SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ८० પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ગણધરવાદ આ આત્માનું મન અન્ય વિષયમાં પ્રવર્તવાથી બીજા બીજા પદાર્થોને જાણવામાં ઉપયોગ બદલાઈ જવાથી પૂર્વશેયના ઉપયોગરૂપે નાશ અને નવા પદાર્થને જાણવાના ઉપયોગ સ્વરૂપે ઉત્પાદ આ આત્માનો થાય છે. ભાવાર્થ એવો છે કે આ આત્મા નામનું દ્રવ્ય સ્વતંત્ર છે. અનાદિકાળથી છે અને અનંતકાળ રહેવાવાળું છે. તે ભૂતોમાંથી ઉત્પન્ન થતું નથી અને ભૂતોમાં વિલય પામતું નથી. પરંતુ શેય સ્વરૂપે એટલે કે જ્ઞાનપર્યાયરૂપે આ જીવ તે કાલે ઉત્પન્ન થયો, એમ કહેવાય છે અને કાલક્રમે વ્યવધાન આદિ આવવાથી બીજા બીજા પદાર્થોનો ઉપયોગ થયે છતે નવા નવા ઉપયોગસ્વરૂપે ઉત્પન્ન થવાથી જુના જુના વિષયની ઉપયોગદશા નાશ પામવાથી તે તે ઉપયોગ સ્વરૂપે આ આત્મા નાશ પામે છે. આમ કહેવાય છે. પરંતુ સર્વથા આ દ્રવ્ય નાશ પામતું નથી. આવો અર્થ વિજ્ઞાનયન દ્વૈતેભ્યો ભૂતેભ્યઃ ઈત્યાદિ પદોનો છે. ||૧૫૯૩-૧૫૯૪][ पुव्वावरविण्णाणोवओगओ विगमसंभवसहावो । विण्णाणसंतईए, विण्णाणघणोऽयमविणासी ॥१५९५ ॥ (पूर्वापरविज्ञानोपयोगतो विगमसम्भवस्वभावः । विज्ञानसन्तत्या विज्ञानघनोऽयमविनाशी ॥ ) ગાથાર્થ - પૂર્વોપયોગ અને અપરોપયોગ સ્વરૂપે આ આત્મા નાશ અને ઉત્પત્તિના સ્વભાવવાળો છે. પરંતુ જ્ઞાનધારાની પરંપરારૂપે વિજ્ઞાનના ઘનભૂત એવો આ આત્મા અવિનાશી છે. ૧૫૯૫૭ વિવેચન - આ ગાથાનો ભાવાર્થ લગભગ પૂર્વની બે ગાથાઓમાં કહેવાઈ જ ગયો છે. તો પણ સારરૂપે આ પ્રમાણે છે દ્રવ્યથી એક એવો આ આત્મા ઉત્પાદ-વ્યય અને ધ્રુવ એમ ત્રણ સ્વભાવવાળો છે. કેવી રીતે ત્રણ સ્વભાવો છે ? તે આ પ્રમાણે છે - કોઈપણ એક પદાર્થના ચિંતન-મનનમાં ડુબેલો આ આત્મા જ્યારે પ્રયોજનવશથી અથવા વ્યવધાન આદિના કારણથી બીજા પદાર્થના ઉપયોગમાં પ્રવર્તે છે ત્યારે પૂર્વકાલમાં જે પદાર્થને જાણવાના ઉપયોગસ્વરૂપે આ આત્મા હતો તે હવે વિગમ સ્વભાવવાળો અર્થાત્ વિનશ્વર સ્વભાવવાળો એટલે કે વિનાશી બને છે અને નવા જે પદાર્થને જાણવાના ઉપયોગસ્વરૂપે આ આત્મા બન્યો તે સંભવ સ્વભાવવાળો અર્થાત્ ઉત્પાદ સ્વભાવવાળો એટલે કે તે ભાવે ઉત્પન્ન થયો અને
SR No.009132
Book TitleGandharwad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Samiti
Publication Year2009
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy