________________
૨૮
પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
ગણધરવાદ જિજ્ઞાસા આદિ ગુણો અને જીવ તેનો ગુણી, રૂપ-રસાદિ ગુણો અને ઘટ-પટાદિ તેના ગુણી, આ બન્નેમાં સમાન ગુણ-ગુણીભાવ હોવા છતાં ઘટ-પટાદિ દ્રવ્યમાં ગુણ પ્રત્યક્ષ ગ્રહણ કરાયે છતે ગુણી પ્રત્યક્ષ ગ્રહણ થાય છે એમ હે ઈન્દ્રભૂતિ ! તમે માનો છો અને સ્મૃતિજિજ્ઞાસા આદિ જીવોના ગુણો પ્રત્યક્ષ થવા છતાં જીવદ્રવ્ય પ્રત્યક્ષ થતું નથી. અર્થાત્ જીવદ્રવ્ય પ્રત્યક્ષ દેખાતું નથી માટે જીવદ્રવ્ય નથી. આમ કેવલ એકલા જીવદ્રવ્યમાં જ તમને નાસ્તિ” (જીવ નથી) આવી શંકા કેમ થઈ છે ? કે જે શંકાના કારણે ૧૫૪૯ મી ગાથામાં તમે કહ્યું હતું કે ઘટ-પટની જેમ આ જીવ પ્રત્યક્ષ ગ્રહણ થતો નથી. ગુણોના ગ્રહણથી ગુણી પ્રત્યક્ષ થાય જ છે તેથી ઘટ-પટની જેમ જીવ પણ સ્મૃતિ આદિ પોતાના ગુણો વડે પ્રત્યક્ષ થાય જ છે.
હવે કદાચ તમે એવો બચાવ કરો કે ઘટ-પટ આદિ દ્રવ્યોને છોડીને એકલા એકલા રૂપ-રસાદિ ગુણો આ સંસારમાં ક્યાંય છે જ નહીં. તેથી રૂપ-રસાદિ ગુણો પ્રત્યક્ષ દેખાતે છતે ગુણી એવા ઘટ-પટનું પણ પ્રત્યક્ષ ગોચરત્વ સ્વીકારવું પડે છે. તો હે ગૌતમ ! આ વાત આત્મામાં પણ સમાન જ છે. આત્મદ્રવ્યને છોડીને સ્મૃતિ આદિ ગુણો એકલા એકલા આ સંસારમાં ક્યાંય જણાતા નથી. તેથી સ્મૃતિ આદિ ગુણો ગ્રહણ થયે છતે આત્મા પણ પ્રત્યક્ષ જ છે આ વાત પણ સ્વીકારી લેવી જોઈએ.
ગુણો અને ગુણી જો અભિન માનશો તો ગુણપ્રત્યક્ષ થવાથી ગુણી એવો આત્મા પણ પ્રત્યક્ષ છે. આમ સિદ્ધ થાય છે અને જો ગુણોથી ગુણીને ભિન્ન માનશો તો ગુણી એવો આત્મા ભલે પ્રત્યક્ષ નહીં થાય. પરંતુ સ્મૃતિ-જિજ્ઞાસા આદિ ગુણો પણ સંસારમાં છે અને તેનાથી ભિન્ન એવો ગુણી આત્મા પણ આ સંસારમાં છે. આમ તો સિદ્ધ થશે જ. તે આત્મા ભલે પ્રત્યક્ષ ન થાય. પરંતુ ભિન્ન એવો પણ તે છે. આમ તમારી જ માન્યતાથી આત્માની સિદ્ધિ થઈ જાય છે. ભિન્ન માનવાથી પ્રત્યક્ષ ન થાય. પરંતુ આ સંસારમાં ભિન્ન એવું પણ જીવદ્રવ્ય છે. આમ તો સિદ્ધ થયું જ. ll૧૫૫૯-૧૫૬oll
આ બાબતમાં ઈન્દ્રભૂતિજી ફરીથી ભગવાનને પ્રશ્ન કરે છે કે - अह मन्नसि अत्थि गुणी, न य देहत्थंतरं तओ किंतु । देहे नाणाइगुणा, सोच्चिअ तेसिं गुणी जुत्तो ॥१५६१॥ (अथ मन्यसेऽस्ति गुणी, न च देहार्थान्तरं सकः किन्तु । તે જ્ઞાનાતિમુI:, વ તેષાં ગુt યુવતઃ II)