનમોહનો ચારિત્રમોહમાં અને ચારિત્રમોહનો દર્શનમોહમાં
Page #551
--------------------------------------------------------------------------
________________
૫૨૬
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ સંક્રમ થવો જોઈએ. પરંતુ પોતાની મૂલપ્રકૃતિ “મોહનીયકર્મથી અભિન્ન હોવા છતાં પણ દર્શનમોહનો ચારિત્રમોહમાં અને ચારિત્રમોહનો દર્શનમોહમાં પરસ્પર સંક્રમ થતો નથી.
(૪) બાકીની સર્વે પણ ઉત્તરપ્રકૃતિઓનો પોતપોતાના મૂલકર્મથી અભિન્ન એવી ઉત્તરપ્રકૃતિઓમાં પરસ્પર સંક્રમ ભજનાએ થાય છે જેમાં સંક્રમ કરવો છે તેનો બંધ ચાલતો હોય તો જ સંક્રમ થાય છે. એટલે કે આધારભૂત (પતગ્રહ) પ્રકૃતિનો બંધ ચાલતો હોવો જોઈએ, અન્યથા સંક્રમ થતો નથી તથા જેનો સંક્રમ કરવો છે તેની સત્તા હોય તો સંક્રમ થાય છે અન્યથા થતો નથી. માટે ભજના (વિકલ્પના) કહી છે. ભજના (વિકલ્પ) લખવાનું કારણ આ પ્રમાણે છે - જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય નવ, કષાય સોળ, મિથ્યાત્વમોહ, ભય, જુગુપ્સા, તૈજસ-કાશ્મણ, વર્ણાદિ ચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ અને અંતરાય પાંચ આ સુડતાલીસ ઉત્તરપ્રકૃતિઓ ધ્રુવબંધી છે. તે સુડતાલીસમાંથી જે જે પ્રકૃતિ બંધાતી હોય તેમાં પોતાના મૂલકર્મથી અભિન્ન એવી ઉત્તર પ્રવૃતિઓનો પરસ્પર સંક્રમ હંમેશાં દસ ગુણસ્થાનક સુધી થાય છે. જેમકે જ્ઞાનાવરણીય કર્મની અંદર મતિજ્ઞાનાવરણીય કર્મમાં શ્રુતજ્ઞાનાવરણીયાદિ ચારનો અને તે ચારેમાં મતિજ્ઞાનાવરણીય આદિ શેષ ચારેનો આમ પરસ્પર સંક્રમ થાય છે.
(૫) પરંતુ બાકીની જે અધૃવબંધી ૭૩ પ્રકૃતિઓ છે તેઓનો પોતાના મૂલકર્મથી અભિન્ન એવી ઉત્તરપ્રકૃતિ બંધાતી હોય તો જ બંધાતીમાં ન બંધાતી પ્રકૃતિનો સંક્રમ થાય છે. જેમકે સાતવેદનીય બંધાતું હોય ત્યારે તે સાતામાં ન બંધાતી અસાતાનો સંક્રમ થાય છે. પરંતુ તે બંધાતી સાતાનો ન બંધાતી અસાતામાં સંક્રમ થતો નથી. એવી જ રીતે અસાતા બંધાતી હોય ત્યારે બંધાતી અસાતામાં ન બંધાતી સાતાનો સંક્રમ થાય છે. પણ બંધાતી એવી અસાતાનો સંક્રમ ન બંધાતી એવી સાતામાં તે કાલે થતો નથી. માટે મૂલગાથામાં ભજનાએ સંક્રમ કહ્યો છે. આ વિષયમાં થોડા અપવાદ છે તે આ પ્રમાણે છે.
(૬) બીજા-ત્રીજા ગુણસ્થાનકમાં રહેલા જીવો દર્શનમોહનીય ત્રણ કર્મનો પરસ્પર સંક્રમ કરતા નથી.
(૭) દરેક કર્મોની બંધાવલિકા, ઉદયાવલિકા અને સંક્રમાવલિકા સકલ કરણને અયોગ્ય હોય છે. માટે તે આવલિકાગત કર્મનો સંક્રમ થતો નથી. વિશેષ અપવાદ પંચસંગ્રહ-કમ્મપયડથી જાણવા, આ પ્રકૃતિસંક્રમ સમજાવ્યો. બાકીના પ્રદેશસંક્રમ સ્થિતિસંક્રમ અને અનુભાગસંક્રમ પણ ઉપરોક્ત ન્યાયને ધ્યાનમાં રાખીને મૂલકર્મથી અભિન્ન એવી બંધાતી ઉત્તરપ્રકૃતિમાં થાય છે તે વિષય સ્થાનાન્તરથી (પંચસંગ્રહભાગ બીજો અને કમ્મપયડિ ઈત્યાદિ ગ્રંથોથી) જાણી લેવો. ll૧૯૩૯ો.
Page #552
--------------------------------------------------------------------------
________________
નવમા ગણધર - અચલભ્રાતા
૫૨૭
આ પ્રમાણે સ્વભાવવાદ નામના પાંચમા પક્ષનું સૌથી પ્રથમ અને ત્યારબાદ પુણ્યકર્મ જ છે, પાપકર્મ જ છે અને મિશ્રકર્મ છે. આવા પ્રકારના પ્રથમ-દ્વિતીય અને તૃતીય પક્ષ એમ ૧-૨-૩-૫ આ ચાર પક્ષોનું ખંડન કરીને વાસ્તવિકપણે પુણ્યકર્મ પણ છે અને
પાપકર્મ પણ છે અને તે બન્ને પરસ્પર ભિન્ન છે. આમ ચોથો પક્ષ જ સત્ય છે આવી વ્યવસ્થા કરીને હવે પુણ્ય અને પાપનાં ભિન્ન ભિન્ન લક્ષણો કહે છે -
6
ગણધરવાદ
सोहणवण्णाइगुणं सुभाणुभावं च तयं पुण्णं । विवरीयमओ पावं, न बायरं नाइसुहुमं च ॥१९४०॥
(शोभनवर्णादिगुणं, शुभानुभावं च यत् तत् पुण्यम् । विपरीतमतः पापं, न बादरं नातिसूक्ष्मं च ॥ )
ગાથાર્થ - શોભનવર્ષાદિવાળું અને શુભ અનુભાવવાળું જે કર્મ છે તે પુણ્ય છે. તેનાથી જે વિપરીત છે તે પાપકર્મ છે. આ બન્ને કર્મો બાદર પણ નથી અને અતિશય સૂક્ષ્મ પણ નથી. ૧૯૪૦મી
વિવેચન - પુદ્ગલો બે જાતનાં હોય છે. શોભન (સુંદર) વર્ણાદિ ગુણવાળાં, સુંદર વર્ણ, ગંધ, ૨સ અને સ્પર્શવાળાં તથા અશુભ વર્ણાદિ ગુણવાળાં, અસુંદર વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળાં. તેમાં જે પુણ્યકર્મનાં પુદ્ગલો છે તે સુંદર વર્ણાદિવાળાં છે અને જે પાપકર્મનાં પુદ્ગલો છે તે અસુંદર વર્ણાદિ ગુણવાળાં છે. તથા પુણ્યકર્મનાં પુદ્ગલો શુભ અનુભાવવાળાં – સુખકારી ફળ આપનારાં છે અને પાપકર્મનાં પુદ્ગલો અશુભ અનુભાવવાળાં એટલે કે દુઃખકારી ફળ આપનારાં છે.
આ પ્રમાણે સુંદર વર્ણ-ગંધ-૨સ અને સ્પર્શલક્ષણવાળા ગુણો જે કર્મના છે અને જેનો શુભ વિપાક છે તે પુણ્યકર્મ કહેવાય છે અને આવા પ્રકારના પુણ્યથી જે વિપરીત લક્ષણવાળું એટલે કે અશુભવર્ણાદિવાળું છે અને અશુભ વિપાકવાળું છે તે પાપકર્મ કહેવાય છે. આ પુણ્ય અને પાપ એમ બન્ને પ્રકારનું પણ કર્મ કેવું છે ? તો પરમાત્માશ્રી જણાવે છે કે મેરૂપર્વત કે મહા-શિલા આદિ પદાર્થો જેમ ઘણા મોટા બાદરભાવે પરિણામ પામેલા સ્કંધો છે તેવું તે કર્મ બાદરભાવવાળું નથી. કારણ કે ઔદારિકાદિ પ્રથમની ચાર વર્ગણાઓ બાદર પરિણામી છે. ભાષા-શ્વાસ-મન અને કાર્યણવર્ગણા સૂક્ષ્મપરિણામી છે અને કર્મ એ સૂક્ષ્મ એવી કાર્યણવર્ગણામાંથી બનેલું છે માટે બાદર નથી. તથા પરમાણુ-યણુક-ટ્યુણુક આદિની જેમ અતિશય સૂક્ષ્મ પણ નથી. કારણ કે અનંતાનંત પરમાણુઓ વડે બનેલું છે.
Page #553
--------------------------------------------------------------------------
________________
પ૨૮
નવમાં ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
આ રીતે પુણ્યકર્મ શુભ વર્ણાદિવાળું અને શુભ વિપાકવાળું તથા પાપકર્મ અશુભવÍદિવાળું અને અશુભ વિપાકવાળું છે તથા બને કર્મ નથી બાદર અને નથી અતિશય સૂક્ષ્મ. પરંતુ સૂમવર્ગણાથી નિષ્પન્ન છે માટે સૂક્ષ્મ છે, અતીન્દ્રિય છે, ઈન્દ્રિયથી અગોચર છે. l/૧૯૪all
તે પુણ્ય અને પાપસ્વરૂપ બે પ્રકારના કર્મને ગ્રહણ કરતો આ જીવ કેવું કર્મ ગ્રહણ કરે છે ? અને કેવી રીતે ગ્રહણ કરે છે ? તે જણાવે છે -
गिण्हइ तज्जोगं चिय रेणुं पुरिसो जहा कयब्भंगो । एगक्खेत्तोगाढं, जीवो सव्वप्पएसेहिं ॥१९४१॥ (गृह्णाति तद्योग्यमेव रेणुं पुरुषो यथा कृताभ्यङ्गः ।
ક્ષેત્ર વાર્દિ નીવઃ સર્વપ્રઃ II)
ગાથાર્થ - જેમ તૈલાદિથી મર્દન કરેલો પુરુષ સૂક્ષ્મ રજને ગ્રહણ કરે છે તેમ રાગાદિ ભાવવાળો જીવ કર્મને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. એકક્ષેત્રાવગાઢવર્ગણાને પોતાના સર્વ આત્મપ્રદેશોથી આ જીવ ગ્રહણ કરે છે. ll૧૯૪૧/l
- વિવેચન - જેમ તૈલાદિથી કરેલું છે મર્દન (માલીસ) જેણે એવો પુરુષ હવામાં ઉડતી સૂમ રજને ગ્રહણ કરે છે. અર્થાત્ મર્દનાદિ કરેલા પુરુષને જેમ સૂમ રજ ચોંટે છે તેવી જ રીતે રાગ અને દ્વેષાદિ કષાયોથી ક્લિષ્ટ (મલિન) સ્વરૂપવાળો આ જીવ પણ તે પુણ્ય અને પાપાત્મક કર્મને યોગ્ય એવાં કાર્મણવર્ગણામાં રહેલાં સૂક્ષ્મ અને અનંતાનંત પ્રદેશવાળાં પુગલદ્રવ્યોને ગ્રહણ કરે છે. પરંતુ અત્યન્ત સૂક્ષ્મ એવા પરમાણુ આદિને તથા કર્મ બનવાને અયોગ્ય એવાં ઔદારિકાદિ બાદર વર્ગણાનાં પુદ્ગલદ્રવ્યોને આ જીવ કર્મરૂપે ગ્રહણ કરતો નથી.
વળી “વિક્ષેત્રીવમેવ' એક જ ક્ષેત્રમાં એટલે કે જીવ જે ક્ષેત્રમાં રહેલો છે તે જ ક્ષેત્રમાં રહેલી કાર્મણ વર્ગણાને આ જીવ ગ્રહણ કરે છે. પોતાનાથી અવગાઢ થયેલા ક્ષેત્ર કરતાં ભિન્ન ક્ષેત્રમાં રહેલી કાર્મણવર્ગણાના પ્રદેશોને આ જીવ ગ્રહણ કરતો નથી. જીવની સાથે સમાન પ્રદેશોમાં રહેલી એવી જ કાર્મણ વર્ગણાને આ જીવ ગ્રહણ કરે છે. ક્ષેત્રાન્તરમાં રહેલી વર્ગણાને જીવ ગ્રહણ કરતો નથી.
પોતાની સાથે સમાન ક્ષેત્રમાં રહેલાં, અનંતાનંતપ્રદેશનાં બનેલાં, સૂક્ષ્મપરિણામવાળાં એવાં કાર્મણવર્ગણાનાં પુગલોને પણ આ જીવ પોતાના સર્વ આત્મપ્રદેશો દ્વારા ગ્રહણ
Page #554
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ નવમાં ગણધર - અચલભ્રાતા
૫૨૯ કરે છે. પરંતુ અમુક જ આત્મપ્રદેશો વડે ગ્રહણ કરે એવું બનતું નથી. જીવ પોતાના સર્વપ્રદેશો દ્વારા જ કર્યગ્રહણ કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -
एगपएसोगाढं सव्वपएसेहिं कम्मुणो जोग्गं । बंधइ जहुत्तहेउं साइयमणाइयं वावि ॥१॥
કર્મને યોગ્ય, એકસરખા સમાન પ્રદેશોમાં રહેલા એટલે કે જે જે આકાશપ્રદેશોમાં આત્મપ્રદેશો રહેલા છે. તે જ આકાશપ્રદેશોમાં રહેલા કર્મપ્રદેશોને જીવ પોતાના સર્વપ્રદેશો દ્વારા યથોક્ત હેતુઓએ કરીને બાંધે છે. તે કર્મ સાદિ પણ છે અને અનાદિ પણ છે.
સામાન્યથી આયુષ્યકર્મ સિવાય બાકીનાં સાતે કર્મો સંસારી સર્વે જીવો અનાદિકાળથી બાંધે છે. મોક્ષે જતાં ક્ષપકશ્રેણીએ ચઢતાં તે તે ગુણસ્થાનકે કર્મના બંધનો અંત કરે છે એટલે આ બંધ અનાદિ-સાત્ત થાય છે. અભવ્ય જીવો અથવા જાતિભવ્ય જીવો ક્ષપકશ્રેણી માંડવાના નથી તેથી તેઓને સાત કર્મનો બંધ અનાદિ-અનંત છે તથા જે જીવો ઉપશમશ્રેણી ઉપર ચડ્યા છે. અગિયારમા ગુણસ્થાનકે ચઢીને નીચે ઉતરે છે તેવા જીવોને નીચે ઉતરતાં દસમા ગુણસ્થાનકે છ કર્મનો સાંપરાયિક બંધ અને નવમાં ગુણઠાણે મોહનીયકર્મનો બંધ શરૂ થાય છે. ત્યારે તે બંધ સાદિ છે. આવા જીવો કાલાન્તરે અવશ્ય ક્ષપકશ્રેણી માંડવાના જ છે તેથી તે બંધ સાત્ત છે. આમ મૂલ સાતકર્મોનો બંધ અનાદિ-અનંત, અનાદિસાન્ત અને સાદિસાત્ત એમ ત્રણ પ્રકારનો હોય છે. જ્યારે આયુષ્યકર્મ ભવમાં એક જ વાર બંધાતું હોવાથી અને તે પણ માત્ર અન્તર્મુહૂર્ત જ બંધાતું હોવાથી સાદિ-સાત્ત છે. ll૧૯૪૧]
अविसिट्ठपोग्गलघणे लोए, थूलतणुकम्मपविभागो । जुज्जेज गहणकाले, सुभासुभविवेयणं कत्तो ? ॥१९४२॥ (अविशिष्टपुद्गलघने लोके स्थूलतनुकर्मप्रविभागः ।। યુચતે અવાજો માજુમવિવેચન ચુત: ? )
ગાથાર્થ - અવિશિષ્ટ પુદ્ગલોના સમૂહથી ભરેલા એવા આ લોકમાં સ્કૂલ અને સૂક્ષ્મ કર્મનો વિભાગ તો હજુ સંભવી શકે છે. પરંતુ બંધકાલે શુભ-અશુભનો વિભાગ કેમ ઘટે ? ll૧૯૪૨
વિવેચન - ચૌદ રાજલોક પ્રમાણ આ લોકાકાશ દારિકાદિ આઠ ગ્રાહ્ય અને અગ્રાહ્ય વર્ગણાઓના અનંતાનંત પ્રદેશો વડે પ્રતિપ્રદેશે ભરેલો છે. લોકાકાશના પ્રત્યેક પ્રદેશ અવિશિષ્ટ એવાં એટલે કે “આ શુભ અને આ અશુભ” એવા પ્રકારના ભેદરહિતપણે
Page #555
--------------------------------------------------------------------------
________________
૫૩૦
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
ગોઠવાયેલાં અર્થાત્ શુભાશુભના ભેદથી રહિતપણે રહેલાં એવાં અર્થાત્ એવા ભેદ વિનાના પુદ્ગલોથી નિરન્તર આ લોક ભરેલો છે, વ્યાપ્ત છે. તેથી જે સમયે આ જીવ કર્મોનો બંધ કરે છે તે સમયે “સ્થૂલ અને તનુ” આવા પ્રકારનાં બે વિશેષણોમાંથી સૂક્ષ્મને જ ગ્રહણ કરે અને સ્થૂલને (બાદરને) ગ્રહણ ન કરે. આ વિશેષણ ૧૯૪૦મી ગાથામાં કહેલું ઘટી શકે છે. કારણ કે તનુ = અર્થાત્ સૂક્ષ્મવર્ગણા જ આ જીવ કર્મરૂપે ગ્રહણ કરે છે. આવા સૂક્ષ્મ વિશેષણથી વિશિષ્ટ જે પુદ્ગલો છે. તેનાથી અન્ય (બાદર તથા અતિશય સૂક્ષ્મ) પુદ્ગલો તો આ જીવ વડે કર્મરૂપે સ્વભાવથી જ ગ્રહણ કરાતાં નથી. માટે બાદર અને સૂક્ષ્મમાંથી સૂક્ષ્મને જ ગ્રહણ કરે છે. આ વિશેષણ સાર્થક છે. ઘટી શકે છે માટે યથાર્થ છે.
પરંતુ શુભાશુભ આવું વિશેષણ ગ્રહણકાલે (બંધકાલે) કેમ સંભવે ? કારણ કે શુભ અને અશુભ એમ બન્ને પ્રકારનાં પુદ્ગલોથી અવિશિષ્ટપણે આ લોક ભરેલો છે. એટલે આ જીવ પોતાના સ્વભાવથી તો શુભાશુભ એવા ભેદથી રહિત સામાન્ય પુદ્ગલોને ગ્રહણ કરી શકે છે. તેથી કર્મના બંધકાલે અર્થાત્ તે જ ક્ષણમાં કર્મપુદ્ગલોને ગ્રહણ કરવાના કાલે જ તે જીવને શુભાશુભનો ભેદ કેમ ઘટે ? શુભ જ પુદ્ગલો લેવાં પણ અશુભ પુદ્ગલો ન લેવાં અથવા અશુભ જ પુદ્ગલો લેવાં પણ શુભ પુદ્ગલો ન લેવાં, આવો વિભાગ બંધકાલે કેમ ઘટે ? બાદર-સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ વિશેષણ ઘટે, પણ શુભાશુભ વિશેષણનો વિભાગ કેમ ઘટે ? આ વિશેષણ બંધકાલે કોઈ રીતે ઘટતું નથી. આવો પરનો (પૂછનારનો) આશય છે.
તેથી ‘‘સોહળવાશુળ'' ઈત્યાદિ ગાથામાં કર્મોના જે શુભાશુભ ભેદ પાડ્યા છે તે યોગ્ય નથી, ઘટતા નથી. આમ પ્રશ્ન કરનાર અચલભ્રાતાજીના હૈયાનો ભાવ છે. ૧૯૪૨॥
પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ ઉત્તર આપે છે
-
अविसि चिय तं सो परिणामासयसभावओ खप्पं । कुरुते सुभमसुभं वा गहणे जीवो जहाहारं ॥१९४३॥
(अविशिष्टमेव तत् स परिणामाश्रयस्वभावतः क्षिप्रं । कुरुते शुभमशुभं वा ग्रहणे जीवो यथाऽऽहारम् ॥ )
ગાથાર્થ - જીવ પ્રથમ તો અવિશિષ્ટ એવા જ કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે. પરંતુ પોતાના અધ્યવસાયસ્વભાવના કારણે અને આશ્રયસ્વભાવના કારણે ગ્રહણકાલે જ આહારની
જેમ આ જીવ તે કર્મને શુભ અથવા અશુભરૂપે પરિણમાવે છે. ૧૯૪૩
Page #556
--------------------------------------------------------------------------
________________
પ૩૧
ગણધરવાદ
નવમા ગણધર - અચલભ્રાતા | વિવેચન - જે સમયે જીવ કર્મ બાંધે છે તે સમયે તો શુભ અને અશુભ આવા પ્રકારના વિશેષણથી અવિશિષ્ટ જ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોને આ જીવ ગ્રહણ કરે છે. અને જલ્દી જલ્દી તે ગ્રહણ સમયે જ આ જીવ અવિશિષ્ટ એવાં કાર્મણવર્ગણાનાં આ પુદ્ગલોને શુભપણે અને અશુભપણે પરિણાવે છે. કર્મપુદ્ગલોનું તેવા પ્રકારનું પરિણમન કરવાનું કારણ. “પરિણામાશ્રયસ્વભાવ છે” તેનો અર્થ આ પ્રમાણે છે -
(૧) કર્મબંધ કરતી વખતે પૂર્વબદ્ધ કર્મોના ઉદયના આશ્રયભૂત (આધારભૂત) એવા જીવનો શુભ અથવા અશુભ અધ્યવસાય - પરિણામવાળો જે સ્વભાવ તે સ્વભાવના કારણે કર્મપુદ્ગલોને શુભાશુભરૂપે પરિણાવે છે.
(૨) કાર્મણવર્ગણાના પુદ્ગલોમાં પણ એવા પ્રકારની તે કોઈ યોગ્યતાવિશેષ રહેલી છે કે જે શુભ અથવા અશુભરૂપે પરિણામ પામે છે એટલે કે શુભત્વ અને અશુભત્વરૂપે પરિણામ પામવાના આશ્રયવાળાં કર્મપુગલો છે. આમ જીવમાં કર્મોદયજન્ય અધ્યવસાય અને કર્મયુગલોમાં પરિણમન સ્વભાવ રહેલો છે. તેથી જ ટીકામાં કહ્યું છે કે પૂર્વકાલે બાંધેલા પુણ્ય અને પાપ એમ બન્ને પ્રકારના કર્મના ઉદયની આધીનતાના કારણે કર્મના આશ્રયવાળો આ જીવ છે અને શુભાશુભત્વના પરિણામના આશ્રયવાળું કર્મ છે. એટલે જીવ પણ આશ્રયસ્વભાવવાળો અને કર્મ પણ આશ્રયસ્વભાવવાળું છે. આમ બન્ને દ્રવ્યો આશ્રયસ્વભાવવાળાં છે. જેમ અગ્નિમાં દાહકસ્વભાવ છે અને કાષ્ઠાદિમાં દાહ્યસ્વભાવ છે. તેથી જ અગ્નિ કાષ્ઠાદિને બાળી શકે છે. તેમ જીવ પરિણામ પમાડવાના સ્વભાવનો આશ્રય છે અને કાર્મણવર્ગણાના પુદ્ગલો કર્મપણે પરિણામ પામવાના સ્વભાવનો આશ્રય છે. આમ તેવા તેવા સ્વભાવની આશ્રયવૃત્તિના કારણે જીવ કર્મને શુભાશુભરૂપે ગ્રહણ સમયે જ પરિણમાવી શકે છે.
આ રીતે પરિણામ (અધ્યવસાય) અને આશ્રયસ્વભાવ આ બન્નેના કારણે જીવ કર્મોને ગ્રહણકાલે જ શુભાશુભપણે પરિણમન પમાડવાનું કાર્ય કરે છે. ભાવાર્થ એવો છે કે (૧) જીવનો જે શુભ અથવા અશુભ પરિણામ છે (અધ્યવસાય છે) તેના વશથી આ જીવ ગ્રહણ સમયે જ કર્મપુદ્ગલોમાં શુભત્વ અથવા અશુભત્વ ઉત્પન્ન કરે છે. (૨) તથા પૂર્વે બાંધેલા મોહનીયાદિ કર્મોના ઉદયના આશ્રયભૂત (આધારભૂત) એવો આ જીવ પોતે પણ રાગ-દ્વેષાદિ ભાવે શુભ-અશુભપણે પરિણામ પામે છે. તેથી કર્મના ઉદયના આધારભૂત એવા જીવનો તેવો કોઈ સ્વભાવ જ છે કે જે પોતે શુભ અથવા અશુભપણે પરિણામ પામ્યો છતો કર્મને ગ્રહણ કરે છે અને કર્મને તે રૂપે પરિણાવે છે. (૩) તથા શુભપણે અને અશુભપણે પરિણામ પામવાની યોગ્યતાવાળા એટલે તેવી યોગ્યતાના આશ્રયભૂત એવાં
Page #557
--------------------------------------------------------------------------
________________
૫૩૨
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ કર્મપુદ્ગલોનો પણ તેવો તેવો સ્વભાવ છે. અર્થાત્ તેવી તેવી કોઈ યોગ્યતાવિશેષ અંદર છે કે જેથી શુભ-અશુભ ભાવવાળા જીવ વડે ગ્રહણ કરાતું છતું તે કર્મ પણ તે રૂપે (શુભઅશુભરૂપે) પરિણામ પામે છે.
જેમ જીવ વડે ગ્રહણ કરાતો આહાર એકસરખો-સમાન હોવા છતાં પણ જીવના કારણે ભિન્ન ભિન્ન રૂપે પરિણામ પામે છે. ગાય દૂધ પીએ તો તે આહાર દૂધરૂપે પરિણામ પામે અને સાપ દૂધ પીએ તો વિષરૂપે પરિણામ પામે. આ રીતે આશ્રયના સ્વભાવના કારણે દૂધ જેમ દૂધ અને વિષ બને છે તેમ જીવ વડે કર્મ શુભ અને અશુભભાવે પરિણામ પામે છે. તથા આહારરૂપે લેવાતા તે દૂધમાં પણ તેવો સ્વભાવ છે કે જે દૂધરૂપે અને વિષરૂપે પરિણામ પામવાની યોગ્યતાવિશેષ ધરાવે છે. તેવી જ રીતે કર્મના પુદ્ગલોમાં પણ શુભપણે અને અશુભપણે પરિણામ પામવાની યોગ્યતાવિશેષ પણ રહેલી છે.
પ્રશ્ન - કર્મ પુગલોમાં અને જીવમાં રહેલા આવા પ્રકારના પરિણમન કરવાના અને પરિણમન પામવાના આશ્રયસ્વભાવના કારણે શું શુભાશુભત્વ રૂપ પરિણમન માત્ર જ થાય ? કે બીજું પણ કંઈ પરિણમન થાય ?
ઉત્તર - કર્મોમાં શુભાશુભત્વ રૂપ જે પરિણમન થાય છે તે તો ઉપલક્ષણરૂપ છે. અર્થાત્ આ એક પરિણમનનું વિધાન કરેલ છે. તેના ઉપલક્ષણથી (તેનાથી અધ્યાહારપણે) જે સમયે જીવ કર્મ બાંધે છે તે જ સમયમાં તે કર્મપુદ્ગલોમાં પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગની વિચિત્રતા પણ આ જીવ કરે છે. અનંતાનંત કર્મ દલિકો જીવ ગ્રહણ કરે છે. તેમાં જુદા જુદા કર્મદલિકોને જુદી જુદી પ્રકૃતિરૂપે પરિણમાવે છે. તથા દરેક કર્મપ્રકૃતિઓમાં જુદો જુદો સ્થિતિબંધ પણ કરે છે. તથા દરેક કર્મપુગલોમાં ભિન્ન ભિન્ન રસબંધ પણ કરે છે. આ રીતે જીવનો પરિણામસ્વભાવ અને કર્મપુદ્ગલોમાં તેવા તેવા ભાવે પરિણામ પામવાની યોગ્યતા આ બન્ને કારણોને લીધે જીવ ગ્રહણ સમયે જ આ સઘળું કાર્ય કરે છે.
એકસમયે ગ્રહણ કરાતા તે અનંતાનંત કર્મપરમાણુઓનો કોઈ કર્મને અલ્પભાગ અને કોઈક કર્મને બહુભાગ આપે છે. આવી વિચિત્રતા પણ આ જીવ ગ્રહણ સમયે જ ઉપરોક્ત કારણોને લીધે કરે છે. આ પ્રમાણે જીવ પોતે જ કર્મોના બંધકાલે જ પરિણામ પમાડવાના અને પરિણામ પામવાના આશ્રયસ્વભાવના કારણે જ સર્વકાર્ય કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -
गहणसमयम्मि जीवो, उप्पाएइ गुणे सपच्चयओ । सव्वजियाणंतगुणे, कम्मपएसेसु सव्वेसु ॥१॥
Page #558
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
નવમાં ગણધર - અચલભ્રાતા
૫૩૩
आउयभागो थोवो, नामे गोए समो तओ अहिगो । आवरणमंतराए सरिसो अहिगो य मोहे वि ॥२॥ सव्वुवरि वेयणीए, भागो अहिगो उ कारणं किंतु । सुह-दुक्खकारणत्ता ठिई विसेसेण सेसासु ॥३॥ સાક્ષીભૂત ગાથાઓનો અર્થ -
ગ્રહણ સમયે જ જીવ પોતાના અધ્યવસાયને અનુસાર તે સર્વ કર્મ પુદ્ગલોમાં સર્વ જીવ કરતાં અનંતગુણા રસાવિભાગને ઉત્પન્ન કરે છે. તથા દલિતોની વહેંચણીમાં આયુષ્યકર્મને સૌથી અલ્પ ભાગ આપે છે. તેનાથી નામકર્મ અને ગોત્રકર્મને અધિક ભાગ આપે છે. પણ પરસ્પર સમાન ભાગ આપે છે. તેનાથી જ્ઞાનાવરણ-દર્શનાવરણ અને અંતરાયકર્મને અધિક ભાગ આપે છે. પણ પરસ્પર સમાન ભાગ આપે છે. તેના કરતાં મોહનીયને પણ અધિક ભાગ આપે છે. તેમજ સર્વકર્મોથી ઉપર (અધિક) ભાગ વેદનીયકર્મને આપે છે. વેદનીયકર્મને સૌથી અધિક ભાગ આપવાનું કારણ એ છે કે સુખ અને દુઃખનો અનુભવ કરાવવામાં તેનો અધિક ભાગ કારણ છે. બાકીના કર્મોને સ્થિતિ વિશેષ પ્રમાણે દલિક વિભાગ આપે છે. ||૧૯૪all
કર્મોમાં શુભાશુભત્વનું પરિણમન, પ્રકૃતિ-સ્થિતિ-રસબંધાદિનું બાંધવું તથા હીનાધિક કર્મવિભાગની રચના આ સર્વે પણ કાર્યો આ જીવ કર્મ ગ્રહણ કરવાના સમયે જ આહારના દૃષ્ટાન્ત કરે છે. તેથી હવે તે આહારનું દૃષ્ટાન્ત જ સમજાવે છે -
परिणामासयवसओ धेणूए जहा पओ विसमहिस्स । तुल्लो वि तदाहारो तह पुण्णापुण्णपरिणामो ॥१९४४॥ (परिणामाश्रववशतः धेन्वा यथा पयो विषमहेः । તોડપિ તવાદારસ્તથા પુષ્કાપુથપરિણામ: II)
ગાથાર્થ - જેમ ગાય અને સર્પનો આહાર (દુગ્ધાદિ) તુલ્ય હોવા છતાં પણ પરિણામ અને આશ્રયના વશથી ધેનુને તે આહાર દૂધરૂપે અને સર્પને તે આહાર વિષરૂપે પરિણામ પામે છે. તેમ જીવમાં કર્મનો પુણ્ય-અપુણ્ય પરિણામ જાણવો. ૧૯૪૪ll
વિવેચન - જે ગાય અને સર્પ નામના પ્રાણીઓનો દૂધ વગેરે આહાર છે તે તુલ્ય હોય છે. એટલે કે ગાયને પણ દૂધ જ પાવામાં આવે અને સર્પને પણ દૂધ જ પાવામાં આવે તો પણ પરિણામ અને આશ્રયના વશથી (એટલે દુગ્ધાદિ આહારમાં દૂધરૂપે અને
Page #559
--------------------------------------------------------------------------
________________
૫૩૪
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
વિષરૂપે પરિણામ પામવાની યોગ્યતા હોવાથી તથા ગાય નામનું પ્રાણી એવો આશ્રય છે કે જેમાં પીધેલું દૂધ પણ દૂધરૂપે પરિણામ પામે અને સર્પ નામનું પ્રાણી એવો આશ્રય છે કે જેમાં પીધેલું દૂધ વિષરૂપે પરિણામ પામે. આમ પરિણામ પામવાની યોગ્યતા અને આશ્રયભૂત ગાય અને સર્પના સ્વભાવના વશથી જેમ ગાયનું પીધેલું દૂધ એ દૂધ બને છે અને સર્પનું પીધેલું દૂધ એ વિષપણે પરિણામ પામે છે. તેવી જ રીતે આ જીવ વડે ગ્રહણ કરાયેલાં કાર્મણવર્ગણાનાં પુગલો પરિણામસ્વભાવ અને આશ્રયના સ્વભાવથી પુણ્ય અને અપુણ્યરૂપે પરિણામ પામે છે.
ભાવાર્થ આ પ્રમાણે છે - તે આહારનો એવા પ્રકારનો પરિણામ છે કે જેથી તુલ્ય હોવા છતાં પણ આધાર વિચિત્ર મળવાથી વિચિત્ર ભાવે પરિણામ પામે છે. આશ્રયભૂત (આહારના આધારભૂત) એવી ગાયનો અને આધારભૂત એવા સર્પનો પણ તેવા પ્રકારનો સ્વભાવ છે અર્થાત્ તેવા પ્રકારનું પોતાનું સામર્થ્ય છે કે જેથી તુલ્યરૂપે ગ્રહણ કરાયેલા આહારને પણ તે તે સ્વરૂપે પરિણાવે છે તેવી જ રીતે કાર્મણવર્ગણાનાં પુદ્ગલોમાં પુણ્યઅપુણ્યરૂપે પરિણમન પામવાનો સ્વભાવ અને કર્મ બાંધનારા જીવનું પણ તેવું સામર્થ્ય કે તુલ્ય એવાં પણ પુગલોને પુણ્ય-અપુણ્યરૂપે પરિણમાવી શકે છે. આ વાત સમજવા માટે અગ્નિ અને કાષ્ઠાદિમાં રહેલા અનુક્રમે દાહક અને દાહ્યસ્વભાવનું ઉદાહરણ અહીં જાણવું. આ પ્રમાણે શુભાશુભ એમ બે પ્રકારનું કર્મ બને છે. ll૧૯૪૪)
ગાય અને સર્પ એમ બન્નેના ભિન્ન ભિન્ન શરીરમાં તુલ્ય આહારનું ભિન્ન ભિન્ન પરિણમન સમજાવીને કર્મમાં શુભાશુભતા સમજાવી. હવે એક જ શરીરમાં તુલ્ય આહારનું ભિન્ન ભિન્ન પરિણમન જણાવવા દ્વારા કર્મમાં શુભાશુભતા સમજાવે છે -
जह वेगसरीरम्मि वि सारासारपरिणामयामेइ । अविसिट्ठो वाहारो तह कम्मसुभासुभविभागो ॥१९४५॥ ( यथा वैकशरीरेऽपि सारासारपरिणामतामेति ।
વિશિષ્ટ રૂવાદાસ્તથી વર્મશુમાશુમવિમા II)
ગાથાર્થ - અથવા અવિશિષ્ટ (એટલે કે તુલ્ય) એવો આહાર જેમ એક શરીરમાં પણ સાર-અસારતાને પામે છે તેમ કર્મમાં શુભ અને અશુભનો વિભાગ થાય છે. l/૧૯૪૫ll
વિવેચન - ઉપરની ૧૯૪૪ મી ગાથામાં ગાય અને સર્પનું ભિન્ન-ભિન્ન શરીર લઈને આહારનું ભિન્ન-ભિન્ન પરિણમન જણાવ્યું છે. હવે આ ગાથામાં એક જ શરીર
Page #560
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
નવમાં ગણધર - અચલભ્રાતા
૫૩૫
લઈને આહારના પરિણમનની વિચિત્રતા સમજાવે છે - સ્ત્રી અથવા પુરુષાદિનું કોઈનું પણ જે એક શરીર છે તે શરીરમાં ભોજનસ્વરૂપે લેવાયેલો મોદકાદિનો જે આહાર છે તે એકસ્વરૂપવાળો હોવા છતાં પણ તે જ ક્ષણે સારાસારરૂપે જેમ પરિણામ પામે છે. કેટલાક આહાર રુધિર-માંસ-ચરબી અને હાડકાંની મજબૂતાઈરૂપે પરિણામ પામે છે વળી કેટલીક આહાર મૂત્ર અને પુરીષ (વિષ્ટા-મલ) રૂપે પરિણામ પામે છે. આ બન્ને પ્રકારનું પરિણમન એકરૂપવાળા આહારમાંથી એકીસાથે થાય છે. તેવી જ રીતે કર્મોમાં પણ અવિશિષ્ટ ભાવે ગ્રહણ કરાયેલાં કર્મયુગલોનો પરિણમનસ્વભાવ અને આશ્રય સ્વભાવના વશથી શુભાશુભરૂપે વિભાગ થાય છે. ll૧૯૪પી.
આ પ્રમાણે પુણ્ય-પાપ નામનાં બે પ્રકારનાં કર્મો છે. એમ પાંચ પક્ષોમાંના ચોથા પક્ષની સિદ્ધિ કરીને હવે તે પુણ્ય અને પાપકર્મના પેટાભેદરૂપે રહેલા પ્રકૃતિભેદો દ્વારા પણ પુણ્ય-પાપનો ભેદ સમજાવે છે.
सायं सम्मं हासं पुरिस-रइ-सुभाउ-नाम-गोत्ताई । पुण्णं, सेसं पावं नेयं सविवागमविवागं ॥१९४६॥ (સાd સવિર્વ પુરુષ-રતિ-ગુમાવુંનમ-શોત્રાળ | પુષ્ય, પં પાપ રેવં વિપવિવિપામ્ )
ગાથાર્થ - સાતા, સમ્યકત્વમોહનીય, હાસ્ય, પુરુષવેદ, રતિ, શુભાયુષ્ય, શુભનામકર્મ અને શુભગોત્રકર્મ એ પુણ્યકર્મ છે. બાકીનું સઘળું ય પાપકર્મ છે. વળી તે સવિપાક અને અવિપાક એમ બે પ્રકારનું હોય છે. ll૧૯૪૬//
વિવેચન - સાતવેદનીયકર્મ, સમ્યકત્વમોહનીય (કે જે પૂર્વકાલમાં મિથ્યાત્વમોહરૂપે બંધાયું હતું અને તે પુદ્ગલોમાં રસઘાત કરીને મંદ બે ઠાણીયો અને એક ઠાણીયો રસ કરવા દ્વારા શોધીને સમ્યત્વમોહનીય રૂપે બનાવાયું છે તે કર્મ), હાસ્યમોહનીય, પુરુષવેદ, રતિમોહનીય, શુભાયુ, શુભનામ અને શુભગોત્ર આ સર્વે પણ કર્મો પુણ્યકર્મ કહેવાય છે. અહીં શુભાયુષ્ય કહ્યું હોવાથી નરકના આયુષ્યને વર્જીને શેષ (દેવ-મનુષ્ય અને તિર્યંચનું એમ) ત્રણ આયુષ્ય જાણવાં. શુભનામકર્મ શબ્દથી દેવદ્રિક, યશકીર્તિ, તીર્થકર નામકર્મ વગેરે નામકર્મની ૩૭ પ્રકૃતિઓ શુભ જાણવી. (દેવદ્રિક ૨, મનુષ્યદ્ધિક ૨, પંચેન્દ્રિયજાતિ ૧, શરીર ૫, અંગોપાંગ ૭, પ્રથમ સંઘયણ ૧, પ્રથમ સંસ્થાન ૧, વર્ણાદિ ચતુષ્ક ૪, શુભવિહાયોગતિ ૧, પરાઘાત આદિ (ઉપઘાત વિના) ૭ અને ત્રસદશક ૧૦ એમ ૩૭ નામકર્મની શુભ પ્રવૃતિઓ જાણવી.) શુભગોત્ર શબ્દથી ઉચ્ચગોત્રકર્મ જાણવું. આમ કુલ ૪૬ કર્મપ્રકૃતિઓ શુભ હોવાથી પુણ્ય જાણવું.
Page #561
--------------------------------------------------------------------------
________________
૫૩૬
નવમા ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
પ્રશ્ન - કર્મગ્રંથ અને નવતત્ત્વાદિ અન્ય ગ્રન્થોમાં ૪૨ પુણ્ય પ્રકૃતિઓ સંભળાય છે તો અહીં ૪૬ કેમ કહી ?
ઉત્તર - સમ્યકત્વમોહનીય, પુરુષવેદ, હાસ્ય અને રતિમોહનીય આ ચાર કર્મો મોહનીયકર્મના ભેદ છે. એના પ્રતિપક્ષી કર્મો કરતાં આ કર્મો કંઈક સુખદાયી-પ્રમોદહેતુ છે. જેમકે મિથ્યાત્વ અને મિશ્રમોહનીય કરતાં સમ્યત્વમોહનીય સારી, સ્ત્રી-નપુંસક વેદ કરતાં પુરુષવેદ સારો, અરતિ-શોક કરતાં હાસ્ય-રતિ સારું. આવી વિવક્ષાએ વ્યવહારનયને આશ્રયી આ ચાર પ્રકૃતિઓ પુણ્યમાં વધારે ગણતાં ૪૬ પુણ્યપ્રકતિઓ અહીં તથા તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં કહી છે.
પરંતુ અન્ય આચાર્યો મોહનીયકર્મના સર્વે પણ ભેદો જીવમાં વિપર્યાયબુદ્ધિ કરવામાં હેતુ હોવાથી નિશ્ચયનયને આશ્રયી પાપ જ માને છે. તેથી તે ચાર કર્મો વિના બાકીની ૪૨ કર્મપ્રકૃતિઓને જ અન્ય આચાર્યો પુણ્ય કહે છે. અન્ય શાસ્ત્રોમાં કહ્યું છે કે -
सायं उच्चागोयं, नरतिरिदेवाउयाइं तह नामे । देवदुगं मणुयदुगं, पणिंदिजाई य तणुपणगं ॥१॥ अंगोवंगाण तिगं, पढमं संघयणमेव संठाणं । सुभवण्णाइचउक्वं, अगुरुलहू तहय परघायं ॥२॥ ऊसासं आयावं उज्जोय विहगगई वि य पसत्था । तस बायर-पजत्तं, पत्तेय थिरं सुभं सुभगं ॥३॥ सुस्सर आएज जसं, निम्मिण तित्थयरमेव एयाओ । बायालं पगईओ, पुण्णं ति जिणेहिं भणिआओ ॥४॥
આ ચારે ગાથાઓમાં ૪૨ પુણ્યપ્રકૃતિઓ ગણાવી છે. જે ઉપર કહેવાઈ ગઈ છે. એટલે ફરીથી લખતા નથી. આ ૪૨ સિવાયની બાકીની જે ૮૨ પ્રકૃતિઓ છે તે સર્વે અશુભ હોવાથી પાપકર્મ છે એમ જાણવું.
પ્રશ્ન - સમ્યકત્વને (સમ્યક્વમોહનીયકર્મને) અશુભ કેમ કહેવાય ? અને તેને પાપકર્મ કેમ કહેવાય ?
ઉત્તર - સમ્યક્ રુચિ સ્વરૂપ જે આત્મપરિણામ છે. તે તો શુભ જ છે. પણ તે આત્મપરિણામ હોવાથી આત્માનો ગુણ છે, કર્મ નથી. માટે તે અહીં અશુભપણે કહેવાતું નથી. પરંતુ પૂર્વકાલમાં જે મિથ્યાત્વ મોહનીયકર્મ બાંધ્યું છે અને તેનો રસઘાત કરીને
Page #562
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ નવમાં ગણધર - અચલભ્રાતા
૫૩૭ શોધનક્રિયા વડે શોધીને મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીયરૂપ બે પુંજ નવા બનાવ્યા છે. તેમાં શોધિત મિથ્યાત્વનાં જે પુગલો છે કે જેને સમ્યકત્વ નહીં પણ સમ્યકત્વમોહનીયકર્મ કહેવાય છે તે કર્મ હોવાથી આ કર્મ આત્માને શંકા-કાંક્ષા વગેરે અતિચારો ઉત્પન્ન કરવારૂપ અનર્થનો હેતુ હોવાથી અશુભ જ છે અને અશુભ હોવાથી પાપ છે.
પ્રશ્ન - જો સમ્યકત્વમોહનીયકર્મ શંકા-કાંક્ષાદિ અતિચાર ઉત્પાદક છે તો તેને સમ્યકત્વ કેમ કહેવાય છે ?
ઉત્તર - સમ્યકત્વમોહનીયકર્મ જો કે શંકા-કાંક્ષા આદિ અતિચારો ઉત્પન્ન કરનાર છે તો પણ આત્મામાં રહેલી સમ્યગુરૂચિ સ્વરૂપ જે સમ્યકત્વગુણ છે તે ગુણનું અતિશયપણે આ કર્મ આવારક બનતું નથી, માત્ર અતિચાર ઉત્પાદક બને છે. પરંતુ રુચિગુણનું પૂર્ણપણે આવારક કર્મ ન હોવાથી માત્ર ઉપચારથી જ આ સમ્યકત્વ કહેવાય છે. પરમાર્થથી તો આ કર્મ મિથ્યાત્વમોહનીય જ છે. માત્ર રસઘાત દ્વારા રસ કંઈક મંદ કરેલ હોવાથી ગુણનું પૂર્ણપણે આવારક બનતું નથી. તેથી ઉપચારે સમ્યકત્વ કહેવાય છે. આ કર્મ એ કંઈ આત્માનો ગુણ નથી. આટલી વાત પ્રસંગથી સમજાવી છે.
આ પુણ્ય અને પાપ નામનું બન્ને પ્રકારનું કર્મ સવિપાક પણ હોય છે અને અવિપાક પણ હોય છે. જે કર્મ જેવું બાંધ્યું હોય તેવું વિપાકથી (રસોદયથી) કોઈક કર્મ ભોગવાય છે તે કર્મને સવિપાક કહેવાય છે. વિપાકોદયથી (રસોદયથી) ભોગવાય તેવું કહેવાય છે અને કોઈક કર્મ જેવું બાંધ્યું હોય તેવા રસે ન ભોગવાતાં મંદરસવાળું કરીને લગભગ નીરસપ્રાય કરીને બીજા કર્મમાં સંક્રમાવીને ભોગવાય છે તેને પ્રદેશોદયથી ભોગવાયેલું એટલે કે અવિપાકવાળું કર્મ કહેવાય છે. આ પ્રમાણે પુણ્ય અને પાપના ભેદથી બે પ્રકારનું કર્મ છે. તેની વ્યવસ્થા સિદ્ધ કરી તેથી પણ્ય-પાપાત્મક મિશ્ર એક કર્મ છે આવી માન્યતાવાળા ત્રીજા પક્ષનું ખંડન થયું.
પુણ્ય-પાપાત્મક એવું મિશ્ર એક કર્મ નથી. તે વાત ઉપર સમજાવી તો છે જ. છતાં બીજી પણ યુક્તિ આપીને આ વાતનું ખંડન કરે છે કે તશયમયુવત: = હવે જણાવાતા એવા કારણથી પણ “મિશ્ર એવું એક કર્મ માનવું” તે અયુક્ત છે. જો પુણ્ય-પાપાત્મક એવું મિશ્ર એક કર્મ હોય તો સર્વે પણ સંસારી જીવોને તે કર્મ વિદ્યમાન હોવાથી તેના કાર્યરૂપે (ફળરૂપે) મિશ્ર એવાં સુખ અને દુઃખાત્મક અને કાર્ય સાથે હોવાનો પ્રસંગ આવે. અર્થાત્ સર્વ સંસારી જીવોને દુઃખ-સુખ બને હોવાં જ જોઈએ આવું બનવાનો પ્રસંગ આવે, પણ ન ચૈતસ્તિ = આવું બનતું નથી. કારણ કે દેવાદિ વિશિષ્ટ જીવોને કેવલ એકલું સુખ જ અધિક હોય છે આવું દેખાય છે અને નારકી જીવોને કેવલ એકલા દુઃખની જ પ્રચૂરતા દેખાય છે. જો એક જ કર્મ હોય તો આ ઘટે નહીં.
