________________
ગણધરવાદ
બીજા ગણધર - અગ્નિભૂતિ
૧૩૩
વિવેચન - આકાશમાં થતાં વાદળ, ગન્ધર્વનગર, ઈન્દ્રધનુષ્ય, વીજળી વગેરે પદાર્થોમાં કોઈ કોઈ વાર ગૃહનો (ઘરનો) આકાર, દેવકુલનો આકાર, પ્રાકાર (ગઢનો) આકાર વગેરે દેખાય છે તથા કાળા-નીલા-લાલ આદિ અનેકવિધ રંગો રૂપે પરિણામ પામેલાં પુદ્ગલ દ્રવ્યો જણાય છે. આમ અબ્રાદિમાં હે અગ્નિભૂતિ ! જો ચિત્ર-વિચિત્રતા સ્વીકારાય છે તો “કર્મ” એ પણ અભ્રાદિની જેમ પુદ્ગલદ્રવ્ય જ છે. તેમાં પણ તમે આવો ભેદ (વિશેષતા) કેમ કરો છો કે ત્યાં વિચિત્રતા નથી સ્વીકારતા ? એટલે કે હે અગ્નિભૂતિ ! જેમ વાદળ, ઈન્દ્રધનુષ્ય, ગન્ધર્વનગર વગેરે સકલલોકને પ્રત્યક્ષ દેખાતા બાહ્ય (બાદર-સ્થલ) પુદગલ સ્કંધોમાં ચિત્ર-વિચિત્રતા તમને પ્રત્યક્ષ જણાય જ છે અને તમે માનો પણ છો. તેની જેમ જ અંદર રહેલાં અતિશય સૂક્ષ્મ એવાં કર્મપુગલો એ પણ એક જાતનાં વાદળ આદિની જેમ જ મુગલદ્રવ્ય જ છે. તો તેમાં સુખ-દુઃખાદિના જનક તરીકે થતી ચિત્ર-વિચિત્રતા કેમ નથી સ્વીકારાતી ? વાદળાદિ પુદ્ગલોમાં ચિત્ર-વિચિત્રતા સ્વીકારવી અને કર્મપુદ્ગલોમાં આવી ચિત્ર-વિચિત્રતા ન સ્વીકારવી. આવો ભેદ (વિશેષતાપક્ષપાત) શા માટે ? કર્મમાં પુગલપણું સમાન હોવાથી ચિત્ર-વિચિત્રતા માનવી જોઈએ.
વિશેષથી જો સૂક્ષ્મ વિચારણા કરવામાં આવે તો વાદળ-ઈન્દ્રધનુષ્ય વગેરે તો જીવરહિત કેવળ એકલાં પુદ્ગલદ્રવ્યો છે. છતાં તેમાં ચિત્ર-વિચિત્રતા દેખાય છે અને મનાય છે. તો પછી કાશ્મણ વર્ગણાનાં પુગલો તો જીવ વડે ગ્રહણ કરાઈને કર્મરૂપે પરિણામ પમાડાય છે. તેમાં તો અધ્યવસાયને અનુસારે જીવનો પ્રયત્નવિશેષ પણ વધારે કારણ છે. તેથી જીવસહિત એવી વિશેષતા વાળા કર્મપરમાણુઓમાં ચિત્ર-વિચિત્રતાનું કારણ વિદ્યમાન હોવા છતાં સુખ-દુઃખાદિની જનકતા રૂપે ચિત્ર-વિચિત્રતા તમારા વડે કેમ નથી સ્વીકારાતી?
જો અભ્રાદિ (વાદળ વગેરે) બાહ્ય પુગલ સ્કંધો જીવનો પ્રયત્નવિશેષ નથી તો પણ પારિણામિકભાવે પરિણામ પામે છે. તો પછી જીવો વડે ગ્રહણ કરાયેલાં (એટલે કે બંધાયેલાં) એવાં કર્મોમાં તો તે પરિણમનશીલતા સારી રીતે સંભવી શકે છે. માટે સુખદુઃખાદિના જનક કર્મમાં પણ અનેક પ્રકારની ચિત્ર-વિચિત્રતા પણ છે જ. તેને જ પુણ્યપાપ કહેવાય છે અથવા જ્ઞાનાવરણીયાદિ મૂલકર્મ આઠ અને ઉત્તરભેદ ૧૫૮ કહેવાય છે. ll૧૬૩ ll
बज्झाण चित्तया जइ, पडिवन्ना कम्मणो विसेसेण । जीवाणुगयस्स मया, भत्तीण व सिप्पिनत्थाणं ॥१६३१॥ (बाह्यानां चित्रता यदि, प्रतिपन्ना कर्मणो विशेषेण । जीवानुगतस्य मता, भक्तीनामिव शिल्पिन्यस्तानाम् ॥)