________________
ગણધરવાદ
છઠ્ઠા ગણધર - મંડિક
૩૮૧
નથી. તેમ કર્મો વિનાના (કર્મોથી નહી બંધાયેલા) એવા આ જીવને “મોક્ષનો વ્યપદેશ” પણ સંભવશે નહીં. કારણ કે મોક્ષનો વ્યપદેશ બંધપૂર્વક જ હોય છે. મુધ્ ધાતુનો અર્થ જ ‘“વશ્વવિશ્લેષ’’ થાય છે. આ રીતે વિચારતાં “પૂર્વે કેવલ એકલો જીવ હતો અને પછી કર્મો લાગ્યાં” આ પ્રથમપક્ષ કોઈપણ રીતે યુક્તિયુક્ત નથી. ૧૮૦૮॥
હવે “પહેલું કર્મ અને પછી જીવ’” અથવા “બન્ને સાથે છે” આવા પ્રકારના બીજા અને ત્રીજા પક્ષને આશ્રયી દોષ જણાવતાં કહે છે
-
न य कम्मस्स वि पुव्वं, कत्तुरभावे समुब्भवो जुत्तो । निक्कारणओ सो वि य, तह जुगवुप्पत्तिभावे य ॥१८०९॥
न हि कत्ता कज्जं ति य जुगवुप्पत्तीए जीवकम्माणं । जुत्तो ववएसोऽयं, जह लोए गोविसाणाणं ॥१८१०॥ ( न च कर्मणोऽपि पूर्वं कर्तुरभावे समुद्भवो युक्तः । निष्कारणकः सोऽपि च, तथा युगपदुत्पत्तिभावे च ॥ न हि कर्ता कार्यमिति च युगपदुत्पत्तौ जीवकर्मणोः । युक्तो व्यपदेशोऽयं, यथा लोके गोविषाणयोः ॥ )
ગાથાર્થ - કર્તા એવા આત્મા વિના પૂર્વકાલમાં કર્મમાત્રની ઉત્પત્તિ પણ સંભવિત નથી. જો નિષ્કારણ તે કર્મબંધ થતો હોય તો તેનો વિનાશ પણ નિષ્કારણ જ થાય. માટે આ પક્ષ યથાર્થ નથી. વળી યુગપદ્ ઉત્પત્તિ માનવામાં પણ બન્ને પક્ષના ડબલદોષ આવે છે. તથા જીવ અને કર્મની એકી સાથે ઉત્પત્તિ માન્ચે છતે ગાયના ડાબા-જમણા શિંગડાની જેમ તે બન્નેની વચ્ચે કર્તા અને કર્મ આવો વ્યપદેશ પણ ઘટી શકતો નથી. ૧૮૦૯-૧૮૧૦/
વિવેચન - હવે બીજો પક્ષ સ્વીકારીએ એટલે કે “પહેલાં કર્મ હતું અને પછી જીવની ઉત્પત્તિ થઈ” તો આ પક્ષ પણ ઉચિત નથી. કારણ કે કર્તા એવા આત્મા વિના “કર્મ” બન્યું કેવી રીતે ? જેમ કુલાલ-કર્તા વિના ઘટકાર્ય બને નહીં. તેમ કર્તા એવા આત્મા વિના “કર્મ” રૂપ કાર્ય પણ સંભવે નહીં. કારણ કે પૂર્વકાલમાં જ્યારે કર્મ એકલું માનો છો ત્યારે કર્તા એવો આત્મા તો તે કાલે નથી. કર્તા વિના ક્રિયા થાય નહીં અને જેમાં ક્રિયા ન હોય તેને કર્મ કહેવાય નહીં. જેમ તે સ્ત્રી ભાત રાંધે છે” આ વાક્યમાં રાંધવાની