Page #563
--------------------------------------------------------------------------
________________
૫૩૮
નવમાં ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
સર્વથા સારી રીતે મિશ્ર થયેલા અને એકસ્વરૂપ બનેલા એવા હેતુની (કારણની) અલ્પતા અને બહુલતાનો ભેદ હોતે છતે કાર્યની અલ્પતા અને બહુલતા હોઈ શકે છે પણ કાર્યની અલ્પતા અને બહુલતા છોડીને સ્વરૂપમાત્રનો ભેદ પ્રમાણથી ઘટી શકતો નથી. જેમકે દૂધ-ખાંડ-ચા અને મસાલો મિશ્ર કરીને એકમેક થયેલી પીવાય એવી ચા બનાવાય છે. તેમાં દૂધ અને ખાંડ મિશ્ર થયેલાં છે, એકરૂપ બનેલાં છે. તેમાં દૂધ એ શ્વેતતાનું કારણ છે અને ખાંડ એ મધુરતાનું કારણ છે. દૂધ અલ્પમાત્રાએ હોય તો શ્વેતતા અલ્પ અને દૂધ અધિકમાત્રામાં હોય તો શ્વેતતા અધિક હોય આમ બની શકે છે. પરંતુ દૂધ અધિક હોય તો શ્વેતતા અધિક અને દૂધ અલ્પ હોય તો શ્વેતતા અલ્પને બદલે મધુરતા અધિક આવી જાય આવું બનતું નથી. કારણ કે દૂધ એ મધુરતાનું કારણ જ નથી. આ જ રીતે ખાંડ અધિક હોય તો મધુરતા અધિક પણ ખાંડ અલ્પમાત્રામાં હોય તો મધુરતા અલ્પ થવાને બદલે શ્વેતતા અધિક થઈ જાય. આમ વિપરીત કાર્ય થતું દેખાતું નથી. તેમ પુણ્યકર્મની અધિકતાએ સુખાતિશય અને પુણ્યકર્મની હીનતાએ સુખની અલ્પતા હોઈ શકે છે. પણ પુણ્યકર્મ અલ્પ હોય ત્યારે દુઃખની બહુલતા હોય એમ ઘટી શકતું નથી. એવી જ રીતે પાપની અલ્પતાએ દુઃખની અલ્પતા હોય પણ તેનાથી સુખનું પ્રાચૂર્વ ઘટતું નથી.
તથા મેચકમણિ અનેક વર્ષો દેખાવાનું કારણ છે અને અનેક વર્ણો દેખાવા એ તેનું કાર્ય છે. માટે મેચકમણિથી તેના કાર્યરૂપે અનેક વર્ષો દેખાય છે, પણ કોઈ એક વર્ણની ઉત્કટતા દેખાતી નથી. કારણ કે તે તેનું કાર્ય નથી. તેમ અહીં સમજવું. તેથી સુખપ્રાચૂર્યનું કારણ અન્ય છે (પાપની અલ્પતા એ સુખપ્રાચૂર્ણનું કારણ નથી પણ પુણ્યની અધિકતા એ કારણ છે.) તથા દુઃખપ્રાચૂર્યનું પણ કારણ અન્ય છે. (પુણ્યની હીનતા એ કારણ નથી પણ પાપની અધિકતા એ કારણ છે.)
સર્વથા એકસ્વરૂપ બનેલ અને સંપૂર્ણપણે મિશ્ર થયેલા એવા પુણ્ય-પાપાત્મક એક જ કર્મને કારણ માનવાથી સુખ-પ્રાસૂર્યના કારણભૂત પુણ્યાંશની જે વૃદ્ધિ છે તે દુઃખાતિશયના કારણભૂત એવા પાપાંશની હાનિ વડે થાય છે અને તે સુખાતિશયનું કારણ બને છે આમ કલ્પવું ઉચિત નથી. કારણ કે આમ કલ્પવાથી મિશ્ર થયેલા એવા તે કર્મમાં પુષ્પાંશ અને પાપાંશનો ભેદ થઈ જવાનો પ્રસંગ આવે અર્થાત્ મિશ્ર એવી એકકાર્યતા રહે નહીં. તે આ પ્રમાણે - જેની વૃદ્ધિમાં જે ન વધે તે તેનાથી ભિન્ન હોય છે. જેમકે દેવદત્તની વૃદ્ધિ થાય (દેવદત્તનું શરીર વધે) એટલે યજ્ઞદત્તનું શરીર વધતું હોય એવો નિયમ નથી. કારણ કે તે બન્ને ભિન્ન છે. એવી જ રીતે પુણ્યશની વૃદ્ધિ થાય ત્યારે પાપાંશની પણ વૃદ્ધિ જ થાય એવો નિયમ નથી. માટે પુણ્યકર્મથી પાપકર્મ ભિન તત્ત્વ છે. ઉપરોક્ત ચર્ચાથી પુણ્ય
Page #564
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ નવમાં ગણધર - અચલભ્રાતા
૫૩૯ પાપનું બનેલું એક મિશ્રકર્મ છે. આવો જે ત્રીજો પક્ષ છે, તે કોઈપણ રીતે યુક્તિ-સંગતિને પામતો નથી.
પરંતુ પુણ્ય એ સુખહેતુ છે અને પાપ એ દુઃખહેતુ છે. એ રીતે ભિન્ન ભિન્ન કર્મ છે, પરંતુ આખરે બન્ને પણ કર્મ છે. એમ કર્મપણે સાધારણરૂપે તે બન્ને કર્મોની અભિન્નતા-એકતા-સમાનતા ઈચ્છાય તો અમને જૈનોને સિદ્ધસાધ્યતા છે. અર્થાત્ અમારે કોઈ વાંધો નથી. કર્મપણે સમાનતા છે. જેમકે સાતા અને યશકીર્તિ વગેરે પુણ્યકર્મની અને અસાતા અપયશ વગેરે પાપકર્મની પ્રકૃતિ હોવા છતાં પણ “કર્મપણે” સમાનતા-એકતા અમારા વડે પણ સ્વીકારાઈ છે. જેમ ગાય અને ઘોડો ગોવધર્મથી અને અશ્વત્વધર્મથી ભિન્ન-ભિન્ન હોવા છતાં પણ પશુત્વધર્મથી સમાન છે જ. તેમ અહીં પુણ્ય અને પાપકર્મ પુણ્યપણે અને પાપપણે ભિન્ન હોવા છતાં પણ “કર્મપણે” અવશ્ય સમાન છે. આ રીતે ઉપરોક્ત ચર્ચાથી પુણ્ય અને પાપ સ્વરૂપે પુણ્યકર્મ અને પાપકર્મ અવશ્ય બને ભિન્ન ભિન્ન છે જ.
આ રીતે હે અચલાતજી ! સુખ અને દુઃખની વિચિત્રતામાં કારણપણે અનુક્રમે પુણ્યકર્મ અને પાપકર્મ એમ બન્ને ભિન્ન ભિન્ન રૂપે કારણ હોવાથી યથોક્ત-ન્યાયે ભેદ સિદ્ધ થાય છે. માટે તમારે આ વિષયમાં સંશય કરવો ઉચિત નથી.
વળી જો પુણ્યકર્મ અને પાપકર્મ જેવા બે ભેદવાળું કર્મ ન માનીએ તો તમારા વેદમાં કહેલી નીતિ પ્રમાણે સમજાવેલા એવા અગ્નિહોત્રાદિ યજ્ઞાની અને લોકમાં સર્વત્ર પ્રસિદ્ધ એવાં દાનાદિ ધર્મકાર્યોની નિષ્ફળતા થઈ જશે. આ વાત હવે પછીની ગાથામાં ગ્રંથકારશ્રી સમજાવે છે. ll૧૯૪૬
असइ बहि पुन्नपावे, जमग्गिहोत्ताइं सग्गकामस्स । तदसंबद्धं सव्वं, दाणाइफलं च लोअम्मि ॥१९४७॥ (असतोर्बहिः पुण्यपापयोर्यदग्निहोत्रादि स्वर्गकामस्य । तदसम्बन्धं सर्वं दानादिफलं च लोके ॥)
ગાથાર્થ - જો પુણ્ય અને પાપ આમ બે ભિન્ન-ભિન કર્મોનું અસ્તિત્વ ન માનીએ તો બહાર (અન્ય ગ્રંથોમાં અર્થાત્ વેદોમાં) સ્વર્ગની ઈચ્છાવાળાને અગ્નિહોત્રાદિ યજ્ઞ કરવાનું અને લોકમાં પ્રસિદ્ધ એવી દાનાદિ ધર્મક્રિયાઓનું જે ફળ કહ્યું છે તે સર્વ સંબંધ વિનાનું થાય. ll૧૯૪૭ll.
Page #565
--------------------------------------------------------------------------
________________
૫૪૦
નવમાં ગણધર - અચલભ્રાતા
ગણધરવાદ
વિવેચન - આ સંસારમાં પુણ્યકર્મ એ સુખહેતુ છે અને પાપકર્મ એ દુઃખહેતુ છે. જો આવા પ્રકારનાં પુણ્ય અને પાપ અને સ્વતંત્ર કર્મો છે આવું ન માનીએ તો જૈન આગમાંથી બહારના શાસ્ત્રોમાં અર્થાત્ વેદાદિ શાસ્ત્રોમાં જે કહ્યું છે કે સ્વર્ગની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરવો વગેરે કથન અર્થવાળું બને નહીં. નિરર્થક થઈ જાય, તથા દાનશીયલ આદિ ધર્મક્રિયાઓનું અને હિંસા-જુઠ-ચોરી આદિ પાપમય ક્રિયાઓનું ફળ અનુક્રમે પુણ્ય અને પાપ જે પ્રસિદ્ધ છે તેથી જ સામાન્યપણે લોકો દાનાદિમાં જોડાય છે અને હિંસાદિથી વિરામ પામે છે. તે સઘળીય વસ્તુ સંબંધ વિનાની થઈ જાય. કારણ કે સ્વર્ગની પ્રાપ્તિ થવી એ પુણ્યનું ફળ છે અને નરકાદિની પ્રાપ્તિ થવી એ પાપનું ફળ છે. તમારા મતે તો પુણ્ય-પાપ છે જ નહીં. તેથી સ્વર્ગ-નરક ઘટશે નહીં અને તેના હેતુભૂત પુણ્યક્રિયાઓનું સેવન અને તેવી પાપ ક્રિયાઓનો ત્યાગ નિષ્ઠયોજન થઈ જશે. તેથી પુણ્યકર્મ અને પાપકર્મ બન્ને ભિન્ન ભિન્ન છે જ, આમ સ્વીકારવું જોઈએ.
આ પ્રમાણે વેદનાં વચનોની પ્રમાણતા હોવાથી અને અનેક યુક્તિઓ પ્રભુ શ્રી મહાવીરસ્વામી પાસેથી સાંભળવાથી તે અચલભ્રાતાજીનો સંશય છેદાયો. સંશય છેદાયા પછી તે અચલભ્રાતાજીએ શું કર્યું ? તે હવે પછીની ગાથામાં કહે છે. I/૧૯૪૭
छिन्नम्मि संसयम्मि, जिणेण जरमरणविप्पमुक्केणं । सो समणो पव्वइओ, तिहि ओ सह खंडियसएहिं ॥१९४८॥ (छिन्ने संशये जिनेन जरामरणविप्रमुक्तेन । સ શ્રમUT: પ્રવ્રગત:, ત્રિમિતુ સદ ઘડિhશતૈ: ૫)
ગાથાર્થ – જરા અને મૃત્યુથી અત્યન્ત મુક્ત થયેલા એવા જિનેશ્વર પ્રભુ વડે અચલભ્રાતાજીનો સંશય દાયે છતે તે અચલભ્રાતજી નામના શ્રમણ ત્રણસો શિષ્યોની સાથે દીક્ષિત થયા. //૧૯૪૮
વિવેચન - ભાવાર્થ ૧૯૦૪ ગાથાની જેમ સુગમ છે.
નવમા ગણધર શ્રી અચલભ્રાતાજીનો વાદ સમાપ્ત થયો.
Page #566
--------------------------------------------------------------------------
________________
| મેતાર્ચ નામના દશમા ગણધર II હવે મેતાર્ય નામના દશમ ગણધરનો અધિકાર જણાવે છે - ते पव्वइए सोउं, मेअज्जो आगच्छई जिणसगासं । वच्चामि ण वंदामि, वंदित्ता पन्जुवासामि ॥१९४९॥ ( तान् प्रव्रजितान् श्रुत्वा, मेतार्य आगच्छति जिनसकाशम् । व्रजामि वन्दे, वन्दित्वा पर्युपासे ॥
ગાથાર્થ - તે નવે ભાઈઓને પ્રવૃજિત થયેલા સાંભળીને “મેતાર્ય” નામના દશમા બ્રાહ્મણપંડિત શ્રી જિનેશ્વરપ્રભુ પાસે આવે છે અને મનમાં વિચારે છે કે “હું પણ પરમાત્મા પાસે જાઉં, વંદન કરું અને વંદન કરીને તેઓની સેવા કરું. //૧૯૪૯
વિવેચન - ગાથા ૧૯૦૫ ની જેમ ભાવાર્થ સુગમ છે. ll૧૯૪૯ાા आभट्ठो य जिणेणं, जाइ-जरा-मरणविप्पमुक्केणं ॥ नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१९५०॥ (आभाषितश्च जिनेन, जाति-जरा-मरणविप्रमुक्तेन । नाम्ना च गोत्रेण च सर्वज्ञेन सर्वदर्शिना ॥)
ગાથાર્થ - જન્મ-જરા અને મૃત્યુથી સર્વથા મુક્ત બનેલા એવા અને સર્વજ્ઞ તથા સર્વદશી એવા શ્રી જિનેશ્વર મહાવીર પ્રભુ વડે તે નામ અને ગોત્ર વડે બોલાવાયા. l/૧૯૫oll
વિવેચન - જ્યારે મેતાર્ય નામના આ બ્રાહ્મણપંડિત પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ પાસે પહોંચ્યા ત્યારે જન્મ-જરા અને મૃત્યુથી વર્જિત એવા તથા સર્વજ્ઞ અને સર્વદર્શી એવા પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ હે મેતાર્યપંડિત ! આમ તેમના નામ અને ગોત્ર સાથે બોલાવ્યા, આવકાર્યા.
નજીકના જ કાલમાં કલ્યાણ પામવાના હોવાથી આ જીવ ઉત્તમ છે આવું કેવલજ્ઞાનથી જાણીને “તમે ભલે આવ્યા” એમ ભાવપૂર્વક મેતાર્ય પંડિતજીને આવકાર્યા અને મેતાર્યજી કંઈ પ્રશ્ન કરે તે પહેલાં જ કેવલજ્ઞાનથી તેઓના હૃદયગત સંશયને જાણીને ભગવાને આ પ્રમાણે સમજાવવાનો પ્રારંભ કર્યો. ૧૯૫oll.
Page #567
--------------------------------------------------------------------------
________________
૫૪૨
દશમા ગણધર - મેતાર્ય
किं मन्ने परलोगो, अत्थि नत्थित्ति संसओ तुज्झ । वेयपयाण य अत्थं, न याणसि तेसिमो अत्थो ॥१९५१ ॥
(किं मन्यसे परलोकोऽस्ति नास्तीति संशयस्तव । वेदपदानां चार्थं, न जानासि तेषामयमर्थः ॥ )
ગાથાર્થ - હૈ મેતાર્યજી ! તમે મનમાં એમ માનો છો કે શું પરભવ છે કે નથી ? આવો સંશય તમને છે. પણ વેદપદોના અર્થને તમે જાણતા નથી. તે વેદપદોનો સાચો અર્થ આ પ્રમાણે છે. ૧૯૫૧||
-
વિવેચન - હે આયુષ્માન્ મેતાર્ય ! ભવાન્તરમાં જવા સ્વરૂપ પરભવ છે કે પરભવ નથી ? આવા પ્રકારનો સંશય તમારા મનમાં વર્તે છે. આ સંશય થવાનું કારણ પરસ્પર વિરુદ્ધ એવાં વેદપદોનું શ્રવણ છે. તે વેદપદો આ પ્રમાણે છે “विज्ञानघन एवैतेभ्यो ભૂતેભ્યઃ સમુત્યાય તાન્યેવાનુ વિનશ્યતિ, ન ચ પ્રત્યસંજ્ઞાસ્તિ'' ઈત્યાદિ પ્રથમ ગણધરભગવંતના પ્રસંગે કહેલાં વેદપદો અહીં સમજી લેવાં. આ વેદપદોના સાચા અર્થોને તમે જાણતા નથી ઈત્યાદિ સઘળી વાત પ્રથમ ગણધરભગવંતના પ્રસંગે જેમ કહી છે તેમ જ અહીં જાણવી. ||૧૯૫૧॥
ગણધરવાદ
મેતાર્યજીના હૃદયમાં જે જે યુક્તિઓથી પરલોકનું નાસ્તિપણું સમજાયેલું છે તે યુક્તિઓને પ્રગટ કરતા ભગવાન કહે છે
-
मन्नसि जइ चेयण्णं, मज्जंगमउ व्व भूयधम्मोति ।
तो नत्थि परलोगो, तन्नासे जेण तन्नासो ॥१९५२ ॥
( मन्यसे यदि चैतन्यं, मद्याङ्गमद इव भूतधर्म इति ।
ततो नास्ति परलोकस्तन्नाशे येन तन्नाशः ॥ )
ગાથાર્થ - જેમ મદધર્મ મદ્યના અંગોનો હોય છે તેમ જો ચૈતન્ય એ ભૂતોનો ધર્મ હોય તો પરલોક નથી જ. કારણ કે ભૂતોના નાશની સાથે તેનો (ચૈતન્યનો) નાશ થઈ જાય છે. ૧૯૫૨॥
વિવેચન - હે સૌમ્ય મેતાર્ય ! તમે તમારા હૃદયમાં આવા વિચારો કરો છો કે જો
ચૈતન્ય એ પૃથિવી-જલ-તેજ-વાયુ અને આકાશ આ પાંચ ભૂતોનો ધર્મ હોય ભૂતોના નાશની સાથે તે ચૈતન્યનો પણ નાશ જ થઈ જાય, તો ભવાન્તરમાં જાય કોણ ? એટલે
Page #568
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
દશમા ગણધર - મેતાર્ય
૫૪૩
કે પરલોક સંભવતો નથી. જેમ મદિરાનાં અંગો ગોળ-ધાવડી વગેરે પદાર્થો છે તેનો જ ધર્મ જે મદશક્તિ છે તે મદશક્તિ મદિરાનાં અંગો હોય ત્યાં સુધી જ હોય છે. મદિરાનાં અંગોનો નાશ થયે છતે તેના ધર્મભૂત એવી મદશક્તિનો પણ નાશ થાય છે. તેવી જ રીતે ચૈતન્ય એ ભૂતોનો ધર્મ છે આમ માનીએ તો તે ચૈતન્ય ભૂતોથી અભિન્ન તત્ત્વ થયું. કારણ કે ધર્મીથી ધર્મ અભિન્ન હોય છે. હવે ધર્મી એવા ભૂતોનો નાશ થયે છતે તેના ધર્મભૂત એવા ચૈતન્યનો પણ નાશ જ સંભવે છે. તેથી પરલોકયાયી કોઈ તત્ત્વ જ ન હોવાથી પરલોકનો અભાવ થાય છે. જે ધર્મ જેનાથી અભિન્ન હોય છે તે ધર્મનો નાશ થયે છતે તે ધર્મનો પણ નાશ થાય છે. જેમકે પટાદિ પદાર્થનો ધર્મ શુકલતા આદિ છે. તે પટાદિનો નાશ થયે છતે તે શુક્લતાદિ ધર્મનો પણ નાશ થાય જ છે. કપડું બાળી નાખીએ ત્યારે કપડાની ઉજ્વળતા પણ બળી જ જાય છે. તેની જેમ ભૂતોના નાશની સાથે જ ચૈતન્ય નાશ પામી જાય છે. તેથી ભવાન્તરગમન કેમ ઘટે ? ||૧૯૫૨॥
હવે કદાચ કોઈ એમ કહે કે ચૈતન્ય એ ભૂતોથી અર્થાન્તર (ભિન્ન) છે. તો પણ પરલોક ઘટતો નથી. આ વાત સમજાવે છે
-
अह वि तदत्थंतरया, न य निच्चत्तणमओ वि तदवत्थं । अनलस्स वाऽरणीओ, भिन्नस्स विनासधम्मस्स ॥१९५३॥
( अथाऽपि तदर्थान्तरता, न च नित्यत्वमतोऽपि तदवस्थम् । अनलस्येवाऽरणीतो भिन्नस्य विनाशधर्मस्य ॥ )
ગાથાર્થ - - અથવા ચૈતન્યની પૃથ્વી આદિ ભૂતોથી અર્થાન્તરતા માનવામાં આવે તો પણ ભવાન્તરયાયીના અભાવ નામનું દૂષણ તેવી જ અવસ્થાવાળું આવે છે. કારણ કે ચૈતન્ય એ નિત્ય નથી. જેમ અરણીના કાષ્ઠથી ઉત્પન્ન થયેલો એવો વિનાશધર્મયુક્ત અગ્નિ નાશવંત છે તેમ. ૧૯૫૩॥
વિવેચન - હવે કદાચ ચૈતન્યની પૃથિવી આદિ પાંચભૂતોથી અર્થાન્તરતા સ્વીકારાય. એટલે કે ચૈતન્ય એ ભૂતધર્મ નથી પણ ભૂતોમાંથી ઉત્પન્ન થનારો સ્વતંત્ર ભિન્ન પદાર્થ છે. તો પણ તે જ દોષ આવે છે. અર્થાત્ ભવાન્તરમાં જનારા જીવનો અભાવ થવાનો તે જ દોષ ઉભો રહે છે. એટલે તવસ્થં તે દોષ તેવી જ અવસ્થાવાળો જ ઉભો રહે છે. દોષ દૂર થતો નથી. ગાથામાં લખેલ = શબ્દનો અર્થ યતઃ કરવો. યતઃ એટલે કારણ કે, તેથી, આવો અર્થ થાય છે. કારણ કે ભૂતોથી ભિન્ન માનેલું એવું પણ ચૈતન્ય નિત્ય
=
Page #569
--------------------------------------------------------------------------
________________
૫૪૪
દશમા ગણધર - મેતાર્ય
ગણધરવાદ
નથી. ઉત્પત્તિધર્મવાળું છે માટે વિનાશધર્મવાળું પણ છે જ. કોની જેમ આ ચૈતન્ય અનિત્ય છે? આવો પ્રશ્ન કદાચ કરવામાં આવે તો અગ્નિની જેમ, કેવા અગ્નિની જેમ? તો ભિન્ન માનેલા એવા અગ્નિની જેમ, કોનાથી ભિન્ન માનેલા ? તો અરણી નામના કાષ્ઠથી ભિન્ન માનેલા.
આખી વાતનો સાર એ છે કે - પાંચ ભૂતોથી ભિન્ન માનેલું એવું પણ ચૈતન્ય અનિત્ય છે. (નાશ પામનારું છે) આ પક્ષ થયો, કારણ કે ઉત્પત્તિધર્મવાળું હોવાથી, આ હેતુ થયો. અરણીના કાષ્ઠથી ઉત્પન્ન થયેલા અને અગ્નિથી ભિન્ન દ્રવ્યરૂપે રહેલા અગ્નિની જેમ. આ ઉદાહરણ જાણવું. જે જે ઉત્પત્તિધર્મવાળું હોય છે તે તે વિનાશધર્મવાળું પણ હોય જ છે. જેમકે ઘટ-પટ અથવા અરણીના કાઠથી ઉત્પન્ન થયેલ અગ્નિ. આ અવયવ્યાપ્તિ જાણવી. જે જે અનિત્ય હોય છે તે તે થોડોક કાલ રહીને અવશ્ય કાલાન્તરે વિનાશ પામે જ છે. તેમ ચૈતન્ય પણ અલ્પકાલ રહીને નાશ પામે જ છે. તેથી તે ચૈતન્ય પરલોક્યાયી થઈ શકતું નથી. આ કારણથી પરલોકયાયી એવા જીવની સિદ્ધિ થતી નથી. I/૧૫૫૭ll
હવે અહીં મેતાર્યજી એવો પ્રશ્ન કરે કે શરીરે શરીરે ભિન્ન ભિન્ન એવાં ભૂતોના ધર્માત્મક અનેક ચૈતન્યો (અનેક જીવો) અમારા વડે ઈચ્છાતા નથી. અર્થાત્ શરીરે શરીરે જદો જદો જીવ હોય અને તે તે શરીરનો નાશ થાય ત્યારે ત્યારે તે તે શરીરવતી જીવને ભવાન્તરમાં જવું પડે, એવું અમે માનતા નથી. પરંતુ સમસ્ત ચૈતન્યના આધારવાળો, સંપૂર્ણ એવા ત્રણે ભુવનમાં વ્યાપ્ત અને નિષ્ક્રિય એવો એક જ આત્મા અમે સ્વીકારીએ છીએ. એટલે કે સર્વ શરીરોમાં રહેલો સર્વવ્યાપી અને નિષ્ક્રિય (ગમનાગમનની ક્રિયા વિનાનો) એવો એક જ આત્મા છે. આવું અમે કહીએ છીએ. યતિઃ ૩ત્તમ્ - કારણ કે (અમારા) શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે કે -
एक एव हि भूतात्मा, भूते भूते व्यवस्थितः ।
एकधा बहुधा चैव, दृश्यते जलचन्द्रवत् ॥१॥ ભૂતોમાં રહેલો એક જ આત્મા છે. તે સર્વ ભૂતોમાં રહેલો છે. જલમાં પ્રતિબિંબરૂપે દેખાતા ચન્દ્રની જેમ એક હોવા છતાં પણ તે બહુરૂપે દેખાય છે. તેમ જીવ સર્વવ્યાપી છે અને ગમનાગમન વિનાનો છે. તથા એક હોવા છતાં પણ બહુરૂપે દેખાય છે. આ રીતે માનીએ છીએ તેથી પરલોકની સિદ્ધિ થતી નથી. તે આ પ્રમાણે -
Page #570
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૫૪૫
દશમા ગણધર - મેતાર્ય अह एगो सव्वगओ, निक्किरिओ तहवि नत्थि परलोओ । संसरणाभावाओ, वोमस्स व सव्वपिंडेसु ॥१९५४॥ (अथैकः सर्वगतः, निष्क्रियस्तथापि नास्ति परलोकः । संसरणाभावाद् व्योम्न इव सर्वपिण्डेषु ॥)
ગાથાર્થ - સર્વશરીરોમાં એક જ આત્મા છે અને તે નિષ્ક્રિય છે તથા સર્વવ્યાપી છે. આમ જો માનવામાં આવે તો પણ આકાશની જેમ સંસરણ ક્રિયા ન હોવાથી પરલોક ઘટતો નથી. //૧૯૫૪ll
વિવેચન - ૧૫ર અને ૧૯૫૩ મી ગાથામાં કહેવામાં આવ્યું. તેમ ભૂત ભૂતે જુદો જુદો આત્મા ન માનવામાં આવે અને સર્વ શરીરોમાં મળીને વ્યાપક અને નિષ્ક્રિય (ગમનાગમનની ક્રિયા વિનાનો) એવો એક આત્મા આકાશદ્રવ્યની જેમ માનવામાં આવે તો પણ પરલોકની સિદ્ધિ થતી નથી. આ વાત આ ગાથામાં સમજાવી છે.
જો આત્મા એક, સર્વવ્યાપી અને નિષ્ક્રિય સ્વીકારાય તો પણ પરલોકગમનની સિદ્ધિ થતી નથી. કારણ કે સર્વવ્યાપી માનેલો તે આત્મા ગાય-મનુષ્ય-દેવ-નારકી આદિ સર્વ શરીરપિંડોમાં વર્તતો હોવાથી સર્વવ્યાપી થયો તેથી તેને ક્યાંય જવાનું રહેતું જ નથી. લોકમાં જ જીવોની ગતિ થાય છે. અલોકમાં કોઈની ગતિ સંભવતી નથી અને લોકમાં તો આખા લોકમાં તે એક જીવ રહેલો જ છે. એટલે ગમનાગમન ન હોવાથી તે જીવની પરલોકગમનની સિદ્ધિ થતી નથી.
તથા આત્મા નિષ્ક્રિય માન્યો હોવાથી પણ ભવાન્સરગમન ઘટતું નથી. જો ભવાન્તરગમન કરે તો સક્રિય થઈ જાય. આ રીતે સંસરણ (ગમનાગમન) ક્રિયા ન હોવાથી પરલોકગમનની સિદ્ધિ થતી નથી. જેમ આકાશ સર્વવ્યાપી છે અને નિષ્ક્રિય છે તેથી તેમાં ગમનાગમન ક્રિયા નથી, તેમ જીવ પણ સર્વવ્યાપી અને નિષ્ક્રિય માન્યો હોવાથી તેમાં ગમનાગમન ક્રિયા ઘટે નહીં. માટે સર્વવ્યાપી એક આત્મા માનીએ તો પણ પરલોક ગમનની સિદ્ધિ થતી નથી. I/૧૯૫૪
વળી નીચે જણાવેલી યુક્તિથી પણ પરલોકની શંકા થાય છે - इहलोगाओ व परो सुराइलोगो न सो वि पच्चक्खो । एवं पि न परलोगो, सुव्वइ य सुईसु तो संका ॥१९५५॥
Page #571
--------------------------------------------------------------------------
________________
૫૪૬
દશમા ગણધર - મેતાર્ય
(इहलोकाद् वा परः सुरादिलोको न सोऽपि प्रत्यक्षः । एवमपि न परलोकः श्रूयते च श्रुतिषु ततः शङ्का ॥ )
ગણધરવાદ
ગાથાર્થ - અથવા આ લોકથી પર એવો જે લોક તે પરલોક, એટલે કે દેવ-નરકાદિ જે ભવ તે પરલોક, તે પણ પ્રત્યક્ષ દેખાતો નથી. આ પ્રમાણે પરલોક સિદ્ધ થતો નથી અને શ્રુતિશાસ્ત્રોમાં પરલોક સંભળાય છે. તેથી તમને પરલોકની શંકા થઈ છે. ૧૯૫૫
વિવેચન - અથવા આ લોકની અપેક્ષાએ દેવભવ અથવા નરકભવને પરભવ કહેવાય છે. તે દેવભવ અથવા નરકભવરૂપ પરલોક તો પ્રત્યક્ષ દેખાતો જ નથી. આટલા લાંબા ભૂતકાલમાં ઘણા ઘણા જીવો આરાધક થયા છે. તે બધા આરાધકતાના કારણે દેવલોકમાં જ ગયા હોવા જોઈએ. તેમ જ ઘણા ઘણા જીવો કષાયી, વેશ્યાગમન અને પરસ્ત્રીગમન જેવાં પાપો કરીને નરકમાં પણ ગયા હોવા જોઈએ. છતાં દેવલોકમાં ગયેલા જીવોમાંથી કોઈ એક જીવ પણ અહીં આવીને અમને તેવી આરાધના કરવાની પ્રેરણા આપતો નથી અને નરકમાં ગયેલા જીવોમાંથી કોઈ એક જીવ પણ અહીં આવીને અમને તેવાં પાપોથી વિરમવાનો ઉપદેશ આપતો નથી. તેથી પણ દેવલોક કે નરકલોક જેવો પરલોક કોઈ છે જ નહીં એમ સિદ્ધ થાય છે.
પરંતુ શ્રુતિશાસ્ત્રોમાં અને વેદાદિમાં આ પરલોક સંભળાય છે. પરલોક છે એવાં ઉદાહરણો પણ આવે છે. તેથી તે પરલોક છે. આમ પણ સમજાય છે. તેથી પરલોકસંબંધી તમને શંકા થઈ છે કે “પરલોક છે ? કે પરલોક નથી ?” અહીં સુધી ભગવંત શ્રી મહાવીરપ્રભુએ મેતાર્યજીના હૃદયમાં રહેલો પ્રશ્ન જ વિના પ્રશ્ન કર્યો ખુલ્લો કર્યો. આ પૂર્વપક્ષ સમાપ્ત થયો. ૧૯૫૫
હવે તેનો ઉત્તર અપાય છે. ચૈતન્ય એ ભૂતોનો ધર્મ છે આમ જે કહ્યું ત્યાં પ્રતિવિધાન કરાય છે.
भूइंदियाइरित्तस्स चेयणा सो य दव्वओ निच्चो । जाइस्सरणाईहिं पडिवज्जसु वाउभूइव्व ॥ १९५६ ॥
(भूतेन्द्रियातिरिक्तस्य चेतना, स च द्रव्यतो नित्यः । जातिस्मरणादिभिः प्रतिपद्यस्व वायुभूतिरिव ॥ )
ગાથાર્થ - ભૂતોની બનેલી ઈન્દ્રિયોથી અતિરિક્ત એવા આત્મદ્રવ્યનો ધર્મ ચેતના
Page #572
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ દશમા ગણધર - મેતાર્ય
૫૪૭ છે અને તે આત્મદ્રવ્ય દ્રવ્યથી નિત્ય છે. જાતિસ્મરણ વગેરે જ્ઞાનોથી આ આત્મા છે એમ તમે વાયુભૂતિની જેમ સ્વીકારો. /૧૯૫પો
વિવેચન - પૃથ્વી આદિ પાંચ ભૂતોથી અને તે ભૂતોની બનેલી ઈન્દ્રિયોથી અતિરિક્ત (ભિન) એવો આત્મા નામનો એક સ્વતંત્ર પદાર્થ છે. કે જેની (પ્રથમ ગણધરવાદ પ્રસંગે) પૂર્વે કહેલાં અનુમાનોથી સિદ્ધિ કરેલી છે. તે આત્મા-સંબંધી ચેતના છે. અર્થાત્ ચેતના એ આત્માનો ધર્મ છે. પરંતુ ચેતના એ ભૂતોનો ધર્મ નથી કે જેથી ભૂતો નાશ પામે છતે ચેતના નાશ પામે. જેથી પરલોક નથી - આવો પ્રશ્ન થાય. ચેતના એ ભૂતોનો ધર્મ નથી પણ આત્મા નામના સ્વતંત્ર ચેતનદ્રવ્યનો ધર્મ છે.
આ આત્મા જાતિસ્મરણ આદિ હેતુઓથી દ્રવ્યપણે કથંચિત્ નિત્ય છે. તે વાત વાયુભૂતિના પ્રસંગે સમજાવી છે. ત્યાંથી તેની જેમ સમજી લેવી. ગયા ભવોમાં જે જીવદ્રવ્ય હતું તે જ જીવદ્રવ્ય આ ભવમાં હોય છે. જાતિસ્મરણજ્ઞાનથી આ ભવમાં રહેલા જીવને પૂર્વભવોનું સ્મરણ થાય છે. માટે ભવોભવમાં રહેનારો આત્મા દ્રવ્યદૃષ્ટિએ નિત્ય છે. અને પર્યાયષ્ટિએ અનિત્ય છે, એમ નિત્યાનિત્ય હોવાથી “એકાન્ત અનિત્ય માનવાવાળા પક્ષમાં જે દોષો લાગે છે” તે દોષો અમને લાગતા નથી. કારણ કે અમે આત્માને બૌદ્ધની જેમ એકાન્ત અનિત્ય (ક્ષણિક) કહેતા નથી, માત્ર પર્યાયથી આત્માનું અનિત્યપણું અમે સ્વીકાર્યું છે. અને તેવું અનિત્યપણું આત્મામાં છે. ll૧૯૫૬ll
હવે સર્વવ્યાપી અને નિષ્ક્રિય એવો એક આત્મા તમે કેમ નથી સ્વીકારતા ? તેનો ઉત્તર આપે છે -
न य एगो सव्वगओ, निक्किरिओ लक्खणाइभेयाओ । कुंभादउव्व बहवो, पडिवज तमिंदभूइव्व ॥१९५७॥ (न चैकः सर्वगतः निष्क्रियो लक्षणादिभेदात् । कुम्भादय इव बहवः प्रतिपद्यस्व तमिन्द्रभूतिरिव ॥)
ગાથાર્થ - આ આત્મા એક, સર્વવ્યાપી અને નિષ્ક્રિય નથી. લક્ષણાદિનો ભેદ હોવાથી, ઘટાદિની જેમ બહુ જીવો છે એમ ઈન્દ્રભૂતિની જેમ તમે સ્વીકારો. l/૧૯૫૭ll
| વિવેચન - અમારા વડે આત્મા એક ઈચ્છાતો નથી. પરંતુ બહુ એટલે કે અનંત આત્મા છે એમ સ્વીકારાય છે. કારણ કે લક્ષણનો ભેદ હોવાથી. ઉપયોગ લક્ષણવાળો જીવ છે અને તે ઉપયોગ શરીરે શરીરે વર્તતા જીવમાં જુદો જુદો છે. તે ઉપયોગ એટલે
Page #573
--------------------------------------------------------------------------
________________
૫૪૮ દેશમાં ગણધર - મેતાર્ય
ગણધરવાદ જ્ઞાન-દર્શન શક્તિનો વપરાશ. જીવમાં વર્તતી જે જ્ઞાન-દર્શનરૂપ શક્તિ છે તેના વપરાશને ઉપયોગ કહેવાય છે. આ જ્ઞાનદર્શનાત્મક ઉપયોગ રાગ-દ્વેષ-કષાય-વિષયવાળા અધ્યવસાયો વગેરે વડે ભિન્ન ભિન્ન હોય છે. આમ ઉપાધિના ભેદથી ઉપયોગ અનંત છે. તેથી આત્મા પણ અનંત છે. જેમ ઘટ-પટ-મઠ ઈત્યાદિ પદાર્થો ભિન્ન-ભિન્ન છે તેમ શરીરે શરીરે આત્મા ભિન્ન-ભિન્ન છે. ગીવાઃ અનન્તા, નક્ષપામેલાતુ દાવિત્
તથા આ આત્મા આકાશની જેમ સર્વવ્યાપી નથી પણ પોતપોતાના શરીરમાં જ વ્યાપ્ત છે. કારણ કે જ્યાં શરીર હોય છે ત્યાં જ આત્માના ગુણોની ઉપલબ્ધિ થાય છે. આવું અનુમાન પણ જાણવું. મૂલગાથામાં નવUTIટ્ટ શબ્દમાં કહેલા સાદ્રિ શબ્દથી તાપળે: હેતુ સમજી લેવો. સ્પર્શનેન્દ્રિયની જેમ આ દૃષ્ટાન્ત જાણવું. માત્મા ન सर्वव्यापी किन्तु शरीरव्यापी, तत्रैव तद्गुणोपलब्धेः, स्पर्शनेन्द्रियवद् मावा प्रा२नु अनुमान જાણવું. જેના ગુણો જ્યાં દેખાય તે વસ્તુ ત્યાં જ હોય છે. જેમ સ્પર્શનેન્દ્રિયનો ગુણ સ્પર્શ
જ્યાં તે ઈન્દ્રિય હોય છે ત્યાં જ જણાય છે. એમ આત્માના ગુણો શરીરમાં જ જણાય છે. માટે આત્મા શરીરની અંદર વ્યાપ્ત છે. પણ સર્વવ્યાપી નથી. તથા આત્મા નિષ્ક્રિય નથી પણ સક્રિય છે. ગમનાગમનની ક્રિયાવાળો છે. સુખ-દુઃખાદિ ભાવોનો ભોક્તા હોવાથી દેવદત્તની જેમ. જેમ દેવદત્ત સુખ-દુઃખાદિનો ભોક્તા હોવાથી સુખમાં જોડાનારો અને દુઃખથી ભાગનારો એમ ગમનાગમનની ક્રિયાવાળો છે. તેમ આ આત્મા પણ સુખદુઃખાદિનો ભોક્તા હોવાથી ગમનાગમનની ક્રિયાવાળો છે, પણ નિષ્ક્રિય નથી.
આ રીતે આ આત્મા એક નથી પણ અનંત છે. સર્વવ્યાપી નથી પણ શરીરમાત્રવ્યાપી છે. નિષ્ક્રિય નથી પણ સક્રિય છે. આ સઘળી બાબતો ઈન્દ્રભૂતિ નામના પ્રથમ ગણધરની જેમ તમે સ્વીકારો. ll૧૯૫૭
જે પહેલાં ૧૯૫૫મી ગાથામાં એમ કહેવામાં આવ્યું કે દેવો અને નારકી પ્રત્યક્ષનો અવિષય હોવાથી પરલોકની બાબતમાં મને સંશય થાય છે. તે તમારી વાત અયુક્ત છે. કારણ કે સાતમા-આઠમા મૌર્ય અને અકમ્પિત ગણધરના વાદમાં જ દેવો અને નારકોની સિદ્ધિ કરેલી જ છે. તેથી તેની જેમ અહીં સમજી લેવું. આ વાત જણાવતાં કહે છે કે -
इहलोगाओ य परो सोम्म ! सुरा नारगा य परलोओ । पडिवज मोरिआकंपिउ व्व विहियप्पमाणाओ ॥१९५८॥ (इहलोगाच्च परः सौम्य ! सुरा नारकाश्च परलोकः । प्रतिपद्यस्व मौर्याकम्पिताविव विहितप्रमाणात् ॥)
Page #574
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
ગાથાર્થ - હૈ સૌમ્ય !
પરલોક છે. એમ મૌર્ય અને
||૧૯૫૮૫
દશમા ગણધર - મેતાર્ય
૫૪૯
લોકથી પર એવો દેવો અને નારકીના જીવો સ્વરૂપ અસંપિતની જેમ ત્યાં કહેલાં પ્રમાણોથી તમે સ્વીકારો.
આ
વિવેચન - મૌર્ય નામના સાતમા ગણધર અને અકંપિત નામના આઠમા ગણધરના વાદની ચર્ચાપ્રસંગે દેવ અને નારકી જીવો છે આ વાત સિદ્ધ કરેલી છે. કારણ કે ગાથા નંબર ૧૮૬૬ માં મૌર્યગણધરની દેવસંબંધી શંકા જણાવી છે અને ૧૮૮૭ ગાથામાં અકંપિત ગણધરની નારકીસંબંધી શંકા જણાવી છે. તેનો પ્રત્યુત્તર તેની પછીની ગાથાઓમાં આપેલો જ છે. માટે દેવો અને નારકી છે એમ હે મેતાર્ય ! તમે સ્વીકારો. ૧૯૫૮)
અહીં મેતાર્યજી પ્રશ્ન કરે છે કે -
जीवो विण्णाणमओ तं चाणिच्चं ति तो न परलोगो । अह विण्णाणादण्णो, तो अणभिण्णो जहागासं ॥१९५९॥ इत्तोच्चिय न स कत्ता, भोत्ता य अओ वि नत्थि परलोगो । जं च न संसारी सो अण्णाणाऽमुत्तिओ खं व ॥१९६०॥
( जीवो विज्ञानमयस्तच्चानित्यमिति ततो न परलोकः । अथ विज्ञानादन्यस्ततोऽनभिज्ञो यथाऽऽकाशम् ॥
इत एव न स कर्ता भोक्ता चातोऽपि नास्ति परलोकः । यच्च न संसारी, सोऽज्ञानामूर्तितः खमिव ॥ )
ગાથાર્થ - જીવ એ વિજ્ઞાનમય છે અને તે વિજ્ઞાન અનિત્ય છે. તેથી પરલોક નથી. હવે કદાચ જીવને વિજ્ઞાનથી ભિન્ન માનશો તો આ જીવ આકાશની જેમ જડ થઈ જશે અને જડ થવાથી જ તે આત્મા કર્મોનો અને ભોગોનો કર્તા અને ભોક્તા ઘટશે નહીં એથી પણ પરભવ નથી. વળી આ આત્મા જ્ઞાનરહિત હોવાથી અને અમૂર્ત હોવાથી આકાશની જેમ તેને સંસારીપણું પણ ઘટશે નહીં. ૧૯૫૯-૧૯૬૦
વિવેચન - હે ભગવાન્ ! આપના વડે આત્મા વિજ્ઞાનમય મનાયો છે એટલે કે વિજ્ઞાનથી અભિન્ન સ્વીકારાયો છે. વિજ્ઞાન એ ધર્મ છે અને આત્મા એ ધર્મી છે. તે બન્નેનો તમારા મતે અભેદ છે. હવે તે વિજ્ઞાન અનિત્ય છે. ક્ષણે ક્ષણે બદલાનારું છે. વિનશ્વર સ્વભાવવાળું છે. તેથી તેનાથી અભિન્ન એવો આત્મા પણ વિનશ્વર સ્વભાવી અર્થાત્ અનિત્ય થશે. તેથી ભવાન્તરમાં જવા સ્વરૂપ પરલોક ઘટશે નહીં. કારણ કે જે ભવાન્તરમાં
Page #575
--------------------------------------------------------------------------
________________
૫૫૦
દશમા ગણધર - મેતાર્ય
ગણધરવાદ
જનારો જીવ હતો તે વિજ્ઞાનથી અભિન્ન હોવાના કારણે વિજ્ઞાનની સાથે તે પણ ક્ષણવિનાશી થયો. તેથી પરભવ ઘટશે નહીં.
હવે કદાચ આપશ્રી એવો બચાવ કરો કે જીવ એ વિજ્ઞાનથી ભિન્ન છે. તેથી વિજ્ઞાન ભલે અનિત્ય હોય (વિનશ્વરસ્વભાવી ભલે હોય) તો પણ તે વિજ્ઞાન જીવથી ભિન્ન છે. માટે આ આત્મા સ્વયં નિત્ય છે. તેથી પરલોકનો અભાવ થશે નહીં. આપનો આ બચાવ પણ વ્યાજબી નથી. જો આ જીવ વિજ્ઞાનથી ભિન્ન હોય તો અનભિજ્ઞ (જ્ઞાનરહિત-જડ એવો) જીવ થશે. જેમ આકાશ અથવા કાષ્ઠાદિ જ્ઞાનથી રહિત છે માટે અનભિજ્ઞ (જડ) છે તેમ આ આત્મા પણ જ્ઞાનરહિત માનવાથી આકાશ અને કાષ્ઠાદિની જેમ જડ થશે. આ રીતે આ આત્મા જડ થવાથી અને નિત્ય હોવાથી કર્મોનો કર્તા અને સુખ-દુઃખનો ભોક્તા ઘટશે નહીં. જેમ આકાશ જડ હોવાથી અને નિત્ય હોવાથી કર્તાભોક્તા નથી તેમ જીવ પણ કર્મોનો કર્તા અને સુખ-દુઃખાદિનો ભોક્તા રહેશે નહીં.
વળી નિત્ય એવા આત્માને સુખ-દુઃખાદિનો કર્તા-ભોક્તા માનશો તો તે આત્મા નિત્ય હોવાથી સદા-સર્વકાલે તે કર્તૃત્વ અને ભોક્તત્વ માનવાનો પ્રસંગ આવશે. સુખનો ભોક્તા સદા સુખી જ રહેશે. દુઃખનો ભોક્તા સદા દુઃખી જ રહેશે. કારણ કે નિત્ય પદાર્થ હંમેશાં એકસ્વરૂપવાળો જ હોય છે. તથા કર્તૃત્વ અને ભોક્તત્વ ન ઘટવાથી પરલોક ઘટશે નહીં. આ રીતે પણ પરલોકનો અભાવ થશે. કર્તૃત્વ વિના પણ પરલોક માનવામાં આવે તો એટલે કે જેણે પરભવનું આયુષ્ય ન બાંધ્યું હોય તેનો પણ પરભવ સ્વીકારવામાં આવે તો સિદ્ધના જીવને પણ પરભવ માનવાની આપત્તિ આવે. તથા ભોક્તત્વ ધર્મ નથી તેથી પણ પરલોકનો અભાવ થશે. કારણ કે આ જીવ જો અભોક્તા છે તો અભોક્તા એવા જીવને પરલોકના હેતુભૂત એવા કર્મનું ભોક્તત્વ ઘટે નહીં તેથી પણ પરલોક નથી.
વળી નીચેની યુક્તિથી પણ પરલોકનો અભાવ જણાય છે. તમે આ આત્માને
જ્ઞાનથી અત્યન્ત ભિન્ન માન્યો છે. જ્ઞાનથી ભિન્ન હોવાના કારણે ઘટ-પટ અને કાષ્ઠની
જેમ આ જીવ જડ થશે. અને જડ પદાર્થને પરભવગમનરૂપ સંસાર ઘટતો નથી.જે કારણથી આ જીવને સંસારીપણું (ગમનાગમનપણું) ઘટશે નહીં. કારણ કે પોતે સ્વયં અજ્ઞાનરૂપ છે, જડરૂપ છે. કાષ્ઠખંડની જેમ સંસારીપણું ઘટશે નહિ, તથા આ આત્મા અમૂર્ત હોવાથી આકાશની જેમ પણ સંસારી અવસ્થા ઘટશે નહીં. જેમ આકાશ અમૂર્ત હોવાથી સંસરણક્રિયા નથી તેમ આત્મા પણ અમૂર્ત હોવાથી સંસરણક્રિયા ઘટશે નહીં. આમ મેતાર્યજી પ્રશ્ન કરે છે. ૧૯૫૯-૧૯૬૦ની
ઉપરના પ્રશ્નનો હવે પરમાત્મા શ્રી મહાવીરપ્રભુ ઉત્તર આપે છે
Page #576
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૫૫૧
દશમ ગણધર - મેતાર્ય मन्नसि विणासि चेओ, उप्पत्तिमदादिओ जहा कुम्भो । नणु एयं चिय साहणमविणासित्ते वि से सोम्म ॥१९६१॥ (मन्यसे विनाशि चेत उत्पत्तिमदादितो यथा कुम्भः । નન્વેતવ સાધનમવિનાશિત્વેfપ તસ્ય સૌમ્ય )
ગાથાર્થ - હે મેતાર્ય ! તમે એમ માનો છો કે ચૈતન્ય એ ઉત્પત્તિ આદિ ધર્મવાળું હોવાથી ઘટની જેમ વિનાશી (અનિત્ય) છે. પરંતુ તે સૌમ્ય ! આ જ ઉત્પત્તિમત્વ હેતુ અવિનાશિપણામાં પણ સંભવે છે. //૧૯૬૧/l
વિવેચન - “જીવ વિજ્ઞાનમય છે અને તે અનિત્ય છે” આવું કહેતા તમે એમ કહેવા માગો છો કે ચેતના વિનાશી છે. કારણ કે ઉત્પત્તિ ધર્મવાળી છે ઘટની જેમ. અનુમાન પ્રયોગ આ પ્રમાણે - ચૈતન્ચ વિનશ્વર, ઉત્પત્તમસ્વીતું, સુમવત્ મૂલગાથામાં લખેલા મા શબ્દથી “પર્યાયત્વીત્” આવો હેતુ પણ જાણવો. જે કોઈ વસ્તુ ઉત્પત્તિવાળી છે અથવા જે કોઈ વસ્તુ પર્યાયસ્વરૂપ છે તે વસ્તુ અવશ્ય વિનાશી છે. આ અન્વયવ્યાપ્તિ જાણવી. જેમકે ઘટ-પટ આ અન્વયે ઉદાહરણ છે. અથવા જેમ ખંભાદિ પદાર્થોમાં નવા-જુનાપણાના પર્યાયો છે માટે વિનાશી છે. આ રીતે ચૈતન્ય પણ ઉત્પત્તિ ધર્મવાળું અને પર્યાયાત્મક હોવાથી અનિત્ય છે. અને અનિત્ય હોવાથી તેનાથી અભિન્ન એવો જીવ પણ અનિત્ય થશે, તેથી પરલોકનો અભાવ થશે. આવા પ્રકારનો હે મેતાર્ય ! તમારા મનમાં અભિપ્રાય છે.
