________________
બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૩૧
વિવેચન - ઉપરની બન્ને ગાથામાં કર્મને મૂર્તત્વ સિદ્ધ કરવા માટે જે ચાર હેતુઓ આપ્યા છે તેમાંનો ચોથો હેતુ અસિદ્ધ હેત્વાભાસ છે એમ સમજતા અગ્નિભૂતિ પ્રશ્ન કરે છે કે -
ગણધરવાદ
‘‘વરણામાત્’’ આ હેતુ અસિદ્ધ હેત્વાભાસ છે. કારણ કે જે હેતુ પક્ષમાં ન હોય તેને અસિદ્ધ કહેવાય છે. અહીં કર્મ પરિણામી હોય અર્થાત્ કાર્યણવર્ગણા કર્મરૂપે પરિણામ પામતી હોય અર્થાત્ આવા પ્રકારનું કાર્યણવર્ગણાનું કર્મસ્વરૂપે રૂપાન્તર થતું હોય એમ જણાતું નથી. પરંતુ કર્મ એટલે ભાગ્ય-નસીબ એટલે કે ધર્મ અને અધર્મ નામનો આત્માનો ગુણ જ હોય એમ લાગે છે. માટે આ કર્મ આત્માના ગુણરૂપ છે પણ કાર્મણવર્ગણા રૂપ નથી કે જે કર્મરૂપે પરિણામ પામે. આવો નૈયાયિક-વૈશેષિકનો મત છે. તેને આશ્રયી અગ્નિભૂતિ પ્રશ્ન કરે છે.
ઉત્તર - તમારી આ વાત અયુક્ત છે. કારણ કે કર્મ એ આત્માના ગુણાત્મક નથી પરંતુ પરિણામી એવું પુદ્ગલદ્રવ્ય જ છે. કર્મમાં તે પરિણામ પણ સિદ્ધ જ છે. અસિદ્ધ નથી જ. કારણ કે કર્મનું કાર્ય જે શરીરાદિ છે તે પરિણામી છે. તેથી કર્મ પણ પરિણામી છે. ‘‘ધર્મ પરિગામિ ાર્યપરિમિત્વત્ પય: વ'' જેનું જેનું કાર્ય પરિણામી હોય છે તેનું તેનું કારણ પણ પરિણામી જ હોય છે. જેમ દૂધ એ કારણ છે અને દહીં એ કાર્ય છે. ત્યાં દહીમાંથી છાશ-માખણ-શીખંડ આદિ બનતા હોવાથી દહીં પરિણામીદ્રવ્ય છે. તેથી તેના કારણભૂત પુદ્ગલ એવું દૂધ દ્રવ્ય પણ પરિણામી દ્રવ્ય છે. તેની જેમ કર્મના વિપાકોદયથી પ્રાપ્ત થયેલ એવા કર્મના કાર્યભૂત શરીરાદિભાવો પરિણામી છે. તેથી તેના કારણભૂત એવું કર્મ પણ પરિણામી દ્રવ્ય જ છે. આ અનુમાનથી કર્મમાં પરિણામીપણું અવશ્ય સિદ્ધ થાય છે. માટે કાર્યણવર્ગણા જ કર્મરૂપે પરિણામ પામે છે અને બંધાયેલું કર્મ પણ આત્માના અધ્યવસાયને અનુસારે તીવ્ર-મંદપણે, ઉદ્ઘર્તના-અપવર્તના રૂપે, શુભાશુભ સંક્રમરૂપે અનેકવિધ પરિણામ પામનારું દ્રવ્ય છે. પરંતુ આત્માના ધર્માધર્મ સ્વરૂપ ગુણાત્મક
નથી.
તથા કર્મ એ આત્માથી કથંચિત્ ભિન્ન એવું પુદ્ગલદ્રવ્ય છે. તેથી જ રત્નત્રયીની સાધના દ્વારા તેનો કાલાન્તરે નાશ કરી શકાય છે. શુદ્ધ આત્મતત્ત્વ પ્રાપ્ત કરી શકાય છે. જો આત્માના ગુણ સ્વરૂપ હોત તો નાશ ન કરી શકાત. કારણ કે ગુણ-ગુણીનો અવિનાભાવ સંબંધ હોય છે. માટે કર્મ જો ગુણાત્મક હોત તો નાશ ન કરી શકાત, પણ આ કર્મ પુદ્ગલાત્મક દ્રવ્ય છે પરંતુ ગુણાત્મક નથી. તેથી પરિણામી જ છે. ૧૬૨૮॥