________________
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૭૯ જેમ અગ્નિ દાહાત્મક હોય છે, સાકર મધુરરસાત્મક હોય છે, સૂર્ય પ્રકાશાત્મક હોય છે તેમ આ આત્મા પોતે જ સ્વયં વિજ્ઞાનના ઘન સ્વરૂપ જ છે. આટલું ભાર આપીને કહેવાનો આશય એ છે કે નૈયાયિક-વૈશેષિકો આત્મા અને જ્ઞાનને ભિન્ન-ભિન્ન માને છે. આત્મા પોતે સ્વયં સ્વરૂપે વિજ્ઞાન વિનાનો છે અર્થાત્ જડ છે. માત્ર તેમાં સમવાયસંબંધથી બુદ્ધિ = જ્ઞાન રહેલું છે. નૈયાયિક આદિ આમ માને છે. જેમ ઘટ અને જળ આ બન્ને જુદીજુદી વસ્તુ છે. માત્ર ઘટમાં સંયોગસંબંધથી જળ રહેલું છે પરંતુ ઘટ એ જળ નથી. તેમ આત્મામાં સમવાયસંબંધથી જ્ઞાન રહેલું છે પરંતુ આત્મા એ પોતે જ્ઞાનમય નથી. આમ નૈયાયિક આદિ દર્શનકારો માને છે. તેના મતના વ્યવચ્છેદ માટે આ આત્મા વિજ્ઞાનઘનસ્વરૂપ જ છે. આમ એવકાર જાણવો.
ઘટ-પટ આદિ જગદ્વર્તી પદાર્થો આત્મા વડે જ્ઞાન દ્વારા જાણવાલાયક છે તેથી તે પદાર્થોને શેય કહેવાય છે. શેય એટલે જાણવા લાયક, અને આત્મા એ જ્ઞાતા છે. જ્ઞાતા એટલે જાણનાર. આ આત્મા જ્યારે જ્યારે ઘટ-પટ આદિ જે જે પદાર્થોને જાણવા માટે પ્રવૃત્તિ કરે છે ત્યારે ત્યારે તે તે પદાર્થોના (ભૂતોના) ઉપયોગ રૂપે આ આત્મા ઉત્પન થયો કહેવાય છે. સારાંશ કે આત્મા ભૂતોમાંથી જન્મ પામતો નથી પરંતુ જે શેયને જાણવા પ્રવર્તે છે તે શેયને જાણવાના ઉપયોગ સ્વરૂપે બન્યો એમ કહેવાય છે. “આ ઘટ છે” એમ
જ્યારે જાણે છે ત્યારે સંસારની બીજી વસ્તુઓ ભૂલી જઈને આ આત્મા ઘટના જ ઉપયોગમાં લયલીન બને છે. એ જ પ્રમાણે “આ પટ છે” એમ જ્યારે પટને જાણવામાં પ્રવર્તે છે ત્યારે ઘટનો ઉપયોગ છોડીને પટને જાણવાના ઉપયોગ રૂપે બને છે. આ પ્રમાણે જે જે શેયને જાણવા પ્રવર્તે છે તે તે શેયના ઉપયોગરૂપે આત્મા ઉત્પન્ન થયો, અને જે જે શેયતત્ત્વને જાણવાનું છોડી દીધું કે તે શેયના ઉપયોગ રૂપે આ આત્મા નાશ પામ્યો એમ કહેવાય છે. આ રીતે આ આત્મા ભૂતપદાર્થોને જાણવાના ઉપયોગ સ્વરૂપે ભૂતોમાંથી ઉત્પન્ન થાય છે અને જે ભૂતપદાર્થોને જાણવાનો ઉપયોગ છોડી દીધો તે ભૂતપદાર્થોને જાણવાના ઉપયોગ સ્વરૂપે આ આત્મા નાશ પામે છે. પરંતુ મૂળભૂત આત્મદ્રવ્ય ભૂતોમાંથી નથી તો ઉત્પન્ન થતું કે નથી તો નાશ પામતું.
ઘટ-પટ આદિ જે પદાર્થાત્મક ભૂતો છે તે તો જાણવાના વિષયસ્વરૂપ એટલે કે શેયસ્વરૂપે જ્ઞાનના આલંબનરૂપ છે. આ આત્મા પ્રયોજનના વશથી ઘટ-પટને જાણવામાં
જ્યારે જ્યારે પ્રવર્તે છે ત્યારે ત્યારે તેના ઉપયોગરૂપે તેના જ ગુણધર્મોને જાણવામાં લયલીન બને છે. તેથી તે ભાવે ઉત્પન્ન થયો કહેવાય છે અને વચ્ચે કોઈ આડું વ્યવધાન આવવાથી અથવા સામે દેખાતા ઘટ-પટ આદિ પદાર્થો સ્થળાન્તર થઈ જવાથી, અથવા