તમારો આ અભિપ્રાય (માન્યતા) યોગ્ય નથી. કારણ “વિજ્ઞાન” અનિત્ય જરૂર છે. પરંતુ એકાન્ત અનિત્ય નથી. અર્થાત્ કથંચિ અનિત્ય અને કથંચિ નિત્ય છે. તેથી હે સૌમ્ય ! તમારો આ જ હેતુ (આ જ પ્રમાણ) “વિજ્ઞાન અનિત્ય છે.” આવા પક્ષમાં જેમ વર્તે છે તેમ વિજ્ઞાન અવિનાશી છે = નિત્ય છે, આવા પક્ષમાં પણ વર્તે છે. તેથી સાધ્યની જેમ સાધ્યાભાવમાં પણ હેતુ વર્તતો હોવાથી તમારો કહેલો આ હેતુ અનેકાન્તિક હેત્વાભાસ થાય છે.
ભાવાર્થ આ પ્રમાણે છે - વાસ્તવિકપણે સમસ્ત વસ્તુઓ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યતાથી યુક્ત છે અર્થાત્ સર્વ વસ્તુઓ ત્રિપદીવાળી છે. સર્વે પણ વસ્તુઓ દ્રવ્યદૃષ્ટિએ નિત્ય છે અને પર્યાયષ્ટિએ અનિત્ય છે. તેથી ઉત્પત્તિમત્તે હેતુથી જેમ વિનાશીપણું સિદ્ધ થાય છે તેમ એ જ ઉત્પત્તિમત્તે હેતુથી જ વસ્તુની ધ્રુવતા પણ સિદ્ધ થાય છે. તેથી કથંચિ નિત્યપણું પણ વસ્તુમાં છે જ. આ પ્રમાણે ઉત્પત્તિમત્ત્વ હેતુ જેમ વિનાશિત્વ સિદ્ધ કરે છે તેમ આ જ હેતુથી આવું પણ કહી શકાય છે કે વિજ્ઞાન નિત્યમ્, ઉત્પત્તિત્ત્વિ, પવિત્
Page #577
--------------------------------------------------------------------------
________________
૫૫૨
ગણધરવાદ
દશમા ગણધર - મેતાર્ય જેમ ઉત્પત્તિમાન્ હોવાથી વિજ્ઞાન વિનાશી છે એમ તમે કહો છો તેમ ઉપરોક્ત અનુમાન દ્વારા આ જ હેતુથી નિત્યત્વ પણ સિદ્ધ કરી શકાય છે. કારણ કે જે જે વસ્તુ ઉત્પત્તિવાળી છે તે તે વસ્તુ ત્રિપદીવાળી હોવાથી દ્રવ્યદૃષ્ટિએ ધ્રુવ-નિત્ય પણ અવશ્ય છે જ. આ રીતે વિજ્ઞાન નિત્ય સિદ્ધ થવાથી તેનાથી અભિન્ન એવો આત્મા પણ દ્રવ્યદૃષ્ટિએ કથંચિ નિત્ય અવશ્ય છે જ. તેથી પરલોકનો અભાવ થતો નથી. ૧૯૬ ૧|
અથવા “ઉત્પત્તિત્ત્વિ" આ હેતુ જેમ વિનાશિત્વ સાધ્યની સાથે પર્યાય અપેક્ષાએ ઘટે છે તેમ આ જ ઉત્પત્તિમત્ત્વ હેતુ સાધ્યથી વિરુદ્ધ એવા વિનાશિત્વ ની સાથે પણ દ્રવ્યદૃષ્ટિએ અવ્યભિચારીપણે સંભવે છે. તેથી પ્રતિસ્પર્ધી અનુમાન પણ થઈ શકે છે. તે પ્રતિસ્પધી અનુમાન શું છે ? તે કહે છે -
अहवा वत्थुत्तणओ विणासि चेओ न होइ कुम्भो व्व । उप्पत्तिमदादित्ते कहमविणासी घडो बुद्धी ? ॥१९६२॥ (अथवा वस्तुत्वतो विनाशि चेतो न भवति कुम्भ इव । ઉત્પત્તિમાં િવમવિનાશી પદદ્ધિ ? )
ગાથાર્થ - અથવા ચૈતન્ય એ વસ્તુ હોવાથી કુંભની જેમ અવિનાશી છે. (એકાન્ત વિનાશી નથી) પ્રશ્ન-ઉત્પત્તિમદ્ વગેરે હેતુ હોતે છતે ઘટ અવિનાશી કેમ કહેવાય ? આવી કદાચ પરની બુદ્ધિ થાય. ll૧૯૬ર/
વિવેચન - જો કે પ્રશ્નકાર એવા મેતાર્યજીએ “ઉત્તમત્ત્વ' હેતુને ગાથા ૧૯૬૧ ના પૂર્વાર્ધમાં “વિનાશિત્વ” સાધ્ય સાધવામાં જોડેલ છે. પરમાત્માએ આ જ હેતુને એકાન્ત વિનાશિત્વ સાધ્ય સિદ્ધ કરવામાં અનૈકાન્તિક હેત્વાભાસ ૧૯૬૧ના ઉત્તરાર્ધમાં બનાવ્યો છે. તથા વિપરીતસાધ્ય સાધવામાં એટલે કે અવિનાશિત્વ સાધ્ય સાધવામાં આ જ હેતુને અવ્યભિચારી અર્થાત્ સાચો હેતુ કહ્યો છે. તે પ્રતિસ્પધી અનુમાન આ પ્રમાણે છે -
चेतः एकान्तेन विनाशि न भवति-अर्थात् कथञ्चिन्नित्यमपि भवति, उत्पत्तिमत्त्वात् આવું એક અનુમાન ૧૯૬૧મી ગાથાના ઉત્તરાર્ધમાં જ કર્યું છે. બીજું પણ આવું જ પ્રતિસ્પર્ધી અનુમાન સમજાવે છે ચેત: પાન્તર વિનાશ ન મવતિ, અર્થાત્ વનિત્યમ્
વ્યક્તિ વસ્તુત્વી શ્વવત્ = જેમ કુંભ એક વસ્તુ હોવાથી દ્રવ્યદૃષ્ટિએ કથંચિત્ નિત્ય છે. તે જ રીતે વિજ્ઞાન પણ દ્રવ્યદૃષ્ટિએ એક વસ્તુ સ્વરૂપ હોવાથી નિત્ય છે. તેથી એકાન્ત વિનાશી નથી. અર્થાત્ કથંચિત્ નિત્ય છે. તેથી આવા પ્રકારનું પ્રતિસ્પર્ધી અનુમાન વિદ્યમાન
Page #578
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ દશમા ગણધર - મેતાર્ય
૫૫૩ હોવાથી “ઉત્પત્તિમત્ત્વ” નામનો પ્રથમ હેતુ સાધ્યની સાથે જેમ વ્યાપ્ત છે. તેમ સાધ્યાભાવની સાથે પણ વ્યાપ્ત હોવાથી વ્યભિચારી હેત્વાભાસ થાય છે. અથવા જેમ અનિત્ય સિદ્ધ થાય છે તેમ કથંચિ નિત્ય પણ જરૂર સિદ્ધ થાય છે. કારણ કે પારમાર્થિક રીતિએ સર્વે વસ્તુ ત્રણ ધર્મવાળી જ છે. તે કારણે ઉત્પત્તિમત્તે હેતુથી જેમ વિનાશિત્વ સિદ્ધ થાય છે તેમ ત્રીજો ધર્મ જે ધૃવત્વ છે તે પણ આ જ ઉત્પત્તિમત્તે હેતુથી સિદ્ધ થાય છે. માટે આ ઉત્પત્તિમત્ત્વહેતુ સાધ્યની સાથે જેમ વર્તે છે. તેમ સાધ્યાભાવની સાથે પણ વર્તે છે તથા વસ્તુત્વધર્મની અપેક્ષાએ નિત્યત્વ પણ સિદ્ધ થાય જ છે. માટે પ્રત્યનુમાન વિદ્યમાન હોવાથી મૂલ અનુમાનનો હેતુ વ્યભિચારી હત્ત્વાભાસ કહેવાય છે.
પ્રશ્ન - કદાચ અહીં મેતાર્યજીની આવી બુદ્ધિ થાય, અર્થાત્ શિષ્યને કદાચ આવો પ્રશ્ન થાય કે – ૧૯૬૧મી ગાથાના ઉત્તરાર્ધમાં “નy યે વિય સાહપાવિ સિત્તે વિ' ઈત્યાદિ જે પાઠ કહ્યો છે ત્યાં પરને કદાચ આવી શંકા થાય કે ઉત્પત્તિમત્તે હેતુથી વિનાશિત્વ તો ઘટની જેમ સિદ્ધ થાય, પરંતુ તે જ હેતુથી જો અવિનાશિત્વ સાધ્ય સિદ્ધ કરો તો દષ્ટાન્ત રૂપે મૂકેલા ઘટમાં તકલીફ પડે. કારણ કે તે ઘટમાં અવિનાશીપણું કેમ સિદ્ધ થાય ? કોઈ રીતે સિદ્ધ થાય નહીં. કારણ કે ઘટ વિનાશી તરીકે જ સુપ્રસિદ્ધ છે. તેથી દૃષ્ટાન્તીભૂત એવા ઘટમાં ઉત્પત્તિમત્ત્વ હેતુ છે. પરંતુ વિનાશી જ હોવાથી અવિનાશિત્વ સાધ્ય તેમાં ઘટતું નથી. આ રીતે અવિનાશિત્વ સાધ્યની અસિદ્ધિ હોવાથી દૃષ્ટાન્તમાં વ્યાપ્તિ ન લાગવાથી દાન્તિક એવું વિજ્ઞાન પણ “અવિનાશી” છે એવું સિદ્ધ થઈ શકશે નહીં. આમ પરનું પૂછવું છે. પરના હૃદયનો આવો અભિપ્રાય છે.
સારાંશ કે દૃષ્ટાન્ત રૂપે મુકાયેલ ઘટ વિનાશી જ છે આ વાત જગતમાં પ્રસિદ્ધ છે. માટે જ્યાં જ્યાં ઉત્પત્તિમત્ત્વ હોય ત્યાં ત્યાં અવિનાશિત્વ હોય આ વ્યાપ્તિ દૃષ્ટાન્તીભૂત એવા ઘટમાં ઘટતી નથી. તેથી દાન્તિક એવા વિજ્ઞાનમાં પણ ઘટશે નહીં. તેથી ચૈતન્ય (આત્મા) અવિનાશી (નિત્ય) સિદ્ધ થશે નહીં. તેથી પરલોકનો તો અભાવ જ રહેશે. ૧૯૬૨ા.
આ પ્રશ્નનો ઉત્તર કહે છે - રૂવ-રસ-મધ-પાણી, સંવા-સંતાપ-ત્ર-સત્તી | कुम्भोत्ति जओ ताओ पसूइ-विच्छित्ति-धुवधम्मा ॥१९६३॥ (રૂપ-ર-ન્ય-સ્પર્શી, સદ્ય-સંસ્થાન-દ્રવ્યશવતિયઃ | कुम्भ इति यतस्ताः प्रसूति-व्यवच्छित्ति-ध्रुवधर्माणः ॥)
Page #579
--------------------------------------------------------------------------
________________
દશમા ગણધર - મેતાર્ય
ગણધરવાદ
ગાથાર્થ - જે કારણથી રૂપ-૨સ-ગંધ-સ્પર્શ-સંખ્યા-સંસ્થાન-માટીસ્વરૂપ દ્રવ્ય અને શક્તિ આ સર્વનો સમુદાય તે કુંભ કહેવાય છે. તેથી તે પ્રસૂતિ (ઉત્પત્તિ), વ્યવચ્છિત્તિ (વ્યય) અને ધ્રુવધર્મવાળો તે કુંભ છે. ૧૯૬૩
૫૫૪
વિવેચન - કુંભ એટલે ઘટ, અહીં ઘટ એ શું વસ્તુ છે ? તે પ્રથમ સમજીએ. નીલકૃષ્ણાદિ કોઈ એક પ્રકારનું રૂપ, તિક્તાદિ કોઈ એક પ્રકારનો રસ, સુરભિ-દુરભિમાંથી કોઈ એક ગંધ, મૃદુ-કર્કશાદિમાંથી કોઈ સ્પર્શ લક્ષણવાળા ગુણોનો સમુદાય, એક ઘટ હોય તો એક, બે-ત્રણ ઘટ હોય તો સમૂહને આશ્રયી બે અથવા ત્રણની સંખ્યા, નીચેથી પહોળો પહોળો અને પેટથી સાંકડો સાંકડો ઈત્યાદિ પૃથુબુઘ્નોદરાદિ આકારરૂપે સંસ્થાન, માટી નામનું દ્રવ્ય, જલાહરણ (પાણી ભરવું - ઘી ભરવું) ઈત્યાદિ કાર્ય કરવારૂપ શક્તિઓ આ સઘળા ભાવોનો જે સમુદાય તે કુંભ કહેવાય છે એટલે કે કુંભમાં ઉપરોક્ત બધા જ
ભાવો એકીસાથે વર્તે છે.
તે રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, સંસ્થાન, દ્રવ્ય અને શક્તિ, આ સર્વે ભાવો ઉત્પત્તિ-વ્યય અને ધ્રૌવ્ય ધર્મવાળા છે. એટલે કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપવાળા છે. તેથી ઘટ ઉત્પત્તિવાળો હોવાથી અવિનાશી એટલે કે ધ્રુવ (નિત્ય) પણ સિદ્ધ થાય છે. આ વાત
હવે પછીની બે ગાથામાં વિસ્તારથી સમજાવે છે. તેથી આ ગાથામાં અમે વધારે વિવેચન લખતા નથી. ૧૯૬૩)
इह पिण्डो पिण्डागार - सत्ति-पज्जायविलयसमकालं । ૩૫ ફ-માાર-સત્તિ-પત્નાયવેળાo૧૬૪॥
रूवाइ दव्वयाए न जाइ न य वेइ तेण सो निच्चो । × ૩પ્પાય-ય-ધ્રુવસ્પન્હાવું મયં સર્વાં શ્॰૬॥ (વૃદ્ઘ પિણ્ડો પિઙાજાર-શક્તિ-પર્યાય વિનય-સમાનમ્ । उत्पद्यते कुम्भकार - शक्तिपर्यायरूपेण ॥
रूपादिद्रव्यतया न जायते न व्येति तेन स नित्यः । વિમુત્પાત-વ્યય-ધ્રૌવ્યસ્વમાવું માં સર્વમ્ ॥)
ગાથાર્થ - અહીં જે શ્રૃત્કિંડ છે તે પિંડાકારણે અને તેની શક્તિરૂપ પર્યાયપણે જે સમયે નાશ પામે છે. તે જ કાલે કુંભાકારણે અને કુંભની શક્તિ સ્વરૂપ પર્યાયપણે તે વસ્તુ ઉત્પન્ન થાય છે. તથા તે જ કાલે રૂપાદિ ગુણવાળાપણે અને દ્રવ્યસ્વરૂપે તે વસ્તુ
Page #580
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ દશમા ગણધર - મેતાર્ય
૫૫૫ નથી ઉત્પન્ન થતી અને નથી નાશ પામતી તેથી તે નિત્ય પણ છે. આ પ્રમાણે સર્વે પણ વસ્તુઓ ઉત્પત્તિ-વિનાશ અને ધ્રુવસ્વભાવવાળી મનાયેલી છે. /૧૯૬૪-૧૯૬૫ll
વિવેચન - ૧ રૂપ, ૨ રસ, ૩ ગંધ, ૪ સ્પર્શ, ૫ સંખ્યા, ૬ સંસ્થાન, ૭ માટીદ્રવ્ય અને ૮ જલાહરણાદિ શક્તિવિશેષ આમ આ લખ્યા પ્રમાણે આઠ ભાવો, પરમાર્થથી તો આવા અનંતાનંત ભાવોથી જે ભરેલો છે તે કુંભ (ઘટ) કહેવાય છે. તેમાં કંઈક સૂક્ષ્મબુદ્ધિથી વિચારીએ તો ભાવો નીચે પ્રમાણે છે.
(૧) જે માટીનો પિંડ (મૃત્યિંડ) છે તે કર્તા છે. કારણ કે તે માટીનો પિંડ જ પિંડ અવસ્થાને છોડીને ઘટાકારને પામનાર છે. માટે તેને જ કર્તા એટલે કે નવા નવા રૂપાન્તરને પામનારો પદાર્થ કહેલ છે.
(૨) માટીના પિંડકાલે જે વૃત્તસંસ્થાન સ્વરૂપ = ગોળ ગોળ નક્કરપણે પરસ્પર ચોંટી જવારૂપ માટીનો પોતાનો જે પિંડાકાર છે તે, તથા તે કાલે માટીના પિંડમાં જે પિંડપણાની શક્તિ રહેલી છે તે શક્તિરૂપ પર્યાય આમ આ બન્ને પર્યાયોનો જે કાલે (ઘટ બનતી વેળાએ) વિલય થાય છે તે જ કાલે આ જ મૃપિંડ નીચેથી પહોળો-પહોળો અને પેટના ઉપરના ભાગથી સાંકડો-સાંકડો એટલે કે પૃથુબુબ્બોદરાદિ જે આકાર છે તે આકારપણે, તથા જલાહરણ-બૃતાહરણ-તૈલાહરણ વગેરે ઘટની જે શક્તિઓ છે તે શક્તિઓ રૂપે આ પદાર્થ ઉત્પન્ન થાય છે. સારાંશ કે મૃતિંડાકારપણે નાશ અને પૃથુબુબ્બોદરાદિ આકારપણે ઉત્પાદ, માટીના પિંડની જે શક્તિઓ છે તે શક્તિ સ્વરૂપે નાશ અને ઘટની જે શક્તિઓ છે તે શક્તિઓ પણે ઉત્પાદ. આ પર્યાયનો પલટો એકીસાથે એકકાલે થાય છે. તેથી તેમાં ઉત્પત્તિ અને નાશ સંભવે છે.
(૩) જે સમયે આ વસ્તુ પિંડાકાર અને પિંડની શક્તિસ્વરૂપે નાશ પામે છે તથા જે સમયે ઘટાકારપણે અને ઘટની શક્તિસ્વરૂપે આ વસ્તુ ઉત્પન્ન થાય છે તે જ સમયે રૂપ-રસ-ગંધ અને સ્પર્શરૂપે તથા માટીદ્રવ્યસ્વરૂપે આ પિંડ નથી ઉત્પન્ન થતો કે નથી નાશ પામતો. તેથી તે વર્ણાદિવાળાપણે અને માટીદ્રવ્યરૂપે આ પદાર્થ નિત્ય કહેવાય છે. કારણ કે તે પદાર્થ વર્ણાદિવાળાપણે અને માટી સ્વરૂપે પહેલાં પણ હતો અને હાલ પણ છે. અને ભવિષ્યમાં પણ રહેશેમાટે સદાકાલ તે ભાવે આ પદાર્થ અવસ્થિત છે.
તે આ પ્રમાણે - માટીનો આ પિંડ, પોતાના પિંડાકારપણે અને પિંડની શક્તિસ્વરૂપે નાશ પામે છે. તે જ કાલે ઘટાકારપણે અને ઘટગત શક્તિસ્વરૂપે તે પદાર્થ ઉત્પન્ન થાય છે. તથા તે જ કાલે રૂપાદિ ગુણોવાળાપણે અને માટીદ્રવ્યરૂપે સ્થિર (ધ્રુવ) રહે જ છે. આ પ્રમાણે આ પદાર્થ ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય સ્વભાવવાળો કહેવાય છે.
Page #581
--------------------------------------------------------------------------
________________
પપ૬
દશમા ગણધર - મેતાર્ય
ગણધરવાદ
આ જ પ્રમાણે ઘટ બન્યા પછી પણ ઘટ વિનાશ ન પામે ત્યાં સુધીમાં પણ પ્રતિસમયે થતા પૂરણ-ગલનના કારણે પૂર્વપર્યાયરૂપે નાશ પામે છે. નવા-નવા ઘટાકારપણે ઉત્પન્ન થાય છે તથા રૂપાદિ ગુણવાળાપણે અને માટીદ્રવ્યરૂપે ધ્રુવ રહે છે. તેથી બનેલો એવો પણ આ ઘટ ઉત્પાદ-વ્યય અને ધૃવધર્મવાળો છે. આ રીતે અન્ય પણ જે કોઈ વસ્તુ આ સંસારમાં છે તે સર્વે પણ વસ્તુ ઉત્પાદ-વ્યય અને ધ્રુવ સ્વભાવવાળી જ છે. આવું તીર્થકર ભગવંતોને અભિમત છે. તેઓએ કેવલજ્ઞાનથી આ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ જોયેલું છે અને પ્રત્યક્ષપણે સંસારી સર્વે જીવોને પણ આ જ પ્રમાણે વસ્તુ સ્વરૂપ અનુભવાય છે. તેથી ઉત્પત્તિમત્ત્વ ધર્મ હોવાથી ઘટમાં જેવું વિનાશીપણું સિદ્ધ થાય છે તે જ રીતે અવિનાશીપણું પણ સિદ્ધ થાય છે. તેમ થયે છતે સાધ્ય સાધવા માટે ધર્મી (પક્ષ) તરીકે બનાવેલા ચૈતન્ય નામના પક્ષમાં વિનાશિત્વની જેમ અવિનાશિત્વ પણ સિદ્ધ થાય છે. તેથી ચૈતન્યધર્મથી અભિન્ન એવો જીવ પણ કથંચિત્ જેમ વિનાશી છે તેમ કથંચિત્ નિત્ય પણ છે જ.
માટીનો જે પિંડ છે તેનો પિંડાકારપણે વિનાશ. પિંડમાં પિંડગત શક્તિ છે તે શક્તિરૂપે વિનાશ. પૃથુબુદ્ધોદરાદિ જે ઘટાકાર છે તે આકારપણે ઉત્પાદ. ઘટની જલાધારાદિ જે શક્તિ છે તે શક્તિરૂપે ઉત્પાદ. વર્ણાદિ ગુણવાળાપણે બન્ને કાલમાં હોવાથી ધ્રૌવ્ય.
તથા માટીદ્રવ્યરૂપે બને કાલમાં હોવાથી ધ્રૌવ્ય. આ પ્રમાણે ઘટપદાર્થમાં પૂર્વપર્યાયરૂપે વિનાશ, ઉત્તરપર્યાયરૂપે ઉત્પાદ અને મૂલદ્રવ્યરૂપે ધ્રૌવ્ય એમ ત્રણે ધર્મો એકીસાથે જ છે. તેથી ઉત્પાદ હોવાથી જેમ વ્યય છે તેમ તે જ ઉત્પાદ હોવાથી ધ્રૌવ્ય પણ સાથે જ છે. માટે ચૈતન્યગુણ કેવલ એકલો વિનાશી નથી પણ અવિનાશી (નિત્ય-ધ્રુવ) પણ અવશ્ય છે જ. તેની સાથે અભેદભાવ રહેલો જીવ પણ કેવલ વિનાશી નથી પણ ઉત્પત્તિવાળો હોવાથી ધ્રુવ (નિત્ય) પણ અવશ્ય છે જ. માટે પરલોક ઘટી શકે છે. પરલોકનો અભાવ થતો નથી. આ વાત હવે પછીની ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. ll૧૯૬૪-૧૯૬પા
घडचेयणया नासो, पडचेयणया समुब्भवो समयं । संताणेणावत्था, तहेह-परलोअ-जीवाणं ॥१९६६॥ मणुएहलोगनासो सुराइपरलोगसंभवो समयं । जीवतयाऽवत्थाणं, नेहभवो नेय परलोओ ॥१९६७॥
Page #582
--------------------------------------------------------------------------
________________
૫૫૭
ગણધરવાદ
દશમ ગણધર - મેતાર્ય (घटचेतनया नाशः, पटचेतनया समुद्भवः समकम् । સંતાનાવસ્થા, તભેદ-પરત્નોવા-નવાનામ્ | मनुजेहलोकनाशः, सुरादिपरलोकसंभवः समकम् । जीवतयाऽवस्थानं, नेहभवो नैव परलोकः ॥)
ગાથાર્થ – ઘટના ઉપયોગરૂપે નાશ અને પટના ઉપયોગરૂપે ઉત્પત્તિ આ બન્ને જેમ એકીસાથે છે તથા ચૈતન્યની પરંપરા વડે અવસ્થિતતા = ધ્રુવતા છે તે જ રીતે આ લોક અને પરલોકને આશ્રયી જીવોમાં ત્રિપદી છે. મનુષ્યપણે આ લોકનો નાશ, દેવભવપણે પરલોકની ઉત્પત્તિ તથા સાથે જ જીવપણે અવસ્થાન (ધૃવત્વ) છે. કે જ્યાં આ ભવ કે પરભવની વિવક્ષા કરાતી નથી. //૧૯૬૬-૧૯૬૭ll
- વિવેચન - ઘટના વિષયવાળું જે જ્ઞાન પ્રવર્તે તેને ઘટચેતના કહેવાય છે. તેવી જ રીતે પટના વિષયવાળું જે જ્ઞાન પ્રવર્તે તેને પટચેતના કહેવાય છે. આ પ્રમાણે જે જે વિષયનો જ્ઞાનોપયોગ આ જીવને કાલક્રમે પ્રવર્તે છે તેને તે તે વિષયની ચેતના કહેવાય છે. આ પ્રમાણે આ જીવને જ્યારે ઘટસંબંધી વિજ્ઞાન થયા પછી પટસંબંધી વિજ્ઞાન પ્રગટે છે ત્યારે ઘટની ચેતના વડે એટલે ઘટના જ્ઞાનના ઉપયોગવાળાપણે તે જીવનો નાશ થાય છે અને પટની ચેતના વડે એટલે કે પટજ્ઞાનના ઉપયોગવાળાપણે તે જીવનો ઉત્પાદ થાય છે. આ નાશ અને ઉત્પાદ એમ બન્ને એકીસાથે એક જ સમયમાં ઉત્પન્ન થાય છે. વાંકી આંગળીને સીધી કરો ત્યારે જે સમયમાં વક્રતાનો નાશ થાય છે તે સમયમાં જ સરળતાની ઉત્પત્તિ થાય છે. મહાપટને ફાડીએ ત્યારે જે સમયે અખંડ પટનો નાશ થાય છે તે સમયમાં જ ખંડપટની ઉત્પત્તિ થાય છે. તેની જેમ ઘટોપયોગરૂપ ચેતનાની અપેક્ષાએ જીવનો નાશ અને પટોપયોગરૂપ ચેતનાની અપેક્ષાએ જીવની ઉત્પત્તિ આ બન્ને એકી સાથે એક જ સમયમાં થાય છે.
વળી અનાદિકાળથી પ્રવર્તેલી ચેતનાની જે પરંપરા, તે પરંપરામાત્રને આશ્રયી વિશેષણરહિતપણે જીવ7માત્ર સ્વરૂપે અવસ્થાન (ધ્રુવ7) છે. આ ઘટચેતના પ્રવર્તે છે કે પટચેતના પ્રવર્તે છે કે મઠચેતના પ્રવર્તે છે ઈત્યાદિ વિશેષણોની વિવક્ષા જો ન કરીએ અને ચેતનાની ધારારૂપ જીવત્વની જો વિવક્ષા કરીએ તો અનાદિકાલથી તે ચેતના છે અને અનંતકાલ તે ચેતના રહેશે. આ વિવક્ષાએ ધૃવત્વ પણ સંભવે છે. આ ત્રિપદી જે જણાવી તે આ ભવમાં વર્તતા જીવને આશ્રયી ઘટોપયોગ-પટોપયોગ અને ઉપયોગમાત્રની વિવક્ષાએ નાશ-ઉત્પત્તિ અને ધ્રુવતા સ્વરૂપ ત્રિપદી જણાવી છે. તેવી જ રીતે પરભવમાં જતા જીવને આશ્રયી પણ આવા પ્રકારના જ ત્રણ સ્વભાવ જાણવા. તે આ પ્રમાણે -
Page #583
--------------------------------------------------------------------------
________________
દશમા ગણધર - મેતાર્ય
ગણધરવાદ
જ્યારે કોઈપણ એક મનુષ્ય મૃત્યુ પામીને દેવલોકમાં જાય છે ત્યારે મનુષ્યરૂપે જે પર્યાય છે તેનો નાશ થાય છે. તેની સાથે સમાનકાલે જ દેવલોકાદિ રૂપે જે પર્યાય છે તેનો ઉત્પાદ થાય છે. તેની સાથે જ તે બન્ને અવસ્થામાં જીવપણે ધ્રુવત્વ રહે છે. જ્યારે આ આત્મામાં જીવપણાનું વત્વ મુખ્યપણે વિચારાય છે ત્યારે મનુષ્યાત્મક આ ભવની કે દેવલોકાત્મક પરભવની વિવક્ષા કરાતી નથી. પરંતુ તે તે પર્યાય પામતો હોવા છતાં પણ તે તે પર્યાયોની ગૌણતા કરીને પર્યાયોની વિવક્ષા વિનાનું જીવમાત્રરૂપે રહેલું જે દ્રવ્ય છે તે દ્રવ્યની જ જ્યારે વિવક્ષા કરાય છે. ત્યારે તેને ધ્રુવત્વ કહેવાય છે.
૫૫૮
આ પ્રમાણે જીવ નામનું આ દ્રવ્ય ઉત્પાદ-વ્યય અને ધ્રુવત્વ ધર્મવાળું હોવાથી પરલોકનો અભાવ થતો નથી. કારણ કે આ જીવદ્રવ્ય પૂર્વપર્યાય રૂપે ભલે વિનાશી છે. ઉત્તરપર્યાય રૂપે ભલે ઉત્પાદી છે. તથાપિ જીવત્વમાત્ર રૂપે ધ્રુવ પણ અવશ્ય છે જ. કેવલ -એકલું અનિત્ય નથી. માટે આ લોકથી પરલોકગમનશીલ જીવની સિદ્ધિ થાય છે.
૧૯૬૬-૧૯૬૭ગા
પ્રશ્ન - સર્વે પણ વસ્તુઓમાં ઉત્પાદ-વિનાશ-ધ્રુવતા એમ ત્રિસ્વભાવતા કેમ ઘટે ? તેનો ઉત્તર કહે છે
असओ नत्थि पसूई, होज्ज व जइ, होउ खरविसाणस्स । न य सव्वहा विणासो, सव्वुच्छेयप्पसंगाओ ॥१९६८॥ तोऽवत्थियस्स केणवि विलओ धम्मेण भवणमन्नेण । सव्वच्छेओ न मओ संववहारोवरोहाओ ॥१९६९॥
( असतो नास्ति प्रसूतिः, भवेद् वा यदि, भवतु खरविषाणस्य । न च सर्वथा विनाशः, सर्वोच्छेदप्रसङ्गात् ॥
ततोऽवस्थितस्य केनापि विलयो धर्मेण भवनमन्येन ।
सर्वोच्छेदो न मतः, संव्यवहारोपरोधात् ॥ )
ગાથાર્થ - સર્વથા અસત્ વસ્તુની ઉત્પત્તિ થતી નથી. જો થતી હોય તો ખરવિષાણની પણ ઉત્પત્તિ થાઓ. તેવી જ રીતે વસ્તુનો સર્વથા નાશ થતો નથી. જો સર્વથા નાશ થાય તો સર્વનો ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે. તેથી અવસ્થિત (ધ્રુવ) રહેલી મૂલભૂત વસ્તુનો કોઈ એક ધર્મરૂપે વિલય થાય છે અને કોઈ બીજા એક ધર્મ વડે ઉત્પત્તિ થાય
Page #584
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
દશમા ગણધર - મેતાર્ય
૫૫૯
છે. પરંતુ વસ્તુનો સર્વથા ઉચ્છેદ થાય આવી વાત જ્ઞાનીઓને માન્ય નથી. કારણ કે તેમ માનવામાં સર્વ વ્યવહારોનો વિરોધ આવે. ૧૯૬૮-૧૯૬૯)
વિવેચન - - આ સંસારમાં જે વસ્તુ સર્વથા અસત્ છે જેમકે આકાશપુષ્પ, વન્ધ્યાપુત્ર, શશશૃંગ, નરશૃંગ ઈત્યાદિ. આવા પ્રકારની સર્વથા અસત્ વસ્તુઓની ક્યારેય પણ પ્રસૂતિ (ઉત્પત્તિ) થતી નથી. જે દ્રવ્યમાં જે પર્યાય શક્તિરૂપે પણ સત્ છે તેની જ ઉત્પત્તિ થાય છે. સર્વથા અસત્ની ઉત્પત્તિ થતી નથી અને જો સર્વથા અસત્ની ઉત્પત્તિ થાય તો ખરવિષાણની (ગધેડાનાં શિંગડાંની) પણ ઉત્પત્તિ થવી જોઈએ. કારણ કે અસત્યણું એકસરખું સમાન છે. તેથી કોઈપણ રૂપે જે વસ્તુ સત્ છે તે જ બીજા પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે. જેમકે જે માટી પિંડરૂપે છે તે જ માટી પિંડપણે નાશ પામીને ઘટરૂપે ઉત્પન્ન થાય છે. અર્થાત્ પિંડપણે વિદ્યમાન (સત્) એવી જ માટી ઘટાકારપણે ઉત્પન્ન થાય છે.
તથા જે સત્ વસ્તુ છે તેનો સર્વથા નાશ થતો નથી. જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે તેનો સર્વથા નાશ થતો હોય તો અનુક્રમે સર્વે જીવો મૃત્યુ પામતાં નારક-તિર્યંચ-મનુષ્ય અને દેવાદિનો સર્વથા નાશ થતાં સંસારનો જ ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે. તેથી બુદ્ધિશાલી આત્માઓએ વિચારવું જોઈએ કે -
અવસ્થિત રહેલી (અર્થાત્ મૂલદ્રવ્યરૂપે ધ્રુવ રહેલી) એવી જીવાદિ નામની વસ્તુનો મનુષ્યાદિ પર્યાયરૂપે જ વિનાશ થાય છે. સર્વથા વિનાશ થતો નથી. તથા અન્ય એવા દેવાદિ ભવરૂપે જ ઉત્પાદ થાય છે. સર્વથા વસ્તુનો નવો ઉત્પાદ થતો નથી. આ રીતે ધ્રુવભૂત વસ્તુનો એક પર્યાયરૂપે ઉત્પાદ અને બીજા પર્યાયરૂપે વિનાશ થાય છે. પરંતુ સર્વથા નવી વસ્તુનો ઉત્પાદ કે જુની વસ્તુનો સર્વથા નાશ થતો નથી. આમ જ્ઞાનીઓને માન્ય છે. સર્વથા નવો ઉત્પાદ કે મૂલભૂત વસ્તુનો સર્વથા નાશ માનવામાં આવે તો લોકવ્યવહારનો ઘણો વિરોધ આવે. અર્થાત્ લોકવ્યવહારનો ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે. તે આ પ્રમાણે -
કોઈ એક ગામમાં એક રાજા હતો. તેને એક પુત્રી અને એક પુત્ર એમ બે સંતાન છે. તે રાજાએ પોતાની રાજપુત્રીને રમવાના હેતુથી સુવર્ણકલશ આપ્યો. તે જોઈને રાજપુત્રે રમવા માટે સોનાનો ઘડો માગ્યો. રાજાએ રાજપુત્રીને આપેલો સુવર્ણકલશ લઈને સોની પાસે જઈને તે સુવર્ણકલશ ભાંગીને સુવર્ણનો દડો બનાવી આપવાનું કહ્યું. સોનીએ તે કલશને ભાંગીને દડો બનાવી આપ્યો. રાજાએ તે દડો રાજપુત્રને આપ્યો. આ એક વાર્તા છે. આમ થવાથી રાજપુત્રીને શોક થયો. રાજપુત્રને હર્ષ થયો અને સુવર્ણના સ્વામી એવા રાજાને ઉદાસીનતા રહી એટલે કે હર્ષ પણ ન થયો અને શોક પણ ન થયો. કારણ કે સુવર્ણનો સ્વામી એવો રાજા કલશાવસ્થામાં પણ મારું સોનું તો તેનું તે જ છે અને દડાની
Page #585
--------------------------------------------------------------------------
________________
પ૬
દશમા ગણધર - મેતાર્ય
ગણધરવાદ
અવસ્થામાં પણ મારું સોનું તો તેનું તે જ રહે છે એમ ઉભય અવસ્થામાં પણ રાજાને સુવર્ણનો અવિનાશ = ધૃવત્વ જ દેખાય છે. તેથી હર્ષ-શોક વિનાની ઉદાસીન અવસ્થાવાળો રહે છે. જ્યારે રાજપુત્રીને કલશનો નાશ માત્ર દેખાય છે તેથી શોક થાય છે. રાજપુત્રને દડાનો ઉત્પાદમાત્ર દેખાય છે. તેથી હર્ષ થાય છે. આવા પ્રકારનો જે આ લોકવ્યવહાર પ્રસિદ્ધ છે તે સર્વ લોકવ્યવહારનો જો વસ્તુને ઉત્પાદ-વ્યય અને ધ્રુવસ્વરૂપે ન સ્વીકારીએ તો ઉચ્છેદ થવાનો પ્રસંગ આવે. તેથી જીવ દ્રવ્ય પણ ઘટોપયોગપણે વિનાશ અને પટોપયોગપણે ઉત્પાદ પામવા છતાં પણ જીવ નામના દ્રવ્યસ્વરૂપે અવિનાશી એટલે કે ધ્રુવ પણ છે. તેથી પરલોકનો અભાવ થતો નથી.
સંસારમાં રહેલી સર્વે પણ વસ્તુઓ પ્રતિક્ષણે પૂર્વ-પૂર્વ પર્યાયરૂપે નાશ પામે છે અને નવા નવા પર્યાયરૂપે પ્રતિક્ષણે ઉત્પત્તિ પણ પામે જ છે. છતાં પૂર્વાપર થતા પર્યાયોની અવિવક્ષા કરીએ અને મૂલભૂત દ્રવ્યરૂપે વિચારીએ તો ધ્રુવસ્વરૂપ પણ રહે જ છે. આવા પ્રકારની સ્વયં જગસ્થિતિ છે. જીવ-અજીવ આદિ સર્વે પણ પદાર્થોનો આવા પ્રકારનો ઉત્પાદ-વ્યય-ધ્રુવધર્માત્મક ત્રિપદીમય સ્વભાવ જ છે. પદાર્થોના પોતાના ત્રિપદીમય સ્વભાવને છોડીને આ જગતનો ઈશ્વરાદિ કોઈ કર્તા નથી તથા કોઈ સંહર્તા નથી. તથા કોઈ સંરક્ષક કે પાલક નથી. જગત્ સ્વયં પોતાના સ્વભાવથી જ ત્રિપદીમય છે. ll૧૯૬૮-૧૯૬૯
- જો સ્વર્ગલોકાદિ રૂપ પરલોક ન સ્વીકારીએ તો વેદમાં કહેલી અગ્નિહોત્રાદિ ધર્મક્રિયાઓ તથા લોકપ્રસિદ્ધ દાનાદિ ક્રિયાઓ નિષ્ફળ થવાની આપત્તિ પણ આવે તે બાબત જણાવે છે -
असइ व परम्मि लोए, जमग्गिहोत्ताइ सग्गकामस्स । तदसंबद्धं सव्वं, दाणाइफलं च लोअम्मि ॥१९७०॥ (असति वा परस्मिँल्लोके, यदग्निहोत्रादि स्वर्गकामस्य । તસંબદ્ધ સર્વ, તાનાવિનં ર નો )
ગાથાર્થ - જો પરલોક ન હોય તો સ્વર્ગની કામનાવાળાને અગ્નિહોત્રાદિ યજ્ઞનું જે વિધાન છે તે તથા લોકમાં જે દાનાદિ ધર્મક્રિયાઓનું પુણ્યફળ પ્રસિદ્ધ છે તે સર્વ ઘટી શકે નહીં. ll૧૯૭oll
| વિવેચન - જો ચૈતન્ય ગુણવાળો આ જીવ કથંચિત્ નિત્ય ન હોય અને સર્વથા ક્ષણિક જ હોય અને તેના કારણે જો પરલોક ન હોય અર્થાત્ જીવના મૃત્યુ બાદ તેનું જો પરભવગમન ન હોય તો વેદપાઠોમાં તથા શ્રુતિશાસ્ત્રોમાં સ્વર્ગની કામનાવાળાએ
ળ
Page #586
--------------------------------------------------------------------------
________________
પ૬૧
ગણધરવાદ
દશમા ગણધર - મેતાર્ય અગ્નિહોત્રાદિ યજ્ઞો કરવા આવું જે શાસ્ત્રવિધાન છે તે સઘળું વિધાન નિષ્ફળ થાય. જો પરભવમાં જવાનું જ ન હોય તો અગ્નિહોત્ર કરવાનું વિધાન વ્યર્થ બને. માટે અવશ્ય પરભવ છે.
તથા દાન-શીયળ આદિ ધર્મક્રિયાઓનું અને હિંસા, જુઠ, ચોરી, વ્યભિચારાદિ પાપક્રિયાઓનું ફળ લોકમાં પુણ્ય અને પાપના નામે પ્રસિદ્ધ છે. જો પરભવમાં જવાનું હોય જ નહીં તો આ ભવમાં ગમે તેવાં પુણ્યનાં કામો કરો કે ગમે તેવાં પાપનાં કામો કરો પણ મૃત્યુ બાદ જો સુખ-દુઃખ મળવાનું જ ન હોય તો આ ધર્મક્રિયાઓ અને પાપક્રિયાઓ પણ નિષ્ફળ થાય. તે માટે અવશ્ય પરભવ છે જ. જે આત્માઓ દાન-શીયળ વગેરે ધર્મક્રિયાઓ કરે છે તે પુણ્યનો બંધ કરીને ભવાન્તરમાં સુખી થાય છે. એટલે કે પુણ્યફળ ભોગવે છે અને જે આત્માઓ હિંસા, જુઠ, ચોરી ઈત્યાદિ પાપક્રિયાઓ કરે છે તે પાપનો બંધ કરીને પરલોકમાં દુઃખી થાય છે. એટલે કે પાપફળ ભોગવે છે. માટે શાસ્ત્રવિધાનથી પણ પરભવ છે. આ પ્રમાણે આ દશમા મેતાર્યપંડિતના મનનો સંશય છેદાયો. ભગવાનની વાણીથી પ્રતિબોધ પામ્યા. ૧૯૭૦
छिन्नम्मि संसयम्मि जिणेण जरमरणविप्पमुक्केणं । सो समणो पव्वइओ, तिहिओ सह खण्डियसएहिं ॥१९७१॥ (छिन्ने संशये, जिनेन जरामरणविप्रमुक्तेन । સ: શ્રમUT: પ્રવ્રુગિત:, ત્રિમતું સદ ઘડેશ્વશતૈ: I)
ગાથાર્થ - જરા-મરણથી સર્વથા મુકાયેલા એવા જિનેશ્વરપ્રભુ વડે સંશય છેદાયે છતે તે મેતાર્યશ્રમણ પોતાના ત્રણસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષિત થયા. ll૧૯૭૧/l
વિવેચન - ભાવાર્થ પૂર્વની જેમ સુગમ છે. પરમાત્મા જન્મ-જરા-મૃત્યુથી અત્યન્ત મુક્ત છે. કારણ કે હવે આ અન્તિમ ભવ છે. ત્યાર બાદ તેઓશ્રીને ક્યાંય જન્મ લેવાનો નથી. તેથી જરા-મરણ આવવાનાં નથી. તેઓની અપૂર્વ વાણી સાંભળવાથી મેતાર્ય નામના દશમા પંડિત બ્રાહ્મણના મનનો “પરલોક છે કે નથી” આ સંશય છેદાયો. સંશય છેદાયે છતે મેતાર્ય બ્રાહ્મણે પોતાના ત્રણસો શિષ્યો સાથે પરમાત્મા પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ll૧૯૭૧||
દસમા ગણધર શ્રી મેતાર્યજીનો વાદ સમાપ્ત થયો.
Page #587
--------------------------------------------------------------------------
________________
I પ્રભાસ નામના અગિયારમા ગણધર I.
હવે પ્રભાસ નામના અગિયારમા ગણધરનો અધિકાર જણાવે છે - ते पव्वइए सोउं, पहासो आगच्छई जिणसगासं । वच्चामि ण वंदामि, वंदित्ता पज्जुवासामि ॥१९७२॥ (तान् प्रव्रजितान् श्रुत्वा, प्रभास आगच्छति जिनसकाशम् । व्रजामि वन्दे, वन्दित्वा पर्युपासे ॥
ગાથાર્થ - તે દશેને દીક્ષિત થયેલા સાંભળીને પ્રભાસ નામના અગિયારમા બ્રાહ્મણ પંડિત જિનેશ્વરપ્રભુ પાસે આવે છે. મનમાં વિચાર કરે છે કે હું જલ્દી જલ્દી જાઉં. પ્રભુને વંદન કરું અને વંદન કરીને પ્રભુની સેવા કરું. l/૧૯૭૨ //
વિવેચન - ત્યાં ગયેલા દશ મોટા મોટા વિદ્વાન બ્રાહ્મણોને પરાભવ પામેલા સાંભળીને અને પરમાત્માની પાસે જૈનીય પ્રવ્રજ્યા સ્વીકાર્યાના સમાચાર જાણીને છેલ્લા પ્રભાસ નામના પંડિતજી મનમાં વિચારે છે કે હું પણ ભગવાન પાસે જલ્દી જલ્દી જાઉં. પરમાત્માને ભાવથી વંદના કરું. મારા હૃદયનો પ્રશ્ન પૂછીને સાચો ઉત્તર મેળવું અને પરમાત્માના ચરણકમલની ઉપાસના (સેવા) કરું. આવી સુંદર ભાવના ભાવતા ભાવતા પોતાના શિષ્ય-પરિવાર સાથે પ્રભાસજી પણ ભગવન્તની પાસે આવ્યા. ૧૯૭૨I/
૩મો ય નિuf, નાડું-નર-મરપવિપ્રમુavi Il नामेण य गोत्तेण य, सव्वण्णू सव्वदरिसी णं ॥१९७३॥ किं मन्ने निव्वाणं, अत्थि नत्थि त्ति संसओ तुज्झ । वेयपयाण य अत्थं, न याणसि तेसिमो अत्थो ॥१९७४॥ (સમષિતશ નિન, નાત-ન-મ-વિપ્રમુવર્તન | નાના ગોત્ર ૨, સર્વન સર્વર્શિના ) (किं मन्यसे निर्वाणमस्ति नास्तीति संशयस्तव । વેપતાનાં વાર્થ, ન નાનાસિ તેષામયમર્થ: I)
ગાથાર્થ - જન્મ-જરા અને મૃત્યુથી વિશેષ મુકાયેલા, સર્વજ્ઞ અને સર્વદર્શી એવા જિનેશ્વરપ્રભુ વડે નામ અને ગોત્રથી પ્રભાસજીને બોલાવાયા. હે પ્રભાસજી ! તમે મનમાં
Page #588
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
અગિયારમાં ગણધર - પ્રભાસ
૫૬ ૩
આવો સંશય ધરાવો છો કે નિર્વાણ (મોક્ષ) છે કે નહીં ? વેદપદોના અર્થને તમે જાણતા નથી. તે વેદપદોના સાચા અર્થ આ પ્રમાણે છે. /૧૯૭૩-૧૯૭૪ll
વિવેચન - પ્રભાસપંડિતજીને નજીક આવેલા જાણીને જન્મ-જરા મૃત્યુથી સર્વથા મુક્ત બનેલા સર્વજ્ઞ અને સર્વદર્શી પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ તેમના નામ અને ગોત્ર સાથે તેમને બોલાવ્યા અને પ્રભાસજી કંઈ પ્રશ્ન કરે તે પહેલાં જ કેવલજ્ઞાનથી તેઓના હૃદયગત પ્રશ્નને જાણીને પરમાત્માએ સુધાસમાન વાણીથી વાતનો પ્રારંભ કર્યો. હે આયુષ્યમાન્ પ્રભાસ ! તમે તમારા મનમાં શું મોક્ષ છે કે મોક્ષ નથી ? આવા પ્રકારનો નિર્વાણવિષયક સંશય ધરાવો છો. પરસ્પર વિરુદ્ધ એવાં વેદોના પદોના શ્રવણથી તમને આ સંશય થયેલો છે. તે વેદનાં પદો આ પ્રમાણે છે -
(१) जरामर्यं वैतत् सर्वं यदग्निहोत्रम् (૨) ઔષા મુદ્દા તુરવઠા (3) द्वे ब्रह्मणी परमपरं च, तत्र परं सत्यं ज्ञानमनन्तरं ब्रह्म
ઉપરોક્ત વેદના પદોના અર્થો તમારા મનમાં આ પ્રમાણે વર્તે છે. (૧) જે આ અગ્નિહોત્ર યજ્ઞ છે તે ઘડપણ આવે ત્યાં સુધી અર્થાત્ યાવજીવ સુધી કરવો જોઈએ. નરમર્થ શબ્દનો અર્થ થાવજીવ સુધી આ યજ્ઞ કરવો જોઈએ. મૃત્યુનો અંતિમ દિવસ આવે ત્યાં સુધી અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ કે જે ક્રિયા ભૂતોના (જીવોના) વધનો હેતુ હોવાથી નિરવદ્ય નથી પણ સાવદ્ય છે. જો કે તે ધર્મક્રિયા પણ નિરવદ્યા હોત તો મોક્ષહેતુ થાત. પરંતુ આ ક્રિયા સાવદ્ય છે. તેથી સ્વર્ગહેતુ જ બને છે. અપવર્ગહેતુ બનતી નથી. અગ્નિહોત્ર યજ્ઞની આ ક્રિયા સ્વર્ગહેતુ છે પણ મોક્ષહેતુ નથી. તથા તે ક્રિયા યાવજીવ કરવાની કહી છે. તેથી મોક્ષની ક્રિયા કરવાનો કોઈ કાલ જ નથી કે જ્યાં મોક્ષના હેતુભૂત ક્રિયા કરી શકાય. તેથી મુક્તિની પ્રાપ્તિના હેતુભૂત ધર્મક્રિયા કરવાનો કાલ ન હોવાથી સાધનના અભાવે સાધ્યનો (મોક્ષનો) પણ અભાવ છે. તેથી આ વેદવાક્યો મોક્ષના અભાવને સૂચવનારાં છે. એમ તમારું માનવું છે.
