SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠા ગણધર - મંડિક होज्जाणाईओ वा, संबंधो तह वि न घडए मोक्खो । जोऽणाई सोऽणतो, जीवनहाणं व संबंधो ॥१८११ ॥ ગણધરવાદ ( भवेदनादिको वा, सम्बन्धस्तथापि न घटते मोक्षः । યોડનાવિ: મોનાન્તો, નીવનમસોરિવ સમ્બન્ધ: ") ગાથાર્થ - અથવા જીવ અને કર્મનો સંબંધ જો અનાદિ છે, આમ માનીએ તો પણ મોક્ષ ઘટતો નથી. કારણ કે જે સંબંધ અનાદિનો હોય તે સંબંધ જીવ-આકાશના સંબંધની જેમ અનંત હોય છે. ૧૮૧૧ ૩૮૩ વિવેચન - જીવ અને કર્મનો સંબંધ જો આદિવાળો માનીએ તો ત્રણે પક્ષમાં દોષો જ આવે છે તેથી થાકીને હવે જો એમ કહો કે “જીવ અને કર્મનો સંબંધ અનાદિનો છે” તો પણ દોષ જ આવશે. કારણ કે જો આ સંબંધ અનાદિનો હોય તો આ જીવનો ક્યારેય પણ મોક્ષ થશે નહીં. એટલે મોક્ષ ઘટશે નહીં. કારણ કે જે જે સંબંધ અનાદિકાલના હોય છે. તે તે સંબંધો ભાવિમાં પણ અનંતકાલ સુધી રહેનારા હોય છે. જેમ આ જીવનો અને આકાશનો સંબંધ અનાદિનો છે તો તે સંબંધ સદાકાલ રહે જ છે. આ જીવ સંસારમાં રહે કે મોક્ષમાં જાય પણ જીવ-આકાશનો સંબંધ તો અનંતકાલ જ રહેવાનો, તે સંબંધનો ક્યારેય પણ અંત આવવાનો નહીં. તેવી જ રીતે આ જીવનો અને કર્મનો સંબંધ જો અનાદિનો છે તે સંબંધ અનંતકાલ સુધી રહેશે. એટલે આ જીવનો ક્યારેય પણ મોક્ષ થશે નહીં. જીવ અને આકાશના સંબંધની જેમ જીવ અને કર્મનો સંબંધ પણ ક્યારેય નિવૃત્તિ પામશે નહીં. તેમ હોતે છતે જીવની મુક્તિ થવાનો અભાવ જ થશે. માટે આ અનાદિવાળો પક્ષ પણ યુક્તિસંગત નથી. ૧૮૧૧|| હવે આ વાતનો ઉપસંહાર કરતાં જણાવે છે કે - इय जुत्तीए न घडइ सुव्वइ य सुईसु बंध - मोक्खा । ते तुह संसओऽयं, न य कज्जोऽयं जहा सुणसु ॥१८१२॥ ( इति युक्त्या न घटते श्रूयते च श्रुतिषु बन्धमोक्षाविति । तेन तव संशयोऽयं न च कार्योऽयं यथा शृणु ॥ ) ગાથાર્થ - આ પ્રમાણે યુક્તિથી બંધ અને મોક્ષ ઘટતા નથી અને શ્રુતિઓમાં આત્માને બંધ-મોક્ષ થાય છે એમ સંભળાય છે. તેથી તમને સંશય થયેલો છે. પરંતુ આ સંશય કરવા જેવો નથી. જે રીતે સંશય કરવા જેવો નથી તે હકીકત તમે સાંભળો. ।।૧૮૧૨।।
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy