________________
૭૮
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ विण्णाणाओऽणण्णो, विण्णाणघणोत्ति सव्वओ वावि । स भवइ भूएहितो घडविण्णाणाइभावेण ॥१५९३॥ ताई चिय भूयाई, सोऽणु विणस्सइ विणस्समाणाई । अत्यंतरोवओगे, कमसो विण्णेयभावेणं ॥१५९४॥ (विज्ञानादनन्यो विज्ञानघन इति सर्वतो वाऽपि ।
स भवति भूतेभ्यो घटविज्ञानादिभावेन ॥ तान्येव भूतानि, सोऽनुविनश्यति विनश्यमानानि । अर्थान्तरोपयोगे, क्रमशो विज्ञेयभावेन ॥)
ગાથાર્થ - વિજ્ઞાનના ઘનસ્વરૂપ એવો આ જીવ વિજ્ઞાનથી અભિન છે અથવા સર્વપ્રદેશે વિજ્ઞાનના ઘન સ્વરૂપ છે. તે જીવ ઘટ-પટ વગેરે પદાર્થોને જાણવા રૂપે જ્ઞાનાદિપર્યાયસ્વરૂપે ભૂતોમાંથી ઉત્પન્ન થાય છે અને તે જ ભૂતો વિનાશ પામે છતે અથવા અર્થાન્તરનો ઉપયોગ થયે છતે અનુક્રમે શેયને જાણવાના ઉપયોગ રૂપે તે જીવ પણ પાછળ નાશ પામે છે. ll૧૫૯૩-૧૫૯૪ll
વિવેચન - જીવ નામનું આ અરૂપી દ્રવ્ય છે. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ વિનાનું છે. અસંખ્યપ્રદેશાત્મક છે. શરીરના આધારે દીપકના પ્રકાશની જેમ અલ્પ અથવા અધિકક્ષેત્રમાં વ્યાપ્ત થનાર છે તથા વિજ્ઞાનના ઘનસ્વરૂપ છે. અનંત અનંત જ્ઞાનાદિ ગુણોથી ભરપૂર ભરેલું આ દ્રવ્ય છે.
વિશિષ્ટ એવું જે જ્ઞાન છે તેને વિજ્ઞાન કહેવાય છે. અર્થાત્ વસ્તુમાં રહેલા શેય એવા સામાન્ય અને વિશેષ ધર્મોને જાણવા તે અનુક્રમે દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ રૂપ આત્માની જે ચેતનાશક્તિ છે તેને જ વિજ્ઞાન કહેવાય છે. તે વિજ્ઞાન આત્માનો ગુણ હોવાથી અને ગુણ-ગુણીનો કથંચિત્ અભેદ સંબંધ હોવાથી એકમેકતા બનવાથી આ આત્મા જ્ઞાનગુણની સાથે ઘનીભૂતતાને પામ્યો છે. તેથી વિજ્ઞાનઘન એવો જ આ જીવ છે આમ કહેવાય છે અથવા સત્ર વાવિ = આ આત્મા સર્વપ્રદેશોમાં અનંત અનંત વિજ્ઞાનના પર્યાયોના સમૂહસ્વરૂપે જ બનેલો છે, તેથી પણ વિજ્ઞાનઘન એવો જ આ આત્મા છે આમ કહેવાય છે.
અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ આત્મા વિજ્ઞાનના ઘનરૂપ છે એટલું જ નહીં પરંતુ વિજ્ઞાનના ઘનરૂપ જ છે. અર્થાત્ સંપૂર્ણ આત્મા જ્ઞાનમય જ છે.