બાકીનાં બને વાક્યો મોક્ષના અસ્તિત્વને સૂચવનારાં છે. કારણ કે “ઔષા ગુદા ટુરવIT” આ વાક્યમાં જે મુદ્દા શબ્દ છે તેનો અર્થ [વિત થાય છે. તે આ મુક્તિ સંસારમાં જ સુખ માનનારા જીવોને દુરવદ = દુઃખે દુઃખે પ્રાપ્ત કરાય તેવી છે. તેનો અર્થ એ થયો કે મુક્તિ છે ખરી, પણ સંસારાભિનંદી જીવો વડે પ્રાપ્ત કરવી દુષ્કર છે. આ વાક્ય મુક્તિના અસ્તિત્વને સૂચવનારું છે.
Page #589
--------------------------------------------------------------------------
________________
૫૬૪
અગિયારમાં ગણધર - પ્રભાસ
ગણધરવાદ તથા ત્રીજા પદમાં બ્રહ્મ બે પ્રકારનું છે એક પર અને બીજું અપર, તેમાં જે પરં દ્રી સત્યં મોક્ષ:, અનન્તરં તુ વ્ર જ્ઞાનમ્ “પરમ એવું આત્મસ્વરૂપ એ જ સાચો મોક્ષ છે. તે પ્રાપ્ત થાય ત્યારે તુરત જ આત્મજ્ઞાન પ્રવર્તે છે. આ વાક્ય પણ મોક્ષના અસ્તિત્વને સૂચવે છે. આ પ્રમાણે મોક્ષનું અસ્તિત્વ અને મોક્ષનું નાસ્તિત્વ વેદનાં પદોમાં કહેલું જાણીને તમારા હૃદયમાં સંશય થયેલો છે. પરંતુ આ વેદપદોના સાચા અર્થને તમે જાણતા નથી. ખરેખર તે વેદપદોનો સાચો અર્થ આ પ્રમાણે છે. જે હમણાં કહેવાશે. ll૧૯૭૩-૧૯૭૪
મોક્ષ નથી” આવી મોક્ષના અભાવને પ્રતિપાદન કરનારી પ્રભાસજીના હૃદયમાં રહેલી યુક્તિને પણ ખોટી છે. એમ જણાવવા માટે ભગવાન તે યુક્તિને પ્રગટ કરતાં કહે
मन्नसि किं दीवस्स व नासो निव्वाणमस्स जीवस्स । दुक्खक्खयाइरूवा किं होज व से सओऽवत्था ? ॥१९७५ ॥ (मन्यसे किं दीपस्येव नाशो निर्वाणमस्य जीवस्य । તુક્ષયવિરૂપા વિં ભવેત્ વ તી સતોવસ્થા? )
ગાથાર્થ - હે પ્રભાસજી ! તમે મનમાં આવું વિચારો છો કે દીપકના નાશની જેમ આ જીવનો સંપૂર્ણપણે ધ્વંસ થાય તે નિર્વાણ કહેવાય છે ? કે સત્ એવા આ જીવની દુઃખાદિના સંપૂર્ણ ક્ષય સ્વરૂપ એવી કોઈ વિશિષ્ટ અવસ્થા છે કે જેને નિર્વાણ કહેવાય છે ? ll૧૯૭૫ll
વિવેચન - હે પ્રભાસજી ! તમારા મનમાં નિર્વાણના વિષયમાં બે જાતની વિચારધારા પ્રવર્તે છે. તે આ પ્રમાણે -
(૧) જેમ દીપક સર્વથા બુઝાઈ જાય છે ત્યારે દીપક નિર્વાણ પામ્યો એમ કહેવાય છે. તેવી રીતે જીવનો સંપૂર્ણપણે ધ્વંસ થાય અર્થાત્ નાશ થઈ જાય ત્યારે નિર્વાણ કહેવાય. જેમ બૌદ્ધદર્શન આદિ કેટલાક દર્શનકારો કહે છે. તેમ જીવનની સમાપ્તિ થવી તે જ મોક્ષ. તે આ પ્રમાણે -
दीपो यथा निर्वृत्तिमभ्युपेतो, नैवावनिं गच्छति नान्तरिक्षम् । दिशं न काञ्चिद् विदिशं न काञ्चित्, स्नेहक्षयात् केवलमेति शान्तिम् ॥१॥ जीवस्तथा निर्वृत्तिमभ्युपेतो, नैवावनिं गच्छति नान्तरिक्षम् । दिशं न काञ्चिद् विदिशं न काञ्चित् क्लेशक्षयात् केवलमेति शान्तिम् ॥२॥
Page #590
--------------------------------------------------------------------------
________________
પ૬૫
ગણધરવાદ
અગિયારમા ગણધર - પ્રભાસ અર્થ - બુઝાઈ ગયેલો દીપક જેમ પૃથ્વીમાં જતો નથી, આકાશમાં જતો નથી, કોઈ દિશામાં જતો નથી તેમ કોઈ વિદિશામાં પણ જતો નથી. ફક્ત તેલના ક્ષયથી શાન્તિને જ પામે છે. તેવી જ રીતે નિવૃત્તિને પામેલો જીવ પણ પૃથ્વીમાં જતો નથી, આકાશમાં જતો નથી. કોઈ દિશામાં જતો નથી તેમ કોઈ વિદિશામાં જતો નથી. પરંતુ ક્લેશોનો ક્ષય થવાથી કેવલ શાન્તિને પામે છે. તમારા હૃદયમાં એકપક્ષ આ પ્રમાણે પ્રવર્તે છે કે બૌદ્ધાદિ દર્શનકારોની માન્યતાને અનુસારે દીપક બુઝાઈ જાય છે તેમ જીવ શાન્ત થઈ જાય છે. તેને જ મુક્તિ કહેવાય છે. અર્થાત્ મુક્તિ નામની બીજી કોઈ અવસ્થા નથી. આમ તમારા હૃદયમાં મુક્તિના અભાવને સૂચવનારા વિચારો એક બાજુ પ્રવર્તે છે તો બીજી બાજુ જૈનોની માન્યતાનુસાર સત્ એવા જીવની જ કોઈ વિશિષ્ટાવસ્થા તે મુક્તિ છે. આમ બીજી વિચારધારા પ્રવર્તે છે. તે બીજી વિચારધારા આ પ્રમાણે -
(૨) જીવ નામનો પદાર્થ જેમ સંસારમાં અસ્તિત્વ ધરાવે છે તેમ મુક્તિમાં પણ અસ્તિત્વ ધરાવે છે. ત્યાં પણ આ જીવ સત્ છે. ફક્ત સત્ એટલે કે વિદ્યમાન એવા જીવની કોઈ વિશિષ્ટ અવસ્થા છે કે જે સર્વકર્મરહિત છે, સંપૂર્ણ શુદ્ધ છે, નિરાવરણ છે, સર્વગુણ સંપન્ન છે. વળી તે અવસ્થા કેવી છે ? રાગ-દ્વેષ-મદનમોહ-જન્મ-જરા અને શારીરિક રોગાદિ જે દુઃખો છે તે સર્વેના ક્ષયના સ્વરૂપવાળી અવસ્થા છે. તે જ મુક્તિ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે -
केवलसंविदर्शनरूपाः सर्वार्तिदुःखपरिमुक्ताः । मोदन्ते मुक्तिगता जीवाः, क्षीणान्तरारिगणाः ॥१॥
અર્થ - કેવલજ્ઞાનવાળા, કેવલદર્શનવાળા, સર્વ પ્રકારની પીડા અને દુઃખોથી મુક્ત થયેલા, ક્ષીણ કર્યા છે આન્તરિક શત્રુગણ જેઓએ એવા મોક્ષમાં ગયેલા જીવો આનંદ આનંદ કરે છે. આ વિચારધારા પ્રમાણે મુક્તિ છે ત્યાં જીવી જાય છે. કર્માદિ ક્લેશરહિત હોવાથી અનંત સ્વાભાવિક સુખમાં મગ્ન હોય છે. તેથી અનંત અનંત સુખવાળા છે. આ પ્રમાણે બન્ને પ્રકારની વિચારધારા તમારા હૃદયમાં પ્રવર્તે છે. તેથી તમને મુક્તિના વિષયમાં સંદેહ થયેલ છે. ૧૯૭૫
નિર્વાણના સંશયનું જે કારણ છે તે બીજી રીતે પણ જણાવે છે - अहवाऽणाइत्तणओ, खस्स व किं कम्मजीवजोगस्स । अविओगाओ न भवे संसाराभाव एवत्ति? ॥१९७६ ॥
Page #591
--------------------------------------------------------------------------
________________
૫૬૬
અગિયારમાં ગણધર - પ્રભાસ
ગણધરવાદ
(अथवाऽनादित्वतः खस्येव किं कर्मजीवयोगस्य । વિયોત્િર મત્સંસારમાંવ પતિ? )
ગાથાર્થ - અથવા જીવ અને કર્મનો સંયોગ આકાશની જેમ અનાદિ હોવાથી વિયોગ થવાનો ન હોવાથી ક્યારેય સંસારનો અભાવ થાય નહિ, (માટે મોક્ષ નથી.) /૧૯૭૬ //
વિવેચન - અથવા બીજી રીતે પણ નિર્વાણનો અભાવ છે આવું તમે મનમાં વિચારો છો. તેનું કારણ એ છે કે -
આ સંસારી જીવને સંસારનો અભાવ ક્યારેય પણ થાય નહિ, કેમ ન થાય ? તો વિયોગાત્ = વિયોગ ન થતો હોવાથી, કોનો વિયોગ થતો નથી? તો જીવ અને કર્મના સંયોગનો, કેમ વિયોગ થતો નથી ? તો આ સંયોગ અનાદિકાલથી છે માટે આ સંયોગનો વિયોગ થતો નથી. કોની જેમ ? તો આકાશની જેમ. ભાવાર્થ એવો છે કે - આ સંસારમાં જે બે પદાર્થનો સંયોગ અનાદિ હોય છે તે બેના સંયોગનો વિયોગ ક્યારેય થાય નહિ. જે સંયોગ અનાદિ હોય છે તે સંયોગ અનંતકાલ રહે છે. જેમકે “જીવ અને આકાશનો સંયોગ.”
જેમ જીવ અને આકાશનો સંયોગ અનાદિ છે તેથી અનંત કાલ રહે છે. તેનો ક્યારેય પણ અંત આવતો નથી. તેવી જ રીતે જીવ અને કર્મનો સંયોગ પણ અનાદિ છે. તેથી તે અનંતકાલ રહેવાવાળો છે. માટે ક્યારેય વિયોગ થતો નથી. આ રીતે જીવ અને કર્મનો સંયોગ અનાદિ હોવાથી અનંત છે. તેથી આ જીવને સંસારનો અભાવ ક્યારે પણ થતો નથી. તેથી મોક્ષ નથી. આવી યુક્તિ પણ તમારા મનમાં રમે છે. ll૧૯૭૬ll
પ્રભાસપંડિતજીનો ૧૯૭૫ માં એક અને ૧૯૭૬ માં એક એમ બે યુક્તિઓથી “મોક્ષ નથી” એમ પૂર્વપક્ષ ભગવાને કહેલો હતો. તેનો ભગવાન જો ક્રમસર જવાબ આપે તો પ્રથમ ૧૯૭૫ મી ગાથાની યુક્તિનો ઉત્તર આપવો જોઈએ અને ત્યારબાદ ૧૯૭૬ મી ગાથાની યુક્તિનો ઉત્તર આપવો જોઈએ. પરંતુ “પ્રયાસત્તિ” ન્યાયથી એટલે કે સમીપપણાના ન્યાયથી પહેલાં ૧૯૭૬મી ગાથાની યુક્તિનો ઉત્તર આપે છે -
पडिवज मण्डिओ इव, वियोगमिह कम्मजीवजोगस्स । तमणाइणो वि कंचण-धाऊण व णाण-किरियाहिं ॥१९७७॥
Page #592
--------------------------------------------------------------------------
________________
પ૬૭
ગણધરવાદ
અગિયારમા ગણધર - પ્રભાસ (प्रतिपद्यस्व मण्डिक इव वियोगमिह कर्मजीवयोगस्य । त्वमनादेरपि काञ्चनधात्वोरिव ज्ञानक्रियाभ्याम् ॥)
ગાથાર્થ - જીવ અને કર્મનો સંયોગ અનાદિ હોવા છતાં પણ “સુવર્ણ અને માટીની જેમ” જ્ઞાન તથા ક્રિયા વડે તે સંયોગનો વિયોગ થાય છે. તે તમે મંડિકની જેમ સ્વીકારો. //૧૯૭૭ll
વિવેચન - હે પ્રભાસ ! આ જીવ અને કર્મનો સંયોગ અનાદિ હોવા છતાં પણ તેનો વિયોગ થાય છે. આમ તમે સ્વીકારો. કર્મનો બંધ અને કર્મથી મોક્ષ આ વિષયક વાદમાં પહેલાં મંડિકપંડિતની સાથે વાદમાં જેમ સમજાવ્યું છે તેમ તમે પણ જાણો.
કયા બે પદાર્થનો સંયોગ અનાદિ હોવા છતાં પણ વિયોગ પામે છે ? તે કહો કે તેના ઉદાહરણથી આ સંયોગનો વિયોગ પણ સ્વીકારાય ? તો “સુવર્ણ અને માટીનો” સંયોગ જેમ અનાદિ હોવા છતાં પણ તેવા તેવા ઉપાયોથી વિયોગ કરાય છે તેમ જીવ અને કર્મના સંયોગનો પણ વિયોગ કરી શકાય છે.
પ્રશ્ન - શું કોઈ પણ કારણ વિના નિર્દેતુક જ જીવ અને કર્મના સંયોગનો વિયોગ થાય છે ? કે તેમાં કોઈ કારણ છે ?
ઉત્તર :- નિર્દેતુક નહીં પણ સહેતુક વિયોગ થાય છે અને તે પણ જ્ઞાનધર્મ અને ક્રિયાધર્મની આરાધના વડે જીવ-કર્મના સંયોગનો વિયોગ થાય છે.
ભાવાર્થ આવો છે કે – જે બે વસ્તુનો સંયોગ અનાદિકાલીન હોય તે ભવિષ્યમાં પણ અનંતકાલ જ રહે એવો આ એકાન્ત નિયમ નથી. અર્થાત્ જે અનાદિ સંયોગ હોય છે તે અનંત પણ હોય છે અને સાન્ત પણ હોય છે. કારણ કે માટી અને સુવર્ણનો સંયોગ નિસર્ગપણે અનાદિ હોવા છતાં પણ તેવા તેવા પ્રકારની અગ્નિ આદિ વસ્તુઓના સંપર્કથી વિયોગ કરી શકાય છે અને મલીન સુવર્ણ શુદ્ધ સુવર્ણ બને છે. તેવી જ રીતે જીવ અને કર્મનો સંયોગ પણ અનાદિ હોવા છતાં પણ સમજ્ઞાન અને સમ્યકક્રિયાની આરાધના વડે તેનો વિયોગ કરી શકાય છે. આ વાત મંડિક પંડિતજીની જેમ હે પ્રભાસજી ! તમે પણ સ્વીકારો. જે સંયોગ અનાદિ હોય છે તે સંયોગ અનંત જ હોય એવો એકાન્તનિયમ નથી. સાત્ત પણ હોય છે. તેથી જીવ-કર્મનો સંયોગ અનાદિ હોવા છતાં આરાધના વડે તેનો વિયોગ કરી શકાય છે. ll૧૯૭૭થી.
મોક્ષના અભાવને પ્રતિપાદન કરનારો પ્રભાસજીનો અભિપ્રાય અન્ય રીતે પણ છે. તે પ્રગટ કરતાં ભગવાન જણાવે છે કે -
Page #593
--------------------------------------------------------------------------
________________
૫૬૮
અગિયારમા ગણધર - પ્રભાસ
जं नारगाइभावो, संसारो नारगाइभिण्णो य । को जीवो तं मन्नसि, तन्नासे जीवनासोत्ति ॥१९७८ ॥
( यद् नारकादिभावः संसारो नारकादिभिन्नश्च ।
को जीवस्त्वं मन्यसे, तन्नाशे जीवनाश इति ॥ )
ગાથાર્થ - જે નારકાદિ પર્યાય છે તે જ સંસાર છે. નારકાદિ પર્યાયથી ભિન્ન એવો જીવ શું છે ? કે જે તમે માનો છો ? (કોઈ જ નથી). માટે તે પર્યાયનો નાશ થયે છતે જીવનો પણ નાશ થાય છે. તેથી મોક્ષ જેવું કોઈ તત્ત્વ જ નથી. ૧૯૭૮ ॥
ગણધરવાદ
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ કહે છે હે પ્રભાસજી ! તમારા મનમાં આવા વિચારો પણ પ્રવર્તે છે કે નારક-તિર્યંચ અને દેવાદિ જે પર્યાયો છે તે જ સંસાર છે. તે પર્યાયોથી જુદો કોઈ સંસાર નથી અને નારકાદિ પર્યાયભાવે પરિણામ પામેલો જે પદાર્થ છે તે જ જીવ છે. તેનાથી અન્ય કોઈ જીવદ્રવ્ય જુદું નથી. કારણ કે નારક-તિર્યંચમનુષ્ય અને દેવાદિ પર્યાય સ્વરૂપે જ જીવદ્રવ્ય જણાય છે. તેનાથી ભિન્નપણે ક્યારેય પણ જીવદ્રવ્ય જણાતું નથી. તેથી આ નારકાદિ પર્યાયરૂપે પરિણામ પામેલું જે દ્રવ્ય છે તે જ જીવ છે.
||૧૯૭૮॥
તેથી તેનો નાશ થયે છતે એટલે કે નારકાદિ ભવરૂપ ભાવોનો એટલે કે પર્યાયોનો નાશ થયે છતે તેનાથી અભિન્ન ભાવે રહેલા એવા જીવદ્રવ્યનું પોતાનું સ્વરૂપ પણ નાશ પામવાથી તે કાલે જીવનો સર્વથા નાશ જ થાય છે. તેથી હવે જીવદ્રવ્ય રહેતું જ નથી તો આ મોક્ષ કોનો થાય ? તેથી મોક્ષ નથી. આમ તમે વિચારો છો. તે તમારી આ વિચારણા અયુક્ત છે. કેમ અયુક્ત છે ? તે હવે જણાવે છે न हि नारगाइपज्जायमेत्तनासम्म सव्वहा नासो । जीवद्दव्वस्स मओ, मुद्दानासे व हेमस्स ॥ १९७९॥ कम्मकओ संसारो, तन्नासे तस्स जुज्जए नासो । जीवत्तमकम्मकयं, तन्नासे तस्स को नासो ? ॥१९८० ॥
(न हि नारकादिपर्यायमात्रनाशे सर्वथा नाशः । जीवद्रव्यस्य मतो मुद्रानाश इव हेम्नः ॥
-
Page #594
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
અગિયારમા ગણધર - પ્રભાસ
૫૬૯
कर्मकृतः संसारस्तन्नाशे तस्य युज्यते नाशः । નવત્વમવર્ષાં , તનાશે તી ? નાશ? )
ગાથાર્થ - જેમ વીટીનો નાશ થયે છતે મૂલદ્રવ્યભૂત સુવર્ણનો નાશ થતો નથી તેમ નારકાદિ પર્યાય માત્રનો નાશ થયે છતે જીવદ્રવ્યનો સર્વથા નાશ મનાતો નથી. /૧૯૭૯ll
સંસાર એ કર્મકૃત અવસ્થા છે. તેથી કર્મોનો નાશ થયે છતે તે સંસારનો નાશ સંભવી શકે છે. પરંતુ જીવદ્રવ્ય એ કર્મકૃત નથી તેથી કર્મોનો નાશ થયે છતે તે જીવદ્રવ્યનો નાશ કેમ થઈ શકે ? /૧૯૮ll
વિવેચન - નર-નારક-તિર્યંચ અને દેવાદિ રૂપે જીવ દ્રવ્યનું જે થવું તે બધા ભવો જીવદ્રવ્યના પર્યાયો છે. પર્યાય માત્રનો નાશ થયે છતે પર્યાયવાળા મૂલભૂત જીવદ્રવ્યનો સર્વથા નાશ થાય છે આવું મનાતું નથી. ફક્ત તે તે પર્યાયરૂપે જીવદ્રવ્યનો નાશ થાય છે આમ મનાય છે. તેને કથંચિત્ નાશ કહેવાય છે અને તે સ્વીકારાય છે. સર્વથા નાશ સ્વીકારાતો નથી.
જેમ કે મુદ્રાદિ (વીંટી-હાર-બંગડી-કુંડલ ઈત્યાદિ) પર્યાયોનો માત્ર નાશ થયે છતે તેમાં રહેલા મૂળભૂત સુવર્ણ દ્રવ્યનો સર્વથા નાશ થતો જોવાયો નથી. ફક્ત તે તે અલંકાર રૂપે સુવર્ણનો નાશ થાય છે. જેને કથંચિત્ નાશ કહેવાય છે. સર્વથા સુવર્ણ ચાલ્યું જતું નથી. તેવી જ રીતે નર-નારકાદિ સાંસારિક પર્યાયની નિવૃત્તિ થયે છતે સર્વ કર્મરહિત એવા મુક્તિપર્યાયરૂપ પર્યાયાન્તર પામવારૂપે જીવની ઉત્પત્તિ થાય છે. જેમ મુદ્રા (વીંટીપણા)નો પર્યાય નાશ પામતે છતે કર્ણપૂર (કુંડલ) નામના બીજા પર્યાયપણે તે સુવર્ણની ઉત્પત્તિ થાય છે. એમાં કોઈ વિરોધ નથી. તેવી જ રીતે જીવદ્રવ્યના સંસારીપર્યાયોનો નાશ થયે છતે તે જ જીવદ્રવ્ય મુક્તિત્વ પર્યાયરૂપે પર્યાયાન્તરને પામે છે. પરંતુ સર્વથા જીવદ્રવ્યનો નાશ થતો નથી.
પ્રશ્ન - જેમ કર્મોનો નાશ થયે છતે સંસાર નાશ પામે છે તેમ તે કર્મોનો નાશ થયે છતે જીવમાં રહેલા જીવત્વનો પણ નાશ થવાથી જીવદ્રવ્ય જ રહેશે નહીં. તેથી આપોઆપ મોક્ષનો અભાવ સિદ્ધ થશે, કર્મના નાશની સાથે જીવત્વનો નાશ થાય છે. તેથી જીવદ્રવ્યના અભાવે મોક્ષનો પણ અભાવ જ થાય. આમ મોક્ષાભાવ સિદ્ધ થાય છે.
ઉત્તર - પ્રતિસારમ્ = આ પ્રશ્ન પણ વ્યાજબી નથી. નર-નારક-તિર્યંચ-દેવાદિ અવસ્થાની પ્રાપ્તિરૂપ જે સંસાર છે. તે જ કર્મકૃત છે. સુખ-દુઃખ-રોગિત્ય-નિરોગત્વ તથા દેવાદિ ભવોવાળી અવસ્થાઓ પૂર્વકાલમાં બાંધેલા કર્મોના ઉદયથી પ્રાપ્ત થાય છે. માટે
છે.
Page #595
--------------------------------------------------------------------------
________________
૫૭૦
અગિયારમાં ગણધર - પ્રભાસ
ગણધરવાદ
કર્મનો નાશ થયે છતે કર્મથી પ્રાપ્ત થતા ઉપરોક્ત અવસ્થાવાળા સંસારનો નાશ સંભવી શકે છે. કારણનો અભાવ થાય એટલે કાર્યનો પણ અભાવ થાય આ વાત સારી રીતે પ્રચલિત છે. કર્મ એ કારણ છે અને નારકાદિ પર્યાયરૂપ સંસાર એ કાર્ય છે. તેથી કર્મના નાશથી નારકાદિ પર્યાયાત્મક સંસારનો નાશ થાય એ વાત યુક્તિસંગત છે. પરંતુ જીવમાં રહેલું જીવત્વ એ કર્મકૃત નથી. અનાદિકાલથી જીવમાં જીવત્વ સહજસ્વભાવે પ્રવર્તેલું છે અર્થાત્ પારિણામિકભાવ છે. તેથી કર્મોનો નાશ થવા છતાં પણ કર્મોથી ન બનેલું અને સહજ સ્વભાવે રહેલું એવું જીવદ્રવ્ય કેમ નાશ પામે ? માટે કર્મ નાશ થવા છતાં જીવદ્રવ્યનો નાશ થતો નથી. તેથી જીવ રહે છે અને મોક્ષ ઘટે છે. કારણની નિવૃત્તિ એ કાર્યની નિવર્તક છે. જેમકે અગ્નિકારણ દૂર થઈ જાય તો દાહાત્મક કાર્ય ન થાય. તથા વ્યાપકની નિવૃત્તિ થાય તો વ્યાપ્યની પણ નિવૃત્તિ થાય એટલે કે વ્યાપકની નિવૃત્તિ એ વ્યાપ્યની નિવર્તક છે. જેમકે અગ્નિ બુઝાઈ ગયે છતે વ્યાપ્ય એવો ધૂમ સંભવતો નથી.
કર્મ એ જીવદ્રવ્યનું કારણ પણ નથી અને વ્યાપક પણ નથી. માટે કર્મનું નિવર્તન થવા છતાં જીવદ્રવ્ય નિવર્તન પામતું નથી. તેથી કર્મોનો નાશ થવા છતાં મૂલદ્રવ્યસ્વરૂપ એવો જીવ નાશ પામતો નથી. કર્મકૃત નારકાદિ અવસ્થાઓ નાશ પામે છે. પણ અકર્મકૃત (કર્મકૃત ન હોય) એવું જીવદ્રવ્ય નાશ પામતું નથી. બલ્ક કર્મરહિત થયું છતું શુદ્ધસ્વરૂપે આ જીવદ્રવ્ય વધારે ચમકે છે અને તે જ મોક્ષ છે. ૧૯૭૯-૧૯૮૦
હવે બીજી યુક્તિથી પણ જીવનો વિનાશ થતો નથી. તે યુક્તિ કહે છે - न विगाराणुवलंभादागासं पिव विणासधम्मो सो । इह नासिणो विगारो दीसइ कुंभस्स वाऽवयवा ॥१९८१॥ (न विकारानुपलम्भादाकाशमिव विनाशधर्मा सः । રૂદ નાશિનો વિકારો તુતે, મચેવાવવા. )
ગાથાર્થ - વિકાર ન દેખાતા હોવાથી આકાશની જેમ તે જીવ વિનાશધમ નથી. જે વિનાશી વસ્તુ હોય છે તેના વિકારો (અવયવો) દેખાય છે. જેમકે કુંભ નાશ પામ્ય છતે તેના અવયવો (ઠીકરાં). //૧૯૮૧
વિવેચન - વિના નીવ: = જીવદ્રવ્ય એ વિનાશ પામવાના સ્વભાવવાળું નથી. (આ પ્રતિજ્ઞા થઈ.) વિર નુપત્નગ્ધાત્ = વિકારો (વસ્તુ નાશ પામ્યા પછી તેના ખંડ-ખંડ જે અવયવો-ટુકડાઓ) થાય છે. તે દેખાતા નથી માટે (આ હેતુ છે). આ સંસારમાં
Page #596
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ અગિયારમા ગણધર - પ્રભાસ
૫૭૧ જે જે વસ્તુ વિનાશધર્મવાળી છે. તેના તેના ટુકડા (ખંડ-ખંડ અવયવો) દેખાય છે. જેમકે મુદ્ગર અથવા પત્થર આદિ વડે નાશ પામતા ઘટના કપાલસ્વરૂપે (ઠીકરાં સ્વરૂપે) અવયવો = ટુકડાઓ. આ વ્યતિરેકવ્યાપ્તિ અને વ્યતિરેક ઉદાહરણ થયું. જે અવિનાશી હોય છે. તેના વિકારો = ટુકડાઓ થતા નથી તેથી તે વિકારોનું (ટુકડાઓનું) દર્શન થતું નથી. જેમકે આકાશદ્રવ્ય. આ રીતે જીવદ્રવ્યનો નાશ થતો નથી. પરંતુ જીવદ્રવ્ય નિત્ય છે. તેથી મોક્ષમાં ગયેલો જીવ પણ નિત્ય = સદાકાલ રહે જ છે. તેનો ક્યારેય પણ નાશ થતો નથી. આ રીતે મુક્તિગત જીવદ્રવ્ય નિત્ય હોવાથી મોક્ષ પણ નિત્ય છે. ll૧૯૮૧
પ્રશ્ન - જીવદ્રવ્ય નિત્ય હોવાથી મોક્ષ નિત્ય છે. તેથી પ્રતિક્ષણ વિનાશી ભલે ન હો. અર્થાત્ મોક્ષ એ ક્ષણિક ભલે ન હો. તો પણ ઘટ-પટની જેમ કૃતક હોવાથી (કરાયેલોઆદિવાળો હોવાથી) કાલાન્તરવિનાશી તો થશે જ. મોક્ષ: તાત્તરવિનાશી વૃદ્ધત્વત્ દિપવિત્ આવો તમે પ્રશ્ન કરો તો તે અયુક્ત છે. કારણ કે ન્યાયની પરિભાષા પ્રમાણે તત્વ હેતુ ઘટ-પટાદિના પ્રધ્વસાભાવ સ્વરૂપ વિપક્ષવૃત્તિ હોવાથી અનૈકાન્તિક હેત્વાભાસ થાય છે. આ વાત જણાવતાં કહે છે કે -
कालंतरनासी वा घडोव्व कयगाइयो मई होज्जा । नो पद्धंसाभावो भुवि तद्धम्मा वि जं निच्चो ॥१९८२॥ (कालान्तरनाशी वा घट इव कृतकादितो मतिर्भवेत् । નો પ્રäસામાવો મુવિ, તથર્યાપિ યદ્ નિત્ય: I)
ગાથાર્થ - મોક્ષ એ કૃતકાદિભાવવાળો હોવાથી ઘટ-પટની જેમ કાલાન્તરવિનાશી છે આવી મતિ કદાચ થાય તો તે ઉચિત નથી. કારણ કે પૃથ્વી ઉપર પ્રāસાભાવ કૂતકાદિ ભાવવાળો હોવા છતાં પણ નિત્ય (અનંત) છે. ll૧૯૮૨/
વિવેચન - જ્યારે જીવ કર્મરહિત થાય છે ત્યારે મોક્ષ પામે છે અને તે મોક્ષ નિત્ય છે. એટલે કે અનંતકાલ રહે છે એમ આપ સમજાવો છો. પરંતુ અહીં એક પ્રશ્ન થાય છે કે જે જે વસ્તુ કૃતક (કૃત્રિમ) હોય છે આદિ શબ્દથી ઉત્પત્તિ ધર્મવાળી હોય છે તે તે વસ્તુ અવશ્ય કાલાન્તરે વિનાશ પામનારી હોય છે. જેમકે ઘટ-પટ ઈત્યાદિ પદાર્થો કૃતક છે, ઉત્પત્તિધર્મવાળા છે, સાદિ છે. તેથી અવશ્ય બે-ચાર વર્ષ રહીને પણ વિનાશ પામનારા હોય છે. તેમ મોક્ષ પણ કૃતક છે, ઉત્પત્તિધર્મવાળો છે, સાદિ છે. માટે અવશ્ય બે-પાંચદશ વર્ષે પણ વિનાશ પામનાર છે. પણ તેથી એ નિત્ય (અનંત) નથી. તેનો અનુમાનપ્રયોગ આ પ્રમાણે -
Page #597
--------------------------------------------------------------------------
________________
૫૭૨
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
मोक्षः, कालान्तरविनाशी, कृतकादित्वात्, घटपटवत्
ઉત્તર - ઉપરોક્ત પ્રશ્ન બરાબર નથી. કારણ કે આ હેતુ સાધ્યાભાવવર્તી હોવાથી અનૈકાન્તિક હેત્વાભાસ થાય છે. આ સંસારમાં “પ્રäસાભાવ” નામની એવી વસ્તુ છે કે જે કૃતક છે, ઉત્પત્તિધર્મવાળી છે, સાદિ છે. પરંતુ કાલાન્તર વિનાશી નથી. પ્રધ્વસાભાવ સાદિ અનંત હોવાથી કૃતક છે પણ નિત્ય છે, અનંતકાલ રહેનાર છે. તેથી જે જે કૃતકાદિધર્મવાળી વસ્તુ હોય તે તે કાલાન્તરવિનાશી હોય જ એવો નિયમ નથી. માટે હેતુ વ્યભિચારી હોવાથી અનુમાન તમારું ખોટું છે. માટે મોક્ષ નિત્ય છે. ll૧૯૮૨ા
ઉપરની બાબતમાં જ પ્રશ્ન અને ઉત્તર કહે છે - अणुदाहरणमभावो खरसिंगं पिव मई न तं जम्हा । कुंभविणासविसिट्ठो भावोच्चिय पोग्गलमओ सो ॥१९८३॥ (अनुदाहरणमभावः खरशृङ्गमिव मतिर्न तद् यस्मात् ।
મવિનાશવિશિષ્ટ, ભાવ વ પુતિમય: સ: I)
ગાથાર્થ - ખરઝંગની જેમ અભાવ એ ઉદાહરણ માટે ઉચિત નથી. આવી બુદ્ધિ જો તમારી થાય તો તે ઉચિત નથી. કારણ કે પ્રäસાભાવ એ કુંભના વિનાશથી વિશિષ્ટ એવો તે ભાવાત્મક જ છે અને તે પુગલાત્મક છે. /૧૯૮૩
વિવેચન - અહીં પ્રશ્ન થાય કે જે જે વસ્તુ કૃતક-ઉત્પત્તિવાળી-સાદિ ધર્મવાળી હોય છે તે તે વસ્તુ અવશ્ય કાલાન્તરે વિનાશી જ હોય છે. આ વ્યાપ્તિમાં કોઈ દોષ આવતો નથી. “પ્રāસાભાવ”માં જે વ્યભિચાર બતાવવામાં આવ્યો છે તે ઉચિત નથી. કારણ કે “પ્રäસાભાવ” એ તો અભાવાત્મક વસ્તુ છે અને અભાવાત્મક વસ્તુ તો ખરઝંગ જેવી અસત્ વસ્તુ અર્થાત્ શૂન્યતા સ્વરૂપ છે. માટે તેનું ઉદાહરણ આપી ન શકાય. અભાવ એ ઉદાહરણ માટે અનુચિત છે અને ભાવાત્મક વસ્તુઓમાં ક્યાંય વ્યભિચાર દોષ આવતો નથી.
ઉત્તર - ઉપરોક્ત પ્રશ્ન બરાબર નથી. કારણ કે આ પ્રāસાભાવ એ ખરશૃંગની જેમ શૂન્યાત્મક અભાવસ્વરૂપ નથી, પરંતુ ભાવાત્મક વસ્તુ છે. કુંભનો ભલે નાશ થાય છે પરંતુ ઠીકરાંરૂપે (પાલાત્મકભાવે) વસ્તુ વિદ્યમાન છે. સર્વથા શૂન્યાત્મક અભાવ થતો નથી. માટે આ કુંભનો નાશ થવા છતાં પુદ્ગલદ્રવ્યપણે તે વસ્તુ વર્તે છે. વિદ્યમાન છે તેવી જ રીતે કર્મરહિત થયેલા જીવનો સંસાર (કર્મજન્ય ભાવો) જ નાશ પામે છે. પણ
Page #598
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
અગિયારમાં ગણધર - પ્રભાસ
૫૭૩
જીવદ્રવ્ય વિદ્યમાન જ રહે છે. માટે જીવદ્રવ્યને નિત્ય માનવાની બાબતમાં કોઈ દોષ આવતો નથી. ll૧૯૮all
અમે ઉપરની ચર્ચામાં જે ઉત્તર આપ્યો છે તે “મુક્તિ” એટલે કે મોક્ષ “સાદિ” છે, કૃતક છે. જીવ જ્યારે મોક્ષે જાય છે ત્યારે મોક્ષની શરૂઆત થાય છે. એમ કૃત્રિમ સમજીને ઉપરનો જવાબ આપેલ છે. હવે બીજી દૃષ્ટિએ વિચારીએ તો તે મોક્ષનું કૃતકપણું જ નથી અર્થાત્ (સાદિપણું જ) નથી. આ વાત ઉદાહરણ સાથે સમજાવવામાં આવે છે -
किं वेगंतेण कयं पोग्गलमत्तविलयम्मि जीवस्स । किं निव्वत्तियमहियं, नभसो घडमेत्तविलयम्मि ॥१९८४॥ (किं वैकान्तेन कृतं पुद्गलमात्रविलये जीवस्य । किं निर्वर्तितमधिकं नभसो घटमात्रविलये ॥)
ગાથાર્થ - વિક્ષિત આકાશમાંથી ઘટમાત્રને દૂર કરાયે છતે આકાશમાં શું અધિક કરાયું ? અર્થાત્ કંઈ જ કરાયું નથી. તેવી જ રીતે કર્મયુગલો માત્ર દૂર કરાયે છતે જીવમાં વળી શું અધિક કરાયું ? કંઈ જ કરાયું નથી. તેથી મુક્તાવસ્થા કૃતક જ નથી. સાદિ નથી કે જેથી વિનાશી (અંતવાળી) માનવાની આપત્તિ આવે. /૧૯૮૪ll
| વિવેચન - આ બન્ને ગાથાઓ ૧૯૮૩ અને ૧૯૮૪ નો ભાવાર્થ ગાથા નંબર ૧૮૩૮ અને ૧૮૩૯ ની જેમ સમજવો. છટ્ટા ગણધર શ્રી મંડિકજીના મનમાં કર્મનો બંધ અને કર્મોથી મુક્તિ (છટકારા)નો સંશય હતો. તેઓ સાથેની ચર્ચા લગભગ અહીં મળતી આવે છે. માટે વધારે વિવેચનવાળો અર્થ ત્યાંથી જ જાણી લેવો.
જીવે પોતાના કર્મોનો ક્ષય કર્યો એટલે જીવ મુક્તિ પામ્યો. તેથી જ્યારે જીવ મુક્તિ પામ્યો ત્યારે તેની આદિ થઈ, કૃતકત્વ થયું. જીવનો મોક્ષ કરાયો. એટલે શંકા થઈ હતી કે જે જે સાદિ હોય તે તે સાન્ત હોય, જેમકે ઘટ-પટ. આ રીતે મુક્તાવસ્થાને સાન્ત માનતાં ફરીથી સંસારાપત્તિ થાય. તેથી જે જે સાદિ હોય તે તે સાન્ત હોય એવો નિયમ નથી. જેમકે “પ્રધ્વસાભાવ” સાદિ છે પણ સાન્ત નથી, અનંત છે. તેની જેમ મુક્તિ ભલે સાદિ છે, કૃતક છે પણ સાન્ત નથી, અનંત છે. આવો ઉત્તર ૧૯૮૨મી ગાથામાં આપ્યો હતો. પરમાત્મા મહાવીર પ્રભુ આ જ ઉત્તર હવે બીજી રીતે પણ પ્રભાસજીને સમજાવે છે કે -
આકાશમાં ધારો કે કોઈ વિવક્ષિત ઘટ પડેલો છે “આકાશ અને ઘટનો સંયોગ
Page #599
--------------------------------------------------------------------------
________________
૫૭૪ અગિયારમાં ગણધર - પ્રભાસ
ગણધરવાદ છે” ત્યાંથી પ્રયોજનવશથી ઘટ લઈ લીધો. એટલે આકાશ અને ઘટના સંયોગનો નાશ થયો. પરંતુ તેથી આકાશમાં શું વધારો-ઘટાડો કરાયો ? કંઈ જ નહીં. તે આકાશ તો જેવું પહેલાં હતું તેવું જ ઘટ લીધા પછી પણ રહે છે. આકાશમાં કંઈ કરાતું નથી. તેની જેમ “આત્મા અને કર્મપુગલોનો અનાદિકાલથી સંયોગ હતો તે કર્મપુદ્ગલો આત્માથી છુટાં પડી ગયાં. અર્થાત્ કર્મપુલોનો વિયોગ થઈ ગયો. તેનાથી આત્મામાં શું વધારો કે ઘટાડો કરાયો? કે જેથી મુક્તિને કૃતક અથવા આદિવાળી માનવી જોઈએ ? ઘટ લઈ લેવાથી આકાશમાં જેમ કંઈ કરાતું નથી તેમ કર્મોનો વિલય થવાથી આત્મામાં કંઈ કરાતું નથી. માટે મુક્તિ કૃતક જ નથી, સાદિ જ નથી કે જેથી તેનો કાલાન્તરે વિનાશ થશે આવો સવાલ આવે. માટે આત્માની સાથે કર્મનો સંયોગ ચાલુ રહે તે સંસાર, અને આત્માથી કર્મોનો વિયોગ થાય તે મુક્તિ છે. આ બન્ને અવસ્થામાં આત્મા તો તેનો તે જ રહે છે. તેમાં કંઈ નવાજુની કરાતી નથી. માટે મુક્તિ કૃતક કે સાદિ નથી. તેથી સાત્ત પણ નથી, અનંત છે, અવિનાશી છે, નિત્ય છે. (વિશેષ ચર્ચા ગાથા ૧૮૩૯ માંથી જાણવી.) /૧૯૮૪ો.
વળી બીજા અનુમાનથી પણ મુક્તિની નિત્યતા જણાવે છે - दव्वामुत्तत्तणओ, मुत्तो निच्चो नभंव दव्वतया । नणु विभुयाइ पसंगो एवं सइ, नाणुमाणाओ ॥१९८५॥ (द्रव्यामूर्तत्वतो मुक्तो नित्यो नभ इव द्रव्यतया । ननु विभुतादिप्रसङ्ग एवं सति, नानुमानात् ॥)
ગાથાર્થ - મુક્તિગત આત્મા દ્રવ્ય હોતે છતે અમૂર્ત હોવાથી આકાશની જેમ નિત્ય છે. - દ્રવ્ય હોવાથી, આકાશની જેમ વિભુત્વાદિ (સર્વવ્યાપી આદિ) માનવાનો પ્રસંગ આવશે એમ ન કહેવું. તેની સામે બાધક એવું અનુમાન હોવાથી. ૧૯૮૫ll
વિવેચન - “મુક્તિગત આત્મા નિત્ય છે” અર્થાત્ મોક્ષમાં ગયા પછી ત્યાં જીવ અનંતકાલ રહે છે. ત્યાંથી ફરીથી સંસારમાં આવતો નથી. ફરીથી જન્મ-જરા-મૃત્યુ-દુઃખસાંસારિક સુખ-રોગ-શોક પામતો નથી. કારણ કે આત્મા એ દ્રવ્ય પણ છે અને અમૂર્ત પણ છે. માટે આકાશની જેમ. અર્થાત્ જેમ આકાશ દ્રવ્ય હોતે છતે અમૂર્તિ હોવાથી નિત્ય છે. તેમ મુક્તાત્મા પણ દ્રવ્ય હોતે છતે અમૂર્ત હોવાથી નિત્ય છે.
પ્રશ્ન - આ રીતે મુક્તાત્મા આકાશની સાથે જો સાધર્મ્સ ધરાવે છે તો તેની જેમ
Page #600
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
અગિયારમા ગણધર - પ્રભાસ
૫૭૫
સર્વવ્યાપીપણું (વ્યાપકત્વ) વગેરે ધર્મો પણ આકાશની જેમ મુક્તાત્મામાં ઘટી શકશે. “વ્યત્વે સત્યમૂર્તીત્' આ હેતુથી આકાશ અને મુક્તાત્માને સમાન માનીને જેમ આકાશ નિત્ય છે તેમ મુક્તાત્મા પણ નિત્ય છે આમ આપ કહો છો. તેવી જ રીતે આ જ હેતુથી જેમ આકાશ સર્વવ્યાપી છે. કર્માદિનો અકર્તા-અભોક્તા છે. તેમ જીવાત્મા પણ સર્વવ્યાપી અને અકર્તા-અભોક્તા સિદ્ધ થઈ જશે.
ઉત્તર - આ પ્રશ્ન બરાબર નથી. સર્વગતત્વ (સર્વવ્યાપિત)ની સાથે બાધા આપે તેવું પ્રતિસ્પર્ધી અનુમાન વિદ્યમાન છે. માટે સર્વવ્યાપત્ય સિદ્ધ થતું નથી. તે અનુમાન આ પ્રમાણે છે -
जीवः त्वक्पर्यन्तदेहमात्रव्यापकः, तत्रैव तद्गुणोपलब्धेः स्पर्शनवत् ५ यामी સુધીના શરીરમાં જ માત્ર વ્યાપક છે. (પરંતુ સર્વ જગતમાં વ્યાપ્ત નથી.) કારણ કે ત્યાં જ (શરીરમાત્રમાં જ) તેના ગુણો દેખાય છે. જેમ સ્પર્શનેન્દ્રિય દ્વારા સ્પર્શ ગુણ ત્યાં જ અનુભવાય છે તેમ જીવના ગુણો ચૈતન્યાદિ શરીરમાં જ અનુભવાય છે. તેથી જીવ શરીરમાત્ર વ્યાપી છે પણ જગવ્યાપી નથી. જીવના “સર્વવ્યાપિ૦”નો બાધ કરે તેવું આ અનુમાન પ્રમાણ વિદ્યમાન હોવાથી જીવનું સર્વવ્યાપિત સિદ્ધ થતું નથી.
આ જ પ્રમાણે આત્માને પ્રથમ અનુમાનમાં આકાશના જેવો કહ્યો, એટલે કોઈ આ આત્માને આકાશની જેમ કર્મોનો અકર્તા અને અભોક્તા નીચેના અનુમાનથી કદાચ કહે તો તેનું ખંડન પણ ઉપરોક્ત દલીલોથી સ્વયં કરી લેવું.
નીવ: ર વધ્યતે નાપિ પુષ્ય, કવ્યત્વે સત્યમૂર્તત્વ, નમોવત્ = આ જીવ કર્મોથી બંધાતો પણ નથી અને કર્મોથી મુકાતો પણ નથી. દ્રવ્યસ્વરૂપ હોતે છતે અમૂર્ત હોવાથી આકાશની જેમ. આ અનુમાનથી કોઈ આત્માને કર્મોનો અબંધક અને તેથી ન મુકાનાર કદાચ માને અને આ કારણે કર્મોનો કર્તા અને કર્મોનો નાશક આત્મા છે આવું માનનારા જૈનદર્શનને કદાચ કોઈ દૂષણ આપે તો તેને નીચે લખેલા આવા પ્રતિસ્પર્ધી અનુમાનથી ઉત્તર આપવો. પ્રતિસ્પર્ધી અનુમાન આ પ્રમાણે છે -
जीव: पुण्यपापकर्मणा बध्यते, दानादि-हिंसादिक्रियाणां सफलत्वात्, कृष्यादिક્રિયાવત્ = જીવ પુણ્ય અને પાપ કર્મોથી બંધાય છે. કારણ કે જીવ વડે કરાતી જેમ ખેતીની ક્રિયા ફળને આપનારી છે તેમ દાનાદિ શુભ ક્રિયાઓ અને હિંસાદિ અશુભ ક્રિયાઓ પણ અવશ્ય કંઈક ને કંઈક ફળને આપનારી છે. તે દાનાદિ અને હિંસાદિ ક્રિયાઓનું જે ફળ છે તે જ પુણ્ય-પાપ કર્મોનો બંધ છે. માટે જીવ કર્મોનો બંધક છે. આ
Page #601
--------------------------------------------------------------------------
________________
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
૫૭૬
વાત અવશ્ય સિદ્ધ થાય છે. તેવી જ રીતે જીવ કર્મોથી મુકાનાર એટલે કે કર્મોનો નાશ કરનાર પણ છે. આ વાત પણ નીચેના અનુમાનથી સિદ્ધ થાય છે.
विघटते सम्यगुपायात् कोऽपि जीवकर्मसंयोगः, संयोगत्वात्, काञ्चनधातुपाषाणसंयोग = જીવ અને કર્મનો જે કોઈ સંયોગ થયો છે તે સમ્યગ્ ઉપાયોથી દૂર કરી શકાય છે. કારણ કે સંયોગ હોવાથી, એટલે કે જે જે સંયોગ હોય છે તે તે સમ્યગ્ ઉપાયોથી દૂર કરી શકાય છે. જેમકે કંચન (સુવર્ણ) અને માટીનો સંયોગ નિસર્ગપણે અનાદિ હોવા છતાં પણ ખારાદિપૂર્વક અગ્નિમાં તપાવવા આદિ પ્રક્રિયા વડે તે સંયોગ દૂર કરી શકાય છે. તેમ જીવ અને કર્મોનો સંયોગ અનાદિનો હોવા છતાં પણ રત્નત્રયીની આરાધના અને સાધના વડે આ સંયોગ દૂર કરી શકાય છે. આ રીતે જીવમાં કર્મનું કર્તૃત્વ અને ભોક્તૃત્વ પણ ઘટે છે. તથા કર્મોથી વિખુટા પડવાપણું પણ ઘટે છે. મુક્તિગત આત્મા નિત્ય છે, અનંતકાલ ત્યાં જ રહેવાવાળો છે. છતાં સર્વવ્યાપક નથી, શરીરમાત્રમાં જ વ્યાપક છે. મોક્ષે જાય ત્યારે અંતિમ ભવના શરીર પ્રમાણે બે તૃતીયાંશ અવગાહનાવાળો બને છે. સંસારીપણામાં કર્મોનો કર્તા-ભોક્તા હોય છે અને રત્નત્રયીની સાધનાથી કર્મોના
સંયોગનો નાશક પણ હોય છે. આવું આત્માનું અને મોક્ષનું સ્વરૂપ છે. ૧૯૮૫
મોક્ષમાં ગયેલા જીવો ફરી સંસારમાં આવતા નથી. અર્થાત્ “મોક્ષ નિત્ય છે” અનંતકાલ તે જીવો મોક્ષમાં જ રહે છે. આવા પ્રકારનું અમારું જે કથન છે તેની સામે વાદીઓની ઉપરોક્ત ચર્ચા હતી કે મોક્ષ કૃતક હોવાથી ઘટ-પટની જેમ અનિત્ય હોવું જોઈએ. તેનું ખંડન અમે ગાથા ૧૯૮૨ થી ૧૯૮૫ માં કર્યું છે. પરમાર્થથી જો વિચારીએ તો સર્વે પણ વસ્તુઓ “નિત્યાનિત્ય” હોવાથી મોક્ષ પણ કેવલ નિત્ય નથી. પરંતુ નિત્યાનિત્ય જ છે. તેથી હવે અમે એમ કહીએ છીએ કે નિત્યપણામાં બદ્ધ આગ્રહવાળા થઈને અમારા વડે (જૈનો વડે) મોક્ષનું એકાન્તે નિત્યપણું ક્યાં સિદ્ધ કરાય છે ? કે સામેના વાદી મોક્ષને અનિત્ય કહે તો અમને દોષ લાગે. અમે પણ મોક્ષને કેવલ નિત્ય ન કહેતાં “નિત્યાનિત્ય” કહીએ છીએ. જેથી મોક્ષ કદાચ કથંચિત્ અનિત્ય હોય તો અમને કોઈ દોષ લાગતો નથી. કારણ કે પરમાર્થથી તો સર્વે પણ વસ્તુઓ નિત્યાનિત્ય એમ ઉભયરૂપ છે. ફક્ત જ્યાં જે પર્યાય ઉત્કટ હોય ત્યાં તેની વિવક્ષા કરાય અને જે પર્યાય અનુત્કટ હોય તેની વિવક્ષા ન કરાય એમ ઉત્કટ અને અનુત્કટ પર્યાયની વિવક્ષા અને અવિવક્ષાથી ફક્ત નિત્ય અને ફક્ત અનિત્ય કહેવાય છે. જેમકે ઘટ-પટ અનિત્ય અને આકાશ તથા આત્મા વગેરે નિત્ય આ ઉત્કટપણાની વિવક્ષાથી કહેવાય છે. બાકી તો સર્વે પણ પદાર્થો નિત્યાનિત્ય છે. દ્રવ્યાર્થિકનયથી નિત્ય અને પર્યાયાર્થિકનયથી અનિત્ય છે. તેથી મુક્તિ પણ નિત્યાનિત્ય છે. તેથી એકાન્ત નિત્ય કહેવાનો અમારો આગ્રહ નથી. આ વાત હવેની ગાથામાં જણાવે છે -
Page #602
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
અગિયારમા ગણધર - પ્રભાસ
૫૭૭ को वा निच्चग्गाहो, सव्वं चिय वि भव-भङ्ग-ठिइमइयं । पज्जायंतरमेत्तप्पणादनिच्चाइववएसो ॥१९८६॥ (को वा नित्यग्रहः, सर्वमेवापि भवभङ्गस्थितिमयम् । પથાર્થાન્તરમાત્રાર્ષનિત્યાદ્દિવ્યપર્વેશ: ).
ગાથાર્થ - અથવા “મુક્તિ નિત્ય છે” આવો અમારે આગ્રહ રાખવાની શી જરૂર ? કારણ કે સર્વે પણ વસ્તુઓ ઉત્પત્તિ, નાશ અને સ્થિતિ એમ ત્રણ ધર્મવાળી છે. તેથી નવા નવા પર્યાય પામવાની અર્પણા (વિવક્ષા) કરીએ તો મુક્તિ અનિત્યાદિ (અનિત્ય-કૃતકસાન્ત) ભાવવાળી પણ કહેવાય છે. ૧૯૮૬//
વિવેચન - જૈનદર્શનકારોને સર્વે પણ વસ્તુઓ ઉત્પત્તિ, નાશ અને ધૃવધર્મવાળી ઈષ્ટ છે. કારણ કે સર્વે પણ પદાર્થો પર્યાયાર્થિકનયથી પ્રતિસમયે પર્યાયરૂપે અવશ્ય પલટાય છે. તેથી ઉત્પાદ અને નાશવાળા પણ છે. તથા દ્રવ્યાર્થિકનયથી દ્રવ્યરૂપે સદાકાલ ધૃવત્વધર્મવાળા પણ છે. તેથી મોક્ષ પણ નિત્યાનિત્ય એમ ઉભયાત્મક છે. માટે “મોક્ષ નિત્ય છે” આવો અમારે આગ્રહ રાખવાની શી જરૂર છે? મોક્ષ પણ કથંચિત્ અનિત્ય છે આમ કહીએ તો પણ અમને કંઈ દોષ લાગતો નથી. કારણ કે પર્યાયથી મુક્તિ પણ અવશ્ય અનિત્ય છે. તેથી કોઈ પ્રશ્નકાર અમને મુક્તિ કૃતક હોવાથી અનિત્ય થશે આવો દોષ આપે તો તે દોષ દોષરૂપે રહેતો નથી. કારણ કે અમે મુક્તિને કથંચિત્ અનિત્ય માનીએ જ છીએ. ૧૯૮૨-૧૯૮૩ અને ૧૯૮૪ વગેરે ગાથાઓનો ભાવાર્થ પહેલાં છઠ્ઠા ગણધર ભગવંતના વાદપ્રસંગે ૧૮૩૭ થી ૧૮૪૩ માં સમજાવેલ છે. તેથી અહીં હવે વધારે સમજાવતા નથી. જે કંઈ અહીં ન કહ્યું હોય તે ત્યાંથી (૧૮૩૭ થી ૧૮૪૩ માંથી) સમજી લેવું. ll૧૯૮૬ll
હવે ૧૯૭પમી ગાથામાં પ્રભાસજીએ પૂર્વપક્ષરૂપે જે કહેલું કે દીપક જેમ બુઝાય છે ત્યારે શાન્તિને (અભાવને) પામે છે. પણ પૃથ્વીમાં કે સ્વર્ગમાં જતો નથી. તેમ આત્મા નિર્વાણ પામે છે ત્યારે સમાપ્તિને પામે છે. ઉપર-નીચે ક્યાંય જતો નથી. પણ જીવનો અંત આવી જાય છે. આ વિષય ઉપર પ્રત્યુત્તર આપતાં ભગવાન જણાવે છે કે –
न य सव्वहा विणासोऽणलस्स परिणामओ पयस्सेव । कुंभस्स कवालाण व तहा विगारोपलंभाओ ॥१९८७॥ (न च सर्वथा विनाशोऽनलस्य परिणामतः पयस इव । कुम्भस्य कपालानामिव तथाविकारोपलम्भात् ॥)
Page #603
--------------------------------------------------------------------------
________________
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
ગાથાર્થ - દીપકરૂપે રહેલો અગ્નિ પરિણામી દ્રવ્ય હોવાથી દૂધની જેમ તેનો સર્વથા નાશ થતો નથી. તથા જેમ ઘટનો નાશ થાય ત્યારે તેના વિકારરૂપે કપાલોનું પ્રત્યક્ષ દર્શન થાય છે. તેમ દીપકના અગ્નિના નાશ પછી તેના વિકારોનું (અંધકારનું) દર્શન થાય છે.
||૧૯૮૭૫
૫૭૮
વિવેચન – દીપકરૂપે રહેલા અગ્નિનો જ્યારે નાશ થાય છે એટલે કે જ્યારે દીપક બુઝાઈ જાય છે ત્યારે પણ દીપકનો સર્વથા નાશ થતો નથી. કારણ કે તે અગ્નિદ્રવ્ય દૂધની જેમ પરિણામી દ્રવ્ય છે. જેમ દૂધનું રૂપાન્તર દહીં થાય છે ત્યાં દૂધનો નાશ જરૂર થાય છે. પરંતુ તે દ્રવ્યનો સર્વથા નાશ થતો નથી. દૂધનું ભાજન (વાસણ) સંપૂર્ણ દ્રવ્ય વિનાનું ચોખ્ખું બની જતું નથી. પરંતુ પરિણામી દ્રવ્ય હોવાથી દૂધપણે નાશ પામીને દહીંરૂપે પરિણામ પામે છે. તેવી જ રીતે દીપકનો અગ્નિ પણ પરિણામી દ્રવ્ય હોવાથી અગ્નિપણે વિનાશ પામીને અંધકાર સ્વરૂપે પરિણામ પામે છે.
અથવા જેમ માટીનો એક ઘટ છે તેને મુદ્ગર આદિ વડે હણવામાં આવે તો ઘટપણે જરૂર નાશ પામે છે. પરંતુ તે ઘટપણે નાશ પામીને તેના વિકારરૂપે કપાલ (ઠીકરાં) થાય છે અને તે પ્રત્યક્ષ દેખાય છે. તેવી જ રીતે તે ઠીકરાંને ભાગીએ તો કપાલનો (ઠીકરાંનો) જરૂર નાશ થાય છે. પરંતુ સર્વથા નાશ થતો નથી. ચૂર્ણરૂપે પણ તે દ્રવ્ય રહે જ છે. જે જે વસ્તુ નાશ પામે છે તે તે વસ્તુ પ્રકારાન્તરરૂપે (બીજા વિકારરૂપે) પ્રત્યક્ષપ્રમાણથી દેખાય જ છે. માટે કોઈપણ વસ્તુનો સર્વથા નાશ થતો નથી. માત્ર રૂપાન્તર જ થાય છે. તેમ અહીં પણ દીપકરૂપે રહેલા અગ્નિનો નાશ થાય છે પણ તેનો સર્વથા નાશ થતો નથી પરંતુ દીપકનો અગ્નિરૂપે નાશ થઈને તે દ્રવ્ય અંધકાર રૂપે પરિણામ પામે છે. તે અંધકાર પ્રત્યક્ષ દેખાય છે. ૧૯૮૭
આ વિષયમાં પ્રશ્ન અને ઉત્તર જણાવે છે
जइ सव्वहा न नासोऽणलस्स किं दीसए न सो सक्खं । परिणामसुहुमयाओ जलयविगारंजणरउव्व ॥ १९८८॥
( यदि सर्वथा न नाशोऽनलस्य किं दृश्यते न स साक्षात् । परिणामसूक्ष्मतातो जलदविकारोऽञ्जनरज इव ॥)
ગાથાર્થ - જો દીપકનો સર્વથા નાશ થતો ન હોય તો તે દીપક દેખાતો કેમ નથી ? પરિણામ સૂક્ષ્મ-સૂક્ષ્મતર હોવાથી, વાદળના વિકારની જેમ અથવા અંજનના ચૂર્ણની જેમ.
||૧૯૮૮૫
Page #604
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
અગિયારમાં ગણધર - પ્રભાસ
૫૭૯
વિવેચન - આ વિષયમાં પ્રભાસજી પ્રશ્ન કરે છે કે જો દીપકનો સર્વથા નાશ થતો ન હોય તો તે દીપક બુઝાયા પછી સાક્ષાત્ દેખાતો કેમ નથી ? જો સર્વથા નાશ પામ્યો ન હોય અને રહ્યો હોય તો બુઝાયા પછી પણ દીપક દેખાવો જોઈએ.
ઉત્તર - દીપક બુઝાયે છતે તુરત જ દીપકનો જે વિકાર (રૂપાન્તરતા) અંધકારનાં પુદ્ગલો રૂપે થયેલ છે તે દેખાય જ છે. લાંબા કાળ સુધી આગળ આગળ આ અંધકારાત્મક પુદ્ગલો જે નથી દેખાતાં તેનું કારણ એ છે કે તે વધારે વધારે સૂક્ષ્મ સૂકમતર ભાવે પરિણામ પામે છે, માટે નથી દેખાતાં.
જેમ વાદળની ઘટા કાળા કાળા રંગવાળી જામી છે. તે વાદળની ઘટા જેમ જેમ વિશીર્થમાણ થાય છે (વિખેરાતી જાય છે, તેમ તેમ કાળા કાળા વાદળના પુગલોના વિકારો પરિણામની સૂક્ષ્મતા થવાથી દેખાતા નથી. અર્થાત્ પ્રથમ કાળા રંગવાળાં અને ઘટાદાર બનેલ વાદળનાં જે પુગલો દેખાતાં હતાં તે જ પુગલો વિખેરાવાથી વધારે સૂક્ષ્મ પરિણામવાળાં થવાથી આકાશમાં હોવા છતાં વિરલભાવવાળાં બનવાથી દેખાતાં નથી.
તથા ડબ્બીમાં રહેલું અંજન ઘણા પુદ્ગલોનો સ્કંધ હોવાથી દેખાય છે પરંતુ તે જ અંજન પવન દ્વારા હરણ કરાતું હતું જે ઘણી રજ ઉડી જાય છે તે રજ સૂક્ષ્મ થવાથી દેખાતી નથી. પરંતુ હવામાં રજ નથી માટે નથી દેખાતી એમ નથી. અર્થાત્ રજ સૂક્ષ્મ હોવાથી નથી દેખાતી. પરંતુ અસત્ હોવાથી નથી દેખાતી એમ નહીં. પણ સત્ છે. તેવી જ રીતે દીપક બુઝાયા પછી તેનું રૂપાન્તર જે અંધકાર થાય છે તે દેખાય જ છે. કાલાન્તરે તે અંધકાર સૂક્ષ્મ-સૂક્ષ્મતર પરિણામ પામતો હોવાથી દેખાતો નથી. ll૧૯૮૮
પુગલોનો પરિણામ (રૂપાન્તરતા) ચિત્ર-વિચિત્ર હોય છે. તે કહે છે - होऊण इंदियंतरगज्झा पुणरिंदियंतरग्गहणं । खंधा एंति न एंति य पोग्गलपरिणामया चित्ता ॥१९८९॥ (भूत्वेन्द्रियान्तरग्राह्याः पुनरिन्द्रियान्तरग्रहणम् । स्कन्धा यन्ति न यन्ति च पुद्गलपरिणामता चित्रा ॥)
ગાથાર્થ - પુગલના સ્કંધો ઈન્દ્રિયાન્તરગ્રાહ્ય થઈને વળી ઈન્દ્રિયાન્તરગ્રાહ્યપણાને પામે છે. તથા ઈન્દ્રિયગ્રાહ્યતાને પામતા નથી (અર્થાત્ અતીન્દ્રિય થઈ જાય છે.) માટે યુગલના પરિણામો ચિત્ર-વિચિત્ર છે. ll૧૯૮૯ll
Page #605
--------------------------------------------------------------------------
________________
૫૮૦
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
વિવેચન - પુદ્ગલદ્રવ્યોનું પરિણમન (રૂપાન્તર થવાપણું) ચિત્ર-વિચિત્ર છે. એકવાર જે પુદ્ગલોના સ્કંધો ચક્ષુરિન્દ્રિયથી ગ્રાહ્ય હોય છે તે જ રૂપાન્તરને પામ્યા છતા રસનાગ્રાહ્ય બની જાય છે. અથવા ઘાણગ્રાહ્ય પણ બની જાય છે. આવા પ્રકારનો પુદ્ગલોનો પરિણામ છે.
જેમકે સુવર્ણ” એટલે સોનું ઘડી-ઘડીને પતરારૂપે કરાયું હોય, અથવા લગડીરૂપે કરાયું હોય, અથવા દાગીના રૂપે કરાયું હોય તો ચક્ષુરિન્દ્રિયના વિષયવાળું બને છે. પરંતુ તે જ સુવર્ણને શુદ્ધ કરવા માટે અગ્નિમાં નખાયું છતું ઢોળાઈ જાય અને રાખમાં મળી જાય ત્યારે ચક્ષુરિન્દ્રિયથી જે ગોચરતા હતી તે ચાલી જાય છે અને સુવર્ણ એ કઠણ વસ્તુ હોવાથી સ્પર્શનેન્દ્રિયથી ગોચરતાને પામે છે. અર્થાત્ હાથમાં રાખ લઈને મસળતા મસળતાં જે કઠણ લાગે તે સુવર્ણ છે એમ જાણી શકાય છે. ફરીથી પ્રયત્નવિશેષ કરવાથી રાખથી સુવર્ણ છુટું પાડવામાં આવે છે ત્યારે પાછું તે જ સુવર્ણ ચક્ષુર્ગોચરતાને પામે છે.
લવણ (મીઠું), સુંઠ, હરડે, એરંડો અને ગોળ વગેરે કેટલાક પુદ્ગલસ્કંધો ચક્ષુર્ગોચર હોય છે. પરંતુ તે પદાર્થોને દાળ-શાક વગેરેમાં નાખ્યા છતા રસનેન્દ્રિયગ્રાહ્ય બની જાય છે અથવા બહુ ઔષધોનો સમુદાય કરીને તેમાં નાખ્યા છતા પણ રસનેન્દ્રિય ગ્રાહ્ય બની જાય છે. ઔષધોની સાથે ઉકાળ્યું છતે, ચૂર્ણ કરીને મિશ્રણ કર્યો છતે પરિણામાન્તરને પામ્યા છતા રસનેન્દ્રિયગ્રાહ્ય બની જાય છે. કપૂર અને કસ્તુરી વગેરે કેટલાક પુદ્ગલસ્કંધો ચક્ષુર્ગોચર હોવા છતાં પવન વડે હવામાં કણ-કણ રૂપે બન્યા છતા ધ્રાણેન્દ્રિયગ્રાહ્યતાને પામે છે. નવ યોજનથી વધારે દૂર લઈ જવાયા છતા, તેવા પ્રકારના અતિશય સૂક્ષ્મપરિણામને પામ્યા છતા એક પણ ઈન્દ્રિયની ગ્રાહ્યતાને યોગ્ય રહેતા નથી. આ રીતે અન્ય પણ પુદ્ગલ
સ્કંધો પરિણામોત્તર પામ્યા છતા ચિત્ર-વિચિત્ર થાય છે તેમ અહીં દીપકની અગ્નિના પુલસ્કંધો જે જ્યોતસ્વરૂપે છે તે જ પુગલસ્કંધો દીપકની સહાય દૂર થતાં અંધકારરૂપે પરિણામ પામે છે.
પશુઓને આહારરૂપે અપાતા ઘાસ-કપાસ આદિના પુદ્ગલસ્કંધો નિરસ હોવા છતાં દૂધરૂપે પરિણામ પામ્યા છતા રસવાળા (પેય) બને છે. મનુષ્યોને આહારરૂપે અપાતા મોદકાદિનાં પુદ્ગલો રૂધિર-માંસ-ચરબી આદિ રૂપે તથા મલ-મૂત્રરૂપે પરિણામ પામતા પ્રત્યક્ષ દેખાય છે. માટે પુદ્ગલોમાં પરિણામ પામવાનો ચિત્ર-વિચિત્ર સ્વભાવ હોવાથી જે પુક્કલસ્કંધો તેજદ્રવ્ય રૂપે છે તે જ પુદ્ગલસ્કંધો તમન્ દ્રવ્યરૂપે પરિણામ પામે છે. ll૧૯૮૯ો.
આ જ પુદ્ગલપરિણામની ચિત્ર-વિચિત્રતા પ્રસ્તુત તેજ-તમસમાં જોડતાં જણાવે છે કે
Page #606
--------------------------------------------------------------------------
________________
અગિયારમા ગણધર - પ્રભાસ
एगेगिंदियगज्झा जह वायव्वादयो तहग्गेया । होउं चक्खुग्गज्झा, घाणिंदियगज्झयामेति ॥१९९०॥
ગણધરવાદ
(एकैकेन्द्रियग्राह्या यथा वायव्यादयस्तथाऽऽग्नेयाः । भूत्वा चक्षुर्ग्राह्या, घ्राणेन्द्रियग्राह्यतां यन्ति ॥ )
૫૮૧
ગાથાર્થ - જેમ વાયુ વગેરે પુદ્ગલસ્કંધો એક-એક ઈન્દ્રિયની ગ્રાહ્યતાને પામીને ઈન્દ્રિયાન્તરગ્રાહ્ય બને છે તેમ અગ્નિનાં પુદ્ગલો ચક્ષુર્ગાહ્ય થઈને પરિણામાન્તર પામ્યા છતા ઘ્રાણગ્રાહ્યતાને પામે છે. ૧૯૯૦
વિવેચન - વાયુ સ્પર્શનેન્દ્રિયથી ગ્રાહ્ય છે. તિક્ત, મધુર, કટુ વગેરે રસો રસનેન્દ્રિય ગ્રાહ્ય છે, ગન્ધ ઘ્રાણેન્દ્રિય-ગ્રાહ્ય છે, રૂપ ચક્ષુથી જ ગ્રાહ્ય છે અને સચિત્ત, અચિત્ત, મિશ્ર શબ્દો શ્રોત્રેન્દ્રિયગોચર છે. આ પ્રમાણે વાયુ આદિના પુદ્ગલો જેમ પ્રતિનિયત એવી એક એક ઈન્દ્રિયથી ગ્રાહ્ય બનીને પછીથી કોઈને કોઈ અપૂર્વ પરિણામાન્તરને પામ્યા છતા અન્ય-અન્ય ઈન્દ્રિયોથી ગ્રાહ્ય પણ બને છે. જેમકે તોફાની અને ગાઢ ચક્રાવા ખાતો વાયુ હોય તો ચક્ષુર્ગોચર પણ બને છે. એટલે કે રજકણો દ્વારા જોઈ શકાય છે. શીરો ચક્ષુર્ગોચર હોવા છતાં હવામાં ગયેલાં તેનાં પુદ્ગલો ઘ્રાણગોચર પણ થાય છે. લસણ અને કસ્તુરીમાં પણ આમ બને છે. આ જ રીતે પ્રસ્તુત એવા દીપક સંબંધી અગ્નિનાં પુદ્ગલો ચક્ષુર્ગોચર થઈને પછીથી દીપક બુઝાયે છતે જ અગ્નિનાં પુદ્ગલો અંધકારસ્વરૂપે પરિણામ પામ્યાં છતાં ઘ્રાણેન્દ્રિયગોચર બને છે.
આ રીતે પુદ્ગલોનો પિરણામ ચિત્ર-વિચિત્ર હોવાથી તેજનાં પુદ્ગલો તમરૂપે રૂપાન્તર થાય છે. તેજનાં પુદ્ગલો જેમ ચક્ષુથી પ્રત્યક્ષ જણાય છે તેમ અંધકારનાં પુદ્ગલો પણ ઘ્રાણેન્દ્રિયથી પ્રત્યક્ષ જણાય જ છે. તો તમારા વડે ગાથા ૧૯૮૮ માં હિં વીસપ્ સો ન પન્નવવું = તે પ્રત્યક્ષ દેખાતો કેમ નથી ? આવો પ્રશ્ન શા માટે કરાય છે ? અંધકાર ઘ્રાણેન્દ્રિયથી પ્રત્યક્ષ જણાય જ છે. જેમ ચક્ષુ દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તેમ ઘ્રાણેન્દ્રિય દ્વારા પણ પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. કારણ કે મતિ-શ્રુતજ્ઞાનનું પ્રત્યક્ષ પાંચે ઈન્દ્રિયજન્ય છે. માટે બુઝાયેલા દીપકનાં પુદ્ગલો અંધકારપણે પરિણામ પામ્યાં છે અને તે ઘ્રાણેન્દ્રિય વડે પ્રત્યક્ષપણે જણાય જ છે. ૧૯૯૦
આ પ્રમાણે બુઝાયેલો દીપક દીપકપણે (અગ્નિપણે) જેમ જરૂર નાશ પામે છે. પરંતુ અંધકા૨પણે પરિણામ પામ્યો છતો સર્વથા નાશ પામતો નથી. તેમ મોક્ષમાં જતા જીવમાં પણ આ પ્રમાણે જ જાણવું. તે સમજાવે છે -
Page #607
--------------------------------------------------------------------------
________________
૫૮૨
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ जह दीवो निव्वाणो, परिणामन्तरमिओ तहा जीवो । भण्णइ परिनिव्वाणो, पत्तोऽणाबाहपरिणामं ॥१९९१॥ (यथा दीपो निर्वाण: परिणामान्तरमितस्तथा जीवः । भण्यते परिनिर्वाणः, प्राप्तोऽनाबाधपरिणामम् ॥)
ગાથાર્થ - જેમ પરિણામોત્તરને પામેલા દીપકને “નિર્વાણ” પામ્યો એમ કહેવાય છે. તેમ જીવ પણ અનાબાધપરિણામને પામ્યો છતો “નિર્વાણ” પામ્યો કહેવાય છે. I/૧૯૯૧//
વિવેચન - જેમ દીપક જ્યારે બુઝાઈ જાય છે ત્યારે ખરેખર સર્વથા નાશ પામતો જ નથી. માત્ર તેજમય પરિણામને છોડીને અંધકારાત્મક રૂપાન્તરતાને જ પામે છે. આવી રૂપાન્તર અવસ્થાને પ્રાપ્ત કરવી તેને જ “નિર્વાણ પામ્યો કહેવાય છે. તેમ આ સંસારી જીવ કર્મવાળી અવસ્થાયુક્ત છે, તે જ જીવ જ્યારે રત્નત્રયીની સાધના-આરાધના કરવા દ્વારા કર્મોથી સર્વથા રહિત એવી અમૂર્ત જીવસ્વભાવવાળી નિરાબાધ અવસ્થાને પામવા સ્વરૂપ પરિણામાન્તરને પામે છે ત્યારે “નિર્વાણ” પામ્યો કહેવાય છે. પણ જીવનો સર્વથા નાશ થતો નથી.
અથવા મનુષ્યપણે મૃત્યુ પામેલો આ જીવ જેમ દેવાદિ ભવરૂપે માત્ર રૂપાન્તર જ પામે છે. સર્વથા નાશ પામતો નથી, તો પણ મનુષ્યભવને આશ્રયી મૃત્યુ પામ્યો કહેવાય છે. તેમ સંસારી અવસ્થાવાળો આ જ જીવ મુક્તિ-અવસ્થા પામવા રૂપે માત્ર રૂપાન્તરને જ પામે છે. પણ સર્વથા નાશ પામતો નથી. તેથી દુઃખ-શરીર અને કર્માદિના ક્ષયસ્વરૂપે આત્માની જે સત્ અવસ્થા છે. તેને જ નિર્વાણ કહેવાય છે. પરંતુ આ આત્મા આકાશપુષ્પની જેમ સર્વથા અસત્ થતો નથી. માત્ર અવસ્થાન્તર થાય છે. ll૧૯૯૧)
પ્રશ્ન - માનો કે મુક્તાવસ્થામાં જીવ સત્ છે તો પણ ત્યાં શરીર અને ઈન્દ્રિય ન હોવાથી શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિયોના શબ્દાદિ પાંચ વિષયોનો ઉપભોગ કરવાનો ન હોવાથી આ મુક્તિ સુખ વિનાની જ થશે ? આવો પ્રશ્ન તમે કરો તો તેનો ઉત્તર આ પ્રમાણે છે -
मुत्तस्स परं सोक्खं, णाणाणाबाहओ जहा मुणिणो । तद्धम्मा पुण विरहादावरणाऽऽबाहहेऊणं ॥१९९२॥ (मुक्तस्य परं सौख्यं, ज्ञानानाबाधतो यथा मुनेः । तद्धर्मा पुनर्विरहादावरणाऽऽबाधहेतूनाम् ॥)
Page #608
--------------------------------------------------------------------------
________________
અગિયારમા ગણધર - પ્રભાસ
૫૮૩
ગાથાર્થ - મુક્તાત્માને પરમ સુખ છે. કારણ કે તે ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો હોતે છતે મોહાદિજન્ય તમામ પીડાઓથી રહિત છે તેવા પ્રકારના મુનિની જેમ. જ્ઞાનનાં આવરણોનો અને પીડાઓના હેતુઓનો અભાવ હોવાથી આ જીવ જ્ઞાનધર્મવાળો અને અનાબાધસુખ ધર્મવાળો બને છે. ૧૯૯૨
ગણધરવાદ
વિવેચન - મોક્ષના આત્માને કૃત્રિમ નહીં એવું, મિથ્યા અભિમાનજન્ય નહીં એવું વાસ્તવિક પરમ ઉત્કૃષ્ટ સ્વાભાવિક સુખ હોય છે. મોક્ષના જીવોનું ચિદાનંદસ્વરૂપ આ સુખ ઈન્દ્રિયજન્ય વિષયસુખના અર્થી એવા ભોગી જીવો વડે ન સમજી શકાય તેવું છે. આ સુખને યોગી જીવો જ સમજી શકે છે અને માણી શકે છે. મોક્ષમાં જીવોને સ્વાભાવિક અનંત સુખ કેમ છે ? તો તેનું કારણ એ છે કે આ જીવોમાં ઉત્કૃષ્ટ જ્ઞાનદશા છે અને સર્વે પીડાનો અભાવ છે.
જન્મ-જરા-વ્યાધિ-મરણ-ઈષ્ટ વસ્તુનો વિયોગ, અનિષ્ટ વસ્તુનો સંયોગ, અરિતશોક-ક્ષુધા-પિપાસા-શીતતા-ઉષ્ણતા, કામ-ક્રોધ-મદ-શઠતા-તૃષ્ણા-રાગ-દ્વેષ-ચિત્તા-ઉત્સુકતા વગેરે ભાવો જીવને દુઃખ આપનાર હોવાથી પીડાઓ (આબાધા) કહેવાય છે. મોક્ષના જીવને ઉપરોક્ત એક પણ પીડા હોતી નથી. આમ સર્વે પણ આબાધાનો (પીડાઓનો) વિરહ હોવાથી અને ઉત્કૃષ્ટ જ્ઞાનદશા જાગૃત હોવાથી મોક્ષના જીવોને ઉત્કૃષ્ટ સુખ છે. જેમ તેવા પ્રકારના મુનિ મહાત્મા યોગીપુરુષને પરમસુખ હોય છે તેમ અહીં જાણવું.
**
મોક્ષના જીવોને અનંતસુખ છે. તેમાં ‘ઉત્કૃષ્ટજ્ઞાનવત્ત્વ સતિ આવાધારહિતત્વાત્’ ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા હોતે છતે સર્વ પીડા વિનાના છે. આમ બે પદનો હેતુ કહ્યો છે. જો ઉત્કૃષ્ટજ્ઞાનવત્ત્વ સતિ આ પદ ન લખે અને ‘‘આવાધારહિતત્વાત્'' આટલું એક પદ જ જો લખવામાં આવે તો કાષ્ઠાદિ અજીવ વસ્તુઓને પણ નિર્જીવ હોવાથી પીડાઓ હોતી નથી. તેથી તે કાષ્ઠાદિ પણ અનંત સુખવાળા થઈ જાય. તેનો વ્યવચ્છેદ કરવા માટે જ ‘“ઉત્કૃષ્ટજ્ઞાનવત્ત્વ સતિ’” લખવામાં આવ્યું છે. મોક્ષના જીવોને ઉત્કૃષ્ટ જ્ઞાન પણ છે અને સર્વે પીડાઓનો અભાવ પણ છે. માટે જ અનંતસુખ છે.
પ્રશ્ન - આ મોક્ષના જીવો ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા અને સર્વ પીડા વિનાના છે. તો તે કયા કારણે આવા પ્રકારના છે ?
ઉત્તર - મોક્ષના જીવો અનંત જ્ઞાનવાળા અને સર્વ પીડા વિનાના છે. કારણ કે જ્ઞાન ઉપરનાં જે આવરણો છે તેનો મોક્ષના જીવોમાં અભાવ છે. તથા સર્વે પીડાઓનાં જે કારણો છે તેનો પણ મોક્ષના જીવોમાં અભાવ છે. આ રીતે આવરણોનો અને
Page #609
--------------------------------------------------------------------------
________________
૫૮૪
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
આબાધાના હેતુઓનો અભાવ હોવાથી મોક્ષના જીવો ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા અને ઉત્કૃષ્ટ સુખવાળા (સર્વ પીડા વિનાના) છે. તેનો અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે -
સૌ પ્રષ્ટજ્ઞાનવીન, ક્ષીનિ:શેષાવર ત્રિીત્ આ મુક્તાત્મા ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા છે. કારણ કે સમસ્ત આવરણોનો ક્ષય કરેલો છે. તથા મથે મુતાત્મા સર્વાવાળાદિત:,
વધતૂના સર્વેષ વેદ્રનીયેતીનાં સર્વથા૫માત્ = આ મુક્તાત્મા સર્વ પીડા વિનાના છે. કારણ કે સર્વ પીડાઓના હેતુભૂત વેદનીયકર્મ વગેરેનો સર્વથા નાશ થયો છે માટે. આવા પ્રકારનાં અનુમાનોથી મુક્તાત્મામાં ઉત્કૃષ્ટ જ્ઞાન અને ઉત્કૃષ્ટ સુખ સિદ્ધ થાય છે.
વળી આવું અનુમાન પણ થઈ શકે છે - મર્થ અવતાત્મ સ્વાભાવિન સ્કેન પ્રકાશન પ્રવેશવાન, સમતપ્રવેશાવર રહિતત્વ, તુદિનાંશુવત્ = આ મોક્ષમાં ગયેલો આત્મા સ્વાભાવિક પોતાના જ્ઞાનપ્રકાશ વડે અનંતપ્રકાશવાળા છે. કારણ કે પ્રકાશ ઉપરનાં સમસ્ત આવરણો વિનાના છે. તેથી ચંદ્રમાની જેમ સ્વયં પ્રકાશવાળા છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે -
स्थितः शीतांशुवजीवः, प्रकृत्या भावशुद्धया । चन्द्रिकावच्च विज्ञानं, तदावरणमभ्रवत् ॥१॥
ચંદ્રમાની જેમ સ્વાભાવિક ભાવશુદ્ધિ વડે મુક્તાત્મા ત્યાં રહેલ છે. તેમનું વિજ્ઞાન ચાંદની જેવું છે અને તેના ઉપરનું આવરણ વાદળની તુલ્ય છે. ll૧]
तथा मुक्तात्मा अनाबाधसुखः, समस्ताबाधहेतुरहितत्वात् ज्वराद्यपगमे स्वच्छातुरवत् = મોક્ષનો આત્મા પીડા વિનાના સુખવાળો છે. પીડાનાં જે સમસ્ત કારણો છે તેનાથી રહિત છે માટે, જેમ તાવ વગેરે પીડાઓ દૂર થયે છતે સ્વચ્છ અને નિરોગી થયેલો પુરુષ. શાસ્ત્રમાં કહ્યું છે કે –
स व्याबाधाभावात् सर्वज्ञत्वाच्च भवति परमसुखी । व्याबाधाभावोऽत्र, स्वच्छस्य तस्य परमसुखम् ॥१॥
તે મુક્તાત્મા પીડા વિનાના હોવાથી તથા સર્વજ્ઞ હોવાથી પરમસુખી છે. સ્વચ્છ એવા તે આત્માને અહિં સર્વથા પીડાનો જે અભાવ છે તે જ પરમસુખ છે. ll૧૯૯રા/
અહીં પ્રભાસજી પ્રશ્ન કરે છે કે - मुत्तो करणाभावादण्णाणी खं व, नणु विरुद्धोऽयं । जमजीवया वि पावइ, एत्तोच्चिय भणइ तन्नाम ॥१९९३॥
Page #610
--------------------------------------------------------------------------
________________
અગિયારમા ગણધર - પ્રભાસ
(मुक्तः करणाभावादज्ञानी खमिव, ननु विरुद्धोऽयम् । यदजीवताऽपि प्राप्नोत्येतस्मादेव भणति तन्नाम ॥ )
ગણધરવાદ
૫૮૫
ગાથાર્થ - મુક્તાત્મા ઈન્દ્રિયો વિનાનો હોવાથી આકાશની જેમ અજ્ઞાની સિદ્ધ થશે. ખરેખર આ વિરુદ્ધહેતુ થાય છે. કારણ કે જો આમ હોય તો મુક્તાત્મામાં અજીવતા પણ સિદ્ધ થાય. પ્રશ્નકાર કહે છે કે ભલે, તે અજીવતા પણ મુક્તાત્મામાં હો. ૧૯૯૩
વિવેચન - અહીં પ્રભાસજી પ્રશ્ન કરે છે કે મોક્ષમાં ગયેલો આત્મા શરીર વિનાનો છે અને શરીર ન હોવાથી ઈન્દ્રિયો વિનાનો પણ છે. તથા ઈન્દ્રિયો એ જ જ્ઞાનનું સાધન છે. મુક્ત જીવને ઈન્દ્રિયો નથી એટલે જ્ઞાન પણ થશે નહીં. તેથી મુક્તનો આત્મા તો અજ્ઞાની અર્થાત્ જ્ઞાન વિનાનો જ થશે. જેમ આકાશને ઈન્દ્રિયો નથી તેથી જ્ઞાન થતું નથી. તેમ આ આત્માને પણ જ્ઞાન થશે નહીં. અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે -
मुक्तात्मा अज्ञानी, करणाभावात्, आकाशवत्
ઉત્તર - ઉપરના પ્રશ્નનો ઉત્તર ભગવાન શ્રી મહાવીરપ્રભુ આપે છે કે ધર્મી એવા આત્માનું જ્ઞાનાત્મકપણું એ સહજ સ્વરૂપ છે. તેના કરતાં વિપરીત (અજ્ઞાનાત્મકતા) સાધ્યને સાધનારો આ હેતુ છે. માટે તમારો હેતુ વિરુદ્ધ હેત્વાભાસ છે. સારાંશ એ છે કે જ્ઞાનાત્મકતા કે જીવાત્મકતા એ તો જીવનું સહજ સ્વરૂપ છે. ઈન્દ્રિયો હોય કે ઈન્દ્રિયો ન હોય તેથી જીવનું મૂલભૂત સ્વરૂપ કંઈ ચાલ્યું જતું નથી. તેથી જીવની જ્ઞાનાત્મકતા ચાલી જતી નથી. જો ઈન્દ્રિયો ચાલી જવાથી જીવના મૂલસ્વરૂપભૂત જ્ઞાનાત્મકતા પણ ચાલી જાય તો તો આવો પ્રશ્ન પણ થાય કે હવે ઈન્દ્રિયો નથી એટલે જીવનું જીવત્વ પણ મોક્ષકાલે ન હોય અર્થાત્ જીવ એ મોક્ષકાલે અજીવ બની જાય છે. આવું પણ કહી શકાય. અનુમાનપ્રયોગ આ પ્રમાણે
-
मुक्तात्मा अजीवः, करणाभावात् आकाशवत्
પ્રશ્નકાર - ભલેને એમ હો. પોતાની મોટાઈ સાથે પ્રશ્નકાર પ્રભાસજી પરમાત્માની સામે એમ કહે છે કે ઈન્દ્રિયો (તથા શરીર વગેરે સાધન) ન હોવાથી મુક્તાત્મા જ્ઞાન શેનાથી કરે ? માટે અજ્ઞાની હોય છે એમ હું કહું છું ત્યારે તમે કહો છો કે એમ જો ઈન્દ્રિયો ન હોવાથી જ્ઞાન ન હોય તો જીવ અજીવ થઈ જાય. તો ભલેને અજીવ થઈ જાય. તે મુક્તાત્મા અજ્ઞાની પણ હોય છે અને અજીવ પણ હોય છે એમ અમે કહીશું. એમ કહેવામાં અમને કંઈ દોષ નથી. આ રીતે ‘રામાવાત્’’ હેતુથી જેમ અજ્ઞાનિતા સિદ્ધ થાય છે તેમ અનીવતા પણ સિદ્ધ થશે જ. તેથી ધર્મીના સ્વરૂપથી વિરુદ્ધ સાધ્યને
Page #611
--------------------------------------------------------------------------
________________
૫૮૬
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
સાધવાથી આ હેતુ વિરુદ્ધ હેતુ છે આવું તમારું કથન શોભાને કેમ પામે ? અર્થાત્ તમારું આ કથન જરા પણ શોભાને પામશે નહીં. કારણ કે અજ્ઞાનતા અને અજીવતા અમને માન્ય છે.
ઈન્દ્રિયો ન હોવાથી મુક્તાત્મામાં જેમ જ્ઞાન થતું નથી તેમ જીવત્વ પણ રહેતું નથી એમ અમે તો કહી દઈશું. તેથી હે ભગવાન્ ! તમારે જ મુક્તાત્મામાં જ્ઞાનિત્વ અને જીવત્વ સિદ્ધ કરવાનું રહેશે. કારણ કે જૈનદર્શનકારોએ મુક્તાત્મામાં અજ્ઞાનિત્વ અને અજીવત્વ સ્વીકાર્યું નથી. તેથી તમે જે અમને “અજીવત્વ” આવવાની આપત્તિ આપી, તે દૂષણ તમારે જ ટાળવાનું રહેશે. (અમને તમે દોષ આપશો તો અમે તો તેમાં અજીવત્વ છે એમ સ્વીકારી લઈશું. માટે તમારે જ તે દૂષણ ટાળવું પડશે.) જે દૂષણ પોતાને આવતું જ હોય તે દૂષણ બીજાને કેમ અપાય ?
ઉત્તર - “સત્ય ” તમારી આ વાત સાચી છે. મુક્તાત્મામાં અજીવત આવતું નથી, આવો જવાબ હમણાં હું જ આપવાનો છું. પરંતુ તમારી શક્તિની પરીક્ષા કરવા માટે મેં આ આડો પ્રશ્ન કર્યો હતો કે “મુક્તાત્માને ઈન્દ્રિયો ન હોવાથી જો અજ્ઞાનિત્વ માનીએ તો તે જ હેતુથી અજીવત્વ પણ આવી જાય” આવું સાંભળીને કદાચ ક્ષોભથી પ્રતિભા વિનાના થયા છતા તમે મનમાં આવું વિચારો કે “હા, અજ્ઞાનિત્વ માનવાથી તો જીવ અજીવ થઈ જાય અને જીવ અજીવ થઈ જાય આ વાત ઉચિત નથી.” આમ પ્રત્યુત્તર આપવામાં અલિત થયા છતા મૌન થઈ જશે, એવા આશયથી મેં તમને આવો પ્રશ્ન કર્યો હતો. પરમાર્થથી તો મારે જ તમને જવાબ આપવાનો છે કે ઈન્દ્રિયો ન હોવા છતાં મુક્તાત્મામાં અજ્ઞાનિત્વ પણ નથી અને અજીવત્વ પણ નથી. તે કેમ નથી ? તે હવે હું જ તમને સમજાવું છું - II૧૯૯૭ll.
दव्वामूत्तत्त सहावजाईओ तस्स दूरविवरीयं । न हि जच्चंतरगमणं जुत्तं नभसोव्व जीवत्तं ॥१९९४॥ (द्रव्यामूर्तत्ववत् स्वभावजातितस्तस्य दूरविपरीतम् । न हि जात्यन्तरगमनं युक्तं नभस इव जीवत्वम् ॥)
ગાથાર્થ - તે મુક્તાત્માને પોતાની સ્વાભાવિક જાતિથી અત્યન્ત વિપરીત એવું જાત્યન્તરગમન દ્રવ્યત્વ અને અમૂર્તત્વની જેમ માનવું ઉચિત નથી. જેમકે આકાશમાં જીવ–. I/૧૯૯૪
Page #612
--------------------------------------------------------------------------
________________
અગિયારમા ગણધર - પ્રભાસ
૫૮૭
વિવેચન - તે મોક્ષના આત્માને જ્ઞાનાભાવ કે જીવત્વાભાવ થતો નથી. આ વાત હવે પૂજ્યશ્રી પોતે જ તર્ક આપીને સમજાવે છે.
ગણધરવાદ
તે મુક્તિગત આત્માને જે કારણથી “આવું” માનવું ઉચિત નથી.
પ્રશ્ન - શું માનવું ઉચિત નથી ?
ઉત્તર - નીવત્વ (જીવત્વ) નામની પોતાની અસલ જે મૂલ જાતિ છે તેનાથી અન્ય એવી ‘‘અનીવત્વ’’ (અજીવત્વ) નામની જે અન્ય જાતિ છે તેમાં ગમન થયું તે ઉચિત નથી. અર્થાત્ તે મુક્તિગત આત્મા જીવને બદલે અજીવ થઈ જાય, આ વાત ઉચિત નથી.
પ્રશ્ન - આ જાયન્તર પામવું તે કેવું છે ?
ઉત્તર - અત્યન્ત વિપરીત છે. જીવત્વજાતિથી અત્યન્ત વિપરીત છે.
પ્રશ્ન કોનાથી આ અત્યન્ત વિપરીત છે ?
ઉત્તર - જીવમાં રહેલી જીવત્વ જે જાતિ છે તે પોતાના સ્વભાવભૂત છે. પોતાના સ્વરૂપાત્મક છે. તેથી સ્વરૂપભૂત અથવા સ્વભાવભૂત એવી જીવત્વજાતિથી આ અજીવત્વજાતિ સર્વથા વિપરીત છે. માટે તેવી વિપરીત જાતિને આ મુક્તાત્મા પામતો નથી.
પ્રશ્ન - આ સ્વભાવભૂત જીવત્વજાતિ કોના જેવી છે ?
ઉત્તર
-
મૂલ ગાથામાં દ્રવ્વામૂત્તત્ત આટલો જ નિર્દેશ છે. પણ ત્યાં ઉપમાનની પ્રધાનતાવાળો નિર્દેશ છે. માટે ઉપમાવાચક વત્ પ્રત્યય સ્વયં સમજી લેવો. તેથી દ્રવ્યામૂર્તત્ત્વવત્
જીવમાં રહેલા દ્રવ્યત્વની જેમ અને જીવમાં રહેલા અમૂર્તત્વની જેમ.
=
-
પ્રશ્ન - એવું કોઈ દૃષ્ટાન્ત છે કે જે પદાર્થ પોતાની મૂલ જાતિથી અત્યન્ત વિપરીત એવી જાત્યન્તરને ન જ પામતું હોય ?
ઉત્તર
હા, જેમકે આકાશ. આકાશ મૂલભૂત જાતિથી અજીવ છે તે ક્યારેય પોતાની જાતિથી વિપરીત જાતિ જે જીવત્વજાતિને પામતું નથી. તેમ મુક્તાત્મા અજીવત્વને ક્યારેય પામતા નથી. ઉપર કહેલી સઘળી વાતનો સાર આ પ્રમાણે છે
-
આકાશમાં જેમ અજીવત્વ સ્વભાવભૂત છે તેમ. દ્રવ્યત્વ અને અમૂર્તત્વ એ જીવની અનાદિકાલની સ્વયં પારિણામિકભાવે રહેલી સ્વભાવભૂત જાતિ છે. તેનાથી અત્યન્ત વિપરીત એવું જે જાત્યન્તર છે તે અદ્રવ્યત્વ અને મૂર્તત્વ છે. આ જીવનું ક્યારેય પણ એટલે કે કોઈપણ અવસ્થામાં આવા પ્રકારના (અદ્રવ્યત્વ અને મૂર્તત્વરૂપ) જાત્યન્તરમાં ગમન
Page #613
--------------------------------------------------------------------------
________________
૫૮૮
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
થતું નથી. જેમ આકાશ કોઈપણ કાલે પોતાના સ્વભાવભૂત એવા અજીવત્વથી જાત્યન્તર એવા જીવત્વમાં જતું નથી. તેમ જીવદ્રવ્ય ક્યારેય પણ પોતાના સ્વભાવભૂત એવા દ્રવ્યત્વથી વિપરીત એવા અદ્રવ્યત્વમાં અને અમૂર્તત્વથી વિપરીત એવા મૂર્તત્વમાં જતું નથી.
આ દ્રવ્યત્વ અને અમૂર્તત્વ એ જેમ જીવના સ્વભાવભૂત છે તે ક્યારેય બદલાતું નથી તેની જેમ જીવમાં રહેલું જીવત્વ પણ જીવના સ્વભાવભત જાતિ છે. તેથી જીવના સ્વભાવભૂત એવી જે જાતિ જીવત્વ, તેનાથી અત્યન્ત વિપરીત જે અજીવત જાતિ. આવી જાત્યન્તર દશાને આ જીવ ક્યારેય પામતો નથી. તેથી સંસારી અવસ્થાની જેમ મુક્તાવસ્થામાં પણ જીવમાં જીવત્વ સ્વભાવભૂત હોવાથી રહે જ છે. અજીવત્વને (જાત્યન્તરતાને) પામતો નથી. જેમ અજીવપણે રહેલું આકાશદ્રવ્ય ક્યારેય પણ વિપરીત જાતિ એવી જે જીવત્વ જાતિ છે તેને પામતું નથી. તેવી જ રીતે મુક્તાત્મા પણ જીવત્વથી વિપરીત એવી અજીત્વ જાતિને ક્યારેય પામતા નથી.
આ પ્રમાણે મુક્તિગત આત્મા દ્રવ્યત્વને બદલે અદ્રવ્યપણાને નથી પામતા, તથા અમૂર્તત્વને બદલે મૂર્તતાને નથી પામતા, કારણ કે દ્રવ્યત્વ અને અમૂર્તત્વ એ પોતાના સ્વભાવભૂત જાતિ છે, પોતાનું સ્વરૂપ છે. અદ્રવ્યત્વ અને મૂર્તિત્વ એ વિપક્ષનો સ્વભાવ છે, પોતાનો સ્વભાવ નથી. એ જ પ્રમાણે જીવત્વ એ જીવના સ્વભાવભૂત જાતિ હોવાથી આ આત્મા ક્યારેય પણ (સંસારી અવસ્થા હોય કે મુક્તાવસ્થા હોય પણ ક્યારેય) અજીવપણાને પામતો નથી. જો દ્રવ્યો પોતાના સ્વભાવભૂત એવી જાતિને છોડી દે છે એમ માનીએ તો આકાશ અને પરમાણુ આદિ પુદ્ગલદ્રવ્યો પણ પોતાના સ્વભાવભૂત અજીવત્વ જાતિને ત્યજીને તેનાથી વિપરીત એવી જીવત્વ જાતિ પામે આવી આપત્તિ આવવાથી અતિવ્યાપ્તિ દોષ આવવાનો પ્રસંગ આવે.
સર્વે પણ પદાર્થો પોતાના મૂળભૂત સ્વભાવને છોડતા નથી. કારણ કે તે તે મૂળભૂત સ્વભાવ કર્મોદયજન્ય નથી પણ પરિણામિક ભાવવાળો છે. જેમ જીવમાં રહેલી ભવ્યતા અને અભવ્યતા બદલાતી નથી તેમ અહીં જાણવું.
પ્રશ્ન - જો જીવ પોતાની સ્વભાવભૂત જાતિથી જાત્યન્તર પામતો નથી. એટલે કે અજીવ થતો નથી. તો તમારા વડે જ મારા પ્રશ્નની સામે પૂર્વે આમ કેમ કહેવાયું કે - મુવતાત્મા નીવ: રVTમાવત્ શિવત્' તમારું આ કથન તમે કેવી રીતે ઘટાવશો?
ઉત્તર - પર એવા શિષ્યની બુદ્ધિની પરીક્ષા કરવા માટે જ અમારા વડે કહેવાયું છે. અમારા વડે તો તે કહેવા દ્વારા પરને “પ્રસંગોપાદન” નામનો દોષ અપાયો છે. એટલે
Page #614
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
અગિયારમા ગણધર - પ્રભાસ
૫૮૯
કે મુક્તાત્માને ઈન્દ્રિયો ન હોવાથી જો જ્ઞાનાભાવ માનશો તો જીવતાભાવ પણ (અજીવત) પણ માનવાનો તમને પ્રસંગ આવશે. માટે ઈન્દ્રિયો ન હોવા છતાં પણ જેમ જીવત્વ સ્વભાવભૂત જાતિ હોવાથી તે જીવત્વ અખંડિત અને અબાધિત રહે છે તેમ શાનિત્વ એ પણ સ્વભાવભૂત જાતિ હોવાથી આ જ્ઞાનિત્વ ધર્મ પણ અખંડિત અને અબાધિત રહે જ છે. અજ્ઞાનિત્વ આવતું નથી.
આવા પ્રકારનો આડો પ્રશ્ન કરવાનું કારણ તો પૂર્વે અમે કહી જ ગયા છીએ કે “પવિત્તપરીક્ષાર્થ પ્રેર્થમવાર્થ: તવીન” પરની શક્તિની પરીક્ષા કરવા માટે જ અમે આ પ્રશ્ન કર્યો છે. પરંતુ “રામાવત્ ઈન્દ્રિયો ન હોવાથી'' આ હેતુથી મુક્તિગત આત્મામાં અજીવત્વ સિદ્ધ થતું નથી. કારણ કે ઈન્દ્રિયોની અને જીવવની વ્યાપ્તિ થતી નથી.
જ્યાં કાર્ય-કારણભાવ હોય ત્યાં વ્યાપ્તિ થાય. જેમકે અગ્નિમાંથી ધૂમાત્મક કાર્ય પ્રગટે છે. અગ્નિ એ કારણ છે અને ધૂમ એ કાર્ય છે. તેથી જ્યાં જ્યાં ધૂમ (ધૂમાત્મક કાર્યો હોય ત્યાં ત્યાં અગ્નિસ્વરૂપ કારણ પણ હોય જ. કારણ કે અગ્નિમાંથી જ ધૂમ પ્રગટે છે. તેવા પ્રકારનો કાર્યકારણભાવ જીવત્વને અને ઈન્દ્રિયોને નથી. જેમ અગ્નિ વડે ધૂમ કરાયો છે તેમ ઈન્દ્રિયો વડે જીવત્વ કરાયેલું નથી. તેથી ઈન્દ્રિયો ચાલી જાય એટલે જીવતા પણ ચાલ્યું જાય એમ બનતું નથી.
તથા જ્યાં જ્યાં વ્યાપ્ય-વ્યાપકભાવ હોય ત્યાં ત્યાં વ્યાપ્તિ થાય. જેમકે “શિંશપાપણું (સરગવાપણું) અને વૃક્ષપણું.” જ્યાં જ્યાં શિંશપાત્વ (સરગવાપણું) હોય ત્યાં ત્યાં વૃક્ષત્વ હોય જ. કારણ કે શિંશપાત્વ એ વ્યાપ્ય છે અને વૃક્ષત્વ એ વ્યાપક છે. તેવું ઈન્દ્રિયો અને જીવત્વ વચ્ચે વ્યાપ્ય-વ્યાપકપણું પણ નથી કે જેથી વ્યાપ્તિ થાય. જેમ શિંશપાની સાથે વૃક્ષત્વ એ વ્યાપક છે એટલે વૃક્ષત્વની નિવૃત્તિ થાય તો શિંશપાની પણ અવશ્ય નિવૃત્તિ થાય. તેવી રીતે જો જીવત્વ વ્યાપ્ય હોત અને ઈન્દ્રિયો વ્યાપક હોત તો તો વ્યાપક એવી ઈન્દ્રિયોની નિવૃત્તિ થવાથી વ્યાપ્ય એવું જીવત્વ પણ નિવૃત્તિને પામત. પણ એવો વ્યાયવ્યાપક ભાવ નથી. આ રીતે અગ્નિ અને ધૂમની વચ્ચે જેવો કાર્યકારણભાવ છે તથા શિંશપા અને વૃક્ષત્વની વચ્ચે જેવો વ્યાય-વ્યાપકભાવ છે તેવો કાર્ય-કારણભાવ કે વ્યાપ્ય
વ્યાપક ભાવ વત્વ અને ઈન્દ્રિયોની વચ્ચે નથી. માટે વ્યાપ્તિ થતી નથી. તેથી ઈન્દ્રિયોની નિવૃત્તિ થવા છતાં જીવમાં રહેલું જીવત્વ ચાલ્યું જતું નથી.
જીવમાં રહેલું જીવત્વ એ અનાદિકાલીન એવા પરિણામિકભાવે રહેલું છે, તેથી અકૃત્રિમ છે. જ્યારે ઈન્દ્રિયો એ નામકર્મના ઉદયથી આવેલી છે, માટે ઔદયિકભાવે છે
Page #615
--------------------------------------------------------------------------
________________
પ૯૦
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
અને તે કૃત્રિમ છે. આ રીતે ઈન્દ્રિયો અને જીવત્વની વ્યાપ્તિ થતી નથી, પરંતુ ઈન્દ્રિયોની અને શરીરની વ્યાપ્તિ થાય છે. કારણ કે તે બન્ને વચ્ચે વ્યાપ્ય-વ્યાપકભાવ ઘટે છે. બન્ને પુદ્ગલદ્રવ્યનાં બનેલાં છે, માટે જ્યાં જ્યાં ઈન્દ્રિયો હોય છે ત્યાં ત્યાં શરીર જરૂર હોય છે. આમ શરીરની સાથે વ્યાપ્તિ થાય છે, પરંતુ જીવત્વની સાથે વ્યાપ્તિ થતી નથી. કારણ કે જીવત્વધર્મ એ પૌગલિક નથી અને અમૂર્તિ છે. તેથી ઈન્દ્રિયો કરતાં તે જીવત્વધર્મ અત્યન્ત વિલક્ષણ ધર્મવાળો છે. આ પ્રમાણે મોક્ષે જતા જીવને ઔદયિકભાવની ઈન્દ્રિયો ચાલી જવા છતાં પણ પરિણામિકભાવે રહેલું જીવત્વ ચાલ્યું જતું નથી. તેથી જ્ઞાન સ્વભાવ પણ ચાલ્યો જતો નથી. ll૧૯૯૪ો.
અહીં કોઈક પ્રશ્ન કરે છે કે - “મુવતાત્મા સમજ્ઞાની, રમાવાન્ ગાવાશવત્'' મોક્ષમાં ગયેલો આત્મા અજ્ઞાની છે. ઈન્દ્રિયોનો અભાવ હોવાથી, આકાશની જેમ. આવા પ્રકારનું અનુમાન પ્રશ્નકારે ગાથા નં. ૧૯૯૩ ના પૂર્વાર્ધમાં જે કરેલું, ત્યારે પરમાત્માએ એમ કહેલું કે ધર્મી એવા મુક્તજીવનું જ સ્વરૂપ છે તેનાથી વિરુદ્ધ સ્વરૂપને સાધનારું આ અનુમાન છે, માટે વિરુદ્ધહેત્વાભાસ કહેવાય છે. આમ પ્રશ્રકારના હેતુને વિરુદ્ધ તરીકે ઉદ્ભાવિત કરેલો. પરંતુ તે દોષ દૂર કરીને વિરુદ્ધહેત્વાભાસતા દૂર કરાઈ ન હતી. તેથી આ વિષયમાં કંઈક ઉત્તર તો કહેવો જ જોઈએ. માટે આ વિષયમાં પરમાત્માશ્રી ઉત્તર
मुत्ताइभावओ नोवलद्धिमंतिंदियाइं कुंभोव्व । उवलंभद्दाराणि उ ताइं जीवो तदुवलद्धा ॥१९९५॥ तदुवरमे वि सरणओ, तव्वावारे वि नोवलंभाओ । इंदियभिन्नो आया, पंचगवक्खोवलद्धा वा ॥१९९६॥ (मूर्तादिभावतो नोपलब्धिमन्तीन्द्रियाणि कुम्भ इव । उपलम्भद्वाराणि तु तानि जीवस्तदुपलब्धा ॥ तदुपरमेऽपि स्मरणतस्तद्व्यापारेऽपि नोपलम्भात् । इन्द्रियभिन्न आत्मा, पञ्चगवाक्षोपलब्धेव ॥)
ગાથાર્થ - પાંચે ઈન્દ્રિયો મૂર્યાદિ ભાવવાળી હોવાથી ઘટ-પટની જેમ ચૈતન્ય ગુણવાળી નથી, તે ઈન્દ્રિયો જ્ઞાન કરવાના કારભૂત (સાધનભૂત) છે. તેના દ્વારા જાણનારો તો આત્મા છે. તે ઈન્દ્રિયોનો ઉપરમ થવા છતાં વિષયનું સ્મરણ થતું હોવાથી, તથા તે
Page #616
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ અગિયારમા ગણધર - પ્રભાસ
૫૯૧ ઈન્દ્રિયોનો વ્યાપાર હોવા છતાં પણ બોધ ન થતો હોવાથી, પાંચ બારીઓથી જાણનારા એવા દેવદત્તની જેમ આત્મા એ ઈન્દ્રિયોથી ભિન્ન છે. /૧૯૯૫-૧૯૯૬
વિવેચન - આ બન્ને ગાથાઓનો ભાવાર્થ ગાથા નંબર ૧૬૫૭ થી ૧૬૬૦માં આવી ગયા પ્રમાણે જાણવો. બન્ને ગાથાઓનો ભાવાર્થ એવો છે કે જેમ ઘટ-પટ આદિ દ્રવ્યો મૂર્તિમાન હોવાથી, અજીવ હોવાથી, પુદ્ગલ દ્રવ્ય હોવાથી જ્ઞાનવાળા પદાર્થો નથી, અર્થાત્ જડ વસ્તુઓ છે. તેવી જ રીતે સ્પર્શન-રસના-ધ્રાણ-ચક્ષુ અને શ્રોત્ર આ પાંચે ઈન્દ્રિયો પણ મૂર્તિ હોવાથી, અજીવ હોવાથી અને પૌગલિક હોવાથી જ્ઞાનવાળી નથી. અર્થાત્ ઈન્દ્રિયો પોતે જડ પદાર્થ છે. તેથી જ મડદામાં પાંચ ઈન્દ્રિયો વિદ્યમાન હોવા છતાં જ્ઞાન થતું નથી. પરંતુ આત્માને જ્ઞાન પ્રાપ્ત થાય છે. આત્મા જ્ઞાનવાળો પદાર્થ છે અને આત્માને થતા જ્ઞાનમાં પાંચે ઈન્દ્રિયો દ્વારભૂત છે, સાધનભૂત છે. તે ઈન્દ્રિયો દ્વારા વિષયને જાણનારો આત્મા એ ઈન્દ્રિયોથી ભિન્ન પદાર્થ છે. ઈન્દ્રિયો એ સાધન છે. આત્મા એ સાધક છે અને જ્ઞાન એ સાધ્ય છે.
વળી ઈન્દ્રિયો દ્વારા પૂર્વકાલમાં વિષય જાણ્યો હોય અને પછી ધારો કે તે ઈન્દ્રિયોનો ઉપરમ થઈ ગયો (એટલે કે તે ઈન્દ્રિયો નાશ પામી ગઈ), તો પણ તે ઈન્દ્રિયો દ્વારા જાણેલા વિષયનું સ્મરણ થાય છે. માટે ઈન્દ્રિયો પોતે જાણનારી નથી. જો ઈન્દ્રિયો પોતે જાણનારી હોત તો ઈન્દ્રિયોની નિવૃત્તિ થયે છતે સ્મરણાત્મક જે જ્ઞાન થાય છે તે થવું જોઈએ નહીં. કોઈ માણસે ચક્ષુથી દેવદત્તને બરાબર જોયો, ત્યારબાદ ચક્ષુ બંધ થઈ ગઈ અથવા ચાલી ગઈ તો પણ તે ચક્ષુ દ્વારા પૂર્વે જોયેલ દેવદત્તનું સ્મરણ તો થાય છે. માટે દેવદત્તને જોનારી ચહ્યું નથી પણ ચક્ષુ દ્વારા જોનારો આત્મા છે.
તથા ઈન્દ્રિયોનો વ્યાપાર કરવા છતાં પણ તે તે વિષયનું જ્ઞાન નથી પણ થતું. જેમ જીવ ટેન્શનમાં હોય અથવા બીજે ચિત્ત હોય તો ઈન્દ્રિયનો પ્રયોગ કરવા છતાં પણ વિષય જણાતો નથી. માટે વિષયને જાણનાર ઈન્દ્રિયો નથી પરંતુ ઈન્દ્રિયોથી ભિન્ન એવો આત્મા જ જાણનાર છે. જેમ જુદી જુદી પાંચ બારીઓથી બહાર ઉભેલી સ્ત્રી આદિને જોનારો દેવદત્ત તે બારીઓથી જુદો છે. તેમ અહીં પાંચ ઈન્દ્રિયો દ્વારા ઘટ-પટ આદિ વસ્તુઓને જાણનારો આત્મા પાંચ ઈન્દ્રિયોથી ભિન્ન છે. જો ઈન્દ્રિયો પોતે જ જાણનારી હોત તો ઈન્દ્રિયોનો જ્યાં વ્યાપાર હોય ત્યાં અવશ્ય બોધ થવો જોઈએ તથા
જ્યાં ઈન્દ્રિયોની નિવૃત્તિ થાય ત્યાં પૂર્વકાલમાં થયેલા જ્ઞાનની પણ નિવૃત્તિ થવી જોઈએ. ન ચૈતતિ = પરંતુ આમ થતું નથી, તેથી ઈન્દ્રિયો જ્ઞાન કરનારી નથી. પરંતુ ઈન્દ્રિયો
Page #617
--------------------------------------------------------------------------
________________
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
૫૯૨
દ્વારા જ્ઞાન કરનારો આત્મા છે. કારણ કે અન્વયવ્યાપ્તિ દ્વારા અને વ્યતિરેક વ્યાપ્તિ દ્વારા જીવને જ જ્ઞાનવાળાપણાનો નિશ્ચય થાય છે. માટે જીવ જ જ્ઞાતા છે, ઈન્દ્રિયો જ્ઞાતા નથી. જ્ઞાનનું સાધનમાત્ર છે. II૧૯૯૫-૧૯૯૬
આ પ્રમાણે જ્ઞાન જીવનો ગુણ છે, ઈન્દ્રિયોનો ગુણ નથી. આત્માના સ્વભાવભૂત જ્ઞાન છે, પણ ઈન્દ્રિયોના સ્વભાવભૂત જ્ઞાન નથી. તેથી જીવ જ્યારે મોક્ષે જાય છે ત્યારે ઈન્દ્રિયોની નિવૃત્તિ થાય છે. પણ જીવના સ્વભાવભૂત એવા જ્ઞાનની નિવૃત્તિ શા માટે થાય ? અર્થાત્ ન જ થાય. તેથી જ્ઞાનની નિવૃત્તિ થતી નથી માટે મુક્તિગત આત્મા અજ્ઞાની નથી પણ જ્ઞાની જ છે આવી વાત સમજાવતાં ભગવાન શ્રી મહાવીર પ્રભુ કહે છે કે -
नाणरहिओ न जीवो, सरूवओऽणुव्व मूत्तिभावेणं ।
जं तेण विरुद्धमिदं, अत्थि य सो नाणरहिओ य ॥१९९७॥
(ज्ञानरहितो न जीवः, स्वरूपतोऽणुरिव मूर्तिभावेन । यत्तेन विरुद्धमिदमस्ति च स ज्ञानरहितश्च ॥ )
ગાથાર્થ - “મૂર્તભાવ” એ અણુનું સ્વરૂપ હોવાથી જેમ મૂર્તભાવ વિનાનો પરમાણુ હોતો નથી એમ જ્ઞાન એ જીવનું સ્વરૂપ હોવાથી જ્ઞાનરહિત જીવ હોતો નથી. તેથી “જીવ છે અને તે જ્ઞાનરહિત છે” આમ કહેવું તે આ અતિશય વિરુદ્ધ છે. ૧૯૯૭થી
જે
વિવેચન - જે વસ્તુનું જે સ્વરૂપ હોય છે તે સ્વરૂપથી યુક્ત જ તે વસ્તુ હોય છે. તે સ્વરૂપ વિનાની તે વસ્તુ ક્યારે ય હોતી નથી. વસ્તુ હોય અને તેમાં તેનું સ્વરૂપ ન હોય આવું ક્યારેય ક્યાંય બનતું નથી. જેમકે સાકર હોય અને ગળપણ ન હોય, મરચું હોય અને તિખાશ ન હોય, મીઠું હોય અને ખારાશ ન હોય, ગોળ હોય પણ ગળપણ ન હોય આવું ક્યારે ય બનતું નથી તથા પરમાણુ-ચણુક-ઋણુક આદિ પુદ્ગલ દ્રવ્ય હોય અને વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળાપણું એટલે કે મૂર્તપણું ન હોય આવું ક્યારેય બનતું નથી. કારણ કે મૂર્તપણું એ પરમાણુ-ચણુક આદિનું સ્વરૂપ છે. સહજ સ્વભાવ છે. પારિણામિક ભાવ છે. તેની જેમ જીવ હોય અને જ્ઞાનરહિત હોય એમ પણ ક્યારેય ક્યાંય બનતું નથી. કારણ કે જ્ઞાન એ જીવનું સ્વરૂપ છે. તેથી “આ મુક્તાત્મા છે અને જ્ઞાનરહિત છે” આમ બોલવું તે સર્વથા વિરુદ્ધ છે. જો વસ્તુનું સ્વરૂપ ત્યાં વિદ્યમાન ન હોય તો ત્યાં તે સ્વરૂપવાળી વસ્તુનું અવસ્થાન (હોવાપણું) ઘટતું નથી. કારણ કે સ્વરૂપથી વ્યતિરિક્તપણે (સ્વરૂપને છોડીને) તે વસ્તુનું હોવાપણું જગતમાં બનતું નથી.
Page #618
--------------------------------------------------------------------------
________________
અગિયારમા ગણધર - પ્રભાસ
તેથી હમણાં જ ૧૯૯૪ મી ગાથાના ઉત્તરાર્ધમાં કહ્યું હતું કે “ન હિ ખાંતરામાં ગુત્તે નમસોલ્વ નીવત્ત' જેમ આકાશ જડભાવમાંથી ચેતનભાવને પામવારૂપ જાત્યન્તર પામતું નથી. તેમ આ જીવમાં પણ ચૈતન્યપણાને બદલે ચૈતન્યરહિતતાને (જડપણાને) પામવા સ્વરૂપ જાત્યન્તર ક્યારેય પણ ક્યાંય પણ થતું નથી. ૧૯૯૭॥
ગણધરવાદ
આ આત્મા “જ્ઞાનસ્વરૂપવાળો” છે એમ કેવી રીતે જાણવું ? આવા પ્રકારનો તમને પ્રશ્ન થાય તો તેનો ઉત્તર આ પ્રમાણે છે -
किह सो नाणसरूवो, नणु पच्चक्खाणुभूइओ नियए । परदेहम्मि वि गज्झो, स पवित्ति - निवित्तिलिंगाओ ॥१९९८ ॥
૫૯૩
(कथं स ज्ञानस्वरूपो ननु प्रत्यक्षानुभूतितो निजके । પવેહેપિ ગ્રાહ્યઃ, સ પ્રવૃત્તિ-નિવૃત્તિત્તિક઼ાત્ ॥)
ગાથાર્થ - તે જીવ જ્ઞાનસ્વરૂપ છે આમ કેવી રીતે જાણવું ? તો પ્રત્યક્ષ અનુભવથી જ પોતાના આત્મામાં આ જ્ઞાનસ્વરૂપતા જણાય છે. તથા પરના આત્મામાં હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ કરવા રૂપ લિંગથી તે જ્ઞાનસ્વરૂપતા જણાય છે. ૧૯૯૮
વિવેચન - આ જીવ જ્ઞાનસ્વરૂપ છે એવું ઉપર કહેવામાં આવ્યું છે. તેથી જેમ પરમાણુ આદિ પુદ્ગલદ્રવ્ય મૂર્તભાવના સ્વરૂપવાળો છે. તેથી તે સ્વરૂપને છોડીને પરમાણુ આદિ દ્રવ્ય ક્યારેય પણ સંભવતાં નથી. તેમ જ્ઞાન એ જીવનું સ્વરૂપ હોવાથી જ્ઞાન વિનાનો જીવ હોતો નથી. આવું જે ઉપરની ૧૯૯૭મી ગાથામાં કહેવામાં આવ્યું છે. ત્યાં શંકા થાય છે કે “આ જીવ જ્ઞાનના સ્વરૂપવાળો છે” આ વાત કેવી રીતે સમજવી ? એવો નિર્ણય કેવી રીતે કરાય કે “જીવ જ્ઞાનાત્મક જ છે ?”
તેનો ઉત્તર એ છે કે “પોતાના શરીરમાં રહેલો પોતાનો આત્મા “જ્ઞાનસ્વરૂપ” છે આ વાત તો પ્રત્યક્ષ અનુભવથી જ જણાય છે. આપણા શરીરમાં કોઈ સોય લગાડે, ચપ્પુ મારે, અગ્નિનો સ્પર્શ કરાવે તો દુઃખનો અનુભવ સ્વયં થાય જ છે. તેવી જ રીતે કોઈ માલીશ કરે, અનુકૂળ પદાર્થનું વિલેપન કરે તો સુખનો અનુભવ પણ પ્રત્યક્ષ થાય જ છે. તથા પ્રશંસા અને નિંદા સાંભળતાં હર્ષ અને પીડા પ્રત્યક્ષ અનુભવાય જ છે. તથા ઈન્દ્રિયોનો વ્યવહાર વિરામ પામે તો પણ તે ઈન્દ્રિયો દ્વારા જોયેલો અર્થ સ્મરણમાં આવે જ છે. તથા ઈન્દ્રિયોનો વ્યાપાર હોય પણ અન્ય-મનસ્કતા હોય ત્યારે તે તે વિષયનો બોધ
થતો નથી. આ બધા ભાવો પ્રત્યક્ષ અનુભવાય જ છે અને “જીવ જ્ઞાનાત્મક છે” તેની નિશાની રૂપ છે.
Page #619
--------------------------------------------------------------------------
________________
પ૯૪
અગિયારમાં ગણધર - પ્રભાસ
ગણધરવાદ
વળી ક્યારે પણ નહીં જોયેલા અને નહીં સાંભળેલા એવા પણ ભાવોની તેવા પ્રકારના ક્ષયોપશમની પટુતાથી ક્યારેક ક્યારેક વ્યાખ્યાનાદિ અવસ્થામાં ચિત્તમાં ફુરણા થઈ આવે છે. આ બધી વાતો સ્વયં દરેકને અનુભવસિદ્ધ છે. તો પણ તમને પ્રશ્ન કેમ થાય છે ? આ એક આશ્ચર્ય છે. તથા તે આત્મા “પરના શરીરમાં પણ જ્ઞાનમય જીવ છે” આવું જાણી શકે છે, શેના આધારે જાણે છે? તો હિતકારી અનુકુળ પ્રસંગોમાં સામેનો જીવ પ્રવૃત્તિ કરતો દેખાય છે અને અહિતકારી પ્રતિકૂળ પ્રવૃત્તિમાં તે જીવ નિવૃત્તિ કરતો દેખાય છે. આ રીતે પ્રવૃત્તિ અને નિવૃત્તિના લિંગથી પરના શરીરમાં પણ જ્ઞાનાત્મક જીવ છે આમ સિદ્ધ થાય છે. ll૧૯૯૮)
ઉપર કહેલી વાતથી જીવ જ્ઞાનાત્મક છે આ સમજાય તેમ છે છતાં “મોક્ષમાં ગયેલો જીવ અજ્ઞાની છે” આ પ્રમાણે મુક્તાત્મામાં અજ્ઞાનિત્વનો આરોપ કરવો તે ઘણી જ વિપર્યાય છે. ઘણી વિપરીત બુદ્ધિ છે. તેનું કારણ સમજાવે છે -
सव्वावरणावगमे सो सुद्धयरो भवेज सूरोव्व । तम्मयभावाभावादण्णाणित्तं न जुत्तं से ॥१९९९॥ (सर्वावरणापगमे स शुद्धतरो भवेत् सूर्य इव । तन्मयभावाभावादज्ञानित्वं न युक्तं तस्य ॥)
ગાથાર્થ - સર્વ આવરણ દૂર થયે છતે તે આત્મા સૂર્યની જેમ વધારે વધારે શુદ્ધતર થાય છે. માટે “મુક્તિમાં જ્ઞાનમયતાનો અભાવ છે” આમ કહીને જે અજ્ઞાનિત્વ કહેવાય છે તે યુક્ત નથી. /૧૯૯૯ll
વિવેચન - સ્પર્શન આદિ ઈન્દ્રિયો વાળા જીવમાં અંશે અંશે આવરણનો ક્ષય થયે છતે તરતમતાવાળા (એટલે કે હીનાધિક અવસ્થાવાળા) જ્ઞાનાદિ ગુણયુક્ત જીવો પ્રત્યક્ષ દેખાય છે. તો પછી જે આત્મા અનિન્દ્રિય છે. એટલે કે શરીરરહિત, ઈન્દ્રિયરહિત અને સર્વ આવરણ રહિત છે. અર્થાત્ જેનાં સર્વે પણ આવરણો ક્ષય થયાં છે તે જીવ તો સર્વાવરણનો ક્ષય થવાથી વધારે ને વધારે શુદ્ધતર થાય છે. અર્થાત્ સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશયુક્ત બને છે. જેમ સમસ્ત વાદળનાં આવરણો દૂર થયે છતે સૂર્ય સંપૂર્ણપણે પ્રકાશમય રૂપે ચમકે છે. તેમ મુક્તાત્મા પણ સર્વ આવરણના ક્ષયથી પરિપૂર્ણ જ્ઞાનવાળાપણે ઝળકે છે.
આ કારણે મુક્તાવસ્થાના કાલે શરીર અને ઈન્દ્રિયોનો અભાવ થવાથી “તન્મયતાનો (એટલે કે મુક્તાત્મામાં જ્ઞાનમયતાનો - પ્રકાશવાળાપણાનો) અભાવ જે તમારા વડે કહેવાય છે અર્થાત્ અજ્ઞાનિત્વનો પ્રશ્ન કરાય છે તે સર્વથા વિરુદ્ધ છે. તમારો આ પ્રશ્ન
Page #620
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
અગિયારમા ગણધર - પ્રભાસ
પ૯૫
જરા પણ યુક્ત નથી. અજ્ઞાનીપણું થવાને બદલે જ્ઞાન ઉપરનાં સર્વે પણ આવરણોનો વિલય થવાથી તે જ્ઞાનાત્મક પ્રકાશ પ્રકર્ષપણાને પામે છે. અર્થાત્ ઉત્કૃષ્ટ જ્ઞાનદશા ખીલે છે. ૧૯૯૯ી.
આમ હોતે છતે વાતનો સાર શું આવ્યો? તે કહે છે - एवं पगासमइओ जीवो, छिद्दावभासयत्ताओ । किंचिम्मेत्तं भासइ, छिद्दावरणप्पईवोव्व ॥२०००॥ सुबहुयरं वियाणइ मुत्तो, सव्वप्पिहाणविगमाओ । अवणीयघरोव्व नरो, विगयावरणप्पईवोव्व ॥२००१॥ ( एवं प्रकाशमयो जीवश्छिद्रावभासकत्वात् । किञ्चिन्मानं भासते छिद्रावरणप्रदीप इव ॥ सुबहुतरं विजानाति, मुक्तः सर्वपिधानविगमात् । अपनीतगृह इव नरो विगतावरणप्रदीप इव ॥)
ગાથાર્થ - આ રીતે જીવ પોતે સ્વયં જ્ઞાનાત્મક છે, પ્રકાશમય જ છે. સંસારી અવસ્થામાં છિદ્રો દ્વારા કિંચિત્માત્ર પ્રકાશ પ્રગટે છે. જેમ છિદ્રોવાળા ઢાંકણયુક્ત દીપક.
જ્યારે મુક્તાવસ્થામાં સર્વ આવરણ દૂર થવાથી અતિશય બહુ (સંપૂર્ણ) જાણે છે. જેમકે ઘરમાંથી બહાર આવેલા પુરુષની જેમ, અથવા ઢાંકણ દૂર કરેલા દીપકની જેમ. ૨૦૦૦-૨૦૦૧//
વિવેચન - જેમ દીપક સ્વયં પોતે પ્રકાશમય છે. જ્યારે તેના ઉપર ઢાંકણ મુકવામાં આવે છે ત્યારે તે દીપક ઢાંકણમાં રહેલાં નાનાં નાનાં છિદ્રો દ્વારા અલ્પ-અલ્પતર પ્રકાશ કરે છે અને તે પ્રકાશ કિંચિત્માત્ર જ (અલ્પ જ) હોય છે. જ્યારે સર્વથા ઢાંકણ લઈ લેવામાં આવે છે ત્યારે તે જ દીપક સંપૂર્ણ પ્રકાશ આપે છે. વળી સૂર્ય જેમ સ્વયં પોતે પ્રકાશાત્મક છે છતાં તેના ઉપર જ્યારે વાદળનું આવરણ આવે છે. ત્યારે તે વાદળોના છિદ્ર દ્વારા અલ્પ પ્રકાશ આપે છે અને જ્યારે વાદળ સંપૂર્ણપણે દૂર થઈ જાય ત્યારે તે જ સૂર્ય સંપૂર્ણ પ્રકાશ આપે છે. તેની જેમ આ આત્મા જ્ઞાનાત્મક પ્રકાશમય જ છે. જ્ઞાનાત્મક-પ્રકાશમયતા એ આત્માનું સહજ-સ્વાભાવિક સ્વરૂપ છે. આ જીવ પ્રકાશમય જ છે. છતાં તેના ઉપર ઢાંકણતુલ્ય અથવા વાદળતુલ્ય જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય
Page #621
--------------------------------------------------------------------------
________________
૫૯૬ અગિયારમાં ગણધર - પ્રભાસ
ગણધરવાદ કર્મરૂપ “આવરણ” છે. તેનાથી જીવનું પ્રકાશાત્મકપણું માત્ર ઢંકાયેલું છે, અવરાયેલું છે. પણ સર્વથા નાશ નથી પામ્યું.
સંસારી અવસ્થામાં છવસ્થ એવો આ જીવ કંઈક જ માત્ર જ્ઞાનપ્રકાશવાળો હોય છે. તેનું આવરણ કંઈક અંશે ક્ષીણ થયું છે અને બહુતર અંશે ક્ષીણ થયું હોતું નથી. આવા પ્રકારના ક્ષીણાક્ષીણ આવરણ વડે ઈન્દ્રિયોરૂપી છિદ્રો દ્વારા કંઈક કંઈક માત્ર જ્ઞાનપ્રકાશ કરે છે. ક્ષયોપશમભાવ હોવાથી અલ્પ-જ્ઞાનપ્રકાશ કરે છે. જેમ છિદ્રોવાળી કટ-કુટટ્યાદિ આવરણો (સાદડી અને દીવાલ રૂપ આવરણો)ની અંદર રહેલો દીપક અલ્પ-પ્રકાશ કરે છે. તેમ આ જીવ પણ જ્ઞાનાવરણીયાદિ આવરણવાળો હોવાથી ક્ષયોપશમભાવ રૂપ છિદ્રો દ્વારા ઈન્દ્રિયોની સહાયથી અલ્પ-પ્રકાશ આપે છે. પરંતુ મુક્ત થયેલો (મોક્ષાવસ્થામાં ગયેલો) જીવ અતિશય ઘણું ઘણું જાણે છે. અર્થાત્ આ સંસારમાં ત્રણે કાળમાં જે કંઈ છે તે સર્વને આ જીવ જાણે છે. કારણ કે સર્વ એવા આવરણરૂપ ઢાંકણ તેનાં ચાલ્યાં ગયાં છે માટે સર્વને જાણે છે.
જેમ ઘરની ચારે બાજુની દીવાલો તથા ઉપરનું છાપરું એ બહારની વસ્તુને જોવામાં ઢાંકણરૂપ હતાં. પરંતુ જે પુરુષ ઘરનાં આ બધાં ઢાંકણને દૂર કરીને ઘરબહાર આવે તેને બહારની તમામ વસ્તુ સ્વયં દેખાય જ છે, તેમ અહીં જીવમાં પણ જાણવું. અથવા દીપક ઉપરનાં કટ-કુઢ્યાદિ (ઝુંપડાની દીવાલ તથા તેના ઉપરની સાદડી રૂ૫) આવરણો દૂર કરાયાં હોય તો તે જ દીપક સ્વયં સર્વત્ર પ્રકાશે છે. તેમ મુક્તિગત આ જીવ આવરણરહિત થયો છતો સ્વયં પરિપૂર્ણપણે પ્રકાશે છે.
જે પ્રકાશક-પદાર્થ છિદ્રવાળા આવરણોથી અંતરિત થયો છતો અલ્પ અલ્પ પ્રકાશ આપે છે તે જ પ્રકાશક પદાર્થ સર્વ પ્રકારનાં આવરણો દૂર થયે છતે અતિશય બહુ જ પ્રકાશ આપે છે. અર્થાત્ સંપૂર્ણ પ્રકાશ આપે છે. પરંતુ તેના પ્રકાશનો અભાવ થતો નથી. એમ મુક્તિગત જીવનાં સર્વ આવરણો વિલય પામેલાં હોવાથી અને પોતે સ્વયં જ્ઞાનમય પ્રકાશાત્મક પદાર્થ હોવાથી સંપૂર્ણપણે પ્રકાશે છે. કેવલ-જ્ઞાનમય હોય છે પણ અજ્ઞાની હોતો નથી.
આ પ્રમાણે ગાથા ૧૯૯૨ માં અમે જે પૂર્વે કહેલું કે “મુન્નસ પરં સવળું TITUTIવી નહીં મુળ" મોક્ષમાં ગયેલા જીવને પરમ સુખ હોય છે. કારણ કે ઉત્કૃષ્ટ જ્ઞાનદશા પ્રગટે છે તથા જન્મ-જરા-મૃત્યુ આદિ આ બાધાઓ (પીડાઓ) નથી માટે. આ વાત બરાબર યુક્તિ-યુક્તપણે સિદ્ધ થાય છે. ll૨૦૦૦-૨૦૦૧)
Page #622
--------------------------------------------------------------------------
________________
અગિયારમા ગણધર - પ્રભાસ
૫૯૭
હજુ પણ પ્રભાસજી મુક્તાત્માને “સુખાભાવ” છે આવું સમજીને પ્રભુને પ્રશ્ન કરે છે पुण्णापुण्णकयाई, जं सुहदुक्खाइं तेण तन्नासे । તનાસાઓ મુત્તો, નિમ્મુહ-તુવશ્ર્વો નહાવામં ૨૦૦૨॥ अहवा निस्सुह - दुक्खो नभं व देहेंदियादभावाओ । आधारो देहोच्चिय, जं सुहदुक्खोवलद्धीणं ॥२००३॥ (पुण्यापुण्यकृते यत्सुखदुःखे तेन तन्नाशे । तन्नाशाद् मुक्तो नि:सुख-दुःखो यथाकाशम् ॥
अथवा निःसुखदुःखो नभ इव देहेन्द्रियाद्यभावात् । आधारो देह एव यत् सुखदुःखोपलब्धीनाम् ॥)
ગણધરવાદ
ગાથાર્થ - સુખ અને દુઃખ એ પુણ્ય અને પાપના ઉદયજન્ય છે. જીવ જ્યારે મોક્ષે
જાય ત્યારે તે પુણ્ય અને પાપનો નાશ થતો હોવાથી સુખ-દુઃખનો પણ નાશ થવાથી આ આત્મા આકાશની જેમ સુખ-દુઃખ વગરનો જ સિદ્ધ થાય છે અથવા દેહ અને ઈન્દ્રિયોનો અભાવ હોવાથી જ આકાશની જેમ આ આત્મા સુખ-દુઃખ વિનાનો જ હોય છે. કારણ કે સુખ અને દુ:ખના અનુભવનો આધાર દેહ જ છે. ૨૦૦૨-૨૦૦૩/
વિવેચન - અત્યાર સુધી મોક્ષના આત્માને જ્ઞાનનો અભાવ છે અર્થાત્ અજ્ઞાનિત્વ છે આવા પ્રકારનો પ્રભાસજીનો જે પ્રશ્ન હતો તેની જ ચર્ચા કરી અને સિદ્ધ કર્યું કે મુક્તાત્માને જ્ઞાનાભાવ નથી પણ અનંત જ્ઞાન છે. આવરણ વિનાના દીપકની જેમ તથા વાદળ વિનાના સૂર્યની જેમ આ વાત પૂર્ણ કરીને હવે બીજી વાત શરૂ કરે છે.
પ્રભાસજી પરમાત્માને પ્રશ્ન કરે છે કે હે ભગવાન્ ! આ જીવને સુખ પુણ્યથી આવે છે અને દુઃખ પાપથી આવે છે. મોક્ષે જતા જીવને પુણ્યનો પણ ક્ષય થાય છે અને પાપનો પણ ક્ષય થાય છે. આ રીતે સુખ અને દુઃખના કારણભૂત એવા પુણ્ય અને પાપકર્મોનો નાશ થયે છતે તેના ફલભૂત એવા સુખ અને દુઃખનો પણ નાશ જ સંભવે છે. તેથી મોક્ષગત આત્માને સુખ અને દુઃખ એમ બન્નેનો અભાવ જ ઘટે છે. અનંત સુખ છે આમ કેમ કહેવાય ?
જેમ આકાશદ્રવ્ય જડ હોવાથી તેને પુણ્ય કે પાપ નથી. તેથી તેને પુણ્ય અને પાપના ફલરૂપ સુખ-દુઃખ પણ નથી. એમ મોક્ષના જીવને પણ પુણ્ય અને પાપ નામના કારણનો
Page #623
--------------------------------------------------------------------------
________________
૫૯૮
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
અભાવ હોવાથી તેના કાર્યરૂપ સુખ અને દુઃખનો પણ અભાવ જ પ્રાપ્ત થાય છે. મુવત્તાત્મા નિઃસુવઃg:, વIRUITમાવા, બાવાવ
અથવા મોક્ષમાં ગયેલા જીવને સુખ અને દુઃખ સંભવતાં નથી. કારણ કે સુખ અને દુઃખના ઉપભોગનાં કારણો શરીર અને ઈન્દ્રિયો છે. તે મોક્ષના જીવને નથી. શરીર અને ઈન્દ્રિયોના અભાવે આ મુક્તાત્માને સુખ-દુઃખનો અભાવ જ છે. “અસૌ મુતાત્મા નિ:સુ9:, ટ્રેનિયમાવત્ નમોવ'' આ રીતે મુક્ત આત્માને સુખ પણ સંભવતું નથી અને દુઃખ પણ સંભવતું નથી. તેમાં દુઃખનો અભાવ તો હે પ્રભુ ! આપને પણ માન્ય છે માટે તે વિષયનો મારો પ્રશ્ન નથી. પરંતુ મોક્ષના જીવને આ રીતે સુખનો પણ અભાવ છે. આ મારો પ્રશ્ન છે. તેથી સિદ્ધ પરમાત્માને પુણ્ય-પાપ ન હોવાથી તથા દેહ અને ઈન્દ્રિયો ન હોવાથી સુખ સંભવતું નથી તો પછી ત્યાં અનંતસુખ છે. આ વાતની શ્રદ્ધા કેમ થાય? /૨૦૦૨-૨૦૦૩
હવે ભગવાન તેનો ઉત્તર આપે છે - पुण्णफलं दुक्खं चिय, कम्मोदयओ फलं व पावस्स । नणु पावफले वि समं पच्चक्खविरोहिआ चेव ॥२००४॥ (पुण्यफलं दुक्खमेव कर्मोदयतः फलमिव पापस्य । ननु पापफलेऽपि समं प्रत्यक्षविरोधिता चैव ॥)
ગાથાર્થ - પાપના ફળની જેમ પુણ્યકર્મનું ફળ પણ કર્મોદયજન્ય હોવાથી દુઃખ જ છે. પ્રશ્ન - પાપના ફળમાં પણ આમ કહેવું શક્ય છે અને પ્રત્યક્ષ વિરોધિતા પણ થાય છે. ર૦૦૪
વિવેચન - મોક્ષે જતા જીવને જેમ પાપકર્મનો ક્ષય થાય છે તેમ પુણ્યકર્મનો પણ ક્ષય જ થાય છે. માટે પાપકર્મના ઉદયજન્ય દુઃખ જેમ હોતું નથી તેમ પુણ્યકર્મ પણ ક્ષય થયેલ હોવાથી તેના ઉદયજન્ય સુખ પણ હોવું જોઈએ નહીં. માટે સિદ્ધભગવાનને “સુખાભાવ” છે આવો જે પ્રશ્ન ઉપરની ૨૦૦૨-૨૦૦૩ ગાથામાં કરવામાં આવ્યો છે તેનો ઉત્તર આપતાં ભગવાન શ્રી મહાવીર સ્વામી પ્રભુ કહે છે કે -
જેમ પાપકર્મના ઉદયથી પ્રાપ્ત થનારું દુઃખ એ દુઃખ છે તેવી જ રીતે પુણ્યકર્મના ઉદયથી પ્રાપ્ત થનારું પાંચ ઈન્દ્રિયોના વિષયભોગરૂપ જે સાંસારિક સુખ છે તે પણ પરમાર્થથી દુઃખ જ છે. ચક્રવર્તીપણાની પદવીની પ્રાપ્તિ જેવું સાંસારિક પુણ્યફળ એ પણ
Page #624
--------------------------------------------------------------------------
________________
પ૯૯
ગણધરવાદ
અગિયારમા ગણધર - પ્રભાસ નિશ્ચયથી દુઃખ જ છે. કારણ કે કર્મોના ઉદયથી પ્રાપ્ત થનારું છે માટે પરાધીન છે. નરકાદિ પાપફળ જેમ કર્માધીન હોવાથી દુઃખરૂપ છે તેમ ચક્રવર્તિત્વ-વાસુદેવત્વ કે રાજ્યપ્રાપ્તિ જેવાં સાંસારિક સુખો પણ કર્મોદયથી આવે છે, એટલે કે પરને આધીન છે. પુદ્ગલને આધીન છે. પરિમિત કાલવાળાં છે. આત્માનું પોતાનું સ્વરૂપ નથી માટે દુઃખમય જ છે.
પ્રશ્ન - જેમ આપશ્રી પુણ્યફળને કર્મોદયજન્ય હોવાથી દુઃખ કહો છો તેવી જ રીતે પાપફળમાં પણ આ ન્યાય તો સમાન જ લાગે. એટલે કે આમ પણ કહી શકાય કે ઉપરોક્ત પાપનું ફળ જે દુઃખરૂપે મનાયું છે તે પણ સુખરૂપ જ છે. કર્મોદયજન્ય હોવાથી પુણ્યફળની જેમ. અર્થાત્ આપશ્રી જેમ આવું સમજાવો છો કે
પુષ્યમિત્તે ટુવમેવ વવયેન ત્િ પાવત્' તેવી જ રીતે આનાથી ઉલટું પણ અનુમાન થઈ શકે છે કે - “પાપ« મુવમેવ વવયનન્યત્વીત્ પુષ7વતું.”
વળી આમ કહેવામાં પ્રત્યક્ષવિરોધ પણ આવે. કારણ કે સ્વયં અનુભવસિદ્ધ જે રીતે સુખ-દુઃખ અનુભવાય છે તેનાથી વિપરીતપણે તમે સમજાવો છે. એટલે કે સંસારમાં સર્વે જીવોને પુણ્યનું ફળ સુખરૂપે જ વેદાય છે અને પાપનું ફળ દુઃખરૂપે જ વેદાય છે. તેને બદલે પુણ્યના ફળને દુઃખ જ છે આમ કહેવું તે પ્રત્યક્ષથી સર્વથા વિરુદ્ધ છે. પુણ્યના ફળનો કોઈ જીવો દુઃખરૂપે અનુભવ કરતા નથી. માટે હે ભગવાન્ ! તમારી આ વાત પ્રત્યક્ષથી વિરુદ્ધ પણ છે. l/૨૦૦૪
ભગવાન શ્રી મહાવીર પ્રભુ ઉત્તર આપે છે કે - जत्तोच्चिय पच्चक्खं, सोम्म ! सुहं नत्थि दुक्खमेवेदं । तप्पडियारविभत्तं, तो पुण्णफलं ति दुक्खंति ॥२००५॥ (यत एव प्रत्यक्षं, सौम्य ! सुखं नास्ति दुःखमेवेदम् । તપ્રતિક્ષારવિમવક્ત, તત: પુણમિતિ ટુડ્ડમતિ )
ગાથાર્થ - હે સૌમ્ય ! જે કારણથી તે પ્રત્યક્ષરૂપે સુખ નથી જ, દુ:ખ રૂપ જ છે. તેથી પુણ્યનું ફળ એ અરતિરૂપ દુઃખના પ્રતિકાર માત્રરૂપ છે. તેથી પરમાર્થે તે દુઃખ જ છે. ૨૦૦પ/
વિવેચન - હે સૌમ્યપ્રકૃતિવાળા પ્રભાસ ! જે કારણથી સાક્ષાત્ અનુભવાતા દુઃખમાં સાચી બુદ્ધિવાળા કોઈને પણ પ્રત્યક્ષપણે સુખ લાગતું નથી. શરીરમાં આગ લાગી હોય ત્યારે કોને સુખનો અનુભવ થાય ? ભૂખની પીડા હોય, ચણ્યું કે છરીના ઘા વાગ્યા હોય,
Page #625
--------------------------------------------------------------------------
________________
૬00
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
તાવ આદિ રોગો શરીરમાં પેદા થયા હોય ત્યારે કોઈ પણ પુરુષને અવિપરીત બુદ્ધિ હોય તો દુઃખનો જ અનુભવ થાય છે. કોઈને પણ સુખનો અનુભવ થતો નથી. કોઈપણ જીવ પાપફળના ઉદયકાલે ભાગાભાગ જ કરે છે, ચીસો પાડે છે, રડે છે. માટે પાપફળ એ તો પ્રત્યક્ષ દુઃખ જ છે. તેથી તમે જે બીજું અનુમાન કરીને અમારી સામે એમ કહ્યું હતું કે આવું તો બોલતાં અમને પણ આવડે છે. અમે પણ આવું કહી શકીએ છીએ કે “પપપત્ન અશ્વમેવ યેનન્યત્વત્ પુર્નિવ” પણ તમારી આ વાત સર્વથા ખોટી છે. પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. કારણ કે પાપનું ફળ તો કોઈને પણ સુખરૂપે અનુભવાતું નથી.
તથા આ સંસારચક્રમાં પુષ્પમાલા-ચંદન અને સ્ત્રી આદિ ભોગસામગ્રીના સંયોગાદિથી ઉત્પન્ન થયેલું જે કંઈ પણ સુખ દેખાય છે તે પણ પરમાર્થથી દુઃખ જ છે. ફક્ત અંગના (સ્ત્રી) આદિનો સંભોગ કરવારૂપી વિષયસુખ ભોગવવાની જે ઉત્સુકતારૂપી અરતિઆત્મક દુઃખ છે તેનો પ્રતિકાર માત્ર કરનારી (થોડો કાલ ઉત્સુકતાને અટકાવનારી) આ સંભોગાદિની ક્રિયા છે. તે ખરેખર દુઃખાત્મક હોવા છતાં પણ મૂઢ માણસો (મોહાધ માણસો) વડે તેને સુખરૂપે કલ્પાયેલ છે. જેમ ખસના રોગવાળાને ખણજ ઉપડે તે દુઃખરૂપ છે. છતાં તે ઉત્સુકતાને રોકનારી ખણવાની ક્રિયાને મૂઢ માણસો સુખ માને છે. હકીકતથી તો ખણવાની ક્રિયા કરવાથી ખસનો રોગ મટતો નથી પણ ખસનો રોગ વધે છે. ફક્ત તે કાલે ઉપડેલી ખણજને આ ક્રિયા પ્રતિકાર માત્ર કરવા સ્વરૂપ છે. પણ રોગ મટાડનાર નથી, બલ્ક રોગ વધારનાર છે. માટે ખણજ ખણવી એ પરમાર્થે દુઃખ જ છે. તેવી રીતે ભોગજન્ય સુખ એ ભોગોની પિપાસાને વધારનાર છે. માત્ર તે કાલે ઉત્પન્ન થયેલી ઉત્સુકતાને મટાડનાર છે. પણ વાસ્તવિકપણે ભોગની ભૂખને મટાડનાર નથી પણ વધારનાર છે માટે દુઃખરૂપ જ છે.
