________________
૮૧
ગણધરવાદ
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ અનાદિકાળથી જ પ્રવર્તેલ સામાન્ય જ્ઞાનમાત્રની ધારા સ્વરૂપે વિજ્ઞાનના ઘનરૂપે બનેલો આ આત્મા અવિનાશી એટલે કે ધ્રુવ જ રહે છે. આ રીતે આ આત્મા પૂર્વકાલીન ઉપયોગરૂપે વિનાશી, અપરકાલીન ઉપયોગરૂપે ઉત્પાદી અને સામાન્ય જ્ઞાનધારારૂપે ધ્રુવ એમ ત્રણ સ્વભાવવાળો અર્થાત્ ત્રિપદીમય છે.
- આ આત્મા જ ત્રિપદીમય છે એમ નહીં પરંતુ સંસારમાં રહેલી અન્ય પણ સર્વે વસ્તુઓ ઉપર પ્રમાણે જ ઉત્પાદ-વ્યય-અને ધ્રુવ સ્વભાવવાળી જ છે. સર્વે પણ વસ્તુઓ પૂર્વપર્યાય રૂપે નાશ, અપરપર્યાયરૂપે ઉત્પાદ અને મૂલભૂત દ્રવ્યરૂપે ધ્રુવ આમ ત્રિપદીમય જ છે. કોઈપણ વસ્તુ સર્વથા નવી ઉત્પન્ન થતી જ નથી. સર્વથા કોઈપણ વસ્તુ વિનાશ પામતી જ નથી અને પર્યાયાન્તર થયા વિનાની કોઈ પણ વસ્તુ એકાન્ત કૂટસ્થ ધ્રુવ છે જ નહીં. સર્વે પણ પદાર્થો પર્યાયને આશ્રયી ઉત્પાદ-વિનાશવાળા અને દ્રવ્યને આશ્રયી ધૃવત્વવાળા છે. ll૧૫૯પી.
न च पेच्चनाणसण्णावतिट्ठए संपओवओगाओ । विण्णाणघणाभिक्खो जीवोऽयं वेयपयभिहिओ ॥१५९६॥ (न च प्रेत्यज्ञानसज्ञाऽवतिष्ठते साम्प्रतोपयोगात् ।
विज्ञानघनाभिख्यो जीवोऽयं वेदपदाभिहितः ॥)
ગાથાર્થ - વર્તમાન ઉપયોગકાલે ભૂતકાળની જ્ઞાનસંજ્ઞા પ્રવર્તતી નથી આ પ્રમાણે વિજ્ઞાનના સમૂહાત્મક એવો વેદપદોમાં કહેલો આ જીવ છે તેથી હે ગૌતમ ! તમે આત્મતત્ત્વ છે આમ સ્વીકાર કરો. /૧૫૯૬/l.
વિવેચન - વેદના પદોમાં “ર ૨ પ્રત્યસંસ્તિ ' આવો જે પાઠ છે તેનો અર્થ હે ગૌતમ ! તમે એવો કરો છો કે “પરભવ નથી, આત્મા નથી” એટલે એકભવથી બીજા ભવમાં જનારો જીવ નથી. તેથી પૂર્વભવ કે પુનર્ભવ જેવું કંઈ જ નથી. પરંતુ તમારો કરેલો આ અર્થ બરાબર નથી. તે પદોનો અર્થ આ પ્રમાણે છે - પ્રત્યજ્ઞ પૂર્વકાલની જે જ્ઞાનસંજ્ઞા હતી તે ન સતિષ્ઠતે હવે રહેતી નથી. કારણ કે સાપ્રતાપયો Iત્ = વર્તમાનકાલનો અપૂર્વ ઉપયોગ આવવાથી = ભાવાર્થ આ પ્રમાણે છે કે = પૂર્વકાલમાં ધારો કે ઘટની ચિંતવના ચાલતી હતી. તેની નિવૃત્તિ થતાં હાલ પટની ચિંતવના ચાલે છે. તો આ રીતે અન્ય વસ્તુના ઉપયોગકાલે પૂર્વકાલની ઘટના ઉપયોગવાળી જ્ઞાનસંજ્ઞા હોતી નથી, ઘટના ઉપયોગની જ્ઞાનસંજ્ઞા કેમ નથી હોતી? તો તેનો ઉત્તર એ છે કે તે વાત ભૂતકાલીન થઈ ગઈ, હાલ વર્તમાનકાલે તો પટ નામના અન્ય પદાર્થનો ઉપયોગકાલ પ્રવર્તે છે.