________________
ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૭૫ જાણતા નથી ? તો કારણ એ છે કે તમે પોતે પોતાની મેળે જ (ગુરુગમ વિના) પોતાના વિચાર પ્રમાણે સ્વયં આ પદોના અર્થો મનમાં વિચારો છો. તેથી યથાર્થ અર્થ આવતો નથી, તમે સ્વયં પોતાની રીતે મનમાં આ પ્રમાણે અર્થ વિચારો છો કે -
પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ અને આકાશ આ પાંચ ભૂતતત્ત્વ છે (પાંચ પદાર્થ છે). તે દરેક ભૂતતત્ત્વમાં વિજ્ઞાનનો લવ માત્ર છે જ્ઞાનનો એક અંશમાત્ર છે. પાંચે ભૂતો ભેગાં થવાથી વિજ્ઞાનના પાંચ લવનો સમુદાય બને છે. આ રીતે પૃથ્વી આદિ પાંચ ભૂતોના પાંચ વિજ્ઞાનના લવના સમૂહાત્મક વિજ્ઞાનઘન જે બને છે તે જ આત્મા છે અને તે પાંચ ભૂતોના સમુદાયમાંથી પાંચ લવના સમૂહાત્મક વિજ્ઞાનઘનમય આત્મા ઉત્પન્ન થાય છે તથા ભૂતોમાંથી ઉત્પન્ન થઈને ભૂતોનો નાશ થયે છતે તેની પાછળ ચેતનાના સમૂહાત્મક આ આત્માનો પણ સર્વથા નાશ થાય છે. આવી જગસ્થિતિ છે. પરંતુ આત્મતત્ત્વને માનનારા જૈનદર્શનકારાદિ વડે કલ્પાયેલો અને પાંચ ભૂતોના સમુદાયથી અતિરિક્ત એવો તથા જ્ઞાનદર્શન-ચારિત્ર-વીર્યાદિ ગુણોના આશ્રયવાળો એવો સ્વતંત્ર આત્મા નથી કે જે પૂર્વભવથી આવતો હોય અને પુનર્ભવમાં જતો હોય. આમ તમે મનમાં વેદપદોના અર્થ વિચારો છો.
વળી પાંચે ભૂતો ભેગાં મળે તો જ વિજ્ઞાનઘન બને છે. જો વ્યસ્ત (છુટાં છુટાં) એવાં એક એક ભૂત હોય તો તેમાં વિજ્ઞાનનો લવ છે પણ વિજ્ઞાનનો ઘન નથી. તેથી આત્મા બનતા નથી. વિજ્ઞાનનો ઘન તો તે પાંચ ભૂતનો સમુદાય સાથે મળી એકમેકતારૂપ પરિણામ પામે તો જ બને છે. જેમ ધાવડી (એક પ્રકારનું વૃક્ષ છે) વગેરે મદિરાનાં અંગો છે. જેમાંથી કોહરાવીને ઉકાળીને મદિરા બનાવાય છે. તેવા તેવા જે પદાર્થો છે તેને મદિરાનાં અંગો (કારણો) કહેવાય છે. તે દરેક અંગોમાં જીવમાં મદ લાવવાનો અંશ છે. તો જ તે પદાર્થોનો સમુદાય ભેગો કરવાથી વિશિષ્ટ મદશક્તિ પ્રગટ થાય છે. તેથી જેમ મદિરાના અંગોમાં મદશક્તિનો લવ છે અને તેના સમુદાયમાં વિશિષ્ટ મદશક્તિ પ્રગટ થાય છે. તે મદશક્તિ બહારથી ક્યાંયથી આવતી નથી અને નાશ પામ્યા પછી બહાર પણ ક્યાંય જતી નથી. તેવી જ રીતે પૃથ્વી-પાણી વગેરે પાંચ ભૂતોમાં વિજ્ઞાનનો લવ છે પણ ઘન નથી. પણ પાંચ ભૂતોનો સમુદાય મળવાથી પાંચ લવ ભેગા થવાથી વિજ્ઞાનઘન ઉત્પન્ન થાય છે તેને જ આત્મા કહેવાય છે. તે વિજ્ઞાનઘનમય આત્મા ભૂતોનો સમુદાય જે કાલે મળ્યો તે કાલે જ ઉત્પન્ન થયો છે. પરંતુ પરભવથી વિજ્ઞાનમાત્ર સ્વરૂપવાળો આત્મા નામનો કોઈ પદાર્થ આવ્યો નથી.
તથા આ પાંચ ભૂતોમાંથી પાંચ વિજ્ઞાનના લવ ભેગા થવાથી વિજ્ઞાનના ઘનરૂપ ઉત્પન્ન થયેલો આ આત્મા ભૂતોમાંથી ઉત્પન્ન થયા બાદ કેટલાક કાલ સુધી જીવંત રહીને