________________
ગણધરવાદ
૨૯
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ ગાથાર્થ - હવે કદાચ તું એમ માને કે જ્ઞાનાદિગુણોનો ગુણી અવશ્ય છે પરંતુ તે દેહથી ભિન્ન નથી કારણ કે જ્ઞાનાદિગુણો દેહમાં જ જણાય છે. તેથી તે દેહ જ જ્ઞાનાદિગુણોનો ગુણી છે. (જુદો જીવ નામનો પદાર્થ નથી.) l/૧૫૬૧/
વિવેચન - હે ઈન્દ્રભૂતિ ! હવે કદાચ તમે મનમાં એમ માનો કે જ્ઞાનાદિ ગુણો જેમ છે તેમ તે ગુણોનું ગુણી એવું દ્રવ્ય પણ હોવું જોઈએ. ગુણોના આધારભૂત ગુણીદ્રવ્ય માન્યા વિના કેવલ એકલા ગુણો નિરાધારપણે સંભવે નહીં. માટે ગુણીદ્રવ્ય હોવું જ જોઈએ. તેનું અમે ખંડન કરતા નથી. એટલે કે “ગુણી નથી” એવું અમે કહેતા નથી. પરંતુ તે ગુણોનો ગુણી દેહ જ છે. દેહથી ભિન્ન એવો સ્વતંત્ર આત્મા નથી એમ અમને સમજાય છે. દેહથી અર્થાન્તર એવો ગુણી જીવ છે. આ વાત અમને સમજાતી નથી. તેથી સ્વતંત્ર ગુણી જીવદ્રવ્ય છે એમ અમે સ્વીકારતા નથી. કારણ કે સ્મૃતિ-જિજ્ઞાસા-જ્ઞાનાદિ દેહમાં જ અનુભવાય છે. તેથી તે દેહ જ આ ગુણોનો ગુણી છે. જેમ રૂપ-રસાદિ ગુણો ઘટાદિમાં જ જણાય છે તેથી તે રૂપ-રસાદિ ગુણોનો ગુણી ઘટાદિ જ મનાય છે. તેમ જિજ્ઞાસા-સ્મૃતિ આદિ ગુણો દેહમાં જ અનુભવાય છે. માટે દેહથી ભિન્ન આત્મા નથી એમ અમને સમજાય છે.
અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે - જ્ઞાનાદિ ગુણો જે જણાય છે તે દેહના જ ગુણો છે. તેનો ગુણી દેહ જ છે. કારણ કે ત્યાં જ તે ગુણો દેખાતા હોવાથી, જેમ ગોરાપણું, પાતળાપણું, જાડાપણું, કાળાપણું અને ઘઉંવર્ણાપણું દેહમાં જ દેખાય છે. તેથી તે ગુણો દેહના જ છે અને દેહ જ તે ગુણોનો ગુણી છે. તેમ સ્મૃતિ આદિ ગુણો પણ દેહમાં જ જણાય છે. માટે તે ગુણોનો ગુણી પણ દેહ જ છે. દેહથી અતિરિક્ત જીવ નામનો સ્વતંત્ર જુદો પદાર્થ નથી. ./૧૫૬૧//
આ પ્રશ્નનો ભગવાન શ્રી મહાવીરસ્વામીપ્રભુ ઉત્તર આપે છે કે : नाणादओ न देहस्स, मुत्तिमत्ताइओ घडस्सेव । तम्हा नाणाइगुणा जस्स, स देहाहिओ जीवो ॥१५६२॥ (ज्ञानादयो न देहस्य, मूर्त्तिमत्त्वादितो घटस्येव । તસ્મા જ્ઞાનાવિશુ યસ્ય, સ રેહાધવો નીd: I)
ગાથાર્થ – જ્ઞાનાદિ ગુણો દેહના નથી. કારણ કે દેહ એ મૂર્તિમાન પદાર્થ હોવાથી, ઘટની જેમ, તેથી જ્ઞાનાદિ ગુણો જે દ્રવ્યના છે તે દ્રવ્ય દેહથી ભિન્ન એવું જીવદ્રવ્ય છે. //૧૫૬ ૨ //