________________
૩૮૨
છઠ્ઠા ગણધર - મંડિક
ગણધરવાદ
ક્રિયા સ્ત્રી વડે કરાય છે અને તે ક્રિયા ભાત ઉપર થાય છે. તેથી ભાતને કર્મ કહેવાય છે તેવું અહીં નથી. માટે કર્તા અને ક્રિયા વિના કર્મત આવે નહીં.
હવે જો એમ કહો કે કર્તા એવા આત્મા વિના અને ક્રિયા વિના એમને એમ પૂર્વકાલમાં “નિષ્કારણપણે” કર્મ થાય છે. આવું જ કહેશો તો જે કાર્ય કારણ વિના નિષ્કારણપણે જળ્યું હોય તેનો વિનાશ પણ મેઘઘટાની જેમ અનાયાસપણે કારણ વિના જ થાય. તેથી આ આત્મામાંથી અચાનક જ સર્વ કર્મનો વિનાશ થઈ જશે. ધર્મ-આચરણ કર્યા વિના જ આ જીવના કર્મોનો ઉત્પત્તિની જેમ વિના કારણે જ ક્ષય પણ થઈ જશે. માટે આ બીજો પક્ષ પણ વ્યાજબી નથી.
હવે જો “યુગપ ઉત્પત્તિ” વાળો ત્રીજો પક્ષ લઈએ તો તે પક્ષ તો બીલકુલ સંભવે જ નહીં. કારણ કે યુગપદ્ ઉત્પત્તિ માનવામાં “પ્રત્યે-પક્ષોતા તોષા: વીધ્યાઃ' એક એક પક્ષમાં કહેલા જે જે દોષો છે તે બન્નેને સાથે માનવાથી બન્ને પક્ષના દોષો આવે. અર્થાત્ દ્વિગુણ = બમણા દોષો આવે છે. માટે તે પક્ષ તો દૂરથી જ ત્યાજ્ય છે, દુર્ગબ્ધ છે. જેમ પૂર્વકાલમાં કોઈ કારણ ન હોવાથી (નિષ્કારણતાને લીધે) કેવલ એકલા આત્માની ઉત્પત્તિ ન ઘટે તથા કર્તા-કરણ વગેરે કારણો ન હોવાથી (નિષ્કારણતાને લીધે) જેમ એકલા કર્મની ઉત્પત્તિ પૂર્વકાલમાં ન ઘટે તેવી જ રીતે આ જ નિષ્કારણતાના લીધે ઉભયની ઉત્પત્તિ પણ ન જ ઘટે.
વળી યુગપદ્ ઉત્પત્તિ” માનવામાં બીજો એ દોષ પણ આવે કે એકી સાથે ઉત્પન્ન થયેલા જીવ અને કર્મમાં “આ જીવ એ કર્તા અને જ્ઞાનાવરણીયાદિ રૂપે બંધાતો પુગલસમૂહ એ કર્મ” આવા પ્રકારનો કર્તા-કર્મનો વ્યપદેશ પણ ન ઘટે. જેમ લોકમાં એકી સાથે ઉત્પન્ન થતા એવા ગાયના ડાબા-જમણા શિંગડામાં કર્તા-કર્મપણું સંભવતું નથી. તેમ અહીં પણ જીવ એ કર્તા અને જ્ઞાનાવરણીયાદિ જે બંધાય છે તે કર્મ, આવો વ્યવહાર પણ નહીં ઘટે. આ રીતે જીવ અને કર્મનો સંબંધ આદિવાળો માનવો કે આદિ વિનાનો માનવો આવા બે પક્ષો ગાથા ૧૮૦૫ માં કહેલા. તેમાં જો જીવ અને કર્મનો સંબંધ આદિવાળો માનીએ તો (૧) પ્રથમ જીવ અને પછી કર્મ, (૨) પ્રથમ કર્મ અને પછી જીવ કે (૩) યુગપ બન્નેની ઉત્પત્તિ, આવા ત્રણ પક્ષો કરેલા. તે ત્રણે પક્ષોનું ખંડન ૧૮૦૬ થી ૧૮૧૦ એમ પાંચ ગાથામાં સમાપ્ત કર્યું. એટલે “આદિવાળો સંબંધ” એ મૂલ પહેલો પક્ષ સમાપ્ત થયો. હવે જો આ જીવ અને કર્મનો સંબંધ આદિ વિનાનો અર્થાત્ અનાદિનો છે આમ માનીએ તો શું દોષ આવે? તે બીજા પક્ષનું ખંડન હવે પછીની ગાથામાં કહે છે. ૧૮૦૯-૧૮૧૦ll