________________
૧૩૨
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ
अब्भादिविगाराणं जह वेचित्तं विणा वि कम्मेण । तह जइ संसारीणं, हवेज को नाम तो दोसो ? ॥१६२९॥ (अभ्रादिविकाराणां, यथा वैचित्र्यं विनापि कर्मणा ।
तथा यदि संसारिणां, भवेत् को नाम ततो दोषः ? ॥)
ગાથાર્થ - કર્મ વિના પણ જેમ વાદળ આદિમાં વિકારો દેખાય છે તેમ સંસારી જીવોમાં પણ કર્મ વિના જ વિચિત્રતા માનવામાં આવે તો શું દોષ આવે ? /૧૬ ૨૯
- વિવેચન - પૂર્વે આવેલી ૧૬૧૨-૧૬૧૩ ગાથામાં સુખ-દુઃખ આદિ ભાવોમાં ચિત્રવિચિત્રતા પ્રત્યક્ષ દેખાતી હોવાથી તેના હેતુભૂત કર્મતત્ત્વ છે. આમ સિદ્ધ કરેલું છે તથા તુલ્યસાધન સામગ્રીવાળામાં પણ ફળભેદ જે જણાય છે તેમાં કોઈક કારણ છે અને તે કર્મ છે આમ સમજાવેલું છે. છતાં તે બાબતમાં ભગવાન શ્રી મહાવીર પરમાત્માને અગ્નિભૂતિ પૂછે છે -
જેમ વાદળ કાળાં-ધોળાં-ઘનીભૂત-વિરલ આમ ચિત્ર-વિચિત્ર હોય છે. તેમાં કોઈ કર્મ કારણ નથી. તેવી જ રીતે ઈન્દ્રધનુષ, વીજળી વગેરે ઘણા પદાર્થો કર્મ વિના જ સ્વયં તથાસ્વભાવે જ ચિત્ર-વિચિત્ર જોવા મળે છે. તેની જેમ સંસારી જીવોના સમૂહમાં પણ સુખ-દુઃખ, રાજા-રંકપણું, રોગી-નિરોગીપણું, સ્ત્રી-પુરૂષપણું વગેરે ચિત્ર-વિચિત્રતા કર્મ વિના જ સ્વયં તથાસ્વભાવે જ હોય છે, આમ માનીએ તો શું દોષ ? શા માટે કર્મ માનવું જોઈએ? પ્રત્યક્ષ દેખાતી જે આ ચિત્ર-વિચિત્રતા છે તે કર્મકારણ વિના જ સ્વયં છે, સહજ છે. આમ માનવામાં આવે તો શું દોષ? આવો પ્રશ્ન આ ગાથામાં અગ્નિભૂતિ કરે છે. I/૧૬ ૨૯
कम्मम्मि व को भेओ, जह बज्झक्खंधचित्तया सिद्धा । तह कम्मपोग्गलाण वि विचित्तया जीवसहियाणं ॥१६३०॥ (कर्मणि वा को भेदो यथा बाह्यस्कन्धचित्रता सिद्धा ।
तथा कर्मपुद्गलानामपि विचित्रता जीवसहितानाम् ॥)
ગાથાર્થ - કર્મપુગલોમાં શું ભેદ છે કે ત્યાં ચિત્ર-વિચિત્રતા ન હોય ? જેમ બાહ્ય યુગલસ્કંધોમાં ચિત્ર-વિચિત્રતા સિદ્ધ છે. તેવી જ રીતે જીવ વડે ગ્રહણ કરાયેલ એવા કર્મયુગલોમાં પણ ચિત્ર-વિચિત્રતા સિદ્ધ છે. l/૧૬૩oll