- પાપના ઉદયથી આવનાર શૂલારોપણ (શૈલી ઉપર ચઢવું), શૂલ (કાંટો વાગવો), શિરોબાધાદિ વ્યાધિ (માથું દુઃખવું વગેરે રોગો), બંધ (કારાવાસાદિમાં બંધાવું), વધાદિ (માર ખાવી અથવા આપણો વધ થાય ઈત્યાદિ)થી ઉત્પન્ન થયેલું દુઃખ તો દુઃખ છે જ. આ વાત જગતમાં અનુભવસિદ્ધ છે. આ રીતે પુણ્યોદયથી જન્ય હોય કે પાપોદયથી જન્ય હોય પણ આખરે સર્વે ભાવો કર્મની પરતંત્રતાવાળા છે, પરાધીનતાને વધારનારા છે, અનેક ઉપાધિઓવાળા છે, દુઃખની જ પરંપરા લાવનારા છે. તેથી પરમાર્થે બને દુઃખરૂપ જ છે. મોહાલ્વ જીવોએ પુણ્યફળને ભલે સુખ કપ્યું હોય પરંતુ વાસ્તવિકપણે તે સુખ પણ ભોગોની પિપાસા વધારતું હોવાથી, તથા તેની પ્રાપ્તિમાં અને સંરક્ષણમાં અનેક ઉપાધિઓ વધારતું હોવાથી અને પરવશતા હોવાથી તે દુઃખરૂપ જ છે.
Page #626
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ અગિયારમા ગણધર - પ્રભાસ
૬૦૧ પ્રશ્ન - હે ભગવાન્ ! રમણીની સાથેના સંભોગનું સુખ, ચક્રવર્તી જેવી મોટી પદવીની પ્રાપ્તિનું સુખ, આવાં આવાં સાંસારિક અનેક સુખો સુખરૂપે સર્વ લોકોને સ્વયં અનુભવાય છે. આ બાબતમાં સર્વ લોકો સાક્ષી છે. લોકો તેની પ્રાપ્તિ માટે સતત પ્રયત્ન કરે છે. તેવાં વિષયસુખોને “તમે દુઃખ જ છે” આવું જે કહો છો ત્યાં આવું કહેતા તમને “પ્રત્યક્ષ વિરોધ” આવશે. કારણ કે આપ આ સુખોને દુઃખ કહો છો અને સર્વ લોકો તેને સુખ માને છે. તેના માટે જ સતત પ્રયત્ન કરે છે. માટે તમારી વાતનો પ્રત્યક્ષ વિરોધ આવશે ?
ઉત્તર - તમારો આ પ્રશ્ન અયુક્ત જ છે. વિષયસુખોમાં જે સુખબુદ્ધિ છે તે મોહમાં મૂઢ બનેલા જીવોને જ સુખ દેખાય છે. હકીકતમાં સુખ નથી. પરંતુ મોહાશ્વેતાના કારણે તે વિષયસુખો ભોગવવાની જે ઉત્સુકતા છે તેનાથી ઉત્પન્ન થયેલી જે અરતિ (આકુલવ્યાકુલતા-ઉદ્વેગ) રૂપ જે દુઃખ છે તેનો માત્ર પ્રતિકાર કરનારું જ આ વિષયસુખ છે. મોહાલ્વ જીવોને દુઃખમાં પણ સુખાભાસ થાય છે. જેમ ખસના રોગવાળાને ખણજ સુખકારી લાગે છે પણ તે સુખ છે નહીં તથા અપથ્ય આહારનો ઉપભોગ કરતાં સ્વાદની આધીનતાના કારણે સુખ લાગે છે પરંતુ અપથ્ય આહાર હોવાથી પરિણામે દુઃખ આપનાર જ બને છે તેમ આ વિષયસુખ પણ દુઃખરૂપ જ છે આમ જાણવું. શાસ્ત્રોમાં કહ્યું છે કે -
नग्नः प्रेत इवाविष्टः, क्वणन्तीमुपगृह्य ताम् । गाढायासितसर्वाङ्गः, स सुखी रमते किल ॥१॥ औत्सुक्यमात्रमवसादयति प्रतिष्ठा, क्लिश्नाति लब्धपरिपालनवृत्तिरेव । नातिश्रमापगमनाय यथा श्रमाय, राज्यं स्वहस्तगतदण्डमिवातपत्रम् ॥२॥ भुक्ताः श्रियः सकलकामदुधास्ततः, किं संप्रीणिताः प्रणयिनः स्वधनैस्ततः किम् । दत्तं पदं शिरसि विद्विषतां ततः किं, कल्पं स्थितं तनुभृतां तनुभिस्ततः किम् ? ॥३॥ इत्थं न किञ्चिदपि साधनसाध्यजातं, स्वप्नेन्द्रजालसदृशं परमार्थशून्यम् । अत्यन्तनिर्वृतिकरं यदपेतबाधं, तद् ब्रह्म वाञ्छत जनाः ! यदि चेतनाऽस्ति ॥४॥
અર્થ - મંદ મંદ અવાજ કરતી એવી તે સ્ત્રીને આલિંગન કરીને ગાઢપણે આયાસિત કરાયાં છે સર્વ અંગો જેના વડે એવો તે પુરુષ પોતાની જાતને સુખી માનતો જાણે ભૂતે પ્રવેશ કર્યો હોય તેમ નગ્ન થઈને ભોગક્રિીડા કરે છે. ll૧
રાજા ન બન્યા હોઈએ ત્યાં સુધી રાજા બનવાની જે ઉત્સુકતા છે તે ઉત્સુકતાને જ માત્ર રાજ્યપ્રાપ્તિ દૂર કરે છે. પછી તો પ્રાપ્ત થયેલા રાજ્યના પરિપાલનની ચિંતા જ
Page #627
--------------------------------------------------------------------------
________________
૬૦૨
અગિયારમાં ગણધર - પ્રભાસ
ગણધરવાદ
જીવને દુઃખી દુઃખી કરે છે. જે છત્રનો દાંડો હાથમાં પકડી રાખવો પડે તે છત્ર જેમ પરિશ્રમ માટે જ થાય છે તેમ રાજ્ય પણ પરિશ્રમ માટે જ છે. પરિશ્રમ દૂર કરવા માટે તે રાજ્ય સમર્થ થતું નથી. કેરા
સર્વ ઈચ્છાઓ પૂરી પાડનારી લક્ષ્મી ભોગવી, તેથી શું ? પોતાના ધન વડે સ્વજનોને ખુશ ખુશ કર્યા, તેથી પણ શું? શત્રુઓના માથા ઉપર પગ મુક્યો, તેથી પણ શું ? શરીરધારી જીવોને આ શરીર વડે કલ્પ સુધી રહેવાય, તેથી પણ શું ?
આ રીતે સાંસારિક સાધન-સાધ્યનો સમૂહ કંઈપણ લાભદાયી નથી. સ્વપ્નતુલ્ય અથવા ઈન્દ્રજાલતુલ્ય છે. પરમાર્થથી મિથ્યા છે. તે મનુષ્યો ! જો તમારામાં કંઈ પણ ચેતના (ડહાપણ) હોય તો અતિશય શાન્તિને કરનારા અને કોઈપણ જાતની પીડા વિનાના બ્રહ્મમાત્રને (આત્મજ્ઞાનને) જ સ્વીકારો. ૩-૪
ઈત્યાદિ શ્લોકો વડે આધ્યાત્મિક મહાત્માઓએ પુણ્યફળને પણ દુઃખ જ કહ્યું છે. તે પરમાર્થથી દુઃખ જ છે. તેમાં સુખનો ભ્રમમાત્ર જ છે. તેથી પુણ્યનું ફળ પણ તાત્ત્વિકપણે દુઃખ જ છે. ર૦૦પી
પુણ્યનું ફળ પણ દુઃખ જ છે આ વાત દેઢ કરે છે - विसयसुहं दुक्खं चिय, दुक्खपडियारओ तिगिच्छ व्व । तं सुहमुवयाराओ, न उवयारो विणा तच्चं ॥२००६॥ (विषयसुखं दुःखमेव, दुःखप्रतिकारतश्चिकित्सेव । तत्सुखमुपचाराद् नोपचारो विना तथ्यम् ॥)
ગાથાર્થ - પાંચ ઈન્દ્રિયોના વિષયનું જે સુખ છે તે પરમાર્થથી દુઃખ જ છે. માત્ર દુ:ખના પ્રતિકારરૂપ છે. ચિકિત્સાની જેમ. તેમાં જે સુખબુદ્ધિ છે તે ઉપચારમાત્રથી જ છે અને ઉપચાર તથ્ય સુખ વિના થતો નથી. માટે તથ્ય સુખ કોઈક બીજું છે.) I/૨૦૦૬/l
વિવેચન - ઉપર કરેલી વિસ્તૃત ચર્ચા પ્રમાણે પાંચ ઈન્દ્રિયોના વિષયોના ઉપભોગાત્મક જે સુખ મોહાલ્વ જીવોને લાગે છે તે ખરેખર પરમાર્થથી તો દુઃખ જ છે. માત્ર તે કાલે ઉત્પન્ન થયેલી ઉત્સુકતારૂપ અરતિના (ઉગના) દુઃખનો જ પ્રતિકાર કરનાર છે. વાસ્તવિકપણે દુઃખ મટાડનાર નથી, પરંતુ ભોગની ભૂખ, પરાધીનતા અને અનેક ઉપાધિઓને વધારનારું
Page #628
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
અગિયારમાં ગણધર - પ્રભાસ
૬૦૩
આ વિષયસુખ છે. જેમ ખસના રોગીને ખણજ પ્રારંભમાં સુખકારી લાગે પરંતુ ખણજ ખણવી તે રોગ મટાડનાર નથી પણ રોગ વધારનાર છે તેમ અહીં સમજવું.
આ ભોગસુખોમાં દુઃખ હોવા છતાં માત્ર અરતિને જ ટાળનાર છે. એથી સુખપણા”નો ઉપચાર કરાયો છે અને કોઈપણ ઉપચાર જે કરાય છે તે અન્યત્ર સાચી વસ્તુ હોય તો જ થાય છે. સાચી વસ્તુ વિના ઉપચાર થતો નથી. જેમ જગતમાં સાચો સિંહ અરણ્યમાં છે તો જ તેની બહાદુરીનો ગુણ જેમાં હોય છે તેવા પુરુષમાં સિંહનો ઉપચાર કરાય છે. સાચો સાપ છે તો જ ક્રોધી માણસમાં સાપનો ઉપચાર કરાય છે. બુદ્ધિ વિનાનો સાચો ગધેડો છે તો જ બુદ્ધિહીન પુરુષમાં ગધેડાનો ઉપચાર કરાય છે. તેમ આત્માના ગુણોની રમણતાનો જે આનંદ છે. તે રૂપ સાચું સુખ અન્યત્ર છે તો જ ભોગસુખોમાં સુખપણાનો ઉપચાર કરાય છે. તથ્ય વિના ઉપચાર થતો નથી. ૨૦૦૬ll
तम्हा जं मुत्तसुहं, तं तच्चं दुक्खसंखएऽवस्सं । मुणिणोऽणाबाहस्स व णिप्पडियारप्पसूईओ ॥२००७॥ (तस्माद् यद् मुक्तसुखं, तत्तथ्यं दुःखसंक्षयेऽवश्यम् । મુનેનાવાયચ્ચેવ, નિષ્પતિવIRપ્રસૂતે !)
ગાથાર્થ - તેથી જે મુક્ત આત્માનું સુખ છે તે જ સાચું સુખ છે. કારણ કે સર્વ દુ:ખોનો ક્ષય થયે છતે નિપ્રતિકાર રૂપે પ્રસૂતિ થતી હોવાથી આબાધા વિનાના મુનિની જેમ તે અવશ્ય સુખ છે. ૨૦૦૭ll
વિવેચન - સંસારમાં પુણ્ય કે પાપના ફળસ્વરૂપે જે કંઈ છે તે સર્વે પણ દુઃખ જ છે. પુણ્યના ફળમાં જે સુખનો વ્યવહાર થાય છે તે ઉપચાર છે અને જો તથ્થસુખ અન્યત્ર હોય તો જ ઉપચાર કરાય છે. તેથી મુક્તિમાં આત્માના પોતાના ગુણોના આનંદરૂપ જે સુખ છે. તે જ તથ્ય સુખ છે અર્થાત્ સાચું સુખ છે. ઉપચાર વિનાનું સુખ છે. કારણ કે ઉપચાર વિનાનું જો સાચું સુખ જગતમાં હોય તો જ બીજા સ્થાને તેનો ઉપચાર કરાય છે. સાચા સુખ વિના સુખનો ઉપચાર થાય નહીં.
પ્રશ્ન - મોક્ષનું સુખ એ સાચું સુખ છે એમ કેમ કહો છો ?
ઉત્તર - મોક્ષનું સુખ એ સ્વાભાવિક સુખ છે. પોતાના ગુણોના આનંદનું સુખ છે. તે સુખ ઉત્સુકતાજન્ય અરતિના પ્રતિકારરૂપે ઉત્પન્ન થયેલું નથી. પરંતુ નિષ્પતિકારરૂપે તેની ઉત્પત્તિ થયેલી છે.
Page #629
--------------------------------------------------------------------------
________________
૬૦૪
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ પ્રશ્ન - આ નિરુપચિત સુખ ક્યારે ઉત્પન્ન થાય છે? અને કેવી રીતે ઉત્પન્ન થાય
ઉત્તર - પુણ્ય અને પાપ એમ ઉભયપ્રકારના કર્મોનો અને તે કર્મોથી જન્ય દુઃખોનો સંપૂર્ણ ક્ષય થયે છતે આ સુખ અવશ્ય ઉત્પન્ન થાય છે. સંસારિક સર્વે પુણ્યફળ પણ દુઃખ જ છે. આ વાત પૂર્વે સમજાવેલી છે. તેથી પાપફળ તથા તેનાથી ઈતર એવું જે પુણ્યફળ એમ બન્ને પ્રકારના કર્મોનું જે કોઈ ફળ છે તે સર્વે દુઃખ જ છે. દુઃખ સિવાય કંઈ છે જ નહીં. તે બન્ને પ્રકારનાં કર્મોના ઉદયથી થયેલ (સુખ-દુઃખ આત્મક) જે કોઈ દુઃખ છે તે મુક્તાત્માને સર્વથા ક્ષીણ થયેલું છે. તેથી સાંસારિક સર્વ પ્રકારના (સુખ-દુઃખાત્મક) દુઃખનો ક્ષય થયે છતે નિષ્પતિકારાત્મક અને નિરુપમ એવું સ્વાભાવિક અનંતગુણોની રમણતાવાળું સુખ મુક્તાત્માને ઉત્પન્ન થાય છે. તે જ વાસ્તવિક સાચું સુખ છે.
પ્રશ્ન - ગુણોની રમણતાનું જે સુખ છે તે જ સાચું સુખ છે. આ વાત સમજાવવા માટે એક ઉદાહરણ આપો. કોની જેમ આ સાચું સુખ છે ?
ઉત્તર - વિશિષ્ટ આત્મદશાના જ્ઞાનવાળા અને મોહના ઉદયજન્ય પીડા વિનાના મુનિની જેમ મુક્તાત્માનું જે સુખ છે તે સાચું સુખ છે. મોહના વિકારો વિનાના મુનિને પોતાની જ્ઞાનદશામાં લયલીનતાનો જે આનંદ છે તે અનુપમ અને અવાચ્ય છે. તથા સ્વયં અનુભવયોગ્ય છે. આ આનંદ એવો છે કે જે માણે તે જ જાણે. પ્રશમરતિ નામના ગ્રંથમાં પૂજ્ય ઉમાસ્વાતિજી મહારાજશ્રીએ કહ્યું છે કે -
निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् ॥२३८॥
અર્થ - જે મહાત્માઓએ અહંકાર અને કામવિકારને જીત્યા છે, મન-વચન અને કાયામાં મોહના વિકારો વિનાના છે તથા અટકી ગઈ છે પરની આશા જેઓને તેવા ઉત્તમ આત્માઓને અહીં જ મોક્ષ છે. (કારણ કે કોઈ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવનો પ્રતિબંધ તે મહાત્માઓને નથી માટે અહીં જ મોક્ષ છે.) li૨૦૦૭ll
અથવા બીજી રીતે પણ મોક્ષના જીવોને જ સાચું સુખ છે આ વાત સમજાવતાં પરમાત્માશ્રી કહે છે .
जह वा नाणमओऽयं जीवो नाणोवघाइ चावरणं ।। करणमणुग्गहकारि, सव्वावरणक्खए सुद्धी ॥२००८॥
Page #630
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
૬૦૫
અગિયારમા ગણધર - પ્રભાસ तह सोक्खमओ जीवो, पावं तस्सोवघाइयं नेयं । पुण्णमणुग्गहकारिं, सोक्खं सव्वक्खए सयलं ॥२००९॥ (यथा वा ज्ञानमयोऽयं जीवो ज्ञानोपघाति चावरणम् । करणमनग्रहकारि सर्वावरणक्षये शद्धिः ॥ तथा सौख्यमयो जीवः, पापं तस्यौपघातिकं ज्ञेयम् । पुण्यमनुग्रहकारि, सौख्यं सर्वक्षये सकलम् ॥)
ગાથાર્થ - અથવા જેમ આ જીવ અનંત જ્ઞાનમય છે. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનનો ઉપઘાત કરનારું છે. ઈન્દ્રિયો જ્ઞાનને અનુગ્રહ કરનારી છે. સર્વ આવરણોનો ક્ષય થયે છતે જ્ઞાનની શુદ્ધિ (નિર્મળતા) પ્રગટ થાય છે. તેમ આ જીવ સુખમય છે. પાપકર્મ તેને ઉપઘાત કરનારું છે. પુણ્યકર્મ તેને અનુગ્રહ કરનારું છે. સર્વકર્મનો ક્ષય થયે છતે સંપૂર્ણ એવું સુખ પ્રગટ થાય છે. /ર૦૦૮-૨૦૦૯
વિવેચન - આ જીવ પોતાના શુદ્ધ સ્વરૂપે સ્ફટિકના ગોળાની જેમ અનંત જ્ઞાનમય છે. મતિજ્ઞાનાવરણ-શ્રુતજ્ઞાનાવરણ વગેરે કર્મો તે અનંતજ્ઞાનમયતાના ઉપઘાતક તત્ત્વો છે. સ્પર્શનેન્દ્રિય વગેરે પાંચે ઈન્દ્રિયો તે જ્ઞાનના સાધનભૂત છે. જેમ સૂર્યના પ્રકાશને આવરણ કરનારા મેઘ-પટલમાં રહેલાં છિદ્રો પ્રકાશ આપવામાં ઉપકારક છે. તેમ ઈન્દ્રિયો જ્ઞાનપ્રાપ્તિમાં ઉપકારક છે. તથા સર્વ આવરણોનો ક્ષય થયે છતે સંપૂર્ણપણે વસ્તુનો અવભાસ થવારૂપે જ્ઞાનદશાની શુદ્ધિ (નિર્મળતા) થાય છે. તેવી જ રીતે મોક્ષના સુખમાં પણ યોજના કરવી.
ઉપર કહ્યા પ્રમાણે આ જીવ પોતાના સ્વરૂપથી જ સ્વાભાવિક એવા (કોઈપણ પરદ્રવ્યની અપેક્ષા વિના) અનંત સુખમય છે. તે સુખનો ઉપઘાત કરનારું કર્મ પાપકર્મ જાણવું. અનુત્તરવાસી દેવનો ભવ આપવા સુધીના સુખફળવાળું જે કોઈ પુણ્યકર્મ છે તે સ્વાભાવિકસુખને અનુગ્રહ કરનારું છે. તેથી જ્યારે સર્વ આવરણો દૂર થાય ત્યારે જેમ ઉત્કૃષ્ટજ્ઞાન પ્રગટે છે તેની જેમ સમસ્ત એવા પુણ્યકર્મ અને પાપકર્મોનો નાશ થયે છતે સંપૂર્ણ એવું નિરુપચરિત અને નિરુપમ એવું સ્વાભાવિક અનંતસુખ સિદ્ધના જીવને પ્રગટ થાય છે.
(૧) જીવ જેમ અનંતજ્ઞાનમય છે, તેમ અનંતસુખમય પણ છે. (૨) જ્ઞાનગુણ એ જીવનું જેમ સ્વરૂપ છે, તેમ અનંતસુખ એ જીવનું સ્વરૂપ છે. (૩) આવરણીયકર્મ જ્ઞાનનું જેમ ઉપઘાતક છે, તેમ પાપકર્મ સુખનું ઉપઘાતક છે.
Page #631
--------------------------------------------------------------------------
________________
૬૦૬
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
(૪) ઈન્દ્રિયો જ્ઞાનની ઉપકારક છે, તેમ પુણ્યકર્મ સુખનું ઉપકારક છે.
(૫) સર્વાવરણના ક્ષયે પૂર્ણજ્ઞાન પ્રગટે છે, તેમ પુણ્ય-પાપકર્મના ક્ષયે અનંતસુખ પ્રગટે છે. ll૨૦૦૮-૨૦૦૯
અથવા બીજી રીતે પણ મોક્ષના જીવને સુખનો સંભવ સમજાવે છે - जह वा कम्मक्खयओ, सो सिद्धत्ताइपरिणइं लभइ । तह संसाराईयं पावइ तत्तोच्चिय सुहं ति ॥२०१०॥ ( यथा वा कर्मक्षयतः, स सिद्धत्वादिपरिणतिं लभते । तथा संसारातीतं, प्राप्नोति तत एव सुखमिति ॥)
ગાથાર્થ - અથવા તો તે જીવ જેમ કર્મના ક્ષયથી સિદ્ધત્વ વગેરે (સિદ્ધત્વ-અમૂર્તત્વઅશરીરિત્વ) પરિણતિને પામે છે તેમ તે કારણથી જ (કર્મોના ક્ષયથી જ) સંસારાતીત એવા અનંત સુખને પ્રાપ્ત કરે છે. /ર૦૧૭ll
વિવેચન - અથવા મોક્ષે જતા જીવનાં સર્વે પણ કર્મો ક્ષય થાય છે તેનાથી જેમ તે સંસારિત અવસ્થાનો નાશ કરીને સિદ્ધત્વ પર્યાયને પામે છે તથા શરીરધારીના કારણે જે મૂર્તિત્વ હતું તેને છોડીને અમૂર્તિત્વને પામે છે. સશરીરી અવસ્થાને ત્યજીને અશરીરી અવસ્થાને જેમ પામે છે તેમ કર્મોના ક્ષયથી જ પુણ્ય-પાપજન્ય સુખ-દુઃખાત્મક દુઃખને ત્યજીને સ્વાભાવિક એવું તથા સંસારથી અતીત અને વિષયસુખથી વિલક્ષણ એવું પોતાના આત્માના ગુણોનું નિરૂપમ અને સાચું અનંત સુખ પામે છે.
આ પ્રમાણે ઉપરોક્ત ચર્ચાથી મુક્તાત્મા અનંતસુખમય હોવાથી “તમે જે પૂર્વે કહેલું કે પુણ્ય-પાપકર્મોનો ક્ષય થયેલ હોવાથી સુખનાં કારણો (જે પુણ્યકર્મ તે) ન હોવાથી મુક્તાત્મા આકાશની જેમ સુખ-દુઃખ વિનાનો છે” આવી તમારી પૂર્વે કરેલી વાત ખંડિત થાય છે. કારણ કે “RUTTમાવા” આવો જે હેતુ તમે કહેલો છે તે તમારો હેતુ અસિદ્ધ છે, ખોટો છે, પક્ષવૃત્તિ નથી.
તમે પુણ્યકર્મને સુખનું કારણ સમજો છો. પરંતુ પુણ્યકર્મ એ પણ સોનાની બંડીતુલ્ય હોવાથી સુખનું સાધન નથી, પણ દુઃખનું જ સાધન છે. સકલ કર્મનો ક્ષય એ જ સાચું સુખનું કારણ છે અને તે કારણ મોક્ષના જીવમાં વિદ્યમાન છે, તેથી શરVITમાવત્ હેતુ સિદ્ધમાં ઘટતો નથી. સકલ કર્મોના ક્ષયના લક્ષણવાળું સુખનું કારણ ત્યાં વિદ્યમાન હોવાથી તજ્જન્ય સિદ્ધ પરમાત્માને અનંત સુખ અવશ્ય છે અને તે પણ સકારણ છે. માટે કારણાભાવ હેતુ ત્યાં ઘટતો નથી. ૨૦૧૦ll
Page #632
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
અગિયારમા ગણધર - પ્રભાસ
૬૦૭ વળી તમે ગાથા ૨૦૦૩ ના ઉત્તરાર્ધમાં એમ જે કહ્યું કે “આથા વેહોય = સુદર્ભોવનદ્ધ'' સુખ અને દુઃખના સંવેદનનો આધાર શરીર જ છે અને તે શરીર સિદ્ધના જીવને નથી, માટે સિદ્ધના જીવને સુખ-દુઃખ નથી. આ તમારી દલીલ પણ બરાબર નથી. તે સમજાવતાં ભગવાન કહે છે કે -
सायाऽसायं दुक्खं, तव्विरहम्मि य सुहं जओ तेणं । देहिदिएसु दुक्खं, सोक्खं देहिंदियाभावे ॥२०११॥ (સીતાડસાત સુદ્ધ, ત િર થતત્તેન I. देहेन्द्रियेषु दुःखं, सौख्यं देहेन्द्रियाभावे ॥)
ગાથાર્થ - જે કારણથી સાતા અને અસાતા એમ બન્ને દુ:ખ છે. તે કારણથી તેના વિરહમાં જ સુખ છે, તેથી દેહ અને ઈન્દ્રિયો હોતે છતે દુઃખ જ હોય છે અને દેહ તથા ઈન્દ્રિયોનો અભાવ હોતે છતે જ સુખ હોય છે. /૨૦૧૧//
વિવેચન - પૂર્વે સમજાવ્યા પ્રમાણે જે પુણ્યકર્મનું ફલ સંસારસુખ છે કે જે લોકવ્યવહારથી સુખ તરીકે પ્રસિદ્ધ છે. તે સઘળુંય પરાધીનતાવાળું હોવાથી આત્મગુણોના આનંદનું આવારક હોવાથી પરમાર્થથી દુઃખ જ છે. આ વાત હમણાં જ સમજાવી છે. તથા અસાતા તો પાપકર્મના ફલસ્વરૂપ હોવાથી નિર્વિવાદપણે (નક્કી) દુઃખ જ છે. આમ હોતે છતે સંસારમાં જે કંઈ સુખદુઃખ છે તે બધું દુઃખ જ છે. કારણ કે સંસારમાં કાં તો પુણ્યફળ હોય છે અથવા તો પાપફળ હોય છે. જ્ઞાનીની દૃષ્ટિએ તો આ બન્ને પણ દુઃખરૂપ જ છે. તે બન્નેમાંથી કોઈ સુખરૂપ નથી. કારણ કે સુખ કે દુઃખ એમ બન્ને ઉપાધિઓથી ભરેલ છે.
જીવને તે સર્વકર્માનો ક્ષય થયેલો છે. તેથી પુણ્યકર્મ અને પાપકર્મનો ક્ષય થવાથી બન્ને કર્મજન્ય દુઃખનો પણ સર્વથા નાશ થયો છે. આ રીતે સિદ્ધપરમાત્માના જીવને પુણ્ય-પાપકર્મો પણ નથી. અને તન્ય સુખ-દુઃખાત્મક દુઃખ પણ નથી. તેથી તેના વિરહમાં સ્વાભાવિક-નિરુપમ-ગુણોના આનંદસ્વરૂપ અનંતસુખ છે. આ વાત યુક્તિથી આપોઆપ સિદ્ધ થઈ જ જાય છે. તેથી સમજાઈ જાય તેમ છે કે દેહ અને ઈન્દ્રિયો એ યથોક્તસ્વરૂપવાળા (પુણ્યપાપકર્મોદયજન્ય) દુઃખના જ આધારભૂત છે. સુખના આધારભૂત નથી અને દુઃખના આધારભૂત એવાં શરીર અને ઈન્દ્રિયો સંસારી જીવોને જ હોય છે. માટે સંસારી જીવો સદાકાલ દુઃખી જ છે.
સાચું સુખ તો દેહ અને ઈન્દ્રિયોના અભાવમાં જ છે અને તે સુખ સિદ્ધપરમાત્માને
Page #633
--------------------------------------------------------------------------
________________
૬૦૮
અગિયારમાં ગણધર - પ્રભાસ
ગણધરવાદ
જ હોય છે. કારણ કે પુણ્ય-પાપ કર્મ તથા પુણ્ય-પાપના ઉદયજન્ય સર્વ સુખ અને દુઃખ તેઓનાં ક્ષીણ થયેલાં છે. માટે આવા પ્રકારના દેહ અને ઈન્દ્રિયના અભાવવાળા સિદ્ધ પરમાત્માને જ સ્વાભાવિક નિરુપમ અનંત સુખ યુક્તિસિદ્ધ છે. ll૨૦૧૧|
અથવા મુક્તદશામાં દેહ અને ઈન્દ્રિયો ન હોવાથી “સુખાભાવ” છે આવો તમારા વડે જે દોષ આપવામાં આવ્યો છે તે દોષ તેને લાગે છે કે જે મોહાલ્વ જીવ વિષયસુખને જ સુખ માને છે. આત્માના ગુણોના આનંદરૂપ સ્વાભાવિક સુખને નથી સમજતો, તેને જ આ દોષ લાગે છે. અમે (જૈનો) તો સ્વાભાવિક સુખને જ પરમસુખ માનીએ છીએ. માટે અમને આ દોષ લાગતો નથી. આ વાત સમજાવતાં કહે છે કે
जो वा देहिंदियजं सुहमिच्छइ तं पडुच्च दोसोऽयं । संसाराईयमिदं धम्मंतरमेव सिद्धिसुहं ॥२०१२॥ (यो वा देहेन्द्रियजं सुखमिच्छति तं प्रतीत्य दोषोऽयम् । संसारातीतमिदं धर्मान्तरमेव सिद्धिसुखम् ॥)
ગાથાર્થ - અથવા જે મોહાન્ય જીવ દેહ અને ઈન્દ્રિયજન્ય સુખને જ સુખ માને છે તેને જ આશ્રયીને આ દોષ લાગે છે. અમે તો મોક્ષમાં સંસારથી અતીત એવું અને ધર્માન્તરાવસ્થાવાળું જે સુખ છે તેને જ સુખ માનીએ છીએ. એટલે અમને આ દોષ આવતો નથી. /૨૦૧૨
- વિવેચન - અથવા જે કોઈ મોહબ્ધ જીવ છે. સંસારના સુખમાં જ આનંદ પામનાર છે. પરમાર્થ તત્ત્વને નહીં જોનારો જીવ છે. અને પાંચ ઈન્દ્રિયોના વિષયસુખમાં જ માત્ર આસક્ત છે. તે જીવ દેહ અને ઈન્દ્રિયજન્ય સુખને જ સુખ માને છે. સિદ્ધિ-સુખને સુખ સમજતો જ નથી. કારણ કે તે જીવ ભોગાભિલાષક હોવાથી તેના વડે આવા પ્રકારનું યોગદશાનું સુખ સ્વપ્નમાં પણ જોવાયું જ નથી. તેવા જીવને જ સંસારદશાથી વિપરીત એવો મોક્ષ અને મોક્ષનું સુખ સિદ્ધ કરાયે છતે આ દોષ આવે છે. કારણ કે તેઓનું જ એવું માનવું છે કે “મુક્ત આત્મા સુખ વિનાનો છે. કારણ કે તેને દેહ અને ઈન્દ્રિયો નથી” અમને (જૈનોને) આ દોષ આવતો નથી. કારણ કે અમે તો દેહ અને ઈન્દ્રિયોને સુખનું સાધન માન્યું જ નથી કે જેથી દેહ-ઈન્દ્રિયો ન હોવાથી સુખ ન હોય.
અમે તો દેહ-ઈન્દ્રિયો હોય ત્યાં દુઃખ જ હોય છે અને જ્યાં દેહ તથા ઈન્દ્રિયો ન હોય ત્યાં જ સંસારથી અતીત એવું તથા પુણ્ય અને પાપના ફલભૂત એવા સુખ-દુઃખથી
Page #634
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
અગિયારમા ગણધર - પ્રભાસ
૬૦૯
સર્વથા વિલક્ષણ એવું જાણે જુદી જ જાતનો ધર્મ હોય તેવું અનુપમ, ક્યારેય ક્ષય ન પામે તેવું, ઉપચાર વિનાનું - સાચેસાચું આત્માના ગુણોની રમણતાવાળું સિદ્ધિ-સુખ ઈચ્છીએ છીએ. આવું સુખ ઈચ્છતા એવા અમને દેહ-ઈન્દ્રિય ન હોય તો પણ સુખ માનવામાં કોઈ દોષ આવતો નથી. ૨૦૧૨ા
પ્રશ્ન - મોક્ષના જીવને અનુપમ સુખ છે એમ તમે કહો છો પરંતુ કહેવા માત્રથી સુખની સિદ્ધિ ન થાય. તે માટે તો પ્રમાણ જણાવવું પડે. માટે આ બાબતમાં પ્રમાણ કહો. તે પ્રમાણ જણાવતાં ભગવાન કહે છે કે - कह नणु मेयं ति (कहमणुमेयं ति पाठान्तर) मई नाणाणाबाहउत्ति नणु भणियं। तदणिच्चं नाणं पि य चेयणधम्मोत्ति रागोव्व ॥२०१३॥ (कथं ननु मेयमिति (कथमनुमेयमिति पाठान्तर) मतिर्ज्ञानानाबाधत इति ननु भणितम्। तदनित्यं ज्ञानमपि च चेतनधर्म इति राग इव ॥)
ગાથાર્થ - સિદ્ધને અનંતસુખ છે. આ વાત કેવી રીતે જાણવી? આવો પ્રશ્ન થાય તો જ્ઞાન અને અનાબાધા હોવાથી અનંતસુખ છે આવું અનુમાન પૂર્વે કહેલું જ છે. પ્રશ્ન - ચૈતન્યધર્મ હોવાથી રાગની જેમ તે સુખ અને જ્ઞાન અનિત્ય થશે. ૨૦૧૩
- વિવેચન - અહીં પ્રભાસજી શંકા કરે છે. હે ભગવાન્ ! આપ સિદ્ધપરમાત્માને અનંતસુખ હોય છે એમ ઈચ્છો છો (કહો છો, પરંતુ પોતાની ઈચ્છામાત્રથી વસ્તુની સિદ્ધિ થઈ જતી નથી. વસ્તુની સિદ્ધિ કરવી હોય તો પ્રમાણ આપવું જોઈએ. જે પ્રમાણથી સિદ્ધપરમાત્માને અનંતસુખ છે આ વાત સિદ્ધ થતી હોય તે પ્રમાણ આપશ્રીએ જણાવવું જોઈએ.
ભગવાન - હે પ્રભાસજી ! અનુમાન પ્રમાણથી સિદ્ધપરમાત્માને અનંત સુખ છે આ વાત સિદ્ધ થાય છે.
પ્રભાસ - હે ભગવાન ! કયા અનુમાનથી તે સિદ્ધ થાય છે ?
ભગવાન - “સિદ્ધી પ્રશ્નઈ સુઉં, જ્ઞાનત્વે સત્યની વાથત્વી, તથાવમુનિવ” સિદ્ધપરમાત્માને ઉત્કૃષ્ટ સુખ છે. અનંતજ્ઞાન હોતે છતે સર્વથા પીડારહિત છે માટે. તેવા પ્રકારના જ્ઞાની મુનિની જેમ. આવા પ્રકારના અનુમાનપ્રમાણથી સિદ્ધપરમાત્માને અનંતસુખની સિદ્ધિ થાય છે. આ વાત પૂર્વે ગાથા નંબર ૧૯૯૨ ના પૂર્વાર્ધમાં છે પ્રભાસજી ! કહી જ છે.
Page #635
--------------------------------------------------------------------------
________________
૬૧0
અગિયારમાં ગણધર - પ્રભાસ
ગણધરવાદ
પ્રભાસજી - હે ભગવાન્ ! જો આ જ્ઞાન અને સુખ અને ચેતનના ધર્મ હોય તો તો તે બન્ને ધર્મો અનિત્ય થશે. ક્યારેક ચાલ્યા પણ જશે. જેમ રાગધર્મ ચેતનનો ધર્મ છે. કારણ કે ચેતનને જ તે રાગ થાય છે. વળી તેનો નાશ પણ થાય છે. તેમ જ્ઞાન અને સુખ જો ચેતનના ધર્મો હશે તો કાલાન્તરે રાગની જેમ તેનો નાશ થશે, તેથી આ જીવ અજ્ઞાની અને સુખરહિત થશે. ૨૦૧૩
कयगाइभावओ वा नावरणाऽऽबाहकारणाभावा । उप्पाय-ट्ठिइ-भङ्गस्सहावओ वा न दोसोऽयं ॥२०१४॥ (कृतकादिभावतो वा, नावरणाऽऽबाधकारणाभावात् । उत्पाद-स्थिति-भङ्गस्वभावतो वा न दोषोऽयम् ॥)
ગાથાર્થ - અથવા કૃતકાદિભાવ હોવાથી સિદ્ધભગવંતનાં સુખ અને જ્ઞાન અનિત્ય છે. આવો પ્રશ્ન ન કરવો. કારણ કે આવરણ અને આબાધારૂપ કારણનો અભાવ છે અથવા સર્વે ભાવો ઉત્પત્તિ, સ્થિતિ અને ભંગ સ્વભાવવાળા છે, માટે કંઈ દોષ નથી. /૨૦૧૪ll
વિવેચન - આગલી ૨૦૧૩ મી ગાથામાં છેલ્લો જે પ્રશ્ન કરવામાં આવ્યો કે “સિદ્ધભગવંતનું જ્ઞાન એ ચૈતન્યધર્મ હોવાથી રાગની જેમ અનિત્ય છે (અર્થાત્ જ્ઞાન વિનાશ પામવાવાળું છે) તેને જ અનુસરતા આ ગાથામાં બીજા હેતુથી આ જ પ્રશ્ન પૂછવામાં આવે છે.
પ્રભાસજી - હે ભગવાન્ ! સિદ્ધ પરમાત્માનું સુખ અને જ્ઞાન આ બન્ને ધર્મો અનિત્ય થશે (નાશ પામવાવાળા થશે). તપ, સંયમાદિ કષ્ટકારી ધર્માનુષ્ઠાનો વડે પ્રાપ્ત કરાય છે માટે, આદિ શબ્દથી અભૂત વસ્તુનો પ્રાદુર્ભાવ થતો હોવાથી (અર્થાત્ સાદિ હોવાથી સાન્ત સિદ્ધ થશે), ઘટ-પટની જેમ.
ઉપરના પ્રશ્નનો ઉત્તર ભગવાન આપે છે કે હે પ્રભાસજી ! સિદ્ધ પરમાત્માનું સુખ અને જ્ઞાન અનિત્ય નથી. જ્ઞાન ઉપરનું જે આવરણ અને સુખમાં બાધાકારી જે પીડા, આ બને કારણોનો સિદ્ધપરમાત્માને સદાકાલ અભાવ જ રહે છે. માટે જ્ઞાન અને સુખ નાશ પામતાં નથી. પણ નિત્ય રહે છે. ઉપરની વાતનો સાર આ પ્રમાણે છે -
સિદ્ધ પરમાત્માને પ્રગટ થયેલ અનંતસુખ અને અનંતજ્ઞાન જો ચાલ્યાં જતાં હોય તો અનિત્ય કહેવાય. જ્ઞાનનો નાશ તેના ઉપરના આવરણીયકર્મના ઉદયથી થાય અને સુખનો નાશ પીડાના હેતુભૂત અસાતવેદનીયના ઉદયથી થાય. જ્ઞાનાવરણીયકર્મ અને
Page #636
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
અગિયારમા ગણધર - પ્રભાસ
૬૧૧
અસાતાવેદનીય કર્મ મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય ઈત્યાદિ બંધહેતુઓ વડે બંધાય છે. આવા પ્રકારના બંધહેતુઓ સિદ્ધ પરમાત્માને મોહનીયકર્મનો સર્વથા ક્ષય થયેલ હોવાથી હોતા નથી. આ કારણથી એટલે કે બંધહેતુઓના અભાવથી જ્ઞાનાવરણીયકર્મ અને અસાતાવેદનીયકર્મરૂપ કર્મો બંધાતાં નથી. તેથી આવરણરૂપ કર્મ અને આબાધાત્મક કર્મરૂપી કારણોનો સદ્ભાવ સિદ્ધ પરમાત્માને નથી. તેના અભાવથી સિદ્ધપરમાત્માનું જ્ઞાન અને સુખ ક્યારેય નાશ પામતું નથી. આ રીતે જ્ઞાન અને સુખનો નાશ ન હોવાથી તે બન્ને ભાવો સિદ્ધપરમાત્મામાં સદાકાલ અવસ્થિત છે. તેથી અનિત્ય કેમ કહેવાય ?
જ્ઞાન અને સુખ એ ચેતનના ધર્મો જરૂર છે. પરંતુ જે જે ચેતનના ધર્મો હોય તે સર્વે અનિત્ય (નાશવંત) જ હોય એવો નિયમ નથી. જીવમાં જ રહેલ દ્રવ્યતાધર્મ અને અમૂર્તત્વધર્મ ચેતનધર્મ હોવા છતાં પણ અનિત્ય નથી. (નાશવંત નથી). માટે આ ધર્મોની સાથે ચેતનત્વધર્મ નામના હેતુનો વ્યભિચાર દોષ આવે છે. તમે જે ૨૦૧૩મી ગાથાના ઉત્તરાર્ધમાં આમ કહેલું કે “મુહજ્ઞાને અનિત્યે શ્વેતનધર્મત્વાત્ ાનિવત્'' જેમ રાગાદિ ભાવો ચેતનધર્મ છે અને અનિત્ય છે તેમ જ્ઞાન અને સુખ ધર્મ પણ ચેતનધર્મ છે માટે અનિત્ય છે. આવી તમારી વાત વ્યભિચારવાળી છે. કારણ કે હેતુ વિપક્ષમાં પણ રહેતો હોવાથી વ્યાપ્તિ થતી નથી. “જે જે ચેતનધર્મ હોય તે તે અનિત્ય જ હોય” એવો નિયમ નથી, દ્રવ્યત્વ ધર્મ, અમૂર્તત્વ ધર્મ, અસંખ્યપ્રદેશિત્વ ધર્મ વગેરે ધર્મો ચેતનધર્મ હોવા છતાં પણ અનિત્ય નથી. પણ નિત્ય છે. માટે હેતુ સાધ્યના અભાવમાં વર્તતો હોવાથી તમારો હેતુ “અનૈકાન્તિક” હેત્વાભાસ થાય છે.
તથા ગાથા ૨૦૧૪ ના પૂર્વાર્ધમાં તમે જે કહ્યું કે “સિદ્ધસ્ય જ્ઞાનમુણે અનિત્યે જૈતાતિમાવાત્'' આ અનુમાનમાં કહેલો કૃતકત્વ હેતુ તથા આદિ શબ્દથી લેવાતો અમૃતપ્રાદુર્ભાવત્વ હેતુ ઈત્યાદિ તમામ હેતુઓ સાધ્યના અભાવમાં રહેતા હોવાથી વ્યભિચારી છે, માટે અનૈકાન્તિક છે. કારણ કે “પ્રધ્વંસાભાવ” કૃતક છે, અભૂતપ્રાદુર્ભાવવાળો છે. પરંતુ અનિત્ય નથી પણ નિત્ય છે. માટે આ હેતુઓનો પ્રÜસાભાવની સાથે વ્યભિચાર આવે છે.
વળી ૨૦૧૪ ગાથામાં કહેલા તત્ત્વ અને અમૃત પ્રાદુર્ભાવત્વ વગેરે હેતુઓ પક્ષમાં વર્તતા પણ નથી. માટે અસિદ્ધ હેત્વાભાસ પણ છે. કારણ કે સિદ્ધપરમાત્માનાં જ્ઞાન અને સુખ સ્વાભાવિક છે. જીવની સાથે અનાદિકાલથી છે. માટે કૃતકત્વાદિ હેતુઓ ત્યાં સંભવતા જ નથી. માત્ર આવરણીયકર્મ વડે અને આબાધા લાવનારા અસાતાવેદનીય
Page #637
--------------------------------------------------------------------------
________________
૬૧૨
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
કર્મ વડે તેનો તિરોભાવ જે કરાયો હતો (આ ગુણો ઢંકાયા હતા) તે આ બન્ને કર્મસ્વરૂપ કારણોનો અભાવ થવાથી જે તિરોભાવતા હતી તે જ દૂર કરાય છે. પરંતુ જેમ ઘટ-પટ નવા ઉત્પન્ન કરાય છે તેમ આ જ્ઞાન અને સુખ નવાં ઉત્પન્ન કરાતાં નથી કે જેથી કૃતકાદિ કહેવાય. તથા જેમ વિજળી વગેરે પહેલાં ન હતી અને પછી વાદળોના ઘર્ષણથી પેદા થઈ છે તેમ જ્ઞાન અને સુખ પહેલાં ન હતાં અને પછી કર્મ જવાથી ઉત્પન્ન થયાં છે આમ પણ નથી. માટે અભૂતપ્રાદુર્ભાવ પણ નથી. તેથી કૃતકત્વહેતુ અને અભૂતપ્રાદુર્ભાવત્વહેતુ અનૈકાન્તિકહેત્વાભાસ અને અસિદ્ધહેત્વાભાસ હોવાથી સિદ્ધ પરમાત્માનું જ્ઞાન અને સુખ અનિત્ય સિદ્ધ થતું નથી. પણ નિત્ય જ રહે છે. જેમ ચંદ્રની ચાંદનીનો કે સૂર્યપ્રભાનો ઘનીભૂત વાદળ વડે તિરોભાવ કરાય છે અને તે જ ઘનીભૂત વાદળ દૂર થયે છતે ચંદ્રની ચાંદનીનો અને સૂર્યની પ્રભાનો તિરોભાવ માત્ર દૂર કરાયે છતે તે ચાંદની કે સૂર્યપ્રભાનું કૃત્રિમપણું કે અભૂતપ્રાદુર્ભાવપણું કહેવું તે યોગ્ય નથી. કારણ કે ચાંદની અને સૂર્યપ્રભા તો પહેલેથી છે જ. માત્ર અપ્રગટ હતી તે પ્રગટ થઈ છે તેમ અહીં જ્ઞાન અને સુખ પણ સ્વાભાવિક હોવાથી પહેલેથી જ છે. માત્ર તેનો તિરોભાવ જ દૂર થયો છે. અને માત્ર પ્રાદુર્ભાવ કરાયો છે.
પ્રભાસજી હે ભગવાન્ ! સિદ્ધ પરમાત્મામાં પ્રગટ થયેલ અનંતજ્ઞાન અને અનંતસુખ ઘટ-પટના નાશની જેમ સર્વથા નાશ ભલે ન પામો તો પણ પહેલાં સંસારાવસ્થામાં તિરોભૂત હતાં અને પછી સિદ્ધાવસ્થામાં આવિર્ભૂત થયાં. એ રીતે આવિર્ભૂત થવારૂપ વિશિષ્ટરૂપે તો ઉત્પન્ન થયાં જ, તે માટે તે અપેક્ષાએ તો કૃતક હોવાથી જ્ઞાન અને સુખ અનિત્ય જ થશે. તથા સિદ્ધાવસ્થામાં પણ પ્રત્યેક સમયે પર્યાયસ્વરૂપે શેય બદલાયે છતે જ્ઞાન પણ બદલાય જ છે. તેથી શેયનો વિનાશ થયે છતે જ્ઞાનનો પણ અવશ્ય વિનાશ થાય જ છે. તથા સુખગુણ પણ પ્રતિસમયે નવા નવા પર્યાયરૂપે પરિવર્તન પામતો હોવાથી આ જ્ઞાનગુણનું અને સુખગુણનું પર્યાયાપેક્ષાએ તો અનિત્યપણું કહેવાશે જ.
