________________
નવમા ગણધર - અચલભ્રાતા
૫૨૭
આ પ્રમાણે સ્વભાવવાદ નામના પાંચમા પક્ષનું સૌથી પ્રથમ અને ત્યારબાદ પુણ્યકર્મ જ છે, પાપકર્મ જ છે અને મિશ્રકર્મ છે. આવા પ્રકારના પ્રથમ-દ્વિતીય અને તૃતીય પક્ષ એમ ૧-૨-૩-૫ આ ચાર પક્ષોનું ખંડન કરીને વાસ્તવિકપણે પુણ્યકર્મ પણ છે અને
પાપકર્મ પણ છે અને તે બન્ને પરસ્પર ભિન્ન છે. આમ ચોથો પક્ષ જ સત્ય છે આવી વ્યવસ્થા કરીને હવે પુણ્ય અને પાપનાં ભિન્ન ભિન્ન લક્ષણો કહે છે -
6
ગણધરવાદ
सोहणवण्णाइगुणं सुभाणुभावं च तयं पुण्णं । विवरीयमओ पावं, न बायरं नाइसुहुमं च ॥१९४०॥
(शोभनवर्णादिगुणं, शुभानुभावं च यत् तत् पुण्यम् । विपरीतमतः पापं, न बादरं नातिसूक्ष्मं च ॥ )
ગાથાર્થ - શોભનવર્ષાદિવાળું અને શુભ અનુભાવવાળું જે કર્મ છે તે પુણ્ય છે. તેનાથી જે વિપરીત છે તે પાપકર્મ છે. આ બન્ને કર્મો બાદર પણ નથી અને અતિશય સૂક્ષ્મ પણ નથી. ૧૯૪૦મી
વિવેચન - પુદ્ગલો બે જાતનાં હોય છે. શોભન (સુંદર) વર્ણાદિ ગુણવાળાં, સુંદર વર્ણ, ગંધ, ૨સ અને સ્પર્શવાળાં તથા અશુભ વર્ણાદિ ગુણવાળાં, અસુંદર વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળાં. તેમાં જે પુણ્યકર્મનાં પુદ્ગલો છે તે સુંદર વર્ણાદિવાળાં છે અને જે પાપકર્મનાં પુદ્ગલો છે તે અસુંદર વર્ણાદિ ગુણવાળાં છે. તથા પુણ્યકર્મનાં પુદ્ગલો શુભ અનુભાવવાળાં – સુખકારી ફળ આપનારાં છે અને પાપકર્મનાં પુદ્ગલો અશુભ અનુભાવવાળાં એટલે કે દુઃખકારી ફળ આપનારાં છે.
આ પ્રમાણે સુંદર વર્ણ-ગંધ-૨સ અને સ્પર્શલક્ષણવાળા ગુણો જે કર્મના છે અને જેનો શુભ વિપાક છે તે પુણ્યકર્મ કહેવાય છે અને આવા પ્રકારના પુણ્યથી જે વિપરીત લક્ષણવાળું એટલે કે અશુભવર્ણાદિવાળું છે અને અશુભ વિપાકવાળું છે તે પાપકર્મ કહેવાય છે. આ પુણ્ય અને પાપ એમ બન્ને પ્રકારનું પણ કર્મ કેવું છે ? તો પરમાત્માશ્રી જણાવે છે કે મેરૂપર્વત કે મહા-શિલા આદિ પદાર્થો જેમ ઘણા મોટા બાદરભાવે પરિણામ પામેલા સ્કંધો છે તેવું તે કર્મ બાદરભાવવાળું નથી. કારણ કે ઔદારિકાદિ પ્રથમની ચાર વર્ગણાઓ બાદર પરિણામી છે. ભાષા-શ્વાસ-મન અને કાર્યણવર્ગણા સૂક્ષ્મપરિણામી છે અને કર્મ એ સૂક્ષ્મ એવી કાર્યણવર્ગણામાંથી બનેલું છે માટે બાદર નથી. તથા પરમાણુ-યણુક-ટ્યુણુક આદિની જેમ અતિશય સૂક્ષ્મ પણ નથી. કારણ કે અનંતાનંત પરમાણુઓ વડે બનેલું છે.