________________
ગણધરવાદ
૧૩૫
બીજા ગણધર - અગ્નિભૂતિ तो जइ तणुमेत्तं चिय, हवेज का कम्मकप्पणा नाम । कम्मं पि नणु तणुच्चिय, सण्हयरब्भंतरा नवरं ॥१६३२॥ (ततो यदि तनुमात्रमेव, भवेत् का कर्मकल्पना नाम ।
कर्मापि ननु तनुरेव, सूक्ष्मतराभ्यन्तरा नवरम् ॥)
ગાથાર્થ - તેથી જો આવી શંકા થાય કે “શરીરાદિ” માત્ર બાહ્ય પુગલદ્રવ્ય જ પરિણામી હો. અંતર્ગત કર્મતત્ત્વની કલ્પના કરવાની શું જરૂર ? તો તેનો ઉત્તર એ છે કે “કર્મ” એ પણ શરીર જ છે. પરંતુ તે સૂક્ષ્મ છે અને અભ્યત્તર છે. ll૧૬૩૨/
વિવેચન - હે અગ્નિભૂતિ ! અહીં તમને કદાચ આવી શંકા થાય કે જેમ અબ્રાદિ પુગલોની કર્મ વિના પણ વિચિત્ર પરિણતિ દેખાય છે. તેવી જ રીતે સર્વલોકને પ્રત્યક્ષ દેખાતાં એવા બાહ્ય પુદ્ગલાત્મક જે ભોગ્યશરીરો છે તેની જ સુંદર-રૂપાળાપણે, કડ્ડપાપણે, સુખાત્મકપણે, દુઃખાત્મકપણે ઈત્યાદિ અનેક ભાવરૂપે પરિણતિ છે. આટલું જ માનવામાં આવે અને કર્મતત્ત્વ માનવામાં ન આવે એટલે કે કર્મતત્ત્વ માન્યા કર્યા વિના જ વાદળ આદિની જેમ સ્વાભાવિકપણે જ ભોગ્ય શરીરો ચિત્ર-વિચિત્ર પરિણતિરૂપે પરિણામ પામે છે. આટલું જ માનીએ તો શું દોષ ? તે શરીરાદિની વિચિત્રતામાં હેતુભૂત અંદર વિદ્યમાન એવા કર્મતત્ત્વની નિરર્થક કલ્પના કરવાની શું જરૂર ? જેમ કર્મ વિના અબ્રાદિમાં વિકારો થાય છે. તેમ કર્મ વિના એકેન્દ્રિયથી પંચેન્દ્રિય એમ સર્વે જીવોનાં ભોગ્ય શરીરાદિની ભિન્ન-ભિન્ન રચના સ્વયં થાય છે. કર્મ જેવું આન્તરિક તત્ત્વભૂત કોઈ કારણ નથી. આમ જ માનીએ તો ચાલે તેમ છે. તો કર્મને શા માટે સ્વીકારવું ? કર્મ વિના જ ભાગ્યશરીરો વાદળાદિની જેમ સ્વયં જુદા જુદા પરિણામ પામે છે.
ઉત્તર - ભગવાન શ્રી મહાવીર પ્રભુ હવે તેનો ઉત્તર આપતાં કહે છે કે અભ્રાદિના વિકારો (વિચિત્રતા) તને પ્રત્યક્ષ દેખાય છે. તેથી તે વિચિત્રતા તું સ્વીકારે છે અને તેનું જ ઉદાહરણ લઈને ભાગ્યશરીરો પણ પુગલદ્રવ્ય હોવાથી અભ્રાદિ અને ભાગ્યશરીરો પુદ્ગલપણે સમાન હોવાથી ભોગ્ય શરીરોમાં પણ ચિત્ર-વિચિત્રતા જો તમે સ્વીકારો છો. તો હે અગ્નિભૂતિ ! અભ્રાદિ જેમ પુગલ છે. ભાગ્યશરીરો જેમ પુદ્ગલ છે તેમ કર્મ પણ કાર્મણ વર્ગણાનું બનેલું પુદ્ગલદ્રવ્ય જ છે. પૌદ્ગલિક શરીરમાત્ર જ છે. ફક્ત તે શરીર અતીન્દ્રિય (બાલ્યન્દ્રિયોથી અગોચર) હોવાથી અતિશય સૂમ છે અને આત્માની સાથે અત્યન્ત સંશ્લિષ્ટ હોવાથી એટલે કે આત્માના એક એક પ્રદેશની સાથે વણાયેલું હોવાથી અંદરવર્તી એટલે કે અભ્યત્તર છે.