-
ભગવાન - હે પ્રભાસજી ! જો ઉપર મુજબ તમે પ્રશ્ન કરો તો અમને સિદ્ધસાધ્યતા છે. કારણ કે આ રીતે તો આકાશ, આત્મા જેવા નિત્ય દેખાતા પદાર્થો તથા ઘટ-પટ જેવા અનિત્ય દેખાતા પદાર્થો એમ સર્વે પણ પદાર્થોનો સમૂહ ઉત્પાદ-સ્થિતિ અને પ્રલય સ્વભાવવાળો અમે સ્વીકાર્યો હોવાથી સિદ્ધ પરમાત્માનાં જ્ઞાન અને સુખ પણ કથંચિદ્ અનિત્ય (પર્યાય અપેક્ષાએ અનિત્ય) હોવાથી સિદ્ધપરમાત્માના જ્ઞાન અને સુખને અનિત્યતા રૂપે અપાતો દોષ તે અમને દોષરૂપ બનતો નથી. કારણ કે આવું કથંચિદ્ અનિત્યપણું તો અમે માનીએ જ છીએ. તેથી તે જ્ઞાન અને સુખ સર્વથા નાશ પામતાં નથી. ૨૦૧૪
Page #638
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
અગિયારમાં ગણધર - પ્રભાસ
૬૧૩
આ પ્રમાણે નિર્વાણ અવસ્થામાં જીવનું અસ્તિત્વ રહે છે. દીપકની જેમ આત્મા સર્વથા બુઝાઈ જતો નથી. નિર્વાણાવસ્થા એ સિદ્ધપરમાત્માની સદવસ્થા છે. આ એક વાત, તથા નિર્વાણ પામેલા જીવોમાં અનંતજ્ઞાન અને નિરુપમ એવું અનંતસુખ હોય છે. આ બીજી વાત. આમ આ બન્ને વાતો અનેક યુક્તિઓથી સિદ્ધ કરીને વેદનાં વચનો દ્વારા તે જ વાત સિદ્ધ કરતા ભગવાન શ્રી મહાવીર પ્રભુ કહે છે કે -
न ह वइ ससरीरस्स प्पियऽप्पियावहतिरेवमादि व जं । तदमोक्खे नासम्मि व सोक्खाभावम्मि व न जुत्तं ॥२०१५॥ (न ह वै सशरीरस्य प्रियाऽप्रियापहतिरेवमादि वा यत् । તમોક્ષે નાશે વી સૌરદ્યામા વા ન યુવતમૂ ).
ગાથાર્થ - “સશરીરપણે વસતા જીવને પ્રિય અને અપ્રિયનો નાશ નથી” ઈત્યાદિ જે વેદવાક્ય છે તે મોક્ષ ન હોય તો, અથવા મોક્ષાવસ્થામાં જીવનો સર્વથા નાશ સ્વીકારીએ તો, તથા મોક્ષના આત્માને સર્વથા સુખનો અભાવ માનીએ તો સર્વથા ઘટતાં નથી. l/૨૦૧૫ll.
વિવેચન - ભગવાન શ્રી મહાવીર પ્રભુ વેદનાં વચનો દ્વારા પણ પ્રભાસજીને સમજાવતાં કહે છે કે -
હે પ્રભાસજી ! તમે (૧) મોક્ષનું અસ્તિત્વ, (૨) મોક્ષમાં જીવનું અસ્તિત્વ અને (૩) મોક્ષમાં સત્ એવા જીવમાં અનંતજ્ઞાન તથા અનંત સુખનું અસ્તિત્વ આ ત્રણ વાતો જો નહીં સ્વીકારો તો તમારાં માનેલાં વેદોનાં નીચેનાં વાક્યોનો અર્થ સંગત થશે નહીં. તમારા માનેલ વેદનાં તે વાક્યો આ પ્રમાણે છે :
રદ વૈ સશરીરસ્ય પ્રિયપ્રિયયોરપતિરતિ” તથા “શરીર વા વસન્ત પ્રિય પ્રિયે ન કૃશત:' આવા પ્રકારનાં વેદનાં બે વાક્યો છે. તેનો અર્થ એવો થાય છે કે શરીર સાથે વર્તતા જીવને (એટલે કે સંસારી જીવને) પ્રિયનો અને અપ્રિયનો (સુખનો અને દુઃખનો) નાશ હોતો નથી. તથા શરીરરહિતપણે વસતા આત્માને (એટલે કે મુક્તાત્માને) પુણ્યકર્મ અને પાપકર્મના ઉદયજન્ય એવાં સુખ અને દુઃખ સ્પર્શતાં નથી. આવું જે વેદવાક્યોમાં કહેલું છે તે જો જીવ અને કર્મોનો વિયોગ થવા સ્વરૂપ મોક્ષ નહીં સ્વીકારો તો ઘટતું નથી.
તથા “તિરપિ ન પ્રજ્ઞયિ” ઈત્યાદિ વાક્યોનો આધાર લઈને “મુક્તિમાં જ્ઞાન પણ નથી હોતું તેથી જ્ઞાનવાળો જીવપદાર્થ પણ નથી હોતો” આવો અર્થ કરીને મોક્ષાવસ્થામાં જીવનો જો સર્વથા નાશ જ સ્વીકારવામાં આવે અર્થાત્ મોક્ષમાં જીવનું અસ્તિત્વ જ ન
Page #639
--------------------------------------------------------------------------
________________
૬૧૪
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
સ્વીકારવામાં આવે તો અશરીરીપણે વસતા જીવને કર્મજન્ય સુખ-દુ:ખ સ્પર્શતાં નથી, આવું જે વેદમાં વિધાન છે તે ઘટશે નહીં. અથવા મોક્ષમાં જીવનું અસ્તિત્વ કદાચ માનો પણ જો સુખાભાવ જ માનો તો પણ તમને આ પાઠના સ્વીકારનો વિરોધ આવશે. કારણ કે આ પાઠમાં કર્મજન્ય સુખ-દુ:ખ સ્પર્શતાં નથી. આમ કહેલ છે.
એટલે કે સ્વાભાવિક અનંતસુખ હોય છે. આમ તમને વેદ પાઠના સ્વીકારનો વિરોધ આવશે. વેદનાં ઉપરોક્ત બન્ને વાક્યોનો સાચો અર્થ જો તમે કરશો અને સાચો અર્થ સ્વીકારશો તો (૧) અમે ઉપર સમજાવેલો મોક્ષ, (૨) મુક્તિમાં કર્મ વિનાના એકલા શુદ્ધ જીવનું હોવું, અને (૩) તે જીવને અનુપમ એવું અનંતજ્ઞાન તથા અનંતસુખ હોવું આ ત્રણે વાતો સ્વીકારવી જ પડે તેમ છે. આ વાત હવે પછીની ગાથાઓમાં સ્પષ્ટ કરાય છે. તેથી વેદના બન્ને પાઠો માનવા અને આ ત્રણ વાતનો નિષેધ કરવો. આવું કરતા એવા તમને શાસ્ત્રનાં વચનો સ્વીકારવાનો વિરોધ આવશે. ૨૦૧૫
આ ત્રણ વાતોમાંથી પ્રથમ વાત અને અંતિમ વાતને છોડીને વચ્ચેની વાત “મોક્ષમાં જીવનો નાશ જ થાય છે. જીવનું અસ્તિત્વ રહેતું નથી” આ વાત સ્વીકારવામાં અમને “અલ્યુપગમવિરોધ” દોષ લાગતો નથી. એમ બચાવ કરતા પ્રભાસજી કહે છે
नो असरीच्चिय सुहदुक्खाइं पियऽप्पियाइं च ।
ताइं न फुसंति, नट्टं फुडमसरीरं ति को दोसो ? ॥२०१६ ॥
(नष्टोऽशरीर एव सुखदुःखे प्रियाऽप्रिये च ।
ते न स्पृशतो नष्टं स्फुटमशरीरमिति को दोषः ? ॥)
ગાથાર્થ - અશરીરી થયેલો જીવ નાશ જ પામ્યો છે. તેથી તેને સુખ-દુઃખ અને પ્રિય-અપ્રિય સ્પર્શતાં નથી. “અશરીરી’ થયો આ શબ્દથી સ્પષ્ટ સમજાય છે. માટે જીવનો નાશ માનવામાં શું દોષ ? ।।૨૦૧૬
વિવેચન - જ્ઞ હૈં લૈ સશરીરસ્ય'' ઈત્યાદિ જે બે વેદવાક્યો છે તેનો અર્થ પર (સામેનો જીવ-પ્રભાસજી) આવો સમજે છે કે - જ્યારે આ જીવનો સંસાર સમાપ્ત થાય છે અને શરીરનો નાશ થાય છે ત્યારે શરીરના નાશની સાથે સર્વનો નાશ થાય છે એટલે કે જીવનો પણ નાશ થાય છે. શરીર પણ નાશ પામ્યું અને સાથે સાથે જીવ પણ નાશ પામ્યો. જીવ પણ ત્યાં સમાપ્ત જ થયો એટલે કંઈ જ ન રહ્યું. જેથી ખરવષાણની જેમ (ગધેડાના શીંગડાની જેમ) વસ્તુ સર્વથા અસત્ (અવિદ્યમાન) જ થઈ. આ રીતે શરીર અને તેની સાથે આત્માનો સર્વથા નાશ થવાથી સુખ-દુઃખ કે પ્રિયાપ્રિય સ્પર્શતાં નથી. આ
Page #640
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
અગિયારમાં ગણધર - પ્રભાસ
૬૧૫
વાત ફુટપણે સમજાય તેમ છે. “નષ્ટ” શબ્દથી જે વસ્તુ નાશ જ પામી ગઈ. સર્વથા અસત્ જ બની ગઈ તેને સુખ-દુઃખાદિનો યોગ સંભવતો જ નથી. તથા “મશરીર' શબ્દથી શરીરના નાશની સાથે આત્માનો પણ નાશ જ થાય છે. માટે તે શરીર શબ્દથી જીવના નાશનું વિધાન કરેલું છે.
“મશી વી વસન્ત' ઈત્યાદિ બીજા વાક્યનો “વંભૂતે અર્થે'' આવો અર્થ કર્યો છતે મુમુક્ષુ જીવ સંસારની ઉપાધિઓથી ત્રાસ પામેલો ધર્મારાધન કરીને દીપક બુઝાય તેમ બુઝાઈ જાય છે. અર્થાત્ સર્વથા નાશ જ પામી જાય છે. અસત્ બની જાય છે. મુક્તાવસ્થામાં જીવનું અસ્તિત્વ જ નથી. તેથી આવા પ્રકારનો જીવનો સર્વનાશ સ્વીકાર્યું છતે અમને શું દોષ આવે ? અર્થાત્ અમને જીવનો મુક્તાવસ્થામાં સર્વનાશ સ્વીકારવામાં કોઈ દોષ લાગતો હોય, એમ દેખાતું નથી. આ પ્રમાણે પ્રશ્ન પૂછનાર એવા પરનો (પ્રભાસજીનો) અભિપ્રાય છે. ll૨૦૧૬ll
આ વેદનાં વાક્યોનો સાચો અર્થ જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી બીજી કોઈ રીતે પ્રભાસજીને આ તત્ત્વ નહીં સમજાય એમ જાણીને ભગવાન શ્રી મહાવીર પ્રભુ આ વેદવાક્યોનો જ સાચો અર્થ સમજાવે છે -
वेयपयाण य अत्थं, न सुटु जाणसि इमाण तं सुणसु । असरीरव्ववएसो, अधणोव्व सओ निसेहाओ ॥२०१७॥ न निसेहओ य अन्नम्मि, तविहे चेव पच्चओ जेण । तेणासरीरग्गहणे, जुत्तो जीवो न खरसिंगं ॥२०१८॥ ( वेदपदानां चार्थं, न सुष्ठ जानास्येषां तं श्रुणु । अशरीरव्यपदेशोऽधन इव सतो निषेधात् ॥ ननिषेधतश्चान्यस्मिंस्तद्विध एव प्रत्ययो येन । તેના શરીર પ્રહ, યુવતો નીવો ન ઘરમ્ I)
ગાથાર્થ - હે પ્રભાસ ! તમે વેદપદોના અર્થોને સમ્યક્ટ્રકારે જાણતા નથી. તેનો સાચો અર્થ આ પ્રમાણે છે તે તમે સાંભળો. “શરીર” આવો જે શબ્દ છે તે “થન'' શબ્દની જેમ સવસ્તુમાં જ શરીરનો નિષેધ સૂચવનારો છે. (પથુદાસ) નમ્ વડે નિષેધ કરેલ હોવાથી તેની સદેશ એવી અન્ય વસ્તુમાં જ તે બોધ કરાય છે. તેથી “શરીર” શબ્દના ગ્રહણથી જ મુક્તાવસ્થામાં જીવ છે એમ માનવું જ યોગ્ય છે. પરંતુ ખરઝંગ જેવો જીવ અસત્ થઈ જાય છે આમ માનવું યોગ્ય નથી. //ર૦૧૭-૨૦૧૮ll
Page #641
--------------------------------------------------------------------------
________________
૬૧૬
અગિયારમાં ગણધર - પ્રભાસ
ગણધરવાદ
વિવેચન - હે પ્રભાસજી ! તમે ફક્ત યુક્તિને જ નથી જાણતા એમ નહીં, પણ યુક્તિને તથા વેદનાં પદોના સાચા અર્થને પણ તમે નથી જાણતા. તેથી તે વેદના પદોના સાચા અર્થને તમે સાંભળો -
હૈ સશરીરશ્ય પ્રિયપ્રિયયોરપતિરતિ” આ એક વાક્ય છે. તથા “અશરીરે વાં વસતં પ્રિયાપ્રિયે શતઃ' આ બીજું વાક્ય છે. આ બન્ને વાક્યો પૈકી પ્રથમ વાક્ય સુગમ હોવાથી આ બન્ને ગાથામાં તે પ્રથમ વાક્યનો અર્થ સમજાવ્યો નથી. તો પણ સુખપૂર્વક બોધ થાય એટલા માટે કંઈક વ્યાખ્યાન પ્રથમ વાક્યનું પણ કરાય છે.
ન એવો જે શબ્દ છે તે નિષેધવાચક અવ્યય છે. અને વૈ શબ્દો પણ અવ્યય છે અને તે દિના અર્થમાં છે. હિ એટલે યમાત્ અર્થાત્ દિ એટલે જે કારણથી, આ જ અર્થ ૮ અને વૈ શબ્દનો કરવો. સદ શરીરનું વર્તતે રૂતિ સશરીર = શરીરની સાથે જે વર્તે તે જીવને સશરીર કહેવાય છે. અહીં પ્રવ શબ્દ વાક્યમાં નથી તો પણ એવકાર અર્થવાળો gવ શબ્દ સ્વયં સમજી લેવો. તેથી સશરીરāવ શરીરવાળા જીવને જ પ્રિયાપ્રિયનો એટલે કે સુખ અને દુઃખનો મપત્તિ = વિનાશ હોતો નથી. અર્થાત અશરીરી જીવને સુખ-દુઃખનો વિનાશ નથી હોતો એમ નહીં. એટલે કે તેને સુખ-દુઃખનો નાશ હોય છે. સશરીરી જીવને જ સુખ-દુઃખનો નાશ હોતો નથી અર્થાત્ તે સશરીરી જીવને સુખ-દુઃખ હોય જ છે. તેથી મશરીર પણે એટલે કે શરીરરહિતપણે મુક્ત અવસ્થામાં વર્તતા જીવને પ્રિયાપ્રિય (એટલે સુખ-દુઃખ) સ્પર્શતાં નથી.
ઉપરોક્ત વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે કે - જ્યાં સુધી આ જીવ સશરીરી છે. ત્યાં સુધી સુખની સાથે અથવા દુઃખની સાથે એમ બેમાંથી એકની સાથે સદાકાલ જોડાયેલો જ રહે છે. ક્યારેય પણ મુકાયેલો બનતો નથી. પરંતુ અશરીરીપણે રહેલો આ જીવ વેદનીયકર્મના ક્ષયવાળો બનેલ હોવાથી ક્યારેય પણ સુખ-દુઃખની સાથે જોડાતો નથી. આ વેદવાક્યનો આવો અર્થ સાચો હોતે છતે જે આ “શરીર'' એવા પ્રકારનો શબ્દ વ્યવહાર કરેલો છે. તે શરીરરહિતપણે કેવલ એકલા જીવરૂપે સત્ = રહેલા પદાર્થને આશ્રયીને જ વિધાન કરેલ છે. પણ સર્વથા નાશ પામેલા જીવને આશ્રયી આ વિધાન નથી. કારણ કે
શરીર શબ્દમાં જે પૂર્વમાં નિષેધવાચક નન્ છે તે વસ્તુ સત્ હોય તેમાં જ બીજા પર્યાયનો નિષેધ જણાવાય છે. સર્વથા અસત્ વસ્તુમાં નિષેધ જણાવાતો નથી. જેમકે “થનો' તેવદ્રત્ત: = ધન નથી જેને એવો આ દેવદત્ત છે. અહીં છતા એવા દેવદત્તમાં ધનનો નિષેધ જણાવાય છે. પરંતુ દેવદત્ત ખરવિષાણતુલ્ય સર્વથા અસત્ નથી. ધનવાળી અવસ્થામાં અને ધન વિનાની અવસ્થામાં દેવદત્ત તો તેનો તે જ રહે છે. માત્ર ધનનું અસ્તિત્વ અને નાસ્તિત્વ જણાવાય છે. તેવી જ રીતે સશરીરી અવસ્થા હોય કે અશરીરી અવસ્થા હોય એમ બનેમાં
Page #642
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ અગિયારમા ગણધર - પ્રભાસ
૬૧૭ જીવ તો તેનો તે જ રહે છે. ફક્ત શરીરનું અસ્તિત્વ અને નાસ્તિત્વ સમજાવાય છે. પરંતુ શરીરરહિતપણે જીવનું તો અસ્તિત્વ છે જ.
પ્રશ્ન - “ર વિદ્યારે શરીર સ્થિ” આવા પ્રકારનો સમાસનો વિગ્રહ થતો હોવાથી “શરીર નથી” આટલો નિષેધ અર્થ જ નીકળે છે. પરંતુ શરીર વિનાનો અને શરીરથી ભિન્ન એવો “જીવ” છે આવા પ્રકારનો અર્થ કેવી રીતે સમજાય ? સારાંશ કે મોક્ષે જતા જીવને “શરીર હોતું નથી” આમ નિષેધ અર્થ જ માત્ર નીકળે છે. પણ શરીર નથી જેને એવો જીવ હોય છે આમ વિધેય અર્થ કેમ નીકળે ?
ઉત્તર - નિષેધવાચક નન્ બે પ્રકારના હોય છે. એક પ્રસજ્ય અને બીજો પર્હદાસ. આમ વ્યાખ્યાન કરવાથી વિશેષ બોધ થાય છે. ત્યાં જ્યારે પ્રસર્યો નન્ હોય છે ત્યારે વસ્તુનો નિષેધ માત્ર જ અર્થ થાય છે. જેમકે “સત્ર ઘટો નાતિ' અહીં ઘટ નથી. પરંતુ
જ્યારે પર્યદાસ અર્થમાં વર્તતા એવા નગ્ન વડે નિષેધ કરાય છે ત્યારે તેવા પ્રકારના નગ્ન દ્વારા નિષેધ કરવાના કારણથી “સશરીરી” શબ્દથી શરીરવાળો જે અન્ય પદાર્થ લેવાય છે તેવા જ પ્રકારનો શરીરવાળાના સદેશ જ અન્ય કોઈ પદાર્થમાં “અશર'' શબ્દથી બોધ થાય છે. જેમકે “ન બ્રાહUT: = બ્રાહ:” કહેવાથી જેમ બ્રાહ્મણ શબ્દથી મનુષ્ય જ લેવાય છે તેમ અબ્રાહા' શબ્દથી પણ (બ્રાહ્મણ વિનાનો) ક્ષત્રિયાદિ ભલે લેવાય પણ મનુષ્ય જ લેવાય છે. પરંતુ તુચ્છરૂપ અભાવ લેવાતો નથી. શાસ્ત્રમાં જ કહ્યું છે કે -
"नञिवयुक्तमन्यसदृशाधिकरणे लोके तथा ह्यर्थगतिः"
નમ્ થી યુક્ત અને ફુવ શબ્દથી યુક્તનો અર્થબોધ અન્ય એવા સમાન અધિકરણમાં જ થાય છે. આ ન્યાયથી જેમ “સશરીર” શબ્દથી શરીરવાળો જીવપદાર્થ જ લેવાય છે તેમ “મશરીર'' શબ્દથી પણ શરીર વિનાનો એવો પણ જીવ જ સમજવાનો હોય છે. સશરીરી જીવ હોય કે અશરીરી જીવ હોય પરંતુ બન્ને “ઉપયોગરૂપે” = જ્ઞાનવાળાપણે સમાન જ છે. આ શરીર જે છે તે ઉપયોગાત્મક સદેશતાનો બાધક નથી. કારણ કે ઉપયોગાત્મકતા તો જીવની સાથે ક્ષીર-નીરના ન્યાયથી તાદાભ્ય ભાવવાળી બનેલી હોવાથી એકરૂપ છે. જ્યારે શરીર તો સંયોગસંબંધવાળું હોવાથી ભિન્ન પદાર્થ છે. જેમ સાકરને ડબ્બામાં રાખો કે ડબ્બા વિના ખુલ્લી રાખો તેમાં તેની મધુરતા કંઈ બદલાતી નથી. તેમ આ જીવ શરીરની અંદર હોય કે શરીર વિનાનો હોય તેથી તેની ચેતનતાને કાંઈ આંચ આવતી નથી. તેથી આ પ્રમાણે પર્યદાસ નગ્ન દ્વારા જ્યારે નિષેધ કરવામાં આવે છે ત્યારે તેના સમાન જ અન્ય પદાર્થમાં વિધાનાત્મક જ બોધ થાય છે. તે કારણથી “માર વા વત્તિ'' આ વેદવાક્યમાં “શરીર' શબ્દથી શરીર નથી જેને એવો જીવ
Page #643
--------------------------------------------------------------------------
________________
૬૧૮
અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ
મુક્તિમાં હોય છે આવો જ અર્થ કરવો યોગ્ય છે. પરંતુ ખરવિષાણની તુલ્ય તુચ્છરૂપ અભાવ (સર્વથા જીવનો અભાવ) આવો અર્થ કરવો ઉચિત નથી. આ પ્રમાણે ‘‘અશરીરમ્’’ શબ્દનો અર્થ સમજાવ્યો. ૨૦૧૭-૨૦૧૮
હવે વા વમાં આ પદનું વ્યાખ્યાન કરતાં કહે છે
जं व वसंतं संतं, तमाह वासद्दओ सदेहंपि । न फुसेज्ज वीयरायं, जोगिणमिट्ठेयरविसेसा ॥२०१९॥
( यद् वा वसन्तं सन्तं, तमाह वाशब्दतो सदेहमपि ।
न स्पृशेयुर्वीतरागं, योगिनमिष्टेतरविशेषाः ॥ )
ગાથાર્થ - અથવા ‘‘વસન્ત'' એવો જે શબ્દ છે તેનાથી તે જીવ સત્ છે એમ કહેવાય છે. તથા વા શબ્દથી સશરીરી એવા પણ વીતરાગ યોગી પુરુષને ઈષ્ટ-અનિષ્ટ એવા વિશેષભાવો સ્પર્શતા નથી. ૨૦૧૯
વિવેચન - આ વેદવાક્યમાં કેવલ એકલો ‘‘અશરીર'' શબ્દ નથી પણ તેની પાછળ વસમાં શબ્દ પણ છે. તેથી એવો અર્થ થાય છે કે શરીર રહિતપણે વસતા એવા જીવને અર્થાત્ લોકના અગ્રભાગે સિદ્ધશિલાની ઉપર વસતા-રહેતા એવા જીવને રાગ-દ્વેષ (સુખદુઃખ) સ્પર્શતા નથી.
આ ‘‘વસસ્તું’ શબ્દથી ત્યાં વસતા-રહેતા એવા અર્થનું સૂચક જે વનન વિશેષણ છે. તે વિશેષણ વડે તે ‘‘અશરીર’’ શબ્દથી વાચ્ય એવો અર્થ “સત્ત્વ’’ અર્થાત્ વિદ્યમાન પદાર્થ આવો અર્થ થાય છે. પરંતુ ખરવિષાણની તુલ્ય “અસદ્ભૂત” અર્થ થતો નથી. કારણ કે વસવાટ કરવો, રહેવું, એ સત્પદાર્થનો ધર્મ છે. વસવાટ કરવો એ અસત્પદાર્થનો ધર્મ નથી. તેથી મોક્ષે જતો જીવ દીપક બુઝાવાની જેમ સર્વથા નાશ પામે છે. આવો અર્થ ‘‘નિર્વાળ’’ શબ્દનો કેમ ઘટે ? એટલે કે તમે જીવનો નાશ થાય છે આવો અર્થ જે કરો છો તે વસ્તું શબ્દની સાથે ઘટતો નથી, માટે ખોટો છે. સાચો અર્થ તો તે છે કે ત્યાં રહેલા જીવને સુખ-દુ:ખ સ્પર્શતાં નથી.
તથા અશરીરી થઈને મોક્ષમાં રહેલા એવા જીવને તો સુખ-દુઃખ નથી સ્પર્શતાં, પણ વા શબ્દથી જે હજુ સશરીરી છે, મોક્ષે ગયા નથી પણ વીતરાગ બન્યા છે. રાગ અને દ્વેષ જેને બીલકુલ ઉદયમાં નથી એવા ઉપશાન્તમોહવાળા, અને રાગ-દ્વેષ જેઓને ક્ષય થયા છે એવા ક્ષીણમોહવાળા, સયોગીકેવલી તથા અયોગીકેવલી એમ ૧૧-૧૨-૧૩
Page #644
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
અગિયારમા ગણધર - પ્રભાસ
૧૪ ગુણસ્થાનકવાળા જીવો કે જે પરમસમાધિવાળા છે. આવા જીવો ભવમાં (સંસારમાં) છે તો પણ તેઓને રાગ-દ્વેષ (સુખ-દુઃખ) સ્પર્શતા નથી.
૬૧૯
આ રીતે સર્વ કર્મોનો ક્ષય કરીને શરીરનો ત્યાગ કરીને લોકાગ્ર ભાગે જઈને ત્યાં વસતા સિદ્ધ પરમાત્માને તથા ૧૧ થી ૧૪ ગુણસ્થાનકમાં રહેલા સશરીરી ભવસ્થ જીવોને પણ સુખ-દુઃખ સ્પર્શતાં નથી. ૨૦૧૯॥
અથવા આ વેદવાક્યમાં જે ‘વા વસતં’’ પદ છે તેનો ‘‘વાવ સત્તું'' એવો અર્થ પણ થાય છે. તે સમજાવતાં કહે છે કે -
वावत्ति वा निवाओ, वासद्दत्थो भवंतमिह संतं । बुज्झाऽवत्ति व संतं, नाणाइविसिट्ठमहवाह ॥२०२०॥ (वावेति वा निपातो वाशब्दार्थो भवन्तमिह सन्तम् । बुध्यस्वावेति वा सन्तं ज्ञानादिविशिष्टमथवाऽऽह ॥ )
ગાથાર્થ - અથવા ‘‘વાવ’’ એવો શબ્દ અવ્યય છે અને તે ‘‘વા’’ શબ્દના અર્થવાળો છે. ‘‘સત્’’ પણે વર્તતા જીવને સુખ-દુઃખ સ્પર્શતાં નથી. અથવા અવ્ ધાતુ જ્ઞાન અર્થમાં છે. તેથી જ્ઞાનરૂપે સત્ અથવા જ્ઞાનાદિ ગુણોથી વિશિષ્ટ એવા જીવને રાગાદિ (સુખાદિ) સ્પર્શતા નથી. ૨૦૨૦
વિવેચન - ઉપરની ગાથામાં જે અર્થ કહ્યો તે પદનો બીજો અર્થ આ ગાથામાં જણાવે છે. એટલે વા શબ્દ લખીને સમજાવે છે કે અથવા વાવ'' આવો શબ્દ વ્યાકરણશાસ્ત્રોમાં એક અવ્યય છે. તેનો પણ અર્થ વા શબ્દનો થાય છે તે જ થાય છે. અર્થાત્ ા અર્થમાં જ વાવ એવો અવ્યય છે. તેથી વાવ-અશરીર માં = અથવા અશરીરીપણે સત્ (વિદ્યમાન-સિદ્ધશિલામાં બીરાજમાન) એવા જીવને પ્રિયાપ્રિય એટલે કે સુખ-દુઃખ સ્પર્શતાં નથી. તથા વા શબ્દથી સશરીરી જીવ પણ જો વીતરાગ હોય તો (૧૧ થી ૧૪ ગુણસ્થાનકમાં) તે જીવને સુખ-દુઃખ સ્પર્શતાં નથી. આવો અર્થ બીજા વેદવાક્યનો છે. તે અર્થ મુક્તિમાં જીવનું અસ્તિત્વ સિદ્ધ કરે છે.
અથવા ‘“વા અવ સર્જા’' આવું પદ છુટું પાડીએ તો અન્યથા = બીજો અર્થ પણ નીકળે છે. તે આ પ્રમાણે - વા એટલે અથવા, અવ એટલે તું જાણ, અવ્ ધાતુ રક્ષણગતિ-પ્રીતિ વગેરે ૧૯ અર્થોમાં વપરાય છે. તેમાંથી અહીં ગતિ અર્થ લેવો. જે જે ધાતુઓ ગતિ અર્થવાળા હોય છે તે તે જ્ઞાન-અર્થવાળા પણ હોય છે. માટે અવ્ એટલે જાણવું. તેનું આજ્ઞાર્થ બીજો પુરુષ એકવચન અવ રૂપ થયું છે. તેનો અર્થ ‘ત્વમેવ બુધ્ધસ્વ'' હે
Page #645
--------------------------------------------------------------------------
________________
૬૨૦ અગિયારમા ગણધર - પ્રભાસ
ગણધરવાદ શિષ્ય ! તું આમ જાણ” એવો અર્થ થાય છે અને સત્ત એટલે અશરીરીપણે પણ વિદ્યમાન, તેથી સળંગ અર્થ એ થયો કે “અથવા હે શિષ્ય તું સ્વયં જાણ કે અશરીરીપણે મુક્તાવસ્થામાં વિદ્યમાન એવા તે જીવને સુખ-દુઃખ સ્પર્શતાં નથી. અથવા જ્ઞાનાદિ ગુણોથી વિશિષ્ટપણે વિદ્યમાન એવા મુક્ત જીવને સુખ-દુઃખ સ્પર્શતાં નથી. તથા વા શબ્દથી સશરીરી જીવોમાં પણ જે વીતરાગ આત્મા છે તેને પણ રાગાદિ ભાવો (સુખાદિ ભાવો) સ્પર્શતા નથી. આ રીતે વેદવાક્યો મુક્તિગત જીવનું અસ્તિત્વ સૂચવનારાં જ છે. ૨૦૨૦ll
પ્રશ્ન - આ બાબતમાં પ્રભાસજી પરમાત્મા શ્રી મહાવીર પ્રભુને ફરીથી પ્રશ્ન કરે છે કે હે ભગવાન્ ! આ રીતે અક્ષરોની (શબ્દોની) ભંગજાળ વડે તો મારા દ્વારા પણ પોતાના માનેલા અર્થની સિદ્ધિ માટે નવાં નવાં વ્યાખ્યાન કરી શકાય છે. શબ્દોની ભંગજાળ દ્વારા કરાતા આવા નવા નવા અર્થો કરવાની નીતિ-રીતિ કંઈ એકલા તમારા વડે બજારમાંથી ખરીદી લેવાઈ નથી. હું પણ મારા અભિપ્રાય પ્રમાણે અર્થ કરી શકું છું. આવા અભિપ્રાયવાળા પ્રભાસજીનો અભિપ્રાય જણાવીને જવાબ આપતાં કહે છે -
न वसंतं अवसंतं ति वा मई, नासरीरगहणाओ । फुसणाविसेसणं पि य जओ मयं संतविसयं ति ॥२०२१॥ (न वसन्तमवसन्तमिति वा मति शरीरग्रहणात् । स्पर्शविशेषणमपि च यतो मतं सदविषयमिति ॥)
ગાથાર્થ - વસન્તપિત્તિ અવસત્તમ્ આવો અર્થ કરવાની બુદ્ધિ કદાચ પરની થાય તો તે અર્થ ઉચિત નથી. કારણ કે “મારીર” શબ્દના ગ્રહણથી જીવનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તથા “ ના” આવું વિશેષણ પણ “સત્''ના વિષયરૂપે મનાયું છે. ૨૦૨૧/l
વિવેચન - પ્રભાસજી પરમાત્માને ફરીથી પ્રશ્ન કરે છે કે વાક્યોમાં લખાયેલા શબ્દોમાંથી પોતાના માનેલા અર્થો સિદ્ધ કરવા વ્યુત્પત્તિ જો કરાતી હોય તો તો આવી વ્યુત્પત્તિ મને પણ કરતાં આવડે છે. તે આ પ્રમાણે - “અશરીરં વા વસ' આવું જ બીજું વેદવાક્ય છે ત્યાં ૩ર ની પૂર્વના મીરની સાથે સંધિ થયેલી હોવાથી મેં નો લોપ થયેલો છે. અર્થાત્ “શરીર વાડવસન્ત' આવો પાઠ છે. વસન્ત પદનો અને વી પદનો માં મળીને દીર્ઘ થયેલ છે. તેથી જ વસન્ત = વસતં = મુક્તિ અવસ્થામાં નહીં વર્તતા, મુક્તિના સ્થાનમાં ક્યાંય નહીં રહેતા આવો અર્થ કરી શકાય છે. તેથી મુક્તિઅવસ્થામાં જીવ નથી, ક્યાંય પણ વસતો ન હોવાથી, આ રીતે જીવ ત્યાં છે જ નહીં. માટે પ્રિયાપ્રિય તેને સ્પર્શતાં નથી. આવા પ્રકારનો પરનો (પ્રભાસગણધરનો) પ્રશ્ન છે.
Page #646
--------------------------------------------------------------------------
________________
અગિયારમા ગણધર - પ્રભાસ
૬૨૧
ઉત્તર - તે આ પ્રશ્ન બરાબર નથી. કેમ નથી ? તો ‘“અશરીર'' શબ્દના ગ્રહણથી પ્રભાસજીની કલ્પના બરાબર નથી. ભાવાર્થ એવો છે કે ‘‘ન વિદ્યતે શરીરૂં યસ્ય'' નથી વિદ્યમાન શરીર જેને એવો અર્થ કરવાથી પર્યુદાસ નગ્ વાળો નિષેધ હોવાથી પૂર્વે કહેલી યુક્તિ વડે મુક્તિ અવસ્થામાં અશરીર શબ્દથી શરીર વિનાનો એવો જીવ છે એમ જણાય છે. તેથી સાર ના પ્રશ્લેષવાળું (સંધિ થઈ છે આવું) વ્યાખ્યાન કરવું તે ઉચિત નથી. કારણ કે ‘‘અશીર'' શબ્દ લખેલો હોવાથી શરીર નથી વિદ્યમાન જેને એવો જીવ આવો અર્થ જ સિદ્ધ થાય છે.
ગણધરવાદ
વળી ‘‘પ્રિયાપ્રિયે ન સ્પૃશતઃ'' આવું જે સ્પર્શના ન થવારૂપ વિશેષણ આપ્યું છે તે પણ સવિષયક જ ઘટી શકે છે. શરીરરહિતપણે વસતા એવા જીવને સુખ-દુઃખ સ્પર્શતા નથી. જો જીવ જેવું તત્ત્વ રહેતું હોય તો જ સુખ-દુઃખની સ્પર્શના નથી એમ કહેવું શોભાને પામે છે. તેથી મુક્તિમાં જીવનો અભાવ સિદ્ધ થતો નથી. જો શરીર શબ્દથી જીવનો સર્વથા અભાવ જ અર્થ કરવાનો હોત તો “તેને પ્રિયાપ્રિય સ્પર્શતાં નથી” આવું વિશેષણવાળું કથન અનર્થક જ થાય. કારણ કે જેમ વન્ધ્યાપુત્ર જગતમાં નથી તેથી “તેને એટલે કે વન્ધ્યાપુત્રને પ્રિયાપ્રિય સ્પર્શતાં નથી” આવા પ્રકારનું વિશેષણ-વિશેષ્ય ભાવવાળું કથન શોભાને પામતું નથી. તેથી જે સર્વથા અસત્ હોય છે ત્યાં આવું કથન કરાતું નથી. મુક્તિમાં આવું કથન કરેલું છે. માટે ‘‘અશરીર’’ શબ્દથી વાચ્ય એવો જીવ મુક્તિ અવસ્થામાં છે. પરંતુ ત્યાં સર્વથા જીવનો અભાવ નથી. તેથી ઝાર ની સંધિવાળું વ્યાખ્યાન શોભા પામતું
નથી.
તેથી ઉપર કહેલી ચર્ચા પ્રમાણે ‘‘અશરીર વા વસન્ત'' શરીરરહિતપણે મુક્તાવસ્થામાં વર્તતો જીવ છે. આ રીતે જીવ અને કાર્યણશરીરનો વિયોગ થવારૂપ મોક્ષ, મોક્ષમાં અશરીરીપણે જીવનું અસ્તિત્વ આ બન્ને વાતોનું વેદમાં વિધાન કરેલ હોવાથી તે બે વાતોનો નિષેધ કરતા એવા તમને “અલ્યુપગમવિરોધ” નામનો દોષ આવશે. આ ગાથામાં (૧) મુક્તિનું અસ્તિત્વ અને (૨) મુક્તિમાં જીવનું અસ્તિત્વ આ બે વાતની ચર્ચા કરીને આ બન્ને વાતોની સિદ્ધિ કરી. પણ મુક્તિમાં અનંતસુખ હોય છે આ ત્રીજી વાત સમજાવવાની
બાકી રહે છે. તે બાબતની ચર્ચા હવે પછીની બે ગાથામાં કરે છે. ૨૦૨૧॥
एवं पि होज्ज मुत्तो, निस्सुहदुक्खत्तणं तु तदवत्थं । तं नो पियऽप्पियाइं जम्हा पुण्णेयरकयाइं ॥२०२२॥
नाणाऽबाहत्तणओ न फुसंति वीयरागदोसस्स । तस्स प्पियमप्पियं वा मुत्तसुहं को पसंगोऽत्थ ? ॥२०२३॥
Page #647
--------------------------------------------------------------------------
________________
૬૨૨
અગિયારમાં ગણધર - પ્રભાસ
ગણધરવાદ (ાવમfપ મવેદ્ મુવતો નિ:સુવવૃત્વ તુ તવસ્થમ્ | तद् नो प्रियाऽप्रिये, यस्मात् पुण्येतरकृते ॥ ज्ञानानाबाधत्वतो न स्पृशतो वीतरागद्वेषस्य । તસ્ય પ્રિયમર્ષિ વી મુવતમુર્હ : પ્રસડત્ર? )
ગાથાર્થ - એમ હોય તો પણ મુક્તજીવને સુખ અને દુઃખનો અભાવ હોય છે આવો મારો પ્રશ્ન તો તેની તે જ અવસ્થાવાળો ઉભો જ રહે છે. આવી પ્રભાસજીની વાત બરાબર નથી. કારણ કે જે પુણ્યકર્મ અને પાપકર્મથી પ્રાપ્ત થતાં સાંસારિક સુખ અને દુઃખ તેઓને સ્પર્શતાં નથી. અનંતજ્ઞાન અને અનંત અનાબાધતા હોવાથી ચાલ્યા ગયા છે રાગ અને દ્વેષ જેના એવા વીતરાગપ્રભુને પુણ્ય-પાપજન્ય પ્રિય-અપ્રિય ન સ્પર્શે, તેથી સ્વાભાવિક નિરુપમ અનંત સુખ માનવામાં “સુખાભાવ” નો પ્રસંગ ક્યાં આવ્યો? //ર૦૨૨-૨૦૨૩/l
વિવેચન - ઉપર કરેલી ચર્ચા પ્રમાણે પ્રભાસગણધર બે વાત સ્વીકારે છે. ત્રીજી વાતમાં હજુ શંકાશીલ છે. તેથી ફરીથી પ્રશ્ન કરે છે કે “મુક્તિગત જીવ હોય છે” આ વાત અમારી ઈચ્છા ન હોય તો પણ ઉપર કહેલી ચર્ચા પ્રમાણે યુક્તિઓથી સિદ્ધ થાય છે એટલે અમારે અનિચ્છાએ પણ સ્વીકારવું જ પડે છે. તેમ થયે છતે (૧) જીવ અને કર્મનો વિયોગ થવારૂપ મોક્ષ અને (૨) તે મોક્ષમાં જીવનું હોવાપણું આ બે વાત તો સિદ્ધ થાય છે. માનવી જ પડે છે. પરંતુ (૩) તે સિદ્ધના જીવને સુખ-દુઃખનો સર્વથા અભાવ જ છે આવો પ્રશ્ન પહેલાં મારા વડે જે કરાયો હતો “પ્રાપ્રિયે શરીર ન પૃશત:' આ વેદવાક્યનો આધાર લઈને સુખાભાવનો જે પ્રશ્ન કરાયો હતો તે તો હજુ તેવો ને તેવો જ ઉભો રહે છે. તેનો ઉત્તર આમાંથી મને મળતો નથી.
ઉત્તર - તમારો આ પ્રશ્ન બરાબર નથી. કારણ કે આ સંસારમાં સર્વે પણ જીવોને પુણ્યકર્મ અને પાપકર્મના ઉદયથી જ પ્રાપ્ત થનારાં સાંસારિક સુખ-દુઃખ (પ્રિયાપ્રિય) સ્પર્શતા હોય છે. તે કારણથી ક્ષીણ થયાં છે સર્વે પણ પુણ્યકર્મ અને પાપકર્મ જેનાં એવા અને સંપૂર્ણ એવા સંસારરૂપી સાગરના પારને પામેલા એવા મુક્તાત્માને તેવા પ્રકારનાં પુણ્ય-પાપકર્મજન્ય જે સુખ-દુઃખ છે તે જ હોતાં નથી. તેથી તે મુક્તાત્માને સંપૂર્ણ સુખાભાવ હોતો નથી. આ વાત સ્વયં સમજી લેવી. કારણ કે તે મુક્તાત્માને અનંતજ્ઞાન અને અનંતાવ્યાબાધ સુખ હોવાથી સ્વાભાવિક-નિરુપમ અનંતસુખ હોય છે અને આ સુખ આત્માના ગુણરૂપ હોવાથી સ્વાભાવિક છે. નિષ્ણતિકારરૂપ છે તથા સંસારમાં એવી કોઈ ઉપમા નથી કે જેની સાથે આ સુખ સરખાવી શકાય માટે નિરુપમ છે.
ઉપરોક્ત વાત અમે “મુત્ત પર સોલ્વે ના II IIવીદો નહીં મુળ” ઈત્યાદિ
Page #648
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
અગિયારમાં ગણધર - પ્રભાસ
૬૨૩
પદવાળી ૧૯૯૨મી ગાથામાં પૂર્વે જ સિદ્ધ કરી છે. તેથી જેના રાગ અને દ્વેષ ચાલ્યા ગયા છે એવા વીતરાગદ્વેષવાળા મુક્તાત્માને પ્રિય એટલે કે પુણ્યકર્મજનિત સુખ હોતું નથી તથા અપ્રિય એટલે કે પાપકર્મજનિત દુઃખ પણ સંભવતું નથી. પરંતુ આ પુણ્ય-પાપકર્મ જનિત સાંસારિક સુખ અને દુઃખ કરતાં સર્વથા વિલક્ષણ સ્વભાવવાળું તથા કર્મજનિત ન હોવાથી આત્માના ગુણસ્વરૂપવાળું સ્વાભાવિક, નિષ્પતિકારાત્મક, નિરુપમ એવું અને ક્યાંય ક્યારેય પ્રતિઘાત ન પામે તેવું અનંતસુખ આ મુક્તાત્માને હોય છે. સાંસારિક ઈન્દ્રિયોના વિષયસુખ કરતાં સર્વથા વિલક્ષણ એવું અતીન્દ્રિય સુખ હોય છે.
“મારી વા વસન્ત પ્રિયપ્રિયે જ રીત:” આવા પ્રકારનું જે આ વેદવાક્ય છે તેનો અર્થ “અશરીરીપણે વસતા એવા મુક્તજીવને પુણ્ય-પાપકર્મજન્ય સુખ અને દુઃખ સ્પર્શતાં નથી” આવું વેદમાં કહેલ હોવાથી મુક્તાત્માને વેદનીયકર્મનો સર્વથા ક્ષય થયેલો હોવાથી વ્યાબાધા (પીડા) વિનાનું સ્વાભાવિક એવું મુક્તાવસ્થાનું જે અનંતસુખ છે તેનો અભાવ માનવાનો જે પ્રસંગોત્ર = અહીં પ્રસંગ જ ક્યાં આવે છે? અર્થાત્ સુખાભાવ માનવાનો પ્રસંગ જ આવતો નથી. પુણ્ય-પાપકર્મજનિત સાંસારિક ઈન્દ્રિયજન્ય સુખ-દુઃખ ન હોતે છતે અતીન્દ્રિય એવું ગુણોની રમણતાના આનંદસ્વરૂપ એવું સ્વાભાવિક સુખ તો સારી રીતે સંભવી શકે છે.
તેથી ઉપરોક્ત ચર્ચાના સાર રૂપે “રદ હૈ સશરીરસ્ય ઈત્યાદિ પ્રથમ જે વેદવાક્ય છે. તે સંસારી જીવો માટે છે અને “શરીર વી વસન્ત' ઈત્યાદિ જે બીજું વેદવાક્ય છે તે મુક્તજીવ માટે છે. આ રીતે વેદવાક્યો વડે જ ઉપરોક્ત નીતિ-રીતિ પ્રમાણે (૧) જીવકર્મના વિયોગાત્મક મુક્તિ, (૨) મુક્તાવસ્થામાં જીવનું અસ્તિત્વ અને બીજા વેદવાક્યથી (૩) અશરીરીપણે વસતા મુક્તજીવને પુણ્ય-પાપક્ષયજન્ય સ્વાભાવિક અપ્રતિઘાતી એવું અનંતસુખ હોય છે. આમ આ ત્રણે વાતો બરાબર સિદ્ધ થાય છે. માટે જો આ ત્રણ વાતો તમે નહીં માનો તો તમને “અભ્યપગમવિરોધ” નામનો દોષ આવશે. આ વાત નક્કી થઈ.
વળી “નરામ વૈતત્ સર્વ નિદોત્રમ્' ઈત્યાદિ જે વેદવાક્યો છે ત્યાં હે પ્રભાસ ! તમે જે મનમાં આવી શંકા કરો છો કે “યાવજીવ અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ કે જેનું ફળ સ્વર્ગલોક છે” તેથી સ્વર્ગલોકના હેતુભૂત અગ્નિહોત્ર યજ્ઞ કરવાનું જીવીએ ત્યાં સુધી કહેલું હોવાથી મોક્ષના હેતુભૂત ક્રિયા કરવાનો આરંભ યોગ્ય કાલ જ ન હોવાથી મોક્ષનો અભાવ જ છે. આવી મનમાં તમે શંકા લાવો છો. પણ તમારી તે શંકા અસાર છે, નકામી છે. આ વેદવાક્યનો ભાવાર્થ તમે બરાબર સમજ્યા નથી. તેનો સાચો અર્થ આ પ્રમાણે છે -
તે આ અગ્નિહોત્ર યજ્ઞ છે તે યાવજીવ સુધીમાં જ્યારે જ્યારે અવસર મળે ત્યારે
Page #649
--------------------------------------------------------------------------
________________
૬૨૪
અગિયારમાં ગણધર - પ્રભાસ
ગણધરવાદ
ત્યારે માવજીવ એટલે કે સર્વકાલે કરવો જોઈએ. તથા વૈતન્ શબ્દમાં લખેલા વ શબ્દથી મુમુક્ષુ જીવોએ મોક્ષના હેતુભૂત અનુષ્ઠાન પણ કરવું જોઈએ. આવા પ્રકારનો તે વાક્યનો અર્થ છે. આ પ્રમાણે વેદમાં કહેલાં વાક્યો દ્વારા તથા યુક્તિઓ દ્વારા મોક્ષની સિદ્ધિ કરી. તેથી પ્રભાસજીનો સંશય પણ છેદાયો. ll૨૦૨૨-૨૦૨૩
સંશય છેદયા પછી પ્રભાસજીએ શું કર્યું? તે કહે છે - छिन्नम्मि संसयम्मि, जिणेण जर-मरण-विप्पमुक्केणं । सो समणो पव्वइओ, तिहिओ सह खंडियसएहिं ॥२०२४॥ (છિને સંયે , નર-મર-વિપ્રમુવલ્તન . સ: શ્રમUT: પ્રવ્રગિન્નિમસ્તુ સદ વિશૌ: ).
ગાથાર્થ – જરા અને મરણથી મુકાયેલા એવા જિનેશ્વરપ્રભુ વડે પ્રભાસગણધરનો સંશય છેદાયે છતે તે શ્રમણે પોતાના ત્રણસો શિષ્ય સાથે પ્રભુ પાસે પ્રવ્રયા સ્વીકારી. //ર૦૨૪ll.
વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ વડે શ્રી પ્રભાસજીનો મોક્ષ સંબંધી સંદેહ દૂર કરાયો. મોક્ષ છે, મોક્ષમાં જીવનું અસ્તિત્વ છે અને ત્યાં રહેલા જીવો પોતાના ગુણોના સુખોથી અનંત સુખવાળા છે. આ વાત યુક્તિપૂર્વક સિદ્ધ કરવામાં આવી. વસ્તુસ્થિતિ સમજાતાં પૂર્વના દશ ગણધરોની જેમ પ્રભાસજીએ વાસ્તવિક વાત સ્વીકારી લીધી. પરમાત્માને ભાવથી સર્વજ્ઞ પ્રભુ તરીકે સ્વીકાર્યા અને પોતાના ત્રણસો શિષ્યો સાથે પરમાત્માએ બતાવેલ વીતરાગપ્રણીત પ્રવ્રજ્યા સ્વીકારી. અગિયારમા ગણધર તરીકે પ્રસિદ્ધિ પામ્યા. ૨૦૨૪.
અગિયારમા ગણધર શ્રી પ્રભાસજીનો વાદ સમાપ્ત થયો.
આ સાથે અગિયાર ગણધરના વાદ સમાપ્ત.
(સમાપ્તોડ્યું પાથરવી)
Printed & Composed at BHARAT GRAPHICS 7, New Market, Panjarapole, Relief Road, Ahmedabad-380 001 Guj (ind). Ph. : 079-22134176, Mob. 9925020106 (Bharatbhai), Email : bharatgraphics1@gmail.com
Page #650
--------------------------------------------------------------------------
________________ Serving Jin Shasan 142608 gyanmandin kobatirth.org Fb : 32936