________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ નથી” એમ જીવને માનો છો અને વળી એ જ વેદપદોના બીજા વાક્યોમાં “જીવ છે” એમ કહેલું છે અને અગ્નિહોત્રાદિક્રિયાનું ફલ સ્વર્ગપ્રાપ્તિ વગેરે કહ્યું છે. તેથી તમે જીવને વિષે સંદેહ કરો છો પરંતુ તમે સંશય ન કરો, કારણ કે વેદપદોના અર્થ તમે જેવા કરો છો તેવા નથી. તે પદોના અર્થ હવે કહેવાય છે તે તમે સાંભળો //૧૫૯૧-૧૫૯૨/
વિવેચન - હે ગૌતમ ! “વિજ્ઞાનધન પર્વતે ભૂતેષ્યઃ” ઈત્યાદિ વેદવાક્યોના અર્થોને તમે તમારી પોતાની મેળે ઉપર સમજાવ્યા પ્રમાણે કરો છો. તેથી “જીવ નથી” એવો દૃઢ નિર્ણય તમારા હૃદયમાં વર્તે છે. છતાં તે જ વેદપાઠોમાં બીજા કેટલાંક વાક્યો તમને પોતાને જ એવાં મળે છે કે જેમાં “જીવ છે” એવું પણ કથન કરેલું છે જેથી બન્ને બાજુના પાઠો મળવાથી તમને જીવના વિષે સંદેહ થયેલો છે. જીવના અસ્તિત્વને સૂચવનારા પાઠ આ પ્રમાણે છે -
"न ह वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति अशरीरं वा वसन्तं प्रियाऽप्रिये न પૃશત:' ઈત્યાદિ વેદવાક્યોમાં “જીવ છે” આમ કહેલું છે. તે પાઠનો અર્થ આ પ્રમાણે છે કે - શરીરવાળા જીવને પ્રિય અને અપ્રિયનો (રાગ અને દ્વેષનો) નાશ હોતો નથી અર્થાત્ રાગ અને દ્વેષ હોય છે અને શરીરરહિતપણે રહેતા જીવને રાગ અને દ્વેષ સ્પર્શતા પણ નથી. ઉપર કહેલા પાઠમાં સ્પષ્ટ કથન છે કે સંસારી જીવને રાગદ્વેષ હોય છે અને મુક્તજીવને રાગ-દ્વેષ હોતા નથી. આ પાઠથી એમ સિદ્ધ થાય છે કે “જીવ છે”
તથા “નિદોત્ર નુ સ્વામ:” સ્વર્ગમાં જવાની ઈચ્છાવાળાએ અગ્નિહોત્ર યજ્ઞ અવશ્ય કરવો જોઈએ. આ પાઠ એમ સૂચવે છે કે જે જીવ આ વર્તમાન ભવમાં અગ્નિહોત્ર યજ્ઞ કરે છે તે જીવ બીજા ભવમાં સ્વર્ગનાં સુખો પામે છે. તેનાથી અગ્નિહોત્રાદિ ધર્મક્રિયાનું ફળ પારભવિક (પરભવમાં મળવાવાળું) સંભળાય છે. હવે જો જીવ નામનું દ્રવ્ય હોય અને એક ભવથી બીજા ભવમાં જતું હોય તો જ ઉપરોક્ત વાત સંગત થાય. પરભવમાં જનારા જીવ વિના ઉપરના પાઠના અર્થની સંગતિ થાય નહીં. આમ જીવ છે એ બાબતના અને જીવ નથી એ બાબતના એમ બન્ને બાજુના વેદપાઠો-સ્મૃતિઓ વગેરે આધારો મળવાથી તમારા હૃદયમાં “જીવ છે કે જીવ નથી” આ વાતનો સંદેહ થયો છે અને તે સંદેહ મજબૂત રીતે વર્તે છે.
પરંતુ હે ગૌતમ ! આ સંદેહ તમે ન કરો. કારણ કે “વિજ્ઞાનધન પર્વતે ભૂતેષ્યઃ'' ઈત્યાદિ પદોવાળો જે પ્રથમ પાઠ છે, તેનો અર્થ તમે જે કરો છો તે અર્થ બરાબર નથી અર્થાત્ ખોટો અર્થ છે. તે વેદપદોનો સાચો અર્થ હવે કહેવાય છે તે તમે સાવધાન થઈને સાંભળો. ||૧૫૯૧-૧૫૯૨||