________________
૧૩૪
બીજા ગણધર - અગ્નિભૂતિ
ગણધરવાદ ગાથાર્થ - હે અગ્નિભૂતિ ! જો તમે બાહ્ય-પુગલસ્કંધોમાં ચિત્ર-વિચિત્રતા માનો છો. તો તેની જેમ જીવ વડે ગ્રહણ કરાયેલા કર્મમાં પણ શિલ્પીએ ગોઠવેલ રચનાઓની જેમ ચિત્ર-વિચિત્રતા સ્વીકારી લેવી જોઈએ. /૧૬૩૧//
વિવેચન - હે અગ્નિભૂતિ ! જે પુગલો જીવ વડે ગ્રહણ નથી કરાયાં, જીવની ગ્રહણક્રિયાથી બહાર છે તેવા પ્રકારનાં બાહ્ય અભ્રાદિ પુદ્ગલોમાં જો જુદા જુદા આકારે પરિણામ પામવાની પરિણતિ સ્વરૂપ ચિત્ર-વિચિત્રતા તમારા વડે સ્વીકારાય છે તો પછી જીવ વડે ગ્રહણ કરાતાં કર્મપુદ્ગલોમાં તો આ ચિત્ર-વિચિત્રતા વિશેષ કરીને અમારે અને તમારે માની લેવી જોઈએ. કારણ કે તેમાં જીવનો પણ પ્રયત્નવિશેષ ભળતો હોવાથી તે પુગલોમાં ચિત્ર-વિચિત્રતા અવશ્ય આવે જ છે. જેમકે શિલ્પી દ્વારા કરાયેલી રચનાઓ ચિત્ર-વિચિત્ર હોય છે તેમ અહીં કર્મમાં પણ જીવ વડે કરાયેલી અનેકવિધ ચિત્ર-વિચિત્રતા જાણવી.
જેમ કાષ્ઠ-માટી અને પત્થર આદિ પુદ્ગલદ્રવ્ય પરિણામી હોવાથી જુદા જુદા આકારે પરિણામ તો પામે જ છે તો પણ તે તે કલાના શિલ્પી લોકો તે કાષ્ઠાદિ ઉપર
જ્યારે મૂર્તિ, કમલ આદિ સુંદર કલા-કારીગરી કરે છે ત્યારે તે તે પુગલ દ્રવ્ય અવશ્ય ભિન્ન-ભિન આકતિરૂપે પરિણામ પામતાં પ્રત્યક્ષ દેખાય છે. એટલું જ નહીં પરંતુ વાદળ અને ઈન્દ્રધનુષ્ય આદિ પદાર્થોમાં જે સ્વયં ચિત્રતા બને છે અને શિલ્પી લોકો વડે ચિત્રકલા આદિમાં બુદ્ધિપૂર્વક જે રચનાઓ કરાય છે તે ઘણી જ વિશિષ્ટ હોય છે. કારણ કે શિલ્પિ વડે કરાયેલી રચનાઓ બુદ્ધિપૂર્વક કર્તા વડે કરાઈ છે. માટે વિશિષ્ટ હોય છે. આ વાત પ્રત્યક્ષસિદ્ધ છે. જેમકે દેલવાડાનાં અને રાણકપુરનાં જૈનમંદિરો, આ મન્દિરોના પત્થરમાં શિલ્પશાસ્ત્રના આધારે જે આકૃતિઓ બનાવાઈ છે તે કેટલી અદ્ભુત છે તે સાક્ષાત્ દૃષ્ટિગોચર છે.
પુદ્ગલદ્રવ્ય સ્વયં સહજભાવે પરિણામી છે અને આ જીવ તેને જુદી જુદી આકૃતિરૂપે પરિણામ પમાડે છે. તેવી જ રીતે કર્મ પણ પુગલદ્રવ્ય જ છે અને આ જીવ તે કર્મપુદ્ગલને જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય સાતા-અસાતા આદિરૂપે અનેકપ્રકારે પરિણામ પમાડે છે. આ રીતે તર્ક અને ઉદાહરણપૂર્વક વિચાર કરતાં નક્કી સમજાય જ છે કે જીવ વડે ગ્રહણ કરાયેલાં કર્મપુદ્ગલોમાં પણ સુખ-દુઃખ આદિની ચિત્ર-વિચિત્ર પરિસ્થિતિ આપવા સ્વરૂપ અને જ્ઞાનાદિ આત્મગુણોને તીવ્ર-મન્દભાવે આચ્છાદિત કરવારૂપ વિશિષ્ટ એવો પરિણામ પામવા સ્વરૂપ ચિત્ર-વિચિત્રતા કેમ ન હોઈ શકે ? માટે કર્મપરમાણુઓમાં તો કર્તા તરીકે જીવનો પ્રયત્નવિશેષ કારણ હોવાથી અને પુદ્ગલદ્રવ્યમાં સ્વાભાવિકપણે જ પારિણામિક સ્વભાવ હોવાથી આવી પરિણામ સ્વરૂપ ચિત્ર-વિચિત્રતા અવશ્ય છે. આમ માની લેવું જોઈએ. ll૧૬૩૧il.