________________
૭૬
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ તે જ પૃથિવી આદિ ભૂતોનો વિનાશ થયે છતે તેની પાછળ આ વિજ્ઞાનઘનમય આત્મા પણ વિનાશ જ પામે છે. પરંતુ આત્મતત્ત્વને માનનાર જૈનદર્શનકારો વગેરે જેમ માને છે તેમ અહીંથી મરીને પરભવમાં જતો હોય એમ નથી, ભવાન્તરયાયી નથી.
ઉપર સમજાવ્યા પ્રમાણે આ જીવ મરીને ભવાન્તરમાં જતો નથી તે કારણથી પરભવ પણ નથી અને આ જીવ પરભવમાં જતો પણ નથી તથા પરભવમાં આ જીવ દેવ બન્યો કે નારકી બન્યો કે તિર્યંચ બન્યો કે મનુષ્ય બન્યો આવા પ્રકારનાં નામો પણ નથી. અર્થાત્ પૂર્વભવમાં નારકાદિ અમુક નામવાળો હતો અને ભવાન્તરમાં દેવ-મનુષ્યાદિ બીજા નામવાળો બન્યો આવું પણ નથી. સારાંશ કે જે જીવ નારકી હતો તે મરીને મનુષ્ય થયો કે જે જીવ તિર્યંચ હતો તે મરીને દેવ થયો ઈત્યાદિ નામાન્તરો પણ નથી. કારણ કે જેવો જીવ નારકમાંથી મૃત્યુ પામ્યો તેવો ત્યાં જ સમાપ્ત થઈ ગયો. પાંચ ભૂતોના નાશમાં જીવનો નાશ જ થઈ જાય છે. તેથી ઉપરની સઘળી ચર્ચાનો તાત્પર્યરૂપે સાર એક વાક્યમાં જ ગ્રંથકારશ્રી જણાવે છે કે વિજ્ઞાનઘનમય આ આત્મા પાંચભૂતોના સમુદાયમાંથી ઉત્પન્ન થઈને પાંચ ભૂતોના સમુદાયમાં જ નાશ પામી જાય છે. તેથી એકભવથી બીજા ભવમાં કોઈ જતું નથી. અર્થાત્ ભવાન્તરયાયી એવો જીવ નામનો સ્વતંત્ર કોઈ પદાર્થ નથી. આવા આવા અર્થોવાળા વિચારો હે ઈન્દ્રભૂતિ ! તમારા મનમાં પ્રવર્તે છે. ll૧૫૮૮૧૫૮૯-૧પ૯oll.
હે ભગવાન્ ! વેદના પદોના અર્થો ઉપર આપે જેવા કહ્યા, તે પ્રમાણે હું મારી રીતે સ્વતંત્રપણે કરું તો તેમાં શું દોષ છે ? આવા અર્થો કરવામાં શું હરકત છે ?
गोयम ! पयत्थमेवं मन्नंतो, नत्थि मन्नसे जीवं । वक्वंतरेसु य पुणो, भणिओ जीवो जमस्थित्ति ॥१५९१॥ अग्गिहवणाइकिरियाफलं च तो संसयं कुणसि जीवे । मा कुरु न पयत्थोऽयं इमं पयत्थं निसामेहि ॥१५९२॥ (गौतम ! पदार्थमेवं मन्यमानो, नास्ति मन्यसे जीवम् । वाक्यान्तरेषु च पुनर्भणितो जीवो यदस्तीति ॥ अग्निहवनादिक्रियाफलञ्च ततः संशयं करोषि जीवे । मा कुरु न पदार्थोऽयमिमं पदार्थं निशमय ॥) ગાથાર્થ - હે ગૌતમ ! ઉપર પ્રમાણે વેદપદોના અર્થોને માનતા એવા તમે “જીવ